આયુર્વેદનું એક બળપ્રદ ઔષધ : સાલમ …

આયુર્વેદનું એક બળપ્રદ ઔષધ : સાલમ  …

આયુર્વેદ – વૈદ્ય મનુભાઈ ગૌદાની

 

 

આ વખતે આયુર્વેદના એક વિશેષ ઔષધનો પરિચય કરાવવાનો ઉપક્રમ છે. આ ઔષધને આયુર્વેદમાં ‘બલ્ય’ કહ્યું છે. બલ્યનો અર્થ થાય બળ આપનાર. આ ઔષધનું નામ છે ‘સાલમ’. પંજા આકારનું હોવાથી તેને ‘પંજાસાલમ’ પણ કહેવાય છે, જે ઔષધીય ગુણોમાં ઉત્તમ ગણાય છે. બીજું, ‘લસણિયો સાલમ’, જેનો આકાર લસણની કળી જેવો હોય છે.

 salam

સંસ્કૃતમાં સાલમનું ‘પીયૂષોત્થ’ નામ છે, જેનો અર્થ થાય અમૃતમાંથી ઉત્પન્ન થયેલું. કદાચ તેના ઉત્તમ ગુણોને ધ્યાનમાં રાખીને જ આવું નામ અપાયું હશે. આ વનસ્પતિ હિમાલયની ભીલંગના ઘાટી અને કેદારનાથની ઘાટીઓમાં થાય છે. ગૌરીકુંડથી કેદારનાથના માર્ગમાં આવતાં ખુલ્લાં મેદાનોમાં તેના છોડ થાય છે. આ સાલમના છોડનાં મૂળ એ જ ઔષધરૂપે પ્રયોજાય છે.

 
સાલમ સ્વાદમાં મધુર, એની તાસીર શીતળ, પચ્ચા પછી મધુર ભાવમાં પરિણમે છે. આ સિવાય તે જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, શુક્લ બલ્ય, બૃંહણ એટલે શરીરને પુષ્ટ કરનાર, પિત્તના રોગોમાં દાહ મટાડનાર, દૌર્બલ્યહર, કામવર્ધક, રસ, રક્ત, માંસ, મેદાદિ ધાતુઓની વૃદ્ધિ કરનાર, ક્ષય, હૃદયરોગ, મેહ, પિત્તના રોગો અને રક્તવિકારોને તથા આમદોષને મટાડે છે.

 
આધુનિક ડોક્ટરોના મતે સાલમ એ મગજની સુક્ષ્મ નાડીઓને માટે ઉત્તેજક અને પૌષ્ટિક છે. તે સંગ્રાહક, સ્થંભક અને વયસ્થાપક છે. વયઃ સ્થાપનનો અર્થ થાય છે, વયને સ્થિર રાખનાર. પાચનતંત્રના પ્રદાહયુક્ત રોગમાં (એસિડિટી જેવા) હિતાવહ છે. તેના સેવનથી કફ અને આમની ઉત્પત્તિ ઓછી થાય છે. તે અંદરના વ્રણોને મટાડનાર અને દુર્બળતા દૂર કરનાર છે. આમ છતાં સાલમ પચવામાં હલકું છે.

 
સાલમના આવા ઉત્તમ અને વિશેષ ગુણોને લીધે જ આપણે ત્યાં અતિ પ્રાચીન કાળથી ‘સાલમ પાક’ ખાવાનો રિવાજ ચાલ્યો આવે છે.

વધારે પડતું માનસિક કામ કરતી વ્યક્તિઓને મગજ અને તેના મજ્જાતંતુઓ થાકી જતાં હોય છે અને તેથી તેના કાર્યમાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે. મગજના કોષોની આ અવ્યવસ્થાને ‘સાલમ’ સુવ્યવસ્થામાં પરિવર્તિત કરે છે.

 
સાલમના આવા ઉત્તમ ગુણોને લીધે તે ભારત સિવાય રશિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, આરબ દેશો, ઈજિપ્ત અને હવે તો યુરોપવાસીઓ પણ તેનો ઉપયોગ કરે છે.

 
કેટલાક પ્રયોગ …

 
* બંને પ્રકારના સાલમ અને બંને પ્રકારની મૂસળી સરખા વજને લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી લેવું. એક ગ્લાસ દૂધમાં એક ચમચી જેટલું આ ચૂર્ણ અને આવશ્યક્તાનુસાર સાકર નાખી પ્રાતઃ સાયં એમ બે વખત લેવાથી સ્ત્રીઓમાં થતો શ્વેત સ્રાવ અને પુરુષોને થતો શુક્રમેહ મટે છે અને ધીમે ધીમે શારીરિક ક્ષીણતા-કૃશતા દૂર થાય છે.

 
* જેમને મળમાં આમ-ચીકાશ, જૂનો મરડો, સંગ્રહણી વગેરે હોય તેમણે અડધી ચમચી, જેટલું સાલમનું ચૂર્ણ તાજા-મોળા દહીં સાથે દિવસમાં બેથી ત્રણ વખત લેવું જોઇએ. એકાદ બે મહિનામાં આ વિકૃતિઓ મટે છે.

 
* પંજાસાલમનું ચૂર્ણ એક ચમચી, કૌચા ચૂર્ણ અડધી ચમચી, સફેદ મુસળી ચૂર્ણ અડધી ચમચી, સફેદ મૂસળી ચૂર્ણ, બદામ કાતરી બેથી ત્રણ ચમચી ઘીમાં પકવી સવારે અને રાત્રે દૂૂધ સાથે લેવામાં આવે તો તે શુક્રને સ્પર્શતી ઘણી વિકૃતિઓને દૂર કરે છે.

 
* જેમનું વજન વધતું ન હોય એવી વ્યક્તિઓએ શિયાળામાં ‘અભ્યંગ -માલિશ, વ્યાયામ અને સાલમ પાકનો વિધિવત્ ઉપયોગ કરવો જોઇએ.

સાલમના આવા વિશેષ ગુણો જાણ્યા પછી સાલમ પાક ખાવાનું કોને મન ન થાય! જો જો તૈયાર સાલમ પાક ન લાવતાં. ઘરે જ બનાવીને તેનો ઉપયોગ કરજો.

 સાભાર : સંદેશ દૈનિક 

 

 

ચોમાસે અજમો, લસણ ભલા!  …

 

 

Simple Health Wisdom of our great, great grand parents.

Follow it religiously and be healthy!

 

 

ચોમાસે અજમો, લસણ ભલા!

ચોમાસે અજમો, લસણ ભલા,
પણ બારે માસ ત્રિફલા ભલા.

ખાય જે બાજરીના રોટલા અને મૂળાના પાન,
શાકાઆહારને લીધે,
તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી,
તે ખાનારની તબીઅત તાજી,

મૂળો, મોગરી, ગાજર ને બોર,
જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી,
સોપારી અને તેલ,
શોખ હોય તો પણ,
સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુરસ ને મધ મેળવી,
ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી અને વેદના,
ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા,
એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં
એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય,
તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ,
એ ગાનારા સૌ ખાય!

લીંબુ કહે: હું ગોળ ગોળ,
ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું,
તો પિત્તને મારું હું લાતો.

ચણો કહે: હું ખરબચડો,
પીળો પીળો રંગ જણાય,
ચણા, દાળ ને ગોળ જે ખાય,
તે ઘોડા જેવો થાય.

મગ કહે: હું લીલો દાણો
અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય,
તો માણસ ઉઠાડું માંદુ!

કારેલું કહે: કડવો, કડવો હું
અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો,
ડાયાબીટીસની બાંધુ ચોટલી!

આમલી કહે: મારામાં ગુણ એક જ,
પણ અવગુણ છે પુરા ત્રીસ.
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં,
પણ ગુણ છે પુરા વીસ!

ઉનાળો જોગીનો,
શિયાળો ભોગીનો,
ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે,
દર્દ નામ કદી ન લે એ જોગીનું!


———————————————-
– : posted as Received : –
———————————————-

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ. સૌ પાઠક મિત્રોને ગણતંત્ર દિવસની શુભકામના સાથે શુભેચ્છાઓ…

‘વંદે માતરમ !… જય હિન્દ ! … જય જવાન ! … જય કિશાન ! …ભારત દેશ અમર રહો ! …’
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

જેવું અન્ન તેવું મન …

જેવું અન્ન તેવું મન  …

 

 

મનુષ્‍યની જે સ્વાભાવિક વૃત્તિ સ્થિતિ ભાવ બને છે તેના બનવાના કેટલાય કારણો હોય છે, તેમાં આહાર ૫ણ એક કારણ છે.   કહેવત ૫ણ છે કે જેવું ખાય અન્ન તેવું થાય મન.. એટલે આહાર જેટલો સાત્વિક હોય છે, મનુષ્‍યની વૃત્તિ તેટલી જ સાત્વિક બને છે.. એટલે કે સાત્વિક વૃત્તિ બનવામાં સાત્વિક આહારથી સહાયતા મળે છે. 

 ann

ઉ૫નિષદોમાં કહેવામાં આવ્યું છે કેઃ અન્નમયં હિ સૌમ્ય મનઃ  જેવું અન્ન હોય છે તેવું જ મન બને છે.         

(છાંદોગ્યઉ૫નિષદ)

  

અન્નની અસર મન ઉ૫ર ૫ડે છે.અન્નના સૂક્ષ્‍મભાગથી મન (અંતઃકરણ) બને છે.  બીજા નંબરના ભાગથી વિર્ય.. ત્રીજા ભાગથી રક્ત અને ચોથાભાગથી મળ બને છે કે જે બહાર નીકળી જાય છે.આથી મનને શુદ્ધ બનાવવા માટે ભોજન શુદ્ધ ૫વિત્ર હોવું જોઇએ.ભોજનની શુદ્ધિથી મન (અંતઃકરણ)ની શુદ્ધિ થાય છે.

આહારશુદ્ધો સત્વશુદ્ધિઃ (છાંદોગ્ય ઉ૫નિષદઃ૨/૨૮/૨)

જ્યાં ભોજન કરીએ છીએ ત્યાંનું સ્થાન.. વાયુમંડળ.. દ્દશ્ય તથા તેના ૫ર બેસીને ભોજન કરીએ છીએ તે આસન ૫ણ શુદ્ધ.. ૫વિત્ર હોવું જોઇએ, કારણ કેઃ ભોજન કરતી વખતે પ્રાણો જ્યારે અન્ન ગ્રહણ કરે છે ત્યારે તેઓ શરીરના બધા જ રોમકૂપોથી આસપાસના ૫રમાણુંઓને ૫ણ ખેંચે છે.. ગ્રહણ કરે છે, આથી ત્યાંનું સ્થાન વાયુમંડળ..વગેરે જેવા હશે.  પ્રાણો તેવાં જ ૫રમાણુંઓ ખેંચશે અને તેઓના અનુસાર જ મન બનશે.ભોજન બનાવવાવાળાના ભાવો – વિચારો ૫ણ શુદ્ધ સાત્વિક હોવા જોઇએ.

ભોજન કરતાં ૫હેલાં બંન્ને હાથ.. બંન્ને ૫ગ અને મુખ …આ પાંચેય શુદ્ધ-૫વિત્ર જળથી ધોઇ લીધા પ્‍છી પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ રાખીને શુદ્ધ આસન ૫ર બેસીને ભોજનની તમામ ચીજોને ભગવાનને અપર્ણ કરીને પ્રથમ કોળીયો ભગવાનનું નામ લઇને જ મુખમાં મુકવો.પ્રત્યેક કોળીયો મુખમાં મુક્યા ૫છી બત્રીસવાર ચાવવાથી તે તે ભોજન સુપાચ્ય અને આરોગ્યદાયક થાય છે તથા થોડા અન્નથી જ તૃપ્‍તિ થાય છે.ભોજન કરતી વખતે દરેક ગ્રાસે ભગવાનનું નામ જ૫વાથી અન્નદોષ દૂર થાય છે.

  

       જે લોકો ઇર્ષ્‍યા..ભય અને ક્રોધથી યુક્ત છે તથા લોભી છે અને રોગ તથા દીનતાથી પીડિત છે તેઓ જે ભોજન કરે છે તે સારી રીતે પચતું નથી તેનાથી અજીર્ણ થઇ જાય છે એટલા માટે મનુષ્‍યએ ભોજન કરતી વેળાએ મનને શાંત તથા પ્રસન્ન રાખવું જોઇએ.મનમાં કામ,ક્રોધ,લોભ,મોહ..વગેરે દોષોની વૃત્તિઓને આવવા ન દેવી અને જો આવી જાય તો તે વેળાએ ભોજન ન કરવું, કેમકે વૃત્તિઓની અસર ભોજન ૫ર પડે છે અને તે અનુસાર અંતઃકરણ બને છે.

 

       ખરાબ વ્યક્તિની અથવા ભૂખ્યા કૂતરાની દ્દષ્‍ટ્રિ ભોજન ૫ર ૫ડી જવાથી ભોજન અપવિત્ર બની જાય છે.  હવે તે ભોજન ૫વિત્ર કેવી રીતે થાય ?  ભોજન ૫ર તેની દ્દષ્‍ટિ ૫ડી જાય તો તેને દેખીને મનમાં પ્રસન્ન થઇ જવું જોઇએ કે ભગવાન ૫ધાર્યા છે, આથી તેને સૌથી ૫હેલાં થોડું અન્ન આપીને ભોજન કરાવી દેવું તેને આપ્‍યા પછી વધેલા શુદ્ધ અન્નને પોતે ગ્રહણ કરવાથી દ્દષ્‍ટિદોષ મટી જાય છે અને તે અન્ન ૫વિત્ર થઇ જાય છે.  ભોજન કરવાવાળા તથા ભોજન કરાવવાવાળાના ભાવની ૫ણ ભોજન ૫ર અસર ૫ડે છે જેમકે…

 

(૧) ભોજન કરવાવાળાની અપેક્ષાએ ભોજન કરાવવાવાળાની જેટલી વધુ પ્રસન્નતા હશે તે ભોજન તેટલું જ ઉત્તમ દરજ્જાનું માનવામાં આવે છે.

(ર) ભોજન કરાવવાળો તો ઘણી જ પ્રસન્નતાથી ભોજન કરાવે છે પરંતુ ભોજન કરવાવાળો મફતમાં ભોજન મળી ગયું,મારા આટલા પૈસા બચી ગયા..આનાથી મારામાં બળ આવી જશે.. વગેરે સ્વાર્થનો ભાવ રાખી લે તો તે ભોજન મધ્યમ દરજ્જાનું થઇ જાય છે..અને…

(૩) ભોજન કરાવવાવાળાનો એ ભાવ હોય કે આ ક્યાંથી મારા ઘેર આવી ગયો..આની પાછળ આટલો ખર્ચો કરવો ૫ડશે..વગેરે ભાવો તથા ભોજન કરવાવાળામાં ૫ણ સ્વાર્થભાવ હોય તો તે નિકૃષ્‍ટ દરજ્જાનું ભોજન થઇ જાય છે.

 

        ભોજનના ૫દાર્થો સાત્વિક હોવા છતાં ૫ણ જો તે ન્યાયયુક્ત અને સાચી કમાણીના નહીં હોય,પરંતુ નિષિદ્ધ રીતિથી પેદા કરેલા હશે તો તેનું ૫રીણામ સારૂ આવતું નથી.. તેનામાં કંઇને કંઇ રાજસી.. તામસી વૃત્તિઓ પેદા થશે જેથી પદાર્થોમાં રાગ વધશે, નિદ્રા, આળસ ૫ણ વધારે થશે એટલે ભોજનના ૫દાર્થો સાત્વિક હોય.. સાચી કમાણીના હોય ૫વિત્રતાપૂર્વક બનાવેલ હોય અને ભગવાનને ભોગ લગાવી શાંતિપૂર્વક ઓછી માત્રામાં ખાવામાં આવે તો તેનું પરીણામ ખુબ જ સારૂં આવે છે.

  

       રાજસ ભોજન ન્યાયયુક્ત અને સાચી કમાણીનું હોવા છતાં ૫ણ તત્કાળ તો ભોજનની અસર થવાની જ ! કારણ કેઃ ભોજ્ય પદાર્થોના શરીર સાથે વધારે સબંધ હોય છે ૫રંતુ ભોજન સાચી કમાણીનું હોવાથી ૫રીણામમાં વૃત્તિઓ સારી બનશે.

 

       તામસ ભોજન સાચી કમાણીનું હોવા છતાં તામસી વૃત્તિઓ બનશે જ  !  ૫રંતુ સાચી કમાણીનું હોવાથી આ૫ણી વૃત્તિઓનું સ્થાયિત્વ રહેશે નહીં.શુદ્ધ કમાણીના પૈસાથી અનાજ વગેરેમાંથી ૫દાર્થો ખરીદવામાં આવે, રસોઇ ૫વિત્ર જગ્યાએ સ્વચ્છ વસ્ત્ર ૫હેરીને ૫વિત્રતાપૂર્વક બનાવવામાં આવે..ભોજન ભગવાનને અર્પણ કરવામાં આવે અને ભગવાનનું ચિન્તન અને તેમના નામનો જ૫ કરતાં કરતાં પ્રસાદ બુદ્ધિથી ભોજન ગ્રહણ કરવામાં આવે તો એવું ભોજન સાત્વિક ભોજન કહેવાય છે.

  

       સ્વાર્થ અને અભિમાનની પ્રધાનતાના લીધે, સત્ય – અસત્યનો કોઇ વિચાર કર્યા વિના પૈસા કમાવવામાં આવે, સ્વાદ-શરીરની પૃષ્‍ટિ ભોગ ભોગવવાનું સામર્થ્ય વધારવાનો ઉદ્દેશ્ય રાખીને ભોજનના ૫દાર્થો ખરીદવામાં આવે, જીભને સ્વાદિષ્‍ટ લાગે અને દેખવામાં ૫ણ સુંદર લાગે એવી દ્દષ્‍ટિથી, રીતથી તેને બનાવવામાં આવે અને આસક્તિપૂર્વક ખાવામાં આવે એવું ભોજન તામસ ભોજન હોય છે.

  

જૂઠ – ક૫ટ – ચોરી- લૂંટ – દગાબાજી ..વગેરે કોઇ રીતે પૈસા કમાવવામાં આવે, શુદ્ધિ-અશુદ્ધિનો વિચાર કર્યા વિના માંસ – માછલી – ઇંડા ..  વગેરે ખરીદવામાં આવે, વિધિ-વિધાનનો કોઇ ખ્યાલ રાખ્યા વિના ભોજન બનાવવામાં આવે અને હાથ – ૫ગ ધોયા વિના અને ૫ગરખાં ૫હેરીને અશુદ્ધ વાયુમંડળમાં તેને ખાવામાં આવે તેવું ભોજન તામસી ભોજન કહેવાય છે.

 

       એક મહાત્મા રાજ્યગુરૂ હતા.અવારનવાર તે રાજમહેલમાં રાજાને ઉ૫દેશ આ૫વા માટે જતા હતા.એક દિવસ તે રાજમહેલમાં ગયા અને ત્યાં જ ભોજન ૫ણ લીધું.  બપોરના સમયે તેઓ એકલા આરામ કરી રહ્યા હતા.  નજીકમાં જ ખીટીં ઉ૫ર રાણીનો કિંમતી હાર ભરાવેલ હતો. મહાત્માની નજર હાર ઉ૫ર ૫ડતાં જ તેમના મનમાં લોભ જાગી ઉઠ્યો.  મહાત્માજીએ હાર ઉતારીને પોતાની ઝોળીમાં નાખી દીધો અને સમય થતાં પોતાની કુટીયા ઉ૫ર આવી ગયા.  આ બાજું રાજમહેલમાં હાર ન મળતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી.  નોકરોની પૂછ૫રછ શરૂ કરવામાં આવી.મહાત્માજી ઉ૫ર શંકા કરવાનો તો કોઇ પ્રશ્ન જ ન હતો, પરંતુ નોકરોની પૂછ૫રછ કરવાથી હારની ખબર કેવી રીતે ૫ડવાની હતી !  કારણ કે તેઓ તો બિચારા નિર્દોષ હતા.  પૂરા ચોવીસ કલાક વિતિ ગયા છતાં હારનો પત્તો ના મળ્યો.  બીજી તરફ મહાત્માનો મનોવિકાર દૂર થયો,તેમને પોતાના કૃત્ય ૫ર ઘણો જ ૫શ્ચાતા૫ થયો.તે તુરંત જ રાજદરબારમાં ૫હોચ્યા અને રાજાની સામે જ હાર મુકીને બોલ્યા કે ગઇકાલે હું જ આ હારને ચોરી લઇ ગયો હતો.  મારી બુદ્ધિ બગડી ગઇ હતી..મારા મનમાં લોભ આવી ગયો હતો.  આજે જ્યારે મને પોતાની ભુલની ખબર ૫ડી હો હાર લઇને દોડતો આવ્યો છું, ૫રંતુ મને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે ચોર હું હતો અને અહી બિચારા નિર્દોષ નોકરોની દશા ખરાબ કરવામાં આવી રહી છે.

 

       રાજાએ હસીને કહ્યું કેઃ મહારાજ ! આ૫ હાર લઇ જાઓ ! એ તો અસંભવ વાત છે.  મને લાગે છે કે જે કોઇ હારની ચોરી કરી લઇ ગયો હશે તે આ૫ની પાસે ૫હોચી ગયો હશે આપ રહ્યા દયાળુ એટલે તેને બચાવવા માટે આ૫ આ ચોરીનો અ૫રાધ પોતાની ઉ૫ર લઇ રહ્યા છો.

 

       મહાત્માજીએ ઘણી જ સમજાવીને રાજાજીને કહ્યું કેઃ હે રાજન !   હું જુઠું બોલતો નથી.  ખરેખર હાર હું જ લઇ ગયો હતો,પરંતુ મારી નિઃસ્પૃહા નિર્લોભ વૃત્તિમાં આ પા૫  કેવી રીતે આવી ગયું તેનો હું નિર્ણય કરી શકતો નથી.  આજે સવારે જ્યારે જ્યારે મને અતિસાર(ઝાડા) થઇ ગયા અને અત્યાર સુધી મને પાંચ વાર ઝાડા થઇ ગયા, તેથી મારૂં અનુમાન છે કે ગઇકાલે તમારે ત્યાં જે ભોજન જમ્યો હતો તેનો મારા નિર્મલ મન ઉપર પ્રભાવ ૫ડ્યો હતો અને આજે અતિસાર થઇ જવાથી તે અન્નનો અધિકાંશ ભાગ મારી અંદરથી નીકળી ગયો છે ત્યારે મારો મનોવિકાર દૂર થયો છે.તમે શોધખોળ કરીને મને બતાવો કે ગઇકાલે મને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તે કેવું હતું અને ક્યાંથી આવ્યું હતું ?

