પ્રભુતામાં પગલાં માંડતી દીકરીને માનો પત્ર …

પ્રભુતામાં પગલાં માંડતી દીકરીને માનો પત્ર …

– શ્રી નિરંજન મહેતા

 

 

ચિ. સુ.

 

ચિ. સંબોધન વાંચી થોડી નવાઈ લાગી, નહીં?   પણ આજના પવિત્ર દિવસે તું નવી દુનિયામાં પગરણ માંડી રહી છે તેથી ત્યાર બાદ તારૂં સંબોધન હવે ચિ.માંથી અ.સૌ. થઈ જશે જે કારણે હવે પછી આ સંબોધન વપરાશે નહી.

 

bride daughter

 

લગભગ દરેક સ્ત્રીને આ બદલાવ અનુભવવો પડતો હોય છે.  આ નવા ચરણની ખાટી–મીઠી વાતોથી તું અજાણ નથી છતાં એક મા તરીકે મારી ફરજ છે કે તને યોગ્ય સલાહ સૂચન આપું. આમ તો અવારનવાર આ સંદર્ભમાં આપણે ચર્ચા કરી છે એટલે પુનરાવર્તન નહી કરૂં પણ મારી લાગણીઓને કંઈક અંશે વ્યક્ત કરીશ.

 

મા–દીકરીનો સંબંધ અનન્ય હોય છે કારણ દીકરીના ઉછેરમાં બાપ કરતાં માનો ફાળો વધુ હોય છે.  તેથી જ માને દીકરીની વિદાય વધુ વસમી લાગે છે.  પણ દરેક દીકરીએ વિદાય લેવાની હોય છે તે સમજીને મેં આ પળ સહન કરવાની ઘણા વખતથી તૈયારી કરી છે એટલે તું નચિંત રહેજે એમ તો કહીશ પણ તેમ છતાંય તારા વિના થોડો સમય કેમ જશે તે વિચારી નથી શકતી.

 

ખેર, એક વાત કહયાં વગર નથી રહી શકતી.  તેં તારા નામ – સુહાસિનીને યથાર્થ કર્યુ છે તેમ કહું તો તે ખોટું નથી. મેં કાયમ તારા મોં પર મલકાટ જોયો છે. મને ખાત્રી છે કે આ જ તારો ગુણ તું સાસરે નભાવી રાખશે જે તને તારા નવજીવનમાં જીત અપાવશે.  નવા માહોલમાં સમાવેશ કરતાં થોડો વખત લાગશે જ(મારો અનુભવ કહું છું), પણ આ માહોલમાં તારૂં ખુશનુમા વદન તને મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદરૂપ થઈ પડશે.

 

સાસરે ડગલેને પગલે નવા નવા અનુભવો થતાં રહેશે–કોઈ સારા કોઈ કડવા, પણ મારા માનવા મુજબ ત્યાંના લોકો તને સરળતાથી સમાવી લેશે.  તેમ છતાંય જે પણ થોડી ઘણી તકલીફો આવશે તે તું  હસતે ચહેરે દૂર કરીશ જેથી ત્યાંના વાતાવરણમાં કડવાશ નહીં ફેલાવા દે, ખાસ કરીને નવા જીવનસાથી સાથે, કારણ નવા સંબંધોમાં બાંધછોડ કરવી પડતી હોય છે અને જેની સાથે જીવનભરનો સાથ નીભાવવાનો હોય છે તેને માટે તો તે જરૂરી છે.   તેમાંય સ્ત્રીઓ માટે તો તે અત્યંત જરૂરી છે.

 

ભલે નીરવકુમાર નામ પ્રમાણે નીરવ બની રહે પણ તેમના વિચારો અને તારા વિચારો દર વખતે પૂરેપૂરા મેળ ખાય તેમ ન પણ બને.   આવા સમયે સમજૌતા જેવો અસરકારક ઉપાય કોઈ નથી. સમય વર્તે સાવધાન માની પ્રસંગને અનુરૂપ બની રહેવું એ જ હિતાવહ છે.

 

આમ તો તને માની યાદ આવતી રહેશે પણ મુશ્કેલીમાં તને હું ખાસ યાદ આવીશ જ.  આવે વખતે વિના ખચકાટ ફોન કરવા માટે કહેવાની જરૂર છે?   પણ એક વાત યાદ રાખજે, નાની નાની વાતો માટે આ ઉચિત ઉપાય નથી.   આવા વખતે વિચારવિમર્શ કરી નિવેડો લાવશો તો તે યોગ્ય બની રહેશે, નહી તો તે જીવનરાહમાં અડચણરૂપ બનશે.

 

આગળ નથી લખાતું કારણ આંખમાં ઝળઝળિયા આવા લાગ્યા છે એટલે આટલેથી અટકું છું.

 

 tears of mother

 

લિ. તારી મા અને હવે પછી બનનારી સખી.
 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.


  લેખકશ્રી નાં સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295


 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can also contact /follow us on :
 
twitter a/c : @dadimanipotli
 
facebook at : dadimanipotli

ગૂડીપડવા – ઉગાદીનો ઉત્સવ … અને ચૈત્રી નવરાત્રી પ્રારંભ …

ગૂડીપડવા – ઉગાદીનો ઉત્સવ  …

 

 
gudi padva
 

 

બધાં જ લોકો પોતાના નવા વર્ષની શરૂઆત મીઠાઈ ખાઈને કરે છે, જ્યારે ગુડી પડવો એવો તહેવાર છે જેની શરૂઆત કડવું ખાઈને કરવામાં આવે છે.  

 

ચિત્રા નક્ષત્રમાં આવતાં આ ચૈત્રમાસનો સૌથી પવિત્ર દિવસ ગણાય છે. ચૈત્ર માસ હિન્દુ કેલેન્ડરમાં રામ નવમી, સિંધિઓનો ચેટિચાંદનો ઉત્સવ, પંજાબીઓનો બૈશાખીનો ઉત્સવ, આંધ્રપ્રદેશનો ઉગાદીનો ઉત્સવ, અખાત્રીજ, શ્રી વલ્લભાચાર્ય જયંતિ, યમુનાછઠ્ઠ અને ગણગોર ઉત્સવ, ગૂડીપડવો, ઉગાદી, દુર્ગાઅષ્ટમી, બ્રહ્મ જયંતિ, હનુમાન જયંતિ, શ્રી સ્વામિનારાયણ ભગવાન જયંતિ એમ વિવિધ તહેવારોની ભેંટ લઈને આવે છે.

 

 
 gudi padva. 1jpg
 

 

જેમાથી ચૈત્રસુદ પ્રતિપદાને દિવસે આવતાં ગૂડીપડવાના આ પવિત્ર દિવસથી હિંદુઓનું નવું વર્ષ પ્રારંભ થાય છે.  સામાન્ય રીતે આપણે ત્યાં શુભકાર્ય કરવા માટે શુભ તિથી અને મૂહર્ત જોવામાં આવે છે, પણ આ દિવસ અપવાદિત છે કારણ કે આ આખો દિવસ  શુભ જ ગણાય છે.   ગૂડીપડવા અંગે વિવિધ કથાઓ રહેલી છે.

 

એક પ્રચલિત કથા  એવી છે કે ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રના શાલિવાહન શાસક જેનું નામ ગૌતમીપુત્ર સાતકર્ણો છે, તેમણે શક શાસક બહપનને પરાજય આપીને રાજ્યને વિદેશીઓની ચુંગલમાંથી મુક્ત કરાવ્યું હતું. આ જ વિજયોપલક્ષ્યમાં ગુડી પડવાનો તહેવાર મનાવવામાં આવે છે.  આ રાજા ઉપર પાડોશી રાજાએ  હુમલો કર્યો ત્યારે તે રાજા નિર્બળ બનીને ભાગવા લાગ્યો. પોતાના રાજાને આ રીતે ભાગતો જોઈ તેનાં સૈનિકોનું બળ ભાંગી ગયું.  રાજાનાં સૈનિકોને પરાસ્ત થતાં જોઈ તે એક કુંભારનાં પુત્ર શાલિવાહનને શૂરાતન ચડી ગયું તેણે સૈનિકોને કહ્યું ડરો નહીં મારી પાસે એક ઋષિની મંત્રવિદ્યા છે આ મંત્રવિદ્યાથી હું નિર્જીવ પૂતળામાં જીવ પૂરી શકું છુ ત્યારે સૈનિકોએ શાલિવાહનની મદદ માંગી.  સૈનિકોની વિનંતીથી શાલિવાહને માટીનું સૈન્ય તૈયાર કરી તેમને સજીવન કર્યા.  આ સૈન્યની મદદથી શાલીવાહનનાં ગામના સૈન્યએ શત્રુઓને પરાજિત કર્યા.

શાસ્ત્રો કહે છે કે શાલિવાહને માટીનાં સૈન્યમાં મંત્ર શક્તિ દ્વારા પ્રાણ પૂર્યો તે માત્ર સૂચક છે આ કથાનો સાર એ કાઢી શકાય કે શાલિવાહને સિપાહીઓનો ખોવાયેલ આત્મવિશ્વાસ અને આત્મશક્તિને ફરી જગાવ્યો જેથી કરીને ચેતનહીન, પરાક્રમહીન બની ગયેલા લોકોમાં શત્રુઑ સામે લડવા માટે બળ આવ્યું.  શાસ્ત્રો અનુસાર શાલિવાહન શકનો પ્રારંભ આ જ દિવસથી થાય છે.

 

બીજી કથા અનુસાર આજનાં દિવસે ભગવાન શ્રી રામે દક્ષિણ પ્રદેશને વાનરરાજ વાલીનાં ત્રાસમાંથી મુક્ત કરાવ્યાં. વાલીના ત્રાસમાંથી મુક્ત થયેલ પ્રજાએ ઘર ઘરમાં ઉત્સવ ઉજવ્યો અને ઘરનાં આંગણામાં ગૂડીઑ ઊભી કરી.  ગૂડી એટ્લે કે ધ્વજા અને પડવો એટ્લે કે દિવસ. આ દિવસે લોકોએ ઘરે ઘરે ધ્વજ ચડાવ્યો હોવાથી આ દિવસ ગૂડી પડવા તરીકે ઓળખાયો.

 

ગૂડી પડવાની ગૂડીઑ રૂપી ધ્વજારોપણ:-

 

 

સૂર્યોદય થયા પછી વાંસની લાકડી લઈ એક છેડા ઉપર લાલ, લીલું કે પીળા રંગનું વસ્ત્ર બાંધવું.

 

તાંબાનાં કળશમાં મગ, અક્ષત, સાકર અને મીઠાનો ટુકડો, હળદર ગાંઠિયો, કુમકુમ, કડવો લીમડો વગેરે મૂકી કળશનું મુખ બંધ કરી દેવું.

 

કળશ અને વાંસની લાકડી (જ્યાંથી વસ્ત્ર બાંધ્યું હોય તે ભાગ) બંનેને એકસાથે નાડાછડીથી બાંધી લઇ ગૂડી તૈયાર કરવી.

 

ગૂડીને તુલસીનાં ક્યારામાં આડી (સીધી નહીં) મૂકવી.

 

ઘરનાં મુખ્ય દ્વાર પાસે ચોખાનાં લોટની રંગોળી કરી દરવાજા ઉપર ફૂલ અને આંબાના પાનનું તોરણ બાંધવું.

 

ઘરના એક ખૂણામાં લીંબુ મરચાનો ઝૂડો લગાવવો.

 

આ ઉપરાંત ચણાની દાળ, ચણા આખા, આંબલી, કાચી કેરી, કડવા લીમડાના ફૂલ, આંબાના મોર, ગોળ, ખડી સાકર, મધ, જીરું, હિંગ વગેરેનો પ્રસાદ કરવામાં આવે છે અલબત્ત આ પ્રસાદ પ્રત્યેક પરિવારમાં પ્રમાણે અને સમય પ્રમાણે બદલાય છે.   મરાઠીઓમા આ દિવસે મીઠી પોળીનો પ્રસાદ અને તેલુગુઓમાં પચ્ચડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.

 

ગૂડી પડવાને દિવસે પરંપરાગત રીતે કડવા લીમડાનો રસ અને સાકરનો પ્રસાદ લેવામાં આવે છે.  કડવો અને મીઠો આ બંને સ્વાદ સ્વાસ્થ્ય અને જીવન સાથે સંકળાયેલા છે.  કડવા રસનું તાત્પર્ય એ છે કે જીવનમાં થોડી કડવાશની પળો હોય તો મનુષ્ય તે કડવાશને સાથે રાખીને તેમાંથી કશું નવું શીખવાનો પ્રયત્ન કરે છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ લીમડાનો રસ તનને વધુ પુષ્ટ બનાવવા માટે પેટમાં રહેલ જીવાતોનો નાશ કરે છે અને સાકર એ જીવનમાં મધુરતા ઉમેરે છે અને જેમ જીવનમાં મધુરતા આવે તેમ જીવનને વધુ ને વધુ પોઝિટિવ દૃષ્ટિએ જોવાની આદત પડતી જાય છે, જેથી મનુષ્ય સફળતાના માર્ગે આગળ વધતો જાય છે.  હવે તો ગુજરાતમાં પણ આ રિવાજ પ્રચલિત છે. મંદિરોમાં પણ આ રસ પ્રસાદીરૂપે મળે છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે વરુણદેવને પ્રસન્ન કરવા માટે અને પૃથ્વીના તળ નીરથી છલકતા રહે તે હેતુથી પાણી ભરેલા ઘડાનું દાન કરવુ જોઈએ.

 

આ દિવસે નૈસર્ગિક, ઐતિહાસિક, અને આધ્યાત્મિક કારણસર બ્રહ્મ તત્ત્વમાંથી સત્ત્વગુણ, ચૈતન્ય, જ્ઞાન, સગુણ-નિર્ગુણ લેવામાં આવતું હોવાથી બ્રહ્મધ્વજાયૈ નમઃ તે મંત્ર સાથે બ્રહ્મપૂજન કરવું જરૂરી છે.

 

સંધ્યા સમયે અથવા બીજે દિવસે ઉત્થાપન કરી ગૂડી ઉતારી ગોળ અથવા ગોળના શીરાનો ભોગ ધરાવવો.

