દિપાવલીમાં ફલદાયક લક્ષ્મી, ઇન્દ્ર અને કુબેરનું સ્થાન …

દિપાવલીમાં ફલદાયક લક્ષ્મી, ઇન્દ્ર અને કુબેરનું સ્થાન …

 

 

lakshmiji poojn

 

 

હિન્દુ ધર્મમાં બધાં જ દેવી દેવતાઓને જુદા જુદા માસના અધિપતિ બનાવવામાં આવ્યાં છે. નવરાત્રીમાં શક્તિ પૂજન, શ્રાવણ માસમાં શિવજી અને કૃષ્ણનું પૂજન, ભાદરવા માસમાં ગણપતિનું પૂજન, કારતક માસમાં કાર્તિકેયજીનું પૂજન તેજ રીતે આસો માસ એ કુબેર અને મહાલક્ષ્મીજીને અર્પિત થયેલો છે.  

 

કુબેરનું સ્થાન :  કુબેર એ દેવોનાં નિધિધ્યક્ષ છે, પરંતુ તેઓનું પૂજન એકલા નથી કરવામાં આવતું.  શાસ્ત્રોમાં કુબેરનું પૂજન ભગવાન શિવ, મહાલક્ષ્મી અને ભગવાન ગણપતિ સાથે માન્ય ગણવામાં આવ્યું છે.  દિપાવલીમાં પ્રત્યેક હિન્દુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની સ્થાપના એવં પૂજનના સર્વાધિક મંગલ મુહૂર્ત જાણવા માટે અત્યંત ઉત્સુક હોય છે.  આ દિવસોમાં રિધ્ધિ, સિધ્ધી અને બુધ્ધિના પ્રદાતા ભગવાન શ્રી ગણપતિનું પૂજન અને સુખ, સમૃધ્ધિ અને ધનની દેવી શ્રી લક્ષ્મીજીની અનુકંપાથી સંસારનું સમગ્ર સુખ મળે છે.  ઉપનિષદમાં કહ્યું છે કે ધર્મનું અનુષ્ઠાન કરવા માટે ગૃહસ્થાશ્રમીઓએ શુભ યોગમાં પૂજન કરવું જોઈએ. વેદોમાં પણ આ પ્રકારના યોગોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ગૃહસ્થજનો માટે ત્રણ પ્રકારના યોગો અતિ શુભ હોય છે.

 

લક્ષ્મીનું સ્થાન :   ઉપનિષદમાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે સાગરકન્યા લક્ષ્મીજી ચંચલ સ્વભાવનાં હોવાથી તેમને ચંચલાનાં નામથી ઓળખવામાં આવે છે.  તેથી ભક્તોજનોએ એવા મંગલ મુહૂર્તમાં પૂજા કરવાથી ચંચલ લક્ષ્મીજી સ્થિર થઈને બેસી જાય છે.  ચંચલસ્વરૂપ શ્રી લક્ષ્મીજીની પ્રસન્નતા મેળવવા માટે ગૃહસ્થજનોએ આસો માસની અંતિમ અમાવસ્યાને દિવસે સૂર્યાસ્ત થયા બાદ જે લક્ષ્મી યોગ આવે છે તેમાં જો ગૃહસ્થો લક્ષ્મીજીનું અને કુબેરનું ભાવપૂર્વક પૂજન કરે તો તેમનાં સમસ્ત ધનને લગતા સંકટો દૂર થઈ જાય છે.   શાસ્ત્રોએ કહ્યું છે કે દિપાવલીની રાત્રિનાં પ્રથમ પ્રહરમાં લક્ષ્મીપૂજન કરવાનું એ સમાજનાં દરેક વર્ગ માટે સરળ રહે છે તેનું કારણ એ છે કે દિપાવલી એ તહેવારનો સમય હોવાથી કુટુંબીજનો એકઠા થઈ આનંદમંગલ કરી રહ્યા હોય છે.  વેદોમાં કહ્યું છે કે લક્ષ્મીજી એવા જ ગૃહમાં પધારે છે જે ગૃહમાં સ્વજનો આનંદપૂર્વક રહેતા હોય, ગૃહમાં કલહ કંકાશ ન હોય, જે ગૃહનું આંગણું દીપોથી પ્રજવલિત  થઈ રહ્યું હોય, ગૃહનું આંગણું સ્વચ્છ હોય અને સુંદર રંગોળી દૈદીપ્યમાન હોય, ગૃહનાં દેવતાનું ભાવપૂર્વક પૂજન થઈ રહ્યું હોય, ઘર ફૂલોની સુગંધથી મહેંકી રહ્યું હોય તેવા ગૃહમાં માતા લક્ષ્મી પ્રસન્નતાપૂર્વક ભગવાન નારાયણ અને નિધિધ્યક્ષ કુબેર સાથે સ્થિર થઈ બિરાજી જાય છે.

 

ઇન્દ્રનું સ્થાન :  ગૃહસ્થજનો માટે શુભ એવા ઇંદ્રયોગનું પણ ઉપનિષદમાં અને વેદોમાં વર્ણન જોવા મળે છે.  વેદોમાં કહ્યું છે કે દિપાવલીનાં દિવસની રાત્રીનો બીજો પ્રહર તે ઇન્દ્ર યોગ તરીકે ઓળખાય છે.  આ યોગ દેવોનાં રાજા ઇન્દ્ર સાથે જોડાયેલો છે.  જેમ ઇન્દ્ર એ દેવોમાં ઉચ્ચસ્થાન ધરાવતો દેવ છે તે જ રીતે આ યોગ પણ સમાજમાં ઉચ્ચસ્થાન ધરાવનાર લોકો માટે માનવામાં આવે છે.  મોટા હોદ્દા પર બિરાજી રહેલા ઓફિસરો અને અધિકારીઓ માટે આ ઇન્દ્રયોગ વિશેષ અનુકૂળ છે તેમ શાસ્ત્રોનું કથન છે.  અધિકારીઓ સિવાય પણ આ વિશેષ સ્થાન પર જવા ઇચ્છુક લોકો માટે પણ ઇન્દ્ર યોગ દરમ્યાન કરેલ પૂજન યોગ્ય માનવામાં આવ્યું છે.

 

કુબેરનું સ્થાન :  દિપાવલીનાં દિવસની રાત્રીનો ત્રીજો પ્રહર તે કુબેરદેવને અર્પિત થયેલો છે. વ્યાપારીઓ દ્વારા આ યોગમાં કરેલ પૂજન તે વ્યાપારીઓની સર્વ ઈચ્છા પૂર્ણ કરે છે તેવું શાસ્ત્રોક્ત કથન છે.  આ સમય દરમ્યાન વ્યાપારીઓનાં મુખ્ય બૈઠક પર કરાયેલું પૂજન અત્યંત ઇષ્ટ હોય છે તેમ કુબેરશાસ્ત્રમાં જણાવેલ છે.  પરંતુ વ્યાપારીઓની મુખ્ય બૈઠક એટ્લે શું એ પ્રશ્ન સહજ રીતે થાય.  કુબેર શાસ્ત્રમાં કહ્યું છે કે જે સ્થળ પર વ્યાપારી બેસીને પોતાનો વ્યાપાર ચલાવતો હોય તે જગ્યાને બૈઠક કહે છે દા.ત.  કોઈ પોતાની દુકાનમાં ગાદી પર બેસે છે તો કોઈ ચેર પર બેસે છે, સમય અનુસાર બૈઠકમાં ભલે વિવિધતા આવી હોય પરંતુ આ બૈઠકની જગ્યા પર કરેલું દિપાવલી પૂજન લાભદાયક સિધ્ધ થાય છે.   ઉપનિષદમાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે અશ્વિન માસમાં લક્ષ્મી યોગ, કુબેર યોગ અને ઇન્દ્ર યોગ પોત પોતાના નામ અનુસાર ભક્તોને ફલ પ્રદાન કરે છે.

 

 

સાભાર : પૂર્વી મોદી મલકાણ –(યુ એસ એ)
                 [email protected]

 

 LAKSHMIJI

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

આજની પોસ્ટ પુન: પ્રસિદ્ધિ માટે અનુમતિ આપવા બદલ અમો શ્રીમતિ પૂર્વીબેન મલકાણ – (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

પૂરક માહિતી :

 

 

પૂજન સમયે રાખો આ સાત વાતોનું ધ્યાન, તો લક્ષ્મી કરશે ઘરે વાસ …

 

 

૧]  સામાન્ય રીતે આપણે પૂજા આપણી મનોકામના પૂરી કરવા કે પછી લક્ષ્મી પ્રાપ્તિ – ધન પ્રાપ્તિ માટે કરીએ છીએ પણ તેના પણ વિધાનો છે, જો તે પાળવામાં ન આવે તો પૂરી રીતે તેની પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી.

આ વિધાનો ન પાળવામાં આવે તો લક્ષ્મી પૂજા પણ નિષ્ફળ જાય છે અને ભક્તને ધન, યશ, માન-સન્માન પ્રાપ્ત નથી થતાં. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કાર્યો વર્જિત ગણવામાં આવે છે, જે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્તિમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે.

 

 

૨]  – વાયુપુરાણ અનુસાર જે પણ વ્યક્તિ સ્નાન કર્યા વગર તુલસીનું પાન તોડે અથવા તો તેના દ્વારા દેવતાઓની પૂજા કરે છે. દેવતા તેની પૂજા સ્વીકાર નથી કરતા અને ધનની દેવી લક્ષ્મીજી પણ તેનાથી રીસાઈ જાય છે. આ માટે સ્નાન કર્યા પછી જ તુલસીના પાન પૂજનીય કે અન્ય કોઈ કાર્ય માટે તોડવા જોઈએ.

 

૩]  – ધર્મશાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ ભગવાન પર વાસી ફૂલ અર્પણ કરે છે, માતા લક્ષ્મી તેના ઘરથી ચાલી જાય છે. એવા વ્યક્તિને અહીં હંમેશા ધનનો અભાવ રહે છે.

 

૪]  – દેવતાઓની પૂજા કરતા સમયે શુદ્ધ ઘીનો દીવો પોતાની જમણી તરફ અને તેલનો દીવો તમારી ડાબી તરફ રાખવો જોઈ. એવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્ત પર કૃપા કરે છે.

 

૫]  – મહાલક્ષ્મી તેને તરત ત્યાગ કરી દે છે, જે અસ્વચ્છ અવસ્થામાં દેવતાનું પૂજન કરે છે. અસ્વચ્છ અવસ્થાનો અર્થ દાંતણ કે બ્રશ કર્યા વગર, સ્નાન  કર્યા વગર, મેલા કપડા પહેરીને – સ્વચ્છ કપડા પહેર્યા વગર. આ સાથે સાથે  પૂજન કરતા સમયે મનની અવસ્થા પણ સ્વચ્છ થવી જોઈએ એટલે મનમાં કોઈ પ્રકારનો વિકાર ન હોવો જોઈએ. બહારની સફાઈ સાથે અંતરની શુદ્ધિ એટલી જ જરૂરી છે. શુદ્ધ મનથી પૂજા કરવી જોઈએ.

 

૬]  – દેવતાઓની પૂજા કરતા સમયે કોઈ પર ક્રોધ ન કરવો જોઈએ. એવું કરવાથી માતા લક્ષ્મી રીસાઈ જાય છે અને દેવતા પણ એવા પૂજનનો સ્વીકાર કરતા નથી. આ માટે શુદ્ધ મનથી પૂજન કરવાથી પણ દેવી લક્ષ્મીની કૃપા થાય છે

 

૭]  – ધર્મ ગ્રંથો અનુસાર પૂજનમાં પ્રગટાવવામાં આવતા દીવાને પણ ક્યારેય જાતે કરીને હોલવવવો નહીં. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે દેવતાઓની સમાન પ્રગટાવવામાં આવેલ દીપક દક્ષિણ દિશા તરફ ન રાખવો જોઈએ.

 

સાભાર સૌજન્ય : દિવ્યભાસ્કર દૈનિક

 

નોંધ : ઉપર દર્શાવેલ કોઈ પણ નિયમ કોઈ જડ નિયમમાં – માન્યતામાં કે  અંધશ્રદ્ધામાં ન ફેરવવો જોઈએ.  શુદ્ધ મન દ્વારા કરેલ કોઈ પણ પૂજા ઈશ્વરને માન્ય હોય જ ….  એવી અમારી સમજ છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … (૧૧)

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૫૭-૫૮) …
-મહેશ શાહ, વડોદરા …

[ભાગ -૧૧]

 

vallabh sakhi

 

vallabh

 

 

શ્રી વલ્લભ  શ્રી વલ્લભ જે કહે, રહત સદા મન તોષ
તાકે પાતક યોં જરે, જ્યોં સૂરજ તે ઓષ ||૫૭||

 
૫૪ મી સાખીમાં કહયું હતું તેમ શ્રી વલ્લભના ભક્તોના મુખમાં આપનું નામ સદા સર્વદા બિરાજે છે. શ્રી હરિરાયજી કહે છે કે જે ભક્તો શ્રી વલ્લભનું નામ ઉચ્ચારતા રહે છે તેમના હૃદયમાં સદા સંતોષમય સંતૃપ્તિનું સરસ સામ્રાજ્ય સમાયેલું હોય છે. નામ ઉચ્ચારતા રહેવું એટલે સતત શ્રી વલ્લભના ચરણારવિંદનું અનુસંધાન રાખીને તેમના સ્મરણમાં રત રહેવું.  આવું ત્યારે જ થાય જ્યારે શ્રી વલ્લભમાં દ્રઢ, અતુટ, અનન્ય શ્રધ્ધા અને ભક્તિ હોય. આવા ભક્તોના તન મનમાં એક જ પદ સતત ગુંજતુ રહે છે, એક જ ભાવના રહે છે, એક જ આશ્રય હોય છે: ‘મેરો તો આધાર શ્રી વલ્લભકે ચરણારવિંદ’. આ ભક્તોને માટે માથાનો મુગટ કહો કે, ગળાનો કે હૃદયનો હાર, સર્વ સારનો સાર  બધું જ શ્રી વલ્લભના ચરણારવિંદ છે.

 

આવા સર્વ સારના પણ સાર શ્રી વલ્લભના ચરિત્ર  સાગરમાં ડૂબકી લગાવી શ્રી ગુસાંઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર ૧૦૮ નામ રત્નોથી સજાવ્યું છે. આવો તેમાંના થોડા યાદ કરીને ધન્ય થઈએ.

 

શ્રી વલ્લભ સહજ સુંદર (સર્વો. સ્તો. શ્લો. ૩૨) અને અતિ મોહન (શ્લો. ૨૭) હોઈ ભક્તો સદા તેમનું નામ રટે છે. આપ પૂર્ણકામ:, પૂર્ણાનંદ: (બન્ને શ્લોક ૧૯) છે, આપ હંમેશા પોતાના આનંદમાં મગ્ન રહેનાર (સ્વાનંદતુંન્દીલ શ્લો.૧૩) હોઈ આપના ભક્તોના હૃદયમાં પણ સદા સકલ સંતોષનું સુખ સામ્રાજ્ય રહે છે.  વળી આપ નિખીલેષ્ટદ: (શ્લો.૧૨) એટલે કે  ભક્તે જે કાંઈ પ્રભુના સ્વરૂપ સંબંધી ઈચ્છયું  હોય તે સર્વ આપનારા હોઈ આપના ભક્તો કૃપા-વર્ષા માટે વિશ્વસ્ત રહે છે.  તેથી સદા સંતુષ્ટ હોય છે.

