“પુષ્ટિ પ્રસાદ” … (સામાયિક સ્વરૂપે) …(ઓગષ્ટ – સપ્ટેમ્બર,૨૦૦૪) …

“પુષ્ટિ પ્રસાદ” … (સામાયિક સ્વરૂપે) … (અંક- ઓગષ્ટ  સપ્ટેમ્બર,૨૦૦૪) …

 

 

pushti-Aug04

‘પુષ્ટિ પ્રસાદ’ એક સામાયિક સ્વરૂપે છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી યુ એસ એ માં પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,  આદરણીય વડીલ શ્રી વ્રજનીશભાઈ શાહ (યુએસએ) ની વિનંતી ને ધ્યાનમાં રાખી,  આપણે  તેને નિયમિત સ્વરૂપે, પખવાડિયે (૧૫ દિવસે) એક વખત ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રસિદ્ધ કરી અને  બ્લોગ નાં માધ્યમ દ્વારા  અહીં માણવા કોશિશ કરીશું.  અમારી નમ્ર કોશિશ રહેશે કે દર પખવાડિયે  બે માસના અંક બ્લોગ પર પુન: પ્રસિદ્ધ કરી શકાય.

ઓગષ્ટ માસ નો અંક 

 

pushti-Aug4(1)

‘પુષ્ટિ પ્રસાદ’ સામાયિક ને વાંચવા માટે ….. 

Download past issues of ‘Pushti Prasad’ magazine here.

 

 ‘પુષ્ટિ પ્રસાદ’  સામયિક -મેગેઝીન સ્વરૂપે માણવા અહીં નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરવા વિનંતી.  (ઓગસ્ટ  – ૨૦૦૪ અને સપ્ટેમ્બર – ૨૦૦૪  બે માસ ના અંક )

 

 ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસના સામયિક ને  જાણવા અને માણવા નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો …

 

August 2004 High Quality Issue August 2004 Low Quality Issue

 

Sept. 2004 High Quality Issue Sept. 2004 Low Quality Issue

 

To view online issues you will need Adobe Acrobat Reader. If you do not have it please download by clicking here –>    

 

 

The High Quality images are large and will take some time to appear. If you still have difficulty reading these files please email to [email protected] 

 

સાભાર : વ્રજનિશ શાહ  – લોયડસ્, મેરિલેન્ડ.  યુએસએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ,  બ્લોગ પર આવકાર્ય છે.

નારી શિક્ષણ … (૧) …

નારી શિક્ષણ … (૧) …

 

 nari shikshan

 

 

આપણા દેશની શિક્ષિત મહિલાઓમાં કેટલીક એવી પણ છે કે જે એમ માને છે કે એક વ્યક્તિ માટેનું ભોજન બીજા માટે વિષ જેવું બની જાય છે;  પાશ્ચાત્ય નારીઓ માટે જે કંઈ સારું છે એ બધું ભારતીય નારીઓ માટે પણ સારું જ છે એવું નથી.  પાશ્ચાત્ય મહિલાઓના પ્રગતિશીલ વિચાર તથા એમની સિદ્ધિઓ એમના પોતાના ભૂતકાળ સાથે એવા ભાવો અને આદર્શો સાથે સંલગ્ન છે જે શતાબ્દીઓની પરંપરાથી એમનાં પોતાનાં જ બની ગયાં છે.  જીવન પ્રત્યે એમના દ્રષ્ટિકોણની પાછળ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે અને નિશ્ચિત રૂપે તેનું સાર્વભૌમિક મૂલ્ય આંકી ન શકાય.  ભારતીય જીવનપદ્ધતિ પણ અનેક શતાબ્દિઓના પ્રયોગ તેમજ નિરીક્ષણનું ફળ કે પરિણામ છે અને એવો પણ સંભવ છે કે તેનું પેલી પાશ્ચાત્ય પરિસ્થિતિ સાથે સમાયોજન ન થી શકે.  એવુંય બની શકે કે ભારતીય નારીત્વના આદર્શ એમની પાશ્ચાત્ય નારીઓના આદર્શથી મૂળભૂત રીતે ભિન્ન પણ હોય.  જો એવું હોય તો પશ્ચિમમાં જે કંઈ સામાજિક સંબંધોમાં એક પ્રગતિશીલ ઉપલબ્ધિ ગણવામાં આવે છે તે અહીના જીવન પ્રત્યેના ભિન્ન દ્રષ્ટિકોણ રાખનારી ભારતીય નારીઓ માટે અહિતકર બને એવો પણ સંભવ છે.

 

પરંપરાથી બદ્ધ રૂઢિચુસ્ત વર્ગના જેવી આ શ્રેણીની શિક્ષિત ભારતીય નારીઓના તર્કને એમ સહજ રીતે ઉડાડી શકાય તેમ નથી.  આપણે જરા વિચારીને ગંભીરતાપૂર્વક ચિંતન કરવું પડશે.  પશ્ચિમના આંધળા અનુકરણને નિશ્ચિત રૂપે આપણા દેશમાં સામાજિક પ્રગતિ ગણી ન શકાય.  દરેક આધુનિક બાબતની નકલ કરીને પ્રગતિની દિશામાં ભરેલું સાચું ડગલું બને એ વાત આવશ્યક પણ નથી.  પશ્ચિમના લોકો જે કોઈ વસ્તુને સારી ગણીને ચાલે છે તેને આપણાસમાજમાં સ્વીકાર કરતાં પહેલાં ભારતીય આદર્શોની કસોટી પર કસી લેવી જોઈએ.  આ માન્યતામાં મૂળત: કંઈ ખોટું કે અયુકિતક નથી.

 

એકવાર સ્વામી વિવેકાનંદે વ્યંગપૂર્વક કહ્યું હતું : ‘જો ગઈ કાલે જન્મેલું બાળક કાલે જ મરી જવાનું હોય અને તે મારી પાસે આવીને મને મારી પોતાની બધી યોજનાઓને બદલી નાખવાનું કહે; અને જો હું એ બાળકની સલાહ પ્રમાણે ચાલીને એના વિચારો પ્રમાણે હું મારા બધા પરિવેશને બદલી નાખું તો એ  બીજા કોઈની નહિ પણ મારી જ મૂર્ખતા ગણાશે. વિભિન્ન દેશોમાંથી આપણી પાસે પહોંચનારી મોટા ભાગની સલાહ આવી જ છે.  એ બધા જ્ઞાનદંભીઓને આમ કહી દો: ‘જ્યારે તમે પોતે સ્થિર સમાજ બનાવી લેશો ત્યારે હું તમારી વાત માનીશ. તમે એક વિચારને બે દિવસ માટે પણ પકડીને રહી શકતા નથી, ઝઘડતા રહો છો અને નિષ્ફળતાને વરો છો; વસંતકાળે પેદા થનારા કીડાની જેમ જન્મો છો અને એ કીડાની જેમ પાંચ મિનિટમાં મરી જાઓ છો; પાણીના પરપોટાની જેમ ઉદ્દ્ભવો છો અને એમની જેમ જ સમાપ્ત થઇ જાઓ છો.  પહેલાં અમારી જેમ એક સ્થિર સમાજનું નિર્માણ કરો; જેમની શક્તિ સદીઓ સુધી ક્ષીણ ન થાય એવાં નિયમ અને સંસ્થાઓ પહેલાં રચો.  ત્યારે જ તમારી સાથે આ વિષય પર વાત કરવાનો સમય આવશે, અત્યારે મિત્ર !  તમે તો માત્ર એક અંજાઈ જતા બાળક માત્ર છો.’

 

સૌથી ખરાબ વાત એ છે કે સશક્ત, સમૃદ્ધ પશ્ચિમને જોઇને ક્યારેક ક્યારેક આપણે પોતે પણ અંજાઈ જઈએ છીએ.  હીનતાથી  પ્રેરાઈને આપણે ઉતાવળમાં એમના સામાજિક માળખાના ગુણોને કંઈક વધારે પડતું મહત્વ કે મૂલ્ય આપી દેવા મંડીએ છીએ.  આપણે એ ભૂલી જઈએ છીએ કે પોતાના ક્ષેત્રમાં એમણે જે પ્રગતિ કરી છે, એનો પોતાના ભાવિ અનુભવોની દ્રષ્ટિએ એ પોતે જ ત્યાગ કરી દે એવી આવશ્યકતા છે.  વળી, પાશ્ચાત્ય સભ્યતાના આંખને આંજી દે તેવા તેજમાં આપણો સમાજ આધાયાત્મિક આદર્શોની નક્કર ભૂમિ પર ઊભો છે અને જેની શોધના હજારો વર્ષની ધૈર્યપૂર્વકની ખોજ પછી થઇ શકી છે એ સત્યને આપણે જોયું ન જોયું કરીએ છીએ.  આપણે પાશ્ચાત્ય લોકોની ધૂન પર શા માટે ઉન્નત કે અવનત  બનીએ ?  ઊલટાનું શું આપણે પોતે જ પોતાના ભાવ અને આદર્શની આવશ્યકતાને નજર સમક્ષ રાખીને એને અનુરૂપ પોતાનો માર્ગ નિર્ધારિત કરી ન લેવો જોઈએ ?

 

–     સ્વામી નિર્વેદાનંદ
(રા.જ.૧૦-૦૪(૩૩)૨૯૫)

 

 

 • એક વાર માણસ પોતાની જાતને તિરસ્કારવા લાગ્યો એટલે તેની પડતીના તમામ દરવાજા ખુલ્લા થયા એમ માનવું.  આ વસ્તુ રાષ્ટ્ર માટે પણ એટલી સાચી છે …..  આત્મનિંદા ન કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે.  આગળ વધવા ઇચ્છ્નારમાં પ્રથમ આત્મવિશ્વાસ હોવો જોઈએ.  અને બીજું ઈશ્વર ઉપર શ્રદ્ધા જોઈએ.  જેને પોતાનામાં શ્રદ્ધા નથી તેને ઈશ્વરમાં શ્રદ્ધા શી રીતે હોઈ શકે ?

 

 • વેદોમાં એક શબ્દ વારંવાર આવે છે :  ‘નિર્ભયતા’.  કોઈ પણ જાતનો ડર ન રાખો.  ભય એ નબળાઈની નિશાની છે.  દુનિયા મશ્કરી કરે કે તિરસ્કાર, તેની પરવા કર્યા વિના માણસે પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ.

–     સ્વામી વિવેકાનંદ  

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી (૧૦) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૫૪-૫૬) …
-મહેશ શાહ, વડોદરા …

[ભાગ -૧૦]

 

vallabh sakhi

 

ઉર બિચ ગોકુલ નયન જળ, મુખ શ્રી વલ્લભ નામ |

અસ તાદ્રશી કે સંગ તેં, હોત સકલ સિદ્ધ કામ ||૫૪||

પ્રથમ કારીકામાં તાદ્રશીજનનો સાદ્રશ  પરિચય છે. સાચા ભગવદીય અહર્નિશ પ્રભુમય હોય. તેમના રોમ રોમમાં પ્રભુ વસતા હોય છે. અહીં શ્રી હરિરાયજી કહે છે કે તાદ્રશીના હૃદયમાં ગોકુળ વસે છે. શ્રીમદ ભગવત ગીતમાં પણ પ્રભુ એ કહયું છે કે, “યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ્” (જેઓ મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં છે અને હું તેમનામાં છું.). પ્રભુ ભક્તના હૃદયમાં અને ભક્ત પ્રભુના હૃદયમાં વસે છે.  પેલા ધોળમાં પણ કહયું છે ને કે, ‘મારૂં મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણીયામાં તુલસીના વન’ ભક્તનું હૃદય પ્રભુની લીલાસ્થળી હોઈ ગોકુળ-વૃંદાવન જેટલું જ પાવક અને પાવન છે. ત્યાં પ્રભુ સદા રમણ કરે છે. આવા ભક્તોને ફળરૂપા માનસી સેવા સિદ્ધ થઇ હોય છે.

 

આવા ભક્તો સદા વિરહ તાપ જનિત આર્તિ અનુભવતા હોય છે. પ્રભુના વિરહમાં તેમના નયનમાં આંસુ ભરેલા જ હોય છે. સંયોગની સ્થિતિમાં પણ પ્રભુની કરૂણાના ઋણથી આંખો સજળ રહે અને વિરહમાં પ્રભુ ક્યારે દર્શન સુખ આપશે તેની લ્હાયમાં આંસુ વહેતાં રહેતા હોય છે.  આમ તેમના નેત્રો હંમેશા સજલ રહે છે. તેમના ભાવભીનાં આર્દ્ર હૃદયની જેમ નયન પણ ભીંજાયેલા જ રહે છે.

