‘શંકા સમાધાન’ … (૧૩) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૫)’ …

‘શંકા સમાધાન’ … (૧૩/૯ ) …  “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૫)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 green vegetables

“Get yourself unaddicated to man made chemicals and nature will cure the body”

 
આ અગાઉ આપણે શંકા સમાધાન … દ્વારા તપાસી ગયા કે   દરરોજ કાચું કચૂંબર ભાવતું નથી / તેનાથી સંતોષ થતો નથી તો શું કરવું ?; આજે આપણે એક  નવી  શંકાનું સમાધાન  જાણીશું. … અને સાથે સાથે ….’નવી ભોજન પ્રથા’ ની જાણકારી આપતાં વિડ્યો ક્લીપીંગ… (ભાગ-૯) દ્વારા  ‘નવી ભોજન પ્રથા’ અન્વયે, શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  વિશેષ  જાણકારી પણ મેળવીશું …

 

 

શંકા સમાધાન …(૧૩) … નવી ભોજન પ્રથા … (ભાગ-૧૫) …

 

શંકા :
ડાયાબીટીસવાળા ઉપવાસ કરી શકે ?

 

સમાધાન :
શ્રી બાલુભાઈ ચૌહાણ :

 
ડાયાબીટીસ – મધુપ્રમેહ એ એક વ્યાધી – રોગ છે. રોગના જુદા જુદા અનેક નામો આપણે આપ્યા છે. હકીકતે રોગ એ શરીરનો ગુણધર્મ છે. શરીર સદા નિરોગી રહેવા કોશિષ કરે છે. અને તે નિરોગી ત્યારે જ રહી શકે જ્યારે શરીરમાં મળ ન હોય. કારણ કે મળ જમા થવાથી તે  સડે છે અને તેનાથી શરીરમાં ગેસ ઉત્તપન થાય છે, જેને કારણે તેમાંથી દુર્ગંધ પેદા થાય છે. આ ઉપરાંત તેમાં ખટાસ (એસિડ) પણ આવી જાય છે જેને આપણે એસિડીટી કહીએ છીએ.

 
પ્રાણ શક્તિ / ચેતના શક્તિ રૂપે – ઈશ્વરે આપણા શરીરમાંથી મળ નિકાલ – સફાઈ નું કાર્ય સતત થાય તે માટે સુંદર વ્યવસ્થા કરેલ છે. પરંતુ દરેક બાબત ની એક મર્યાદા હોય છે તેમ તેની પણ મર્યાદા છે. તેની મર્યાદામાં રહેલ જેટલો પણ કચરો શરીરમાં જમા થતો હોય તેટલો કુદરતે રીતે નિકાલ થઇ જાય છે. પરંતુ તેની મર્યાદા બહાર – શક્તિ બહાર મર્યાદાથી વધારે પ્રમાણમાં જ્યારે કચરાનું પ્રમાણમાં શરીરમાં વધી જાય છે ત્યારે કચરાની નિકાસ કરતા આવકનું પ્રમાણ વધી જતાં વધારાનો કચરો શરીરમાં જમા થતો રહે છે. વળી, મળ દ્વારા જ ચિકાસ (કફ) પણ થાય છે.

 
ડાયાબીટીસ પણ આજ રીતે થાય છે. વધુ પ્રમાણમાં શર્કરા – ખાંડનો ઉપયોગ અને શરીરમાં રહેલ તે શર્કરા – ખાંડને બાળી નાંખવા માટે જરૂરી ઇન્સ્યુલીન કુદરતી મર્યાદાને કારણે ઉત્પન ન થતા આપણે ડાયાબીટીસ જેવી વ્યાધિ નાં ભોગ બનતા હોઈએ છીએ. આજ કારણ સર જો આપણે આવા રોગના ભોગ ન બનવું હોય તો આપણે સૌ પ્રથમ એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણા શરીરમાં બિન જરૂરી વધારા નાં ખોરાક નો ભરવો ન થાય, જે કારણે મળ નો ભરવો ન થાય અને જે મળ નો ભરાવો આજ સુધુમાં જાણતા કે અજાણતા થયેલ છે તેનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે.