 

આ ભક્તોને શ્રી વલ્લભની ભક્તિનું ફળ નથી જોઈતું. તેઓ તો નિષ્કામ ભક્તિના આદર્શ ઉદાહરણ છે. તેમને તો બસ શ્રી વલ્લભના પરમ પ્રેમના પીયુષ પીવા છે. ભક્તિના ફળરૂપે કાંઈ મળે તેવી અપેક્ષા રાખીએ તો તે સકામ ભક્તિ ગણાય. એક હાથે આપી બીજા હાથે લઇ લેવાની વેપારી વૃત્તિ ગણાય. પ્રેમલક્ષણા ભક્તિમાં સર્વસ્વ સમર્પી સંતુષ્ટ થવાનું હોય છે. ભક્તોને ભલે અપેક્ષા ન હોય પણ સમર્થ શ્રી વલ્લભના ચરણારવિંદનું સાનિધ્ય નિરર્થક જઈ જ ન શકે. આપ અદેયદાન દેવામાં દક્ષ એટલે કે કુશળ (શ્લોક ૧૧) છે. દુન્યવી અગ્નિનો પણ એ ગુણધર્મ છે કે જે કાંઈ પણ તેના સંપર્કમાં આવે તેને શુદ્ધ કરે છે, તો પછી  શ્રી વલ્લભ તો આધિદૈવિક અગ્નિ સ્વરૂપ (વૈશ્વાનર:) છે. તેમના સંપર્કમાં ભક્ત માટે જે કાંઈ બાધક છે, જે કાંઇ પ્રભુની પ્રાપ્તિમાં અવરોધરૂપ છે તે આપોઆપ બળી જાય છે. જીવે અનેક જન્મોના કર્મોની ગાંઠડી બાંધી હોય તે પ્રભુ મિલનમાં અંતરાય બની શકે તે બધા જ પાપ અને બધા જ બંધનો બળી જાય છે. ભક્ત પાવન બને છે.આથી જ સર્વોત્તમ સ્તોત્રમાં (શ્લો.૨૭) આપનું ‘પતિત પાવન:’ નામ કહેવાયું છે. શ્રી વલ્લભ પોતાના ભક્તને  પ્રભુને પામવા માટે જરૂરી પવિત્રતા અને યોગ્યતા અનાયાસે જ આપી દે છે કારણ કે આપ ‘ભક્તમાત્રાસક્ત’  (શ્લો.૨૭) છે.  સવારમાં વનસ્પતિ ઉપર ઝાકળ બિંદુઓ બાઝી ગયા હોય તે સૂર્યના આગમનની એંધાણીએ જ નષ્ટ થઇ જાય છે. સૂર્યે તે માટે વિશેષ પ્રયત્ન કરવાનો રહેતો નથી. તેનું આગમન કે તેની હાજરી જ પુરતી છે. તેવી જ રીતે ભક્ત તો શું શ્રી વલ્લભે પણ પ્રયત્ન કરવાનો રહેતો નથી. આપના ઉગ્ર પ્રતાપ (શ્લો.૧૫)ના બળે સર્વ પાતક અનાયાસે જ બળી જાય છે. પાપ નાશથી ભક્ત પ્રભુને લાયક બને છે. શ્રી યમુનાષ્ટકમાં કહયું છે તેમ ‘તનુનવત્વ’ સિદ્ધ થાય છે.

 

શ્રી વલ્લભ શ્રી વલ્લભ ભજે, સદા સોહિલો હોય |
દુ:ખ ભાજે દારિદ્ર ટરે, વૈરી ન ગાજે કોય ||૫૮|

 

ઉપરની જ વાત આગળ વધારતાં શ્રી હરિરાયજી શ્રી વલ્લભના ભક્તોના સૌભાગ્યની વાત કરે છે. જેમને માથે શ્રી વલ્લભ જેવા ધણી હોય તે હંમેશા સુહાગી, સૌભાગ્યવાન હોય છે. લૌકીકમાં સધવા સ્ત્રીને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. સમાજમાં આવી સ્ત્રીને માન સન્માન મળે છે. તે પતિના આશ્રયે નિર્ભય બનીને જીવે છે કારણ કે તેને વિશ્વાસ હોય છે કે જરૂરત પડે તો તેનો પતિ તેનું ચોક્કસ રક્ષણ કરશે.  એવી જ રીતે વૈષ્ણવોના માથે શ્રી વલ્લભ બિરાજતા હોઈ તેઓ પણ ચિંતા રહિત, નિર્ભય થઈને જીવન વ્યતીત કરે છે. તેઓના મનમાં શ્રી વલ્લભના સેવક હોવાનો સૌભાગ્ય મદ છલકે છે. લૌકિક કે અલૌકિક કોઈ પણ વિપત્તિ આવે તો ભક્તને ખબર પણ ન પડે તેમ શ્રી વલ્લભ પોતાના ભક્તને તેનાથી બચાવી લે છે. એવી માન્યતા છે કે કલ્પવૃક્ષની નીચે ઉભા રહી જે ઈચ્છા કરીએ તે મળી જાય છે, આપણે ત્યાં કહેવાય છે કે માગ્યા વગર માતા પણ ન પીરસે પણ શ્રી વલ્લભ સ્વયં વગર માગ્યે અને વગર અપેક્ષાએ ભક્તનું ભલું કરતા રહે છે. સર્વ ભક્તોમાં આપ આસક્ત (શ્લો. ૨૭) છે. ભક્તપરાયણ હોઈ ભક્તોના માર્ગદર્શન માટે આપે વિપુલ સાહિત્યનું (નાના વાક્ય નિરૂપક:) (શ્લો. ૨૦) સર્જન કર્યું છે. ભક્તના ઉધ્ધાર માટે આપ સતત પ્રયત્નશીલ રહે છે. આથી જ શ્રી વલ્લભના ભક્તો સદા સુહાગી છે.

 

શ્રી વલ્લભને ભજવાથી વગર માગ્યે વિવિધ લાભ મળે છે. સૂર્યના આગમન પછી અંધારું નાશી જાય તેવી રીતે  જ શ્રી વલ્લભની ભક્તિથી દુઃખનો નાશ થાય છે. શ્રી હરિરાયજીની વાણી ગુઢ છે. ભક્તના દુ:ખના નાશની વાત છે પણ ક્યા દુ:ખ? ભક્તને લૌકિક દુ:ખની શું લૌકિક સુખની પણ દરકાર ન હોય. તેઓ તો ‘નિજેચ્છાત કરિષ્યતી’ નો વિવેક ધરાવતા હોય છે. આધિભૌક્તિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણે પ્રકારના દુ:ખ સહન કરવાનું ધૈર્ય અને અતૂટ આસ્થા અને અનન્ય આશ્રયનો  તેમના અંતરમાં આવાસ હોય છે. ભક્તોને પ્રભુ ન મળ્યાનું દુ:ખ સૌથી મોટું લાગે છે. એ દુ:ખ અને એ આર્તિ તો ખરાં જ અન્ય સઘળાં દુ:ખો પણ શ્રી વલ્લભના સ્મરણથી દુર થાય છે. આથી જ આપનું એક નામ ‘સ્મૃતીમાત્રાર્તિનાશન:’ (શ્લો. ૭) છે.

 

દારિદ્રયનો વ્યાપક અર્થ સમજવા આપણે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આર્થિક અભાવથી જ ગરીબ ન બનાય. તેનો ઉપાય તો  નાણાંથી  થઇ શકે છે. ભક્તનો આર્થિક અભાવ તો દુર થાય જ પણ આ તો શ્રી વલ્લભનું શરણ છે, ભાઈ! આપણે ભક્તિ, સ્નેહ, આશ્રય જેવા અનેક ઇચ્છનીય ગુણોની ગેરહાજરીથી ગ્રસિત ગરીબ હોઈ શકીએ છીએ. આવા દારીદ્રયો પણ  શ્રી વલ્લભની ભક્તિથી અનાયાસે દુર થઇ જાય છે.

 

ત્રીજો લાભ એ વર્ણવ્યો  કે ભક્તના બધા જ વેરી નબળા પડી જાય (ગાજતા બંધ થાય) છે. સૌ પ્રથમ તો સંસાર જ ભક્ત માટે વેરીનું કામ કરે છે કારણ કે અહંતા અને મમતાના પાશ  તેની આધ્યાત્મિક પ્રગતિને અવરોધે છે. તેવી જ રીતે માનવ મનમાં રહેલી અન્ય અનેક નબળાઈઓ (frailties) પણ વેરીનું કામ કરે છે. આ બધાનું જોર નરમ પડી જાય છે તેથી ભક્તિ તે બધા પર હાવી થઇ શકે છે. આ આંતરિક વેરીઓ ઉપરાંત સાંસારિક વેરીઓ પણ નબળા પડી જતાં ભક્તિમાર્ગે સડસડાટ પ્રગતિ શક્ય બને છે. આથી જ શ્રી વલ્લભના ભક્ત સદા સુહાગી સૌભાગ્યશાળી(lucky) બની રહે છે.

 

આજે આ સૌભાગ્યને સ્મરીને અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.  ક્રમશ:

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

(૧) વાળની સંભાળ … અને (૨) શિયાળામાં કાળજી રાખશો …

(૧)  વાળની સંભાળ …  અને  (૨)  શિયાળામાં કાળજી રાખશો …

 

 

HAIR CARE

 

 

વાળની સંભાળ …

 

નાહતા પહેલાં લીંબુની બે ફાડ કરી ધીમે-ધીમે પાંચ-દસ મિનીટ સુધી માથામાં ઘસો, પછી લીમડાનાં પાન ઉકાળેલા પાણી વડે માથું ધોવાથી માથાનો ખોડો દૂર થશે.

 

કાળી માટીને રાતભર છાશમાં પલાળી રાખી સવારે તેના વડે માથું ધોવાથી વાળ સુંવાળા અને મુલાયમ થશે.  માથાની ખોટી ગરમી પણ તેનાથી દૂર થશે.

 

માથું ધોવા માટે એક બીજું ઉમદા ચૂર્ણ પણ છે.  તલના તેલમાં તળેલાં આમળાનું ચૂર્ણ ૮ તોલા, સૂકું કોપરું ૪ તોલા અને કપૂરકાચલી, સુગંધીવાળો, મોથ, અગર-તગર, સુખડ તથા ગુલાબની સૂકી પાખડીઓ, એ દરેક એક એક તોલો લઇ, બધાંને બારેક વાટીને બારીક ભૂકો કરી રાખવો.  સ્નાન પહેલાં થોડી વારે થોડું પાણી લઇ અર્ધાથી એક તોલો આ ભૂકો તેમાં પલાળવો ને પછી એનાથી માથું ધોવું.

 

આમાંનું કંઈ જ ન બને તો ખાટા દહીંની (મલાઈ ઉતારેલી)  છાશ, એકથી બે ખાટાં લીંબુનો રસ ને થોડું મીઠું લઇ એનાથી વાદ ધોવાથી વાળનો મેલ, ચીકાશ વગેરે દૂર થઇ વાળનાં મૂળ સ્નિગ્ધ બનશે.

 

સવારનો હૂંફાળો તડકો પણ વાળને માટે ઘણો લાભદાયી છે.

 

ઉત્તમ તેલ :  લીલાં આમળાંનો રસ બે પાઉન્ડ, વાળો, મોથ, સુખદ, કપૂરકાચલી, ગુલાબનાં પાન આ દરેક અઢી તોલા અને ડમરો ૨૦ તોલા લો.  પ્રથમ સૂકાં વસાણાંને ખાંડીને ચૂર્ણ કરી, તેમાં ડમરો નાખી આમળાંના રસમાં લસોટી લુગદી નાખી ધીમે તાપે ઉકાળો.  પાણી બળી ગયે નીચે ઉતારી તેમાં એક તોલો કપૂર નાખો ને ઠંડુ પડ્યે ઉપયોગમાં લો.  વાળની અને માથાની માવજત માટે આ એક ઉત્તમ તેલ છે.

 

(ગ.ગુ.૧૦-૧૨/૪૮)

 

પૂરક માહિતી :

લાઈફ સ્ટાઈલ – પલ્લવી મહેતા

 સાભાર : મુંબઈ સમાચાર દૈનિક 
ઇન્સ્ટન્ટ હેર ટ્રીટમેન્ટ ઘરબેઠાં
   

 

ટીવી પર આવતી કમર્શિયલ જાહેરાત જુઓ તો લાગે જાણે ભારતની તમામ મહિલાઓની ફરિયાદ વાળ ખરવાની છે. માથામાં ખોડો થાય છે, સ્પ્લીટ એન્ડ, ઉંદરી ઈત્યાદિ. ઈત્યાદિ. તમામ, સમસ્યાનું એક સમાધાન હોય તેમ કોઈ હેર ઓઈલ કે શેમ્પુની બોટલ દશ્યમાન થાય. પરંતુ આ પૂરતું છે ? જવાબ છે ના. વાળની માવજત માગી લે છે થોડી માહિતી અને જતન.

ખરતા વાળઃ વાળને ખરતા અટકાવવા માટે સૌ પ્રથમ જરૂરિયાત છે સંપૂર્ણ વિટામિનયુક્ત આહારની. વિટામિનની ઉણપને કારણે વાળ ખરવા માંડે છે. દૂધ, ઈંડા, માખણ, લીલા શાકભાજી, ફળ, જ્યુસ કે સેલડ રૂપે લેવા જરૂરી છે.

વાળનો રંગઃ જુદા જુદા દેશની જુદી જુદી આબોહવા પ્રમાણે વાળના પ્રકાર પણ જુદા જુદા હોય છે. ગ્રે, બ્લોન્ડ, બ્રાઉન, કાળા વગેરે જુદા જુદા રંગના વાળ હોઈ શકે છે. ગ્રે કે બ્લોન્ડ હેર સામાન્ય રીતે ગોરી પ્રજામાં જોવા મળે છે. તેનું અનુકરણ કરવા હેર કલર્સનો ઉપયોગ હદ બહાર વધતો ચાલ્યો છે. હેર કલર્સ, સ્ટ્રેઈટર્નિંગ, આયર્નિંગ, પર્મિંગ જેવી ટ્રીટમેન્ટ વાળ ખરવાની સમસ્યાના મૂળમાં છે. વાળને બ્લીચ કરવાથી કે પર્મ કરવાથી એમાં વપરાતાં કેમિકલથી વાળ ખૂબ ઊતરે છે. ક્યારેક માથાનો દુઃખાવો પણ થાય છે.

હેર મસાજની સાચી રીત શું ?

