મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી …(ભાગ-૮) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત ..
શ્રી વલ્લભ સાખી … (૪૮-૪૯) …
-મહેશ શાહ, વડોદરા, ગુજરાત.

ભાગ – [૮]

 

 

vallabh sakhi

 

 37

શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ
તાકી જનની બોઝન મરી, વૃથા બજાવે ઢોલ ||૪૮||

 

શ્રી વલ્લભના સ્મરણ થકી જેણે જન્મ સફળ નથી કર્યો તે કમનસીબ છે. શ્રી વલ્લભનું ચરિત્ર મહા ઉદાર છે (સ.સ્તો.શ્લો.૧૧). આપના સ્મરણથી બધા જ પ્રકારની આર્તિનો નાશ થાય છે કારણ કે આપ કૃપા સાગર છે (સ.સ્તો. શ્લો.૭). આવા શ્રી વલ્લભનું સ્મરણ કે ચિંતન ન કરે અને મિથ્યા, અર્થહીન કે વિકૃત જ્ઞાનના બોલ બોલી પોતાને અને અન્યને અવળે પાટે ચડાવે તેનો જન્મ જ વૃથા ગણાય. કળીયુગનો એ પ્રભાવ છે કે આજે બાહ્ય આડંબર અને ભભકા થકી અનેક કહેવાતા ધર્મો અને સંપ્રદાયો લોકોને ભરમાવી રહ્યા છે. પોતાને સાક્ષાત પ્રભુના અવતાર કે ખુદ ભગવાન ગણાવનારા અનેક આચાર્યો લાખો લોકોને વેદોક્ત અને શાસ્ત્રોક્ત પાવન માર્ગોથી ભ્રષ્ટ કરી પોતે ઉપદેશેલા અહંકાર, લોભ, મોહ કે વિકૃતિના  માર્ગે વાળી રહ્યા છે.

 

આવા માર્ગો અને આવા ધુતારાઓ  પોતાની વાતને આકર્ષક રીતે જોરશોરથી લોકો સુધી પહોંચાડે છે. એમની વાતો એટલી ભવ્ય અને એટલે જ ભરમાવનારી હોય છે કે સામાન્ય જન તેમની વાતોમાં આવી તેને જ સાચો ધર્મ માની અપનાવી લે છે. તેમના પોલંપોલ ઢોલ નગારાના ભારે અવાજમાં શ્રેય અને સત્યની પીપુડીનો અવાજ દબાઈ જાય છે. પરીણામે આવા અટપટા બોલથી ભરમાઈને માણસ પોતાનો આ  જન્મ વેડફે છે અને ભાવિ જન્મોની અધોગતિને નોતરે છે. એટલું જ નહીં તેને જન્મ આપનાર માતાએ તેને જન્મ આપવાનો અને  લાલન પાલનનો બોજ ઉઠાવ્યો તે પણ વ્યર્થ ગયો ગણાય.  દરેક માતા એવું ઈચ્છતી હોય કે તેનું સંતાન વિશ્વમાં  કશુંક પણ યોગદાન આપીને માતાને યશ અપાવે, તેને આનંદ  અપાવે જેથી તેની પાછળ ઉઠાવેલી જહેમત અને લીધેલી કાળજી લેખે લાગે. કારણ કે દરેક સર્જકની જેમ માતા પણ એવું જ ઈચ્છતી હોય કે તેનું સર્જન અનોખું, અનુઠું, અનેરું અને યશસ્વી બને. જો સંતાન વલ્લભના સ્મરણ થકી માની કોખ ન ઉજાળે, પોતાનો જન્મ સફળ અને સાર્થક ન કરે તો તેના નામનો ઢોલ પીટવો નકામો છે. આમ પણ ઢોલનો પ્રાસ જ નહીં સંબંધ પણ પોલ સાથે જોડાયેલો જ છે. અંદર જેટલું વધુ પોલું હોય ઢોલનો અવાજ તેટલો વધુ મોટો થતો હોય છે. સત્યને મોટા અવાજની જરૂરત નથી પડતી. તેને બણગાં ફૂંકવાની પણ જરૂરત નથી હોતી.

 

ઘર આવે વૈષ્ણવ જબહી, દીજે ચાર રતન|
આસન જલ વાણી મધુર, યથા શક્તિ સોં અન્ન ||૪૯||

 

શ્રી હરિ ગુરૂ વૈષ્ણવનું આપણા માર્ગમાં સમાન બલકે એક જ સ્થાન ગણ્યું છે. શ્રી વલ્લભનો મહિમા ગાતા ગાતા હવે શ્રી હરિરાયજી ભગવદીયનું મહિમા મંડન શરૂ કરે છે. આપણા આંગણે પ્રભુ પધારે તો આપણે જે રીતે ભાવ વિભોર થઈને સ્વાગત કરીએ તેવી જ રીતે ભગવદીય પધારે ત્યારે ઉરના ઉમંગથી આવકારવા જોઈએ. અત્યંત વૈભવી આવકાર આપવો જરાય જરૂરી નથી. અંતરના ઓવારણામાં ઐશ્વર્યનું આવરણ આવવું ન જોઈએ. શ્રી હરિરાયજી સ્વાગતની સાદી વિધિ બતાવતાં કહે છે કે જ્યારે પણ વૈષ્ણવ આપણું આંગણું પાવન કરવા પધારે ત્યારે તેમનું ચાર રત્નથી સ્વાગત કરવું. પ્રથમ તો આસન આપવું. આજે તો આપણે સોફા સેટ કે ખુરશી તૈયાર જ હોય છે પણ પહેલાં એવું ન હતું. આજે પણ ગામડામાં ખાટલો ઢાળી તેના ઉપર સુંદર રજાઈ પાથરી મહેમાનને બેસાડવાનો રીવાજ સચવાઈ રહ્યો છે. પ્રાચીન યુગમાં તો દુર્વા જેવા ઘાસનું આસન બનાવવામાં આવતું હતું. આપણા ઘરે ભગવદીય પધારે તો આપણે યોગ્ય આસન આપવું જોઈએ. ઘરના મુખ્ય સ્થાનમાં આગંતુકનું માન સચવાય તેવા આસન પર તેમને બેસાડવા જોઈએ. બહારથી આવનાર વ્યક્તિને શીતલ પેય જલ આપીએ એટલે તેમનો અર્ધો થાક દુર થઇ જાય. વૈષ્ણવનું સ્વાગત પ્રસાદી જલથી જ કરાય.

 

અતિથી આવીને બેસે, પાણી પીએ પછી જ તેમની સાથે મીઠાશથી વાત કરી તેમના પધારવાનું પ્રયોજન પુછાય. આ વાતચીતમાં મનની મીઠાશ વાણી-વર્તનમાં સ્પષ્ટપણે ઝળકવી જોઈએ. જો આપણા મનમાં વૈષ્ણવ પ્રત્યે સાચો ભાવ હશે તો સ્વાભાવિકપણે ભગવદીયનું સ્વાગત સુંદર થશે જ.

 

ચોથી વાત બહુ સરસ રીતે કહી છે. યજમાને પોતાની શક્તિ મુજબ ભક્તિ કરવી જોઈએ. આર્થિક અનુકુળતા મુજબ અને ઘરમાં સગવડતા હોય તે મુજબ મહેમાનને મહાપ્રસાદ લેવડાવવો જોઈએ. યથા શક્તિ કહીને શ્રી હરિરાયજી વૈષ્ણવની આર્થિક શક્તિની વાત તો કરે જ  છે અન્ય અનુકુળતાઓની વાત પણ આવી જાય છે. આવી વહેવારિક વાતથી અકિંચન અથવા અસમર્થ વૈષ્ણવને હૈયાધારણ મળે છે કે તેણે ગજા ઉપરવટ જઈ કોઈ કાર્ય કરવાનું જરૂરી નથી.

 

આ ચતુર્વિધ સ્વાગત પ્રણાલીને આપશ્રી ચાર રત્ન કહે છે. જો આટલું પણ આપણે કરી શકીએ તો તે રત્ન સમાન છે. વિશેષ ખેંચાઈને કરવાનું નથી.  શરૂઆતમાં કહયું તેમ હરિ ગુરુની સાથે જ વૈષ્ણવનું  સ્થાન છે જ પણ બીજી રીતે વિચારીએ તો તેમના હૃદયમાં બિરાજતા શ્રી ઠાકોરજીનું  જ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ.  વૈદિક પ્રણાલીમાં પણ अतिथि देवो भव: સૂત્ર મુજબ અતિથિનું સુયોગ્ય સ્વાગત એ ભારતિય પ્રણાલી તો છે જ ને!
આજે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.

 

ક્રમશ:

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

‘શંકા સમાધાન’ … (૧૧) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૩)’ …

‘શંકા સમાધાન’ … (૧૧ …/) “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૩)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 natural foods.1

 
આ અગાઉ આપણે શંકા સમાધાન … દ્વારા   હિમેજ, દીવેલ જેવું રેચક દ્રવ્ય લઈએ તો એનિમાની જરૂર ખરી ? ; જે શંકાનું  સમાધાન કર્યું.  આજે આપણે એક  નવી  શંકાનું સમાધાન જાણીએ. … સાથે સાથે વિડ્યો કલીપ… (ભાગ-૭) દ્વારા  ‘નવી ભોજન પ્રથા’ અન્વયે, શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી રૂબરૂ વિશેષ  જાણકારી પણ મેળવીશું …

  natural foods

સૌજન્ય : વેબ જગત 

 

શંકા … (૧૧) …

ભોજનમાં પાન ક્યા ક્યા ખવાય ?  કાચું શું શું ખાવું જોઈએ ?  રાંધેલ ભોજનમાં કયું ભોજન ખાવું જોઈએ ?

 

સમાધાન :

શ્રી બાલુભાઈ ચૌહાણ :

સામાન્ય રીતે જે ઋતુમાં જે પાન ઉપલબ્ધ હોય તે ખવાય.  જેવા કે … પાલખ ની ભાજી, મેથી, કોથમીર, (ધાણાભાજી), તુલીસી પત્ર, ફૂદીનો, અજમો, પત્તા કોબીજ, મીઠો લીમડો, આ સામાન્ય રીતે સમાજમાં પ્રચલિત અને સર્વ સ્વીકૃત કહી શકાય.

 

તે ઉપરાંત અળવીનાં પાન, નાગરવેલના પાન, પીપરનાં પાન, બિલ્વ પત્ર (બિલી નાં પાન), જામફળીનાં પાન, ખરખોડીનાં પાન, ધરો, રજકો (ગદબ), આંકડાનાં પાન, વગેરે ખાઈ શકાય, આ ફક્ત વાત જ નથી પરંતુ અમેં ખાઈએ છીએ તેથી અનુભવ થી કહીએ છીએ.

 

આમ છતાં આપણી મતિ મૂંઝાય ત્યારે પશુને અનુસરવું.  કારણ કે આ બાબત આપણા કરતાં પશુ –ઢોર વધુ અનુભવી છે / હૈયા સુઝવાળા છે તેમ કહું તો કદાચ તે અતિશયોકિત (વધારે પડતું કહું છું તેમ ) ન કહી શકાય.

 

કાચામા સામાન્ય રીતે આપણે સલાડમાં વપરાતી વસ્તુઓને સર્વસ્વીકૃત ગણી છે.  જેવી કે, કોબીચ, ટામેટા, ગાજર, મૂળા, બીટ, ટીંડોરા, કાકડી, ચીભડા, બંધ કોબીચ ( ફુલાવર), ચીભડા અને વિવિધ જાતના સિઝન ફળો.

તે ઉપરાંત, દૂધી, ગલકા, તૂરીયા (ઘીસોડા), રીંગણ, ભીંડા, શકરીયા, બટેટા, ડુંગળી, લસણ વગેરે ખાઈ શકાય.  (કોઈ ડુંગળી, લસણ, શકરીયા, બટેટા ન ખાતા હોય તો તેમણે તે છોડીને બાકીનું ખાવું.)

 

રાંધેલ ભોજન એ સાચા અર્થમાં ભોજન જ નથી.  જેથી તે ખાવાથી કોઈ જ ફાયદો નથી.  નુકશાન જ છે.  આમ છતાં જગત આખું રાંધેલ ભોજનને જ આહાર માને છે.  તે ન ખાય ત્યાં સુધી કાચું ગમે તેટલું ખાધું હોય છતાં ખાધું જ નથી તેવું મહેસુસ કરે છે.  રાંધેલ આહાર ન લે ત્યાં સુધી જમ્યાનો સંતોષ જ થતો નથી.  આથી રાંધેલ ભોજન ભલે નુકશાનકારક હશે છતાં ખાધા વગર રહેવાશે નહીં.  કારણ કે તેની ટેવ પડી ગઈ છે, તેનું વ્યસન / બાંધાણ થઇ ગયું છે.  હવે વ્યસનીને વળી પસંદગી કેવી ?  જેને ગુટખા, બીડી, તમાકુ, અફીણ, ગાંઝો, ચરસ, દારૂ વિગેરે ની લત જ લાગી ગઈ છે તે તેની ચુંગલમાં જ ફસાઈ ગયો છે, પછી પસંદગીની વાત જ આવતી નથી.  તે જેનો પણ વ્યસની છે તે લીધા વગર રહી શકશે જ નહીં.

