યમરાજ … (બોધકથા) …

યમરાજ … (બોધકથા) …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …
 

 
yam with man
 

 

વસંતલાલ રસ્તે ચાલતા હતાં ત્યારે એક અજાણ્યા માણસે તેમને અટકાવીને કહયું કે તમારે મારી સાથે આવવાનું છે.

 

ભલા માણસ હું તમને ઓળખતો નથી અને તમે મને તમારી સાથે આવવાનું કહો છો ?’  વસંતલાલ બોલ્યા.

 

 
yumraj
 

 

બધા મને આમ જ કહે છે જયારે હું તેમને મારી સાથે આવવા કહું છું કારણ કોઈ મને ઓળખતું નથી કે ઓળખવાની દરકાર કરતું નથી. હું યમરાજ છું અને તમારો જવાનો સમય થઈ ગયો છે.

 

શું આટલો જલદી ?   મારી તો ઉમ્મર પણ નથી થઈ અને કોઈ એવી માંદગી પણ નથી કે મારે તમારે સાથે આવવું પડે. વળી મારે હજી ઘણા કામો પતાવવાના છે.’ વસંતલાલ બોલ્યા.

 

આવું તો દરેક માનવી મને કહે છે જયારે હું તેમની પાસે આવું છું. દરેક માનવને ખબર હોય છે કે ગમે ત્યારે મોત આવવાનું છે છતાં જયારે તે ખરેખર આવે છે ત્યારે તે ખચકાય છે અને બહાના કાઢે છે. પણ કુદરતના નિયમ આગળ કોઈનું કશું ચાલતું નથી.’

 

પણ આમ તમે લઈ જશો તો મારી ચીજોનું શું ?   મારા કપડાં, પૈસા વગેરે લેવા પડશેને ?   જાણે કોઈ મુસાફરીમાં જતાં હોય તેવા ઈરાદે વસંતલાલ બોલ્યા.

 

એ ચીજો તારી ન હતી કારણ તે પૃથ્વી પરની તારી જરૂરિયાત હતી. જયાં જઈએ છીએ ત્યાં તેની કોઈ જરૂર નથી.

 

ભલે તો શું મારી આવડતો અને યાદગીરીઓ મારી સાથે રહેશેને ?

 

ના. તે ક્યારેય તારી ન હતી. તે બધું સંજોગાનુસાર હતું અને કાળ સાથે તે પણ અર્થ વગરની થઈ ગઈ છે. તે હવે ત્યાં કોઈ કામની નથી.

 

પણ મારા મિત્રોને તો મળવા દેવા સમય આપશોને ?

 

તારા મિત્રો તો ટ્રેનના સહપ્રવાસી જેવા છે. અડધે રસ્તે મળે અને વચ્ચે ઉતરી જાય. છેક સુધી કોઈ સાથ ન આપે. એટલે તેમને મળવાનો કોઈ અર્થ નથી.

 

ભલે, પણ મને મારા પત્ની અને બાળકોને મળવાની તક તો આપશોને ?   આજીજીભર્યા સ્વરે વસંતલાલ બોલ્યા.

 

તેઓનું સ્થાન તો તારા હૃદયમાં હતું અને રહેશે એટલે મળવાની શું જરૂર છે ?   હા, તેઓ થોડા દુઃખી થશે તારા અચાનક્ ચાલ્યા જવાથી પણ તે થોડા સમય માટે કારણ દુઃખનું ઓસડ દહાડા.

 

તો પછી મારી સાથે શું આવશે ?   મારૂં શરીર, મારો આત્મા ?

 

શરીર તો આ માટીમાં મળવા નિર્માયુ છે જયારે તારા આત્માની માલિકી મારી છે. તારે તો ખાલી હાથે મારી સાથે આવવાનું છે.

 

આ સાંભળી વસંતલાલની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા કે શું મારૂં કંઈ જ નથી જે હું સાથે લઈ જઈ શકું ?

 

હા, તેમ જ છે. અહીં જે સમય તે વિતાવ્યો તે દરેક પળ તારી હતી સુખી કે દુઃખી. તે જેવી રીતે તે વિતાવી હશે તે વિતી ગઈ,  હવે જેમ ખાલી હાથે આવ્યો હતો તેમ ખાલી હાથે જવાનું છે.

 

તેથી જ મિત્રો જીવીએ છીએ ત્યાં સુધી જીવનની હરેક પળને માણતાં શીખો. ઉદાસી ભૂલી ઉલ્લાસભર્યુ જીવશો તો જીવ્યું માણશો.
 

 dont forget smile

 

 
આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
  લેખકશ્રી નાં સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

ગરમીમાં શીતળતાનો અનુભવ કરાવતો ફુદીનો …

ગરમીમાં શીતળતાનો અનુભવ કરાવતો ફુદીનો  …

મેકઓવર – શહેનાઝ હુસેન

 

 

 

fudino beauty

 

 

ફુદીનો ગુણની દૃષ્ટિએ ઠંડો હોવાથી ઉનાળામાં જલજીરામાં અને અન્ય કોલ્ડ્રિંક્સમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફુદીનો સૌંદર્યવર્ધક હોવાથી ફેસપેકમાં પણ ફુદીનાના પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે.

 

fudino

 

ફુદીનાનો ફેસપેક …

 

ઉનાળામાં ચહેરાની સુંદરતા બરકરાર રાખવા માટે સ્કિનને શીતળતા મળે તેવો ફેસપેક લગાવવો જરૂરી છે. આ માટે પાકા પપૈયાનો પલ્પ, કાકડીનો પલ્પ, ફુદીનાનાં પાનની પેસ્ટને મિક્સ કરીને ફેસપેક બનાવો અને તેને ચહેરા પર લગાવો. વીસ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો, સારું રિઝલ્ટ મળશે.

 

ઓઇલી સ્કિન માટે …

 

લીંબુનો રસ અને ગુલાબજળને સરખા ભાગે લો અને અધકચરા પીસેલા ફુદીનાનાં પાનને પાણીમાં પલાળી લો. થોડા સમય બાદ તેને નિચોવીને પાણી નિતારી લો. આ પાણીને લીંબુનો રસ અને રોઝ વોટરમાં મિક્સ કરો. આ લિક્વિડને ચહેરા પર લગાવો. વીસ મિનિટ ચહેરા પર રાખો અને પછી ધોઈ લો. આ લિક્વિડ સ્કિનને ઓઇલ ફ્રી કરશે અને ત્વચાને ઠંડક આપશે.

 

ડ્રાય સ્કિન માટે … 

 

જો તમારી સ્કિન ડ્રાય હોય તો રોઝ વોટરમાં મધ, ફુદીનાનું પાણી ઉમેરો અને તેને ચહેરા પર લગાવો. સૂકી ત્વચાવાળાએ લીંબુના રસને અવોઇડ કરવો. ડ્રાય સ્કિન પર બદલતી સીઝનની જલદી અસર થાય છે. આ ફેસપેક ત્વચાને ગરમીમાં ઠંડક આપવાની સાથે સ્કિનને ગ્લોઇંગ બનાવે છે.

 

બોડી સ્ક્રબ માટે …

 

બોડી સ્ક્રબ માટે તલને અધકચરા પીસી લો. તેમાં મધ, ફુદીનાનો પાઉડર ઉમેરી બોડી સ્ક્રબ બનાવી લો. આ પેસ્ટને બોડી પર રગડો. દસ-પંદર મિનિટ બાદ રગડીને કાઢી લો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. ખીલની સમસ્યામાં પણ ફુદીનાનાં પાનની પેસ્ટ અકસીર છે.

 

સૌજન્ય : સંદેશ 

 

fudino plant

 

પ્રાચીનકાળમાં રોમ, યૂનાન,ચીની અને જાપાની લોકો ફુદીનાનો પ્રયોગ વિવિધ ઔષધિઓના રૂપમાં કરતા હતા. વર્તમાન સમયમાં ઈંડોનેશિયા અને પશ્ચિમી આફ્રિકામાં મોટા પાયા પર ફુદીનાનુ ઉત્પાદન કરવામાં આવે છે.

 

ખાસ કરીને ગરમીમા ઉત્પન્ન થનારો ફુદીનો ઔષઘીય અને સૌદર્યોપયોગી ગુણોથી ભરપૂર છે. ફુદીનાને રાયતા, ચટણી અને અન્ય વિવિધ રૂપોમાં ઉપયોગમાં લાવવામાં આવે છે.

fudino leaf large

 

 

ઔષધીય ગુણો  …

 

– ફુદીનાના પાનનો તાજો રસ લીંબૂ અને મધની સાથે સમાન માત્રામાં લેવાથી અપચન, અતિસાર અને યકૃત સંબંધી બીમારીઓમાં રાહત મળે છે.

– ફુદીનાનોર રસ કાળામરી અને સંચળની સાથે ચા ની જેમ ઉકાળીને પીવાથી શરદી-ખાંસી અને તાવમાં રાહત મળે છે.

– આના પાન ચાવવાથી કે તેનો રસ નીચોડીને પીવાથી હિચકીયો બંધ થઈ જાય છે.

– માથાના દુ:ખાવામાં તાજા પાનનુ પેસ્ટ માથા પર લગાડવાથી દુ:ખાવામાં રાહત મળે છે.

– માસિક ઘર્મ સમય પર ન આવવા પર ફુદીનાના સૂકા પાનના ચૂરણને મઘ સાથે સમાન માત્રામાં મિક્સ કરીને દિવસમાં બે ત્રણ વાર નિયમિત રૂપે ચાટવાથી ફાયદો થાય છે.

– પેટ સંબંધી કોઈપણ પ્રકારનો વિકાર થવા પર એક ચોથાઈ ચમચી ફુદીનાના બીજ ખાવ અથવા એક ચમચી ફુદીનાના રસને 1 કપ પાણી મિક્સ કરીને પી જાવ.

– વધુ ગરમી કે ઉમસની ઋતુમાં બેચેની થાય તો એક ચમચી સૂકા ફુદીનાના પાનને ચૂરણ અને 1/2 નાની ઈલાયચી પાવડરને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને પીવાથી લાભ થાય છે.

– ફુદીનાના પાનને સૂખાવીને બનાવેલ ચૂરણને મંજનની જેમ પ્રયોગ કરવાથી મુખની દુર્ગધ દૂર થાય છે અને મસૂઢા મજબૂત થાય છે.

– એક ચમચી ફુદીનાનો રસ, બે ચમચી સોડા અને એક ચમચી ગાજરનો રસ એકસાથે મિક્સ કરીને પીવાથી શ્વાસ સંબંધી વિકાર દૂર થાય છે.

– ફુદીનાના રસને મીઠાના પાણીની સાથે મિક્સ કરીને કોગળા કરવાથી ગળુ હલકુ થાય છે અને અવાજ ચોખ્ખો આવે છે.

– ફુદીનાનો રસ રોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાડવાથી ખીલ,ફોલ્લીઓ અને ત્વચાની શુષ્કતા દૂર થાય છે.

 

 

fudino.apr.1

 

 

સુગંધી અને પાચક ઔષધી ફૂદીનો  … 

 

પરિચય :

 

 

ફુદીનાથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ ઉપયોગમાં આવતા લીલા મસાલામાં ફુદીનો અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. ફુદીના વગર કોથમીરની ચટણી ફીકી લાગે. આપણે ત્‍યાં દરેક જગ્‍યાને તે સહેલાઇથી ઊગે છે. તેમાંથી એક પ્રકારની સરસ ગમે તેવી સુગંધ નીકળતી હોય છે. ઔષધ તરીકે બહુ ઉપયોગી છે. જેટલું પ્રાધાન્‍ય તુલસીને આપવામાં આવ્‍યું છે તેનાથી પણ વધુ પ્રાધાન્‍ય કદાચ ફુદીનાને આપી શકાય. 

 

ગુણધર્મ : 

 

ફુદીનો સ્‍વાદુ, રુચિકર, હ્રદ્ય, ઉષ્‍ણ, દીપન, વાત-કફનાશક તથા વધુ પડતા મળમૂત્રને નોર્મલ કરનાર છે. તે અજીર્ણ, અતિસાર અને ખાંસીને મટાડે છે. તે જઠરાગ્નિ-પ્રદીપક, સંગ્રહણીને મટાડનાર, જીર્ણજવર દૂર કરનાર અને કૃમિનાશક છે. તે ઊલટી અને મોળને અટકાવે છે. થોડા પ્રમાણમાં તે પિત્તનાશક પણ છે. તે પાચનશકિત વધારે છે અને ભૂખ લગાડે છે.

 

ઉપયોગ : 

 

(૧) ભૂખ લગાડવા માટે : ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો દરરોજ સવારે ચાર ચમચા જેટલો (આશરે અર્ધો કપ) પીવો.

(૨) રોંજિદા તાવ ઉપર : ફુદીનો અને તુલસીનો રસ દરરોજ દિવસમાં બે વખત સવારે અને રાતે પીવો.

(૩) ટાઢ વાઇને આવતા શીતજવરમાં પણ ફુદીનો અને તુલસીનો ઉકાળો થોડા દિવસ પીવો.

(૪) ફુદીનાનો તાજો રસ મધ મેળવી દર બે કલાકે આપતા રહેવાથી ગમે તેવો તાવ અંકુશમાં આવી જાય છે.

(૫) અપાચન, અજીર્ણ અને ઊલટી જેવી પાચનતંત્રની ફરિયાદમાં ફુદિનાનો તાજો રસ ફાયદો કરે છે.

(૬) પેટના શૂળ ઉપર : ફુદીનાનો રસ એક નાની ચમચી, આદુનો રસ એક નાની ચમચી સિંધવ નાખીને દિવસમાં બે વખત પીવો.

(૭) શરદી, સળેખમ અને પીનસ (નાકમાં થતો સડો)માં ફુદીનાના રસનાં બે-ત્રણ ટીપાં દિવસમાં બે-ત્રણ વખત નાકમાં નાખવાં. —

 

 

 ફૂદીનાનો ઉપયોગ રસોઇમાં સ્વાદ તથા સોડમ વધારવા માટે કરવામાં આવે છે.  પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ફૂદીનો ઔષધિગુણથી ભરપૂર છે.

 

ઊલટી અને જુલાબની સમસ્યાથી છૂટકારો મેળવવા ફૂદીનામાં સાકર ભેળવી ખાવું અથવા તો દહીં નાખીને ખાવાથી રાહત થાય છે.

