ગર્ભાવસ્થા અને હોમિયોપેથી’ …(૨) …ગર્ભાવસ્થા સમયે કબજિયાત થવો -અને હોમિયોપેથી …

ગર્ભાવસ્થા અને હોમિયોપેથી’ … (૨) …  ગર્ભાવસ્થા સમયે કબજિયાત થવો -અને હોમિયોપેથી …

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 pregnancy.1

 

 

ગર્ભાવસ્થા દરમિયાન માતાને શારીરિક રીતે કઈ ને કઈ નાની મોટી અડચણો વેઠવી પડતી હોય છે. એ ભલે ક્યાંક ને ક્યાંક ગર્ભાશયની વધતી જતી સાઈઝને પરિણામે શરીર દ્વારા વિકસતા ગર્ભ સાથે સધાતા અનુકૂલનને પરિણામે હોય છે ।   અહીં આપણે આમતો ખુબ સામાન્ય કહી શકાય એવી  છતાં બરાબરનો પરસેવો પડી દેતી  સમસ્યા વિષે તેમજ  જરૂરી ઘરગથ્થુ અને હોમિયોપેથીક  ઉપચાર વિષે સમજીશું.

 

કબજિયાત એ આમ ખુબ સામાન્ય તકલીફ છે જે ૫૦% થી પણ વધુ ગર્ભવતી સ્ત્રીઓમાં ગર્ભાવસ્થાના કોઈ ના કોઈ સમયગાળામાં જોવા મળે જ છે. પરંતુ કેટલીકવાર દિવસ ઉગતાની સાથે જ પેટ ખાલી ન થયાનો અસંતોષ માતાના મન ઉપર જરૂર ઉપજી જાય છે.

 

  pregnancy.2aapregnancy.2a

કબજિયાતના કારણો:

 

ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાત થવાના મુખ્યત્વે ૩(ત્રણ) કારણ આ પ્રમાણે સમજી શકાય:

 

  • મુખ્યત્વે આપણે અગાઉ સમજી ચુક્યા છીએ એમ વિકસતા બાળક સાથે વધતી ગર્ભાશયની સાઈઝ ને લીધે મળાશય પર દબાણ આવે છે.

 

  • તેમજ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રવતા અંતઃસ્ત્રાવો  પૈકી મુખ્યત્વે પ્રોજેસ્ટેરોન  પાચનતંત્રની ગતિ થોડી મંદ બનાવી  છે, જેથી મળ રૂપી કચરાનો યોગ્ય નિકાલ અવરોધાય છે  જે કબજિયાત માટે કારણભૂત છે.

 

  • ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન કેટલાક આયર્ન સપ્લીમેન્ટસ દવા તરીકે અપાય છે .તેને પરિણામે પણ મળ કઠણ આવવાની કે સંડાશ પુરતું ન થયાની ફરિયાદ ઘણી માતાઓ કરતી હોય છે.

 

 

કબજિયાતના લક્ષણો:

 

કબજિયાતને પરિણામે આખો દિવસ પેટમાં મજા ન આવવી, પેટ ભારે લાગવું, વાયુ થઇ જવો કે ખાટા  ઓડકાર આવવા જેવી સામાન્ય અસરો પણ હેરાન કરી દે છે.

આમ તો આ તકલીફ જ્યાં સુધી રહે છે તેનું કારણ ત્યાં સુધી જ રહે છે, એટલેકે ગર્ભાવસ્થા પૂરી થતા જેમ જેમ અન્તઃસ્ત્રાવોનું પ્રમાણ નોર્મલ થવા માંડે તેમ તેમ કબજિયાત મોટેભાગે નાબુદ થઇ જાય છે.

કેટલાક કિસ્સાઓમાં જો કબજિયાત વધારે જ રહેતું હોય તો હરસ જેવી પીડાદાયક તકલીફોને પણ જન્મ આપી શકે છે . માટે સારવાર  યોગ્ય તેમજ  આડઅસર રહિત  થાય એ જરૂરી છે.

 

 pregnancy.3pregnancy.3a

કબજિયાતના ઉપાય:

 

નીચે મુજબ ગર્ભાવસ્થા દરમિયાન અપનાવવા જેવા કેટલાક ઉપાય જણાવું છું:

 

  • પુષ્કળ ફાઈબર યુક્ત ખોરાક લેવો.

