(૧) અત્યાધિક પ્રેમનું પરિણામ … (પ્રેરકકથાઓ) …

(૧) અત્યાધિક પ્રેમનું પરિણામ … (પ્રેરકકથાઓ) …

 

 

 dipak

 

 

આંધ્રપ્રદેશ માં બમ્મેર પોતન્ના, નામે એક સંત થઇ ગયા છે, જેમણે ‘શ્રીમદભાગવત’ નું તેલુગુમાં ભાષાન્તર કરેલ.  એક દિવસ તે આઠમાં સ્કંધ નો ગજેન્દ્ર મોક્ષનો પ્રસંગ લખી રહ્યા હતા, કે પાછળથી  તેમનો સાળો શ્રીનાથ આવ્યો અને તે વાંચવા લાગ્યો, “મગરે ગજેન્દ્ર (હાથી) નો પગ પકડ્યો અને તે ધીરે ધીરે તેને ગળવા લાગ્યો.  ત્યારે ગજેન્દ્ર નાં પ્રાણ /જીવ સંકટમાં પડી ગયો અને તેણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી.  આર્તનાદ સાંભળી ભગવાન તરત ત્યાં પહોંચી ગયા.  તેમને (ભગવાનને) ઉતાવળમાં સુદર્શન ચક્ર પણ સાથે લઇ જવાનું ધ્યાનમાં ન રહ્યું …..!”

 

 

તેનો સાળો આટલું વાંચી અને અટકી (ઊભો રહી ગયો ) ગયો અને તેના બનેવીની મજાક કરવાના આશયથી તે બોલ્યો, “તમે આ શું લખ્યું કે ભગવાનને સુદર્શન ચક્ર લેવાનું યાદ જ ન રહ્યું.  શું તે લડાઈને જોવા જઈ રહ્યા હતા ?  જો  તે સુદર્શન ચક્ર સાથે ન લઇ જાય, તો ભલા માણસ ગજેન્દ્રની મુક્તિ કઈ રીતે કઈ રીતે થાત ?  કોઇપણ કાવ્ય લખતા પહેલા તેંને અનુભવ ના આધારે કસોટી કરી પારખી / ચકાસી લેવું જરૂરી હોય છે.”

 

 

પોતન્ના તે વખતે તો ચૂપ રહ્યા, પરંતુ બીજે દિવસે તેમણે સાળાનાં છોકરાને દૂર રમવા માટે મોકલી આપ્યો અને નજીકના એક કુવામાં એક મોટો પથ્થર નાખ્યો.  જોરદાર અવાજ થયો અને પોતન્નાએ જોરથી બૂમ પાડવા લાગ્યા, “શ્રીનાથ !  દોડો, દોડો, તમારો બાળક કુવામાં પડી ગયો.”

 

 

શ્રીનાથે જેવું આ સાંભળ્યું, તે દોડતો આવ્યો અને કોઇ પણ જાતનો અન્ય વિચાર કર્યા વિના કે કોઈને પૂછ્યા કાછ્યા વિના તે કૂવામાં પાડવા લાગ્યો.  આ જોઈ પોતન્નાએ તેને પકડી લીધો અને બોલ્યા, “મૂરખ છો તું, કે કોઈપણ જાતના વિચાર કર્યા વિના કૂવામાં કૂદવા લાગ્યો ?  તે એ પણ ન વિચાર્યું કે તને તરતા આવડે છે કે નહિ.   એટલું જ નહિ, અને છોકરાને કૂવામાંથી કાઢીશ પણ કઈ રીતે ?  દોરી – બાલ્ટી કશું જ સાથે તો લાવ્યો નથી.”

 

શ્રીનાથ જ્યારે વિચારવા લાગ્યો, તો પોતન્ના બોલ્યા, “ગભારામાં, તારો દીકરો કૂવામાં પડ્યો નથી.  આ જો, સામેથી દોડ્યો આવે છે.  હું તો તને એ દેખાડવા માંગતો હતો કે જેના પર પ્રેમ અત્યંત અધિક/વધુ હોય, અને  તેના પર કોઈ પણ સંકટ આવે ત્યારે માણસની શું હાલત થાય છે.  જે રીતે પુત્ર પ્રેમને કારણે, તને દોરી કે બાલ્ટી લેવાનું યાદ ન રહ્યું, તે જ રીતે ભગવાન કૃષ્ણ ને પણ સુદર્શન ચક્ર લેવાનું યાદ ન રહ્યું.”