 

આપણે પણ રાંધેલ ભોજનના ગુલામ / વ્યસની બની ગયા છીએ ત્યારે પસંદગીનો સવાલ જ ઉપસ્થિત થતો નથી.  જે ભાવે છે અને જે ફાવે છે તે ખાઈએ.  જો કે દારૂડીયો પણ કયો દારૂ ઊછું નુકશાન કરે છે તે જાણી સમજી અને પસંદ કરશે.  તેમ આપણે પણ ઓછું નુકશાનકારી રાંધેલ ભોજન પસંદ કરવું જોઈએ.  આ માટે માપદંડ છે;  ‘ભારે પણાનો’  જે પચવામાં વધુ ભારે હોય તે વધુ નુકશાનકારક હોવાથી ઓછું ખાવું જોઈએ.  જ્યારે પચવામાં હલકો ખોરાક તેમજ ઓછો નુકશાનકારક હોય તેની માત્રા / પ્રમાણ ભોજનમાં વધુ રાખવી જોઈએ.

આ દ્રષ્ટિએ દાળ-ભાત, ખીચડી-કાઢી, રોટલી-રોટલા-પૂરી, દૂધ-ઘી-તેલ વધુ નુકશાનકારી હોઈ ઓછા ખાવા જોઈએ, જ્યારે લીલા શાકભાજી પ્રમાણમાં ઓછા નુકશાનકારી તેમજ પચવામાં હલકા / હળવા હોઈ વધુ પ્રમાણમાં ભોજનમાં લેવા જોઈએ.  એટલે કે આપણો જેટલો ખોરાક હોય તેમાં  ૬૦ થી ૭૦ % (ટકા) લીલા શાકભાજી ખાવા જોઈએ, જ્યારે શેષ ૩૦ થી ૪૦ % (ટકા)  અન્ય રાંધેલ અનાજ –કઠોળ વિગેરે એટલે કે, દાળ-ભાત, ખીચડી-કાઢી, રોટલી-રોટલા, ઘી-તેલ વિગેરે ખાવા જોઈએ.

 

આ ઉપરાંત બીજો એક માપ દંડ પણ છે.  : ‘રંધાયું  તે ગંધાયું’

 

ખોરાક ને રાંધવાથી તેનું સત્વ બળી જાય છે અને સડવાની પ્રક્રિયા માટે માર્ગ મોકળો થઇ/ ખુલી  જાય છે.  આથી વાસી ખોરાક ન ખાવો એવું સમાજમાં તેમજ સ્વાસ્થ્ય નિષ્ણાંતો દ્વારા પ્રચલિત છે.  પરંતુ જે ખોરાક બહાર પડ્યો પડ્યો વાસી થઇ ને બગડે છે, તેજ ખોરાક પેટમાં પણ પડ્યો પડ્યો વાસી થઇ ને બગડે છે.  આથી જ આવો રાંધેલ ખોરાકનું પ્રમાણ જેમ બને તેટલું ઓછું હોવું જરૂરી જેથી શરીરમાં પાચન સરળતાથી થઇ અને શરીરમાંથી સરળતાથી સમયસર પસાર થઇ જાય અને મળ દ્વારા બહાર ફેંકાઈ જાય, અને જે શરીરમાં જમા રહે નહિ.  જેને કારણે આપણે સ્ફૂર્તિ અને હળવાશ અનુભવીએ છીએ.
 

 foods n benifits

સૌજન્ય : વેબ જગત  

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૭)  દ્વારા  … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને તે વિશે સમજીએ ..

 

 


 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી એમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

Dear New Diet Family,

Please find herewith attached September month issue of our ‘Swadarshan’ magazine.

Please ask as many people as possible to take the benefit of this amazing diet through our magazine.

Spread the health.

Regards,

Amil Shah

(U.K.)

09-Sep-2013.pdf 09-Sep-2013.pdf
1023K   View   Download

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.

  

  
INVITATION 

Dear new diet family,
 
It is with pleasure I would like to inform you about the 1st shibir of New Diet system, organised in London on   dt. 07.09.2013. (Navi Bhojan Pratha Shibir)
 
Please find the invitation card attached.
If you want someone in London to attend the shibir, please let my brother or me know to book them (by 28th August, 2013)  as we have very limited places available.
 
Regards,
Jimil Shah       –  077 0204 2403
Amil Shah        –  079 8335 9199
Kalpana Shah –  074 2411 1845
SHAH  Family
Invitation Card.pdf Invitation Card.pdf
544K   View   Download

(૧) મધુર/ સુંદર જીવનનું રહસ્ય … ટૂંકી વાર્તા … (પ્રેરક કથાઓ) ….

(૧)  મધુર/ સુંદર  જીવનનું રહસ્ય …  ટૂંકી વાર્તા … (પ્રેરક કથાઓ) …

 

 

statues

 

 

મિત્રો, છેલ્લા થોડા સમયથી આપ સર્વે  નિયમિત રીતે અહીં દર અઠવાડિયે જીવનમાં ઉપયોગી ટૂંકી વાર્તા -પ્રેરક કથાઓ માણતા આવો છો. આશા છે કે આપ સર્વેને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હશે. ચાલો તો આજે ફરી થોડી નવી વાર્તાઓ માણીએ. આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

 

સંત એકનાથજી ની પાસે એક વ્યક્તિ આવ્યો અને કહ્યું, “હે નાથ ! તમારું જીવન કેટલું મધુ / સુંદર છે.  અમને તો શાંતિ એક ક્ષણ પણ પ્રાપ્ત થતી નથી.  આપ એવો ઉપાય બતાવો  કે અમોને લોભ, મોહ, મદ્દ, મત્સર વિગેરે દુર્ગુણ ન સતાવી શકે અને અમે જીવનમાં આનંદ ની પ્રાપ્તિ કરી શકીએ.”

“તને આ ઉપાય તો હું બતાવી શકતો હતો, પરંતુ તું તો હવે ફક્ત આઠ જ દિવસ નો મહેમાન છો, માટે હવે પહેલા જેવું જ જીવન તારું વ્યતિત /પસાર કરીલે.”

તે માણસે જેવું સાંભળ્યું કે તે હવે વધુ દિવસ સુધી જીવી શકે તેમ નથી, તે એકદમ ઉદાસ થઇ ગયો અને તૂરત જ તેના ઘરે પાછો ફરી ગયો.   ઘરમાં તેણે પત્ની ને જઈને કહ્યું, “મેં તને અનેક વખત કારણ વગર દુઃખ આપ્યું છે.  મને માફ કરજે.”  પછી બાળકો ને કહ્યું, “બાળકો, મેં તમને ઘણી વખત માર માર્યો છે, મને તેના માટે માફ કરજો.”  મિત્રોની પાસે જઈને પણ તેણે માફી માંગી.  આ રીતે જે જે વ્યક્તિઓ સાથે તેણે દુર્વ્યવહાર કરેલ, તે બધા પાસે જઈ જઈને તેણે માફી માંગી.  આ રીતે આઠ દિવસ પસાર થઇ ગયા અને નવમે દિવસે તેણે એકનાથજી પાસે ગયો અને કહ્યું, “ હે નાથ !  આઠ દિવસ તો પસાર થઇ / વીતી ગયા.  મારી અંતિમ ઘડી માટે હવે કેટલો સમય બાકી રહે છે ?”

“તારી અંતિમ ઘડી તો પરમેશ્વર જ બતાવી શકે છે.  પરંતુ મને એતો બતાવ કે આ આઠ દિવસ તારા કેવા પસાર થયા/ કેવા વિત્યા  ?  ભોગ-વિલાસમાં મસ્ત બની અને તે આનંદ તો મેળવ્યો હશે ને ?”

“ શું કહ્યું, નાથ, મને આ આઠ દિવસમાં મૃત્યુ સિવાય બીજી કોઈ જ વસ્તુ દેખાઈ રહી ન હતી.  એટલા માટે જ મને મારા દ્વારા કરેલા બધા જ દુષ્કર્મ સ્મરણ થવા લાગ્યા અને તેના પ્રાયશ્ચિત કરવામાં જ આ સમય પસાર થઇ ગયો.”

 

તો મિત્ર, તે જે વાત ને નોંધમાં / ધ્યાનમાં રાખીને આ આઠ દિવસ પસાર કર્યા છે, અમે સાધુ લોકો આજ વાત ને યાદ રાખીને/ અમારી નજર સમક્ષ રાખીને જ હંમેશાં- જીવન પર્યંત બધા કામ કરતા હોઈએ છીએ. ધ્યાન  રાખ, આ આપણો દેહ ક્ષણભંગુર છે અને અંત: / છેવટે તેને માટીમાં ભળી જવાનું છે, માટે તેના ગુલામ બનવાને બદલે ઈશ્વરના ગુલામ બનવું ખૂબજ શ્રેષ્ઠ / ઉત્તમ છે.  બધાની સાથે સમાન ભાવ રાખવામાં જ જીવન સાર્થક બની શકે છે અને આજ કારણે જીવન અમને મધુર / મીઠું-સુંદર લાગે છે, જ્યારે તમને અસહનીય / દુઃખ દાયક લાગે છે.

 

(પ્રે.પ્ર.૪૩/૨૮)

 

 

(૨) જ્ઞાન નો પહેલો પાઠ …

 

એક યુવાન બ્રહ્મચારી દેશ-વિદેશ માં પરિભ્રમણ કરી અને ત્યાંના ગ્રંથો નો અભ્યાસ કરી જ્યારે પોતાના દેશ પાછો / પરત ફર્યો, તો બધાની પાસે તે વાતની મોટાઈ કરવા લાગ્યો કે તેના જેવો અધિક જ્ઞાની-વિદ્વાન બીજા કોઈ નથી.  તેની પાસે જે કોઈ પણ વ્યક્તિ જાતું, તો તે તેમને પ્રશ્ન કરતો હતો કે તમે મારાથી ચઢિયાતો (વધુ જ્ઞાની) વિદ્વાન કોઈ જોયો છે ?

 

વાત ભગવાન બુદ્ધ નાં કાનોમાં પણ પહોંચી ગઈ.  તે બ્રાહ્મણ વેશમાં તેની પાસે ગયા.  બ્રહ્મચારીએ  તેને પ્રશ્ન કર્યો, “તમે કોણ છો, બ્રાહમણ ?”

પોતાના મન અને શરીર પર જેનો પૂરેપૂરો અંકુશ / અધિકાર છે, હું તેવો એક સામાન્ય –તુચ્છ માનવ –માણસ છું.”  – બુદ્ધ ભગવાને જવાબ આપ્યો.

“વ્યવસ્થિતપણે સ્પષ્ટતા કરો, બ્રાહ્મણ.   મારી તો કાંઈપણ સમજ માં નથી આવ્યું.” – તે અહંકારી બોલ્યો.

ભગવાન બુદ્ધે કહ્યું, “જે રીતે કુંભાર ઘડા બનાવે છે, નાવિક હોળી ચલાવે છે, ધનુર્ધર બાણ ચલાવે છે, ગાયક ગીત ગાય છે, વાદક વાદ્ય વગાડે છે  અને વિદ્વાન વાદ-વિવાદમાં ભાગ લે છે, આવી જે રીતે જ્ઞાની પુરુષ પોતાના પર જ શાસન કરતા હોય છે.”

“અરે ભલા માણસ ! જ્ઞાની પુરુષ, સ્વયં પોતાની ઉપર કઈ રીતે શાસન કરી શકે છે ?” – બ્રહ્મચારીએ ફરી પ્રશ્ન કર્યો.

“લોકો દ્વારા સ્તુતિ- પ્રસંશાની  ન્યોછાવર કરવા છતાં અથવા ટીકાઓ ની અગ્નિ વર્ષા –ઝડી વરસે તો પણ જ્ઞાની પુરુષનું મન શાંત જ રહે છે.  તેનું મન સદાચાર, દયા અને વિશ્વ બંધુની ભાવના – પ્રેમ પર જ કેન્દ્રિત હોય છે, અત: /માટે જ પ્રસંશા કે નિંદાની ભાવના ની તેની પર કોઈ જ અસર થતી નથી.  આજ કારણ છે કે તેના ચિત્ત સાગરમાં શાંતિ નો અસ્ખલિત પ્રવાહ વેહ્તો હોય છે.”