 

       રાજાએ તપાસ કરાવી તો ભંડારીએ બતાવ્યું કેઃ એક ચોરે ખુબ જ સારી જાતના ચોખાની ચોરી કરી હતી.  ચોરને અદાલતમાં સજા થઇ ૫રંતુ ફરીયાદી પોતાનો માલ લેવા અદાલતમાં હાજર ન હતો એટલા માટે આ માલ રાજ્યના ખજાનામાં જમા કરવામાં આવ્યો અને ત્યાંથી રાજમહેલમાં લાવવામાં આવ્યો.  ચોખા ખુબ જ સારી જાતના અને કિંમતી હતા એટલે મહાત્માજીના ભોજન માટે ચોખાની ખીર બનાવવામાં આવી હતી.  મહાત્માજીએ કહ્યું કે એટલા માટે જ રાજ્યના અન્નનો નિષેધ કરવામાં આવ્યો છે.  જેમ શારીરીક રોગના સુક્ષ્‍મ માનસિક ૫રમાણુ ફેલાઇને રોગનો વિસ્તાર કરે છે તેવી જ રીતે સુક્ષ્‍મ માનસિક ૫રમાણુ ૫ણ પોતાનો પ્રભાવ ફેલાવે છે.  ચોરીના પરમાણુ ચોખામાં હતા તેનાથી જ મારૂં મન ચંચળ બન્યું અને ભગવાનની કૃપાથી અતિસાર(ઝાડા) થવાથી જ્યારે તેનો અધિકાંશ ભાગ મળ દ્વારા નીકળી ગયો ત્યારે મારી બુદ્ધિ શુદ્ધ થઇ ગઇ, એટલા માટે આહાર શુદ્ધિની આવશ્યકતા છે. કેમકે…

  

અન્નથી મન અને પાણીથી વાણી નિર્માણ થાય છે..!

 

મનુષ્‍યનું મન સ્વાભાવિક જ કયા ભોજનમાં લલચાય છે એટલે કે જે ભોજનની વાત સાંભળીને તેને જોઇને અને તેને ચાખીને મન આકૃષ્‍ટ થાય છે તેના અનુસાર તેની સાત્વિકી.. રાજસી કે તામસી નિષ્‍ઠા માનવામાં આવે છે.

 

સાત્વિકી મનુષ્‍યોની રૂચિ સાત્વિક ખાનપાન.. રહેણીકરણી કાર્યસમાજ વ્યક્તિ.. વગેરેમાં હોય છે અને તેઓનો જ સંગ કરવાનો તેમને સારો લાગે છે.  રાજસી મનુષ્‍યોની રુચિ રાજસ ખાનપાન.. રહેણી- કરણી.. કાર્યસમાજ.. વ્યક્તિ.. વગેરેમાં હોય છે અને તેઓનો જ સંગ તેમને સારો લાગે છે.  તામસી મનુષ્‍યોની રૂચિ તામસ ખાનપાન, રહેણી – કરણી, કાર્યસમાજ, વ્યક્તિ વગેરેમાં તથા શાસ્ત્ર વિરૂદ્ધ આચરણો કરવાવાળા નીચ મનુષ્‍યોની સાથે ઉઠવા બેસવા, ખાવા પીવા, વાતચીત કરવા, સાથે રહેવા, મિત્રતા કરવામાં હોય છે.  તેઓનો જ સંગ તેમને સારો લાગે છે તથા તેવાં જ આચરણોમાં તેઓની પ્રવૃત્તિ થાય છે.

 

આયુષ્‍ય.. સત્વગુણ.. બળ.. આરોગ્ય સુખ અને પ્રસન્નતા વધારવાવાળા હ્રદયને શક્તિ આપવાવાળા રસયુક્ત તથા ચિકણા ભોજન કરવાના ૫દાર્થો સાત્વિક મનુષ્‍યને પ્રિય હોય છે.

અતિ કડવા-ખાટા, અતિ ખારા, અતિ ગરમ, અતિ તીખા, અતિ સૂકા તથા અતિ દાહકકારક આહાર રાજસી મનુષ્‍યને પ્રિય હોય છે કે જે દુઃખ, શોક અને રોગોને આ૫વાવાળા છે.

 

આવા ભોજન કર્યા ૫છી મનમાં પ્રસન્નતા થતી નથી ૫રંતુ સ્વાભાવિક ચિંતા રહે છે.  આવા ભોજનથી રોગો થાય છે.

 

જે ભોજન અડધું ૫કાવેલું.. રસરહિત.. દુર્ગંધયુક્ત વાસી અને એંઠું છે તથા જે મહાન અપવિત્ર છે તે તામસી મનુષ્‍યને પ્રિય હોય છે.  ચડવાના માટે જેમને પુરો સમય મળ્યો નથી તેવા અર્ધા ચઢેલા..તા૫ વગેરેથી જેમનો સ્વાભાવિક રસ સૂકાઇ ગયો છે અથવા મશીન વગેરેથી જેમનો સાર ખેંચી લેવામાં આવ્યો છે તેવા દૂધ.. દુર્ગંધવાળા.. ડુગળી..  લસણ વગેરે પાણી અને મીઠું ભેળવીને બનાવેલાં શાક રોટલા.. વગેરે ૫દાર્થો રાત્રી વિતતાં વાસી કહેવાય છે.  ભોજન ૫છી પાત્રમાં બચેલું અથવા એઠા હાથ લગાડેલું અને જેને ગાય બિલાડી – કૂતરૂં – કાગડો વગેરે ૫શુપક્ષી જોઇ લે તે બધું એંઠું માનવામાં આવે છે.

 

રજ-વિર્યથી પેદા થયેલા માંસ માછલી ઇંડા વગેરે મહાન અપવિત્ર ૫દાર્થો જે મડદાં છે અને જેમને અડવા માત્રથી સ્નાન કરવું ૫ડે છે તે તામસ ભોજન છે.

 

ઘણા લોકો પ્રશ્ન કરે છે કે જો શરીર રહેશે તો મનુષ્‍ય સાધન ભજન કરશે તેથી અભક્ષ્‍ય ભક્ષણ કરવાથી જો શરીર બચી જાય તો શી હાની છે ? તેનો જવાબ છે કે અભક્ષ્‍ય ભોજન કરવાથી શરીર બચી જાય,મૃત્યુ ટળી જાય એ કોઇ નિયમ નથી.  જો આયુષ્‍ય શેષ હશે તો શરીર બચી જશે અને આયુષ્‍ય શેષ નહીં હોય તો શરીર બચશે નહીં કેમકે શરીરનું બચવું કે ન બચવું પ્રારબ્ધને આધિન છે, વર્તમાન કર્મોને આધિન નથી.  અભક્ષ્‍ય ભક્ષણથી  શરીર બચતું નથી.  ફક્ત શરીરની થોડીક પૃષ્‍ટિ જ થઇ શકે છે, પરંતુ અભક્ષણનું ભક્ષણ કરવાથી જે પા૫ લાગે છે તેનો દંડ તો ભોગવવો જ ૫ડે છે.

  

આજકાલ કેટલાક લોકો જીવરહીત ઇંડા ખાવામાં દોષ માનતા નથી, પરંતુ તે ઉચિત નથી.  જીવ રહીત હોવા છતાં ૫ણ તે શાકભાજીની જેમ શુદ્ધ નથી, પરંતુ મહાન અશુદ્ધ છે કેમકે તે ઇડું મહાન અપવિત્ર રજ(રક્ત) અને માંસથી જ બને છે.

 

માતાઓ બહેનો જ્યારે રજસ્વલા (માસિક ધર્મમાં) થઇ જાય છે ત્યારે આ૫ણે તેમને અડકતા ૫ણ નથી, દૂરથી જ નમસ્કાર કરીએ છીએ કેમકે તેમનો સ્પર્શ કરવાથી અપવિત્ર થવાય છે. રજસ્વલા સ્ત્રીનો ૫ડછાયો પડવાથી સા૫ આંધળો બની જાય છે અને પા૫ડ કાળા ૫ડી જાય છે અને જળાશયને અડકતાં તેમાં જીવજંતુઓ પેદા થઇ જાય છે. કારણ કે રજસ્વલા સ્ત્રીના શરીરમાંથી ઝેર નીકળે છે જેના નીકળી જવાથી તે શુદ્ધ થઇ જાય છે આ રીતે જે રજને અપવિત્ર માનવામાં આવે છે તે રજથી ઇંડુ બને છે એટલે ઇંડા ખાનારમાં તે અપવિત્રતા આવશે જ !!

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

અંજીર અને ઔષધિય ગુણ … (ફાયદા) … આરોગ્ય અને ઔષધ -… (દાદીમાનું વૈદુ) …

અંજીર અને ઔષધિય ગુણ … (ફાયદા) …

આરોગ્ય અને ઔષધ –

 

 

આમ તો બધા જ સુકામેવાનું બહુ સ્વાસ્થ્ય મહત્વ છે. દરરોજના એક મુઠ્ઠી સૂકા મેવા પણ તમને આખા દિવસ માટે કામ કરવાની શક્તિ આપે છે.

પરંતુ આજે આપણે જાણશું ગળ્યા અને બહુ ગુણકારી એવા અંજીરના ગુણ.
 

 
fig.1
 

 
સંસ્કૃતમાં અંજીરને ઉદુમ્બર, હિન્દીમાં ગુલોર, અરબીમાં ફયુમીઝ, પર્શિયનમાં અરમાક-અંજીર, કન્નડમાં અટ્ટી અને મરાઠીમાં ઉંબર કહે છે. કાઠિયાવાડમાં અંજીરનાં કુળના અન્ય એક વૃક્ષ પર પાકતા ફળને ઉમરા કહે છે. ‘આર્યભિષક’ ગ્રંથમાં અંજીરનો ઉલ્લેખ જ નથી. પણ મહર્ષિ ચરક વિશે મૈસૂરની ઇન્ડો-અમેરિકન હોસ્પિટલના ડૉ. અમ્માન કહે છે કે તેમણે મધુપ્રમેહ (મીઠી પેશાબ – અંગ્રેજી: ડાયાબિટીસ)ના રોગમાં અંજીરના વૃક્ષની છાલનો ઉકાળો પીવાનું કહ્યું છે.

 

બાયબલ અને આરબોના ધર્મગ્રંથમાં અંજીરનો ઉલ્લેખ છે અને આરબો કબજિયાત તેમ જ હરસમાં અંજીરને પલાળીને ખાતા. જર્મન, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા અંજીરને ફિગ કહે છે. અમેરિકનોએ પણ ફિગની ખેતી અપનાવી છે. એટલે અમેરિકામાં અંજીર થાય છે.

તુર્કીમાં આયડીન, ઇઝનીર અને મુગલા વિસ્તારના અંજીર શ્રેષ્ઠ હોય છે. કુરાન-એ-શરીફમાં અંજીરના વૃક્ષનો ઉલ્લેખ છે. મહંમદ પયગંબર સાહેબ પણ તેનો ઉપયોગ કરતા અને હરસમાં તેનો ઉપયોગ કરવાનું કહેતા.

 

‘અંજીર’થી અજાણ્યું તો કોણ હોય ?  લીલા તેમ જ સૂકામેવા તરીકે વપરાતાં આ અંજીર એ ઉંબરાની જાતિનાં ફળ છે. તેના ફળની આકૃતિ અને તેમાંનો ગર્ભ પણ ઉંબરાનાં ફળ જેવો જ હોય છે.તેનાં વૃક્ષો પણ ઉંબરાની જેમ ક્ષીરી વૃક્ષ (જેમાંથી દૂધ નીકળે તેવાં હોય) છે.આ વખતે આપણા આ પૌષ્ટિક ખાદ્ય દ્રવ્યના ઔષધીય ગુણકર્મો અને ઉપયોગો વિશે નિરૂપણ કરું છું.

 

અંજીર ઝાડની ખૂબી

 

 
fig.tree
 

 
મધ્ય પૂર્વના દેશોમાં ઉનાળા વખતે છાંયડો ઘણો જ જરૂરી હોય છે. ધગધગતા તાપમાં, કોઈ પણ ઝાડ છાંયડો આપે તો કેટલી તાજગી મળે છે ! વળી, ઘરની નજીક કોઈ એવું ઝાડ હોય તો પછી જોઈએ જ શું ! એમાંય અંજીરના ઝાડની તો વાત જ કંઈ ઓર છે. એનાં મોટા અને જાડા પાંદડાનો તો વિચાર કરો. તેમ જ, આખા ઝાડમાં ફેલાયેલી એની ડાળીઓ કેટલો ઠંડો છાંયડો આપે છે !  તેથી, અંજીરનું ઝાડ આ દેશના બીજા કોઈ પણ ઝાડ કરતાં સૌથી સરસ છાંયડો આપે છે.

બાઇબલમાં જણાવેલાં વૃક્ષો વિષે એક પુસ્તકમાં સુંદર સમજણ આપવામાં આવી છે. એ પુસ્તક કહે છે, “[અંજીરના ઝાડનો] છાંયડો, એક તંબુ કરતાં પણ વધારે ઠંડો અને તાજગી આપનારો હોય છે.” પ્રાચીન ઈસ્રાએલમાં દ્રાક્ષવાડીને કિનારે અંજીર વૃક્ષો થતા હતા. એ વૃક્ષો નીચે, કામથી થાકેલા મજૂરો બે ઘડી આરામ લેતા હતા.

ગરમીના દિવસોમાં, ઘણા લોકો પોતાના અંજીર ઝાડ નીચે, કુટુંબ સાથે બેસતા અને આનંદ કરતા. એ ઉપરાંત, અંજીર ઝાડ પોતાના માલિકને પુષ્કળ પૌષ્ટિક ફળો પણ આપતા હતા. રાજા સુલેમાનના સમયમાં, પોતાના અંજીર ઝાડ નીચે બેસવાનો અર્થ થતો કે, લોકો ખાધે-પીધે સુખી હતા અને સુખ-ચેનથી જીવતા હતા.—૧ રાજાઓ ૪:૨૪, ૨૫.

લગભગ ૪૦૦થી વધારે વર્ષ પહેલાં, પ્રબોધક મુસાએ વચનના દેશને ‘અંજીરીઓનો દેશ’ કહ્યો હતો. (પુનર્નિયમ ૮:૮) બાર જાસૂસોએ પણ ઈસ્રાએલ પાછા ફરતા, અંજીરો અને બીજા ફળ લાવીને બતાવ્યું કે એ દેશ કેટલો ફળદ્રુપ છે. (ગણના ૧૩:૨૧-૨૩) એક મુસાફરે, લગભગ ૧૦૦થી વધુ વર્ષ પહેલાં બાઇબલમાં જણાવેલા દેશોની મુલાકાત લીધી. તેણે નોંધ્યું કે ત્યાં ઠેરઠેર અંજીરના ઝાડ છે. એટલે જ તો બાઇબલ ઘણી વખતે અંજીર અને અંજીરના વૃક્ષોનું દૃષ્ટાંત વાપરે છે!

 

વર્ષમાં બે વખતે ફળ આવવા

 
અંજીરનું ઝાડ કોઈ પણ પ્રકારની માટીમાં સહેલાઈથી ઊગે છે. વળી મધ્ય પૂર્વના દેશોમાં, ઉનાળા વખતે સખત ગરમી હોય છે અને જમીન પણ સૂકાઈ જાય છે. તેમ છતાં એનાં લાંબા મૂળ, આવી જમીનમાં પણ ટકી રહે છે. આ ઝાડ બીજા કોઈ પણ ઝાડ કરતાં અલગ છે. એનું કારણ, એને બે વખતે ફળ આવે છે. એક જૂન મહિનામાં અને બીજો ખરો પાક ઑગસ્ટમાં. (યશાયાહ ૨૮:૪) ઈસ્રાએલી લોકો જૂન મહિનામાં થતા ફળોને ખાતાં પણ ઑગસ્ટના ફળોને સૂકવી દેતા જેથી આખું વર્ષ એનો ઉપયોગ થઈ શકે. એ સૂકા અંજીરનો કેક બનાવવામાં ઉપયોગ થતો. કોઈક વખતે એની સાથે બદામ પણ નાખવામાં આવતી. આ અંજીર કેક ખાવામાં ઘણો જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.

 
તેમ જ અબીગાઈલે, રાજા દાઊદને અંજીરનાં ૨૦૦ ચકતાં બનાવીને ભેટ તરીકે આપ્યાં. (૧ શમૂએલ ૨૫:૧૮, ૨૭) વળી, અંજીર દવા તરીકે પણ કામ આવતું હતું. જેમ કે, રાજા હિઝકીયાહ ગૂમડાંના દરદથી હેરાન પરેશાન હતા. પણ અંજીરનું ચકતું એ ગૂમડાં પર લગાવવાથી, તે તરત જ સાજા થઈ ગયા. જો કે હિઝકીયાહની બીમારી દૂર કરવામાં તો ખાસ યહોવાહનો હાથ હતો.*—૨ રાજાઓ ૨૦:૪-૭.

 
પ્રાચીન સમયમાં, ભૂમધ્ય પ્રદેશમાં સૂકા અંજીરનો ઘણો જ ઉપયોગ થતો હતો. રોમના મુખ્ય અધિકારી કેટોએ અંજીર બતાવીને, સેનેટને કાર્થેજ સામે ત્રીજું યુદ્ધ કરવા જણાવ્યું. રોમમાં સૌથી સ્વાદિષ્ટ સૂકા અંજીર એશિયા માઈનોરના કેરીયા પ્રદેશથી આવે છે. આમ, સૂકા અંજીર માટે લૅટિન નામ કેરીકા પડ્યું. આજે પણ એ પ્રદેશ તુર્કીમાં છે જ્યાં સૌથી સારા સૂકા અંજીર મળે છે.

 
ઈસ્રાએલી ખેડૂતો, દ્રાક્ષવાડીમાં ઘણી વખતે અંજીરના વૃક્ષો રોપતા હતા. પણ જે ઝાડ ફળ ન આપતું, એને તેઓ કાપી નાખતા હતા. એનું કારણ તેઓ સારી જમીન નકામા ઝાડ માટે રોકી રાખતા ન હતા. વળી, ઈસુના સમયમાં દરેક ઝાડ પર કર ભરવો પડતો. તેથી જો કોઈ ઝાડ ફળ ન આપે તો, તે ખેડૂત માટે ઘણું જ મોંઘું પડી જતું. એટલા માટે, ઈસુએ અંજીરના નકામા ઝાડનું ઉદાહરણ આપ્યું કે, એક ખેડૂતે દ્રાક્ષવાડીના માળીને કહ્યું: “આ અંજીરી કાપી નાખ, તે નકામી જગા રોકે છે. ત્રણ ત્રણ વરસ સુધી મેં ધીરજ રાખી પણ તેના પરથી મને એકે ફળ મળ્યું નથી.”—લૂક ૧૩:૬, ૭, IBSI.

 
અંજીર ઈસ્રાએલીઓના ખોરાકમાં પણ મુખ્ય હતું. વળી, જો ઝાડને અંજીર ન આવે તો, એ યહોવાહ તરફથી આવેલી આફત છે એમ તેઓ માનતા હતા. (હોશીઆ ૨:૧૨; આમોસ ૪:૯) પ્રબોધક હબાક્કૂકે કહ્યું: “જોકે અંજીરીને મોર ન આવે, ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે; જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહિ; . . . તોપણ હું યહોવાહમાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ.”—હબાક્કૂક ૩:૧૭, ૧૮.

અવિશ્વાસી યહુદીઓ

ઘણી વખતે, બાઇબલ અંજીરો અને એના વૃક્ષોનો ઉપયોગ ચિહ્ન તરીકે કરે છે. દાખલા તરીકે, યિર્મેયાહે યહુદાહના વિશ્વાસુ બંદીવાનોને ટોપલીના સૌથી સારા અંજીરો સાથે સરખાવ્યા. એ જૂન મહિનાના અંજીર છે, જે તાજા જ ખાઈ શકાય છે. પરંતુ, અવિશ્વાસી બંદીવાનોને ટોપલીના બગડી ગયેલાં અંજીર સાથે સરખાવે છે, જે ખાઈ શકાતા નથી અને ફેંકી દેવામાં આવે છે.—યિર્મેયાહ ૨૪:૨, ૫, ૮, ૧૦.

 
ઈસુએ જે નકામા અંજીર ઝાડનું દૃષ્ટાંત આપ્યું એમાં, યહુદાહ લોકો માટે યહોવાહ કેટલી ધીરજ બતાવે છે એ તેમણે જણાવ્યું. આગળ જોઈ ગયા એ પ્રમાણે, ઈસુએ એક માણસની વાત કરી જેની દ્રાક્ષવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. એ ઝાડ એક પણ ફળ આપતું ન હતું તેથી એનો માલિક એને કાપી નાખવા કહે છે. પરંતુ, માળી કહે છે: “આટલું એક વર્ષ તેને રહેવા દો. હું પોતે તેની ખાસ માવજત કરીશ અને પુષ્કળ ખાતર નાખીશ. આમ કરવા છતાં પણ જો તે ફળ નહિ આપે તો પછી હું તેને કાપી નાખીશ.”—લુક ૧૩:૮, ૯, IBSI.

 
ઈસુએ આ દૃષ્ટાંત આપ્યું ત્યારે, તે ત્રણ વરસથી યહુદી લોકોને પ્રચાર કરી જ રહ્યા હતા. ઈસુ ઇચ્છતા હતા કે તેઓ વિશ્વાસ કરે. તેથી તેમણે તનતોડ મહેનત કરી, તેઓને મોકો આપ્યો અથવા બીજા શબ્દોમાં કહીએ તો, અંજીર ઝાડ “ફળદ્રુપ” બની શકે માટે ઈસુએ સખત મહેનત કરી. પરંતુ, ઈસુ મરણ પામ્યા એ અઠવાડિયા પહેલાં જ આ યહુદી લોકોએ તેમનો નકાર કર્યો.—માત્થી ૨૩:૩૭, ૩૮.

 
તેથી, ફરી એક વાર ઈસુ યહુદાહની સ્થિતિ જણાવવા અંજીર ઝાડનું દૃષ્ટાંત આપે છે. તે મરણ પામ્યા એના ચાર દિવસ પહેલા, ઈસુ બેથાનીઆથી યરૂશાલેમ મુસાફરી કરી રહ્યા હતા. તેમણે રસ્તામાં એક અંજીર ઝાડ જોયું જેને પુષ્કળ પાન હતા પણ એકેય ફળ ન હતું. જો કે જૂન મહિનામાં, પાંદડાની સાથે સાથે જ ફળ આવે છે. ઘણી વખતે તો પાંદડાં પહેલાં જ ફળ આવી જાય છે. પરંતુ ઝાડ પર એકેય ફળ ન હતું એ જ બતાવે છે કે એ નકામું બની ગયું હતું.—માર્ક ૧૧:૧૩, ૧૪.*

 
આ ઝાડ હતું તો લીલુંછમ પણ એના પર એકેય ફળ ન હતું. એ જ રીતે, યહુદીઓ પણ બહારથી તો વિશ્વાસુ લાગતા હતા પણ અંદરથી તેઓ અવિશ્વાસુ હતા. તેઓમાં યહોવાહને પસંદ પડે એવા કોઈ ગુણ ન હતા. તેથી જ તો તેઓએ ઈસુ ખ્રિસ્ત યહોવાહના પુત્ર છે એમ માનવાનો નકાર કર્યો. ઈસુએ આ નકામા ઝાડને શાપ આપ્યો એના બીજા જ દિવસે એ અંજીરી સૂકાઈ ગઈ. આ સૂકાઈ ગયેલી અંજીરી બતાવે છે કે, યહોવાહ આ યહુદીઓને પોતાની પસંદ કરેલી પ્રજા નહિ બનાવે.—માર્ક ૧૧:૨૦, ૨૧.

 

 

fig.4
 

 
ગુણકર્મોઃ આશરે પંદરથી સોળ ફૂટ ફૂટ ઊંચાં અંજીરનાં વૃક્ષોને ચૂના તથા ભેજવાળી જમીન માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક, ઉત્તરપ્રદેશ, બેંગલોર, મૈસૂરમાં તેનું વાવેતર થાય છે. ભારતમાં જે અંજીર થાય છે તે બહુ મોટા અને સ્વાદિષ્ટ હોતાં નથી. ઉત્તમ પ્રકારના અંજીર તો આપણે ત્યાં અરબસ્તાનથી જ આવે છે.

