એક શ્રીમંત ની વ્યથા …

દીકરાઓ સાથે રહેલા એક શ્રીમંત ની વ્યથા …

 

 

 gharda ghar

 

 

શનિવારે સાંજે લકઝરીમાં અમદાવાદ આવતી વેળા વડોદરાથી જ મારી બાજુની સીટ ઉપર વૃદ્ધાશ્રમના સંચાલક શ્રી અનંતભાઈ આવીને બેઠા કે મને ખૂબ આનંદ થયો.  થોડી ઘણી આડીઅવળી વાતો થઇ.  બસે જેવી ગતિ પકડી એટલે મૌનને ભંગ કરી મેં જ એમને પૂછ્યું, ‘આમ તો દસેક વર્ષથી તમે વૃદ્ધાશ્રમના સંચાલક તરીકે સેવા આપો છો નહીં ?  કેટલાએ વડીલો જીવનની સંધ્યાએ જીવનની અનેક તડકી- છાંયડીમાંથી પસાર થઇ તમારી પાસે શાંતિ ઝંખતા આવ્યા હશે, આજે સમય છે તો અનંતભાઈ, તમારા અનુભવોમાંથી કોઈ ચિરસ્મરણીય પ્રસંગ કહેશો ?  રસ્તો પણ ખૂટશે અને મને તો ખૂબ મજા આવશે.’

 

‘જુઓ રુચિબહેન, જિંદગીથી તંગ આવીને વૃદ્ધાશ્રમમાં આનંદ અને સંતોષથી રહેનારા કેટલાક વડીલો છે, પણ પોતાની લીલીછમ વાડીને અલવિદા કરીને આવેલા એક શ્રીમંતની વાત કહીશ તો તમે દંગ જ રહી જશો.

 

એક દિવસ સવારે સાડાનવે હું હંમેશ મુજબ વૃદ્ધાશ્રમ પર પહોંચ્યો.  ત્યાં બહાર મુલાકાતીઓના ખંડમાં એક સૂત-બુટ-ટાઈ પહેરેલા અપટુડેટ વયોવૃદ્ધ પણ સશક્ત, તેજસ્વી વડીલ મારી રાહ જોઈ બેઠા હતા.  હાથમાં મોંઘીદાટ લાકડી, મોંઘી ઘડિયાળ, ગોગલ્સ તો ખરાં જ, મને થયું કોઈની ભલામણ કરવા આવ્યા હશે, કે ‘આ બિચારાનું કોઈ જ નથી તે …  પણ ના, રુચિબહેન, મેં એમને અંદર બોલાવી આવકાર્યા નમસ્તે કરી આદરપૂર્વક પૂછ્યું, ત્યારે એમનો જવાબ સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી.

 

એમણે મને કહ્યું:  જુઓ સંચાલકશ્રી, ‘બીજા કોઈ માટે નહિ, હું પોતે જ આ ખપપૂરતાં કપડાં, દવા અને મારી આ ચેકબુક લઈને અહીં સુહની સાથે જ આ તમારા વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યો છું.  આમ તો, ટૂંકમાં કહું તો હું વેપારી માણસ, નામ ગુલાબભાઈ શાહ, એક જમાનામાં શેરબજારમાં પણ ઠીકઠાક કમાણી કરતો, પત્ની પાંચેક વર્ષ પહેલાં જ અવસાન પામી, મારે બે દીકરા-વહુઓ, એમનાં છોકરાં, બંધાવી આપેલા મોટા બંગલામાં જ નોકર-ચાકર, રસોઈયો, બે ગાડી, ડ્રાઈવર, આ બધો જ જ વૈભવ એમને વરેલો છે.  પણ …’

 

મેં વચ્ચે જ પૂછી જોયું ‘હાજી, વડીલ, પણ તમે અહીં ?’  મને બોલતા જ અટકાવી ગુલાબભાઇએ કહ્યું : ‘હું જિંદગી તો પરમ સંતોષથી જીવી ચૂક્યો છું, પણ મારી પત્ની ગુજરી ગઈ પછી હું એકલો પડ્યો, દીકરા વહુનાં વર્તન સાથે તાલ મિલાવવા પણ ઘણા પ્રયત્નો કરી જોયા, પણ મારા જીવનમાં શાંતિનો સંચાર થયો જ નહિ અને દિનપ્રતિદિન અશાંતિ વધતી ચાલી અને સાથે સાથે બ્લડપ્રેશર પણ.  જોકે નિયમિત દવા લઉં છું એટલે અત્યારે કાબુમાં છે,  તમે જરાએ ગભરાશો નહિ, પરંતુ મને થયું મારા જેવા સમયવ્સ્ક અને સમ દુખિયા બાંધવો મને અહીં મળશે અને આનંદ કરીશું.  સવાર-સાંજ પ્રભુભજન તથા જિંદગીના સંધ્યાટાણે એકલવાયાપણું મને ભરખી જાય છે, અને જે સંધ્યા મને આકરી લાગે છે તેને હું રળિયામણી બનાવી દઈશ.  હા, જો તમે મને થોડીક રહેવાની જગ્યા આપશો તો.  જુઓ, ભૂલી જાઉં તે પહેલાં આ મારી ચેકબુક અને પાસબુક તમને આપી દઉં.’