તે બ્રહામાચારીએ જ્યારે પોતાના માટે વિચાર કર્યો, તો તેને શરમ અનુભવી (આત્મગ્લાની)  અને ભગવાન બુદ્ધના ચરણોમાં પડીને બોલ્યો, “સ્વામી –પ્રભુ અત્યાર સુધી તો હું ભૂલો પડેલો હતો.  હું સ્વયં / મને પોતાને  જ જ્ઞાની સમજતો હતો, પરંતુ આજે મેં અનુભવ્યું  કે મારે તમારી પાસેથી હજુ ઘણું બધું શીખવાનું છે.”

“હાઁ, જ્ઞાન નો પહલો પાઠ આજે જ તારી સમજમાં આવ્યો છે, ભાઈ.  અને તે છે નમ્રતા.  તું મારી સાથે આશ્રમમાં ચાલ અને હવે પછી આગળના વધુ પાઠ નો અભ્યાસ ત્યાં જ કરજે.”

 

 

(પ્રે.પ્ર.૪૪/૨૯)

 

 

(૩)  તમારી મૂર્તિ ક્યાં છે ?

 

 

સિકન્દર ની રાજધાનીમાં એક સુંદર બગીચો હતો.  તેમાં પ્રાચીન અને વિદ્વાન અને પરાક્રમી લોકોની મૂર્તિઓ રાખવામાં આવેલ.  એક વખત સિકન્દરની રાજધાની જોવા માટે કોઈ મોટો વિદેશી – પરદેશી આવ્યો.  તે સિકન્દર નો જ મહેમાન હતો, તે કારણે તેને શાહી સન્માન સાથે શાહી અતિથી ગ્રહમાં ઉતારો આપવામાં /રાખવામાં આવેલ.  સિકન્દર તેને પોતાનો શાહી બગીચો બતાવા તેની સાથે લઇ ગયો.  ત્યાં રાખવામાં આવેલ મૂર્તિઓ વિશે મહેમાન જ્યારે તેને મૂર્તિ કોની છે તેમ પૂછતાં હતા ત્યારે દરેક મૂર્તિ ની યોગ્ય જાણકારી મહેમાનને તે આપતો હતો. બધી જ મૂર્તિઓ જોઈ લીધા બાદ મહેમાને પૂછ્યું, “મહારાજ, તમારી મૂર્તિ ક્યાંય જોવા મળી નહિ?”

  

સિકન્દરે જવાબ આપ્યો, “મારી મૂર્તિ અહીં રાખવામાં આવે અને પછી નવી આવનાર પેઢી એવો પ્રશ્ન કરે કે આ મૂર્તિ કોની છે, તેના કરતાં મને એ વધુ પસંદ આવશે કે મારી મૂર્તિ જ રાખવામાં ન આવે અને લોકો પૂછે કે  સિકન્દર ની મૂર્તિ કેમ નથી ?”

 

 

(પ્રે.પ્ર.૧/૦૫)  

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પાઇલ્સ (મસા) … અને હોમીઓપેથી …

પાઇલ્સ (મસા) … અને હોમીઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

 

 rectum - piles

 

 

વાંચક મિત્રો,  આ અગાઉ  પિત્તાશયમાં  થતી પથરી ... વિશેના … બ્લોગ પોસ્ટ પર નાં મારા લેખ પર આપેલ આપના પ્રતિભાવો બદલ આભાર !. આજે આપણે… પાઇલ્સ (મસા) … વિશે સમજીશુ…

 

ન કહેવાય ન સહેવાય તેવી તકલીફ …..  પાઇલ્સ…
આજે આપણે પાઇલ્સ ( મસા ) વીશે સમજીશુ.

ગુદામાર્ગ ની નસો (વેઇન્સ) મા જ્યારે સોજા આવે ત્યારે એ મસા નુ સ્વરુપ ધારણ કરે છે. આ બધી નસો એ ગુદામાર્ગ અને ગુદા ના એકદમ છેડે આવેલી હોય છે. આવેલા સોજા ના કારણે આ નસો પાતળી બની જાય છે અને જ્યારે મળ ત્યાથી પસાર થાય એટલે એ જગ્યા પર બળતરા નો એહસાસ થાય છે.

  • મસા ને ૨ પ્રકાર મા વિભાજીત કરી શકાય છે.

૧) અંદરના મસા

૨) બહાર ના મસા

૧) અંદરના મસા – આ પ્રકાર મા મસા ખુબ અંદર હોય છે. ગુદામાર્ગ ની અંદર થતા આ મસા જોઇ કે અનુભવી શકાતા નથી પણ મળમા આવતા લોહી ના કારંણે આનુ નિદાન થઇ શકે છે. આ મસા ના કારણે દુખાવો પણ વધારે જોવા મળતો નથી.

 

૨) બહાર ના મસા – આ પ્રકાર ના મસા ગુદા માં જોવા મળે છે અને તે વધારે તકલીફ દાયક હોય છે. સામાન્ય રીતે આ મસા જ્યારે મળ ગુદા માંથી પસાર થતો હોય ત્યારે બહાર નીકળી જાય છે અને એની સાથે બ્લડ પણ નીકળે છે.

 

 

  • કારણો –

 

આ પ્રકાર ની તકલીફ કોઇ ને પણ અને ગમે તે ઉમરે થઇ શકે છે.  પરંતુ આધેડ ઉમર માં અને ગર્ભાવસ્થા માં આધારે જોવા મળે છે.

પેટ્મા જ્યારે દબાણ વધે ત્યારે તેની અસર આ નસો પર પડે છે અને એના કારણે તેમા સોજો આવે છે અને તે ફુલી જાય છે. નીચે પ્રમાણેના સંજોગો માં આ દબાણ વધે છે.

 

૧) ગર્ભાવસ્થા
૨) મેદસ્વીપણુ
૩) વધારે પડ્તા ઉભા રહેવુ કાં તો બેઠા રહેવુ
૪) કુદરતી હાજતે વખતે વધારે પડતુ જોર કરવુ
૫) વધારે પડ્તી ઉદરસ રહેવી અથવા છીંકો ખાવી કે ઉલટી થવી
૬) શારિરીક કામ કરતી વખતે શ્વાસ ને વધારે પડતો રોકી રાખવો.

 

 

આ ઉપરાંત ખોરાક પણ ખુબ મહત્વ નો ભાગ ભજવે છે. જેમ કે જે લોકો કાર્બોહાઇડ્રેટ પુરતા પ્રમાણ મા લેતા હોય તેમને આ તકલીફ થવાની સંભાવના ઘણી ઘટી જાય છે.

 

જે લોકો ફાઇબર વાળો ખોરાક અને / અથવા પાણી ઓછુ પીતા હોય ત્યારે પણ આ થવાની સંભાવના વધી જાય છે કારણ કે એના કારણે કબજીયાત થવાની શકયતા વધી જાય છે જે બે રીતે થઇ શકે છે. જેમ કે એના કારણે કુદરતી હાજતે વખતે જોર વધારે કરવુ પડે છે જેના નસો મા સોજો આવવાની શક્યતા વધી જાય છે. અને મળ પણ કઠણ હોય છે જેના કારણે તકલીફ વધે છે.

 

 

piles

 

  • લક્ષણ –

 

૧) ગુદામાંથી કુદરતી હાજતે વખતે લોહી ( લાલ ) પડવુ.
૨) બળતરા અને દુખાવો થવો.
૩) મસા બહાર નીકળવા ના કારણે ત્યાં સોજા જેવુ લાગવું.
૪) ખંજવાળ આવવી.
૫) ગુદામાંથી ભીનાશ પડતુ ચીકણુ પ્રવાહી નીકંળવુ.

 

 

  • ડાયાગ્નોસીસ-

 

જ્યારે ઉપર પ્રમાણે ની તકલીફ જણાય તો તરત ડોક્ટર ને બતાવવુ જરુરી છે.
પ્રોક્ટોસ્કોપી દ્વારા પ્રાથમીક રીતે આ રોગ નુ નિદાન થઇ શકે છે પરંતુ જરુર જણાય તો દુરબીન દ્વારા ગુદામાર્ગ ની તપાસ કરીને નિદાન કરવામા આવે છે.

 

 

  • સારવાર –

 

સૌ પ્રથમ ખોરાક લેવાની ટેવ ને બદલવામાં આવે તો ઘણો ફાયદો થઇ શકે છે. 
વધારે ફાઇબર વાળો ખોરાક લેવો.
રોજ નુ ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું.

 

નવસેકા ( સહન થઇ શકે એટલા ગરમ પાણીમાં) પાણી મા બેસી ને શેક કરવાથી દુખાવા માં રાહત મળે છે અને ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે.

 

 

નીચેની હોમિઓપેથીક દવાઓ આ તકલીફ માં લઇ શકાય છે.

 

 

૧) એલો સોકેટ્રીના – આ દવા જ્યારે મસા બહાર નીકળી ગ્યા હોય અને એકદમ વાદળી કલર જેવા દેખાતા હોય ત્યારે ઉપયોગમાં આવે છે.

૨) એસ્ક્યુલસ હીપ્પો – જ્યારે ગુદામા ખુબ જ બળતરા અને દુખાવો થાય અને એ ભાગ એકદમ સુકો થઇ ગયો હોય એવો લાગે ત્યારે આ દવા આપવામા આવે છે.

૩) આરસેનીક આલ્બ – ખુબ જ બળતરા જાણે આગ લાગી હોય એવી તકલીફ હોય ત્યારે આ દવા અસરકારક સાબીત થાય છે.

૪) મ્યુરીઆટીક એસીડ – જ્યારે મસાની સાથે લોહિ પણ નીકળૅ ત્યારે આ દવા અક્સીર સાબીત થાય છે.

૫) નાઇટ્રીક એસીડ – જ્યારે કાંટા વાગતા હોય એવો દુખાવો થતો હોય અને લોહી વધારે નીકળતુ હોય ત્યારે આ દવા આપવામાં આવે છે.

૬) આ ઉપરાંત  નક્સ વોમિકા, ફોસ્ફરસ, હેમામેલીસ, કોલીનસોનીઆ, લેકેસીસ જેવી દવાઓ પણ આ તકલીફ મા અસરકારક સાબીત થાય છે.

  

આ બધી દવાઓ  ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

શ્રી કૃષ્ણ … એક નિષ્કામ કર્મ યોગી … અને કૃષ્ણ જન્મની વધાઈ …(પદ) …

નિષ્કામ કર્મયોગી શ્રી કૃષ્ણ  …

 

સૌ ભાવિકજન – માતા – બહેન – વડીલ  તેમજ મિત્રો – ભાઈઓ ને આજના શુભ પર્વ – બાલકૃષ્ણ નાં  જન્મદિન – જન્માષ્ટમી  ની વધાઈ હો.  આપ સર્વે ને તેમજ આપના પરિવારને આજ ના શુભદિન ની શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

આપ સર્વેની જાણકારી માટે … આ જન્માષ્ટમી એટલે તારીખ ૨૮/૦૮/૨૦૧૩  ને દિવસે જ્યોતિષ શાસ્ત્રોના  જાણકારોના અભિપ્રાય મુજબ  આજથી  બરાબર  ૫૦૫૭ વરસ પહેલા દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ નાં જન્મ સમયે જે તિથી, રાશી , નક્ષત્ર અને ગ્રહો નો મેળ હતો તે સંયોગ આજે ઊભા થયા છે.

જ્યોતિષ શાત્રોના જાણકારો નાં મત મુજબ  આ વખતની જન્માષ્ટમી અત્યંત ફળદાયી હશે. આના પહેલા ૧૯૩૨  અને ૨૦૦૦  સાલમાં  પણ બુધવારે જન્માષ્ટમી હતી; પરંતુ  તે સમયે તિથી અને નક્ષત્ર નો સુમેળ થયો ન  હતો.  પરંતુ આ વખતે નક્ષત્ર, દિવસ, તિથી, લગ્ન, ગ્રહ બધા એક સાથે વિદ્યમાન હશે. અષ્ટમી તિથી સૂર્યોદય થી હોવાને કારણે વૈષ્ણવ અને શૈવપંથી આ પર્વને એક સાથે ઉજવશે.

 

સાભાર : Rahul Mahipatram Pandya

 

ગોપાલ મારો પારણીયે ઝૂલે રે …

 

 zulan bal krishna

.