 
આયુર્વેદ પ્રમાણે અંજીર સ્વાદિષ્ટ-મધુર, શીતળ, પૌષ્ટિક, પચવામાં ભારે, વાયુ અને પિત્તનાશક, રક્ત વિકૃતિઓને મટાડનાર અને મળને સરકાવનાર છે. નાના અંજીર આનાથી થોડા જુદા ગુણવાળા હોય છે. સૂકા અંજીર સ્નેહવર્ધક, વાયુનું અનુલોમન કરનાર, દમ, ઉધરસ, કબજિયાત અને રક્તાલ્પતા મટાડનાર છે.

 
રાસાયણિક દૃષ્ટિએ અંજીરમાં પ્રોટિન ૧.૩%, ખનિજ ૦.૬%, કાર્બોહાઈડ્રેટ ૧૭%, કેલ્શિયમ ૦.૦૬%, ફોસ્ફરસ ૦.૦૩%, લોહ ૧.૨ મિ.ગ્રા. તેમ જ બીજા કેટલાક વિશિષ્ટ ઘટકો રહેલા છે.

 
અંજીરમાં કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર હોવાથી સાંધાના દુખાવા, વાળ, દાંત અને હાડકાંની મજબુતી માટે બહુ મહત્વનાં છે.

 
ઉપયોગોઃ અંજીર સ્વાદિષ્ટ અને ઉત્તમ પૌષ્ટિક મેવો છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીર પુષ્ટ થાય છે. રોજ સવારે એક સૂકા અંજીરની સાથે પાંચથી દસ બદામ દૂધમાં નાખી, બરાબર ઉકાળી, તેમાં જરૂર પૂરતી સાકર મેળવીને ધીમે ધીમે એ દૂધ પી જવું. આ રીતે અંજીરનું સેવન કરવાથી તેની પોષણ શક્તિનો શ્રેષ્ઠ લાભ મળે છે.

 
અંજીર રક્તની શુદ્ધિ કરનાર છે. એટલે રક્તના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ રાત્રે ત્રણ નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ (બીજ કાઢેલી) પંદર નંગ લઈ, એક ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી એ દૂધ ધીમે ધીમે પી જવું. અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા. થોડા દિવસમાં આ ઉપચારથી કબજિયાત દૂર થાય છે અને મળશુદ્ધિ થવાથી રક્ત પણ શુદ્ધ થવા લાગે છે.

 
અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી શ્વાસ-દમની તકલીફમાં સારું પરિણામ આપે છે. દમના દર્દીઓ માટે અહીં અંજીરનો એક સરળ ઉપચાર પ્રયોગ રજૂ કરું છું. અંજીર અને ગોરખ આમલી આશરે પાંચ-પાંચ ગ્રામ જેટલા લઈ, એક સાથે ખૂબ ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી શ્વાસ-દમ બેસી જાય છે અને હૃદય પરનું દબાણ દૂર થાય છે.

 
અંજીર રક્તસ્રાવી હરસ-મસાનું અકસીર ઔષધ છે. જેમને મળમાર્ગમાં મસામાંથી રક્તસ્રાવ થતો હોય તો તેમણે થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો. બેથી ત્રણ નંગ સૂકા અંજીર રોજ રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ખૂબ ચાવીને ખાઈ જવા. એ જ રીતે બીજા બે-ત્રણ અંજીર સવારે પલાળી દઈ સાંજે ખાઈ જવા. દસથી બાર દિવસ આ ઉપચાર કરવો. રક્તસ્રાવી મસા શાંત થઈ જશે.

 
અંજીર પચવામાં ભારે છે તેથી તેનો ઉપયોગ પાચનશક્તિને અનુસરીને કરવા જેવો છે. વધારે ખાવાથી તે પેટમાં શૂળ પેદા કરે છે. ઘણાને એનાથી ચૂંક પણ આવે છે. અંજીરને ખૂબ ચાવીને ખાવા જોઈએ. બરાબર ચાવીને ખાવાથી તે પચવામાં સરળ પડે છે.

 

[email protected]

 

 
કુદરતે મનુષ્ય રૂપી જન્મ આપી આપણી ઉપર મોટો ઉપકાર કર્યો છે. આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાય તે માટે અગણિત નેઅમતો પણ પેદા કરી. આ તમામ વસ્તુઓ વિષે જાણી તેનો સમુચિત ઉપયોગ કરી આપણે વધુ તંદુરસ્તી જાળવી શકીએ છીએ. એક બહુ જાણીતી કહેવત છે કે  “એક તન્દુરસ્તી હજાર નેઅમત”અથવા એમ કહો કે  “પહેલું સુખ તે જાતે નર્યા”  જો શરીર તંદુરસ્ત હશે તો મન પણ મજબૂત અને મક્કમ હશે. 

 
કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે કોઈ ને કોઈ ઉપયોગી બાબત મૂકેલી છે. આજે અનેક એવી બીમારીઓ ને આપણે પોતે જાણ્યે-અજાણ્યે આમંત્રણ આપીએ છીએ અને પછી બીમારી ઝડપથી મટી જાય તેવું ઇચ્છી મોંઘી એલોપથી દવાઓનું સેવન કરીએ છિયે. કેટલીક બીમારીઓ એવી પણ હોય છે કે જેમાં કુદરતી ઉપચાર વધુ કારગત નીવડે છે. એલોપથી દવાઓથી થોડા સમય માટે બીમારીને દૂર ભગાડવામાં આપણે કદાચ સફળ થતા હોઈશું પરંતુ એ નથી જાણતા કે આ દવાઓનું સેવન અમુક કિસ્સામાં કેટલું નુકસાનકારક છે. કેટલીક એવી બીમારીઓ પણ હોય છે કે જેમાં એલોપેથીક દવાઓ સિવાય છૂટકો નથી હોતો પરંતુ ઘણીખરી બીમારીઓમાં કુદરતી ઇલાજ ખૂબ કારગત નીવડે છે. ઉપરાંત આ ઇલાજ બિનહાનીકારક અને નિર્દોષ હોય છે જેમકે …

 

અંજીર :-

 

 
અંજીર એક એવો ઉમદા કુદરતી મેવો છે જે અનેકવિધ ફાયદા ધરાવે છે. અંજીર મધુર અને જલદી પચી જનારું છે. અંજીર જઠરના અનેક રોગોમાં બહુ ગુણકારી છે. અંજીરમાં ૫૦% ટકાથી વધુ બિન હાનિકારક એવી કુદરતી ખાંડ છે. અંજીર મૂત્રપિંડ અને કીડનીને સ્વચ્છ રાખે છે. શરીરમાં થતી ફોલ્લીઓ કે ચાંદા જેવી ઉપાધિમાં અંજીરનું શરબત ખૂબ ફાયદો કરે છે.

 
અંજીર બવાસીર, પગના અંગૂઠા, આંગળાં અને ઘૂંટીમાં થતા દર્દમાં લાભકારક છે.જન્નતનું કોઈ ફળ જો આ ધરતી પર હોય શકતું હોય તો એ ફળ અંજીર છે. એ જાણેકે જન્નતનો મેવો છે.

 
અંજીરથી બવાસીરની બીમારી મટે છે. સાંધાના દુખાવામાં પણ ફાયદાકારક છે. કાયમી કબજિયાતવાળા દર્દીઓ નરણે કોઠે અંજીર ખાવું, અથવા રાતે પા લીટર જેટલા દુધમાં એકાદ અંજીર બોળી સવારે નરમ થયેલું અંજીર દૂધ સહીત ખાઈ જવું એનાથી જૂની કબજિયાતની બીમારી મટે છે.

 
બ્લડપ્રેસરના દર્દીઓ માટે અંજીર બહુ ગુણકારી છે. શરીરની વધારાની ચરબી ધીરે ધીરે દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડે છે. લોહીની ઓછપના લીધે જેમના હાથ -પગ સુન મારી જતા હોય તેઓને અંજીર ખાવાથી ફાયદો થશે. ઘડપણમાં શારીરિક નબળાઈના કારણે વારંવાર થાક લાગે, બેચેની થાય, આવી પરિસ્થિતિવાળા દર્દીઓને અંજીર ખાવાથી ફાયદો થશે. શરીર સ્વસ્થ રહેશે. ગુરદાના દર્દમાં અંજીરનું સેવન કરવાથી ગુરદામાં રહેલ ખરાબી દૂર થશે. પેશાબ અટકી-અટકીને આવતો હોય કે પેશાબ કરતી વખતે તકલીફ થતી હોય તો અંજીર જરૂર ફાયદો કરશે.

 
વાઈના દર્દીઓ માટે અંજીર ઘણું લાભકારક છે. તે તરસ છિપાવે છે. આંતરડા નરમ બનાવે છે, પેશાબ લાવે છે, પાચન ક્રિયાને નિયમિત બનાવે છે અને ખોરાક હજમ થવામાં મદદ કરે છે. અંજીર પિત્તાશયની બળતરા અને દર્દ દૂર કરે છે. ગુરદાની પથરીમાં થોડા મહિના અંજીરનું સેવન કરવાથી પથરી નીકળી જાય છે.

 
અંજીરનું સેવન કરતા રહેવાથી ભૂખ લાગે છે, સ્ત્રીઓને માસિક નિયમિત થાય છે, નાના બાળકની માતાનું દૂધ સુકાય ગયું હોય તો અંજીરનું સેવન ખૂબ ફાયદો કરે છે. તેનાથી ધાવણ વધે છે. કમરના દુખાવામાં અંજીર ગુણકારી છે. નિયમિત રીતે અંજીરનું સેવન કરવાથી મોઢા ઉપર તરવરાટ આવે છે. ચહેરો નિરખે છે, શરીરમાંથી ખરાબ અને નકામાં તત્વો પરસેવા વાટે બહાર નીકળી જાય છે.

 
અંજીર હદયને પુલકિત કરી ફેફસાંને બળ પૂરું પાડે છે. અંજીરના ઝાડની છાલ પણ દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. અંજીર શરીરમાં રહેલા ઝેરી તત્વોની અસર દૂર કરે છે. ગળાની બળતરા તથા ફેફસાંના સોજામાં અંજીર રાહત આપે છે. તાવ વાળા દર્દીના મોઢામાં અંજીરનો ગર આપવાથી તેનું મોઢું સુકાતું નથી. નરણે કોઠે અંજીર ખાવું ખૂબ ફાયદાકારક છે. પેટમાં ઘર કરી ગયેલી હવા (ગેસ) ને અંજીર દૂર કરે છે.

 
અંજીર સાથે બદામનું સેવન કરવાથી પેટની ઘણી બીમારી દૂર થાય છે. શરીરનું મેદ ઘટાડવા ભારતીય તબીબો દરરોજ ત્રણ અંજીર ખાવાની ભલામણ કરે છે. શીતળાની બીમારીમાં અંજીર શરીરને જરૂરી પ્રતિકારક શક્તિ પૂરી પડે છે. યુનાની તબીબો કોઢ અને રક્તપિત્તની દવામાં મુખ્યત્વે અંજીરનો ઉપયોગ કરે છે. તબીબો કોઢ-રક્તપિત્ત ની બીમારીવાળા દર્દીને અંજીરના છોતરાં ગુલાબના પાણીમાં વાટીને ડાઘ પર લગાડવાની અને સાથે અડધો છટાંક અંજીર ખાવાની ભલામણ કરે છે. સ્ત્રીઓ માટે પણ અંજીર ગુણકારી છે, માતાનું ધાવણ વધારે છે, માસિક નિયમિત કરે છે.

 
અંજીરનો ગર ખંડ સુર્કામાં વાટી બાળકોને ચટાડવાથી ગળાનો સોજો ઉતારે છે. અને બાળકને ઘણી રાહત મળે છે. અંજીરમાં કેલશ્યમ, તંબુ, લોહ તેમજ વિટામિન “સી” હોવાથી નાના બાળકોને તે ખાવા આપવા. અંજીરના ઝાડના દુધમાં રૂ પલાડી દાઢના પોલાણમાં મૂકવાથી દર્દ મટે છે.

 
અંજીરને પાણીમાં ઉકાળી એ પાણી ઠંડું કરીને કોગળા કરવાથી પેઢા અને ગાળાની બળતરા કે મોઢામાં પડેલા છાલમાં ફાયદો થાય છે. અંજીરના ઝાડનું દૂધ જવના લોટમાં ભેળવી કોઢ ઉપર લગાડવાથી કોઢ આગળ વધતું નથી. સુકા અંજીર પાણીમાં લસોટી સાંધાના દુખાવા પર લેપ કરવાથી રાહત થાય છે. 

 
અંજીર ખોરાક પચાવવાનું ગુણ ધરાવે છે. પેટનો ઘેરાવ ઓછો કરે છે. અંજીર પથરી ઓગાળી શકે છે. અંજીરના ચાર-પાંચ માસના નિયમિત સેવનથી દૂઝતા બવાસીરના મસા ખરી જાય છે. બવાસીરની બીમારીમાં મસાના દર્દીને અપચો રહેતો હોય તો જમ્યા પહેલા અડધા કલાકે અંજીર ખાવું. પેટમાં ભાર જેવું લાગતું હોય તો જમ્યા પછી અંજીર ખાવું. સુકા અંજીરને તવા પર બાળીને તેની રાખનું મંજન દાંત ઉપર કરવાથી દાંતનો મેલ અને તેના પર જામી ગયેલી પીળાશ દૂર થાય છે.

 
અંજીર

 
અંજીર એક મોસમી ફળ છે. જોકે તે સૂકાયેલા સ્વરૂપમાં આખું વર્ષ મળી રહે છે. અંજીરમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે. વિટામિન એ, બી, ઉપરાંત ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આયર્ન તેમજ મૅંગેનીઝ જેવાં ખનિજોનો સમાવેશ થાય છે.

 

અંજીરના ફાયદા

 

* પૅક્ટિન એક સોલ્યુબલ ફાઈબર છે જે પાચનતંત્ર માટે ઉપકારક છે અને શરીરમાં જમા થયેલા કૉલેસ્ટ્રોલને બહાર કાઢે છે.

 

* શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવાથી તેમજ પૉટેશિયમનું પ્રમાણ વધવાથી ‘હાઈપર ટેંશન’ની પરિસ્થિતી સર્જાય છે. અંજીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું અને પૉટેશિયમનું પ્રમાણ વધુ હોવાથી તે આ સમસ્યા દૂર કરે છે.

 

* સૂકા અંજીરમા ઑમેગા-3, ફિનોલ, ઑમેગા-6 અને ફેટી ઍસિડ હોવાને કારણે હાર્ટની બિમારીઓ રોકે છે.

 

* અંજીરમાં રહેલા કૅલ્શિયમથી હાડકાં મજબૂત રહે છે.

* અંજીરમાં રહેલું પૉટેશિયમ ‘બ્લડ સુગર’નું નિયંત્રણ કરે છે તેથી ડાયાબિટીસનાં દર્દી માટે ફાયદાકારક છે.

 

* અંજીરમાં હાજર રહેલું આયર્ન ઍનેમિક પરિસ્થિતી દૂર કરવામાં મદદગાર થઈ રહે છે.

 

* તાજા અંજીરને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ પેસ્ટ ‘સ્ક્રબ’નું કાર્ય કરે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.

 

* અંજીરનું સેવન થાક દૂર કરે છે તેમજ મગજને સતર્ક રાખે છે.

 

* વધતી ઉંમરમાં આવતી નજરની કમજોરી અંજીરના સેવનથી ઓછી વર્તાય છે.

 

સૌજન્ય: મેઘધનુષ

 

– અંજીરમાં કેલ્શિયમ અને લોહતત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે.તે મગજને શાંત રાખે છે અને શરીરને આરામ આપે છે. ડાયાબિટીઝમાં અંજીર બહુ ઉપયોગી છે.

જો તમારી કન્ઝ્‌યુમ સિસ્ટમ મજબૂત છે તો તમારે ક્યારેય તંદુરસ્તીને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. રોગો સામે લડવાની ક્ષમતા એના પર નિર્ભર છે કે તમે કેટલી પૌષ્ટિક અને સંતુલિત ચીજોનું સેવન કરો છો. ફળોમાં એન્ટીઓક્સીડન્ટ તત્વ પ્રચુર માત્રામાં હોય છે જે ઈન્ફેક્શન અને રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે. એવું જ એક ફળ છે અંજીર. તેમાં કેલ્શિયમ અને લોહતત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે મગજને શાંત રાખે છે અને શરીરને આરામ આપે છે. ડાયાબિટીઝમાં અંજીર બહુ ઉપયોગી છે. અંજીરમાં આર્યન અને કેલ્શિયમનું પ્રમાણ પુષ્કળ હોય છે, જેના કારણે એનિમિયામાં ફાયદો થાય છે. જો કોઈ એનીમિક વ્યક્તિ આ ફળનો પ્રયોગ કરે તો તે ઝડપથી રીકવરી કરી શકે છે.

 
અંજીરમાં વિટામિન એ, બી૨, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ અને ક્લોરિન હોય છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસ, શરદી- તાવ, અસ્થમા અને અપચા જેવી તમામ ઉપાધિઓ દૂર થઈ જાય છે. આ સિવાય પણ અંજીર અનેક રીતે ફાયદો કરે છે.

 
અંજીર એ પોટેશિયમનો સારો સ્ત્રોત છે. તે બ્લડપ્રેશર અને બ્લડશુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેમાંનું ફાઈબર તત્વ વજનને ઓછું રાખીને ઓબેસીટીને નિયંત્રિત કરે છે. સૂકાયેલા અંજીરનો ફેટી એસિડ કોરોનરી હાર્ટ ડિસીઝના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાંનો ફાઈબર પોસ્ટ મેનોપોઝલ બ્રેસ્ટ કેન્સરને થવાનું જોખમ ટાળે છે.

 
અંજીરનું વધારે પડતું કેલ્શિયમ માનવીના હાડકાંને મજબૂત કરે છે. અંજીરથી તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. બે અંજીરને વચ્ચેથી કાપીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખીને સવારે તેનું પાણી પીવાથી અને તે અંજીર ખાઈ જવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધારી શકાય છે. જેના શરીરમાં પોટેશિયમનું પ્રમાણ ઓછું હોય અને સોડિયમનું પ્રમાણ વધારે હોય તેને હાઈપર ટેન્શનની સમસ્યાનો ભોગ બનવું પડે છે. અંજીરમાં રહેલું વધારે પોટેશિયમ અને ઓછું સોડિયમ તે સમસ્યાને સર્જાતી રોકવામાં પણ મદદ કરે છે. માટે એક જ વાત સાચી ઠરે છે કે અંજીર ખાઓ, મસ્ત રહો. કેટલીય એવી વનસ્પતિ છે જેના આઘારે માનવી પોતાના શરીરને તદુરસ્ત જાળવી રાખી શકે છે. આ તો માત્ર અંજીરની જ વાત છે, આપણે ત્યાં તો ૨૩૩ જેટલી ઓષઘિઓ છે જે માનવીના શરીરની દરેક બિમારીનો ઉપચાર કરી શકે છે. પરંતુ સમયાંતરે મેડિકલ સંશોઘનના કારણે આ વૈદ ઉપચાર પણ નાશપ્રાય થતો ગયો હજીય કેટલીક એવી બિમારી છે જેને વૈદ ઉપચારથી જ નિવારી શકાય છે.

 
એક સૂકાયેલા અંજીરમાં

 
કેલરી – ૪૯

પ્રોટીન – ૦.૫૭૯

કાર્બ – ૧૨.૪૨ ગ્રામ

ફાઈબર – ૨.૩૨ ગ્રામ

ચરબી – ૦.૨૨૨ ગ્રામ

સેચુરેટેડ ફેટ – ૦.૦૪૪૫ ગ્રામ

પોલીઅનસેચુરેડ ફેટ – ૦.૦૪૯ ગ્રામ

સોડિયમ – ૨ મિ.ગ્રામ

 

અંજીર ગુણે ઉષ્ણ છે પણ તેનામાં સ્નિગ્ધતા છે. કબજિયાત તેમ જ અનિદ્રા માટે સવારે પલાળેલાં અંજીર રાત્રે ખાવાથી ઊંઘ આવે છે. અંજીર થકી આપણું મગજ ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. અંજીરમાં ૬૦ ટકા કુદરતી સાકર હોય છે અને તેથી મગજનું કામ કરનારા માટે અંજીર સારાં છે.

 
“અંજીરી પરથી બોધપાઠ શીખો”

 
તે ઉપરાંત, ઈસુએ અંજીરીના ઝાડના દૃષ્ટાંતનો પોતાના આગમન માટે પણ ઉપયોગ કર્યો. તેમણે કહ્યું: “અંજીરી પરથી બોધપાઠ લો. જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે. તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા બનાવો બનતા જુઓ ત્યારે તમારે જાણી લેવું કે મારું આગમન તદ્દન નજીક છે; અરે, છેક બારણા પાસે જ છે.” (માત્થી ૨૪:૩૨, ૩૩, IBSI) અંજીરના પાંદડાં એકદમ ચકચકતાં, લીલાછમ અને આકર્ષિત હોય છે. એનાથી આપણને તરત જ ખબર પડી જાય છે કે ઉનાળો નજીક છે. એ જ રીતે, માત્થી ૨૪, માર્ક ૧૩ અને લુકના ૨૧માં અધ્યાયમાં જોવા મળતી ઈસુની ભવિષ્યવાણી સ્પષ્ટ બતાવે છે કે, તે અત્યારે સ્વર્ગમાં રાજ કરી રહ્યા છે.—લુક ૨૧:૨૯-૩૧.

 
ખરેખર, આજે આપણે ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાં જીવી રહ્યા છે. એવા સમયે, અંજીર ઝાડના દૃષ્ટાંત પરથી આપણે ઘણું શીખી શકીએ છીએ. જો આપણે એ દૃષ્ટાંત ધ્યાનમાં રાખીશું અને યહોવાહની સેવાને જ પ્રથમ રાખીશું તો, ચોક્કસ યહોવાહે આપેલું વચન આપણે જોઈ શકીશું: “પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમકે સૈન્યોના યહોવાહના મુખમાંથી એ વચન નીકળ્યું છે.”—મીખાહ ૪:૪.

 

 

[ફુટનોટ્સ]

કુદરતનો અભ્યાસ કરનાર એચ. બી. ટ્રીસ્ટ્રામે ૧૯મી સદીની મધ્યમાં, બાઇબલમાં બતાવેલા દેશોની મુલાકાત લીધી હતી. એ સમયમાં તેમણે જોયું કે, લોકો હજુ પણ ગૂમડાં પર અંજીરના ચકતાં લગાવતા હતા.

 
આ બનાવ બેથફાગે ગામની નજીક બન્યો હતો. બેથફાગેનો અર્થ થાય છે  કે,“જૂન મહિનાના અંજીરનું કોઠાર.” એ જ બતાવે છે કે અહીંયાં જૂન મહિનાના અંજીર ખૂબ જ થતા હતા. તેથી, આ જગ્યા બહુ જાણીતી હતી.

 
હેલ્થ માટે બેસ્ટ શક્તિવર્ધક ગણાતાં અંજીરના સ્કિન માટેના ફાયદા વિશે હજી કેટલીયે વાતો બહાર નથી પડી. તાજાં અંજીર ત્વચાને બ્યુટિફુલ અને યંગ રાખવામાં મદદરૂપ થઈ શકે છે અને સ્કિન કેરમાં એક નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ તરીકે કામ કરી શકે છે. અંજીર મૂળ એશિયામાં શોધાયાં હતાં, પણ હવે એ આખા વિશ્વમાં મળે છે. અંજીરને ફ્રૂટ તરીકે તેમ જ સૂકાયેલાં અંજીરને સૂકા મેવા તરીકે એમ બન્ને રૂપમાં ઉપયોગમાં લેવાય છે. જોઈએ આ ટેસ્ટી બીવાળું ટેસ્ટી ફ્રૂટ સ્કિન માટે કઈ રીતે ફાયદાકારક છે.