 

મેં કહ્યું :  ‘અરે વડીલ, એની શી જરૂર છે ?  તમારી પાસે જ રાખો, અહીં વૃદ્ધાશ્રમમાં તો દાનનો પ્રવાહ અસ્ખલિત વહેતો જ રહે છે.’

 

પણ મને ફરી અટકાવીને તેઓ કહે, ‘ભાઈ, મારે દાન-ધરમથી નથી રહેવું.  આ કોણે માટે કમાયો છું ?  આ મારા કપૂતો માટે કે જેમને બાપની સાથે બે ઘડી બેસીને વાત કરવાની ફુરસદ નથી !   વહુઓ માટે કે જેમને વડીલ કોણે કહેવાય, કોની છત્રછાયામાં એ મહાલી રહી છે એનો એમને જરાયે ખ્યાલ જ નથી.  વડીલની લાગણીને કેટલો તીવ્ર ઝટકો વાગે છે એનો અણસાર સુધ્ધાં નથી.  ચાલો એ તો ચાલ્યા કરે, પણ મેં બે ચ્ગેક પર સહી કરેલી જ છે, એ તમારી પાસે તિજોરીમાં રાખો, હું હવે ખરતું પાન, ક્યારેક દવા-દારૂની કે ડૉકટરની પણ જરૂર પડે તો એમાંથી જ વાપરજો.  તમે ‘ના’ ના કહેશો, મારો જીવ દુભાશે.  આટલું કહેતાં કહેતાં તો એ સિંહ જેવા કદાવર અને પડછંદ વડીલ જાણે નરમ બકરી જેવા બની ગયા.

 

જાન્યુઆરીની કડકડતી ઠંડી હતી.  ગુલાબભાઇને એક દિવસ થોડો તાવ આવ્યો.  મેં તો વૃદ્ધાશ્રમના ડૉકટરને તરત જ બોલાવ્યા.  દિવસ ચઢતાં એમની હાંફ વધતી ગઈ.  જેમ રાત પાડવા આવી તેમ તબિયત કથળતી ચાલી.  ડૉકટરને ફરી બોલાવ્યા.  એમણે કહ્યું ‘સવારે આપણે હોસ્પિટલમાં દાખલ કરી દઈએ.’  રાત્રિનો લગભગ દોઢ થયો હશે, અને તબિયતે વધુ ઊથલો ખાધો, ડૉકટરે કહ્યું, ‘જુઓ અનંતભાઈ, ઉંમર તો ખરીને ?  કંઈ જ કહેવાય નહીં.  તમે એમના દીકરાઓને ફોન કરીને બોલાવી લો, એવું ન થાય કે એ લોકોને પછી વસવસો …’  મેં તો તરત જ એમના મોટા દીકરા શુભાંગને ફોન જોડ્યો.  આમ તો બધા એક જ બંગલામાં રહેતા હતા ને ?

 

‘હેલ્લો શુભાંગભાઈ ?’  મેં પૂછ્યું.

 

‘કોણ છો ?  અત્યારે આટલી કડકડતી ઠંડીમાં આમ અડધી રાતે ?  કોણ છો તમે ?  શા માટે ડીસ્ટર્બ?’

 

શુભાંગભાઈની તોછડાઈને મેં અટકાવતાં કહ્યું, ‘હું વૃદ્ધાશ્રમમાંથી અનંતભાઈ, તમારા બાપુજી અત્યારે એકદમ સીરિયસ છે.  કાલ સવાર જુએ કે …’  મેં આગળ નાં કહ્યું અને રુચિબહેન, મારો હાથ ધ્રુજી ઊઠ્યો, અને રિસિવર જ મારા હાથમાંથી પડી ગયું.  બીજે દિવસે વહેલી સવારે જ ગુલાબભાઈનું પ્રાણપંખેરું માટે ગામતરે જવા ઉપડી ગયું.  કોઈને કંઈ પણ સુચના હું આપું એ પહેલાં તો એમના સ્વજનો – વૃદ્ધાશ્રમ નાં જ સ્તો, એમને લઇ જવા માટેનો સામાન પોતે મંગાવી, નવડાવી, ધોવડાવી ગુલાબની શૈયામાં એમના પાર્થિવ દેહને વૃદ્ધાશ્રમના દ્વારથી જ્યારે બહાર લાવવામાં આવ્યો, ત્યારે આસપાસના રહીશો એ સ્મશાનયાત્રાની ગરિમાને કોટિકોટિ વંદન કરી રહ્યાં હતાં.

