થાઇરોડ અને હોમીઓપેથી … ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(વિડીયો શ્રેણી ભાગ-૬) …

થાઇરોડ અને હોમીઓપેથી … ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(વિડીયો શ્રેણી ભાગ-૬) …

– ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

 

 

મિત્રો, છેલ્લા એક માસથી અનિવાર્ય સંજોગવસાત ‘દાદીમા ની પોટલી’ પર અમો અનિયમિત રીતે પોસ્ટ મૂકી શકીએ છીએ, જે કારણે આપ સર્વેને વારંવાર તકલીફ પડતી હોય છે તે બદલ અમો અંતરપૂર્વકથી આપ સર્વેની ક્ષમા ચાહિએ છીએ. ટૂંક સમયમાં જ આ બાબત ફરિયાદ નહિ રહે જે માટે અમારી સતત કોશિશ ચાલુ જ છે. આપ સર્વેના સહકાર બદલ આભાર.

 

 thyroid

 

 

 

વિશ્વભરમાં ૨૫ મે ‘વર્લ્ડ થાઇરોઇડ ડે’ તરીકે ઉજાવવામાં આવે છે. ડોક્ટરના મતે થાઇરોડ શરીરનો વિકાસ કરે છે, પરંતુ શરીરમાં થાઇરોઇડના પ્રમાણ વધવા કે ઘટવાથી તે શરીરને નુકશાન પહોંચાડે છે.

 

 

અનેક પાઠક મિત્રોની  થાઇરોડ અંગેની જાણકારી માટે ,લાંબા સમયની વિનંતી ને ધ્યાનમાં લઇ, ડૉ. પાર્થ માંકડ – (અમદાવાદ) ને અમોએ ખાસ વિનંતી કરેલ, જેને ધ્યાનમાં લઇ તેઓ તરફથી ખાસ વિડ્યો કલિંગ આજ રોજ આપ સર્વે માટે  મોકલવામાં આવેલ છે.  તો આજે આપણે તેમની પાસેથી મળેલ વિડીયો ક્લીપીંગ પોસ્ટ દ્વારા થાઇરોડ અંગે પ્રાથમિક જાણકારી રૂબરૂ મેળવીશું …

  

ઉપરોક્ત વિડીયો શ્રેણી  ‘દાદીમા ની પોટલી’  પર શરૂ કરવા બદલ  ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ નાં અમો અંતરપૂર્વક થી આભારી છીએ.

 

શુભમ ભવતુ !!
Have a Healthy time further

Regards,

 

 

Dr. Parth Mankad
Mob: 097377 36999
www.homeoeclinic.com

 

 

તો ચાલો, આજે ફરી એક વખત ડૉ. પાર્થ ને  વિડ્યો શ્રેણી દ્વારા મળીએ અને શ્રેણી માણીએ ….  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ ‘ (ભાગ – ૬) …

 

માત્ર થોડો સમય ફાળવી … થાઇરોડ અંગેની સ્વાસ્થ્ય ની જાણકારી અંગેનો વિડીઓ અહીં માણશો …

 

 થાઇરોડ અંગેની વિડ્યોક્લીપ માણવા નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો…

 

 

 

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ -રૂબરૂ શ્રેણી’   (ભાગ-૫)વિડીયોક્લીપીંગ – બ્લોગ પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ દ્વારા આપના મંતવ્યો જરૂર જણાવશો. આપના  પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

 

 

 આપના પ્રતિભાવ દ્વારા આપના સુચન અને સ્વાસ્થ્ય અંગેના આપના ઉદભવતા પ્રશ્નો પણ મોકલતા રહેશો તેવી નમ્ર વિનંતી સાથે અમે આશા રાખીએ છીએ….

 

 
ડૉ.પાર્થ માંકડ ના સંપર્ક ની વિગત :

dr.parth mankadડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

‘હોમીઓક્લીનીક’
6, નંદનવન ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ.
મોબાઈલ : +9197377 36999; +9194288 99282
E mail : [email protected]
Web add : www.homeoeclinic.com

 
પૂરક માહિતી ….