 

કળશમાં રહેલી તમામ વસ્તુઓ પાણીમાં વહાવી દેવી અથવા ઘરમાં રહેલા કૂંડાની માટીમાં કે ગાર્ડનની જમીનમાં માટીમાં દાટી દેવું. આ રીતે કરવાનો ભાવ એટલો જ કે જે પોઝિટિવ ભાવનાથી આપણે ઉત્સવ ઉજવ્યો છે તે પોઝિટિવ વેવ્ઝ ઘરમાં કે આપણાં ઘરની આસપાસ જ રહે. પાણીમાં પણ આ વસ્તુઓ વહાવી દેવાય છે, પણ હવે નદીના નીર રહ્યા નથી અને કૂવાઑ પણ દેખાતા નથી. વળી આજે એ સમય છે કે એક સમયે તદ્દન સ્વચ્છ રહેનારી નદીઓના પાણી એટલા ગંદા થઈ ગયા છે કે તેને વધુ ખરાબ કરવાથી માત્ર અને માત્ર ગંદવાડ વધે માટે આપણાં ઘરની પોઝિટિવ એનર્જી આપણાં ઘરમાં જ રહે તે વધુ સારું પડે છે.

 

આ દિવસે સૃષ્ટિના સર્જક કે સૃષ્ટિના સંચાલક એવા ભગવાન વિષ્ણુને વિનંતી કરવી કે આ ગૂડીઑ રૂપી ધર્મધ્વજા દ્વારા અમારામાં રહેલી સાત્ત્વિક, સગુણ, લહેરોને આપ ગ્રહણ કરો અને વિશ્વમાં જે કાંઇ સાત્ત્વિક સગુણ વિચાર રૂપી વર્તનને અમારામાં ઉતારજો જેથી કરીને અમે અમારા જીવનને અને સમાજને સારી ભાવનાથી, સારા કર્મોથી સુપોષિત કરી શકીએ.

 

ગૂડી પડવાનો અને ઉગાદીનો આ પવિત્ર દિવસ એ ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાચીન પરંપરાનો અણમોલ વારસો છે.   જેને ઉત્સાહપૂર્વક ઉજવવો એટ્લે આનંદને આવકાર આપવો.

 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

[email protected]

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
Contact us / Follow us :
 
Face Book at : dadimanipotli
 
twitter : @dadimanipotli
 

 

 વિશેષ …

 

 
maa ambaji
 

 

ચૈત્રી નવરાત્રી … (પ્રારંભ) …

 

 

ચૈત્રી નવરાત્રિમાં જગતજનની મા ભગવતી નું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈ ને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમકે, વ્રત રાખે, મંત્ર-જાપ કરે, અનુષ્ઠાન કરે અથવા પોતાની શ્રદ્ધા-ભક્તિ અનુસાર કર્મ કરતા રહે. આસો અને ચૈત્રી એમ બન્ને નવરાત્રિની લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આસો માસની નવરાત્રિમાં ઘટસ્થાપન કરવામાં આવે છે અને ગરબા પણ રમવામાં આવે છે, જ્યારે ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન કરીને નવ દિવસ સુધી દેવીની ઉપાસના કરવામાં આવે છે.

 

ચૈત્રી નવરાત્રિમાં મોટાભાગનાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટસ્થાપન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસથી નવ વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રિ અનુષ્ઠાન, હવન, ઉપાસના વગેરે માટેનું ઉત્તમ પર્વ છે. દરેક જણ મા શક્તિ પોતાનાં દુઃખ અને કષ્ટ દૂર કરે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવી સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે, તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે સ્વરૂપ હોય, પરંતુ ઉપાસના તો શક્તિની જ થાય છે.

 

‘‘મા’’ શક્તિ સ્વરૂપે ચૈત્ર સુદ અષ્ટમીએ પ્રકટ થઈ. દુર્ગા નામના રાક્ષસનો નાશ કરેલો. આ દિવસ દુર્ગાષ્ટમી કહેવાય છે. ચૈત્ર માસનો અનેરો મહિમા છે. મત્સ્યાવતાર પછી મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ અને પુર્ણ પુરૂષોત્તમ ભગવાન સ્વામીનારાયણનો પ્રાકટય આ માસમાં થયું છે. આજ પાવનકારી માસમાં ભક્ત શ્રી હનુમાનજીનો પાર્દુભાવ થયો છે. શ્રીરામ આજે પણ ભારત વર્ષના હૃદય સિંહાસને બિરાજમાન છે. ઘેર ઘેર ‘રામાયણ’ ગ્રંથની પૂજા થાય છે. ” “ત્રેતામાં રધુકુળ શ્રી રામજીનો પાદુર્ભાવ થયો. ભગવાન મહાવીરની જન્મજયંતી આજ માસમાં આવે છે. પુષ્ટિમાર્ગના સમર્થ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાકટય ઉત્સવ ચૈત્ર વદી- ૧૧ આવે છે. પુષ્ટિમાર્ગના પુષ્ટિ વૈષ્ણવોનો આ મંગલ દિવસ છે. ચૈત્ર સુદી એકમ એટલે ‘મા’ના ગુણલા ગાવાની નવરાત્રિ પ્રારંભ. માતાના અનુષ્ઠાન કરવાનો દિવસ. આરોગ્યને આ દિવસે જતન કરવાનો દિવસ છે. ચૈત્ર સુદ પ્રતિપદાને મહારાષ્ટ્રમાં ગુડી પડવો કહે છે. વર્ષના સાડા ત્રણ મુહુર્તોમાં ગૂડી પડવાની ગણત્રગ થાય છે.

 

ચૈત્રી નવરાત્રિ મંગલ પર્વ ગણવામાં આવે છે. ચૈત્ર સુદી પડવાએ પુર્ણ સૂર્યોદય સમયે બ્રહ્માએ જગતની ઉત્પત્તિ કરી હતી. એટલે નવા વર્ષનો આરંભ મનાવાય છે. ઠાકોરજીને પણ હવેલીઓમાં આ પર્વની વિશેષતામાં કુમળી કુંપણો અને તેમાં મિસરાનો ભૂકો એલચી ધરાવીને પ્રભુને ધરાવાય છે. તેની ભાવનામાં કુમળી કુંપણો શ્રી સ્વામીનીજીના ભાવથી મિસરા શ્રી યમુનાજીના ભાવથી અને એલચી કુંવારિકાના ભાવથી અંગીકાર થાય છે. ચૈત્ર સુદી પડવાથી દશમ સુધી ‘દશહરા’ ગણાય છે. હવેલીઓમાં ‘‘ચૈત્રી માસ’’ સવંત્સર પડવા વરસ પ્રવેશ ભયો હે આજ સારંગ રાગમાં પરમાનંદદાસનું કીર્તન બોલાય છે. ચૈત્રી પૂનમે મહારાસની સમાપ્તિ થાય છે. ચૈત્ર સુદી ત્રીજથી ચૈત્ર સુદી ૬ઠ્ઠ સુધી ‘ગણગૌરી’ તહેવાર ઉજવવામાં આવે છે. જનાનામાં વહુજી – બેટાજીઓ વ્રજભક્તો જેવા વૈષ્ણવો સાથે જોડકણાં બોલે છે. (હવેલીઓમાં) રાજસ્થાનનો ખાસ તહેવાર છે. ચૈત્ર માસમાં કામદા એકાદશી અને વદમાં વરૂથિની એકાદશી આવે છે. શ્રી વલ્લભાચાર્યજીનો ‘મહામહોત્સવ’ દેશ વિદેશમાં ઉજવવામાં આવે છે. ચૈત્ર માસને સંસ્કૃતમાં ‘માધવ માસ’ કહેવામાં આવે છે. મા – એટલે આધિદૈવિક લક્ષ્મી ધવ – લક્ષ્મીનો પતિનો માસ. વિષ્ણુ પુરાણમાં વરૂથિની એકાદશીના મહાત્મ્યનું વર્ણન છે. ચૈત્ર એટલે મેષ સંક્રાંતિનું વર્ષ. ચૈત્ર એટલે – ચૈત્રી નવરાત્રિ અને સંવત્સરોત્સવ!

 

ચૈત્રી નવરાત્રિનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે. ઉત્તર ભારતમાં શક્તિપીઠોમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી માતાની આરાધના શરૂ થાય છે. રામાયણ અને રામચરિત માનસનો પાઠ થાય છે. દસ દિવસ સુધી શાકાહાર, સદ્ આચરણ અને બ્રહ્મચર્ય સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે. નોમના દિવસે રામ જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ દરમિયાન મેળાઓ પણ ભરાય છે. દક્ષિણ ભારતમાં પ્રથમ દિવસે વિશેષ પૂજા થાય છે. આંબાનાં પાન અને નાળિયેરથી સજાવેલો કળશ દરવાજે રાખવામાં આવે છે. નવમીના દિવસે રામમંદિરોમાં ભક્તોનું કીડિયારું ઊભરાય છે અને ત્યાં ભક્તોને વિશેષ પ્રસાદ વહેંચાય છે.

 

દક્ષિણ ભારતમાં ચૈત્રી નવરાત્રિને યુગાદી તરીકે ઓળખવામાં આવે છે. આ નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ દિવસે સંસારનો આરંભ થયો હશે. એવી માન્યતા પણ છે કે ચૈત્ર માસના સુદ પક્ષના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો આરંભ કર્યો હતો.

 

તહેવાર હોય એટલે તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાનગીઓ પણ હોય. તે જ રીતે ચૈત્રી નવરાત્રિની કેટલીક વિશેષ વાનગીઓ છે. ઉત્તર ભારતમાં નવ દિવસ સુધી સંપૂર્ણ શાકાહાર અને ઉપવાસ કરવામાં આવે છે. ત્યારબાદ નવમા અને દસમા દિવસે વિશેષ વાનગીઓ જેમ કે, ખીર-પૂરી, મીઠાઈઓ વગેરે બનાવવામાં આવે છે.

 

આંધ્ર પ્રદેશમાં કાચી કેરીમાંથી બનાવેલી વાનગી ‘પુલિહોરા’ અને ‘બોબ્બત્લૂ’ બનાવવામાં આવે છે. કર્ણાટકમાં પણ આ જ વાનગીઓ બનાવવામાં આવે છે, પરંતુ તેને અહીં ‘પુલીઓગેરે’ અને ‘હોલીગે’ કહેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠી લોકો’પૂરણપોળી’ બનાવે છે, જે ત્યાંની મુખ્ય વાનગી છે.

 

સાભાર :  સંદેશ દૈનિક – ગુ.સમાચાર  તેમજ  અજ્ઞાત – ગુગલ મહારાજ …

 

 
આપ સર્વે તેમજ આપના પરિવારને ‘દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી ‘ગૂડીપડવા’ તેમજ ‘ચૈત્રી નવરાત્રીની’ શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ ….

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 
અમારા દ્વારા બ્લોગ પોસ્ટની જાણકારી માટે મોકલવામાં આવતા મેઈલ જો આપ ન ચાહતા હો તો, વિના સંકોચ અમારા મેઈલ આઈડી પર જાણ કરશો; ત્યારબાદ સત્વરે આપનું મેઈલ આઈડી મેઈલીંગ લીસ્ટમાંથી દૂર કરી આપવામાં આવશે. આપને અમારા કારણે જો કોઈ તકલીફ પડેલ હોય તો, તે બદલ ક્ષમા ચાહિએ છીએ. આભાર.

“પુષ્ટિ પ્રસાદ” – સામાયિક સ્વરૂપે … (ઓક્ટોબર – નવેમ્બર – અને ડિસેમ્બર -૨૦૦૫)…

પુષ્ટિ પ્રસાદ”  – સામાયિક સ્વરૂપે  …

(ઈ -મેગેજીન (સામાયિક)સ્વરૂપે)અંક- ઓક્ટોબર – નવેમ્બર –  અને ડિસેમ્બર -૨૦૦૫…

 

 

‘પુષ્ટિ પ્રસાદ’ એક મેગેજીન (સામાયિક) સ્વરૂપે છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી યુ એસ એ માં પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,  આદરણીય વડીલ ભવદીય વૈષ્ણવ  શ્રી વ્રજનીશભાઈ શાહ (યુએસએ) ની વિનંતી ને ધ્યાનમાં રાખી,  ઉપરોક્ત અંક ઈ મેગેજીન (સામાયિક) સ્વરૂપે, થોડા સમયથી નિયમિત રીતે સમયાંતરે  ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રકાશિત  કરવામાં આવે છે.  ઉપરોક્ત સામાયિક ને પુન: પ્રકાશિત કરવા માટે સહકાર આપવા  બદલ અમો શ્રી વ્રજનીશભાઈ તેમજ પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ (યુએસએ)  નાં આભારી છીએ.

 

 

oct.blog immage

 

2005 oct.chapter

‘પુષ્ટિ પ્રસાદ’  ઓક્ટોબર – નવેમ્બર માસનાં  અંકમાં ઉપરોક્ત દર્શાવેલ કૃતિ તેમજ આવી વિવિધ અનેક સામગ્રી ને માણવા…  નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો :   

Oct/Nov. – DIWALI 2005 High Quality Issue Oct/Nov – DIWALI. 2005 Low Quality Issue

 Download past issues of ‘Pushti Prasad’ magazine here.

 

‘પુષ્ટિ પ્રસાદ નો  ડિસેમ્બર માસનાં અંકમાં નીચે દર્શાવેલ કૃતિ તેમજ આવી વિવિધ અનેક સામગ્રી માણવા …  અંક નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો : 

dec. blog immage

 

2005 dec. chapter

Download past issues of ‘Pushti Prasad’ magazine here.

 

‘પુષ્ટિ પ્રસાદ’ ડિસેમ્બર  માસનો  સમગ્ર અંક માણવા  નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો..

 

Dec. 2005 – High Quality Issue Dec. 2005 – Low Quality Issue

 

To view online issues you will need Adobe Acrobat Reader. If you do not have it please download by clicking here –>    

 

 

 

The High Quality images are large and will take some time to appear. If you still have difficulty reading these files please email to [email protected] 

સાભાર : વ્રજનિશ શાહ  – લોયડસ્, મેરિલેન્ડ.  યુએસએ. 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

“પુષ્ટિ પ્રસાદ”  સામાયિક ના  સળંગ અંક ..  માણી શકો તે હેતુથી  અમોએ  તેની એક અલગ કેટેગરી “પુષ્ટિ પ્રસાદ .. “(સામાયિક સ્વરૂપે) …  અહીં  દર્શાવેલ  છે…  આ કેટેગરી પર ક્લિક કરવાથી ફક્ત ‘પુષ્ટિ પ્રસાદ’ સામાયિક – મેગેજીન નાં અંકો ની લીંક જ આપને  ત્યાં  જોવા મળશે….   આશા રાખીએ છીએ કે આ જરૂરી ફેરફાર આપ સર્વેને પસંદ આવશે.

 

 

પુષ્ટિ સાહિત્ય વિશે … બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ,  સદા અમોને પ્રેરણાદાયી બની રહે  છે, આપના પ્રતિભાવની આશા રાખીએ છીએ ….

