કમળો અને ઘરગથ્થું ઉપાય … (દાદીમાનું વૈદું) …

કમળો અને ઘરગથ્થુ …. દેશી ઉપાય … (દાદીમાનું વૈદું) …

 

 

 joundice.1

 

 

૧] શેરડીને ઝાકળમાં રાખી સવારે તેને ચુસીને ખાવાથી કમળો મટે છે.

 
૨] રોજ સવારે ઉઠીને નરણા કોઠે મૂળા ખાવાથી થોડા જ દિવસોમાં  કમળો મટે છે.

 
૩] ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં  ૨ થી ૪ ગ્રામ પાપડખારો મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી  ૩ દિવસમાં કમળો મટે છે.

 
૪] ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી  અશક્તિ અને લોહીની ઊણપ દૂર થાય છે.

 
૫] મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.

 
૬] મધમાં પાકાં કેળા ખાવાથી કમળો મટે છે.

 
૭] આદુનો રસ તથા ગોળ ખાવાથી કમળો મટે છે.

 
૮] સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.

 
૯] સફેદ કાંદા, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટી શકે છે.

 
૧૦] હળદરનું ચૂર્ણ  એક તોલો, ચાર તોલા જેટલાં દહીંમાં લેવાથી કમળો મટી શકે છે.

 
૧૧] હળદરનું ચૂર્ણ  તાજી છાસમાં નાખીને સવાર – સાંજ  પીવાથી અઠવાડિયામાં કમળો મટી જાય છે.

 
૧૨] કળિયાતુ બે ચમચી તેમજ સાકર દોઢ ચમચી ફાંકવાથી કમળો મટે છે.

 
૧૩] કમળામાં ભૂખ ન લાગતી હોય તો બે ચમચી આદુનો રસ અને અડધી ચમચી ત્રિફળાચૂર્ણ સાથે દિવસમાં  બે વાર લેવાથી ભખૂ લાગશે.

 
૧૪] અરીઠાનું પાણી નાકમાં નાંખવાથી કમળો મટે છે.

 
૧૫] લીમડાના પાનનો રસ તથા મધ સવારમાં નરણા કોઠે પીવાથી પણ કમળો મટે છે.

 
૧૬] હિંગને  પાણીમાં ઘસીને આંખમાં આંજવાથી કમળો મટે છે.

 
૧૭] કમળામાં છાસમાં હળદર નાખીને સેવન કરવાથી લાભ થાય છે.

 
૧૮] પાકા કેળામાં ફટકડીનો ભકૂો નાખીને દદીને ખવડાવવાથી કમળો મટે છે.

 
૧૯] કમળાના રોગથી પીડાતા દદીને કાચાં પપૈયાનું રસના પાચું ટીપાં તાજાં દૂધમાં  મીક્ષ કરી ભોજન બાદ ચાર અઠવાડિયા સુધી  આપવામાં આવે તો દદીને ફાયદો થાય છે. દર્દીને આ પ્રયોગની સાથે સાથે પાકું કેળું આપવું.

 
૨૦] લીંમડાની અંતરછાલનો ઉકાળો કરી, તેમાં મધ અને ચપટી સૂંઠ નાખી  સવાર-સાંજ પીવું.

 
૨૧] કમળામાં અને બરોળ મોટી થઈ હોય તો એક ચમચી જેટલા કુંવારના રસ સાથે અડધી ચમચી હળદર મિક્સ (મિશ્ર) કરી સિારે સવારે અને રાત્રે આપવાથી સારું પરિણામ મળે છે.

 

 

કમળો  – અને દેશી ઉપાય …

 

 
૧] ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઇ તેનો રસ કાઢવો.  એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું.  એને શીશીમાં ભરી મજબતુ બચુ મારી એક અઠવાડીયા  સુધી રાખી મુકવાથી જાંબુદ્રવ  તૈયાર થાય છે. જાંબુદરવ આંતરે દિવસે સવારે કેટલાક દિવસ સુધી  પીવાથી  કમળો મટે છે. (૨) એરુંડાના પાનની દાંડી  દહીંમાં વાટી  ત્રણથી સાત દિવસ લેવાથી  કમળાના રોગીમાં સ્ફૂર્તિ આવે  છે.

 
૨] ગાયની તાજી છાસમાં કે ૧૦૦ ગ્રામ મઠામાં ૫ ગ્રામ હળદર નાખી સવાર-સાંજ  લેવાથી  એક અઠિાડીયામાં કમળો મટે છે.

 
૩] હળદરનું ચૂર્ણ ૧૦ ગ્રામ અને દહીં ૪૦ ગ્રામનું  સેવન કરવાથી કમળો મટે છે.

 
૪] ધોળી(સફેદ) ડુંગળી, ગોળ અને હળદર મેળવી સવાર-સાંજ  ખાવાથી કમળો મટે છે.

 
૫] પાકાં કેળાં મધમાં ખાવાથી કમળો મટે છે.

 
૬] સૂંઠ અને ગોળ અથવા આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.

 
૭] હીંગને ઉંબરાનાં સકુાં ફળ (ઉંમરાં)  સાથે ખરલ કરીને ખાવાથી કમળો મટે છે.

 
૮] ગળો કમળાનું સૌથી શ્રેષ્ઠ ઔષધ છે. બજારમાં મળતો ગળોનો પાઉડર અથવા ગળોની તાજી વેલનો રસ લેવાથી કમળો સારો થાય છે. કમળાની તબીબી સારિાર સાથે પણ એ લઈ શકાય. (૮-અ) કમળો થયો હોય તો સવારે નરણે કોઠે કારેલાનો રસ લેવો. ઉપરાંત દુધી, ગાજર, બીટ, કાકડી અને સફરજનનો મીશ્ર રસ લેવો.  પપૈયા, લીલી હળદર, લીલી દ્રાક્ષ સંતરા અને મોસંબીનો રસ પણ લઈ શકાય. શેરડી ચૂસીને ખાવી. ચરબી રહીત ખોરાક લેવો.. મયપાનનો (દારૂનો) ત્યાગ કરવો.

 
૯] કુંવાર પાઠાના ગુંદા ઉપર સહજે હળદર ભભરાવી ખાવાથી કમળો મટે છે. અન્ય ચીકિત્સા સાથે પણ આ કરી શકાય.

 
૧૦] મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.

 
૧૧] લીંબનુ ચીર ઉપર ખાવાનો સોડા નાખી સવારની પહોરમાં ચસુ િાચૂસવાથી કમળો મટે છે.

 
૧૨] ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળિી િહલે ી સિારેમેળવી વહેલી સવારે  નરણે કોઠે લેવાથી ત્રણ દીવસમાં કમળો મટે છે.

 
૧૩] ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલ  અશક્તી અને લોહીની ઓછપ દુર થાય છે.

 
૧૪] આરોગ્યવર્ધીનીવટી અને પુનર્નવા મંડુરનું નીયમીત સેવન કરવાથી કમળો મટે છે, અશક્તી દુર થાય છે અને નવું લોહી બને છે.

 
૧૫] દરરોજ તાજા મૂળા,  કુંદમમુળ , મૂળાની ભાજીનું શાક ખાવાથી તથા શેરડી ચાવી ચાવીને  ખાવાથી કમળો મટે છે. મુળા કમળામાં ઔષધ સમાન છે.

 
૧૬] કાચા પપૈયાનું  શાક મીઠું(નમક) કે બીજો કોઈ પણ મસાલો નાખ્યા સીવાય ખાવાથી તથા ખાઈ શકાય તેટલું પાકું પપૈયું ખાવાથી કમળો મટે છે. કમળાની અન્ય સારવાર સાથે પણ આ પ્રયોગ કરી શકાય.

 
૧૭] લીમડાનો રસ મધ સાથે પીવાથી કમળો મટે છે.

 
૧૮] ત્રીફળાનો, દારુહળદરનો, કડવા લીમડાનો અથવા ગળોનો બે ચમચી સ્વરસ બે ચમચી મધ સાથે સવાર-સાંજ પીવાથી ઉગ્ર સ્વરૂપ નો કમળો પણ મટી જાય છે. –

 

 

સાભાર:વલ્લભ ગાંડા

 

 

નોંધ:  સામાન્ય સંજોગમાં કોઈ પણ દેશી ઉપાય અજમાવતા પહેલા એ સમજી લેવું જરૂરી છે કે, કોઈ પણ દવા કે દેશી ઉપાય કરતી સમયે દરેકની તાસીર સૌ પ્રથમ મહત્વનું કાર્ય કરે છે.  જેથી જરૂરી નથી કે દરેકને એક સરખો ઉપાય એક  જ સરખી અસર કરે.  જરૂર જણાય ત્યાં નિષ્ણાંત ની દેખરેખ અથવા  માર્ગદર્શન હેઠળ સારવાર કરવી  જરૂરી છે.  અહીં દર્શાવેલ કોઈ પણ ઉપાય માટે બ્લોગર ની કોઈ જ જવાબદારી રહેતી નથી.

 

 

સાભાર : લેખ પ્રાપ્તિ સૌજન્ય : શ્રી વિપુલભાઇ દેસાઈ (સૂરતી ઊંધિયું…)(યુએસએ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

મિત્રો. આ અગાઉ આપણે કમળો અને હોમિઓપેથીક … સારવાર અંગેની ડૉ. અંકિત પટેલ દ્વારા મૂકેલ પોસ્ટ થોડા દિવસ અગાઉ અહીં જ માણેલ, આજે તે જ વિષયને ઘરઘથ્થુ ઉપાય દ્વારા અહીં આવરી લેવાની નમ્ર કોશિશ કરેલ છે. આશા છે કે આપ સર્વેને આજની પોસ્ટ ની જાણકારી ઉપયોગી થઇ રહેશે. આજની પોસ્ટ લેવા માટે અમો શ્રી વિપુલભાઇ દેસાઈના અંતરપૂર્વકથી આભારી છીએ.

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

“પુષ્ટિ પ્રસાદ” … (સામાયિક સ્વરૂપે) …

“પુષ્ટિ પ્રસાદ” … (સામાયિક સ્વરૂપે) … (અંક- એપ્રીલ-૨૦૦૪ અને  મે – ૨૦૦૫) …

 

 

april-im.1

Download past issues of ‘Pushti Prasad’ magazine here. 

‘પુષ્ટિ પ્રસાદ’  એપ્રિલ માસનો અંક વાંચવા નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો : 

April 2005 High Quality Issue April 2005 Low Quality Issue

‘દાદીમા ની પોટલી’ પર શ્રી હરિરાયજી કૃત || શિક્ષાપત્ર || નું સંકલન છેલ્લા એક વર્ષથી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો આદરણીય વડીલ શ્રી વ્રજનીશભાઈ શાહ, બાયોડ્સ, મેરીલેન્ડ, યુ.એસ.એ. નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  આપ સર્વે પાઠક મિત્રો, વૈષ્ણવજીવો તરફથી અમોને મળેલ સાથ અને સહકાર બદલ આપ સર્વેના પણ અમો હૃદયપૂર્વક આભારી છીએ.

 

 

આજની પોસ્ટને જાણવા અને માણવા નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો …

april.2

Download past issues of ‘Pushti Prasad’ magazine here.

April 2005 High Quality Issue April 2005 Low Quality Issue

 

 

 ‘પુષ્ટિ પ્રસાદ’  સામયિક -(મેગેઝીન) સ્વરૂપે માણવા અહીં નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરવા વિનંતી.  (એપ્રીલ – ૨૦૦૫ અને  મે -૨૦૦૫  બે માસના અંક  માણશો)

 

 

may.im.1

Download past issues of ‘Pushti Prasad’ magazine here.

‘પુષ્ટિ પ્રસાદ’  મે માસનો  અંક વાંચવા નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો : 

May 2005 High Quality Issue May 2005 Low Quality Issue

 

 

To view online issues you will need Adobe Acrobat Reader. If you do not have it please download by clicking here –>    

 

 

The High Quality images are large and will take some time to appear. If you still have difficulty reading these files please email to [email protected] 

સાભાર : વ્રજનિશ શાહ  – લોયડસ્, મેરિલેન્ડ.  યુએસએ. 

 

 

‘પુષ્ટિ પ્રસાદ’ એક સામાયિક સ્વરૂપે છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી યુ એસ એ માં પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,  આદરણીય વડીલ શ્રી વ્રજનીશભાઈ શાહ (યુએસએ) ની વિનંતી ને ધ્યાનમાં રાખી, આજ રોજથી  હવે પછી આપણે  તેને નિયમિત સ્વરૂપે, પખવાડિયે (૧૫ દિવસે) એક વખત ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રસિદ્ધ કરી બ્લોગ નાં માધ્યમથી  અહીં માણવા કોશિશ કરીશું. અમારી નમ્ર કોશિશ રહેશે કે દર પખવાડિયે  બે માસના અંક બ્લોગ પર પુન: પ્રસિદ્ધ કરી શકાય.

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

“પુષ્ટિ પ્રસાદ” ના  સળંગ અંક .. સામિયક સ્વરૂપે માણી શકો તે માટે આજથી અમોએ  તેની એક અલગ કેટેગરી અહીં પાડેલ છે… જેનું નામ છે …  “પુષ્ટિ પ્રસાદ .. “(સામાયિક સ્વરૂપે) …   આ કેટેગરી પર ક્લિક કરવાથી ફક્ત મેગેજીન નાં અંકો ની લીંક જ આપને  ત્યાં  જોવા મળશે….

પુષ્ટિ સાહિત્ય વિશે … બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ,  સદા બ્લોગ પર આવકાર્ય છે.

‘શંકા સમાધાન’ … (૧૭) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૯)’ …

‘શંકા સમાધાન’ … (૧૭) …  “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૯)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

 

 RAW FOOD PYRAMID

 

 

‘નવી ભોજન પ્રથા ‘   ને અપનાવતા પહેલા ‘ભોજન  પ્રથા’  વિશે અનેક પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા હોય તે સ્વભાવિક છે, અને જો તેનું યોગ્ય સમાધાન કરવામાં ન આવે તો ‘નવી ભોજન પ્રથા’ અપનાવતા અગાઉ જ તેનું બાળ મરણ થઇ જતું જોવા મળે છે.   કોઈ પણ નવું લાગતું  કાર્ય  શરૂ કરતાં અગાઉ આપણને શંકા થવી તે સ્વભાવિક જ બાબત છે, અને તે કારણે જ શ્રી બી. વી. ચૌહાણ સાહેબ દ્વારા ‘શંકા સમાધાન’  .. એક પ્રશ્નાવલી …સ્વરૂપે   ની પુસ્તિકા બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવેલ છે, જે પુસ્તિકા નાં આધારે આપણે અગાઉ થોડી શંકા નું સમાધાન આ શ્રેણી અન્વયે અહીં કરેલ,   આજે ફરી આપણે શંકા સમાધાન શ્રેણી અન્વયે એક નવી શંકાનું સમાધાન જાણવા અહીં કોશિશ કરીશું …

 

 

 આ અગાઉ આપણે નીચે દર્શાવેલી શંકાનું સમાધાન જાણ્યું … 

 

શંકા :

(૧)  ત્રિસુત્રી સાધના એટલે શું ?  (૨)  તેની શરૂઆત શી રીતે કરવી ?  (૩)  તપ, સેવા, સુમિરનનાં સિદ્ધાંતો મોટે ભાગે આયુર્વેદ, એલોપેથી તેમજ અન્ય પ્રચલિત ચિકત્સા પદ્ધતિઓથી વિરોધભાસી કેમ છે ?

