લાલ લોહીની રંગબેરંગી વાતો …

લાલ લોહીની રંગબેરંગી વાતો …

રંગીરશ્મિન શાહ

 

 
 RED BLOOD

 

 

લાલચટાક બ્લડની બાબતમાં જાણીને નવાઈ લાગશે કે બધાંનું લોહી લાલ નથી હોતું. દરિયામાં રહેતા કરચલાનું લોહી લાલ નહીં, લીલું હોય છે અને આફ્રિકન જંગલમાં થતા કેટલાક સાપનું લોહી પીળું હોય છે.
  

 

રોબોના નામે આખેઆખો નકલી માણસ રોબોટના સાયન્ટિસ્ટે બનાવી નાખ્યો છે, પણ આ વૈજ્ઞાનિક લોહી બનાવવામાં નિષ્ફળ ગયા છે અને આ જ કારણે તો રાજ્ય અને કેન્દ્ર સરકાર સહિત દેશભરની સામાજિક સંસ્થા રક્તદાન માટે તરફેણ કરતી રહી છે. લોહીની એક અજબ દુનિયા છે અને એવું કહેવામાં સહેજ પણ ખોટું નથી. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે પેલું ઓ પોઝિટિવ અને બી પોઝિટિવ માત્ર માણસમાં જ જોવા મળે છે, પણ આ અર્ધસત્ય છે. પ્રાણીઓમાં પણ એ, બી, ઓ અને એ,બી બ્લડગ્રૂપ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રાણીઓમાં મનુષ્ય કરતાં વધુ બ્લડગ્રૂપ હોય છે. જો તમે ઘરમાં ડોગી પાળતા હો તો તમને ખબર હશે કે કૂતરાંઓમાં ચાર અને જો તમારા ઘરમાં બિલ્લીમાસી હોય તો એ માસીમાં અગિયાર ટાઇપનું બ્લડ હોય છે. લોહીની આ અનોખી દુનિયાની અનેક અંતરંગી વાતો છે, જે વાંચીને તમારી આંખમાં ચોક્કસપણે અચરજ અંજાશે.

 

લોહી લાલ શું કામ હોય છે એનો જવાબ બધાં બાળકોને ખબર છે કે લોહીમાં રક્તકણ હોય છે. મજાની વાત એ છે કે લોહીના આ રક્તકણોની પણ આવરદા હોય છે અને એ રક્તકણ ૧૨૦ દિવસે મૃત્યુ પામતા હોય છે. મરેલા આ રક્તકણો મળમાર્ગે શરીરમાંથી વિદાય લઈ લે છે.

 

કોના શરીરમાં સૌથી વધુ લોહી હોય ?  આવો કોઈ પ્રશ્ન પૂછે તો સ્વાભાવિક રીતે આપણા ધ્યાનમાં એની સાઇઝના કારણે હાથી પહેલાં આવે, પણ આ સવાલના જવાબમાં હાથી ખોટું છે. સૌથી વધુ લોહી શાર્કના શરીરમાં હોય છે. એક જાતવાન શાર્કના શરીરમાંથી ૧૯૦થી ૨૨૦ લિટર જેટલું લોહી નીકળતું હોય છે, જ્યારે હાથીના શરીરમાં ૪૫થી ૫૫ લિટર જેટલું લોહી હોય છે. માણસના શરીરના વજનના સાત ટકા જેટલું લોહી અંદર હોય છે. જો આ વાતને સરળ રીતે સમજાવવાની હોય તો કહી શકાય કે સો કિલો વજન ધરાવતા માણસના શરીરમાં સાત કિલો (લિટર નહીં) જેટલું લોહી હોય છે.