(૧)   ગોપાલ મારો પારણીએ ઝૂલે રે …
સ્વર: નિધિ ધોળકિયા અને સાથી …

 

.
(૨)  ગોપાલ મારો પારણીએ ઝૂલે રે …

સ્વર: હેમંત ચૌહાણ …

 

 

 

‘ નિષ્કામ કર્મ યોગી શ્રી કૃષ્ણ’ … ના જન્મ નો મહિમા સાથે શ્રી કૃષ્ણની આનુષંગિક પોસ્ટ તેમજ   જન્મની વધાઈ ના પદ ની પોસ્ટ  (હવેલી સંગીત ના સ્વરૂપે)  ‘દાદીમા ની પોટલી’  પર અમારા શુભ ચિંતક  વૈષ્ણવ  શ્રીમતિ પૂર્વિ મોદી – મલકાણ .. (યુ.એસ.એ)   દ્વારા મોકલવામાં આવી છે, આજની આ સુંદર પોસ્ટ  મોકલવા બદલ અમો પૂર્વિબેન ના  અંતરપૂર્વક થી આભારી છીએ.

(૧)  જન્માષ્ટમીની અંધારી રાત્રી એ ભગવાન શ્રી કૃષ્ણ શા માટે જન્મ્યાં? …

 

 

વૈષ્ણવોના વ્હાલા પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ બંદીગૃહમાં રાત્રિના અંધકારને પોતાની ગોદમાં છુપાવેલી અષ્ટમીની મધ્યરાત્રિએ થયો. અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજીએ બંદીગૃહ અને અંધકારને વિશેષ રીતે મૂલવતાં સમજાવતા છે કે જીવ જે સ્થળ, અને જે પળમાં જન્મે છે તે સમયનું બંધન તે બંદીગૃહ છે, અને અંધકાર તે જીવની કર્મભૂમિ છે. કર્મભૂમિ એ જીવ અને પ્રભુ બંનેને માટે હોય છે, તેથી સંસારમાં કોઈપણ સ્થળેથી પ્રગટ થતો જીવ તે અંધકાર રૂપી ભૂમિમાં બીજ રૂપે રહે છે અને પોતાના યોગ્ય સમય અનુસાર તે અંધકારમાંથી જન્મ લઈ પ્રકાશ તરફ પોતાના પ્રથમ પગલાં ભરે છે. અંધકાર અને પ્રકાશનો બીજો અર્થ મૂલવતાં શ્રી મહાપ્રભુજીએ કહે છે કે શ્રી ઠાકુરજી એ પ્રકાશ છે અને માયા એ અંધકાર છે, જ્યાં જ્યાં પ્રકાશ રૂપ શ્રી કૃષ્ણ બિરાજતાં હોય ત્યાં માયારૂપી અંધકાર રહી શકતો નથી, આથી જ વસુદેવજી શ્રી ઠાકુરજીને લઈને જ્યારે બંદીગૃહમાંથી ગોકુળ જવાનો નિશ્ચય કર્યો તે સાથેજ બંદીગૃહની બહાર રહેલા  તમામ અંધકારભર્યા માયારૂપી દરેક વિઘ્નો દૂર થતાં ગયાં. શ્રી ગોકુલેશ પ્રભુચરણ કહે છે કે દરેક જીવ પોતે પોતાના કરેલા કર્મબંધનના કારાગારમાં જન્મે છે અને તે કર્મબંધન રૂપી કારાગૃહમાંથી મુક્તિ કેમ મળે એનો સંદેશો આપવા માટે સ્વયં ભગવાને કારાગારમાં મનુષ્ય તરીકે જન્મ લઇ પોતાની દિવ્યતાનો અનુભવ કરાવ્યો છે. વેદોમાં કહ્યું છે કે મનુષ્ય જો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અને તેમની જીવનયાત્રાનું અનુસરણ કરે છે ત્યારે તે જીવ કર્મબંધનો છોડીને મુક્તિ તરફ પ્રયાણ કરે છે.

 

(૨) શું આપ જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી ગોકુળ શા માટે ગયા? …

 

શ્રી ભાગવતજીની ટીકા વિજ્ઞપ્તિ શ્રી સુબોધિનિજીમાં કહે છે કે બાબાનંદ આનંદના પ્રતિનિધિ હોવાથી તેમનું ગૃહ પણ આનંદમય છે. મૈયા યશોદા યશ આપનારી અને માતૃત્વથી ભરેલી છે તેથી તેના આંગણામાં સદાયે માતૃત્વ રસ બનીને વહ્યા કરે છે. બાબાનંદના આનંદિત અને મૈયા યશોદાના વાત્સલ્ય પૂર્ણ હસ્ત નીચે શ્રી ઠાકુરજીએ ધર્મના ઉધ્ધાર અર્થે શ્રીમદ્ ગોકુલ અને વ્રજમાં કરેલી અનેક લીલાઓમાં અનેક કર્મ પ્રગટ કર્યા છે. આમ શ્રી ઠાકુરજીએ પોતાના ધર્મ અને ધર્મી સ્વરૂપને પ્રગટ કરીને પોતાના ભક્તોને પોતાની લીલાનો અનુભવ કરાવવા માટે શ્રી ગોકુલમાં બાબા નંદ અને મૈયા યશોદાને ત્યાં પધાર્યા છે.


 

(૩)  શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર અવતાર શા માટે લીધો છે ?

 

ભગવાન કૃષ્ણના અવતાર દ્વારા આપણને માનવરૂપમાં પરમાત્માનો પરિચય થયો છે. જ્ઞાનીઑ અને યોગીઓ સદાયે કહે છે કે આ સૃષ્ટિના કર્તા હર્તા તે નિરાકાર છે અને નિરંજન પ્રેમ તત્વવાળા છે પરંતુ તે પ્રેમ પણ પ્રભુની માયાનો જ એક ભાગ છે તો પછી એ માયા તત્વવાળા પ્રભુ સૃષ્ટિમાં અવતાર શા માટે લે છે? પરંતુ જેમ જ્ઞાની પંડિતો અને વિદ્વાનોની પરીક્ષા જેમ ભાગવતમાં થાય છે તે રીતે પ્રભુની નિરાકાર અને નિરંકુશ શક્તિની પરીક્ષા પણ મનુષ્યવતારરૂપે થાય છે, આથી સૃષ્ટિના પાલનકર્તા પણ મનુષ્યરૂપે અવતાર ધારણ કરીને ભૂમિ પર આવે છે અને મનુષ્યોની જેમ જ ક્રીડા કરી સંસારને ચલાવનાર ધર્મના આત્માને પ્રગટ કરે છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે સામાન્ય મનુષ્ય એ લૌકિક જનની દ્વારા કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન ધર્મને ધારણ કરીને અવતાર લે છે. ઉપનિષદમાં કહ્યું છે કે અવતાર એટલે કે ઊંચા ક્ષેત્રમાંથી નીચે આવતું તે. ભગવાન પોતે પોતાના પૂર્ણત્વ પામેલી નિશ્ચલ સ્થિતિની અંદર નિરાકાર અને નિરંજન રૂપે ઉચ્ચસ્થાને બિરાજમાન રહી ફર્યા કરે છે, પરંતુ એજ નિરાકાર શક્તિ જ્યારે પોતાનું ઉચ્ચ આસન છોડીને જ્યારે પણ ભૂમિ પર અવૃત થાય છે ત્યારે સંસારના સમસ્ત ધર્મચક્ર, ઋતુઓ અને સમયના પરિબળનું ખંડન થાય છે અને આ ખંડિત થયેલ ચક્રની અંદર પ્રભુ અવતાર ધારણ કરીને પોતાની લીલાનો પ્રારંભ કરે છે. વેદોમાં કહ્યું છે કે જ્યારે સંસારમાં રહેલ સચરાચર સૃષ્ટિ પર અનાચાર, અસત્યનો ભાર વધી જાય છે ત્યારે અસુરો અને અધર્મનું પ્રાધાન્ય વધી જાય છે આ સમય દરમ્યાન સચરાચર સૃષ્ટિ પર ભય છવાઈ જતાં સત્ય, સતજનો અને ધર્મના ઉત્કર્ષ માટે પ્રભુ ભૂમિ પર અવતાર ધારણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે :

 

यदा यदा हि धर्मस्य ग्लानिभवति भारत ।
अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।

 

આજ સુધીમાં ભગવાનના જેટલા અવતારો થયા છે તે બધા જ અવતારો એકબીજાથી ઘણા જ અભિન્ન છે તેમ છતાં તે તમામ અવતારો કોઈને કોઈ રીતે અપૂર્ણ અને મર્યાદિક હતાં. પરંતુ દ્વાપર યુગમાં ભગવાનનો શ્રી કૃષ્ણ તરીકેનો અવતાર તે અદ્ભૂત, અપૂર્વ અને અદ્વૈતપૂર્ણ છે. પહેલા સાત અવતારો જે કાર્ય ન કરી શક્યા તે તમામ કાર્યોને અષ્ટમ અવતારરૂપ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રએ પોતાના આ એક જીવનકાર્ય દરમ્યાન કર્યા છે. પ્રભુના આ અવતારને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવ્યો છે. વિદ્વાનો કહે છે કે પૂર્ણ પુરુષોત્તમનું જે બહુમાન ભગવાન વિષ્ણુને નથી મળ્યું તે બહુમાન કેવળ અને કેવળ મનુષ્યવતાર શ્રી કૃષ્ણને જ શા માટે મળ્યું છે? શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે તેનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર સૃષ્ટિના વ્યાપને- એની ભવ્યતાને, ના માન અને મર્યાદાને, એનાં સુખો અને દુ:ખોને, સાંસારિક જીવનની મહત્તા, મહત્વતા અને એના સંપૂર્ણ રૂપને જેણે નિખાલસપણે સ્વીકારી લીધું છે તે કેવળ શ્રી કૃષ્ણ છે તેથી મનુષ્યોને પોતાની જેમ જ સહજતાથી જીવનની સામે સન્મુખ થયેલા શ્રી ઠાકુરજી પૂર્ણ લાગે છે તેથી જ સમગ્ર સંસારના ઉધ્ધારના ઉદેશ્યને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમ રૂપે વ્રજભૂમિ પર પ્રગટ થયા છે.

-પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

 

 

(૪)  કૃષ્ણ જન્મની વધાઈ … (પદ) …  (હવેલી સંગીત) …

 

પદ -(૧)   

 

પદ -(૨)  

 

 

બ્લોગ લીંક: http:das.desais.net
email: [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

વ્રજતત્વનું ખોવાઈ રહેલું અસ્તિત્વ …

 

વ્રજતત્વનું ખોવાઈ રહેલું અસ્તિત્વ …

 

 

      હાલમાં શ્રાવણમાસ ચાલી રહ્યો છે. ભક્તજનો અને વૈષ્ણવો ધામધૂમથી કૃષ્ણ જન્મની ઉજવણી કરશે. પરંતુ જેની ઉજવણી કરવામાં આવે છે તે કૃષ્ણની ખરી વ્રજભૂમિ આજે શું ક્યાંય છે કે ? ભગવાન કૃષ્ણને અને સ્વામિની શક્તિ શ્રી રાધેરાણીને માનનારા અનેક ભક્તો છે, પણ આ ભક્તોને ખબર છે કે આજે તેમનાં આરાધ્યની ભૂમિનું અસ્તિત્વ ખોવાયેલું છે. હા…એક સમય હતો કે જ્યારે આ વ્રજભૂમિનાં તત્વો ખોવાયેલાં હતાં ત્યારે મધ્યકાલીન યુગમાં પુષ્ટિ પ્રણેતા શ્રી વલ્લભે વ્રજભૂમિમાં પધારીને  અતીતનાં ઈતિહાસમાં ખોવાઈ ગયેલા સમયને ફરી પ્રગટ કર્યા. પરંતુ આજની પરિસ્થિતી  કંઈક અલગ છે.

શાસ્ત્રોમાં કહે છે કે સારસ્વત યુગમાં જે દિવસે શ્રી કૃષ્ણ પૃથ્વી પર પધાર્યા તે દિવસથી પુષ્ટિ ધર્મ શરૂ થયો હતો પરંતુ શ્રી કૃષ્ણ જ્યારે ગોલોક-ધામ પાછા પધાર્યા તે જ દિવસથી કલિયુગે પોતાનાં અસ્તિત્વનો પ્રભાવ વધારી દીધો અને જેમ જેમ કલિ પોતાનો પ્રભાવ વધારતો ગયો તેમ તેમ પૃથ્વી પર રહેલ ભક્તજનોનું અને પૃથ્વીનું સ્વરૂપ બદલાતું ગયું. તેમાં એક સમય એ પણ આવ્યો કે જેમાં ભગવાન બુધ્ધનાં બૌધ્ધિક ધર્મ અને આદિ શંકરાચાર્યજીનાં વૈદિક ધર્મનો પ્રભાવ વધી ગયો હતો.  ભારત પર પાશ્ચર્ય સંસ્કૃતિએ આક્રમણ કર્યું અને વિદેશીઓનાં ધાડાં ઉતરી આવ્યાં  હતાં, તે સમયે કૃષ્ણને માનનારા ભક્તજીવો અને ધર્મનું અસ્તિત્વ લગભગ નહીવત્ થઈ ગયું, તે સમયે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી રૂપે અને ચૈતન્ય મહાપ્રભુજી રૂપે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો. તેમાં શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદનાં સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીએ ખોવાઈ ગયેલાં ધર્મને અને વ્રજભૂમિનાં તત્વોને પુષ્ટિજીવો માટે ફરી પ્રગટ કર્યા.