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી … [૧૬] …

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી  …(૭૬-૮૦) …

-મહેશ શાહ, વડોદરા

 

 [ભાગ -૧૬]

 

 

yamunaji darshan

 

 

 

શ્રી યમુનાજી સોં નેહ કરી, યહી નેમ તૂ લેહ |

શ્રી વલ્લભ કે દાસ બિનુ, ઔરન સોં તજી સ્નેહ || ૭૬||

 

 
             શ્રી હરિરાયજી વ્રજ મંડળના ગુણગાન કરી રહ્યા છે. તેમાં આગળ શ્રી યમુનાજીનું પુનિત સ્મરણ કરે છે. યમુનાષ્ટકમાં શ્રી આચાર્યજીએ શ્રી યમુનાજીના દિવ્ય સૌન્દર્ય અને માહાત્મ્યનું દર્શન કરાવ્યું છે.  તેમાં જ સ્વયં શ્રી વલ્લભે ભારપૂર્વક કહયું છે કે ભક્તોદ્ધારક અને  કૃપા સાગર યમુના મૈયાની કૃપા થાય તો સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય, જીવના સર્વ દોષનો નાશ થઇ જાય, યમ યાતનામાંથી મુક્તિ મળે, પ્રભુમાં પ્રીતિ ઉપજે, દિવ્ય દેહ (તનુનવત્વ) મળે અને તેના થકી પ્રભુનો સાક્ષાત્કાર થાય તદઉપરાંત   સ્વભાવ ઉપર વિજય પણ પ્રાપ્ત થાય. આ બધું મળે તેથી આપોઆપ જ સ્વયં પ્રભુની પ્રસન્નતા મળે છે. શ્રી હરિરાયજી કહે છે કે આવા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા યમુનાજી સાથે નેહ કરીને તમે તેમની આડીથી એક નિયમ લો. શ્રી યમુનાજીને સાક્ષી રાખીને, તેમને યાદ કરીને આ ‘પણ’ લેવાનું આપશ્રી  કહે છે. આમ કરવાથી આપણા મનની દ્રઢતા વધે છે, આપણી પ્રતિજ્ઞા પવિત્ર બને છે અને પ્રતિજ્ઞા પાલનની દિવ્ય શક્તિ મળે છે.

 
શ્રી હરિરાયચરણ એક સુંદર નિયમ લેવાની આપણને આજ્ઞા કરે છે.  આપ કહે છે કે શ્રી વલ્લભના દાસ સિવાય બીજે બધેથી સ્નેહ અને લાગણીના બંધનો તોડી નાખો. એક માત્ર શ્રી વલ્લભના દાસ સાથે સ્નેહ કરો, તેમનો જ સત્સંગ કરો, તેમને જ પ્રસન્ન કરો. આપણા માર્ગમાં શ્રી હરિ, ગુરૂ, વૈષ્ણવને એક સમાન ગણ્યા છે. ભગવદીય પ્રસન્ન થાય તો પ્રભુ પણ કૃપા કરે છે. તેથી જ પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો કાચબો જેમ તેના અંગો સંકોરી લે છે તેમ જગતના સર્વ સ્થાનોમાંના કે લોકોમાંના સ્નેહને સંકોરી લઇ વૈષ્ણવોમાં કેન્દ્રિત કરવો જોઈએ. ભગવદીયોના સત્સંગથી આપણા મનની મતિ અને ગતિ પ્રભુ પ્રત્યે થાય છે. તેમની કૃપાથી પ્રભુનો સાક્ષાત્કાર થાય  છે.
 

 

મન પંછી તન પાંખ કર, ઉડ જાવો વહ દેશ |

શ્રી ગોકુલ ગામ સુહાવનો, જહાં ગોકુલચંદ્ર નરેશ ||૭૭||

 

 
              મનને પક્ષી અને શરીરને પાંખની ઉપમા આપતાં આપ કહે છે કે મનથી જ નહીં સદેહે વ્રજ દેશમાં પહોંચી જાઓ કારણ કે ત્યાં એક અત્યંત સુંદર શોભાયમાન ગામ શ્રી ગોકુળ આવેલું છે.

 
યમુનાજીના પવિત્ર તટે આવેલું ગોકુળ શ્રી ઠાકોરજીની પ્રિય લીલાસ્થલી છે. પ્રભુએ ત્યાં અનેક લીલાઓ કરી છે. વ્રજ ભક્તોને અનેક દાન આપ્યાં છે. પૂતનાથી શરૂ કરી અનેક અસુરોનો વધ કર્યો છે. ચીર હરણ લીલા પણ અહીં જ થઇ હતી. ગોપીજનોએ કાત્યાયની વ્રત પણ ગોકુલની પાવન ભૂમિ ઉપર કર્યું હતું. પ્રભુએ વિષધર કાલીય નાગને નાથી યમુનાના નીરને નિર્મળ પણ અહીં જ કર્યાં હતા. આ ભૂમિના કણ કણમાં કૃષ્ણ વસે છે, વૃક્ષે વૃક્ષે વેણુધર વિલસે છે.

 
પુષ્ટિ માર્ગિય વૈષ્ણવો માટે તો ગોકુલનું અદકેરૂં મહત્વ છે. આ પવિત્ર ભૂમિ ઉપર જ યમુનાજીના કિનારે પ્રભુએ સાક્ષાત પ્રકટ થઇ દૈવી જીવોના ઉદ્ધારની શ્રી મહાપ્રભુજીની ચિંતા દુર કરી હતી. અહીં જ પ્રભુએ શ્રાવણ માસની અગ્યારસે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કરીને વચન આપ્યું હતું કે આપના થકી આ મંત્ર દ્વારા સમર્પણ કરનાર જીવના બધા દોષ નિવૃત્ત થશે અને તેને હું ક્યારે ય છોડીશ નહીં. અહીં જ શ્રી દામોરદાસ હરસાની પ્રથમ વૈષ્ણવ બન્યા હતા. આમ ગોકુલ પુષ્ટિ માર્ગનું જન્મ સ્થાન છે. સમ્પ્રદાયનું પરમ પવિત્ર સર્વોચ્ચ તીર્થસ્થાન છે.

 
ગોકુલ તો સુંદર છે જ પણ ત્યાં જવાનું  તેથી પણ અગત્યનું કારણ શ્રી હરિરાયજી આપે છે. તેઓ કહે છે કે ત્યાં નંદનંદન શ્રી ગોકુલેશ રાજ કરે છે, અહર્નિશ નિત્ય લીલા કરે છે. ત્યાં જવાથી પ્રભુના સાનિધ્યનો લાભ મળી શકશે. પ્રભુના ચરણ કમળોથી ઉડતી ધૂલી તમારા તન મનને પાવન કરશે. પ્રભુ કૃપા કરે તો લીલાનો સ્વાનુભવ થશે. તેથી વિશેષ જોઈએ પણ શું?

મનિન ખચિત દોઉ કૂલ હૈ, સીઢી સુભગ નગ હીર |

શ્રીયમુનાજી હરિ ભામતી, ધરે સુભગ વપુ નીર ||૭૮||

 

 
વ્રજભુમિની શોભાનું વર્ણન સકલ સિદ્ધિના દાતા એવા જગત જનની શ્રી યમુનાજીની વાત વગર અધુરું જ ગણાય. શ્રી યમુનાજીની અલૌકિક અને અવર્ણનીય શોભાની વાત કરતાં શ્રી હરિરાયજી કહે છે કે બન્ને કિનારા સુંદર મણિઓથી જડેલા છે. શ્રી નંદદાસજીએ  તેમના પદમાં ગાયું છે તેમ શ્રીયમુનાજી ભક્તો ઉપર કૃપા  કરવા માટે પોતાનું નિજ ધામ છોડીને ભૂતલ ઉપર પધાર્યા છે. આપના પ્રિય ભક્તોને ગોલોક જેવા દિવ્ય સ્વરૂપનું દર્શન  અહીં પણ થાય છે. હરિરાયજીને યમુનાજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઇ છે એટલે જ મણિ જડિત કિનારાના દર્શન થાય છે અને તેથી આપ વર્ણન કરે છે કે શ્રીયમુનાજીના કિનારા મણિઓથી  જડિત છે વળી આપના ઘાટના  પગથિયાં સુભગ એટલે કે સોહામણા હીરાઓથી શોભે છે. આપણા ચર્મ ચક્ષુઓના નસીબમાં એ દિવ્ય દર્શનનો આલ્હાદ નથી.  આપણે તો આ શબ્દોના સહારે જ એ અવર્ણનીય શોભાની કલ્પના કરવાની. ભાવના કરીએ કે આપણને પણ ક્યારેક તેવા દિવ્ય દર્શન થશે.

 
શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં યમુનાજીના તરંગોને આપની ભુજાઓની ઉપમા આપી છે એટલું જ નહીં વાલુકા (રેતી)ના કણોને મોતી સમાન ગણાવ્યા છે. ટૂંકમાં યમુનાજી અલૌકિક હીરા, મોતી અને મણિઓથી સુશોભિત છે. શા માટે ન હોય? આપ તો  હરિના  મનભાવન ચતુર્થ પ્રિયા છે. પ્રભુને અત્યંત વહાલાં છે. સુર-અસુર આપને પૂજે છે, શિવ અને બ્રહ્મા  સહીત સૌ દેવો આપની સ્તુતિ કરે છે. આવા શ્રી યમુનાજીનું જલ સ્વરૂપ આપનું આધિભૌક્તિક સ્વરૂપ છે જે  પણ અત્યત શોભામણું છે. તેના પય પાનથી પણ અઘ એટલે કે પાપ દુર થાય છે અને યમ યાતનાથી મુક્તિ મળે છે. ફળની આશાએ સેવતા ભક્તોને આ સ્વરૂપ પ્રિય લાગે છે.  પુષ્ટિ ભક્તોને તો મુકુન્દ પ્રભુમાં પ્રીતિ વધારનારૂં આધિદૈવિક સ્વરૂપ જ વધુ પ્યારૂં લાગે છે.

 

 

ઉભય કૂલ નિજ ખંભ હી, તરંગ જુ સીઢી માન |

શ્રી યમુના જગત વૈકુંઠ કી, પ્રકટ નીસેની જાન ||૭૯||

 

 
                મણિથી  મઢેલા  કાંઠાઓ અને હીરા જડિત ઘાટની ઉપમા આપી પછી શ્રી હરિરાયજી શ્રી યમુનાજીને ભૂતલ ઉપર વૈકુંઠની પ્રત્યક્ષ નિસરણી સમાન ગણાવતા કહે છે કે આપના બે કાંઠા આ દિવ્ય નિસરણીના બે સ્તંભ છે અને આપના પ્રવાહમાં ઉઠતા તરંગો તે સીડીના પગથીયાં છે. જેના સહારે વૈકુંઠની પ્રાપ્તિ થઇ શકે છે. આ જ વાત શ્રી છીતસ્વામી એમના એક પદમાં ગાય છે, “દોઉં કૂલ ખંભ, તરંગ સીઢી; શ્રી યમુના જગત બૈકુંઠ  નિશ્રેની”

 
શ્રી યમુનાજીનું આ વૈકુંઠની નિસરણીનું સ્વરૂપ જગતના લોકોને વિશેષ લોભાવે છે. શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ મુક્તિ દાયક છે. યમરાજાના  બહેન શ્રી યમુનાજીના ભક્તોને યમ યાતના સહન કરવાની રહેતી નથી. આપ મુક્તિ દાતા મુકુન્દ પ્રભુની પ્રીતિ પ્રાપ્ત કરાવે છે. મર્યાદા ભક્તોને શ્રી યમુનાજીની કૃપાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. મર્યાદા ભક્ત હંમેશા પાપ-પુણ્યના વિચારમાં રહે છે. તેની ચિંતા પોતાની ‘ગતિ’ વિષે હોય છે. તે સદા પ્રયત્નશીલ હોય છે કે પાપ કપાય અને પુણ્ય વધે. તેને માટે અનેક ઉપાયો પણ કરતો હોય છે તેથી   શ્રી યમુના સ્નાન અને પાનથી અઘ દુર ભાગે છે તે વાત તેને મનભાવન બની રહે છે. તેને તો સ્વર્ગમાં જઈ પુણ્યના વળતર રૂપે  વિવિધ સુખો ભોગવવા છે અથવા  મુક્તિ પ્રાપ્ત કરી પ્રભુ જેવું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે કે પછી પ્રભુના શ્રી અંગમાં સમાઈ જવું છે.

 
સાયુજ્ય હોય કે સ્વારૂપ્ય પુષ્ટિ ભક્તોને મુક્તિની લગાર પણ પરવા નથી. તેઓ તો ‘વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું’ના મતવાલા છે. આપણી મહેચ્છા તો તનુનવત્વ પ્રાપ્ત કરી પ્રભુની સેવા કરવાની રહે છે. લીલામાં સ્થાન પ્રાપ્ત થાય, ત્યાં પ્રભુની સુખાકારી માટે, પ્રભુની પ્રસન્નતા માટે  યત્કીન્ચિત પણ મનભરીને સેવા કરી શકીએ તેથી ન્યૂન કોઈ મનોરથ મનભાવન નથી.

 

 

રતન ખચિત કંચન મહા, શ્રી વૃન્દાવનકી ભૂમિ |

કલ્પવૃક્ષ સે દ્રુમ રહે, ફળ ફૂલન કરિ ઝૂમી ||૮૦|| 

 

 
વ્રજ ભૂમિના એક એક અંગની શોભા વખાણતા હવે શ્રી હરિરાયજી વૃન્દાવનના મહિમાનું ગાન કરે છે. ગોકુળમાં એક પછી એક ઉપદ્રવ થતા ગયા તેથી પ્રભુની પ્રેરણાથી જ ગોકુળવાસીઓએ વૃન્દાવન સ્થળાંતર કર્યું હતું. પોતાના લાડલા કાનુડાને આપત્તિઓથી બચાવવા વ્રજવાસીઓએ ગોકુળ ત્યાગી આખેઆખું નવું ગામ વૃંદાવન વસાવ્યું. પ્રભુ માટે ગમે તે કરવાની, ગમે તે હદ સુધી જવાની આ પુષ્ટિ પરંપરા છે. આ કાર્ય માત્ર પ્રભુની ઈચ્છાથી જ બન્યું હોય તે આપણે સમજી શકીએ છીએ. આમ આ પ્રભુની ઈચ્છાથી વસેલું સ્થાન છે એટલે આપને પ્રિય પણ હોવાનું જ. વળી અહીં પ્રભુને પ્રિય એવા તુલસીનું વન છે.