 

પ્રભુના મિલનની આર્તિ શાંત કરવા માટે શ્રી વલ્લભનું નામ અકસીર છે. આચાર્યશ્રીનું એક નામ સ્મૃતિ માત્રાર્તીનાશન: છે. ઠાકોરજીનું મિલન સહેલાઈથી ન થાય. તેમની કૃપા હોય તો  કદાચ ભક્તના હૃદયમાં પિયા મિલનની આશા જાગે, પ્રભુ ક્યારે મળશે તેની તાલાવેલી જાગે, ઉત્કટ ભાવનાના પરિણામ સ્વરૂપે પ્રભુને મેળવવાની ઝંખના જાગે અને તે ન મળે એટલે વિરહાગ્ની પ્રજ્વલિત થાય. આ આર્તિનું શમન માત્ર પ્રભુ મિલનથી જ થઇ શકે જેને માટે આચાર્યશ્રીની કૃપા થવી અનિવાર્ય આવશ્યકતા છે. તે થાય તો જ આર્તિ શાંત થાય અને તેથી જ આ નામ સર્વોત્તમ સ્તોત્રના ૭મા શ્લોકમાં બિરાજે છે.  આમ તો વૈશ્વાનર શ્રી વલ્લભ  આધિદૈવિક અગ્નિ સ્વરૂપ છે પણ તેમનું સ્મરણ આર્તિના શમનની કૃપાનું કારક બને છે. તેથી જ તાદ્રશીના મુખમાં સતત શ્રી વલ્લભનું નામ રહે છે.

 

આવા ભગવદીયનો સંગ પ્રાપ્ત થઇ જાય તો આપણો બેડો પાર! જીવન ધન્ય થઇ જાય. આપણા સર્વ અલૌકિક મનોરથ તેમના સંગ માત્રથી સિદ્ધ થઇ જાય. સુવર્ણ પાત્ર લઈને ભિક્ષા માંગવા ન નીકળાય તેવી જ રીતે આવા ભગવદીયના સંગે લૌકિક મનોરથ સિદ્ધીની કામના ન કરાય.  આવા ભગવદીયોના સાનિધ્યમાં લૌકિક લાલસા જાગે જ નહીં.

 

બિનુ દેખે આતુર રહે, પ્રેમ બાગકો ફૂલ |

ચિત્ત ન માને તાહિ બિનુ, પ્રેમ જો સબકો મૂળ ||૫૫||

તાદ્રશી જનોના ગુણાનુવાદ આગળ વધારતાં શ્રી હરિરાયજી કહે છે કે ભક્તો દર્શન માટે સદા આતુર હોય છે. ગોપીજનોની જેમ આ ભક્તોને પણ પલક ઝપકે તેટલો વિક્ષેપ અનુકુળ નથી આવતો. પ્રભુની સેવામાં સક્રિય ન હોય ત્યારે (અનવસરમાં) વિરહાર્તિથી વ્યાકુળ હોય છે. ક્યારે પ્રભુ મળે અને ક્યારે નયનોને દર્શન સુખ પ્રાપ્ત થાય તેની વ્યથા સતત ચિત્તમાં રમતી રહે છે. સારસ્વત કલ્પમાં પ્રભુ શ્રીકૃષ્ણ ગોચારણમાં જતા ત્યારે ગોપીઓની દશા પણ આવી જ થતી. આ ભાવનાઓ શ્રી ભાગવતજીમાં ‘વેણુગીત’ સ્વરૂપે અભિવ્યક્ત થઇ છે. આ ભક્તો પ્રેમ બાગની શોભા વધારતા પુષ્પો જેવા છે. જેમ સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ ફરતું રહે છે તેમ આ ભક્ત પુષ્પો પણ હંમેશા વલ્લભોન્મુખ રહે છે. ભૌતિક રીતે જોઈએ તો બાગની શોભા પુષ્પથી જ છે. રંગ બેરંગી પુષ્પો જ બગીચાને આકર્ષક બનાવે છે. તેવી જ રીતે આ ભક્ત-પુષ્પો જ આ ભક્તિ બાગના આભુષણ છે.

 

આ ભક્તજનોનું ચિત્ત શ્રી વલ્લભના ચરણોમાં સદા ચોટેલું રહે છે. જેમ ધ્રુવ તારક અવિચલ છે તેવી જ રીતે તેમની ચિત્તવૃત્તિ વલ્લભમાં નિર્વિકલ્પપણે ધ્રુવીભુત થયેલી હોય છે. તેમને સાનિધ્યનું એવું વ્યસન હોય છે કે તેના વગર એક પળ પણ ચેન નથી પડતું.

 

આ બધાના મૂળમાં પ્રેમ, નૈસર્ગિક સ્નેહ જ રહેલો છે. આપણો માર્ગ જ પ્રેમ માર્ગ છે ને ?

 

કૃષ્ણ પ્રેમ માતો રહે, ધરે ન કાહૂ શંક |

તીન ગાંઠ કોપીન પેં, ગીને ઇન્દ્ર કો રંક ||૫૬||

હાથી માટે એવું મનાય છે કે તેના ગંડસ્થળમાંથી  ઝરતા મદથી તે મસ્તીમાં રત રહે  છે. તેવી જ રીતે તાદ્રશી ભક્તોના અંતરમાં સતત  ઝરતા પ્રેમ અને ભક્તિના રસમાં તેઓ પણ  હંમેશા પ્રભુ-પ્રેમમાં મદમાતા રહે છે. પ્રભુના સતત માનસિક સાનિધ્યનો સૌભાગ્યમદ તેમને એક જુદા જ સ્તરમાં મહાલતા કરી દે છે. જેમને અંગ્રેજીમાં rock solid કહે છે તેવા અચલ, અટલ, અડોલ, નિશ્ચલ કે ધ્રુવ-તારક સો દ્રઢ વિશ્વાસ ભક્તોના હૃદયમાંથી લગીર પણ ચલાયમાન થતો નથી. મેરૂ ચળે પણ તેમના મન જરીકે ય ચળતાં નથી. શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં વર્ણવાયો છે તેવો કપરો દેશ કાલ  હોવા છતાં તેમનો આશ્રય અક્ષુણ્ણ રહે છે. આવા તાદ્રશી જનોનું અનુસંધાન સીધું જ જગ નિયંતા સાથે હોય છે.  તેઓ કોઈની દરકાર રાખતા નથી. અષ્ટ સખા અને પરમ ભગવદીય કુંભનદાસજીનું પેલું બહુ જાણીતું પદ “ભકતન કો કહા સીકરી કામ”  એ જ વાતનું દ્યોતક છે. સમગ્ર ભારતના અધિપતિ અને પ્રતાપી એવા અકબર બાદશાહને ‘જેનું મોઢું જોવું પણ ન ગમે તેને સલામ કરવી પડી’ કહી શકવાની હિંમત અને દિલેરી કાંઇ જેવી તેવી વાત છે? કૃષ્ણ પ્રેમમાં મદમાતા તાદ્રશી ભક્ત જ આવું કહી શકે.

 

આ ભક્તોનો આશ્રય અનુઠો અને અનોખો તો તેમનાં વિવેક અને ધૈર્ય અનુપમ હોય છે. તેમને પ્રભુ કૃપામાં લેશ પણ શંકા હોતી નથી, ભક્ત કવિ દયારામભાઈએ એટલે જ ગાયું છે કે “નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો”. ગીતાજીમાં પણ પ્રભુ એ સ્વમુખે કહયું છે કે ‘સંશય કરનારાનો વિનાશ થાય છે.’ આવા ભગવદીયોના મનમાં દ્વિધા કે શંકાનો વરવો વાસ નથી હોતો. શ્રધ્ધા, વિશ્વાસ, આસ્થા, આશ્રય અને સમર્પણનો સમંદર તેમના હૃદયમાં ઘૂઘવે છે.

 

આવા ભક્તો સુદામાના સગા ભાઈ જેવા નીષ્કિંચન હોય છે. તેમને દુન્યવી સંપત્તિમાં જરાય મોહ નથી હોતો. પ્રભુને પારાવાર પ્રેમ કરે તે ખરૂં પણ તેમના અર્ધાંગીની લક્ષ્મીજી સાથે જરાય લગાવ નહીં. શ્રી હરિરાય મહાપ્રભુ તેમની ‘સંપદા’ વર્ણવતા કહે છે કે તેમના કૌપીનમાં પણ ત્રણ ગાંઠ છે. એક તો લંગોટી તેમાં પણ સાંધાના વાંધા! ભક્તોને પોતાના દેખાવની જરાય ચિંતા નથી હોતી. સામાજિક જરૂરત મુજબ વેશ પરિધાન કરવા સિવાય તેમને પોતાના વસ્ત્રો કે અન્ય ટાપટીપની પરવા નથી હોતી. ઉપર કહયું તેમ આવા દુન્યવી દ્રષ્ટીએ કંગાળ ભક્તો પ્રભુના સામિપ્યથી મદમાતા હોય છે. તેમને પ્રભુ રૂપી અનમોલ નિધિ પ્રાપ્ત થઇ હોવાથી તેઓ અન્ય સૌને (આધ્યાત્મિક) ગરીબ અને તુચ્છ ગણે છે. અહિં એ જ વાત ટૂંકમાં પણ સટીક રીતે કહેતાં શ્રી હરિરાયજી કહે છે કે આવા તાદ્રશી જનો સ્વર્ગના અધિપતિ ઇન્દ્રને પણ રંક ગણે છે.

 

 

આવા આધ્યાત્મિક સંપત્તિવાન ભક્તોના મંગલ સ્મરણ સાથે અહીં જ વિરમીએ. જયશ્રીકૃષ્ણ.

 

ક્રમશ:

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ગુદા માં પડતા વાઢીયા (ફીસર)… અને હોમીઓપેથી …

ગુદા માં પડતા વાઢીયા (ફીસર) … અને હોમીઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

 

 

વાંચક મિત્રો,  આ અગાઉ પાઇલ્સ (મસા) …ની તકલીફ … અને હોમીઓપેથી …. વિશેની પ્રાથમિક માહિતી … બ્લોગ પોસ્ટ પર નાં મારા લેખ દ્વારા આપ સર્વેએ મેળવી; બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ બદલ,  અમો આપ સર્વે નાં અંતરપૂર્વકથી  આભારી છીએ.. !.  આજે આપણે  એક નવી વ્યાધિ … ગુદા માં પડતા વાઢીયા (ફીસર)… વિશે સમજીશુ…

 

 fissure

ચાલો તો, આજે ગુદા માં પડતા વાઢીયા વિશે સમજીએ….

 

જ્યારે ગુદાની નાજુક ચામડી માં ચીરા પડે ત્યારે તે પરિસ્થીતી ને ફિસર એટલે કે ગુદામાં વાઢિયા થયા એમ કહેવાય…

જ્યારે આ વાઢિયા ની શરુઆત હોય ત્યારે આ વાઢીયા ની સાથે સાથે એક્દમ લાલ (ફ્રેશ) લોહી પડે અને બળતરા થાય છે.

 • કારણો – 

જ્યારે ગુદાની નાજુક ચામડી વધારે પડતી ખેંચાય ત્યારે આ પરિસ્થીતિ ઉભી થાય છે.

યુવા લોકો માં આ રોગ થવાના કારણો માં  કબજીયાત, વધારે પડતો કડ્ક મળ અને વધારે સમય સુધી ડાયેરીઆ ( ઝાડા) રહે તો ફીશર થઇ શકે છે.

 

ઘરડા લોકો માં  આ જગ્યા પર લોહીનો અપુરતો પુરવઠો આવી તકલીફ માટે જવાબદાર છે.

 

 બીજા કારણો નીચે મુજબ વર્ણવી શકાય…

 

૧) અલ્સરેટીવ કોલાઇટીસ.

૨) ક્રોન’સ ડિસીસ.

૩) બાળક ના જન્મ સમયે થતી ઇન્જરી ના કારણે.

૪) ગુદામાર્ગ દ્વારા સેક્સ કરવાથી ત્યાં નુકશાન થાય જે ફિશરમાં પરિણમે છે.

 • લક્ષણ –

૧) કુદરતી હાજતે પછી વધારે પડતી બળતરા

૨) મળની ઉપર/ પછી એકદમ લાલ ( ફ્રેશ ) લોહી પડવુ.

૩) જો ફીશર લાંબા સમય થી હોય તો એ ભાગે ભીનાશ રહે અને વારંવાર ખંજવાળ આવે.

fiser.1
 • ડાયાગ્નોસીસ – 

ઉપર મુજબ ના લક્ષણો દ્વારા ફિશર ની તકલીફ છે નક્કી કરી શકાય છે.

 
 • સારવાર – 

અત્યાર સુધી આ તકલીફ ને સર્જરી સાથે સાંકળવામા આવતી કે આ તકલીફ હોય તો ઓપરેશન કરાવવુ પડે પરંતુ હોમિયોપેથી દ્વારા આ રોગ ફક્ત દવાઓથી મટી શકે છે.

 

૧) નાઇટ્રીક એસીડ – જ્યારે જાંણે કાંટો વાગતો હોય એવા દુખાવા સાથે મળની સાથે લોહી પણ આવે સ્થીતિ માં આ દવા અસરકારક સાબીત થાય છે.

