એક્લેમ્પ્સિઆ – ‘ ગર્ભાવસ્થા સમયે ખેંચ આવવી ’ -અને હોમિયોપેથી

એક્લેમ્પ્સિઆગર્ભાવસ્થા સમયે ખેંચ આવવી ’ અને હોમિયોપેથી  

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

 eclampsia.1

 

મિત્રો,  ટૂંક  સમયના વિરામ પછી, દિવાળી બાદ આપણી અહીં બ્લોગ પોસ્ટ પર પ્રથમ મુલાકાત હોય,  સહુ પ્રથમ તો આપ સહુને નૂતન વર્ષના હાર્દિક અભિનંદન ।   જીવનમાં દરેક ક્ષેત્રે તમે સર્વે સંતોષ  જનક પ્રગતિ, યશ, કીર્તિ તેમજ  હકારાત્મકતા મેળવતા રહો એવી અભ્યર્થના।

 

અગાઉના લેખમાં આપણે ગર્ભાવસ્થા સમયે હાઈ બ્લડ પ્રેસ્સર પ્રિ  એક્લેમ્પ્સિઆ અંગે સમજ્યા.અહી થોડા આગળ વધતા હાઈ બી પી ના જ એક થોડું જોખમી કહી શકાય એવા કોમ્પ્લીકેશન એક્લેમ્પ્સિઆ ને સમજીશું.

 

સરળ ભાષામાં સમજીએ તો એક્લેમ્પ્સિઆ એટલે ગર્ભાવસ્થા સમયે તેમજ ડીલીવરી પછીના 24 કલાકનાસમયગાળા દરમિયાન માતામાં ખેંચ (આંચકી)આવવી ને કોમમાં સરી જવું તે.

 

આ રીતે આવતી ખેંચનો મગજની કોઈ પ્રવર્તમાન સ્થિતિ સાથે કોઈ સંબંધ હોતો નથી। ઉપરાંત, તે પ્રિ એક્લેમ્પ્સિઆના જોખમી કોમ્પ્લીકેશન તરીકે જોવા મળે છે.

 

આ સ્થિતિ વિશ્વમાં  100 સગર્ભા એ લગભગ 5 માં જોવા મળે છે. જેમાં માતામાં દેખીતી રીતે હાઈ બી પી અને પેશાબમાં પ્રોટીન જતું રીપોર્ટસ દ્વારા જોવા મળે છે। તેમજ બાળકમાં વિકાસ ઓછો થવો, ગર્ભાશયમાં બાળકની આસપાસ ના ખૂબ જરૂરી એવા પ્રવાહીનું પ્રમાણ ઓછું થવું, તેમજ બાળકને ઓક્સીજન પૂરતો ન મળવા જેવી સ્થિતિ સર્જાય છે.

 

આ સ્થિતિ ગર્ભાવસ્થાના ત્રીજા ચરણમાં એટલે કે છેલ્લા 3 મહિના કે 20 અઠવાડીયાના સમયગાળા દરમિયાન જોવા મળે છે.

 

સગર્ભા મહિલા પૈકી અગાઉથી પ્રિ  એક્લેમ્પ્સિઆ ધરાવતી સ્ત્રીમાં કોને એક્લેમ્પ્સિઆ થઇ શકે એ કહેવું જરા મુશ્કિલ હોય છે.

 

એક્લેમ્પ્સિઆન કારણો :


ધમનીને લગતી સમસ્યા હોવી


મજ્જાતંતુ સંબંધી તકલીફ હોવી

 

જીનેટિક સમસ્યા

 

 

એક્લેમ્પ્સિઆના લક્ષણ :

 

એક્લેમ્પ્સિઆને લીધે ઉદભવતા લક્ષણો એ શરીરના કયા તંત્ર ને અસર કરે છે એ પર આધારિત રહે છે।  અસર માતાને, બાળકને કે ઘણુંખરું બંને ને થાય છે.

 

સામાન્ય રીતે બ્લડ પ્રેસર જો 160/110 થી પણ વધુ રહેવા માંડે અને વજન દર અઠવાડિયે 1 કિગ્રા વધે કે મહીને 3 કિગ્રા થી વધુ વધે એ એક્લેમ્પ્સીઆનું આગોતરું લક્ષણ છે.


