ગર્ભાવસ્થા સમયે થતું હાઈ બ્લડ પ્રેશર અને હોમીઓપથી …

ગર્ભાવસ્થા સમયે થતું હાઈ બ્લડ પ્રેશર અને હોમીઓપથી …

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

hyper tention.1

 

ગર્ભાવસ્થા દરમ્યાન થતી અલગ અલગ સમસ્યા ઓ અને તેના ઉપાયો વિષે આપણે છેલ્લા થોડા સમય થી લેખ દ્વારા વાત કરી રહ્યા છીએ. આપના વારંવાર મળતા પ્રતિભાવો પણ મને વધુ ને વધુ લખતા રહેવા ઉત્સાહ આપે છે એ ખાસ.

 

સામાન્ય ભાષા માં બ્લડ પ્રેસર એટલે બ્લડ ને ધમની મારફતે વહેવા માટે જે દબાણ આપવું પડે તે.

 

જે સામાન્ય સંજોગોમાં કોઈ એક વ્યક્તિ માં ઉપરનું 120 અને નીચેનું 80 જેટલું હોય .જેમાં ઉપરનું 140 થી પણ ઉપર રહેવા માંડે કે નીચેનું 90 થી ઉપર રહેવા માંડે ત્યારે તેને હાઈ બ્લડ પ્રેસર કે હાઈપર ટેન્શન રહે છે એવું કહી શકાય.

 

ગર્ભાવસ્થા સમયે બી પી હાઈ રહેવું એ માતા અને વિકસતું બાળક બંને માટે જોખમી સાબિત થઇ શકે છે. વધુ બ્લડ પ્રેસર ની પ્રતિકુળ અસર હળવી થી ભારે માત્રામાં હોઈ શકે.

 

 

ગર્ભાવસ્થા સમયે હાઈપર ટેન્શન ની સમસ્યા ધરાવતી સ્ત્રીઓમાં જરૂરી સાવચેતી રાખતા માતા કે બાળક બંને માં કોઈ ગંભીર સમસ્યા ટાળી શકાય છે.

 

આ લેખ માં આપણે સમજવા પ્રયત્ન કરીશું કે ગર્ભાવસ્થા દરમ્યાન અચાનક જ બ્લડ પ્રેશર શા માટે વધુ આવવા લાગે છે અને એના જોખમો અને ઉપાયો કયા કયા? …

 

અહી હાઈપરટેન્શન ને ટૂકાક્ષર માં હાઈ બી પી તરીકે સમજશું …

 

માતામાં હાઈ બી પી ના પ્રકારો:

 

માતા માં કયા સમયે હાઈ બી પી રહે છે એ પ્રમાણે તેના નીચે મુજબ 3 પ્રકાર પડી શકે:

 

A]  ક્રોનિક હાઇપરટેન્શન :

 

જેમાં માતામાં હાઈ બી પી ગર્ભાવસ્થા પહેલા તેમજ તેના 20 અઠવાડિયા જેટલા સમય પહેલા જ હોય છે અને પ્રસૂતિ થયા પછીના 12 અઠવાડિયા સુધી રહેતું હોય છે.

 

B]  જેસ્ટેશનલ  હાઈપરટેન્શન (જેને પ્રેગનેન્સી ઇન્ડ્યુઝ્ડ હાઈપરટેન્શન પણ કહે છે)

 

જેમાં માતામાં ગર્ભાવસ્થા ના 20 અઠવાડિયા પછી હાઈ બી પી રહે છે તેમજ મોટેભાગે પ્રસૂતિ થયા બાદ તે રહેતું નથી.

 

 

C]  પ્રિએક્લેમ્પસિઆ

 

જેમાં માતામાં ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા પછી હાઈ બી પી તેમજ તેના પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ  વધુ જોવા મળે છે.

 

જો આ પરિસ્થિતિમાં યોગ્ય સમયે યોગ્ય પગલા ન ભરાય તો માતા તથા બાળક બંને માટે આગળ જતા  જોખમી સાબિત થઇ શકે છે.