 

 

 

 આજે આપણે ત્રિસૂત્રી સાધના વિશે એક નવી શંકાનું સમાધાન કરીએ …

 

 

 

 

 શંકા :

 

 

ત્રિસૂત્રી સાધનાનાં વિઘ્નો ક્યા ક્યા છે ? તે વિઘ્નો શી રીતે પાર કરી શકાય ? …

 

 

સમાધાન :

 

શ્રી  બાલુભાઈ વી. ચૌહાણ સાહેબ :

 

કોઈપણ સાધના શરૂ કરો કે તુરત જ તેમાં વિઘ્નો આવવા શરૂ થઇ જાય છે. હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં નીકળે છે ત્યારે તેમને જમીન પરથી, સમુદ્રમાંથી તેમજ આકાશમાંથી વિઘ્નો આવેલા. મતલબ કે એક પણ જગ્યા એવી બાકાત નથી જ્યાંથી વિઘ્નો ન આવ્યા હોય. સ્થળ, જળ તો ઠીક પણ આકાશમાંથી પણ વિઘ્નો આવેલા. આ રીતે જોઈએ તો વિઘ્નો આવવા એ સહજ એટલે કે કુદરતી પ્રક્રિયા છે. સાધના જ શા માટે કોઈપણ ક્ષેત્રે પ્રગતી/ ઉર્ધ્વગતિ કરશો એટલે અવરોધો આવવાના જ (હા, અધોગતિમાં તે વિઘ્નો બાધા નાખતા નથી). મિકેનિકલ ભાષામાં વાત કરીએ તો ગતિનો અવરોધક ઘર્ષણ છે. જો ઘર્ષણ જ ન હોય તો, ગતિ જ શક્ય નથી. તે જ રીતે ત્રિસૂત્રી સાધના – તપ – સેવા – સુમિરનને પણ તે જ નિયમ લાગુ પડે છે. જેવી સાધના શરૂ થશે કે તુરત જ પરેશાનીઓ શરૂ થઇ જશે. પરેશાનીનો પહલો અક્ષર ‘પ’ લઇએ અને ‘પ’ ની બારાક્ષરીનાં બારેબાર અક્ષરો ને વિગતે તપાસીએ તો ફક્ત પરેશાની જ જોવા મળશે ..કદાચ આપણને પ્રશ્ન મનમાં ઉદભવે કે તે વળી કઈ રીતે ? તો ચાલો, તેને નેચી વિગતે જાણીએ …

 

 

પ : પતિ/પત્ની, પરિવારજનો, પરિચિતો

 

પા : પાડોશી, પાલક (પિતા, માતા, કાકા, મામા .. વિગેરે ) પાઠશાળા ..

 

પિ : પિતરાઈઓ, પિતા પિયુ, પિયર

 

પી : પીઢ લોકો, પીરસણીયાઓ ..

 

પુ : પુત્ર – પુત્રી

 

પૂ : પૂરાણા ખ્યાલો, પૂરાણા લોકો

 

પે : પેટ

 

પૈ : પૈસો

 

પો : પોતાપણું – અહં, પોતાના ગણાતા બધા જ

 

પૌ : પૌત્ર – પૌત્રી

 

પં : પંડિતો, પંડ, પંચાતિયાઓ

 

 

આગળના કિસ્સામાં જોયું તેમ અવરોધ કુદરતી પ્રતિક્રિયા છે જે વગર ગતિ જ શક્ય નથી. અસ્તિત્વ જ શક્ય નથી. માટે તે જરૂરી છે. તે જ રીતે સાધનામાં પરેશાની પણ તેટલી જ જરૂરી છે. આથી પરેશાની આવશ્યક સમજીને તેને આવકારવી જોઈએ. ધુત્કારવી જોઈએ નહીં. પરેશાનીને વિઘ્નો ન સમજતાં તે ‘પ’ ને આપણે પરીક્ષાનો ‘પ’ સમજવો જોઈએ. આથી તે તમામ પરીક્ષાઓ ક્રમશ: પાર કરવાની આપણને સૂઝ-બુઝ-સમજણશક્તિ અને આંતરિક ઉત્સાહ પ્રભુ જ પૂરો પાડશે અને તે રીતે એક પછી એક પરીક્ષાઓ પાસ કરતાં કરતાં નિર્ધારિત લક્ષ સુધી પહોંચી શકીશું. એટલું જ નહીં પોતે ઉચ્ચ કક્ષા હાંસલ કરી લીધી હોવાથી હવે પોતાની સાથે સંકળાયેલ પરિચિતોને પણ પોતાની ઉંચાઈએ લાવવા પ્રયત્નશીલ રહીશું. અંધકારમાં ડૂબેલ તેઓને હવે પોતે મેળવેલ પ્રકાશ આપવાની કોશિશ કરીશું અને તે રીતે પ્રભુ સેવા કર્યાનો આત્મસંતોષ પણ મેળવીશું. ટૂંકમાં આપણે જોઈ શકીશું કે પરેશાનીઓ બધી જ ‘પોતાના’ તરફથી જ થાય છે / આવે છે. ‘પારકા’ તરફથી નહીં. આ આવવા પાછળનું કારણ એમની આપણા પ્રત્યેની કહેવાતી પ્રેમ લાગણીઓ કે સહાનૂભૂતિ છે. માટે તે આપણને આવી સાધનામાંથી પાચા વાળવાની કોશિષ અજમાવતાં હોય છે. તેમને ડર છે કે આવી સાધના પદ્ધતિથી અશક્તિ આવી જશે અને ન જાણે શું નું શું થઇ જશે ? આવો અજ્ઞાત – છૂપો ભય – પ્રેમવશ સાધકને તેની સાધના છોડાવવા મજબૂર કરે છે.

 

 

રામચરિત માનસ ને જાણીએ તો તેનાં મતે – “જનની, જનક, બંધુ, સૂત, દારા,
                                                                   તન, ધન, ભવન, સુહ્રદ, પરિવારા … આ દશ સાધના માર્ગના વિઘ્નો જણાવ્યા છે….

 

 

આ વાત થઇ અન્ય લોકો તરફથી આપણને થતી પરેશાનીની. આવી જ બીજી એક પરેશાની વેઠવાની પણ તૈયારી રાખવાની છે. જે છે : જેવી ‘તપ’ ની સાધના શરૂ કરશો કે તુરત જ શારીરિક તકલીફો શરૂ થઇ જવી સંભવત છે. કોઈને બેચેની રહે, કોઈને ચક્કર આવે, કોઈને માથું દુખે, કોઈને પગની પીંડીઓ ફાટે, સાંથળ દુઃખે કે અન્ય જગ્યાએ દુઃખાવો અનુભવાય. કોઈને ઉલટી થાય, કોઈને ઝાડા થઇ જાય, કોઈને વધુ પડતો પસીનો છોટે કે તાવ આવે કે પેટમાં બળતરા થાય વગેરે … વગેરે … આગળ જોયું તેમ આવી પરેશાનીઓ પણ કૂદરતી પ્રક્રિયાના એક ભાગ રૂપ જ છે અને તે અત્યંત જરૂરી પણ છે, અને તેથી જ તે થાય છે. જેથી આવી પરશાની ને ગભરાયા વિના કે સાધના મૂકી દીધાં વિના સહજ અને સહર્ષ સ્વીકારી લેવી, તેમાં જ ડાહપણ છે. આગળ કહ્યું તેમ પરેશાનીઓ ને પરેશાની ન સમજતા પરીક્ષા સમજી પાર કરવી જોઈએ. આ બધી કહેવાતી પરેશાની આપોઆપ તેનો કાર્યકાળ પૂરો થઇ જતાં અલોપ થઇ જશે અને ત્યારબાદ તે કયારેય સંભવત દેખાશે નહીં.

 

 

 આવી પરેશાની શા માટે આવે છે ? …  તો અહીં, આ પ્રશ્ન આપણા મનમાં જરૂર ઉદભવશે.

 

 

આવી પરશાની શા માટે આવે છે તે પણ સમજી લેવું જરૂરી છે. જ્યારે આપણે પેટમાં કંઈ નાંખતા નથી ત્યારે ભગવાન જે આપણામાં જઠરાગ્ની સ્વરૂપે કે ચેતનાશક્તિ / પ્રાણશક્તિ સ્વરૂપે બિરાજેલ છે તે સફાઈનું કામ આપણા શરીરમાં ચાલુ કરી દેશે. જેવો કચરો શરીરમાં એકઠો થયેલ હશે તે કચરા મુજબની સફાઈ કરશે. જેમ કે આપણે કોઈ જગ્યાએ સફાઈ કરવી હોય તો ત્યાં માત્ર રજોટ (ધૂળનાં રજકણ) જ જમા થયેલ હોય તો, તેને સાવરણીથી, કપડાનાં ઝાપટીયાંથી કે સાદી હવા મારીને તેને સાફ કરી શકાશે. પણ કચરો શાહીનો ડાઘો, ચાસણીનો ડાઘો કે આવું કોઈ હઠીલો ડાઘ હશે તો તેને પાણીમાં પલાળી અને ખાસ લૂગડાના પોતાથી ઘસીને સાફ કરવો પડશે. તે જ રીતે કલર કે ઓઈલ પેઈન્ટ નો ડાઘ હશે તો તેને કેરોસીન કે ટરપેઈન્ટાઈથી(ખાસ રસાયણ) કે પેટ્રોલ વગેરેની મદદથી અને વાયર બ્રશ દ્વારા તાકાતપૂર્વક ઘસીને તે ડાઘ સાફ કરવો પડશે. આવી જ રીતે ચાનો ડાઘ, લીલા નાળિયેરનાં પાણીનો ડાઘ કે તેના જેવા અન્ય ડાઘ –ડૂઘીઓ જેમાં તે પીગળી શકે તેવા રસાયણો વાપરીને સાફ કરવા પડશે.

 

બસ, આવું જ શરીરમાં જમા થયેલ કચરા માટે ભગવાનને કરવું પડશે. એટલે કે કોઈ કચરો એવો હોય્જેને બાળવો પડે તો તાવ આવશે. કોઈ કચરો એવો હોય જેનું ગેસ / વાયુમાં રૂપાંતર કરીને કાઢવો પડે તો ગેસ / વાયુ ઉત્પન થશે. પરિણામે જુદા જુદા અંગોમાં દુઃખાવો સંભવત અનુભવાય. કોઈ કચરો એવો હોય કે જે પસીના મારફત નીકળે તેમ હોય, તો પસીના મારફત પણ કાઢશે, કોઈ કચરો એવો હોય કે તે દસ્ત / મળ – ઝાડો, મૂત્ર, કે ઉલ્ટી થઈને નીકળી શકે તેમ હોય તો તેને તે રીતે કાઢશે. કયો કચરો ક્યા પ્રકારનો છે તેને શી રીતે કાઢવો, ક્યા કચરાને પ્રાથમિકતા આપવી વગેરે સર્વે બાબતો જીવન શક્તિ/ પ્રાણશક્તિ જાણે છે અને તે તેના ક્રમાનુસાર શરીરમાંથી કાઢીને શરીરને એકદમ કંચનકાયા જેવી સો ટચ શુદ્ધ કરી ઝંપશે. આપણે તો માત્ર પ્રાણશક્તિને તે સફાઈ કાર્ય કરવા માટેની તક પૂરી પાડવાની છે. બહુ તો તેને સહયાક થઇ શકાય તેવા પ્રયાસો જેમ કે એનિમા લેવો વિગેરે … કરવા જોઈએ. આ રીતે આવી પરેશાનીને પણ પરેશાની ન સમજતાં સફાઈનું કાર્ય ભગવાન દ્વારા થઇ રહ્યું છે તેવું જાણીને આનંદપૂર્વક દૃષ્ટા બની ધીરજ રાખી જોતાં રહેવાથી થોડા જ સમયમાં તે પરેશાનીઓ પણ આપોઆપ દૂર થઇ જશે.

 

 

ટૂંકમાં આગળ દર્શાવેલ ‘પ’ ને પરેશાનીનો ‘પ’ ન સમજતાં ‘પરીક્ષા’ (કસોટી) નો સમજવો જોઈએ અને તેમાં સાંગોપાંગ પાર ઉતરવા માટે કોશિશ કરવી જોઈએ ન કે ભાગેડું બની અને સાધનાને અધવચ્ચે કે શરૂઆત કરી ને છોડી દેવી જોઈએ….

 

 

 RAW VEGAN PYRAMID

 

 

આજે આપણે ત્રિસૂત્રી સાધનાનાં ઉપરોક્ત સમાધાનને યોગ્ય રીતે સમજવા… થોડા સમય માટે અહીં વિરમીએ છીએ, હવે પછી ની નવી શંકાઓ નું સમાધાન કરી ને જાણીશું કે … (૧) ત્રિસૂત્રી સાધનાને ઉંમર સાથે સંબંધ ખરો ? અને (૨) ત્રિસૂત્રી સાધના ખર્ચાળ હોઈ તેવી માન્યતા છે, તો ગરીબ લોકો શી રીતે તેનો અમલ કરી શકે ?

 

‘નવી ભોજન પ્રથા’ નાં આપ સાધક હો તો, તે  વિશે  આપના કોઈપણ અનુભવ હોય તો, આપ જરૂર અમોને ઈ મેઈલ દ્વારા લખીને મોકલાવી શકો છો, અથવા બ્લોગ પોસ્ટના કોમેન્ટ્સ બોક્સ દ્વારા જણાવી શકો છો ., આપના કોઈપણ અનુભવો,  જે અન્ય સાધકને પ્રેરણારૂપ બની શકશે અને આપના દ્વારા અજાણતાં પણ ઈશ્વર દ્વારા પ્રત્યક્ષ રીતે  વણ સોંપેલું  એક કાર્ય – જનકલ્યાણ / હિતાર્થે થશે તેમ જરૂર જાણશો.

