ધૈર્યની પણ એક સીમા હોવી જોઈએ …

ધૈર્યની પણ એક સીમા હોવી જોઈએ …  (ચિંતા મુક્ત બનો) …

 

 

 

PRAYER 

 

 

‘ધૈર્યની પણ એક સીમા હોવી જોઈએ.  અન્યથા એ પોતે પણ એક દુર્બળતા બનીને નવી સમસ્યાઓ ઊભી કરશે.  ધૈર્ય એવી વ્યક્તિની અસહાયતા રૂપે વ્યક્ત ન થવી જોઈએ, જે ગમે તેટલા ઉશ્કેરનારા પ્રત્યુત્તરમાં મૌન રહે છે.  ધૈર્યને અનુચિત મૌન નિષ્ક્રિયતામાં પરણિત થવામાંથી બચવા માટે વ્યક્તિએ જાણી -સમજીને કરેલ ખરાબ વ્યવહાર, આદત અને મિથ્યા દોષારોપણનો વિરોધ કરવો જોઈએ.  જો કોઈ કર્મચારી જાણી-સમજીને બેદરકારીથી ગેરશિસ્ત દાખવે તો તેને ચેતવણી તો આપવી જ જોઈએ.  જ્યાં સુધી કોઈ વ્યક્તિ પરિસ્થિતિની આવશ્યકતા પ્રમાણે કઠોર કાર્યવાહી કરવાની તાકાત દાખવે છે ત્યાં ધૈર્ય સાર્થક થાય છે.  સકારાત્મક ગુણ બનવા ધૈર્ય બળનું દ્યોતક બનવું જોઈએ.  ત્યારે જ તે પ્રભાવશાળી બની શકે.  પરંતુ આવા કઠોર ઉપાયનો અંતિમ વિકલ્પ રૂપે પ્રયોગ કરવો જોઈએ.

 

ધૈર્યનું જેમ પ્રમાણિકતા પણ એક આવશ્યક ગુણ છે.  ઈમાનદારી એક મહાન શક્તિ છે.  પ્રમાણિકતા એટલે મન-વાણી-કર્મ, વ્યક્તિત્વના આ ત્રણેય પાસાંનું સમાયોજન.  દા.ત.  તમે કર્મચારીઓને કોઈ વચન આપો તો તમે તદનુસાર કાર્ય કરો કે ઓછામાં ઓછું આપેલ વાયદા પ્રમાણે કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો, આ વસ્તુ પ્રમાણિકતા તમારી પાસે માગી લે છે.  જો એમ ન કરો તો તે દગાબાજી કે અપ્રમાણિકતા છે.  આવી ઘટનાનો ભોગ બનનાર વ્યક્તિ પોતાનાં અપમાન અને આઘાતને સરળતાથી ભૂલી જતો નથી.  કોઈને કોઈ રૂપે એક દિવસ તો એનો ભડકો થવાનો જ.  આવો વિસ્ફોટ ન થાય તો અંદર ને અંદર ઉકાળ્યા કરે.  પ્રામાણિકતાથી લોકોનાં મન જીતી શકાય છે.  જો કોઈ માણસ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં, વચન પાલનમાં સમર્થ ન બની શકે, તો પણ પોતાના પ્રયત્નમાં પ્રામાણિક બની રહે એનું મહત્વ છે.  એનાથી એને આદાર મળે છે અને બીજા પર એનો સારો પ્રભાવ પડે છે.

 

સફળતા પ્રાપ્ત કરવા હાથમાં લીધેલા કાર્યનું પૂરું જ્ઞાન આપણને હોવું જોઈએ.  ‘જ્ઞાન જ શક્તિ છે’  આ કથન પૂર્ણ અને અધિકૃત જ્ઞાનની આવશ્યકતા પર ભાર મૂકે છે.  તદુપરાંત આપણામાં સામાન્ય જ્ઞાન અથવા અન્ય ક્ષેત્રો જેવાં કે કલા, સાહિત્ય, રાજનીતિ, દર્શનશાસ્ત્ર તેમજ ભષા વગેરેનું જ્ઞાન આવશ્યક છે.  જે વ્યક્તિ જેટલી વધારે ભાષાઓ જાણે તે વધારે વિષયોમાં પ્રવીણ બની જાય છે; પછી તે એટલી જ વધારે દક્ષતા કે સામર્થ્યથી પોતાનાં કાર્યો સંપન્ન કરી શકે છે અને પોતાના સહકર્મીઓ પર એટલો જ વધારે પ્રભાવ વિસ્તારી શકે છે.  જો પોતાના કાર્ય વિષયમાં આપણું જ્ઞાન અપૂરતું હોય તો આપણે બીજાને પ્રભાવિત કરી શકતા નથી.  કાર્યવિષયક જ્ઞાનનો અભાવ આપણને અપમાનજનક પરિસ્થિતમાં  મૂકી દે છે.  જ્ઞાન ખરેખર  એક મહાન શક્તિ છે.  જ્ઞાનજ્યોતિને સદૈવ જલતી રાખવી જોઈએ.  કાર્યની ઉત્કૃષ્ટતા કે કાર્યદક્ષતા મેળવવી નિતાંત આવશ્યક છે.

 

કાર્યાલય-પ્રબંધનના ક્ષેત્રમાં આવનારી સમસ્યાઓના ઉકેલમાં વિનોદ અને હાસ-પરિહાસની ક્ષમતા ઘણી ઉપયોગી છે.  એક પ્રસન્ન મન ગંભીરથી ગંભીર સમસ્યાનું સમાધાન શોધવામાં સક્ષમ બની શકે છે.  એક નિરાશ મન અતિ તુચ્છ સમસ્યાને પણ ગંભીર ગણે છે.  એનાથી કાર્યલયમાં સૌહાર્દનો ભાવ ખળભળી ઊઠે છે.  કર્મચારી જો પ્રસન્ન રહે તો એની પ્રસન્નતાનો ભાવ ઘણો મહત્વનો છે.  પરંતુ વ્યંગવિનોદ નિરર્થક પ્રલાપન ન બની જાય, એનું ધ્યાન રાખવું જોઈએ.  એક સારી રમૂજી વાત મોટી વિસ્ફોટક પરિસ્થિતિને પ્રભાવહીન કરી શકે છે.  પરંતુ એમાંય મર્યાદાનું ઉલ્લંઘન થતાં હસવામાંથી ખસવાની જડ બની શકે છે.  એનો સમુચિત પ્રયોગ જીવનને સફળ બનાવવામાં એક મોટું પ્રદાન પણ કરે છે.

 

પરસ્પરના સંબંધને જોડો

 

અનેકતામાં એકતા, પ્રકૃતિની એક ખાસ વિશેષતા છે.  આંબાનાં બધાં પાંદડાં જ કહેવાય છે.  આમ છતાં પણ લાખો પાંદડાંમાંથી બે પાંદડાં એક બીજા સાથે સમાન નથી હોતા.  એક જ પ્રજાતિનાં પક્ષીઓમાંથી કોઈ એક બીજાને સમરૂપ નથી હોતાં.

 

માનવજાતિ પણ એક જ છે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિનું અંતર સુસ્પષ્ટ હોય છે.  ટાંચણી ભોંકવાથી બધા લોકોના શરીરમાંથી લોહી નીકળે છે, પણ લોહીના પણ વર્ગ અને ઉપવર્ગ હોય છે.  કોઈ પણ બે વ્યક્તિનું લોહી પોતાની રાસાયણિક સંરચનાની દ્રષ્ટિએ એક સરખું નથી હોતું.  રોગને લીધે માણસ માંદા પડે છે.  વળી આ રોગ પણ હજારો પ્રકારના હોય છે.  બધા ખાદ્ય-પદાર્થો ખાવા માટે છે પણ પ્રત્યેકનો સ્વાદ અલગ અલગ હોય છે.

 

ગૌતમ બુદ્ધે લોકોના રૂચી, પ્રવુત્તિ અને પરિવેશના આધારે એમને ચાર વર્ગમાં વહેંચ્યા છે :

 

    • અંધારામાંથી અંધારા તરફ જનારા લોકો

 

    • પ્રકાશમાંથી અંધારા તરફ જનારા લોકો

 

    • અંધકારમાંથી પ્રકાશ તરફ જનારા લોકો

 

    • પ્રકાશમાંથી પ્રકાશ તરફ ગતિ કરનારા લોકો

 

ઝૂંપડીમાં જન્મેલા એક શિશુની કલ્પના કરો.  તે બાળક કોઈ સુવિધા વિના, સુપોષણ કે સ્વાસ્થ્યની સાવધાની વગર, શિક્ષણ વિના અને ચારિત્ર્ય વિકાસ પ્રત્યે સુયોગ્ય ધ્યાન રાખ્યા વિના જ મોટું થાય છે.  તે ઉચિત માર્ગદર્શન કે કોઈ સભ્ય બનાવનાર પ્રભાવના અભાવમાં જ ઉછેર છે.  તે કુસંગતિમાં પડી જાય એવી શક્યતા પણ ખરી.  અંતે તે કોઈ પણ પ્રકારના સંસ્કાર મેળવ્યા વિના જ સંસારમાં રહે છે, જીવે છે, હરે ફરે છે.  એટલે આવું બાળક અંધકારમાંથી અંધકાર તરફ જાય છે, એમ કહી શકાય.

 

ધારો કે આવી ઝૂંપડીમાં જન્મેલ બાળક મોટા શહેરમાં ચાલ્યું જાય.  અહીં એક વ્યવસાયી સદગૃહસ્થ એ તેજસ્વી અને કર્મઠ બાળકથી ખુશ થઈને તેને સારું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરે છે.  એ બાળક પોતાનાં નિયત કર્તવ્યને નિષ્ઠા અને પ્રમાણિકતાથી પૂરાં કરીને પોતાના પર ઉપકાર કરનારની સદ્દભાવના પ્રાપ્ત કરી લે છે.  આગળ જતાં તે એક મોટો ધંધાદારી બની જાય છે.  તે વિનમ્રતા અને ઉદારતાના સદ્દગુણો કેળવે છે.  શું આ અંધારામાંથી પ્રકાશ તરફની ગતિ નથી ?

 

વળી જગતમાં કેટલાક લોકો સારા-સંસ્કારી વાતાવરણ-કુટુંબમાં જન્મે છે.  કોઈ પણ જાતના અભાવ વિના તેઓ મોટા થાય છે.  જ્ઞાની અને ગુણવાન લોકોની વચ્ચે રહે છે.  સ્વભાવનાંય સારા છે.  પણ કમનસીબે ખરાબીને લત ચડી જાય છે.  અનેક રોગોના ભોગ પણ બને છે.  દુર્બળ –દીન બનીને આ સંસાર છોડીને ચાલતા થાય છે.  એવા લોકો પ્રકાશમાંથી અંધકાર તરફ જનારા છે.

 

કેટલાક લોકો સારા પરિવારમાં જન્મ લે છે.  બાળપણથી જ એક સુસંસ્કૃત પરિવેશમાં ઊછરે છે.  એમનાં માતાપિતા પણ સંસ્કારી અને ધર્મનિષ્ઠ હોય છે.  તેઓ મહાપુરુષોનો સંગ કરે છે અને જ્ઞાની-વિવેકી લોકોનું માર્ગદર્શન પણ મેળવે છે.  તેઓ આત્મ સાક્ષાત્કારના પથે ચાલતાં ચાલતાં પરમાનંદની પ્રાપ્તિ કરે છે.  આવા લોકો પ્રકાશમાંથી પ્રકાશ તરફ આગળ વધનારા કહેવાય છે.

 

મહાન દાર્શનિક કવિ ભર્તૃહરિની એક ઉક્તિ આપણી સામાજિક સંરચનાને સમજવાની ગુરુ ચાવી છે.  સમાજના ભિન્ન ભિન્ન પ્રકારના લોકોના સ્વભાવ તેમજ આચરણનું વર્ણન તેઓ પોતાના ‘નીતિશતક્મ્’ ના ૬૪માં શ્લોકમાં કહે છે :

 

‘એતે સત્પુરૂષા: પરાર્થઘટકા: સ્વાર્થાંન્પરિત્યજ્ય યે |
સામાન્યાસ્તુ પરાર્થમુદ્યમભૃત: સ્વાર્થાંવિરોધેન ||

 

તેડમી માનુષરાક્ષસા: પરહિતં સ્વાર્થાય નિઘ્નન્તિ યે |
યે તુ ધ્નન્તિ નિરર્થકં પરહિતં તે કે ન જાનીમહે ||’

 

‘કેટલાક લોકો કોઈ બદલાની અપેક્ષા રાખ્યા વિના તથા પોતાના વ્યક્તિગત સુખ –સુવિધાઓની ચિંતા કર્યા વિના સરવાળા બીજાના કલ્યાણનાં કાર્યોમાં જ મંડ્યા રહે છે.  એવા લોકોને સત્પુરુષ કહેવાય છે.  આવા લોકો પોતાનાં અગવડતા કે કષ્ટને અવગણીને બીજાની સહાયતા કરવામાં રત રહે છે.

 

સામાન્ય લોકો પોતાની ઈચ્છાઓ – કામનાઓની પૂર્તિ માટે કાર્ય કરતાં કરતાં શક્ય તેટલી બીજાંને સહાય કરે છે.  નરદેહધારી કેટલાક એવા રાક્ષસ પણ છે, જે પોતાના સ્વાર્થ માટે કોઈને હણી નાંખવા જેવા ઘોર અપરાધ કરતાં પણ વિચારતા નથી.  અને વળી કોઈ પણ જાતના લાભ વિના બીજાને પીડ્નારાને કેવું નામ આપવું તે હું જાણતો નથી.’

 

મનુષ્યોમાં એવા લોકો પણ છે કે પોતાના મોટા ભાગનો સમય ઊંઘવામાં જ વિતાવી દે છે.  કેટલાક લોકો કામ કરતાં કરતાં સમય પસાર કરે છે.  વળી થોડાક લોકો કેવળ ધ્યાન અને ચિંતન કરતાં રહે છે.  બધા લોકોને ગાઢ નિદ્રાની આવશ્યકતા રહે છે.  પણ બધાની ઊંઘની અવધિ સરખી નથી હોતી.  કેટલાક લોકો પથારીમાંથી ઊઠવા ઉત્સુક નથી હોતા અને કેટલાક તો દરરોજ છ કલાકની ઊંઘ કરીને કામે લાગી જાય છે.  એમ કહેવાય છે કે નિકોલસ ટેસ્લા નામના વૈજ્ઞાનિક પોતાની પ્રયોગશાળામાં સંશોધન કરતાં કરતાં લગાતાર ૭૬ કલાક સુધી જાગતા રહ્યા હતા.

 

કોઈ પણ કેળવણી મેળવવા વિશેની રીતમાં પણ લોકોમાં વિભિન્નતા જોવા મળે છે.  એક પ્રકારના લોકો બીજાની ભૂલોના પરિણામે એમને દુઃખી જોઇને પોતે એ ભૂલોથી બચવા જાગ્રત બની જાય છે.  કેટલાક લોકો પોતે જ ભૂલ કરીને દુઃખી થાય છે અને એમાંથી બોધપાઠ શીખી લે છે.  આવા લોકો પણ જોવા મળે છે કે જે ભૂલ કરે દુઃખકષ્ટ સહન કરે પણ એમાંથી કોઈ બોધપાઠ લેતા જ નથી; એવી ભૂલો દોહરાવ્યે જાય છે.

 

વૈરાગ્ય કે અનાસક્તિ ભાવની અનુભૂતિમાં પણ આવા ભેદ જોવા મળે છે.  ધાર્મિક પ્રવચનના પ્રભાવથી ઉત્પન્ન થનાર ક્ષણિક વૈરાગ્ય પણ હોય છે.  પ્રિયજનના અવસાનથી સુખોનો અસ્થાયી ત્યાગ પણ થઇ જાય છે.  તીવ્ર પ્રસવપીડાને લીધે ક્યારેક ક્યારેક કેટલીક સ્ત્રીઓને ઇન્દ્રિયસુખો પ્રત્યે વૈરાગ્યવૃત્તિ જાગે છે.  ધનવાન, નિર્ધન  અને મધ્યમ વર્ગના લોકોમાં ધનસંતોષ વિશે ભેદ જોવા મળે છે.  જીવન જીવવાની રીતભાતની દ્રષ્ટિએ તો અસીમ ભેદ જોવા મળે છે.

 

ચરિત્રની વિભિન્નતાને લીધે વ્યક્તિઓ વચ્ચેના પરસ્પરના સંબંધ જટિલ બનતા જાય છે.  એને લીધે એમને માટે પરસ્પરનો તાલમેલ સાધવો કઠિન બની જાય છે.  આ જ તે મૂળ કારણ છે, જેના આધારે મનુષ્યોને ભિન્ન ભિન્ન વર્ગોમાં વહેંચી શકાય છે.  આવા વર્ગ-વિભાજનમાં કોઈ દોષ નથી; પરંતુ એક બીજાનો નાશ કરવા પ્રવૃત કરનાર પરસ્પરનો દ્વેષભાવ જ ભયાનક અને ત્યાજ્ય છે.  ચરિત્રની વિભિન્નતાઓને આધારે માનવ સાથેના વ્યવહાર માટે ‘હિતોપદેશ’ માં ચાર રીતો બતાવી છે – સામ, દામ, દંડ, ભેદ …  પહેલી રીતે મિત્રપૂર્વક ‘સમજાવવાનો’ છે.  એને સંસ્કૃતમાં ‘સામ’  કહે છે.  પરંતુ થોડા જ લોકો આ રીતે સીધે માર્ગે ચડી જાય છે, બધું સમજી જાય છે.  કેટલાક લોકો તમારી સલાહની વાત સાંભળશે અને એ માટે તમે કંઈ પુરસ્કાર, લાભ, લાલચ આપશો ત્યારે જ તેનું અનુસરણ કરશે.  આ રીતને ‘દામ’  કહેવાય છે.  ત્રીજી રીતે છે  ‘ભેદ’  ની.  આ રીતમાં લોકોની વચ્ચે સ્પર્ધા ઊભી કરીને પ્રતિયોગીતાની ભાવનાથી કામ પૂરું કરાવી શકાય.  અને અંતિમ રીત છે  ‘દંડ’  ની.  આમાં કોઈપણ માણસ પાસેથી ધાર્યું કામ કરાવવા કે કઢાવવા દંડ કરવાની ધમકી કે સજા અપાય છે.  જૂના વખતમાં આવી ભાવના હતી કે કુકર્મ કરનાર પ્રજાને દંડવી  રાજાનું કર્તવ્ય છે.  પરંતુ આજે લોકતાંત્રિક સમાનતાના તર્કના આધારે જેલમાં પડેલી વ્યક્તિ પણ સદાચારી વ્યક્તિ જેવા અધિકારીની માગણી કરી શકે છે.

 

જે તત્વ લોકોને એક સૂત્રે બાંધી રાખે છે અને પરિવાર, સંગઠન, સમાજ જેવાં ભિન્ન ભિન્ન એકમોનાં ઘટકોમાં પરસ્પરના મૈત્રીસંબંધ સુદ્રઢ બનાવે છે.  જેને લીધે વ્યક્તિ પોતાની સ્વાર્થપરાયણતાનું દમન કરે છે, પોતાનાં કર્તવ્યો અને જવાબદારીઓ સામે પોતાના અહંમભાવને પણ નગણ્ય ગણે છે.  સાથે ને સાથે પોતાની માગણીઓ તેના અધિકારોની પણ અવગણના કરવા તૈયાર થઇ જાય છે –  એવું કયું મૂળભૂત તત્વ છે ?  પ્રભુમાં શ્રદ્ધા રૂપી મૂળભાવનાની આવશ્યકતા છે.  સ્વાર્થપરાયણતા મિથ્યામાન પ્રતિષ્ઠાની ભાવનામાંથી મુક્ત થઈને એક માત્ર પરમેશ્વરને પ્રસન્ન કરવાની ઈચ્છાથી ધૈર્યપૂર્વક પોતાનાં કર્તવ્યો પૂરેપૂરાં બજાવીને વ્યક્તિ માનસિક શાંતિ મેળવી શકે છે.  સાથે ને સાથે ચિંતા, નિરાશા અને ભયની ઘાતક ભાવનાઓથી મુક્ત પણ થઇ શકે છે.  સાંસારિક કર્તવ્યોને પૂરા કરવાનો ઉત્સાહ અને જીવનના અસંખ્ય અભાવોની પૂર્તિ માટેની દોડભાગની વચ્ચે વ્યક્તિએ સદૈવ પોતાની જાતને પૂછવું જોઈએ કે શું તે સાચું પગલું ભરી રહ્યો છે?  આગળ ડગલું ભરતાં પહેલાં તે નૈતિક છે કે નહિ, એ વિશે પૂરેપૂરો વિચાર કરી લેવો જોઈએ.

 

સૌના સંરક્ષક

 

પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરીને અને બધાં દુઃખ તથા મુસીબતોના સમયે ભગવાન પાસે સહારા માટે યાચના કરીને કોઈપણ વ્યક્તિ નિરાશાના ભારથી તેમજ જીવનની મુસીબતોને કસોટી – પરીક્ષાના રૂપે સ્વીકારવી જોઈએ.  આવી કસોટીઓ ભગવાન આપણી આંતરિક શક્તિની પરીક્ષા કરવા આપણી સામે મૂકે છે.  આ મુશ્કેલીઓ આપણું ચારિત્ર્ય ઘડતર કરે છે.  છીણી પર હજારો પ્રહારો થાય પછી મૂર્તિ ઘડાય છે.

 

ભગવાન ભક્તવત્સલ, કૃપાસાગર અને દયાનિધાન છે.  ભક્તની પ્રાર્થના જો સાચી હોય તો તેઓ એને સાંભળે જ છે;  એમને એની ઈચ્છિત વસ્તુ તથા સુરક્ષા પણ આપે છે.  ભગવાનના નામનો સતત જપ કરતો રહે તે, ભક્ત ક્યારેય એની સહાયથી વંચિત રહેતો નથી.  પ્રાર્થના, ભજન, જપ દ્વારા વ્યક્તિને ઈશ્વરની રક્ષાશક્તિમાં દ્રઢ શ્રદ્ધા વિકસાવવી જોઈએ.

 

જેમ નાનાં બાળકો વાત વાતમાં ભગવાનના નામે સોગંદ લે છે તેમ આપણામાંથી મોટાં ભાગના લોકો ભગવાનમાં ઉપર છલ્લો શ્રદ્ધા-વિશ્વાસ રાખે છે.  ઈશ્વરમાં સાચી શ્રદ્ધા થવી એટલે બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા જેવું છે.

 

જો કોઈનો વિશ્વાસ નિર્બળ હોય તો સબળ બનાવવો સંભવ છે.  પરંતુ આ વિશ્વાસને એક દિવસમાં જ મેળવી શકાતાં નથી.  એ કંઈ બજારમાંથી શાકભાજી ખરીદવા જેવું નથી.  દીર્ઘકાળનાં સાધન-ભજન, આંતરિક પ્રાર્થના, સત્સંગ અને ઈશ્વરપ્રાપ્તિ કરનાર અને આધ્યાત્મિક અનુભૂતિઓવાળા સંત માહ્ત્માઓના ચરિત્રનું વર્ણન કરનાર પવિત્ર ગ્રંથોના અધ્યયનથી ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ થાય છે.

 

ભગવાનને પ્રાર્થના કરવાની શરૂઆત કરવામાં આપણામાં દ્રઢ શ્રદ્ધા જન્મે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.  જેમ આપણા આત્મીયજનો પાસે જઇને એમને આપણી મુસીબતો-સમસ્યાઓની જાણ કરીને એમની સહાનુભૂતિની અપેક્ષા રાખીએ છીએ, તેમ આપણે નિર્જન એકાંતમાં જઈને અંતરના ભાવથી પ્રાર્થના કરવાથી આપણને લાભ થવાનો જ.  એનાથી આપણાં મન શક્તિશાળી બને છે.

 

મુશ્કેલીના સમયે લોકો ભિન્ન ભિન્ન મંદિરે જઈને પ્રભુની પ્રાર્થના કરે છે અને ભોગભેટ પણ ધરે છે.   આ બધું લાભકારી છે ખરું, પરંતુ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવાથી શીધ્ર અને મહતર પરિણામ મળે છે.  વર્તમાન મુશ્કેલીઓ ગમે તેટલી મોતી અને તીવ્ર હોય પણ ભગવાનની અસીમ શક્તિમાં દ્રઢ વિશ્વાસ અને અંતરની પ્રાર્થના મનમાં અદ્દભૂત સંચાર કરે છે.

 

શ્રદ્ધાવિહોણી પ્રાર્થના ટિકિટ લગાડ્યા વિનાના પત્ર જેવી છે અને ભક્તિશૂન્ય પ્રાર્થના સરનામા વિનાના કાગળ-પત્ર જેવી છે.  શ્રદ્ધા અને તીવ્ર વ્યાકુળતા સાથે ભાવપૂર્ણ પ્રાર્થના ઝડપી તાર જેવી કે ઈ-મેઈલ જેવી છે.

 

 

–     સ્વામી જગદાત્માનંદ

 

(રા.જ.૮-૧૦(૨૩-૨૭)/૨૦૧-૦૪)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

|| શિક્ષાપત્ર ૩૮મું || … અને (૩૯) ભલે હી મેરે આયે … (પદ) …

|| શિક્ષાપત્ર ૩૮મું || …

 

 

pushti prasad 32

 

 

સાડત્રીસમા શિક્ષાપત્રમા આઠ શ્લોકોથી જીવનાં નિઃસાધનતા નાં સ્વરૂપ વિષે વિચારાયું છે જેમાં જીવમા રહેલા દોષને કારણે હૃદયમાં શુધ્ધભાવ અને દીનતાનો અભાવ, સર્વાત્મભાવનો અભાવ, શ્રી મહાપ્રભુજી પ્રત્યેની આજ્ઞાઓનું પાલન કરવા માટેની ઉદાસીનતા, સત્સંગ, સેવા, વિવેક ધૈર્ય, શરણારગતિનો અભાવ,  શ્રી પ્રભુનાં માહાત્મ્ય પ્રત્યેનું અજ્ઞાન, વ્યાવૃતિમાં અને લૌકિકમાં અતિ પ્રવૃત રહેતા, મન પર કાબૂ ન હોવો, અન્ય ધર્મ પ્રત્યે આસક્તિ થવી વગેરે વિષે દર્શાવવામાં આવ્યું છે.

 
જ્યારે આડત્રીસમાં શિક્ષાપત્રને ૧૯ શ્લોકોથી શણગારતાં કહેવાયું છે કે શ્રી ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે, અને ભગવતી રમા વૈંકુઠની વિભૂતિરૂપ છે. જ્યારે  શ્રી કૃષ્ણ રસાત્મક છે અને તેઓ ક્ષર અક્ષરથી વિશિષ્ટ છે.  તેમનું આદ્ય બ્રહ્માંડ અત્યંત વિરાટ છે. પૂર્ણ પૂર્ણાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભાવાત્મક હોઈ તેમને ભાવથી જ અનુભવી શકાય છે. પ્રભુ શ્રી કૃષ્ણનાં વિવિધ સ્વરૂપોનો વિચાર કરતાં કરતાં પ્રથમ શ્લોકમાં કહે છે કે…….

 

કૃષ્ણે રસાત્મકે નિત્યં ગોપિકામંડલસ્થિતે ।
યમુનાપુલિનાન્તસ્થવૃન્દાવનવિરાજિતે ।।૧।।

 

નિત્યગાનરસાવિષ્ટે વિશિષ્ટેડક્ષરતઃ ક્ષરાત્ ।
ભાવૈકગમ્યે સર્વત્ર પ્રસિધ્ધે પુરુષોત્તમે ।।૨।।

 

યસ્યાવતારઃ પુરુષઃ આદ્યો બ્રહ્માણ્ડવિગ્રહઃ ।
તસ્યાંશા એવ યે ભૂમો મત્સ્યાદ્યા ઇતિ બુધ્ધયતામ ।।૩।।

 

અર્થાત શ્રીકૃષ્ણ રસાત્મક છે. તેઓ ગોપિકાઓના મંડળ મધ્યે નિત્ય સ્થિતિ કરીને રહેલા છે. શ્રી યમુનાજીનાં તટ્ટ પાસે આવેલા વૃંદાવનમાં બિરાજી રહેલા છે. તેઓ નિત્ય ગાનરસમાં આવિષ્ટ રહે છે. ભાવથી જ અનુભવી શકાય છે. તેઓ સર્વત્ર પુરુષોત્તમ સ્વરૂપ છે. જેમનો આદ્ય અવતાર બ્રહ્માંડરૂપ વિરાટ સ્વરૂપ છે. ભૂમિ પર જે મત્સ્યાદિ વગેરે જે અવતાર છે, તે રસાત્મક પુરુષોત્તમનાં અંશ છે. આ શ્લોકનાં શબ્દાર્થનું વિવેચન કરાતાં કહેવાયું છે કે પ્રભુ સચ્ચિદાનંદ છે

 

સચ્ચિદાનંદનો અર્થ બતાવતા શ્રી હરિરાયજી પ્રભુ કહે છે કે સત્, ચિત્ત અને આનંદનું સ્વરૂપ છે જેમાં સત્ એટ્લે જડત્વચિત્ એટ્લે ધર્મનું સ્વરૂપ, અને આનંદ એ પરમાનંદનું સ્વરૂપ છે. આમ શ્રી પ્રભુ જડ પદાર્થોમાં પણ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપે વસેલા છે. આપણું સ્થૂળ શરીર એ સત્ ધર્મનું સ્વરૂપ છે.જેમાં આત્મા એ ચિત્ ધર્મનું સ્વરૂપ છે. જેમ પ્રભુ સત્ય છે એમ પ્રભુનું સૂક્ષ્મ, સાકાર અને નિરાકાર સ્વરૂપરૂપી જગત પણ સત્ય છે. જેનાં સમસ્ત પદાર્થોમાં ભગવદ્અંશ રહેલ છે તેથી આ જગત પણ મિથ્યા નથી કે જગતમાં કશું જ મિથ્યા નથી એવું આ જગત એ પ્રભુનું જ અંશાત્મક સ્વરૂપ છેસર્વત્રે પ્રભુનું ધ્યાન સ્મરણ થાય તેવું આ જગત એ પ્રભુનું આધિભૌતિક સ્વરૂપ છે. જે આંખે ન દેખાય પણ જેનો અનુભવ થાય તેનું નામ અક્ષરબ્રહ્મ છે. તે અક્ષરબ્રહ્મ જ્યાં બિરાજી છે તેને વ્યાપી વૈંકુંઠ કે ગોલોકધામ તરીકે ઓળખવામાં આવે છે. રસાત્મક પ્રભુ સ્વયં કોઈ ભૌતિક સ્થળ કે વસ્તુઓમાં ન બિરાજતાં સ્વયંની અંદર જ બિરાજે છે. તેથી એમ કહી શકાય કે જે સ્થાનમાં પ્રભુ બિરાજે છે તે સ્થાનને ઉત્પન્ન કરનારા પણ પ્રભુ છે અને બિરાજનારા પણ પ્રભુ છે. પરંતુ પ્રભુનું એ સ્વ્સ્થાન સૌ કોઈને નજરમાં આવતું નથી ફક્ત જે ભક્તજન હોય છે તેમને જ એ સ્થાન દેખાય છે. પરંતુ જ્ઞાનીજન એ સ્થળને પોતાના જ્ઞાનમાં, ધર્મીજન ધર્મમાં કર્મીજન પોતાના સારા કર્મોમાં એ (દિવ્ય ગૌલોકધામને) સ્થાનને જુએ છે, અર્થાત એ સ્થાનનો અનુભવ કરે છે ત્યારે તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.

 

પ્રભુનું અપ્રાકૃત અને પૂર્ણ પુરુષોત્તમ એવું ત્રીજું સ્વરૂપ તે આધિદૈવીક સ્વરૂપ છે. આ સ્વરૂપને વેદોમાં પૂર્ણ બ્રહ્મ તરીકે ઓળખવામાં આવ્યું છે. શ્રુતિઓને પણ પ્રભુના અપ્રાકૃત સ્વરૂપનાં દર્શન થયા નથી તેથી શ્રુતિઓએ પ્રભુને નિરાકાર સ્વરૂપે ઓળખ્યા છે. જ્યારે ઉપનિષદોએ કહ્યું છે કે જે બ્રહ્મ સચરાચર સૃષ્ટિમાં પોતાના અંશ રૂપી આત્મા સાથે બિરાજીને હૃદય સ્થિતે બિરાજે છે ત્યારે એજ પરમઆત્મા પ્રભુ તે પરમાત્મા તરીકે ઓળખાયા છે. સંતો, વિદ્વાનો અને ભક્તજનો એ જ પરમાત્માને ભગવાન રૂપે ઓળખે છે. વેદોમાં ભગવાનનો અર્થ બતાવતાં કહ્યું છે કે ભગ એટ્લે ઐશ્વર્ય અને જેમનામાં ષડ્ ધર્મયુક્ત ઐશ્વર્ય રહેલ છે તે ભગવાન છે. ભગવાનનો બીજો અર્થ છે દ્રશ્યમાન અને સાકાર બની શકે, આંખોનો વિષય બની શકે તે ભગવાન છે. પરંતુ હૃદયમાં રહેલા એપરમાત્માથી અને ભગવાનથી જ્ઞાનીઓ, વિદ્વાનો, કર્મમાર્ગીયોને સંતોષ થાય ભક્તજનોને સંતોષ ન થાય તેથી ભક્તોને પ્રિય અને મધુરું લાગે સુંદર સ્વરૂપ પૂર્ણબ્રહ્મ મધુરાધિપતિ નંદનંદનનું સ્વરૂપ છે જે પોતાના ભક્તજનોને આનંદિત બનાવવા માટે યશોદોત્સંગલાલિત બનીને  વ્રજમાં પધાર્યા અને ગોપીજન વલ્લભ બનીને વિચર્યા છે, ગિરિરાજધરણ બનીને ભક્તોનો નિરોધ કર્યો છે તેમજવૃંદાવન વિહારી બનીને ભક્તોને રસાનંદની પ્રાપ્તિ કરાવી છે. ભગવાન વિષ્ણુનાં જે સ્વરૂપે આત્માને ઉપદેશ આપવા માટે અવતાર ધારણ કર્યો છે તે સ્વરૂપ તેજ પરમાત્મા જગતમાં વ્યાપક બ્રહ્મ અને ભગવાન તરીકે ઓળખાય છે.

 

અક્ષરં ધામ વૈકુણ્ઠં વ્યાપિસંજ્ઞકમ્ ।
બ્રહ્માનન્દદસ્તત્ર લક્ષ્મીઃ પૂર્ણાનન્દો હરિઃ સ્વયમ્ ।।૪।।

 

રમાવૈકુણ્ઠવાસી તુ વિભૂતિર્યસ્ય વૈષ્ણવી ।
રમા તુ પાલિકા તત્ર શક્તિરિત્યવગમ્યતામ્ ।।૫।।

 

અર્થાત અક્ષરધામ જ વ્યાપિવૈકુંઠ અને ગોલોકધામનાં નામે ઓળખાય છે.ત્યાં ભગવાન વિષ્ણુ બ્રહ્માનંદ સ્વરૂપે બિરાજે છે. આ વૈંકુંઠધામની આદીશક્તિ તે રમા છે જે લક્ષ્મીજીને નામે ઓળખાય છે. (પરંતુ ભગવાન વિષ્ણુનું પૂર્ણ પૂર્ણાનંદ સ્વરૂપ એવા પ્રભુ શ્રી કૃષ્ણ તે વૈંકુંઠથીયે ઉત્તમ એવા ગોલોકધામમાં રહે છે જ્યાં વૈંકુંઠધામનું પાલન કરનારી એવી લક્ષ્મીસ્વરૂપ સ્વામિની શ્રી રાધિકા તરીકે ઓળખાય છે જે શ્રી ઠાકુરજી સાથે બિરાજે છે.) અક્ષરધામ તે વ્યાપિ વૈંકુંઠ છે આ વ્યાપિ વૈંકુંઠધામ લોકોલોક પર્વતથી પણ પર છે જે સર્વત્રે વ્યાપક હોવાથી રેકને ભિન્ન ભિન્ન અનુભવ થાય છે.જેમાં જ્ઞાનીઓ પ્રભુને વ્યાપક સમજે છે તેથી તેમનો દાસભાવ રહેતો નથી તેથી જ્ઞાનીઓની દૃષ્ટિ વ્યાપી વૈકુંઠ સુધી જ સિમિત છે. પુષ્ટિમાર્ગની રીતથી શ્રી પ્રભુ ભૂમિ ઉપર બિરાજે છે અને લીલાનો અનુભવ થાય છે. તેથી વૈષ્ણવજનોને શ્રી પ્રભુના દર્શન ભીતર થાય છે. જ્યારે અક્ષરધામ વૈકુંઠમાં બ્રહ્માનંદ રૂપ લક્ષ્મી છે. તેથી અક્ષરબ્રહ્મની ઉપાસનાવાળા બ્રહ્માનંદ રૂપ લક્ષ્મીજીમાં યુક્ત થાય છે. બ્રહ્માનંદ એજ જ્ઞાનીઓનો મોક્ષ છે.

 
બીજું એક રમા વૈકુંઠ પણ છે. જે અક્ષરધામની વિભૂતિ રૂપ છે અને ત્યાંના વાસી વિષ્ણુ છે. તેઑ પૂર્ણાનંદ હરિની વિભૂતિ છે, ત્યાંની પાલિકા શક્તિ લક્ષ્મી છે. જ્યાં જ્યાં પ્રભુ બિરાજે ત્યાં ત્યાં શક્તિ પણ તે તે રૂપે બિરાજે છે. જેમ કે શ્રી, પુષ્ટિ ગિર કાન્તતુષ્ટિ કીર્તિ ઈલા,  ઊર્જા,  વિદ્યા અવિધ્યા,  શક્તિ અને માયા આમ આ દ્વાદસ શક્તિ છે.