 

અજીર્ણની તકલીફમાં ફૂદીનાના રસમાં કાળું મીઠું (સંચળ) ભેળવી ચાટવાથી ફાયદો થાય છે.

 

ઊધરસથી રાહત પામવા ફૂદીનાના રસમાં કાળુ મીઠુ ભેળવી લેવું, અથવા ફૂદીના અને આંબળાનો રસ સપ્રમાણ લઇ મધ ભેળવી લેવું.- ફૂદીનાના રસમાં પાણી ભેળવી કોગળા કરવાથી ટોન્સિલમાં રાહત થાય છે.- અળાઇથી રાહત પામવા ફૂદીનાના રસમાં ગોળ ભેળવી ઉકાળવું અને ઠંડુ થયા બાદ પીવું.

 

ફૂદીનાના તાજા રસમાં મધ ભેળવીને પીવાથી પેટના દુખાવાથી છૂટકારો મળે છે.

 

એક કપ પાણીમાં બે ચમચી ફૂદીનાનો રસ તથા લંીબુનો રસ ભેળવી પીવાથી પેટની તકલીફમાં લાભ થાય છે.

 

ફૂદીના તથા તુલસીના ૧૦-૧૦ પાન લઇ તેનો કાઢો બનાવી પીવાથી મેલેરિયામાં ફાયદો થાય છે.-

 

ફૂદીનાના પાન ચાવવાથી મુખશુદ્ધિ થાય છે.

 

ફૂદીનાના રસમાં લીંબુનો રસ, આંબળાનો રસ તથા મધ ભેળવી પીવાથી કોલેરા તથા ઊલટીમાં આરામ મળે છે.- ફૂદીનાની ચટણીનો લેપ બનાવી ચહેરા પર એક કલાક સુધી લગાડી રાખી ચહેરો ધોવાથી ચમકી ઊઠશે.- ફૂદીના તથા તુલસીનો રસ ભેળવી પીવાથી ટાઇફોડમાં રાહત થાય છે.

 

ફૂદીનાના રસના ત્રણ-ચાર ટીપાં નાકમાં નાખવાથી શરદીમાં રાહત થાય છે તેમજ ગળતું નાક બંધ થાય છે.

ફૂદીનાના પાન, મરી, સિંધવ, હિંગ,  કાળી દ્રાક્ષ તથા જીરું મિક્સ કરી વાટી તેની ચટણી બનાવી ખાવાથી મંદાગ્નિ દૂર થઇ પાચનશક્તિ વધે છે.

 

સૌજન્ય : મીનાક્ષી …

 

આપણું આરોગ્ય આપણા રસોડામાં અને આપણી આસપાસ જ વીંટળાઈને ઊભું છે, પણ આપણને તેની ખબર નથી.

 

શાકભાજી તથા લીલા મસાલા સાથે વેચાતા ફૂદીના (પુદીન, પોદીના)  ને આપણે સારી રીતે ઓળખીએ છીએ.તુલસીની જાતના ફુદીનાના વર્ષાયુ, કોમળ, સુગંધિત અને ડાળીવાળા લીલા રંગના છોડ થાય છે. તેના પાન કોમળ, ઘેરા લીલા રંગના, કરકરીયા, ધારવાળા, ભાલા જેવા અણિયાળા, તુલસી પત્ર જેવડા કદના થયા છે.  તેની ઉપર નાના, ફીક્કા રિંગણી રંગના (લવંડર) મંજરી પુષ્પો ગુચ્છામાં આવે છે.  ફૂદીનો પેટના દર્દોની (લોક વૈદક) ની ખાસ ઉપયોગી દવા છે.  તેમાંથી ‘થાયમોલ’ નામે ઉડનશીલ-સુગંધી  સત્વ તથા અર્ક મેળવાય છે.

 

ગુણધર્મો :

 

ફૂદીનો તીખો-કડવો, મધુ, રુચિકર, પાચનકર્તા, ભૂખવર્ધક, ગરમ, હળવો, લૂખો, કફ અને વાયુ દોષનાશક, ઊલટી બંધ કરનાર, વાયુની સવળી ગતિકર્તા, હ્રદયોત્તેજ્ક, મૂત્રલ, પીડાશામક, દુર્ગંધનાશક, વર્ણરોપક, ગર્ભાશય સંકોચક, પરસેવો લાવનાર, કફ બહાર કાઢનાર અને કૃમી, આંચકી (ખેંચ), વ્રણ, તાવ, ત્વચા રોગો, મંદાગ્નિ, આફ્રરો, ગેસ, પેટનું શૂળ (અપચાના ઝાડા), ખાંસી, હૃદયની નબળાઈ, શ્વાસ, હેડકી, મૂત્રકૃચ્છ અને ઝેરનો નાશ કરે છે.  સ્ત્રીઓના કષ્ટાર્તવ, માસિક સાફ આવવું કે પ્રસૂતાના તાવ તથા હિસ્ટીરિયા દર્દમાં પણ તે લાભ કરે છે.

 

ઔષધિય પ્રયોગ …

 

[૧]  ઠંડીનો (મેલેરિયા) તાવ :   ફૂદીનો અને આદુનો ઉકાળો કરી અને મધ નાખી પીવો.

 

[૨]  મંદાગ્નિ – શરદી – સળેખમ  :  ફૂદીનાના પાન, મરીનો ભૂકો અને આદુ કે સૂંઠનો ઉકાળો કરી, તેમાં જૂનો ગોળ કે મધ ઉમેરી, સવાર-સાંજ ગરમા ગરમ પીવો.

 

[૩]  ટાઈફોઈડ (મોતીઝરા તાવ) :  ફૂદીનો, જંગલી તુલસી કે કાળી તુલસીનો રસ કાઢી તેમાં સાકર મેળવી સવાર-સાંજ પાવો.

 

[૪]  વાયુ તથા કૃમિ :  ફૂદીનાનો રસ જૂનો ગોળ નાખી પાવો.

 

[૫]  અપચાના ઝાડા – ખાંસી :  ફૂદીનાનો રસ કે તેનો ઉકાળો કરી, તેમાં મારીની ભૂકી તથા ગોળ નાખી પીવું.

 

[૬]  પેટમાં શૂળ-આફ્રરો :  ફૂદીનો તથા આદુનો રસ ૧ – ૧ ચમચી લઇ તેમાં ચપટી સંચળ કે સિંધવ નાખી પીવું.

 

[૭]  અરુચિ – મંદ પાચન : (ફૂદીનાની ચટણી)  ફૂદીનાના પાન, ખારેક કે ખજૂર, મારી, મીઠું, જીરું, ધાણા, આદું, મરચા લીલાને વાટી, ચટણી બનાવી, તેમાં લીંબુનો રસ નીચોવી ભોજન સાથે ખાવી.

 

[૮]  પીડા સાથે કે ઓછું માસિક આવવું – પ્રસુતિ થયા પછી તાવ :  ફૂદીનાનો આખો છોડ ટુકડા કરી તેમાં કાળા મરીનું ચૂર્ણ થથા ગોળ નાખી, ઉકાળો કરી, તે રોજ પીવો.

 

[૯]  અજીર્ણ, ઉલટી, પેટમાં શૂળ, પીડા :  ફૂદીનાના અર્કના પાંચ ટીપાં અથવા ફૂદીન હરા ગોળી પાની સાથે લેવી.  અથવા ફૂદિનાનું સત્વ પાનમાં ખાવું.

 

[૧૦]  ગર્ભ નિરોધ :  સૂકા ફૂદિનાનું ચૂર્ણ (છ માસથી વધુ ન ચાલે)  ૭-૮ ગ્રામ જેટલું સ્ત્રીએ પુરુષ સંયોગની ૧ કલાક પહેલાં પાણીમાં (દરેક સંયોગ પૂર્વે) લેવાથી સ્ત્રીને ગર્ભ રહેતો નથી.

 

નાનપણમાં બા બટેટાનું છાલવાળું શાક કરતી અને કહેતી કે બટેટું જે નુકસાન કરે તે તેની છાલ નિર્મુળ કરે.  મગની ફોતરા વગરની દાળની ગુણવત્તાની તો શું વાત કરવી ?   આવી દાળનો એક વાટકો પીઓ તો એક ઈંડાંમાંથી જેટલી તાકાત મળે એટલી તાકાત આ દાળમાંથી મળે.

 

દાંત માટે મીઠાનો ઉપયોગ એ રામબાણ ઉપાય છે. આધુનિક બ્રશ કરતાં લોકોને એક સૂચન કરવું છે. સવારે બ્રશને સહેજ ભીનું કરી તેના પર સૌપ્રથમ થોડું મીઠું ભભરાવીને તે પર પેસ્ટ લગાડ્યા પછી બ્રશ કરી જોજો. દાંતને વિશેષ ચળકાટ આપોઆપ મળશે અને મજબૂતી પણ પ્રાપ્ત થશે.

 

 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.
 

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

“પુષ્ટિ પ્રસાદ” – સામાયિક સ્વરૂપે … (માર્ચ તેમજ મે -૨૦૦૬નાં અંકો )…

પુષ્ટિ પ્રસાદ”  – સામાયિક સ્વરૂપે  …

(ઈ -મેગેજીન સ્વરૂપે)અંક- માર્ચ-૨૦૦૬  તેમજ  મે -૨૦૦૬ …

 

 

‘પુષ્ટિ પ્રસાદ’ એક મેગેજીન (સામાયિક) સ્વરૂપે છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી યુ એસ એ માં પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,  આદરણીય ભવદીય વૈષ્ણવ  શ્રી વ્રજનીશભાઈ શાહ (યુએસએ) ની વિનંતી ને ધ્યાનમાં રાખી,  ઉપરોક્ત અંક ઈ મેગેજીન (સામાયિક) સ્વરૂપે, ઘણા સમયથી નિયમિત રીતે સમયાંતરે  ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રકાશિત  કરવાની કોશિશ કરેલ છે.  ઉપરોક્ત સામાયિક ને પુન: પ્રકાશિત કરવા માટે મંજૂરી  સાથે તક આપવા  બદલ અમો શ્રી વ્રજનીશભાઈ તેમજ પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ (યુએસએ)  નાં આભારી છીએ.

 નોંધ:  એપ્રિલ -૨૦૦૬ની લીંક ઓપન થતી ન હોય, આજે અહીં પોસ્ટમાં દર્શાવેલ નથી., જે બદલ દિલગીર છીએ.

march-immage

 march index

‘પુષ્ટિ પ્રસાદ’  માર્ચ-૨૦૦૬નાં અંકમાં ઉપરોક્ત દર્શાવેલ કૃતિ તેમજ આવી વિવિધ અનેક સામગ્રી ને માણવા…  નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો :   

March 2006 High Quality Issue March 2006 Low Quality Issue

  Download past issues of ‘Pushti Prasad’ magazine here.

‘પુષ્ટિ પ્રસાદ નો  મે- ૨૦૦૬ નાં અંકમાં નીચે દર્શાવેલ કૃતિ તેમજ  વિવિધ અનેક સામગ્રી માણવા …  અંક નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો : 

may-2006 immage

 

may index

Download past issues of ‘Pushti Prasad’ magazine here.

 

‘પુષ્ટિ પ્રસાદ’ – સમગ્ર અંક માણવા  નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો..

May 2006 High Quality Issue May 2006 Low Quality Issue

 

 

To view online issues you will need Adobe Acrobat Reader. If you do not have it please download by clicking here –>    

 

 

 

 

The High Quality images are large and will take some time to appear. If you still have difficulty reading these files please email to [email protected] 

સાભાર : વ્રજનિશ શાહ  – લોયડસ્, મેરિલેન્ડ.  યુએસએ. 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

“પુષ્ટિ પ્રસાદ”  સામાયિક ના  સળંગ અંક ..  માણી શકો તે હેતુથી  અમોએ  તેની એક અલગ કેટેગરી “પુષ્ટિ પ્રસાદ .. “(સામાયિક સ્વરૂપે) …  અહીં  દર્શાવેલ  છે…  આ કેટેગરી પર ક્લિક કરવાથી ફક્ત ‘પુષ્ટિ પ્રસાદ’ સામાયિક – મેગેજીન નાં અંકો ની લીંક જ આપને  ત્યાં  જોવા મળશે….   આશા રાખીએ છીએ કે આ જરૂરી ફેરફાર આપ સર્વેને પસંદ આવશે.

 

 

પુષ્ટિ સાહિત્ય વિશે … બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ,  સદા અમોને પ્રેરણાદાયી બની રહે  છે, આપના પ્રતિભાવની આશા રાખીએ છીએ ….

એક નન્નો સો દુઃખ હણે ! …

એક નન્નો સો દુઃખ હણે ! … શિખામણ

– કાલિદાસ વ. પટેલ
 

 

 SAY NO PROBLEM SOLVE
 

 

એક મિતાક્ષરી નન્નો- ના, સો દુઃખ દૂર કરે છે અર્થાત્ સેંકડો સંભવિત દુઃખોથી આપણને દૂર રાખે છે. દુઃખોને ઉદ્ભવતાં રોકે છે.
 

 
સનાતન હિન્દુ સંસ્કૃતિના સુસંસ્કાર આપણને કોઈપણ કામ કરવા માટે, કોઈનું પણ કામ કરવા માટે ‘ના’ પાડતાં રોકે છે.  બિચારાએ પહેલી જ વાર મને કામ ચીંધ્યું અને તેને ના કેમ પડાય ?  તેને અગવડ હશે, મજબૂરી હશે કે તેની ક્ષમતા નહીં હોય ત્યારે અને મને આ કામની ફાવટ હશે, આવડત હશે, ત્યારે જ મને તેણે કામ ચીંધ્યું હશે ને ?  તો પછી ના કેમ પડાય ?  વળી, કોઈનું નાનું-અમથું કામ કરવાથી થોડા દુબળા પડી જવાય છે ?  કામ કરવાથી થોડા મરી જવાના ?    વગેરે…   આવા હકારાત્મક વલણ ધરાવતાં સંસ્કારો આપણે ધરાવીએ છીએ અને તે ઘણી જ સારી બાબત છે અને તેથી પડોશીનાં, મિત્રોનાં, સગાં-સંબધીઓનાં ઘણાં કામ આપણે નિઃસ્વાર્થ ભાવે કરી આપીએ છીએ અને તે વંદનને પાત્ર છે જ.