 
આ વૃંદાવનની ભૂમિ સુવર્ણમય છે, સોને મઢેલી છે.  તેમાં વિવિધ રત્નો જડેલા છે. આ અમુલ્ય દૈવી આભાવાળા દિવ્ય રત્નો પવિત્ર વૃંદાવનની કંચનવર્ણી ધરતીની શોભા અનેક ગણી વધારી રહ્યા છે. સમગ્ર દ્રશ્ય ઇન્દ્રાપુરી જેવું દેખાય છે. પ્રભુની લીલાઓની સાનુકુળતા માટે પૃથ્વી ઉપર ઉતરી આવેલ પવિત્ર ગોલોક સમાન સમગ્ર વ્રજભૂમિ ભવ્ય, પવિત્ર અને પાવક છે તેમાં પણ  વૃંદાવનનું સ્થાન વિશિષ્ટ છે કારણ કે તેની શોભા અનુપમ, અનેરી અને અનુઠી છે. તે પ્રભુની પ્રિય રમણસ્થલી છે.

 
આ હિરણ્યમય ભૂમિ ઉપરના વૃક્ષો પણ સામાન્ય ન જ હોય. અહીંનું દરેક વૃક્ષ કલ્પવૃક્ષથી પણ અધિક છે.  આપણે જાણીએ છીએ કે દૈવી કલ્પવૃક્ષ મનોવાંચ્છીત પદાર્થો ઉપલબ્ધ કરાવે છે. તે તો ભૌતિક મનોરથો પૂર્ણ કરે છે જ્યારે આ વૃક્ષોના પાંદડે પાંદડે વેણુધારી શ્રી કૃષ્ણ બિરાજતા હોઈ અલૌકિક મનોકામનાઓ પણ પૂર્ણ કરી શકવાને સમર્થ છે. વ્રજના વૃક્ષો તો તપ કરતા મુનિવરો છે કલ્પવૃક્ષની તેની પાસે શી વિસાત?

 
આ વૃક્ષોને પ્રભુની લીલાના દર્શન થતા રહે છે, તે સૌભાગ્યના આનંદથી તરબત્તર થઇ  સુંદર ફૂલ અને ફળોથી ઝૂમી રહ્યા છે.

 
આ કલ્પવૃક્ષોના માધ્યમે ઠાકોરજી આપણા દિવ્ય મનોરથો સિદ્ધ કરે તેવી  આશા સાથે  જ આપણે આ સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.

  


 
(ક્રમશ:) 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પપ્પા …

પપ્પા  …

 

 

swing

 

પપ્પા હીંચકા ખાય છે.
સાવ એકલા સાવ એકાંતે
પપ્પા હીંચકા ખાય છે. 

 

સ્મિત વેરતી છબી  મમ્મીની
સામેની જ દીવાલે જીવતી.
તેની સામે સ્મિત કરીને
બે ઠેલા વધારે મારે છે,
ઠેલે  ઠેલે જિંદગીને
ઠેલા મારતા જાય છે.
પપ્પા હીંચકા ખાય છે. 

 

ચાની ચુસકી લેતા લેતા
સંગાથે સ્મરણો દઝાડતા
જીભ દઝાડી બેસે છે. 

 

એકલતાને પચાવતા
શું શું પચાવી જાય છે !
ખાટાં ખારા મીઠાં માઠા
સ્મરણો હિચોળતા જાય છે.
પપ્પા હીંચકા ખાય છે. 

 

માત્ર વ્યાસન એક, કામ.
થતું નથી પણ કરવું છે.
જાત ડૂબાડી કામમાં
અમને તારતા જાય છે. 

 

રામો રસોયો પાડોશીના
ખાડા અખાડાની સંગાથે
સમાધાનના સથવારે
જીવન વિતાવતા જાય છે. 

 

એની સાંજ મારી સવાર
વાતોનો ના મળે અવકાશ
એન.આર.આઈ.દિકરીના
વ્યસ્ત જિવનને પોતાના
ત્રાજવે તોળતા  જાય છે.

 

રોજ કરું હું ફોન છતાં
આ અલીકોચમેનને કેમ
સમજાવું,હું મરિયમ નથી !

 

જોબ નવી ને દેશ પરાયો
પણ …….

આવું છું પપ્પા
જૂનમાં આવું જ છું.
રાહ જોજો  હો…આવું જ છું.

 

 

 

( શ્રી ધૂમકેતુની પ્રસિદ્ધ નવલિકા ” પોસ્ટ ઓફીસ ” ના પિતા પુત્રી અલીકોચમેન અને મરિયમ
ગુજરાતી સાહિત્યના અવિસ્મરણીય પાત્રો છે .)

 

– દર્શના ભટ્ટ.

 

 
 લેખિકાનો પરિચય :  (તેમના જ શબ્દોમાં જાણીએ)

દર્શના ભટ્ટ … 
darshna bhatt

વતન ભાવનગર. અર્થશાસ્ત્ર સાથે એમ.એ તથા ઈંગ્લીશ,ગુજરાતી સાથે બી.એડ કર્યું.

ભાવનગરની અંગ્રેજી માધ્યમની ” ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કુલ ” માં એકત્રીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગુજરાતી શીખવતા હું જ તેમની પાસેથી ઘણું શીખી.   નિવૃત્તિ પછી પ્રવૃત્ત રહેવા માટે પડોશી સંસ્થા સ્વામી નારાયણ ગુરુકુળમાં ઉચ્ચતર માધ્યમિકમાં સંચાલન કાર્ય સંભાળ્યું.

 

બંને પુત્રો નોર્થ અમેરિકામાં સ્થાયી થતાં,અગિયાર વર્ષની આવન જાવનથી ત્રાસ પામી,છેવટે એન.આર.આઈ બનવું પડ્યું. મને ઓળખાતા મારા વિદ્યાર્થી મિત્રો અને અન્ય મિત્રો મને જયારે પૂછે કે ત્યાં શું પ્રવૃત્તિ કરો છો ત્યારે “ઘરમાં શાંતિ થી રહેતા શીખું છું ” એવા મારા જવાબને સાચો માનતા નથી. 

લેખન,વાચન,ગીત,સંગીત,આકાશ દર્શન,ઈતિહાસ અને રાજકારણ મારા રસના વિષયો છે. 

અત્યારે ફીલાડેલ્ફીયામાં પુત્ર, પુત્રવધુ અને તેમની બે પુત્રીઓ સાથે આનંદથી સમય વિતાવું છું.

 

બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

એકસૂત્રમાં બાંધતું ૫ર્વ હોળી …

એકસૂત્રમાં બાંધતું ૫ર્વ હોળી …

 

 

પ્રત્યેક દેશના પોતાના સામાજીક..ધાર્મિક અને રાષ્ટ્રિય ૫ર્વ હોય છે.  કોઇ૫ણ દેશના ૫ર્વ તે દેશની સંસ્કૃતિ.. એકતા.. ભાઇચારો.. ૫રં૫રા અને આપસી ભેદભાવ દૂર કરી એકસૂત્રમાં ૫રોવવાનું પ્રતિક હોય છે. સામાજીક અથવા ધાર્મિક તહેવારોનું પોતાનું અલગ મહત્વ તથા સ્થાન હોય છે.  આ તહેવાર માનવીની ધાર્મિક વિચારધારાઓને પૃષ્ટો કરે છે..  સાથે સાથે સમાજના તમામ વર્ગોમાં પારસ્પરીક પ્રેમ.. એકતા.. વગેરે સ્થાપિત કરે છે.

 

 

holi.4
 

પ્રત્યેક પર્વનો સબંધ ભૂતકાળની કોઇ મહત્વપૂર્ણ ઘટના અથવા ઘટનાઓ સાથે જોડાયેલ હોય છે.  આ તહેવાર ભૂતકાળની ઘટનાઓ પ્રત્યે નવચેતના જગાવીને ઉલ્લાસ.. ઉમંગ ભરીને ગૌરવશાળી ભૂતકાળને પુનઃજીવિત કરે છે અને અમોને અમારી મહાન ગૌરવશાળી સંસ્કૃતિથી જોડી રાખે છે.

 

હોળીએ યૌવન.. મસ્તી.. ઉમંગ અને અંદરોઅંદરના ભેદભાવ(દુશ્મની) ભુલીને એકસૂત્રમાં બાંધવાનું ૫ર્વ છે.  પ્રાચીનકાળથી હોળીને એક લોક૫ર્વના રૂ૫માં મનાવવામાં આવે છે.  હોળીનું ૫ર્વ ભારતીથ સંસ્કૃતિ અને પ્રકૃતિ બંન્ને સાથે જોડાયેલું છે.

 
હોળીના ૫ર્વ સબંધિત પૌરાણિક કથા ૫ણ ખુબ જ પ્રસિદ્ધ છે.  રાજા હિરણ્યકશ્યપ અને તેમની ૫ત્ની કયાધૂથી ભગવદ રત્ન પ્રહલાદનો જન્મ થયો હતો.  હિરણ્યકશ્ય૫ને ચાર પૂત્ર હતા તેમાં પ્રહ્લાદ સૌથી હતા એટલે તેમના પ્રત્યે પિતાને વિશેષ સ્નેહ હતો.પિતા કટ્ટર નાસ્તિક તો પૂત્ર પ્રહલાદ કટ્ટર આસ્તિક.. ઇશ્વર ભક્ત હતા.હિરણ્યકશ્યપ રાક્ષસ હતો તેને તમામ જગ્યાએ હિરણ્ય એટલે સોનું જ દેખાતું હતું.   તેને ત્રણ જ વસ્તુ દેખાતી હતીઃ પૈસો..સ્ત્રી અને દારુ.  તે જીવનમાં ભોગને જ સર્વસ્વ સમજતો હતો.  તેનામાં ખાવો.. પીવો  અને મોજ કરો એવી મનોવૃત્તિ હતી.  તે પોતાને જ ઈશ્વર સમજતો હતો અને પોતાના રાજ્યમાં તમામ લોકો તેની જ ઈશ્વર સમજીને પૂજા કરે તેવો તેનો આદેશ હતો.  કાદવમાં કમળ ખીલે તેમ આ રાક્ષસને ત્યાં રાત દિવસ પ્રભુનું નામ સ્મરણ કરે તેવો પૂત્ર જન્મ્યો હતો.  વિચારોમાં જમીન આસમાનના ફરકના કારણે પિતા પૂત્ર વચ્ચે એકતા સ્થાપિત થઇ શકી નહીં.

 

હિરણ્યકશ્યપ જેવા રાક્ષસના ઘેર પ્રહલાદ જેવા ૫રમ ભક્તનો જન્મ કેમ થયો ?

 
એકવાર બ્રહ્માજીના માનસ પૂત્ર સનકાદિક કે જેમની અવસ્થા સદાય પાંચ વર્ષના બાળક જેવી જ રહે છે તેઓ વૈકુઠ લોકમાં ગયા.  તેઓ ભગવાન વિષ્ણું પાસે જવા ઇચ્છતા હતા, પરંતુ જય અને વિજ્ય નામના દ્રારપાળોએ તેમને બાળક સમજીને અંદર જવા દીધા નહિ, તેથી મહાત્માઓને ગુસ્સો આવી જાય છે કે અમારા માટે ભગવાનના દ્રાર ક્યારેય બંધ ના હોય.  ક્રોધના આવેશમાં સનકાદિક ઋષિઓએ શ્રાપ આપ્યો્ કેઃ તમારા લોકોની બુધ્ધિ તમોગુણથી અભિભૂત છે એટલે તમે બંને અસુર બની જશો.  દ્રારપાળો દુઃખી થઇ ગયા.  ભગવાનને ખબર પડી એટલે બહાર આવ્યા.  મહાત્માઓને સમજાવ્યું કેઃ દ્રારપાળોએ તમોને અટકાવ્યા એ તેમની ભૂલ હતી પરંતુ તમોએ એમને શ્રા૫ આપ્યોય એ બરાબર નથી કર્યું કેમ કે તેઓ તેમની ફરજ બજાવતા હતા !   ગમે તેમ ૫ણ તે ચોકીદાર છે, કંઇક ફેરફાર કરો.

 
સંતોએ કહ્યું કેઃ તેમને અસુર તો થવું જ ૫ડશે, પરંતુ અમે એક ફેરફાર કરીએ છીએ કે તે અસુર બન્યા ૫છી  તમારી સાથે ભક્તિભાવ રાખશે તો તેમને સાત જન્મો પછી મુક્તિ મળશે અને તમારી સાથે વેર બાંધશે તો ત્રણ જન્મો પછી પુનઃ તેમને આ સ્થામનની પ્રાપ્તિે થશે.  આટલું કહીને મહાત્માઓ જતા રહ્યા.  આ દ્રારપાળોએ નિર્ણય કર્યો કેઃ ભગવાનનું ભજન કરીએ તો સાત જન્મો પછી મુક્તિ મળશે, તેના કરતાં ત્રણ જન્મો ૫છી મુક્તિ મળે તેવું કરીએ.

 
ઋષિના શ્રા૫વશ તે બંને દ્રારપાળો દિતિના ગર્ભથી હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષના રૂ૫માં ઉત્‍૫ન્નર થયા. હિરણાક્ષને ભગવાન વિષ્ણુણએ વરાહ અવતાર ધારણ કરીને માર્યો.  ભાઇના વધથી સંતપ્ત્ હિરણ્યકશ્યપુએ દૈત્યો્ અને દાનવોને દેવો ઉ૫ર અત્યાચાર કરવા માટે આજ્ઞા આપી પોતે મહેન્દ્રાચલ પર્વત ઉ૫ર તપ કરવા માટે ચાલ્યો ગયો.  તેના હૃદયમાં વેરની આગ ધધક રહી હતી, એટલે તે ભગવાન વિષ્ણુર સામે બદલો લેવા માટે ઘોર ત૫સ્યા માં જોડાઇ ગયો. આ બાજુ હિરણ્યકશ્યપુને ત૫સ્યાામાં લીન જોઇને ઇન્દ્રે દૈત્યો ૫ર ચઢાઇ કરી દીધી.  દૈત્યગણ અનાથ હોવાના કારણે ભાગીને રસાતલમાં ચાલ્યા ગયા.  ઇન્દ્રીએ રાજમહેલમાં પ્રવેશ કરીને રાજરાણી કયાધૂને બંદી બનાવી દીધાં, તે સમયે તે ગર્ભવતી હતાં.  ઇન્દ્ર જ્યારે તેમને અમરાવતી તરફ લઇ જઇ રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત દેવર્ષિ નારદજી સાથે થાય છે.  નારદજીએ ઇન્દ્રને કહ્યું કેઃ ઇન્દ્ર !   આ કયાધૂને ક્યાં લઇ જાય છે ?   ઇન્દ્રએ કહ્યું કેઃ દેવર્ષિ !   તેના ગર્ભમાં હિરણ્યકશ્યપુનો અંશ છે તેથી તેને મારીને ૫છી કયાધૂને છોડી દઇશ.   આ સાંભળીને નારદજીએ કહ્યું કેઃ  દેવરાજ !   કયાધૂના ગર્ભમાં મહાન ભગવદ્ ભક્ત છે જેને મારવો તારી શક્તિની બહાર છે, એટલે તૂં તેમને છોડી દે.   નારદજીની વાત માનીને ઇન્દ્રએ કયાધૂને નારદજી પાસે જ છોડીને અમરાવતી ચાલ્યા ગયા.  નારદજી કયાધૂને પોતાના આશ્રમમાં લઇ ગયા અને કયાધૂને કહ્યું કેઃ બેટી !   જ્યાંસુધી તમારા પતિ ત૫સ્યાજ કરીને ૫રત ના આવે ત્યાંયસુધી આ૫ સુખપૂર્વક મારા આશ્રમમાં રહો.  અવારનવાર નારદજી ગર્ભસ્થક બાળકને લક્ષ્ય્ બનાવીને કયાધૂને તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫તા હતા.  આ જ બાળક જન્મ બાદ પરમ ભાગવત્ પ્રહલાદ થયા.   ત્યાંના સંસ્કારોની અસર પ્રહલાદ ઉ૫ર પડી હતી.  નારદજીના મુખેથી દૈવી વિચારો સાંભળી પ્રહલાદ જડવાદી રાક્ષસનો પૂત્ર હોવા છતાં ૫ણ ગર્ભવાસમાં દૈવી વિચારો સાંભળ્યા હોવાથી તે દૈવી વિચારનો મહાન.. તેજસ્વી પ્રભુ ભક્ત થયો.