વ્રજ સાહિત્યમાં કહ્યું છે કે શ્રી વલ્લભે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે, પરંતુ માર્ગનાં મૂળભૂત તત્વો એ શ્રી ઠાકુરજીનાં હૃદયમાંથી પ્રકાશિત થયેલા છે. જેમાં વૃંદાવનનાં વૃક્ષો, શ્રી ગિરિરાજજી, ગૌધન અને શ્રી યમુનાજી, વ્રજરજ વગેરે સમસ્ત વ્રજ પરિકર વસેલો છે. પુરાણોમાં કહ્યું છે કે જે વ્રજ પરિકર ભૂતલ ઉપર શ્રી કૃષ્ણની કાનીથી પ્રગટ થયેલો છે તે પરિકરનાં એક પછી એક તત્વ ધીરે ધીરે ભૂતલ પરથી અદ્રશ્ય થઈ ફરી પોતાનાં મૂળ સ્થાનમાં બિરાજી જશે. પુરાણોમાં ઉલ્લેખાયેલા આ જ વાક્યાર્થને સમજીએ તો આજે વ્રજ પરિકર ખરેખર ધીરે ધીરે વ્રજભૂમિ પરથી અદ્રશ્ય થઈ રહેલો છે. આપણી આજની વ્રજભૂમિ કમર્શિયલ થઈ ગયેલી છે, જેને કારણે જે શ્રી ગિરિરાજજી ઉપર વૈષ્ણવો પગ નથી મૂકતાં તે ગિરિરાજજીનાં શ્રી અંગ પરથી અનેક ગાડીઓ પૂરપાટ દોડી રહી છે, શ્રી યમુનાજીનાં જલ હથની ડેમ પર બંધાયેલી સ્થિતિમાં છે, વૃક્ષો કપાઈ ગયાં છે, ગૌધન દેખાતું નથી; આ બધું જ જોઈને લાગી રહ્યું છે કે આપણાં વ્રજતત્વનું અસ્તિત્વ ખરેખર ખોવાઈ રહ્યું છે અને વેદોની વાણી સત્ય થઈ રહી છે કે કાલાંતરે વ્રજનાં સમસ્ત તત્વો ધીરે ધીરે કરીને ભૂતલ પરથી તિરોહિત થઈ જશે.  

વેદો અને પુરાણોમાં કહ્યું છે કે એક સમયે વ્રજભૂમિમાં ભૂદેવીનાં ત્રણ મહત્તમ તત્વોશ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી અને લતા-પતા-ગુલ્મ-વૃક્ષ અને વેલીઓથી છવાયેલ વૃંદાવનનાં જંગલ બિરાજમાન હતાં અને તે સમય એવો હતો કે જેમાં વ્રજભૂમિનાં આ બધાં જ સૂચકો ભર્યાભર્યા હતાં. 

VRAJ PARIKRAMA

 * મોટરમાર્ગ (પણ તિરોહિત થયેલ ગિરિરાજજીનો ભાગ)  

   

વૃંદાવન, કૃષ્ણનું વૃંદાવન, જે સ્થળમાં કૃષ્ણા રાધાની અનેક નિશાનીઓ રહેલી છે તે વૃંદાવન, જ્યાં અનેક ભક્તોની આસ્થા અને શ્રધ્ધા રહેલ છે તે વૃંદાવનનો ઉલ્લેખ કરતાં પુરાણોમાં કહ્યું છે કે…….

જ્યાં સદૈવ ધરાદેવી નવકુસુમિત થઇ હરિયાળી ચુંદડી ધારણ કરીને બિરાજી રહી છે. જે ગિરિરાજજીનાં ઉચ્ચત્તમ શિખરને સ્પર્શ કરવાં જતાં પવનદેવ પણ થાકી જાય છે તેવી વ્રજભૂમિમાં ધુમ્મસ આચ્છાદિત અનેક વૃક્ષો-મહાવૃક્ષો જાણે બાજુ બાહુઓ ફેલાવી રહ્યા છે. હરિયાળું અરણ્ય મસ્તક ઊંચું કરીને ચૌતરફ નજર ફેરવી રહ્યું છે, જેમાં કદંબનાં વૃક્ષો પ્રકૃતિનાં સૌંદર્યે ગર્વન્વિત થઈ રહેલા છે અને તે કદંબનાં વૃક્ષોઓની આજુબાજુ પુષ્પપલ્લવમંડિત લત્તાપતાઑ ઝૂલી રહી છે.  નભમંડળમાંથી પ્રત્યેક રવિકિરણ ગાઢા વૃક્ષોની આસપાસ રહેલ ધરતી માતાનો ચરણ સ્પર્શ કરવા અને પોતાની અમી દ્રષ્ટિ પાથરવાં માટે થનગની રહ્યું છે, પરંતુ એકબીજાનો સાથ લઈને ઉભેલા વૃક્ષો એટલા ગાઢા થઈ ગયા હતા કે દિવસનો સમય હોવા છતાંયે રવિકિરણો ધરતી માતાને સ્પર્શી શકતાં નથી. આ ગાઢા અને ઘટ્ટ થઈ ગયેલા વૃક્ષોનો સાથ લઈ સુંદર વેલીઓ ઘટાદાર કુંજ નિકુંજોને સિધ્ધ કરી રહી છે. વૃક્ષો અને ગુલ્મ વેલીઓ પર ખિલેલા મલ્લિકા, સોનજૂહી, પલ્લવી, માધવી, માલતી, નિશિગંધા વગેરે સુવાસિત પુષ્પો અને પર્ણ દળીઓ રવિકરણ લઈને આવતા વાયુના વાયરે ઝૂમી રહ્યા છે. વૃન્દાના છોડ પોતાની મંજરીઓ સાથે લળી લળીને વાતો કરી રહ્યા છે. વૃક્ષો પોતાનાં ફલરૂપી ખજાનાને ખુલ્લા બાહોથી વાંટી રહ્યાં છે. સ્યેન, સારંગ, ધનછડી, ચિત્રરથ, ચંડોલ, પત્રરથ, કોકીલ, ભારદ્વાજ, મયૂર, સારસ, શુક, કપોત, ચટક વગેરે જેવા અનેક કિલબિલ કરતાં પંખીઓથી વૃક્ષોની ડાળી ડાળી ગુંજી રહી છે. રાત્રિકીટ તમરા પોતાનું નામ ખોટું સાબિત કરતાં હોય તેમ દિવસે પણ ત્રમ ત્રમ બોલી રહ્યાં છે. હરણ, નીલગાય, હાથી વગેરે પશુઓ વિવિધ પ્રકારે ધ્વનિ કરી રહ્યાં છે, દિવસની થોડી ઘણી બાકી રહેલી શાંતિને વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઑ પોતાની ગર્જનાઓથી હંફાવી રહ્યા છે. શ્રી યમુનાજીની પુલીન લહેરીઓ સ્વચ્છ સલિલાથી છલકાઇ રહેલ છે, વ્રજભૂમિનાં પ્રત્યેક ઘાટો અને કુંડો સુંદર સમીરી સાથે પ્રભુ શ્રી કૃષ્ણને પોતાનું સ્વસમર્પણ કરવાં માટે જલથી છલકાઈ રહ્યા છે, અને એ છલકાતા જલમાં અનેક કમલો અને કુમુદિનીઓ પોતાનાં સંપૂર્ણ રૂપ સાથે ખીલીને અનેક કિટકો અને ભ્રમરોને પોતાની તરફ ખેંચી રહ્યાં હતાં.

* ૫૦૦૦ વર્ષ પહેલા (દ્વાપર યુગ_મહાભારત સમય )

943328_465888980162514_1713245984_nart0011 copy

શ્રી ગિરિવર ગિરિરાજજીનાં પ્રત્યેક શિખરો ઉપરથી અનેક નાના મોટા ઝરણાઑ નીચે છલાંગ મારી રહ્યાં છે, કૃષ્ણની કૃષ્ણા (શ્રી યમુનાજી) મહાસાગર શી દીસી રહી છે, જેનો એક છોર તો દેખાઈ રહ્યો છે પરંતુ બીજો છોર દૂર દૂર સુધી જોતાં પણ ક્યાંય નજરે આવતો નથી અર્થાત્ યમુનાજી અતિ વિશાલ છે.

 

9144_12

  

   શ્રી વૃંદાવનનું આવું વર્ણન વેદ અને પુરાણમાં જોવા મળે છે ત્યારે તે વાંચીને આશ્ચર્ય થાય છે. ઇતિહાસ સાક્ષી છે કે આપણા ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણના સમયથી લઈ મહાભારત કથાનો અંત આવ્યો ત્યાં સુધી મથુરા પ્રદેશ અને વ્રજના વિસ્તારોમાં ગાઢ જંગલો હતા. પરંતુ જ્યારે શ્રી વલ્લભ ગોકુલ પધાર્યા તે સમયનું વર્ણન કરતાં ઇતિહાસમાં કહ્યું છે કે વૃંદાવન એટલું ગાઢું તો ન હતું. પરંતુ વૃંદાવનમાં એટલા વૃક્ષો હતાં કે તે વૃક્ષોની ઘટાઓની અંદર છુપાયેલા બંદરો, ખગ (પક્ષીઓ) વગેરે દેખાતાં ન હતાં, વૃક્ષોએ હજુ પણ પોતાનો ગુણ છોડયો ન હતો તેથી પ્રત્યેક વૃક્ષ પર મીઠા મધુરા ફલો લાગેલા હતાં અને પુષ્પો પલ્લવિત થઈ રહ્યાં હતાં, અમુક સ્થળો હજુ પણ વૃક્ષોથી એ રીતે ઢંકાયેલા હતાં કે ત્યાં સૂર્યદેવને પણ પોતાનો પ્રભાવ પાથરવાની રજા મળી ન હતી (દા.ત.  ટોંડનો ઘનો, શ્યામ ઢાંક વગેરે એવી જગ્યાઑ હતી જ્યાં ઘનઘોર અરણ્ય કહી શકાય તેવા વૃક્ષો હતાં) અને અમુક સ્થળોમાં ઘટાદાર વૃક્ષોની આસપાસ ઘણા પરિવારો પોતાનાં ગૃહો સાથે વસેલા છે, ધૂળનો પ્રભાવ તો ઘણો જ છે પરંતુ એ ધૂળનાં પ્રત્યેક કણ ખૂબ સુંવાળા હોવાથી તેમાં ચાલનારનાં કદમોનાં પ્રતિક તેમાં પડી જાય છે અને એકવાર એ પ્રતીકો પડ્યા પછી ઝડપથી ભૂંસાઈ જતાં નથી અર્થાત્ માનવવસ્તી તો છે પરંતુ એટલી નથી કે ભીડની અંદર તે કદમોની પરછાઇ ખોવાઈ જાય, જળ-સ્થળની દિશા બદલાઈ ગઈ છે અર્થાત્ જ્યાં એક સમયે જળ હતું તેવા કુંડો અને ઘાટો  લગભગ અદ્રશ્ય થઈ ગયાં છે (દટાઈ ગયા છે) અને જ્યાં સ્થળ એટ્લે કે જમીનનો ભાગ હતો ત્યાં કાં તો માનવવસ્તી છે અથવા તે જગ્યા પર તળાવ અને સરોવરોનો આકાર બંધાઈ ગયો છે, એક સમયે જેનું શિખર આસમાં સાથે વાત કરી રહ્યું  હતું  અને જેનો પડછાયો મથુરામાંથી વહેતી યમુનાજીની અંદર પડતો હતો તેવા ગિરિરાજજીનું કદ નાનું થઈ ગયું છે અને યમુનાજીથી તેઓ દૂર ચાલ્યાં ગયાં છે. જે શિખરનું પૂજન કરતી વખતે ગોપ-ગ્વાલો નભ તરફ જોઈ માથું નમાવતાં હતાં તે જ શિખરોનું આજે રાજવીઓ હસ્તિ ઉપર બેસીને દર્શન કરી રહ્યાં છે અર્થાત્ અંબાડી પર બેસી તેનું પૂજન, દર્શન વગેરે કરી રહ્યાં છે, જે યમુનાજી મહાસાગર સમાન અતિ વિશાલ હતાં તે યમુનાજીમાં જલ પ્રવાહ ઘટી ગયો છે પરંતુ તે ઘટેલા જલે હજુયે પોતાની ગહેરાઈતા છોડી નથી તેથી તેમાં નવમાનવો વહાણવટું કરી રહ્યાં છે, આ સિવાય યમુનાજીમાં બીજી અન્ય એક વિશેષતા પણ જોવા મળે છે કે જે કમલ પુષ્પો સરોવર કે તળાવમાં દીસે છે તે કમલ પુષ્પો શ્રી યમુનાજીનાં જલમાં ખીલી રહ્યાં છે, આ ચૌદિવસ (આખો દિવસ અને રાત્રે) ખીલી રહેલા સુવાસિત કમલ પુષ્પોને કારણે અનેક મધુસુદનો તેનાં પર ગુંજારવ કરી રહ્યાં છે. વ્રજભૂમિમાં અનેક સશસ્ત્રધારી લોકો ગજ (હાથી)પર બેસીને આમતેમ ફરી રહ્યાં છે તદ્પરાંત એક સમયે જે ભૂમિ પર અરણ્યો લહેરાઈ રહ્યાં હતાં તે ભૂમિ પર અનેક મંદિરો અને સ્થાપત્યો જોવા મળી રહ્યાં છે. 