 

પરંતુ…

કામ ચીંધનારની ક્ષમતા ન હોય, આવડત અધૂરી કે પૂરતી ન હોય, સમજ ન હોય ત્યારે કોઈનું કામ સસ્મિત કરી આપવાની ના નથી જ, પણ જ્યારે કામ ચીંધનાર પોતાની આળસને કારણે, પોતાને કામ કરતાં પડતી તકલીફમાંથી છટકવાના કારણે, કામ તો આવડે છે, પરંતુ તે તમારા પાસે કરાવીને પોતાને તેમાંથી છટકવું છે, પોતે કામ કરવું નથી, પણ તમે ભલા-ભોળા છો તો તમારી પાસે યુક્તિપૂર્વક કરાવી લેવું છે અને પોતાને આરામ ફરમાવવો છે – સાદી ભાષામાં તેનું કામ કરાવી લેવું છે અને તમને મૂર્ખ બનાવવા છે, આવો ભાવ-દાનત બહુધા જોવા મળે છે, ત્યારે તેવા માણસોને ઓળખીને વિવેકપૂર્વક, પરંતુ સ્પષ્ટતાથી ના પાડવાની કળા શીખવા જેવી છે.

 

 
 SAY NO PROBLEM SOLVE.1
 

 

આવા માણસો આપણને યત્ર તત્ર સર્વત્ર મળે જ છે.  પાડોશમાં, સોસાયટી કે ગામમાં, ઓફિસમાં, જાહેર સ્થળે, મેળાવડામાં કે પછી મુસાફરી દરમિયાન-ગમે ત્યાં અને ત્યારે તેમની નિયત જાણી લઈને મિતાક્ષરી નન્નો- નાનો ઉપયોગ (સદ્ઉપયોગ) કેવી રીતે કરવો તે જોઈએ.

 

૧. ઘરમાં

હા !  ઘરમાં પણ !  જો તમને એમ લાગે કે મોટાભાઈને બાઈક લઈને મિત્રો જોડે ફરવા જવું છે અને પપ્પાએ સોંપેલું બેંકનું કામ તમારા જોડે કરાવવા માગે છે.  વળી તમારે ભણવાનું પણ બગડે છે તો વિનયપૂર્વક પ્રેમથી ના પાડો.  તમે સમજાવી શકો કે, તમારા ભાગનું કામ તમે કરી દીધું છે કે કરીશ, પરંતુ પપ્પાએ તમને સોંપેલું કામ તમારે જ કરવું જોઈએ.

 

આવા વખતે મોંઢાના મોળા થયે નહીં ચાલે.  નહીંતર પછી મોટેરાંઓ પોતાના ભાગના કામનો બોજો તમારી ઉપર નાખતા થઈ જશે.  પેલી કહેવત જાણો છો ને ?  “ડોશી મરે તેનો વાંધો નહીં, પરંતુ જમ પેધા પડે તેનું શું ?” (જમ ઘર ભાળી જાય /(જોઈ જાય) તેનું શું ?)

 

અલબત્ત, તમને સોંપાયેલ કામ તો તમારે જ કરવાનાં છે, કરવાં જ જોઈએ ને ?

 

૨. પડોશમાં

તમારાં ચબરાક પડોશી રેખાબહેન તમને પોતાની ચાર વર્ષની બેબી રૂદ્રાને ભળાવીને એમ કહીને ગયાં છે કે, મારે નણંદની ખબર કાઢવા હોસ્પિટલમાં જવું છે અને દવાખાનામાં નાનાં બાળકોને લઈ જવાં ઇચ્છનીય નથી.   હું આ હમણાં જ આવી- કાઈનેટિક ઉપર શું વાર લાગવાની ?

 

તમે રૂદ્રાને સાચવવામાં, તેને મનાવવામાં આખો રવિવારનો ભોગ ચડાવી દો છો અને જ્યારે શાકભાજી લેવા જાઓ છો (રૂદ્રાને લઈને જ સ્તો) ત્યારે બાજુની જ ‘મહેફિલ’ હોટેલમાં રેખાબહેનને આઈસક્રીમ ખાતાં ખાતાં બહેનપણીઓ જોડે ધિંગામસ્તી કરતાં જુઓ છો !

 

ત્યારે તમને સમજાઈ જાય છે કે, એક મિતાક્ષરી નન્નો – નાસો દુઃખ હણે !

 

આવાં પડોશીઓ જોડે પ્રેમથી વિનયપૂર્વક પરંતુ સ્પષ્ટતાથી ના પાડતાં શીખવું જ રહ્યું.

 

૩. સોસાયટી : ગામમાં

“તમે તો ટેલિફોન ખાતામાં ર્સિવસ કરો છો તો મારું ટેલિફોનનું બિલ જરા ભરી દેજો ને ?”  કહીને સોસાયટીમાં રહેતા શેઠશ્રી સેવંતીલાલે તમને ટેલિફોન બિલ આપતાં બળાપો પણ કાઢેલો કે શું કરું યાર ! દુકાનમાંથી ટાઈમ જ મળતો નથી.  આવાં પરચૂરણ કામ કરવાનો !

 

તમે થોડા કચવાતે મને બિલ તો લઈ લો છો, પરંતુ બિલ કલેક્શન સેક્શન તો તમારી ઓફિસથી ખાસું પાંચ કિલોમીટર દૂર છે.  વળી રિસેસમાં ભરવા જાઓ તો લાઈનમાં ઊભા રહેવામાં આખી રિસેસ પૂરી થઈ જાય.  વળી રોકડા રૂપિયા પટાવાળા સાથે ભરવા મોકલવાનું જોખમ પણ ખરું જ ને ?   “સાહેબ !  એ તો વપરાઈ ગયા !   આવતા પગારે ચૂકવી દઈશ… સોગંદથી !”   આવું સાંભળવા મળે તેવો સંભવ ખરો ને ?

 

તમે જેમતેમ કરીને ટેલિફોનનું બિલ ભરીને જ્યારે ઘર તરફ આવો છો ત્યારે તમારા બહુ બીઝી શેઠશ્રી સેવંતીલાલ સોસાયટીના નાકેના પાનના ગલ્લે મસાલો મસળતા-મસળતા ક્રિકેટ મેચ માણતા પોતાના બહુમૂલ્ય અભિપ્રાયો આપતા નજરે પડે છે !  તેમને આવા પરચૂરણ કામ કરવાનો ટાઈમ જ ક્યાં મળે છે ? ખરું ને ?

 

આવા સોસાયટી સભ્યોને પ્રેમપૂર્વક, પરંતુ સ્પષ્ટ રીતે મિતાક્ષરી નન્નો સંભળાવવો જ રહ્યો.

 

૪. ઓફિસમાં

મિસીસ મહેતા ઓફિસનું બજેટ સરવૈયું લઈને ખૂબ જ પ્રેમથી કહે છે, “પટેલ સાહેબ !  તમારું કામ તો પરફેક્ટ જ હોય છે ને ?   ગણતરીમાં તો તમારી માસ્ટરી છે ને ?  આ જરા બજેટ સરવૈયું મેળવી આપો ને ? મને તો કંઈ ગડ જ બેસતી નથી.”  અને તમારા જવાબની રાહ જોયા વિના બજેટની આખી ફાઈલ તમને થમાવી દે છે.  તમે એક સિનિયર (તથા સિરિયસ !)  કલીગ તરીકે પોતાના ટેબલનું કામ પડતું મૂકીને સરવાળા-બાદબાકી- ગુણાકારની ભાંજગડમાં અટવાઈ જાઓ છો તે છેક સાંજે સરવૈયું મેળવીને મિસિસ મહેતાના ટેબલે બધું આપવા જાઓ છો તો તમારા આશ્ચર્ય વચ્ચે મિસીસ મહેતા તો કેન્ટિનમાં બહેનપણીઓ જોડે ગપ્પાં મારતાં જુઓ છો !   હા તમને તેમની સખીઓ આગળ મારેલી ડંફાશની ખબર નથી કે… “ગણતરીવાળું કંટાળાજનક કામમાં શું કરવા મગજ બગાડવું ?   હું તો મિ. પટેલને જ વળગાડી દઉં છું !   ભલેને મથ્યા કરે આખો દિવસ !  અને ભૂલ પડે તો બોસને કહી દેવાનું, “સર ! આ સરવૈયું તો મિ. પટેલે મેળવ્યું હતું !”

 

એટલે જ જ્યારે તમને આ વાતની વાયા વાયા ખબર પડશે અને તમારા દિલો-દિમાગમાં અસલ પટેલ ભાયડાનો મિજાજ જ્વાળામુખીની જેમ ભડકી ઊઠે તે પહેલાં પાણી પહેલાં પાળ બાંધવાનું શીખો… એક મિતાક્ષરી નન્નો ભણીને !

 

૫. જાહેર સ્થળે

રસ્તામાં, બાગ-બગીચામાં, ચાર રસ્તે, બસ સ્ટેન્ડે કે કોઈ નાના-મોટા મેળાવડામાં ઘણા સ્વાર્થી લોકો ભલા-ભોલા માણસોનું તેમની ભલમનસાઈનું શોષણ કરતાં હોય છે.   કોઈ ફલાણી જગાનું એડ્રેસ પૂછવાના બહાને તમારું ધ્યાન બીજે દોરી તમારું પાકિટ પણ તફડાવી લેતા હોય છે.  દસના છૂટા છે કહીને જ્યારે તમે ખિસ્સું ફંફોસો તો તેનો સાગરીત તમારી ધ્યાનચૂકનો લાભ લઈને ખિસ્સું કાપી જવાના કિસ્સા પણ બને છે.

 

એટલે આવા સ્થળે આવી બાબતોમાં સ્પષ્ટ ના કહેવાથી ખોટી સંભવિત તકલીફોથી મુક્તિ મળે છે. મુસાફરી દરમિયાન પણ સહયાત્રી જોડે વધારે પડતા ભળી જઈને ઘણા ગુંડાઓ ચા-નાસ્તાની ઓફર કરે છે અને તેમાં ઘેનની દવા પીવડાવી દે છે અને પછી લૂંટી લેવાના બનાવો બને છે.   આવા સમયે સ્પષ્ટ રીતે તથા મક્કમપણે ના પાડવાથી સંભવિત તકલીફોમાંથી મુક્તિ મળે છે.

 

આમ, અજાણ્યા જોડે અંતર રાખીને, જાણીતાની નિયત પારખીને, સગાં-સંબંધીનો શું સ્વાર્થ છે, તે જાણીને, ઓફિસ કર્મચારીઓ-કલીગ જોડે આપણું સ્ટેટસ જાણીને-જાળવીને, પડોશીના મૂરખ બનાવવાના ઇરાદાને સમજીને, ગામ-સોસાયટીમાં પણ પોતાનું કામ બીજાના ઉપર નાખી દેવાની નિયત જાણીને તથા ઘરમાં પણ જો પોતાનું ખોટું શોષણ થતું હોય તો, એક મિતાક્ષરી નન્નો ભણવો જ રહ્યો, ખરું ને ?

 

કેમ કંઈ બોલ્યા નહીં?

અરે મિતાક્ષરી નન્નો નહીં! હોંકારો ભણવાનું કહું છું ? !

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમદ્દ વલ્લભાચાર્યજી …

પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમદ્દ વલ્લભાચાર્યજી …

 

 
mahaprabhuji.april
 

 

પુષ્ટિ સંપ્રદાયના પ્રસ્થાપક પ્રણેતા અને ભક્તિ માર્ગના વિકાસ માટે પ્રગટ થયેલ શ્રી નારદાદિ પરંપરાના મૂર્ધન્ય આચાર્ય શ્રીમદ્દ વલ્લભાચાર્યજી ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે.  જે દિવસે ઇન્દ્રદમન ગોવર્ધનનાથજીનું પૂર્ણ સ્વરૂપ ગિરિરાજ ઉપર પ્રકટ થયું તે દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યજી પૃથ્વી ઉપર અવતર્યા અને હિંદુ ધર્મ અને સંસ્કૃત્તિનું રક્ષણ કર્યું છે.
 

 
mahaprabhuji.2
 

 
શ્રી વલ્લભ (મહાપ્રભુજી)  ના વડવાઓની જન્મભૂમિ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના કાંકરવાડ ગામમાં હતી.  તેમના કુટુંબના મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટ જાતે તૈલંગ બ્રાહ્મણ હતા.  શ્રી યજ્ઞનારાયણ ભટ્ટ ખૂબજ શ્રદ્ધાળુ અને વિદ્વાન હતા.  તેમણે બત્રીસ સોમયજ્ઞ કર્યા હતા.  એમ કહેવાય છે કે બત્રીસમા સોમયજ્ઞની પૂર્ણાહુતિના સમયે સાક્ષાત ભગવાને પ્રગટ થઈને તેમણે વરદાન આપ્યું હતું કે તમારા વંશમાં સો સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારે ત્યાં જન્મ લઈશ.  તેમના પુત્ર ગંગાધર ભટ્ટે અઠ્ઠાવીસ સોમયજ્ઞ કર્યા હતા. પુત્ર ગણપત ભટ્ટે અને વલ્લભ ભટ્ટે ૩૦ સોમયજ્ઞ અને પુત્ર લક્ષ્મણ ભટ્ટે બાકી રહી ગયેલ પૂરા કર્યા હતા.   આમ લક્ષ્મણ ભટ્ટના સમયમાં સો સોમયજ્ઞ પૂરા થયા હતા,  ભગવાને આપેલું વરદાન કદી મિથ્યા થાય નહીં અને તેથી સો સોમયજ્ઞ પરિપૂર્ણ થતા સાથે જ ચંપારણ્ય ગામની પાવનભૂમિ પર રહેતા લક્ષ્મણ ભટ્ટ અને ઈલ્લમાગારૂજી ને ત્યાં વિ.સં. ૧૫૩૫ના ચૈત્રવદ -૧૧ને વરુથિની એકાદશીના શુભદિને શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું હતું.

