સાઈનુસાઇટીસ .. અને હોમીઓપેથી .. (વિડીયો શ્રેણી-ભાગ- ૫)

સાઈનુસાઇટીસ … અને હોમીઓપેથી …

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ … (વિડીયો શ્રેણી ભાગ-૫) …

– ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

 

 

sinous

 

 

સાયનસ એ આપણા મસ્તિષ્ક ને આમ તો હળવું રાખવામાં મદદ કરે છે પણ જયારે એમાં કફ ભરાય ને સાઇનુસાઇટીસ થાય ત્યારે એ ભારે પડી જાય છે… સાયનસ છે શું ?  શું કામ એમાં તકલીફ ઉભી થાય છે ?  તકલીફ થાય ત્યારે શું થાય ?  ઓપરેશન કરાવાય ? હોમીઓપથી માં દવા ખરી ? આ બધા સવાલો ના જવાબ માત્ર ૯ (નવ)મિનીટ ના આ વિડીઓમાં મળી રહેશે. તેમ છતાં કઈ પ્રશ્ન રહે તો ની: સંકોચ પૂછશો ।  પ્રતિભાવ ની રાહ જોઇશ ।

 આજે  આપણે  સાઈનુસાઇટીસ … .. વિશે ... ડૉ. પાર્થ માંકડ પાસેથી પ્રાથમિક જાણકારી મેળવીશું અને સાથે સાથે તે માટે ઉપયોગી દવાના નામ પણ જાણીશું.  કોઈપણ  લેખમાં / વિડ્યોમાં સામાન્ય લક્ષણોને આધારે દવાનાં નામ લખવામાં / બોલવામાં આવ્યાં હોય છે, આથી જાતે દવા લેવાને બદલે તમારા ડોક્ટરની સલાહ લેવી  જરૂરી છે. ‘…

ઉપરોક્ત શ્રેણી ‘દાદીમા ની પોટલી’  પર શરૂ કરવા બદલ  ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ નાં અમો અંતરપૂર્વક થી આભારી છીએ.

 

 

શુભમ ભવતુ !!

 

Have a Healthy time further

Regards,

Dr. Parth Mankad 
dr.parth mankadMD(HOM)MD(AM)PGCHFWM
Mob: +91 97377 36999
E mail : [email protected]
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

 

તો ચાલો, આજે ફરી એક વખત ડૉ. પાર્થ ને  વિડ્યો શ્રેણી દ્વારા રૂબરૂ મળીએ અને વિડ્યો દ્વારા સાઈનુસાઇટીસ … રોગ વિશે પ્રાથમિક જાણકારી માણીએ ….  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ ‘ (વિડીયો શ્રેણી ભાગ-૫) …    ચાલો આજની વિડ્યો  પોસ્ટ અહીં જ માણીએ …

 

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ -રૂબરૂ શ્રેણી’   (ભાગ-૫) …વિડીયો બ્લોગ પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ દ્વારા આપના મંતવ્યો જરૂર જણાવશો. આપના  પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.   તો મિત્રો,  દર ૧૫ દિવસે, માત્ર થોડો સમય ફાળવી … સ્વાસ્થ્ય ની જાણકારી અંગેનો વિડીઓ માણશો …

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ દ્વારા, આપના સ્વાસ્થ્ય અંગેના જો કોઈ પ્રશ્નો ઉદભવતા હોય તો તે અમોને જણાવી શકો છો. અથવા સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નો અમારા અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ ડી દ્વારા અમોને મોકલશો, ડૉ.પાર્થ દ્વારા આપને યોગ્ય માર્ગદર્શન જરૂર મળી રહેશે. આ ઉપરાંત, અહીં શરૂ કરેલ સ્વાસ્થ્યની શ્રેણી અંગે આપના કોઈ સૂચન હોય તો તે, બ્લોગ પોસ્ટ પર પ્રતિભાવ દ્વારા અથવા ઈ મેઈલ દ્વારા અમોને જરૂર જણાવશો.. …    

 

 

પૂરક માહિતી :

sinous.1

આપણા શરીરમાં આઠ પેરાનેસલ સાઈનસ હોય છે. તે માથામાં સૂક્ષ્મ છિદ્રો રૂપે કેટલાંક હાડકામાં હોય છે, જેનાથી તે હાડકાનું વજન ઘટે છે, અવાજને ચોક્કસ સ્વર મળે છે તથા ચહેરાને આકાર મળે છે.