 

 

અને ત્યારે શ્રીનાથ ને સમજણ આવી કે પ્રિયજન નાં રડવાથી કે દુઃખમાં તેની પીડાની વાત સાંભળી માણસ પોતાની સુધ-બુધ ગુમાવી બેસે છે.

 

 

 

(૨)  ઉતાવળ નું ફળ ખરાબ જ …

 

 

સંસ્કૃત કવિ ભારવિ શરૂઆતમાં એકદમ નિર્ધન / ગરીબ હતા.  તે બિચારા ગાયોને ચરાવી જેમ –તેમ કરીને પોતાનું ગુજરાન (જીવન નિર્વાહ) ચલાવતા.  એક દિવસ તેમણે એક નીચે દર્શાવેલ શ્લોક તૈયાર કર્યો અને તે શ્લોકને એક ભોજપત્ર પર લખ્યો …

 

 

સહસા વિદધીત ન ક્રિયામ્ અવિવેક: પારમાપદાં પદમ્ !
વૃણતે હિ વિમૃશ્યકારિણં ગુણલબ્ધા સ્વયમેવ સમ્પદ: ||

 

 

કોઈ પણ કાર્ય જલ્દબાજી માં ન કરવું જોઈએ, કારણ કે અવિચાર્યું પગલું ભરવાથી જીવનમાં આપતિ/ મુશ્કેલીને  આપો આપ આમંત્રણ આપીએ છીએ. વિચારપૂર્વક કરેલ કાર્ય/કામ કરનાર પર ગુણસભર   લક્ષ્મી સ્વયમ પ્રસન્ન થતી હોય છે.

 

 

ઉપરનો શ્લોક ભારવિની પત્નીને ખૂબજ પસંદ આવ્યો, તેથી તે તેને લઇ અને રાજા ની પાસે ગઈ.  રાજાએ તે વાંચી તેને (૧૦૦) એકસો સોનામહોર  (સુવર્ણમૃદ્રા) આપી અને તે ભોજપત્ર ને તેના શયનકક્ષ માં રાખી દીધું.

 

 

થોડા દિવસ બાદ, રાજા એક સાંજે શિકાર કરવા માટે નીકળ્યા, પરંતુ શારીરિક  અસ્વસ્થતા અનુભવવા ને કારણે, અડધી રાત્રીએ તેઓ મહેલ પાછા ફર્યા.   તેઓએ જેવો પોતાના શયનકક્ષમાં પગ રાખ્યો, કે તે સ્તબ્ધ થઇ ગયા. વાત એમ બની હતી કે રાણી તેના પલંગ પર સૂતા હતા, અને તેની નજીક અન્ય પલંગ પર કોઈ અજાણી વ્યક્તિ સુતી હતી.   રાજા ને અત્યંત ક્રોધ આવ્યો અને  ધૂઆંફૂંઆં થઇ ગયા.  તેણે તો મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને રાણી તેમજ પેલા અજાણ્યા વ્યક્તિ પર તલવારનો વાર /ઘા કરવા માટે હાથ ઉગામ્યો ત્યાં તેમની નજર પેલા ભોજપત્ર પર ગઈ.  તેમણે શ્લોક વાંચ્યો અને તલવાર પૂર્વવત તેની જગ્યાએ (મ્યાનમા) મૂકી તેની પત્નીને જગાડી અને પેલી અજાણી વ્યક્તિ બાબત પૂછપરછ કરી.  રાણીએ તેને બતાવ્યું કે તે તેનો ખોવાઈ ગયેલ નાનો ભાઈ છે, તે સાંભળી રાજા ખૂબજ  ક્ષોભજનક થઈ વિચાર્યું કે તેના હાથે કારણ વગર બે જીવોની હત્યા થઇ જાત.  રાજાએ બીજા દિવસે ભારવિ ને બોલાવી તેને ‘છત્રભારવિ’ ની ઉપાધિ / ખિતાબ -પુરસ્કાર આપ્યો અને સાથે સાથે ખૂબજ ધન ઇનામમાં આપ્યું.