 

૨) મ્યુરીઆટીક એસીડ- વધારે પડતી અશક્તી ની સાથે સાથે મળ ની સાથે લોહી પડે અને ગુદામાં થતા દુખાવાને કારણે એને સામાન્ય અડકતા પણ ભયંકર દુખાવો થાય ત્યારે આ દવા આપી શકાય છે.

 

૩) રટાઇના – જ્યારે મળ એકદમ કડક આવે અને એને ઉતારતા પણ ભયંકર દુખાવો થાય , બળતરા થાય,  ત્યારે આ દવા લઇ શકાય છે.

 

આ ઉપરાંત  સેપીઆ, કેમોમિલા, સિલીસીઆ, ગ્રેફાઇટીસ, કેલ્કેરીઆ ફોસ, પેટ્રોલિયમ જેવી દવાઓ આ રોગ માં અસરકારક સાબીત થાય છે.

 

 • સારવાર ઉપરાંત નીચે મુજબની સુચનાઓનુ પાલન પણ કરવામાં આવે તો ઘણી રાહત થઇ શકે છે.

૧) ખોરાક – વધારે ફાઇબરવાળો ખોરાક અને લીક્વીડ ડાએટ ઘણી અસરકારક સાબીત થાય છે. રસાળ ફળ, લીલા શાક્ભાજી વધારે લેવા.  આલ્કોહોલ અને કોફી ટાળવા. રોજના ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવુ.

૨) નવશેકુ ગરમ પાણી કરી ને એનો શેક લેવો.

૩) ગુદાના ભાગે ઇન્ફેક્શન ન લાગે એટલે દરેક કુદરતી હાજતે ની પ્રક્રિયા બાદ ગુદા નો ભાગ સાબુ થી સાફ કરી દેવો.

૪) ફરી થી ન થાય એના માટે કબજીયાત ને અટકાવી પડે જેના માટે ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવુ. , કુદરતી હાજતે ની પ્રક્રિયાને નિયમિત બનાવવી , એને રોકવુ નહી નહી તો એ ગુદામાર્ગ ને નુકશાન પહોચાડી શકે છે., વધારે પડ્તુ જોર ન કરવુ કુદરતી હાજતે જતી વખતે, તેમજ ગુદામાર્ગ દ્વારા સેક્સ(એનાલ સેક્સ) ટાળવુ.

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા અમોને જાણ કરશો … આપને આપના મેઈલ આઈ ડી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી કોશિશ રહેશે.

ચેતવણી : અહીં દર્શાવેલ કોઈપણ પ્રકારના ઉપચાર જાતે કરતાં પહેલા, જે તે ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કે તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપચાર કરવો/ કરાવો  જરૂરી છે.

‘શંકા સમાધાન’ … (૧૪) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૬)’ …

‘શંકા સમાધાન’ … (૧૪/૧૦(૧) …  “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૬)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

 vegan recipe.1

 

 

આ અગાઉ આપણે શંકા સમાધાન … દ્વારા તપાસી ગયા કે … ‘ડાયાબીટીસવાળા ઉપવાસ કરી શકે ?’  …. આજે આપણે ફરી એક  નવી  શંકાનું સમાધાન  જાણીશું. … અને સાથે સાથે.નવી ભોજન પ્રથા’ ની જાણકારી આપતાંવિડ્યો ક્લીપીંગ… (ભાગ-૧૦)દ્વારા  ‘નવી ભોજન પ્રથા’ અન્વયે, શ્રી બાલુભાઈ ચૌહાણ  સાહેબ (અમરેલી) પાસેથી  વિશેષ  જાણકારી પણ મેળવીશું …

 

 
શંકા :

સગર્ભા સ્ત્રી તેમજ બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીએ કેવી ભોજન પ્રણાલી અપનાવવી જોઈએ ?

 

સમાધાન :

શ્રી બાલુભાઈ ચૌહાણ :

 

હાલના સમયમાં સમાજમાં એવી માન્યતા પ્રચલિત છે કે સગર્ભા સ્ત્રી – પ્રસુતા સ્ત્રી કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીએ ઘી, દૂધ, કઠોળ, સૂકામેવા જેવો વધુ શક્તિદાયક ખોરાક ખાવો જોઈએ.  જેથી બાળકના શરીરનો ઉછેર સારો થાય અને માતાનું શરીર ક્ષીણ ન થાય અને માતાની વપરાઈ ગયેલ શક્તિ જળવાઈ રહે.

 

આ માન્યતા પાછાનો મૂળભૂત ખ્યાલ એ છે કે ખોરાકથી શરીરનું બંધારણ થાય છે.  તેમજ ખોરાકથી જ શક્તિ મળે છે.  થોડુંક ઉંડાણપૂર્વક વિચારીશું તો ખ્યાલ આવશે કે જે ચીજ જેનાથી બને છે તેનાથી ચાલતી નથી.  દા.ત. ૧] પંખો બને છે લોખંડ, તાંબુ વિગેરેથી  … પરંતુ તે ચાલે છે વીજળી શક્તિથી.  ૨] ડીઝલ, પેટ્રોલ, સ્ટીમ એન્જિનો બને છે અન્ય ધાતુ, રબ્બર, પ્લાસ્ટિક વિગેરે પદાર્થથી… પરંતુ ચાલે છે ઓઈલ, ડીઝલ, પેટ્રોલ, વરાળ-સ્ટીમ વિગેરેની શક્તિથી …

 

આમ જોઈએ તો અહીં બંધારણ ની વસ્તુ અલગ છે, જ્યારે તેનું ચાલક બળ પણ અલગ છે.  આજ રીતે આપણું શરીર બનેલ છે પાંચ તત્વોનું…

 

છિતિ જલ પાવક ગગન સમીરા |
પાંચ રચિત યહ અધમ સરીરા ||

 

… જ્યારે ચાલે છે ઈશ્વરીય શક્તિથી, જે માણસને ઊંઘ કે ધ્યાન દરમ્યાન મળે છે.  આમ શરીરના બંધારણ માટે અને શરીરના ઘસારા માટે માતાનાં શરીર મારફત બાળકનો ગર્ભ પોષાય છે.  જેથી સામાન્ય સંજોગમાં જે ખોરાકની જરૂર પડે તેનાં કરતાં વધુ પ્રમાણમાં ખોરાકની જરૂર સગર્ભા સ્ત્રીને તેમજ બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીને રહે તે સ્વાભાવિક છે.  ભોજન પ્રણાલી સંબંધે વિચારવામાં આવે તો પાંચ તત્વોનું શરીર બનેલું હોવાથી પાંચે પાંચ તત્વો યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ઘસારા અનુસાર હરહંમેશ પૂરા પાડવામાં આવે તેવી ભોજન પ્રણાલી વ્યાજબી ગણાય.

 

ખોરાકની માત્રા ઘસારાના પ્રમાણમાં લેવાય.  શરીરનો ઘસારો શારીરિક શ્રમનાં પ્રમાણમાં લાગે.  તેથી જેમને શારીરિક શ્રમ વધુ હોય તેમને ઓછા શારીરિક શ્રમની સરખામણીમાં ખોરાકની માત્રાની વધુ જરૂર રહે.  સગર્ભા સ્ત્રી, પ્રસૂતા સ્ત્રી કે સ્તનપાન કરાવતી સ્ત્રીએ તેમની સામાન્ય જીવનશૈલીના પ્રમાણમાં વધુ માત્રામાં ખોરાકની જરૂર રહે તે સ્વભાવિક છે.  પરંતુ દૂધ, ઘી, સૂકામેવા કે કઠોળ વિગેરે શક્તિદાયક ખોરાક જ લેવો તે ભ્રામક ખ્યાલ છે.

 

ખોરાકની ગુણવત્તા જોઈએ તો ખાવાના ચાર તત્વોમાં વાયુ તત્વ ઉત્તમ ખોરાક છે, અગ્નિતત્વ મધ્યમ છે.  જ્યારે જળ અને પૃથ્વીતત્વ કનિષ્ટ છે.  સ્થૂળતાની દ્રષ્ટિથી જોવામાં આવે તો પૃથ્વીતત્વ સૌથી વધૂ સ્થૂળ છે.  જળતત્વ તેનાથી તેનાથી ઓછું સ્થૂળ છે. અ અગ્નિતત્વ જળથી પણ ઓછું સ્થૂળ છે.  વાયુ તત્વ સૂક્ષ્મ છે.  જ્યારે આકાશ તત્વ સૂક્ષ્મતમ છે.  આથી એ સ્પષ્ટ છે કે ઘી – દૂધ – કઠોળ કે સૂકો મેવો આ બધા જ સ્થૂળ – ભારે અને કનિષ્ઠ ખાધ છે.  તેથી જ પ્રસુતિ પછી સ્ત્રીનું શરીર સ્થૂળ – બેડોળ – કદરૂપું થઇ જતું મોટાભાગે જોવા મળે છે.

 

ખરેખર જો બાળકનું સારૂ પોષણ, સારી વૃદ્ધિ, સારો શારીરિક તેમજ માનસિક વિકાસ ઇચ્છતા હોઈએ તો સગર્ભા અવસ્થાથી માંડીને બાળક સ્તનપાન કરતુ હોય, ત્યાં સુધી ખાસ સ્ત્રીએ દૂધ, ઘી, કઠોળ છોડીને રાંધ્યા વગરનાં ફળ અને લીલાપાનને આહારમાં મુખ્ય સ્થાન આપવું જોઈએ.  જેનાથી સ્ત્રીનું શરીર પણ સ્થૂળ અને બેડોળ બનતું અટકી જશે.

 

આમ, સગર્ભા, પ્રસૂતા તેમજ સ્તનપાન કરાવતી સ્ત્રી ભોજન પ્રણાલી પંચતત્વ આધારિત સમતોલ આહારની જ હોવી જોઈએ કે રાખવી જોઈએ.  એટલે કે સવારથી બપોર સુધી કશું જ ખાવું નહીં (આકાશ્તત્વ), બપોરે લીલાપાન તથા ફળ (વાયુ અને અગ્નિ તત્વ) અને રાત્રે શાક તથા અનાજ (રોટલા, રોટલી, કાઢી, ખીચડી, દાળ, ભાત વિગેરે ) (જળ અને પૃથ્વી તત્વ)   તેમાં પણ રાત્રે અનાજની માત્રા ઓછામાં ઓછી તેની જગ્યાએ વધુ શાક, ફળ અને લીલાપાનને સ્થાન આપવું હિતાવહ છે.  અમારા કુટુંબની સ્ત્રીઓ આ પ્રથા અપનાવે છે.

 

દૈનિક છે – સાત લીટર દૂધ આપતી ગાય તેમજ દશ બાર કે તેથી વધુ લીટર દૂધ આપતી ભેંસ રાંધેલ ખોરાક કે ઘી – દૂધ – સૂકોમેવો કે કઠોળ ક્યારેય ખાટા નથી.  તો પછી સામન્ય બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીએ રાંધેલ ખોરાક તેમજ દૂધ – ઘી ખાવા જ જોઈએ તે માન્યતા કેટલી વજૂદ / પ્રમાણ વિનાની લાગે ?

 

ઉલટાનું આવું ભોજન લેવાથી દૂધની ગુણવત્તા બગડે છે.  જેથી બાળકનાં શરીરનું બંધારણ ખામી યુક્ત થાય છે અને તે કુપોષણનું શિકાર બને છે.

 

વિશેષ માહિતી માટે શ્રી બાલુભાઈ ચૌહાણ દ્વારા પ્રકાશિત “બાળ ઉછેર”  પુસ્તિકા વાંચી જવા વિનંતી.

 

 

આજે આટલું બસ, આ સિવાય વિડ્યો ક્લીપીંગ દ્વારા પણ આપણે “નવી ભોજન પ્રથા” વિશે શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ દ્વારા હંમેશની માફક આજે થોડી વિશેષ જાણકારી મેળવીશું.

 

 

હવે પછી આવતા અઠવાડિયે  “શંકા સમાધાન” દ્વારા આપણે એક નવી શંકા નું નિરાકરણ જાણીશું કે “કમ ખાઓ, ગમ ખાઓ” એ ઉક્તિ / કેહવત અનુસાર ઓછું ખાવાથી નિરોગી ન રહી શકાય ? …”

 

 

સૌજન્ય : વેબ જગત  

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૧૦)  દ્વારા  … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને તે વિશે સમજીએ ..

 

 

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી એમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.

નમસ્કાર એક સુંદર પ્રક્રિયા છે  …

નમસ્કાર એક સુંદર પ્રક્રિયા છે  …

 

 

 namaste.1

 

 

અમોને બ્રહ્મજ્ઞાન (આત્મજ્ઞાન) પ્રદાન કરીને સદગુરૂએ સહજ ભક્તિ સમજાવી છે.  જીવનનાં તમામ કર્તવ્યકર્મો કરતાં કરતાં પ્રભુના યશોગાન કરતા રહીને ભક્તિ ૫થ પર આગળ વધવાનું છે.  જે પ્રભુને યાદ કરે છે તે યશ અને માનને સહજમાં પામે છે.  બ્રહ્મજ્ઞાન(સત્યની પ્રાપ્‍તિ) થવાના કારણે તેના તમામ ભ્રમો સમાપ્‍ત થઇ જાય છે.  દ્દશ્યમાન જગતને સત્ય સમજવાનો ભ્રમ બ્રહ્મજ્ઞાનની દિવ્ય રોશનીથી દૂર થાય છે. ભક્તિમાં અહંકારને કોઇ સ્થાન નથી..કારણ કેઃ ભક્તિમાં નમ્ર ભાવની મહત્તા હોય છે.  અમારા અંતઃકરણમાં પ્રભુ-૫રમાત્માનો ભાવ અહંકારની અનુ૫સ્થિતિમાં જ થાય છે.

