‘શંકા સમાધાન’ … (૩) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૮)’ …

‘શંકા સમાધાન’ … (૩/૨) …નવી ભોજન પ્રથા … . (ભાગ-૮)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત)..

 

 

 New Bhojan Pratha.4

 

 

આજે  ફરી આપણે   ‘શંકા સમાધાન’  દ્વારા  એક નવા પ્રશ્ન ને તપાસીશું અને ‘નવી ભોજન પ્રથા’ માં આપણી શંકાનું સમાધાન કરવા કોશિશ કારીશું.   ‘શંકા સમાધાન’  શ્રેણી  અન્વયે  અનેક પ્રશ્નો ને ધીરે ધીરે અહીં આવરી લેવામાં આવશે.  આમ છતાં, આપના મનમાં કોઈ પ્રશ્ન કે શંકા ઉદભવતી હોય તો,  વિના સંકોચ અમોને કોમેન્ટ્સ બોક્ષ દ્વારા  આપના પ્રતિભાવ મૂકી જાણ કરશો, જે સવાલ રૂપે અહીં આવરી લઈશું અને આપ ઇચ્છશો તો આપના ઈ મેઈલ દ્વારા પણ તેનું સમાધાન ડાયરેક્ટ કરી આપવા કોશિશ કરીશું. … આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 

શંકા – (૩) : બધા જ પાણી ખૂબ પીવાનું કહે છે, જ્યારે તમે પાણી ઓછું પીવાનું કહો છો.. !  આ વાત ગળે ઉતરતી નથી.

  

સમાધાન :

બાલુભાઈ ચૌહાણ :  વાત સાચી છે.  સમાજમાં હાલ આ માન્યતા પ્રવર્તે છે.  હું પણ તે માન્યતાનો જ શિકાર થયેલ હતો.  રાત્રે ત્રાંબા નાં લોટામાં ભરી રાખેલ પાણી સવારે મોં સાફ કરીને તુરત જ (નરણા કોઠે)  પાણી પી જતો.  બાદમાં ‘પાણીપથી’  ની માન્યતા ખૂબ જ ચાલી.  સવારે ઊઠતાની સાથે જ મોં સાફ કર્યા વગર જ (વાસ મોંથી)  ૧.૬ લીટર પાણી પી જતો અને દિવસ દરમ્યાન વધુમાં વધુ પાણી પીવાની ટેવ પાડેલ.  જેનાથી શરીરની સફાઈ સારી થાય છે તેમ માનતો હતો.

 

પરંતુ જ્યારે એ ખ્યાલ આવ્યો કે આપણું શરીર ભગવાને જ બનાવેલ છે.  એટલે કે  તે  GENERATOR    છે.  તે જ   સંચાલન કરે છે  એટલે કે તે OPERATOR   છે.  અને તે સંહારક છે, એટલે કે  તે જ DESTROYER   છે.    ( આથી જ તો  તે GOD =ગોડ = ભગવાન છે.)  જેથી ભગવાનના કાર્યમાં ડખલ કરવી તે ડાહપણ નથી.  તેને જ્યારે પાણીની જરૂર હશે ત્યારે તૃષા (તરસ)  લગાડી સંકેત આપશે અને જેવી જરૂરીયાત સંતોષાઈ જશે કે તુરત જ તૃપ્તિનો સંકેત આપશે.  મતલબ કે ઈચ્છા થાય ત્યારે જરૂરી (પર્યાપ્ત) માત્રામાં પાણી પીવું જોઈએ.  ‘નહીં ઓછું કે નહીં વધુ’.  ઓછું પાણી પીવાનો સવાલ જ આથી રહેતો નથી.  ઓછું પાણી પીવું તેવું કહેતા જ નથી.  પરંતુ સાથોસાથ એ પણ  સમજવું અતિ આવશ્યક છે કે વધુ પાણી પીવું પણ સારું નથી બલ્કે નુકશાનકારક છે.  આ વાત ખાસ સમજી લેવી જરૂરી છે.  કારણ કે વધુ પાણી પીવાથી ફાયદા જ ફાયદા છે તેવો સમાજમાં સર્વત્ર ખ્યાલ પ્રવર્તી રહ્યો છે.  જેનું સીધું ખંડન કરવું ખૂબ જ મુશ્કેલ છે.  આથી જુદી જુદી રીતે તેને સમજવાની કોશિશ કરીએ.

 

 • ‘અતિ સર્વત્ર વર્જયત્રે’
 • લંઘનમ્ પરમ ઔષધમ્’

 

આ કેહવતો અનુસાર વધારે પડતું પીવાતું પાણી નુકશાનકારક છે.

 

પાણીની જ બાબતમાં આ વાત માત્ર કેહવતના આધારે નહીં પણ હકીકતોથી તપાસીએ.

  

આગળ જણાવ્યું તેમ ‘પાણીપથી’  મુજબ હું સવારે ઉઠીને વાસી મોંએ પાણી પીતો, તેમજ દિવસ દરમ્યાન વધુ પાણી પીતો.  મારો અનુભવ એવો રહ્યો છે કે પેટ સાફ રહેતું.  પાણી પીતા જ દસ્ત/સંડાસ જવાનું મન થતું અને ખુલાસાથી પેટ સાફ થતું – પરંતુ સમય જતાં એવી સ્થિતિ આવી ગઈ કે પાણી ન પીવાય તો પેટ સાફ થાય જ નહીં.  વધુમાં પેટ (ફાંદ)  વધવા લાગી, વજન વધવા લાગ્યું.  અશક્તિ, બેચેની, થાક, માથાનો દુઃખાવો વગેરે જણાવવા લાગ્યા.  અમારા ગ્રુપમાં મારા એક ડોક્ટર મિત્ર (એમ એસ –સર્જન)  પણ પાણી પ્રયોગ કરતા હતા.  તેમનો અભિપ્રાય મેં જાણ્યો તો તેમણે પણ મને જણાવ્યું કે મારૂં પેટ વધવા લાગ્યું (જાણે કે જળોદરનો રોગ લાગુ પડ્યો હોય)  આથી મેં પાણી પ્રયોગ બંધ કરી દીધેલ છે.

  

આના ઉપરથી અન્ય સંપર્કમાં આવતા અનેક લોકોની મેં પૂછપરછ કરવી ચાલુ રાખી જેઓ આવો પ્રયોગ કરતાં હતા અથવા તો એક યાં બીજા કારણોસર પ્રયત્નપૂર્વક વધુ પાણી પીતા હતા અને મેં જોયું કે તે તમામે તમામ એક યાં બીજા રોગોનો ભોગ બનેલ હતા.  કોઈ બ્લડ પ્રેશર તો કોઈ પથરી તો કોઈને ડાયાબીટીસ વગેરે …  વિવિધ રોગોના શિકાર હતા.  આમ છતાં તેઓ માણી રહ્યા હતા કે વધુ પાણી પીવાના કારણે જ તેઓના રોગ કાબુમાં છે.  અનેક રીતે સમજાવવા છતાંય તે સમજવા તૈયાર જ ન હતા.  કારણ કે ચિકિત્સકોએ એવો ડર પેસાડી દીધેલ કે પાણી બંધ કરવામાં તેઓ મોટું જોખમ સમજતા અને તેથી જોખમ લેવા હરગીજ તૈયાર ન હતા.

  

મેં પાણી –બિનજરૂરી, વધારાનું, તરસ લાગ્યા સિવાયનું પીવાનું બંધ કર્યું.  આજે અઢાર અઢાર વર્ષથી વધુ સમયનાં વહાણા વાઈ ગયા.  હંમેશનો હાલનો મારો સરેરાશ પાણીનો વપરાશ દૈનિક પા લીટરથી  (૨૫૦ એમ.એલ)  પણ ઓછો છે.  ભર ઉનાળામાં, મુસાફરી દરમ્યાન કે મહેનતનું કામ કર્યું  હોય તે વખતે પણ વધુ પાણીની જરૂર પડતી નથી.  ચાલુ ઉનાળામાં ત્રણ મહિનામાં ત્રણ લીટર પણ પાણી પીધું ન હતું.  જો કે તે માટે ખોરાક જવાબદાર હતો.  પૂરતા પ્રમાણમાં ટમેટા, પાલખ, ધરો, રજકો વગેરે ખવાતા જેથી પાણીની જરૂર રહેતી નહીં.  ચાર દિવસ સુધી હવા પર – નિર્જળા ઉપવાસનો પ્રયોગ કર્યો છતાં ઉપવાસ દરમ્યાન કે ઉપવાસ બાદ પણ પાણી પીવાની (કે ખાવાની)  પણ ઈચ્છા થતી ન હતી.  શક્તિ, સ્ફૂર્તિ, તાજગી વધેલ હતા.  ઊંઘ પણ સારી આવતી હતી.  હા, વજન રોજનું એક કિલો પ્રમાણે ઘાટું હતું.  આવું જ અન્ય સર્વેના કિસ્સામાં પણ જણાયું છે.

  

પાણીને લગતી આ જ વાત બીજી રીતે ચકાસીએ. (ખેડૂત સાથેનો મારા વાર્તાલાપ દ્વારા જાણીએ)

 

સવાલ : હું ખેડૂતોને પૂછતો હોઉં છું કે,

 

 • આ વખતે સક્કર ટેટ્ટીમાં મીઠાશ કેમ ઓછી છે ?
 • આ વખતે કેરીમાં કૂદરતી મીઠાશ કેમ જણાતી નથી ?
 • આ વખતે ઘઉં /બાજરી વગેરે કેમ નિસ્તેજ, ડાઘાવાળા, ચીમળાઇ ગયેલ – ટૂંકમાં બિન તંદુરસ્ત કેમ જણાય છે ?

 

જવાબ : કોઈપણ વિસ્તારનો ખેડૂત હોય કે ખેત મજૂર પણ હોય, તો એનો જવાબ એક જ હોય છે કે ‘તેને પાણી જરૂર કરતાં વધુ મળ્યું છે.’   માટે તે પાક બીન તંદુરસ્ત છે.

  

સવાલ : કોઈ કોઈને વળી હું બીજી રીતે પણ પૂછું છું કે, તમારી પાસે પુષ્કળ પાણી છે, ચોવીસ કલાક વિજ પુરવઠો પણ મળે છે તો તમે તમારા ઘઉં / રજકો / શાકભાજી વગેરેને પાણી કેટલું આપશો ?

 જવાબ : તો સૌનો એક સરખો જવાબ હોય છે કે – ‘જેટલું જરૂર હોય તેટલું’

  

સવાલ :  વધારે પાણી આપીએ તો શું થાય ?

 જવાબ : તો તેઓ કહે કે છે કે છોડની વૃદ્ધિ બરોબર નહીં થાય, છોડ પીળા પડી જશે, કોહવાઇને નાશ પણ પામશે અને પાકનો ઉતારો વધુ નહીં આવે.  તેમજ પાક બિન તંદુરસ્ત થશે.

  

સવાલ : છોડ ને પાણી જરૂર છે કે નહીં તેની તમને કેમ ખબર પડે ?

 જવાબ :  છોડ લંઘાવા માંડે( થોડો નિસ્તેજ જણાય/ મુરઝાઈ જાય)  તેમજ જમીન પણ સૂકાઈને તિરાડ થવા લાગે એટલે અમે સમજીએ કે હવે છોડ પાણી માગે છે /  જમીન પાણી માગે છે.

 

સવાલ : તમે જે પાણી આપો છો તે ઓછું કે વધુ આપો છો તેનો કોઈ માપદંડ ખરો ?

જવાબ :  ભારતમાં જે રીતે છોડને પાણી અપાય છે તે જ રીત વાજબી નથી તેવું ઇઝરાયલની ફુવારા પદ્ધતિ – ટપક પદ્ધતિથી મળતા તંદુરસ્ત મબલખ પાકથી સાબિત થયેલ છે.  આથી ભારતમાં પણ ફુવારા પદ્ધતિ નો અમલ થઇ રહ્યો છે જેથી ઓછામાં ઓછા પાણીથી સારી ગુણવત્તાનો (નિરોગી) મબલખ પાક મેળવી શકાય.

  

સવાલ :  પાણીને ખાતર સાથે કોઈ સંબંધ ખરો ?

 જવાબ :  એ તો ખરો જ ને !  વધુ ખાતર વધુ પાણી માગે.  વળી છાણીયા ખાતર કરતાં રાસાયણિક ખાતર પણ વધુ પાણી માગે.

 

સવાલ :  વધુ ખાતર આપો અને વધુ પાણી પણ આપો તો વધુ અને સારો પાક થાય ને ?

 જવાબ :  ના રે !  એમ તે હોતા હશે !  એ તો જેટલો થાતો હોય એટલો જ થાય, ઉલટાનું વધુ ખાતર અને વધુ પાણીથી તો પાકને નુકસાન જ થાય.  ફુવારા પદ્ધતિથી ઓછા ખાતર-પાણીથી પણ સારો પાક થાય.

 

અંતમાં એક સવાલ : ફુવારા પદ્ધતિને તમોએ સારી ગણીને અપનાવી અને તેના ફાયદાઓ પણ મેળવ્યા.  એ જ પદ્ધતિ તમો તમારા દેહરૂપી ખેતર માટે ન અપનાવી શકો ?  કે તે માટે પ્રયોગ ન કરી શકો ?

જવાબ :  હેં .. હેં … હેં … કરતાં ખંધુ હાસ્ય બાદ, જણાવે છે કે મને તો ડોકટરે ખૂબ જ પાણી પીવાની સલાહ આપી છે.  ઓછા પાણીથી તે કેમ ચાલે ?  બસ !  આજ હાલત આપણા સૌની છે.

  

આ લખાણ ચાલુ હતું ત્યારે જ સિંચાઈ ખાતાના એક નિવૃત કર્મચારી મને મળ્યા હતા.  તેમણે બનેલી એક સત્ય ઘટના કહી સંભળાવી.

  

૧૯૬૩ નાં અરસામાં ધારી (જી.અમરેલી)  નાં ખોડિયાર ડેમમાંથી પહેલી વખત જ્હેદૂતોને પાણી આપવાનું હતું જેથી ‘મફત’ અપાયું.  ખેડૂતોને ગામોગામ જઈને સમજણ આપવામાં આવી કે પાણી મફતમાં જ મળશે પરંતુ તેનો જોઈતા પ્રમાણમાં જ ઉપયોગ કરજો.  પરંતુ ખેડૂતોએ એટલું પાણી પાયું કે વધુ પડતા પાણીને કારણે ઘઉંનો પાક જ નિષ્ફળ ગયો.  ત્યાર પછીના વર્ષોમાં પણ વધુ પડતા પાણીની અસર જમીન પર રહી અને પાકને માંથી અસર કરી ત્યારે ખેડૂતો કહેવા લાગ્યા કે વધુ પડતા પાણીનાં કારણે જમીન ઠંડી [પડી ગઈ છે.  જેથી પાક બરોબર આવતો નથી.

 

ઉપરોક્ત ખેતીના ઉદાહરણ અને સવાલ જવાબરૂપ વાર્તાલાપ  દ્વારા આટલી બાબત તો સપષ્ટ થાય છે કે –

 

 • વધુ પડતા પાણીથી પાક બિન તંદુરસ્ત અને ઓછો થાય છે.
 • છોડ મુર્ઝાઈ કે લંઘાઈ જાય છે તમે લાગે ત્યાર બાદ જ પાણી અપાય.
 • ફુવારા પદ્ધતિથી અપાતું ઓચ્ચામાં ઓછું  (એટલે કે ખરેખર જેટલી જરૂરીયાત છે તેટલું, નહીં ઓછું કે નહીં વધુ.)  પાણી જ શ્રેષ્ઠ પરિણામ દાયક છે.
 • પાણીને ખાતર સાથે સંબંધ છે.  ખાતરના પ્રકાર મુજબ પાણીની ઓછા-વત્તા પ્રમાણમાં જરૂર રહે.