 

 thyroid

 

વિશેષ માહિતી …

 

એક રીતે મિત્ર અને બીજી રીતે દુશ્મન થાઇરોઈડ ગ્રંથી …

ફિટનેસ – મુકુંદ મહેતા

 

 

થોડા વખત પહેલાં આ કોલમમાં આખા શરીરની જુદી જુદી હોર્મોન્સ ગ્લેન્ડ્‌ઝ (અંતસ્ત્રાવી ગ્રંથિઓ) વિષે સામાન્ય વાત કરી હતી. આજે ‘થાઇરોઇડ’ ગ્રંથી વિશે વાત કરીએ. મોટા ભાગે ‘થાઇરોઇડ’ની તકલીફ સ્ત્રીઓમાં વિશેષ કરીને થાય છે. જો સમયસર આ ગ્રંથીને કારણે થનારી તકલીફોની સારવાર કરવામાં ના આવે તો આરોગ્યના ઘણા પ્રોબ્લેમ થાય. એક રીતે મિત્ર અને બીજી રીતે દુશ્મન એવી થાઇરોઇડ ગ્રંથી અને તેને કારણે થનારા રોગોની વાત કરીશું.

 

 

૧. થાઇરોઇડ એટલે શું ? તેના વિકારો કયા કયા રોગ કરે ?

થાઇરોઇડ ગ્રંથી તમારા ગળાના મઘ્ય ભાગમાં ટેકરા જેવી થાઇરોઇડ કાર્ટીલેજ, જેને ‘આદમ્સ એપલ’ કહે છે તેની સહેજ જ નીચે પતંગીઆના આકારની (ચિત્ર જુઓ) અન્નનળીના ઉપરના ભાગમાં આવેલી છે. આ ગ્રંથી થાઇરોઇડ હોર્મોન (ટી-૩ અને ટી-૪) ઉત્પન્ન કરે છે જે લોહીમાં મળી શરીરના દરેક અંગોમાં પહોંચે છે. તમારા ઘરમાં એ.સી. મશીન ચાલે છે તે રીતે થાયરોઇડ ગ્રંથી કામ કરે છે. રૂમ ખૂબ ઠંડી થાય ત્યારે થર્મોસ્ટેટને કારણે એ.સી.ઓટોમેટિક બંધ થાય અને ઉષ્ણતામાન વધે ત્યારે થર્મોસ્ટેટના કારણે એ.સી. ઓન થાય તે જ રીતે થાઇરોઇડ ગ્રંથીમાંથી નીકળતા હોર્મોન શરીરની બધી જ ક્રિયાનું નિયમન કરે છે. જ્યારે શારીરિક ક્રિયાનો વેગ ઓછો થાય ત્યારે થાઇરોઇડ ગ્રંથી ઓછો હોર્મોન ઉત્પન્ન કરે, જ્યારે વધારે શક્તિ જોઈએ ત્યારે વધારે હોર્મોન નીકળે. થાઇરોઇડ ગ્રંથીનું થર્મોસ્ટેટ બધી જ ગ્રંથીને કંટ્રોલ કરનાર ‘પિચ્યુટરી ગ્રંથી’ છે. પિચ્યુટરી ગ્રંથી ‘થાઇરોઇડ સ્ટિમ્યુલેટંિગ હોર્મોન’ (ટી.એસ.એચ.) ઉત્પન્ન કરે છે, જે થાઇરોઇડ ગ્રંથીમાંથી નીકળતા ટી-૩ અને ટી-૪ના પ્રમાણને કાબૂમાં રાખે છે. કોઈકવાર થાઇરોઇડ ગ્રંથિમાંથી ટી-૩ અને ટી-૪ વધારે પડતા નીકળે તો તે પરિસ્થિતિને ‘હાઇપર થાઇરોઇડઝસ’ કહેવાય. કોઈ વખત ટી-૩ અને ટી-૪ ઓછા નીકળે તો તે પરિસ્થિતિને ‘હાઇપોથાઇરોડિઝમ’ કહેવાય. પહેલામાં શરીરની બધી ક્રિયા ઝડપથી થાય, બીજામાં એકદમ ધીમી પડી જાય. જ્યારે પિચ્યુટરી ગ્રંથી જેને ‘માસ્ટર ગ્રંથી’ કહેવાય છે તેનો કંટ્રોલ થાઇરોઇડ ગ્રંથી પરથી જતો રહે ત્યારે આવું બને. આ સિવાય થાઇરોઇડ ગ્રંથીમાં ચેપ લાગ્યો હોય (થાઇરોઇડાઇટીસ) અથવા તો થાઇરોઇડ ગ્રંથિની વૃદ્ધિ થઈ હોય (ગોઇટર) ત્યારે અને ‘ગ્રેવ્સ ડીસીઝ’ હોય ત્યારે આવું બને.