 

 

 

(૩)  જ્ઞાન યોગ નું રહસ્ય …

 

 

બ્રહ્મદેશ નાં રાજા થીબા મહાન જ્ઞાન યોગી હતા.  એક વખત એક અહંકારી ભિક્ષુક તેની પાસે ગયો અને બોલ્યો, “મહારાજ, હું અનેક વર્ષોથી જપ-ધ્યાન કરતો રહ્યો છું, પરંતુ આજ સુધીમાં મને જ્ઞાન ની પ્રાપ્તિ/ ઉપલબ્ધિ થઇ નથી; જો કે તમે રાજવૈભવમાં સંકળાયેલા હોવા છતાં, મેં સાંભળ્યું છે, જ્ઞાન યોગની ઉપલબ્ધિ / પ્રાપ્તિ તમને થઇ છે.   તેં શું કારણ છે ?

 

 

થીબા એ કહ્યું, “ ભિક્ષુક, તારા પ્રશ્નનો જવાબ હું યોગ્ય સમય આવ્યે આપીશ.  હું તારા પ્રશ્નથી પ્રસન્ન છું.  આ દીવો લઇ તું મારા રાજમહેલમાં વિના સંકોચ પ્રવેશ કર અને  ત્યાં તને જે પસંદ હોઈ તે વસ્તુ તું લઇ શકે છે  માણી શકે છે.  તારા માટે કોઈ જ બંધન નથી અને તને કોઈ રોક ટોક નહીં કરે.  પરંતુ ધ્યાનમાં રહે, કે આ દીવો બુઝાઈ ન જવો જોઈએ, નહિ તો તારે પાપનું ફળ ભોગવવું પડશે.

 

 

આ ભિક્ષુક તો રાજાના મહેલમાં તેની નજીક રાખેલ દીવો લઇને ચાલ્યો અને થોડીજ વારમાં તે રાજા પાસે પરત આવ્યો.  થીબાએ તેને પૂછ્યું, “ કહે મિત્ર, તને મારા રાજમહેલમાં આનંદ આવ્યો?  ખાધ ખોરાક – પકવાન, શૂરા – મદિરા (દારૂ), સુંદરીઓ – આ બધી વસ્તુઓ તને આસાનીથી / સરળતાથી પ્રાપ્ત થઇ / મળી હશે ?  વગેરે …

 

મહારાજ, મારા અહોભાગ્ય કે તમે રાજમહેલ નાં બધા જ દ્વાર મારા માટે ખોલી આપ્યા હતા, પરંતુ ભોજન – પકવાન, સંગીત, નૃત્ય, મદિરાપાન આ બધી વસ્તુઓ માણવા છતાં મારા મનની તૃપ્તિ થઇ નથી., કારણ કે મારું પૂરું  ધ્યાન તમારા દ્વારા આપવામાં આવલે દીપક / દીવો બુજાઈ જ જાય તે પર જ હતું. “ – તેમ તે ભિક્ષુક બોલ્યો.

 

 

“ બસ આ જ કારણે, હે ભાઈ, કે દરેક ને જ્ઞાનની પ્રાપ્તિ ઉપલબ્ધ થતી નથી.  સુખભોગ ની સાથે સાથે જો આત્માની ઉન્નતિ/ઉધાર પર જો આપણે ધ્યાન આપતા રહીએ, તો કોઇપણ શંકા વિના  જ્ઞાન ની ઉપલબ્ધી /પ્રાપ્તિ થાય છે.  મારા જ્ઞાનયોગ નું આ જ રહસ્ય છે.”  થીબાએ સ્પષ્ટીકરણ કર્યું.

 

 

 

(પ્રે.પ્ર.૩૦(૪૬)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.