માથામાં તેલ નાખવું આઉટડેટેડ વાત છે. પરંતુ, ગમે કે ન ગમે અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર તેલ નાંખવું જરૂરી છે. તેલ નાંખ્યા પછી ૨-૪ દિવસ તેલ વાળમાં રાખવાને કારણે રજકણો વાળના તેલ સાથે ચોંટી માથાના મેલમાં વધારો કરે છે. માથાના છિદ્રોને બંધ કરી દે છે. એટલે પરસેવા રૂપે અંદરના ઝેરી તત્ત્વો બહાર નથી આવી શકતા કે સૂર્યનો પ્રકાશ વાળના મૂળમાં નથી જઈ શકતો. તેથી રાત્રે તેલ નાંખ્યા પછી સવારે વાળ ધોઈ નાંખવાથી વાળ સ્વચ્છ રહેશે પણ સ્કેલ્પ પણ સ્વચ્છ રહે.

વાળને ઉપર ઉપરથી કાંસકી વડે ઓળવાને બદલે વાળને મૂળ સૂધી દાંતિયો પહોંચે એ રીતે વાળને ઓળવા જોઈએ. વાળ ધોયા પછી એને સૂર્યનો તાપ મળે તે રીતે ઓળવા જોઈએ. આમ કરવાથી માથામાં ખોડો થવાની શક્યતા નહીંવત્ જ રહેશે. ધોયા પછી પહેલા તડકામાં અને પછી છાંયે પંદરવીસ મિનિટ વાળને ઓળવા જોઈએ.

મ્હેંદીઃ વાળ જો બરછટ હોય તો આઠ કે પંદર દિવસે લીલી મ્હેંદી માથામાં નાંખશો, તો એથી વાળ ચમકદાર અને સુંવાળા બનશે. મ્હેંદી નાંખતા પહેલાં ગરમ હુંફાળું તેલ આંગળીના ટેરવા વડે પાથીએ પાથીએ નાંખી એને હળવે હાથે ઘસી વાળના મૂળમાં ઉતારશો તો વાળને પોષણ તથા મગજને ઠંડક મળશે. મૂળમાંથી વાળ મજબૂત થશે અને ચમકદાર થશે તેલ નાંખ્યા પછી.

માથામાં કાળી મ્હેંદી નાંખશો તો એ નુકસાનકારક છે જ, જે સફેદ વાળને કાળા કરવા વપરાય છે. આવી મ્હેંદીથી ક્યારેક ત્વચા ઉપર રીએકશન આવે છે. ફોડલીઓ થાય છે અને વાળ ખરવા લાગે છે. પહેલા કાનની પાછળના ભાગમાં પાણીમાં પલાળીને લગાડી જોવું પછી જ વાપરવી. બને તો બજારમાં મળતી હલકી વસ્તુનો ઉપયોગ ન કરો તો સારું. રીએકશન નથી આવતું, તેવી ખાતરી થાય પછી જ આવી કાળી મ્હેંદી વાપરવી. ખરેખર તો કાળી મ્હેંદી એ હલકા પ્રકારની હેર ડાય જ છે. લીલી મ્હેંદીના પાઉડરને અથવા લીલી મ્હેંદીના પાનને પીસીને પણ વાળમાં નાંખી શકાય. લોખંડની કડાઈમાં આમળાનો રસ અથવા તો પાઉડર નાંખી ચા અથવા કોફીના પાણીમાં મ્હેંદી પલાળવી. માથામાં નાંખતી વખતે જો ઈંડાનો બાધ ન હોય તો બે ઈંડા પણ ફેંટીને નાંખી શકાય. માથાના વચ્ચેના ભાગની લટ લઈ એને પલાળેલી મ્હેંદી લગાડી ગોળ વાળીને માથા પર મ્હેંદી વડે ચોંટાડી દેવી. ત્યારબાદ આજુબાજુથી એક એક ઈંચની લટો લઈ એને પલાળેલી મ્હેંદી લગાડી, આખા ચોરસ ઈંચમાં વાળ ઉપર મ્હેંદી લગાડીને પહેલી લટની આજુબાજુ વીંટાળી મ્હેંદીથી ચોંટાડતા જવું. આખા માથામાં આ રીતે મ્હેંદી લગાડી હેરડ્રાયરથી તેને તપાવી લેશો તો માત્ર બે કલાકમાં જ વાળ ધોશો, તો ચાલશે. બ્રાઉન કે કાળા વાળ હશે તો એ કેસરી
નહીં થાય. જો એ સફેદ વાળ હશે તો એ કેસરી થશે જ. લાંબા સમય સુધી મ્હેંદી લગાડવાનું જો ચાલુ રાખશો તો નાની વયમાં વાળ સફેદ નહીં થાય. વાળ સુંવાળા અને રેશમ જેવા મુલાયમ બનશે.

આમળાનો રસ અથવા કોપરાનું દૂધ પણ અઠવાડિયે બે વાર માથામાં નાંખવાની ટેવ રાખશો તો પણ વાળ ખરતાં બંધ થશે. કાળા થશે તેમ જ લાંબા મુલાયમ પણ થશે.

હેર ઓઈલઃ બહારથી મોંઘાદાટ હેરઓઈલ લાવવાને બદલે ઘરે બનાવેલું તેલ શ્રેષ્ઠ છે. મ્હેંદી, ગુલાબની પાંખડી, દૂધી, બ્રાહ્મી, સુગંધી વાળો તથા આમળાના રસનો ઉપયોગ કરશો તો તેલ સારું બનશે. આમળાની તૈયાર પડી પણ આ સાથે નાંખવા ઈચ્છો તો નાંખી શકાય. કોપરાનું તેલ વાળ માટે ઉત્તમ છે.

હેર કલર્સઃ

ક્યારેય નહોતું એટલું ગાંડપણ આજકાલ હેર કલર્સ માટે છે. મમ્મી હોય કે ભાભી. તમામને માટે હેરકલર્સ મસ્ટ છે. આ કલર કરેલા વાળનો રંગ ઝડપથી જતો નથી અને મૂળમાંથી જો વાળ નવા આવે છે તે સફેદ હોય છે. તેમ જ હેરડાયને કારણે માથાના વાળને ગરમી પણ લાગે છે અને કેન્સર થવાનો ભય છે. કેન્સર થવાની ઘણી બધી શક્યતામાં હેર ડાયને પણ એક કારણ ગણાવ્યું છે.

ઈમ્પોર્ટેડ હેરડાયથી પણ નુકસાન તો થાય જ છે. માટે ઘરે બનાવેલી આમળા બ્રાહ્મી અને કોફીની હેરડાય વાપરવી. બને ત્યાં સુધી એક જ પ્રકારની વસ્તુ વાળ ધોવા માટે વાપરશો તો નુકસાનમાંથી બચી જશો. એકલા અરીઠાને ઉકાળીને વાળ ધોવાથી પણ વાળ સુંદર થાય છે. ઘરે શેમ્પૂ બનાવશો તો વાળને સુંદર રાખવામાં મદદરૂપ થશે.

 

(૨)  શિયાળામાં કાળજી રાખશો …

 

SKIN CARE

 

 

શિયાળાની ઋતુ સ્વાસ્થય સંબંધિત અનેક સમસ્યા લાવે છે.

 

શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ ઘટવાથી શુષ્કતા વધે છે.  શુષ્કતાને કારણે ત્વચા અને આંખ સૂકાય છે.  હોઠ ફાટે છે, હાથ – પગમાં ચીરા પડે છે.  ડ્રાયસ્કિન ડિસઓર્ડર ધરાવનારને તો શિયાળામાં વધુ તકલીફ થાય છે.

 

ત્વચાના ઘણા સ્તર હોય છે.  છેલ્લા સ્તરને સ્ટ્રેટમ કોર્નિયા કહેવામાં આવે છે.  આ સ્તરમાં મૃતકોષો હોય છે અને તે સાથે જ આ સ્તર નીચે રહેલા જીવંત કોષો દ્વારા ઉત્પન થતું કુદરતી તેલ હોય છે.  આ સ્તર ત્વચાની ભીનાશ ટકાવી રાખે છે.  જ્યારે આ સ્તરમાં રહેલા કુદરતી તેલમાં પાણી જાળવવાની ક્ષમતા ઘટે છે, ત્યારે શુષ્ક અને નિસ્તેજ બને છે.

 

માવજત :  તીવ્ર સુગંધ અને વધુ પડતા રસાયણો ધરાવતા સાબુનો ઉપયોગ કરવો નહીં આવા સાબુમાં રહેલાં રસાયણોથી ચામડી શુષ્ક બને છે.  ગ્લિસરીનવાળો સાબુ વાપરવો.  ચહેરા પર ઓછામાં ઓછો સાબુ લગાડવો.

 

 • ડિટરજન્ટથી પણ ચામડીને હાનિ પહોંચે છે.  આથી સાબુવાળા પાણીમાં હાથ નાખશો નહીં, વાસણ સાફ કરતી વખતે હાથમોજા પહેરવાં.

 

 • નાહયા બાદ શરીર થોડું ભીનું હોય ત્યારે જ પેટ્રોલ્યમ જેલી લગાડવી, શક્ય હોય તો થોડું પાણી ભેળવીને જેલી લગાડવી જેથી સુષ્કતા ઘટે.

 

 • જરૂર લાગે તો દિવસમાં ૨ થી ૬ વખત મોઈશ્ચરાઈઝર લગાડવું.

 

 • દિવસ દરમ્યાન ખૂબ પાણી પીવું.  ઠંડાં પીણાં અને કેફિનયુક્ત પીણાં પીવાં નહીં, શક્ય હોય ત્યાં સુધી સાદું પાણી પીવું.

 

 • ધૂમ્રપાન અને શરાબ સેવનથી પણ ત્વચા શુષ્ક બને છે.  માટે તે ટાળવું.

 

 

હોમિઓપેથી દવા :

 

પેટ્રોલિયમ :  શિયાળામાં તવ્ચા શુષ્ક અને સંવેદનશીલ ખરબચડી થાય અને ચીરા પડે ત્યારે આ દવા કામ લાગે છે.  આમાં ચીરામાંથી લોહી નીકળે છે.

પેટ્રોલિયમ ૨૦૦ (પાવર) ની આ દવાની પાંચ ગોળી દિવસમાં ચાર વખત આપવાથી રાહત થાય છે.

 

સોરીનમ :  શિયાળામાં થતી ત્વચાની સમસ્યા માટે આ દવા અકસીર છે.

સોરીનમ ૨૦૦ (પાવર) ની આ દવાની પાંચ ગોળી દિવસમાં ચાર વખત આપવાથી રાહત થાય છે.

 

શરદી :  શિયાળામાં શરદી અને કફ થાય છે.  જ્યાં ઠંડી ખૂબ પડે ત્યાં મોટે ભાગે લોકોએ ઘરમાં જ રહેવું પડે છે.  આથી શરદીના વાઈરસ પ્રસરે છે.  હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી નસકોરા સુકાઈ છે અને ત્વચામાં ચીરા પડે છે.  આથી શરદીના વાઈરસ સહેલાઈથી શરીરમાં પ્રવેશે છે.

 

સાવધાની અને સારવાર :

 

 • પૌષ્ટિક આહાર, વ્યાયામ અને પૂરતી ઊંઘ દ્વારા રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખો.

 

 • શરદી થઇ હોય તેવા લોકોથી દૂર રહેવું, આવા લોકોને મળ્યા બાદ હાથ ધોઈને જ ખાવું તથા તેનાં વાસનો થોડો સમય અલગ રાખવાં.

 

 • શરદી થઇ હોય તો પાણી અને બીજા પ્રવાહી વધારે પીવાં જોઈએ.

 

 • ઠંડી હવાથી બચવા ગરમ કપડાં પહેરવાં અને શરીરને ઢાંકેલું રાખવું.

 

 • શરદી દૂર કરવા એન્ટીબાયોટીકસ લેવાની જરૂર નથી.

 

 • ખૂબ છીંકો આવે, નાકમાંથી પાણી નીકળે, નાકમાં સળવળાટ રહે, ખંજવાળ આવે તથા કોઈ પણ ગંધ ન ગમે ત્યારે આ દવા આપવામાં આવે છે.

 

સબાડિલા : ૨૦૦ (પાવર) ની આ દવાની પાંચ ગોળી દિવસમાં ચાર વખત આપવાથી રાહત થાય છે.

 

એકોનાઈટ ૧ : આ દવાની પાંચ ગોળી દિવસમાં ચાર વખત આપવાથી રાહત થાય છે.

 

ખોરાકનું ઝેર :  શિયાળામાં ઉત્સવો અને લગ્નગાળો આવે છે.  આથી આ દિવસોમાં બહાર ખાવા જવાનું વધે છે.  લગ્નમાં મોટા પાયે ભોજન બનાવવામાં આવે છે તે ખરાબ થઇ જવાની શક્યતા રહે છે.  આથી સરખી રીતે રંધાયેલી વાનગી જ લગ્નમાં ભોજન સમારંભમાં લેવી.  ભાત, દાળ, શાક, સલાડ, ચટણી વગેરે.  ઠંડી વાનગી વિગેરે ન લેવી.

 

પાણી નાખીને બનાવેલા પીણાં કે ફળોનો રસ લેવો નહીં.  તેના બદલે સાદા સોડા અથવા મિનરલ વોટર લેવું.  આઈસ્ક્રીમ કે કૂલફી દૂધમાંથી બનેલી વાનગીઓથી પેટમાં ઇન્ફેકશન થવાની ભીતિ રહે છે.  હોટ ડેઝર્ટ લેવાનો જ આગ્રહ રાખવો.  પ્રવાહી ખોરાક જ લેવો.

 

(ગ.ગુ.(૮)૧૨-૧૨/૪૮)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

(૧) કાલથી નોકરીએ જવાનું બંધ … (૨) માનો જીવ કેમ ચાલે ? … (સામાજીક કથા) …

કાલથી નોકરીએ જવાનું બંધ …

 

 service women

 

 

‘મમ્મી … મમ્મી …’  નિશાળેથી આવતાં જ અંકિતે બૂમ પાડી.  આંગણામાં નોકરાણી રાધા ઊભી હતી.  તેને નવાઈ લાગતાં બોલી, ‘અંકિતભાઈ, આજ કંઈ વધુ ખુશમાં લાગો છો ને ?’

 

અંકિતે મૂંગે મોંએ જેમ તેમ,  ખાધું ન  ખાધું ને ઊભો થઇ ગયો.  સોફામાં બેસી વિચારે ચડી ગયો.

 

‘રાધા, એક પ્રશ્ન પૂછું ?’  અંકિતે રાધાને પૂછ્યું.

 

‘હા … હા … પૂછો.’  પ્રસન્ન થઇ રાધા બોલી.

 

‘પિન્કીને ફરી બીમાર પાડવી હોય તો શું કરવું પડે ?’

 

અંકિતનો પ્રશ્ન સાંભળી રાધાની આંખો ચાર થઇ ગઈ.  તેને વિશ્વાસ નોહ્તો આવતો કે અંકિત પોતાની નાની બહેન વિશે આવું વિચારતો હશે.  ‘એવું કેમ પૂછો છો અંકિતભાઈ ?  પીન્કી તો હજી હમણાં ટાઈફોડમાંથી ઊભી થઇ છે.  આવો વિચાર તમને કેમ આવ્યો ?  એ તમારી નાની ને પ્યારી બહેન છે.’