 
આ મળ એટેલ ફક્ત આંતરડા દ્વારા દસ્ત/ સંડાસ માર્ગે નીકળતો મળ જ, એવો અર્થ અહીં કરવાનો નથી, પરંતુ શરીરમાં વણવપરાયેલ ખોરાક જે કોઈ સ્વરૂપે શરીરની સિસ્ટમમાં સંગ્રાહયેલ રહેલ છે તે તે બધાને મળ જ કહેવાય. જે લોહીની રક્તવાહિનીઓની દીવાલોમાં પણ ચોંટેલ હોઈ શકે (જેને મેડીકલ ટર્મ માં આપણે કોલેસ્ટ્રોલ તરીકે ઓળખીએ છીએ), લોહીની અંદર પણ બહ્ડેલ હોઈ શકે કે સાંધાઓમાં પણ ભરાયેલ હોઈ શકે.

 
આપણે “નવી ભોજન પ્રથા” ની સમજૂતીમાં શરૂઆતમાં જ આપણે જોઈ ગયા કે આંતરડામાં ભરાયેલો જુનો કે નવા મળ ના નિકાસ / નિકાલ માટે આપણે એક સરળ અને બિનહાનિકારક માર્ગ અપનાવવો જોઈએ, જે ને આપણે એનિમા તરીકે ઓળખીએ છીએ. આ સિવાય ગજકરણી ક્રિયાથી પણ મળ નો નિકાલ કરી શકાય છે. આ સિવાય આપણા શરીરમાં ભરાયેલ ખૂણે ખાંચરે મળ નાં નિકાલ ની અન્ય કોઈ જ વ્યવસ્થા આપણી પાસેથી નથી સિવાય કે કૂદરત દ્વારા તેનો નિકાલ થાય છે, અને તે માટે અનુકળ સાથ અને સહકાર, ટૂંકમાં કહીએ તો તક કૂદરતને આપણે પૂરી પાડવી જોઈએ. અહીં તમોને સવાલ થશે કે ઈશ્વરને આપણે કઈ રીતે તક આપવી જોઈએ ? તમારો સવાલ અહીં ઉચિત છે, તો તે માટે આપણે એક જ બાબત નક્કી કરી શકીએ કે આપણે આપના શરીરને (પેટને) જે તે ખોરાક આપવો ન જોઈએ, જેથી આપણી સિસ્ટમને તેના નિકાલ / નિકાસ માટે તકલીફ ઊભી ન થાય કે વધારાની શક્તિ / એનર્જી નો ઉપયોગ કરવો ન પડે. અને સફાઈનું કામ સરળતાથી વ્યવસ્થિત થાય.