 

 • બસ, આ તમામ બાબત આપણને પણ લાગુ પડે છે.  આપણા માટે –
 • વધુ પડતા પાણી પીવાથી રોગ થાય છે, તેમજ કાર્યક્ષમતા ઘટે છે.
 • તરસ લાગે પછી જ પાણી પીવાય.  (લંઘનમ્ પરમ ઔષધમ્)
 • પર્યાપ્ત માત્રામાં – નહીં વધુ તેમજ નહીં ઓછું લેવાતું પાણી જ શ્રેષ્ઠ પરિણામ દાયી છે.
 • પાણીને ખોરાક સાથે સંબંધ છે.  ખોરાકના પ્રકાર મુજબ પાણીની જરૂરીયાત ઓછે-વત્તી થઇ શકે છે.

 

અહીં આપણા કર્મની કઠણાઈ એ છે કે પોતાની જાતને બુદ્ધિશાળી સમજનાર મનુષ્ય – જીવ ખુદને ઓળખી શકતો નથી.  વધુને વધુ પાણી પી ને રોગોને નોતરે છે, દૂધ જે માનવજાતનો ખોરાક નથી તેને શક્તિદાયક સંપૂર્ણ આહાર, કેલ્શિયમ વર્ધક વગેરે માની માનીને ઢીંચયે રાખે છે અને વણજોઈતા રોગોને નોતરે છે.  ‘સમતોલ આહાર’ નાં નામે માંસાહાર બને છે અને અમૃતસમા આહારને રાંધીને મૃત બનાવી- બનાવીને ખાય છે.  સાત્વિક ભોજનને સત્વહિન બનાવીને ખાય છે અને રોગોને પોષે છે.  આવી ગંભીર ભૂલો પોતે કરે છે અને દોષારોપણ અન્ય કિટક જીવો જેવા કે મચ્છર – માખી, બેક્ટેરિયા, આબોહવા વગેરે પર કરીને તે જીવોનો નાશ કરવા તત્પર રહે છે.  પોતાના જીવન માટે અન્ય જીવોનો ખાત્મો બોલાવી દેતા માણસ સહેજ પણ ખચકાતો નથી.

 

ટૂંકામ બીજા બદલે કે ન બદલે, પરંતુ જે રોગોના ભોગ બનેલા છે કે બની રહ્યા છે તે વ્યક્તિઓ એ સભાનતા કેળવી જાતે જ પોતાની રહેણી કરણી – ખોરાકમાં બદલાવ લાહવો જ રહ્યો, નહિંતર ???? 

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ ના સ્વમુખે ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૨)  માં … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને સમજીએ ..

 

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી અમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તેમના આભારી રહીશું.

 

 

‘નવી ભોજન પ્રથા’  માટે આપના નજીકનાં માર્ગદર્શક / સૂત્રો  નો સંપર્ક કરવા નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો.  : 

 

 

અહીં ક્લિક કરશો :  testimonies of centre incharge

 

 

(‘નવી ભોજન પ્રથા’ અપનાવ્યા બાદ સાધકે પોતાની સાધના દરમ્યાન મેળવેલ પરિણામ ની વિગત અહીં જે તે સંપર્ક સૂત્રો સાથે અલગથી આપ સર્વેની જાણકારી માટે દર્શાવેલ છે.  આપ આપની નજીકના સંપર્ક સૂત્રોનો  રૂબરૂ /ફોન દ્વારા સંપર્ક કરી વધુ વિગત મેળવી શકો છો.)