કર્તવ્ય અને અપેક્ષા …

કર્તવ્ય અને અપેક્ષા …

 

 

 quotation

 

એક સદ્દ ગૃહસ્થે પોતાના પુત્રને ભારે લાડ લડાવીને મોટો કર્યો.  સારામાં સારી વિદ્યા પ્રદાન કરી, ધંધે વળગાડ્યો, અને પ્રભુતામાં પગલાં પડાવીને સ્વતંત્ર રીતે રહેવાની વ્યવસ્થા પણ કરી આપી.  પરંતુ એટલું કરવા છતાં પણ એમને આત્મસંતોષ ના થયો.  એમણે પોતાના ગુરુદેવને કહેવા માંડ્યું: છોકરા પાસેથી મેં મોટી મોટી આશાઓ રાખેલી.  એ આશાએ ફળે તેવું લાગતું નથી, તેનું મને દુઃખ છે. મને જીવનમાં રસ નથી રહ્યો.  સંસાર સ્વાર્થી લાગે છે.  છોકરાને  મેં મોટો કર્યો ને ભણાવીગણાવીને ધંધે વળગાડ્યો તે એટલા માટે કે તે મારી સેવા કરે.  પરંતુ સેવાની વાત તો બાજુએ રહી પણ એ મારી સામે જોતો પણ નથી.  અમારે મળવાનો કે બોલવાનો પણ સંબંધ નથી રહ્યો.  આના કરતાં તો છોકરો થયો જ ના હોત ને પથરો પાક્યો હોત તો  સારું.  છેલ્લા કેટલાય વખતથી આ અણધાર્યા આઘાતને સહી ના શકવાથી મને બ્લડપ્રેશરનો વ્યાધિ લાગુ પડ્યો છે.  અને હું સંન્યાસી થવાનાં સ્વપનાં સેવું છું.

 
ગુરુએ એ સદ્દ ગૃહસ્થને જણાવ્યું કે તમારે તેવાં સ્વપ્નાં સેવવાની આવશ્યકતા નથી.  તમે સંન્યાસીનો વેશ ધારણ કરશો તોપણ શાંતિ નહિ પામો.  તમે ગીતાપરાયણ કરો છો.  ગીતામાં કહ્યુંજ છે કે, ‘નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જવર:  |’  તું મનને અહંતા, મમતા, રાગદ્વેષાદિમાંથી મુક્ત અથવા નિર્મળ કરીને મમતારહિત બન, આશા વિનાનો બન, ને યુદ્ધ કર.  તમે તમારા પુત્રને મોટો કરીને ઠેકાણે પાડ્યો તે સારું કર્યું.  પરંતુ તે કાર્ય કર્તવ્યભાવે કરવાને બદલે સેવા-સહાયતા-બદલાની આશાથી કર્યું.  એ આશા પૂરી ના થતા તમે દુઃખી થયા.  તમે એમ માન્યું હોત કે, મારા પુત્રની સંભાળ રાખવાની મારી ફરજ છે.  એના જીવનને ઉન્નત બનાવવાનું મારું એક આદર્શ પિતા તરીકે કર્તવ્ય છે.  મોટો થઈને છોકરો મારી સેવા કરશે તો પણ ઠીક ને નહિ કરે તો પણ ઠીક.  હું તો કોઈ પણ પ્રકારની ભાવિ અપેક્ષા સિવાય મારું કર્તવ્યપાલન કરી રહ્યો છું ને કરીશ.  તો તમને આવું દુઃખ ના થાત.  તમે અનૂકૂળ અથવા પ્રતિકૂળ પ્રત્યેક પ્રકારની પરિસ્થિતિમાં સ્વસ્થ, પ્રસન્ન, શાંત રહી શક્યા હોત.  કર્મના ઋણાનુંબંધ માનતા હોત તો પણ એનો વિચાર કરીને તમે સ્વસ્થ રહી શકત.  જેવો જેનો જેની સાથેનો ઋણાનુબંધ.   પરંતુ તમે પ્રથમથી જ આશા સેવી, અપેક્ષા રાખી, એટલે એ આશા-અપેક્ષા ના સંતોષાતાં દુઃખી થયા, ભાંગી પડ્યા, જીવનનો રસ તથા ઉત્સાહ ખોઈ બેઠા.