 
આમ સૌ પ્રથમ આપણે કચરાના નિકાલ / નિકાસ માટે એનિમા પદ્ધતિ જરૂરી સમય સુધી અપનાવવી જોઈએ. ત્યાર બાદ બીજો સરળ માર્ગ એ છે કે શરીરને જે તે ખોરાક ન આપવો. એટલે કે તે માટે સરળ સમજણ એ આપી શકાય કે શક્ય તેટલા ‘ઉપવાસ’ થઇ શકે તો તે કરવા જોઈએ. ‘ઉપવાસ’ ને કારણે આપણી જરૂરીયાત મુજબનું શરીરમાં ઉત્પન થતું ઇન્સુલિન આપણી સિસ્ટમમાં વધારાની શર્કરા ને ઉત્પન થવા નહિ દે. અને જે કારણે ડાયાબીટીસ જેવા રોગ પર આપણે કાબુ પામી શકીશું. આમ ટૂંકમાં કહીએ તો જો રોગની નાબુદી કરવી હોય કે તેના પર કાબુ રાખવો હોય તો ડાયાબીટીસ ધરાવતા લોકોએ પણ ઉપવાસ કરવા જોઈએ. કદાચ આ બાબત આપણને મેડિકલ સાઈન્સ ના પાડે કે ભાઈ તમારે ઉપવાસ ન કરવા જોઈએ, કારણ કે તમે દવાઓ અને કોઈ કોઈ વધારામાં બહારથી ઇન્સુલીન પણ લેતા હોઈ છે અને ડાયાબીટીસ ને કન્ટ્રોલ કરવા કોશિશ કરતાં હોય છે. પરંતુ મોટાભાગ નાં લોકો મેડીકલ નાં સહારે પણ બ્લડ સુગર કન્ટ્રોલ હજુ સુધી કરી શકેલ નથી, અથવા કહી શકાય કે કોઇપણ કારણ સર તેઓ કન્ટ્રોલ કરી શકેલ નથી.  તેઓએ માટે અહી ફક્ત એટલો જ અનુરોધ કરી શકાય કે,  આવા લોકોએ “નવી ભોજન પ્રથા” માં સૂચવેલ  ઉપરોક્ત સિસ્ટમ થોડો સમય માટે એક સાધક તરીકે પોતાની જાત પર પ્રયોગત્મક સ્વરૂપે ફક્ત થોડો સમય અપનાવી જોઈએ અને તેના સુખદ પરિણામ નો જાત અનુભવ કરવો જોઈએ.  (કોઇપણ પરિણામ કાયમ મેળવા માટે  સાધકે  પણ  તેની સાધના કાયમ કરવી જરૂરી છે, અન્યથા ટૂંકા ગળાના પરિણામ જ સંભવત મેળવી શકાય છે.)

 
અહીં “નવી ભોજ પ્રથા” માં સૂચવેલ ઉપાય દ્વારા ફક્ત ડાયાબીટીસ જેવી મહા વ્યાધિમાં જ ફાયદો થાય છે તેમ નથી, પરંતુ આ સિવાય એસિડીટી, થાઇરોડ, માઈગ્રેન અને સાંધાના દુખાવા જેવા અનેક રોગોમાં અકલ્પિત પરિણામ જોવા તેમજ અનુભવમાં આવશે.

 
અમારા જાત અનુભવ નાં આધારે અહીં કહી શકું કે જેવા ઉપવાસ શરૂ કરશો એટલે કૂદરત તેનું કાર્ય શરૂ કરી દેશે અને પ્રાણશક્તિ દ્વારા આપણા શરીરની સિસ્ટમની સફાઈ શરૂ થઇ જશે. શરીમાં જે પ્રકારનો કચરો હશે તે પ્રમાણે સફાઈ ની અગ્રતા હશે. એટલે કે કયો કચરો પહેલા કાઢવો અને ક્યા માર્ગે કાઢવો તે આપણા શરીરમાં કાર્યરત પ્રાણશક્તિ નક્કી જાતે કરી લેશે. કોઈ કોઈ હોજરીમાંથી મોં વાતે નીકળે તેવો કચરો હશે તો તે ઉલટી દ્વારા નીકળશે, આંતરડા વાટે નીકળે તેમ હશે તો ગેસ થશે અને જેનું દબાણ થતાં માથાઓનો દુઃખાવો કે શરીરના અન્ય અંગોમાં દુઃખાવો થશે, બાળી નાખવાની જરૂર હશે તો તાવ – કળતર શરૂ થશે આમ અનેક માર્ગ દ્વારા પોતાના અંદર નાં કચરના પ્રકાર મુજબની સૌને અલગ અલગ અનુભૂતિ થઇ શકે છે. આ કારણ સર ગભરાઈ જવાની કે દવાખાને દોડવાની જરયા જરૂર નથી. પરંતુ તમારે એ માણવાનું કે સમજાવાનું રહે છે કે આપણા શરીરમાં આપણે અપનાવેલ સફાઈ માટેના પ્રયોગનું પરિણામ મળે તે માટેનું કાર્ય શરૂ થઇ ગયું છે. જે સકારાત્મક નિશાની છે. જે આપણું શરીર / સિસ્ટમ ને નિર્મળ કરવા થઇ રહ્યું છે, અને જો સિસ્ટમ નિર્મળ થશે તો જ નિરોગી થઇ શકાશે અને તે માટે કદાચ જો કોઈ તકલીફનો અનુભવ થાય છે તો તે આપણા સારા માટે છે.