 

 

૫૦૦ વર્ષ પહેલા (મુઘલ સામ્રાજ્ય)

Photo 9Photo 5

                       ગજધારી                                           શ્રી યમુનાજી _મથુરા_કંસનું કારાગૃહ_

   

Photo 6

                                                                                                                                                                                                                    ગોકુલમાં રહેલા ઘાટ અને મંદિરો

 

     હવે શ્રી વલ્લભનાં સમયથી આજના સમય સુધી પ્રવાસ કરીને આજનાં વૃંદાવનમાં ફરીએ. ઉપરનું વર્ણન શ્રી વલ્લભ જ્યારે વ્રજભૂમિમાં પધાર્યા હતાં તે સમયનું હતું હાલમાં શ્રી વૃંદાવન જોઈએ તો જ્યાં ફક્ત સૂર્યદેવનો જ પ્રભાવ પથરાયેલો છે ત્યાં વૃક્ષો એટલા નથી કે બંદરો તેમાં છુપાઈ શકે, એક સમયે જે અરણ્ય સ્યેન, સારંગ, ધનછડી, ચિત્રરથ, ચંડોલ, પત્રરથ, કોકીલ, ભારદ્વાજ અનેક પક્ષીઓથી કલબલાટ કરતું હતું તે અરણ્ય હવે ગામો અને શહેરોમાં વિકાસ પામ્યાં છે, જે યમુનાજીનાં વિશાલ જલમાં એક સમયે વહાણવટું થતું હતું તે યમુનાજીનો એક સાચો પ્રવાહ પણ દેખાતો નથી, જે શિખરની છાયાનું પ્રતિબિંબ એક સમયે શ્રી યમુનાજીમાં દેખાતું હતું તે ગિરિરાજજીનું કદ નાનું થઈ ગયું છે અને ક્યાંક તો ગિરિરાજજી તો સાવ જ તિરોહિત થઈ જતાં તેમનાં શ્રી અંગ પર ડામરનો રસ્તો આવી ગયો છે. (પાંચકોશી યાત્રા દરમ્યાન આ રસ્તો આવે છે જેને મોટર માર્ગ કહે છે) અને જે શ્રી ગિરિરાજજીનું પૂજન શ્રી વલ્લભનાં સમયમાં ગજ પર બેસીને થતું હતું  તે શિખરનું કદ આજે માણસથી પણ નાનું રહી ગયું છે. વૃંદાવનમાં ધુમ્મસ આચ્છાદિત જે વૃક્ષો-મહાવૃક્ષોનું અરણ્ય હતું તે અરણ્યો હવે રહ્યાં નથી, જે યમુનાજીનાં કલકલ કરતાં જળ વહી રહ્યાં હતાં તે જળનો પ્રવાહ બદલાઈ ગયો છે (તે શુધ્ધ જળ દિલ્હી વગેરે સ્થળોએ જાય છે તે સંદર્ભમાં) જે કુંડો અને ઘાટો શ્રી વલ્લભે પ્રગટ કર્યા હતાં તે કુંડો અને ઘાટો હવે દૂષિત થયાં છે, ગિરિરાજજી લગભગ તિરોહિત થયાં છે. શાસ્ત્રોમાં કહ્યું છે એક સમય એવો આવશે કે શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી વગેરે પાછા સ્વધામ એટ્લે કે ગોલોક ધામમાં પાછા પધારશે. 

 

Apsara_Kund_Govardhan_MathuraUddhav-Kund-1

                                                  * દૂષિત થયેલા વ્રજભૂમિનાં કુંડો

   આજનો સમય જોતાં શું એવું નથી લાગતું કે વ્રજભૂમિનાં આ તત્વો પાછા પધારી રહ્યાં છે. યમુનાજી આજે વ્રજ છોડીને ગયાં તેને માટે આપણે સરકારને દોષ દઈએ છીએ પરંતુ આ કાર્ય માટે આપણે જ જવાબદાર હોઈએ તેવું નથી લાગતું? કારણ કે આપણે નદીને આધાર તત્વરૂપ એવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું, જંગલો સાફ કરી નાખ્યાં, જંગલો અને વન સૃષ્ટિ દૂર થતાં વરસાદ ઓછો થઈ ગયો અને વરસાદ ઓછો થઈ જતાં ચોક્કખા પાણીની કમી ઊભી થઈ ગઈ જેથી કરીને જે નદી હજુ પાંચશો વર્ષ પહેલા પાણીથી બારેમાસ છલકાતી હતી તે જ નદીઓ ઉનાળો આવતાં સુધીમાં જ સુકાઈ જાય છે. આટલું ઓછું હોય તેમ આપણે ઔદ્યોગિક ઝેરી કચરો પણ યમુનાજીમાં વહાવ્યો જેથી તે પાણીમાં પાણી ન રહેતાં ફક્ત વિષ રહી ગયું છે અને આ વિષયુક્ત જલ અનેક કાલિયનાગનાં ઝેર સમાન છે જેની અસર માનવજીવનની સાથે સાથે નદીમાં રહેતી જીવ સૃષ્ટિ અને નૈસર્ગ પર પણ પડી જ છે. વળી આ વિષયુક્ત થયેલી યમુનાજીને બચાવીશું કેવી રીતે કારણ કે જે ભૂમિ પર આપણાં યમુનાજી વહી રહ્યાં હતાં તે યમુનાજીનાં ભાગનો ભૂતલનો પ્રદેશ પણ આપણાં દેશની વધતી જતી વસ્તી છીનવી લીધો છે તેથી નથી આપણી પાસે આપણી યમુનાજીનાં ભાગની જમીન નથી તેનાં પ્રવાહનો કોઈ ભાગ …..વૈષ્ણવો આપણે જેને માતા, મહારાણીમા, દેવી સ્વરૂપા કહી જેનું પૂજન કરીએ છીએ તે શ્રી યમુનાજી માટે કંઇ રાખ્યું જ નથી પછી આ તેમનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય? અને જો શ્રી યમુનાજીનું જ અસ્તિત્વ નહિ હોય તો વ્રજરજ પણ ક્યાંથી રહેવાની?

dry_river__central_india_by_coshipi-d3953a9800px-Aji_River_Basin

* આજની નદીઓ_ક્યાંક સુકાઈ ગઈ છે તો ક્યાંક નદીનો ભાગ આપણે જ છીનવી લીધો છે.

 

      ભક્તજનો આપણે જેને માતા, મહારાણીમા, દેવી સ્વરૂપા કહી જેનું પૂજન કરીએ છીએ તે લોકમાતાઓ માટે આપણે કંઇ રાખ્યું જ નથી પછી આ તેમનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય? અને જો શ્રી યમુનાજીનું જ અસ્તિત્વ નહિ હોય તો વ્રજરજ પણ ક્યાંથી રહેવાની? વળી વૃંદાવનનાં વૃક્ષો, જંગલો ઓછા થતાં તેની અસર પશુપક્ષીઓઑ રૂપી વ્રજભકતો પર પણ થઈ છે આજે ચારો ન મળી શકવાને કારણે વ્રજભૂમિ પરથી ગૌધન ઓછું થયું છે એક સમયે જે ગૌધનની ઘંટડીઓનાં નાદથી વ્રજભૂમિની ગલીઑ ગુંજતી હતી અને વ્રજરજનો સ્વાદ તન-મનને પવિત્ર કરી રહ્યાં હતાં તેજ વ્રજરજ હવે વાહનોનાં ધુમાડાથી ઊડતી દેખાય છે અને તે પ્રદુષિત થયેલી રજથી તન-મન પવિત્ર થતાં હશે કે કેમ તે એક સવાલ છે. આસ્થા અને સત્ય બંને અલગ અલગ છે તેથી આસ્થા વડે આપણે એમ તો કહીએ છીએ કે ગમે તે સ્વરૂપમાં વ્રજરજ તે વ્રજરજ છે અને જો એમ જ હોય તો જે યમુનાજી છે તે યમુનાજી છે શ્રી યમુનાજીનાં શુધ્ધ જલને સરકાર પાસેથી છોડાવવા માટે આપણે આટલી મહેનત શા માટે કરીએ છીએ? હા શ્રી ગિરિરાજજીનું તિરોહિત થતું સ્વરૂપને આપણે બચાવી ન શક્યાં પરંતુ શ્રી યમુનાજી, વ્રજભૂમિનાં વૃક્ષો, વ્રજ રજ અને ગૌધનને બચાવવા માટે આપણે સંકલ્પ લઈએ. વ્રજભૂમિની યાત્રાએ જતો પ્રત્યેક વૈષ્ણવ પોતાનાં રૂમની સાથે પોતે જ્યાં જાય છે તે સ્થળને ચોખ્ખું રાખે અને વ્રજભૂમિમાં જ વસતાં વૈષ્ણવો પોતાનાં ગૃહની પાસે ફક્ત એક વૃક્ષ વાવે અને તેનું પોતે જ ખ્યાલ રાખે. બસ એક નાનકડાં પ્રયત્નથી જ આપણે શું નવી શરૂઆત કરી શકીએ કે? સાથે સાથે બીજું સત્ય એ પણ છે કે આપણી વ્રજભૂમિને સ્વસ્થ અને પવિત્ર રાખવા માટેનું પ્રથમ પગલું આપણે જ લેવું પડશે કોઈપણ આશા વગર અને કોઇની મદદ લીધા વગર, કારણ કે આપણી મદદ આપણે જ પોતે કરી શકીએ છીએ. માટે આજથી જ આપણાં ખોવાયેલા વ્રજભૂમિનાં તત્વોને શોધવા માટે ફરી પ્રયત્નબધ્ધ થઈશું તો જ કદાચ આપણને આપણાં વ્રજ તત્વનું ખોવાઈ રહેલું અસ્તિત્વ મળી શકશે.આ ફક્ત યમુનાજીની જ વાત નથી પરંતુ, આ વાત આપણાં દેશની બધી જ લોકમાતાઓ માટે લાગુ પડે છે. તેમાં ગંગાજી હોય કે કોશી, આજી, સાબરમતી, કાવેરી, કૃષ્ણા હોય. આ બધી જ લોકમાતાઓનું અસ્તિત્વ આજે જોખમમાં ગણાય છે, ત્યારે શું આપણે કોઈ આંખ, મસ્તક અને બુધ્ધિને ખોલીશુ ખરા કે?

 

* નિશાનીવાળા ફોટાઓ નેટજગતને આભારી છે. બાકીનાં ફોટાઓ બ્રિટિશ લાઈબ્રેરીનાં છે જે કોલમ્બિયા યુનિવર્સિટી પાસેથી પ્રાપ્ત થયેલ છે. 