 

માનવ જેટલો નમ્ર બને છે એટલો તેનો અહંકાર ઓછો થાય છે.  સદગુરૂદેવ આ૫ણને પોતાનાથી અધિક બીજાઓનો આદર સત્કાર કરવાનું શિખવે છે. નમસ્કાર(ચરણસ્પર્શ)નું શું માહાત્મય છે ? તેના વિશે મનોવિશ્લેષણ કરતાં અમે નીચેના નિષ્કર્ષ ઉ૫ર ૫હોચ્યા છીએ…

 

  • નમસ્કાર(ચરણસ્પર્શ) એક સુંદર પ્રક્રિયા છે.

 

  • અમે જ્યારે સંતોના ચરણોમાં નમસ્કાર કરીએ તે સમયે જો અમારૂં અંતઃકરણ વિરોધ કરે તો સમજી લેવું જોઇએ કે આ વાસ્તવમાં અહંકાર જ છે જે અમોને રોકી રહ્યો છે..કારણ કેઃ અહંકાર નમવાનું નહી ૫રંતુ અક્કડ રહેવાનું જાણે છે.  અમારા હ્દયમાં આવી ભાવના હોય તો તેને દૂર કરવી જોઇએ. અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ…

 

  • બ્રહ્મની સાથે જોડાયેલા વ્યક્તિઓમાં પ્રભુના તેજનો પ્રવાહ પ્રગટ હોય છે.  જે ૫રમ સત્યની સાથે જોડાયેલા છે તેમનામાં આધ્યાત્મિક શક્તિનો વાસ હોય છે.  જ્યારે અમારૂં મન બ્રહ્મજ્ઞાનીઓના ચરણોમાં ઝુકે છે ત્યારે મનના વિકારો દૂર થાય છે.. તે અમોને અનેક મુશ્કેલીઓમાંથી બચાવે છે.

 

  • ખરાબમાં ખરાબ વ્યક્તિ ૫ણ પોતાની સમક્ષ ઝુકેલા વ્યક્તિના પ્રત્યે કરૂણાશીલ બની જાય છે.

 

  • બ્રહ્મજ્ઞાની મહાપુરૂષોના ચરણ સદગુરૂના ચરણ તુલ્ય જ છે.. કારણ કેઃતન.. મન.. ધન.. સદગુરૂ ૫રમાત્માની અમાનત છે એટલે આધ્યાત્મિક સ્તરે કોઇ નાનો મોટો નથી.  તમામનું શરીર પાંચ તત્વોનું બનેલું છે તથા છઠ્ઠું તત્વ આત્મા ૫રમાત્માનો અંશ છે જે તમામમાં સમાનરૂપે વિદ્યમાન છે.

 

સંત નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ “અવતારવાણી”માં કહ્યું છે કે…

 

જેને પ્રભુના દર્શન કીધા, એને તમે નમસ્કાર કરો,
એમની અંદર પ્રભુ બોલે છે, એમનો તમે સત્કાર કરો.

નકલની અંદર અસલ છુપ્‍યો છે, એ અસલથી પ્રેમ કરો,
આ જીવનના ધ્યેયને જાણો, જીવન ના બેકાર કરો.

નિરખી પ્રભુને માની લીધો, એ ૫ર વારી જાઉં હું,
કહે “અવતાર”એ પ્રભુ ભક્તને, ૫લ ૫લ શિશ ઝુકાવું હું……..(અવતારવાણી-૩૧૭)

 

એટલે કે શરીરને નહી,પરંતુ આ ૫રમ શક્તિને જ નમસ્કાર કરવામાં આવે છે..  ૫રંતુ અહંકાર દૂર થયો છે કે નહી તેની ખબર તો ત્યારે જ ૫ડે છે કે જ્યારે અમે અમારાથી નાની ઉંમરની વ્યક્તિ સમક્ષ ૫ણ નમ્ર ભાવથી શરીરની શ્રેષ્‍ઠતાનો ત્યાગ કરીને કણકણમાં વ્યા૫ક ૫રમ સત્તાનું રૂ૫ સમજીને નમસ્કાર કરીએ. નમસ્કારમાં શરીરથી વધુ મનને ઝુકાવવું ૫ડે છે.  જ્યારે શરીરમાંથી આત્મા (જીવ) નીકળી જાય છે તો તે શરીરને નમસ્કાર કરવામાં આવતા નથી..  સાથે સાથે એ તથ્ય ૫ણ ઉલ્લેખનીય છે કે નમસ્કાર તે જ કરે છે જેનામાં આત્મા છે !

“ઝુકતે હૈ વો જિસમે જાન હોતી હૈ.. અક્કડ રહેના મુર્દેકી ૫હેચાન હૈ”

સંતવાણી કહે છે કેઃ

સબ ઘટ મેરા સાંઇયા સુની સેજ ના કોઇ,
બલિહારી ઉસ ઘટકી જા ઘટ પ્રગટ હોઇ….!

 

આનો અર્થ એ છે કેઃદરેક ઘટમાં ૫રમાત્માનો વાસ છે તેથી દરેક ઘટમાં ૫રમાત્માનાં દર્શન કરીને નમસ્કાર કરવા જોઇએ, કારણ કે આ નિરાકાર પ્રભુ ૫રમાત્માની પૂજા થઇ શકતી નથી, તેમની પૂજા અમે સાકાર રૂ૫માં જ કરી શકીએ છીએ, જેમ કે પ્રકાશની પૂજા ત્યારે જ થઇ શકે છે કે જ્યારે તેને પ્રગટ કરવાનાં સાધન દીવો અને વાટ હાજર હોય ! અમે જો પ્રકાશને પ્રગટ કરવાનું ઇચ્છતા હોઇએ તો દિ૫કનો સહારો લેવો ૫ડે છે.. ૫રંતુ પ્રકાશ અલગ છે.. દિ૫ક અલગ છે.  જેમકે આત્મા અલગ છે.. શરીર અલગ છે.  શરીરનું મૃત્યુ થાય છે ૫રંતુ આત્માનું મૃત્યુ થતું નથી.  જ્યારે અમે પ્રણામ કરીએ છીએ ત્યારે શરીરને નહી,પરંતુ ઇશ્વરના અંશ આત્માને પ્રણામ કરીએ છીએ.

 

ઇમાનદારી એક સારો ગુણ છે, તેની વ્યાખ્યા એક ઇમાનદાર વ્યક્તિ પાસેથી જ સમજી શકાય છે. ઇમાનદારીની પૂજા ઇમાનદાર વ્યક્તિની પૂજા કરવાથી જ થાય છે.  આ તથ્ય સાકારની મહત્તાને પ્રગટ કરે છે.  અજ્ઞાની માનવ લગભગ રોશનીની પૂજાને જ દિ૫કની પૂજા સમજી બેસે છે.  આ જ અમારી ભૂલ છે.

 

“હમ પૂજારી હૈ રોશની કે, સમજતી હૈ દુનિયા દિયા પૂજતે હૈ”

 

જો નમસ્કાર કરતી વખતે અમોને ભ્રમ થઇ જાય છે કે.. અમે કોઇને નમસ્કાર કેમ કરીએ છીએ ? અથવા તો હું કેટલો મહાન છું કે લોકો મને નમસ્કાર(ચરણસ્પર્શ) કરી રહ્યા છે.  આમ, આ બંન્ને ભાવ અહંકારના સૂચક છે.. તે અમોને અધઃ૫તન તરફ લઇ જનારા છે માટે આ ભાવથી બચવું શ્રેયસ્કર છે.  ભૂલથી બચવા માટે પોતાની હસ્તીને સદગુરૂ ૫રમાત્માના શ્રીચરણોમાં ન્યોછાવર કરીને ભક્તિમય જીવન જીવવાનું છે અને આ જ ગુરૂ ભક્તનું લક્ષણ છે.  કહ્યું છે કેઃ

 

મિટાદે અ૫ની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે,
કી દાના ખાકમેં મિલકર ગુલ એ ગુલઝાર હોતા હૈ.

 

 
Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

નેહમાં નસીબનાં નડતર ? …

નેહમાં નસીબનાં નડતર ? …

 shriji.53

૮૪-૨૫૨ વૈષ્ણવો સાથે તેમના શ્રી ઠાકોરજી ખેલતા, વાતો કરતા, માગી માગીને આરોગતા, રીસ કરતા તો પછી આજના વૈષ્ણવોના શ્રી ઠાકોરજી એવો અનુભવ કેમ નહીં કરાવતા હોય? આવો પ્રશ્ન ઘણા વૈષ્ણવોને થાય છે. એનો શીરાની જેમ ગળે ઉતરી જાય તેવો જવાબ હોય છે કે “ભાઈ, એવા આપણાં નસીબ ક્યાંથી?” આ વાત સાચી છે ખરી? શું પ્રભુની કૃપા નસીબની આશ્રિત છે? એ સાધન સાધ્ય છે? આપણા ભાવમાં, આપણી આર્તિમાં, આપણા પ્રેમમાં, આપણી શ્રદ્ધામાં કોઈ ઉણપ રહેતી હશે? આવા બધા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં યાદ આવ્યો એક કાલ્પનિક પણ  અત્યંત પ્રચલિત સંવાદ. જે અહીં પ્રસ્તુત છે.

 
 

એક વાર શ્રી કૃષ્ણ અને રાધાજી  વૃંદાવનની કુંજ ગલીમાં બેઠા હતા. અલક મલકની વાતો ચાલી રહી હતી. પ્રિયા-પ્રીતમ પરસ્પર પ્રેમોર્મીમાં મસ્ત હતા. ત્યારે પ્રભુએ પૂછ્યું કે “પ્રિયે, કહો જોઉં, હું ક્યાં નથી?” ચતુર શિરોમણી રાધાજીએ તરત જ જવાબ આપ્યો, “આપ સમગ્ર બ્રહ્માંડમાં અત્ર તત્ર સર્વત્ર છો, એક મારા નસીબમાં જ નથી.”

 
 

વાત તો સાચી છે. વ્રજાંગનાઓને કોઈને ક્યારેય ન મળ્યું હોય તેવું મહા રાસનું સુખ જરૂર મળ્યું, તેમની પ્રભુ સંગે  અનેક લીલાઓ રચાઈ, કોઈને પણ વશ ન થાય તેવા ઠાકોરજી પ્રેમબંદી બનીને તેઓના વશમાં, (છછીયા ભર છાછ કે લિયે….)સતત સેવામાં રહ્યા. તેમ છતાં તેમને અષ્ટ પટરાણીઓ સમકક્ષ પદ તો ન જ મળ્યું. પ્રભુએ નરકાસુરે હરણ કરેલી ૧૬ હજાર કન્યાઓ સાથે પણ લગ્ન કર્યાં પણ એવું સૌભાગ્ય વ્રજાંગનાઓને ન બક્ષ્યું. આ ‘યોગ્ય’ કે ‘અયોગ્ય’ કહેવાનો સવાલ જ નથી, પ્રભુની લીલા ન સમજાય એ વાત સાચી કારણ કે જીવની દ્રષ્ટિ મર્યાદિત્ત છે, પ્રભુની અલૌકિક સંરચના સમજવાનું તેનું ગજું નથી. તેથી તેને ‘યોગ્ય’ કે ‘અયોગ્ય’ લેબલ લગાડવાની ધૃષ્ટતા  જીવથી કરાય નહીં. આખી વાત માત્ર લૌકિક દ્રષ્ટિએ સાચી લાગે છે કારણ કે શ્રી રાધાજી નિત્ય લીલાના સદાના સાથી સંગી ખરા પણ લૌકિક રીતે તો પ્રભુ તેમના નસીબમાં ન જ ગણાય. આપણી મર્યાદિત સમજ મુજબ લગ્ન થાય તો જ ‘નસીબ’માં ગણાય ને!