 
હિરણ્યકશ્યપુએ પોતાના ગુરૂપૂત્ર ષણુ અને અમર્કને બોલાવ્યા અને પ્રહલાદને શિક્ષણ આ૫વા માટે તેમને હવાલે કરી દીધા.  પ્રહલાદ ગુરૂગૃહમાં શિક્ષણ મેળવવા લાગ્યા.  કુશાગ્ર બુધ્ધિ હોવાના કારણે તે ગુરૂ પ્રદત્ત શિક્ષણ તુરંત જ ગ્રહણ કરી લેતા હતા.  સાથે સાથે તેમની ગુરૂ ભક્તિ ૫ણ વધવા લાગી.  પ્રહલાદ અસુર બાળકોને ૫ણ ભગવદ્ ભક્તિનું શિક્ષણ આ૫તા હતા.  આ બધી વાતોની જાણ જ્યારે હિરણ્યકશ્યપને થઇ તો એકદિવસ હિરણ્યકશ્યપુએ ઘણા જ પ્રેમથી પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને કહ્યું કેઃ બેટા ! અત્યાર સુધીમાં ભણેલી સારામાં સારી વાત સંભળાવ.

 
હિરણ્યકશ્ય૫એ પ્રહલાદને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ પ્રભુનામમાં મસ્ત પ્રહ્લાદના વિચારો બદલવામાં તે નિષ્ફીળ રહ્યા.  ત્યાયરબાદ તેણે પ્રહલાદને મારી નાખવા આજ્ઞા આપી.  અસુરોએ પ્રહલાદને મારી નાખવા માટે વિભિન્ન અસ્ત્રો નો પ્રયોગ કર્યો, પરંતુ તે તમામ નિષ્ફ ળ ગયા, ત્યારરબાદ પ્રહલાદને હાથીઓની નીચે કચડી નાખવા પ્રયાસ કર્યો, વિષધર સર્પો કરડાવ્યા, પુરોહિતોથી કૃત્યા રાક્ષસી ઉત્પઓન્નચ કરાવડાવી ૫હાડોની ટોચ ઉ૫રથી નીચે નખાવ્યા, શમ્બાસૂર પાસે અનેક માયાના પ્રયોગો કરાવડાવ્યા, અંધારી કોટડીમાં પુરી દીધા, ઝેર પિવડાવ્યું, ભોજન બંધ કરાવી દીધું, બર્ફિલી જગ્યાએ, દહકતી આગ અને સમુદ્રમાં ફેકાવ્યા, આંધીમાં છોડી મુક્યા તથા ૫ર્વત નીચે દબાવી દેવામાં આવ્યા, પરંતુ તમામ ઉપાયો કરવા છતાંપ્રહલાદનો વાળ વાંકો ના થયો.  પ્રત્યેક વખતે તે બચી ગયા, ત્યારે હિરણ્યકશ્યપેપ્રહલાદને અગ્નિમાં જીવતો બાળી મુકવાની નવી યોજના બનાવી.

 
હિરણ્યકશ્ય૫ની હોલીકા નામની એક બહેન હતી.  હોલીકાને અગ્નિદેવનું વરદાન હતું કેઃ જો તે સદવૃત્તિના મનુષ્યોોને કનડશે નહીં તો અગ્નિ તેને બાળશે નહીં.  આ માટે અગ્નિદેવે વરદાનના રૂ૫માં દિવ્ય ચુંદડી આપી હતી કે જે ઓઢવાથી અગ્નિથી રક્ષણ થાય.

 
હિરણ્યકશ્યપે પ્રહલાદને જીવતો બાળી મારી નાખવા લાકડાનો ઢગલો કરી તેમાં હોલીકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાનો આદેશ કર્યો.  પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે ૫વનદેવની કૃપાથી પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ ગઇ. ઇશ્વરની લીલાથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદનો વાળ ૫ણ વાંકો ના થયો.  આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

 
કોઇને જન્મ આપી કોઇ વ્યક્તિને મોટો કરવાની હિંમત મા-બા૫માં હોતી નથી.  પ્રભુની શક્તિ વિના કોઇનામાં જન્મ આપવાની શક્તિ હોતી નથી અને જન્મેલાને બચાવવાની શક્તિ ૫ણ હોતી નથી.  પ્રભુ શક્તિ જ આપત્તિમાંથી બચાવે છે.

 
આ કથા અનુસાર આજે ૫ણ હોલિકાદહન મનાવવામાં આવે છે.  હવે આ૫ણને શંકા થાય કેઃ જે હોલિકાએ પ્રહલાદ જેવા હરિભક્તને મારી નાખવાનો પ્રયાસ કર્યો.. તે હોલિકાનું હજારો વર્ષોથી લોકો પૂજન શા માટે કરે છે ?   હોલિકાપૂજનની પાછળનું કારણ જુદું છે.  જે દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા જ લોકોએ ઘેર ઘેર અગ્નિ પ્રગટાવીને પ્રહલાદના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી.  અગ્નિદેવે લોકોની અંતઃકરણની પ્રાર્થના સ્વીકારી અને પ્રહલાદ બચી ગયો. કાળક્રમે પ્રહલાદને બચાવવા માટેની પ્રાર્થનારૂપે ઘરઘરની અગ્નિપૂજાએ સામુહિક અગ્નિપૂજાનું રૂ૫ લીધું છે.

 
આમ…હોળીની પૂજા એટલે અગ્નિદેવનું પૂજન.. ખરાબ વૃત્તિના નાશ માટે તથા સારી વૃત્તિના રક્ષણ માટે લોકોના હ્રદયમાં રહેલી શુભ ભાવનાનું પ્રતિક છે.  પ્રહલાદના અગ્નિમાંથી બચી જવાથી તથા કપટી હોલિકા બળી જવાથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો.. એકબીજા ઉ૫ર રંગ અને ગુલાલ ઉડાડ્યો. આ જોઇ બીજા દિવસે આસુરીવૃત્તિના લોકોએ ધૂળ.. કાદવ.. ઉડાડ્યો તેથી હોળીના બીજા દિવસને ધૂળેટી કહેવાઇ.હોળીમાં ફક્ત કચરો કે કામ વિનાની ચીજોનો જ હોમ નથી કરવાનો પરંતુ આ૫ણા જીવનમાં આ૫ણને હેરાન કરતા ખરાબ વિચારો.. મનના મેલનું ૫ણ હવન કરવાનું છે.

 
આ જ દિવસે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જીએ પૂતના નામની રાક્ષસીનો વધ કર્યો હતો.. ખેડૂતો આ ૫ર્વને ખેતી સાથે જોડે છે.  હોળીનો અર્થ છેઃ હોલા (હોરા) એટલે કેઃ કાચું અનાજ. પ્રાચીનકાળમાં એક સામુહીક યજ્ઞ કરવામાં આવતો.  આ યજ્ઞમાં પ્રસાદના રૂ૫માં હોલે (કાચું અનાજ) વહેંચવામાં આવતું નથી.  આ યજ્ઞનું આધુનિકરૂ૫ હોળી ૫ર્વ મનાવવામાં આવે છે.  વિદેશોમાં ૫ણ હોળીનું ૫ર્વ ઉજવવામાં આવે છે. બર્મામાં હોળીના પર્વને ટિગુલા નામથી મનાવવામાં આવે છે.  થાઇલેન્ડ આ પર્વ ર્સાગ્કાના કહેવામાં આવે છે.  આ ૫ર્વે સુગંધિત જળનો ઉ૫યોગ કરવામાં આવે છે તથા એકબીજા ઉ૫ર અત્તરનો છંટકાવ કરવામાં આવે છે.  ચીનમાં આ ૫ર્વને રવેગે નામથી ઉજવાય છે.  તિબેટમાં આ ૫ર્વના દિવસે અગ્નિ પ્રગટાવીને તેની ૫રીક્રમા કરવામાં આવે છે.  ફ્રાન્સમાં આ તહેવારને ડિંબો-ડિંબો નામથી ઉજવવામાં આવે છે.  પ્રાચિન યૂનાનમાં હોળીના ૫ર્વને મળતો મેયો નામનો તહેવાર ઉજવવામાં આવે છે.  આ ૫ર્વના દિવસે ડાયનાસિંયલ નામના દેવતાની પૂજા થાય છે તથા અગ્નિ પ્રગટાવી તેની આસપાસ નાચે છે.

 
હોળીના દિવસે ઘેર ઘેર ફરી લાકડાં ભેગાં કરી અગ્નિ પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવે છે તથા ઢોલ.. નગારા તથા નાચ ગાન કરવામાં આવે છે.  હોળીના બીજા દિવસને ધૂળેટીના નામથી ઉજવવામાં આવે છે.  સવારથી જ બાળકો..  યુવાનો.. વૃદ્ધો.. યુવક.. યુવતીઓ ટોળકીઓ બનાવી એકબીજાના ઘેર જઇ અબિલ-ગુલાલ.. રંગ રંગીન પાણીથી રંગે છે.

 
હોળીના ૫ર્વમાં ઉંમર.. અમીરી.. ગરીબીને કોઇ સ્થાન નથી.  તમામ વર્ગોના તથા તમામ ઉંમરના નર-નારી એકબીજા ઉ૫ર રંગ છાંટે છે અને ભેદભાવ મિટાવવાનો સંકલ્પ કરે છે.  ગામડાઓમાં પુરૂષો મહીલાઓ ઉ૫ર રંગ છાંટે છે ત્યારે મહિલાઓ હાથમાં લાકડી લઇ પુરૂષોની પિટાઇ કરે છે.  કેટલાક લોકો આ પાવન અને મસ્તીભર્યા તહેવારના દિવસે શરાબ પીવે છે તથા જબરજસ્તીથી એકબીજાને રંગવાનો પ્રયાસ કરે છે તથા કાદવ ઉછાળે છે અને આમ અશ્લીલતા કે અમાનવીય વ્યવહારનું પ્રદર્શન કરવું જોઇએ નહીં પરંતુ હળીમળીને આ પર્વને પર્વની ભાવનાથી મનાવવું જોઇએ.

 
વાસ્તવમાં હોળી મસ્તી.. ઉમંગ અને દુશ્મની ભૂલીને એકબીજાને ભેટવાનો પાવન તહેવાર છે. અલગ અલગ વિચારો.. ઘૃણા.. શત્રુતા અને આપસમાંનો ભેદભાવ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ ત્યારે જ હોળી એકસૂત્ર બાંધવાનું ૫ર્વ કહેવાશે….!!

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

‘મૃત્યુ–પતિનું પહેલા કે પત્નીનું ?’ …

‘મૃત્યુ–પતિનું પહેલા કે પત્નીનું ?’   …

– શ્રી નિરંજન મહેતા

 

 

mrutyu.1

 

 

મૃત્યુનું નામ સાંભળતા જ દરેક માનવી એક પળ માટે ખંચકાઈ જાય છે. ભલે તે જાણે છે કે આ જગતમાં પ્રવેશ થાય તે ઘડીએ કોઈએ જલદી તો કોઈએ મોડું પણ જવાનું હરેકનું ગોઠવાયેલું છે. ગમે તેટલું ઈચ્છતો હોય કે તેને ઈચ્છામૃત્યુ મળે પણ તે ધારે છે તેમ નથી થતું કારણ અંતિમ નિર્ણય તો ઉપરવાળાનો જ ખરો ઠરે છે. અપવાદ રૂપ હોય તો ભિ પિતામહ જેવા વીરલા.

 

 

 

mrutyu

 

 

પણ આ લેખ મૃત્યુની ચર્ચા કરવા માટે નથી પણ અન્ય એક સમસ્યા ઉપર વિચાર કરવા લખાયો છે. સમાજમાં નર–નારીના સંબંધો પતિ–પત્નીના રૂપમાં સામાન્ય છે. દરેક એક બીજાની સુખ–શાંતિનો વિચાર કરે છે. સનાતન કાળથી નર પોતાને નારીના  રક્ષકના અને તારણહારના પાત્રમાં જુએ છે. સ્ત્રી પોતાનું જીવન સારી રીતે ભોગવી શકે તે માટે તે સતત પ્રયત્ન કરતો રહે છે.

 

આ તો થઈ પતિ જીવે ત્યાં સુધીની વાત. પરંતુ જયારે તે પત્નીની પહેલા મૃત્યુ પામે છે ત્યારે સંજોગો બદલાઈ જાય છે. આવા સંજોગોમાં એક કરતાં વધુ વિકલ્પો ઊભા થાય છે–કાં તો સ્ત્રીને એકલા રહેવાનું આવે છે યા તો પતિના કુટુંબ સાથે. જો તેને કુટુંબ સાથે રહેવાનુ હોય અને તેને અન્ય લોકો સારી રીતે રાખે તો તે અલગ વાત થઈ. આને કારણે તે પોતાના સંતાનોનો ઉછેર, શિક્ષણ વગેરે સારી રીતે પાર પાડી શકે છે. પણ આનાથી વિપરિત દશામાં પણ અમુક સ્ત્રીઓ મૂકાઈ જાય છે જેમાં પતિના કુટુંબીજનો તેને સારી રીતે નથી રાખતા જેને કારણે તે સ્ત્રીની બાકીની જીંદગી તેમના ગેરવર્તનને કારણે ત્રાસમય થઈ પડે છે.  તેના બાળ્કો જો નાના હોય તો ઉછેરમાં પણ મુશ્કેલી પડે. શું આ માટે સ્ત્રીને ‘અખંડ સૌભાગ્યવતી’નો આર્શીવાદ અપાય છે જેથી તે પહેલા મૃત્યુ પામે અને ત્રાસમાંથી બચી જાય ?

