અપરાધી કોણ ?… ટૂંકી વાર્તા … (પ્રેરક કથાઓ) …

અપરાધી કોણ ?…  ટૂંકી વાર્તા … (પ્રેરક કથાઓ) …

 

 

SAUDAGAR

 

(૧)  અપરાધી કોણ ? …

 

 

એક વખત હજરત ઊંમર સાહેબ રાત્રીના પોતાના રાજ્યની સામાન્ય સડક –રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા ત્યાં તેમણે એક ઘરમાંથી સ્ત્રી – પુરુષનો એકસાથે હસવા નો મોટેથી અવાજ સાંભળ્યો.  તેઓ મનમાં ને મનમાં વિચારી અને બોલ્યા, ‘કેટલા મૂરખ છે આ લકો કે તેઓ પોતે તો આ મોડી રાત્રીના જાગે છે અને તેમના મોટેથી હસવાના અવાજથી આડોશ – પાડોશમાં રહેતા બીજાની નિંદર પણ બગાડે છે.’  અને કુતહલતા વશ તેઓ તેમની દીવાલ પર બારીમાંથી ડોક્યું કરી – જોવા માટે ચડ્યા. તેમણે અંદર નજર કરી જોયું તો તેઓ જોઇને ચકિત થઇ ગયા. એક ટેબલ પર શરાબ – દારૂ ની બોટલો પડી હતી અને ગ્લાસ મોઢા પર લગાવી એક સ્ત્રી અને પુરુષ જોર શોરથી હસતાં હતાં.

 

 

દારૂ –શરાબ કૂરાનમાં ત્યાજ્ય ગણાય છે.  આ બંને ને નશામાં આમ જોઈ અને ઊંમર સાહેબને ખૂબજ ગુસ્સો આવી ગયો અને તેઓએ ત્યાંથી જ બૂમ પાડી, “મૂર્ખાઓ, તમને જરાક પણ શરમ નથી આવતી, આમ શરાબ – દારૂ પી ને મોટેથી અવાજ કરી બીજાની નિંદર બગાડો છો ?”

 

 

ઊંમર સાહેબને જોઈ અને બંને નો નશો તો જાણે ઉતરી ગયો.  પેલો પુરુષ ઉભો થઈને ઊંમર સાહેબને તરત જ સલામ ભરવાં લાગ્યો અને દબાયેલ અવાજે બોલ્યો, “બાદશાહ – સલામત, માફ કરો, અમારાથી તો એક અપરાધ જ થયો છે, પરંતુ તમારાથી તો ત્રણ અપરાધ થયા છે.”

 

 

“શું મારાથી ત્રણ અપરાધ થયા છે ?”  – આશ્ચર્યચકિત થઇ ઊંમર સાહેબ બોલ્યા.

 

“જી હાઁ.”  –  તે પુરુષે કહ્યું,  “અલ્લાહ – નું કહેવું છે કે કોઈપણ નાં દોષોને બીજાને જાણ થાય તેમ ન કહેવા જોઈએ, જ્યારે તમે તો આડોશ પાડોશને જાણ થાય તેમ જોર શોરથી બૂમ પાડી અને બોલો છો કે અમે શરાબ- પીધો છે – દારૂ નું સેવન કરેલ છે.  બીજી ભૂલ, ખુદા – અલ્લાહ (ઈશ્વરનો) નો એવો હૂકમ છે કે કોઈપણ નાં ઘરમાં પ્રવેશ કરો ત્યારે સામેથી પ્રવેશ દ્વારથી જ પ્રવેશ કરવો જોઈએ, જ્યારે તમે તો દીવાલ પર ચડી અને બારીમાં થી અંદર ડોક્યા – નજર કરો છો.  ત્રીજી, પરવર દિગારનો – ઈશ્વરનો એવો આદેશ છે કે જ્યારે કોઈના ઘરે જાવ ત્યારે સર્વ પ્રથમ ઘરના લોકોને સલામ કરવી – નમસ્તે કરવા જોઈએ અને તમે તો આ નિયમનું પણ પાલન કરેલ નથી.”