 
સૌ ગૌલોકવાસીઓએ ભટ્ટજીને ત્યાં બાળસ્વરૂપે પ્રગટેલા વલ્લભના જન્મની વધાઈ આપીને મુક્તપણે નાચગાન અને રંગવિહાર કરીને પ્રાકટ્યોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવ્યો.  સુવર્ણ રમકડાંથી સુશોભિત તથા રત્ન – માણેકથી વિભૂષિત આ દૈવી સ્વરૂપ પારણામાં પોઢેલા બાદ વલ્લભનું મુખારવિંદ એટલું તેજ અને દૈદીપ્યમાન હતું કે પલના આગળથી ખસવાનું કોઈને મન જ નોહ્તું થતું.  સૌ અનિમેષ નજરે આ અલૌકિક બાળસ્વરૂપને નિરખી રહ્યા હતા.  આ લાડીલા લાલાની જન્મકુંડળીમાં સૂર્ય ઉચ્ચનો, ચંદ્ર સાતમાં સ્થાને અને દશમાં સ્થાને બિરાજેલા ગુરુ અત્યંત પ્રબળ હોવાથી મહાન જ્યોતિષીઓના કથાન અનુસાર ફલિતાર્થએ નીકળે છે કે આ બાળક ભગવદ્દ સ્વરૂપના અવતારે, પ્રભુ નિર્મિત દિવ્ય કર્મો પરિપૂર્ણ કરવાના શુભ આશયથી જ આવિર્ભૂત થયું છે.

 
બાળ મહાપ્રભુજી ફળિયામાં ઘૂંટણભેર ચાલવા લાગ્યા ત્યારે ચરણમાં દિવ્ય પ્રાગટ્ય સૂચવતી ૧૬ દિવ્ય નિશાનીઓ તથા મુખમાં વ્રજ મંડળનાં દર્શન માતા ઈલ્લ્માગારુજીને થયાં.  બાળપ્રભુ સૌને પ્રિય અને વ્હાલા હોવાથી નામકરણ વિધિમાં તેમનું નામ વલ્લભ રાખવામાં આવ્યું.  દૈવનામ કૃષ્ણપ્રસાદ, માસનામ જનાર્દન અને નક્ષત્ર નામ શ્રાવિષ્ટ રાખ્યું.  પરંતુ લોકપ્રસિદ્ધ નામ ‘વલ્લભ’થી જ જાણીતા થયા.  વલ્લભ પાંચ વર્ષના થયા ત્યારે તેમના પિતા તેમણે કાશી લઇ ગયા અને ત્યાં જ તેમણે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો.  ત્યારબાદ તેમને માધવેન્દ્રપુરીની પાસે વિદ્યાભ્યાસ કરવા મૂક્યા.  એકવાર માધવેન્દ્રપુરી વ્રજયાત્રા કરવા ગયા અને ત્યાં જ દેહત્યાગ થઇ જવાથી વલ્લભનો વિદ્યાભ્યાસ અધૂરો રહી ગયો.  એ અભ્યાસ પૂર્ણ કરવા માટે તેઓ સ્વામી માધવતીર્થ પાસે ગયા.  તેમની પાસે થોડો અભ્યાસ કરી દક્ષિણમાં આવ્યા.  ત્યાં ત્રણ વર્ષ સુધી મિમાંસાદિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો.  એ સમયમાં જ પિતાશ્રી લક્ષ્મણ ભટ્ટનો ગોલોકવાસ થયો.  માતાની આજ્ઞા લઈને ભારત ભ્રમણ દ્વારા પરિક્રમાનો પ્રારંભ કર્યો.  દસ વર્ષની નાની વયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને ભારતની પરિક્રમાની શરૂઆત કરી હતી.  તેમણે પૂરા ભારતની ત્રણ વખત પરિક્રમા કરી હતી.
 

 
mahaprabhuji.prakatya
 

 
આ ત્રણ પરિક્રમામાં તેમના જીવનનાં લગભગ અઢાર જેટલાં વર્ષો વ્યતિત થયાં છે.  તીર્થ વિચરણમાં જ તેઓએ દામોદર હરસાની અને કૃષ્ણદાસ મેઘનને શિષ્યો બનાવ્યા.  બંને શિષ્યો સાથે ફરતા ફરતા તેઓ ઝારખંડ પહોંચ્યા.  ત્યાંથી તેઓ વ્રજધામમાં જઈને ગોવિંદઘાટ પર રહ્યા.  સંવંત ૧૫૪૯ના શ્રાવણ સુદ -૧૧ ના વલ્લભે ગોકુલમાં ગોવિંદઘાટ ઉપર શ્રીમદ્દ ભાગવતનો પ્રારંભ કર્યો.  આવા સમયે ઠાકુરાણી ઘાટ ઉપર રાત્રિએ શ્રીજીબાવાએ સાક્ષાત્ દર્શન આપ્યાં.  ઠાકોરજીએ શ્રીવલ્લભને આજ્ઞા કરી કે આપ જે જીવને મારા નામનું નિવેદન કરાવી બ્રહ્મસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ અને તેના બધા જ દોષો દૂર કરીશ.  આમ કહી શ્રીનાથજી પ્રભુ મહાપ્રભુજીને ભેટ્યા.

 
શ્રી વલ્લભ જ્યાં જ્યાં પધારી પ્રભુ બોધ આપતા તે ભૂમિ સમય જતાં મહાપ્રભુજીની  બેઠક તરીકે પ્રગટ થયેલી છે. સમગ્ર ભારતખંડમાં આવી ૮૪ બેઠકજી છે.  જે વૈષ્ણવ સંપ્રદાય માટે છોટુ વ્રજ ગણાય છે.  જે બેઠકમાં આજે ઝારીજી ભરવામાં આવે છે.  ઝારીજી ભરવા પાચાળની ભાવના કૃષ્ણના વિરહરસને દૂર કરવા માટે ગોપીહૃદયની મધુરકામના છે.

 
પુષ્ટિ માર્ગમાં પ્રભુ માને છે. કે જીવ ઈશ્વર સ્વરૂપ નથી પરંતુ ઈશ્વરનો એક અંશ છે.  સંસારમાં હું કરું છું એ મમતા છે.  સંસાર ભલે મિથ્યા હોય બધું પ્રભુની ઇચ્છાથી થાય છે.  જીવનું પોતાનું કશું નથી, બધું ભગવાનનું છે.  માયા ભગવાનની શક્તિ છે.  માયાના આવરણને કારણે ભગવદ્દ સ્વરૂપનાં દર્શન કરી શકાતા નથી.  પુષ્ટિ જીવો ભગવાનના શ્રી અંગમાંથી પ્રકટ થયા છે.  પ્રભુની તેમના પર સદાય કૃપા રહે છે.

 
નિ:સાધાનતાનો માર્ગ જ્ઞાન સામર્થ્ય, ધન વગેરે પ્રભુને રીઝવી શકતા નથી.  પ્રભુ કેવળ દીનતા અને નિ:સ્વાર્થ ભાવથી જ પ્રસન્ન થાય છે.  બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુ તેના દ્વાર ખોલી નાખે છે.  જીવને પ્રભુ પોતાનો બનાવી દે છે.  તેના યોગક્ષેમની જવાબદારી ઠાકોરજી સ્વયં ઉપાડી લે છે તેને કોઈ માગણી કરવાની હોતી નથી.  બ્રહ્મસંબંધ ઠાકોરજીએ આપેલો સિદ્ધ મંત્ર છે.  બ્રહ્મ+સંબંધ ઠાકોરજી સાથેનો અદ્દભુત સંબંધ આ બ્રહ્મ સંબંધથી દેહ અને જીવના તમામ દોષો દૂર થાય.  પુષ્ટિ જીવ પર બ્રહ્મ શ્રીકૃષ્ણ પુરુષોત્તમની જ સેવા કરે.  અન્યનો આદર કરે પણ કૃષ્ તેમના ઇષ્ટ સિવાય તેના હૃદયમાં કોઈ જ ન બિરાજી શકે.
 

 
શ્રી મહાપ્રભુજીનું સ્વરૃપ અલૌકીક છે તે અપ્રાકૃતિનિખિલ ધર્મરૃપ કહેવાયા છે. શ્રીમદ્દ વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગના પ્રચાર પ્રસાર માટે વિપુલ પ્રમાણમાં પુષ્ટિ સાહિત્યનું સર્જન કર્યું છે. વૈષ્ણવો રોજ તેમનો નિત્ય પાઠમા ઉલ્લેખ કરે છે. શ્રીવલ્લભાચાર્યજીની ૮૪ બેઠક, ૮૪ શિષ્યો અને ૮૪ ગ્રંથ જગ પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ સંપ્રદાયને અનેક ગ્રંથો આપ્યા છે તે ષોડશગ્રંથો દ્વારા પ્રચલિત છે. ઘણા ગ્રંથો આજે અપ્રાપ્ય છે. મુખ્યત્વે (૧) યમુનાષ્ટક (૨) બાલબોધ (૩) સિદ્ધાંત મુક્તાવાત (૪) પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ (૫) સિદ્ધાંત રહસ્ય (૬) નવરત્નમ્ (૭) અંતકરણ પ્રબોધ (૮) વિવેક ધૈર્યાશ્રય (૯) કૃષ્ણાશ્રય સ્વતંત્રમ્ (૧૦) ચતુ: શ્લોકા (૧૧) ભક્તિ વર્ધિની (૧૨) પંચધાનિ (૧૩) સંન્યાસ નિર્ણય (૧૪) નિરોધ લક્ષણમ્ (૧૫) સેવા ફલમ્ (૧૬) જલભેદ. આ બધામાં પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોનું નિરૃપણ છે.

 
શ્રી વલ્લભે પોતાની લીલા સંકેલાતાં શિક્ષા આપી હતી. (આસુર વ્યોમલીલા) એભમ ઉપદેશ આપ્યો હતો કે ‘ઠાકોરજીનો આશ્રય તમામ પ્રકારનો સુખો આપનાર છે. પ્રભુ ઉપર શંકા રાખવી નહીં. ઠાકોરજી ઉપર શ્રધ્ધા (આશ્રય) રાખો.’

 
આમ શ્રી વલ્લભ સાક્ષાત શ્રીકૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. શ્રી વલ્લભના ૫૩૭મા પ્રાગટ્ય દિને આપણા સૌ વતી શ્રીવલ્લભના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.
 

સાભાર:

–     સુનિલ એ. શાહ

 

સૌજન્ય : દિવ્યભાસ્કર .. (ધર્મ દર્શન)

 

 
આપ સર્વ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ના વહાલા શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને તેમના વંશજો ના ચરણોમાં અમારા દંડવત પ્રણામ.

શ્રી મહાપ્રભુજી, શ્રી ગુંસાઈજી અને તેમના વંશજો એ જ્યાં ભાગવત પારાયણ કર્યું હોય તે સ્થાન ને બેઠકજી કહેવામાં આવે છે .

હે વલ્લભ પ્રભુ, અમે નીસાધન જીવો આપને વંદન સિવાય શું આપી શકીએ ?   હે દયાળુ ગુરુદેવ અમારા દંડવત પ્રણામ સ્વીકારજો અને સદાયે આપના ચરણોમાં અમારી મતી, ગતિ અને રતી બની રહે એવી કૃપા કરજો.

 

 
mahaprabhuji.1
 

 

શ્રીમદ્દ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી  – ૮૪ બેઠકજી …

 

પ્રથમ બેઠક શ્રી ગોકુલમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
બીજી બેઠક ગોકુલમાં બડી બેઠક જ્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ત્રીજી બેઠક ગોકુલમાં શૈયા મંદિરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ચોથી બેઠક વૃંદાવનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
પાંચમી બેઠક શ્રી મથુરામાં વિશ્રામઘાટે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
છઠ્ઠી બેઠક શ્રી મધુવન માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
સાતમી બેઠક કમોદવન માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
આઠમી બેઠક બહુલા વન માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
નવમી બેઠક રાધા કૃષ્ણ કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
દસમી બેઠક શ્રી માનસી ગંગા ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
અગિયાર મી બેઠક શ્રી પરસોલી ચંદ્ર સરોવર ઉપર શ્રી મહાપ્રભુજી બીરાજે છે,
બારમી બેઠક આન્યોરમાં સદુપાંડે ને ઘેર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
તેરમી બેઠક ગોવિંદ કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ચૌદમી બેઠક સુંદર શિલા ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
પંદરમી બેઠક શ્રી ગિરિરાજજી ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
સોળમી બેઠક શ્રી કામવનની સુરભી કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
સત્તર મી બેઠક ગહેવર વનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અઢારમી બેઠક કૃષ્ણ કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ઓગણીસમી બેઠક નંદગામની પાન સરોવર ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
વીસમી બેઠક કોકિલા વનમાં કૃષ્ણ કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
એકવીસમી બેઠક શ્રી ભાંડીરવનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
બાવીસ મી બેઠક માન સરોવર ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ત્રેવીસમી બેઠક સોરમ ઘાટે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ચોવીસમી બેઠક ચિત્રકૂટે કાન્તાનાથ પર્વત પાસે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
પચીસમી બેઠક અયોધ્યામાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
છવીસમી બેઠક નૈમિષારણ્યમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
સતાવીસમી બેઠક કાશીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
અઠ્ઠાવીસમી બેઠક કાશીમાં હનુમાન ઘાટે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ઓગણત્રીસમી બેઠક હરિહર ક્ષેત્રમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ત્રીસમી બેઠક જનકપુરમાં માણેક તળાવ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
એકત્રીસમી બેઠક ગંગાસાગર કપિલાશ્રમમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
બત્રીસમી બેઠક શ્રી ચંપારણમાં જ્યાં નિત્ય શ્રીબિરાજે છે,
તેત્રીસમી બેઠક બીજી ચંપારણમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ચોત્રીસમી બેઠક જગન્નાથપુરીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
પાંત્રીસમી બેઠક પંઢરપુરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
છ્ત્રીસમી બેઠક નાશિકમાં તપોવનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
સાડત્રીસમી બેઠક પન્નાનૃસિંહ ધામે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
આડત્રીસમી બેઠક લક્ષ્મણ બાલાજીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ઓગણચાલીસમી બેઠક શ્રી રંગમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ચાલીસમી બેઠક વિષ્ણુ કાંચીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
એક્તાલીસમી બેઠક સેતુબંધ રામેશ્વરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
બેતાલીસમી બેઠક મલયાચલ પર્વત ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
તેતાલીસમી બેઠક લોહગઢ માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ચુમાંલીસમી બેઠક તામ્ર પણી નદી તીરે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
પીસ્તાલીસમી બેઠક કૃષ્ણા નદી તીરે શ્રી મહાપ્રભુજી ને બિરાજે છે,
છેતાલીસમી બેઠક પંપા સરોવર સરોવર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
સુડતાલીસમી બેઠક પદ્મનાભમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ઉડતાલીસમી બેઠક શ્રી જનાર્દનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ઓગણપચાસમી બેઠક વિદ્યાનગરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
પચાસ મી બેઠક ત્રિલોક ભાનજીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
એકાવન મી બેઠક શ્રી તોતાદરી પર્વત ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
બાવન મી બેઠક દરવ સેનજીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
તેપણ મી બેઠક સુરતમાં તાપી નદીના તીરે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ચોપનમી બેઠક ભરુચમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
પંચાવન મી બેઠક મોરબીમાં મયુર ધ્વજમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
છપનમી બેઠક નવા નગરે નાગમતી નદી તીરે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
સત્તાવન મી બેઠક ખંભાળિયામાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
અઠ્ઠાવનમી બેઠક પિંડતારા દ્વારકામાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ઓગણસાઠમી બેઠક મૂળ ગોમતી તીરે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
સાઠમી બેઠક દ્વારકામાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
એકસઠમી બેઠક ગોપી તળાવ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે,
બાસઠમી બેઠક શંખોદ્વાર શંખ તળાવ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ત્રેસઠમી બેઠક શ્રી નારાયણ સરોવર ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ચોસઠમી બેઠક જુનાગઢ ગીરનાર રેવતી કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
પાસઠમી બેઠક પ્રભાસ ક્ષેત્રે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
છાસઠ મીબેઠક માધવપુરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
સડસઠમી બેઠક ગુપ્ત પ્રયાગ દેલવાડા પાસે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
અડસઠમી બેઠક તગડીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ઓગણ સીતેરમી બેઠક નરોડામાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
સીતેરમી બેઠક ગોધરામાં રાણા વ્યાસ ના ઘેર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
એકોતેરમી બેઠક ખેરાળુમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
બોતેરમી બેઠક સિદ્ધપુર ક્ષેત્રમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
તોતેરમી બેઠક અવન્તિકા ઉજ્જૈનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ચુંમોતેરમી બેઠક શ્રી પુષ્કરજીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
પંચોતેરમી બેઠક કુરુ ક્ષેત્રે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
છોતેરમી બેઠક હરીદ્વારે શ્રીમહાપ્રભુજી બિરાજે છે,
સીતોતેરમી બેઠક બદ્રીકાશ્રમ ધામે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ઇઠોતેરમી બેઠક કેદારનાથજીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ઓગણાએશીમી બેઠક વ્યસાશ્રમમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
એંશીમી બેઠક હિમાલય પર્વત ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
એક્યાસીમી બેઠક વ્યાસ ગંગા ને તીરે શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
બ્યાસીમી બેઠક મુદ્રચલ પર્વત ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ત્યાસીમી બેઠક અડેલ શ્રી મહાપ્રભુજી બિરાજે છે,
ચોર્યાસીમી બેઠક ચરણાટગમે શ્રી મહાપ્રભુજી બિરાજે છે.
 

