મુખડા ક્યા દેખો, દરપન મેં … (કબીર વાણી) …

મુખડા ક્યા દેખો, દરપન મેં … (કબીર વાણી) …

રાગ: તોડી
સ્વર : નારાયણ સ્વામી …

 

 

KABIR

 

‘કબીર’ શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ થાય છે ‘મહાન’. હિંદુ-મુસ્લિમ ઐકયના પુરસ્કર્તા કબીરે તેમના નામને સાર્થક કર્યું છે. ૧૬ મે ૧૫૧૮માં ગોરખપુરથી થોડે દૂર મગહર નામના નાનકડા ગામમાં કબીરે દેહ છોડયો હતો. એ સમયે લોકો કહેતા કે કાશીમાં મરણ પામે તે સ્વર્ગમાં જાય અને મગહરમાં મરે તે બીજા જન્મે ગધેડો થાય. કાશીમાં જીવનપર્યંત રહેનાર કબીર છેક છેલ્લી અવસ્થામાં લોકોની માન્યતાને તોડવા મગહર ગયા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. આ હતી કબીરક્રાંતિ.

કબીરનું જીવન સમન્વયના સ્તંભ પર ખડું છે. પ્રેમ, ભકિત અને જ્ઞાન ત્રણેને હિંદુ અને ઇસ્લામના પસંદીદા સિદ્ધાંતો પર અમલી કરી પરમાત્મા કે ખુદાના અહેસાસને તેમણે પામ્યો હતો. અને એટલે જ તેમની વાણીમાં કટુતા અને સત્યતાનો સુભગ સમન્વય જોવા મળે છે.

કબીર આઘ્યાત્મિક સમન્વયના સત્સંગની સર્વોત્તમ યુનિવર્સિટી હતા. શીખોના પાંચમા ધર્મગુરુ અર્જુનદેવે સંવત ૧૬૬૧માં તૈયાર કરેલ ‘ગુરુ ગ્રંથસાહેબ’ સંતસાહિત્યનો મોટો અને મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં કબીરનાં લગભગ સવા બસ્સો પદ અને અઢીસો શ્લોક કે સાખીઓનું સંકલન થયું છે.

ગુજરાતમાં સંવત ૧૫૬૪માં કબીર આવ્યાનું મનાય છે. ગુજરાતમાં સુરતનું કબીર મંદિર જૂનામાં જૂનું કબીર સંપ્રદાયનું સ્થાન છે. સુરતની સગરામપુરાની જૂની સાલના પંજાઓ ઉપરથી સંવત ૧૭૬૫ મળે છે. પરંતુ સંપ્રદાયની સ્થાપના સંવત ૧૫૭૫ અને સંવત ૧૬૮૦ વરચે થયેલી જણાય છે. તેથી અનુમાન બાંધી શકાય કે ગુજરાતમાં સુરતની કબીર સંપ્રદાયની ગાદી પ્રથમ છે. એ પછીથી ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, નડિયાદ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરેની જગ્યાઓ બંધાઈ હશે.

જો કે કબીર ખુદ સંપ્રદાયના વિરોધી હતા. કબીરના દેહવિલય પછી તેમના પુત્ર કમાલને કોઈકે કહ્યું, ‘તમે કબીર સંપ્રદાય શરૂ કરો.’

ત્યારે તેણે જવાબ આપ્યો હતો, ‘મારા પિતા જીવનની છેલ્લી પળ સુધી સંપ્રદાયની વિરુદ્ધ હતા.’

કબીર એ પુરાણ અને કુરાનનું અદ્ભુત સમન્વય હતા. જેમની રચનાઓ આજે પણ આપણને સમન્વયની પરંપરાનો રાજમાર્ગ ચીંધતી જીવંત છે અને રહેશે. … ચાલો તો માણીએ આજે  કબીરની એક સુંદર રચના …



મુખડા, ક્યા દેખો દરપન મેં .. (૨)
દયા ધરમ નહીં મન મેં
હે .. રે ..
દયા ધરમ નહી દિલ મેં

મુખડા, ક્યા દેખો દરપન મેં … (૨)

કાગજ કી તો, નાઁવ બનાઈ ..
તરતી છોડી જલ મેં
તરતી છોડી જલ મેં ..