 
 

શરૂઆતમાં ‘નસીબ’ની વાત કરી તેના સંદર્ભે  અહીં નિરાળી, અનોખી, જુદી વાત કરવી છે. આપણે ઘણીવાર એવું પણ કહીએ કે સાંભળીએ છીએ કે ‘નસીબથી વધારે કે સમયથી પહેલાં કોઈને કશું જ નથી મળતું’. આ વાત કોઈ સાચા વૈષ્ણવની સમજમાં તો ન જ ઉતરે. જો બધું નસીબને આધીન હોય તો પછી સમગ્ર વિશ્વના અધિષ્ઠાતા, જગ નિયંતા પ્રભુનો કોઈ ‘રોલ’  રહેતો જ નથી. નસીબ સારું હોય તો ધન, દોલત, આરોગ્ય વિગેરે મળે, વૈષ્ણવ બનાય, પ્રભુની સેવાનો અવસર મળે, માનસી સેવા સિદ્ધ થાય નહીંતર કશું ન મળે.  આ સત્ય નથી. પ્રભુ કર્તું, અકર્તું અન્યથા કર્તું સર્વ સમર્થ છે. તેમની ઈચ્છા વગર એક પાંદડું પણ હલી નથી શકતું. નસીબ તો શું સર્વ કાંઈ તેમને આધીન છે.  જો સામાન્ય નર નારીના નસીબની પ્રભુ કૃપા સામે કોઈ વિસાત ન હોય તો આપના પ્રિય, આપના સંગી, આપના હૃદયેશ્વરી શ્રી રાધા સહચરીજીને તો નસીબ કેવી રીતે નડી શકે?

 
 

રાધાજી અને સૌ વ્રજાંગનાઓએ તો અંતરના ઊંડાણેથી, મનની તીવ્રત્તમ લાગણીઓથી, રોમે રોમથી પ્રભુને ચાહ્યા, પૂજ્યા અને રોમે રોમમાં આત્મસાત  કર્યા હતા. કશી જ કચાશ રાખી ન હતી. દલીલ ખાતર ઉપર આપેલા સંવાદને સાચો માની સ્વીકારી લઈએ કે તેમને પણ નસીબનું નડતર હતું અને તે વાતતેઓ પોતે જ કહે છે કે, ‘મારા    નસીબમાં પ્રભુ નથી’ તો પછી તેમણે પ્રભુને પ્રાપ્ત કરવાનો ‘મિથ્યા પ્રયત્ન’ શા માટે કર્યો હશે?

 
 

નસીબના આશ્રયે જીવનારા લોકો પણ અજબ હોય છે. એકવાર એક અત્યંત શ્રીમંત શેઠે જ્યોતિષીને પૂછ્યું કે  મારી ભાવી પેઢી સુખી રહેશે કે કેમ તે કહો. જ્યોતિષીને દક્ષિણાની લાલચ હશે કે સાચું જ્ઞાન હશે જે હોય તે પણ કહયું કે શેઠ તમારી સાત સાત પેઢી સુધી દોમ દોમ સાહ્યબી રહેશે. શેઠ તો ઉદાસ થઇ ગયા. પંડિતને ચિંતા થઇ કે મને દક્ષિણા મળશે કે કેમ? તેણે હળવેકથી પૂછ્યું, ‘શેઠ, આપ વ્યથિત કેમ થયા?’ તો શેઠ કહે કે, ‘મારી આઠમી પેઢીનું શું થશે તેની ચિંતા થાય છે.’ ઉપર કહયું તેમ નસીબમાં હોય તે જ મળે અને નસીબમાં લખ્યું હોય તે સમયે જ મળે એવું માનનારા પ્રભુની કૃપાના કે પછી પુરુષાર્થના સામર્થ્યને પહેચાનતા નથી. તેઓ નસીબ અને ભવિષ્ય (સાચું કે ખોટું) ભાખનારા ભવિષ્યવેત્તાઓના ગુલામ બની જાય છે. આ લોકો પુરુષાર્થને તો જાણે ગણતા જ નથી. તેમને ભગવદ્ કૃપાની શક્તિનો પરિચય પણ નથી. આ કારણે જ તેમના પ્રયત્નોમાં અને તે પ્રયત્નોની સફળતાની શ્રધ્ધામાં ઉણપ રહી જાય છે. પરિણામે મનોવાંચ્છીત ફળ પ્રાપ્ત થતું નથી. કહે છે ને કે ‘રોતો જાય તે મુવાના ખબર લાવે’. દીવાના નસીબમાં હવાથી બુઝાવાનું લખેલું જ હોય છે છતાં  એવું પણ બને કે ખુદ હવા જ ચીમની (ફાનસ) બની તેની  રક્ષા કરે અને  તેથી આંધી તોફાનમાં પણ દીવો બુઝાય નહીં. આ જ વાત ‘આત્મદીપ’ને અને તેની પ્રેમજ્યોતને પણ લાગુ પડે કે નહીં?

 
 

વ્રજાંગનાઓની વાત પર પાછા ફરીએ. તેમણે  પ્રભુ પ્રેમ રસનું આકંઠ પાન કર્યું હતું છતાં સદા ‘પાનીમેં મીન પિયાસી’ની જેમ તરસ્યા જ રહ્યા હતા. તેમણે ક્યારેય તૃપ્તિનો અનુભવ કર્યો જ ન હતો. આપણે ઘડીભર સ્વીકારી લીધું છે કે તેમના ‘નસીબ’માં પ્રભુ ન હતા અને તેમને તેની જાણ હતી તેમ છતાં પ્રભુ ગોકુલ-વૃન્દાવનમાં હતા ત્યારે કે  મથુરા પધાર્યા બાદ એક ક્ષણ માટે પણ તેમણે પ્રભુને પામવાની પોતાની ઝંખનામાં ઓટ આવવા દીધી નથી. ઉદ્ધવજી જેવા જ્ઞાનીને પણ ભક્તિના ભાવમાં ભીંજવી દીધા. દાયકાઓ પછી કુરુક્ષેત્રમાં સૌ મળ્યા ત્યારે, તેમની જીવન સંધ્યાએ પણ તેમની પ્રીતિ પહેલાં જેવી જ લીલીછમ હતી.

 
 

આ વાત પેલા ચકોર પક્ષીના એક પક્ષીય ચંદ્ર-પ્રેમ જેવી છે. કહેવાય છે કે સિદ્ધિની પ્રાપ્તિ કરતાં પણ તે પ્રાપ્ત કરવાની યાત્રામાં જ સાચો આનંદ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પરમ ફળ ગણાતું માનસી સેવાનું ફળ મેળવવા સમગ્ર ચિત પરોવીને તનુ-વિત્તજા સેવા કરવામાં પણ એ જ રસાસ્વાદ છે. ‘મને તરતાં આવડશે પછી જ પાણીમાં પગ મુકીશ’ જેવી વાત ન કરાય.  પ્રથમ ફકરામાં જે કહયું કે “ભાઈ, એવા આપણાં નસીબ ક્યાંથી?” તેવું ક્યારેય ન વિચારાય. આપ પૂછો તે પહેલાં જ હું આના માટેના મારી મતિ મુજબના કારણો આપની વિચારણા માટે રજુ કરી દઉં. આપ જ નક્કી કરો કે તે લાગુ પડે તેવાં છે કે નહીં. સુચન મારાં, નિર્ણય અને નિશ્ચય આપના.

 
 

પ્રથમ અને સૌથી મહત્વનું કારણ એ કે ‘નસીબ’ પ્રભુના પ્રમેય બળ આગળ પાંગળું છે. પ્રભુની મરજીથી વિપરીત કોઈ કાર્ય કરવાની તેની હિંમત તો શું હેસિયત જ નથી. પ્રભુ કૃપાના નાયગ્રા-ધોધમાં બધાજ ભૌતિક અને અન્ય અવરોધ વહી જતા હોય છે.

 
 

બીજું જીવની દ્રષ્ટિએ વિચારીએ તો વ્રજાંગનાઓની જેમ જ આપણે પણ નસીબની દરકાર કર્યા વગર પૂર્ણ પ્રેમ, પૂર્ણ લગની, પૂર્ણ શ્રદ્ધા સાથે પ્રભુ પ્રેમમાં મત્ત અને પાગલ બની જઈએ જેથી પ્રભુને પણ આપણી ઉપર કૃપા કરવાની ઈચ્છા થાય બલ્કે કૃપા કરવા માટે પ્રભુ બાધ્ય થઇ જાય. પ્રભુની કૃપા થાય પછી, હમણાં જ કહયું તેમ  નસીબનો અવરોધ રહેવાની કોઈ ગુંજાઈશ જ નથી.

 
 

ત્રીજી વાત, પ્રભુના  વચનમાં શ્રદ્ધાની છે. સાક્ષાત શ્રી ઠાકોરજીએ શ્રી વલ્લભાચાર્યજીને વચન આપ્યું છે કે, “જે જીવને આપ બ્રહ્મ સંબંધ કરાવશો તેને હું કદાપી છોડીશ નહીં.” એ વચનમાં શંકા કરવાનું કોઈ કારણ જ નથી તેમ છતાં જીવ છીએ તો  બુધ્ધિ તો વિકૃત હોવાની જ  એટલે પુરાવાની જરૂર લાગે તો તે પણ પ. ભ. રામદાસજીની વાર્તામાં ઉપલબ્ધ છે.

 
 

ચોથી વાત, માની લઇએ કે નસીબ ખરાબ છે અને પ્રભુની કૃપા થશે કે નહીં અથવા ક્યારે થશે તે પણ ખબર નથી તો શું હાર માની લેવાની? પ્રયત્નો નહીં કરવાના? પ્રભુને દીનતા પૂર્વક આજીજી, મનુહાર કરીને પ્રેમની યાચના નહીં કરવાની? આપણે ભૌતિક સિધ્ધિઓ માટે એડી ચોટીનું જોર લગાવીએ છીએ તો પછી આધ્યાત્મિક ઉત્થાન માટે કંઈ જ નહીં કરીએ? આપણાં હૃદયમાં રહેલી પ્રભુ પ્રેમની પ્રાપ્તિની તાલાવેલીની તીવ્રતા કેવી અને કેટલી છે?

 
 

બીજું પણ ઘણું કહી શકાય પણ વાતનું સમાપન કરીએ આપણા માર્ગના એક મહત્વના સિદ્ધાંતની વાતથી. પ્રભુની કૃપાની વાત તો આપણે કરી પણ આપણા માર્ગમાં હરિ-ગુરૂ-વૈષ્ણવનું એક સમાન સ્થાન છે. વળી પ્રભુ તો આપણને આચાર્યજી પાસેથી દાનમાં મળ્યા છે. અર્થાત દાની શ્રી આચાર્યજીની કૃપા થાય તો કશું અસંભવ નથી. તેવી જ રીતે તાદ્રશી ભગવદ્ ભક્તનો સત્સંગ મળે કે તેમની અમી દ્રષ્ટિ થઇ જાય તો પણ ભક્ત વત્સલ નંદનંદનનો નેહ મળવાનો જ છે.

 
 

ટૂંકમાં  પ્રભુ સ્વત: કૃપા કરે કે આપણી આર્તિ અને તાલાવેલીના જવાબ રૂપે, આચાર્યશ્રીની કાનીથી  કે ભગવદીયની અમી દ્રષ્ટિથી ભગવત્ કૃપાની પ્રાપ્તિ થાય તો તો ઉત્તમ પણ તે ન થાય તો પણ  ‘કરતાં જાળ કરોળિયો’, પૂરી શ્રદ્ધા અને પૂરી લગન સાથે તનુ-વિતજા સેવા કરતા રહીએ.  સ્વામી વિવેકાનન્દની  વારંવાર પ્રયોજાતી ઉક્તિનો થોડી જુદી રીતે પ્રયોગ કરીએ તો કહેવાય કે ‘ઉઠો, જાગો અને પ્રભુ પ્રેમની ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’  તેવી જ રીતે સ્વયમ્  પ્રભુના બહુ જાણીતા ગીતા વાક્યને સ્મરીને કહીયે તો પ્રભુને પામવાનું કર્મ, પ્રભુને ચાહવાની મથામણ તેના ફળની સ્પૃહા વગર કરતા રહીએ. નસીબમાં છે કે નહીં, પ્રભુની કૃપા થશે કે નહીં, આપણું વરણ થશે કે નહીં તે બધું જ ભૂલીને ‘એરી મેં તો પ્રેમ દીવાની’નો રાગ પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ સમર્પણ, પૂર્ણ સ્નેહથી આલાપતા રહીએ.

 
 

આવું કરીશું તો નસીબનું તો શું કોઈ પણ નડતર આપણને નડી નહીં શકે.