 

 

પેલા શરાબી નાં મોઢેથી – મુખેથી પોતાના અપરાધ – દોષ સાંભળી અને ઊંમર સાહેબને પસ્તાવો થયો.  તેમણે તેની માફી માંગી અને હવેથી ક્યારેય શરાબ – દારૂ ન પીવા નાં સોગંદ લેવડાવ્યા.

 

(પ્રે.પ્ર.૪૨(૨૭)

 

 

(૨)  અધ:પતન (વિનાશ) નું કારણ …

 

 

ભગવાન મહાવીરને તેમના એક શિષ્યે પ્રશ્ન કર્યો, “ ગુરુદેવ, મનુષ્યના અધ:પતન (વિનાશ) નું શું કારણ છે અને તેમાંથી પોતાની મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ ?”

 

 

મહાવીર બોલ્યા, “ જ્યારે કોઈ કમંડળ વજન વાળું – ભારે હોઈ અને તેમાં પાણી પણ વધુમાં વધુ સમાઈ શકે –ભરી શકાય તેમ હોય, તો શું તેને ખાલી અવસ્થામાં નદીમાં છોડી દઈએ તો તે ડૂબી જાય કે ?”

 

“ક્યારેય પણ નહિ.”  – તે શિષ્યએ જવાબ આપ્યો.

 

“ જો કે તેની જમણી બાજુ એક છિદ્ર – કાણું હોય તો શું તે અવસ્થામાં પણ તે તરી શકે છે ?”

 

“ના, તે ડૂબી જશે.”

 

“અને કાણું – છિદ્ર ડાબી બાજુ હોય તો ?”

 

“કાણું –છિદ્ર ડાબી બાજુ હોય કે જમણી બાજુ; છિદ્ર – કાણું કોઈપણ બાજુ હોય, પાણી તેમાં પ્રવેશ કરશે જ અને તે અંતે ડૂબી જ જશે.”

 

“તો બસ તેમ જ જાણી લે કે માનવ – મનુષ્ય જીવન પણ ક્મંડળ ની સમાન –જેવું છે.  તેમાં જો કોઈ દુર્ગુણ રૂપી છિદ્ર – કાણું થયું તો સમજી લે કે તે (જીવન) ટકી શકશે નહિ.  ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર આ બધા દુર્ગુણો મનુષ્યને ડૂબાડવામાં કારણભૂત બની શકે છે, એટલા માટે હંમેશાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા જીવનરૂપી કમંડળ માં દુર્ગુણ રૂપી કોઈ છિદ્ર – કાણું (થઇ જતું ) જન્મ તો લેતું નથી.  અને જો આપણે તે સમયે તેને જન્મ લઇ અને મોટું થવા નહી દઈએ તો, સમજી લ્યો કે આપણું જીવન નિષ્કલંક – નિષ્કંટક – અવરોધ વિનાનું રહેશે અને આપણને દરેક વસ્તુ સુલભતા – આસાનીથી પ્રાપ્ત થશે.”

 

 

(પ્રે.પ્ર.૪૧(૨૬-૨૭)

 

 

(૩)  માનવોપયોગી વસ્તુઓ ? …

 

 

ભવાન ઈશુ એક વખત રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા અને તેમણે પાંચ ગધેડા પર મોટી – મોટી ગાંસડીઓ રાખેલ એક સૌદાગર જોવા મળ્યો.  તે ગાંસડીઓ નો બોજ – વજન એટલું બધું હતું કે તે બિચારા ગધેડા તેને ઉપાડી પણ શકતા ન હતા.  આ જોઈ, ઈશા –ઈશુ એ સૌદાગર ને પ્રશ્ન કર્યો, “સૌદાગર, આ ગાંસડીઓમાં એવી તે શું વસ્તુઓ ભરી છે, જેને કારણે આ બિચારા ગધેડા તેનું વજન ઉપાડી શકતા નથી ?