કાગજ કી તો નાંવ બનાઈ
તીરતી છોડી જલ મેં .. (૨)

ધર્મી ધર્મી, પાર ઉતર ગયેં ..
ધર્મી, ધર્મી … ધર્મી .. રે ..ધર્મી,
પાર ઉતર ગયે ..
પાપી ડુબે પલ મેં ..

મુખડા, ક્યા દેખો દરપન મેં …

હાઁ ..ધર્મી .. ધર્મી, પાર ઉતર ગયે ..
હે ધર્મી ધર્મી પાર ઉતર ગયે ..
પાપી ડુબે પલ મેં ..
મુખડા, ક્યા દેખો દરપન મેં … (૨)

જબ લગ ફૂલ, રહે ડાલી મેં ..
વાસ રહે, એ ફૂલન મેં ..

વાસ રહેં ફૂલન મેં ..

જબ લગ ફૂલ, રહે ડાલી મેં ..
વાસ રહે, ફૂલન મેં .. (૨)

એક દિન ઐસી હો જાયેગી ..
હે ..એક દિન .. ઐસી ..
એક દિન … ઐસી હો જાયેગી … (૨)
ખાક ઉડેગી તન મેં ..

મુખડા, ક્યા દેખો દરપન મેં …

હે … એક દિન, ઐસી હો જાયેગી ..
ખાક ઉડેગી તન મેં ..

મુખડા, ક્યા દેખો દરપન મેં … (૨)

સુવા, ચંદન, અબીલ, અગર જા ..
શીભે ગૌરે તન મેં ..
શોભે ગૌરે …

સુવા, ચંદન, અબીલ, અગર જા ..
શોભે ગૌરે તન મેં .. (૨)

ધન, જોબન, ડુંગર કા પાની ..(૨)

ધન જોબન .. ધન જોબન ..
ડુંગર કા પાની ..
ઢલ જાયેગા, છીન મેં … (૨)

મુખડા, ક્યા દેખો દરપન મેં …

હે .. ધન, જોબન, ડુંગર કા પાની ..
ધન જોબન ..
ધન, જોબન, ડુંગર કા પાની ..
ઢલ જાયેગા છીન મેં …

મુખડા, ક્યા દેખો દરપન મને … (૨)

નદિયાઁ ગહેરી, નાઁવ પુરાની ..
ઉતર ચાલે સુગમ મેં .. (૨)

નદિયાઁ ગહેરી, નાઁવ પુરાની ..
ઉતર ચલે, સુગમ મેં .. (૨)

ગુરુ મુખ હોયે, સો પાર ઉતરેં ..
ગુરુ મુખ હોયે, હોયે .. હોયે સો .. પાર ઉતરે ..

નુગરા રોવે વન મેં ..
નુગરા રોવે ..
નુગરા રોવે, વન મેં ..

મુખડા, ક્યા દેખો દરપન મેં …

હે ..ગુરુ મુખ હોવે સો, પાર ઉતરે ..
પાર ઉતરે ..
અ રે .. નુગરા રોવે વન મેં ..

મુખડા, ક્યા દેખો દરપન મેં … (૨)

કોડી કોડી માયા જોડી ..
સુરત રહે નીજ ધન મેં ..
સુરત રહે નીજ ..

કોડી કોડી માયા જોડી ..
સુરત રહે નીજ ધન મેં ..

હે ..સુરત રહેં નીજ ધન મેં ..

દશ દરવાજે, ઘેર લીયે ..
દશ દરવાજે, ઘેર લીયે ..
રહે ગઈ મન કી મન મેં ..