 

આંખોના રંગને અને લોહીના ગ્રૂપને સીધો સંબંધ હોય છે. બોટલગ્રીન આંખો ધરાવતા ચાઇનીઝ લોકોમાંથી ૯૫ ટકા લોકો પોઝિટિવ બ્લડગ્રૂપ ધરાવે છે, જ્યારે બ્લૂ રંગની આંખો ધરાવતા જર્મન લોકોમાં ૯૦ ટકા લોકોનું બ્લડગ્રૂપ નેગેટિવ છે. નેગેટિવ અને પોઝિટિવ બ્લડગ્રૂપની સાથે બ્લડગ્રૂપની પણ એક અનોખી ખાસિયત છે. ઓ પોઝિટિવ બ્લડ એવું બ્લડ છે કે જે કોઈ પણ પોઝિટિવ બ્લડગ્રૂપ ધરાવતી વ્યક્તિને ચડાવી શકાય. જેમ ઓ ગ્રૂપનું બ્લડ કોઈને પણ વ્યક્તિને ચડી શકે, એવી જ રીતે એબી પોઝિટિવ બ્લડની વ્યક્તિ એવી છે કે જેને કોઈ પણનું બ્લડ ચડાવી શકાય છે.

 

માણસની ખાસિયત દર્શાવવામાં બ્લડ ગ્રૂપ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ ગ્રૂપનું બ્લડ ધરાવતી વ્યક્તિ મહેનતુ હોય છે, તો બી ગ્રૂપ ધરાવતી વ્યક્તિ નવું સંશોધન કરવાની માનસિકતા ધરાવતી હોય છે. એબી ગ્રૂપના બ્લડવાળા લોકો લાગણીપ્રધાન હોય છે જ્યારે ઓ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકો લડવૈયા હોય છે અને ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ હોય છે. આપણે ત્યાં મેરેજ પહેલાં જન્માક્ષર જોવામાં આવે છે, જ્યારે જાપાનમાં બ્લડગ્રૂપ પહેલાં જાણવામાં આવે છે અને એ પછી મેરેજની વાત આગળ વધે છે. આવું જ કેન્યા, તાન્ઝાનિયા અને મોઝામ્બિકમાં છે.

 

આ પૃથ્વી પર સૌથી વધુ બ્લડ ગ્રૂપ જો કોઈ હોય તો એ ઓ પોઝિટિવ ગ્રૂપ છે. આ ગ્રૂપના ૨૭ ટકા લોકો છે, તો એ પોઝિટિવ બ્લડ ગ્રૂપવાળા ૧૯ ટકા, બી પોઝિટિવ બ્લડ ગ્રૂપવાળા ૧૭ ટકા છે. જ્યારે બાકીનામાં બીજાં બધાં ગ્રૂપ આવી જાય છે. સૌથી રેર કહેવાતું બોમ્બે બ્લડ ગ્રૂપના લોકોએ તો પોતાની એક ક્લબ બનાવી છે. જેથી એકમેકને બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે આંતરિક સંપર્ક કરીને બ્લડ મેળવી શકાય.

 

લોહીની એક બીમારી એવી છે કે જેના વિશે વાત કર્યા વિના રહી શકાય એમ નથી. આ બીમારીનું નામ છે બ્લિડિંગ ડિસઓર્ડર. આ બીમારીમાં શરીરમાં અચાનક જ પંક્ચર પડી જતું હોય છે અને લોહી નીકળવું શરૂ થઈ જાય છે. ભારતમાં આ બીમારી એક જ વ્યક્તિને છે જેનું નામ છે ટ્વિંકલ ત્રિવેદી. ટ્વિંકલને દિવસમાં ચાલીસથી પચાસ વાર આવી રીતે પંક્ચર પડે છે અને બ્લિડિંગ થાય છે. સતત રક્તસ્ત્રાવ થતો હોવાથી સ્કૂલમાંથી પણ તેનું નામ કમી કરવામાં આવ્યું છે. બ્લિડિંગ ડિસઓર્ડરથી પીડાતા હોય એવા આ દુનિયામાં એક હજાર જેટલા પેશન્ટ છે.