 

  • જેમકે અનાજના આખા  દાણાનો  ઉપયોગ વધારવો તેમજ તાજા ફળો અને  શાકભાજી વાપરવા.

 

  • આખા દિવસમાં પૂરતું પાણી પીવું . સરેરાશ ઓછામાં ઓછા ૮ થી ૧૦ ગ્લાસ્સ પાણી પીવાય એ હિતાવહ છે.  ઉપરાંત, સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ્સ હળવું ગરમ પાણી પાચન તંત્ર ની કાર્યક્ષમતા અસરકારક રીતે વધારી આપે છે.

 

  • નિયમિત રીતે દરરોજ થોડું ચાલવું તેમજ કેટલીક હળવી કસરત કરવાથી જરૂર ફાયદો થાય છે.

 

  • બીજું, સારા શબ્દોમાં એક સલાહ  આપું તો જયારે લેટ્રીન જવાની જરૂર જણાય ત્યારે  તેને બને ત્યાં સુધી ટાળવું નહિ.  નહિ તો એની વિપરીત અસરના ભાગ રૂપે પાચન તંત્ર ના સ્નાયુને ધીમા પાડી દે છે.

 

  • ડોક્ટર ની સલાહ વિના કે પોતે જ પોતાના ડોક્ટર બની બેસીને બજારમાં ઉપલબ્ધ લેક્ઝેટીવ પ્રકારની દવાઓ ગર્ભાવસ્થા દરમિયાન ભૂલેચૂકે લેવી નહિ.

 

કબજિયાત એ આમ તો સામાન્ય તકલીફ છે, ઉપરાંત ઉપર જણાવેલ ઉપાય અજમાવતા રહેવાથી ફાયદો થતો હોય છે. છતાં જો પડતી અડચણ વધારે હોય તો, આડઅસર રહિત ઈલાજ તરીકે હોમિયોપેથીની નાની નાની દવા મોટું કામ આપે છે.

 

હોમિયોપેથીમાં એવી ઘણી દવાઓ છે જે ગર્ભાવસ્થા સમયે પાચનતંત્રની  કાર્યક્ષમતા વધારીને મળ ત્યાગ ક્રિયાને આસાન બનાવે છે. ઉપરાંત, કબજિયાતની સાથે સાથે હરસ જેવી તકલીફ પણ મુંજવતી  હોય ત્યારે એવા સંજોગોમાં બંને તકલીફોમાં ખૂબ સહેલાઈથી રાહત આપે છે .  જેવી કે …

 

Nux vom

Pulsatilla

Platina

Sulphur

Nat sulph

Bryonia

Lycopodium

Alumina

Nat mur

Collinsonia

Ambragrisea

Aesculus, ammonium mur, collinsonia, Capsicum, lycopodium વગેરે જેવી દવા ઓ તો કબજીઅતની સાથે સાથે જો હરસ થયા હોય તો એ એકદમ અક્ષીર કામ કરે છે.

 

પ્લેસીબો:

 

પૌષ્ટિક આહાર, તંદુરસ્ત શરીર અને સ્વસ્થ મન સાથેની માતા -એ આરોગ્યપ્રદ બાળક માટેની પાયાની જરૂરિયાત છે.

 

 

 dr.greeva
ડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
 ૬- નંદનવન ચેમ્બર્સ, ટાઉન હોલ સામે,
અમદાવાદ –૩૮૦૦૦૬ (ગુજરાત)
 

 
 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે, તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. આપને  મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતાજાળવવી હોય તો આપની  સમસ્યા ડાયરેકટ [email protected] ઉપર અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા પૂરી વિગત – જેવી કે, વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત -રીપોર્ટ ની જાણકારી મોકલવી. તમોને તમારા email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપીશું. ”  ….આભાર ! ‘દાદીમા ની પોટલી’

થોડી  વિશેષ જાણકારી  … 

 

આયુર્વેદ અને ગર્ભાવસ્થા … (આપ સગર્ભા છો ? આટલું જાણી લો) …

સાભાર : નિરામય – વૈદ્ય મનુભાઈ ગૌદાની
સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