 

 
fig2
 

 

હેલ્ધી સ્કિન માટે

 

તાજા અંજીરનો અર્ક કાઢી એને ત્વચા પર લગાવવાના ઉપયોગમાં લઈ શકાય. સ્કિન કેર માટે આ એક નવી પણ અસરદાર રેમિડી સાબિત થઈ શકે છે. અંજીરમાં રહેલી હાઇડ્રેટિંગ પ્રૉપર્ટીઓ ત્વચા પર ફાયદો કરે છે. ઉપરાંત અંજીરના આ જ હાઇડ્રેટ કરવાના ગુણોથી ત્વચાનાં રોમછિદ્રો ટાઇટ થાય છે અને સ્કિન લચી નથી પડતી. અંજીર વિટામિન A અને બિટા કૅરોટિનથી ભરપૂર છે. વધુમાં અંજીર સ્કિન પરથી મૃત ત્વચા દૂર કરવાનું કામ કરે છે અને એ પણ પપૈયા કરતાં દસગણું વધારે.

 

એક્સફોલિએટર તરીકે

 

તાજા અંજીરની છાલ સ્કિન માટેનું બેસ્ટ એક્સફોલિએટર બની શકે છે. અંજીરમાં રહેલું એન્ઝાઇમ નામનું તત્વ ત્વચાના પહેલા લેયર પરથી કચરો, ડાઘ અને ડેડ સ્કિન દૂર કરી એને વધુ ક્લિયર બનાવવાનું કામ કરે છે. આ માટે અંજીરની છાલ કાઢી એને ધોઈ સ્કિન પર ઘસવાના ઉપયોગમાં લઈ શકાય. રિઝલ્ટમાં મળશે સ્મૂધ અને ચમકતી સ્કિન.

 

ફિગ ફેશ્યલ માસ્ક

 

અંજીરનો ફેસમાસ્ક પણ બનાવીને લગાવી શકાય. એ માટે તાજા અંજીરને વચ્ચેથી બે ભાગમાં કાપી એમાંથી ગર કાઢવો અને ત્યાર બાદ એને છૂંદી ચહેરા પર લગાવવો અને થોડી વાર બાદ ધોઈ નાખવું. અંજીરમાં રહેલી એન્ઝાઇમ પ્રૉપર્ટીઓને લીધે એને ચહેરા પર પાંચ મિનિટથી વધુ સમય માટે રાખવું હિતાવહ નથી. એટલે પાંચ જ મિનિટ રાખીને ચહેરો ધોઈ લેવો.

 

ફિગ મૉઇસ્ચરાઇઝર

 

આજે કેટલાય સાબુ, સ્ક્રબ તેમ જ મૉઇસ્ચરાઇઝરમાં અંજીર ઉપયોગમાં લેવાય છે. ત્વચાને વધુ નરમ અને મુલાયમ બનાવવા માટે અંજીર ઉપયોગી છે તેમ જ એ સૂકાયેલા હોઠ અને ડ્રાય સ્કિનને લીધે થતી કરચલી પણ રોકે છે. અંજીરના એક ફળમાં પોણો ભાગ પાણી હોય છે જે એને નૅચરલ મૉઇસ્ચરાઇઝર બનાવે છે.

 

ખોડાના ઘરગથ્થુ ઇલાજ

 

સ્કિન માટે

 

સૂકું અંજીર હેલ્થ માટે ખૂબ સારું ગણાય છે અને એની જ સાથે એ ખાવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. અંજીર ત્વચાના રોગો સામે લડે છે. ત્વચા પર થતા પ્રૉબ્લેમ્સ જેમ કે બ્લૅક અને વાઇટ હેડ્સ, ફોડલીઓ, લાલ ચાઠાં, પિમ્પલ્સ વગેરેમાં સૂકાં અંજીર ખાવાથી ફાયદો થાય છે.

 

લાંબા અને ઘેરા વાળ માટે

 

માથામાં ખંજવાળ, ડૅન્ડ્રફ, વાળ ખરવા જેવી તકલીફ થાય ત્યારે પ્રૉપર ડાયટની ખાસ જરૂર હોય છે. સૂકાં અંજીર મિનરલ્સ અને ન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોવાને લીધે એ વાળની હેલ્થમાં જાદુઈ સુધારો કરે છે. રોજના ખોરાકમાં અંજીરનો ઉમેરો કરવાથી વાળની ઑલઓવર હેલ્થ સારી રહે છે.

 
નબળું અને સોટી જેવું પાતળું શરીર ધરાવતાં બાળકોને તાકાતવાળાં અને હૃષ્ટપુષ્ટ બનાવવા માટે આ સૂકો મેવો ખૂબ ફાયદાકારક છે. અનેક પ્રકારની સમસ્યામાં અકસીર મનાતાં અંજીર ફળ અને ડ્રાયફ્રૂટ બન્ને સ્વરૂપે ગુણકારી છે

 
મોટા ભાગે ડ્રાયફ્રૂટ્સની વાત આવે એટલે કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ જ યાદ આવે. જોકે અંજીર જેવો સૂકો મેવો બહુ ઓછા લોકો ખાય છે. શિયાળામાં બાળકોને અંજીર ખવડાવવાથી તેમનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. એના ફાયદા જાણીશું તો કદાચ ભલે ગમેએટલાં મોંઘાં અંજીર હોય, ખાવાનું મન જરૂર થશે.

 

અંજીરના ગુણધર્મો

 

મધુર, સ્નિગ્ધ અને શીતળ એવાં અંજીર વાયુ અને પિત્તનું શમન કરે છે. એમાં ટાયરોસિન, અમીનો ઍસિડ, લાયસિન જેવાં જુદી-જુદી જાતનાં એન્ઝાઇમ્સ (પાચક રસો) સમાયેલાં છે. અંજીર પ્રોટીન, લોહ, કૅલ્શિયમ, તાંબું વગેરે અનેક જાતનાં ખનિજો અને તત્વોથી ભરપૂર છે. વિટામિન એ, બી અને સી પણ એમાં સારીએવી માત્રામાં છે. ૧૦૦ ગ્રામ અંજીરમાં આશરે ૩૦૦ કૅલરી હોય છે.
 

 

fig.3
 

 

અંજીર પાકની રીત

 

એક કિલો અંજીરને ગરમ પાણીએ બે-ચાર વખત ધોઈને બરાબર ડૂબે એ રીતે પાણીમાં પલાળવાં. બીજે દિવસે પાણીમાંથી કાઢી એના બારીક કટકા કરી બે લિટર દૂધમાં નાખીને ઉકાળવાં. આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી ચોંટી ન જાય. દૂધનો ભાગ સાવ બળી જાય એટલે નીચે ઉતારી લેવું. અંજીરના આ માવાને ચોખ્ખા ઘીમાં આ શેકવો. સરખું શેકાઈ જાય અને દૂધ તથા પાણીની ભીનાશ બળી જાય ત્યાં સુધી શેકવું. પછી નીચે ઉતારી સાકરની ચાસણીમાં એનું મિશ્રણ કરી એમાં બદામ, ચારોળી, પિસ્તા, એલચી વગેરે માપસર નાખીને થાળીમાં ઢાળી દેવું.

 
કેટલું ખાવું ? : મોટેરાંઓએ વીસ-વીસ ગ્રામ સવાર-સાંજ અને નાનાં બાળકોએ દસ-દસ ગ્રામ સવાર-સાંજ ખાઈને ઉપર દૂધ પીવું. આ પાક એકાદ વર્ષ સુધી ખાવો.

 
જે બાળકો અને સ્ત્રીઓનો શારીરિક વિકાસ ન થતો હોય તેમના માટે આ પ્રયોગ ઉત્તમ છે. જે બાળકોનો વિકાસ થતો ન હોય, ઊંચાઈ વધતી ન હોય, ગમે એટલી પૌષ્ટિકતા માટેની દવા કરવા છતાં અતિદૂબળાપણું મટતું ન હોય, શરીર નિર્માલ્ય અને માયકાંગલું હોય તેમણે અંજીરનો પાક બનાવીને ખાવો જોઈએ.

 

અંજીરવાળું દૂધ

 

ત્રણ-ચાર અંજીર શરીરમાં ઘણાં તત્વો પૂરાં પાડીને અજબ સ્ફૂર્તિ આપે છે. ચાની જગ્યાએ અંજીરવાળું દૂધ ઉકાળીને પીવામાં આવે તો એ ચા કરતાં ચારગણી ચેતના અને સ્ફૂર્તિ પૂરાં પાડે છે. વળી ચા તો ક્ષણિક ટેકો આપે છે, જ્યારે અંજીરથી એક જ વખતમાં આખા દિવસમાં જરૂરી શક્તિ અને ચેતન મળે છે. તમે થાકીને લોથપોથ થઈ ગયા હો તો અંજીરવાળું દૂધ પીવાથી નવી તાજગી તરત જ શરૂ થઈ જાય છે.

 anjeer

શામાં ફાયદો થાય ?

 

સ્કિન : શરીરમાં કાળાશ હોય કે વર્ણ વધુપડતો કાળો થતો હોય, ચહેરા-હાથ-પગ પર કે આંખ પાસે કાળાં કૂંડાળાં કે કાળાં દાઝોડાં દેખાતાં હોય, ચહેરા પર ખીલ થયા કરતા હોય.

 
પાચન : ભૂખ કાયમ ઓછી લાગતી હોય, પાચન વિના અર્જીણ રહેતું હોય અથવા ખોરાકનો ગૅસ થતો હોય, મોટી ઉંમરની વ્યક્તિઓને કાયમ કબજિયાત રહેતી હોય, પેટમાં ઝીણી જાતના સૂતરિયા કૃમિ હોય.

 
નબળાઈ : ધાતુની નબળાઈ અથવા ર્વીયની અલ્પતા કે ર્વીયદોષ હોય, જૂનો પ્રમેહ કે સ્ત્રીઓને પ્રદરરોગ હોય, વારંવાર કસુવાવડ થતી હોય, ઍસિડિટી હોય, શરીર ફિક્કું અને પાંડુરોગ જેવું રહેતું હોય.

 
ગ્રંથિઓની તકલીફ : લિવર અને બરોળની તકલીફ હોય કે એના સોજા રહેતા હોય, પ્રોસ્ટેટની શરૂઆત હોય, કિડનીમાં કે મૂત્રાશયમાં ઝીણી પથરી હોય.

 
ક્ષય : કાયમ ઝીણો શ્વાસ કે ઉધરસ રહેતી હોય, ક્ષયવાળાને કફ સાથે લોહી પડતું હોય, બુદ્ધિ મંદ હોય, યાદશક્તિ ઓછી હોય.

 

કેવાં અંજીર ખાવાં ?

 

અત્યારે મોટા ભાગનાં દરેક ડ્રાયફ્રૂટ્સને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે એમાં વિવિધ કેમિકલયુક્ત દવા છાંટવામાં આવે છે. માટે જ કોઈ પણ ડ્રાયફ્રૂટને રાત્રે નવશેકા પાણીમાં પલાળી રાખીને એને બીજા દિવસે સવારે ખાવાં જોઈએ. અંજીરને પણ રાત્રે પલાળ્યાં પછી બીજા દિવસે સવારે ચાવી-ચાવીને ખાવાથી એનો વધુ લાભ મેળવી શકાય છે તેમ જ દ્રાક્ષ અને ખજૂરની જેમ એમાં વધુ વરાઇટી જોવા મળતી નથી. દરેક પ્રકારનાં અંજીરના ગુણો તો સરખા જ હોય છે. એનું વર્ગીકરણ ક્વૉલિટી કરતાં પણ એની સાઇઝ અનુસાર કરવામાં આવે છે.

 

 

સંકલિત :

 

 
(સાભાર સૌજન્ય : વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની, સંદેશ દૈનિક, ગુજરાત સમાચાર, વોચ ટાવર, મિડ ડે, ગુજરાતી વેબ દુનિયા, રશીદ મુન્શી વર્ડ પ્રેસ.કોમ)
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ મૂકી આભારી કરશો. આપના અમૂલ્ય પ્રતિભાવ અમોને સદા પ્રેરણાદાયી બની રહે છે.

સલામત વાતાવરણમાં રહેવાથી કશું મળતું નથી: …  

સલામત વાતાવરણમાં રહેવાથી કશું મળતું નથી:
નાનજી કાલિદાસની અનુભવકથા … …
 
સન્ડે મોર્નિંગ  સૌરભ શાહ

 

 nanji kalidas

એક જબરજસ્ત ગુજરાતી આત્મચરિત્ર વાંચ્યું. એક થ્રિલર વાંચતાં હોઈએ એવો અનુભવ થાય અને વાંચ્યા પછી મનમાં જે નિષ્કર્ષ સર્જાય ત્યારે એક ઉચ્ચ કક્ષાનો આધ્યાત્મિક ગ્રંથ વાંચ્યો હોવાની અનુભૂતિ થાય.

 

આત્મચરિત્રકર્તાની ઓળખ આપતાં પહેલાં એ ગ્રંથમાંનું એક વાક્ય ક્વૉટ કરવું છે જેમાં આ સમગ્ર ગ્રંથનો સાર છે:

 

 

nanji kalidas mehta

 

 

‘જે માણસ બેઠો બેઠો વિચારો જ કર્યા કરે છે, તે આગળ વધી શકતો નથી. જે વિચાર પ્રમાણે કામ કરવા માંડે છે, તે આગળ વધી શકે છે.’

 
નાનજી કાલિદાસ મહેતા એમનું નામ. નિષ્ફળતા મળ્યા પછી જંપી જવાને બદલે ફરી એક વાર પ્રયત્ન કરી જોવો એ સિદ્ધાંતને આધારે કચ્છમાં જન્મેલા આ ભારતીય સપૂતે વીસમી સદીના છેક આરંભે યુગાન્ડા જઈને વેપાર કરવાનું નક્કી કર્યું.

 
કાલિદાસ વિશરામના પુત્ર નાનજીએ બાળપણ વટાવીને હજુ માંડ કિશોરાવસ્થામાં પગ મૂક્યો ને દેશાવર જવાનું સ્વપ્ન એના મનમાં સેવાવા લાગ્યું. તેર પૂરાં થઈને ચૌદમું બેસે એ ગાળામાં જ પોરબંદર નજીકના નાના ગામનો આ લોહાણા વેપારીનો પુત્ર વહાણમાં બેસીને, સ્ટીમરમાં નહીં, આફ્રિકા આવે છે. સાલ ૧૯૦૧ની.

 
પારકાની દુકાનમાં મજૂરી કરીને અનુભવ લીધા પછી એ પોતાની દુકાન કરે છે. ઝીણી મરચી, તલ અને ઘીનો વેપાર. ધંધો વધ્યો, બીજી દુકાન કરી.

 
સો વર્ષ પહેલાંના યુગાન્ડામાં ધંધો કરવાનું તો શું, જીવવાનું પણ મુશ્કેલ હતું. એક ગામથી બીજે ગામ પગપાળા જવું પડતું. માર્ગમાં જંગલીે પશુઓ ઉપરાંત નરભક્ષી આદિવાસીઓનો પણ ભય. જંગલી મચ્છરોને કારણે ઝેરી મલેરિયાનો ઉપદ્રવ તો ખરો જ. ‘મારી અનુભવકથા’માં નાનજી કાલિદાસે એક જગ્યાએ નોંધ્યું છે કે દર ચાર માણસે એક જણ મલેરિયામાં પટકાયેલો જ હશે એમ માનીને કામ ગોઠવવું પડતું. એમણે પોતે પણ પ૦૦ વખત મલેરિયાનાં ઈન્જેકશનો લીધાં હતાં.

 
આ ઉપરાંત સરખો ખોરાક મળે નહીં, ખાસ કરીને મુસાફરી દરમિયાન. પોષક ખોરાકના અભાવે તેમજ મુસાફરીના થાકને લીધે અને વિપરીત હવામાન ઉપરાંત મલેરિયાના ઉપદ્રવને કારણે તેઓ વારંવાર બીમાર પડી જતા. પણ ક્યારેય કુદરતનો કે પોતાના સ્વાસ્થ્યનો દોષ કાઢતા નહીં. બે-ચાર કે આઠ દિવસમાં સાજા થઈને ફરી કામે લાગી જતા.

 
શરીર સાચવીને બેસી રહેનારા લોકો સુંવાળા બની જાય છે. જીવનમાં ભાગ્યે જ કશું મહાન કામ તેઓ હાથમાં લઈ શકે છે કે પૂરું કરી શકે છે. નાનજી કાલિદાસે મહેનત કરી અને સાહસ પણ કર્યું. પણ એમને ખબર હતી કે મહેનત ક્યાં કરવાની છે, સાહસ ક્યારે કરવાનું છે.

 
આફ્રિકા આવીને થોડા વખત પૂરતું બીજાની નોકરી કરી, અને આ નોકરી દરમિયાન સખત મહેનત પણ કરી. પરંતુ નોકરીમાં મળતી સલામતીને બદલે પોતાની દુકાન કરવાનું સાહસ કર્યું. પછી પોતાની દુકાનમાં જીવ રેડીને મહેનત કરી.

 
બેઉ દુકાનો જામી ગયા પછી કપાસ સાફ કરવાની જિનિંગ મિલ નાખી. જિનેરીઓના ધંધામાં સફળતા મળ્યા બાદ એક પછી એક એમ ૨૯ જિનેરીઓ કરી. એ ધંધામાં કમાઈ લીધા પછી ત્યાં સ્પર્ધા વધી કે તરત ખાંડનું વિશાળ કારખાનું નાખ્યું. આ દરેક ધંધામાં ભારે જોખમ હતું. અવારનવાર ખોટ પણ આવી. જેમના પર ભરોસો મૂક્યો હોય એમણે વિશ્ર્વાસઘાત કર્યો તેને કારણે ખોટ આવતી તો ક્યારેક નૈસર્ગિક કારણોસર ખોટ આવતી. પૈસા ખૂટી પડતા. નવેસરથી ગોઠવણ કરવી પડતી. જીવસટોસટનાં સાહસો કરવાં પડતાં. આ તમામ વાત આગળ જોઈશું.

 
નાનજી કાલિદાસના જીવન પરથી એક વાત સૌથી મોટી એ શીખવા જેવી કે સલામત વાતાવરણમાં રહેવાથી કશું મળતું નથી, જોખમ ઉઠાવ્યા વિના કશું મળતું નથી, સખત મજૂરી કર્યા વિના કશું મળતું નથી.

 
નાનજી કાલિદાસ જેવા અનેક કચ્છી-ગુજરાતી વેપારીઓએ વીસમી સદીના આરંભે દેશ-વિદેશમાં જઈ વેપારધંધા કર્યા. સૌ પોતપોતાની રીતે આગળ આવ્યા. સૌએ સમાજ પ્રત્યેનું ઋણ અનેક સખાવતો દ્વારા ચૂકતે કર્યું. આ તમામ લોકો માત્ર વેપારીઓ નહોતા. તેઓ સૌપ્રથમ સાહસિકો હતા. અંગ્રેજીમાં વેપારીઓ માટે એન્ત્રાપ્રેન્યોર શબ્દ વપરાય છે અર્થાત સાહસિક અને વેપાર માટે એન્ટરપ્રાઈઝ-સાહસ. તે આ અર્થમાં આજના તમામ વેપારીઓને તમે આ ઉમદા વિશેષણથી નવાજી ના શકો. કરોડો રૂપિયાની જાહેરાતના જોરે સેક્ધડ્સની સાડીઓ અને જાતે મેન્યુફેક્ચર કર્યા વિના ટનબંધ નમક વેચવાનો ધંધો કરી જનારા ફ્લાય બાય નાઈટ વેપારીઓની સાતે તમે એ જમાનાના સાહસિકોની સરખામણી ના કરી શકો.

 
નાનજી કાલિદાસે વેપારથી શરૂઆત કરી અને ઉત્પાદનમાં પણ ઝંપલાવ્યું. અહીંથી માલ ખરીદીને ત્યાં વેચવો અને વચ્ચે પોતાનો ગાળો ખાવો એવા ટ્રેડર્સ કરતાં મેન્યુફેક્ચરર્સ પાસે વધુ આવડત, વધુ સાહસ, વધુ મહેનતની મૂડી હોવાની. ઉત્પાદનનો અર્થ એ નથી કે આખેઆખી ચીજ પોતે બનાવવી. એક ચીજ પર કોઈક પ્રકારની પ્રક્રિયા કરી, પ્રોસેસ કરી અને આગલી પ્રક્રિયા માટે બનાવવાની પ્રવૃત્તિ પણ મેન્યુફેક્ચરિંગનો જ એક હિસ્સો હોય છે. પોતે બનાવેલી ચીજ સીધી વપરાશકારના વાપરવા યોગ્ય બને તે જરૂરી નથી. મેન્યુફેક્ચરિંગની એક કડી બનવા જેટલું કાર્ય પણ સંપૂર્ણ ઉત્પાદન જેટલું જ અગત્યનું.

 
નાનજી કાલિદાસ ટ્રેડર ઉપરાંત મેન્યુફેક્ચરર પણ બન્યા. કેવી રીતે બન્યા તેની સાહસકથા કાલે. આજે માત્ર એટલું જ કે એમણે જે કામ કર્યું તે ઝિંદાદિલી સાથે કર્યું. પછડાટો પણ ખાધી અનેક વાર. ફરી પાછા ઊભા થયા, આગળ વધ્યા, ટોચે પહોંચ્યા. નિષ્ફળતાઓ એમને તોડી શકતી નહીં અને સફળતાઓને તેઓ કાયમી માનતા નહીં. એક ધંધો સફળ થયા પછી એને વિકસાવવો, વધુ વિકસાવવો પણ એ જ ધંધા પર આધાર રાખીને બેસી રહેવાને બદલે કંઈક નવું કામ શરૂ કરી દેવાની એમની નીતિ હતી.

 
નાનજી કાલિદાસ મહેતાના ત્રણ પુત્રો ખીમજીભાઈ, ધીરેન્દ્રભાઈ અને મહેન્દ્રભાઈ. ખીમજીભાઈના પુત્ર શેખર મહેતા હિમાલયન કાર રેલીથી જાણીતા બન્યા. મહેન્દ્રભાઈના પુત્ર જય મહેતા સિદ્ધિ સિમેન્ટ અને હાથી સિમેન્ટ ઉપરાંત ગ્રુપનાં ભારતીય કામકાજો સંભાળે છે. જય મહેતાનાં પત્ની અભિનેત્રી જૂહી ચાવલા. ૧૯૬૯ની સાલમાં, ગાંધીજી જન્મશતાબ્દીના વર્ષમાં નાનજી કાલિદાસનું અવસાન થયું. આજે આફ્રિકા, અમેરિકા, યુરોપ અને એશિયા-ચાર ખંડમાં નાનજી કાલિદાસ મહેતાના પરિવારનો કોરોબાર ફેલાયેલો છે.

 

પણ આપણે આજની વાત નથી કરવી, ગઈકાલની વાત કરવી છે, આવતા રવિવારે.

 
પોરબંદર નજીકના ગોરાણા ગામમાં જન્મેલા (કચ્છમાં નહીં, ગયા લેખમાં ભૂલ થઈ ગઈ, સૉરી) નાનજી કાલિદાસ મહેતા ૧૮૯૯ની સાલમાં બાર વર્ષની ઉંમરે બાપા સાથે વેપારમાં જોડાયા. બાપાની સૂચના પ્રમાણે કાપડ માપીને આપવું; તેલ, ગોળ, ખાંડ વગેરે જોખીને આપવું. આ માલસામાન ખરીદવા આવનારા ખેડૂતો રોકડા રૂપિયા લાવતા નહીં. માલના બદલમાં અનાજ કે કપાસ આપતા.

