“અબોર્શન – ગર્ભપાત – એક ઊંડો નિસાસો ” અને હોમિયોપેથી …

“અબોર્શન  – ગર્ભપાત – એક ઊંડો નિસાસો ” અને હોમિયોપેથી …

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

 

abortion.1.

 

 

વાચકમિત્રો અગાઉના ચારેક લેખમાં આપણે ગર્ભાવસ્થા સમયે થતી સામાન્ય કહી શકાય એવી સમસ્યા વિષે તેમજ તેના હોમિયોપેથીક તેમજ અન્ય ઉપાય વિષે જાણ્યું હવે આપણે માતા માટે અભિશ્રાપ સમાન તકલીફ અબોર્શન વિષે સમજીશું.

 

 

જેને આપણે મિસકેરેજ તરીકે પણ ઓળખીશું :

 

કોઈ પણ માતા માટે તેના ગર્ભમાં વિકસતું બાળક કે જેની સાથે માતાનું મનઃ શરીર સતત જોડાયેલું છે, તે લાંબો સમય સાથ નહિ આપે એ ખયાલ માત્ર જ કંપાવી દેનાર  હોય છે.એવા સંજોગોમાં કેટલીય મુંજવણ, એવું થવા પાછળના તર્ક વિતર્ક, ભવિષ્યની ચિંતા ,ડર વગેરે કેટકેટલુય માતાના મન પર મોજાની જેમ ફરી વડે છે.

 

 

બાળક ગયાનું દુખ કોઈ  ખમતીધર માતા પણ ભાગ્યે જ જીરવી શકે છે .આવા સમયે ડોક્ટરની યોગ્ય સલાહ, નજીકની વ્યક્તિઓનો સાથઅને જરૂરી કાળજી  તેમજ એવું થવા પાછળનું જવાબદાર પરિબળ  જાણી  કરાતી યોગ્ય સારવાર જ માતાના મનમાં ભવિષ્ય અંગે આશાના બીજ જન્માવી શકે છે.

 

 

અબોર્શન એટલે  સામાન્ય શબ્દોમાં જેને આપણે  કસુવાવડ કહીએ છીએ એ એટલે જયારે ગર્ભ માતાના ગર્ભાશયની બહાર જીવી શકવા  માટે સક્ષમ હોય (એટલે કે 20 અઠવાડિયા અને 500 ગ્રામ કે તેથી ઓછો વિકસિત ગર્ભ ) એ પહેલા જ તેનું  આપોઆપ કોઈ પ્રતિકૂળ કારણસર (કે કોઈ સચોટ કારણ વિના ) ગર્ભાશયમાંથી બહાર નીકળી જવાની ઘટના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ આ સ્થિતિમાં ગર્ભનો વિકાસ 20 કે તેથી ઓછા અઠવાડિયાનો એટલે કે 500ગ્રામ થી ઓછા વજન નો હોય છે.  લગભગ 40% થી વધુ  કિસ્સામાં  સ્ત્રી ને પોતે ગર્ભવતી હોવાનું જણાય એ પહેલા જ ભ્રૂણ પૂર્ણ વિકસિત થવા પહેલા જ કસુવાવડ થતી હોય છે.

 

 

ઉપરાંત, ગર્ભવતી મહિલાઓમાં સરેરાશ  15થી 20% કિસ્સામાં ગર્ભવતી હોવાની જાણ થયા બાદ આ પ્રકારે મિસકેરેજ થતા હોય છે મોટેભાગે 13 અઠવાડિયા જેટલો ગર્ભનો વિકાસ થાય એ પહેલા જ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે .તેમજ 20 અઠવાડિયા ગર્ભાવસ્થાના સમયગાળા  પછી  આ સમસ્યા સામાન્ય સંજોગોમાં નથી જોવા મળતી હોતી.

 

 

અબોર્શનના  લક્ષણો :

 

હળવું થી ભારે બ્લીડીંગ થવું.

 

અતિશય દુખાવો થવો.

 

પેડુ તેમજ કમરમાં દુખાવો થવો.

 

 

abortion.2

 

 

એક માતા કે જેણે પોતાનું બાળક ગુમાવ્યું છે એના માટે શારીરિક રીતે તો મૂળ સ્થિતિમાં આવવું એ એકદમ ઝડપી અને સરળ છે, પરંતુ એની મનઃસ્થિતિ કળવી કે ઝડપી મૂળ સ્થિતિમાં લાવવી એ  એટલું જ કઠીન  કામ છે.

