૧] સભ્યતા અને શિષ્ટાચાર … (ટૂંકી વાર્તા) … પ્રેરક કથાઓ ..

૧] સભ્યતા અને શિષ્ટાચાર … (ટૂંકી વાર્તા)પ્રેરક કથાઓ

 

 

KING HENRY IV

 

એક વખત ફ્રાંસ નાં રાજા હેનરી ચોથા પોતાના બોડી ગાર્ડની સાથે પેરિસમાં સામન્ય રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક ભિખારીએ પોતાના માથા પર થી ટોપી ઉતારી અને તેનું અભિવાદન કર્યું.  તેના જવાબમાં હેનરીએ પણ પોતાનું માથું નમાવ્યું.  આ જોઈ અને તેના બોડી ગાર્ડે  હેનરી ને કહ્યું, “મહારાજ,  તમારા જેવા સમ્રાટે આવા તુચ્છ ભિખારીને આ પ્રકારે અભિવાદાન કરવું શોભા આપતું નથી.”

 

“શોભા આપે છે કે નહી, આ તો તમારે લોકોએ વિચારવાની વાત છે, મારે નહીં.”  રાજાએ આગળ કહ્યું, “જો મેં તેનુ અભિવાદન ન કર્યું હોત તો મારા અંદર રહેલી માનવતા મને કોશતી રહેત,  ભલે તું ફ્રાંસ નો સમ્રાટ રહ્યો, પરંતુ તારામાં ભિખારી જેટલી સભ્યતા કે શિષ્ટાચાર પણ નથી.”

 

 

૨]  ઉજ્જડ ગામની ક્યાં કસર (કમી) છે ?

 

 MAHMOOD GAHJANVI

 

 

મહમૂદ ગજનવી જે પ્રદેશને પોતાનો કબ્જામાં લેતો, તેને તે પહેલાં લૂંટતો પછી ઘરોમાં આગ લગાડી દેતો અને ગામને ઉજ્જડ બનાવી નાખતો.  તેને તેમ કરવામાં જ આનંદ મળતો હતો.  તેનો એક મંત્રી હતો.  તેને મહમૂદ નું આ કૂર કર્મ – કાર્ય જરાક પણ પસંદ ન હતું, પરંતુ તે મજબૂર હતો.  એક વખત તેણે મહમૂદ ગજનવી ને કહું કે પીરબાબા ની કૃપાથી તેને પશુ-પક્ષીઓની ભાષા સમજમાં આવે છે.

 

એક વખત તેઓ બંને શિકાર કરવા માટે જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા અને તેમણે એક ઝાડ પર બે ઘુવડ બેઠેલા જોયા, જે મોઢામાંથી ‘ઘૂ’ ‘ઘૂ’  ની અવાજ કાઢતા હતા.  તે મંત્રી ઊભો રહી ગયો અને ત્યાં તેની પાસે  ગયો.  મહમૂદ ને મંત્રી ની વાત યાદ આવી ગઈ.  તેણે તેને પ્રશ્ન કર્યો કે આ બે ઘુવડ શું વાત કરે છે ?  આ વાત પર  મંત્રીએ કહ્યું, “તેઓનો વાર્તાલાપ તમને બતાવવા / કેહવા જેવો નથી.   તમે ગુસ્સે થઇ જશો.”  મહમૂદ પાસે અભયદાન ની ખાત્રી મેળવ્યા બાદ, તે ચાલાક મંત્રી બોલ્યો, “મહારાજ, આ બન્ને ઘુવડ સંબંધી બનવા જઈ રહ્યા છે.  દીકરા નાં પિતા  કન્યાનાં પિતા પાસે દહેજમાં પચાસ ઉજ્જડ ગામ માંગી રહ્યો હતો.  તેનાથી કન્યા નાં પિતાજીએ કહ્યું કે જ્યાં સુધી મહમૂદ ગજનવી નું રાજ ચાલે છે, પચાસ ની  શું વાત કરો છો, પાંચસો ઉજ્જડ ગામ દહેજમાં હું આપી શકું છું.”

 

મહમૂદ ને મંત્રી ની વ્યંગાત્મક ટીકા નાં અર્થની ખબર પડી ગઈ.  ત્યારે જ તેણે કહ્યું,  આજથી મહમૂદ કોઈ પણ ગામ ને ઉજ્જાડશે નહી.

 

 

૩]  કટુ વચન …

 