 
 

© Mahesh Shah 2013

 

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

અંધ વિશ્વાસ …ધર્મની જરૂરીયાત … (ચિંતામુક્ત બનો) …

અંધ વિશ્વાસ …ધર્મની જરૂરીયાત …  (ચિંતામુક્ત બનો)  …

 

 cat pass

 

 

વિજ્ઞાનનું અધકચરું જ્ઞાન પ્રાપ્ત કરીને, યથાર્થ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવાનો દાવો કરનારા અને કેટલાક વિશેષ રાજનૈતિક સિદ્ધાંતોમાં જ નિષ્ઠા રાખનારા નેતાઓ ઈશ્વર વિષયક શ્રદ્ધા અને એમાંય વિશેષ કરીને ધર્મ અને આત્મા વગેરેને અંધવિશ્વાસ કે પાખંડ કહે છે.  આજે ધર્મને નામે કેટલાક અનાચાર વિશે એવી આલોચનાઓને માની લેવામાં આવે તો પણ શું એમની બધી આવી આલોચનાઓને યોગ્ય ઠરાવી શકાય ખરી ?  એટલી વાત સપષ્ટ છે કે ધર્મરૂપી પવિત્ર વૃક્ષનાં મહાન ફળોના રૂપે શ્રેષ્ઠ ચારિત્ર્યવાળા વ્યક્તિઓ ઉત્પન્ન થયા છે.  જો કોઈ એવા શ્રેષ્ઠ લોકોના ચારિત્ર્ય તથા એમની સુદ્રઢ નૈતિકતાની પ્રેરણાના મૂળનું ગહન, અધ્યયન કર્યા વિના જ એમના દ્રષ્ટિકોણને અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ ઠરાવી દે તો આવા લોકોનું પોતાનું કથન પણ એમની માનસિક સંકુચિતતા તથા એક પ્રકારના અંધવિશ્વાસનું પાકું પ્રમાણ છે.

 

ધર્મ કે ધાર્મિક શ્રદ્ધાની વિરુદ્ધ આ બધું વિજ્ઞાન ચાલતું રહે છે, એ તર્ક પણ નિરાધાર છે.  એ વાત સાચી છે કે કેટલાંક વૈજ્ઞાનિક અન્વેષણોને કેટલાક અંધવિશ્વાસોને દૂર કરી દીધા છે.  પરંતુ વિશ્વના મહાન ધર્મો દ્વારા પ્રચારિત સિદ્ધાંત અને એક સામાજિક પ્રાણી, માનવ દ્વારા પાલન કરતાં નૈતિક મૂલ્યો વિજ્ઞાન દ્વારા થતી સત્યની ખોજખબરની સીમાની બહાર છે.  કોઈ પણ સમજદાર માણસ સત્ય પ્રત્યે પ્રેમ, ન્યાયનો આદર, સહાયતાની ભાવના, આત્મસંયમ જેવા સદ્દગુણોનો વિરોધ નહિ કરે.  ધર્મની મૂળભૂત કેળવણી જ એ છે કે ક્ષણિક સુખો માટે મનુષ્યે આ સદ્દગુણોની ઉપેક્ષા કરીને હીન અને ભ્રષ્ટ જીવન જીવવું ન જોઈએ.  આ સદ્દગુણોના પૂર્ણ વિકાસ માટે સાધારાણ માણસના અનુભવ પર અતીન્દ્રિય સત્ય કે ઈશ્વરમાં શ્રદ્ધા અત્યંત આવશ્યક છે.  વિશ્વના મહાન સંતોએ આ સિદ્ધાંતોની અનુભૂતિ કરીને પોતાના જીવનમાં એમણે સિદ્ધ કરી દીધાં છે.

 

પ્રસિદ્ધ ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયમ્બીએ આવી ઘોષણા કરી છે: ‘ભારતીય ધર્મ એકાંગી ભાવોવાળા નથી.’  તેઓ એ વાતને સ્વીકારી લેવા તૈયાર છે કે આ રહસ્યને જાણવા બીજા પથ કે માર્ગ પણ હોઈ શકે છે.  મને નિશ્ચિત રૂપે એવું લાગે છે કે આ બાબતમાં તેઓ સાવ સાચા છે.  ભારતીય ધર્મભાવનાનો આ ઉદારભાવ બધા ધર્મના મનુષ્યો માટે મુક્તિનો માર્ગ છે અને આ યુગમાં જો આપણે વિનાશમાંથી બચવું હોય તો આપણે એક પરિવારના રૂપે રહેવાનું શીખવું પડશે.

 

આ વાતનો ઇન્કાર ન કરી શકાય કે પરમ સત્યના રૂપે સ્વીકૃત ઈશ્વર વગેરેની ધારણાઓ વ્યક્તિના ચારિત્ર્ય ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

 

ડબ્લ્યુ એન. સલિવાન કહે છે : ‘વિજ્ઞાન સત્યના કેવળ એક આંશિક પાસા સાથે જ સંબધિત હોય છે.  આ વાત નિતાંત આધારહીન છે કે વિજ્ઞાન જે તથ્યોની ઉપેક્ષા કરે છે એમાં સત્ય ઓછું છે અને જેનો સ્વીકાર કરે છે તે જ સત્ય છે.  હવે આપણને એવી કેળવણી નથી અપાતી કે સત્યનો જ્ઞાનપ્રાપ્તિ કરવાનો વૈજ્ઞાનિક ઉપાય જ એકમાત્ર સાચી રીત છે.  વિજ્ઞાનના કર્ણધાર જાણે કે એક વિચિત્ર ઉત્સાહ સાથે આવી બાબત પર ભાર મૂકે છે કે વિજ્ઞાન આપણને વાસ્તવિકતાનું એક આંશિક જ્ઞાન જ આપે છે અને વિજ્ઞાન દ્વારા ઉપેક્ષિત દરેક ચીજને મિથ્યા સમજવાની હવે આપણા માટે કોઈ આવશ્યકતા નથી.’

 

પ્રો. લોકોમ્ટે કહે છે : ‘કેવળ અસામંજસ્ય ઈચ્છનારના મનમાં જ વિજ્ઞાન તથા શ્રદ્ધાની વચ્ચે અસામંજસ્ય રહે છે.’  અહીં ડબ્લ્યુ જે, સોલેજની ઉક્તિ પણ યાદ રાખવા જેવી છે : ‘ધર્મ અને દર્શન વિશે વિજ્ઞાન મધ્યસ્થ નથી.  તત્ત્વસંબંધી પ્રશ્નો વિશે અંતિમ નિર્ણય સદૈવ ધર્મ અને દર્શનની પાસે જ હોવો જોઈએ.’

 

પરમ તત્વ 

 

આલ્ડસ હકસલેના પ્રસિદ્ધ ગ્રંથ ‘એન્ડ્સ એન્ડ મીન્સ’  માં એમણે લખેલા શબ્દો ધ્યાનમાં લેવા જેવા તત્વના સ્વરૂપ વિશે પોતાની સાચી તથા ખોટી ધારણાઓનું નિર્માણ કરીએ છીએ.  પોતાની સાચી અને ખોટી ધારણાઓના આલોકમાં આપણે પોતાનું આચરણ નક્કી કરીએ છીએ.  એવું આપના પોતાના જીવનના સંબંધોમાં જ નથી પરંતુ રાજનીતિ અને આર્થિક ક્ષેત્રમાં પણ થતું રહે છે.  એટલે આપણા દાર્શનિક વિશ્વાસ અપ્રાસંગિક ન બનતાં આપણાં બધાં કર્મોનું અંતિમ નિર્ણાયક તત્વ છે.

 

સભ્યતાની બર્બરતા 

 

આજે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આપણે ઉપર્યુક્ત વિશ્વાસનો અભાવ જોઈએ છીએ.  સર્વત્ર અને વિશેષ કરીને શિક્ષિત લોકોમાં માત્ર ઈશ્વર કે ન્યાય કે નૈતિકતામાં વિશ્વાસનો અભાવ દેખાય છે, સાથે ને સાથે એમને પોતાની જાતમાં પણ વિશ્વાસનો અભાવ જણાય છે.  આપણા લગભગ મોટા ભાગના રાજનેતાઓમાં એવો વિશ્વાસ છે કે વિજ્ઞાન અને પ્રૌધોગિકીનો સતત વિકાસ રાષ્ટ્રિય પ્રગતી અને સબળતાનું સાધન છે.  સ્વાભાવિક પ્રવૃત્તિઓ તથા રાજનૈતિક જરૂરતો આપણા દેશને પોતાની પરંપરાથી દૂર લઇ જાય છે.  ૮૦ વર્ષ પહેલાં જ્યાં આપણા દેશમાં કેવળ ત્રણ યુનિવર્સિટીઓ હતી, ૨૦૦૬ માં એની સંખ્યા ૧૫૦ જેટલી થઇ ગઈ.  આપણી શિક્ષણ પ્રણાલીમાં વિજ્ઞાન અને ટેકનિકલ વિષયોએ ગૌરવપૂર્ણ સ્થાન લઇ લીધું છે.  છોકરીઓ પણ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તરફ આકર્ષાઈ છે.  કેવળ તથ્યોનું જ્ઞાન એકત્ર કરવા જ કેન્દ્રિત થયેલ આપની શિક્ષણ પ્રણાલી ચારિત્ર્યવાન વ્યક્તિઓનું નિર્માણ કરવામાં અસ્મર્થ રહી છે.  આજીવિકા માટે થોડાં કૌશલ પ્રાપ્ત કરી લેવાને જ શિક્ષણનો એક માત્ર હેતુ માણી લેવામાં આવ્યો છે.  વ્યક્તિત્વના સમગ્ર વિકાસ સાથે શિક્ષણને કંઈ સંબંધ નથી.  જીવનની સુખસુવિધાઓમાં વૃદ્ધિ કરવી કે મનુષ્યની નિમ્ન પ્રવૃત્તિઓની તૃપ્તિને જ જીવન સ્તરમાં આવેલ સુધારો માણી લેવામાં આવે છે.

 

આજના યુવકનું એક માત્ર લક્ષ્ય જેમાં ઓછામાં ઓછા પરિશ્રમથી વધુમાં વધુ મહેનતાણું મળે એવી નોકરી મેળવવાનું છે.  વિદ્યાર્થીઓ કેટલીયેવાર હડતાલ પાડીને પોતાની પરીક્ષાઓ સ્થગિત કરી દે છે અને પરીક્ષાઓની સંખ્યા ઘટાડી દે છે.  તેઓ છરી કે પટ્ટો દેખાડીને પરીક્ષકોને ધમકાવે છે.  કેટલેક સ્થળે તો પરીક્ષાઓ પોલીસ પહેરા હેઠળ લેવી પડે છે.  પરીક્ષકોને લાંચ-રુશવતનું પ્રલોભન આપીને વિદ્યાર્થીઓ ઉચ્ચગુણાંક મેળવી શકે છે.  આવા શિક્ષણ પછીએ નોકરી મેળવીને એ વિધાર્થી શું વિવેક, અનુશાસન, આત્મસંયમ અને શિષ્ટાચારની ભાવના રાખીને દેશના સાચા નાગરિક બની શકશે ?  આવું શિક્ષણ વિદ્યાર્થીને અનુશાસન અને સંયમની લગામ વિનાના એક જંગલી ઘોડા બનાવી શકે છે.  એ શિક્ષણ ઔચિત્ય જ્ઞાન દેવામાં અસમર્થ અને નૈતિક મૂલ્યો પ્રત્યે નિષ્ઠા રહિત બની રહેશે.  તે પોતાની ઇચ્છાનુસાર સ્વચ્છંદગતિએ મન ફાવે ત્યાં વિચરણ કરી શકે છે, એને પરિણામે એ આત્મઘાતી અને સામાજિકરૂપે હાનિકારક કાર્યોને વધારી દઈ શકે છે.  ઉપર્યુક્ત કથનના પ્રમાણ રૂપે સમાજમાં શિસ્તહીનતા, ચંચળતા અને મોટે પાયે થતાં દુરાચરણ વ્યાપી ગયાં છે.

 

સમાજ તથા પ્રશાસનમાં ઉચ્ચ સ્થાને વિરાજેલા લોકોએ પોતાના નૈતિક આચરણ દ્વારા જનતા સામે એક ઉદાહરણ રજૂ કરવું જોઈએ.  ગીતામાં કહ્યું છે કે મોટાં લોકોની દેખાદેખી કરીને જ સામાન્ય લોકો આચરણ કરે છે.  નેતાએ દાતા બનવું જોઈએ.  સમાજના હિત માટે એણે પોતાના હિતનું બલિદાન આપવા તત્પર રેહેવું જોઈએ.  પણ આપણું દુર્ભાગ્ય એ છે કે આપણા રાજનીતિના નેતાઓ લોકોને યોગ્ય પથે આગળ વધારવા અને એમના નૈતિક સ્તરને ઉન્નત કરનારા લોકો નથી.

 

આજે નેતા બનવા ઈચ્છુક લોકો રાષ્ટ્રના ઈતિહાસ, અર્થનીતિ કે રાજનીતિના વિજ્ઞાન વિશે કંઈ જાણવાની પરવા કરતા નથી.  તેઓ એમ વિચારે છે કે એમને આવા કોઈ પણ પ્રકારના શિક્ષણ કે પ્રશિક્ષણની જરૂર નથી.  એમને મન સ્વાર્થપરાયણતા જ સર્વ કંઈ છે એવું લાગે છે.  મતદાતાઓને લોભાવનારી ચાલબાજીઓનું જ્ઞાન અને એમના પ્રતિનિધિ રૂપે ચૂંટાઈ આવવું એ જ સાચી વાત છે એવું એમને લાગે છે.  મતદારોમાંથી ઘણા લોકો અભણ છે.  એવા લોકો આખા દેશના હિત કે ભવિષ્યનો જરાય વિચાર કર્યા વિના કેવળ પોતાની તાત્કાલિક સુખસુવિધાઓની વાત વિચારતા હોય છે.  નેતાઓ એમને બરાબર ઓળખે છે અને પોતાના સ્વાર્થપારાયણ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે આ સ્થિતિનો લાભ ઉઠાવવામાં જ એમને રસરુચિ હોય છે.