 

 

અબોર્શનના વિવિધ પ્રકાર:

 

A ઇન્ડ્યુંસ્ડ અબોર્શન

એટલે કે જેમાં કોઈ પ્રતિકૂળ સંજોગોને લીધે માતાના હિત ને ધ્યાનમાં રાખીને ડોક્ટર દ્વારા અબોર્શન કરવાની સલાહ આપવામાં   આવી હોય તેને ઇન્ડ્યુંસ્ડ અબોર્શન કહે છે.   જેને મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP )પણ કહે છે.

 

(અહી સામાજિક દૂષણ  રૂપી કિસ્સાઓ કે જેમાં એક છોકરી કે સ્ત્રી લગ્ન પહેલા કે લગ્ન કરિયા વિના/ સિવાય માતા બને છે અને તેને પરિણામે સામાજિક માનહાની ના ડરે સામે ચાલીને અબોર્શન કરાવે છે જેને ઈલ્લીગલ ઇન્ડ્યુંસ્ડ અબોર્શન કહે છે.)

 

આજે સમાજમાં જયારે સાક્ષરતા અને જીવન પ્રત્યેની સમજૂતી તેમજ સમજણો વધી રહી છે ત્યારે પણ સમાજના કોઈક ખૂણે એવા માતા પિતા પણ છે જે પોતાનું આવનાર બાળક એ છોકરી છે એ જાણી નિરાશ થાય છે, અથવાતો એ ગર્લ ચાઈલ્ડને અબોર્ટ કરાવી દેવામાં જરા પણ ક્ષોભ  નથી અનુભવતા  – એવા તમામ માતા પિતાના આવા હિન ભાવ સામે  આક્રોશ વ્યક્ત થઇ જાય છે – તેઓ એક સામાજિક કલંક છે.

 

abortion.3

 

 

B સ્પોન્ટીનીઅલ અબોર્શન

 

abortion.4

 

 

1.  થ્રેટંડ અબોર્શન

 

જેમાં અબોર્શન થઇ શકવાનો માત્ર ડર કે સંભાવના હોય તેમજ તેને રોકી શકવાની સંભાવના હોય.

 

 

2.  ઇનેવીટેબલ અબોર્શન

 

જેમાં અબોર્શન થવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ હોય અને તેને રોકી ન શકાય એવું.

 

 

3.  ઇનકમ્પલીટ અબોર્શન

 

જેમાં અબોર્શન થઇ ગયું હોય છતાં કેટલાક પદાર્થ હજુ પણ ગર્ભાશય માં રહી ગયા હોય.

 

 

4.  કમ્પલીટ અબોર્શન

 

જેમાં ગર્ભાશયના પોલાણમાંથી બધું જ બહાર આવી ગયું હોય.

 

 

5.  મીસ્સ્ડ અબોર્શન

 

જેમાં કા  તો ગર્ભ ગર્ભાશયમાં જ મૃત થઇ ગયેલ  હોય અથવા તે પૂરતું વિકસિત ન થયેલ હોય અને તે જાણ બહાર જ થોડા દિવસ સુધી ગર્ભાશયમાં જ રહી ગયેલ હોય.

 

 

6.  હેબિચ્યુઅલ અબોર્શન

 

જેમાં  એક પછી એક એ રીતે સળંગ 3 કે તેથી વધુ વાર અબોર્શન થવાની તાસીર હોય.

 

 

C સેપ્ટિક અબોર્શન

 

જેમાં જનનાંગો ના કોઈ ભયંકર ચેપને પરિણામે અબોર્શન થયું હોય.
 

 

અબોર્શન ના કારણો:

 

ગર્ભાવસ્થાના પ્રથમ ચરણમાં (એટલે કે પહેલા ત્રણેક મહિના ) તેમજ દ્વિતીય ચરણમાં (એટલેકે 4 થી 6 મહિના)મિસકેરેજ થવા પાછળના કારણો ભિન્ન હોય છે.