 

 

‘હાઇપર થાઇરોડીઝ’ એટલે શું ?

‘હાઇપર’ એ શબ્દ ગ્રીક ભાષાનો છે જેનો અર્થ ‘વધારે’ થાય. ૨૪ કલાકમાં એક પાઉન્ડના ૫૦ હજારમાં ભાગ જેટલો થાઇરોઇડ હોર્મોન (ટી-૩ અને ટી-૪) જો વધારે પ્રમાણમાં નીકળે તો શરીરની બધી જ ક્રિયા ઝડપથી થાય. દા.ત. હૃદયના ધબકારા વધી જાય ૨. નર્વસનેસ આવે (ગભરામણ થાય) ૩. ખૂબ પરસેવો થાય, ૪. સ્નાયુ ઢીલા પડી જાય, ૫. હાથ ઘુ્રજવા માંડ, ૬. વજન ઘટી જાય, ૭. વાળ ઓછા થઈ જાય, ૮. ચામડી પાતળી પડી જાય અને સુકાઈ જાય, ૯. ખૂબ ગરમી લાગે, ૧૦ વારેવારે ઉલટી થાય અને ટોઇલેટ જવું પડે, ૧૧ માસિક ધર્મમાં પ્રમાણ અને નિયમિતતા ઘટી જાય, ૧૨. થાઇરોઇડ ગ્રંથિ મોટી થાય, ૧૩. આંખો બહાર નીકળી હોય તેવું લાગે, ૧૪. ભૂખ ખૂબ લાગે પણ વજન ઘટે, ૧૫. ખૂબ ગુસ્સો આવે. એક વાત યાદ રાખો આ બધા લક્ષણ એક સાથે ન થાય પણ જો એક કે બે લક્ષણો ચાલુ રહે તો ડોક્ટરને બતાવવું યોગ્ય ગણાશે.

 

 

હાઇપોથાઇરોડીઝમ એટલે શું ?