 
તેર વર્ષની ઉંમરે નાનજીને સમાચાર મળ્યા કે બાપા દીકરાનું સગપણ પાકું કરીને આવ્યા છે. ક્ધયા બાર વર્ષની. નાનજીને આઘાત લાગ્યો. વૈશાખમાં લગન લેવાઈ ગયાં. સંવત ૧૯૫૬ની સાલમાં ભારે દુકાળ પડ્યો હતો. છપ્પનિયો દુકાળ. એ જ સાલમાં લગ્ન થયાં હતાં. ધંધામાં ઉઘરાણી આવે નહીં. ઘરમાં એકાદ-બે હજાર કોરીના થોડા દાગીના હતા. કુટુંબ બહુ ભીડમાં આવી ગયું.

 
એ ગાળામાં મોટા ભાઈ કાકાના દીકરાઓ સાથે આફ્રિકા – માડાગાસ્કર જઈને ધંધો કરતા થયેલા. મોટા ભાઈએ કાગળ લખ્યો: ‘હું અહીં એકલો છું. રસોઈઓ મળતો નથી. ‘નેટિવો’ના (કાળિયા આફ્રિકનોના) હાથનું કેમ ખવાય? નાના ભાઈને મોકલો તો કંઈક વેપાર થાય. હમણાં બીજાના ભાગમાં વેપાર કરું છું. પણ જો ભાઈ આવે તો સ્વતંત્ર દુકાન કરીએ!

 
ગોરાણાથી પોરબંદર અને પોરબંદરથી મુંબઈ. મુંબઈથી માડાગાસ્કર જવાનું હતું. સ્ટીમર થોડા દિવસ પછીની હતી. માડાગાસ્કર જવા માટે પહેલાં જંગબાર જવાનું અને ત્યાંથી બીજી સ્ટીમર મુંબઈમાં પંદર દિવસ રહી અરબી સમુદ્રના ખોળે નીકળી પડ્યા. રસ્તામાં દરિયાઈ તોફાનો અને ખાવાપીવાની મુસીબતો. મુંબઈથી મોંબાસા ૨,૪૦૦ માઈલ, મોંબાસાથી જંગબાર ૧૨૦ માઈલ અને જંગબારથી મજંગા ૧,૦૪૦ માઈલ. આ બધા દરિયાઈ માઈલ. ફરી દરિયાઈ મુસાફરી, તોફાન, જીવસટોસટનું જોખમ.

 
આફ્રિકાના માડાગાસ્કર ટાપુના મજંગામાં જઈને નાનજી કાલિદાસે મોટા ભાઈની દુકાનની સફાઈ, ગોઠવણી, લેવડદેવડ, ઘરકામ, રસોઈ, ગામડામાંથી માલ લાવવાનો વગેરે કામોનો એમના ગજા ઉપરવટનો બોજો ઉઠાવી લીધો. આને કારણે એમની શક્તિ ખૂબ ખીલી. ‘મારી અનુભવકથા’માં નાનજી કાલિદાસ લખે છે:

 
‘અનુભવે જોયું કે જે કામની ચોરી કરે છે, તે હરામ હાડકાનો થઈ જાય છે, તેનું શરીર બેઠાડુ થાય છે; મન આળસુ બને છે. એની કુદરતી શક્તિઓ કટાઈ જાય છે. જે માણસ જવાબદારી સમજીને બોજો ઉઠાવતો જાય છે, તેની આવડત દિવસે દિવસે વધતી જાય છે. તેના જીવનમાં હોંશ અને ઉત્સાહ વધે છે; સંપત્તિ વધતી જાય છે અને જીવતરની ખરી મઝા આવે છે.’

 
વચ્ચે થોડાંક વર્ષ હિન્દુસ્તાન પાછા આવવું પડ્યું અને સોળ વર્ષની ઉંમરે ફરી દેશાટણ કરવાનું નક્કી કર્યું. કોઈને કહ્યા વિના ગોરાણેથી નીકળી પડ્યા. સાથે પચાસ રૂપિયા રોકડા લીધા. મોહનમાળા, કબજાનાં સોનાનાં બટન, વીંટી, માડાગાસ્કરથી લીધેલું સોનાનું ઘડિયાળ, સોનાનો અછોડો, બાવડાનું કડું. આટલાં ઘરેણાં લીધાં. નવાં કપડાં કંતાનના પાકીટમાં મૂક્યાં. જૂનાં ફાટેલાં કપડાં પહેર્યાં જેથી કોઈ રસ્તામાં મારીને લઈ ન લે. ભગવાનને પગે લાગી રાતોરાત એકલા ચાલી નીકળ્યા. સીધા પોરબંદર સવારની ટ્રેનમાં મુંબઈની ટિકિટ લઈને બેસી ગયા.

 
સ્ટીમર ઉપડવાને ઘણાં અઠવાડિયાંઓની વાર હતી. ભારતભ્રમણ કર્યું. રૂપિયા ખલાસ થવા આવ્યા. મોહનમાળા વેચીને આફ્રિકાનું ભાડું કાઢયું હતું. ઘેરથી પરદેશ જવાનું નક્કી કરીને નીકળેલા અને દાગીના ચોરેલા તેથી પાછા જવાનું મન થતું ન હતું.

 
ત્યાં કોઈકે ખબર આપી કે મામા એમને ગોતવા આવ્યા હતા. મામાને મળ્યા. ઘરે સુખરૂપના સંદેશા પહોંચાડયા અને સારું મુહૂર્ત જોઈ વહાણવાટે આફ્રિકા આવી ગયા.

 
૧૯૦૭માં, વીસ વરસની ઉંમરે નાનજીએ ધંધામાંથી કમાઈને પોતાની પહેલી કમાણી પેટે સો રૂપિયા દેશમાં મોકલ્યા. અને પત્રમાં લખ્યું: ‘હું સુખી છું. ઘરની દુકાન કરી છે. વેપાર સારો ચાલે છે. દિવસે દિવસે વધતો જાય છે. મારી કશી ફિકર ન કરશો.’

 
આફ્રિકામાં નાનજી કાલિદાસે લિટરલી શૂન્યમાંથી સૃષ્ટિ ઊભી કરી. લખલૂટ પૈસા કમાયા અને આફ્રિકામાં તેમ જ ભારતમાં એટલો જ મોટો ધર્માદો પણ કર્યો.

 
નાનજી કાલિદાસનું જીવન આજના કોઈ પણ ગુજરાતી યુવાનને પાનો ચડાવે એવું છે. મનમાં ધાર્યું તે કરવું અને તે જ કરવું. આગળપાછળ જોયા વિના, બીજા કશાનોય વિચાર કર્યા વિના માત્ર એ લક્ષ્યને આંખ સામે રાખવું. ગમે એટલાં જોખમો આવે, વિધ્નો નડે. ભૂખ્યા રહેવું પડે તે તો ઓછામાં ઓછી તકલીફ કહેવાય. જાન પણ જોખમમાં મુકાઈ જાય, ભલે. પણ લક્ષ્ય ચુકાય નહીં.

 
નામ અને દામ કમાનારા અનેક ગુજરાતીઓ, ભારતીયો કે વિદેશીઓએ જોયેલાં સપનાં લાખો યુવાનોની આંખમાં પણ હોવાનાં. પણ એ કમાણી પાછળની કથા જાણવામાં બહુ ઓછાને રસ પડે છે. એ લોકોએ જે રીતે આ સફર કરી છે તે રીતની હાડમારી સહન કરવાની તૈયારી કોઈની હોતી નથી. તેઓ જ્યારે સંઘર્ષ કરતા હતા ત્યારે એમને કોઈએ લખી નહોતું આપ્યું કે તમે ભવિષ્યમાં નાનજી કાલિદાસ કે ધીરુભાઈ અંબાણી કે સચિન તેંડુલકર કે શાહરુખ ખાન બનવાના છો. એ સંઘર્ષના ગાળામાં એમણે જે સલામતીનો અભાવ અનુભવ્યો તેમાંથી પસાર થવાની તૈયારી છે? મોટા ભાગનાઓ તો અડધે સુધી પહોંચતામાં જ તૂટી જવાના. બાકીનાઓ જે મળ્યું, જ્યાં સુધી પહોંચ્યા, એમાં સંતોષ માનીને સ્ટ્રગલ છોડી દેવાના. છેક સુધી પહોંચવા જેટલી ધીરજ ભાગ્યે જ કોઈનામાં હોવાની. ખરી સફળતા એ જ મેળવે છે જે સફળ બન્યા પછી પણ સંઘર્ષના દિવસો જેટલી જ એકાગ્રતા, નિષ્ઠા અને મહેનત કરવાનું ચાલુ રાખે છે. નાનજી કાલિદાસ મહેતાનું આત્મચરિત્ર બજારમાં વેચાતું મળતું નથી. પુસ્તકને જાણીતા ગુજરાતી પ્રકાશકોમાંથી કોઈ ફરી પ્રગટ કરે તો આ ભાટિયા મહાપુરુષના જીવનમાંથી આજે પણ અનેક ગુજરાતીઓ પ્રેરણા લઈને પોતાના ધાર્યા લક્ષ્ય સુધી પહોંચી શકે.

 

 

સૌજન્ય : પૂર્વી મોદી – મલકાણ (યુએસએ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … (ભાગ-૧૪) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૬૬-૭૦) …
-મહેશ શાહ, વડોદરા …

 

[ભાગ -૧૪]

 

 krishna-radha

શ્રીવલ્લભ કુલ બાલક સબેં, સબ હી એક સ્વરૂપ |
છોટો બડો ના જાનિયેં, સબ હી અગ્નિ સ્વરૂપ ||૬૬|| 

 shriji poster.1

 

 

શ્રી વલ્લભ પોતે શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ (સર્વોત્તમ સ્તો. શ્લોક ૭) દિવ્ય અવતારી સમર્થ પુરૂષ હતા. આપે આપનું પૂર્ણ (અશેષ) માહ્ત્મ્ય નિજ વંશમાં (શ્રી વલ્લભ કુળના સર્વ બાલકોમાં) સ્થાપિત(સ.સ્તો. શ્લો.૨૨) કર્યું છે. આથી એ સિદ્ધ થાય છે કે આ સર્વ બાલકો શ્રી વલ્લભના જ પ્રતિબિંબ રૂપ અને તેમની જેટલા જ પ્રતાપી છે. આ સર્વ બાલકોની કૃતિ અને આકૃતિ જુદી જુદી ભાસે છે પણ સૌ એક જ સ્વરૂપ (શ્રી વલ્લભ સ્વરૂપ) છે. કોઈ એક બીજાથી જુદા નથી અને નરસી મહેતાએ કહયું છે કે ‘નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે’ તેમ સૌ શ્રી વલ્લભ સમાન છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે તેઓમાં નાન-મોટાઈના ભેદ રાખવા ન જોઈએ. આ બધા સ્વરૂપ શ્રી વલ્લભના જ ગુણો ધરાવે છે એટલે સ.સ્તો.ના ૧૧મા શ્લોકમાં દર્શાવ્યું છે તેમ આસુરી જીવોને મોહ પમાડવા પ્રાકૃત માણસો જેવું વર્તન કરતા હોય છે પણ શ્રી વલ્લભ અલૌકિક અગ્નિ સ્વરૂપ, વૈશ્વાનર છે (સ. સ્તો.શ્લો.૧૨) તેથી આપના સૌ વંશજો પણ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. તેમનામાં કોઈ ભેદ ન કરીએ.

 
આ મહત્વની વાત છે. આ સત્ય સમજી લઈને આપણે સૌ ગૌસ્વામી બાલકોમાં શ્રી વલ્લભના દર્શન કરવા જોઈએ. કોઈને ઉમર, અભ્યાસ કે અન્ય કારણે કોઈને નાના કે મોટા ગણવાની ભૂલ ન કરવી જોઈએ. તેવી જ રીતે તેઓના ઘરની વાત બાબતે પણ વિવાદમાં ન પડીએ. સૌ શ્રી વલ્લભના મૂર્તિમંત સ્વરૂપ છે તો પછી પ્રથમ ઘર શું અને સપ્તમ ઘર શું? એક માત્ર શ્રી વલ્લભ આપણા ગુરૂ છે અને એક જ ગુરૂઘરના આપણે સૌ સેવકો છીએ. જે તે ઘરની પ્રણાલિકા જરૂર પાળીએ પણ અંતે તો સૌ સમાન છે તે વાત ક્યારેય વિસરીએ નહીં.

 

મન નગ તાકો દીજીયે, જો પ્રેમ પારખી હોય |
નાતર રહીયે મૌન ગહિ, વૃથા ન જીવન ખોય ||૬૭|| 

 

૨૯મી સાખીમાં કહેલી વાત શ્રી હરિરાયજીએ અહીં અલ્પ ફેરફાર સાથે ફરી કહી છે. તેથી આપણે સમજી શકીએ કે આ મુદ્દો કેટલો અગત્યનો હશે. આપણે જાણીએ છીએ કે મન જ આપણા બંધન અને મુક્તિનું કારણ છે. તેથી મન પવિત્ર રાખીએ, તેને પ્રભુમય રાખીએ, દોષમુક્ત રાખવા પૂરી કાળજી રાખીએ તો જ આપણા માનવ જન્મ અને વૈષ્ણવતા સાર્થક થાય. શ્રી હરિરાયજી મનને મણી કહી એવી આજ્ઞા કરે છે કે આ અણમોલ મણીનું જતન કરવું જરૂરી છે. હીરાનું મોલ કરવા ઝવેરીને જ કહેવાય. કહે છે ને કે ‘ગધેડાની ડોકે હીરો ન બંધાય’. તેવી જ રીતે આપણા મનનો મરકત મણી માત્ર એવી વ્યક્તિને જ સોંપીએ જે પોતે પ્રભુ પ્રેમી હોય, આપણા મનની પવિત્ર ભાવનાઓને, આપણા પ્રભુ પ્રેમને સમજી શકે, પારખી શકે, આપણા શ્રેયનો વિચાર કરી શકે. તાદ્રશીજનોનો સંગ કરીને આપણી ભક્તિને, આપણા સમર્પણને, આપણી શરણાગતિની ભાવનાને સુદ્રઢ કરીએ અને પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધીએ. જેની તેની પાસે એટલે કે અનધિકારીની પાસે મનની કિતાબ ન ખોલીએ.

 
મેનેજમેન્ટમાં પણ કહેવાય છે કે ‘When in doubt, don’t’ અર્થાત જ્યાં ખાતરી ન હોય ત્યાં મનના પડળ ખોલવાની ચેષ્ટા ન કરીએ. અધૂરા પાત્ર પાસે થતી મનની વાત આપણી આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ થઇ શકે છે. જો કોઈ યોગ્ય પાત્ર ન મળે તો મનની વાત મનમાં જ સંગોપિત રાખવી સૌથી હિતકર છે, સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ‘ન બોલ્યામાં નવ ગુણ’નો સિધ્ધાંત સ્વીકારી મૌન રહીએ. આ જ કારણસર કદાચ મૌનને પરમ ભૂષણરૂપ ગણ્યું હશે. મનની વાત ખોટી જગ્યાએ કહી દેવાથી આપણા શ્રેયની હાનિ થઇ શકે છે, પ્રભુએ આપણને મનુષ્ય યોનીમાં મોકલ્યા, વૈષ્ણવ બનાવ્યા તે શુભ હેતુ નિરર્થક થઇ જાય અને આપણું જીવન વેડફાઈ જાય.

 

 મન પંછી તન ઉડી લગો, વસો વાસના માંહિ |

પ્રેમ બાજકી ઝપટીમેં, જબ લગ આયો નાહીં ||૬૮||

 

આપણા મનને પક્ષી સાથે સરખાવીને એક સરસ વાત કહી છે. જેમ કોઈ નાનું પક્ષી બંધન કે નિયમનના અભાવે મુક્ત પણે મન ફાવે ત્યાં ગગનમાં વિહાર કરતું હોય છે, તેમ જ આપણું મન વિવિધ લૌકિક એષણાઓ અને વિષયોમાં યથેચ્છ રીતે ભટકતું રહે છે. એક મળે તો બીજાની ઈચ્છા કરે, બીજું પણ મળી જાય તો વળી ત્રીજાની કામના કરે. જેમ જેમ અગ્નિમાં ઘી નાખતા જઈએ તેમ તેમ આગ વધુ મોટી થતી જાય તેવી જ રીતે મનની લાલસા પણ દરેક પ્રાપ્તિ પછી વધતી જ રહે છે. ગમે તેટલી ઈચ્છાઓ પૂર્ણ થાય તો પણ મન સદા તરસ્યું જ રહે છે. શ્રી હરિરાયજી કહે છે કે હાલત એવી થઇ જાય છે કે જાણે મન આપણું શરીર(તન) છોડી વાસનામાં જ વસી જાય છે. સામાન્ય રીતે મનમાં વાસનાનો વાસ હોય પણ અહીં તો વાસનાનો અતિરેક હોઈ પાત્રમાં ઘીને બદલે ઘીમાં પાત્રની જેમ મન જ વાસનામાં વસી જાય છે એવું કહી દર્શાવ્યું છે કે તન મનમાં વાસના પૂર્ણતયા વ્યાપી જાય છે અને જીવમાં આસુરાવેશ થઇ જાય છે, પ્રભુ પ્રાપ્તિમાં અંતરાય આવે છે.

 
આ ઉપમા આગળ વધારતા આપ આજ્ઞા કરે છે કે જ્યારે નાના પક્ષી ઉપર બાજ પક્ષીનું નિયમન આવે ત્યારે તેનું અનિયંત્રિત ઉડ્યન બંધ થઇ જાય છે. તેવી જ રીતે જ્યારે દૈવી જીવને બાજ રૂપી પ્રેમનો પરિચય થાય છે, પ્રેમ લહરીનો સ્પર્શ થાય છે ત્યારે તેની વાસનાઓ વિસરાઈ જાય છે, કામનાઓ કરમાઇ જાય છે. જ્યારે તેનું મન આ પ્રેમરોગની ઝપટમાં આવે છે ત્યારે તેની દશા અને દિશા જ ફરી જાય છે. પ્રેમ સુધાનું પાન કર્યા પછી સંસાર અસાર લાગે છે. તે પ્રભુના પ્રેમ પંથે પ્રગતી કરવા લાગે છે.

શ્રી વલ્લભ મનકો ભામતો, મો મન રહ્યો સમાય |
જ્યોં મેંહદી કે પાતમેં, લાલી લખી ન જાય ||૬૯||

વલ્લભ શબ્દનો એક અર્થ પ્રિય અથવા વહાલા થાય છે. શ્રી હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ મારા મનને પ્રિય (ભાવે) છે. મારા મન વિશ્વમાં પ્રિયંકર અને પ્રિયતમ એક માત્ર શ્રી વલ્લભ જ છે. તેઓ મારા સમગ્ર મનમાં વ્યાપ્ત છે. મનનો કોઈ પણ ખુણો શ્રી વલ્લભ વગરનો નથી. મારા મન મંદિરમાં એક જ મૂરત બિરાજે છે અને તે મારા પ્રિય શ્રી વલ્લભની છે. અહીં શ્રી હરિરાયજીએ સમાય શબ્દનો પ્રયોગ કર્યો છે. સમાયનો અર્થ એવો પણ થાય કે મનમાં રહેલા છે, સમાયેલા છે, નિહિત એટલે ગુપ્ત રીતે રહેલા છે. લાગણીઓ ઉભરાઈને બહાર દેખાતી નથી. સૌ કોઈને ખ્યાલ આવતો નથી. આપણા માર્ગમાં આપણે ગોપીજનોના ભાવથી પ્રભુને સેવીએ છીએ અને તેથી આપણા પ્રેમનું સંગોપન કરતા હોઈએ છીએ. જેમ ગોપીજનો પોતાના કૃષ્ણ પ્રેમને દુનિયાની નજરથી છુપાવતા તેવી રીતે જ આપણે પણ આપણો શ્રી વલ્લભ પ્રત્યેનો પ્રેમ છુપાવીને રહીએ.

 
મનમાં શ્રી વલ્લભ રહેલા છે છતાં દેખાતા નથી તે વાત સમજાવવા શ્રી હરિરાયજી મેંદીનું ઉદાહરણ આપે છે. આપણે જાણીએ છીએ તેમ મેંદીના લીલા પાનને વાટીને હાથમાં લગાવીએ ત્યારે સુંદર લાલ રંગ ખીલી ઉઠે છે. આનો અર્થ એ કે મેંદીના લીલા પાનમાં લાલાશ વ્યાપ્ત છે, સમાયેલી છે પણ તેમાં આ લાલાશ ક્યારેય દેખાતી નથી. વાટીએ ત્યારે પણ લીલાશ ભર્યો જ રંગ હોય છે પણ તેનો રંગ ચડે ત્યારે તે લાલ હોય છે. જેમ મેંદીના પાનના કણ કણમાં અંતર્નિહિત રહેલો લાલ રંગ નજરે ચડતો નથી તેવી જ રીતે ભક્તના હૃદયમાં રહેલો શ્રી વલ્લભનો પ્રેમ સૌ કોઈની નજરે ચડતો નથી. મર્યાદામાં હનુમાનજીએ પોતાની છાતી ચીરીને પોતાના ઇષ્ટ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા તેમ જ સાચા ભક્તના હૃદયમાં શ્રી વલ્લભ વસેલા છે.

 

શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપકો, કો કરી શકે વિચાર |
ગૂઢ ભાવ યહ સ્વામિની, પ્રકટ કૃષ્ણ અવતાર ||૭૦||

 

વેદ પણ પરબ્રહ્મનો વિચાર કરવામાં સમર્થ નથી તેથી ‘નેતિ નેતિ’ પુકારે છે. એવી જ રીતે શ્રી વલ્લભ અને તેમના આત્મજ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજીના સ્વરૂપ એક જ છે તેને સમજવાનું કે જાણવાનું તો શું તેના વિષે વિચારવાનું પણ કોઈના વશમાં નથી.

 
શ્રી વલ્લભનું રૂપ અને તેમનું સાચું અલૌકિક સ્વરૂપ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં સુપેરે દર્શાવાયું છે. તેમાંથી થોડા નામ યાદ કરીએ (તે નામ જે શ્લોકમાં છે તેનો નંબર કૌંસમાં છે.) શ્રી કૃષ્ણાસ્યમ (૭) એટલે કે શ્રી કૃષ્ણના શ્રી મુખારવિંદ રૂપ, વાકપતિ(૧૯) એટલે કે વાણીના અથવા દેવી સરસ્વતીના પતિ. આપ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ હોવાના કારણે પણ વાણીના પતિ છે. વિબુધેશ્વર (૧૯) વિબુધના બે અર્થ થાય છે. એક તો સાક્ષર અને બીજો દેવતાઓ. શ્રી વલ્લભ આ બંનેના ઈશ્વર છે. સ.સ્તો.ના ૩૨મા શ્લોકના પાંચેય નામ આપશ્રીના સ્વરૂપનું વર્ણન કરે છે. અપ્રાકૃતાખિલાકલ્પભૂષિત: એટલે કે આપ અલૌકિક આભુષણોથી શોભે છે એટલું જ નહીં ત્રિલોક્ના પણ ભૂષણરૂપ છે. આ ભૂમિના ભાગ્યરૂપ છે. વળી આપમાં સહજ સુંદરતા રહેલી છે અને આપનું સ્મિત પણ સહજ છે. આપમાં સત્વ, રજસ કે તમસ એ ત્રણમાંથી કોઈ ગુણ રહેલા નથી આપ ગુણોથી પર છે તેથી ત્રિગુણાતીત(૩૦) નામ બિરાજે છે. આપ ભક્તિમાર્ગરૂપી કમળ માટે સૂર્ય સમાન છે.

