(૧) આદ્યશક્તિનું ઐશ્વર્ય … (નોરતું ચોથું ) …

(૧) આદ્યશક્તિનું ઐશ્વર્ય … (નોરતું ચોથું ) …

 

 

 

 

“ઈશ્વરની જગજ્જનની રૂપે કરેલી સાધનાપૂજા આજના ભૌતિક અને ભોગવિલાસની દુનિયામાં આપણને અત્યંત અલ્પ સમયમાં પૂર્ણતા અને પવિત્રતાના પથે દોરી જશે.”

–     શ્રીરામકૃષ્ણ પરમહંસ

 

વેદાંતવાદી  બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિ નો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્, બ્રહ્મ જ ખરી વસ્તુ, બાકીનું બધું અવસ્તુ; શક્તિ પણ સ્વપ્નવત્, અવસ્તુ. પણ તમે હજાર વિચાર કરો ને, છતાં સમાધિસ્થ થયા વિના શક્તિની હદ ઓળંગી શકો નહિ. હું ધ્યાન કરું છું. હું ચિંતન કરું છું એ બધુંય શક્તિની સીમાની અંદર, શક્તિના ઐશ્વર્યની અંદર, એટલે બ્રહ્મ અને શક્તિનો અભેદ. એકને માનીએ એટલે બીજાને પણ માનવું પડે. જેમ કે અગ્નિ અને તેની દાહક-શક્તિ. અગ્નિને માનો  એટલે તેની દાહક –શક્તિને માનવી જ પડે. દાહક-શક્તિને છોડીને અગ્નિનો વિચાર થઇ શકે જ નહિ. વળી અગ્નિને છોડી દઈને તેની દાહક-શક્તિનો પણ વિચાર તહી ન શકે. સૂર્યને છોડીને સૂર્યનાં કિરણનો વિચાર કરી શકાય નહિ. સૂર્યના કિરણોને છોડીને સૂર્યનો ખ્યાલ ન આવી શકે.

 

‘દૂધ કેવું હોય? ધોળું ધોળું. દૂધને છોડીને ધોળાશનો વિચાર ન આવી શકે, તેમ જ દૂધની ધોળાશ છોડીને દૂધનો ખ્યાલ ન આવે. એટલે બ્રહ્મને છોડીને શક્તિનો કે શક્તિને છોડીને બ્રહ્મનો વિચાર આવી શકે નહિ. નીત્યને છોડીને લીલાનો કે લીલાને છોડીને નિત્યનો સંભવ નહિ.’

 

‘આદ્ય-શક્તિ લીલામાંયી, સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરી રહી છે. એનું નામ જ કાલી. કાલી એ જ બ્રહ્મ, બ્રહ્મ એ જ કાલી. એક જ વસ્તુ જયારે એમ વિચાર કરું કે નિષ્ક્રિય, સૃષ્ટિ, સ્થિતિ કે પ્રલય એમાનું કોઈ પણ કામ કરતી નથી, ત્યારે તેને બ્રહ્મ કહું. પરંતુ જ્યારે એ જગતની સૃષ્ટિ, સ્થિતિ, લય વગેરે કરે, ત્યારે તેને હું શક્તિ કહું.  એક જ વ્યક્તિ, ભેદ માત્ર નામરૂપનો. જેમ કે ‘જળ’, ‘વોટર’, ‘પાણી’. એક તળાવને ત્રણ –ચાર ઘાટ. એક ઘાટે હિંદુઓ પાણી પીએ, તેઓ કહે ‘જળ’ . બીજે ઘાટે મુસલમાનો પાણી પીએ, તેઓ કહે ‘પાની’. ત્રીજે ઘાટે અંગ્રેજો પાની પીએ, તેઓ કહે ‘વોટર’. એ ત્રણેય એક, માત્ર નામ જુદાં. તેવી રીતે પરમાત્માને કોઈ કહે ચે ‘અલ્લાહ’ , કોઈ કહે ‘ગોડ’, કોઈ ‘બ્રહ્મ’, કોઈ ‘કાલી’, તો કોઈ ‘રામ’, ‘હરિ’. ‘ઈશુ’, ‘દુર્ગા’ વગેરે વગેરે.