 
સૌજન્ય :  શ્રી બાલુભાઈ વી. ચૌહાણ  (અમરેલી)
 

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

સેવાળ (સ્પિરૂલિના) ખાઓ અને તંદુરસ્તી જાળવો …

સેવાળ ખાઓ  અને તંદુરસ્તી જાળવો …  રંગી
– રશ્મિન શાહ
 

 
sevad
 

 
શેવાળ ખાવાને લગતું હેડિંગ વાંચીને જો ઊબકા આવી ગયા હોય તો મહેરબાની કરીને એ ઊબકા દબાવી દેજો, કારણ કે આગળ જે કંઈ વાંચવા મળવાનું છે એ તમારા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ ખોરાકની ગરજ સારી શકે છે.
 

 
શેવાળ એટલે કે ફંગસ. સામાન્ય રીતે પાણી જ્યાં સૌથી વધુ ભરાયેલું રહેતું હોય એ જગ્યાએ ફંગસ થતી હોય છે. ફંગસ એ ખરેખર તો બેક્ટેરિયા છે. બેક્ટેરિયા એ કંઈ ખાવાલાયક ફૂડ નથી અને મેડિકલ ફીલ્ડ તો બેક્ટેરિયાને બીમારી ફેલાવતા એક પ્રકારના સૂક્ષ્મ જંતુ જ ગણે છે. સારૂ ફૂડ જો પડતર થઈ જાય તો એમાં બેક્ટેરિયા થઈ જાય છે. બેક્ટેરિયા લાગેલું ફૂડ ખાવાથી જો બીમારી લાગુ પડે તો સામાન્ય રીતે વ્યક્તિને ઝાડા-ઊલટી અને પેટમાં ગરબડ જેવી સામાન્ય બીમારી થતી હોય છે અને એ બીમારી આગળ વધે તો બેક્ટેરિયાને કારણે લિવર પર સોજો ચડવાથી માંડીને અલ્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. ચારેક વર્ષ પહેલાં અમિતાબ બચ્ચનને છાતીમાં અને પેટમાં જે અલ્સરની બીમારી થઈ હતી એ હકીકત તો બેક્ટેરિયાએ શરૂ કરેલો આતંક હતો, જેમાં બીજાં બધાં ફેક્ટર ઉમેરાયાં અને બિગ બીએ સર્જરી કરાવવી પડી.

 
બેક્ટેરિયાને કારણે જન્મતી અથવા તો ઊગતી શેવાળના સાતસોથી વધુ પ્રકાર છે અને હજુ નવા-નવા પ્રકારની શેવાળ મળી રહી છે. આ સાતસોમાંથી જૂજ શેવાળ એવી છે કે જે ખાવામાં વાપરી શકાય છે. આ જૂજમાંથી સ્પિરૂલિના નામની શેવાળ અત્યાર સુધીમાં શોધવામાં આવેલી તમામ ખાવાની શેવાળમાંથી સર્વશ્રેષ્ઠ શેવાળ છે. મજાની વાત એ છે કે બેક્ટેરિયાથી બચવાની સલાહ આપતાં ડોક્ટર્સ જ આજકાલ આ સ્પિરૂલિના નામની શેવાળ ખાવાની સલાહ આપે છે.
 

 
શું છે આ સ્પિરૂલિના ?

 
વાંચીને એવું ધારી લેવાની જરૂર નથી કે એ માત્ર દરિયામાં જ ઊગે છે. જે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય એવી જમીનવાળા પાણીમાં પણ સ્પિરૂલિના ઊગે છે. સ્વિટ્ઝર્લેન્ડનું યુરોપિયન સાયન્ટિફિક મિશન નામનું ઓર્ગેનાઇઝેશન સ્પિરૂલિના પર એક દશકાથી રિસર્ચ કરતું હતું, જે રિસર્ચના અંતે આપવામાં આવેલો રિપોર્ટ અદ્ભુત, અકલ્પનીય અને અવર્ણનીય છે. અલબત્ત,સ્પિરૂલિના સૌથી પહેલાં ૧૯૫૦માં મેક્સિકોમાંથી મળી હતી પણ એ સમયે મેડિકલ સાયન્સ આજ જેટલું વિકસિત નહોતું એટલે સ્વાભાવિકપણે એનો ઉપયોગ થયો નહોતો. ૧૯૬૫માં આ શેવાળને આદિવાસીઓને ખાતાં જોવામાં આવ્યા. એ આદિવાસીઓ હટ્ટાકટ્ટા અને પૂરા છ ફૂટ ઊંચા હતા. તેમની તાકાત અદ્ભુત હતી અને બીમારીનો નામમાત્ર અંશ તેમનામાં જોવા નહોતો મળ્યો. કોઈ કારણસર આ આદિવાસીઓ પર રિસર્ચ થયું, જેમાં તેની રહેણીકરણી અને ખોરાક વિશે પણ જાણકારી મેળવવામાં આવી અને જાણવા મળ્યું કે તેમના રૂટિન ફૂડમાં એક શેવાળ છે. બસ, એ શેવાળ શોધવાનું, શોધાયેલી એ શેવાળમાં રહેલાં સત્ત્વો વિશે જાણવાનું અને એ સત્ત્વને અન્ય કોઈ રીતે સીધાં લઈ શકાય કે નહીં એ માટેનું સંશોધન શરૂ થયું. સંશોધનના અંતે ખબર પડી કે સ્પિરૂલિના એ ખરેખર શક્તિનો ધોધ છે, જો એને સાફ કરીને ખાવામાં આવે તો !

 
સ્પિરૂલિનાને સાફ કરવાની અને એને સૂકવીને પ્રોસેસ કરવાની સિસ્ટમ ડેવલપ કરતાં લગભગ છ વર્ષ લાગ્યાં હતાં. જોકે એ પછી એને ઓફિશિયલ મેડિસિન તરીકે રેકમેન્ડ કરવાનું શરૂ કરવામાં આવ્યું, એટલે હવે તો ચોક્કસ રીતે સાફ થયેલા અને મેડિકલ એક્સપર્ટના ગાઇડન્સની સાથે જ ઉગાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. સ્પિરૂલિનાની ખાસ જો કોઈ વાત હોય તો એ કે સ્પિરૂલિનામાં બેક્ટેરિયા છે પણ એ ઊગે છે એટલે તેની ગણના વેજિટેરિયનમાં થાય છે. મજાની વાત એ પણ છે કે આ ઊગતી વનસ્પતિમાં એવાં સત્ત્વો છુપાયેલાં છે જે નોનવેજ ખાનારાઓને તેમનાં નોનવેજ ફૂડમાંથી ઇઝીલી મળી રહેતાં હોય છે. જો વિગતવાર સમજાવીને કહેવાનું હોય તો કહી શકાય કે પ્રોસેસ કર્યા પછી સ્પિરૂલિનામાં ૬૫ ટકા જેટલું પ્રોટીન હોય છે. સામાન્ય તબીબી જ્ઞાન ધરાવતા લોકોને પણ ખબર હશે કે પ્રોટીનનો મહત્તમ ભાગ નોનવેજમાં હોય છે. વેજિટેરિયનની હાલત એવી ખરાબ હોય છે કે તેમણે પ્રોટીન માટે રીતસર ફાંફાં મારવાં પડે છે. ડ્રાયફ્રૂટમાં પ્રોટીન છે પણ ડ્રાયફ્રૂટના પ્રોટીનને ખોરાકમાં લેવાનું શરૂ કરીએ તો દરરોજ કાજુ અને બદામનું શાક ખાવું પડે અને જો એવું કરીએ તો બોડીને પ્રોપર સ્પ્લિમેન્ટ્સ આપવાના મોહમાં ઘરબાર વેચવાં પડે! હા, એ સાચું છે કે સોયાબીનમાં પણ પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ છે, પણ સોયાબીન ખાવાનું દરરોજ કેમ ભાવે ?   સ્પિરૂલિના પ્રોટીન પૂરૂ પાડવાનું કામ આસાન રીતે કરે છે. આ ઉપરાંત એમાં ફોલિક એસિડ, અલગ-અલગ વિટામિન પણ થોકબંધ ભર્યાં છે એટલે એ દૃષ્ટિએ પણ સ્પિરૂલિના લેવી બહુ ફાયદાકારક છે.
 

 
બનાવો સ્પિરૂલિના ફૂડ 

 
સ્પિરૂલિના ખાઈ શકાય છે એ જાહેર થયા પછી એ કયા રૂપમાં ખાવી એ માટે સંશોધન થયાં અને હજુ પણ ચાલું જ છે. સ્પિરૂલિના માર્કેટમાં પાઉડર, કેપ્સ્યૂલ અને ટેબ્લેટના ફોર્મેટમાં મળે છે. જોકે આ મેડિસિન ફોર્મેટ થઈ અને મેડિસિન ફોર્મેટ સ્વાભાવિક રીતે લોકોમાં પોપ્યુલર નથી થતી એટલે જ અમેરિકન લાઇફ-સાયન્સ ઇન્કોર્પોરેશને સ્પિરૂલિનાને લોકભોગ્ય રૂપ અને સ્વરૂપ આપવા માટેના પ્રયાસો આદર્યા છે, જેને કારણે સ્પિરૂલિનાના પાઉડર સાથે શું-શું બની શકે એ વિશેનાં સંશોધન શરૂ થયાં છે, જેના માટે સોથી વધુ શેફ, કૂકિંગ એક્સપર્ટ્સ અને ડાયટિશિયનને પણ રાખવામાં આવ્યા છે. આ બધા ખાણી-પીણી એક્સપર્ટ્સ સ્પિરૂલિનામાંથી શું-શું બની શકે એનાં સંશોધન કરી રહ્યા છે. તો એ પ્રકારનાં સંશોધન પણ ચાલી રહ્યાં છે કે, સ્પિરૂલિનાને કયાં કયાં જોઇન્ટ ફૂડ તરીકે વાપરી શકાય છે. આ રેસિપી રિસર્ચમાં અત્યાર સુધીમાં લગભગ ચાલીસેક વેરાઇટી બની છે, જે સ્પિરૂલિનામાંથી તૈયાર કરવામાં આવી છે. આ ચાલીસ વેરાઇટીમાં સ્પિરૂલિના કેચ-અપ, સોલ્ટ, બિસ્કિટથી લઈને સ્પિરૂલિના-જીંજર પિપરમીટ અને સ્પિરૂલિના બ્રેડનો સમાવેશ થાય છે. જોકે, આટલી વેરાઇટીથી પેલા રાંધણકળાના મહારથીઓને શાંતિ નથી. એ તો ઇચ્છે છે કે આનો ઉપયોગ પિઝા, બર્ગર અને વેજિટેબલ-બકેટમાં પણ થવો જ જોઈએ એટલે અત્યારે તેમણે એ દિશામાં કામ આદરી દીધું છે. ઊંધેકાંધ કામે લાગી ગયેલું અમેરિકન લાઇફ-સાયન્સ ઇન્કોર્પોરેશન આ લીલ એટલે કે શેવાળ એટલે કે ફંગસને ગોડ’સ ગિફ્ટ ગણાવે છે. એનું કહેવું છે કે ખાલી સ્પિરૂલિના ખાવાથી પાંચ વર્ષમાં બોડી આખું અંદરથી રિફ્રેશ થઈ જાય છે. વાતમાં તથ્ય છે કે પછી અમેરિકનની માર્કેટિંગ સ્ટ્રેટેજી એ તો રામ અને પેલા મેક્સિકોના આદિવાસીઓ જાણે.
 

 
સૌજન્ય : સંદેશ દૈનિક

 
– રશ્મિન શાહ – [email protected]
 

 
સાભાર : પૂર્વી મોદી મલકાણ (યુએસએ)
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

જોન્ડિસ (કમળો) અને હોમિઓપેથી …

જોન્ડિસ (કમળો) અને હોમિઓપેથી  …
ડૉ. અંકિત પટેB.H.M.S

 

 

 joundice.1

વાંચક મિત્રો,  આ અગાઉ હીમેટેમેસીસ (પેટના માર્ગ દ્વારા લોહીનું બહાર વહેવું) … અને હોમીઓપેથી …. વિશેની પ્રાથમિક માહિતી … બ્લોગ પોસ્ટ પર નાં મારા લેખ દ્વારા આપ સર્વેએ મેળવી.   

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ બદલ,  અમો આપ સર્વે નાં અંતરપૂર્વકથી  આભારી છીએ.. !.  

 

આજે આપણે જોન્ડિસ એટલે કે કમળા વિશે સમજીશું…

 

ચાલો તો,  હવે આપણે જોન્ડિસ એટલે કે કમળો … તેના વિશે પ્રાથમિક જાણકારી મેળવીએ …

 


આમ તો હોમિઓપથી હઠીલા રોગો ને જ નાબુદ કરી શકે છે એવી માન્યતા પ્રવર્તે છે પરંતુ અચાનક આવેલ તકલીફ મા પણ હોમિઓપથી અસરકારક સાબિત થાય છે.

 

જ્યારે શરીર મા બીલીરુબીન નુ પ્રમાણ વધે ત્યારે આ રોગ થયો એમ કહેવાય.  જેના કારણે શરીર પણ પીળું પડી જાય છે.

 

પ્રકાર …

 

૧) હીમોલાઈટીક જોન્ડિસ.

આ તકલીફમાં  રક્તકણની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે.

 

૨) હીપેટોસેલ્યુર જોન્ડિસ

જે લીવર ના કોષો માં થયેલી તકલીફ ના કારણે ઉદભવે છે.

 
૩) ઓબ્સ્ટ્ક્ટીવ જોન્ડિસ

જે પીત્ત ના માર્ગ માં જયારે અડચણ આવે ત્યારે ઉદભવે છે.

 

 

joundice.2

 

લક્ષણો -ચિન્હો   – SYMPTOMS

 

૧) ભુખ ન લાગવી તથા વજન ઘટવુ. 

૨) ઉલટી ઉબકા થવા.

૩) શરીર પીળું પડવું તથા પેશાબ પીળો આવવો. 

૪) પેટમાં દુખાવો રહેવો. 

૫) તાવ આવવો. 

૬) ખંજવાળ આવવી.

 

 

ડાયાગ્નોસીસ – પરીક્ષણ  -તપાસ કરાવવી …

 

બ્લડ ટેસ્ટ – એસ. જી. પી. ટી .

યુરીન ટેસ્ટ – બીલીરુબીન ની હાજરી.

લીવર ફંક્શન ટેસ્ટ.

 

joundice.3

 

 

સારવાર – ઉપચાર …

 

૧) ગ્લુકોઝ વધારે લેવો.

૨) આરામ કરવો.

