પ્રબોધિની એકાદશી … (દેવદિવાળી પર્વ) …

પ્રબોધિની એકાદશી …  (દેવદિવાળી પર્વ)  …

 

 

 tulsi vivah.1

 

 
નૂતન વર્ષનો પ્રારંભ થતાં જ કાર્તિક સુદ એકાદશીના દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે.  ભગવાન બલિના નિવાસેથી દેવો પાસે પુન: પધારે છે.  આમ, દેવનો પ્રબોધ થતો હોવાથી દેવદિવાળી પર્વ એકાદશીથી પૂનમ સુધી મનાવાય છે.

 
દેવપ્રબોધિની એકાદશી (દેવઊઠી એકાદશી) :  કારતક સુદ એકાદશીને દેવપ્રબોધિની એકાદશી કહે છે.  આ દિવસે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન જાગે છે.  બલિના દરબારમાં ગયેલા ભગવાન પુન: સ્વસ્થાને પધારે છે.  ચાર માસ દરમિયાન ભક્તોએ જે જે તપ કર્યા, ભગવાનનો વિયોગ વેઠ્યો તેથી પ્રભુ અંતરમાં જાગ્રત થયા, આમ પ્રબોધિની – દેવઊઠી એકાદશી સાર્થક થઇ.

 
પ્રભુ ચાતુર્માસ દરમિયાન બલિરાજા પાસે રહે છે ત્યારે તેમની વિશેષ પ્રસન્નતા માટે ભાવુકો વિશેષ નિયમો ધારણ કરે છે.  ચાર મહિના પરમાત્માની સ્મૃતિ સહિત વ્રત-નિયમ દ્રઢતાપૂર્વક પાળે તો અંતરમાં દેવપ્રબોધ થાય – ભગવાનનો શાક્ષાત્કાર થાય.  પણ ચાર મહિનાના વ્રતમાંથી ‘હાશ ! છૂટ્યા’  એમ માનનારને દેવપ્રબોધ થતો નથી.

 
તુલસીવિવાહ :  કાર્તિક એકાદશી તે દિવસે ભક્તો પથ્થરરૂપ ધારી શાલિગ્રામ ઠાકોરજીની પૂજા કરે છે અને તુલસી સાથે ઠાકોરજીનો વિવાહ કરે છે.  બંનેનો વિધિપૂર્વકનો વિવાહ એ જ તુલસીવિવાહ  !  તુલસી અને શ્યામનું માહાત્મ્ય જ્યાં તીર્થરૂપે છે તે ‘તુલસીશ્યામ’  નું મંદિર જૂનાગઢ તરફ ગિરમાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે.  અહીં શ્રીકૃષ્ણની કાળા પથ્થરની મૂર્તિ છે.  તે મૂર્તિને પૂજામાં તુલસીપત્ર ચડાવવામાં આવે છે.

 
શ્રીમદ્દભાગવતના સપ્તમ સ્કંધના દશમા અધ્યાયમાં ત્રિપુરારી ની કથા આવે છે. મય દાનવે તારક અને વિદ્યુન્માલિ બંનેની સહાયથી અસુરોને સુવર્ણ, રજત અને લોટનાં ત્રણ ઊડતાં પુર (નાગર) બનાવી દીધાં.  આ ઊડતાં પૂરો લઈને અસુરો ગમે ત્યાં ઊતરે.  જ્યાં આ પૂરો ઊતરે તે નગર અને તેની સંસ્કૃતિનો નાશ થઇ જતો.  દેવોની વિનંતીથી ભગવાન શંકરે ત્રણે પુરાનો નાશ કર્યો તેથી તેઓ ત્રિપુરારિ કહેવાયા.  દેવો રાજી થઇ ગયા અને તેમણે વિજયોત્સવ ઊજવ્યો.  તેથી આ દિવસને પણ દેવદિવાળી કહે છે.

 
હિંદુઓ ભક્તિભાવપૂર્વક દેવદિવાળીની ઉજવણી કરે છે.

 

 

(ગ.ગુ.(૨૪)૧૧-૧૨/૪૯)
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.