આપણે ત્યાં ગર્ભધારણથી લઈને પ્રસૂતિ સુધીના કાળને ‘ગર્ભાવસ્થા’ કહેવામાં આવે છે. આ કાળ અથવા સમય સામાન્ય રીતે નવ માસ અથવા બસો એંસી દિવસનો ગણાય છે. આ ગર્ભાવસ્થામાં ગર્ભિણી સ્ત્રીઓને કેટલીક સામાન્ય વિકૃતિઓનો સામનો કરવો પડે છે.  ગર્ભાવસ્થાની આ વિકૃતિઓને‘રોગ’ કે ‘ઉપદ્રવ’ માનવામાં નથી આવતી, પરંતુ તેની ઉગ્રાવસ્થાને હાનિકારક માનવામાં આવે છે.

ઊબકા

 

ગર્ભાવસ્થાના પ્રારંભિક મહિનાઓનો આ એક ખૂબ જ સામાન્ય વિકાર છે અને લગભગ ચાલીસથી પચાસ ટકા નવગર્ભિણીઓને તે અવશ્ય હેરાન કરે છે. આ વિકૃતિ સવારમાં જ થતી હોવાથી તેને પ્રાતઃકાલીન વમન કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને મોર્નિંગ સિકનેસ કહે છે. સવારમાં ઊઠતા જ ગર્ભિણીને ઊબકા-ઊલટી થવા લાગે છે. આ વિકૃતિ સામાન્ય સ્વરૂપની હોય તો ચા, કોફી કે દૂધ સાથે બિસ્કિટ કે અન્ય હલકો થોડો આહાર લેવાથી તે સ્વયં શાંત થઈ જાય છે. આ વિકૃતિની જો ઉગ્ર અવસ્થા હોય તો નજીકના ચિકિત્સકની સલાહ લેવી જોઈએ.

  

મૂત્ર પ્રવૃત્તિની અધિકતા

 

ગર્ભાધાન પછીના પ્રારંભિક કેટલાક અઠવાડિયાં સુધી વારંવાર મૂત્ર પ્રવૃત્તિએ જવું પડે છે. આનું કારણ એ ગણાવાય છે કે, ગર્ભયુક્ત ગર્ભાશય મોટું થવાથી તેની નીચે રહેલા મૂત્રાશય પર દબાણ પડવાથી આમ થાય છે. ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં પણ ગર્ભ નીચે ઊતરતો હોવાથી મૂત્રાશય પર દબાણ પડતા વારંવાર મૂત્ર પ્રવૃત્તિએ જવું પડે છે. કોઈ વખત આ કારણને લીધે મૂત્રાવરોધ પણ ઉત્પન્ન થાય છે. ગર્ભાવસ્થામાં વારંવાર મૂત્ર પ્રવૃત્તિ થાય તેની ખાસ ચિંતા કરવી નહીં, પરંતુ જો મૂત્રાવરોધ ઉત્પન્ન થાય તો મૂત્રની ‘આલ્યુમીન’ પરીક્ષા અવશ્ય કરાવવી જોઈએ. ગર્ભ અને ગર્ભિણીના સ્વાસ્થ્યની સુરક્ષાની દૃષ્ટિએ તે ખૂબ જ આવશ્યક ગણાવાય છે.

  

કબજિયાત

 