 

 

પૂર્વી મોદી મલકાણ –(યુએસએ)
[email protected]

[email protected] -2013 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રસિદ્ધિ માટે અનુમતિ આપવા બદલ અમો ‘પારિજાત.વર્ડપ્રેસ.કોમ’  તેમજ શ્રીમતી પૂર્વીબેન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી … (શિવ આરાધના) …

શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી … (શિવ આરાધના) …
સ્વર: નારાયણ સ્વામી …

 

આજે શ્રાવણ માસનો ત્રીજો  સોમવાર છે,

ભોલેનાથ -શિવ-શંકર મહાદેવજી ને  પ્રસન્ન કરવા હોય તો સ્તુતિ શ્રેષ્ઠ સાધન છે. તેનાંથી પ્રભુ આશુતોષ પણ બાકાત નથી રહ્યા. પ્રભુ આશુતોષની અનેક સ્તુતિ તેમજ  અનેક સ્તોત્રો હોવા છતાં શિવભક્તોમાં આ સ્તુતિ  લોકપ્રિય છે.  આજ ની સ્તુતિ… શંભુ શરણે પડી … શ્રી નારાયણસ્વામી ના સ્વરે સાંભળવાની આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

આજની પોસ્ટની શરૂઆત ભોલેનાથની સ્તુતિ વંદના થી  જ કરીએ.  તો ચાલો માણીએ  શ્રી નારાયણસ્વામી ના સ્વરે એક સુંદર સ્તુતિ – શિવ વંદના …

 

 

 

 

 

શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી …. (શિવ આરાધના) …

 

શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …

દયા કરી, શિવ, દર્શન આપો … (૨)

તમો ભક્તોના બળ હરનારા
શુભ સૌનું સદા કરનારા .. (૨)

હું તો મંદ મતિ,
તારી અકળ ગતિ
કષ્ટ કાપો …

દયા કરી, શિવ, દર્શન આપો …

શંભુ શરણે પડી
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …

દયા કરી, શિવ, દર્શન આપો … (૨)

અંગે ભષ્મ સ્મશાનની ચોળી
સંગે રાખો, સદા ભૂત ટોળી .. (૨)

ભાલે ગંગ ધરો
કંઠે વિશ્ ધરો
અમૃત આપો …

દયા કરી, શિવ, દર્શન આપો …

શંભુ શરણે પડી
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …

દયા કરી, શિવ, દર્શન આપો …

શંભુ શરણે પડી
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …

દયા કરી, શિવ, દર્શન આપો …

શંકર દાસ નું ભવ દુઃખ કાપો
નિત્ય સેવા નું શુભ ફળ આપો .. (૨)

ટાળો મંદ મંદ મતિ
જાળવો ગર્વ ગતિ
ભક્તિ આપો …

દયા કરી શિવ દર્શન આપો …

શંભુ શરણે પડી
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …

દયા કરી, શિવ, દર્શન આપો … (૨)

દયા કરી, શિવ, દર્શન આપો … (૨)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પુષ્ટિ પ્રસાદ … (સામાયિક સ્વરૂપે) …

પુષ્ટિ પ્રસાદ … (સામાયિક સ્વરૂપે) … (અંક-એપ્રિલ – મે,૨૦૦૪ )

48

 

‘દાદીમા ની પોટલી’ પર શ્રી હરિરાયજી કૃત || શિક્ષાપત્ર || નું સંકલન છેલ્લા એક વર્ષથી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો આદરણીય વડીલ શ્રી વ્રજનીશભાઈ શાહ, બાયોડ્સ, મેરીલેન્ડ, યુ.એસ.એ. નાં અંતરપૂર્વકથી આભારી છીએ. આ ઉપરાંત ઈ મીડિયા દ્વારા ઉપરોક્ત શિક્ષાપત્ર ને નિયમિત સમયસર અમારી તરફ પહોચાડી અમૂલ્ય સેવા આપવા બદલ શ્રીમતિ પૂર્વીબેન મોદી મલકાણ (યુ.એસ.એ.) નાં અમો અંતરપૂર્વકથી આભારી છીએ. આપ સર્વે પાઠક મિત્રો, વૈષ્ણવજીવો તરફથી અમોને મળેલ સાથ અને સહકાર બદલ આપ સર્વેના પણ અમો હૃદયપૂર્વક આભારી છીએ.

 

‘પુષ્ટિ પ્રસાદ’ એક સામાયિક સ્વરૂપે છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી યુ એસ એ માં પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા સમિતિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,  આદરણીય વડીલ શ્રી વ્રજનીશભાઈ શાહ (યુએસએ) ની વિનંતી ને ધ્યાનમાં રાખી, આજ રોજથી  હવે પછી આપણે  તેને નિયમિત સ્વરૂપે અઠવાડિયામાં એક વખત ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રસિદ્ધ કરી બ્લોગ નાં માધ્યમથી  અહીં માણવા કોશિશ કરીશું. અમારી નમ્ર કોશિશ રહેશે કે દર અઠવાડિયે બે માસના અંક બ્લોગ પર પુન: પ્રસિદ્ધ કરી શકાય.

 

આપને અમારો આ નમ્ર પ્રયાસ પસંદ આવ્યો કે નહિ તે  બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ દ્વારા જરૂર અમોને જાણ કરશો.
pushti prashad

 

 

Download past issues of ‘Pushti Prasad’ magazine here.

 

 ‘પુષ્ટિ પ્રસાદ’  સામયિક -મેગેઝીન સ્વરૂપે માણવા અહીં નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરવા વિનંતી.  (એપ્રિલ- ૨૦૦૪ અને મે – ૨૦૦૪  બે માસ નાઅંક માણશો)

 

April 2004 High Quality Issue April 2004 Low Quality Issue

 

May 2004 High Quality Issue May 2004 Low Quality Issue

 

To view online issues you will need Adobe Acrobat Reader. If you do not have it please download by clicking here –>    

 

 

The High Quality images are large and will take some time to appear. If you still have difficulty reading these files please email to [email protected] 

 

સાભાર : વ્રજનિશ શાહ  – લોયડસ્, મેરિલેન્ડ.  યુએસએ.
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ,  બ્લોગ પર આવકાર્ય છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … ભાગ-(૭) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …
શ્રી વલ્લભ સાખી … (૪૪-૪૭) …
-મહેશ શાહ, વડોદરા, ગુજરાત.

ભાગ – [૭]

 

 

vallabh sakhi

 

 

મીન રહત જલ આસરે, નીકસત હી મર જાય |
ત્યોં શ્રી વીઠ્ઠલનાથ કે, ચરણકમળ ચિત્ત લાય ||૪૪||

 

માછલી અને અન્ય જળચરોના જીવનનો આધાર પાણી જ છે. પાણીથી દુર થતાં જ  તેઓ થોડી ક્ષણોમાં પ્રાણ ત્યાગી દે છે. આપણે જાણીએ છીએ કે દરેક પ્રાણીને પોતાનો જીવ બહુ જ વહાલો હોય છે. પોતાનો જીવ બચાવવા તે મોટામાં મોટા કે ભયંકર પ્રાણી સાથે પણ લડી લે છે અને પોતાના વશમાં હોય તે બધું જ કરી છૂટે છે. આમ છતાં માછલી પાણી ન હોય તો થોડી ક્ષણોમાં પોતાના પ્રાણ ત્યાગી દે છે. આપણે પણ શ્રી ગુસાંઈજીના ચરણકમળમાં  એવી પ્રીતિ, એવો નેહ, એવી આસક્તિ કેળવવી જોઈએ કે તેમનાથી દુર થતાં જ વિરહથી આપણાં પ્રાણ નીકળી જાય. આવી તીવ્રતા ન હોય તો તે એક ઉણપ છે અને આપણા ઉપર હજુ પૂર્ણ કૃપા થઇ નથી એમ માનવું. સાચા દિલથી આતુરતા પૂર્વક પ્રાર્થના કરવી કે પ્રભુ કૃપા કરીને એવી મનોસ્થિતિ આપે.

 

શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ, છા રહ્યો જગ માંહી |
પુરુષોત્તમ ફળ દેત હૈ, નેક જો બેઠો છાંહી ||૪૫||

 

કલ્પ વૃક્ષનો સ્વભાવ છે કે તેની છાયામાં રહેલા સૌની સર્વ મનોકામના પૂર્ણ કરે છે. સામાન્ય કલ્પવૃક્ષની મર્યાદા છે કે તે ભૌતિક સુખ સમૃદ્ધિ આપી શકે છે. તેની છાયામાં રહેલા સૌને ધન ધાન્ય કે સોનું ચાંદી આપી શકે, લૌકિક ઈચ્છાઓ પૂરી કરી શકે. શ્રી હરિરાયજી શ્રી વલ્લભરૂપી એક વિશિષ્ટ અને અલૌકિક કલ્પવૃક્ષનો પરિચય કરાવે છે. આપ કહે છે કે શ્રી વલ્લભની કૃપાની છાયા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. જે શ્રધ્ધાવાન મન સ્થિર કરીને આપની છાંવમાં રહેશે એટલે કે આશ્રય લેશે તેને સાક્ષાત શ્રી પુરુષોત્તમ પ્રભુનું જ દાન દે છે. આથી જ શ્રી ગુસાંઈજી સર્વોત્તમ સ્તોત્રમાં (શ્લોક ૧૧) આપને “અદેય દાન દક્ષશ્ચ” કહે છે. બીજા કોઇથી પણ ન આપી શકાય કે બીજા કોઈ કદી આપે નહીં તેવું દાન આપવામાં શ્રી વલ્લભ માહેર છે. આ દાન જો મળી જાય, વિશ્વ નિયંતા જ પ્રાપ્ત થઇ જાય  પછી શું મેળવવાનું બાકી રહે? પ્રભુની નિત્ય લીલામાં સ્થાન મળે, અન્ય સખા-સખીનો સાથ પણ મળે, સદા નૌતન સદા યુવા દેહ મળે અને લીલામાં રમણ કરવા મળે તેથી વિશેષ એક પુષ્ટિ ભક્તના મનોરથ શું હોય?

 

ચતુરાઈ સોઈ ભલી જો, કૃષ્ણ કથા રસ લીન |
પરધન પરમન હરન કો, કહીએ વહી પ્રવીન ||૪૬||

 

શ્રી હરિરાયજી અહીં ચતુરાઈનો પરિચય, ચતુરાઈની વ્યાખ્યા આપે છે. આપણે જાણીએ છીએ કે,  સામાન્ય રીતે ચતુરાઈ એટલે  એવી આવડત કે જેના થકી વ્યક્તિ પોતાનું હિત સાધી શકે અને ક્યારેક (ક્યારેક જ?) અન્યનું અહિત પણ કરી શકે. ચતુરાઈ એ પ્રભુ એ આપેલી એવી ભેટ છે જેના સદુપયોગથી વ્યક્તિ અનેકનું ભલું કરી શકે, મુશ્કેલીમાંથી માર્ગ કાઢી શકે, તકલીફો નિવારી શકે. સ્વાર્થ અને પરમાર્થ બંને સાધી શકે.  સાધન તો એક જ હોય પણ તેનો ઉપયોગ કરનાર ઉપર ઘણો આધાર રહે છે. ખૂની જે  છરાથી ખૂન કરે એ જ છરાથી સર્જન (ડોકટર) જીવન બચાવતા હોય છે. તેવી જ રીતે ઈશ્વરદત્ત બુદ્ધિનો ઉપયોગ  કોઈની સંપતિ પડાવી લેવામાં કે કોઈનું મન ભરમાવીને તેને અયોગ્ય પ્રવૃત્તિઓ પ્રત્યે વાળવામાં કરીએ તો તે ઉપયોગ નહીં દુરુપયોગ છે, વિકૃતિ છે. સાચો ચતુર એ જ કે જે પોતાનું સાચું હિત શેમાં છે તે જાણે અને તે મુજબ વર્તે. ઝાડની જે ડાળી ઉપર બેઠા હોય તેને જ કાપનારાને બીજું ગમે તે કહીએ પણ ચતુર તો ન જ કહી શકાય. જીવનું આ ભવમાં  અને આવતા ભવમાં હિત શેમાં છે તે વિચારીએ તો કહી શકાય કે જે ચતુરાઈ વ્યક્તિને પોતાને અને અન્યને પણ પ્રભુ પ્રત્યે વાળે, કૃષ્ણની લીલા સાંભળવામાં કે તેના અવગાહનમાં જોડે, તેમાં તેનું ચિત્ત ચોંટાડે, તેમાં લીન કરી દે એ જ સાચી અને પાવનકારી ચતુરાઈ ગણાય.

 

ચતુરાઈમાં અમુક અંશે વિવેક બુદ્ધિ, નિરક્ષીરનું જ્ઞાન, સારાસારની સમજ પણ સામેલ હોય છે. તેથી જીવ માટે ખરેખર સારું શું, પોતાના લાભની વાત કઈ, શ્રેય અને પ્રેયનો ભેદ શું તે સમજી જાય તે ખરી ચતુરાઈ. કૃષ્ણ કથામાં રસ પડી જાય, પરિણામે સંસારની મોહ માયા અને મમતા છૂટી જાય તો તે જ સાચું હિત છે. આમ થાય તો આ ભવ તો ઠીક આવતા અનેક  ભવ પણ સુધરી જાય, પ્રભુના પ્રેમની પ્રાપ્તિ થઇ જાય, પ્રભુની કૃપા થાય તો નિત્ય લીલામાં સ્થાન પાકું થઇ જાય.  આવી જ ચતુરાઈ સારી, લાભદાયી અને હિતકારી ગણાય અને પોતાની ચતુરાઈનો આવો ઉપયોગ કરે તે જ સાચો પ્રવિણ, ચતુર, હોશિયાર ગણાય.