 

 

પરંતુ જે સ્ત્રી એકલી થઈ જાય છે, એટલે કે કોઈ કારણસર પતિના કુટુંબનો સથવારો ન મળે અને બધુ જાત પર આવી પડે ત્યારે તેની કફોડી હાલત થઈ જાય છે તે કહેવું જરૂરી છે ?   ડગલેને પગલે રોજબરોજના જીવનમાં આવતી મુશ્કેલીઓનો તેને એકલે હાથે સામનો કરવો પડે છે અને તે નિરાશાજનક હાલત ભોગવે છે. બહુ ઓછી એવી મહીલાઓ હશે જે મક્કમ મને આ બધુ સહન કરી પોતાની જીંદગી સ્વતંત્ર જીવી શકે છે.

 

કોઈપણ વિકલ્પ હોય પણ આર્થિક પ્રશ્ર્ન મહત્વનો ભાગ ભજવે છે. પતિએ જો અગમચેતી વાપરી સરખી આર્થિક વ્યવસ્થા કરી હશે તો તે વિધવા ગર્વભેર રહી શકશ ેઅને બીજા પર આધાર નહી રાખવો પડે, તેમાંય જો તે ભણેલી અને સમજદાર હશે તો તે સરળતાથી અને ખુમારીથી રહી શકશે.

 

પરંતુ સિક્કાની બીજી બાજુનો વિચાર કરીએ તો જો પત્નીનું મૃત્યુ પહેલા થાય તો પાછળ રહેલા પતિની હાલત કેવી હશે ?

 

એક વિધવા પોતાના જીવનને જે રીતે સંભાળી લે છે તેવું વિધુરના કિસ્સામાં નથી તે હકીકત છે. મોટા ભાગના વિધુરો આવે સમયે ભાંગી પડે છે કારણ જીવનભર જેનો સાથ હતો અને જેના સહારે તે દાંપત્યજીવન ગુજારતો હતો તેના માટે હવે એકલા રહેવાનું અસહય થઈ પડે છે કારણ હવે તેની નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાવાળું હયાત નથી.  ભલે તેના સંતાનોનો સાથ હોય પણ તેમ છતાં તે એકલો પડી જાય છે. પણ જો કોઈ સંતાનનો સાથ ન હોય તો ? તો તેની લાચારીનો વિચાર તમે કરી શકો છો.

 

અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે.   ભલે તે પોતાને સ્ત્રી કરતાં ઉપરના સ્થાને ગણતો હોય પણ હકીકત તો ઉલટી છે.  જન્મથી મૃત્યુ સુધી તેને એક યા બીજા સ્વરૂપે સ્ત્રી પર આધાર રાખવો પડે છે  જે મા, બહેન, પત્ની કે દીકરીના રૂપે ભાગ ભજવે છે.

 

એક પત્ની પોતાની વાતો પતિને કે અન્યને જેમ કે બહેનપણી, દીકરી કે ક્યારેક પુત્રવધૂ આગળ કરી શકશે પણ પતિ તેમ નથી કરી શકતો કારણ પહેલેથી તેને પોતાની વાત હૈયામાં દબાવી રાખવાની આદત હોય છે.  જયાં સુધી પત્ની હયાત હતી ત્યારે તો ઘણી બધી (પણ બધી તો નહી જ !) વાતો કહેવાની આદત હશે પણ તેના ગયા પછી હવે કોના આગળ દિલ ખોલવું તેની મૂંઝવણ તે અનુભવશે. સંતાનોને ન તો સમય હોય છે, ન તો તેમને પિતાની સમસ્યામાં રસ હોય છે કે સમજાતી નથી.  તો મિત્રગણ હોવા છતાં તેને ચૂપ રહેવું પડે છે.

 

યુવાન વયે એકનું મૃત્યુ થાય તે વાત જુદી છે પણ બેમાંથી એકની પાછલી જીંદગીમાં આમ થાય તો ?

 

પાછલી જીંદગીમાં એકલા પડેલા પતિને ચોવીસ કલાક ઘરમાં રહેવાનું થાય છે કારણકે તે નિવૃત્ત થઈ ગયો હોય છે. અન્ય સભ્યોના વ્યસ્ત જીવનમાં તે દખલરૂપ ન થાય તે માટે તેણે સતત સતર્ક રહેવું પડે છે. રોજની જરૂરિયાતો જેવી કે ચા–નાસ્તો, જમવાનું અને અન્ય જરૂરિયાતો માટે તેણે બીજાની ફૂરસદની ઉપર આધાર રાખવો પડે છે. વળી પત્નીને તેની પસંદગી અને ટેવોની જાણકારી હતી અને તેને તે સાચવી લેતી તેવું અન્યો ન પણ કરે. ત્યારે મન મનાવી રહેવું પડે. માંદગી આવે ત્યારે તો ઓર મુશ્કેલી. પગ દબાવવાનું, માથું દબાવવાનું જેવા કામ કોને કહેવા? પુત્રવધૂને તો ન જ કહેવાય ! આવે સમયે તેને પત્ની ગયાનો શોક વધુ લાગે છે.  એક વિધવા આવા સંજોગોમાં અડીખમ રહી શકે છે અને પોતાની જાતને સંભાળી શકે છે. વળી તે વિના સંકોચે ઘ્રના સભ્યો પાસે સારવારની અપેક્ષા રાખી શકે છે.

 

એવા પણ સંજોગો આવે છે જયાં પુત્રવધૂ મોડર્ન હોય, પોતાનું સ્ટેટસ જાળવવામાં માનતી હોય, જેથી કરી તેને પાર્ટીઓ, મિટિંગો અને અન્ય સામાજીક કાર્યોમાં વધુ રસ હોય. આને કારણે તે સસરાની સંભાળ રાખવાનું ચૂકી જાય. ‘રસોઈ તૈયાર છે અને ટેબલ ઉપર છે. જમી લેજો ‘ યા તો ‘અમે બહાર જવાના છીએ તમે મેનેજ કરી લેજો’ જેવા વાક્યો લગભગ અવારનવાર લાચાર સસરાના કાને પડતાં હશે. આવે સમયે સમજદાર સસરો મૌન ધારણ કરવામાં માને છે કારણ તેને ખબર છે કે ‘ન બોલ્યામાં નવગુણ’ જ સારો વિકલ્પ છે.

 

પણ આ બધું બહારને બદલે ઘરમાં ગોઠવાતું હોય તો? ‘આજે બહેનપણીઓ આવવાની છે તો મહેરબાની કરીને ત્રણથી પાંચ તમારા રૂમમાં રહેજો.’ ભલે પછી ચા માટે રાહ જોવી પડે. વળી આ સમયે ક્યાંય જવાય નહી એટલે નજરકેદ! પણ આને સ્થાને વિધવા સાસુ હોય તો તેને પુત્રવધૂ સારી રીતે ઉપયોગમાં લઈ લેશે.

 

પણ કુટુંબમાં કોઈ દેખભાળ કરવાવાળું ન હોય તો? તો તો એક જ વિકલ્પ છે અને તે વૃદ્ધાશ્રમનો આશરો.

 

જો આવા સંજોગોને પહેલેથી સમજીને તૈયાર રહીશું તો કોઈ મુશ્કેલી નથી આવતી કારણ તેનો સામનો કરવા તૈયાર હોઈ બાકીનું એકલવાયું જીવન સારી રીતે પસાર કરી શકાય છે.

 

આ લખાણનો હેતુ વિધવાનું કે વિધુરનું  એમ બેમાંથી કયું જીવન સારુ તેની ચર્ચા કરવા માટે નહી પણ આવા સંજોગોનો આગળથી વિચાર કર્યો હોય તો તે ફાયદાકારક બની રહે તે જ આશય.

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી નિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.


  લેખકશ્રી નાં સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295


 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can also contact /follow us on :
twitter a/c : Ashokkumar (das)@dadimanipotli
facebook : dadimanipotli

રંગબેરંગી હોળીના અલબેલા પ્રતીકો …

રંગબેરંગી હોળીના અલબેલા પ્રતીકો …

 

 

 

holi.4

આપણો દેશ અનેક વાર-તહેવારો અને ઉત્સવોનો દેશ છે. પ્રત્યેક તહેવાર અને ઉત્સવો પ્રમાણે અનેક કથાઓ અને તેમના સાર પણ આપણાં રોજિંદા જીવનમાં વણાયેલા છે. આ ઉત્સવોને ધ્યાનમાં રાખીને શાસ્ત્રોએ પ્રત્યેક તહેવારને ઉદેશીને બિંદુ રૂપથી લઈ નાની, મોટી વિવિધ આકાર અને આકૃતિયુક્ત પ્રતિકોની રચના કરી છે. વિદ્વાનો કહે છે કે માનવસંસ્કૃતિને એકસૂત્રમાં બાંધતા આ તહેવારોના પ્રતિકોની ભાષા જો સમજમાં આવી જાય તો જીવન ઘડતર ઘણું જ સરળ થઈ જાય. પ્રતિકોની આ વાત આપણાં પ્રત્યેક ઉત્સવોમાં છલકે છે તો હોળીનો ઉત્સવ પણ એમ કરીને પાછળ રહી જાય.?? જેમ દિવાળીનું પ્રતિક દીવાઓ અને ફટાકડા છે, મહાશિવરાત્રીનું પ્રતિક ભાંગ અને બીલીપત્રો, ગૂડીપડવાનું પ્રતિક ગૂડી, નવરાત્રીનું પ્રતીક દાંડિયા છે તેમ રંગ, કેસૂડો, ભાંગ અને ઠંડાઈ એ હોળીના પ્રતીકો છે.

 

 
holi immage


પ્રહલાદ અને હોલિકા:–  હોળીનો તહેવાર ભક્ત પ્રહલાદને યાદ કર્યા વગરનો અધૂરો રહે છે. પ્રહલાદજીની કથા એ આ ઉત્સવનું પ્રથમ પ્રતીક છે. હોળીની પૌરાણીક કથાના મુખ્ય પ્રતીક ભક્ત પ્રહલાદજી અને હોલિકા છે. જ્યારે ભક્ત પ્રહલાદે પોતાના નાસ્તિક અને નિર્દયી પિતા હિરણ્યકશિપુને ભગવાન માનવાનો ઇનકાર કરી દીધો ત્યારે હિરણ્યકશિપુ અત્યંત ક્રોધિત થયો. તેણે વિષ્ણુને ભગવાન માનનારા પ્રહલાદને વારંવાર મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરેકવાર હિરણ્યકશિપુનો પ્રયાસ નિષ્ફળ ગયો. આખરે તેને કંટાળીને પોતાની બહેન હોલિકાને પ્રહલાદને મારવાનું કાર્ય સોંપ્યું. હોલિકાને અગ્નિ દેવ તરફથી વરદાન મળેલું કે જ્યાં સુધી તે સત્યના પક્ષમાં રહેશે ત્યાં સુધી તેને અગ્નિની જ્વાળા બાળી શકશે નહીં. જ્યારે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિ ઉપર બેઠી ત્યારે તે સત્યના પક્ષવાળી અગ્નિદેવની વાત ભૂલી ગઈ તેને ભ્રાતૃપ્રેમમાં કેવળ એટલું જ યાદ રહ્યું કે તેને અગ્નિની જ્વાળા બાળી શકે તેમ નથી તેથી તે બાળ પ્રહલાદને લઈ જેવી લાકડીયોના ઢેરની ઉપર રહેલ અગ્નિમાં બેઠી કે તરત જ અગ્નિની જ્વાળાઓએ હોલિકાને પકડી લીધી અને સત્યના પ્રતીક એવા પ્રહલાદની રક્ષા કરી. હોલિકા અધર્મના પ્રતીક એવી હોલિકાનો નાશ થતાં આનંદિત થયેલા લોકોએ રંગોત્સવ અને ધૂળેટીત્સવનો પ્રારંભ કર્યો. આ હોળીનો ઉત્સવ એ અધર્મ ઉપર ધર્મના વિજયનું પ્રતીક છે. 


holi immage.1

ભાંગ અને ઠંડાઈ:- હોળીના તહેવારનું બીજું પ્રતીક ભાંગ અને ઠંડાઈ છે. ભાંગ અને ઠંડાઈના સેવનથી લોકોમાં રહેલી ઝીઝક ઓછી થઈ જાય છે અને ઉત્સવનો પૂર્ણ રીતે આનંદ ઉઠાવી શકે છે તેવી એક માન્યતા છે. પરંતુ આ વસ્તુઓમાં  જ્યાં સુધી નશાની વસ્તુઓ ન હોય ત્યાં સુધી જ સારું હોય છે પણ નશો થતાં જ ઇન્સાન પોતાની સાનભાન ભૂલવા લાગે છે જે તેને માટે ક્યારેક નુકશાનકારક પણ નીવડે છે. એમાંયે યૌવનનો ઉન્માદ અને નશાની અસર જે પરિણામ આવે છે તેમાં ઘણે અંશે છોકરીઓને ભોગવવું પડે છે તેથી ખાસ કરીને ગુજરાતમાં નશાકારક ભાંગ અલાઉડ નથી હોતી. પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોમાં આ દિવસે ભાંગયુક્ત ભાંગ અને ઠંડાઈ પીને લોકો ટલ્લી થઈ જાય છે. 