 
એક ભાવ એવો પણ છે આપ શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. આ ગૂઢ ભાવ છે અને તેનો વિશેષ વિસ્તાર કરાયો નથી. તે સમજવાની વાત છે. આપનું પ્રાગટ્ય સ્વામીની ઈચ્છાથી અને સ્વામીના કાર્યાર્થે થયેલું છે. એવી જ રીતે જેમ ત્રેતાયુગમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી યશોદોત્સંગલાલિત પૃથ્વી ઉપર પધાર્યા હતા તેવી જ રીતે કળીયુગમાં શ્રી વલ્લભરૂપે પ્રગટ થયા છે. તેથી પ્રગટ કૃષ્ણ અવતાર કહીને શ્રી હરિરાયજી બિરદાવે છે.

 
આવા શ્રી વલ્લભ આપણા ગુરૂ છે તે સૌભાગ્યમદ સાથે સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.

 
(ક્રમશ:) 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પ્લાસંટા પ્રિવિઆ અને હોમીઓપથી  …

પ્લાસંટા પ્રિવિઆ …– અને  હોમિયોપેથી  

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 
સૌપ્રથમ તો સર્વે વાંચકમિત્રોને મારી નવા વર્ષની અઢળક શુભકામના । આ વર્ષ સ્વાસ્થ્ય સંપન્ન, સુખ કારી,તેમજ ઇચ્છિત સફળતા મેળવવાના માર્ગ પર પૂર્ણ પ્રયત્નશીલ બની રહે એવી અભ્યર્થના।

 
વાચકમિત્રો, આપણે આગળના અમુક લેખોમાં સગર્ભા સ્ત્રીને તેની ગર્ભાવસ્થા સમયે વિવિધ ચરણમાં થતી મુશ્કેલીઓ વિષે સમજ્યા…

 
હવે આ વખતે અંતિમ ચરણ એટલેકે ત્રીજા ચરણ (છેલ્લા 12 અઠવાડિયા) દરમિયાન ઉદભવી શક્તિ સમસ્યા પ્લાસંટા પ્રિવિઆ વિષે સમજીશું ।

 
placenta

 
પ્લાસંટા પ્રિવિઆ -આ શબ્દ જરા આપ સર્વે માટે અટપટો અને થોડા અજાણ પણ હશે. અહી પહેલા પ્લાસંટા એટલે શું એ સમજી લઈએ.

 
placenta.1

placenta.2

 

 

.

પ્લાસંટા એટલે સામાન્ય ભાષામાં સમજાવું તો ગર્ભમાં વિકસતા બાળકનું આછાદન, એટલેકે બાળકને ઘેરાયેલું એક એવું આવરણ કે જે માતા દ્વારા બાળક સુધી જરૂરી ઓક્સીજન, પોષક્તત્વો તેમજ અન્તઃસ્ત્રવોનું વહન ઉપરાંત બાળકના વિકાસ દરમિયાન તેમાંથી ઉત્પન્ન થતા ઉત્સર્ગ્દ્રવ્યોનું વહન કરવા માટે જરૂરી છે. વિકસતો ગર્ભ એ પ્લાસંટા સાથે નાળ મારફત જોડાયેલું  રહે છે.

 

હવે સામાન્ય સંજોગોમાં મોટેભાગે આ આવરણ એ ગર્ભાશયની અંદર તેની ઉપરની સપાટી સાથે તેમજ તેના મુખથી થોડે દૂર જોડાયેલ હોય છે. હવે જયારે ક્યારેક જયારે એ આવરણ ગર્ભાશયમાં નીચેની સપાટી સાથે જોડાઈ જાય તો તે ગર્ભાશયના મુખને થોડા કે ઘણા અંશે ઘેરી લે છે – હવે આ રીતની ગોઠવણી સર્જાય ત્યારે તેને પ્લાસંટા પ્રિવિઆ કહે છે.

 

સામાન્ય રીતે જેમ જેમ ગર્ભાશય વિકસતું જાય છે તેમ પ્લાસંટા ઉપર તરફ જાય છે। પરંતુ, આવી પરિસ્થિતિમાં પ્લાસંટા નીચે તરફ જ રહી જતું હોઈ માતામાં વિવિધ સમસ્યાઓ ઉભી કરી શકે છે।

 

પ્લાસંટા પ્રિવિઆ ના ગ્રેડ આ પ્રમાણે સમજી શકાય:

 

ગ્રેડ 1: જેમાં પ્લાસંટા ગર્ભાશયના નીચેના વિસ્તારમાં હોય પણ તેની નીચેની કિનારી સર્વિક્સ ને અડેલી હોતી નથી

 

ગ્રેડ 2: જેમાં પ્લાસંટા ની નીચેની કિનારી સર્વીક્સ ના મુખને અડકેલી  હોય પણ તેને આખું ઘેરી ન વળેલ હોય

 

ગ્રેડ 3: જેમાં પ્લાસંટા સર્વીક્સના અંદરના મુખને થોડા અંશે ઘેરી લીધેલ હોય

 

ગ્રેડ 4: જેમાં પ્લાસંટા એ સર્વીક્સના અંદરના મુખને પૂર્ણતઃ ઘેરી ચૂકેલ હોય

 
પ્લાસંટા પ્રિવિઆના કારણો:

 
આમતો એ શામાટે થાય છે તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે.

 
પ્લાસંટા પ્રિવિઆ થવા પાછળના જોખમી સંજોગો આ પ્રમાણે સમજી શકાય:

 
જે સ્ત્રીમાં અગાઉની ગર્ભાવસ્થા દરમિયાન પણ થયેલ હોય

જે સ્ત્રીમાં અગાઉની તમામ ગર્ભાવસ્થાઓ ખુબ ઓછા અંતરે રહેલ હોય

20 થી નાની તેમજ 35 થી મોટી ઉમરની સ્ત્રી માં આ પ્રકારની સમસ્યા રહી શકે છે

જે સગર્ભામાં એક સમયે 2 કે તેથી વધુ બાળક રહેલ હોય

પ્લાસંટામાં જ અગાઉથી જ કોપી ખોડખાપણ હોવી

ગર્ભાવસ્થા સમયે આલ્કોહોલ લેવું

સગર્ભામાં સ્મોકિંગ ની આદત હોવી

 

પ્લાસંટા પ્રિવિઆ ના લક્ષણ:

 

પ્લાસંટા પ્રિવિઆના લક્ષણ તરીકે મુખ્યત્વે સ્ત્રીમાં યોની દ્વારા રક્તસ્ત્રાવ જોવા મળે છે જે મહદઅંશે પીડારહિત હોય છે

આ પ્રકારે રક્તસ્ત્રાવ ગર્ભાવસ્થાના બીજા ચરણ ના અંતમાં અથવાતો 32માં અઠવાડિયા દરમિયાન થઇ શકે છે

શરૂઆતમાં ઓછો થી માધ્યમ રક્તસ્ત્રાવ હોય છે, પ્લાસંટા જેમ જેમ છૂટું પડવાની પ્રક્રિયા આગળ વધે છે તેમ તેમ એ વધુ થઇ શકે છે

મોટેભાગે રક્તસ્ત્રાવ કોઈ ઈલાજ વિના બંધ થઇ જાય છે પરંતુ તે અમુક અઠવાડિયા પછી ચોક્કસ સમયે થઇ શકે છે

 

પ્લાસંટા પ્રિવિઆના જોખમ:

 

બાળકનો વિકાસ ઓછો થવો કે રુંધાવો

ડીલીવરી પહેલાના છેલ્લા સમયગાળા દરમિયાન કે ડીલીવરી સમયે ગર્ભાશયમાં બાળકની સ્થિતિ આદર્શ કરતા વિપરીત હોવી

નિયત કરતા વહેલી પ્રસૂતિ થઇ જવી

જવલ્લે જ જો રક્તસ્ત્રાવ ખૂબ વધુ થઇ ગયો હોય તો માતાના જીવને જોખમ  રહી શકે

 

પ્લાસંટા પ્રિવિઆના ઉપાય:

 

પ્લાસંટા પ્રિવિઆ જેવી પરિસ્થિતિમાં યોગ્ય સમયે નિદાન તેમજ યોગ્ય ગાયનેક તબીબ દ્વારા માતા માટે રખાતી કાળજી, અપાતી સલાહ તેમજ સારવારનો તો ફાળો રહેલો જ છે

ઉપરાંત, આ તકલીફની જાણ થતા જ માતા દ્વારા વિવિધ કાળજી જેમકે બેડ રેસ્ટ, કોઈ ભારે વસ્તુ ન ઉંચકવી, માનસિક તાણગ્રસ્ત ન થઇ જવું વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવું પણ આવશ્યક બની રહે છે.

ઉપરાંત જો યોગ્ય સમયે નિદાન થઇ ગયેલ હોય તો આવી પરિસ્થિતિમાં હોમીઓપેથીક દવાઓ શ્રેષ્ઠ સાબિત  થાય છે.

 માતાના લક્ષણોને સમજીને ચોકસાઈપૂર્વક પસંદ કરેલી હોમિયોપેથીક દવા વારંવાર થતા રક્તસ્ત્રાવ, રક્તસ્ત્રાવને લીધે થતી લોહતત્વની ઉણપ  કે દુખાવામાં જાદુઈ રાહત આપે છે.

એટલું જ નહિ કેટલાક જોખમી કિસ્સામાં જયારે અબોર્શન થઇ શકવાની ભીતિ હોય ત્યારે પણ આ નાની દવા ખૂબ મોટી આકરી પરિસ્થિતિમાં પણ લડાયક રહે છે.

તેમજ માતામાં ગર્ભાવસ્થા તેના પૂરા નવ મહિના સુધી ટકી રહે એટલેકે  કોઈ કોમ્પ્લીકેશન ન સર્જાય એનું પણ ધ્યાન રાખવા પૂરતી સક્ષમ છે.

અને હા, ખાસ કરીને માતામાં આ પરિસ્થિતિના સંદર્ભે ઉદભવેલા ડર, તાણ, ચિંતા કે અન્ય લાગણીઓ સામે છેક સુધી ઝઝૂમતી રાખવામાં એટલે કે તેનું માનસિક સ્વાસ્થ્ય પૂર્ણપણે ટકાવી રાખવામાં હોમિયોપેથીક દવા શ્રેષ્ઠત્તમ ઉપાય બને છે.

 

 

દવાઓ જેવી કે,

 
SEPIA

NUX VOMICA

IPECAC

SABINA

ERIGERON

VERATRUM  ALBUM

SECALE COR

COFFEEA

BELADONNA

FERRUM MET

PHOSPHORUS

ARNICA

ACONITE

CAMPHORA

 

 

ખૂબ અકસીર સાબિત થાય છે.

 

 

 

પ્લેસીબો:

 

placenta.3
dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે    Privacy જાળવવી જરૂરી હોય તો આપની વિગત – [email protected] અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા મોકલશો. – (જેમાં શક્ય હોય તો વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

તમે પણ વધુ સારા માનવબની શકો છો …

તમે પણ વધુ સારા માનવબની શકો છો …

 

 

આપણી મુશ્કેલીઓ 

 

આપણી વર્તમાન શિક્ષણપ્રણાલી આપણને સંસાર વિશે વધારે ને વધારે જાણકારી મળે એ  માટે હંમેશાં પ્રેરે છે અને નિર્દેશ કરતી રહે છે.  પણ આપણે એ પણ અનુભવીએ છીએ કે મનુષ્યની માર્યાદિત શક્તિ વડે સંસારની બધી બાબતોમાં બધું જ જાણવું અસંભવ છે.

 

 

swamiji 150

 

 

ધારો કે કોઈ વ્યક્તિએ ગમે તે રીતે સંસારની બધી જ બાબતો જાણી લીધી, પણ પોતાના વિશે કશું જ જાણ્યું નથી તો એ જાણકારીનો ઉપયોગ અર્થ શો ?  અંતે તેને આ ભૂલ સમજાશે કે બધી જ સાંસારિક જાણકારી, જ્યાં સુધી એ પોતાની જાતને નથી જાણી લેતો, ત્યાં સુધી તેને વધુ સારો માનવ બનવામાં એને મદદ કરી શકતો નથી.

દાખલા તરીકે ધારો કે એક કમ્પ્યુટર ઈજનેર ‘કમ્પ્યુટર વિજ્ઞાન’  વિશે બધું જ જાણે છે.  તે જગતનાં કોઈ પણ નાનાં મોટાં કમ્પ્યુટર બનાવી શકે છે;  તેના યંત્રોનું સમારકામ કરી શકે છે.  હવે ધારો કે એક મિત્રે તેની ટીકા કરી, તેના સ્વજનોએ દગો દીધો કે તેના નિકટના પ્રિય વ્યક્તિનું મૃત્યુ થયું, ત્યારે તે દુઃખી અને નિરાશ થઇ જાય છે.  આ દુઃખ અને નિરાશામાંથી કેવી રીતે મુક્તિ મળે તે એ જાણતો નથી.

 

હવે આ સમસ્યામાં કમ્પ્યુટર વિજ્ઞાનની બધી જાણકારી મેળવી લેવાથી એને શો લાભ થયો ?

 

માણસનો અનુભવ એ બતાવે છે કે જ્યાં સુધી મનુષ્ય સ્વયં પોતાના વિશે જાણતો નથી ત્યાં સુધી તે દુઃખ તેમજ નિરાશામાંથી મુક્તિ મેળવી શકતો નથી.  તે પોતે ક્યારેય દુઃખના વમળમાંથી પોતાની જાતને બહાર કાઢવા સમર્થ નહીં બની શકે, કારણ કે જીવનયાત્રામાં આવાં વમળો સ્વાભાવિક રીતે અને અનિવાર્ય રીતે આવે જ છે.

 

એટલે વધુ સારા માનવ બનવા આ સંસારની કે જગતની જાણકારીની સાથે આપણા પોતાના વિશે પણ જાણી લેવું જોઈએ.  જો આપણે પોતાની બાબતમાં કશું ન જાણીએ તો આ સંસારની બીજી બધી જાણકારીઓ આપણને છેવટે ગાઢ અંધકાર, અજ્ઞાન અને દુઃખમાં ધકેલી દે છે.  બધા જ પ્રકારની જાણકારીથી પણ ચડિયાતી અને બધી જાન્કારીઓનો નીચોડ એટલે પોતાને જાણવું એ છે.  જ્યાં સુધી વ્યક્તિ પોતાને પૂરેપૂરો જાણી લેતો નથી ત્યાં સુધી તે પૂર્ણ સંતોષ અને તુપ્તિ પણ મળેવી શકતો નથી.

 

જાણનાર એક વ્યક્તિ છે, એમાં સ્ત્રી કે પુરુષ બન્ને આવી જાય છે.  એટલે વ્યક્તિ માટે સ્વયં પોતે એમ સમજવું. સ્વામી વિવેકાનંદ વ્યક્તિને ચેતનવંત કહે છે.  હું એક મનુષ્ય છું.  એટલે મનુષ્યને જાણવાનું કામ હું મારા પોતાનાથી શરૂ કરીશ.  જો હું મારી જાત વિશે પૂરેપૂરો સુપરિચિત થઇ જાઉં તો ‘મનુષ્ય એટલે શું ?’  એ મને જાણવા મળશે અને પછી હું મારી જાતને એક વધુ સારો વ્યક્તિ બનવવામાં, ઉત્તમ બનાવવામાં સક્ષમ થઇ શકીશ, ત્યારે હું પૂર્ણ બનીશ.  એક ઉચ્ચ વ્યક્તિ બનવા આપણે પોતાના શરીર વિશે થોડું ઘણું જાણવું જોઈએ.  કોઈ ચિકિત્સકની પાસે જઈને તે શીખી લેવું જોઈએ.  આ સંસારમાં કઠિન પુરુષાર્થ કરવા શરીરને કેવી રીતે સ્વસ્થ અને કાર્યશીલ રાખવું, એ એક નિપુણનું કાર્ય છે.  એટલે અહીં આપણે વિસ્તારથી ચર્ચા નહીં કરીએ.  છતાં પણ કેટલીક મૂળભૂત વાતો એવી છે કે જેને જાણીને આપણે તંદુરસ્ત અને કાર્યરત રહી શકીએ છીએ.

 

રોજિંદી ટેવો

 

૧]  આપણી માંદગી કે શરીર તંદુરસ્ત ન રહેવાનાં અનેક કારણોમાંનું એક કારણ છે, ખાધે રાખવું, જરૂર કરતાં વધારે ખાવું, દુંદાળા દેહવાળા બનવું.  જે વ્યક્તિ જીવનમાં સફળ થવા કે વધુ સારા માનવ બનવા ઈચ્છે છે તેણે મેદસ્વી બનવું ન જોઈએ.  મિત્રો, આપણે જીવવા માટે ખાઈએ છીએ, નહીં કે ખાવા માટે જીવીએ છીએ.

 

આપણે આ સોનેરી સલાહ કે નિયમનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

 

૨]  કસરતની ટેવ

 

કુદરતે માનવ શરીરનું નિર્માણ સખત પુરુષાર્થ કરવા માટે કર્યું છે, એ આપણે યાદ રાખવું જોઈએ.  શરીર એકેવું સાધન છે કે જેના દ્વારા આપણે જે કંઈ સારું કે ઉદાત્ત, શુભ અને સુંદર છે તેને મેળવી શકીએ.  જ્યાં સુધી આપણે શરીરને તંદુરસ્ત તેમજ કાર્યરત ન રાખીએ ત્યાં સુધી આપણે આપણા લક્ષ્યને પામી ન શકીએ.

 

આપણે એ યાદ રાખવું જોઈએ કે નિયમિત શારીરિક વ્યાયામ કે કસરત વિના શરીરને તંદુરસ્ત રાખી ન શકાય.  જે વિધાર્થી – યુવાન કે યુવતી શ્રેષ્ઠ માનવ બનવા ઈચ્છે છે તેણે નિયમિત વ્યાયામ અને કસરત કરવાં જોઈએ અને આહારમાં પણ પ્રમાણ જાળવવું જોઈએ.  કોઈપણ વ્યાયામશાળામાં કે શારીરિક શિક્ષણના શિક્ષકને મળીને આપણું શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિવાળું રહે તેવી વૈજ્ઞાનિક કસરતો શીખી લેવી જોઈએ.આવી કસરતની ટેવ કોઈપણ સંજોગમાં છોડી ન દેવી અને તેનું કડક પાલન કરવું જોઈએ, એ પણ યાદ રાખવું જોઈએ.

 

૩]  આરામ અને ઊંઘની ટેવ

 

આરામ અને ઊંઘની કુદરતી પ્રક્રિયા છે.  એનાથી શરીરની જરૂરીયાત પૂરી પડે છે.  સાથે ને સાથે શરીરના નાશ પામેલા કોશો તથા તેના બીજા તંતુઓ વગેરેનું નિર્માણ પણ થાય છે.  એટલે આપણે આ કુદરતી પ્રક્રિયામાં અડચણ ન નાખીએ તેમજ આપણા સ્વાસ્થ્યને તથા જીવનને ભયમાં ન મૂકીએ.  કુદરતના આ કામમાં આપણે મદદ કરીએ અને આપણા શરીરને તંદુરસ્ત, સુદ્, સ્વસ્થ અને કાર્યશીલ રાખીએ.

 

આપણને સખત મહેનત કરવા ઊર્જા અને શક્તિની જરૂર પડે છે.  આપણે સૌ જાણીએ છીએ કે સખ્ત મહેનત વિના જીવનમાં કોઈ નોંધનીય સફળતા મેળવી શકાતી નથી.  ઊંઘ ને આરામ ઊર્જા અને શક્તિનું સારું રક્ષણ કરે છે.  દરેક વિધાર્થી, જે પોતાને વધુ સારો માનવ બનાવવા ઈચ્છે છે તેણે ઊર્જા અને શક્તિનું સંરક્ષણ કરવું જોઈએ.  એનો ઉપયોગ આત્મવિકાસ અને સર્વતોમુખી કલ્યાણ કરી શકે છે.

 

હું આ એટલા માટે કહું છું કે આપણા મોટાભાગના વિધાર્થીઓ એવું વિચારે છે કે ભણતર અને તેનાં અત્યંત આવશ્યક કર્યો માટે રાતનો સમય સારો છે.  આપણે એવા લોકોની રોજની દિનચર્ચા જોઈએ છીએ અને આપણને સમજાય છે કે તેઓ જાગતા હોય છે અને એમની પાસે પૂરતી ઊર્જા અને સમય હોય છે, તે વખતે તેઓ નકામાં કાર્યો, ગપ્પાં મારવાં, હેતુવગર રખડવું, નિમ્નકક્ષાનો આનંદ મેળવવો, આવાં બધાંમાં પોતાનો સમય વેડફી નાખે છે.  રાત્રે અભ્યાસ કરવાનું આયોજન ઊંઘ અને આરામને હાનિ પહોંચાડે છે.  વધુ સારા માનવ બનવા માટે આપણે પોતાની નવરાશની પળોમાં જ્યારે જાગતા હોઈએ ત્યારે તેનો સદુપયોગ કરતાં શીખવું જોઈએ.  ઊંઘ અને આરામના સમયમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ.

 

 

(રા.જ.૧૦-૧૩/૨૧-૨૨(૩૦૭-૦૮)

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના દરેક પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ટામેટાં અને ૨૧ ગુણો …

ટામેટાં અને ૨૧ ગુણો …

 

 

tomatto

ટામેટા આપણા ભોજનનો મહત્વનો હિસ્સો છે. જો તમે તેને તને તમારા ભોજનમાં ઉપયોગ નથી કરતા તો અહીં દર્શાવવામાં આવેલા ટામેટાના ગુણો વાંચીને તો તમે તે રોજ ખાતા થઇ જશો.

જો તમારા શરીરમાં લોહીની ઉપણ છે અને ચહેરો ફીક્કો પડી ગયો છે તો તમે શક્ય તેટલા વધુ ટામેટા ખાઓ. આનાથી તમારું લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઉઠશે. તેમાં લોહતત્વની માત્રા દૂધની સરખામણીએ બેગણી અને ઈંડાની તુલનાએ પાંચગણી હોય છે. વિટામિન એ, બી, સી સિવાય તેમાં પોટાશ તેમજ તાંબુ હોય છે. લોહતત્વની દ્રષ્ટિએ અન્ય તમામ ફળોમાં તે સર્વશ્રેષ્ઠ છે. તે લોહીની ઉપણ દૂર કરી શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલુ બનાવે છે.

ટામેટાને પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી એટલું પરિપૂર્ણ માનવામાં આવે છે કે જો સવારના નાસ્તામાં તમે માત્ર બે ટામેટા પણ ખાઇ લો તો તે સંપૂર્ણ ભોજન બરાબર થઇ જાય છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે. તેનાથી ઝાડો સાફ આવે છે અને દાંત તેમજ પેઢાની નબળાઇ દૂર કરવામાં, ચહેરાનો તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે તેનું નિયમિત સેવન કરવું જોઇએ.

