ઇતિહાસમાં અમર બની ગયેલી વીરાંગનાઓ …

ઇતિહાસમાં અમર બની ગયેલી વીરાંગનાઓ …

 

 

– ભારતીય ઇતિહાસ મરાઠાઓનો ગણાય છે – ઇ. સ. ૧૦૪૧માં મૈસુરની નાયિકા સિદ્ધનહલ્લીના ગામડામાં મૃત્યુ પામી.

 

ઘણાને આશ્ચર્ય થશે કે પ્રાચીન ભારતમાં કન્યાઓને યુદ્ધની તાલીમ આપવામાં આવતી હતી. જો આમ ન હોત તો સાતવાહન વંશની નયનિકા, વાકાટક વંશની પ્રભાવતી, ચાલુક્ય રાજ્યની વિજય ભટ્ટારિકા અને કાશ્મીરની સુગંધા અને દિધા જેવી નારીઓને તેમના પુત્રોની બાલ્યાવસ્થામાં રાજ્ય કરવામાં સફળતા મળી નહોત.

brave indian women

દક્ષિણ ભારતના અભિલેખોમાં (મઘ્યયુગના) આવા ક્ષત્રિય – નાયિકાઓનો તેમના ભય, જોખમો વખતે પોતાના ઘર સંભાળવાના ઉલ્લેખ મળે છે. ઇ. સ. ૧૦૪૧માં મૈસુરની નાયિકા સિદ્ધનહલ્લીના ગામડામાં મૃત્યુ પામી હતી. બીજી કર્ણાટકની નાયિકાને લૂંટારુંઓ સામે લડવાના બહાદુરીભર્યા કાર્ય માટે સન્માન રૂપે નાકનો હીરો અર્પણ કરી સરકાર તરફથી બદલો મળ્યો. એક ખંડિયા રાણીએ તો યુદ્ધની આગેકૂચ કરાવી હતી. ૧૪૪૬માં એક મૈસુરની નાયિકા તેના પિતાના ખૂનીનો બદલો લેવામાં લડતાં શિકાગો ગામમાં મૃત્યુ પામી હતી.

 
મરાઠા કાળ સુધી સ્ત્રીઓને યુદ્ધની તાલીમ અપાતી રહી. ભારતીય ઇતિહાસ મરાઠાઓનો ગણાય છે. યશવંતરાવ હોલકરની પુત્રી રાણી ભીમાબાઈએ સર જોન માલ્કમ (સ્વામી સહજાનંદના મળેલા)ને કહેલું કે મરાઠા રાજકુમારીઓનું કર્તવ્ય છે કે વ્યક્તિગત રૂપે લશ્કરના માર્ગદર્શન માટે નહીં હોય ત્યારે.

 
કોલ્હાપુર રાજ્યની સંસ્થાપક તારાબાઈ તેના લશ્કરને દોરવતી અને તેનું રાજ્ય ચલાવતી હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો ઇતિહાસ, પ્રસિઘ્ધ યૌઘ્ધા નારી છે, જેની બહાદુરીના વખાણ તેના શત્રુઓએ પણ કરેલા. ગ્વાલિયરના મહારાજાની બેન રાજકુમારી કમલાબાઈ સંિધિયા યુદ્ધની સર્વ તાલીમમાં નિપુણ હતી. તેના પિતા મરાઠાઓની જુની પરંપરા ચાલવતા હતા જ્યારે તેમણે આ દિશામાં બારીકાઈભર્યો નિર્ણય લીધો હતો.

 
ભારતનો ઘણો પ્રાચીન ઇતિહાસ જોતાં જણાય છે કે જાતકમાં બનારસનો રાજા સન્યાસ લે છે ત્યારે તેની સ્ત્રી રાજકારભાર હાથ લે છે. ઓરિસ્સામાં જ્યારે રાજા લલિતાભરણ દેવ અને તેનો પુત્ર મરણ પામે છે ત્યારે (૯મી સદી) વિધવા રાજમાતાને દરબારીઓ રાજ્યનો કારભાર સંભાળવા વિનંતી કરે છે. આથી તે રાજગાદીએ બેઠી હતી, જ્યાં સુધી તેનો પૌત્ર જન્મ્યો નહોતો, ત્યાં સુધી કાશ્મીરની રાણી દિધાએ બાવીસ વર્ષ રાજ્ય કર્યું. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલા ગ્રીક રાજદૂત મેગેસ્થનીઝે ઉલ્લેખ કર્યો છે કે પાંડ્ય દેશમાં રાણી રાજ્યકર્તાઓ હતી. એ કદાચ ત્યાં ચાલતા માતૃ સમાજને લીધે હોઈ શકે.