 

‘તું નહિ સમજી શકે, રાધા’  કહી અંકિત પોતાના સ્ટડીરૂમમાં ચાલ્યો ગયો.

 

સાંજે અંકિતના પપ્પાને રાધાએ અંકિતે કહેલી વાત કહી.  પપ્પાએ અંકિતને બોલાવી કંઈ પણ જાણ્યાજોયા સિવાય એક થપ્પડ લગાવી દીધી.

 

એટલામાં મમ્મી આવી.  મોં ચડાવી રડતા અંકિતને જોઈ મમ્મીએ માથે હાથ ફેરવી પૂછ્યું.  ‘બેટા, શું થયું ?  કેમ રડે છે !’  જવાબ દીધા સિવાય અંકિતે મોં ફેરવી લીધું.

 

‘મેં એને માર્યું એટલે ભાઈ રડે છે.’  પપ્પાએ ગુસ્સામાં કહ્યું.  ‘શા માટે તમે અંકિતને માર્યું ?’

 

‘જરા પૂછ તારા લાડકાને કે એ પીન્કી વિશે શું વિચારે છે ?’

 

‘શું થયું પીન્કી સાથે, બેટા ?’  તારું કંઈ એણે તોડી ફોડી નાંખ્યું ?’

 

‘એ શું બોલવાનો હતો ?  એ રાધાને પીન્કીને હજી બિમાર પાડવાનો ઉપાય પૂછતો હતો.’

 

સાંભળતાંની સાથે જ મમ્મીએ પણ જોરદારની એક થપ્પડ ગાલ પર ચોડી દીધી.  કાન પકડી બોલી.  ‘તારી નાની અઢીત્રણ વરસની બહેન માટે આવું વિચારે છે ?  એ તને ક્યાં આડી આવી ?  મને તો તને બેટા કહેવામાં પણ શરમ આવે છે ?’  કહેતી મમ્મી ગુસ્સામાં ઊભી થવા જાય છે ત્યાં અંકિતે મમ્મીનો હાથ પકડી રડતાં બોલ્યો, મમ્મી, તું અને પપ્પા વિચારો છો એવું નથી.  પીન્કી તો મારી લાડલી, વહાલી બહેન છે.  હું એને ખૂબ પ્યાર કરું છું પણ મમ્મી …

 

‘તો પછી તારા મોઢામાંથી …’

 

‘મમ્મી, પીન્કી પંદર દિવસ બીમાર હતી તો તું ઘેર રહેતી હતી.  નિશાળેથી સીધો આવી તારા ખોળામાં બેસી કેવી બધી વાતો કરતો હતો ?  મારે નિશાળેથી આવી તારી સાથે વાતો કરવી હોય પણ તું તો …   ઘેર જ નથી હોતી.  આજ મને ટેસ્ટમાં ગણિતમાં સોમાંથી સો માર્ક્સ મળ્યા તેની ખુશી ખબર તને આપવી હતી.  પણ …’   મમ્મી અંકિતને છાતીએ ચાંપી ચોધાર આંસુએ રડી પડી.  ધીરેથી કહ્યું, ‘બેટા, મારી ભૂલ થઇ ગઈ.  કાલથી મારું નોકરીએ જવાનું બંધ.’

 

 

(ગ.ગુ.(૨)૧૧-૧૨-/૪૦)

 

(૨)  માનો જીવ કેમ ચાલે ? …

 

શિલ્પા ખુશ હતી.  અને કેમ ખુશ ન હોય ?  લગ્ન કર્યા પછી તેને પોતાનો સ્વતંત્ર સંસાર માંડવા મળ્યો હતો – વિધવા સાસુથી માંડ માંડ છુટકારો મળ્યો હતો. – અને એ પણ નીરજની વડોદરા બદલી થઇ એટલે જ …!   બદલી થઇ નોહતી પણ – તેણે જ નીરજને પંચિંગ કરી – કરીને બદલી કરાવડાવી હતી ને ?  વડોદરામાં રહેવા આવ્યાને સાત-આઠ માસનો સમય વીતી ગયો હતો.  એ લોકો અવાર-નવાર ગામડે વિધવા માની ખબર લેવા તો જતાં જ હતાં.  નીરજનું મન રાખવા અને લોકલાજે … સમાજમાં ખરાબ ના દેખાય કે – એકનો એક દીકરો – ઘરડી – વિધવા માની ખબર પણ નથી લેતો … એટલા માટે તો એ લોકો દશેરા ઉપર અને દિવાળી ઉપર પણ ગામડે ગયાં હતાં ! …  પણ … ઉત્તરાયણ તો શહેરની જ ને … એટલે ઉત્તરાયણ ઉપર તો એ લોકો વડોદરા જ રોકાયાં હતાં …

 

શિલ્પાએ આગલા દિવસે જ – તલના લાડુ, સીંગદાણાની ચીકી વગેરે બનાવી રાખ્યાં હતાં – તો … કાશીબોર તથા જામફળ ખરીદી લીધાં હતાં – ઉત્તરાયણને દિવસે જમવાનું પણ બનાવવાનું નોહ્તું – હોટલમાં જ ઓડર આપી દીધો હતો – બધાં જ ખુશખુશાલ હતાં પણ … ઉત્તરાયણના દિવસે સવારમાં જ તેમનો એકનો એક લાડલો પુત્ર હિરેન … જે આઠ વરસનો હતો તેને તેની મમ્મી સાથે ઝઘડો થયો.  વાત બહુ સામાન્ય જ હતી.  તે સોફા ઉપર બેસી ચા પીતો હતો અને ચાનો કપ સોફાના હાથા ઉપર મૂક્યો હતો – તે – તેનો જ હાથ વાગતાં પડી ગયો … સોફાની મોંઘા ભાવની ગાદી ચા વાળી થઇ ગઈ એટલે શિલ્પાને હિરેનને એક ઢોલ મારી દીધી.  હિરેન રિસાઈને ચાલ્યો ગયો …

 

સવારના આઠ વાગ્યે આ ઘટના બની … પહેલાં તો માન્યું કે હમણાં આમતેમ રખડીને પાછો આવશે … ગુસ્સો ઠંડો થશે એટલે એની મેળે પાછો આવશે … પણ … ના … નવ વાગ્યા … દસ વાગ્યા … પણ હિરેન પાછો ના આવ્યો … મન મનાવ્યું કે ભૂખ લાગશે.  જમવાનો વખત થશે એટલે આફ્ડો પાછો આવશે જ ને ?  ભૂખ કાંઈ કોઈની શરમ ભરે ? … ભૂખ કોઈની છેડતી નથી … પણ તેમનો હિરેનને શોધવા આજુબાજુની સોસાયટીમાં ફરી વળ્યો પણ હિરેનનો કોઈ જ પત્તો લાગતો નોહ્તો …

 

બંનેને કકડીને ભૂખ લાગી હતી … પણ એકના એક પુત્ર વિના ખાવાનું ક્યાંથી મન થાય ?  ટિફિન પણ ઠરીને ઠીકરું થઇ ગયું હતું … બંને ના જીવમાં ઉચાટ હતો … શું કરવું તે જ સમજાતું નહોતું … ! આ અબુધ બાળક ક્યાં ગયો હશે ?  કોઈ બાવા –ફાવા તો ઉપાડી નહીં ગયા હોય ને ?  જમાનો બહુ ખરાબ છે … શિલ્પાએ તો અન્ન – પાણીનો પણ ત્યાગ કર્યો હતો – બાધા રાખી હતી અને … બરાબર ત્રણે પાંચ મિનિટે હિરેને ઘરમાં પગ મૂક્યો … શિલ્પા તો લાડકવાયા પુત્રને ખોળામાં ઘાલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી …

 

નીરજે આ જોયું – કંઈક વિચાર્યું … અને પછી બોલ્યો, “શિલ્પા, હવે આ નાટક બંધ કર અને રસોઈ ગરમ કર એટલે આપણે જમી લઈએ …”

 

“આ નાટક છે ?  હજુ તો મારે પાંચ દીવા કરવાના છે – બાધા છે.  ત્યાર પછી મારાથી અન્નપાણી લેવાશે.”

 

“શું કામ ગાંડાં કાઢે છે ?”  હસતાં હસતાં નીરજ બોલ્યો … “હું આ ગાંડાં કાઢું છું ?  નાટક કરું છું ?  સવારનો મારો હિરેન ગયો ત્યારની હું ગાંડા જેવી જ થઇ ગઈ છું ને ?  પણ તમને એ ક્યાંથી સમજાય ?  એ તો માનો જીવ જ જાણે ને ?”

 

“એમ ?  માનો જીવ ?  તારો આઠ વરસનો હિરેન તને ચાર કલાક છોડીને જતો રહ્યો’ તો તારામાં રહેલી માનો જીવ અકળાઈ ઊઠ્યો તો પછી જે માએ ચાળીસ – ચાળીસ વરસ સુધી દીકરાનું જતન કર્યું હોય, લાલનપાલન કર્યું હોય એઈ દીકરો કાયમ માટે ઘરડી માને એકલી છોડીને જતો રહે તે માનો જીવ કેટલો અકળાતો હશે ?”  શિલ્પા શું બોલે ?

 

 

(ગ.ગુ.(૫)૧૦-૧૨/૪૮)

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

૧] નમ્રતાનું પરિણામ … (ટૂંકી વાર્તા) .. (પ્રેરક કથાઓ) …

૧]  નમ્રતાનું પરિણામ … (ટૂંકી વાર્તા) .. (પ્રેરક કથાઓ) …

 

 

 lao tse

 

 

એક વખત ચીની સંત ચાંગ-ચુઆંગ બીમાર પડ્યા, ત્યારે તેને જોવા માટે લાઓત્સે તેમની પાસે ગયા.  લાઓત્સેએ  પોતાને  કશોક ઉપદેશ દેવા  માટે તેમને વિનંતી કરી.  ચાંગ-ચુઆંગ એ પૂછ્યું, “જ્યારે  કોઈ પોતાના મૂળ ગામડે-ગામ  જાય છે, ત્યારે ગામના સીમાડે પહોંચે ત્યારે પોતાની ગાડીમાંથી કેમ નીચે ઉતરી જાય છે ?”  લાઓત્સેએ જવાબ આપ્યો, આ પ્રથા નો ઉદ્દેશ – હેતુ એ છે કે મનુષ્યએ પોતાનાં ઉદ્દ્ગ્મ -ઉદભવ (સ્થળ) ને ન ભૂલવું જોઈએ.”

 

ત્યાર બાદ ચાંગએ પોતાનું મોઢું ખોલી બતાવીને  પૂછ્યું, “શું મારા મોઢામાં દાંત છે ?”  “ના, નથી તો.” – લાઓત્સેએ જવાબ આપ્યો.  “અને જીભ ?”  – ચાંગ નો બીજો સવાલ/ પ્રશ્ન હતો.  “તે તો છે.”  –  લાઓત્સેએ કહ્યું, “આમ કેમ છે.  શું તેનું કારણ જણાવી શકો છો ?”  – ચાંગ નો હવે પછીનો સવાલ  – પ્રશ્ન હતો. – “મહોદય શ્રી, મારી સમજ મુજબ નમ્ર હોવાથી જીભ કાયમ છે, જ્યારે દાંત કડક હોવાથી તેનો નાશ થવા જવા પામેલ છે.”

 

“તમે સાચો જ જવાબ આપ્યો છે.  મનુષ્યએ વિનમ્ર રહેવામાં જ તેમનું  હિત – ભલાઈ છે.  મને વિશ્વાસ છે કે તમે જગતના બધા જ સિદ્ધાંતો ને સમજી લીધા છે અને તમને ઉપદ્દેશ આપવાની કોઈ જ આવશ્યકતા – જરૂરત નથી. – ચાંગએ સંતોષભર્યા શબ્દોમાં કહ્યું.

 

(પ્રે.પ્ર.૫૨/૩૪)

 

 

૨]  અપરાધી કોણ ?

 

ન્યુયોર્ક નાં પ્રસિદ્ધ મેયર લા ગાર્ડિયા,  તેમની સસહહૃદયતા – સહાનુભુતિ અને સુવ્યવસ્થા માટે ખૂબજ પ્રખ્યાત હતા,  પોલીસ કેશ માં ખૂબજ દિલચશ્પી હતી, કારણ કે તેનાથી તેમને નગરની વાસ્તવિક પરિસ્થિતિની જાણકારી પ્રાપ્ત થતી હતી.  તે માટે તે પોલીસ કેશ ની અધ્યક્ષતા  હંમેશાં સંભાળતા હતા.

 

એક દિવસ તેમના ન્યાયાલયમાં  એક ચોર ને હાજર કરવામાં આવ્યો.  તેનો અપરાધ એ હતો કે તેણે એક રોટલીની ચોરી કરી હતી.  અપરાધીએ તેના બચાવમાં ફક્ત એક જ વાક્ય કહ્યું, “મારો પરિવાર ભૂખ્યો હતો, એટલા માટે હું ચોરી કરવા માટે વિવશ – લાચાર હતો.”  મેયરે ન્યાય આપ્યો, “જોકે અપરાધીએ ગૂન્હો કર્યો છે, તેણે ચોરી કરી છે, તેથી હું તેને ૧૦ ડોલરનો  દંડ કરૂ  છું.”  અને બીજી જ ક્ષણે તેમણે ૧૦ ડોલર પોતાના ખિસ્સામાંથી કાઢી અને અપરાધીને આપી અને કહ્યું, “આ તારો દંડ”  ત્યાર બાદ તેઓએ ગંભીર સ્વરે ત્યાં ઉપસ્થિત લોકોને કહ્યું,સાથે સાથે  અદાલત માં હાજર/ ઉપસ્થિત દરેક વ્યક્તિને હું ૫૦ સેન્ટ (અડધા ડોલરનો) નો દંડ કરું છું,  કારણ કે તેઓ આવા સમાજમાં રહેવાનો એક મહાન અપરાધ કરે છે, કે જેમાં એક લાચાર  / વિવશતા ભરેલ મનુષ્ય ને એક રોટલી મેળવવા માટે ચોરી કરવા માટે મજબુર થવું પડે છે.”

 

(પ્રે.પ્ર.૫૩/૩૪)

 

 

૩]  ક્યાં  સુધી અભ્યાસ ચાલુ રાખવાનો ? – શીખવાનું ક્યાં સુધી ? …

 

પ્રસિદ્ધ યુનાની દાર્શનિક પ્લેટોને તેમના એક મિત્રએ એક દિવસ વાતો વાતોમાં પ્રશ્ન કર્યો, “ભાઈ, તમારી પાસે તો દુનિયાના મોટા મોટા વિદ્વાન કંઈ ને કંઈ શીખવા માટે આવતા જ રહે છે;  આમ છતાં એક વાત મારી સમજમાં નથી આવતી આપ સ્વયંમ આવાડા મોટાં દાર્શનિક અને વિદ્વાન હોવા છતાં બીજાની પાસે શીખવા માટે હંમેશાં તત્પર કેમ રહો છો ?  અને તે પણ ખૂબજ ઉત્સાહ અને ઉંમંગ સાથે.  જરા સમજાવો તો, તમારો આ શિક્ષા મેળવવાનો – શીખવાનો ક્રમ ક્યાં સુધી ચાલતો રહેશે ?”