 
સમાજમાં કર્તવ્યભાવે, બદલાની અપેક્ષા વગર, કર્મ કરવાની ભાવના વધે છે ત્યારે સમાજ સ્વસ્થ, સુદ્રઢ, સમુન્નત, સુખી બને છે.  પ્રત્યેકને પોતાને ફાળે આવેલા કર્તવ્યનું સમજપૂર્વકનું, સર્વ શક્તિ-ભક્તિ સાથેનું, અનુષ્ઠાન કરવાનો આત્મસંતોષ સાંપડે છે.  હનુમાને જે રામસેવાનું કર્તવ્ય કર્યું તે કોઈ લૌકિક, પારલૌકિક ફળની આશાથી, બદલાની અપેક્ષાથી નહોતુ કર્યું.  એટલે સીતાનો પુરસ્કાર એમને પ્રિય ન લાગ્યો.  સીતાએ એમને વણમાગ્યો આશીર્વાદ આપ્યો.  જ્યાં સુધી જગતમાં રામનું નામ અને કામ રહેશે ત્યાં સુધી તમે પણ રહેશો, અને રામનો આધાર લઈને ભક્તો ભવસાગરને પાર કરશે તેમ તમારો આશ્રય લઈને પણ ભવસાગરને પાર કરશે.  કેટલો મૂલ્યવાન મહાન આશીર્વાદ !  કેવો પ્રાણવાન પુરષ્કાર !

 

 

(ગ.ગુ.(૧૩)૧૦-૧૨/૫૭)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

રામ સમર મન રામ સમરી લે …

રામ સમર મન રામ સમરી લે …

 

 

 

 

 
સ્વર: શ્રી નારાયણ સ્વામી …
 

 

 
રામ સમર મન રામ સમરી લે
અરે મૂરખ મન ક્યૂં સુતા
રામ સમર મન રામ સમરી લે
અરે મૂરખ મન ક્યૂં સુતા

 
જાગૃત નગરીમાં ચોર ના લૂંટે
જખ મારેગા જમ દૂતા
રામ સમર મન રામ સમરી લે .. (૨)

 
જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર
કાશીએ જઈ કરવત વેતા  .. (૨)
મુઆ પછી એ મુક્તિ ન હોવે

મુઆ પછી એ મુક્તિ એની ન હોવે
રણ મેં સર્જે જમ દૂતા

 
રામ સમર મન રામ સમરી લે
અરે મૂરખ મન ક્યૂં સુતા
રામ સમર મન રામને સમરી લે

 
જોગી હોકર જટા બઢાવે
અંગ લગાવે ..ભભૂતા
જોગી હોકર જટા બઢાવે
અંગ લગાવે ..ભભૂતા
દમડી કારણ દેહ જલાવે .. (૨)
જોગી નહિ ઈ જગ ધૂતા

 
રામ સમર મન રામ સમરી લે
અરે મૂરખ મન ક્યૂં સુતા
રામ સમર મન રામને સમરી લે

 
જોગી હોય સો વસે જંગલમેં
કામ, ક્રોધ કો દે દંડા
જોગી હોય સો વસે જંગલમેં
કામ, ક્રોધ કો દે દંડા

 
અધર પથક પર આપ મિલા દે
એ અધર પથક પર આપ મિલા દે
વો જોગી હૈ અવધુતા
રામ સમર મન રામ સમરી લે
અરે મૂરખ મન ક્યૂં સુતા
રામ સમર મન રામ સમરી લે

 
સુતા સોઈ નર ગયા ચૌરાશી
જાગ્યા સો નિર્ભય હોતા
સુતા સોઈ નર ગયા ચૌરાશી
જાગ્યા સોઈ નિર્ભય હોતા

 
દાસી જીવણ ગુરુ ભીમને ચરણે
એ દાસી જીવણ સંતો ભીમને ચરણે
અનુભવી નર અનુભવ લેતા

 
રામ સમર મન રામ સમરી લે
અનુભવી નર અનુભવ લેતા
રામ સમર મન રામ સમરી લે
એ મૂરખ મન ક્યૂં સુતા
જાગૃત નગરીમાં ચોર ન લૂંટે
જખ મારેગા જમ દૂતા

 
રામ સમર મન રામ સમરી લે
રામ સમર મન રામ સમરી લે
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.