 
ચોરાસી બેઠક તણું લેજો નિત્ય નામ,
થાય કૃપા શ્રીમહાપ્રભુજીની, અંતે પ્રભુ નું નામ.
 

 

સર્વે વૈષ્ણવો ને જય શ્રીકૃષ્ણ !
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.
 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

“હોમીઓપેથી એક અસરકારક ચિકિત્સા પદ્ધતી” … (વિડીયો શ્રેણી ભાગ-૭) … વિશ્વ હોમિઓપેથી દિન નિમિત્તે …

“હોમીઓપેથી એક અસરકારક ચિકિત્સા પદ્ધતી”…. ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(વિડીયો શ્રેણી ભાગ-૭) …

– ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

ડૉ.ગ્રીવા છાયા માંકડ … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

 

 world homeopeth day

“હોમીઓપેથી એક અસરકારક ચિકિત્સા પદ્ધતી છે જે આડઅસર  વિના,ઝડપી કોઈ પણ રોગને મટાડીને સાચા અર્થમાં સ્વાસ્થ્ય આપવા સક્ષમ છે. હોમીઓપેથીમાં આજે લગભગ 20000 થી પણ વધારે પુરેપુરી પ્રમાણભૂત થયેલી દવાઓ છે જે આજના સમયના કોઈ પણ રોગની સામે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.”

 

 

Homeopethy video episode

 

 
હોમીઓપથી વિષે વધુ જાણતા પહેલા સ્વાસ્થ્ય અને રોગ વિષે આટલું જરૂર જાણી લો…

 homeopeth quote by gandhi

સ્વાસ્થ્ય એ આધ્યાત્મિકતા,તત્વજ્ઞાન અને વિજ્ઞાન આ ત્રણેય નું મિશ્રણ છે, એ માત્ર ને માત્ર શરીર પર થતા રોગ અને તેના ચિન્હો પુરતું મર્યાદિત નથી.

 

સ્વસ્થ મન એ સ્વસ્થ તનની અને સ્વસ્થ તન એ સ્વસ્થ મનની પૂર્વ જરૂરિયાત છે.

 

રોગ ક્યારેય કોઈ એક જ શરીરના તંત્ર પુરતો મર્યાદિત નથી હોતો, કારણ આપણું શરીર એ અલગ અલગ તંત્રો ની બારીક ગૂંથણી છે અને એમાં જો કોઈ એક તંત્ર બગડે તો એની અસર અન્ય તંત્રો પર પણ પડે જ આથી ચિકિત્સા એવી હોવી જોઈએ એ વ્યક્તિ ને સમગ્રતા થી સ્વસ્થ કરે.

 

રોગ એ વ્યક્તિની અસ્વસ્થ જીવન ઉર્જાનો અવાજ છે, ચિન્હો માત્ર નિર્દેશ કરી આપે છે કે આપને અસ્વસ્થ છીએ, માટે માત્ર ચિન્હો અનુભવતા બંધ થાય એવી જ  દવા ઓ  કરવી એ સારવાર માટે નો અધુરો અભિગમ છે. 

 

 

 

હોમીઓપેથીની વિશેષતાઓ  – ‘હોમીઓપેથ પાસે જતા પહેલા આટલું ચોક્કસ જાણો :

 

૧.]  હોમીઓપેથીમાં રોગની દવા નથી પરંતુ રોગીની દવા છે. એટલે કે એક વ્યક્તિના રોગની સાથે સાથે એના પ્રકૃતિના પણ તમામ લક્ષણો –ચિન્હો દવામાં સાથે આવરી લેવાય છે જેથી તે ખુબ અકસીર નીવડે છે.

 

૨.]  હોમીઓપેથીમાં દવા મૂળ કુદરતી તત્વો એટલે કે વનસ્પતિ કે ધાતુઓમાંથી જ બનાવાય છે જેથી તેની આડઅસરની શક્યતા નહીવત હોય છે.

 

૩.]  હોમીઓપેથીમાં દવામાં રહેલું તત્વ એના અર્ક સ્વરૂપે રહેલું હોવાથી તે ખુબ જ અસરકારક  રહે છે. જેમકે ચામાં ૨૫૦ ગ્રામ આદું એમ જ નાખી એને બદલે ૧૦ ગ્રામ આદુંને વાટીને તેમાંથી નીકળેલા રસનું એક ટીપું નાખીએ તો તે ખુબ વધુ અસરકારક હોય છે.  હોમીઓપેથીમાં પ્રત્યેક દવા આ રીતે તૈયાર થાય છે.

 

૪.]  હોમીઓપેથીની દવાની જેટલી અસર શરીર પર છે એટલી જ મન પર પણ છે. એટલે આ દવાથી વ્યક્તિની શારીરિક બીમારીઓ તો દુર થાય જ છે પણ સાથે સાથે વધુ પડતો ગુસ્સો, વધારે પડતો લાગણીશીલ સ્વભાવ, દુઃખ, depression-ખિન્નતા, જેવી સ્વભાવગત તમામ વિષમતાઓ દુર થઇ emotional stability – ઉર્મિલ સ્થિરતા ઉત્પન થાય છે.

 

૫.]  હોમીઓપેથી પ્રમાણે પ્રત્યેક રોગનું મૂળ વ્યક્તિ માં રહેલી અસ્વસ્થ ઉર્જા ના પરિણામે ઉદ્દભવે છે, શરીર કે મન પર દેખાતા લક્ષણો એ તો માત્ર અંદર ની અસ્વસ્થ ઉર્જા ના પ્રતિબિંબ છે માટે જ માત્ર ચિન્હો દુર કરવા એ હોમીઓપેથ નું ટાર્ગેટ નથી, હોમીઓપેથ પ્રયત્નશીલ છે એ અસ્વસ્થ ઉર્જા ના મૂળ ને ઓળખી ને તેને સ્વસ્થ કરવા માટે.

 

૬.]  હોમીઓપેથી વ્યક્તિની પ્રકૃતિને એકદમ અનુરુપ હોવાથી પણ આડઅસર અને ધીમી અસર આ બંને કરતી નથી. જો રોગ થયા પછી તાત્કાલિક હોમિઓપેથનો સંપર્ક  કરવામાં આવે તો  રોગ તરત જ દુર થાય છે.

 

૭.]  મોટેભાગે હોમીઓપેથીની દવાઓ તો પ્રવાહી સ્વરૂપમાં હોય છે પણ એનો dose –દવાની માત્રા ખુબ જ ઓછો આપવાનો હોવાથી એક ટીપાના વધુ ભાગ ના કરી શકાય. એટલે અપાતી ગળી (મીઠી) ગોળી તો માત્ર વાહક છે જેમાં દવાના ટીપા નાખેલા હોય છે.

 

૮.]  વ્યક્તિની પ્રકૃતિ અને એના મનને જાણવું એ પૂર્ણ સારવાર માટેની અગત્યની જરૂરીયાત છે, માટે હોમીઓપેથ આપને દવા લેતી વખતે આપના વિષે બધું જ વિસ્તાર પૂર્વક અને ઝીણવટથી પૂછે છે ।

 

૯.]  કેટલાક રોગ એવા હોય છે જેમાં જે એલોપથીની સારવાર ચાલતી હોય એ તાત્કાલિક બંધ કરવી બિલકુલ હિતાવહ નથી હોતી , આવા બધા જ કિસ્સા માં હોમીઓપથી અને એલોપથી કે હોમીઓપથી, એલોપથી અને આયુર્વેદ આવી સારવાર એકસાથે લઇ જ શકાય.

 

 

હોમીઓપેથ પાસે જતા પહેલા આટલું મન માં થી બિલકુલ ખંખેરી  નાખશો આ પૂર્ણ અસત્ય છે/ ભ્રામક છે :
 

 

 1. હોમીઓપેથીક દવા ધીમે અસર કરે છે.

 

 1. હોમીઓપથી માં સ્ટીરોઇડ હોય છે.

 

 1. હોમીઓપથી માં દર્દ પહેલા બધું જ બહાર આવે છે, વધે છે.

 

 1. હોમીઓપથીમાં દવા જેવું કઈ નથી ખાલી પ્લેસીબો ઈફેક્ટ છે.

 

જો આટલું હોય તો, આપના અથવા નજીકના સેન્ટરમાં હોમીઓપેથની મુલાકાત અચૂક લો:

 

 1. આપને કોઈ તકલીફ વારંવાર / ફરીફરી ને થયા કરતી હોય.

 

 1. આપને કોઈ એવી તકલીફ હોય જેમાં આપ જે  દવા લઇ રહ્યા હો તેની અસર રહે ત્યાં સુધી જ આપને સારું રહેતું હોય પછી પાછા હતા ત્યાં ના ત્યાં !!

 

 1. આપને કોઈ પણ તકલીફ અમુક પ્રકારના માનસિક ટેન્શન માંથી પસાર થયા પછી કે જીવનની ગંભીર ઘટનામાં  થી પસાર થયા પછી શરુ થઈ હોય.

 

 1. કોઈ પણ દવાની આડઅસરના પરિણામો આપ ભોગવી રહ્યા હો.

 

 1. ઓપરેશન કરાવ્યા પછી પણ ફરી થશે જ એવું આપના ડોકટરે જણાવ્યું હોય.

 

 1. આપને કોઈ એવી તકલીફ હોય જેમાં ડોકટરે કાયમ માટે દવા લેવાનું કહ્યું હોય.

 

 1. કોઈ એવી બીમારી જેમાં તમામ પ્રકારના રીપોર્ટસ નોર્મલ આવ્યા હોવા છતાં આપ જાત ને સ્વસ્થ ન અનુભવતા હો.

 

 1. અજાણ્યા ડર, અકારણ ચિંતા, ઊંઘની સમસ્યા સ્વભાવગત કે વર્તન ને લગતી મનની તકલીફો રહેતી હોય.

 

 1. આપનું બાળક વારંવાર બીમાર પડતું હોય.

 

 

 

શુભમ ભવતુ !!

 

Have a Healthy time further

Regards,

 

Dr. Parth Mankad

Dr. Greeva Chhaya Mankad
Mob: 097377 36999
www.homeoeclinic.com
 

 
તો ચાલો, આજે ફરી એક વખત આપણેડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ (બન્નેને) ને  આજે વિડ્યો શ્રેણી દ્વારા મળીએ અને વિશ્વ હોમિઓપેથી દિન નિમિત્તે હોમિપેથી ની અગત્યતા અને ઉપયોગીતા વિષે રૂબરૂ જાણકારી મેળવીએ ….  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ ‘ (ભાગ – ૭) …

 

 

 

 

આજની પોસ્ટ ૧૦ એપ્રિલના વર્ડ હોમિયોપેથી ડે ને દિવસે પ્રસિદ્ધ કરવાની હતી, પરંતુ આપણા કમનસીબે તે દિવસ દરમ્યાન આપણી વેબ સાઈટ ઉપર, ટ્રાફિક ઓવરલોડ ને કારણે, થોડા સમય માટે પ્રતિબંધ લાગવામાં આવેલ, જેથી અમો બ્લોગ પર પ્રસિદ્ધ કરી શકેલ નહી, જે બદલ દિલગીર છીએ.

  

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ (અમદાવાદ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ -રૂબરૂ શ્રેણી’   (ભાગ-૭)વિડીયોક્લીપીંગ – બ્લોગ પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ દ્વારા આપના મંતવ્યો જરૂર જણાવશો. આપના દરેક પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

  

આપના પ્રતિભાવ દ્વારા આપના સુચન અને સ્વાસ્થ્ય અંગેના આપના ઉદભવતા પ્રશ્નો પણ મોકલતા રહેશો તેવી નમ્ર વિનંતી સાથે અમે આશા રાખીએ છીએ….