 

તત્વજ્ઞાની પ્લેટોએ જવાબ આપ્યો, “જ્યાં સુધી બીજા પાસેથી  કાંઈ પણ શીખવા માટે જતાં મને શરમ નહીં આવે ત્યાં સુધી.

 

(પ્રે.પ્ર.૫૪/૩૪-૩૫)

 

 

૪]   નિંદક / ટીકાકાર ને પાસે રાખો …

 

વિનોબાભાવે પોતાના પત્રોને હંમેશાં સંભાળીને રાખતા હતા અને તે બધાનો તે યોગ્ય ઉત્તર પણ હંમેશાં આપતાં હતા.  એક દિવસ તેમની પાસે ગાંધીજી નો પટ આવ્યો,  તો તેમણે તે પત્રને વાંચી અને ફાડી નાખ્યો.  તેમની નજીકમાં જ કમલનયન બજાજ બેઠા હતા.  તેમને આ  જોઈને  આશ્ચર્ય થયું.  તે તેમની જિજ્ઞાસા ને દબાવી ન શક્યા અને તેમણે તે ફાટેલાં ટુકડાઓ ને સાથે રાખી જોડી ને વાંચ્યું તો તે પત્ર વિનોબાજી ની પ્રસંશાથી ભરેલો હતો.  તેમાં લખ્યું હતું – “તમારા જેવો મહાન –ઉચ્ચ આત્મા મેં ક્યાંય જોયો નથી.”

 

આશ્ચર્યચકિત થઇ બજાજજી એ પૂછ્યું, “તમે આ પત્ર ફાડી કેમ દીધો – નાખ્યો ?  સાચી વાત તો લખી છે તેમાં.  આ તો સંભાળી ને રાખવો જોઈએ.”  હસતાં હસતાં વિનોબાજી એ જવાબ આપ્યો, “આ પત્ર મારા માટે નકામો – બેકાર છે, તેથી મેં તેને ફાડી નાખ્યો.  પૂજ્ય બાપુએ પોતાની વિશાળ દ્રષ્ટિથી જે રીતે મને જોયો, આ પત્રમાં તે લખી આપ્યું છે,  પણ મારા દોષોની ક્યાં તેમને ખબર છે ?  મને તો આત્મ પ્રસંશા બિલકુલ પસંદ નથી.  કોઈ મારા દોષ – ભૂલ બતાવે, તો હું બરોબર તેનું ધ્યાન રાખીશ.

 

(પ્રે.પ્ર. ૫૫/૩૫)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

કરમન કી ગત ન્યારી …

કરમન કી ગત ન્યારી … (ભજન) …

સ્વર:શ્રી નારાયણ સ્વામી…રાગ: ભીમપલાસ

 

આજે પૂ.નારાયણ સ્વામી ની એક વાત લઈને અમારા શુભ ચિંતક સ્નેહિમિત્ર શ્રી કેદારસિંહજી મેં. જાડેજા આવ્યા છે. અહીં બ્લોગ પર પૂ. નારાયણ સ્વામી નાં અનેક ભજન આપણે માણતા આવ્યા છે અને હજુ પણ માણીશું. જેઓની વાણીમાં જે મીઠાશ અને શાંતિની અનુભૂતિ સાંભળનાર ને થતી હોય છે, તેમના વિશે પણ થોડું જાણવું જરૂરી હોય આજ અમોને શ્રી કેદારસિંહજીભાઈ દ્વારા મળેલ મેઈલ ની વિગત આપ સર્વેની જાણકારી માટે પોસ્ટ રૂપે મૂકવા અહીં કોશિશ કરેલ છે. આજની પોસ્ટ મોકલવા બદલ અમો શ્રી કેદારસિંહજી જાડેજા નાં અંતરપૂર્વકથી આભારી છીએ. તેઓનો પણ એક સુંદર બ્લોગ  છે, આપ સર્વેને વિનંતી કે તેમના બ્લોગ ની જરૂર મુલાકાત લેશો.  

 

 

narayan swami samadhi  

 

 

હમણાં મારી થોડી વ્યસ્તતાને લીધે આપનાથી થોડું અંતર પડી ગયું જેથી એક અગત્યની રજૂઆત કરવામાં વિલંબ થયો.

તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ માંડવી મુકામે એક ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ યોજાયો હતો, આમતો આ પ્રસંગનું દર વર્ષે તારીખ પ્રમાણે આશ્રમના ટ્રસ્ટીઓ તરફથી આયોજન થતું પણ મારા સાંભળવા પ્રમાણે તેમાં ભજન ના ભાવ કરતાં રાજ કારણ વધારે મહત્વ ધરાવતું, અને આ વખતે ટ્રસ્ટીઓએ કોઈ સહકાર આપ્યો ન હતો કે કોઈ ફાળો પણ આપ્યો ન હતો. જે હશે તે પણ ચાપાણી અને જમવાની વ્યવસ્થા ખૂબજ સારી હતી, અને સેવાભાવી સેવકો આગ્રહ કરી કરીને જમાડતા હતા. આ વખતે બાપુના પૂર્વાશ્રમના નાના પુત્ર શ્રી હિતેષભાઇ, કે જેઓ દર વર્ષે આ પ્રસંગે ભૂજ મુકામે ભજનનો પ્રોગ્રામ રાખતા તેમણે આશ્રમના મહંત શ્રી બ્રહ્માનંદ બાપુના આશીર્વાદ સાથે આ વખતે તિથિ પ્રમાણે માંડવી આશ્રમમાં આયોજન કરવાનું નક્કી કર્યું.

 

મારા અહોભાગ્ય કે આ પ્રસંગે મને પણ ખાસ આમંત્રણ આપવામાં આવેલું અને મને માન સહિત પ્રસ્તુત કરવામાં આવ્યો શ્રોતાઓ તરફથી પણ સારું પ્રોત્સાહન પ્રાપ્ત થયું. મને ભજન ગાવા માટે ખૂબ આગ્રહ કરવામાં આવ્યો પણ મને જાણ થઈ ગયેલી કે ધાર્યા કરતાં વધારે કલાકારો પધારેલાછે તેથી સમયનો અભાવ રહેશે અને સારા સારા ગાયકોને પણ સમયની મર્યાદામાં રહેવાનું હોઈને મેં આ અમૂલ્ય તક જતી કરી, પણ મને જે માન મળ્યું તે મારા માટે મોટી સોગાત હતી. હું તો ઘણા સમય પછી માંડવી ગયેલો, પણ છતાં બાપુના સાથીઓ સાથે મુલાકાત થતાં જુની યાદો તાજી થઈ, મારા સહ કર્મી શ્રી દેવજીભાઈ ખાસ મહેસાણાથી પધારેલા તેમને પણ આ આનંદ મય પ્રસંગની મજા માણી, તેમજ જોગણીનારના પૂજારી શ્રી શ્યામગિરી બાપુ, કે જે હાલમાં અમારી સોસાયટીના મંદિરમાં પણ સેવા આપેછે તે પણ પધારેલા અને આ અનેરાં પ્રસંગની મોજ માણી. લોકોને મળીને જે જાણકારી મેળવી તેનું શબ્દચિત્ર અહીં આપની સમક્ષ રજૂ કરુંછું.

 

કાર્યક્રમના સંચાલક શ્રી કર્ણીદાનભાઇએ બાપુ સાથે વિદેશની ધરતી ખૂંદનારા પ્રોફેસર શ્રી ઠક્કર સાહેબને રજૂ કરીને આ ભવ્ય પ્રસંગની શરૂઆત કરી, ઠક્કર સાહેબે બાપુ સાથે માણેલા દિવસોને યાદ કર્યા, ત્યાર બાદ બાપુના પૂર્વાશ્રમના મોટા પુત્ર શ્રી હરે્સભાઇએ “માળા” ગવડાવીને ભજનની શરૂઆત કરી ત્યારે તેમનો અવાજ/હલક અને લહેકો સાંભળીને જાણે નારાયણ બાપુ ફરીને તેમના ખોળિયામાં પ્રવેશીને ગાતા હોય તેવું દરેક શ્રોતાઓને લાગ્યું અને સૌ ભાવ વિભોર બની ગયા. માળા તો માળાજ હોય, જેના મણકા વડે હરિનું સ્મરણ કરવામાં આવે પણ તેમાં માળાના મેરનું સ્થાન સર્વોપરી હોયછે (મેર એટલે જ્યાં માળાના બન્ને છેડા મળેછે અને ત્યાં એક અલગ પ્રકારનો મણકો આવેલો હોયછે.) તેમ આ સંપૂર્ણ પ્રોગ્રામના માળાના મેર સમાન કોઈ હોય તો તે હતા શ્રી ગફૂરભાઇ, ન ઓળખ્યાને? હા જી ગફૂરભાઇ એટલે નારાયણ બાપુ જેના રચેલા ભજનો ખૂબજ પ્રેમથી ગાતા તે મુસ્લિમ સંત કવી શ્રી “સતારશા”(દાસ સતાર)ના પુત્ર, જે આ અવસરે ખાસ પધારેલા, જ્યારે તેમને બે શબ્દો બોલવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેઓ પોતા માટે લોકોનો અહોભાવ જોઈને ગદ ગદ થઈ ગયા અને ખરેખર બે શબ્દો બોલતાંજ રડી પડ્યા.

 

 હિતેષભાઇના અથાગ પ્રયત્નોને માન આપીને બાપુના ચાહકો અને સેવકો તેમજ બાપુના ખાસ વાદકો હુસેનભાઈ પોતાના ઊભરતા કલાકાર પૌત્ર જેને લોકો છોટા ઉસ્તાદથી વધારે ઓળખેછે, મેં કોઈ પાસેથી તેનું નામ જાણવાની કોસીશ કરી પણ તેમને ખબર ન હતી, હુસેનભાઇ તેને સાથે લાવેલા અને આ કાર્યક્રમમાં તેણેજ સંગત કરી, જોકે વાદકોના હાથ હાલ્યા વિના રહે નહીં, વચ્ચે વચ્ચે હુસેનભાઇ પણ સાથ આપતા રહ્યા. બેન્જો વાદક અરુણભાઇ, મંજીરાંના સાચા અર્થમાં માણીગર વિજયપુરી તેમજ અનેક બાપુનો સાથ માણનારા ચાહકો મળીને સરસ આયોજન ગોઠવ્યું, પણ આ પ્રસંગે એક વાત મને જરૂર ખટકી, હિતેષભાઇના કહેવા પ્રમાણે બાપુના ભજનો સાંભળીને અને બાપુના આશીર્વાદ મેળવીને આજે નામ કમાયેલા અમુક કહેવાતા કલાકારો આમંત્રણ હોવા છતાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે મેં એક દાખલો આપ્યો કે હમણાં ટી વી ના એક રેકોર્ડેડ પ્રોગ્રામમાં મહાન હાસ્ય કલાકાર સ્વ.મહેમુદ પોતાની વ્યથા ઠાલવતો હતો કે “જ્યારે અમિતને કોઈ કામ ન’તું આપતું ત્યારે “બોમ્બે ટુ ગોવા”માં મોકો આપીને  અમિતાભ બચ્ચન મેં બનાવેલો પણ મારી બિમારી વખતે આજ હોસ્પિટલમાં આવ્યો હોવા છતાં મને જોવા પણ ન આવ્યો.” જો મહા નાયક આવું કરી શકે તો આવા અગુણજ્ઞ લોકોનો શો અફસોસ કરવો?

 

 ભજન ગાયકીના સાચા અર્થમાં કલાકારો જેવા કે સમરથસિંહભાઇ સોઢા જે બાપુના આશ્રમે જ્યારે પણ કાર્યક્રમ આપવા પધારેછે ત્યારે એક પણ પાઈનો ઉપહાર સ્વીકારતા નથી, જો કે અન્ય કલાકારો પણ કોઈ આશા વિનાજ પધારેલા છતાં હિતેષભાઈએ યથા યોગ્ય પુરસ્કાર આપ્યા હોય એમ લાગતું હતું, કારણ કે કલાકારો ને ના પાડવા છતાં તેમને કવર અપાતા મેં જોયા હતા. અન્ય કલાકારોમાં ખેતસીભાઇ ભજનીકના પુત્ર નિલેસભાઇ, વિજયભાઇ ગઢવી કે જે જૂનાગઢથી પધારેલા, મેરાણ ગઢવી અને મારા ગુરુ સમાન કવી શ્રી “દાદ” દાદુદાન ગઢવીના પુત્ર શ્રી જીતુદાન ગઢવી પણ પધારેલા જેણે આ પ્રોગ્રામમાં અનેરી ભાત પાડીને રંગત જમાવી દીધી, જીતુદાનને અહીં સમય મર્યાદામાં રહેવું પડ્યું તે શ્રોતાઓને ખટક્યું, કેમકે જીતુદાનની રજૂઆત ખૂબજ સરસ રહી. કેમ ન હોય? મોરના ઈંડા ચીતરવા ન પડે, અને એ વખતે મેં ન ગાવાનો નિર્ણય કરેલો તે મને યોગ્યજ લાગ્યો.

 

બાપુના અન્ય ચાહકો માં ભુજના લહેરીકાંત સોની કે જે બાપુની ગાડી ચલાવતા તેઓએ પણ ખૂબ મહેનત કરેલી.

દિનેશભાઇ પટણી, મોળવદરના શ્રી ભિખાભાઇ કે જે બાપુના ખૂબજ ચાહક અને દરેક પ્રકારે સહયોગ આપનાર આ ભજન ગંગામાં પ્રસાદ લેવા પધારેલા. ગાંધીધામની પ્રખ્યાત બિન હરીફ દાબેલી વાળા હિતેશ ભાઈ કોઈ કારણસર પહોંચી શક્યા ન હતા. વવાર ગામના બાપુના ચાહક અને પોતાનું નામજ જય નારાયણ હોય તેમ તેજ નામથી પંકાયેલા ખાસ પગે ચાલીને આ લહાવો લેવા આવેલા. એચ વી સાઉન્ડ અને મંગળ ગઢવીની વીડીઓ સર્વિસ ની ગોઠવણ મને સારી લાગી. બાપુ જે એમ્બેસેડર ગાડીમાં વિચરતા તે ગાડીને સજાવીને આશ્રમમાં એક યોગ્ય સ્થાન આપવામાં આવ્યુંછે, જેનો નંબરછે G J X 6781,બાપુએ આ ગાડીનું નામ “બીજલી” પાડેલું, તેને આ રીતે સજાવેલી જોઇને મને ખૂબજ સરસ લાગ્યું.