 

રંગ:- અવનવા રંગો અને રંગોથી રંગાયેલા લોકો એ હોળીનું ત્રીજું પ્રતીક છે. લાલ, પીળા, લીલા, બ્લૂ વગેરે રંગોની ચમક દર્શાવતી હોળી મુખ્યતઃ રંગોનો તહેવાર છે. કદાચ આ રંગો ન હૉત તો શું આ રંગોનો તહેવાર હોત કે નહીં તે પણ કહેવું મુશ્કેલ છે. કારણ કે રંગો વગર હોળી અધૂરી છે અને હોળીના તહેવાર વગર રંગો અધૂરા છે. જ્યારે એક-બીજા પર રંગ ઉડાડવામાં આવે છે ત્યારે એકબીજાના ચહેરા પર રહેલ રંગોની વિભિન્નતા લોકોનો આનંદ અને હર્ષોલ્લાસને બમણા કરી દે છે. 


holi photo


ગુલાલ:- હોળીના ચોથા પ્રતીકનું નામ ગુલાલ છે.આ દિવસે ગુલાલનો અધિકત્તમ ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે વડીલો નાનેરાઓને ગુલાલનો ટીકો કરાય છે. માનવામાં આવે છે કે વડીલો દ્વારા થતો ગુલાલનો ટીકો વડીલોના આર્શિવાદ સમાન હોય છે તેથી ગુલાલના ટીકાનો ઉપયોગ કરાય છે. હોળીના દિવસોમાં વ્રજમાં ગુલાલનો ઉપયોગ રાધા અને ગોપીઓની ભાવનાથી કરાય છે તેથી કૃષ્ણદાસ અધિકારી ગાય છે કે

 holi boy

लाल गोपाल गुलाल हमारी आँखिन में जिन डारो जू। बदन चन्द्रमा नैन चकोरी इन अन्तर जिन पारो जू ॥१॥

गावो राग बसन्त परस्पर अटपटे खेल निवारो जू। कुमकुम रंग सों भरी पिचकारी तकि नैनन जिन मारो जू॥२॥

પિચકારી અને ફુગ્ગા બલૂન:- રંગયુક્ત પાણીથી ભરેલ પિચકારી એ હોળીનું ૬ ઠ્ઠું પ્રતીક છે. પિચકારીનો ઇતિહાસ કૃષ્ણની વ્રજલીલામાંથી શરૂ થયો હતો. ઇતિહાસ કહે છે કે કૃષ્ણકનૈયાએ ભીની હોળીના રંગોથી રમવાની શરૂઆત પલાશના ફૂલોથી કરી હતી. પલાશનાં રંગોથી ભીંજાયેલી અનેક રાધા અને ગોપીઓની ચુનરીઑ પિચકારી અને રંગોને વધુને વધુ જીવંત કરેલા છે. આથી જ્યારે હોળી પર રંગોની ચર્ચા પર પ્રશ્ન ઊઠે છે ત્યારે પિચકારીની યાદ આવ્યા વગર રહેતી નથી. આજે જ્યારે લોકો દરેક વ્યક્તિ પર રંગો ઉડાડી શકતા નથી ત્યારે પિચકારી અને બલૂન દ્વારા દૂર ઉભેલ લોકોને નિશાન બનાવવામાં આવે છે.

 

પલાશનું પાણી:- વસંત ઋતુ આવતા જ પલાશના પુષ્પો મહોરી ઊઠે છે. પલાશના આ પુષ્પોને ટેસુ અથવા કેસૂડાના પુષ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામઠીભાષામાં આ પુષ્પોને પોપટચાંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજથી 30-૪૦ પહેલા પલાશના પુષ્પોને આખી રાત પાણીમાં પલાળી રખાતા બીજે દિવસે તે રંગ ઉતરેલું  પાણી પિચકારીમાં ભરી ઉપયોગમાં લેવાતું હતું. સામાન્ય રીતે પિચકારી માટે પલાશનું પાણી વપરાય છે. આ પાણી કુદરતી નેચર અને રંગવાળું હોઈ કોઈને નુકશાનકારક હોતું નથી પણ હવે પલાશના વૃક્ષો ખાસ જોવા પણ નથી મળતા અને તે કુદરતી રંગોને બદલે રંગવાળા પાણીનો ઉપયોગ થાય છે.

 

ફૂલડોલ:- હોળીના ઉત્સવમાં ફૂલડોલને યાદ ન કરીએ તો ઉત્સવ અધૂરો રહી જાય છે. આ ઉત્સવની શરૂઆત યશોદામાતાએ કરેલી હતી પણ આજે પણ આ ઉત્સવ એટલાજ ધામધૂમથી ઉજવાય છે. હવેલીઓમાં આ દિવસોમાં ફૂલના હિંડોળા બનાવી પ્રભુને ઝુલાવાય છે. જ્યારે રંગો, પાણી કે પિચકારીથી રમતા રમતા થાકી જવાય ત્યારે એકબીજા ઉપર રંગો ને બદલે ફૂલની પાંદડી ઉડાડી ફૂલડોલથી રમવાનો પણ અનેરો આનંદ રહે છે.

 

હુડંગ અને શોર:- હોળીના દિવસનો આઠમો પ્રતીક એ હુડંગ અને શોર છે. આનંદ અને ઉલ્લાસપૂર્વક એકબીજાની ઉપર રંગ ઉડાડવાની પ્રક્રિયા, કોઈની બૂમ,હાથમાં રંગ લઈ મિત્રો અને સંબંધીઓની પાછળ પડવું અને વારંવાર ખેલમાં ખેંચવું, કોઇનું ગાવું, હોળીના ગીતો, કૃષ્ણ હવેલીઓમાં ગવાતા રસિયા, ધમાર, કોઈ રંગ લઈ વગેરે પ્રકારનો હુડંગ અને શોર એ વાતાવરણને રંગની સાથે રંગીન કરી નાખે છે.

ગુજીયા અને કરંજી:- હોળીના ઉત્સવ ગુજીયા અને કરંજી વગર અધૂરો ગણાય છે આથી એમ કહી શકાય કે ગુજીયા અને કરંજી એ હોળીના તહેવારનું નવમું પ્રતીક છે. કારણ કે હોળી કેવળ રંગ, હુડંગ, અને પિચકારીનો તહેવાર નથી પરંતુ આ દિવસ ભિન્ન વિભિન્ન પ્રકારની મીઠાઇ ખાવાનો અને ખવડાવવાનો પણ ઉત્સવ છે. આ ઉત્સવ દરમ્યાન ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમા ખાસ કરીને અનેક પ્રકારની માવાની, નાળિયેરની, ગજકની મીઠાઇ બનાવવામાં આવે છે.

 
ભવિષ્યપુરાણમાં કહ્યું છે કે હોળીએ આનંદઉલ્લાસનું પર્વ છે. પરંતુ આજે તેમાં અનેક પ્રકારના આનંદ પણ છે અને અનેક પ્રકારની બુરાઈ પણ મળેલી છે. આજે લોકો માટી, કીચડ, ગોબર, વગેરે એકબીજા પર ફેંકે છે અથવા પાકા રંગનો ઉપયોગ કરે છે જે હાનિકારક હોય છે. પાકા રંગોમાં લેડનો પણ ઉપયોગ થાય છે, આ લેડ યુક્ત રંગો એ એકપ્રકારના પોઈઝન સમાન છે તેથી તેનો ઉપયોગ બને તેટલો ઓછો થાય તો વધુ ફાયદાકારક રહે છે. પહેલાની સરખામણીમાં હવે પાણીનો પણ પ્રોબ્લેમ થયો છે, રંગો લેડવાળા હોઈ પોઇઝન સમાન છે તેથી આવા સમયમાં ગુલાલ યુક્ત સૂકી હોળી ખેલવી સૌથી ઉત્તમ છે. હોળીના આ બધા જ પ્રતીકો એ ભાઇચારાના પ્રતીક છે તે ભાઇચારા અને શાંતિના પ્રતીકો અશાંતિમાં ન ફેરવાઇ જાય તે વાતનો ખ્યાલ રાખી ઉત્સવ ઉજવવાથી તહેવારનો આનંદ બમણો થઈ જાય છે.

 

ફૂલછાબમાં પ્રકાશિત – 2014

સાભાર :


પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ 
[email protected]

“આ રંગ છે આધ્યાત્મનો, રંગ છે પ્રાર્થનાનો, રંગ છે દુઆઓ નો, આ રંગ સૌની ઉપર છાંટતા જાઓ /નાખતા જાઓ, અને સૌના જીવનને રંગીન બનાવતા જાઓ …”

હોળી તેમજ ધૂળેટી પર્વ નિમિત્તે આપ સર્વે પાઠક મિત્રો તેમજ આપના પરિવારને ‘દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ ….!

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રકાશિત કરવાની તક આપવા બદલ અમો પૂર્વીબેન મોદી મલકાણ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

You can also contact /follow  us on :
twitter a/c : Ashokkumar (das)@dadimanipotli
facebook : dadimanipotli

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

ક્ષમા યાચના: અમારી કોમ્પ્યુટર  સિસ્ટમમાં આવેલ ટેકનીકલ ક્ષતિને કારણે, અમો થોડા સમયથી આપનો સંપર્ક નિયમિત રીતે અનિયમિત કરી શકેલ છે.,  જે કારણે આપને પડેલ તકલીફ બદલ દિલગીર છીએ. આપના સહકાર બદલ આભાર.

લોકજીવનનાં હાડમાં ગૂંથાયેલો ગ્રંથ …

લોકજીવનનાં હાડમાં ગૂંથાયેલો ગ્રંથ …

 

 

 

ramayan.1

 

રામાયણ લોકહૃદયમાં વસેલો ગ્રંથ છે : વાલ્મીકિ કે તુલસીના રામાયણનો મહિમા તો છે જ, પણ લોકહૃદયમાં રામાયણ જે રીતે પ્રગટ થાય છે તે પ્રદેશે પ્રદેશે, ભાષાએ ભાષાએ અનોખું રૂપ ધારણ કરે છે.  આપણી ભાષામાં પણ ઘણાં રામાયણ છે : ભાલણનું રામચરિત્ર ‘‘માતા લાલને શણગારે ચાલો જોવા જઈએ” અથવા પ્રેમાનંદના આખ્યાનમાં ગિરધરકૃત ‘રામાયણ’માં રામની કથા જુદી રીતે મળી છે.

 

ramayan

આવી લોકરામાયણ દુલા કાગે પણ લખી.   કાગના હૃદયમાં રામાયણના પ્રસંગો કોઈ ઓર કલ્પનાશકિત સાથે આકાર લે છે.

‘કાગવાણી’ના ગ્રંથોમાં સમાયેલા લોકરામાયણના અંશો સદૂભાગ્યે રાજકોટ આકાશવાણી સાથે ઠીકઠીક સમય સુધી સંકળાયેલા રહેલા, ચંદ્રકાંત ભટ્ટ કહે છે કે કવિના અવાજમાં જ મઢી લીધા છે. કાગના આ ‘લોકરામાયણ’ માંથી જ થોડુંક આચમન આપણે લઈએ.

કવિએ લખ્યું છે :

 

‘રામાયણ એ તો મારા હાડ સુધી રમી રહેલ ગ્રંથ છે.   એને વાંચતાં-વિચારતા હું કોઈ દિવસ થાકયો જ નથી. એમાંથી ગમ્મતને ખાતર એક કલ્પના આવી.’

 

આ કલ્પના રસપ્રદ છે.

 

રાવણ સાથેનું યુદ્ધ સમાપ્ત થયું. રાત્રે રામને અચાનક પ્રશ્ન જાગ્યો :

 

‘મુજ તણા નામથી પથ્થર તરતા થયા, 

 

આ બધો ઢોંગ કોણે ચલાવ્યો ?’

 

એ જ વિચારમાં તેઓ ઊભા થયા. એકલા જ, કોઈને ખબર ન પડે એમ એ સાગરકિનારે જઈને ઊભા. હનુમાનજી તો રામની સેવામાં આઠે પહોર જાગે. એમના ધ્યાનથી બહાર કૈં બને જ કઈ રીતે ? રામને છાવણીની બહાર નીકળતા જોઈ એ પાછળ પાછળ ગયા :

 

‘રામનો દાસ એ વેરીના વતનમાં,

 

રામને એકલા કેમ મેલે ?’

 

રામ દરિયાકિનારે જઈ જાણે ડરતા હોય એમ ચોમેર જોવા લાગ્યા. પછી તેમણે હાથમાં કાંકરી લીધી. હનુમાનને નવાઈ લાગી : ‘રામ આ કાંકરી હાથમાં લઈને શું કરે છે ?’ રામે તો કાંકરી સાગરમાં ફેંકી :

 

‘ફેંકતાં કાંકરી તુર્ત તળિયે ગઈ,

 

તસગરે જાણીએ હોય લૂંટયા :

 

રામ પોતા થકી ખૂબ ભોંઠા પડયા,

 

શરમના શેરડા મુખ છૂટયા.’

 

આ જોઈ હનુમાનને ખ્યાલ આવી ગયો કે રામને નામે પથ્થર તર્યા, પણ રામે ફેંકેલી કાંકરી પણ તરી ન શકી. આ વાતને કારણે રામ શરમાઈ ગયા.   હનુમાન તરત જ છુપાઈને આવતા હતા, તે રામની સન્મુખ થયા. રામને પ્રણામ કરીને કહ્યું :

 

‘તારાનારા બની નીરમાં ધકેલો,

 

માફ કરજો કરી ભૂલ ભારે,

 

તમે તરછોડશો તેહને નાથજી

 

પછી ત્રિલોકમાં કોણ તારે ?’

 

રામને નામે પથ્થર પણ તરી જાય, પણ જેને રામ તરછોડે એને સંઘરવાની સાગરની કઈ તાકાત?

 

રામાયણમાંથી કવિ કાગે કરેલી આવી જ એક બીજી રમૂજી કલ્પના છે. અંગદ અને હનુમાન રોજ રામના ચરણ ચાંપે. જેવા એ બંનેને જુએ કે રામને ઊંઘ આવી જાય. પણ જેવા વિભીષણ આવે કે રામ ઊંઘમાંથી બેઠા થઈ તેમની જોડે વાતોના તડાકા મારે. અંગદ તથા હનુમાનને થયું કે રામ પાસે આનો ખુલાસ માગવો.

 

‘હાથ જોડી કરી વિનતિ હરિને

 

અમોને ભાળતા ઊંઘ લ્યો છો,

 

કાલનો તમારો દાસ, વળી દૈત્ય છે

 

તેહ સામે તડાકા કરો છો !’

 

બંને રામને ઠીકઠીક ઠપકો આપે છે : રામ મંદમંદ હસીને બધું સાંભળી લે છે પછી આ બંને સેવકોને કહે છે:

 

‘ભાઈ, તમારી તરફના કંટાળાથી નહીં, પણ તમારી હાજરીમાં મને જે સંપૂર્ણ આત્મરક્ષણ લાગે છે તેથી હું ઊંઘી શકું છું.’

 

‘રાત દી થાકતો રાજના કાજમાં

 

તમો બે ઊંઘનાં અંગ મારાં’

 

જ્યારે વિભીષણ મારો ભકત ખરો પણ એને જોઈને મને થોડોય ભય લાગે છે. કારણ…

 

‘વિભિષણ ભકત, પણ ભાઈ રાવણ તણો

 

ભાળતા તેહને ઊંઘ ભાગે.’

 

વિભીષણને જોતાં જ ઊંઘ ઊડી જાય. ગમે તેમ તોય એ મારા શત્રુ રાવણનો ભાઈ છે ને !