 

 
ડૉ.પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ ના સંપર્ક ની વિગત :

dr.parth mankadડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

‘હોમીઓક્લીનીક’
Dr Mankads ‘ Homeo clinic , E 702, Titanium City Center, Near Sachin Towers, 100ft. Anandnagar Road , Satellite, Ahmedabad 380015
મોબાઈલ : +9197377 36999; +9194288 99282
E mail : [email protected]
Web add : www.homeoeclinic.com

dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]

‘હોમીઓક્લીનીક’
Dr Mankads ‘ Homeo clinic , E 702, Titanium City Center, Near Sachin Towers, 100ft. Anandnagar Road , Satellite, Ahmedabad 380015.
મોબાઈલ : +9197377 36999; +9194288 99282

સંબંધોની પળોજણ  …

સંબંધોની પળોજણ  …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 

 

 relation.1

 

 

જીવનસફરમાં સંબંધોની આવનજાવન ચાલુ રહે છે જેમ સ્ટેશને સ્ટેશને મુસાફરોની ચઢઉતર થાય છે તેમ. આવી આવનજાવનને કારણે જ સંબંધોના બંધન રચાય છે. વળી આ બંધનો કેવા અવનવા અને વિચિત્ર હોય છે ! તેની વિવિધતા તો જુઓ. ફક્ત માનવી માનવીના નહી પણ માનવી અને પશુઓના સંબંધો પણ જાણવાલાયક અને માણવાલાયક હોય છે. કદાચ આપણા પૂર્વજો(!)ના બીજ હજી માનવીમાં ધરબાયેલ હશે એટલે જ આ પશુસ્નેહ તેનામાં જાગૃત છે કે કેમ?

 
પણ અહીં વાત કરવી છે ફક્ત માનવી માનવીના સંબંધોની જેને આપણે જુદા જુદા વિભાગમાં વહેંચી શકીએ – કૌટુંબિક, સામાજીક, આર્થિક, વગેરે.

 
કૌટુંબિક સંબંધો તો અનેક પ્રકારના છે – જન્મજાત અને વ્યાહવારિક. બાળપણથી મરણ સુધી આ સંબંધો જુદા જુદા સ્તરે સ્થપાય છે અને બદલાતી તાસીર પ્રમાણે તે પણ બદલાતા રહે છે જેને કારણે જુના સંબંધો ભૂલાઈ જાય છે અને નવા બંધાતા જાય છે. શાળા–કોલેજ કાળ દરમિયાન બંધાયેલા સંપર્કોમાંથી આગળ જતાં કેટલા નભાવીએ છીએ ? એક, બે કે એક પણ નહી ! જો કે તેમાંથી એક સંબંધ જીંદગીભરનો પણ બની શકે છે અને તે જીંદગી સુધારી (કે બગાડી) શકે છે – લાઈફ પાર્ટનર બનીને. આવા સંબંધોના સરવાળા બાદબાકી એક પૂર્ણ ચર્ચા માંગી શકે છે જે અત્યારે અસ્થાને છે.

 
સંબંધોનુ હોવું એ પણ માનવીના માનસ ઉપર આધારિત છે. વાચાળ અને મિલનસાર સ્વભાવવાળાનો સંબંધોનો વ્યાપ વિપુલ હોય છે જયારે ઓછાબોલા અને સંકુચિત માનસવાળાનું વર્તુળ સિમિત હોય છે અને તેમાંથી કેટલાક તો તેમણે મનેકમને નિભાવવાના હોય છે. આવું સમાન સ્તર અને ભિન્ન ભિન્ન સ્તર વચ્ચેના સંબંધો માટે પણ કહી શકાય. સમાન સ્તરના સંબંધો જે રીતે સચવાય છે તે જુદા જુદા સ્તરના લોકો વચ્ચે તેટલી આસાનીથી નથી જળવાતાં – કદાચ ઉંચા સ્તરનો અહંકાર કે વડાઈ તેને માટે કારણરૂપ બની રહે છે.

 

 

 relation.2

 

બચપણથી લઈને ઘડપણ સુધી આપણે જુદા જુદા પ્રકારના સંબંધો વડે બંધાયેલા હોઈએ છીએ. બાળપણમાં દાદા–દાદી, મા–બાપ, ભાઈ–બહેનથી આરંભાતો સંબંધ આગળ જતાં વિસ્તરે છે અને તેમાં કાકા–કાકી, મામા–મામીના ઉમેરાથી તે વણઝાર લંબાય છે અને તે લાંબા ગાળાનો સાથ બની રહે છે.

 
શાળા, કોલેજમાં નવા મિત્રો, તેના મિત્રો અને તે મિત્રોના મિત્રો – અધધ, માપી ન શકાય એટલું મોટું વર્તુળ રચાય છે પણ તે કેટલો વખત અને કેટલો વિસ્તરિત તે તમારા પર નિર્ભર છે.

 
ત્યાર પછીના તબક્કામાં નોકરી ધંધાના કુંડાળામાં પ્રવેશતા તમે ફાયદાકારક સંબંધોને બાંધવાના અને સાચવવાના ભરપૂર પ્રયાસ કરશો. પરંતુ આ સંબંધ પણ સગવડિયો બની રહે છે કારણ સ્વાર્થની દુનિયામાં કોઈપણ સંબંધ કાયમી બની નથી રહેતો સિવાય કે તે નિસ્વાર્થભાવે બંધાયો હોય અને જળવાયો હોય. પણ આ પણ સામા ઉપર નિર્ભર છે. તમે લાખ પ્રયત્ન કરશો તો પણ સામેથી તેનો પ્રતિભાવ નહીં મળે તો તે તૂટી જશે. તમે વિચારશો કે મારી શું ભૂલ ? પર અબ પછતાયે ક્યા હો જબ ચીડિયા ચુગ ગઈ ખેત !

 

 

 relation

 

સંબંધોમાં નાજુક સંબંધ એટલે જીવનસાથી સાથેનો સંબંધ. તે અનન્ય તો છે જ પણ તે સામાન્ય રીતે સુંવાળો અને ગાઢ પણ હોય છે. પણ સિક્કાની બે બાજુની જેમ કોઈકના માટે તે કાંટાળો બની રહે છે ! તેમ થવાના મુખ્ય કારણ છે સામાજિક, આર્થિક કે અંગત. પહેલાના જમાનામાં આવા સંબંધો વડીલોના ઈશારે થતાં જેમાં સ્વના ગમા અણગમાની કોઈ ગુંજાયેશ ન હતી. પોતાનું પાત્ર દેખાવે, સ્વભાવે કેવું હશે તેનો વિચાર પણ અસ્થાને હતો. તેને કારણે લગ્ન બાદ મનમેળ ન હોય તો પણ વડીલોની અને સમાજની આમન્યાને કારણે પડયું પાનું નીભાવી લેવું પડતું. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. વડીલો પણ સમજતાં થઈ ગયા છે અને પોતાના નિર્ણય ઠોકી ન બેસાડતાં પસંદગીની છૂટ આપે છે. આનુ કારણ પાશ્ર્વત્ય રહેણીકરણીનો વ્યાપ, ભણતરનો ફેલાવો વગેરે. સહભણતર તો ભાગ ભજવે છે પણ ત્યારબાદ નોકરીમાં સાથે ગળાતો સમય પણ કારણરૂપ બને છે.

 
પણ રખે માનતા કે આવા સંબંધો હંમેશા મીઠી વીરડી બની રહે છે. સમય જતાં આમાં પણ ખારાશ આવી જાય છે જે માટે બન્ને પાત્ર જવાબદાર ગણી શકાય. આમ થવાના કારણો છે મુખ્યત્વે એકબીજાથી અસંતોષ. તે ઉપસાવવા માટે જવાબદાર છે બન્નેના કુટુંબીજનો, આડોશપાડોશ અને મિત્રો જે અંતે તે ફારગતી સુધી પહોંચી જાય છે. પણ જો બેમાંથી એક પાત્ર સમજદાર હશે અને સમજીને ઉકેલ લાવશે તો આ સંબંધ સચવાઈ જશે તેમાં શક નથી.

 
લગ્નબંધન પછી ફરી એકવાર નવા સંબંધોનો સીલસીલો ચાલુ થઈ જાય છે. સામા પાત્રના માતા–પિતા, અન્ય કુટુંબીજનો, મિત્રો વગેરે સંબંધની જાળને વધારે ફેલાવે છે. હવે આ સંબંધો કેવા ટકે છે અને ક્યાં સુધી તે તો સમય જ કહી શકે પણ એક વાત ચોક્કસ છે કે સ્ત્રીવર્ગ તે વધુ સારી રીતે નીભાવી શકે છે કારણ આદમી અનુકૂળ હોય તેવા સંબંધો સાચવવામાં માને છે જયારે મહિલા મોટેભાગે સંબંધો બગાડવામાં માનતી નથી.

 
લગ્નને કારણે સમય જતાં વળી પાછા સંબંધના સમીકરણો બદલાઈ જાય છે. બાળપણમાંથી વયસ્ક બનેલાના તાણાવાણા નવેસરથી વણાય છે જયારે તે પિતૃત્વ પદ હાંસલ કરે છે. હવે તેના જીવનમાં બાળકો, તેના મિત્રો, શિક્ષકો વગેરે પ્રવેશે છે. પરંતુ જેમ જેમ તેનું બાળક મોટું થતું જાય છે ત્યારે આ પણ કાયમી નથી રહેતા, જાણે તેની જીંદગીના પૂર્વાર્ધનું પુનરાવર્તન ન થતું હોય, ભલે જુદી રીતે.

 
સંબંધોની પળોજણમાં અગાઉના સમયમાં તિરાડો ન હતી અથવા હતી તે બહાર નહોતી આવતી તે હવે એકવીસમી સદીમાં છડેચોક પોકારાય છે. ભલે આજના વડીલે પોતાની યુવાવસ્થામાં પોતાના વડીલોને સાચવી લીધા હોય અને પોતાના વડીલોના ગમા–અણગમાને સાચવી લીધા હોય પણ આજની યુવા પેઢી તેમ નથી કરતી બલકે છડેચોક પોતાના મંતવ્યો અને ભેદભાવોને જાહેર કરે છે. કારણ છે બદલાતી સમાજની તાસીર અને સંયુક્ત કુટુંબની લુપ્ત થતી ભાવના. શા કારણે તે કહેવાની જરૂર છે ? વધતાં જતાં વૃદ્વાશ્રમોની સંખ્યા આનો સબળ પૂરાવો છે.

 
કૌટુંબિક સંબંધોથી આગળ વધીએ તો સંબંધોનું વર્તુળ આડોશપાડોશથી શરૂ થયેલ તે નાત–જાત, શહેર અને દેશ–પરદેશ સુધી વિસ્તરી શકે છે કારણ સદીઓ પહેલા જે દુર્ગમ હતું તે આજે સંચારના નવા નવા સાધનોને કારણે સુગમ થઈ ગયું છે. હવાઈ સાધનોના વિકાસને કારણે અને ઈન્ટરનેટ જેવી સુવિધા તેમ જ ફેસબુક, વોટસેપ, ચેટિંગ વગેરે જેવી હાથવગી તકનીકી શોધોને કારણે હવે સંબંધો બાંધવા અને નિભાવવાનું આસાન થઈ ગયું છે.

 
પણ જેટલા સાધનો તેટલી વધુ પળોજણ. આધુનિક સાધનોનો દુરુપયોગ પણ હવે વધી રહયો છે જે સૌ જાણે છે. સંબંધો વધારવા જો તેનો સમજી વિચારીને ઉપયોગ કરાય તો ઠીક બાકી ન બાંધવા જેવા સંબંધો જો બંધાઈ જાય તો તેના હાલહવાલ કેવા થાય તે પણ લોકો જાણે છે.
 

 

 

 
આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
  લેખકશ્રી નાં સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

અભિમાન આંધળું અને બહેરું …

અભિમાન આંધળું અને બહેરું …

આખો બગીચો નહીં, પણ અત્તરનું પૂમડું – સુરેશ દલાલ

 

 

abhimaan

 

 

દ્રષ્ટાંતો, અવતરણો, કહેવતો મને ગમે છે.  ઓછામાં ઘણું કહેવાની તાકાત હોય છે.  કશું લાંબુંલચ નહીં, પિષ્ટપેષણ કે પિંજણ નહીં.  ખોટા પથારો નહીં અનુભવમાંથી આવેલી વાત હોય છે.  એ જીવનદર્શક અને જીવનપ્રેરક હોય છે.  આખો બગીચો નહીં, પણ અત્તરનું પૂમડું હોય છે.

 

 

 paper fan

 

 

થોડાંક વર્ષો પહેલાં એક દ્રષ્ટાંત વાંચેલું કે સાંભળેલું સ્મૃત્તિ પ્રમાણે લખું છે: એક રાજા હતો.  અભિમાનનો સ્વભાવ ધાર્યું કરવાનો છે.  એ જિદ્દી છે.  જક્કી છે.  આંધળો છે એટલે બહેરો છે.  રાજા પુષ્કળ અભિમાની.  એક વાર એ મહેલને ઝરુખે ઊભો હતો.  નીચે એક ઓલિયા જેવો માણસ પંખો વેચતો હતો.  મોટેમોટેથી બૂમો પાડીને કહેતો હતો કે આ પંખો અદ્દભુત છે.  સો વર્ષ ચાલે એવો છે.  રાજા પાસે તો અઢળક પંખા હતા.  અનેક જાતના પંખા હતા.  દેશ-દેશના પંખા હતા.  બે હાથ ઓછા પડે એટલા બધા પંખા હતા. એને થયું કે સો વર્ષ ચાલે એવો પંખો કેવો હોઈ શકે ?  એણે પંખા વેચનારને મહેલમાં બોલાવ્યો.  પંખો જોયો.  રાજાને આશ્ચર્ય થયું.  થોડોક આઘાત પણ લાગ્યો.  પંખો દેખાવમાં તો સાવ સામાન્ય હતો.  રાજાએ પૂછ્યું કે આ પંખો સો વર્ષ ચાલશે એની ગેરેન્ટી શું ? 