એક વખત પૈગમ્બર મુહમ્મદ  સાહેબ અને તેનો જમાઈ હજરત અલી સાથે સાથે જઈ રહ્યા હતા અને રસ્તામાં એક માણસ મળ્યો, જેની હજરત અલી સાથે જૂની દુશ્મનાવટ હતી.  તેણે હજરત અલી ને જોતામાં જ ગાળો આપવા લાગ્યો.  થોડો સમય તો હજરત અલી તેના આ અપશબ્દો ને સાંભળતા જ રહ્યા, પરતું ત્યારબાદ તેણે પણ તેને ગાળો આપવાની શરૂ કરી આપી.  આ જોઈ મુહમ્મદ સાહેબ આગળ ચાલવા લાગ્યા.  હજરત અલીએ જોયું કે તે આગળ નીકળી ગયા છે.  તેથી તેણે  ઝઘડવા નું છોડી દીધું અને તેની પાસે પહોચી ગયા.  તેણે તેમને કહ્યું, “તમે મને તે દુષ્ટ નાં સંકજા –પંજામાં એકલો મૂકીને કેમ ચાલી નીકળ્યા ?  મુહમ્મદ સાહેબે જવાબ આપ્યો, “સાંભળ અલી, જ્યારે તે તમને ગાળો આપી રહ્યો હતો અને તમે ચૂપ હતા, તો મેં જોયું કે દસ ફરિશ્તા તમારી રક્ષા કરી રહ્યા હતા અને તેનો જવાબ આપી રહ્યા હતા.  પરંતુ જ્યારે તમે પણ ગાળો દેવા લાગ્યા, ત્યારે તે બધા ફરિશ્તા એક એક કરીને હટવા(પાછા ફરવા) લાગ્યા, પછી ભલા માણસ મારે ત્યાં શા કારણે રોકાવું જોઈએ ?  યાદ રાખો, મન, કર્મ અને વચન દ્વારા કોઈ પણ જીવને ક્યારેય દુઃખ આપવું ન જોઈએ.”

 

 (પ્રે.પ્ર. ૧૯.૨૦.૨૨.૯૧૪-૧૫)

 

 

૪]  શ્રદ્ધા …

 

એક વખત ભગવાન કૃષ્ણ તેના મહેલના ભવનમાં બેઠા  ભોજન કરી રહ્યા હતા, સત્યભામા તેમને વીંઝણો નાખતા હતા,  હજુ તો તેઓ અન્નનો એક કોળિયો મોઢામાં મૂકવા જાય છે ત્યાં જ કૃષ્ણએ તે કોળિયો ફરી થાળમાં મૂકી દીધો અને ઊભા થઈને દોટ મૂકી.

 

શા કારણે દોટ મૂકી તે સત્યભામા અને અન્ય હાજર રહેલ દાસ દાસીઓ હજુ સમજે તે પહેલાં તો શ્રી કૃષ્ણ પૂર્વવત પાછા  ફરી અને શાંતિ થી પોતાનો થાળ આરોગવા લાગ્યા, જાણે કશુંજ બન્યું ન હોય તેમ.

 

સત્યભામા નાં મનમાં એક સવાલ સતત હેરાન કરતો રહ્યો કે એવું તે શું બન્યું કે હું જમાડતી હતી તેની પણ પરવા કર્યા વિના,  જમવાનો કોળિયો મોઢામાં ન મૂકતા તેમણે થાળમાં પાછો કર્યો અને તેઓએ  દોટ મૂકી અને બહાર ચાલ્યા ગયા અને થોડીજ સેકન્ડ માં તેઓ પરત ફર્યા અને  જાણે કશુંજ બન્યું ન  હોય તેમ ફરી આરામથી થાળ આરોગવા લાગ્યા !

 

ભગવાન કૃષ્ણએ ભોજન કરી લીધા બાદ, સત્યભામાએ તેમને કહ્યું કે  હે નાથ, મારા મનમાં  એક પ્રશ્ન સતત સતાવે છે;  એવી તે શી ઘટના ઘટી – બની કે આપને ભોજન છોડી અને દોટ મૂકવી પડી અને થોડી જ સેકન્ડ માં પરત આવી ગયા જાણે કશુંજ બન્યું ન હોય તેમ ?

 

ભગવાન કૃષ્ણ એ હસતાં હસતાં કહ્યું, કે જ્યારે હું અન્ન નો કોળિયો મોઢામાં મૂકવા જતો હતો તે સમયે મારા એક ભક્ત નો પોકાર મને સંભાળ્યો કે તે અતિ ભીડમાં છે, તેને લોકો ગાળો આપતા હતા અને તેના પર પથ્થર ફેંકતા હતા. તેથી તેને મદદ કરવા -બચાવવા માટે મેં દોટ મૂકી.  સત્યભામા એ કહ્યું, એ તો ઠીક છે, પરંતુ તો તમે થોડી જ સેકન્ડમાં પરત કેમ ફર્યા ?  જાણે કશી જ ઘટના બની ન હોય તેમ !  કૃષ્ણએ કહ્યું, વાત તમારી સાચી છે, જ્યારે હું તેને બચાવવા માટે હજુ તેની પાસે પહોચું છું તે પહેલા જ તેણે પણ (મારા ભક્તે ) તેને ગાળો આપનારને સામે ગાળો આપવા લાગી અને તેના પર સામા પથ્થર ફેંકવા લાગ્યો. તેને મારી જરૂરત ન રહી,  મારા ભક્તની ધીરજ ખૂટી ગઈ,  તેણે તેનો બચાવ જાતે કરવાનો રસ્તો શોધી લીધો,  તેથી હું તરત પાછો ફર્યો.

 

જ્યારે આપણે ઈશ્વરમાંથી શ્રદ્ધા ગુમાવી બેસીએ છીએ કે તેનો આધાર છોડી દઈએ છીએ ત્યારે તે આપણા થી એટલા જ દૂર ચાલ્યા  જાય છે.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.