 

ગર્ભાવસ્થા સમયે હાઈ બી પી ના કારણો:

 

અહી ક્રોનિક હાઇપર ટેન્શન ના કારણો સમજવા એ આખો અલગ મુદ્દો બની રહેશે .માટે ફરી ક્યારેક અલગથી આ મુદો સમજીશું.

 

આમતો પ્રેગનેન્સી ઇન્ડ્યુઝ્ડ હાઈ બી પી ના કોઈ ચોક્કસ કહી શકાય એવા કારણો નથી. પણ હા, નીચે મુજબ ના પરિબળો થોડા ઘણા અંશે જવાબદાર જરૂર છે.

 

 • ગર્ભાવસ્થા પહેલાથી જ સ્ત્રી માં હાઈ બી પી હોવું

 

 • મૂત્રપીંડ સંબંધી કોઈ રોગ હોવો

 

 • ડાયાબીટીઝ

 

 • અગાઉ ની ગર્ભાવસ્થા સમયે પણ આ તકલીફ હોવી

 

 • માતાની ઉમર 20 થી ઓછી કે 40 થી વધુ હોવી

 

 • એકસાથે એ સમયે એક કરતા વધુ ગર્ભ હોવા

 

માતામાં હાઈ બી પી ના લક્ષણો :

 

 

સતતપણે માથાનો દુખાવો થવો

 

 

 • આંખ દ્વારા જોવાની ક્ષમતા માં ફેરફારો થવા જેમકે જાંખુ દેખાવું, અતિશય ઉજાસ સમયે ન દેખાવું કે તદન ન દેખાવું વગેરે

 

 • માતાના વજનમાં એકદમ વધારો થવો (1 અઠવાડિયામાં સરેરાશ 2 કિ।ગ્રા થી વધુ વજન વધવું)

 

 • ચક્કર આવવા

 

 • નાકમાંથી લોહી પડવું

 

 • થાક લગાવો

 

 • ઉબકા ઉલટી થવા

 

 • શરીરમાં કોઈ જગ્યા એ સોજા આવવા

 

 

માતામાં ગર્ભાવસ્થા સમયે હાઈ બી પી ને પરિણામે સંભવિત જોખમો :

A]  ગર્ભાશયમાં બાળકનું રક્ષણ, ઉછેર તેમજ પોષણ માટે ખૂબ જરૂરી એવા પ્લાસનતા ને મળતા રુધીરનું પ્રમાણ ઘટી જવું.

 

રુધીરનું પ્રમાણ ઘટી જવા ને પરિણામે બાળકના વિકાસ માટે જરૂરી ઓક્સીજન , પોશક્તત્વો વગેરે જરૂરી પ્રમાણમાં મળી શકતા નથી માટે જન્મ સમયે  બાળકનું વજન ઓછું  હોવાનું જોખમ રહે છે.

 

B]  પ્લેસનતા ગર્ભાશયથી છૂટું પડી જઈ શકે પરિણામે બાળકમાં ઓક્સિજનનું પ્રમાણ અવરોધાય છે તેમજ માતામાં ર્વધુ પ્રમાણમાં રક્ત સ્ત્રાવ શરુ થઇ જાય છે જેનું  તાત્કાલિક  ધોરણે નિરાકરણ ન થાય તો વધુ તકલીફ ઉભી થઇ શકે છે.

 

C]  નિયત સમયથી વહેલી પ્રસૂતિ  થઇ શકે

 

 

ઘણી વખત જોખમી સમસ્યા ટાળવા માટે માતામાં યોગ્ય સમયથી વહેલી પ્રસૂતિ કરાવી પડે છે.

 

આટલું જરૂર કરો:

 

ગર્ભાવસ્થા પહેલા   …

 

 

સૌ પ્રથમ તો હું એ વાત ઉપર જ ભાર મુકીશ કે જો કોઈ સ્ત્રી એ જાણતી હોય કે તેને હાઈ બી પી ની સમસ્યા છે તો બાળક કે પ્રેગનેન્સી અંગે વિચારે એ પહેલા જ એણે સાવધ થઇ સમસ્યા નું નિરાકરણ કરવા તરફનું પગલું ભરવું જોઈએ.