 

“આ ગાંસડીઓમાં માનવોપયોગી વસ્તુઓ ભરી છે અને તેનું વેચાણ કરવા માટે હું બજારે તેને લઇ જાઉં છે.  આ વસ્તુઓ એટલી બધી કિંમતી છે કે તેને કારણે હું ગધેડા તરફ દ્રષ્ટિ કરવા – ધ્યાન આપવા – લક્ષ આપવા અસમર્થ છું.”  – તે સૌદાગરે જવાબ આપ્યો.

 

“ સરસ ! કઈ કઈ વસ્તુઓ તેમાં છે, જરા હું પણ તો જાણું.”   –   જિજ્ઞાસાપૂર્વક ઈશુ એ પૂછ્યું.

 

“આ જો પહેલો ગધેડો તમે જોઈ રહ્યા છો ને, તેના પર ‘અત્યાચાર’ ની ગાંસડી બાંધી અને રાખી છે.”

 

“શું કહ્યું, અત્યાચાર ?”  – આશ્ચર્યચકિત થઈ ઈશુ એ પૂછ્યું, “ભલા માણસ, અત્યાચાર ને કોણ ખરીદશે ?”

 

“તેના ખરીદનાર છે રાજા – મહારાજાઓ તથા સત્તાધારી લોકો.  ખૂબજ ઊંચા ભાવે તેનું વેચાણ થઈ શકે છે.”

 

“ સરસ, આ બીજી ગાંસડીમાં શું છે ?”

 

“આ ગાંસડી તો અહંકાર થી છલોછલ – ભારોભાર ભરી છે અને તેના ખરીદનારા છે સાંસારિક લોકો.  ત્રીજા ગધેડા પર ‘ઈર્ષ્યા’ ની ગાંસડી ભરીને રાખી છે.  તેના ગ્રાહક છે જ્ઞાની તથા વિદ્વાન લોકો.  તેને ખરીદવા માટે તે લોકો વચ્ચે પડાપડી સાથે હોડ લાગી  હોય છે.”

 

“સરસ.  ચોથી ગાંસડીમાં શું છે, સૌદાગર.”

 

“તેમાં ‘બેઈમાની’  ભરેલી છે અને તેના  ગ્રાહક છે વ્યાપારી લોકો.  તેના વેચાણમાં પણ મને સારો એવો ફાયદો -નફો મળે છે.”

 

“અને છેલ્લા ગધેડા પર ?”

 

“તેના પર ‘છળ-કપટ’ થી ભરેલી ગાંસડી રાખી છે અને તેની માંગ સ્ત્રીઓ તરફથી વધુ રહે છે.”

 

“પરંતુ તમે તમારો પરિચય ન આપ્યો, સૌદાગર.”  – ઇશા –ઈશુ એ કહ્યું.

 

“મારું નામ તો તમે સાંભળ્યું જ હશે.  હું છું શૈતાન.  બધા જ મનુષ્ય જીવ મારી પ્રતીક્ષા ખૂબજ ઉત્સુકતા  પૂર્વક કરતાં હોય છે.  આજ કારણે મારા વ્યાપારમાં લાભ ઈ લાભ (ફાયદો જ )  ફક્ત છે.”  અને આમ કહી તે સૌદાગર ચાલવા લાગ્યો.

 

પ્રભુ ઈશુએ ઉપર જોઈએ કહ્યું, “હે પ્રભુ !  આ માનવજાતિ ને થોડી સદ્દબુદ્ધિ આપશો, જેથી તે આ સૌદાગર ની ચુંગાલમાં ન પડે અને સાથે સાથે તેને એટલું તો જ્ઞાન થાય – રહે કે તે કઈ વસ્તુઓ ને ખરીદવા જઈ રહ્યો છે.”

 

(પ્રે.પ્ર.૪૦(૨૫-૨૬)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.