 

થોડી સમાજ ઉપયોગી વાત. એક સર્વે મુજબ, દર બે સેકન્ડે દુનિયામાં કોઈ ને કોઈ જગ્યાએ લોહીની જરૂરિયાત ઊભી થતી રહે છે. આ જ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દર ચારમાંથી એક વ્યક્તિને પોતાના જીવનકાળ દરમ્યાન ક્યારેક અને ક્યારેક, કોઈ અને કોઈ સંજોગોમાં બ્લડની જરૂરિયાત પડે છે અને બહારથી ખૂન લે છે પણ આ આંકડાની સામે રક્તદાન કરનારાઓનો ફિગર બહુ ઓછો અને શરમજનક છે. સો વ્યક્તિએ રોકડી ચાર વ્યક્તિ એવી છે કે જે નિયમિત રક્તદાન કરે છે. રક્તદાન નહીં કરવા માટે જાત-જાતની માન્યતાઓ છે. જેનાથી એક માન્યતા એવી છે કે રક્તદાન કર્યા પછી વજન વધી જાય છે. કેટલાક એવું પણ માને છે કે બ્લડ ડોનેશન કર્યા પછી સેક્સ લાઇફ ડિસ્ટર્બ થઈ જાય છે. બ્લડ ડોનેશનમાં સૌથી સજાગ હોય એવી પ્રજા બ્રિટનની છે. બ્રિટનમાં દર સો વ્યક્તિએ ૩૭ લોકો બ્લડ ડોનેશન કરે છે.

 

બ્લડ ડોનેશન ક્યારે અને કેવા સંજોગોમાં ન કરી શકાય એ માટે અનેક પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે પણ આ પરિસ્થિતિમાં એક નવી પરિસ્થિતિ હમણાં અમેરિકાએ ઉમેરી છે. એક મહિનામાં જેણે ટેટુ કરાવ્યું હોય કે નાક-કાન-નેણ વીંધાવ્યાં હોય તે બ્લડ ડોનેશન નહીં કરી શકે. બધાંને ખબર છે કે અમેરિકા છૂંદણાં અને શરીર વીંધાવવામાં અવ્વલ છે. ટેટુ અને કાન વીંધાવવામાં સોય વપરાતી હોવાથી બીજા વાઇરલ ઇન્ફેક્શનની શક્યતા રહે છે. જેને કારણે અમેરિકાએ આ નિયમ બનાવ્યો છે.

 

માણસના લોહીનો સ્વાદ ખારો છે પણ બીજાં પ્રાણીઓમાં લોહીનો સ્વાદ બદલાતો રહે છે. જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એકમાત્ર માછલી એવી છે કે જેના લોહીનો સ્વાદ ગળ્યો છે. ઘુવડના લોહીનો સ્વાદ મરી જેવી તીખાશ ધરાવતો છે અને કૂતરાનું લોહી તૂરું હોય છે. આશ્ચર્યમાં ઉમેરો થાય એવી વાત એ છે કે દૂધ આપતી ગાયના લોહીનો સ્વાદ પણ આછા સરખા દૂધના સ્વાદ જેવો જ હોય છે. સ્વાદનું આ પરીક્ષણ ૧૯૦૧માં અમેરિકામાં કરવામાં આવ્યું હતું જેમાં લોહીના ઘટક લેવા ઉપરાંત લિટરલી લોહી ચાખીને સાયન્ટિસ્ટ ડો. કાર્લ લેન્ડસ્ટેનિયરે આ સ્વાદનું લિસ્ટ તૈયાર કર્યું હતું. ડો. કાર્લે એ સમયે અલગ-અલગ અઢીસોથી વધુ પ્રાણીઓનું લોહી ચાખ્યું હતું. પ્રાણીઓનાં લોહી ચાખવાથી તેમને બીમારી લાગુ ન પડે એ તેમની સલામતી માટે એ લેબોરેટરીની બહાર વીસ ડોક્ટર તહેનાત રહેતા હતા.

 

 

સૌજન્ય : સાભારરંગી રશ્મિન શાહ
email : [email protected]

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

આજની પોસ્ટ દાદીમા ની પોટલી પર પ્રસિદ્ધ કરવા માટે અનુમતિ આપવા બદલ અમો રશ્મિન શાહ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.