૩) ચેલીડોલીયમ – જ્યારે પેટ મા તથા પીઠ મા દુખાવો રહેતો હોય તો આ દવા આપી શકાય.

૪) લાઇકોપોડિયમ

૫) કારડસ મેરીડસ

૬) ચાઇના ઓફિસીનાલીસ

 

 

 

dr ankit patel photoડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર
અને
(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ : +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા અમોને જાણ કરશો … આપને આપના મેઈલ આઈ ડી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી કોશિશ રહેશે.

 

 

ચેતવણી : અહીં દર્શાવેલ કોઈપણ પ્રકારના ઉપચાર જાતે કરતાં પહેલા, જે તે ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કે તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપચાર કરવો/ કરાવો  જરૂરી છે.

ગૌતમી –એક સાધ્વી …

ગૌતમી –એક સાધ્વી …

 

 buddh n gautami

 

 

 

સાધ્વી ગૌતમીનો જન્મ ગૌતમ બુદ્ધના જન્મનાં થોડા વર્ષો પૂર્વે દેવદહ નામના નગરમાં શાક્યવંશના મહાપ્રબુદ્ધને ત્યાં થયો હતો.  તેમનું ગોત્ર ગૌતમ હોવાથી તેઓ ગૌતમી નામથી પ્રસિદ્ધ થયાં.  પૂર્વજન્મનાં સત્કાર્યોને કારણે બાળવયથી સ્વભાવ સારો.  બુદ્ધદેવનાં માતા માયાવતી એમનાં મોટી બહેન થાય.  જન્મ સમયે બંને બહેનોનાં અંગ પર શુભ ચિહ્ નો જણાયાં હતાં.  જ્યોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું કે એમના સંતાન ચક્રવર્તી થશે.  પછી ભલે મનુષ્યોના પાર્થિવ રાજ્યના કે હૃદય-સામ્રાજ્યના રાજા થાય.  દેવનગરની પાસે રોહિણી નદીના કિનારે કપિલવસ્તુ નામના નગરમાં શુદ્ધોદન નામનો રાજા રાજ્ય કરતો હતો.  તેમની સાથે બંને બહેનોનાં લગ્ન થયાં.  માયાવતીએ બુદ્ધ દેવને જન્મ આપ્યો.  અને જન્મ પછી સાતમે દિવસે તે પંચતત્વને પામી.  ગૌતમીને એ જ સમયે નંદ નામન્પ પુત્ર થયો.  રાજાની આજ્ઞાથી અને પોતાની બહેન પ્રત્યેના પ્રેમથી બુદ્ધને તે પોતાના દીકરાની માફક ધવરાવીને ઉચિરવા લાગી.  પોતાના સગા દીકરા નંદને વિશ્વાસુ દઈને સોંપ્યો.  બુદ્ધને મહાન બનાવવા માટે સંસ્કાર આપવાનો ગૌતમીએ નિશ્ચય કર્યો.

 
ગૌતમ બુદ્ધમાં પાછળની અવસ્થાએ જ્ઞાનલાલસા, દયા, ઉત્સાહ, બુદ્ધિની તીવ્રતા, કાર્યદક્ષતા, વિશાળ દ્રષ્ટિ, નેતા બનવાની કુશળતા વગેરે જે ગુણો જણાયા તેનું કારણ આ સાધ્વી ગૌતમી જ હતી. બુદ્ધદેવે સંસારત્યાગ કર્યો અને વનમાં વાસ કર્યો ત્યારે સ્નેહાળહૃદયી ગૌતમીને ખૂબ આઘાત લાગ્યો.  જુદાં જુદાં ગામોમાં ધર્મનો ઉપદેશ આપીને બુદ્ધ પોતાના પિતાની રાજધાની કપિલવસ્તુમાં પહોંચ્યાં.  તેમના પિતા શુદ્ધોદને પુત્રના ઉપદેશથી બૌદ્ધધર્મ  સ્વીકાર્યો.  અરિહંતપદ મેળવવા માટે પ્રથમ પગથિયારૂપ શ્રોતાપદ્મપદ મેળવ્યું, બુદ્ધદેવના પુત્ર રાહુલે શ્રમણની દીક્ષા લીધી.  થોડા સમય પછી રાજા અરિહંતપદ પામીને માહાનિર્વાણપદ પામ્યા.  ત્યાર પછી થોડા દિવસમાં ગૌતમીના પુત્ર નંદે પોતાના વિવાહ અને રાજ્યાભિષેકના દિવસે ઘરબાર છોડીને સંન્યાસ ગ્રહણ કર્યો.  તેમની પાછળ શાક્યવંશના અનેક ક્ષત્રિયોએ સંસાર છોડી દીક્ષા લીધી.

 
કપિલવસ્તુ ગામમાં સાધ્વી ગૌતમીએ બુદ્ધ દેવના ઉપદેશનું અમૃત પુષ્કળ પીધું.  આવા મહાજ્ઞાની બોધિસત્વને પોતે સ્તનપાન કરાવીને, ઉછેરીને મોટા કર્યા હતા.  આ વિચારથી તેઓને મનમાં અભિમાન હતું.  બૌદ્ધધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન થઇ.  પતિનું મૃત્યુ તથા પૌત્ર રાહુલ અને પુત્ર નંદના સંસારત્યાગથી ગૌતમીને પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો.

 
સાધ્વી ગૌતમીને વિચાર આવ્યો :  ‘શું પુરુષો જ ભિક્ષુ બનીને બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને, ધર્મનો પ્રચાર કરે અને અમે સ્ત્રીઓ એવા પુણ્યકર્મને ન કરી શકીએ ?  હું પણ આ સ્વાર્થી સંસારનો ત્યાગ કરીશ, વાસનાઓને ત્યજી દઈશ, આખી દુનિયાને મારું કુટુંબ ગણીશ, સર્વત્ર વિચરીને લોકોને ઉન્નત માર્ગમાં લઇ જવા પ્રયત્ન કરીશ.’  આવો દ્રઢ સંકલ્પ ગૌતમીએ કર્યો.

 
વળી આ શુબ વિચારોનું સિંચન તેમણે બીજી પાંચસો સ્ત્રીઓમાં કર્યું.  બુદ્ધદેવ તે સમયે વૈશાલીમાં બિરાજમાન હતા.  ગૌતમી મુંડન કરાવીને પાંચસો શાકય સ્ત્રીઓની સાથે બુદ્ધદેવ પાસે પહોંચી ગયાં.  આમ પગે ચાલી જવાનો પ્રસંગ રાજવંશી ગૌતમી માટે પ્રથમ હતો.  તેમના મુખ પર થોડો વિષાદ પથરાયેલો હતો.  કારણ કે કપિલવસ્તુમાં ભિક્ષુણી સંઘ સ્થાપવાની પ્રાર્થના તેમણે બુદ્ધદેવને કરી હતી.  પરંતુ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓમાં લડાઈ થાય એવા ભયથી બુદ્ધદેવે ના પાડી હતી.  પરંતુ આ વખતે ગૌતમી દ્રઢ સંકલ્પથી બુદ્ધદેવ પાસે આવ્યા હતાં.  એમના શિષ્ય આનંદ દ્વારા ગૌતમીએ પોતાનો ઉદ્દેશ બુદ્ધદેવને કહેવડાવ્યો.  આ પહેલાં બુદ્ધદેવ પોતે કહી ચૂક્યા હતા કે, ‘સ્ત્રીઓને ધર્મશાસ્ત્ર સમજવાનો અધિકાર છે.’  આ મોકો જોઈ આનંદે બુદ્ધદેવને પૂછ્યું કે, ‘જ્યારે આમ વાત છે તો સાધ્વીદેવી ગૌતમીને શા માટે નિરાશ કરવામાં આવે છે ?  એમની પ્રાર્થના આપ કેમ સ્વીકારતા નથી ?  એમણે તો આપને ઉછેરીને મોટા કર્યા છે.  આપના પ્રત્યે અપાર સ્નેહ છે.  ગૌતમીના મનના સમાધાનની ખાતર આપ નિર્ણય કરો કે સ્ત્રીઓ પણ સંન્યાસી બની શકે અને તેમનાથી પ્રવ્રજ્યા લઇ શકાય.’

 
બુદ્ધદેવે આનંદની ભલામણ સ્વીકારી અને સાધ્વી ગૌતમી અને તેમની સાથે આવેલી પાંચસો શાકય સ્ત્રીઓને પ્રવ્રજ્યા આપીને એક નવો ભિક્ષુણી સંઘ સ્થાપ્યો.

 
તે દિવસથી સાધ્વી ગૌતમીએ ધર્મપ્રચારનું કામ પૃથ્વી પર ભ્રમણ કરીને શરૂ કરી દીધું.

 
એક સમયે બુદ્ધ ભગવાન શાલીનગરની પાસે મહાવનમાં કુટાગાર નામક નગરમાં હતા.  તે વખતે ગૌતમી ત્યાંની ભિક્ષુણીઓના રહેઠાણમાં હતાં,  ભિક્ષા માંગી આવ્યા પછી સાધ્વે ગૌતમીને એક વિચાર આવ્યો કે, બુદ્ધનું પરિનિર્વાણ અથવા દેહત્યાગ મારાથી જોઈ શકાશે નહિ.  વળી તેમના મુખ્ય શિષ્ય આનંદ, પુત્ર નંદ અને પૌત્ર રાહુલનો દેહત્યાગ પણ નજરે જોઈ શકાશે નહિ.  માટે આ સર્વને પૂછીને મારે એ સર્વના પહેલાં દેહત્યાગ કરવો ઠીક રહેશે.  આમ વિચાર કરીને એમણે બુદ્ધદેવને પોતાને ત્યાં તેડાવ્યા.  બુદ્ધદેવ પધાર્યા એટલે ગૌતમીએ તેમનાં ચરણમાં નમસ્કાર કરીને વિનયપૂર્વક દેહત્યાગ કરવાની આજ્ઞા માંગી.

 
બુદ્ધદેવે પોતાના સ્વભાવ પ્રમાણે કોમળ પણ ધીરગંભીર અવાજે કહ્યું : ‘હવે તમારા દેહ ત્યાગનો સમય થઇ ગયો છે, ખુશીથી જઈ શકો છો.’  તેપછી આનંદ વગેરે સેવકોને બોધ આપીને, ભિક્ષુણીઓને ઉપદેશ આપીને સાધ્વી ગૌતમી સમાધિસ્થ થયાં અને એ દશામાં તેમનો પચિત્ર આત્મા નશ્વર દેહ છોડીને ગયો.  સાધ્વી ગૌતમીએ અપનાદ તથા થેરીગાથા ગ્રંથમાં બુદ્ધદેવ પ્રત્યે એમની સ્નેહભરી ભક્તિ શબ્દેશબ્દમાં વર્ણવી છે.  તેઓ બુદ્ધદેવને કહે છે કે ‘હે સુગત !  હું તારી માતા છું અને તું મારો વીર પિતા છે.  પિતા એટલા માટે છું કે ઉત્તમ ધર્મ શીખવીને તેં મને નવો જન્મ આપ્યો છે.  મેં તને લાડ લડાવીને મોટો કર્યો છે.  માટે હું તારી માતા છું.  શુદ્ધ અને પવિત્ર ધર્મરૂપી શરીર આપીને તેં મને મોટી કરી છે.  માટે તું મારો પિતા છે.  મેં તો એક ઘડીભરની તારી તરસ છિપાવવાને ધાવણ ધવરાવ્યું પણ તેં તો મને ધર્મનું ધાવણ ધવરાવીને અક્ષય શાંતિ આપી.  માન્ધાતા આદિ રાજાઓની માતાઓનાં નામ ભવસાગરમાં ગુપ્ત થયાં છે, જ્યારે તારી મા થઈને હું ભવસાગર તરી ગઈ છું.’
 

 

(ગ.ગુ.(૬)૧૦-૧૨/૪૯)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

અવિરામ મંદગતિ અને ઝડપી દોડ …

અવિરામ મંદગતિ અને ઝડપી દોડ …

 

 life goal

 

 

મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ માટે થયો છે. આ લક્ષ્ય કયું છે ?

 

તીવ્ર ગતિએ ચાલવા માટે તમારે ધીમે ધીમે, પરંતુ ધીરસ્થિત ભાવે ચાલવું પડશે.  કદાચ તમને આ વાત વિરોધાભાસી પણ લાગે પરંતુ એના પર વિચાર કરો;  ‘hasten slowly’   તમે આ અંગ્રેજી કહેવત સાંભળી હશે.  એનો અર્થ છે, ધીમે ધીમે ઝડપ કરો.  એક વર્તમાનપત્રના પ્રકાશકે એક નવો ટાઈપીસ્ટ નીમ્યો.  તે કોઈ પણ ભૂલ કર્યા વિના અત્યંત શીધ્રગતિએ ટાઈપ કરી શકતો હતો.  મેનેજરે તના પર ખુશ થઈને કહ્યું :  ‘તમારી આટલી શીધ્રગતિએ ટાઈપ કરવાની શક્તિનું રહ્સ્ત્ય બધાને બતાવો.’  તેણે કહું :  ‘તીવ્ર ગતિએ ટાઈપ કરવા માટે પહેલાં ધીમે ધીમે ટાઈપ કરવું જોઈએ.’  આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું.  એમના કહેવાનું તાત્પર્ય એ હતું કે ટાઈપિંગનું કાર્ય તીવ્ર ગતિએ પૂરું કરવા માટે શરૂઆતથી જ ઉતાવળ કે ઝડપની જરૂર નથી.  પરંતુ ધીમે ધીમે ટાઈપ કરતા રહો.  તત્કાલ તેજ ગતિની ઈચ્છા ન હોવી જોઈએ.  જો આપણે આપણી પોતાની આજની ગતિને અર્ધી કરી દઈએ તો આપણા ટાઈપિંગમાં કોઈ ભૂલ નહિ થાય અને કાર્ય કરતાં કરતાં આપણે શાંત રહીશું.  આ રીતે એક સપ્તાહ સુધી ટાઈપ કરતાં રહેવાથી કોઈ પણ ચિંતા કર્યા વિના જ આપણી ગતિ વધી જશે.  એવી વાત નથી કે ઉતાવળ કે ચિંતાપૂર્વક કાર્ય કરવાથી ગતિમાં તીવ્રતા આવી જાય છે.  જો આપણે આટલું સમજી લઈએ તો સમગ્રકાર્ય આપણે રુચિ, એકાગ્રતા તથા આનંદ સાથે કરી શકીશું.