પેરાનેસલ સાઈનસ એ માથામાં રહેલા ગીચ હાડકાંના માળખામાં હવા ભરેલા ખાડા છે જેની રચના માથાના વજનને ઘટાડવા માટે થઈ છે. આગળની બાજુના સાઈનસ કપાળના ભાગમાં હોય છે, જડબાના ભાગના સાઈનસ ગાલની પાછળ હોય છે, જ્યારે સ્ફીનોઈડ અને એથિમોઈડ સાઈનસ ખોપરીની અંદરની બાજુ આંખ અને જડબાના સાઈનસની પાછળ હોય છે. આ સાઈનસમાં મ્યુક્સ (ચીકણું પ્રવાહી) ઝરે તેવા કોષો હોય છે. હાડકાંમાં રહેલા સૂક્ષ્મ મુખ દ્વારા હવા સાઈનસમાં આવે છે જે નાસિકા માર્ગ સાથે જોડાણ ધરાવતાં હોય છે અને તેને ઓસ્ટિયા કહેવામાં આવે છે. જ્યારે આમાંથી એકાદું દ્વાર રૂંધાઈ જાય ત્યારે હવા સાઈનસમાં સરખી પસાર થઈ શકતી નથી તે જ પ્રમાણે સાઈનસની આંતઃત્વચા દ્વારા જે મ્યુક્સનું નિર્માણ થાય છે તે પણ બહાર નીકળી શકતું નથી.

સાઈનસ કોઈ પણ એવી બાબતથી થાય જે હવાના માર્ગને અવરોધે અને મ્યુક્સને બહાર આવતા રોકે. સાઈનસનું મુખ જે ઓસ્ટિયા કહેવાય છે તેની આડે કંઈ પણ આવી જાય જેનાથી ઓસ્ટિયાની આંતઃત્વચાના ટિશ્યુઓ સૂજી જાય અને નાસિકાના માર્ગમાં રહેલા ટિશ્યુઓમાં પણ સોજો આવે. ઉદાહરણ તરીકે શરદી, એલર્જી અને ટિશ્યુ ઈરિટન્ટ (ઓટીસી નેસલ સ્પ્રે, સિગારેટનો ધુમાડો, પર્યાવરણીય પ્રદૂષણ). સાઈનસ ઓસ્ટિયાની આસપાસ રહેલી ગાંઠથી પણ સાઈનસીસ અવરોધાય છે. સાઈનસમાંથી નીકળતું મ્યુક્સ એકદમ ઘટ્ટ થઈ જાય, કોઈ રોગને કારણે નીકળતા મ્યુક્સમાં પાણી ઓછું હોય, એન્ટિહિસ્ટામિન્સની દવા અને હવામાં આર્દ્રતા અપૂરતી હોય તો પણ તકલીફ થાય છે. મ્યુક્સનું નિર્માણ કરતા કોષમાં સિલિયા નામના વાળ જેવા પાતળા રેષા હોય છે. જે મ્યુક્સને સાઈનસની બહાર કાઢવા આગળ પાછળ થતા હોય છે. આ સિલિસિયાને હાનિ પહોંચે ખાસ કરીને ધૂમાડાથી તો તે મ્યુક્સને બહાર કાઢવામાં મદદ ન કરે. આથી અટવાઈ ગયેલું મ્યુક્સ બેક્ટેરિયા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે અને કેટલાક સંજોગોમાં તો સાઈનસની બખોલમાં ફંગસ થાય છે. સમય (એક્યુટ, સબ-એક્યુટ અથવા ક્રોનિક) અને સોજાના પ્રકાર (ચેપી કે બિન ચેપી)ના આધારે સાઈનસાઈટિસનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક્યુટ સાઈનસાઈટિસ ૩૦ દિવસ કરતાં ઓછા, સબ-એક્યુટ સાઈનસાઈટિસ એક મહિના કરતાં વધુ પણ ત્રણ મહિના કરતાં ઓછા અને ક્રોનિક સાઈનસાઈટિસ ત્રણ મહિના કરતાં વધુ સમય માટે થાય છે. ચેપી સાઈનસાઈટિસ બેક્ટેરિયાની વૃદ્ધિથી અને બિનચેપી પ્રદૂષકો અને એલર્જીને લીધે થાય છે. પરાગરજ જ્વર અથવા નાસિકા માર્ગમાં વાઈરલ ઈન્ફેક્શન થયા પછી એક્યુટ સાઈનસાઈટિસ થાય છે અને એક્યુટ સાઈનસાઈટિસની સારવાર અધૂરી રાખવાને પરિણામે સબ-એક્યુટ અને ક્રોનિક સાઈનસાઈટિસ થાય છે.

લક્ષણોઃ માથાનો દુખાવો, ચહેરા પર દુખાવો અને તાવ જેવાં લક્ષણો જોવા મળે છે. જોકે પચીસ ટકા જેટલા દરદીઓને જ એક્યુટ સાઈનસાઈટિસ સાથે તાવ આવે છે. આ ઉપરાંત નાક ભરાઈ જવું, ગળામાં સોજો, કફ જેવાં લક્ષણો જોવા મળે છે. ઘણા લોકો જ્યારે આગળની તરફ વળે ત્યારે તેમને માથામાં દુખાવો થાય. એલર્જિક સાઈનસાઈટિસ સાથે આંખ ચોળવા અને છીંકો જેવાં એલર્જિક લક્ષણો જોવા મળે છે.

સૌજન્ય : મુંબઈ સમાચાર દૈનિક