 

બાપુના એક તબલા વાદક ધીરૂભાઇએ એક વખત વાત કરેલી કે તેઓ આશા ભોંસલેના પોતીકા ગામમાં ગયેલા જ્યાં નારાયણ બાપુની કેસેટ વાગતી સાંભળીને તેમને ખૂબજ નવાઈ લાગી, ત્યાંના લોકોને તેમણે પૂછ્યું કે ભાઇ આ મારા ગુરુની કેસેટ આપ સાંભળોછો તો તેમને જાણોછો? ત્યારે જવાબ મળ્યો કે बहोत तो नहीं जानते पर इतना जानतेहें की भगवानने क्या गला दीयाहे ? અને આ બાપુ મારા ગુરુછે જાણીને મારી પણ આગતા સ્વાગતા થઈ.

 

હિતેષભાઇના જણાવ્યા પ્રમાણે બાપુએ સંન્યાસ લીધા પછી કુટુંબ સાથેનો નાતો સદંતર કાપી નાખેલો, ત્યાં સુધી કે તેમને આશ્રમમાં આવવા માટે પણ મંજૂરી ન હતી, બાપુનું કહેવાનું હતું કે આમને જોઇને ક્યારેકતો પૂર્વાશ્રમ યાદ આવેને? પણ ગોંડલની બાજુમાં મોવૈયા પાસે કુંડલા ગામ છે ત્યાં બાજુમાં માંડણ આશ્રમછે અને તે માંડણ કુંડલાજ કહેવાયછે, ત્યાં લોક વાયકા મુજબ ૫૦૦૦, વર્ષ પુરાણું સ્વયં પ્રગટેલા મણીધર હનુમાનજીનું મંદીરછે, ત્યાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા બચુ અદા કેજે બ્રહ્મર્ષિ કહેવાતા અને ત્યાં સેવા કરતા અને જયોતિષ ખુબજ સારું જાણતા, બાપુ તેમનું ખૂબ માન રાખતા, તેમની અથાગ સમજાવટ પછી આ કુટુંબને ધીરે ધીરે ત્યાં જવાની છૂટ મળી.

 

જય નારાયણ …

kedarsinhjiકેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ  -કચ્છ www.kedarsinhjim.blogspot.com
[email protected]
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫    
 

 

કરમન કી ગત ન્યારી…(ભજન)
સ્વર:શ્રી નારાયણ સ્વામી…રાગ: ભીમપલાસ ..

 

.
.
કરમન કી ગત ન્યારી ઉધો …
દેખિએ દેખિએ બાત બિચારી.. ઉધો
કરમન કી ગત ન્યારી …ઉધો ..(૨) 

નીરમલ નીર કા નાના સરોવર
સમુંદર હો ગઈ ખારી .. (૨)

 

બગલે કો બહોત રૂપ દિયા હૈ
કોયલ કર દી કારી ..(૨) ..ઉધો .

કરમન કી ગત ન્યારી…(૨)

 

દેખિએ … દેખિએ બાત બિચારી .. (૨) ઉધ્વ ..

કરમન કી ગત ન્યારી   .. (૨)

 

સુંદર લોચન મૃગ કો દિયા હૈ .. (૨)
બન બન ફિરત દુ:ખારી .. (૨)

મૂરખ રાજા રાજ કરત હૈ .. (૨)
પંડિત ભયો રે ભિખારી .. (૨)

ઉધો, કરમન કી ગત ન્યારી  .. (૨)

 

દેખિએ…દેખિએ…બાત…
દેખિએ…એ..જી…દેખિએ…બાત બિચારી

ઉધો….કરમન કી ગત ન્યારી… (૨)

 

વૈશ્યા કો પાઠ ..
વૈશ્યા કો પાઠ પીતાંબર દિનો
સતી કો ના મિલા સારી..

 

સુંદર નાર કો વાગણ કર ડાલી .. (૨)
ભૂંડણ જણ જણ હારી .. (૨)

ઉધો, કરમન કી ગત ન્યારી .. (૨)

 

દેખો ..દેખો ..
દેખિએ..બાત બિચારી ..

અબ તો ..દેખિએ .. બાત બિચારી …
હે…જી…અબ તો …દેખિએ બાત બિચારી….

ઉધો, કરમન કી ગત ન્યારી .. (૨)

 

લોભી કો ..
લોભી કો ધન બહોત દિયા હૈ

બહોત દિયા હૈ ..
લોભી… લોભી કો….

ધન બહુત દિયા હૈ
બહોત દિયા હૈ .. (૨)

બહોત દિયા હૈ..
દાતા કો મિલા ના જુવારી .. (૨)

 

મીરાં કહે પ્રભુ ગિરધર નાગર ..
મીરાં કહે .. (૨) હૈ ગિરિધર નાગર

ચરન કમલ બલિહારી…

ઉધો, કરમન કી ગત ન્યારી ..  (૨)

 

જરા દેખો..દેખો .. દેખો..
જરા દેખો.. દેખિએ  બાત બિચારી .. (૨)

ઉધો…કરમન કી ગત ન્યારી…(૨)

 

દેખિએ બાત બિચારી ..
કરમન કી ગત ન્યારી …

ઉધો…કરમન કી ગત ન્યારી…

 

કરમન કી ગત ન્યારી…
ઉધો, કરમન કી ગત ન્યારી…
કરમન કી ગત ન્યારી…

ઉધો, કરમન કી ગત ન્યારી ..

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

તમારી જિજ્ઞાસા સંતોષવી છે ? …

તમારી જિજ્ઞાસા સંતોષવી છે ? …

 

 

microwave 

 

ઘણી વખત ( ખાસ તો બાળકોને અને કિશોરોને) સવાલો થાય-

ques.1

એક વખત ડૉ.પર્સી સ્પેન્સર, રેથીયોન કોર્પોરેશન ના એન્જીન્યર સાથે માઈક્રોવેવ પાસે કામ કરી રહ્યા હતા ત્યાં જ તેમના  …. 

એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’

[ તરવરતા યુવાન મિહીર પાઠક અને હિરેન મોઢવાડિયા પાસેથી જ તો.]

mihir

hiren

અને લો એક સેમ્પલ આ રહ્યું…..

.

ચિત્ર પર 'ક્લિક' કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે - તે જાણો.

ચિત્ર પર ‘ક્લિક’ કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે – તે જાણો.

તમારા મનમાં ઉદભવતા વિજ્ઞાનને લગતા પ્રશ્નો તમે અહિં કોમેન્ટ વિભાગમાં પુછી શકો છો. તે દરેક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ શ્રી મિહીરભાઈ તેમજ શ્રી હિરેનભાઈ દ્વારા કરવામાં આવશે .

 

suresh jani

સૌજન્ય :

શ્રી સુરેશભાઈ જાની

http://gadyasoor.wordpress.com

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ આદરણીય વ.શ્રીસુરેશભાઈ દ્વારા અમોને ઈ મેઈલ પર મોકલવામાં આવેલ. જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ.  

આપના બાળકોને ગમ્મત સાથે જ્ઞાન ક્યાં મળી રહેશે ? ….      એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’       વિશેષ માહિતી અહીં દર્શાવેલ લીંક પર  ક્લિક કરવાથી મળી રહેશે.  ‘પ્રયોગ ઘર’  ની  સાઈટ  :   http://prayogghar.wordpress.com/   ની  મુલાકાત  એક વખત જરૂર લેશો અને પસંદ આવે તો આપના બાળકોને તેમજ આપના  મિત્ર પરિવારને  પણ જાણ કરશો..  

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

હીમેટેમેસીસ (પેટના માર્ગ દ્વારા લોહીનું બહાર વહેવું) અને હોમીઓપેથી …

હીમેટેમેસીસ (પેટના માર્ગ દ્વારા લોહીનું બહાર વહેવું)   અને હોમીઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

 

 
hematemesis.2jpg
 

 

આજે આપણે  એક નવી વ્યાધિ … હીમેટેમેસીસ એટલે કે પેટના માર્ગ દ્વારા જ્યારે લોહી બહાર આવે  …. તેના વિશે વાત કરીશું …

 

 

વાંચક મિત્રો,  આ અગાઉ ગુદા માં પડતા વાઢીયા (ફીસર) … અને હોમીઓપેથી …. વિશેની પ્રાથમિક માહિતી … બ્લોગ પોસ્ટ પર નાં મારા લેખ દ્વારા આપ સર્વેએ મેળવી.  

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ બદલ,  અમો આપ સર્વે નાં અંતરપૂર્વકથી  આભારી છીએ.. !.  

 

ચાલો તો,  હવે આપણે હીમેટેમેસીસ એટલે કે પેટના માર્ગ દ્વારા જ્યારે લોહી બહાર આવે … તેના વિશે સમજીએ …

 

 

hematemesis.3

 

 

પેટ નો ભાગ થી નાના આંતરડા સુધી ના કોઈ પણ ભાગેથી લોહી ઉપર એટલે કે પેટ દ્વારા ઉલટી સાથે બહાર નીકળે છે.

 

જ્યારે લોહી નાના આંતરડા થી નીચેની તરફ એટલે કે મોટા આંતરડા તરફ થી મળ વાટે નીકળે એ પરિસ્થિતિ ને મેલીના કહેવાય છે.

 

 

hematemesis.1

 

કારણ :

અન્નનળી ની તકલીફ …

1. અન્નનળી ની નસો ફુલવી

2. કોઈ વસ્તુ ફસાઈ જવી

3. અન્નનળી નુ કેન્સર

4. ખોરાક પાછો આવવા ના કારણે સોજો આવવો.

 

પેટની તકલીફ …

 

1. પેપ્ટીક અલ્સર

2. પેટ ની દીવાલ નો સોજો

3. પેટનુ કેન્સર

 

નાના આંતરડા ની તકલીફ … 

 

1. આંતરડા નો સોજો

2. આંતરડા માં ગાંઠ

 

 

symptoms (રોગના ચિન્હો) …

ઉલટી માં લોહી પડવું.

 

investigation and examination

 

1. છાતી માં બળતરા થવી.

2. પેપ્ટીક અલ્સર ની હીસ્ટરી હોવી.

3. વધારે પડતી દર્દ શામક દવાઓ ખાવી.

 

આ ઉપરાંત નીચે મુજબ ના રીપોર્ટ રોગ ની ગંભીરતા નક્કી કરવા કરાવવા જોઈએ.

 

1. CBC

2. લોહી માં યરીયાનુ પ્રમાણ.

3. પ્રોથોમ્બીન ટાઈમ જે લોહી ગંઠાવા માટે જરૂરી તત્વ છે.

 

hematemesis.4

 

સારવાર …

 

નીચેની સૂચવેલ દવા ઓ આ તકલીફ મા કારગત સાબિત થઈ છે.

 

1. હેમામેલીસ

2. ફેરમ ફોસ

3. ફોસ્ફરસ

4. ઇિપકાક

5. ક્રોટેલસ હોરીડસ

6. કારબો વેજ

7. આરનીકા મોનટાના.

 

 

dr ankit patel photoડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર
અને
(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ : +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા અમોને જાણ કરશો … આપને આપના મેઈલ આઈ ડી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી કોશિશ રહેશે.

 

 

ચેતવણી : અહીં દર્શાવેલ કોઈપણ પ્રકારના ઉપચાર જાતે કરતાં પહેલા, જે તે ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કે તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપચાર કરવો/ કરાવો  જરૂરી છે.

અનમોલ મનુષ્‍ય જીવનનો ઉદ્દેશ્ય …

અનમોલ મનુષ્‍ય જીવનનો ઉદ્દેશ્યઃ …

 

 

GURU-SHISHYA

 

 

સૃષ્‍ટિના તમામ પ્રાણીઓ સુખ અને શાંતિ ઇચ્છે છે. તે ઇચ્છે છેઃ મને રોટી..ક૫ડાં અને મકાન મળે.. મારી આસપાસનું વાતાવરણ શાંત અને સુખમય હોય.  કોઇ૫ણ મનુષ્‍ય અશાંતિમાં રહેવાનું ૫સંદ કરતો નથી.. તો ૫છી કયું કારણ છે કેઃ સૃષ્‍ટિનો સૌથી વધુ બુદ્ધિમાન પ્રાણી મનુષ્‍ય આજે સુખનાં તમામ સાધનો હોવા છતાં દુઃખી કેમ છે ?

 

પ્રત્યેક વસ્તુ પોતાના મૂળથી અલગ થવાથી દુઃખ પામે છે.  જ્યાં સુધી તેને તે સ્ત્રોત મળતો નથી ત્યાંસુધી ભટકતી રહે છે.  અનેક સૃષ્‍ટિ ૫દાર્થોમાં સુખની શોધ કરતાં ચૌરાશી લાખ યોનિઓમાં ભ્રમણ કરવા છતાં તેને સુખ મળતું નથી.. કારણ કેઃ સંસારનો કોઇ૫ણ સબંધ-૫દાર્થો માનવને કાયમી સુખ આપતાં નથી. જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે માનવ દુઃખી થાય છે, જેમ કેઃ સુંદર સ્ત્રી.. સુંદર મકાન.. સુંદર કાર.. બાળકો વગેરે તમામ પ્રિય લાગે છે, પરંતુ આ સુખનાં સાધન સ્થાઇ હોતાં નથી.  જે આજે છે તે કાલે જૂનાં થઇ જાય છે અને ૫રમ દિવસે રહેતાં નથી.  કોઇ વસ્તુ અધવચ્ચે જ વિદાય લઇ લે તો માનવ દુઃખી થઇ જાય છે.  આ કુચક્રથી પૂર્ણ સંત જીવને મુક્ત કરે છે.  પૂર્ણ સંત સમજાવે છે કેઃ આ બધાં સાધનો જીવનનો આધાર જરૂરી છે, પરંતુ જીવનનું લક્ષ્‍ય નથી.  મનુષ્‍ય જીવનનું લક્ષ્‍ય તેના મૂળ સ્ત્રોતને પામીને તેમાં ભળવાનું છે.  (મુક્તિ પામવાનું છે) આવા પ્રકારનો દ્દષ્‍ટિકોણ પ્રત્યેક યુગમાં અવતારી પુરૂષોએ સંસારને પ્રદાન કર્યો છે.  