 
એકવાર અમારી શાળામાં એક બાજીગર આવ્યો.  તે એકી સાથે છ દડા ઉલાડીને પોતાની કલા બતાવતો હતો.  જે દડો નીચે આવે એને તે વળી પાછો હવામાં ફેંકી દેતો.  એના હાથોમા કંઈક એવું કૌશલ હતું કે એને સ્પર્શતા જ દડો વીજળીનો ઝટકો લઈ એમ ઊછળતો.  બધાંને ઘણું આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો.  એના ગયા પછી કેટલાક લોકોએ લીંબુ, મોસંબી, સંતરું કે કંઈ પણ મળ્યું એનાથી અભ્યાસ શરૂ કર્યો.  એ બધાંની આંખોમાં નાક કે મોં પર લાગ્યું પણ ખરું.  બે દિવસના પ્રયાસ પછી બધાએ પોતાના હાથ ખંખેરી નાખ્યા.  પરંતુ પંદ દિવસ પછી એક કાર્યક્રમમાં એક વિધાર્થીએ ચાર દડાને એકીસાથે ઉછાળીને બહાને આશ્ચર્યમાં નાખી દીધા.  બધાએ એની પ્રસંશા કરી.  કાર્યક્રમ પૂરો થયા પછી લોકોએ એને પૂછ્યું :  તમે આ કળા કેવી રીતે શીખ્યા ?  એ બધા પણ શીખવા માટે તૈયાર હતા.  એણે ચોખ્ખીવાત ન કરતાં ‘હું જાદુ જાણું છું’ એમ કહ્યું.  એકાંતમાં પૂછ્યું ત્યારે એણે મને કહ્યું ‘પહેલાં તો હું દરરોજ એકાંતમાં એક દડો ઉછાળવાનો અને પકડવાનો અભ્યાસ કરતો હતો.  આવી રીતે સોએક વાર કર્યા પછી મેં વિચાર્યું કે ચાલો હવે બે દડા ઉછાળી જોઈએ.  ક્રમશ: મારો આત્મવિશ્વાસ વધ્યો, દસ દિવસમાં હું તીવ્રગતિએ ચાર દડા ઉછાળવા લાગ્યો.  એકેયવાર એ દડા મારા હાથમાંથી છટકયા નહિ.’  હવે એને સમજાઈ ગયું હતું કે ધૈર્યપૂર્વક કરેલા સતત અભ્યાસથી જ તીવ્રગતિ પ્રાપ્ત કરી શકાય છે.

 
આપણા અચેતન મનમાં બધા અનુભવો સંચિત રૂપે હોય છે.  આ જ અચેતન મન આપણી ટેવોને ઘડે છે તથા તેમને સંયમ-નિયમમાં રાખે છે.  જેવું આપણે ઈચ્છીએ એવું જ તે કરે છે.  આપણે જો ઈચ્છીએ તો આ અચેતન મનનો પોતાની લક્ષ્યપ્રાપ્તિ માટે ઉપયોગ કરી શકીએ છીએ કે એના માર્ગમાં અવરોધ ઊભા કરવામાં પણ તેનો ઉપયોગ થઇ શકે છે.  જો આપણે એને અધીરતા, ક્રોધ તથા મૂંઝવણોથી ભરી દઈએ તો તે એમને જ અપનાવી લે છે અને જો આપણે એને વ્યવસ્થા, સંયમ, સ્થિરતા અને એકાગ્રતા કેળવાતાં શીખવીએ તો તે એમને જ ગ્રહણ કરીને એ બધાંને વધારે પ્રબળ બનાવે છે.  તમે જોયું હશે કે સંગીતકારો પોતાની કાર્યદક્ષ આંગળીઓથી હાર્મોનિયમ કે વાયોલીન પરથી કેટલા સ્વર કાઢી શકે છે !  ગાયકના તાન સાથે તેઓ તત્કાળ એ જ સૂર વગાડી લે છે.  તે બધા ગાયકના સંકેત પ્રમાણે તાલ કે રાગને ધ્યાનમાં રાખીને આનંદપૂર્વક સહજભાવે વાદ્યપર સંગત કરતાં કરતાં શ્રોતાઓમાં હર્ષ અને આનંદનો સંચાર કરે છે.  લગાતાર કલાકો સુધી વગાડ્યા પછી પણ એમનાં ઉત્સાહને પ્રેરણામાં ક્યારેય ઓટ આવતી નથી. વગાડતી વખતે વાદક શું પોતાના હાથ પર ધ્યાન દેતો રહે છે ? ના; એવું કરવા જતાં તે પોતાની સ્વાભાવિક ઉત્કૃષ્ટતા સાથે પોતાના વાદ્યને વગાડી શકશે નહિ.  જો કે એમનું બાહ્યમન ક્યાંક બીજે રહે પરંતુ એનું આંતરિક મન-અંતર્મન સંગીતને અનુકૂળ પોતાના હાથનું નિયંત્રણ કરતુ રહે છે.  આણું રહસ્ય શું ?

 
કોઈ પણ કળામાં પ્રવીણ બનવા માટે એની ક્રિયા આપણા અંતરમાં પૂર્ણરૂપે વ્યાપી જવી જોઈએ.  જ્યારે આપણે કળાનું પ્રદર્શન કરી ત્યારે એ બધી ક્રિયાઓ પર સચેત ધ્યાન દીધાં વિના જ તેના આનંદની અનુભૂતિ પણ થવી જોઈએ.  જો આપણે અધીરતા કે ઉતાવળને છોડીને કોઈ પણ કળા કે વિષયને ધૈર્યપૂર્વક ધીમે ધીમે શીખીએ તો એમાં પૂર્ણપણે નિપુણ બની જઈશું અને તક મળતાં જ નિર્ભયતાપૂર્વક એ કળાનું પ્રદર્શન પણ કરી શકીશું.  જો તમે કોઈ અનુભવની પુનરાવૃત્તિ કરવા ઇચ્છતા હો તો તમારું અચેતન મન એ માટે તમને સહાય કરે છે.  દા.ત.  વર્ષોથી છોડી દીધેલ સાયકલ ચલાવવાનું કે તરવાનું કાર્ય અભ્યાસ સાથે થઇ શકે છે.  આટલા અંતરાલ પછી પણ તમે જરાય ખચકાયા વિના સહજતા સાથે અને વળી સાહસપૂર્વક સાયકલ ચલાવી શકો છો.  તરવાની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે.  નાનાં મોટાં કાર્ય પણ ઘણી લગની સાથે કરો.  આ સિદ્ધાંતથી વિદ્યાર્થીઓને અસીમ પ્રેરણા મળે છે.  એનાથી માત્ર એમના શિક્ષણને જ નહિ પરંતુ એના પોતાના સમગ્ર જીવનને એક નવી દિશા મળી જાય છે.  નેલ્સન રોઝનરે કહ્યું છે: ‘જો આપણે કોઈ એક કાર્ય બેદરકારીથી કરીએ તો બેદરકારી એ આપણી આદત બની જશે અને એ જ બેદરકારી આપણા બધાં કાર્યો દ્વારા અભિવ્યક્ત થશે.’

 

 
(રા.જ.૧-૦૪/(૩૩)૪૫૭-૫૮)

 

 
મુખવાસ …

 

 

DHARMA

 

તમે પોતાનામાં શ્રદ્ધા રાખો; જો તમારે ભૌતિક સંપત્તિ જોઈતી હોય તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરો તો એ તમને જરૂર મળશે.  જો તમારે બુદ્ધિનો વૈભવ જોઈતો હોય તો બૌદ્ધિક ક્ષેત્રમાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરો, એટલે તમે પ્રખર બુદ્ધિશાળી બનશો.  અને જો તમારે મુક્તિ મેળવવાની ઈચ્છા હોય તો આધ્યાત્મિક ભૂમિકા પર એનો ઉપયોગ કરો એટલે તમે જરૂર મુક્ત થશો તથા નિર્વાણપદને, શાશ્વત સુખને, પ્રાપ્ત કરશો.  પરંતુ અદ્વૈતવાદમાં એક જ ખામી રહી હતી; તે એ કે અત્યાર સુધી કેવળ આધ્યાત્મિક ભૂમિકા પર જ તેનો અમલ કરવામાં આવ્યો છે, બીજી કોઈ ભૂમિકા પર નહિ.  હવે તમારે તેને વ્યવહારિક બનાવવાનો સમય આવી પહોંચ્યો છે.  હવે વધુ સમય એ માત્ર સાધુઓની પાસે ગુફાઓમાં, જંગલોમાં અને હિમાલયમાં રહી નહિ શકે; એણે હવે લોકોના રોજિંદા જીવનમાં આવવું પડશે.  એનો ઉપયોગ રાજાઓના મહેલમાં થશે, સાધુની ગુફામાં થશે, ગરીબોની ઝૂંપડીમાં થશે, રસ્તા પરના ભિખારીઓ સુધ્ધાં એનો ઉપયોગ કરશે; સર્વ દિશામાં અને સર્વ સ્થળે એનો ઉપયોગ થઇ શકશે.  તમે સ્ત્રી છો કે શૂદ્ર છો એવો ડર રાખવાની જરૂર નથી;  કારણ કે આ વેદાંત ધર્મ એટલો મહાન છે કે કૃષ્ણ ભગવદ્દ ગીતામાં કહે છે તેમ ‘ સ્વલ્પમધ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ |’  ..  ‘ આ વેદાંત ધર્મનો જરાક સરખો અંશ પણ જો આચરણમાં ઉતારવામાં આવે તો એ મહાન ભયમાંથી ઉગારે છે.’  … માટે, તો આર્યોના સંતાનો !  આળસુ થઈને બેસી ન રહો, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત |  ‘ ઊઠો, જાગો અને અટક્યા વગર ધ્યેય પ્રાપ્ત કરો.’  આ અદ્વૈત વેદાંતને વ્યવહારિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાનો સમય હવે આવી પહોંચ્યો છે.  ચાલો આપણે તેને ઊંચા સ્વર્ગમાંથી નીચે આ પૃથ્વી પર ઉતારીએ.  આ છે અત્યારનું યુગપ્રયોજન.  પ આર્યનાં સંતાનો !  આપણા પૂર્વજોનો અવાજ આપણને પોકાર કરી રહ્યો છે કે આ વેદાંતને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર નીચે લાવો, તમારા વેદાંતનો ઉપદેશ સમસ્ત વિશ્વમાં ફેલાવી દો.  એને સર્વસાધારણ જનતાની સંપત્તિ બનાવો, આપણા જીવનના અણુએ અણુમાં એને ઉતારો, આપણી રગેરગમાં એને વહેવડાવો કે જેથી આપણા રક્તનું બિંદુએ બિંદુએ વેદાંતની ભાવનાથી ઝણઝણી ઊઠે છે !

 

 

–     સ્વામિ વિવેકાનંદ

 

 
બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી …[ભાગ -૧૨] …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૫૯-૬૦) …
-મહેશ શાહ, વડોદરા …

 

[ભાગ -૧૨]

 

 sakhi.12 vallabh

vallabh sakhi

 

 

શ્રી વલ્લભ વર કો છાંડિકે, ભજે જો ભૈરવ ભૂત |
અંત ફજેતી હોયગી, જ્યોં ગણિકાકો પૂત ||૫૯||

 

આગળની (૫૮ મી) સાખીમાં શ્રી વલ્લભને ભજનારાના સૌભાગ્યની અને તેમને મળનારા ફળની વાત કરી. શ્રી વલ્લભવરને છોડીને અન્ય દેવી દેવતાઓને ભજે તેની શી દશા થાય છે તેની વાત આ સાખીમાં કરાઈ છે.

આચાર્યશ્રીએ સિધ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સ્પષ્ટ પ્રતિપાદિત કર્યું છે કે परं ब्रह्म तु कृष्णो हि અર્થાત શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ સ્વરૂપ છે. તેનાથી અધિક કશું જ નથી. તેવી જ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાંઈજીએ ‘કૃષ્ણાસ્યમ:’ નામથી શ્રી વલ્લભનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે. શ્રી વલ્લભ ત્રિલોકના આભુષણ રૂપ (સર્વોત્તમ સ્તોત્ર શ્લો.૩૨) છે.  શ્રી વલ્લ્ભાષ્ટ્કમાં પણ કહ્યું કે, ‘વસ્તુત: કૃષ્ણ એવ’ શ્રીમહાપ્રભુજીનું આવું સ્વરૂપ જાણીને સર્વદા તેમનો આશ્રય કરવો.

 

આવા સમર્થ આપણા નિધિને છોડીને આપણે અન્યાશ્રય કરવાનો વિચાર પણ કરીએ તો તે આપણી પોતાની ગ્રીવા એટલે કે ગરદનને આપણા જ હાથે કાપવા જેવી વાત છે. આપણે એ પણ જાણીએ છીએ કે શ્રી વલ્લભ અને તેમની કૃપાથી પ્રાપ્ત થયેલા આપણા શ્રી ઠાકોરજી અનમોલ નિધિ છે. તેનાથી ચડિયાતું  કે શ્રેષ્ઠ તો જવા દો તેની  બરોબરીનું પણ કશું જ નથી.

 

શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીનો અનન્ય આશ્રય એ આપણો ધ્રુવતારક છે. તેમનામાં દ્રઢ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ એજ આપણા વહાણના સઢનું ચાલક બળ છે. તેમાં જો જરાક પણ ચૂક થશે તો પથ ભ્રષ્ટ થઇ જવાશે, દિશાહીન થઇ જશું અને સંસાર સાગરમાં ગોથાં ખાતા રહીશું. આપણી પાસે પારસમણી હોય તો પણ આપણે સુવર્ણ શોધવા બીજે જઈએ કે દીવો લઈને સૂર્ય શોધવા નીકળીએ તેવી આ વાત છે.

 

અહીં શ્રી હરીરાયજી ‘શ્રી વલ્લભ વરને છોડીને ભૈરવ અથવા ભૂતને ભજીએ’ એમ કહી સરસ રીતે અન્યાશ્રયની વાત કરે છે. અન્ય દેવને ભજવા તે ભૈરવને કે ભૂત-પલીતને ભજવા જેવી વાત છે.  શ્રી કૃષ્ણ નિર્ગુણ, નિર્મળ  છે. અન્ય દેવો ત્રિગુણાત્મક છે. કોઈ સત્વગુણાત્મક છે તો વળી કોઈ  રજોગુણ કે તમોગુણને ધારણ કરનારા છે. તમોગુણી દેવી દેવતાઓને ભજનારા તાંત્રિકો અને વામમાર્ગી લોકો વસ્તુત: ભૂત પ્રેતના જ ભક્તો બનીને રહી જાય છે. આથી જ પુષ્ટિનો રાજમાર્ગ છોડી પથભ્રષ્ટ થનારા લોકોને ભૈરવ-ભૂતને ભજનારા કહ્યા છે.