રહે ગઈ … રહે ગઈ ..
રહે ગઈ, મન કી મન મેં ..

મુખડા, ક્યા દેખો દરપન મેં … (૨)

હે .. દશ દરવાજે, ઘેર લીયે હૈ ..
દશ દરવાજે … ઘેર લીયે હૈ ..
રહે ગઈ, મન કી મન મેં .. (૨)

મુખડા, ક્યા દેખો દરપન મેં … (૨)

પગીયાઁ માંડ સમારે, લેક જુલી જુલતન મેં ..

પગીયાઁ માંડ સમારે … લેક જુલી જુલતન મેં ..

કહત કબીર સુનો ભાઈ સાધુ ..
કહત કબીર ..

કબીર … સુનો ભાઈ સાધુ ..
લે ક્યા લડ રહેં હૈ, મન મેં .. (૨)

મુખડા, ક્યા દેખો દરપન મેં …

કહે કબીર …
કહેત કબીર, સુનો ભાઈ સાધુ .. (૨)
યે ક્યા લડ રહેં હૈ મન મેં …

મુખડા, ક્યા દેખો દરપન મેં …

કે રે દયા ધરમ નહીં દિલ મેં ..

કે .. રે ..
કે. રે.. દયા, ધરમ નહીં દિલ મેં …

મુખડા, ક્યા દેખો દરપન મેં … (૨)

મુખડા, ક્યા દેખો દરપન મેં …

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

(૧) દાનવીરતા … (ટૂંકીવાર્તા) … (પ્રેરકકથાઓ) …

(૧)  દાનવીરતા … (ટૂંકીવાર્તા) … (પ્રેરકકથાઓ) …

 

 

buddha.1

 

ધર્માંધ અને પિતૃદ્રોહી ઔરંગઝેબે જ્યારે તેના પિતા શાહજહાં ને જેલમાં નાખી રાજા બની ગયો ત્યારે પોતાના રસ્તામાં આવતા કાંટાઓ ને દૂર કરવા માટે તેણે તેના સગા ભાઈઓ … સુજામલ અને મુરાદ ને મોતને ઘાટ ઉતારી દીધાં.  ત્યારબાદ સલ્તનત નાં ઉત્તરાધિકારી મોટાં ભાઈ દારા ને તેણે ગિરફ્તાર કરી લઈ, એક ઘરડી હાથણી ની પીઠ ઉપર તેમને બેસાડી અને દિલ્હી ની મુખ્ય  મુખ્ય બઝારોમાં તેને ફેરવવામાં આવ્યો.  બપોરનો બળબળતો તાપ, હાથણી ની પીઠ પર કશું જ લૂગડું પણ મૂકવામાં / ઢાંકવામાં આવેલ નહિ અને કેદીનો વેશ ધારણ !   દારાને હજારો વીંછીઓ નાં જાણે કે ડંખ મારતા ન હોય તેથી પણ વિશેષ પીડા થતી હતી.   તેને જોવાને માટે ભારી જનસમૂહ બઝારમાં રોડ પર એકત્રિત થઇ ગયેલ હતો.  દારા નીચી નજર કરીને બેઠો હતો, એવામાં ભીડમાંથી એક અવાજ આવ્યો  “દારા, જ્યાર પણ તું નીકળ્યો છે ત્યારે દાન કરતો કરતો નીકળ્યો છે.  શું આજે હું તે દાન – સખાવતની આશા ન રાખું ?”

 

દારાએ આંખ ઊંચી કરીને જોયું.  લંગોટીભર (લંગોટી પહેરેલ)  એક ફકીર ત્યાં ઊભો હતો.  તેણે તૂરત (ઝટ કરીને) તેના ખભાં પર રહેલ ખેસ (દૂપટો) તેના તરફ ફેંકી અને માથું નીચે કરી લીધું.  ફકીર દ્વારા “ઝીન્દાબાદ” નાં નારા લાગવી નાચવા લાગ્યો અને પ્રજા દારા નાં સાધુવાદ પર આંખમાંથી આંસુ  પાડવા લાગી.