 
“ઉપવાસ” શરૂઆતમાં એક સાથે કે નિયમિત રીતે આપણે ન કરી શકીએ કે ન કરવા પણ ઇચ્છતા હોઈએ તો તે માટે જરાય ગભરાવવા ની જરૂર નથી. આપણે તે ટેવ ક્રમશઃ પણ પાડી શકીએ છીએ. એટલે કે પહલા એક ઉપવાસ કરો અને અનુભવ કરો, ત્યારબાદ, થોડા સમયને અંતરે બે દિવસના ઉપવાસ કરો. આમ કરવાથી ઉપવાસ કરવાની ટેવ પણ શરીરને પડશે અને પોતાનો આત્મવિશ્વાસ પણ વધતો જશે. એટલું જ નહિ તેના દ્વારા જે કાંઈ અનુભવ અને રાહત થશે તેથી મનોબળ પણ મજબૂત થશે. જેથી આમ એક સમય એવો આવશે કે પોતે જાતે નક્કી કરી શકશો કે પોતાનાથી હવે સાત, આઠ કે તેથી વધુ ઉપવાસ ચોક્કસ થઇ શકે છે. આ પણ એક પ્રકારનો અભ્યાસ કે શારીરિક કેળવણી છે.

 
આમ ટૂંકમાં કહીએ તો ડાયાબીટીસ ધરાવતા કે અન્ય રોગ ધરાવતા કોઈપણ વ્યક્તિ “ઉપવાસ” કરી શકે છે અને તે સમ્પૂરને રીતે અસરકારક તેમજ ફાયદાકારક રહેશે. માટે જ કહેવાયું છે કે “લંઘનમ્ પરમ્ ઔષધમ્”

 

 

આજે આટલું બસ, આ સિવાય વિડ્યો ક્લીપીંગ દ્વારા પણ આપણે “નવી ભોજન પ્રથા” વિશે શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ દ્વારા હંમેશની માફક આજે થોડી વિશેષ જાણકારી મેળવીશું.

હવે પછી આવતા અઠવાડિયે “શંકા સમાધાન” દ્વારા આપણે એક નવી શંકા નું નિરાકરણ જાણીશું કે “સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકોને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ એ ક્યા પ્રકારની ભોજન પ્રણાલી અપનાવવી જોઈએ ?”

 

 

સૌજન્ય : વેબ જગત  

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૯)  દ્વારા  … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને તે વિશે સમજીએ ..

 

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી એમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.

 

 
આ સાથે અમોને જણાવતાં ખુશી થાય છે કે ફક્ત ભારતમાં જ નહિ પરંતુ પરદેશમાં પણ અનેક લોકોએ આ “નવી ભોજન પ્રથા” અપનાવેલ છે અને વધુને વધુ લોકોએ તેમનું મન તે તરફ વાળવા નક્કી કરેલ છે. અને તેના પરિણામ સ્વરૂપ લંડન માં રહેતા એમિલ તેમજ જેમિલ શાહ અને તેમના માતુશ્રી શ્રીમતી કલ્પનાબેન શાહ પરિવાર દ્વારા તારીખ ૦૭/૦૯/૨૦૧૩ નાં સૌપ્રથમ વખત “નવી ભોજન પ્રથા” ની એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવેલ, લંડન માં સામન્ય સંજોગમાં  લોકો અહીં સતત વ્યસ્ત જીવન વ્યતિત કરતાં હોવા છતાં,  ૭૦ -૭૫ લોકોએ  ઉપરોક્ત શિબિર નો લાભ લીધો અને ખુશી ખુશી જાણકારી પ્રાપ્ત કરી એટલું જ નહિ, શ્રીમતિ કલ્પનાબેન શાહ દ્વારા બનાવેલ ભોજનને માણ્યું  અને સાથે સાથે  તેઓ પૈકી અનેક લોકોએ  નવા સાધક બનવા મનોમન દ્રઢ નિશ્ચય પણ કર્યો. જે ઘણી ખુશીની વાત કહી શકાય.  આ સાથે એમિલ શાહ અને તેના પરિવારને ‘દાદીમા ની પોટલી’ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ.