 

શ્રી હરિરાયજી કહે છે કે આવા લોકો અંતે તો પસ્તાવાના જ છે. મુખ્ય ધારાથી દૂર જનારાઓના આલોક-પરલોકની હાનિ થાય ઉપરથી લોકોની હાંસીને પાત્ર બને. એટલે સાચું શ્રેય  એમાં જ છે કે આપણો પંથ ક્યારેય છાંડીયે નહીં. ભગવાને શ્રી ગીતાજીમાં પણ એવી જ આજ્ઞા કરી છે કે સ્વધર્મે નિધન થાય તે ભલું પણ પરધર્મથી સદા ડરતાં રહેવું.

 

આપણો ધર્મ છોડી અન્ય પંથ અપનાવીએ તો બાવાના બેય બગડે ન આપણા ધર્મમાં રહીએ ન અન્ય ધર્મમાં ફાવીએ. આપણી હાલત અનાથ વ્યક્તિ જેવી થઇ જાય. આ વાત સમજાવવા શ્રી હરિરાયજી કહે છે કે આપણી દશા ગણિકાના પુત્ર જેવી થાય. ગણિકાના પુત્રને પિતાનું નામ પ્રાપ્ત થતું નથી. પિતાનું નામ ન હોવાથી અનૌરસ કહેવાય છે, અપમાનિત થાય છે, સામાજિક સ્વીકૃત્તિ મળતી નથી તેથી સમાજમાં તેનું અપમાન જ થતું રહે છે. તેવી જ રીતે અનેક દેવી દેવતાઓ વચ્ચે ભટકતો ભક્ત પણ આધ્યાત્મિક અનૌરસ જ ગણાય.  ભટકી ગયેલો ભક્ત પણ તેનું કોઈ ધણી ધોરી ન હોવાથી ધણી વગરનો, નધણિયાતો બની જાય છે. પતંગનો દોરો કપાઈ જાય તે પછી પતંગની  ગતિ અને દિશા અનિયંત્રિત થઇ જાય છે અને અંતે આકાશે ઉડવાને બદલે ભોંય ભેગી થઇ જાય છે તેવી જ રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અને તેમના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભના  શરણરૂપી રાજમાર્ગ  છોડી અન્ય માર્ગે જનાર આવા ભક્તો પણ દિશાહિન થઇ અવગતીમાં અટવાઈને અંતે આધ્યાત્મિક અવનતિ પામે છે.

 

વૈષ્ણવ જન કી ઝોંપડી ભલી, ઔર દેવકો ગામ |
આગ લગો વા મેંડમેં, જહાં ન વલ્લભ નામ  ||૬૦||

 

ભૌતિક સુખ સુવિધાનો કે ઐશ્વર્યનો અભાવ શ્રી હરિરાયજી ઝૂંપડી શબ્દથી દર્શાવે છે. શ્રી હરિરાયજી કહે છે કે સગવડ સભર સદન નહીં પણ સાચા વૈષ્ણવનો જ્યાં વાસ હોય તેવી ઝૂંપડી ભલી છે, વધુ શ્રેયસ્કર છે, વધુ પાવન અને વધુ પાવક છે. આવી જગ્યાએ જવું કે રહેવું આપણા માટે સારૂં છે કારણ કે વૈષ્ણવનું ઘર નંદાલય સમાન છે. ત્યાં શ્રી કૃષ્ણચંદ્ર સાક્ષાત બિરાજે છે, ખેલે છે, લીલા કરે છે.

 

ભગવાન શ્રીકૃષ્ણે પણ દુર્યોધનના મહેલ અને તેના મેવા મીઠાઈ કરતાં સાચા ભક્ત વિદુરની ભાજીને પ્રેમથી સ્વીકારી હતી. ઠાકોરજી પણ જેટલા પ્રેમથી શેઠ પુરુષોત્તમદાસના સ્વાદિષ્ટ વ્યંજનો આરોગતા હતા તેટલા જ પ્રેમથી પદ્મનાભદાસના છોલે આરોગતા હતા. આમ મહત્વ સુખ સુવિધા કે વૈભવનું નહીં ભાવનાનું છે. ભાવનાની વાત કરીએ તો આપણા માર્ગમાં આપણે ગોપીજનોના ભાવની ભાવના કરીએ છીએ. જે પ્રેમલક્ષણા ભક્તિનું ચરમ બિંદુ છે. પ્રેમનું શિખર એટલે ગોપી, પ્રેમનો ઉદધી એટલે ગોપી, નિર્વ્યાજ પ્રેમ, અપેક્ષા રહિત પ્રેમ, અસીમિત પ્રેમ, અક્ષુણ્ણ પ્રેમ એટલે ગોપી એટલે જ આપણે ગોપીને પ્રેમની ધ્વજા કહીએ છીએ.  આવી ભાવનાથી ભરપુર ઝૂંપડી સ્વર્ગથી પણ સુંદર છે.

 

ગામ શબ્દ અહિં સુખ, સુવિધા અને સમૃદ્ધિના પર્યાય તરીકે પ્રયોજાયો છે. આવા ગામોમાં કે મહેલોમાં અન્ય દેવી દેવતાનું પૂજન-અર્ચન થતું હોય તો ત્યાં રહેવું જ શા માટે ?  અન્ય દેવતાઓ પરબ્રહ્મ પરમાત્માના અંશાવતાર છે, તેમના આજ્ઞાકારી સેવકો છે. તેથી પરમ તત્વને છોડી તેમને ભજવામાં, અન્યાશ્રય કરવામાં સમજદારીનો અભાવ રહેલો છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો આધાર લઈએ તો તેમ કહી શકીએ કે શુદ્ધ પુષ્ટિ જીવ અન્ય દેવ પ્રતિ આકર્ષાય જ નહીં. તેની રતિ, પ્રીતિ, મતિ, ગતિ અને વૃત્તિ સર્વ એક શ્રી નંદનંદનમાં જ સમાહિત થયેલા હોય છે. ફરીથી વાત તે જ બિન્દુ પર આવીને અટકે છે. અનન્ય ભક્તિ, દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનો ત્યાગ પાવન પંથ છે. તેને છોડીએ નહીં કે તેનાથી દૂર જઈએ નહીં. ચીલો ચાતરીએ નહીં

 

એવી મેંડ કે મર્યાદા જેમાં આપણા શ્રી વલ્લભનું સ્થાન ન હોય તે આપણા માટે સ્વીકાર્ય નથી. શ્રી વલ્લભે દોરી આપેલી મેંડ આપણા માટે પરમ પવિત્ર બંધન કે પ્રાણથી પણ પ્યારી મર્યાદા છે. અંગ્રેજીમાં કહીએ તો sacrosanct છે. તેનું  ઉલ્લંઘન તો ઠીક તેની અવગણના પણ આપણે કરતા નથી. મર્યાદા માર્ગમાં પણ સીતાજીના ઉદાહરણથી લક્ષ્મણ રેખાનું માન રાખવાની પ્રણાલિકા છે.

 

શ્રી વલ્લભ તો વાક્-પતિ છે, પ્રભુના મુખારવિંદ રૂપ છે તેથી તેમની વાણીમાં સનાતન સિદ્ધાંતો સમાયેલા છે. તે મર્યાદા કે તે મેંડનું પાલન થવું જ જોઈએ. તેનાથી અલગ મેંડ હોય, જ્યાં શ્રી વલ્લભના સિદ્ધાંતોની વાત ન હોય તેવી મેંડનો પરિત્યાગ એ જ આપણા હિતની, આપણા સ્વાર્થની વાત છે. આથી જ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે આવી મર્યાદા, આવી પ્રણાલી, આવો માર્ગ કે જેમાં શ્રી વલ્લભ ન હોય તે ભલે આગથી નાશ પામે.

 

આવી આગ પરમ પાવક જ્વાળા બની આપણું ભલું જ કરશે તેવી શ્રદ્ધા સાથે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.    (ક્રમશ: )

 

 

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

નાગદમન લીલાનું રહસ્ય …

નાગદમન લીલાનું રહસ્ય …

 

 

 nag daman

 

 

પુષ્ટિમાર્ગના પ્રણેતા મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી છે. શ્રી મહાપ્રભુજીના બે લાલન શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ હતાં. તેમાંથી શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ જેઓ માર્ગમાં શ્રી ગુંસાઈજી પ્રભુચરણ તરીકે ઓળખાયા. શ્રી ગુંસાઈજી પ્રભુચરણને સાત લાલ હતાં. શ્રી ગિરિધરલાલજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામલાલજી. શ્રી ગુંસાઈજી પ્રભુચરણના આ સાત લાલમાંથી ચતુર્થ લાલ તે શ્રી ગોકુલનાથજીએ ગોવર્ધનવાસી સાંવરેલાલ શ્રી દેવદમનજી ને શ્રીનાથજી બાવાનું ઉપનામ આપીને લાડથી બોલાવતાં. શ્રી નાથજી શબ્દનો અર્થ આ મુજબ થાય. શ્રી એટ્લે કે લક્ષ્મી અને નાથ એટ્લે કે સ્વામી અથવા રાજા. પુષ્ટિમાર્ગમાં શ્રી એટ્લે કે જેની પાસે વ્રજ, અને વ્રજ સંપતિ રૂપી લક્ષ્મી રહેલી છે તેના રાજા. વ્રજ સંપતિમાં વ્રજભૂમિ, વ્રજરજ, વ્રજનર અને વ્રજનારીઓ, ગૌ ધન, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી આવે છે અને જેની પાસે આ વ્રજસંપતિ રહેલી છે તેવા વ્રજનાથ અર્થાત પ્રભુ શ્રીકૃષ્ણ તે લક્ષ્મીના પતિ અને રાજા છે.

શ્રી ગોકુલેશ પ્રભુચરણ પોતાના આરાધ્ય દેવ એવા દેવદમનજીની પાસે આ શ્રી રૂપી સંપતિ હોવાને કારણે તેઓ “દેવદમન શ્રીનાથજી પ્યારે” કહી સંબોધિત કરતાં. સમયાંતરે “શ્રીનાથજી” નામ વધુ પ્રચલિત થયું. આ સ્વરૂપ હાલમાં રાજસ્થાનના ઉદયપુર પાસેના સિંહાડ ગામમાં બિરાજે છે જેને શ્રીનાથજી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવદમન શ્રીનાથજી બાવા અર્થાત ……..ભગવાન શ્રી કૃષ્ણએ સારસ્વત યુગમાં અનેક લીલાઓ કરેલી. આ લીલાઑ મુજબ જે સ્વરૂપ પ્રગટ થયાં તેમાંથી મુખ્ય ત્રણ સ્વરૂપ પુષ્ટિમાર્ગમાં સેવાય છે. શ્રીનાથજી બાવાનું સ્વરૂપમાં શ્રી ગિરિરાજ ધારણનું સ્વરૂપ સમાયેલું છે.

 

ભગવાન કૃષ્ણએ દેવરાજ ઇન્દ્રનો ગર્વ ઉતારવા ગિરિરાજ ધારણ કર્યો અને ઇંદ્રદમન બન્યા. આ સ્વરૂપ હાલમાં મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં બિરાજે છે, વ્રજમાં શ્રી ઠાકુરજીની પરીક્ષા કરવા આવેલા આદિ દેવ બ્રહ્માજીનો ગર્વ ઉતારી પ્રભુ શ્રી કૃષ્ણ દેવદમન બન્યાં. યમુનાજીના ધરામાં વસેલા કાલિનાગનું દમન કરી પ્રભુ નાગદમન બન્યાં. આ સ્વરૂપ હાલમાં વડોદરામાં બિરાજે છે. આ રીતે આપણાં શ્રીજી બાવાના ત્રણ સ્વરૂપ જોવા મળે છે. આ ત્રણ સ્વરૂપમાંનું એક સ્વરૂપ તે “નાગદમન”નું સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તે આપણે જોઈશું અને સાથે આજના આ પ્રસંગમાં આ લીલા પાછળ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુના સિધ્ધાંત શું કહે છે તે વિષે સવિસ્તાર જોઈશું.

 

રમણક દ્વીપમાં નાગ સર્પના અનેક પરિવાર રહેતા હતાં એક સમયે વિષ્ણુ વાહન ગરુડે સર્પોના જુથો ઉપર હુમલો કર્યો દરરોજ તે આવીને અસંખ્ય નાગોનો સંહાર કરતો હતો તેથી એક દિવસ ગરુડના ભયથી થાકેલા સર્પો એ ગરુડને કહ્યું કે જયાં સુધી તું અમને આ રીતે ખાતો રહેશે તો અમારૂં જીવન સુરક્ષિત શી રીતે રહેશે? માટે એમ કર કે દરરોજ પ્રત્યેક ઘરમાંથી એક એક સર્પનો તુ બલિ લે અને સાથે સાથે પ્રત્યેક નાગ સાથે તને ભાવે તેવું બીજું પણ અન્ન તને આપતા રહીશું પણ આ રીતે દિન પ્રતિદિન અસંખ્ય નાગોનો વિનાશ કરવાનું બંધ કર. સર્પોની આ વાતને ગરુડ રાજે સંમતિ આપી  અને  તે દિવસથી આત્મરક્ષણ માટે ગરુડરાજને દરેક ઘરોમાંથી બલિ મળતો થયો, પરંતુ જ્યારે કાલિયનાગના ઘરેથી બલિ દેવાનો વારો આવ્યો ત્યારે કાલિયનાગે તેનો વિરોધ કર્યો.   કાલિયનાગના વિરોધથી ગરુડને ગુસ્સો આવ્યો અને તે કાલિયનાગને દંડ દેવા માટે આવ્યો.   આ વાતની ખબર પડતાં જ કાલિયનાગ ગરુડરાજથી બચવા માટે પોતાના પરિવાર સહિત દર દર ભટકતો રહ્યોં, પરંતુ તેને કયાંય રક્ષણ ન મળતા આખરે એ દેવાધિદેવ શેષ જનાર્દનના શરણે ગયો.  કાલિયને દીન અને ભયભીત જોઇને દેવાધિદેવ શેષ જનાર્દને કહ્યું કે હે કાલિય, તમે વૃંદાવનમાં આવેલ યમુનાજીના નીરમાં વસવાટ કરો ત્યાં તમને ગરુડનો ભય નહી રહે આ સાંભળીને કાલીય નાગે પૂછયું કે પૃથ્વી પર મને એવું એક પણ સ્થાન મળ્યું નથી કે જયાં મને ગરુડનો ભય ન હોય તો પછી વૃંદાવન ધામ તેમાંથી બાકાત શા માટે છે ? ? ?