 

કાલી કેટલી કેટલી રીતે લીલા કરે છે ? તે આપણે જાણીએ  તો …

 

એ ઘણીયે રીતે લીલાં કરે છે. એ જ મહાકાલી, નિત્યકાલી, સ્મશાનકાલી, રક્ષાકાલી, શ્યામાકાલી, મહાકાલી, નિત્યકાલીની વાત તંત્રોમાં છે. જ્યારે સૃષ્ટિ હજી થઇ ન હતી, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, પૃથ્વી વગેરે હતાં નહિ, હતો માત્ર ગાઢ અંધકાર, ત્યારે એકલાં મા નિરાકાર, મહાકાલી મહાકાલ સાથે બિરાજી રહ્યાં હતાં.

 

‘શ્યામા-કાલીનો ઘણે અંશે કોમળભાવ, વર-અભ્ય-દાયિની. ગૃહસ્થોના ઘરમાં તેની જ પૂજા કરવામાં આવે. જ્યારે મહામારી, દુષ્કાળ, ભૂકંપ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વગેરે થાય ત્યારે રક્ષા-કાલીની પૂજા કરવી જોઈએ. સમશાન-કાલીની સંહારમૂર્તિ, શબ, શિયાળ, જોગણી, ડાકણો વગેરે બધાંની વચ્ચે સ્મશાનમાં રહેનારી. તેને હોય છે રુધિરની ધારા, ગળામાં   મુંડમાળા. કેડે નરહસ્તનો કમરબંધ. જ્યારે જગતનો નાશ થાય, મહાપ્રલય થાય ત્યારે મા સૃષ્ટિનાં બીજ બધાં ભેગાં કરીને રાખી મૂકે. ઘરમાં સ્ત્રીઓની એક એવી માટલી હોય, કે જેમાં ગૃહણી જાતજાતની ચીજો સંઘરી રાખે.

 

ઘરની સ્ત્રીઓ એવી એક માટલી રાખે. તેમાં સમદરફીણ, ગળીની ગોટી, કાકડી, પતકોળાં તેમ જ દૂધીના બી વગેરે નાની નાની પોટલીઓમાં બાંધીને રાખી મૂકે. જરૂર પડ્યે બહાર કાઢે.

મા બ્રહ્મમયી સૃષ્ટિના નાશ પછી એવાં બધાં બીજ સંઘરી રાખે.

સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછીએ આદ્ય-શક્તિ જગતની અંદર જ રહે. જગતને પ્રસવ કરે, તેમ જ તેની અંદર રહે. વેદમાં છે ઊર્ણનાભિ: એટલે કરોળિયાની વાત, કરોળિયો પોતાની અંદરથી જ જાળ બહાર કાઢે, તેમ જ પોતે એ જાળની અંદર રહે.  તે જ પ્રમાણે ઈશ્વર જગતનો આધાર અને આધેય બંને.

(રા.જ.૧૦/૦૩-૦૪/રા.ક.ભા.-૧, ખ.-૫,અ.-૪)

 

(૨) મા ના ગરબા …  માણવા નીચે આપેલ પ્લેયર ની લીંક પર ક્લિક કરશો  …. (ત્રીજું નોરતું)….

 

 

(૧) મા ગરબે તે રમવા…

 

 

 

(૨) આજ મારે આંગણે આનંદ …

 

 

 (૩) માડી તારા મંડપ રોપીએ …

 

.

 

(૪) વહેલી આવ રે માવલડી …

 
.

 

(૫) દુહા છંદ …

 

 

બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ અને રાસ- ગરબા આપને પસંદ આવ્યા  હોય તો,  આપ આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.  ‘દાદીમા ની પોટલી’.