પેલાએ કહ્યું કે ગેરેન્ટી હું આપું છું.  રાજાએ કહ્યું તું તો પંખો વેચીને ચાલ્યો જઇશ પાછો આવીશ પણ નહીં, પાછો નહીં આવે તો તારી તલાશમાં મારે સૈનિકો મોકલવા પડશે.  સિપાઈઓ પણ તારી પાછળ પડશે.  પંખા વેચનારે કહ્યું એવું તમારે કશું જ નહીં કરવું પડે.  હું પોતે જ સાત દિવસ પછી પાછો આવીશ.  રાજાએ ભાવ પૂછ્યો.  પેલાએ જવાબ આપ્યો કે સો રૂપિયા.  રાજાને થયું કે કાગળના પંખાના સો રૂપિયા.  કેવી રીતે હોઈ શકે ?  પંખા વેચનારે કહ્યું કે સો વર્ષ પંખો ચાલવાનો હોય તો એક વર્ષનો એક રૂપિયો જ ગણાય.  રાજાએ સો રૂપિયા આપ્યા.  પંખો ખરીદ્યો.  પંખો વેચનારો પંખો વેચીને ચાલતો થયો.

 

રાજાએ પંખાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.  રોજ રોજ પંખાથી હવા ખાય.  સાત દિવસમાં તો પંખો કાગળના ડૂચા જેવો થઇ ગયો.  પંખો વેચનારો સાત દિવસ પછી મહેલની નીચે આવ્યો અને રાજાએ એને ઝરૂખામાંથી જોયો.  સિપાઈઓને કહ્યું કે આ પંખો વેચનારને પકડી લઈને મહેલમાં લાવો.  પંખા વેચનારે સિપાઈઓને કહ્યું મને પકડવાની જરૂર નથી.  હું પોતે જ સામે ચાલીને આવ્યો છું.  પંખો વેચનાર મહેલમાં ગયો.  રાજાએ એના તરફ કાગળના ડૂચા જેવો પંખો ફેંક્યો અને કહ્યું કે તું રાજા જેવા રાજાને છેતરે છે.  તારી આટલી હિંમત … !  પંખા વેચનારે કહ્યું કે આ પંખો કાગળના ડૂચા જેવો થઇ ગયો કે એનો અર્થ એવો કે તમને પંખો વાપરતા નથી આવડ્યો બાકી મારો પંખો સો વર્ષ ચાલે એવો છે.  રાજાએ પૂછ્યું એ કઈ રીતે ?  પંખો વેચનારે કહ્યું કે આ પંખો એવો છે કે જેમાં પંખો હલાવવાનો નથી હોતો પણ માથું હલાવવાનું હોય છે.  રાજાએ કહ્યું કે આ તો છેતરપિંડીની બીજી રીત છે.  રાજાએ માથું હલાવવાનો પ્રયત્ન કર્યો પણ માથું હલાવતા એને થોડીક મુશ્કેલી પડી.

 

આ દ્રષ્ટાંત સૂચક છે.  મારી રીતે મને સૂઝે એવું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરું છું.

 

માથું હલી શકતું નથી એનું કારણ માણસનો અહમ્ છે.  અહમ્ વજનદાર હોય છે.  અહમનો ભાર જ એટલો હોય છે કે માણસ સહજપણે સહેલાઈથી કશું ન કરી શકે.  આ દ્રષ્ટાંતમાં બીજી પણ એક વાત છે.  રાજા પાસે અઢળક પંખા હતા.  છતાં પણ એ એને ઓછા પડ્યા.  અહમપ્રેમી માણસને હંમેશા બધું જ ઓછું પડતું હોય છે.  સંઘરો કરવાનો એને શોખ છે. મારી પાસે કેટલું બધું છે એ બતાવવાની એને ટેવ છે.  માણસ આમને આમજ ડંફાસિયો થઇ જાય છે.  જીવનને પ્રેમથી નહીં, પણ પ્રેમની અવેજીમાં વસ્તુઓથી ભરતો હોય છે અને વખારીયું જીવન કાઢતો હોય છે.  ત્રીજી વાત એ છે કે આપણે દરેક વાતમાં ગેરેન્ટી માંગતાં હોય હોઈએ છીએ. 

આપણે જન્મીએ છીએ ત્યારે ઈશ્વર પાસે કંઈ ગેરન્ટી માંગીને જન્મીએ છીએ !  જન્મ લેવો કે નહીં એ પણ આપણા હાથમાં નથી તો જન્મ્યા પછી કે જન્મતાની સાથે ઈશ્વર પાસે આપણે ગેરન્ટી માંગીએ છીએ ખરા ?  અને માની લો કે ગેરન્ટી માગી તો ઈશ્વર બહુ બહુ તો એમ કહે કે એક ગેરન્ટી આપું કે જે જન્મે છે એનું મરણ નિશ્ચિત છે.  રાજાને પંખાની સો વર્ષની ગેરન્ટી મળી માની લો કે એ પંખો સો વર્ષ ચાલ્યો હોત.  તો પણ રાજા પોતે સો વર્ષ જીવવાનો છે કે નહીં એની, એની પાસે કોઈ ગેરન્ટી ખરી ?

 ravan abhimaan

મૂળ વાત તો અહમની છે.  એક વખત આપણા કવિ સુરેન ઠાકર ‘મેહુલે’ એક સરસ વાત કહી હતી.  આપણે જાણીએ છીએ કે રાવણને દસ માથાં હતા.  દસ માથાં તો પ્રતીક છે.  હકીકતમાં તો રાવણમાં દસ માથાનો અહંકાર હતો.  સુરેન ઠાકરે આ વાતને બીજી રીતે દોહરાવી કે માની લો કે રાવણને દસ માથાં હોય તો એ દસ માથાંની પળોજણમાં જ એટલો પડ્યો હોય કે સીતાને ઊંચકી જવાનો એને સમય જ ક્યાં રહે ?  દસ માથાંના વાળ ક્યારે ઓળે ?  દાઢી ક્યારે કરે ?  બ્રશ ક્યારે કરે ?  દસ માથાં સાથે જીવવું અઘરું છે.  આપણાં પુરાણોમાં જે વાત આવે છે તે પ્રતીકાત્મક હોય છે.

  

આની સાથે સંબંધ નથી પણ લોકરામાયણમાં એક એવી વાત છે કે હનુમાનજીની પત્નીને કોઈ ઉપાડી ગયું.  આપણે જાણીએ છીએ કે હનુમાન તો બ્રહ્મચારી હતા.  પણ માની લો કે હનુમાનની પત્નીને કોઈ ઉપાડી જાય તો એ વાત તો બંબાખાનામાં આગ લાગી હોય એના જેવી વાત છે.  હનુમાન તો સીતાની શોધ માટે નીકળ્યા હતા.  પત્નીની શોધ માટે નહીં, પત્ની હતી જ નહીં.  તો પછી એને ઉપાડી જવાની વાત જ ક્યાં આવે ?

 

દ્રષ્ટાંતો હંમેશાં અર્થસભર હોય છે.  જ્યાં સુધી માણસ અહમશૂન્ય ન થાય ત્યાં સુધી એને પંખો કે એરકન્ડીશન્ડ કોઈ શાતા આપી શકે એમ નથી.  અહમથી દાઝેલા માણસને ચંદનલેપ પણ ખપ નહીં આવે.  (કામ નહિ આવે)

 

 

સાભાર: વૈ.મો.પરિવાર-(એપ્રિલ.-૨૦૧૪)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના દરેક પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

“પુષ્ટિ પ્રસાદ” – સામાયિક સ્વરૂપે … (જાન્યુઆરી – ફેબ્રુઆરી -૨૦૦૬નાં અંકો )…

પુષ્ટિ પ્રસાદ”  – સામાયિક સ્વરૂપે  …

(ઈ -મેગેજીન સ્વરૂપે)અંક- જાન્યુઆરી અને ફેબ્રુઆરી -૨૦૦૬ …

 

 

‘પુષ્ટિ પ્રસાદ’ એક મેગેજીન (સામાયિક) સ્વરૂપે છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી યુ એસ એ માં પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,  આદરણીય ભવદીય વૈષ્ણવ  શ્રી વ્રજનીશભાઈ શાહ (યુએસએ) ની વિનંતી ને ધ્યાનમાં રાખી,  ઉપરોક્ત અંક ઈ મેગેજીન (સામાયિક) સ્વરૂપે, ઘણા સમયથી નિયમિત રીતે સમયાંતરે  ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રકાશિત  કરવાની કોશિશ કરેલ છે.  ઉપરોક્ત સામાયિક ને પુન: પ્રકાશિત કરવા માટે મંજૂરી  સાથે તક આપવા  બદલ અમો શ્રી વ્રજનીશભાઈ તેમજ પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ (યુએસએ)  નાં આભારી છીએ.

 

 JAN.06 OMMAGE

 

JAN-06 INDEX

‘પુષ્ટિ પ્રસાદ’  જાન્યુંઆરી-૨૦૦૬નાં અંકમાં ઉપરોક્ત દર્શાવેલ કૃતિ તેમજ આવી વિવિધ અનેક સામગ્રી ને માણવા…  નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો :   

Jan 2006 High Quality Issue Jan 2006 Low Quality Issue

  Download past issues of ‘Pushti Prasad’ magazine here.

‘પુષ્ટિ પ્રસાદ નો  ફેબ્રુઆરી માસનાં અંકમાં નીચે દર્શાવેલ કૃતિ તેમજ આવી વિવિધ અનેક સામગ્રી માણવા …  અંક નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો : 

FEB. 06 -IMMAGE

FEB.06 LEKH

Download past issues of ‘Pushti Prasad’ magazine here.

 

‘પુષ્ટિ પ્રસાદ’ ફેબ્રુઆરી-૨૦૦૬નો  સમગ્ર અંક માણવા  નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો..

 

Feb 2006 High Quality Issue Feb 2006 Low Quality Issue

 

To view online issues you will need Adobe Acrobat Reader. If you do not have it please download by clicking here –>    

 

 

 

The High Quality images are large and will take some time to appear. If you still have difficulty reading these files please email to [email protected] 

સાભાર : વ્રજનિશ શાહ  – લોયડસ્, મેરિલેન્ડ.  યુએસએ. 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

“પુષ્ટિ પ્રસાદ”  સામાયિક ના  સળંગ અંક ..  માણી શકો તે હેતુથી  અમોએ  તેની એક અલગ કેટેગરી “પુષ્ટિ પ્રસાદ .. “(સામાયિક સ્વરૂપે) …  અહીં  દર્શાવેલ  છે…  આ કેટેગરી પર ક્લિક કરવાથી ફક્ત ‘પુષ્ટિ પ્રસાદ’ સામાયિક – મેગેજીન નાં અંકો ની લીંક જ આપને  ત્યાં  જોવા મળશે….   આશા રાખીએ છીએ કે આ જરૂરી ફેરફાર આપ સર્વેને પસંદ આવશે.

 

 

પુષ્ટિ સાહિત્ય વિશે … બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ,  સદા અમોને પ્રેરણાદાયી બની રહે  છે, આપના પ્રતિભાવની આશા રાખીએ છીએ ….

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી … [ભાગ-૧૭] …

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી  … (૮૧-૮૫) …

-મહેશ શાહ, વડોદરા

 

 [ભાગ -૧૭]

 krishna-radha

 

ધન્ય ધન્ય શ્રીગિરિરાજ જૂ, હરિદાસન મેં રાય |
સાનિધ્ય સેવા કરત હૈ, બલિ મોહન જિય ભાય ||૮૧||

 

વ્રજ મંડળની નિધિઓ અને સંપદાઓના ગુણગાનમાં હવે શ્રી હરિરાયજી શ્રી હરિદાસવર્ય ગિરિરાજની વાત કરે છે. ગિરિરાજજી શ્રી હરિના  મહાન ભક્ત છે. સારસ્વત કલ્પમાં પ્રભુએ ખુબ જ ઉચ્ચ સન્માન આપ્યું અપાવ્યું હતું. તેમના મિષે અન્નકૂટ પણ આરોગ્યો હતો. ગિરિરાજજીએ ઇન્દ્રના માનભંગના  ઉત્તમ કાર્યમાં દેવદમન પ્રભુના સહયોગી રહી વ્રજના લોકો અને પશુઓનું મેઘ તાંડવથી રક્ષણ કરવામાં હાથવગા સાધનરૂપે સહાયકારી ભૂમિકા સુપેરે નિભાવી હતી.

 

શ્રી ગિરિરાજની કંદરાઓમાં અનેક નિકુંજ બિરાજે છે. તેમાં શ્રી ઠાકોરજી સખાઓ અને વ્રજાંગનાઓ સાથે અનેક ક્રીડાઓ અને લીલાઓ કરતા જ રહે છે.  પ્રભુને લીલામાં સાનુકુળતા રહે તે માટે ગિરિરાજજી પ્રભુના સુકોમળ ચરણારવિંદ માટે માખણ જેવું મુલાયમ સ્વરૂપ ધારણ કરી લે છે, જેથી પ્રભુને પરિશ્રમ ન પડે.

 

આપની ટોચ ઉપર પ્રભુ બિરાજે છે તેથી અનેક સેવકો પ્રભુ સેવાર્થે શ્રી ગિરિરાજ ઉપર આવતા જતા રહે છે. સુજ્ઞ વૈષ્ણવો હરિદાસવર્યની આજ્ઞા લઈને ક્ષમા પ્રાર્થના સાથે જ પગ ધરે છે પણ પ્રભુના પરમ ભક્ત એવા શ્રીગોવર્ધન માટે તો આટ આટલા ભક્તો પ્રભુ સેવા માટે પોતાનું ઉર ખૂંદીને જાય તે ઘટના જ  મહા સૌભાગ્ય બની જાય છે. પ્રભુની સેવામાં સાધનરૂપ થવાનો હરખ હરિદાસના હૈયામાં હિલોળા લેતો રહે છે.

 

આવા શ્રી ગિરિરાજ  સૌ હરિભક્તોમાં શિરમોર ગણાય છે એટલે જ અહીં ‘હરિદાસનમેં રાય’ કહી વડાઈ કરવામાં આવી છે. પ્રભુના પરમ દાસરૂપ શ્રી ગિરિરાયજીનું મહાત્મ્ય અનેરૂં છે. પ્રભુના ભક્તોમાં આપનું સ્થાન મુઠી ઊંચેરૂં છે.