આ પરિસ્થિતિમાં થાઇરોઇડ ગ્રંથિમાંથી ટી-૩ અને ટી-૪ હોર્મોનનું પ્રમાણ ઓછું (હાઇપો) નીકળે ત્યારે શરીરની બધી ક્રિયાઓ ધીમી પડી જાય. દુનિયામાં ૫ લાખ વ્યક્તિઓને આ તકલીફ હોય છે જેમાંના મોટા ભાગના લોકોને આની ખબર હોતી નથી. આ તકલીફ સ્ત્રીઓમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. દર ૪૦૦૦ નવા જન્મેલા બાળકોમાંથી ૧ બાળકને આ તકલીફ હોય છે. જો આ બાળકની સારવાર તાત્કાલીક કરવામાં ના આવે તો તેનો વિકાસ થતો નથી અને મંદબુદ્ધિ થઈ જાય છે. આવું ના થાય તે માટે અગમચેતી તરીકે દરેક નવા જન્મેલા બાળકના ટી-૩ અને ટી-૪ હોર્મોનની તપાસ કરાવી લેવી જરૂરી છે. હાઇપો થાઇરોડીઝમના લક્ષણોમાં ૧. શરીરની બધી ક્રિયા- ચાલવાની, ઉભા થવાની, વાતો કરવાની ધીમી પડી જાય ૨. દરદી જલદી થાકી જાય, વારેવારે સૂઈ જાય અથવા સૂવાનું પસંદ કરે ૩. તેને ખૂબ ઠંડી લાગે, ૪. રાત્રે પૂરી ઊંઘ લીધી હોય તો પણ દિવસે ઉંઘમાં જ (ઉઘરેટો- ડ્રાઉઝી) લાગે, ૫. હૃદયના ધબકારા ધીમા પડી જાય, ૬. યાદશક્તિ ઓછી થઈ જાય, ૭. એકાગ્રતા જતી રહે, ૮ વારેવારે ક્રેમ્પસ (નસ ચઢી જવી) એટલે કે સ્નાયુ ખેંચાઈ જાય, ૯. ભૂખ ઓછી લાગે પણ વજન વધી જાય, ૧૦. અવાજ ભારે થઈ જાય, ૧૧ વાળ પાતળા થઈ જાય, ૧૨. ચામડી સુકાઈ જાય અને ખરબચડી થાય, ૧૩. ખૂબ ડિપ્રેશન આવે, ૧૩ માસિક ધર્મનું પ્રમાણ વધારે આવે, ૧૪. સ્તનમાંથી દૂધ જેવો પદાર્થ નીકળે, ૧૫ નપુંસકતા આવે, ૧૬. ગોઇટર (ગ્રંથીની વૃદ્ધિ) થાય, ૧૭ કબજીયાત થાય, ૧૮ કોલેસ્ટ્રોલ વધી જાય, ૧૯ લોહી ઓછું (એનીમીઆ) થાય. અહીં આટલું યાદ રાખશો કે મોટી ઉંમરે ઉપરના લક્ષણોમાંથી ઘણાં થાય. લેબોરેટરીમાં તપાસ કરાવી અને ‘હાઇપો થાઇરોડીઝમ’ નક્કી કરવું જોઈએ.

 

 

થાઇરોઇડની ઉપર જણાવેલી બન્ને પરિસ્થિતિનું નિદાન કેવી રીતે થાય ?

 

 

૧. લેવલ ટી-૩ અને ટી-૪ની તપાસ લેબોરેટરીમાં કરાવી અને તેનું પ્રમાણ નોર્મલથી ઓછુ કે વધારે હોય તે જાણીને ‘હાઇપો’ કે ‘હાઇપર’ થાઇરોડિઝમ છે તે નક્કી થાય. આ તપાસને (‘આરઆઇએ’) રેડિયો ઇમ્યુન એસે તપાસ કહેવાય. નોર્મલ નીચે પ્રમાણે ગણાય.
ટી-૩ (આર.આઇ.એ.) – ૪.૨થી ૧૩.૧ એનજી/ એમએલ
ટી-૪ (આર.આઇ.એ.)- ૭૦થી ૨૦૦ એનજી/ ૧૦૦ એમલએલ

૨. ઉપર જણાવેલ બન્ને પ્રકાર (ટી-૩ અને ટી-૪)ના પ્રમાણનો આધાર અગાઉ જણાવ્યા પ્રમાણે થાઇરોઇડ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન (ટીએસએચ) જે પિચ્યુટરી ગ્રંથિમાંથી નીકળે છે તેની ઉપર છે. માટે તેની તપાસ કરવી પણ જરૂરી છે જેનું નોર્મલ પ્રમાણ નીચે પ્રમાણે છે.
ટી.એસ.એચ. (આર.આઇ.એ.) – ૦.૨૫થી ૫.૧ માઇક્રો આઇક્યુ/ એમએમ

૩. ખાસ સૂચના યાદ રાખો. હાઇપર કે હાઇપો થાયરોડિઝમના લક્ષણ હોય કે ના પણ હોય દરેક વ્યક્તિ (ખાસ કરીને સ્ત્રીઓએ) ૪૦ વર્ષ પછી ઉપરની ત્રણે તપાસ પ્રમાણિત લેબોરેટરીમાં કરાવી લેવી જરૂરી છે અને આગળ જણાવ્યું તે પ્રમાણે નવજાત બાળકની પણ આ તપાસ કરાવી લેવી જરૂરી છે.