 

ચતુરાઈ ચુલ્હે પરો, જ્ઞાની કો યમ ખાઉ |
દયાભાવ હરિભક્તિ બિન, જ્ઞાન પરો જરી જાઓ ||૪૭||

 

અગાઉ (સાખી ૩૭) પણ શ્રી હરિરાયજીએ આ જ વાત કરી છે. ઉપર ચતુરાઈની વ્યાખ્યા કરી તેમાં કોઈને નુકશાન કરે તેવી, કોઈનું અહિત કરે તેવી ચતુરાઈને અવાંછનીય ગણાવી છે. આવી ચતુરાઈ માટે આપશ્રી આજ્ઞા કરે છે કે આવી ચતુરાઈ ચૂલામાં બળી જવી જોઈએ. તેનું અંશમાત્ર પણ અસ્તિત્વ રહેશે તો હાનીકારક છે, બાધક છે. સ્વહિતમાં અને  જગત હિતમાં તેને નેસ્તનાબુદ કરી દેવી જોઈએ. આવી ચતુરાઈ ધરાવનારા ભલે પોતાની જાતને જ્ઞાની સમજે, ભલે પોતાની હોશીયારીનો (કે લુચ્ચાઈનો) અહંકાર કરે  પણ ‘આવા’ જ્ઞાનીનું મૃત્યુ જગત માટે તો ખરું જ, તેમના પોતાના ઉધ્ધાર માટે પણ ઇચ્છનીય છે.

 

જ્ઞાન માર્ગમાં જાણે અજાણે શુષ્કતા આવી જાય છે. જ્ઞાનથી પ્રભુનું સ્વરૂપ સમજાય છે, માનવ મનમાં માધવની મહત્તા, મહાનતા અને માહાત્મ્યનું મંડન થાય છે. જીવને પોતે તદ્દન પામર, તુચ્છ, નગણ્ય હોવાની ભાવના થાય છે. ‘તુમ સ્વામી મૈં સેવક’ની મનોદશા અનભવાય છે. જ્ઞાનની એક સ્થિતિ એવી પણ આવી શકે છે જેમાં સર્વ કાંઇ પ્રભુની સૃષ્ટિ સમજી ભક્ત અલિપ્ત થઇ જાય અને તેનામાં દયા, માયા, પ્રેમ, સહાનુભુતિ જેવી કોમળ લાગણીઓનો દુકાળ સર્જાય છે.

 

વ્રજવાસીઓએ પ્રભુને પરમ વિશિષ્ટ રીતે ભજ્યા હતા. તેમના મનોવિશ્વમાં તો પ્રભુ પુત્રવત્, મિત્રવત્ કે પ્રિયતમવત્ બિરાજતા હતા. હરિની ભક્તિ તેમના રોમ રોમમાં રમતી હતી અને તેમના શ્વાસની શરણાઈમાં બજતી હતી. તેઓ તો હરિથી જ હરિયાળા હતાં. જીવ માત્ર માટે દયા, જીવ માત્ર માટે પ્રેમ, દુન્યવી સ્વાર્થ અને લુચ્ચાઈનો ત્યાગ, ભોળું સરલ મન જેવા ઉમદા ગુણોથી જ પ્રભુ તેમને વશ થયા હતા, જ્ઞાનથી નહીં.

 

જ્ઞાનથી શુષ્કતા આવે તે પણ એક વિડંબના છે. જ્ઞાનથી તો પ્રભુનો અને તેમની સૃષ્ટિનો, તેમની કૃપાનો, તેમની કરૂણાનો પરિચય થાય. આમ જો થાય તો પ્રભુમાં પ્રેમનો આવિર્ભાવ થવો જોઈએ. મન એકદમ કૃતજ્ઞ અને કૃતકૃત્યતાના ભાવથી સભર થઇ જવું જોઈએ. વૃક્ષ ઉપર ફળો આવે તો તે વધુ ઝુકે છે તેમ જ્ઞાનના ભારથી વ્યક્તિમાં નમ્રતા આવવી જોઈએ. જ્ઞાનપ્રાપ્તિનો હેતુ જ મનના અભિમાન, ગર્વ કે મદ જેવા અનેક નકારાત્મક ભાવોનો નાશ થાય તે હોય છે.  જો તેમ ન થાય તો વ્યક્તિનું અત્યંત અહિત થાય છે. માત્ર આધ્યાત્મિક જ નહીં લૌકિક પણ બગડે છે. આથી જ શ્રી હરિરાયજી એવું ઈચ્છે છે કે આવું જ્ઞાન પણ બળીને નષ્ટ થઇ જવું જોઈએ.

 

આજે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.

 

ક્રમશ:

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩


 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

જ્ઞાનમાં બુદ્ધિ … ટૂંકી વાર્તા … (પ્રેરક કથાઓ) …

જ્ઞાનમાં બુદ્ધિ …   ટૂંકી વાર્તા … (પ્રેરક કથાઓ) …

 

shankracharya

 

(૧)  જ્ઞાનમાં બુદ્ધિ …

 

સ્વામી શંકરાચાર્ય સમુદ્ર કિનારે બેસી અને તેના શિષ્યો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યાં તેમના એક શિષ્યે એ ઉત્સુકતા ભરેલ શબ્દો દ્વારા કહ્યું, “ ગુરુજી !  તમે આટલું બધું વધુ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કર્યું, આ વિચારું છું તો મને આશ્ચર્ય થાય છે.  કદાચ બીજા કોઈ પાસે આટલો બધો જ્ઞાનનો ભંડાર ન હોઈ શકે.”

“મારી પાસે જ્ઞાનનો ભંડાર છે, આ તને કોણે કહ્યું ? મારે તો મારા જ્ઞાનમાં હજુ વધારો કરવો છે.”  શંકરાચાર્યએ કહ્યું.   ત્યારબાદ તેમને તેમના હાથની લાકડી પાણીમાં ડુબાડી અને તે પેલા શિષ્યને દેખાડતા કહ્યું, “ હાલમાં જ મેં આ વિશાળ સાગરમાં આ લાકડી ડુબાડી છે, પરંતુ તેણે ફક્ત એક જ બુંદ –પાણી પોતાની સાથે ગ્રહણ કર્યું -લીધું છે.  બસ, આજ વાત જ્ઞાન માટે કહી શકાય. જ્ઞાનનો સાગર અમાપ છે, તે કદી ભરી શકાતો નથી, તેણે કશું ને કશું  મેળવતા જ રેહવું પડે છે.  મારાથી પણ ઉચ્ચ વિદ્વાનો આ સંસારમાં છે.  મારે પણ હજુ ઘણું જ્ઞાન મેળવવાનું છે.

 

 

(૨)  સયંમ અને સિદ્ધિ …

 

મિશ્ર દેશમાં જુન્નૂન નામના એક મહાત્મા થઇ ગયા હતા.  તેની પાસે પ્રસિદ્ધ મુસલમાન સંત યૂસુફ હુસૈન ધર્મની દીક્ષા લેવા ગયા.  ત્યારે મહાત્મા જુન્નૂને તેને એક નાનું બોક્સ દઈને કહ્યું, … “મારો એક મિત્ર અહીંથી દૂર નીલ નદીને કિનારે રહે છે; આ બોક્સ ને ખૂબજ સાવેચેતીપૂર્વક જાળવી/ સાચવી ને લઇ જાવ અને તેને આપી આવો, અને ત્યાબાદ આવીને દીક્ષા લેજો.”

રસ્તામાં યૂસુફ હુસૈને વિચાર્યું જયારે બોક્ષમાં તાળું જ નથી માર્યું, તો તેને ખોલી ને જોવું જોઈએ અને કૂતુહલવશ તેણે બોક્સનું ઢાંકણું ખોલ્યું, તો તેમાંથી એક ઉંદર નીકળીને ભાગ્યો.  તે બોક્સમાં ઉંદર સિવાય બીજું કશું ન હતું.

હવે યુસૂફ હુસૈન ને ખૂબજ પસ્તાવો થયો કે તેણે વ્યર્થ/ ખાલીખોટું જ બોક્સ નું ઢાંકણું ખોલ્યું, પરંતુ હવે પસ્તાવો કરવાથી કશો જ ફાયદો ન હતો, અંતે તેણે આ ખાલી બોક્સ જ મહાત્મા જુન્નૂન નાં સંત મિત્રને આપ્યું.

બોક્સ ખોલ્યા બાદ જ્યારે તે સંતના મિત્રને તેમાં કશું જ જોવા ન મળ્યું, તો તેમણે કહ્યું, “મહાત્મા જુન્નૂન તને દીક્ષા નહીં આપે,  કારણ કે તારામાં સંયમ નથી.  તેમણે આ બોકસ માં જરૂર કાંઈ ન કાંઈ મોકલ્યું જ હશે.  સાચું – સત્ય  શું છે તે કહે  કે તેમણે આમાં કઈ વસ્તુ મોકલી હતી ?”  યુસૂફે સાચી હકીકત જણાવી અને તેમની માફી માંગી.  તે સંત મિત્રએ મહાત્મા જુન્નૂન ની માફી માંગવાનું કહ્યું.

હતાશ યુસૂફ હુસેન મહાત્મા જુન્નૂન પાસે પરત આવ્યો અને તેમની પાસે પૂરી ઘટના નું વર્ણન કરી અને માફી માંગી.  જુન્નૂનએ કહ્યું, “યુસૂફ, હાલમાં તું પરમ જ્ઞાનનો અધિકારી નથી.  મેં તને એક ઉંદર આપ્યો હતો, જેને તે ખોઈ નાખ્યો.  હવે ભલા માણસ, ધર્મ – જ્ઞાન જેવી અમૂલ્ય સંપત્તિ ને તું કઈ રીતે સુરક્ષિત રાખી શકીશ ?  તેના માટે અતિ મહત્વની તારે જરૂરીયાત સંયમની છે.  જાઓ, પહેલા તમારા ચિત્તને વશ કેમ કરવું તેનો અભ્યાસ કરો અને ત્યારબાદ પાછા આઓ.   કારણ કે સંયમ વિના સિદ્ધિ પ્રાપ્ત કરવી દુર્લભ છે.”

યૂસુફ હુસૈન તેના ઘરે પરત આવ્યો અને આત્મસંયમ નો અભ્યાસ કરવા લાગ્યો.  કેટલાંય વર્ષોની તપશ્ચર્યા બાદ તે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે મહાત્મા જુન્નૂન ની પાસે ગયા અને આ વખતે તેની મનોકામના માં સફળ રહ્યા.

 

 

(૩)  હીન કોણ ? …

 

એક વખત ઈરાની સંત શેખ સાદી મક્કાની તરફ પગપાળા- ચાલીને  જઈ રહ્યા હતા.  ગરમી નાં દિવસો હતા અને તેમની પગમાં પહેરેલ ચાખડી  એકદમ તપી – ગરમ થઇ ગઈ હતી.  અને તેના પગ નાં તળિયા તેની ચાખડી ને કારણે તપી જતા તે પગમાં આગ લાગી હોય તેમ અનુભવતા હતા; જ્યારે બીજા યાત્રીઓ ઘોડા, ખચ્ચર અને ઊંટો પર સવાર થઇને યાત્રા કરી રહ્યા હતા.  આ જોઈ અને તેના મનમાં વિચાર આવ્યો કે અલ્લાહ – ખૂદા – ઈશ્વર પણ બધાને સમાન દ્રષ્ટિથી જોતા નથી,  ત્યારે જ તો બધાં યાત્રીઓ વાહન પર બેસીને જઈ રહ્યા છે, જ્યારે મારે પગપાળા – ચાલીને જવું પડે છે.

તેવામાં તેને એક ફકીર, કે જેના બંને પગ કપાયેલા હતા, હાથ અને જાંઘ નાં સહારે ચાલતો જોવા મળ્યો.  તેને આ જોઇને ખૂબજ કરુણા ઉપજી;  સાથે પશ્ચાતાપ પણ થયો કે થોડા સમય પહેલા તે ખાલી વ્યર્થ જ ભગવાન – અલ્લાહ- ખૂદા ને ભાંડતો – કોસતો હતો.  તે મનમાં ને મનમાં બોલ્યો, “હે ખૂદા-અલ્લાહ- ઈશ્વર તે મને સાધન સંપત્તિ થી વંચિત ભલે રાખ્યો, પરંતુ આ અપંગ/પંઘુ ફકીર થી તો નિશ્ચિત મને સારો બનાવ્યો- રાખ્યો  છે.  મને માફ કર, કે મને તારી કાર્ય પદ્ધતિ વિશે મારા મનમાં  કુવિચાર આવ્યા હતાં.”

 

 

(પ્રે.પ્ર.૪૫,૪૭,૪૮(૨૯-૩૧)

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.