જે સ્ત્રીઓના મળાશયની ક્રિયા સામાન્ય રીતે ઠીક નથી હોતી તેને ગર્ભાવસ્થા કાળમાં કષ્ટદાયક વિલંબ એટલે કે કબજિયાત થાય છે. તે મૂત્રાશય અને મળાશય પરના પ્રપીડન અથવા તો સ્વાભાવિકરૂપે પણ થાય છે. ગર્ભાવસ્થાની આ કબજિયાત સ્નિગ્ધ કે સ્નેહી દ્રવ્યો (લ્યુબ્રિક્રન્ટ્સ) અથવા હળવા અનુલોમક (લેગ્ઝેટિવ્સ) દ્રવ્યોના પ્રયોગથી ઠીક થઈ જાય છે. આ અવસ્થામાં એનિમાનો ઉપયોગ ન કરવો જોઈએ. ખાસ કરીને જે સ્ત્રીઓને મસા એટલે કે પાઈલ્સની તકલીફ હોય, તેવી સ્ત્રીઓએ એનિમા ન લેવો જોઈએ. આવી સ્ત્રીઓ દૂધ અને ઘીનો છૂટથી ઉપયોગ કરે. ખાસ કરીને રાત્રે સૂતી વખતે એક ગ્લાસ સહેજ ગરમ દૂધમાં બે ચમચી ઘી નાખીને પી જવું. આહારમાં પાંદડાંવાળા શાકભાજી અને કચૂંબરનો (સેલ્યુલોઝ) પણ વધારે ઉપયોગ કરવો જોઈએ. પચવામાં ભારે અને તીખાં તળેલાં આહારદ્રવ્યોથી બચવું એ કબજિયાતવાળા માટે હિતાવહ છે. ઋતુ પ્રમાણેનાં ફળોના ટુકડાઓ પણ ખાવા જોઈએ. જો ખૂબ જ કબજિયાત રહેતી હોય તો રાત્રે સૂતી વખતે નાનો અડધો કપ પેરાફીન લિક્વિડ અથવા પલ્વ ગ્લિસરીન અડધાથી એક કપ લેવો જોઈએ. આયુર્વેદિય ઔષધોમાં ત્રિફળા ચૂર્ણ એકથી દોઢ ચમચી, ઇસબગુલ એકથી દોઢ ચમચી અથવા સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ એકથી દોઢ ચમચી લેવું જોઈએ. (કોઈ પણ એક ચૂર્ણનો આવશ્યકતા પ્રમાણે ઉપયોગ કરવો). ગર્ભાવસ્થામાં તીવ્ર વિરેચન દ્રવ્યો હિતાવહ ન હોવાથી જ ઉપર્યુક્ત મધુર, મૃદુ અને સૌમ્ય ઔષધયોગ સૂચવ્યા છે. આ સિવાય કોમળ પ્રકૃતિવાળી સ્ત્રીઓએ જેઠીમધ, ગરમાળો, ગુલકંદ, પષ્ટાદિ ચૂર્ણ, મુનક્કા દ્રાક્ષ વગેરેનો આવશ્યકતાનુસાર ઉપયોગ કરવો જોઈએ.

  

અપચો

 

ગર્ભાવસ્થાના અંતિમ મહિનાઓમાં આદમાન અને અપચાની ફરિયાદ સાંભળવા મળે છે. આ લક્ષણો ગર્ભના દબાણને લીધે ઉત્પન્ન થાય છે. આ અવસ્થામાં ગરિષ્ટ અને અધિક ભોજનથી આમાશયને ફુલાવવું ન જોઈએ. પચવામાં લઘુ અને અલ્પ આહાર હિતાવહ છે. સવાર-સાંજ થોડું ફરવા પણ જવું જોઈએ. પાચનક્ષાર ચૂર્ણમાં સોડા બાયકાર્બ વગેરેનો ઉપયોગ તથા ત્રિકટું, પંતકોલ, લવણભાસ્કર, હિંગ્વાષ્ટક વગેરેમાંથી કોઈ પણ એકનો અડધીથી એક ચમચીની માત્રામાં ઉપયોગ કરવો.

  

રક્તાલ્પતા

 

રક્તાલ્પતા એટલે કે પાંડુને ચિકિત્સકો ‘એનેમિયા’ પણ કહે છે. પોષક તત્ત્વોનો અભાવ, ગર્ભવિષ, અત્યંત વમન, અજીર્ણ તથા મેલેરિયા જેવા રોગોથી ગર્ભિણી સ્ત્રીના શરીરમાં રક્તાલ્પતાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. આમાં ડોક્ટરો લીવર એક્સટ્રેક્ટ, ફોલિક એસિડ, આયર્ન પેપ્રેશન અને વિટામિન બી-બાર તથા ખનિજ તત્ત્વોવાળાં ઔષધયોગો કે ઇન્જેક્શનોનો ઉપયોગ સૂચવે છે.

વૈદ્યો લોહાસવ, કન્યાલોહાદિવટી, અશોકારિષ્ટ, ચ્યવનપ્રાશ વગેરે ઔષધયોગો પ્રયોજે છે. રક્તાલ્પતાની સ્થિતિમાં થાક, ચક્કર, શ્વાસ ચડવો વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે.