નારાયણનું નામ જ લેતા …

નારાયણનું નામ જ લેતા …

 

 

.

સ્વર: શ્રી નારાયણ સ્વામી…

 

 

 

નારાયણનું નામ જ લેતાં
વારે તેને તજીએ રે
નારાયણનું નામ જ લેતા …

 

મનસા વાચા કર્મણા કરીને
લક્ષ્મીવરને ભજીએ રે
નારાયણનું નામ જ લેતા …

 

કુળને તજીએ, કુટુંબને તજીએ ..
તજીએ માને બાપ રે..
ભગીની સુખ ધારાને તજીએ
જેમ તજે તસુકી છાપ રે..

આ નારાયણનું નામ જ લેતા …

 

નારાયણનું નામ જ લેતાં
વારે તેને તજીએ રે..
નારાયણનું નામ જ લેતા …

 

પ્રથમ પિતા પ્રહલાદે તજીઓ ..
નવ તજિયું હરિ નું નામ રે

ભરત, શત્રુઘ્ને તજી જનેતા
નવ તજિયા શ્રી રામ રે …

નારાયણનું, નારાયણનું, નારાયણનું ..
નારાયણનું નામ જ લેતા …
વારે તેને તજીએ રે…

નારાયણનું નામ જ લેતા …

 

ઋષી પત્ની શ્રી હરિને કાજે
તજિયા નિજ ભરથાર રે
તેમાં તેનું કાંઈએ ન ગયું રે..

 

તેમાં તેનું કાંઈએ ન ગયું
પામી પદારથ ચાર રે …

નારાયણનું નામ જ લેતા …
વારે તેને તજીએ રે ..

નારાયણનું નામ જ લેતા …

 

 

વ્રજ વનીતા વિઠ્ઠલ ને કાજે
સર્વ તજી વન શાલી રે
ભણે નરસૈંયો, વૃંદાવનમાં રે…

ભણે નરસૈંયો, વૃંદાવનમાં
મોહન વરસુ મારી રે…

નારાયણનું નામ જ લેતા …

આ નારાયણનું નામ જ લેતાં ..
નારાયણનું, નારાયણનું, ..

નારાયણનું નામ જ લેતાં ..
વારે તેને તજીએ રે ..
મનસા વાચા કર્મણા કરીને
લક્ષ્મીવરને ભજીએ રે ..

નારાયણનું નામ જ લેતા …

 

નારાયણનું નામ જ લેતાં
વારે તેને તજીએ રે

નારાયણનું નામ જ લેતા …

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

નોંધ :  ‘દાદીમા ની પોટલી’ પર સમયાંતરે-  નિયમિત રીતે  ભજન – કીર્તન – પદ – લોક સાહિત્ય તેમજ પ્રેરકકથાઓ  (વાર્તા) માણવા,   બ્લોગ પોસ્ટ ની  મુલાકાત લેતા રહેશો.