 

મૂલભૂતસ્યાવતારે મૂર્તિવ્યુઁહોડલિધીયતે  |
પ્રદ્યુમન્નૌ વાસુદેવશ્વાનિરુધ્ધૌડનંત એવ ચ ||૬||

 

વ્યૂહં વિરચ્ય યસ્તત્ર સ્થાપ્યતે પ્રાપ્યતે ન સ: |
તથૈતૈરાવૃત: કૃષ્ણો નાવતારેડવગમ્યતે ||૭||

 

એટલે કેમૂળભૂત (કૃષ્ણ) અવતારમાં અવતારરૂપ મૂર્તિવ્યૂહ કહેવાય છે. જે પ્રદ્યુમ્ન વાસુદેવ અનિરૂદ્ધ અને સંકર્ષણ રૂપે સ્થિતિ કરે છે. આ વ્યુહને રચીને પછી તેમાં જે સ્થાપન કરવામાં આવે છે તે પોતે કૃષ્ણ નથી. આ પ્રમાણે આવૃત્ત થયેલા શ્રીકૃષ્ણ અવતારમાં ગમ્ય નથી. અગમ્ય રહે છે. 

 

અત્રે શ્રી પ્રભુ શ્રી વાસુદેવજીને ત્યાં ચતુર્ભુજ રૂપે પ્રકટ થયા, પરંતુ સર્વ અવતારોના મૂળભૂત એ મૂર્તિ સ્વયં એક જ છે. પ્રદ્યુમન્નો વાસુદેવશ્વચાનિરુદ્રોનન્ત એવ ચ. આમ પ્રભુ ચાર વ્યૂહ રૂપે તથા શ્વેતકેશ અને શ્યામકેશ એમ બીજા બે સ્વ સ્વરૂપ સહિત ષટ્ પ્રકારનું સ્વરૂપ પ્રકટ થયું છે.

 

એમાસંકર્ષણ વ્યુહ દુષ્ટોનો નાશ કરવાવાસુદેવ વ્યુહ મોક્ષનું દાન કરવાપ્રદ્યુમન્ન વ્યુહ વંશવૃદ્ધિનાર્થે તથા અનિરુદ્ધ વ્યુહ ભક્તોની રક્ષાર્થે આમ અનેક કારણોથી આ વ્યુહો પ્રકટ થયા છે. પ્રભુનો જન્મ યાં અવતાર થતો નથી અને આજે આ વાત શ્રીભાગવતજીમાં આ પ્રમાણે કહેવાય છે.

 

શ્રીભાગવતજીનો શ્લોક

 

“જયતિ જનનિવાસો દેવકીજન્મવાદો
યદુવરષરિપત્સ્વૈર્દોર્ભિરસ્યન્નધર્મમ્ |
સ્થિરચરવૃજિનધ્ર: સસ્મિતશ્રીમુખેન
વ્રજપુરવનિતાનાં વર્ધ્ધાયન્ કામદેવમ્ ||”

 

અર્થાતજે પોતાના જનોના નિવાસરૂપ છે. દેવકીજીને ત્યાં શ્રીકૃષ્ણનો જન્મ નામ માત્ર જ છે. જેમ પૂર્વ દિશાથી ચંદ્ર અને સૂર્ય પ્રકટે એમ દેખાય છે પણ વસ્તુત: ચંદ્ર તથા સૂર્ય પૂર્વ દિશામાંથી પ્રકટ થતા નથી, તેમ શ્રી પ્રભુ તથા દેવકીજીનો સંબંધ એ નામ માત્ર જ છે. શ્રી પ્રભુ વસ્તુત: દેવકીજીને ત્યાં જન્મ લેતા નથી. યદુકૂળના શ્રેષ્ઠ યાદવો જેમની સત્તા છેએવા શ્રીકૃષ્ણ નિજ હસ્તથી

અધર્મનો નાશ કરે છે તેથી વૃન્દાવનના વૃક્ષોનો વેણુનાદનાં સંબંધથી જડત્વપણાનું દુઃખ નિવૃત્ત કરે છે અને વ્રજની તથા પુરની સ્ત્રીઓના કામદેવની વૃદ્ધિ કરે છે. એવા શ્રીકૃષ્ણ સર્વથી અધિક છે. ચારે વ્યુહ અવતારોની ઉપાસનાથી શ્રીકૃષ્ણનું અવગાહન થઇ શકે છે. કેમ કે પૂર્ણ પુરૂષોત્તમ શ્રી કૃષ્ણ સર્વમાં છે અને સર્વથી ન્યારા છે. વ્યુહાત્મક સ્વરૂપો કાર્ય પૂર્ણ થતા પાછા સ્વધામમાં પધારે છે. શ્રીકૃષ્ણ તો નિત્ય લીલા વિનોદ કરે છે. વ્યુહની ઉપાસનાથી સ્વર્ગ લોક તથા સાયુજ્ય, સામીપ્યસાલોક્ય અને મુક્તિ ચાર ફળ પ્રાપ્ય છે. ભક્તિરસની પ્રાપ્તિને માટે શ્રીકૃષ્ણની ભક્તિ જ આવશ્યક છે. જેથી શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ.  શ્રીકૃષ્ણનું મહાત્મ્ય જીવથી સત્સંગ વિના પામી શકાતું નથી.

 


અત એવ જના ભ્રાંતા: પ્રાકૃતં તં વદન્તિ હિ |
અંશકાર્યં મૂલરૂપે કલ્પયંત્યજ્ઞતાં ગતા: ||૮||

 

એટલે કેજીવો ભ્રાન્તિમાં પડી જાય છેતેથી જીવો શ્રીકૃષ્ણને પ્રાકૃત કહે છે અને અજ્ઞાનવશ જીવો વ્યુહઅંશના કાર્યને ફળરૂપ કલ્પે છે.

 

કૃષ્ણસ્તુ કેવલં લીલાં કરોતિ રસરૂપિણીમ્ |
ભૂભારહરણં ચક્રે કલાભ્યામેન સર્વથા ||૯||

 

અર્થાતશ્રીકૃષ્ણ તો કેવળ રસરૂપ લીલા કરે છે. શ્રીકૃષ્ણે તો પૃથ્વીના ભારનું હરણ તો સર્વથા કલા વડે જ કર્યું છે.

 

પરમાનંદદાનં તું સ્વરૂપેણેતિ નિશ્ચય : |
વ્રજસ્થ એવ સતતં પુરસ્થો વા કૃપાપર : ||૧૦||

 

તત્રાપિ રૂપભેદેન ક્રિડતિ સ્મ તથા રસ: |
ધર્મીમાત્રં સ્વમર્યાદારહિતં કેવલં વ્રજે ||૧૧||

 

અર્થાતજે શ્રીપ્રભુ પોતે નિત્ય મથુરાપ્રદેશ અને વ્રજમાં બિરાજે છે તેજ સ્વરૂપ પરમઆનંદનું અને પરમઆનંદનાં ફળનું  દાન કરે છે. તેમાં પણ રસરૂપ પ્રભુ પોતે રૂપ ભેદ કરીને ક્રીડા કરે છે. 

 

મર્યાદા સહિત કેવળ ધર્મી રૂપ જ વ્રજમાં છે.