 

ગર્ભાવસ્થાના પ્રથમ ચરણમાં:

 

 

 • ક્રોમોસોમાલ એબ્નોર્માંલીટીઝ (રંગસૂત્ર માં ખામી )

 

 • ગર્ભાશય સંબંધી જન્મજાત ખોડખાપણ

 

 • ગર્ભાશયના મુખ સંબંધી જન્મજાત ખોડખાપણ પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવનું અપૂરતું પ્રમાણ

 

 

 ગર્ભાવસ્થાના દ્વિતીય ચરણમાં:

 

 • ગર્ભાશય સંબંધી શારીરિક ખોડખાપણ

 

 • ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ કે અન્ય ગાંઠ હોવી

 

 • ગર્ભાશયના મુખ સંબંધી કોઈ સમસ્યા હોવી

 

 • ચેપજન્ય  રોગ હોવો

 

 • ખોટી આદત જેવીકે, સ્મોકિંગ  આલ્કોહોલ તેમજ અજાણી હાનીકારક દવાઓનો વપરાશ

 

 • રોગપ્રતિકારક તંત્ર સંબંધિત રોગ હોવો

 

 • મૂત્રપિંડ સંબંધી રોગ હોવો

 

 • માતામાં જન્મ સમયે જ હૃદયરોગ હોવો

 

 • બેકાબુ ડાયાબિટીઝ

 

 • થાયરોઈડ સંબંધી રોગ હોવો

 

 • રેડીએશન

 

 • માતામાં અતિશય કુપોશણતા

 

-ઉપરાંત, નીચે મુજબના પરિબળો ધરાવતી સ્ત્રીમાં થોડા ઘણા અંશે મિસકેરેજ થઇ શકવાનું જોખમ સામાન્ય કરતા વધી જાય છે.

 

 

 • Ø એક સાથે એક કરતા વધુ ગર્ભ રહ્યા હોય

 

 • Ø ઇન્સ્યુલીન ડિપેન્ડન્ટ ડાયાબિટીઝ ધરાવતી સ્ત્રીમાં જો ડાયાબિટીઝ બેકાબુ રહેતો હોય

 

 • Ø પોલીસીસ્ટિક ઓવેરિયન ડીસીઝ

 

 • Ø ગર્ભાવસ્થા દરમિયાન હૈ બીપી રહેવું

 

 • Ø બેકાબૂ હાયપોથાયરોઈડીઝમ પ્રતિકારક તંત્ર સંબંધી કોઈ તકલીફ હોવી (ઓટો ઈમ્મ્યુંન ડીઝોર્ડર)

 

 

અબોર્શન ના ઉપાય :

જેમ આપણે આગળ સમજ્યા એમ ગર્ભ રહ્યાના એકદમ શરૂઆતના સમયગાળામાં તો માતાને પોતે પણ મિસકેરેજ થયાની જાણ રહેતી નથી દુર્ભાગ્યવશ  થઈને કહું તો મિસકેરેજ થતું હોય એટલે કે ગર્ભ રહ્યા ના પ્રથમ ચરણમાં યોની દ્વારા ગર્ભ નીકળવાની ઘટના ચાલુ થઇ ગઈ હોય ત્યારે  ઇનેવીટેબલ અબોર્શન ભાગ્યે જરોકી શકાય છે .

 

હા, એનો અર્થ એવો જરાય નથી કે એક વાર મિસકેરેજ થયા બાદ બીજી વાર એ ઘટના રોકી શકાતી નથી.

 

હા બાકી હોમિયોપેથીક સારવારની વાત કરું તો, હોમિયોપેથીનો અબોર્શન જેવી સમસ્યામાં બહોળો અવકાશ છે. 

 

જેમને વારંવાર અબોર્શન થવાની સમસ્યા રહેતી હોય એવા કિસ્સામાં હોમિયોપેથીક દવા એકદમ અકસીર છે.

 

ઉપરાંત, વારંવાર અબોર્શન થવાને લીધે માતાને અનુભવતી માનસિક પીડા કેઆઘાત માં થી બહાર લઇ આવવાનું કામ માત્ર હોમિયોપેથીક દવા જ કરી શકે છે. 

 

એટલુજ નહિ, નાની નાની હોમિયોપેથીક દવા અબોર્શન બાદ શારીરિક રીતે પણ માતાની રીકવરી ખૂબ ઝડપી બનાવી ખૂબ મોટું કામ કરે  છે તથા કોઈ કોમ્પ્લીકેશન ઉભું થયું હોય ત્યારે એમાં પણ રાહત આપે છે.