 

હવે આવા સમયે યોગ્ય તબીબ પાસે જરૂરી ચેક એપ્સ તેમજ નિયમિત સમયે ફોલ્લો પ્સ જાળવી કાળજી લેવાય એ ખૂબ જરૂરી બને છે.

 

ગર્ભાવસ્થા સમયે …

 

નિયત સમયે યોગ્ય ગાયનેક ડોક્ટર ની સલાહથી દર વિઝીટે જરૂરી રીપોર્ટસ કરાવતા રહેવા, જરૂર પડે તો પેશાબ તેમજ લોહીની તપાસ કરાવવી પણ આવશ્યક છે. ઉપરાંત, બાળક નો વિકાસ દર યોગ્ય જ થઇ રહ્યો છે એ પણ તપાસવું જરૂરી બની રહે છે.

 

ઉપરાંત નીચે મુજબની બાબતોનું માતા ખાસ ધ્યાન રાખે :

 

કારણ વિનાની ચિંતા કે તાણ ના લેવી

 

તકલીફ ના પડે એ રીતે હળવી કસરત કરવી

 

સવારે નિયમિત ચાલવું

 

તાજા ફળો અને શાકભાજીનો આહારમાં ઉપયોગ વધારવો.

 

hyper tention.3hyper 2

 

 

 

 

 

 

 

 

માતામાં ગર્ભાવસ્થા સમયે હાઈ બી પી ના ઉપાયો :

સૌ પ્રથમતો ગર્ભાવસ્થા સમયે નિયમિત ચેક અપ યોગ્ય ગાયનેકોલોજીસ્ટ દ્વારા થતા રહે એ અગત્યનું પગલું છે.

 

એવે સમયે જો માતાનું   બી પી હાઈ રહે છે એવી જાણ થાય કે તુરંત જ એ ડોક્ટર દ્વારા જે પગલા લેવાય એ માતા એ અનુસરવા જોઈએ.

 

આવે વખતે ડોક્ટર માતા દ્વારા ગર્ભાવસ્થા સમયે લઇ શકાય એવી જ બિન હાનીકારક દવા આપતા હોય છે.

 

 

ખાસ કરીને જેમને ગર્ભાવસ્થા પહેલાથી જ આ સમસ્યા રહેતી હોય માતા બનતા પહેલા જો સ્ત્રીની પ્રકૃતિનો સંપૂર્ણ અભ્યાસ કરીને યોગ્ય દવા આપવામાં આવે તો હાઈ બી પી જેવી સમસ્યા કે અન્ય કોઈ પણ સમસ્યા સામે હોમિયોપેથી એક અગત્યની ઉપચાર પદ્ધતિ બની રહે છે. 

hyper tention.4

 

 

 

 

 

 

 

 

ગાયનેકોલોજીસ્ટની સલાહ થી લેવાતી દવા ઉપરાંત હોમિયોપેથીની પણ ઘણી દવાઓ છે જે માતામાં બી પી સાથે સંબંધિત તમામ લક્ષણોને દૂર કરવામાં એકદમ અગત્યનો ફાળો ભજવે છે.

 

જેમ કે,

Natrum mur

Nux vom

Lachesis

Coffea

Cortisone

Adrenalin

Glonoine

Digitalis

Crategus

Baryta mur

Veratrum viride

Viscum alb

 

 

વગેરે દવાઓ ખૂબ રાહત આપે છે.

 

 

ઉપરાંત,

 

 

Apis melifica

Arsenicum alb

Acetic acid

apocynum

 

જેવી દવાઓ પગે કે શરીરમાં બીજે ક્યાય આવેલા સોજા મા જાદૂઈ કામ કરે છે.

 

 

પ્લેસીબો:   

 

 

Before you were born I carried you under my heart. From the moment you arrived in this world until the moment I leave it, I will always carry you in my heart.

Mandy Harrison
 

 

 


dr.greeva

 
ડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯

 
 ૬- નંદનવન ચેમ્બર્સ, ટાઉન હોલ સામે,

અમદાવાદ –૩૮૦૦૦૬ (ગુજરાત)

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે    Privacy  જાળવવી જરૂરી હોય તો આપની વિગત – [email protected]  અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા મોકલશો. – (જેમાં શક્ય હોય તો વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’