ખેંચ આવવી 

સ્નાયુઓમાં દુખાવા થવા 

ખૂબ અશાંતિ અનુભવાવી 

બેભાન થઇ જવું 

લોહીના પરીક્ષણમાં અસાધારણ ફેરફારો જોવા મળવા 

માથામાં સતત દુખાવો રહેવો 

આંખે જોવામાં તકલીફ થવી 

બાળકનો પૂરતો વિકાસ ન થવો


 

નીચે મુજબના સંજોગો ધરાવતી સ્ત્રીમાં એક્લેમ્પ્સિઆ થઇ શકે :


ફેમિલીમાં કે પોતામાં જ અગાઉની ગર્ભાવસ્થામાં એક્લેમ્પ્સીઆની હિસ્ટરી હોવી

 

ખૂબ નાની વયે કે 35 વર્ષ પછી ગર્ભ રહેવો

 

એક સમયે એકસાથે એકથી વધૂ ગર્ભ રહેલા હોવા


એક્લેમ્પ્સિઆને ટાળવા માટે નીચે મુજબ કાળજી રાખવી જોઈએ :


સદંતર બેડ રેસ્ટ 

ખૂબ પાણી પીવું 

હળવો વ્યાયામ 

થકવે એવી પ્રવૃત્તિ ટાળવી

માતા તથા બાળક ની સજ્જડ દેખરેખ અતિ આવશ્યક છે 

નિયમિત વજન તેમજ બી.પી.  માપતા રહેવું 

ખોરાકમાં મીઠું (નમક)ઓછું લેવું 

પુષ્કળ પ્રોટીનયુક્ત ખોરાક લેવો

 

 eclampsia.3a

એક્લેમ્પ્સિઆન ઉપાય:


માતામાં જયારે એક્લેમ્પ્સિઆ ના લક્ષણો જણાય ત્યારે તાકીદે જ ગાયનેક ડોક્ટર ની સલાહ થી હોસ્પીટલમાં એડમિટ થવું જરૂરી બની રહે છે;   નહી તો માતા તથા બાળક બંને માટે ડોક્ટરની સલાહ થી જો બાળકનો જન્મ તુરંત થઇ જાય તે જરૂરી હોય, નહિ તો જોખમી સાબિત થઇ શકે.

 

ડોક્ટરની સલાહ થી જો આવા સમયે જો બાળકનો જન્મ તુરંત થઇ જાય તે આવશ્યક હોય તો નિયત કરતા વહેલુ પ્લાન્ડ સીઝીરીએન કરી બાળક તથા માતા બંનેને જોખમથી બચાવી શકાય.

 

હા, એક્લેમ્પ્સિઆ જેવી સ્થિતિ ન સર્જાય એ માટે કઈ કાળજી રાખી શકાય એ આપણે જોયુ.

 

 

ઉપરાંત હોમિયોપેથીમાં  એવી કેટલીક દવાઓ છે જે માતામાં ખેંચ સમયે જ તુરંત જીભ ઉપર મુકવામાં આવે કે સુંઘાડવામાં  આવે તો ગણતરીની મીનીટો માં જ રાહત આપે છે. એટલું જ નહિ આવે સમયે એ દવા બાળકને પણ જરૂરી ઓક્સીજન પૂરો પાડે છે.

 

 

Ignitia

Cicuta virosa

Oenanthe crocata

Nux vomiva

Cedron 

aconite 

Belladonna

Hyocyamus

Cuprum met

Veratrum viride

Gelsemium

 

 

પ્લેસીબો:

 

હળવો વ્યાયામ, સ્ફૂર્તિમય વાંચન, તાણમુક્ત સમય પસાર કરવો એ જ ગર્ભાવસ્થા સમયે સ્વસ્થ રહેવાની દિશામાં મુકાતું અગત્યનું પગલું છે।  સ્વસ્થ શરીર -મન એ બાળકમાં તંદુરસ્તીના બીજ રોપે છે.

 

 
dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯

Clinic : Dr Mankads ‘ Homeo clinic @ E 702, Titanium City Center, Near Sachin Tower, Anandnagar Road, Prahalladnagar Ahmedabad.

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે    Privacy  જાળવવી જરૂરી હોય તો આપની વિગત – [email protected]  અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા મોકલશો. – (જેમાં શક્ય હોય તો વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’