 

 

હોમિયોપેથીક દવાની કેટલીક જાદૂઈ અસરો આ પ્રમાણે છે.

 

 જેને વારંવાર અબોર્શન થવાની સમસ્યા હોય ત્યારે Beladona,China Officinalis,Carbo veg,Baptisia,Calcarea carb,Nux moschata  ,SarasaparillaLycopodium,Kali carb,Platina ,Plumbum met જેવી દવા ઓ માતાની આવી તાસીરને બદલી અબોર્ષન ને અટકાવે છે. 

 

મીસ્સ્ડ અબોર્શનના કિસ્સામાં મૃત ગર્ભ ગર્ભાશયમાં જ રહી જાય છે ત્યારે cantharis, Crotalus H, Pyrogenum, Ruta, Pulsatillaજેવી દવા  ના કેટલાક ડોઝ જ તુરંત  તેને બહાર કાઢી આપવામાં મદદ કરે છે.

 

 જયારે અબોર્શનના સમયે , પહેલા, કે પછી ખૂબ બ્લીડીંગ થતું હોય ત્યારે Sabina, Silica, Sepia, Sulphur,Thlaspi bursa p ,Halonias, Lilium Tig તથા અન્ય કેટલીક દવા ખૂબ સારું રીઝલ્ટ આપે છે.

 

ગર્ભ રહ્યાના સાવ પહેલા જ મહીને  જયારે અબોર્શન થતું હોય ત્યારે Apis mel, Crocus sativa, Viburnum op ખૂબ ઉપયોગી નીવડે છે.

 

જયારે કોઈ ઈજા, ભારેખમ વજન ઉંચકવાથી કે મૂઢ માર ને લીધે અબોર્શન થઇ  હોય ત્યારે Arnica, Ruta, Rhus tox, Erigeron, Pulsatilla વાયુ વેગે કામ કરે છે.

 

જયારે કોઈ ડર, ગુસ્સો  કે ચિંતાને પરિણામે એકદમ થી જ અબોર્શન થતું હોય ત્યારે Aconitum napellus ગણતરીના કલાકો માં જ અબોર્શન અટકાવી દે છે.

 

જયારે સેપ્ટિક કંડીશનમાં અબોર્શન થયું હોય ત્યારે Pyrogenum, callendulla જાદૂઈ સાબિત થાય છે.

 

Ferrum Met તથા Ferrum phos, Five Phos જેવી બાયોકેમિક દવાઓ વધૂપડતા બ્લીડીન્ગને લીધે થયેલ લોહ તત્વની ઉણપ અને અશક્તિ દૂર કરવામાં રાહત આપે છે.

 

 

ઉપરાંત, નીચે મુજબની દવાઓ પણ ખૂબ ઉપયોગી છે.

 

 

Ustilago

Cimicifuga

Secalecor

Viburnum opulus

Aletris ferrinosa

Apis melifica

Kali carb

Millefolium

 

 

(ઉપર જણાવેલ દવાઓ આખરે તો દરદીની પ્રકૃતિનો સંપૂર્ણ અભ્યાસ કાર્ય બાદ જ એક કુશળ હોમીયોપેથ દ્વારા અપાય એ જ હિતાવહ છે, અહીં આપેલ  કોઈપણ દવાનું નામ જાણ્યા બાદ હોમિયોપેથની સલાહ વિના લેવી નહિ. )

 

 

પ્લેસીબો:

 

abortion.6

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 dr.greeva
 
ડૉ. ગ્રીવા છાયા માંકડ

M.D. (A.M.)BHMS; DNHE.

email : [email protected]

(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯

 ૬- નંદનવન ચેમ્બર્સ, ટાઉન હોલ સામે,

અમદાવાદ –૩૮૦૦૦૬ (ગુજરાત)

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે, તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. આપને  મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતાજાળવવી હોય તો આપની  સમસ્યા ડાયરેકટ [email protected] ઉપર અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા પૂરી વિગત – જેવી કે, વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત -રીપોર્ટ ની જાણકારી મોકલવી. તમોને તમારા email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપીશું. ”  ….આભાર ! ‘દાદીમા ની પોટલી’