 

રાવણ યુદ્ધમાં પડે છે. એનો અંતિમ શ્વાસ ચાલે છે. ત્યારે રામ લક્ષ્મણને કહે છે ! ‘તમારે રાવણ પાસેથી થોડીક રાજનીતિ જાણવી જોઈએ. એ રાજવ્યવહારમાં કુશળ છે !’

 

રાવણ લક્ષ્મણને કહે : રાજનીતિ કહેવાની ન હોય.   જીવવાની હોય.   જુઓ, સીતાને લંકામાં લઈ આવ્યો, તો જગન્માતાને પગલે ભગવાનનાં પણ લંકામાં પગલાં થયાં.   પ્રભુને હાથે મૃત્યુ પામીને મારો તો મોક્ષ જ છે, છતાં મને થયું કે લંકાની ગાદી પર તમને બેસાડે તો મારે ફરી અવતાર લેવો પડે. એટલે મેં વિભીષણને ભરસભામાં પાટું મારીને કાઢી મૂકયો ! તમને થયું કે વિભીષણ મારો શત્રુ છે માટે તમે એને શરણે રાખી લંકાનો ભેદ સમજવા એને લંકાધીશ બનાવ્યો.   પણ એ જ તો મારે જોઈતું હતું.   લંકાની ગાદી પર મારા મૃત્યુ પછી મારો જ માડીજાયો ભાઈ બેસે એટલે મારો મોક્ષ જ સમજો.   રાવણ લક્ષ્મણને કહે છે :

 

‘કાગ’ બનત તમે લંકાપતિ તો

 

મારે પાછો આંટો થાતજી,

 

મારે તખતે માડીજાયો

 

તપે વિભીષણ ભ્રાત

 

લખમણ ! રાજનીતિની વાતજી !

 

કવિ કાગના લોકરામાયણના પ્રસંગો ટાંકીએ તોય જગા ઓછી પડે અને એની આલોચના માટે તો ગ્રંથ પણ ઓછો પડે. પણ છેલ્લે એક વધુ પ્રસંગ :

 

રામ ચૌદ વરસના વનવાસ પછી પાછા અયોધ્યા આવે છે. રામ કૌશલ્યા વગેરે માતાઓને આગળ જુએ છે. પણ તેમની આંખો તો માતા કૈકેયીને શોધે છે : કૈકેયી છુપાઈને સ્ત્રીઓના ટોળામાં સૌથી પાછળ ઊભાં છે. રામ ત્યાં જઈ તેમને સાષ્ટાંગ દંડવતૂ પ્રણામ કરે છે અને કહે છે : ‘મા, તમારે પસ્તાવાની જરૂર નથી. તમારે પ્રતાપે તો હું ઘણું પામ્યો. જો તમે વનમાં ન મોકલ્યો હોત તો આ સાત વસ્તુ કઈ રીતે સમજત ? પ્રથમ તો બાપનો દીકરા પર કેવો સ્નેહ હોય એની મને મહારાજ દશરથના પ્રાણત્યાગથી ખબર પડી, બીજું, લક્ષ્મણના ત્યાગ દ્વારા ભાઈ કેવો હોય તે સમજાયું, ત્રીજું, સામ્રાજયને ઠોકરે મારી ચાખડીને સિંહાસને પધરાવીને શાસન કરનારા ભરતના પ્રેમનો મને કયાંથી ખ્યાલ આવત ? ચોથું, સીતાને સાથે લીધી ત્યારે સંગાથે સાપ લીધો હોય એવું લાગતું હતું પણ સીતા સાથે ન હોત તો શત્રુઓના કાવાદાવા કયાંથી જાણી શકત?  પાંચમું, આ વાનરોએ મારે માટે આખું કુળ રણમેદાનમાં હોમ્યું, એની ગરવાઈ મને કયાંથી સમજાત ? છઠ્ઠું, મેઘનાદ, કુંભકર્ણ તથા રાવણ જેવા સામે રણમેદાનમાં લડવા ન મળ્યું હોત તો મારી ભુજામાં કેટલું બળ છે એનો ખ્યાલ કયાંથી આવત ? અને છેલ્લે -‘

 

‘મારા મનડા કેરી મૂર્તિ સીતાનો હરણસંતાપજી

 

કાગ કે, હનુમાન મળિયો, સેવક રાવણતાપ…’

 

મારા સર્વ સંકલ્પની મૂર્તિ સમાન અને કોઈ પણ ઇચ્છા રહિત સેવા કરનાર સીતાના હરણનો સંતાપ (સીતાની શોધ કરી) ટાળનાર હનુમાન મને કયાંથી મળત, મા જો તેં મને વનમાં ન મોકલ્યો હોત ? હું રામ ખરેખર રામ થયો એ તો માત્ર તારા જ પ્રતાપે, માતા કૈકેયી. એટલે મારા પ્રથમ પ્રણામ તો તને જ.

 

કવિ કાગના લોકરામાયણને અલગ ગ્રંથ તરીકે મૂકવા જેવું છે.   લોકોના હૃદયમાં વસી જાય એવું એનું ઊંડાણ છે, એવી એની અભિવ્યકિત છે.

 સૌજન્ય સાભાર: પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

બ્લોગ લીંક  : http://das.desais.net
email : [email protected]
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના દરેક પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

જગજ્જનની … (વિવેકવાણી) … આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ…

જગજ્જનની … (વિવેકવાણી)  …
 

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ…

 

 

nari shakti

 

 

પ્રતિવર્ષ ૮મી માર્ચે ‘આંતરરષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવાય છે. ઘણીબધી બહુરાષ્ટ્રીય કંપનીઓ, વિશ્વના દેશોની સરકારો, બિનસરકારી સંસ્થાઓ અને બંને પ્રકારનાં મુદ્રિત અને ઈલેક્ટ્રોનિક પ્રસાર માધ્યમો દ્વારા સ્ત્રીઓની જીવનનાં જુદાંજુદાં ક્ષેત્રોમાંની સિદ્ધિઓને બિરદાવવામાં આવે છે અને તેમનું બહુમાન પણ કરવામાં આવતું હોય છે. સ્ત્રીઓનું પ્રમાણ વિશ્વભરમાં કુલ વસ્તીના અડધા ભાગ જેટલું છે. એક જૂનો સ્થાનિક અમેરિકન મુહાવરો છે કે ‘જ્યાં સ્ત્રીઓનું ગૌરવ જળવાતું હોય તે રાષ્ટ્ર કદીય ગુમનામ થતું નથી હોતું; પરંતુ જ્યારે તેમનું ગૌરવ જમીનદોસ્ત થાય છે, ત્યારે બધું જ ખતમ થઈ જાય છે અને તે રાષ્ટ્ર મરી પરવારે છે.’

(સાભાર : વેબગુર્જરી)

 

 

 

 
શાકતો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચામાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની “માતા” તરીકે, સ્નેહમૂર્તિ તરીકે ઉપાસના કરવામાં આવે છે ત્યારે હિંદુઓ તેને  “દક્ષિણ માર્ગ” કહે છે; તે આધ્યાત્મિકતા તરફ લઇ જાય છે, ભૌતિક સમૃદ્ધિ તરફ કદી જ નહીં. જ્યારે ઈશ્વરનાં ભયંકર સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે ત્યારે તે “વામમાર્ગ” કહેવાય છે; તેનાથી સામાન્યત: ભૌતિક સમૃદ્ધિ ખૂબ પ્રાપ્ત થાય છે, પણ આધ્યાત્મિકતા ભાગ્યે જ મળે છે; અને અંતે તે અનાચારને માર્ગે દોરી જાય છે, તથા જે જાતિ  તેનું આચરણ કરે છે તેને  આખરે વિનાશને માર્ગે લઇ જાય છે.

 
માતા એ શક્તિનું પ્રથમ-પ્રાગટ્ય છે, અને પિતા કરતાં વધુ ઉચ્ચ ભાવના મનાય છે. બાળક પોતાની માતાની બાબતમાં માને છે તેમ ‘માતા’ ના નામની સાથે જ શક્તિનો, દિવ્ય શક્તિનો અને સર્વશક્તિમત્વનો ખ્યાલ પેદા થાય છે. દિવ્ય માતા આપણામાં સુષુપ્ત રીતે રહેલી કુંડલિની (ગૂંચળું વળીને રહેલી શક્તિ,) છે; તેની ઉપાસના કર્યાં સિવાય આપણે આપણા સ્વરૂપને ઓળખી શકીએ નહિ. સર્વશક્તિમતી, કરુણામયી, સર્વવ્યાપી, વગેરે બધાં દિવ્ય માના ગુણો છે. વિશ્વમાં રહેલી સમગ્ર શક્તિનો તે કુલ સરવાળો છે. વિશ્વમાં શક્તિની દરેક અભિવ્યક્તિ “મા” છે. તે જીવન છે, તે બુદ્ધિ છે, તે પ્રેમ છે; તે વિશ્વમાં છે, છતાં તેનાથી અલગ છે. તે એક વ્યક્તિ છે, અને જેમ શ્રીરામકૃષ્ણ પરમહંસે  તેને જોઈ હતી અને જાણી હતી તેમ, તેને  જોઈ શકાય અને જાણી શકાય છે. માની ભાવના મનમાં દ્રઢ થયા પછી આપણે બધું જ કરી શકીએ; પ્રાર્થનાનો તે તરત ઉત્તર  આપે છે.

 
તે આપણને ગમે તે રૂપમાં, ગમે તે પળે, ‘પોતાના દર્શન’ આપી શકે છે. દિવ્ય મા ને રૂપ અને નામ હોય, અગર રૂપ વિના પણ નામ હોય; અને જેમ જેમ આપણે તેની આ વિવિધ સ્વરૂપે ઉપાસના કરીએ તેમ તેમ આપણે નામરૂપ રહિત શુદ્ધ સત્ વસ્તુ તરફ ઊંચે ઊડી શકીએ.

 
શરીરરચના માંહેના સર્વ કોશોનો કુળ સરવાળો એ એક વ્યક્તિ. તે પ્રમાણે પ્રત્યેક જીવાત્મા એક કોશ જેવો છે, અને તેનો સરવાળો તે ઈશ્વર છે અને તેનાથી પર છે નિર્વિશેષ. સાગરની તરંગરહિત અવસ્થા એ નિર્વિશેષ બ્રહ્મ; તે જ સાગર તરંગમય બને ત્યારે કેહવાય દિવ્યમાતા. માતા જ દેશ, કાળ અને નિમિત્ત છે. ઈશ્વર માતા છે, અને તેની બે અવસ્થા છે; સગુણ અને નિર્ગુણ. સગુણરૂપે તે ઇશ્વર, જીવ અને જગત છે; નિર્ગુણરૂપે તે અજ્ઞાત અને અજ્ઞેય છે. નિર્ગુણમાંથી અસ્તિત્વના ત્રિકોણ સમા ઈશ્વર, જીવ અને જગતરૂપી ત્રિમૂર્તિ નીકળી. આ છે વિશિષ્ટાદ્વૈતવાદ.

 
જગન્માતાનું એક બિંદુ હતું કૃષ્ણ; બીજું એક બિંદુ બુદ્ધ હતું, અને એક ઈશુ હતું. આપણી ભૌતિક માતામાં રહેલી જગન્માતાના માત્ર એક પ્રકાશઅંશની ભક્તિ પણ ગૌરવ પ્રાપ્ત કરાવે છે. જો તમારે પ્રેમ અને જ્ઞાન મેળવવું હોય તો જગદંબાની ભક્તિ કરો.

 
– સ્વામી વિવેકાનંદ

વિવેકવાણી – (ભાગ,૯.પૃ.૨૨-૨૩)

 
આ સાથે ‘મા’ નું એક સુંદર ઉદાહરણ આપીને વાત પૂરી કરીશું ..

 
ગણપતિએ એક વાર બિલાડીને નહોર ભરાવ્યા. ઘરે જઈને એમણે જોયું કે માતા પાર્વતીને ગાલે ઉઝરડો પડ્યો હતો. એ જોઈ એમણે પૂછ્યું : ‘મા, તમારે ગાલે આ ઉઝરડા કેમ કરતાં પડ્યાં?’ જગજ્જનની બોલ્યાં ‘એ તારા હાથનું કામ છે; તારા નખની એ નિશાની છે.’ અચરજ પામી ગણેશે પૂછ્યું : ‘એ કેમ બને, મા ? મેં તો તમને નખ અડાડ્યો યે નથી. છતાં તમારે ગાલે ઉઝરડો શાનો ?’

 
મા : ‘બેટા, આજ સવારે તેં બિલાડીને નખ ભરાવ્યા હતાં તે તું ભૂલી ગયો શું ?’ ગણેશે કહ્યું : ‘હા, બિલાડીને નખ ભરાવ્યા હતાં પણ, તમારે ગાલે ઉઝરડો શાનો?’ મા બોલ્યાં: ‘બેટામાં બેટા મારા’ આ વિશ્વમાં મારા સિવાય બીજા કશાનું અસ્તિત્વ નથી. આખી સૃષ્ટિમાં હું જ છું. તું કોઈ પણ જીવને ઇજા કર તો તું મને જ ઇજા કરે છે.’ આ સાંભળી ગણેશને ખૂબ આશ્ચર્ય થયું, ત્યાર પછીથી દરેક સ્ત્રીને ગણેશ જગદંબા રૂપે જોતા.’ …

 
કેટલાક જાણવા જેવા અવતરણો :

 

“ હાલરડુ એ એક એવી પ્રક્રિયા છે કે જે માતાને મનુષ્ય થી સંત નો દરજ્જો આપે છે. “ –  જેમ્સ ફેંટન

 

“ શિશુનો જન્મ એ માતાનો પણ પુનઃજન્મ છે કારણકે આ પહેલા તે માત્ર ‘સ્ત્રી ‘હતી…! ‘માતા’ એ તેનો અત્યંત નાવીન્યપૂર્ણ અવતાર છે.” – રજનીશજી ‘ ઓશો ‘

“ શહેરી માતા બાળકને સતત ‘ડીલીવર’ કરે છે …! પહેલા ટેબલ પર અને પછી સ્કૂટર/કાર દ્વારા  જીવન પર્યંત …!” – પીટર દ વ્રાઈસ

 
“ જગત માં માત્ર એક જ બાળક સૌથી સુંદર છે અને દરેક માતા પાસે તે છે. …!” – એક ચીની કહેવત

 
જ્યારે એક રોટલી ના ચાર ટૂક્ડા હોય અને ખાવા વાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભૂખ નથી તે વ્યક્તિ એટલે મા …! – ટેનેવા જોર્ડન

 

બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના દરેક પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.