 

સ્વધર્મવિશિષ્ટં તુ સમર્યાદં પુરે મતમ્ |
ઉચ્છ્રંખલા તુ યા લીલા કેવલેન વ્રજે કૃતા ||૧૨||

 

પરમાનન્દરૂપા સા બાલલીલાદિભેદત: |
સર્વત્ર રસલીલાત્વં ગૂઢભાવેન વર્ણિતમ્ ||૧૩||

 

પોતાની એટલે કેમથુરામાં તથા દ્વારકામાં જે પ્રભુ સ્વરૂપ બિરાજે છે તે સર્વ ધર્મયુક્ત છે. જે લીલાઓ સ્વતંત્ર અને મર્યાદા રહિત છે. જે કેવળ વ્રજમાં જ કરવામાં આવેલી લીલાઓ રસાત્મક સ્વરૂપે બાળલીલાદિ ભેદરૂપે પરમાનન્દ રૂપ છે જેની સર્વ ગૂઢભાવની રસલીલાનું વર્ણન કરવામાં આવેલું છે.

 

કામરૂતયા કૃષ્ણે વયો ન હિ નિયામકમ્ |
એતાદ્દશે મૂલરૂપે મૂલલીલાસમન્વિતે  ||૧૪||
 ચિત્તં નિરંતરં સ્થાપ્યં સૈવ સેવા સ્વમાર્ગગા |
તત્સિદ્ધયર્થ શરીરેણ વિત્તેનાડપિ વિધીયતામ્  ||૧૫||

 

 અર્થાતશ્રી કૃષ્ણમાં કામરૂપતાની દ્રષ્ટિએ તેમની વય નિયામક નથી. એવા મૂલ લીલાયુક્ત કૃષ્ણના મૂલસ્વરૂપમાં ચિત્તને સ્થાપવું આનુજ નામ આપણી માર્ગીય સેવા અને તેવી સેવા સિદ્ધ કરવા માટે તનુ એટલે તન અને વિત્તજા એટલે ધનથી સેવા કરવી જોઈએ.

 

 વિવેચનના ભાવથી જોવાતાવ્રજના સ્વરૂપમાં તેમજ મથુરા અને દ્વારકા સ્વરૂપમાં ભેદ છે અને ફળમાં પણ તે પ્રમાણે ભેદ છે. મથુરા અને દ્વારકાનું સ્વરૂપ ધર્મ સહિત અને મર્યાદા સહિત છે જે ધર્મ સ્વરૂપ છે. જે ધર્મનું સ્થાપન કરવાદુષ્ટોનો નાશ કરવા અને પૃથ્વીનો ભાર ઓછો કરવા એ ત્રણ કાર્યો માટે પ્રગટ થયેલ છે. અત્રે શ્રીહરિરાયચરણ સમજાવે છે કેમથુરામાં વસુદેવ અને દેવકીજીને ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે શ્રાવણ વદ અષ્ટમીની મધ્ય રાત્રિએ પ્રગટ થયા એ ધર્મસ્વરૂપ પુરુષોત્તમ છે.

 

 મથુરાથી વાસુદેવજીએ ધર્મ સ્વરૂપને ગોકુળમાં શ્રીનંદરાયજીને ત્યાં પધરાવી લાવ્યા છે.  ધર્મ એટલે પાત્રધર્મ પાત્રમાં બિરાજનારો રસ. જેથી એ ધર્મી સ્વરૂપી પાત્રમાં ગોકુળમાં પ્રગટ થયેલા યશોદોત્સંગલાલિત રસ સ્વરૂપે બિરાજી ગયા.  અને ગોકુળમાં સૌને એકજ સ્વરૂપે દર્શન થયા. બે સ્વરૂપ એક થઈને બિરાજ્યા. અગિયાર વર્ષ અને બાવન દિવસ વ્રજમાં લીલા કરી. એમાં આવેલા પૂતના વધઅસુરોનો સંહાર એ ધર્મ સ્વરૂપની લીલા છે. તથા માખણચોરી, બાળલીલારાસલીલાગૌચરણવસ્ત્રાહરણવગેરે એ પુર્ણપુરુષોત્તમ રસાત્મક ધર્મી સ્વરૂપે કરી અને જ્યારે અક્રૂરજી શ્રી કૃષ્ણને મથુરા પધરાવવા માટે આવ્યા ત્યારે ધર્મ સ્વરૂપ પાછું પધાર્યું. ધર્મી સ્વરૂપ વ્રજ ભક્તોના હૃદયમાં જ બિરાજી ગયું. આથી મથુરાની અને દ્વારકાની જે લીલા છે તે ધર્મ સ્વરૂપની લીલાઓ છે, માટે સેવન ધર્મી સ્વરૂપનું જ થાય. શ્રી હરિરાયજી સમજાવે છે કેઆ ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપની લીલાઓનું સ્મરણ,શ્રવણ અને કિર્તન કરવાથી નિરોધ સિદ્ધ થાય છે.

 

 નિવેદનાનુસંધાનં વિધેયં તાદ્દશૈ: સહ |
સત્સંગ એવ કર્તવ્યો વિશ્વાસ: સ્થાપ્યતાં દ્રઢ : ||૧૬||

 

 એટલે કેનિવેદનનું અનુસંધાન તાદૃશી ભગવદી સાથે સત્સંગ પણ કરવો અને દ્રઢ વિશ્વાસ રાખવો.  શ્રીકૃષ્ણમાં ભાવ પ્રકટ થાય તે માટે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ એકત્ર થઇ નિવેદનનું અનુસંધાન કરવું.

 

 કૃષ્ણ કૃપાપરાધીનો દીનાનામનુપેક્ષક : |
સ્વકીયાનામનન્યભાવાત્કરિષ્યત્વવનં સ્વત: ||૧૭||

 

અર્થાતપોતાના કૃપાગુણને લીધે શ્રીકૃષ્ણ ભક્તજનો અને દીનજનોને પરાધીન હોવાથી તદીય જનોની ઉપેક્ષા કરતાં નથી અને પોતાના ભક્તોના અનન્ય ભાવને લીધે પોતે જ તેમની રક્ષા કરે છે, અને કરશે જ એ દ્રઢ વિશ્વાસ પુષ્ટિ વૈષ્ણવોએ જરૂર જ રાખવો. આમ પ્રભુ શ્રીકૃષ્ણ પોતાના દાસને આધીન છે.

 

ધર્મમાર્ગપ્રવૃત્તિસ્તુ ચિત્તશુદ્ધયા યથા હરૌ |
મતિ: સ્યાન્નૈવ પાખંડે તદર્થં સર્વથેષ્યતે ||૧૮||

 

માર્ગપ્રવર્તકચાર્યચરણેષુ નિરંતરમ્ |
વિશ્વાસ: સુર્દઢ: કાર્યસ્તત: સર્વં ફલિષ્યતિ ||૧૯||

 

વિશેષો ગોવર્ધનદાસપત્રાજજ્ઞેય: કિમધિકમ્ |

 

એટલે કેધર્મમાર્ગીની પ્રવૃત્તિ તો ચિત્ત શુદ્ધિ માટે જ છે. જેમ હરિમાં ગતિ થાય અને પાખંડમાં ગતિ ન રહે. આ માટે પુષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રી આચાર્યજીના ચરણકમળમાં દ્રઢ વિશ્વાસ રાખવો. એનાથી સઘળું સિદ્ધ થશે. વધુ વાત ગોવર્ધનદાસના પત્રથી જાણશો.

 

આમ અત્રે શિક્ષાપત્ર આડત્રીસમું સંકલિત કરાતાએક વાર ફરીથી જાણીએ કે, શ્રી ભગવાન પૂર્ણાનંદનું સ્વરૂપ તે રમા વૈકુંઠમાં વિભૂતિરૂપે બિરાજે છે. જેમ વ્યુહ રચનામાં રહેલ પુરુષ કોઈને પ્રાપ્ત થતા નથી તેમ વ્યૂહમાં બિરાજતા શ્રી પુરુષોત્તમ અભકતોને મળતા નથી. પ્રભુ તો સદા રસાત્મક લીલા કરે છે. ભૂભારણાદિક તો અંશનું કામ છે. શ્રી કૃષ્ણ સર્વોપરિ છે જેઓ ધર્મીસ્વરૂપ સહિત વ્રજમાં બિરાજે છે. 