ખાતા પહેલા પાકેલું લાલ ટામેટું કાપી તેની પર સિંધાલુ મીઠું અને કાળા મરીનો ભૂક્કો નાંખી તેને આદુ સાથે લઇ બાદમાં ભોજન કરો. આના નિયમિત સેવનથી મોઢાના ચાંદા સાજા થઇ જાય છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ સિવાય પેટ, મૂત્ર વિકાર, ડાયાબીડિઝ અને આંખોની નબળાઇ જેવા રોગ પણ ટામેટાના સેવનથી દૂર રહે છે. ગર્ભવતી સ્ત્રી અને વૃદ્ધોએ પણ ટામેટાનું નિયમિત સવારે સેવન કરવું જોઇએ, આ તેમના માટે ટોનિકનું કામ કરશે. આખા શિયાળા દરમિયાન દરરોજ સવારે 3-4 ટામેટા કાચા જ ખાઇ જાવ અને પોતાની જાતને બનાવો સ્વસ્થ અને બળવાન.

ભરપૂર શિયાળો આવ્યો છે
અને
તેમા સુપ ની લિજ્જત ના હોય એવુ તો બને જ નહિ !!
અને જ્યા સુપ ની વાતો થતી હોય
તો સુપ મા કિંગ ગણાતા ટામેટા નો સુપ તો અવશ્ય હોય.
ટામેટાના શુપથી શરીરમાં એક નવી તાજગી આવે છે.

glass of tometto

તો આ ટામેટા વિષે ની શક્તિવર્ધક બાબતો આપણે જાણી લઈએ
અભ્યાસ મારફતે પણ આ બાબત સાબિત થઇ ચુકી છે કે
ટામેટા સ્વાસ્થ માટે ઉપયોગી છે.
પાચનતંત્રમાં પણ ઉપયોગી સાબિત થાય છે.

ટામેટામાં મળતા લાલ તત્વ લાઇકોપીનમાં એન્ટિઓક્સિડેન્ટ પ્રોપર્ટિઝ હોય છે
જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
ટામેટાંને હંમેશા વિટામીન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે.
ટામેટા કાચા શાક તેમ જ રાંધેલા શાક સાથે ઉપયોગ કરિએ છે.
ટામેટાને કાચા ખાવા એ શ્રેષ્ઠ છે.

એક અભ્યાસ પ્રમાણે …

ફળો અને શાકભાજીમાંથી આપણને આઠ પ્રકારના એમિનો-એસિડ્સ મળે છે.
બધાં જ શાક અને ફળોમાં મોટાં ભાગના એમિનો-એસિડ્સ હોય છે, પરંતુ
ટામેટા અને કાકડીમાં આઠેય પ્રકારના આ તત્ત્વો રહેલા છે.
આ આઠેય તત્ત્વોને આપણું શરીર બનાવી શકતું નથી.
રોજ ટમેટાં અને ગાજરનો રસ સરખી માત્રામાં લઈને પીવો જોઇએ.
તો ચહેરા પર રંગત આવી જાય છે.

ટામેટા અને કાકડીની ગણના શાકભાજીમાં થાય છે.
પરંતુ વનસ્પતિશાસ્ત્રમાં તેમનો સમાવેશ
ફળ તરીકે કરવામાં આવ્યો છે કારણ કે તેમાં બીજ હોય છે.

{સ્તોત્ર-અજ્ઞાત }
સાભાર: http://godistruth2011.wordpress.com

 

 

tometto.1

લગભગ દરેક ઘરમાં ઓછા વધતા પ્રમાણમાં ટામેટાંનો ઉપયોગ તો થતો જ હોય છે. સલાડ રૂપે તો ટામેટાં વપરાય જ છે અને આ સિવાય પણ દાળ-શાક અને સૂપમાં પણ ટામેટાંનો ઉપયોગ થાય છે.

ટામેટાં માત્ર સ્વાદ, સુગંધ અને વાનગીના રંગ-રૂપ માટે જ વપરાય છે એવું નથી. તેના ઘણા સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ થાય છે. આયુર્વેદમાં ટામેટાંનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે. અને ટામેટાંને તો હેલ્થ પેકેજ કહેવામાં પણ જરા પણ અતિશયોક્તિ ના કહેવાય. નાના બાળકથી લઈને ગર્ભવતી મહિલા અને વૃદ્ધો સૌના માટે ટામેટાં બહુ ફાયદાકારક છે.અહીં ટામેટાના આવા જ ૨૧ સૌથી મહત્વના ફાયદા જણાવવામાં આવ્યા છે, જે નિયમિત સ્વસ્થ રહેવા માટે છે બહુ ઉપયોગી.

આગળ જુઓ ટામેટાંના ૨૧ ફાયદા. ….

 

 

૧.  કબજીયાત: દરરોજ 50 ગ્રામ કાચા ટામેટાને ખાવાથી કબજીયાત દૂર થાય છે. પાકેલા ટામેટાનો અડધો કપ સુપ દરરોજ પીવાથી જુની કબજીયાત દૂર થશે.

૨.  પાચન શક્તિ વધારનાર: ટામેટાના ટુકડા કરીને તેની પર સુંઠ અને સિંધાલુણ ભભરાવીને ખાવાથી પાચન શક્તિ વધે છે. તેનાથી ભોજન પ્રત્યે અરૂચિ અને આફરો પણ દૂર થઈ જાય છે.

૩.  મોઢાના ચાંદા: ટામેટાના રસને પાણીમાં ભેળવીને કોગળા કરવાથી મોઢાના ચાંદા મટી જાય છે.

૪.  તાવ: તાવ આવે તે વખતે લોહીની અંદર વિજાતીય દ્વવ્યો વધી જાય છે. ટામેટાનો સુપ આ તત્વોને કાઢી દે છે. આનાથી રોગીને આરામ મળે છે. આ સામાન્ય તાવમાં જ આપવો જોઈએ.

રોગપ્રતિકારક શક્તિ વધારે: ટામેટાંમાં વિટામિન સીનું પ્રમાણ બહુ ઊંચું હોવાથી તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે લગભગ બધા જ રોગ સામે રક્ષણ મળે છે.

૬.  ત્વચાનું સૌદર્ય વધે છે: ટામેટાંમાં વિટામિન સી અને એસિડિક તત્વોના ઊંચા પ્રમાણના કારણે ટામેટાના પલ્પને ચહેરા પર લગાવવાથી ત્વચા પર જામેલ નકામાં વિષક જંતુઓ નાશ પામે છે, ત્વચા કોમણ બને છે અને ચહેરાનું સૌદર્ય ખીલે છે.

૭.  પેઢાઓ નબળા પડી ગયા હોય અને તેને કારણે દાંતમાંથી લોહી વહેતું હોય તો એને માટે આ ઇલાજ અજમાવી જુઓ. ટામેટાંનો રસ દિવસમાં કુલ ત્રણ વાર ૫૦-૫૦ મિ.લિ. લેવાથી તાત્કાલિક રાહત અનુભવશો.

૮.  ઉલટીઓ થતી હોય તેવી વ્યકિતઓને આ ઉપચાર કરાવી જુઓ. ટામેટાંના રસની અંદર ખાંડ, એલચીના દાણા, લવીંગ અને મરીનો ભુકો કરી તેને રસમાં ભેળવીને પીવડાવી જુઓ. આનાથી દર્દીને રાહત થશે.

૯.  ગર્ભવતી સ્ત્રીઓ ઉપરાંત જેની સુવાવડ થઈ ચૂકી હોય તેવી બહેનોની માનસિક અને શારીરિક શકિત માટે ટામેટાંનો રસ સર્વોત્તમ ઔષધી ગણાય છે.

૧૦.  સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઇએ તો લીલાં ટામેટાં સર્વોત્તમ ગણાય છે. પાચનશકિત વધારતાં અને પચવામાં સરળ ટામેટાંનાં ઔષધીય ગુણો બહુ અદભુત છે.

૧૧.  ચામડીનો કોઇ પ્રકારનો રોગ થયો હોય તેમણે સવાર-સાંજ નિયમિત ટામેટાંનો રસ પીવાનું રાખવું જોઇએ. તમે જોશો તો થોડા સમય પછી તમારી ચામડીના સૌંદર્યમાં વૃદ્ધિ થયેલી જણાશે.

૧૨.  નાના બાળકોને અવારનવાર કરમ થતાં હોય છે. કેટલીક મોટી વ્યકિતઓને પણ આ તકલીફ થતી હોય છે. ટામેટાંના રસમાં હીંગનો વઘાર કરીને પીવાથી ફાયદો થશે.

૧૩.  ઉલટીઓ થતી હોય તેવી વ્યકિતઓને આ ઉપચાર કરાવી જુઓ. ટામેટાંના રસની અંદર ખાંડ, એલચીના દાણા, લવીંગ અને મરીનો ભુકો કરી તેને રસમાં ભેળવીને પીવડાવી જુઓ. આનાથી દર્દીને રાહત થશે.

૧૪.  ટામેટાંના ટુકડા કરી લઈ કલઇવાળા વાસણમાં થોડા સમય સુધી રાખી તેને શેકી લો. આની અંદર મરી તેમજ સીંધવ મીઠું ભેળવી લઇ અથવા થોડો સોડાબાયકાર્બ ભેળવી ખાઈ જુઓ. તરત રાહત અનુભવવા મળશે.

૧૫.  કોઢની સમસ્યાવાળી વ્યકિત માટે તુલસીનો રસ અને ટામેટાંનો રસ ભેગો કરીને પીવાથી ફાયદો થાય છે.

૧૬.  ગેસની તકલીફ વારંવાર થતી હોય તેવી વ્યકિતઓને માટે ટામેટાંની કાપેલી ચીરીઓ ખુબ લાભકારી છે. આની સાથે જો સંચળ ભેળવી દેવામાં આવે તો તે રામબાણ દવાની ગરજ સારે છે.

૧૭.  પાંચ ગ્રામ તુલસીનો રસ લઇ તેમાં તેટલી જ માત્રામાં ટામેટાંનો રસ ભેળવી લઈ તેને પીવાની આદત રાખો. થોડાક સમયમાં જ તમારી આંખ નીચે રહેતા કાળા કૂંડાળા દૂર થઈ જશે.

૧૮.  કબજીયાતની સમસ્યા ભોગવતી વ્યકિતઓ, જેમના આંતરડામાં મળ જમા થઈ જતો હોય છે. એને દૂર કરવા એક પ્યાલો ટામેટાંનો રસ નિયમિત લઇ જુઓ. મળ સાફ થઈ જશે અને આંતરડા ચોખ્ખા રહેશે.

૧૯.  હૃદયરોગથી પીડાતા દર્દીઓને ટામેટાંના રસની સાથે અર્જુન વૃક્ષની છાલ અને ખાંડ ભેળવી તેની ચટણી બનાવીને ખાવાથી લાભ થશે.

૨૦.  રાતના સમયે જોવાની તકલીફ હોય તો પાલકના રસમાં ટામેટાંનો રસ ભેળવી લઈ પીવાનું રાખો. ચાર અઠવાડિયા પછી તમે જાતે એનું પરિણામ અનુભવી શકશો.

૨૧.  લીવરની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે પણ ટામેટાંનો રસ ખુબ ગુણકારી છે.

tametto plant

ટામેટા વિશે વધારાની પૂરક માહિતી …

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સર્વોત્તમ ટામેટાં  …

 

સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઇએ તો લીલાં ટામેટાં સર્વોત્તમ ગણાય છે. પાચનશકિત વધારતાં અને પચવામાં સરળ ટામેટાંનાં ઔષધિય ગુણો વિશે જાણકારી મેળવીએ.

ગર્ભવતી સ્ત્રીઓ ઉપરાંત જેની સુવાવડ થઈ ચૂકી હોય તેવી બહેનોની માનસિક અને શારીરિક શકિત માટે ટામેટાંનો રસ સર્વોત્તમ ઔષધિ ગણાય છે.

ગેસની તકલીફ વારંવાર થતી હોય તેવી વ્યકિતઓને માટે ટામેટાંની કાપેલી ચીરીઓ ખુબ લાભકારી છે. આની સાથે જો સંચળ ભેળવી દેવામાં આવે તો તે રામબાણ દવાની ગરજ સારે છે.

ઉલટીઓ થતી હોય તેવી વ્યકિતઓને આ ઉપચાર કરાવી જુઓ. ટામેટાંના રસની અંદર ખાંડ, એલચીના દાણા, લવીંગ અને મરીનો ભુકો કરી તેને રસમાં ભેળવીને પીવડાવી જુઓ. આનાથી દર્દીને રાહત થશે.

હૃદયરોગથી પીડાતા દર્દીઓને ટામેટાંના રસની સાથે અર્જુન વૃક્ષની છાલ અને ખાંડ ભેળવી તેની ચટણી બનાવીને ખાવાથી લાભ થશે.

પેઢાઓ નબળા પડી ગયા હોય અને તેને કારણે દાંતમાંથી લોહી વહેતું હોય તો એને માટે આ ઇલાજ અજમાવી જુઓ. ટામેટાંનો રસ દિવસમાં કુલ ત્રણ વાર ૫૦-૫૦ મિ.લિ. લેવાથી તાત્કાલિક રાહત અનુભવશો.

ચામડીનો કોઇ પ્રકારનો રોગ થયો હોય તેમણે સવાર-સાંજ નિયમિત ટામેટાંનો રસ પીવાનું રાખવું જોઇએ. તમે જોશો તો થોડા સમય પછી તમારી ચામડીના સૌંદર્યમાં વૃદ્ધિ થયેલી જણાશે.

નાના બાળકોને અવારનવાર કરમ થતાં હોય છે. કેટલીક મોટી વ્યકિતઓને પણ આ તકલીફ થતી હોય છે. ટામેટાંના રસમાં હીંગનો વઘાર કરીને પીવાથી ફાયદો થશે.

કબજીયાતની સમસ્યા ભોગવતી વ્યકિતઓ, જેમના આંતરડામાં મળ જમા થઈ જતો હોય છે. એને દૂર કરવા એક પ્યાલો ટામેટાંનો રસ નિયમિત લઇ જુઓ. મળ સાફ થઈ જશે અને આંતરડા ચોખ્ખા રહેશે.

પાંચ ગ્રામ તુલસીનો રસ લઇ તેમાં તેટલી જ માત્રામાં ટામેટાંનો રસ ભેળવી લઈ તેને પીવાની આદત રાખો. થોડાક સમયમાં જ તમારી આંખ નીચે રહેતા કાળા કૂંડાળા દૂર થઈ જશે.

કોઢની સમસ્યાવાળી વ્યકિત માટે તુલસીનો રસ અને ટામેટાંનો રસ ભેગો કરીને પીવાથી ફાયદો થાય છે.

રાતના સમયે જોવાની તકલીફ હોય તો પાલકના રસમાં ટામેટાંનો રસ ભેળવી લઈ પીવાનું રાખો. ચાર અઠવાડિયા પછી તમે જાતે એનું પરિણામ અનુભવી શકશો.
લીવરની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે પણ ટામેટાંનો રસ ખુબ ગુણકારી છે.

ટામેટાંના ટુકડા કરી લઈ કલઇવાળા વાસણમાં થોડા સમય સુધી રાખી તેને શેકી લો. આની અંદર મરી તેમજ સીંધવ મીઠું ભેળવી લઇ અથવા થોડો સોડાબાયકાર્બ ભેળવી ખાઈ જુઓ. તરત રાહત અનુભવવા મળશે.

ટામેટાં ખાવાથી હાર્ટએકેટનાં જોખમમાં ૫૫ ટકાનો ઘટાડો થાય છે તેમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. ફિનલેન્ડના સંશોધકોના જણાવ્યા મુજબ ટામેટાંમાં રહેલું લાઇકોપિન નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ શરીરની તંદુરસ્તી માટે મહત્ત્વનું છે. જે વ્યક્તિઓમાં લાઇકોપિન નામનું તત્ત્વ વધારે હોય તેમને હાર્ટએટેકનું જોખમ ૫૫ ટકા ઘટે છે તેવું સંશોધકોનું માનવું છે. જે લોકો નિયમિત રીતે તાજાં ફળો અને શાકભાજી ખાય છે તેમને હાર્ટએટેકનું જોખમ ઘટે છે તેવું અભ્યાસમાં જણાઈ આવ્યું હતું.

તંદુરસ્તી માટે લાઇકોપિન નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ મહત્ત્વનું

આ અભ્યાસમાં ૪૬થી ૬૫ વર્ષની ઉંમરના ૧,૦૩૧ પુરુષોની શારીરિક રચનાઓ અને તેમની મુશ્કેલીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસની શરૃઆતમાં તેમનાં શરીરમાં રહેલા લાઇકોપિનનું પ્રમાણ માપવામાં આવ્યું હતું. ૧૨ વર્ષ સુધી આ લોકોનો અભ્યાસ કરાયો હતો. જે દરમિયાન આશરે ૬૭ લોકોને હાર્ટએટેક આવ્યો હતો. જેમનાં શરીરમાં લાઇકોપિનનું પ્રમાણ ઓછું હતું તેવાં ૨૫ લોકો હાર્ટએટેકનો ભોગ બન્યાં હતાં. જેમનાં શરીરમાં લાઇકોપિનનું પ્રમાણ વધુ હતું તેવાં લોકોમાં હાર્ટએટેકનું જોખમ ૫૯ ટકા ઘટયું હતું.

ઓસ્ટ્રેલિયાનાં સંશોધકોએ કરેલા નવા અભ્યાસનાં તારણો મુજબ ટામેટાં અને દ્રાક્ષનાં અર્કથી અને તેનો રસ પીવાથી સનબર્ન સામે રક્ષણ મળે છે અને ચામડીને ચમકતી બનાવે છે. સૂર્યનાં વિકિરણો અને ગરમીથી ચામડીને થતી આડઅસરો અને બળતરાને અટકાવવા ટામેટાં અને દ્રાક્ષ અસરકારક પુરવાર થાય છે. સિડનીની હોસ્પિટલની રિસર્ચ પાંખ દ્વારા આ અંગે અભ્યાસ કરાયો હતો. ઓસ્ટ્રેલિયન રિસર્ચ ઈન્સ્ટિટયૂટનાં ઉપક્રમે આ સંશોધન કરાયું હતું.

શરીરની ચામડીને ચમકતી બનાવે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયામાં સૂર્યનાં વિકિરણો અને તેનાંથી ચામડીને થતું નુકસાનની સમસ્યાઓ વધતી જાય છે. ટામેટાં અને દ્રાક્ષમાં રહેલા કેરોટેનોઈડ્સ તેમજ પોલિફેનોલ્સ જેવા ઘટકો ખુબ જ શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે, જે સનબર્ન અને ચામડીને બળતરા અને દાહ સામે રક્ષણ આપે છે.

અગાઉ યુકેમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાવ્યા મુજબ ટામેટાંમાં રહેલા લાલ રંગનાં લાયકોપેન નામનાં ઘટકો પણ એન્ટિઓક્સિડન્ટ છે જે વ્યક્તિમાં વહેલી આવતી વૃદ્ધાવસ્થાને રોકે છે. આમ ટામેટાં અનેક રીતે ગુણકારી છે.

ટામેટાં : ટામેટામાં પોષક તત્ત્વો પુશ્કળ હોવાથી શાકભાજી તેમજ ફળ તરીકે શ્રેષ્ઠ ગણાય છે. ટામેટાં ખાટાં, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર છે. તે અગ્નીમાંદ્ય, ઉદરશુળ, મેદવૃદ્ધી, રક્તવીકાર, હરસ, પાંડુરોગ અને જીર્ણજ્વરને દુર કરે છે. ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે. ટામેટાં સારક હોવાથી કબજીયાત દુર થાય છે.

(૧) પાકાં ટામેટાંનો એક કપ રસ અથવા સુપ રોજ એકાદ વાર લેવાથી અંતરડામાં જામેલો-સુકાયેલો મળ છુટો પડી જુની કબજીયાત મટે છે.

(૨) ટામેટામાં રહેલું લાયકોપેન નામનું પીગ્મેન્ટ ફ્રી રૅડીકલ્સ દ્વારા થતા જોખમને ઓછું કરી અમુક કૅન્સરને વધતું અટકાવે છે. ખાસ કરીને સ્ત્રીઓને થતા બ્રેસ્ટ કૅન્સર સામે વધુમાં વધુ ફાયદો મળે છે. લાયકોપેન ચરબીમાં દ્રાવ્ય છે આથી સલાડમાં (કાચાં) ખાવા કરતાં થોડા તેલ કે ઘીમાં રાંધેલાં ટામેટાં રોગ સામે વધુ રક્ષણ આપે છે.

(૩) ટામેટામાં બહુ જ ઓછી કૅલેરી હોવાથી વજન ઘટાડવામાં પણ ખુબ ઉપયોગી છે.

(૪) વાત-કફ પ્રકૃતીવાળા માટે ટામેટાં ખુબ ફાયદાકારક છે.

(૫) ઉલટી થવાથી શરીરમાં પોટેશીયમ, કેલ્શીયમ અને સોડીયમની માત્રા ઘટી જાય છે અને આથી થાક લાગે છે. ટામેટાનો રસ આ તત્ત્વોની ઉણપ પુરી કરે છે.

(૬) રાત્રે વધુ પડતો દારુ પીવાયો હોય તો ટામેટાનો રસ પીવાથી હેંગઓવર દુર થાય છે.

હેલસિર્ક- ટામેટાં ખાદ્યચીજોનો સ્વાદ વધારવાની સાથોસાથ મગજનું પણ ધ્યાન રાખે છે. એક અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું છે કે ટામેટાં ખાવાથી બ્રેન હેમરેજની અસર ઓછી થાય છે. ફિનલેંન્ડમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે ટામેટાં ખાનાર શોખિનોને સ્ટ્રોક એટલે કે બ્રેન હેમરેજથી ડરવાની જરૂર નથી.

ટામેટાંને લાલ રંગ દેનારા લાઈકોપીનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સર્વેમાં ભાગ લેનારા ૧,૦૩૧ લોકોના લોહીમાં લાઈકોપીનની માત્રા વધુ જોવામાં આવી. એના પરથી એ પણ જાણવા મળ્યું કે આ લોકોમાં સ્ટ્રોકનું જોખમ સૌથી ઓછું હતું. લાઈકોપીન ટામેટાં સિવાય તરબુચ, લાલ મરચા અને પપૈયામાં પણ હોય છે.

{સ્તોત્ર-સંદેશ – વેબ દુનિયા – હેલ્હ લાઈન – ગાંડાવલ્લભ  – અન્ય   અજ્ઞાત  }

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email :  [email protected]

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના દરેક પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પુણ્યની કમાઈ … (પ્રેરક કથા) …

પુણ્યની કમાઈ … (પ્રેરક કથા) …

 

 
crow

 

 

હસ્તિનાપુરનો રાજા દરબાર ભરીને બેઠો હતો, ત્યાં એક ભાટ આવ્યો. તેણે રાજાની પ્રશંસાનું ગીત લલકાર્યું:

 

ધન્ય રાજા તને, ધન્ય તુજ બંધુને,
રામલક્ષ્મણ તણી જોડ જાણે !
ધન્ય દરબાર આ, ધન્ય દરબારીઓ,
અવધનો રામ-દરબાર જાણે !

 

બધા ખુશખુશ થઈ ગયા. ભાટે આગળ ચલાવ્યું :

 

ધન્ય આ બ્રાહ્મણો, ધન્ય આ ક્ષત્રિયો,
ધન્ય પૃથ્વી પટે આવી સૃષ્ટિ !
ધન્ય રાજા, તારા રાજ્યમાં સૌ સુખી,
માગતાં વરસતી મેઘ-વૃષ્ટિ !

 

બધા વાહ વાહ ! વાહ વાહ ! કરવા લાગ્યા. ત્યાં ક્યાંકથી એક કાગડો ઊડી આવ્યો અને ભાટની પાઘડી પર ચરકીને બોલ્યો : ‘જૂઠાને માથે છી !’ પછી કાગડો કહે, ‘હે રાજા, તમે નથી રામ, તમારું રાજ્ય નથી રામ રાજ્ય, અહીં નથી માગ્યા મેહ વરસતા કે અહીં નથી સૌ સુખી !’