 

કેટલાક વર્ષ પહેલાં ભારતના રાષ્ટ્રપતિએ કહ્યું હતું : ‘રાજનેતા આજે નૈતિક સિદ્ધાંતોનો જેટલો અનાદર કરી રહ્યા છે એટલો અનાદર આ પહેલાં ક્યારેય થયો ન હતો.  જનજીવન માટે હાનિકારક એવું આચરણ સુધારવું આવશ્યક છે.’

 

આજના સંકટની તમે સૌ કલ્પના કરી શકો છો.  આજે સર્વત્ર અનૈતિકતા, ભ્રષ્ટાચાર, કાળાબજારનું સામ્રાજ્ય છે.  ખૂનખરાબી, બાળાત્કાર, વ્યભિચાર, લૂંટફાટ જેવા અપરાધોમાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે.  ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશે એકવાર કહ્યું હતું કે નારીઓની સામે દુર્વ્યવહાર અને એમનું શોષણ એ અસાધ્ય નૈતિક પતનનું લક્ષણ છે.  એ વખતે દિલ્હી શહેરમાં કેવળ ૧૦૦૦નું પોલીસ દળ હતું.  આજે સંખ્યા વધીને ૩ લાખ થી પણ વધુ થઇ ગઈ છે.  આમ છતાં પણ કોઈ પણ સ્ત્રી દિવસે પણ દિલ્હીની સડક પર એકલી નીકળતા ડરે છે.   શું આ નૈતિક પતનનું એક લક્ષણ નથી ?

 

વિશેષજ્ઞો કહે છે કે હવે પછીનાં ૩૫ વર્ષમાં રાષ્ટ્રની વસતી બમણી થઇ જશે.  દેશમાં આ વસતી વધારાના દબાણને સમજી શકે અને એને પરિણામે જીવનમાં આવનારા ભયંકર સંઘર્ષની કલ્પના કરી શકે એવા સ્તરનું શિક્ષણ કેટલા લોકોને મળ્યું છે ?  ગાંધીજીએ સ્વતંત્રતા મળ્યા પછી દેશમાં રામરાજનું સ્વપ્ન જોયું હતું.  એમની એવી શ્રદ્ધા હતી કે ચારિત્ર્યવાન અને ઈમાનદાર લોકોના સંગઠિત પ્રયાસોનું સુફળ મળશે.  પરંતુ આજની રાજનૈતિક પરિસ્થિતિ આપણા રાષ્ટ્રના પાયાના આધાર સ્તંભોને જ દૂર કરી રહી છે.

 

નૈતિક અધ:પતન ભયાવહ સ્તરે નીચે ઉતરી ગયું હોય ત્યારે કોઈ ચિંતક, ધાર્મિક નેતા કે રાજનૈતિક દિગ્ગજ એનાથી બહુ ચિંતિત હોય એવું લાગતું નથી.  ચારે બાજુએ થઇ રહેલી ઘટનાઓની જાણે કે એમને કોઈ પરવા જ નથી.  વિશેષજ્ઞો  દ્વારા પરસ્પર સંગઠિત બનીને આ ગંભીર સમસ્યા પર વિચારવિમર્શ કરવાની પણ કોઈ સૂચના નથી.  એક દિવસ આ બધું સ્વત: અને પહેલાંની જેમ જ સુવ્યવસ્થિત થઇ જશે એવી આશા આપણે કરી શકીએ ખરા ?

 

જ્ઞાનનો સૂર

 

ગઈ શતાબ્દિમાં સ્વામી વિવેકાનંદે આપણને આવી ચેતવણી આપી હતી:  ‘બધી રાજનૈતિક તથા સામાજિક પ્રણાલીઓ તેમજ સંગઠનો મૂળત: મનુષ્યના સારાપણા પર આધારિત છે.  સંસદના કાયદા દ્વારા લોકોને સદાચારી બનાવી ન શકાય.  સંસદ દ્વારા સારો કાયદો બનાવી દેવાથી કોઈ રાષ્ટ્ર પોતાની રીતે સરળ બની જાય એવી કોઈ ખાતરી નથી.  પરંતુ જો કોઈ દેશના લોકો સારા અને મહાન હોય તો એ દેશ સ્વત: સારો અને મહાન બની જશે.  સંસારની બધા પ્રકારની સંપત્તિઓમાં મનુષ્ય સર્વાધિક મૂલ્યવાન છે.

 

‘અત: ભારતમાં કોઈપણ પ્રકારના સુધારા લાવતાં પહેલાં ધર્મનો પ્રચાર આવશ્યક છે.  ભારતને સમાજવાદી કે રાજનૈતિક વિચારોથી ભરી દેતાં પહેલાં આટલું પ્રથમ આવશ્યક બની રહે છે કે એમાં આધ્યાત્મિક વિચારોનો પૂરપ્રવાહ લાવી દેવામાં આવે.  સર્વ પ્રથમ તો આપણે આપણાં ઉપનિષદો, પુરાણો અને બીજાં શાસ્ત્રોમાં જે અપૂર્વ સત્ય છુપાયેલું છે એમને આ બધા ગ્રંથોના પાને પાનેથી બહાર લાવીને, મઠો ની ચાર દિવાલોને ભેદીને, વનની શૂન્યતાથી એમને દૂર લાવીને કેટલાક સંપ્રદાય વિશેષોના હાથમાંથી એને છીનવી લઈને દેશમાં સર્વત્ર પ્રસરાવી દેવાં જોઈએ.

 

 

 

–     સંકલિત
–     (સ્વામી જગ્દાત્માનંદ)
–     (રા.જ.૨-૧૧(૨૩-૨૬)/૫૦૭-૧૧)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
આશા રાખીએ છીએ કે આપને પોસ્ટ પસંદ આવી હશે, બ્લોગ પોસ્ટ મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

(૧) આનંદ … અને (૨) આપત્તિ માંહે અવસરો …

(૧) આનંદ …

 

 maya

 

 

દિવ્યાનંદની આ દુનિયામાં મળતાં બીજા કોઈ આનંદ સાથે તુલના ન કરી શકાય.  એ તો વર્ણનાતીત છે.  દુન્યવી સુખ કે આનંદ એ તો માયામાંથી ઉદ્દભવે છે.  ચાલવું, સ્વપન સેવવું અને સ્વપનહીન ગાઢ નિદ્રા – આ ત્રણ અવસ્થામાં માયા કાર્ય કરે છે.

 

આ ત્રણ અવસ્થા ઉપરાંત પણ એક બીજી અવસ્થા છે અને એ છે તુરીય.  અહીં પહોંચવું અત્યંત કઠિન છે.  આ તુરીય અવસ્થાનો આનંદ માયાયુક્ત હોય છે, માયામાંનો આનંદ કેવો મીઠો, મજાનો હોય છે તે તમે જાણો છો.

 

સામાન્ય લોકો એનાથી રાજી રાજી થઇ જાય છે.  તેઓ એક પળ માટે પણ આટલું નથી વિચારી શકતા કે જેમની માયા આટલી મજાની મીઠી છે, તેવા ઈશ્વર એનાથી કેટલા વધુ મધુર અને આનંદમય હશે !

 

દિવ્યાનંદ સિવાય આ દુનિયામાં બીજું કંઈ મૂલ્યવાન નથી.  લોકો શા માટે ધન, સંપત્તિ, પત્ની, સંતાનો ઈચ્છે છે, તે તમે જાણો છો ?  એનું કારણ એ છે કે એ બધામાંથી એમને શારીરિક અને માનસિક સુખ કે આનંદ મળશે, એમ તેઓ ધારે છે.  એટલે જ એ બધાં  માટે તેઓ દિવસરાત કામ કરવા તૈયાર રહે છે.  જો આવા લોકો પોતાની આ શક્તિને ઈશ્વર તરફ વાળે તો તેમને આ ક્ષણિક દુન્યવી સુખોને બદલે શાશ્વત આનંદ એટલે કે સચ્ચિદાનંદનો આનંદ પ્રાપ્ત થાય છે.

 

માયા પોતે ચાલક રૂપે કાર્ય કરે છે .. તે માનવના મનમાં ઈચ્છાનાં મોજાં ઊભા કરે છે અને તેને એ શાંત કરવાનું ગમતું નથી.  જે માયાના બંધનમાં બંધાતો નથી, એવા આત્માની સંભાળ તો ઈશ્વર લે છે.  જ્યારે ઈશ્વર માનવને માર્ગદર્શન આપે છે ત્યારે માનવના મનમાં સુખ, શાંતિ અને આનંદનો અવિરત અને અવરુદ્ધ પ્રવાહ વહે છે.  એ વખતે ત્યાં વિચારનું એકેય મોજું ઉદ્દ્ભવતું નથી, ત્યારે કોઈ પણ માનવ એ અગાધ, તરંગવહિન સચ્ચિદાનંદ સાગરમાં ભળીને એક બની જાય છે.

 

‘મારા’ નો વિચાર કે ભાવ દુઃખ ઊભું કરે છે.  જ્યારે ‘સાચા હું’  એટલે કે ઉચ્ચતર આત્માનો વિચાર દિવ્યાનંદ લાવે છે.

 

બ્રહ્મ

 

‘મહારાજ, શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રહ્મ તો માનવના હૃદયમાં રહેલો છે.  એનો અર્થ શું ?’

 

સ્વામી અદ્દ્ભુતાનંદ : ‘આ તો અલંકારયુક્ત ભાષા છે, જો કે શાસ્ત્રોએ એ રીતે બ્રહ્મને વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ બ્રહ્મના સત્યને શબ્દોમાં આવરી શકાય નહિ.  બ્રહ્મ તો સર્વત્ર છે.  એમાં ક્યાંય અંદર કે બહાર, ઉચ્ચ કે નીચ, પૂર્વ કે પશ્ચિમ નથી.  તે એક જ છે અને દરેકેદરેક પદાર્થમાં રહેલ છે.  બ્રહ્મ સર્વવ્યાપી, અસીમ અને શાશ્વત છે.  બ્રહ્મને વર્ણવવા માટે વિવિધ પ્રયાસો થયા છે.  પણ જે વિચાર કે બુદ્ધિથી પર છે, તે સર્વમાં છે અને વળી સર્વથી પાર પણ છે.’

 

સત્ય તો એક જ છે અને તે છે બ્રહ્મ.  બ્રહ્મ એક માત્ર જ સત્ છે અને બાકી બીજું અસત્ છે.  તમારા મન પર આ વિચારોને અવારનવાર લાવતા રહો અને ક્રમશ: સાચો વિવેક એની મેળે જાગી જશે.

 

સંકલન
-સ્વામી અદ્દ્ભુતાનંદ
(રા.જ.૨-૧૧(૨૧-૨૨)/૫૦૫-૦૬)

 

(૨)  આપત્તિ માંહે અવસરો …

 

Thomas edison

 

ડિસેમ્બર, ૧૯૧૪ની સાલમાં વિખ્યાત વિજ્ઞાની થોમસ એડિસનની પ્રયોગશાળા બળીને ખાક થઇ ગઈ.  મકાનનો વીમો પણ નોહ્તો, તેથી આ આગથી એડિસનને ભારે નુકશાન થયું.

 

જ્યારે આગ  ભડકે બળી રહી હતી ત્યારે એડિસનના જુવાન દીકરા ચાર્લ્સે પિતાને બળતા મકાનમાં શોધવા પ્રયત્નો કર્યા.  જ્યારે પિતા મળ્યા ત્યારે તેઓ મકાનને બહાર શાંતિથી ઊભા હતા.  આગના સુવર્ણ પ્રકાશમાં તેમનો ચહેરો ચમકી રહ્યો હતો અને તેમના શ્વેત વાળ પવનમાં લહેરાઈ રહ્યા હતા.  ચાર્લ્સના હૃદયમાં પોતાના પિતા માટે અનુકંપાની લહેર ઊઠી.  એડિસનની ઉંમર ૬૭ વર્ષની હતી અને તેમની નજર સમક્ષ તેમનું સર્વસ્વ ખાખ થઇ રહ્યું હતું.

 

દીકરાને જોઈ એડિસન બોલ્યા, ‘ચાર્લ્સ, તારી માતા કયાં છે ?  તેને અહીં બોલાવ.  તેને જિંદગીભર આવું દ્રશ્ય ફરી જોવા મળવાનું નથી.’  બીજા દિવસે સવારે એડિસને ખંડેર તરફ જોઈ કહ્યું, ‘મોટી આપત્તિ પાછળ મહાન અવસરો છુપાયેલા છે.  આપણી બધી ભૂલો બળીને રાખ થઇ ગઈ છે.  હવે આપણે નવેસરથી શરૂઆત કરી શકીશું.’