 

 

‘થાઇરોઇડાઇટીસ’ એટલે શું ?

થાઇરોઈડાઇટીસ એટલે થાઇરોઇડ ગ્રંથિનો સોજો જે કોઈ ચેપ લાગવાથી થયો હોય. આગળ જણાવેલ હાઇપર થાઇરોડીઝમનું મુખ્ય કારણ ‘થાઇરોડાઇટીસ’ છે. આ રોગના જે કોઈ લક્ષણો છે તે ‘હાઇપર થાઇરોડીઝમ’ના છે. શરૂમાં આ રોગમાં થાઇરોઇડ ગ્રંથી મોટી થાય પછી સંકોચાય. આને ‘હાઇથોમોથાઇરોડાઇટીસ’ કહે છે જે વારસાગત છે. કોઈકવાર ૧૫થી ૪૫ વર્ષમાં શરીરના બીજા કોઈ ચેપથી થાય અથવા કોઈને બાળકના જન્મ પછી પણ પણ થાય પણ આ કાયમ રહે નહીં, મટી જાય.

 

 

ગોઇટર (થાઇરોઇડ ગ્રંથીની વૃદ્ધિ) એટલે શું ?

આખી દુનિયામાં ગમે તે ઉંમરે આ રોગ થવાનું કારણ ખોરાકમાં ‘આયોડીન તત્ત્વ’ની ઉણપ છે. ‘આયોડીન’ ખોરાકમાં પૂરતું ન હોય તો થાઇરોઇડ ગ્રંથિ ટી-૩, ટી-૪ બનાવી શકે નહિ. ગોઇટરથી પરેશાન થવું ના હોય તો જે મીઠામાં આયોડિન હોય એટલે કે ‘આયોડાઇઝ્‌ડ સોલ્ટ’ ખોરાકમાં લેવું જોઈએ. થાઇરોઇડના આગળ ગણાવ્યા તે બધા જ રોગોમાં ‘ગોઇટર’ થઈ શકે.

 

 

થાઇરોઇડના રોગોની સારવાર શું ?

૧. નિષ્ણાત એન્ડોક્રાઇનોલોજીસ્ટની સારવાર એકવાર ‘થાઇરોઇડ’ની તકલીફની ખબર પડે ત્યારે કરવી જોઈએ જે સમયાંતરે નિયમિત લેબોરેટરી તપાસ કરાવી અને થાઇરોઇડના હોર્મોનની વધઘટ જોઈને થાઇરોડ હોર્મોનની ગોળીઓ એટલે કે દવાની ફેક્ટરીમાં બનાવેલી ‘સિન્થેટિક હોર્મોન’ની ગોળીઓ આપે. એલોપથીમાં આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આખી જંિદગી ગોળી લેવી પડે અને દર ત્રણ ચાર મહિને તપાસ કરવી જોઈએ.

૨. ગોઇટર (થાઇરોઇડ ગ્રંથિની વૃદ્ધિ)માં રેડીઓએક્ટીવ આયોડિન આપવાથી વધેલી ગ્રંથિ સંકોચાઈ જાય અને આવા કેસમાં પણ ટી-૩ અને ટી-૪ની તપાસ અવારનવાર કરાવી ‘થાઇરોઇડ હોર્મોન’ની સીન્થેટિક ગોળી આપવી પડે.

૩. જ્યારે થાઇરોડ ગ્રંથિ વધી ગઈ હોય (ગોઇટર) ત્યારે બાયોપ્સી કર્યા પછી થાઇરોઇડ ગ્રંથીનું કેન્સર નીકળે તો ઓપરેશનથી આ ગાંઠ કાઢી નાંખવી પડે. ત્યારે પણ થાઇરોઇડ હોર્મોનની ગોળી આપવી પડે.