 

સંસારને ભવસાગર કહેવામાં આવે છે, તેને કોઇ છલાંગ મારીને પાર કરી શકાતો નથી.  પ્રત્યેક પ્રાણીએ તેની વચ્ચેથી ૫સાર થવું ૫ડે છે.  સુખ દુઃખ ભોગવતાં ભોગવતાં મુક્તિ સુધી ૫હોંચવું એ જીવનનું લક્ષ્‍ય છે.  આ૫ણે જોઇએ છીએ કેઃ સામાન્ય જળાશયને પાર કરવા માટે ૫ણ કોઇ નાવ કે કેવટની જરૂર ૫ડતી જ હશે ને ? આ જ વાત સંત મહાપુરૂષો પોકારી પોકારીને કહે છે કેઃ સદગુરૂ જ નામ ધન આપીને ભવસાગરમાંથી પાર કરાવી દે છે.  સદગુરૂ જિજ્ઞાસુઓને સમજાવે છે કેઃ નામ ધન કોઇ મંત્ર નથી કે જેનું કોઇ એકાંત જગ્યાએ જઇને આંખો બંધ કરીને સ્મરણ કરવામાં આવે કે જેનાથી ભગસાગર પાર કરી શકાય !  કેવી નવાઇની વાત છે !  જો અમે આંખો બંધ કરીને રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરીએ તો શું તે શક્ય છે ? આમ કરવાથી અકસ્માત થઇ શકે છે, તો ૫છી આટલા મોટા ભવસાગરને પાર કરવા ફક્ત પો૫ટની જેમ રટન કરવાથી કેવી રીતે પાર ઉતરી શકાય ? એટલે ફક્ત નામ લેવાથી.. ફક્ત એકલા મંત્રજા૫થી કામ થઇ શકતું નથી.  જેમ કાગળ ઉ૫ર લખેલ દવાના પ્રિસ્ક્રિ૫શન(Prescription)ને વાંચવા માત્રથી આરામ થતો નથી. પ્રિસ્ક્રિ૫શનમાં લખેલી દવા ખરીદીને ખાવી ૫ડે છે.. તેવી જ રીતે નામ લેવાનો અર્થ છેઃ જાણકારી પ્રાપ્‍ત કરવી.  

 

જો અમારે નોકરી મેળવવી હોય તો તેના માટે પ્રાર્થના-૫ત્ર(અરજી) લખીને મોકલવું ૫ડે છે.  હવે પ્રાર્થના-૫ત્ર લખ્યું..૫રંતુ નોકરી આપનારનું સરનામું અમને ખબર નથી તો ફક્ત પ્રાર્થના-૫ત્ર નોકરી આપી શકતું નથી.  આવી જ હાલત સદગુરૂ વિનાના માનવની છે કે તે સદગુરૂ વિના સદ્ ગ્રન્થોના અધ્યયયનથી મુક્તિ મેળવવા ઇચ્છે છે કે જેને આજસુધી કોઇ મેળવી શક્યો નથી.  સદ્ ગ્રન્થો ફક્ત રસ્તો બતાવે છે, ચાલવાનું તો આપણે જ છે.  એક વખત ગ્રંથોનો અભ્યાસ કરી લીધા બાદ શું કરવાનું છે ? ક્યા રસ્તે ચાલવાનું છે ? શું યોગ્ય – યોગ્ય છે ? … વિગેરે ધ્યાન આપણે જ રાખવાનું છે. વારંવાર એકને એક સદ્ ગ્રન્થો નો અભ્યાસ કરવાથી કશું જડશે નહિ. 

 

આજે વિશ્વની વસ્તી ખૂબ જ ઝડ૫થી વધી રહી છે.  તેના કારણે બેકારી.. ભૂખમરો.. જેવી સમસ્યાઓ ઉભી થઇ છે.  યુવાવર્ગ ૫થભ્રષ્‍ટ થઇ વિનાશકારી કાર્યોમાં લાગી જાય છે.  આવી ભયાવહ સ્થિતિ સંસારમાં વ્યાપ્‍ત છે.  સંત આવી અવસ્થામાં એવા સમાજવાદની સ્થાપના કરવાનું ઇચ્છે છે જેમાં તમામ મનુષ્‍યો અંદરો અંદર સુખ દુઃખ વહેંચે.  જેની પાસે પોતાની જરૂરીયાત કરતાં વધુ છે તે જરૂરતમંદોને વહેંચી દે.  સંત પોતાના શિષ્‍યોને એવું શિક્ષણ આપે છે કેઃ જરૂરતમંદોને મદદ કરવી.. યુવાશક્તિને યોગ્ય દિશા પ્રદાન કરી માનવ હિતના કાર્યોમાં લગાવવી.  યુવાશક્તિ પ્રત્યેક મિશન.. સંપ્રદાયમાં હોય છે, ૫રંતુ સંત નિરંકારી મિશનના યુવકો શાંતિ.. પ્રેમ અને ભાઇચારો સ્થાપિત કરવામાં દિવસ રાત પ્રયત્નશીલ છે, જે આજના ઉગ્ર વાતાવરણમાં શાંતિ સ્થાપવાનું એક કદમ છે.

 

આજે દરેક ઘરમાં ક્લેશ.. વડીલોનો નિરાદર.. જીવન મૂલ્યોનો હ્રાસ.. સ્ત્રીઓનું શોષણ અને દુર્દશા જોવામાં આવે છે, પરંતુ દરેક પરિવારોમાં સંત સમાગમ  દ્વારા જે શાંતિ અને પ્રેમની વર્ષા થઇ રહી છે તે બાકીના જગતના માટે અનુકરણીય છે.

 

જ્યારે ૫ણ ધર્મમાં પાખંડ, મિથ્યાચાર.. અંધ વિશ્વાસ વધી જાય છે.  સંતસમાગમ દ્વારા આ તમામને જીવનમાંથી કાઢી નાખવા અને એક ૫રબ્રહ્મ ૫રમાત્મા કે જે સમગ્ર સૃષ્‍ટિના કર્તા છે.. સર્વવ્યા૫ક તથા સર્વશક્તિમાન છે તેમને જાણીને વિશ્વના માનવને ધર્મનો સાચો મર્મ પ્રદાન કરે છે.

 

આજે વિશ્વમાં જાતિવાદ.. પ્રાંતિયવાદ.. ધર્મોની સંકિર્ણતા માનવને ભવસાગર તરવામાં વિઘ્ન બનીને અધ્ વચ્ચે જ ડુબાડી રહી છે.. ૫રંતુ જે માનવતાવાદી સદગુરૂની શરણાગતિ લઇ લે છે તેના માટે મુક્તિ સરળ બની જાય છે.  મુક્તિ મેળવવા માટે કોઇ ખર્ચ કરવો ૫ડતો નથી..વેશભૂષા બદલવી ૫ડતી નથી.તેના માટે ગુણ-અવગુણ, ઉંચ-નીચનો પ્રશ્ન હોતો નથી.

 

કેટલીક બાહ્ય વાતોને ધ્યાન ઉ૫ર લાવવામાં ના આવે તો મનુષ્‍યમાત્ર  ૫છી તે ગમે પ્રાંત કે રાજ્યનો હોય..દરેકનું શરીર પાંચ તત્વનું એક સરખું જ હોય છે…

 

તો ૫છી માનવ માનવ સાથે કેમ ઝઘડે છે ?

 

તમામ જીવ નર અને માદા જ્યારે એક જ જ્યોતિ(બ્રહ્મ)થી બનેલા છે અને એક તેમનો નિર્માતા છે.. એક જ ૫રમાત્માની સૃષ્‍ટિ શરીર ૫ણ તમામનાં એક સરખાં જ છે તો ૫છી આ જાત-પાંતના ભેદ અને બ્રાહ્મણ.. ક્ષત્રિય.. શૂદ્દ.. વૈશ્યના ચાર વર્ણ તથા લોકાચાર.. વગેરેના વિવાદ કેમ ઉભા કરવામાં આવે છે ?

પ્રભુ પ્રિય ભક્તોનાં લક્ષણો   …

ગીતામૃતમ્

શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર

 

તમામ જાતિઓની જેમ તથાકથિક ધર્મ અને સંપ્રદાયો સાથે સબંધિત વ્યક્તિઓ ૫ણ એક જ ૫રમાત્માનાં સંતાન છે તો ૫છી એમને માનવ સમજીને સમાનરૂ૫થી પ્રેમ કરવામાં કેમ નથી આવતો ?

 

ભલે કોઇ સારો હોય કે ખરાબ ! જ્યારે તમામ માનવ એક બ્રહ્મનાં જ રૂ૫ છે તો ૫છી તેમનાં સારા ખોટાની કલ્પના જ મિથ્યા છે.  તમામ માનવોને આ૫વામાં આવતી ધાર્મિક વાતો (શિક્ષણ)માં ૫ણ તમામ ધર્મગ્રંથો કહે છે કેઃ

 

“માનવ બનો’’ ૫રો૫કાર..ત્યાગ..તમામના ભલાઇની કામના વ્યક્ત કરો.

 

તમામ ધાર્મિક ગ્રંથોમાં ફક્ત ભાષાનું જ અંતર છે.  તમામ પીર..પયંગબરો.. અવતારોએ યુગની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને માનવમાત્રને સાચા માનવ બનવાની પ્રેરણા આપી છે. સમય બદલાતાં યુગ બદલવા છતાં સંતો કે ૫યંગબરોના ઉ૫દેશ બદલાતા નથી.. હા.. ! ૫યંગબરોના શિષ્‍યોનાં નામ અલગ અલગ મળે છે જેવા કેઃ આર્ય .. બૌદ્ધ.. જૈન.. મુસલમાન.. ખાલસા.. વગેરે…  જો આ શબ્દોના શબ્દાર્થની વાસ્તવિકતાની ખબર ૫ડે તો તમામ ભ્રાંતિઓ દૂર થાય છે.

 

આર્ય શબ્દ ઉચ્ચ શુદ્ધ વ્યક્તિ એવો અર્થ સૂચવે છે.

 

બૌદ્ધ નો અર્થ છેઃ એવો જ્ઞાની કે જેને પ્રભુની જાણકારી થઇ ગઇ છે.

 

મુસલમાન શબ્દ બે શબ્દોને ભેગા કરીને બનાવેલ છે. મુસલમ્ + ઇમાન..એટલે કે જે ખુદાને જાણે અને તેના ૫ર યકીન (વિશ્વાસ) કરે છે તે …

 

જૈન શબ્દ જિન (ઇન્દ્રિયો)નો નિગ્રહ એટલે કેઃ ઇન્દ્દિયો ઉ૫ર જેને કાબૂ મેળવી લીધો છે એવા વ્યક્તિ માટે વ૫રાય છે.

 

ખાલસા શબ્દ ખાલીશ એટલે કે શુદ્ધ જીવનવાળો એવો થાય છે.

 

ઉ૫રોક્ત શબ્દ ભલે અલગ અલગ સમય ઉ૫ર બન્યા, પરંતુ આ તમામનો શાબ્દિક અર્થ એક સમાન છે.  આ તમામ શબ્દો શુદ્ધ.. સદાચારી.. બ્રહ્મજ્ઞાની સંતનો અર્થ પ્રગટ કરે છે.. તેમ છતાં માનવ મનમાં દરાર કેમ ? અવશ્ય અમોને કોઇ ગેરસમજમાં ફસાવ્યા છે.   આવી ભૂલ ત્યારે જ થાય છે જ્યારે અમે શબ્દના સાચા અર્થને છોડીને શબ્દના અનર્થ કરીએ છીએ, જેમ કેઃ મોહમ્મદ સાહેબ ૫છી કેટલાક શાસકોએ મુસલમાનોને જ્ઞાની અને બાકીનાઓને કાફિર’’ કહ્યા.  વાસ્તવમાં કાફિર શબ્દ તેમના માટે જ વ૫રાય છે કે જે ખુદાને જાણતા નથી.. જે સર્વત્ર હાજરાહજૂર છે.  હવે પેલા શાસકોએ બાકીના માનવોનો નરસંહાર.. કત્લેઆમ કર્યો ! તો શું તેમનામાં ખુદાનું નૂર નહોતું  ?  આવા પ્રકારની અનેક ભૂલો માનવજાતિ કરતી આવી છે.

 

માનવ એક બીજાને ધાર્મિક સ્તર ઉ૫ર નાનો મોટો સમજે છે.  હિન્દુ મુસલમાનને.. ઇસાઇ  હિન્દુંને પોતાનાથી તુચ્છ સમજે છે.  તમામ ધાર્મિક સ્થાનો ૫ર જે ધાર્મિક શાસ્ત્રોનો પાઠ કરવામાં આવે છે તેમાં વર્ણવેલ છે કેઃ વિશ્વના તમામ પ્રાણીઓ એક જ પરમાત્માની સંતાન છે…

 

તેમ છતાં એક ભાઇ બીજાથી દૂર જઇ રહ્યો છે.  આજે વિશ્વમાં ભાષાઓના ૫ણ ઝઘડાઓ થઇ રહ્યા છે.  ઉંડાણપૂર્વક વિચાર કરવામાં આવે તો…

 

ભાષા તો ફક્ત વિચાર વ્યક્ત કરવાનું એક માત્ર સાધન છે.  જે ભાષાને તમે ઉત્તમ સમજો છો તે ભાષામાં કોઇને ગાળ બોલવામાં આવે તો સાંભળવાવાળાનું લોહી ગરમ ના થઇ જાય ? અને જે ભાષાને તમે હલકટ સમજો છો તે ભાષામાં કોઇને મીઠા શબ્દો કહેવામાં આવે તો શું તેને શિતળતા નથી મળતી ? કોઇ૫ણ ભાષા સારી કે ખરાબ નથી.જો તેનાથી ગાળ બોલવામાં આવે તો ખરાબ અન્યથા પ્રેમની જ ભાષા છે એટલે ભાષાઓના ઝઘડાઓ ૫ણ વ્યર્થ છે.

 

ખૂબ જ સમજવા લાયક વાત છેઃ ઇશ્વરનાં રૂ૫..મૂર્તિઓ..ચિત્ર તથા પૂજનનાં ચિન્હ !

 

આ રૂપો તો ૫યંગમ્બર.. અવતારોનાં છે, જે સમય સમય ૫ર અવતરીત થયા હતા..એટલા માટે તે બધા પૂજનીય છે, કારણ કેઃ તેમના ઉ૫દેશ સમસ્ત માનવતાની ભલાઇ માટેના હતા..એટલે તે ૫ણ પૃથકવાદી તત્વ નથી, તો ૫છી પ્રભુ ૫રમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર છે તે શું અલગ અલગ માનવના અલગ અલગ છે ? શું તેમને પ્રત્યેક માનવે જોયા છે કે જે સમગ્ર સૃષ્‍ટિના સર્જનહાર.. પાલનકર્તા તથા સંહારકર્તા છે ? બસ…! આ એક ભૂલને કારણે જ આજનો માનવ પ્રભુ ૫રમાત્માને ઉ૫ર કે કોઇ એક સ્થાનમાં સ્થિત સીમિત માનીને લડાઇ ઝઘડા કરી રહ્યો છે.

 

જીવનમાં સદ્દ ગુરુની પ્રાપ્તિ થવી જરૂરી છે.  જરૂર નેથી કે જે આજન્મે પ્રાપ્તિ થાય.  સદ્દ ગુરુ આપણા જીવનમાં પ્રભુ પ્રાપ્તિ માટે એક મહત્વનું અંગ છે.  ગુરૂની શરણમાં આવીને ફક્ત ચરણોમાં શિશ ઝુકાવીને શરણાગતિ સ્વીકારવાથી સદગુરૂ આગળ આવીને શિષ્‍યની તમામ પ્રકારની જવાબદારીઓ નિભાવીને શિષ્‍યના રક્ષક બની જાય છે તેવી આપણી જો સમજ હોય તો, હકીકત એ નથી.