 

આગ લાગ્યાનાં ત્રણ અઠવાડિયાં પછી એડિસને તેમના પહેલા ફોનોગ્રાફની શોધ કરી હતી.  આ જ થોમસ એડિસન લાઈટનો બલ્બ શોધવા અસંખ્ય વખત નાકામિયાબ રહ્યા.  કોઈ જ્યારે તેમને આટલી બધી વખત મળેલ નિષ્ફળતાઓ બાબત પૂછતું તો તેઓ કહેતા, ‘હું બલ્બ ન સળગે તે માટેની ૯૯૯ પદ્ધતિઓ જાણું છું.  આટલું જાણ્યા પછી જ બલ્બનું સફળતાપૂર્વક સળગવું સંભવ હતું! ’

 

(રા.જ.૨-૧૧(૨૨)/૫૦૬)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
આશા રાખીએ છીએ કે આપને પોસ્ટ પસંદ આવી હશે, બ્લોગ પોસ્ટ મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … (૯) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૫૦-૫૩) …
-મહેશ શાહ, વડોદરા …

[ભાગ – ૯]

 

vallabh sakhi

 

11

 

શ્રીવલ્લભ ધીરજ ધરે તેં, કુંજર મન ભર ખાય |
એક ટૂક કે કારનેં, શ્વાન બહુત ઘર જાય || ૫૦||

 
આ  સાખીના દર્શન થતાં જ આપણને પેલી ગુજરાતી કહેતી  ‘કીડીને કણ અને હાથીને મણ’ યાદ આવી જાય. આ એક જ સાખીમાં શ્રી વિવેક ધૈર્યાશ્રાય અને શ્રી કૃષ્ણાશ્રય એમ બે બે ગ્રંથોનું હાર્દ સમાયું છે. ધીરજના પાયામાં વિશ્વાસ રહેલો છે. જેને સાચો આશ્રય સિદ્ધ થયો હોય તે ભક્ત ક્યારેય અધિરો ન થાય.કારણ કે તેને પ્રભુના સામર્થ્યમાં અને તેમની કૃપામાં અટલ વિશ્વાસ હોય છે.તેને પાકી ખાતરી હોય છે કે  તેના યોગ ક્ષેમની ચિંતા તેના પ્રભુને છે જ.
 

 

અહીં શ્રી હરિરાયજી હાથી અને શ્વાનનું ઉદાહરણ આપે છે. આપણે જાણીયે છીએ કે હાથીને તેના શરીરને અનુરૂપ ઘણા વધુ ખોરાકની જરૂરત પડે છે. તેની સરખામણીએ કુતરાની જરૂરત ઓછી હોય છે. આમ હોવા છતાં વધુ જરૂરિયાતવાળા હાથીભાઈ ખોરાક માટે ભટકવા જતા નથી. તેની ધીરજના ફળરૂપે કહો તો તેમ, તેને જરૂરત પુરતો ખોરાક મળી જ રહે છે.  આની સામે કુતરો રોટલાની ટુક-ટુક  માટે ઘરે ઘરે ભટકે છે, લાકડીનો માર ખાય છે, હડ હડના અપમાનો પણ સહન કરે છે. આ બંને પ્રાણીના વર્તનમાં ઉજાગર થતાં ધીરજ અને વિશ્વાસના ગુણોની સરખામણી દર્શાવી આપ ધીરજના ગુણનું મહિમા મંડન કરે છે.

 

સ. સ્તો.ના ૨૦મા શ્લોકમાં શ્રી ગુસાંઈજી મહારાજે આચાર્યશ્રીને ‘ભક્ત પરાયણ:’ કહ્યા છે. ભક્તને પરાયણ હોવાથી આપ ભક્તની સર્વ જરૂરતોનું ધ્યાન રાખે જ છે. આ ‘સર્વ’ ને પરિભાષિત કરીએ તો કહી શકાય કે ભક્તની લૌકિક અને અલૌકિક જરૂરતો, તેનું પ્રેય અને વિશેષ તો તેનું શ્રેય એ સર્વની સંભાળ આપ રાખે છે. આમ હોવાથી વૈષ્ણવે ધીરજ રાખવી જોઈએ. જો ચાતક જેવું પક્ષી પણ સ્વાતિ નક્ષત્રના વરસાદની ધીરજપૂર્વક રાહ જોઈ શકે તો પછી આપણે કેમ ધીરજ ન ધારણ કરી શકીએ ?  આપણે પૂર્ણ પુરુષોત્તમ, શ્રી કૃષ્ણના મુખારવિંદરૂપ [કૃષ્ણાસ્યમ: (સ.સ્તો. શ્લો. ૭)] ત્રિલોકના ભૂષણ (સ.સ્તો. શ્લો. ૩૨), નીખીલ અર્થાત બધું જ આપનાર [નીખીલેષ્ટદ: (સ.સ્તો. શ્લો.૧૨)] એવા શ્રી મહાપ્રભુજીના સેવકો છીએ તે યાદ રાખીએ. આપણું કર્તવ્ય છે કે વિવેક, આશ્રય અને તેથી પ્રાપ્ત થતી ધીરજને ક્યારેય છોડીએ નહીં.

 

રસિક જન બહુ ના મિલે, સિંહ યુથ નાહિં હોય |
વિરહ બેલ જહાં તહાં નહીં, ઘટ ઘટ પ્રેમ ના હોય ||૫૧||

 

કહયું છે કે, ‘રસના કુંડા ન હોય’ તેવી રીતે રસિક જન હંમેશા જુજ જ મળે છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહયું છે કે  शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र चन्दनं न वने वने ॥ અર્થાત: માણેક રત્ન દરેક પર્વતમાં ન મળે, દરેક હાથીના ગંડસ્થળમાં મોતી નથી હોતા, સાધુ પુરુષો અત્ર તત્ર સર્વત્ર નથી મળી આવતા અને વને વને  ચંદન વૃક્ષ ઉગતા નથી. આ સઘળું સહેલાઈથી પ્રાપ્ય નથી તેને શોધવા નીકળવું પડે છે. તેવી જ રીતે જો સાચો  જીજ્ઞાસુ દીવો લઈને સાચી આતુરતા  સાથે શોધવા નીકળે તો કદાચિત રસિક જન મળી આવે. અલબત, અહીં પ્રભુના રસના રસિકોની વાત છે. દુન્યવી વિષયોમાં રસ લેનારા તો અનેક હોય છે જ પ્રભુના રસમાં તરબોળ રસિકો અત્યંત દુર્લભ છે.  આપણે જાણીએ છીએ કે ઘેટાં-બકરા અને તેવાં અન્ય પ્રાણીઓ ટોળાંમાં રહે છે જ્યારે સિંહ એકલવીર હોય છે. આ વાત જે તે પ્રાણીઓની મનોવૃત્તિ પણ દર્શાવે છે. ડરપોક અને વિશ્વાસ વિહોણા પ્રાણીઓ જ પરસ્પર સહારાની આશા અને અપેક્ષામાં ટોળું પસંદ કરે છે. આનાથી વિપરીત રીતે,  સાચી શ્રધ્ધા અને અનેરા આશ્રયના મૂર્તિમંત સ્વરૂપ રસિકજનો પણ પોતાના પ્રભુની લીલામાં રમમાણ રહી એકલા અટુલા વિહરતા રહે છે. તેઓ માન-પાન કે કીર્તિની અપેક્ષાથી રહિત હોય છે. તેઓને અન્ય વાતોમાં રસ ન હોઈ સંગથી વેગળા રહેવા પ્રયત્નમાન હોય છે.  તેઓ પોતાના અંતરમાં લહેરાતો હરિરસ છલકાઈને બહાર ન આવી જાય, તેમની સાચી સ્થિતિ જાહેર ન થઇ જાય તે માટે પણ અસંગ પસંદ કરતા હોય છે.

 

એક અચરજભરી વાત એ છે કે પ્રભુના વિરહાગ્નીમાં સતત બળતા ભક્ત જનોના હૃદયમાં પ્રભુનો પ્રેમ હંમેશા લીલોછમ રહે છે. તેમના વિરહની વેલ ક્યારેય કરમાતી નથી. આવી હરિથી હરિયાળી વેલ બધે જોવા નથી મળતી. આવો વિરહ ગોપીજનોના નસીબમાં હતો. જેના માટે હૃદયમાં છલછલતો પ્રેમ જોઈએ. આવો પ્રેમ પણ દુર્લભ જ છે અને તેવું પ્રેમમય હૃદય કોઈક જ રસિક જનને મળતું હોય છે. દરેક માનવીની છાતીની બખોલમાં હૃદય તો ધબકતું જ હોય છે પણ કોઈક વિરલાના જ હૃદયમાં સાચો પ્રભુ પ્રેમ વસતો હોય છે. એમાં પણ વરણની વાત આવે છે. પ્રભુમાં પ્રેમ કરવાથી નથી થતો કૃષ્ણની  દયા હોય અને વલ્લભની માયા હોય તો અને તો જ તે પ્રાપ્ત થાય છે. ‘કરવો પડે’ તે વળી પ્રેમ કેવો?

 

હરિજનકી હાંસી કરે, તાહી સકલ વિધિ હાનિ |
તાપર કોપત વ્રજપતિ દુ:ખકો નહીં પરમાનિ ||૫૨||

 

શ્રીમદ્ ભાગવતમાં અંબરીષ રાજાની કથા છે. ભક્ત અંબરીષનો દ્રોહ કરવા જતાં દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર પડ્યું તેમાંથી ભક્તે જ મુક્તિ અપાવી હતી. તે વખતે  સ્વયં ભગવાને દુર્વાસા ઋષિને કહયું કે “હું ભક્તોને આધીન હોઈ પરતંત્ર છું. ભક્તો મારા હૃદયરૂપ છે અને હું તેમના હૃદય રૂપ છું.” પ્રભુના ભક્તોની હાંસી કરે, તેમને ઉતારી પાડે, તેમને દુ:ખ પહોંચાડે તેવા લોકોને સર્વ રીતે નુકશાન થાય છે. આવા ભક્તદ્રોહીઓ અત્યંત દુ:ખી થાય છે. તેમને આ લોક કે પરલોકમાં સુખ-શાંતિ પ્રાપ્ત થતાં નથી.

 

ભગવદીયોના હૃદય કરૂણાથી છલોછલ છલકાતા હોય છે. તેઓ હાંસી કરનાર કે દુ;ખી કરનાર ઉપર પણ ગુસ્સે થતા નથી. દરેક પરિસ્થિતિને હરિ ઈચ્છા તરીકે વધાવનાર ભક્તો ગુસ્સે કેમ થાય? ભૃગુ ઋષિની લાતથી પણ ગુસ્સે ન થનાર પ્રભુ ભક્તનો દ્રોહ કરનારની ઉપર કોપાયમાન થયા વગર રહી શકતા નથી. આવા લોકો પ્રભુના કોપનો ભોગ બને છે. દુ:ખનો પાર રહેતો નથી. ભક્ત દ્રોહીને સજા કરતી વખતે પ્રભુ કોઈ માપ, પ્રમાણ કે મર્યાદા જોતા નથી.

 

છિન ઉતરે છિન હીં ચઢે, છિન છિન આતુર હોય,
નિશ વાસર ભીંજ્યો રહે, પ્રેમી કહિયે સોય ||૫૩||

 

અહીં શ્રી હરિરાયજી ભગવદીયના લક્ષણ વર્ણવે છે. જેમ દુન્યવી પ્રેમ અને વાસનામાં વ્યક્તિ પોતાની સાન ભાન ગુમાવે છે તેમ પ્રભુના સ્નેહમાં રત ભગવદીયની દશા તેથી પણ વિશેષ ખરાબ હોય છે. પ્રભુ પ્રેમનો જ્વર એક ક્ષણે ચડી જાય તો બીજી જ ક્ષણે ઉતારી જાય છે. સંસારી જનોને તે ઉન્માદની અવસ્થા ભાસે છે. અકળ અને અતુલ્ય ગતિ વાળું મન એક પળે પ્રભુનું સાનિધ્ય અનુભવે તો વળતી પળે વિરહાગ્નીમાં વ્યાકુળ થઇ જાય. પ્રભુના પ્રેમમાં ભિંજાયેલું અંતર પ્રીતમ સાથે મીઠી ગોઠડી માંડે, રૂસણાં લે, ઝગડો પણ કરી બેસે. ક્ષણે ક્ષણનો ભાવ ભિન્ન, ભાવના ભાતીગળ! અંતે તો જો કે મન પ્રભુ પ્રેમમાં રાત-દિન ભીંજાયેલું રહી અલૌકિક અનુભૂતિમાં મસ્ત રહે છે. પ્રેમ લક્ષણા ભક્તિ કહો કે સખ્ય ભક્તિ કહો આવા પ્રેમીઓ  જ સાચા ભક્ત, સાચા સ્નેહી, સાચા ભગવદીય હોય છે.

 

આવી જ વિહવળ દશા આપણને પણ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે આજે અહીં જ વિરમીએ. જયશ્રીકૃષ્ણ.
 

ક્રમશ:

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.