૪. ગોઇટર હોય ત્યારે આંખો આગળ આવી હોય ત્યારે મોટે ભાગે સારવારની જરૂર નથી પડતી. સારવારથી ગોઇટરનો ઉપાય કર્યા પછી આગળ આવી ગયેલી આંખો પાછી ઠીક થઈ જશે. કારણ ગાંઠના દબાણથી આવી હતી. આંખોની તકલીફ માટે ‘મીથાઇલ સેલ્યુલોઝ’ના ટીપા નાખવા અને આંખોમાંથી (પોપચા બંધ ન થવાથી) પાણી નીકળ્યા કરતું હોય તો કાળા ગ્લાસ (ગોગલ્સ) પહેરવા.

 

 

થાઇરોઇડ માટેના થોડા સવાલ- જવાબ

 

 

સ.: ટી-૩ અને ટી-૪ એટલે શું ?

જ.: ટી-૩ એટલે ટ્રાઇઓયોડોથાયરોનીન જ્યારે ટી-૪ એટલે થાયરોક્ષીન. તંદુરસ્ત થાઇરોઇડમાં આ બંને હોર્મોન આગળ જણાવ્યું તે પ્રમાણે જરૂર લાગે તે પ્રમાણે નીકળે અને જરૂર કેટલી છે તે પીચ્યુટરી ગ્રંથી નક્કી કરે એટલે શરીરને જેટલું એક્ટીવ કરવું હોય કે ધીમું તે પ્રમાણે પીચ્યુટરી ટી.એસ.એચ. (થાઇરોઇડ સ્ટિમ્યુલેટીંગ હોર્મોન) ઉત્પન્ન કરે.

 

 

સ.: ‘હાઇપર થાઇરોઇડ ક્રાઇસી’ એટલે શું ?

જ.: ભાગ્યે જ થનારી આ તકલીફમાં થાઇરોઇડ હોર્મોન વધારે નીકળવાથી તાવ આવે, ગભરામણ થાય, હાર્ટના ધબકારા વધી જાય અને હાર્ટ બંધ થઈ મૃત્યુ થાય.

 

 

સ.: થાઇરોઇડની ગોળીઓ આખી જિંદગી લેવી પડે ?

જ.: હા, અવારનવાર તપાસ કરી થાઇરોઇડ હોર્મોનનું પ્રમાણ નક્કી કરી આજીવન લેવી પડે.

 

 

સ.: થાઇરોઇડના કિસ્સા કેમ વધવા માંડયા છે ?

જ.: મૂળ મગજની ગરબડ છે. નાની મોટી બાબતમાં માનસિક તનાવ (ટેન્શન), નારાજગી, ગુસ્સો, ભવિષ્યની ખોટી ચંિતા, ભૂતકાળને યાદ કરવાની ખરાબ ટેવ, નાની નાની બાબતોમાં મૃત્યુનો ડર, ભય, ભ્રમણા, અહંકાર આ બધા કારણથી પીચ્યુટરી ગ્રંથી ફક્ત થાઇરોઇડ ગ્રંથી પરનો કાબુ નહી પણ બધી ગ્રંથીઓ પર તેનો કાબૂ રહેતો નથી.

 

 

સ.: થાઇરોડની તકલીફમાં ખોરાક કે કસરત મદદ કરે ખરા ?

જ.: રોગ થતા પહેલાં ૪૦ મિનિટ નિયમિત ગમતી કસરત કરવાથી શરીરની મુખ્ય ગ્રંથિ પિચ્યુટરી તંદુરસ્ત રહેશે, જેથી થાઇરોઇડ પણ તંદુરસ્ત રહેશે. કસરતથી આત્મવિશ્વાસ વધશે, તનાવ ઓછો થશે, મન શાંત થશે આ જ રીતે લીલા શાકભાજી ખાવાથી કેલ્શ્યમ અને મેગ્નેશ્યમ મળશે જેથી થાઇરોઇડની તકલીફ નહીં થાય. પણ આ બઘું થાઇરોઇડની તકલીફ થાય તે પહેલાં કરવાનું છે એ યાદ રાખશો. રોગ થયા પછી તો દવા લેવી પડે. કેટલાક કિસ્સામાં આ રોગમાં હોમીયોપેથીક સારવારથી રોગ તદ્દન જતો રહ્યો છે એવો દાવો હોમિયોપેથીવાળા કરે છે ખરા.