 

આવા પરમ ભક્ત શ્રી ગિરિરાયજી સાનિધ્યમાં રહી બંને ભાઈઓની સુંદર સેવા કરે છે. સેવા પણ કેવી? આપની સેવાથી શ્રી ઠાકોરજી અને  દાઉ ભૈયા અત્યંત પ્રસન્ન થાય છે અને શ્રી ગિરિરાજ  બંને સ્વરૂપોના મનના માનીતા બની ગયા છે.  બંનેના હૈયાના હાર બની ગયા છે.

 

કોટી કટત અઘ રટત તેં, મિટત સકલ જંજાલ |
પ્રકટ ભયે કલિકાલમેં, દેવ દમન નંદલાલ  ||૮૨||

 

વ્રજ મંડળની વાત થતી હોય અને વ્રજાધિપની વાત ન થાય તે કેમ ચાલે ? આ કળિયુગમાં દૈવીજીવોના ઉધ્ધારાર્થે અધમ ઓધારણ દેવ દમન પ્રગટ થયા છે. ચંપારણ્યમાં શ્રી વલ્લભ અને વ્રજમાં શ્રીજી બાવા સાથે સાથે જ પ્રગટ્યા છે જેથી લીલામાંથી વિછરેલા જીવો આ કળિકાળની જટીલ ઝંઝાળમાં ફસાઈને પોતાનો માર્ગ ભૂલીને ભટકી ન જાય.

 

દેવ દમન રૂપે સાક્ષાત શ્રી યશોદોત્સંગલાલિત નંદલાલ પ્રભુ પ્રગટ થયા છે. તેમના પ્રાગટ્યથી જ સમગ્ર શુભ અવસરો અને પાવન પરિબળો મજબૂત બન્યા છે. જીવને પ્રભુ પ્રાપ્તિમાં બાધક થઇ શકે તેવા કરોડો દોષ, સંચિત પાપ આપના દર્શનથી, આપની સેવાથી, આપના નામ સ્મરણથી કપાઈ જાય છે. ‘પાપ દૂર થઇ જાય છે’ તેવું નથી કહયું પણ ‘તે કપાઈ જાય છે’ એવું કહયું છે મતલબ કે પાપ નાશ પામે છે અને ફરી ક્યારે ય નડતર રૂપ નથી થઇ શકતા.

 

પુષ્ટિ ભક્તને એક વાતની હંમેશા તમન્ના રહે છે કે પ્રભુ પાસે પરિશુદ્ધ અને પરમ પવિત્ર ચીજ જ સમર્પિત કરવી. તેથી જ તે પોતે પણ પાપ રહિત થઇ, પ્રભુને લાયક પવિત્ર બની પછી જ પ્રભુ સમક્ષ જવા માંગે છે. એ વિચારે છે કે ‘મારા પ્રભુ પાસે મારા પાપોનું પોટલું લઈને કેવી રીતે જાઉં?’ આ જ તો છે મર્યાદા અને પુષ્ટિનો તફાવત. મર્યાદામાં ભક્ત ઈચ્છે છે કે પાપનો નાશ થાય જેથી સ્વર્ગ મળે જ્યારે પુષ્ટિ ભક્તને તો વૈકુંઠ કરતા પણ વ્રજ વહાલું (સવિશેષ તો વ્રજરાજ વહાલા) છે પણ પ્રભુ પાસે મલિન રૂપે નથી જવું તે માટે પાપના નાશની અભિલાષા રાખે છે !

 

આ પાપના નિર્મૂલનથી પ્રભુને પ્રાપ્ત કરવામાં સરળતા થઇ જાય છે અને ભક્ત માયાજાળથી મુક્ત રહી પોતાનંફ સમગ્ર ધ્યાન પ્રભુમાં પૂર્ણ રૂપે પરોવી શકે છે.

 

પ્રૌઢ ભાવ ગિરિવરધરણ, શ્રી નવનીત દયાલ |
શ્રી મથુરાનાથ નિકુંજપતિ, શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ ||૮૩||

 

હવે શ્રી હરિરાયજી સર્વ સ્વરૂપોના ભાવ ઉજાગર કરે  છે. શ્રીનાથજીમાં પ્રૌઢ ભાવ રહેલો છે. નિકુંજ નાયક આપના સ્વરૂપમાં સઘળી લીલા સમાવિષ્ટ છે. આપ રસનાયક છે વ્રજાંગનાઓના મનોરથ પૂરક છે.

 

દ્વિતીય સ્વરૂપ શ્રી નવનીતપ્રીયજીનું છે. આપને નવનીત અતિ પ્રિય છે, માખણ જેવા જ મુલાયમ હૃદયના સ્વામી  આ સ્વરૂપ દયાનિધિ છે, દયાના સાગર છે.

 

પ્રથમ નિધિ શ્રી મથુરાધીશજીને નીકુંજપતિ કહ્યા છે.  આ ચતુર્ભુજ સ્વરૂપ પરમ ભગવદીય શ્રી પદ્મનાભદાસજીના સેવ્ય સ્વરૂપ હતા. મથુરાનો અર્થ અહીં ‘જેનું મંથન થાય છે તે મથુરા’  અર્થાત ભક્તોના હૃદય તેવો થાય છે. આ સ્વરૂપ મથુરા લીલા સાથે સંબંધિત નથી, વ્રજલીલા સાથે સંકળાયેલું પુષ્ટિમાર્ગિય સ્વરૂપ છે. આ સ્વરૂપનું પ્રાગટ્ય શ્રી યમુનાજીના તટે ખુબ જ ઊંચા તાડ જેવા સ્વરૂપે થયું હતું. આચાર્યજીએ વિનંતી કરી કે કળીયુગના પામર જીવો આપના આ વિરાટ સ્વરૂપની સેવા નહીં કરી શકે, આપ નાનું સ્વરૂપ ધારણ કરો. તેથી ૨૦ ઇંચનું લઘુ સ્વરૂપ ધારણ કરી શ્રી મહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યા. તે સ્વરૂપ પદ્મનાભદાસજીની વિનંતીથી તેમની ઉપર પધરાવી આપ્યું. તેમણે આજીવન સેવા કરી છેવટે શ્રી ગુસાંઈજીના ગૃહે પધરાવ્યું. ભક્તોના હૃદયના અધિશ  એવા આ સ્વરૂપની સેવા શ્રી ગુસાંઈજીના પ્રથમ લાલજી શ્રી ગિરિધરજીને સોંપાઈ હતી.

 

દ્વિતીય નિધિ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કોઈ વિરક્ત શ્રી આચાર્યજીને ત્યાં આપના દ્વિતીય લાલ શ્રી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્ય દિને જ પધરાવી ગયા હતા. વિઠ્ઠલનો અર્થ થાય છે  અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જનારા. આ મનોહારી સ્વરૂપ ત્રણ ઇંચનું  છે.  કટીથી નીચે ગૌર અને ઉપર શ્યામ સ્વરૂપ છે. બે ભુજાઓ કટી ઉપર છે, અન્ય બે ભૂજાઓમાં સછીદ્ર શંખ અને કમળ ધારણ કર્યા છે. નૂપુર માત્ર એક ચરણમાં ધારણ કર્યું છે. સાથે જ યમુનાજીના સ્વરૂપના શ્યામ સ્વામિનીજી બિરાજે છે.

 

શ્રીદ્વારકેશ તદ્ ભાવમેં, શ્રી ગોકુલેશ વ્રજ ભૂપ |
અદભુત ગોકુલચંદ્રમા, મન્મથમોહન રૂપ ||૮૪||

 

તૃતીય નિધિ શ્રી દ્વારકાધીશ પ્રભુનું મનોહારી શ્યામ સ્વરૂપ ૨૦ ઇંચનું  છે. જમણી બાજુ ઉપલા શ્રી હસ્તમાં ગદા અને નીચલા હસ્તમાં પદ્મ છે. ડાબી બાજુએ ઉપર ચક્ર અને નીચે શંખ બિરાજે છે. ચોરસ પીઠીકાની બંને બાજુએ બબ્બે વ્રજભક્તો છે. આ સ્વરૂપનું પ્રાગટ્ય સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માજીની વિનંતીથી થયું હતું. આ સ્વરૂપની સેવા કર્દમ ઋષિ, તેમના પત્ની દેવહુતિ, ભગવાન કપિલદેવજી દ્વારા પણ થઇ હતી. તે પછી લાંબા સમય સુધી બિંદુ સરોવરના જળમાં બિરાજ્યું જ્યાંથી દેવ શર્મા નામના એક વિપ્રે બહાર કાઢી સેવા કરી. પછીથી તે સ્વરૂપની  રાજા અંબરીશે, ત્યાર બાદ વસિષ્ઠ ઋષિ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના માતાશ્રી કૌશલ્યાએ સેવા કરી. કલિ યુગમાં પુષ્ટિમાર્ગમાં દામોદરદાસ સંભરવાલાએ સેવા કરી. તેમના બાદ શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યું. આ સ્વરૂપ ગુસાંઈજીના ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના ગૃહે પધાર્યું.

 

ઇન્દ્ર માનભંગ લીલા પછી ઇન્દ્રની વિનંતીથી સ્વર્ગમાં પધારી સેવા અંગીકાર કરી તે સ્વરૂપ ચતુર્થ નિધિ ગાયોના અને ઇન્દ્રિયોના કુળના (સમૂહના) નાથ શ્રી ગોકુળનાથજીનું છે. તે શ્રી આચાર્યજીના શ્વસુર પક્ષના વડવાઓને શ્રી રામચન્દ્રજીએ યજ્ઞની દક્ષિણા સ્વરૂપે આપ્યું હતું. ત્રણેક ઈંચની ઉંચાઈનું આ ગૌર ચતુર્ભુજ સ્વરૂપ કમળ પર ઠાડું છે. બે ભુજાથી વેણુ વાદન કરે છે, ઉપરના જમણા હાથે ગિરિવર ધારણ કર્યો છે, ડાબા નીચેના હાથમાં શંખ છે. બંને બાજુ એક એક શ્રી સ્વામિનીજી બિરાજે છે. આ સ્વરૂપ ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજીના ગૃહે પધાર્યું.

 

પંચમ નિધિ શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ અદ્ભુત છે. મહાવનના ક્ષત્રાણી વૈષ્ણવને શ્રી યમુનાજીમાંથી ચાર સ્વરૂપો પ્રાપ્ત થયા તેમાંથી આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસ બ્રહ્મચારીને પધરાવી આપ્યું હતું. એકાદ ફૂટની ઉંચાઈના આ લલિત ત્રિભંગી ઠાડા સ્વરૂપની બે ભુજામાં વેણુંજી ધારણ કરેલાં છે.  મધુર વેણુનાદથી આપ કામદેવને પણ મોહ પમાડે છે.

 

ઝુલત પલના મોદ મેં, શ્રીબાલકૃષ્ણ રસ રાસ |
તારે શકટ રસ બસ કિયે, વ્રજ યુવતિન કરી હાસ ||૮૫||

 

ષષ્ઠ નિધિ સ્વરૂપ ગૌર વર્ણના શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ અત્યંત નાનું છે. જમણા શ્રી હસ્તમાં માખણનો ગોળો છે, ડાબો શ્રી હસ્ત જમીન પર ટેકવેલો છે, જમણો ચરણ ઘુંટણમાંથી ઉંચો છે અને ડાબો ચરણ પાછળ વાળેલો છે. અંજનયુક્ત નેત્ર સોહામણા છે. પ્રભુની ત્રણ માસની વયનું આ બાળ સ્વરૂપ છે. શ્રી નવનીતપ્રિયજીના સ્વરૂપ જેવું જ આ સ્વરૂપ લાગે છે.

 

પ્રભુએ પોતાના કોમળ ચરણોના પ્રહારથી શકટ એટલે કે ગાડું ઊંધું પાડી શકટાસુરનો ઉધ્ધાર કર્યો હતો તે લીલાનું આ સ્વરૂપ છે. શ્રી હરિરાયજી કહે છે કે આ સુંદર સ્વરૂપ પલનામાં અત્યંત આનંદપૂર્વક ઝૂલે છે. રસનીધી આ સ્વરૂપને ‘રસ રાસ’ એટલે કે ‘રસનો પુંજ/ઢગ’ કહયું છે.

 

શ્રી મહાપ્રભુજી એક વખત નિત્ય ક્રમ મુજબ યમુના સ્નાન માટે ગયા હતા ત્યારે આપના યજ્ઞોપવીતને પોતાના હાથમાં પકડીને આ સ્વયંસિદ્ધ સ્વરૂપ પ્રગટ થયેલું છે. આ સ્વરૂપ પ્રથમથી શ્રી વલ્લભ કુળમાં જ બિરાજ્યું છે. શ્રી ગુસાંઈજી નાના હતા ત્યારે આચાર્યજીએ સેવા કરવા માટે તેમને આ સ્વરૂપ આપ્યું હતું. તે સ્વરૂપ સાથે વાતો કરતા, રમતો રમતા એ તો ઠીક બાલ સહજ હુંસા તુંસી પણ કરતા હતા. આ સ્વરૂપની સેવા શ્રી ગુસાંઈજીએ પોતાના છઠ્ઠા લાલ શ્રી યદુનાથજીને સોંપી હતી.

 

આ સ્વરૂપ અત્યંત મોહક છે, મનોહારી છે. સંમોહક મંદ હાસ્યથી  વ્રજ યુવતીઓને વિવશ કરી દે  છે. આપના મનમોહક હાસ્યથી વ્રજાંગનાઓ રસ તરબોળ થઇ જાય છે અથવા કહો કે આપના રસથી પ્રભુને વશ (બસ) થઇ જાય છે. શા માટે ન થાય? આપનું હાસ્ય તો ત્રિભુવન મોહક છે. બ્રહ્મા અને સદાશિવ જેવાને અને અન્ય દેવી દેવતાઓને પણ મોહમાં નાખી દે છે.  જ્યારે આ વ્રજની ગ્વાલીનો તો બિચારી કોમલ કાળજાની અબળાઓ, તેઓ તો રસ-પાશના મનગમતા બંધનમાં  બંધાવાની જ !

 

આ સૌ દિવ્ય નિધિ સ્વરૂપોને સ્મરી, માનસીમાં દંડવત કરી  આપણે આજના આ  સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.

 

 

(ક્રમશ:) 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.