ભાટે કહ્યું : ‘મહારાજ, આ તો કવિતા છે, કાગડો કવિતામાં શું સમજે ?’

કાગડાએ કહ્યું : ‘કાગડો કવિતામાં ન સમજે, પણ રામરાજ્યમાં સમજે છે.’

રાજાએ કહ્યું : ‘શું સમજે છે ?’

કાગડાએ કહ્યું : ‘જીભે કહું એ શા કામનું ?  નજરે જ દેખાડું ! આપના દરબારમાંથી ચાર ઉત્તમ પુરુષોને મારી સાથે મોકલો !’

 
રાજાએ રાજ-પુરોહિત, સેનાપતિ, નગરશેઠ અને રાજસેવક એમ ચાર જણને પસંદ કરી તેમને કાગડાની સાથે જવા કહ્યું. ચારે જણા ઘોડેસવાર થઈ કાગડાની પાછળ ચાલ્યા. કેટલાક દિવસની મજલ પછી તેઓ સરયુ નદીના કિનારે અયોધ્યાનગરી પાસે આવ્યા. ત્યાં એક નિર્જન ટેકરી પર વિશાળ વડનું ઝાડ હતું. કાગડાએ ત્યાં એક સ્થળ દેખાડી કહ્યું : ‘હે સજ્જનો, અહીં ખોદો !’  ખોદતાં ખોદતાં જમીનમાં ઘંટ દેખાયો. ચારે જણે જોર કરી ઘંટ ઉપાડ્યો તો એની નીચે સોનાનો થાળ અને થાળમાં બોર બોર જેવડાં મોતી ! ગણ્યાં તો પૂરાં અઢાર ! કાગડો કહે, ‘ઉપાડો થાળ ! આપણે એ રાજાની કચેરીમાં રજૂ કરવાનો છે.’ ચારે જણાએ અંદરો અંદર ઈશારે વાત કરી લઈ એકેક મોતી ઉપાડી પોતાના પહેરવેશમાં છુપાવી દીધું. પછી થાળ લઈને એ કાગડાની પાછળ ચાલ્યા.

 
હસ્તિનાપુરમાં રાજા દરબાર ભરીને બેઠો હતો. ત્યાં આ ચાર જણાએ મોતીવાળો સોનાનો થાળ તેની સામે ધર્યો. થાળ જોઈને રાજાની આંખો ચમકી; થાળ કોનો છે, ક્યાંથી આવ્યો, શા માટે છે એવું કંઈ પણ પૂછ્યા વગર રાજાએ થાળ જોઈ સીધો હુકમ કર્યો, ‘પ્રધાનજી, મોતીનો આ થાળ મારી ખાનગી તિજોરીમાં મૂકી દો !’  પ્રધાન થાળ લઈને ચાલ્યો, ત્યાં રાજાનો ભાઈ દરબારમાંથી ઊઠી તેની સામે આવ્યો ને બોલ્યો :

 

‘ચાર મોતી મને દઈ દો ! નહીંતર આ તલવાર….’

 

પ્રધાને તરત ચાર મોતી એને દઈ દીધાં; સાથે સાથે બે મોતી પોતાના ખિસ્સામાં સેરવી દીધાં. એટલામાં રાણીની નજર આ મોતી પર પડી. તેણે હુકમ કર્યો : ‘થાળ સમેત મોતી મને આપો !’ પ્રધાને બાકીનાં આઠે મોતી સાથેનો થાળ રાણીને દઈ દીધો. પછી એ કચેરીમાં જઈને બેઠો. રાણીને મોતી એવાં ગમી ગયાં કે તેણે તે જ ઘડીએ ઝવેરીને બોલાવી તેનો હાર બનાવી આપવા કહ્યું. ઝવેરીએ કહ્યું :

 

‘હાર માટે પૂરાં અઢાર મોતી જોઈએ.’

 

રાણીએ તે જ ઘડીએ કચેરીમાં આવી રાજાને કહ્યું : ‘જ્યાંથી આ આઠ મોતી આવ્યાં હોય ત્યાંથી બીજાં દશ મંગાવી આપો, મારે એનો હાર બનાવવો છે.’

 

રાજાએ નવાઈ પામી કહ્યું : ‘મોતી આઠ કેમ ?   થાળમાં ચૌદ મોતી હતાં.’

રાણીએ કહ્યું : ‘આઠ જ હતાં !’

ત્યારે રાજાએ પ્રધાનને પૂછ્યું, ‘બીજાં છ મોતી ક્યાં ગયાં ?’

પ્રધાને પોતાના માથેથી ગાળિયો ઉતારતાં કહ્યું : ‘આપના ભાઈ…. મારી સામે એમણે તલવાર તાણી…’ રાજાના ભાઈએ જોયું કે મારા માથે છ મોતીનો આરોપ આવે છે, એટલે એ બોલી ઊઠ્યો: 

‘મેં માત્ર ચાર મોતી લીધાં છે ! આ રહ્યાં !’

હવે રાજાએ પ્રધાન સામે જોઈ કરડી આંખ કરી કહ્યું : ‘ચાર કે છે ?’

તરત પ્રધાને પોતાની પાસેથી બે મોતી કાઢી દઈ કહ્યું : ‘ચાર અને આ બે !’

રાણી કહે : ‘હવે માત્ર ચાર ખૂટે !’

કાગડો કહે : ‘એ પણ મળી રહેશે !’

રાજાએ કહ્યું : ‘કેમ કરી મળી રહેશે ?   થાળમાં પહેલેથી જ ચૌદ મોતી હતાં. મેં બરાબર ગણ્યાં હતાં.’

કાગડાએ કહ્યું : ‘પણ આપના પહેલાં આપના ચાર ઉત્તમ પુરુષોએ એ ગણ્યાં હતાં – એ અઢાર હતાં !’  હવે એ ઉત્તમ પુરુષોને જોયા હોય તો કાપો તો લોહી ન નીકળે ! રાજાએ કરડી આંખે એમની સામે જોયું. ચારે જણે બીતાં બીતાં પોતાનાં કપડાંમાં સંતાડેલું એક એક મોતી કાઢીને રાજાને દઈ દીધું.

રાણી કહે : ‘વાહ, અઢાર મોતી થઈ ગયાં ! મારો હાર સરસ થશે !’

કાગડાએ કહ્યું : ‘મહારાજ, જોયું ?   આ તમારા ઉત્તમ પુરુષો ! આ તમારા પ્રધાન ! આ તમારા ભાઈ ! આ તમારાં રાણી અને આ તમે પોતે !’

રાજાએ કહ્યું : ‘આ હું પોતે એટલે ?  કેમ, હું કેવો છું ?’

કાગડાએ કહ્યું : ‘એ જાણવા માટે આ મોતીની વાત મારે તમને કહેવી પડશે. તો સાંભળો :

 
અયોધ્યામાં રાજા રામ રાજ્ય કરતા હતા તે વખતની વાત છે. એક વાર ગામના નગરશેઠની પુત્રવધૂએ કંઈક વ્રત કર્યું. વ્રતના ઉપવાસનાં પારણાં કરતી વખતે તેણે હઠ કરી કે સીતા માતાજી પોતાના હાથે મને જમાડે તો જ હું જમું ! નગરશેઠે સીતાજીને વિનંતી કરી કે મારી પુત્રવધૂ આવી ગાંડી હઠ લઈને બેઠી છે,  શું કરું ?   આ સાંભળતાં જ સીતા માતાજી બોલ્યા : ‘દીકરી માની પાસે લાડ નહિ માગે, તો કોની પાસે માગશે ?  ચાલો, હું આવું છું.’ કહી તરત એ ઊભાં થયાં. નગરશેઠને ઘેર જઈ એમણે શેઠની પુત્રવધૂને ખોળામાં લઈ કોળિયા કરી કરીને એને ખવડાવ્યું. પછી એ પાછાં ફરતાં હતાં ત્યાં નગર શેઠ સોનાના થાળમાં અઢાર મોતી લઈ તેમને અર્પણ કરવા આવ્યો,   પણ સીતાજી કહે : ‘દીકરીના ઘરનું મારાથી કંઈ જ લેવાય નહિ !’  આમ કહી એ રથમાં બેસી ચાલ્યાં ગયાં.  નગરશેઠ હાથમાં થાળ લઈને ‘માતાજી ! માતાજી !’ કરતો એમની પાછળ ગયો, પણ માતાજીના ઘરનાં બારણાં બંધ હતાં, એટલે મોતીવાળો થાળ ઘર આગળ ચોકમાં મૂકી એ પાછો ફરી ગયો. એ પછી કંઈ કેટલાયે માણસો ત્યાં થઈને પસાર થયા, પણ કોઈ એ થાળને અડક્યું સુદ્ધાં નહિ. રાત્રે પ્રતિહારી આંગણામાં આંટા મારતો હતો, ત્યાં એને આ થાળ વચમાં નડ્યો,  એટલે એણે એક મોટો ઘંટ લાવી એનાથી થાળને ઢાંકી દીધો. બસ, તે દિવસથી એ મોતીનો થાળ ઘંટની નીચે દટાયેલો જ રહ્યો. ન કોઈએ ઘંટ ઊંચો કરીને જોયું કે નીચે શું છે કે ન કોઈએ એની કશી પૃચ્છા કરી ! વર્ષો વીત્યાં, યુગો વીત્યા, પટ્ટણનું દટ્ટણ થઈ ગયું ! એ જગાએ આજે એક વિશાળ વડનું ઝાડ ઊભું છે.’

 
રાજાએ કહ્યું : ‘એ ખરું, પણ કાક, તું આ ક્યાંથી જાણે ? તું તો માત્ર કાગડો છે !’

કાગડાએ હસીને કહ્યું : ‘મહારાજ, આ જ તો સંસારનું રહસ્ય છે. બોલકા માણસે મૂંગા પશુપંખી પાસેથી ઘણું જાણવા શીખવાનું છે. કાક ભુશુંડીનું નામ તો તમે સાંભળ્યું છે ને ?   હું એ મહાયોગી કાક ભુશુંડીના વંશનો છું. મારા કુળમાં હજારો વર્ષથી રામરાજ્યનાં મોતીની આ વાત સૌ જાણે છે. દુનિયા આગળ વધી છે કે પાછળ લથડી છે તે માપવાનો અમારો આ ગજ છે.   જુઓને, રામના રાજ્યમાં મોતીનો આ થાળ પડ્યો છે, પણ કોઈ એની સામું જોતું નથી ! પ્રતિહારી જેવો સામાન્ય માણસ પણ તેના લોભમાં પડતો નથી અને અહીં તમારા ચાર ઉત્તમ પુરુષો તેમાંથી એક એક મોતી ચોરી લે છે, પ્રધાનજી બે મોતી ચોરે છે, તમારા ભાઈ તલવાર તાણી ચાર મોતી લૂંટે છે, તમારી રાણી આઠ મોતી પડાવે છે ને બીજાં દશની રઢ લે છે અને તમે ?   તમે પણ મોતી કોનાં છે ને કેમ છે એવું કંઈ પૂછ્યા ગાછ્યા વિના સીધાં જ એ તમારી ખાનગી તિજોરીમાં જમા કરાવી દો છો !’   પછી ભાટની સામે જોઈ તેણે કહ્યું : ‘બોલો, કવિ, આ રામરાજ્ય છે ? આ રામનો દરબાર છે?’

કોઈ કંઈ જ બોલ્યું નહિ.
 

રાજાએ જોયું તો મોતી કે થાળ કશું જ ત્યાં નહોતું. એ બોલી ઊઠ્યો :

‘હેં, થાળ ક્યાં ગયો ?   મોતી ક્યાં ગયાં ?’

કાગડો હસી પડ્યો. કહે : ‘રાજા, એ રામરાજ્યનાં મોતી હતાં. લોભનો સ્પર્શ થયો, એટલે એ અદશ્ય થઈ ગયાં ! જે પુણ્યનું ધન છે એ લોભના સ્પર્શે અલોપ થઈ જશે ! સમજાય તો સમજ્જો !’ આટલું કહી કાગડો ઊડી ગયો.
 

 
લેખક : અજ્ઞાત
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના દરેક પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

બાજરાના ઊના ઊના રોટલા …

બાજરાના ઊના ઊના રોટલા ...

બાજરાના ઊના ઊના રોટલાની ગરમાટાવાળી ફિલસૂફી …

 

આવ રે મહારાજ આવ
બાજર્યો   ભરીને  લાવ

bajri rotla

 

 

બાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ સૌરાષ્ટ્રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે. પ૦ ટકા ઘરોમાં નિયમિત ખવાય છે. બાજરાને સંસ્કૃતમાં વર્જા‍રી કહે છે. ઉર્દૂમાં ફારી, હિ‌ન્દીમાં બાજરા, તામિલમાં કુમ્બુ, તેલુગુમાં સજ્જા અને અંગ્રેજીમાં પર્લમિલેટ કહે છે. જોકે જ્યારે અંગ્રેજી મિલેટ કહે ત્યારે તેમાં બાજરો, જુવાર અને રાગી પણ આવી જાય છે. જો જુવારનું સૌથી વધુ બહુમાન કર્યું હોય તો મહારાષ્ટ્રીયનોએ અને શિવસૈનિકોએ કર્યું હતું. મુંબઈ અને મહારાષ્ટ્રના શહેરમાં ‘ઝુણકા ભાખર’ની સાવ સસ્તામાં મળતી જુવારની રોટી અને શાક શેરીએ શેરીએ મળતું પણ આજે મહારાષ્ટ્ર પણ ઝુણકા ભાખર ભૂલતું જાય છે.

 

આપણા દેશના જ નહીં પરદેશના લોકોએ બાજરાને ખૂબ અન્યાય કર્યો છે. અમેરિકનો આફ્રિકા ગયા અને ત્યાં બાજરાનો સ્વાદ ચાખી આવ્યા અને તેના ઔષધિય ગુણો જાણ્યા ત્યારે તે લોકોને બાજરાના ગુણ સમજાયા. જેને આહારશાસ્ત્રના પિતામહ ગણાય છે તે પાયથાગોરસે બાજરાનાં પોષણતત્ત્વોની ૨પ૦૦ વર્ષ પહેલાં ભારે પ્રશંસા કરેલી. લોસ એન્જલસ શહેરના એક સેનેટોરિયમમાં દરદીને પેશાબમાં ખૂબ દર્દ હતું. આખરે ઘઉં બંધ કરીને બાજરીની બ્રેડ (રોટલા) ખવડાવાયી તેથી તેનું પેશાબનું દર્દ ચાલ્યું ગયું ગોંડલના મહારાજા બાજરાનો રોટલો ખાતા અને તે પણ ગોંડલ સ્ટેટનો બાજરો જ ખાતા.

 

અમેરિકાના એક એનિમલ ફાર્મમાં દૂઝણા ઢોરને સતત મકાઈ અને ઘઉંનું ખાણ ખવડાવતા હતા. તેથી ઢોર બીમાર પડયાં એટલે અમેરિકાની યેલ યુનિ.ના પ્રોફેસરોએ પ્રયોગ કરીને બાજરાને ભરડીને તેનું ખાણ આપવા માંડયું. તેનાથી ગાયો સાજી થઈ ગઈ એટલું જ નહીં પણ વધુ દૂધ આપવા માંડી. ત્યારે અમેરિકાના ફિલસૂફ એસ્કિ ફ્રોઝે કહ્યું કે ફિલસૂફી સાથે બાજરાનો રોટલો ખાઓ તો જલદી જ્ઞાન આવે. બાજરામાં તમામ વિટામિનો, ખનિજો અને પૌષ્ટિક એમિનો એસિડ છે. આયુર્વેદમાં તેને કાંતિ આપનાર બલવર્ધક અને સ્ત્રીઓની કામશક્તિને વધારનાર ગણાય છે.

 

એવી વાનગીથી મેઘરાજાનું સ્વાગત કરાતું અને વર્ષાને પણ ઊના ઊના રોટલાની લાલચ અપાતી. સૌરાષ્ટ્રમાં અમુક ખેડૂતો બાજરાના જ સ્પેશિયલિસ્ટ હતા. તે પછીથી બાજરિયા અટક ધરાવનારા લેઉવા પટેલ થઈ ગયા.

 

કચ્છમાં બાજરાના રોટલા ખાવાની મજા છે.   બાજરા વિશે એક કચ્છની લોકકથા છે. કચ્છના લાખા ફુલાણીનું લશ્કર અંધારામાં કોઈ પ્રદેશમાં આવી ચઢયું ત્યારે અંધારામાં કોઈ ગામ દેખાયું નહીં.   ભૂલું પડેલું લશ્કર આફતમાં આવ્યું. ઘોડા સાથે માણસ પણ કોણ જાણે મરવા માંડયા. એ સમયે ત્યાં બાજરો ઊગેલો જોયો. હજી એ જમાનામાં બાજરાને કોઈ ઓળખતું નહીં.   બાજરો એટલો ‘ગરીબડો’ અને સરળતાવાળો છે કે તેને કોઈ જ ખાતર કે લાડકોડ જોતાં નથી. ખેતરમાંય પાકે છે અને ખેતરની બાજરી વધુ વિટામિનવાળી અને ઔષધિય હોય છે.   લાખા ફુલાણીનું લશ્કર બાજરાને ઓળખતું નહોતું પણ પછી ડરતા આ બાજરો ખાધો અને બધામાં અદભૂત બળ આવ્યું અને પછી ઠંડા પ્રદેશમાંથી એ બાજરાનું બિયારણ લેતા આવ્યા.રજપૂતોએ બાજરો ખાઈને બાવડાનું બળ વધાર્યું.

 

શરૂમાં બાજરાનું નામ પડયું નહોતું પણ રજપૂતોએ બાજરો ખાધા ભેગો પચી ગયો અને તુરંત ભૂખ લાગી એટલે શરૂમાં તેનું નામ ‘જ્યોં બા જ્યોં’ એટલે જેવો પેટમાં ગયો એટલે પચ્યો-તેવું નામ રાખ્યું તે ઉપરથી આખરે બાજરો નામ પડયું. પછી ગાંધીજીના આશ્રમમાં એટલે જ કહેવાતું કે ભાઈ બાજરા જેવો સીધો-સરળ થા કોઈને ભારે ન પડ. બાજરા માટે કેટલીય કહેવત હતી. બાજરામાં જીવાત ન પડે અને લાંબો ટકે એટલે તેને ચૂલાની છાણાની રાખ લગાવવામાં આવતી તેથી બાજરો ટકતો તે પરથી બાજરાની કહેવત પડી કે :બાજરો રાખથી સારો રહીને ટકે અને બાવો ભભૂત લગાવવાથી શોભે છાણાની રાખને પણ બાજરો આભૂષણ માને છે. રક્ષક તો ખરી જ. ઈમ્પોટન્સી-નપુંસકતા માટે મૈસુરની  ઈન્ડો-અમેરિકન હોસ્પિટલના દરદીને બાજરાના રોટલા ખવડાવાતા.

 

ઘણા લોકો બાજરાને ‘ગરમ’ ગણે છે. હું કર્ણાટક અને આંધ્રમાં ગયો ત્યાં મેં જોયું કે ત્યાંના વૈદ્યો જેને બ્લીડિંગ પાઈલ્સ-દૂઝતા હરસ થતા તેને બાજરો ખવડાવતા, શરત એટલી કે સાથે ગાયનું ઘી ખવડાવવું. લોસ એન્જલસની પેટના રોગોની અમુક હોસ્પિટલમાં જે દરદીને જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે તેવા એસિડિટીવાળાને બાજરાના રોટલા ખવડાવે છે. તમે બાજરો ખાઈ જજો. ઘઉંની રોટલી કે ઘઉંની વાનગી તમને ઢીલો મળ અને વાસ મારતો મળ પેદા કરે છે. બાજરાના રોટલાથી બંધાયેલો અને બહુધા વાસ વગરનો મળ આવે છે. બાજરાના રોટલા ખાનારા સૌરાષ્ટ્રના કવિઓ વધુ ધારદાર અને ગરમાટો લાવનારી કવિતા કે લોકગીત લખી શકે છે.

 

ખરેખર તો બાજરના રોટલાને ઘી ચોપડવાની પણ જરૂર નથી. બાજરામાં કુદરતી ચરબી છે એટલે ઘી વગર ખાઈ શકાય છે. જો તમારે પ્રમાણભૂત રીતે બાજરાની ઘઉં કરતાં સરસાઈ જાણવી હોય તો ૧૦૦ ગ્રામ બાજરામાં સાડા ચાર ગ્રામ કુદરતી ચરબી રહેલી છે ત્યારે ઘઉંમાં માત્ર સવા ગ્રામ જેટલી જ ચરબી છે. ઘઉંમાં આને કારણે તેની ભાખરી, રોટલી કે થેપલાંના મોણમાં ખૂબ તેલ વાપરવું પડે છે પણ બાજરાના રોટલામાં નહીં. ઘઉં ખોટા લાડ કરે છે. બાજરો પેટને સૌથી વધુ પ્રેમ કરે છે. સૌરાષ્ટ્રમાં હૃદયરોગને કોઈ જાણતું નહીં કારણ કે ત્યાં બાજરો ખવાતો, સાથે લસણની ચટણી ખવાતી. લસણમાં કેલ્શિયમ ફોસ્ફરસ, લોહ, વિટામિન ‘સી’ અને બીજાં પાચક દ્રવ્યો છે.

 

લસણમાં પેનિસિલીનના ૧પ યુનિટ જેટલું જંતુનાશક તત્ત્વ છે એટલે લસણની ચટણીમાં તૈલી તત્ત્વો છે તે શરીરમાં જઈને લોહીને સાફ કરે છે. ફેફસાંને મજબૂત કરે છે. શિયાળામાં લસણ થકી તમને ગરમી મળે છે અને ઉનાળામાં તમારા શરીરમાંથી પરસેવો કાઢીને તમને ઠંડા રાખે છે.  આ દૃષ્ટિએ સૌરાષ્ટ્રમાં બહુ જ ઓછી બીમારી, બહુ જ ઓછા ડોક્ટરો, નામની જ હોસ્પિટલો હતી. સ્વિત્ઝરલેન્ડના એક ડોક્ટર બર્ચર બેનર સૌરાષ્ટ્ર અને રાજસ્થાન આવ્યા. અહીં તેમણે જોયું કે કોઈને લોહીના પરિભ્રમણ કે કોલેસ્ટેરોલની સમસ્યા નહોતી. તેમણે પછી સ્વિત્ઝરલેન્ડમાં બાજરા-લસણ થેરપી શરૂ કરેલી.

 

ઉરુલીકાંચનમાં બાલકોબા ભાવે (વિનોબા ભાવેના નાના ભાઈ) મુખ્ય સંચાલક તરીકે હતા તેમણે ટીબીનો રોગ બાજરાનો રોટલો અને લસણ થેરપીથી મટાડેલો. આજે ભારતમાં ૯૪.૩ લાખ હેક્ટરમાં બાજરાની ખેતી થાય છે તે ખેતી વધુ થાય એટલે કે બાજરાના ગુણો જાણી વધુ બાજરો ખવાય તો જમીનની પૌષ્ટિકતા જળવાશે અને વિલાયતી ખાતરથી જમીન નહીં બગડે. શોષક લોકો બીજાનો કસ કાઢે છે. બાજરો પોતાનો કસ કાઢી જમીન પાસેથી કાંઈ લેતો નથી. જમીનને ગરીબ કહતો નથી.’

 

ચેતનાની ક્ષણે

 

સૌજન્ય : -કાંતિ ભટ્ટ

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ, અમો પૂર્વી મોદી મલકાણ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.