 

 

આ સાથે એમિલ શાહ તરફથી અમોને મોકલવામાં શિબિરનો અહેવાલ તમારા સૌની જાણકારી માટે …. એમિલ શાહ અને જેમિલ શાહ પરિવાર ની આ નિસ્વાર્થ સેવા અને અથાગ મહેનત અને પરિણામ સ્વરૂપ મેળવેલ સફળતા માટે તેઓ અભિનંદન ને પાત્ર છે.

 

 

First New Diet shibir at UK

By Amil Shah – Family – London :

 on : 07/09/2013

 

Everyone, thank you all for your good wishes.
The first UK New diet seminar was a huge success.
None of us estimated the response we got from the audience. It was really mind boggling. The audience reciprocated our enthusiasm by emptying every food that we prepared for them. Bought all the books and enema kit we had with us.
Around 70-75 people took part in this life changing event.
There were 5 speakers, covering various topics.
1) Jimil (my brother) covered Why New Diet system and what is it?
2) My mom Kalpana Shah covered the importance of fasting in our life and how to observe the fast and how to break it.
3) Manishabhabhi (Jimil’s Wife) covered on importance of Raw diet for kids & how common ladies problems can be cured with this diet system.
4) Purvi (my wife) covered on importance in supporting your husband or wife who wants to follow this diet and not to become obstacle for them in getting better health.
5) I covered on what is wrong with cooked food and milk and the importance of enema to attain maximum health.
Everyone listened to the speaker with great concentration and many have vouched to follow this diet for the better health.
After the main speeches, we called up 6 ‘Saadhaks’ to share their experience and everyone in the audience were stunned listening to each experience.
Then we handled few Q&A.
After that everyone had enjoyed the dinner prepared by us.
The following items were prepared in the menu.
1) Watermelon juice (was served during a short break.)
2) Sesame seed and dry fruit laddu.
3) Cabbage Karishma (my mom’s invention) main ingredient was cabbage
4) Spanish rice (Manishabhabhi’s iinvention) main ingredient was cauliflower.
5) Stuffed bell pepper
6) Masala chole
7) Red & Green Salad (Cucumber, tomato, mint, lemon & rock salt (sindhav))
8) Fruit bowl (Bowl of mix fruits like, banana, apple, peach, plums, grapes & pomegranate)
Everyone loved the dinner too. Most of them had never experienced how raw food can be so tasty and refreshing.
After the dinner we announced a small demonstration by mom to show how a raw food item is prepared. She showed a bunch of around 30 enthusiasts how some of the items in the menu were prepared and how easy it is.
Overall the event was a grand success. Now we all clearly visulaise Mr. Chahan addressing thousands of people in UK to improve their health.
The photos will follow soon.
Kind regards,
Amil Shah
ડાયાબીટીસ ધરાવનાર માટે પૂરક માહિતી :

 veggies meal symbole

We Stress Prevention As Medication

A Vegetable Diet Is For Everyone – Overview

More Green, Better Health

The Purpose – To identify how a Diabetes Vegetable Diet can affect diabetes and insulin requirements.

If you don’t have diabetes vegetables will prevent you from getting it.

Control Diabetes

If you currently have type 1 or type 2 diabetes, vegetables will help you reduce high blood sugar or glucose levels and reduce insulin requirements….

 

વિશેષ જાણકારી મેળવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો.:

http://www.diabetes-prevention.daystarbooks.com/diabetes-vegetable-diet-overview.html