 

બીજે દિવસે અમારા ચેરમેન ગુલાબભાઈની ચેકબુક જેમાં બેલેન્સનો આંકડો એક લાખ સિત્તેર હજાર બોલતો હતો, તે એમના દીકરાને આપવા માટે જઈ રહ્યા હતા, ત્યાં જ મેં એમને બોલાવ્યા અને એક નાનીશી ચિઠ્ઠી લખી આપી.  મિ. શુભાંગભાઈ, આજે સવારે બાપુજી તો ગુજરી ગયા.  તમારી સૂચનાનો અમલ તો નથી કરી શક્યો.  એમના અનેક સ્વજનો અહીં છે, તે સહેજ જાણવા જ.  ચેકબુક પાછી મોકલું છું.  બે ચેક એમની સહી કરેલા છે, સાચવજો.  અત્રે એની જરૂર નથી !  ….  લિ.  અનંતના આશિષ

 

‘અનંતભાઈ, એ ચેકબુક તેમણે લઇ લીધી ?  દાન પેટે પણ કાંઈ આપવાની એમને …’  મારાથી પુછાઈ ગયું.  એમણે કહ્યું, ‘રુચિબહેન, દીકરાઓ સાથેનું લેણદેણનું ખાતું તો એમનું ક્યારનુંયે બંધ થઇ ગયું હતું ને ?  આ નવું ખાતું સાચા સ્વજનોનું – તે તો પછી જ ખુલ્યું ને ?  પછી એવો અફસોસ શાનો ?’

 

સાભાર : (ધર્મક્ષેત્ર –ગ.ગુ.૯/૧૨-૪૧)

 jaan

  

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

“પુષ્ટિ પ્રસાદ” … (સામાયિક સ્વરૂપે) … (અંક- ઓક્ટોબર – નવેમ્બર,૨૦૦૪) …

“પુષ્ટિ પ્રસાદ” … (સામાયિક સ્વરૂપે) … (અંક- ઓક્ટોબર   નવેમ્બર,૨૦૦૪) …

 

 

pushti oct-2004

 

 

‘પુષ્ટિ પ્રસાદ’ સામયિક રૂપે ૨૦૦૪ – એપ્રિલ થી  દરેક અંક અહીં  ‘દાદીમા ની પોટલી’ પર  પુન: પ્રસિદ્ધ કરવાનું નક્કી કરેલ છે,  અત્યાર સુધી થોડા અંક પણ આપણે માણ્યા.

‘પુષ્ટિ પ્રસાદ’ એક સામાયિક સ્વરૂપે છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી યુ એસ એ માં પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,  આદરણીય વડીલ શ્રી વ્રજનીશભાઈ શાહ (યુએસએ) ની વિનંતી ને ધ્યાનમાં રાખી,   હવે પછીથી  આપણે  તેને નિયમિત સ્વરૂપે, પખવાડિયે (૧૫ દિવસે) એક વખત ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રસિદ્ધ કરી બ્લોગ નાં માધ્યમથી  અહીં માણવા કોશિશ કરીશું.    ‘પુષ્ટિ પ્રસાદ’ સાહિત્ય અંગેના આપના અમૂલ્ય પ્રતિભાવ પોસ્ટ દ્વારા જરૂર જણાવશો … 

 

 

pushti oct-2004.1

 

 

Download past issues of ‘Pushti Prasad’ magazine here.

 

 ‘પુષ્ટિ પ્રસાદ’  સામયિક -(મેગેઝીન) સ્વરૂપે માણવા અહીં નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરવા વિનંતી.  (ઓક્ટોબર – ૨૦૦૪ અને નવેમ્બર – ૨૦૦૪  બે માસ ના અંક માણશો અને આપના પ્રતિભાવ આપશો.)

 

 

Oct. 2004 High Quality Issue Oct. 2004 Low Quality Issue

 

Nov. 2004 – DIWALI High Quality Issue Nov. 2004 – DIWALI Low Quality Issue

 

 

To view online issues you will need Adobe Acrobat Reader. If you do not have it please download by clicking here –>    

 

 

The High Quality images are large and will take some time to appear. If you still have difficulty reading these files please email to [email protected] 

 

 

સાભાર : વ્રજનિશ શાહ  – લોયડસ્, મેરિલેન્ડ.  યુએસએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ,  બ્લોગ પર આવકાર્ય છે.