 

ત્યારે શેષ જનાર્દને કહ્યું કે એક સમયે સૌભરી નામના ઋષિ વૃંદાવનમાં યમુનાજી જળમાં ઊભા રહીને તપ કરી રહ્યાં હતાં. તે જળમાં મીનરાજનો પરિવાર પણ સદાય આનંદમંગલ કરતો તેમની આસપાસ વિહાર કરતો મીનરાજનાં પરિવારને જોઇને સૌભરી ઋષિને અત્યંત આનંદ થતો એક દિવસ ગરુડે મીનરાજને મારી નાખ્યો અને તેના પરિવારનું ભક્ષણ કર્યું આ જોઇને મુનિશ્રેષ્ઠ સૌભરી એ ગરુડને શાપ આપ્યોં કે તે કયારેય પણ વૃંદાવનમાં યમુનાજીના કુંડમાં આવીને બળપૂર્વક માછલીઓનું ભક્ષણ કરશે તો તેનું મૃત્યું થશે. તે દિવસથી શાપથી ભયભીત થયેલો ગરુડરાજ વૃંદાવનના યમુનાજીના કિનારાથી દૂર રહેવા લાગ્યોં. પ્રભુ જનાર્દનની વાત સાભળી કાલિય પોતાના પરિવાર સહિત યમુનાજીના જળમાં આવીને રહેવા લાગ્યો.

 

શેષ જનાર્દને કાલિય નાગને પોતાના પરિવાર સહિત યમુનાજીમાં રહેવાની અનુમતિ આપી હતી, પણ યમુનાજીના જળમાં કે જળની આસપાસ જે જીવો વસી રહયાં છે તેનો વસવાટ છીનવી લેવાની અનુમતિ નહોતી આપી. યમુનાજીના જળમાં વસવાટ કરવાને કારણે કાલિયનાગ પરથી મૃત્યુનો ભય ઓછો થતાં જ  કાલિયમાં “હુંકાર”નું અભિમાન આવ્યું અને તેને લાગવા લાગ્યું કે આ મારું નિવાસ સ્થાન છે અને અહીં મારો અને મારા પરિવારનો અધિકાર છે માટે બીજા કોઇનો અધિકાર નથી.

 

શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કાલિયનાગને યમુનાજીનાં જળમાં શરણમાં સ્થાન મળ્યું તે પુરતું ન હતું, પણ જેણે આશ્રય આપ્યું તેનો ગુણ ભૂલી જઇને ઇર્ષારૂપી વિષથી યમુનાજીના નીરને પણ વિષયુક્ત કર્યું.  શ્રી શુકદેવજી કહે છે કે કાલિયનાગે યમુનાજીનાં નીરને એટલું વિષયુક્ત કર્યું કે યમુનાજીના જળમાંથી અગ્નિથી પણ પ્રબળ જ્વાળાઓ ઉડતી. યમુનાજીના વિષેલા જળના ઉછળતાં મોજાઓ જ્યારે નાના નાના બિંદુઓનું સ્વરૂપ બનીને બહાર આવતાં ત્યારે કિનારા પરનું ઘાસ, વૃક્ષ, પશુ, પક્ષીઓ, કીટકો વગેરે પણ મરણ ને શરણ થતાં, યમુનાજીની ઉપર ઊડતાં પંખીઓને અંશમાત્ર જ્વાળા લાગતાં પણ તેઓ મૃત્યુને ભેટતાં. શ્રી યમુનાજીમાંથી ઉડેલ આ વિષબિંદુ યુક્ત જ્વાળાથી કિનારા પરની તમામ વનસ્પતિ હરિયાળી નાશ પામી હતી ત્યારે કેવળ એક કદંબનું વૃક્ષ બચી ગયું હતું.

યમુના કિનારાની સમસ્ત હરિયાળીનો નાશ થયો પરંતુ કેવળ એક કદંબવૃક્ષ બચી ગયું તે વાતનું રહસ્ય સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે વિષ્ણુ વાહન મહાપરાક્રમી શ્રી ગરુડજીને જ્યારે ખબર પડી કે પોતાની માતા વિનિતા સર્પમાતા કદ્રુના દાસી બની ગયા છે ત્યારે તેઓ અત્યંત દુઃખી થયા પોતાના માતા વિનિતાને દાસ્યત્વમાંથી મુક્ત કરાવવા માટે તેઓએ ભગવાન વિષ્ણુ પાસેથી અમૃતનો કુંભ મેળવ્યો અને પોતાની માતા પાસે જવા નીકળ્યા. માર્ગમાં તેઓ બ્રજમાં યમુના કિનારાના આ કદંબના વૃક્ષ પર વિસામો લેવા થોભ્યા હતા ત્યારે કુંભમાંથી અમૃતના બિંદુઓ આ કદંબ પર પડવાથી આ વૃક્ષને કાલિયના વિષની અસર ન થઈ.

 

શ્રી મહાપ્રભુજીએ આ રહસ્યને વધુ વિશાળતાથી સમજાવતા કહ્યું કે મનુષ્યજીવનમાં પણ લૌકિક દોષો રૂપી વિષ લાગે છે ત્યારે કેવળ ભગવદનામ રૂપી અમૃતનો સતત છંટકાવ જો થતો રહે તો જ મનુષ્ય આ કાળરૂપી સર્પના વિષમાંથી બચે છે.

 

ગોકુલ ગ્રામવાસીઓ તો હવે આ વિષયુક્ત વનસ્પતિ, વિષયુક્ત યમુના જળ અને વિષયુક્ત યમુના કિનારાથી સ્વયં પણ દૂર રહેવા લાગ્યા અને પોતાના પશુધનને પણ દૂર રાખવા લાગ્યા હતા, પરંતુ આવી પડેલી આ મુશ્કેલીને કારણે હવે ગ્રામવાસીઓને પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. વૃંદાવનવાસીઓની આ દુર્દશા જોઇને દુષ્ટોનું દમન કરવા માટે જેનો અવતાર થયો છે તેવા નંદનંદન શ્રી કૃષ્ણએ યમુનાજીના ઘૂનામાં કૂદકો માર્યો અને કાલિયનાગ સાથે તેમણે લડાઇ કરી. નાના બાળક દેખાતા કૃષ્ણ સામે કાલીય નાગ ગુસ્સે થઈ પોતાનું બાહુ બળ દર્શાવતો લડવા લાગ્યો અને વારંવાર પોતાની વિશાળ ફણાઓ ફુત્કારવા લાગ્યો અને વિષ ઓકવા લાગ્યો.

 

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી ઠાકુરજી પરમ કૃપાળુ છે કાલિય નાગ જ્યારે ગુસ્સે થયો તો શ્રી ઠાકુરજી કહે છે કે તે તારો મૂળભૂત સ્વભાવ છે જે તને આ જન્મમાં મળ્યો છે. કાલિયા પોતાની ફણાઓ ફુત્કારવા માટે જ્યારે નમતો હતો તે અપરાધ ને શ્રી ઠાકુરજીએ અપરાધ ન માન્યો બલ્કે તેમણે તે ફુત્કારવાણીની પ્રક્રિયાને દંડવત પ્રણામ માન્યાં, કાલિય ફુત્કારની સાથે સાથે વિષના ડંખ મારવા લાગ્યો હતો તેને સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે કાલિયની વિષ ફેંકવાની પ્રક્રિયા વિષે કહે છે કે જે વસ્તુ જેની પાસે હોય તેજ તે આપે છે કાલિય પાસે વિષ હતું તેથી તેણે તે વિષ શ્રી ઠાકુરજીને અર્પણ કર્યું છે.

 

કાલિયાએ જે બાળકને નાનો અને તુચ્છ ગણ્યો હતો તેવા કૃષ્ણકનૈયાના બાહુ બળ અને બુધ્ધિ બળ પાસે કાલિયનો પરાજય થયો. વાંરવાર લડવાનો મોકો શોધતાં શોધતાં કાલિયાએ એટલા ચક્કર ફર્યા કે……..ચક્કર ચક્કર ફરતાં ફરતાં તેની શક્તિ ક્ષીણ થવા લાગી. તે સમયે મોકો જોઇને તેની ફણાં નમાવીને તેના મસ્તક ઉપર કૃષ્ણ ચઢી ગયા અને સમગ્ર કલાના ગુરુ કૃષ્ણ કનૈયા નૃત્ય કરવા લાગ્યાં વ્રજનાં વ્રજનંદન નૃત્ય કરવાને તત્પર બન્યાં છે તે જાણીને તે વખતે ગંધર્વ, સિધ્ધ, મુનિ, દેવો વગેરે મૃદંગ, પિનાક, પણવ, અમૃત દંદુભિ વગેરે વિવિધ પ્રકારના વાદ્યો વગાડવા લાગ્યાં, દેવસ્ત્રીઓ સ્તુતિ કરીને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગી અને શ્રી કૃષ્ણએ કાલિયનાગના ફણાઓ પર તાંડવનૃત્ય કર્યું અને તે તાંડવ દ્વારા કાલિયના મસ્તક ઉપર વારંવાર પદ પ્રહાર કરવા લાગ્યાં. વારંવાર થતાં પદપ્રહારથી કાલિય થાકી ગયો તેની ફણાઓ જર્જરીત બની ગઇ તેના મોમાંથી લોહી પડવા લાગ્યું.

 

આ વાત સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે અભિમાન યુક્ત આપણું મસ્તક એ કાલીનાગનું પ્રતિક છે અને કાલિય જેમ ૪ મસ્તક ધરાવે છે, તેમ મનુષ્ય પણ ૪ પેટા મસ્તક અને ૧ મુખ્ય મસ્તક ધરાવે છે મનુષ્યના ૪ મસ્તકો એ કામ, ક્રોધ, મદ, મોહના પ્રતિક છે આ પેટા પ્રતીકો એ મુખ્ય મસ્તકને સાથ આપીને તેને વધુ ને વધુ અભિમાન અને અહંકાર યુક્ત બનાવે છે. પ્રભુની નાગદમન લીલામાં દ્વિતીય પાસુ એ પણ છે કે શ્રી ઠાકુરજીએ કાલિયની ફણાઓને નાથી છે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે સાંસારિક સમુદ્રમાં જીવતા જીવને પણ લોભ, લાલચ, મદ, અસૂયા રૂપી અનેક જિહ્વા છે આ તમામ જિહ્વાને કેવળ શ્રી ઠાકુરજી જ નાથી શકે છે. વળી એ વિષમય સર્પની ફણાઓને નાથીને બાલ શ્રીકૃષ્ણ તેના પર નૃત્ય કરે છે શ્રી મહાપ્રભુજી કહે છે કે કાલિયા સર્પની એ ફણા મૃત્યુનું પ્રતિક છે પણ તેમ છતાં બાલકૃષ્ણ એ મૃત્યુથી ડર્યા નહીં પરંતુ એ મૃત્યુ પર તેમણે નૃત્ય કર્યું છે શ્રી ઠાકુરજીની આ લીલા જીવોને મૃત્યુના ભયમાંથી અભય બનીને અભ્યંકર શી રીતે બનવું તે શીખવે છે. 

 

નાગપત્નીઓએ પોતાના પરિવાર સહીત યશોદાનંદનની સ્તુતિ કરી પોતાના સ્વામીના અપરાધોની ક્ષમા માગવા લાગી. શ્રી મહાપ્રભુજી અહીં એ પણ સમજાવે છે કે જેમ કાલીનાગ આપણા મસ્તકમાં વસે છે તેમ નાગપત્ની પણ આપણી અંદર જ વસતી દિનતા અને દૈન્યતાઓના પ્રતિક સમાન છે. દિનતા અને દૈન્યતા જ્યારે પોતાને થયેલા અહંકારને ભુલીને પ્રભુની ક્ષમા માંગી સંપૂર્ણ શરણાર્ગતિના ભાવ સાથે પ્રભુના શરણે જાય છે ત્યારે પ્રભુ તેનો સ્વીકાર કરે છે, પરંતુ એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે શ્રી ઠાકુરજી પોતાની કૃપા રૂપી પદ પ્રહારથી આપણા અભિમાન રૂપી મસ્તકનું દમન કરે છે. શરણે આવેલા કાલિયાએ પણ પ્રભુની સ્તુતિ કરી ક્ષમા માગી ત્યારે શ્રી પ્રભુએ તેને યમુનાજીનો ધરો છોડીને ક્ષીરસાગરમાં જઇને રહેવાની આજ્ઞા આપી, ત્યારે કાલિયાએ કહ્યું કે મને ગરુડરાજનો ભય છે ત્યારે પ્રભુ એ કહ્યું કે તારા મસ્તક ઉપર મારા ચરણચિન્હ છે તેથી ગરુડ તને ખાઇ શકશે નહીં.

 

શ્રી મહાપ્રભુજી આ વાક્યના સંદર્ભમાં કહે છે કે શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દની કૃપા જ્યારે જીવના મસ્તક પર પડે છે ત્યારે જીવ કાળ, યમ અને નિયતિના ભયથી મુક્ત બની જાય છે. પ્રભુની આજ્ઞાને માથે ચડાવીને કાલિય નાગ પોતાના પરિવાર સહીત યમુનાજીના જળવાળું નિવાસસ્થાન છોડીને ક્ષીરસાગરમાં રહેવા ચાલી ગયો. શ્રી મહાપ્રભુજી કહે છે કે નાગદમનની લીલામાં પ્રભુએ કાલિય રૂપી અભિમાની મસ્તકના ચુરેચુરા કર્યા છે. પરંતુ બીજી એ સત્યતા એ પણ છે કે કહે છે કે કાલિયાએ જે કંઇ પોતાની પાસે હતું તે સર્વસ્વ શ્રી ઠાકુરજીને અર્પણ કર્યું છે પોતાનો સ્વભાવ, પોતાનું વિષ વગેરે તેણે શ્રી ઠાકુરજીને અર્પણ કર્યું  છે તેથી શ્રી ઠાકુરજી કહે છે કે જે રીતે કાલિયાએ મારે ચરણે પોતાનું સર્વસ્વ ધર્યું છે તો મારે પણ મારી પાસે જે કંઇ છે તે દેવું જોઈએ તેથી હું કૃષ્ણ, જગતનો જગદીશ્વર એવો હું કૃષ્ણ પણ ત્રૈયલોક્ય બ્રહ્માંડમાં જે સૌથી દુર્લભ છે તેવી મારી ચરણરજ તને આપું છું.