 

ફક્ત ગુરુની જ બધી જ જવાબદારી છે તેમ ન સજવું જોઈએ..  ગુરુ તો તેનું કાર્ય કરશે જ પરંતુ  તે માટે આપણા જીવન  પ્રત્યેની તેમજ ગુરુ પ્રત્યેની આપણી શું  જવાબદારી છે ? તેનો  આપણને જરૂર ખ્યાલ હોવો જોઈએ અને આપણે તે પ્રત્યે જીવનભર સજાગ હોવા જોઈએ.   કોઈ જ ગુરુ પાસે ઈલમની/જાદુઈ  લાકડી નથી કે આપણે જીવનમાં નિષ્ક્રિય રહીએ  અને કશુંજ કાર્ય કે પ્રયત્ન કરીએ નહિ કઅથવા  શક્રિય રહીને જીવનમાં ખોટી કળાઓ / ખોટા કાર્યો કર્યા રાખીએ અને તેઓને શહેરની જઈએ તો  આપણને જીવનમાંથી મુક્તિ અપાવી દે ?  કે પ્રભુ પ્રાપ્તિનો સરળ માર્ગ ચીંધી આપે !  કે પ્રભુ દર્શન / પ્રાપ્તિ કરાવી આપે !  આ કયારેય શક્ય નથી.   જે કાંઈ કરવાનું છે તે આપણે જ જાતે કરવાનું છે.  ગુરુ તો ફક્ત પથ દર્શક છે.  ચાલવાનું આપણે છે.  જીવન અને મૃત્યુને જો આપણે સાચી રીતે સમજી લઈએ તો ખોટાં કાર્યો આપણે કરીશું જ નહીં. આપણું મોટા ભાગનું જીવન એવાં કાર્યોમાં પસાર થઈ જાય છે જે ખરેખર આપણા કામનાં હોતાં નથી.

 

અનમોલ મનુષ્‍ય જીવનનો ઉદ્દેશ્ય … પ્રભુ દર્શન – પરમાત્માની પ્રાપ્તિ  છે.  મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે પરમાત્માની પ્રાપ્તિ.. આપણું સમગ્ર અસ્તિત્વ પરમાત્મા વગર અધૂરું છે.    ઈશ્વરની અનુભૂતિ જ આપણને મૃત્યુના ભયથી મુકત કરાવશે. આપણે મૃત્યુથી ડરતા મનુષ્ય ન બનવું જોઈએ, પણ તેનો સ્વીકાર કરીને જીવનનો અર્થ સમજતાં આપણે તેણે ભરપૂર માણવું જોઈએ.

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

દાડમ એક સુંદર ફળૌષધ છે (આરોગ્ય અને ઔષધ) …

દાડમ એક સુંદર ફળૌષધ છે (આરોગ્ય અને ઔષધ) …
આરોગ્ય અને ઔષધ – વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની
 

 

 

આપણને કુદરતે અનેક ઉત્તમ ફળો ભેટરૂપે આપ્યાં છે. જેમાંનું એક ઉમદા અને સુંદર ફળ છે – ‘દાડમ’. આ દાડમની આપણા સંસ્કૃત કવિઓએ પોતાના ગ્રંથોમાં અનેક વાર પ્રશંસા કરી છે. ઉપમા અલંકારમાં તો એનો ભરપૂર પ્રયોગ કર્યો છે, કારણ કે એના નાના-નાના દાણા મણિ સમાન કાંતિયુક્ત અને વિશિષ્ટ શોભા ધરાવે છે. દાડમના આ દાણા અને તેના છોડનાં બીજાં અંગો ઔષધ ઉપચારમાં ઘણા ઉપયોગી છે. આ વખતે આયુર્વેદની દૃષ્ટિએ તેનો થોડો પરિચય મેળવીએ.

 

ગુણકર્મો

 

ભારતમાં દાડમના ૫થી ૧૫ ફીટના છોડ-મધ્યમ કદનાં વૃક્ષો સર્વત્ર થાય છે. હિમાલય, જમ્મુ-કાશ્મીરની પહાડીઓમાં તે ખાસ થાય છે. દાડમના છોડ બે જાતના થાય છે. નરજાતિના અને નારીજાતિ. જેમાંથી નરજાતિના છોડને માત્ર ફૂલ જ્યારે નારીજાતિને ફૂલ અને ફળ બન્ને આવે છે.

 

સ્વાદ પ્રમાણે દાડમ મીઠાં, ખટમીઠાં અને ખાટાં એમ ત્રણ પ્રકારનાં હોય છે. મીઠાં દાડમ પચવામાં હળવાં, ત્રિદોષનાશક,કબજિયાત કરનાર, મધુર અને તૂરાં, બળવર્ધક, ભૂખ લગાડનાર તેમજ હૃદયરોગ, દાહ, તાવ, કૃમિ, ઊલટી તથા કંઠરોગ મટાડનાર છે. ખાટાં દાડમ પિત્ત કરનાર, વાત-કફનાશક અને રક્તપિત્તકારક છે. ખટમીઠાં દાડમ ભૂખવર્ધક પચવામાં હળવાં, વાત-પિત્તનાશક તથા લૂ, તૃષા અને ઝાડા મટાડનાર છે. ફળની છાલ મળાવરોધક, ઉધરસ, કૃમિ તથા લોહીયુક્ત ઝાડા મટાડનાર છે.

 

દાડમમાં કાર્બોહાઇડ્રેટ ૧૪.૫%, પ્રોટીન ૧.૬%, ચરબી ૦.૧%, ખનિજ પદાર્થો ૦.૭% તેમજ વિટામિન-સી, વિટામિન બી-૧,વિટામિન બી-૨ વગેરે પદાર્થો રહેલા છે.

 

ઉપયોગ

 

દાડમ ‘ગ્રાહી’ (એટલે કે મળનું સંગ્રહણ કરી ઝાડાને અટકાવનાર) છે. આયુર્વેદના મર્હિષ શારંગધરે એટલા માટે જ ઝાડામાં ‘લઘુ દાડિમાષ્ટક ચૂર્ણ’નો નિર્દેશ કર્યો છે. દાડમના સૂકા દાણા ૮૦ ગ્રામ, સાકર ૪૦૦ ગ્રામ, તજ, તમાલપત્ર અને એલચી એ ત્રણેય થઈને ૪૦ ગ્રામ તથા સૂંઠ, મરી અને પીપર એ ત્રણે ૪૦-૪૦ ગ્રામ લઈ આ ઔષધોનું ચૂર્ણ બનાવી લેવું. ઝાડાના રોગીએ આ ચૂર્ણ તાજી મોળી છાશ સાથે અડધી ચમચી દિવસમાં ત્રણ વખત લેવું. આ ચૂર્ણ જઠરાગ્નિવર્ધક, કંઠ વિશોધક તેમજ ખાંસી અને તાવને પણ મટાડનાર છે.

 

દાડમનાં ફળની છાલ એ લાહીનાં ઝાડાનું ઉત્તમ ઔષધ છે. દાડમનાં ફળની છાલ અને કડાછાલ એક-એક ચમચી લઈ બન્નેને ખાંડી, મિશ્ર કરી એક ગ્લાસ પાણીમાં ઉકાળવી. ઉકળતાં અડધો કપ જેટલું પાણી બાકી રહે એટલે ગાળી, ઠંડં પાડી, એક ચમચી મધ મેળવીને પી જવું. સવારે અને સાંજે આ રીતે તાજેતાજો ઉકાળો કરીને પીવાથી ભયંકર રક્તાતિસાર પણ મટે છે. આ ઉપચાર આયુર્વેદના મર્હિષ ભાવમિશ્રજીએ બતાવ્યો છે.

 

દાડમનાં ફૂલ પણ ઔષધ ઉપચારમાં ઉપયોગી છે. દાડમનાં ફૂલ અને લીલી ધરોને વાટીને, કપડામાં દબાવીને એનો રસ કાઢવો. આ રસનાં બે-બે ટીપાં નાકમાં મૂકવાથી થોડા સમયમાં રક્તસ્ત્રાવ-નસકોરી ફૂટી હોય તો બંધ થાય છે. દાડમનાં ફૂલનો રસ એકલો પણ લાભકારી છે.

 

દાડમનાં મૂળની છાલ ઉત્તમ કૃમિનાશક છે. કૃમિ એટલે અહીં પેટ-આંતરડાંના કૃમિ-કરમિયા સમજવા. નાનાં બાળકો કે મોટાઓને પેટના કૃમિની તકલીફ જણાતી હોય, તો તેમને દાડમનાં મૂળની છાલનો ઉકાળો કરી દિવસમાં થોડો થોડો ત્રણ-ચાર વખત આપવો. પછી એરંડિયાનો જુલાબ આપવો. તમામ પ્રકારના કૃમિ નષ્ટ થઈને નીકળી જશે.

 

દાડિમાષ્ટક ચૂર્ણની જેમ દાડિમાદિ ચૂર્ણ, દાડિમાદ્ય ઘૃત, દાડિમાદ્ય તેલ વગેરે આયુર્વેદીય ઔષધોમાં પણ દાડમ મુખ્ય ઔષધદ્રવ્ય તરીકે પ્રયોજાય છે. આ ઔષધો ઘણા રોગોમાં ઉપયોગી છે.

 

 

સાભાર :સંદેશ દૈનિક :  આરોગ્ય અને ઔષધવૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની
સૌજન્ય: પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email :  [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

દાડમ અંગે  વિશેષ પૂરક માહિતી …

dadam.1

 

 

આ અતિ ઉપયોગી ફળને અરબીમાં “રૂમ્માન” , ઉર્દુમાં “અનાર” ગુજરાતી માં “દાડમ” કહે છે.

 

૦૧]  દાડમમાં ગ્લુકોઝ  ઉપરાંત જુદા જુદા અનેક વિટામીનો સમાયેલા છે.   ખાસ કરીને વિટામીન સી, ફોસફરસ, સોડીયમ, કેલ્શ્યમ અને સલ્ફર પણ ખરું જ.

 

૦૨]  મીઠું દાડમ કબજીયાત દૂર કરે છે.   જઠર અને  હદયના સૂળમાં સહેજ ખટાશવાળું દાડમ બેનમુન ટોનિક છે.

 

૦૩]  સામાન્ય ઝાડા કે લોહીવાળા ઝાડામાં 50 ગ્રામ જેટલો દાડમનો રસ સારૂ પરીણામ આપે છે.   દાડમ દર્દીની કમજોરી-અશક્તિ દૂર કરે છે.

 

૦૪]  બ્લડપ્રેસર, મસાની તકલીફ, હાડકા કે સાંધાના દર્દમાં તેમજ કમળા અને લોહીની ઓછપ  જેવી વ્યાધિમાં આયુર્વેદ અને એલોપથીની દ્રષ્ટ્રીએ દાડમ લાભકારક પુરવાર થયું છે.  માનસિક વિકૃતિ દૂર કરવામાં પણ દાડમનો ફાળો મહત્વનો રહ્યો છે.

 

૦૫]  દાડમની છાલ કે છોડું પાણીમાં ઉકાળીને તે પાણી પીવાથી પેટમાં રહેલા જીવડા ઝાડામાં નીકળી જાય છે.   ક્ષય રોગ મટાડવામાં પણ દાડમ ઉપયોગી છે.   જુનો તાવ તોડવામાં પણ દાડમ મહત્વનો ભાગ ભજવે છે.   મેલેરીયાના તાવ પછી દર્દીમાં આવેલી અશક્તિ દૂર કરે છે.

 

૦૬]   સ્ત્રીઓના શરીરને ધોવાતું  અટક્વે છે.   દાડમનું ફૂલ કસુવાવડ અટકાવે છે.

 

૦૭]  દાડમના ફૂલોનો  ઉપયોગ ખાધ રંગો બનાવવામાં પણ થાય છે.  ઉપરાંત મીઠાઈ, અને  બેકરીની વાનગીઓમાં પણ વપરાય છે.

 

૦૮]  દાડમના છોડા દુધમાં ઉકાળી એ દૂધ પીવાથી જુના મરડા અને ઝાડાની તકલીફમાં રાહત મળે છે. દાડમ વારંવાર લાગતી તરસ મટાડે છે.

 

૦૯]  નરણે કોઠે દાડમ ખાવાથી ચહેરા પર તાજગી અને લાલાશ આવે છે, લોહીમાં સુધારો જોવા મળે છે.

 

૧૦]  દાડમનું રસ તાંબાના વાસણમાં નાખી હળવી આંચ આપવાથી જાડા મલમ જેવી પેસ્ટ બને છે.   આ મલમ પેઢા કે દાંત પર હળવે હળવે ઘસવાથી પાયોરિયાનો દર્દ મટે છે. પેઢામાં ભરાયેલો પરૂ  દૂર થાય અને દાંતનો દુ:ખાવો મટે છે.

 

 

daadam.1

 

૧૧] આંખોમાં બળતરા થતી હોય તો આ મલમ આંજવા થી મટે છે.  આંખોમાં ઠંડક થાય છે. ઉપરાંત  આંખોની ચમક વધે છે.

 

૧૨]  દાડમનો રસ પીવાથી છાતીની બળતરામાં રાહત થાય છે.  મુત્રપિંડમાં થતી ગરમી દૂર થાય છે, જઠરના ચાંદા રૂઝાય છે.

 

૧૩]  તાવના દર્દીને છોડા સહીત દાડમના રસમાં મધ ભેળવી નરણે કોઠે પાવાથી તાવ મટે  છે.   ડાયાબીટીસ ના દર્દીને દાડમમાં રહેલી કુદરતી મીઠાશ નુકશાન કરતી નથી.

 

૧૪]  બવાસીર-હરસના મસાના દર્દીને દાડમના રસમાં આદુનો અને લવિંગનો ભૂકો ભેળવી પાવાથી દર્દ, તકલીફમાં રાહત મળે છે.

 

dadam.3

 

૧૫]  દાડમના રસનું નિયમિત સેવન કરવાથી શરીરનો મેદ (જાડાપણું) ઘટે છે. આંતરડાની  બળતરા  દૂર થાય છે.

 

dadam.2

 

૧૬]  દાડમના રસનું  સેવન ભૂખ લગાડે છે અને દિલની બેચની દૂર કરે છે.  પિત્ત  કે એસીડીટી રોકવા દાડમના રસમાં ખાંડ ભેળવી પીવાથી રાહત મળે છે.

 

૧૭]  તાવવાળા દર્દીનું મો કડવું થઇ ગયું હોય અને કશું જમવાની ઈચ્છા થતી ન હોય તો તેને દાડમના દાણા ખવડાવવા અથવા દાડમના રસમાં ગ્લુકોઝ નાખી  પીવાથી શક્તિ  આવશે,  તરસ  છીપશે અને લોહીની માત્રામા વધારો થશે.

 

૧૮]  નાકમાંથી લોહી પડતું હોય (નાક્સોરી ફૂટવાની તકલીફતો દાડમના ફૂલનો રસ કાઢી નાકમાં નાખવું, લોહી પડતું બંધ થઇ જશે.

 

૧૯] દાડમને તેની અંદરના છોતરા સહીત ખાતા રહો.  દાડમ ખાવાથી જઠરને જાણે નવું જોમ મળે છે.

 

સાભાર : http://rashidmunshi.wordpress.com