 

 

સાભાર : મુકુંદ મહેતા (ગુજરાત સમાચાર દૈનિક)

 

 

વિશ્વભરમાં ૨૫ મે ‘વર્લ્ડ થાઇરોઇડ ડે’ તરીકે ઉજાવવામાં આવે છે. ડોક્ટરના મતે થાઇરોડ શરીરનો વિકાસ કરે છે, પરંતુ શરીરમાં થાઇરોઇડના પ્રમાણ વધવા કે ઘટવાથી તે શરીરને નુકશાન પહોંચાડે છે.

થાઇરોઇડથી શરીર વિકસે : થાઇરોઇડની વધ-ઘટ નુકસાન કારક

‘વર્લ્ડ થાઇરોઇડ ડે’ના દિવસે સયાજી હોસ્પિટલના મેડીસીન વિભાગના અધિક પ્રધ્યાપક ડો.રૂપલ દોશીએ જણાવ્યું હતું કે, ભારતમાં સવા ચાર કરોડ લોકો થાઇરોઇડથી થતા વિવિધ રોગોથી પીડાય છે. દુનિયાભરમાં દરવર્ષે થાઇરોઇડના નવા દર્દીઓનો ઉમેરો થાય છે. જ્યારે વિવિધ રોગ થયાના ૬૦ ટકા કેસોમાં તેઓનું યોગ્ય નિદાન થતું નથી. થાઇરોઇડ ગ્રંથી ગળાના આગળના ભાગે આવેલી હોય છે. જેનો અંતસ્ત્રાવ શરીરના દરેક અંગોને અસર કરે છે. આમ તો થોઇરોઇડ શરીરનો વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ શરીરમાં થાઇરોઇડનું પ્રમાણ વધે તેને હાઇપર થાઇરોઇડીઝમ અને ઘટે તેને હાઇપો થાઇરોઇડીઝમ તરીકે ઓળખવામાં આવે છે.

 

દેશમાં સવા ચાર કરોડ લોકો થાઇરોઇડના વિવિધ રોગોના શિકાર

 

ગળાના ભાગે ગાંઠ, દુખાવો, ગળામાં તકલીફ થઇ હોય છે. પરંતુ થાઇરોઇડ હાઇપર થાય તો, ગરમી લાગે, હદયના ધબકારા ઘટે, વજન વધે, ઝાડા થાય, ટુંકમાં શરીરમાં થતી બધી જ ક્રિયાઓ જલ્દી થવા માડે છે. જ્યારે થાઇરોઇડ હાઇપોમાં, શરીર શિથીલ અને સુસ્ત થઇ જાય, વજન વધે તથા શરીરે સોજા આવે, અવાજ જાડો થાય, ઠંડી લાગે, ચામડી સુકી થઇ જાય, કામ કરવાનં મન ન થાય અને માનસિક તણાવનો ભોગ બને તે હાઇપોના લક્ષણો છે. થાઇરોઇડની ખામી હોય તો તેવા બાળકો માનસિક રીતે નબળા હોવાની પણ સંભાવના રહે છે. તેમજ બાળકોનો શારિરીક, માનસીક અને બૌધીક વિકાસ ધીમો થાય છે. થાઇરોઇડના હોર્મોન બને તે માટે આયોડીન યુક્ત ખોરક લેવો અતિઆવશ્યક છે. આયોડીન જેમાંથી બને તે માટે આયોડાઇઝ સોલ્ટ, વેજમાં બટાકા, દૂધ અને દહીં વગેરે, જ્યારે નોનવેજમાં સી ફૂડમાંથી પૂરતા પ્રમાણમાં આયોડીન મળી રહે છે.

સૌજન્ય : સંદેશ દૈનિક