ઝાડ … (અછન્દાસ) …

ઝાડ … (અછન્દાસ) …

 

 
 

મિત્રો,  અમોને આપ સર્વેને જણાવતાં ખુશી થાઈ છે કે, આજે   ‘દાદીમા ની પોટલી’     સાથે સુશ્રી દર્શનાબેન ભટ્ટ (યુએસએ) પોતાની એક રચના દ્વારા જોડાઈ રહ્યા છે.  જેઓ સૌ પ્રથમ એક શિક્ષિકા છે અને સાથે સાથે લેખિકા તેમજ કવિયેત્રી પણ છે. જેમનો પરિચય તેમના જ શબ્દોમાં આપણે રચના નાં અંતે જાણીશું.

‘દાદીમા ની પોટલી’ પર તેમનું પ્રસ્તુત કાવ્ય – રચના –  પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો સુશ્રી દર્શનાબેન ભટ્ટ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ અને તેમને ‘દાદીમા ની પોટલી’ પરિવાર વતી શુભકામના પાઠવીએ છીએ. ભવિષ્યમાં પણ તેઓની અનેક કૃત્તિ -રચનાઓ તેમજ લેખ સમયાંતરે નિયમિત અહીં બ્લોગ પર માણી શકાય તેવી અમારી સતત નમ્ર કોશિશ રહેશે. આપ સર્વે મિત્રોને વિનંતી કે આપ આપના પ્રતિભાવ ફક્ત લાઈક માં જ ટીક ન કરતા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો, જે દરેક લેખક તેમજ લેખિકાને ખૂબજ પ્રેરણાદાયી બની રહે છે.

 

 
vadlo tree
 

 

 

હરિયાળા ખેતરને શેઢે હું ચાલી,

ચાલતા મળ્યું એક ઝાડ .

 

આવુ હું તારી સંગાથ બોલી

કાનમાં કહી કઈ વાત.

 

એમાં અર્ધું હું સમજી,અર્ધું ના સમજી

બોલી.. ” હાલને મારું શું જાય !

 

પાછળ જોયા વિના નીકળી હું હાલી

છો ને ના હાલે હારોહાર

 

ત્યાં નવતર થયું ને કઈ નવલી થઇ વાત

ઝાડનો વાધ્યો વસ્તાર.

 

ઝાડ તો રહ્યું ભાઈઠેરનું ઠેર

ને ડાળીઓ ફેલાતી ગઈ..

જાણે કે ઝાલે મારો હાથ.

 

ઉપર જરા જોઉં તો લીલીછમ છાયડી

બોલે …છું ને તારી સંગાથ !

 

નાખી નજર જરા પાછા  વળીને

ઝાડ તો ફળે લે ..લૂર

ઝાડ તો ફળે …લે લૂર  લે…લૂર

 

———————————-

mango tree
 

 

 લેખિકાનો પરિચય : 

દર્શના ભટ્ટ … 
darshna bhatt

વતન ભાવનગર. અર્થશાસ્ત્ર સાથે એમ.એ તથા ઈંગ્લીશ,ગુજરાતી સાથે બી.એડ કર્યું.

ભાવનગરની અંગ્રેજી માધ્યમની ” ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કુલ ” માં એકત્રીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગુજરાતી શીખવતા હું જ તેમની પાસેથી ઘણું શીખી.   નિવૃત્તિ પછી પ્રવૃત્ત રહેવા માટે પડોશી સંસ્થા સ્વામી નારાયણ ગુરુકુળમાં ઉચ્ચતર માધ્યમિકમાં સંચાલન કાર્ય સંભાળ્યું.

 

બંને પુત્રો નોર્થ અમેરિકામાં સ્થાયી થતાં,અગિયાર વર્ષની આવન જાવનથી ત્રાસ પામી,છેવટે એન.આર.આઈ બનવું પડ્યું. મને ઓળખાતા મારા વિદ્યાર્થી મિત્રો અને અન્ય મિત્રો મને જયારે પૂછે કે ત્યાં શું પ્રવૃત્તિ કરો છો ત્યારે “ઘરમાં શાંતિ થી રહેતા શીખું છું ” એવા મારા જવાબને સાચો માનતા નથી. 

લેખન,વાચન,ગીત,સંગીત,આકાશ દર્શન,ઈતિહાસ અને રાજકારણ મારા રસના વિષયો છે. 

અત્યારે ફીલાડેલ્ફીયામાં પુત્ર, પુત્રવધુ અને તેમની બે પુત્રીઓ સાથે આનંદથી સમય વિતાવું છું.

 

બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.