 

(પ્રે.પ્ર. ૨૩૨-(૧૨૧)

 

 

(૨)  સ્વામિભક્તિ …

 

અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે પાણીપત નાં મેદાનમાં ભયંકર યુદ્ધ થયું.  મરાઠાઓ ની તોપની ટુકડીનો પ્રમુખ સરદાર ઈબ્રાહીમ ગારદી હતો.  તેણે તેની હિમત અને યુદ્ધ કુશળતાથી સૈનિકોનાં ખાલી દાંત જ ખાટા કર્યા ન હતાં, પરંતુ સેંકડો – હજારો મુસલમાનને મોતને ઘાટ ઉતારી દીધાં હતા.  અબ્દાલીએ મનમાં જ નક્કી કરી લીધું કે ઈબ્રાહીમ ખાન લોખંડી દીવાલ છે.  અને તેણે નક્કી કરી લીધું કે કોઈપણ સંજોગમાં આ સાહસિક – બાહ્દૂર સૈનિકને પોતાના કાબુમાં લેવો પડશે.  આ વિચારથી, તેણે ઈબ્રાહીમ ખાન ને પર લખી અને મોકલ્યો, “મિત્ર, ખૂબજ નવાની વાત એ છે કે મુસલમાન હોવા છતાં તૂ એક કાફર – દુશ્મન ની સેવામાં છો.  મારી પાસે આવી જા, જેનાથી તારી તોપો અને મારા સૈનિક, આ મળીને પૂરા એશિયાભરમાં ચંગેજખાનની જેમ હાહાકાર મચાવી દઈએ.

 

પરંતુ ઇબ્રાહિમ સ્વામી ભક્ત સૈનિક હતો.  તે અબ્દાલીની વાતના પ્રભાવમાં ન આવ્યો, પરંતુ ઉલ્ટાનું તેણે અબ્દાલીને સાથે જણાવેલ જવાબ આપ્યો, “ મેં સોગંદ ખાધા છે કે ભાઉ સાહેબની (પેશવાની સેવામાં) સેવામાં મારું જીવનની બાજી લગાવી દઈશ.  આ સોગંદ / પ્રતિજ્ઞા ને તોડીને હું તેમની સાથે  ક્યારેય છળકપટ  ન કરી શકું.   મારી સમજમાં નથી આવતું કે તમે આ અમારો સબન્ધ  જાતિ – કોમ કે ધર્મ સાથે કઈ રીતે જોડી દીધો ?  ભાઉસાહેબ પોતાના ધર્મ – જાતિ કે કોમ માટે નથી લડતા, તો પછી તમે આ પ્રકારનો ખોટો ખ્યાલ કઈ રીતે બાંધ્યો / લગાવ્યો ?   મારી સમજમાં તો તેનું કારણ એ લાગે છે કે તારામાં જ આ પ્રકારની નબળાઈ – ખરાબી છે, માટે જ મને હિન્દુ ધર્મ પ્રત્યે નફરત ઊભી કરીને તમારી તરફ મને ખેંચવા માંગો છો.  પરંતુ હું જ્યાં છું ત્યાં ખુશ છું.  હું દગાબાજી ન કરી શકું.”

 

તે બાહ્દૂર સૈનિક તે પ્રવર્તા કાળમાં –(સમયમાં) મરાઠાઓ વતી લડી અને વીરગતિને પામ્યો હતો.