 

શ્રી મહાપ્રભુજી વિશેષમાં સમજાવતાં કહે છે કે જે પ્રભુના ચરણારવિંદની રજ માત્ર લેવા માટે મનુષ્યો અગાથ શુભકાર્યો રૂપી કર્મો કરે છે અને ઋષિઓ હજારો વર્ષો સુધી તપ કરે છે, લક્ષ્મી, બ્રહ્મા, શિવ આદિને જે ચરણકમળની ચરણધૂલિની આકાંક્ષા રહેલી છે તેવા ચરણ કમળની રજ વારંવાર કાલીયનાગના મસ્તક પર પડતી રહી તો તેને શાપ ગણવો કે આશીર્વાદ ગણવો???!!!!!

 

સંસારચક્રમાં ભટકતાં જીવને જો શ્રી પ્રભુના ચરણકમળનાં રજનો જો અંશ માત્ર પ્રાપ્ત કરી લે તો પણ તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થઇ જાય છે.

 

 

સાભાર સૌજન્ય :  પૂર્વી મલકાણ મોદી – યુ એસ એ.                                                                                            

 વૈષ્ણવ પરિવાર- પુષ્ટિ પ્રસાદ ૨૦૧૧ માં પ્રકાશિત.

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

શંકા સમાધાન … (૧૬) … (નવી ભોજન પ્રથા) …(ભાગ-૧૮) …

‘શંકા સમાધાન’ … (૧૬/) …  “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૮)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 raw food nov.1

 

 

‘નવી ભોજન પ્રથા ‘   ને અપનાવતા પહેલા ‘ભોજન  પ્રથા’  વિશે અનેક પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા હોય તે સ્વભાવિક છે, અને જો તેનું યોગ્ય સમાધાન કરવામાં ન આવે તો ‘નવી ભોજન પ્રથા’ અપનાવતા અગાઉ જ તેનું બાળ મરણ થઇ જતું જોવા મળે છે.   કોઈ પણ નવું લાગતું  કાર્ય  શરૂ કરતાં અગાઉ આપણને શંકા થવી તે સ્વભાવિક જ બાબત છે, અને તે કારણે જ શ્રી બી. વી. ચૌહાણ સાહેબ દ્વારા ‘શંકા સમાધાન’  .. એક પ્રશ્નાવલી …સ્વરૂપે   ની પુસ્તિકા બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવેલ છે, જે પુસ્તિકા નાં આધારે આપણે અગાઉ થોડી શંકા નું સમાધાન આ શ્રેણી અન્વયે અહીં કરેલ,  ત્યાર બાદ સંજોગવસાત થોડો વિરામ લેવો પડેલ છે તે બદલ આપ સર્વેને  પડેલ તકલીફ બદલ અમો દિલગીર છીએ.   આજે ફરી આપણે શંકા સમાધાન શ્રેણી અન્વયે થોડી શંકાનું સમાધાન જાણવા અહીં કોશિશ કરીશું …

 

શંકા :

(૧)  ત્રિસુત્રી સાધના એટલે શું ?  (૨)  તેની શરૂઆત શી રીતે કરવી ?  (૩)  તપ, સેવા, સુમિરનનાં સિદ્ધાંતો મોટે ભાગે આયુર્વેદ, એલોપેથી તેમજ અન્ય પ્રચલિત ચિકત્સા પદ્ધતિઓથી વિરોધભાસી કેમ છે?

 

 

સમાધાન :

શ્રી બી.વી.ચૌહાણ સાહેબ :

 

સૌ પ્રથમ ત્રિસુત્રિ સાધના ને ટૂંકમાં જાણીએ તો …. ત્રિસૂત્રી સાધના એટલે કે તપ, સેવા અને સુમિરન.

 

અહીં પ્રશ્ન એ છે કે આ સાધનાની શરૂઆત આપણે કરવી તો કઈ રીતે કરવી ?

 

સાધનાને ક્રિયા સાથે સંબંધ નથી.

 

ભાવની શંકારો વન્દે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ |

યાભ્યાં વિના ન પશ્યન્તિ સિધ્ધા: સ્વાન્ત: સ્થમિશ્વરમ ||

 

હું શ્રદ્ધા (જ્ઞાન માર્ગ) ના પ્રતિક ભવાની તથા વિશ્વાસ (ભક્તિ માર્ગ)  નાં પ્રતિક શિવજીની વંદના કરૂ છું કે જેનાં વિના સિધ્ધો પણ પોતાનાં અંત:કરણમાં રહેલ ઈશ્વરને જોઈ શકતા નથી.  આમ પ્રભુ પ્રાપ્તિ માટે શ્રદ્ધા અથવા તો વિશ્વાસની જરૂર છે.  માત્ર ક્રિયાથી પ્રભુ પ્રાપ્તિ સંભવ નથી.  માનવીનાં શરીર પર મનનો કાબુ છે.  મન સાચી વાત સમજશે તો જ તેને પકડશે આથી સાચું શું અથવા ખોટું શું તે સમજવું અત્યંત જરૂરી છે.  ખોટું શું છે તે જાણતાં જ મન તેને છોડી દેશે.  એટલે કે શ્રદ્ધા યા તો વિશ્વાસ માટે પણ સાચું શું કે ખોટું શું તે જાણવું જરૂરી બની જાય છે.  આથી જ ત્રિસૂત્રી સાધનાને યોગ્ય રીતે સમજવી આવશ્યક છે.  સાધના સમજ્યા વગર જ ક્રિયા આરંભી દેવામાં આવશે તો તે લાંબો સમય નહીં ટકે.  ત્રિસૂત્રી સાધના તપ-સેવા-સુમિરન રામચરિત માનસમાં જણાવેલ છે.  તે જ સાધના ગીતાજીમાં, કુરાને શરીફમાં, બાઈબલમાં, ગુરુગ્રંથસાહિબ વગેરેમાં લગભગ તમામ ધર્મગ્રંથોમાં સ્વીકારાયેલ છે.  માત્ર નામ અલગ અલગ અપાયેલ છે.  આ સાધનાનું પ્રથ ચરણ છે, ‘તપ’ એટલે કે શારીરિક સ્તર પર ખોરાકની પદ્ધતિ સમજવી.  જે માટે નવી ભોજન પ્રથા તથા નવી વિચાર ધારા વાંચવી.  પ્રથમ ‘તપ’ થી દેહ શુદ્ધ – નિરોગી બનાવવો.  સાથોસાથ ‘સેવા’ થી મનને નિર્મળ બનાવવું.  બાદ ‘ધ્યાન’ (સુમિરન) સરળ બની જશે.

 

 

હવે આપણે અહીં ઉપર દર્શાવેલ ત્રીજી શંકા નું સમાધન જાણીએ …

 

શંકા :

(૩)  ‘તપ, સેવા, સુમિરન’ નાં સિદ્ધાંતો મોટે ભાગે આયુર્વેદ, એલોપેથી તેમજ અન્ય પ્રચલિત ચિકત્સા પદ્ધતિઓથી વિરોધભાસી કેમ છે ?

 

સમાધાન :

 

અત્યાર સુધીમાં શોધાયેલા કોઈપણ ચિકિત્સા પદ્ધતિઓના મૂળમાં ‘ખોરાકમાં શક્તિ નથી’  તે કોઈના ખ્યાલમાં આવેલ નથી તેવું માલુમ પડે છે.  આથી મૂળભૂત ‘સત્ય’ પકડી શકાયું નથી.  જેના કારણે એક યા બીજા ભ્રાન્ત ખ્યાલનાં આધાર પર જે તે ચિકિત્સા પદ્ધતિઓએ કાર્ય કર્યું છે.  પાયાના ખ્યાલો જ અહીં ભૂલ ભરેલા છે તેમ માલુમ પડે છે, તેથી ખોટી દિશામાં સંશોધનો થયા અને ખોટા પરિણામો પણ પ્રાપ્ત થયા.  આપણે ‘દવામાં સ્વાસ્થય’  અને ‘ખોરક શક્તિ’ માની બેઠા છીએ અને હરણની જેમ જ દોટ લગાવ્યાં કરીએ છીએ.  પેઢીઓથી આવી દોટ લગાવીએ છીએ અને  રોગ – મટતા નથી.   વધ્યે જ જાય છે અને છતાં આપણે કશું જ વિચારતાં નથી કે જો દવામાં સ્વાસ્થ્ય અને ખોરાકમાં જ શક્તિ હોત તો તે મળવા જોઈતા હતા તે મળ્યા કેમ નહિ ?  પણ દુર્ભાગ્ય માનવજાતનાં કે તે પણ કશું વિચારતો નથી અને ખોટી જ દિશામાં જ દોડ્યા કરે છે.  જેથી જોઈતું પરિણામ મેળવી શક્યા નથી.

 

બીજી રીતે જોઈએ તો – આયુર્વેદ, એલોપથી કે અન્ય ચિકિત્સા પદ્ધતિઓ કોઈને કોઈ મોટા વૈજ્ઞાનિક અથવા તો સંતની શોધ છે.  જ્યારે ‘તપ-સેવા-સુમિરન’ ની સાધના એ ‘ભગવાન શિવજી’ ની શોધ છે.  જેથી સ્પષ્ટ છે કે શિવજીની શોધ એ સર્વાંગ સમ્પોર્ણ, સાચી દિશાની અને ભૂલ  કે ક્ષતિરહિત ન જ હોય.  વળી આ જ વાત ગીતાજીમાં ‘તપ-દાન-યજ્ઞ’  દ્વારા, કુરાને શરીફમાં ‘રોઝા, ઝકાત, નમાજ’ દ્વારા, બાઈબલમાં ‘ફાસ્ટિંગ-ચેરીટી – પ્રેયર’ દ્વારા, ગુરુગ્રંથસાહિબમાં ‘ઉપવાસ, દસબંદ, સિમરન’ દ્વારા અને તાલમુંડતોરામાં ‘ફાસ્ટિંગ – સર્વિસ – વર્શિપ’ દ્વારા તથા ત્રિપટક મુજબ ‘સ્વલ્પાહાર – ધર્મદાન – વિપશ્યના’ રૂપે દર્શાવેલ છે.  જેથી પણ સ્પષ્ટ છે કે સનાતન સત્ય હંમેશાં એક જ હોય અને તે સર્વ સ્વિકૃત હોય.  જ્યારે પ્રચલિત હાલની ચિકિત્સા પદ્ધતિઓનાં સિદ્ધાંતો એક જ સરખા અને સર્વ સ્વિકૃત નથી તેમાં એકબીજાથી ખૂબ જ વિરોધાભાસ રહેલો છે.

 

અન્ય રીતે જોઈએ તો કોઈ પણ એક સત્યના બે વિરોધાભાષી સિદ્ધાંતો હોઈ શકે નહીં  બે અથવા વધુ ખોટી વાતો વિરોધાભાષી હોઈ શકે છે.  આથી પેઢીઓથી જે ચિકિત્સા પદ્ધતિઓ અપનાવતા આવ્યા છીએ,  જેનાથી રોગો ઘટવાના બદલે વધ્યા છે.  હાલની ચિકિત્સા પદ્ધતિ  દ્વારા રોગો ન થાય તેવા કોઈ ઉપાય નથી, ફક્ત ને ફક્ત રોગ થાય ત્યારે તે રોગ દબાવી દેવોના કામચલાઉ ઉપાયો છે.  દુર્ભાગ્યવશ રોગો વધવા માટે આપણે પરિસ્થિતિ કે પ્રકૃતિ ને જવાબદાર ઠેરવીને ખોટી દિશાની દોટ ચાલુ જ રાખી છે.  આથી આ સિદ્ધાંતો ખોટા છે તેવો તર્ક લગાવીએ તો સાચી વાત આ સિદ્ધાંતોથી વિરોધાભાષી જ હોવી જોઈએ અને તેથી જ ‘તપ-સેવા-સુમિરન’  ના સિદ્ધાંતો પ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓથી વિરોધી છે.

 

અન્યથા – પ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓનાં સિદ્ધાંતોનાં પ્રયોગો માનવજાત ઘણાં લાંબા કાળથી કરતી આવી છે અને તેનાથી પ્રાપ્ત પરિણામો જોયેલ છે.  હવે ‘તપ-સેવા-સુમિરન’  નાં ઉલટા જણાતા સિદ્ધાંતોના પ્રયોગો માનવીએ કરવા જોઈએ અને તેના પરિણામો જ બતાવી આપશે કે સાચું શું છે ?  ‘તપ –સેવા – સુમિરન’ ના સાધકો આ સત્ય અનુભવી રહ્યા છે.

 

આજે અહીં વિરામ લઈશું.  હવે પછી આપણે જાણીશું … નવી એક શંકા  નું સમાધાન … (૧)  ત્રિસૂત્રી સાધનાનાં વિઘ્નો ક્યા છે ?  તે વિઘ્નો કઈ રીતે પાર કરી શકાય ? 

 

ચાલો તો,  અહીં એક રચના ને પણ માણીએ ….

ખુદને ખોજે નહિ અને ખુદાની ખોદણી કરે,આ માણહ !

ગંદો પોતે અને દર્પણ સાફ કરે , આ માણહ ! 

ભૂલ પોતાની અને દોષ દે બીજાને,આ માણહ ! 

છે તેને માણે નહિ અને નથી તેના માટે વલખે,આ માણહ ! 

નક્કરને નકારે અને હવામાં હવાતિયા મારે,આ માણહ ! 

ભોગ ભોગવ્યા કરે અને ત્યાગના તમ્બુરા વગાડે,આ માણહ ! 

કામાવેગને દબાવે અને બ્રહ્મચર્ય ના બણગા ફુંકે,આ માણહ ! 

આજને ઓળખે નહીં અને કાલ કાજે કષ્ટ સહે,આ માણહ ! 

કોઈનું કાને ધરે નહિ અને પોતાની જ પીપુડી વગાડયે રાખે,આ માણહ ! 

સ્વદોષ દેખે નહિ અને પારકી પંચાત છોડે નહિ,આ માણહ ! 

ગુણ બીજાના ગાય નહિ અને આત્મશ્લાઘામાં આળોટ્યા કરે,આ માણહ ! 

દોષિત પોતે અને ન્યાય કરે કોઈનો,આ માણહ !

 

 
સૌજન્ય :  શ્રી બાલુભાઈ વી. ચૌહાણ  (અમરેલી)
 

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૧૧ /૨ )  દ્વારા  … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને તે વિશે સમજીએ ..

 

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી એમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

TODAY’S REALITY
Big House ————————Small Family
More Degrees –——————–Less Common Sense
Advanced Medicine–————-Poor Health
Touched Moon———————Neighbours Unknown
High Income-———————–Less peace of Mind
High IQ-—————————-Less Emotions
Good Knowledge-—————–Less Wisdom
Lots of friends on Facebook--No best friends
Lots of Human———————-Less Humanity
Costly Watches-——————–But no Time
AMIL SHAH


બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.