 
ગુપ્તવંશનો સંસ્થાપક ચંદ્રગુપ્ત પહેલો તેની લિચ્છવી રાણી કુમારદેવી સહિત રાજ્ય કરતો હતો. રાજ્યકર્તા રાજા-રાણીના નામો સિક્કાઓ પર પણ જોવા મળ્યા છે. કોશાંબીના રાજા ઉદયનના પકડાઈ જવાથી તેની માતા રાજ્ય કારભાર ચલાવતી હતી. આપણે ઉપર ઉલ્લેખ કર્યો છે તે રાણી નયનિકા (ઈ. સ. પૂર્વેની બીજી સદી) તેનો પુત્ર પુખ્તવયનો નહીં હોવાથી રાજ્ય સંભાળતી હતી અને આમ દક્ષિણનું સાતવાહન રાજ્ય એક નારી રાજ્યકર્તાની સત્તામાં હતું. આમ પુત્ર નાનો હોવાથી મઘ્ય પ્રદેશનો કારભાર વાકારકવંશની પ્રભાવતી ગુપ્તે જેનો ઉલ્લેખ આપણે ઉપર કર્યો છે તેના પતિના મૃત્યુ પછી ૧૦ (દશ) વર્ષ સુધી ચલાવ્યો. મઘ્યયુગના કાશ્મીરના રાણી સુગંધાએ બધો કારભાર પોતાના હાથમાં લીધો હતો. રાજપૂતોના ઇતિહાસમાં તો વિધવા રાણીઓના રાજ્યકર્તા તરીકેના ઘણા દ્રષ્ટાંતો જોવા મળે છે.

 
જ્યારે ગુજરાતનો સુલતાન બહાદુર શાહ ચિતોડ પર ચઢી આવ્યો ત્યારે રાણા સંગની વિધવા રાણી કર્ણાવતીએ ચિતોડને બચાવવામાં આગળ પડતો ભાગ લીધો હતો. રાણા સંગની બીજી રાણી જવાહીરબાઈ લશ્કરને મોખરે રહી લડતાં પોતાનો જાન કુરબાન કરી રાજપૂતાણીની વીરતાને અમર કરી. મઘ્યકાળના રાજપૂત-ઇતિહાસમાં આવા તો ઘણા દાખલા મળી આવે છે.

 
મરાઠા ઇતિહાસમાં કોલ્હાપુરની તારાબાઈ, ઇચલકરંજીની અણુબાઈ, ઇંદોરની અહલ્યાબાઈ અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તેમની શુરવીરતા અને ક્ષાત્રતેજ તથા ચાણક્યનીતિ માટે રાજકીય દ્રષ્ટિએ આગળ તરી આવે છે. ૧૭૦૦માં છત્રપતિ રાજારામના મૃત્યુ પછી ઔરંગઝેબની સામે નોંધનીય વીરતા બતાવવા માટે કોલ્હાપુરના રાજ્યકર્તા કુટુંબના સંસ્થાપક તારાબાઈ મરાઠા ઇતિહાસમાં અમર થઈ ગયા. સુપ્રસિઘ્ધ કોલ્હાપુર નજીક આવેલા ઇચલકરંજીના અણુબાઈ ધોરપડે ઉત્તમ રીતે રાજ્યનો કારભાર ચલાવ્યો હતો. તેના દળ સાથે પેશ્વાઓ સામેના યુઘ્ધમાં લડાઈમાં ઉતરી ભાગ લેતી હતી. તે તેના પિતા પેશ્વ્વા બાલાજી વિશ્વ્વનાથના લડાયક ગુણો તેનામાં ઉતર્યા હતા.

 
અહલ્યાબાઈ હોળકર જે ઇંદોરનાં હતાં. તેમણે તેમના સસરા મલ્હારરાવ હોળકરની રાજકીય ફરજો અદા કરી હતી. ત્યારે તેની ઉંમર માત્ર ૨૪ વરસની હતી. ભારતીય ઇતિહાસમાં તેનો સમય ઈ. સ. ૧૭૬૬થી ૧૭૯૫ સુધી ઘણો કટોકટીભર્યો હતો. પરંતુ તેમણે એ બધાનો બહાદુરીથી સંકટોનો સામનો કર્યો.

સૌજન્ય : ગુ.સ. દૈનિક

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ, અમો પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.