 

(પ્રે.પ્ર.૨૩૦-(૧૨૮)

 

(૩)  ભૂખ્યા ભજન ન થાય ગોપાલા …

 

 

ગૌતમ બુદ્ધ એક વખત અવ્વાલી ગામ ગયા.  ત્યાં તેનો ઉપદેશ સાંભળવા હજારો માણસો એકઠા થયા હતા.  ગામનો એક દરિદ્ર પરંતુ મહેનતુ ખેડૂત પણ તેની પાસે આવ્યો.  તેણે તેમને પ્રણામ કર્યા.  ભગવાન બુદ્ધ ના ઉપદેશનું અમૃતપાન કરવાની તેની બહુજ ઈચ્છા હતી, પરંતુ કમનશીબે તેનો બળદ  ખોવાઈ ગયો હતો.  તે તેની ચિંતામાં હતો.  તે ધર્મસંકટમાં પડી ગયો કે ભગવાન બુદ્ધનો  ઉપદેશ સાંભળે કે બળદ ને શોધે.  આખરે તેણે સૌ પહેલા બળદને શોધવાનું  નક્કી કર્યું અને ત્યાંથી ચાલ્યો ગયો.

 

સાંજના સમયે બળદ મળી જવાથી થાકેલો અને ભૂખ્યો – પ્યાસો તે ખેડૂત તે જ સ્થળેથી નીકળ્યો.  તેણે ફરી ભગવાન બુદ્ધ નાં ચરણનો સપર્શ કર્યો.   આ વખતે તેણે ભગવાન બુદ્ધનો  ઉપદેશ સાંભળવાનો નિશ્ચય કર્યો.  ભગવાન બુદ્ધે  થોડો સમય તેના થાકેલા – બિમાર લાગતા ચેહરા તરફ જોયું, અને ભિક્ષુકો ને કહ્યું, “ સૌ પહેલાં આને ભોજન કરાવો. ”

 

તેના પેટની ભૂખની જવાળા શાંત થઇ ગયા બાદ, ભગવાન બુદ્ધ એ ત્યાં ઉપસ્થિત જનસમૂદાયને ફરી ઉપદેશ આપવાનું શરૂ કર્યું.  ખેડૂતે એકાગ્ર ચિત્તે ઉપદેશ સાંભળ્યો અને તે તેના ઘરે ચાલ્યો ગયો.  તેના ચાલ્યા ગયા બાદ  ભગવાન બુદ્ધે તેના શિષ્યોને અંદરોઅંદર ગૂસપૂસ (વાતચીત) કરતા જોયા કે ખેડૂત માટે ભગવાન બુદ્ધે ઉપદેશ આપવામાં મોડું કર્યું.  ભગવાન બુદ્ધ ત્યારે શાંત સ્વરે બોલ્યા, “ભિક્ષુકગણ, તે ખેડૂતને મારો ઉપદેશ સાંભળવાની તીવ્ર ઈચ્છા હતી, પરંતુ તેનાથી તેના કાર્યમાં અડચણ – વિલંબ થાય તેમ હતો, માટે જ તે સવારે મજબૂરીથી ત્યાંથી ચાલ્યો ગયો હતો.  તે પોતાના લૌકિક કાર્યની ફરજ પૂરી  કરવા ને માટે પૂરો દિવસ આમતેમ ભટક્યો અને છેલ્લે ભૂખ્યો હોવા છતાં પણ મારો ઉપદેશ સાંભળવા પાછો આવ્યો.  હવે જો હું તે ભૂખ્યાને ઉપદેશ આપવા લાગુ, તો તેને ગ્રહણ ન કરી શકત.  યાદ રાખજો કે ભૂખ જેવી કોઈજ સંસારિક વ્યાધી – ઉપાધિ નથી.  અન્ય રોગ તો એક વખત સારવાર કરવાથી શાંત પડી જશે, પરંતુ ભૂખ એ એવો રોગ છે કે તેની સારવાર માણસોએ પ્રતિદિન (દરરોજ) કરવી પડે છે.”

 

(પ્રે.પ્ર.૧૦૨-(૫૬)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email  : [email protected]

 

  

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.