 

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૩૯)  ભલે હી મેરે આયે … (પદ) …
કવિ- તાનસેનજી

 

 

tansen

 

ભલે હી મેરે આયે હો પિય ઠીક દુપહરી કી બિરીયાં ।
શુભ દીન શુભ નક્ષત્ર શુભ મહૂરત શુભ પલ છિન શુભ ઘરિયા ।।૧।।
ભયો હૈ આનંદ કંદ મિટયો વિરહદુઃખ દ્વંદ
ચંદન ઘસ અંગ લેપન ઔર પાયન પરિયાં ।
“તાનસેન” કે પ્રભુ દયા કીની મોપર સૂકી વેલ કરી હરિયાં ।।૨।।

 

 

શ્રી તાનસેનજી કહે છે કે ગરમીનાં દિવસોમાં એક દિવસ મધ્યાનના સમયે શ્રી ઠાકુરજી એક સખીની નિકુંજમાં પધાર્યા ત્યારે તે સખી અત્યંત આનંદિત થઈ ગઈ. તેણે પ્રભુને પ્રેમભર્યો આવકાર આપ્યો અને કહેવા લાગી કે હે નંદનંદન આપના આવવાથી આજનો દિવસ, આજની ઘડી, નક્ષત્ર, મહુર્ત બધુ જ શુભ થઈ ગયું, અને હે પ્રભુ આપના આવવાથી, આપના દર્શનથી મારા વિરહની ઘડીઓ પણ દૂર થઇ છે. હે પ્રભુ કૃપા કરીને જો મને આપની સંમતિ મળે તો ચંદન સિધ્ધ કરી આપના શ્રી અંગ પર તે શીતળ ચંદનનો લેપ કરી દઉં અને આપની દાસી બનીને આપના ચરણાર્વિન્દમાં પ્રેમથી દંડવત પ્રણામ કરું. હે કૃપાનિધાન આજે આપે મારી પર અત્યંત કૃપા કરી છે આપના પધારવાથી મારા સુકાઈ ગયેલ વેલી જેવા જીવનને નવજીવન મળતા તેમનું જીવનમાં હરિયાળી છવાઈ ગઈ છે. અહીં આ પદ દ્વારા “શ્રી તાનસેનજી” એ સખી દ્વારા પોતાને વર્ણવી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે નંદનંદન પ્રભુની કૃપાને કારણે તાનસેનજીને પ્રભુનો સાક્ષાત્કાર થયો છે જેના કારણે તાનસેનજીનું જીવન ભક્તિમય થયું છે.

 

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે 
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

(૧) મૂક્તિ નું મૂલ્ય … (પ્રેરકકથાઓ) …

પ્રેરકકથાઓ …

 

 

swami ramdas

 

(૧)  મૂક્તિ નું મૂલ્ય …

 

 

મહારાજા બીમ્બાસરને નિંદર આવતી નોહતી.  તીર્થંકર માહવીર એ તેમને સ્પષ્ટ રીતે કહી આપ્યું હતું કે તમારે નરકમાં જવું પડશે.  નરક ની કલ્પના થી જ તેઓ કંપી ઊઠ્યા હતા.  તેણે વિચાર્યું કે તેમની પાસે ધન – જવેરાતની કોઈ કમી નથી, તે પૂરા સામ્રાજ્યનો માલીક છે, આમ છતાં મોક્ષ તેને કઈ રીતે ન મળી શકે ?  બીજે જ દિવસે તે તીર્થંકર નાં શરણમાં હાજર થઇ ગયા અને તેમને કહ્યું, “ પ્રભુ ! મારું સમગ્ર સામ્રાજ્ય તેમજ ધનકોશ રાજ તિજોરીમાં જે કાંઈ છે તે તમારા ચરણોમાં હું સમર્પિત કરું છું.  મહેરબાની કરી મને નરક માં જવાથી મુક્તિ આપો.”

 

 

તીર્થંકર નાં હોઠો પર આછી હાસ્ય રેખા ખેંચાઈ આવી.  તેમણે જાણી લીધું કે મહારાજા  ‘અહમ’  થી ઘેરાયેલા છે.  જ્યાં ગર્વ – અભિમાન હોઈ ત્યાં મોક્ષ કેવો ?  તે બોલ્યા, “તમારા રાજ્ય ના  ‘પુણ્ય’ નામના શ્રાવક પાસેથી સામયિક ફળ પ્રાપ્ત કરી લ્યો.  તેજ તમારો ઉદ્ધાર કરવા માટે નો એકમાત્ર ઉપાય છે. 

 

 

મહારાજા તે શ્રાવક પાસે પહોંચ્યા અને કહ્યું, “શ્રાવક શ્રેષ્ઠ |  મારી પ્રાર્થના સ્વીકાર કરો, તમે  જે મૂલ્ય – કિંમત માંગશો, તે આપીશ.”  અને તેમણે સામાયિક ફળ ની માંગણી કરી.

 

 

આથી શ્રાવક બોલ્યા, “મહારાજ !  “સામાયિક” તો ‘સમતા’ નું નામ છે.  રાગ-દ્વેષ ની વિસમતા ચિત્તમાંથી દૂર કરવામાં આવે તો તે જ “સામાયિક” છે.  આને કોઈ કેવી રીતે આપી શકે ?  જ્યાં સુધી તમે સમ્રાટ હોવાનો અહંકાર તમારા માંથી છોડી નહિ શકો, તે તમને કયારેય ઉપલબ્ધ નહિ થઇ શકે.

 

 

(પ્રે.પ્ર.૨૩૩(૧૨૯-૩૦)

 

 

 

(૨)  એક નિષ્ઠા …

 

 

સમર્થ ગુરુ રામદાસ તેમના શિષ્યો થી વધુ છત્રપતિ શિવાજી મહારાજને પ્યાર કરતાં હતા.  શિષ્યો વિચારતા હતા કે શિવાજીને  તેમના રાજા હોવાથી વધુ પ્રેમ કરે છે. 

 

સમર્થ ગુરુને તેઓની ભ્રમણા દૂર કરવાનું વિચાર્યું.

 

એક વખત તેઓ શિવાજી સહિત પોતાના શિષ્ય મંડળ સાથે જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા અને રાત્રિ થઇ ગઈ હતી.  તેઓએ નજીકની એક ગૂફામાં જઈ આશરો લીધો.  સમર્થ ગુરુ ત્યાં સુઈ ગયા,  અને થોડા જ સમયમાં તેમનો કણસવાનો અવાજ આવવા લાગ્યો.  શિષ્યોએ તેમના કણસવાનું કારણ પૂછ્યું, તો તેમણે  પેટનો દુઃખાવો જણાવ્યો.  બીજા શિષ્યો તો ચૂપ રહ્યા, પરંતુ શિવાજીએ પૂછ્યું, “મહારાજ, શું આનો કોઈ ઉપાય કે દવા નથી ?”  

 

 

સમર્થ ગુરુ બોલ્યા, “શિવા !  આનો એક જ માત્ર ઉપાય છે સિંહણ નું તાજું દૂધ,  પરંતુ તે તો અશકય – અપ્રાપ્ય મુશ્કેલ છે.”

 

 

શિવાજી એ સાંભળ્યું, તો તૂરત ગુરુદેવની તુંબડી લઈને સિંહણ ને શોધવા ચાલી નીકળ્યા.  થોડી જ વારમાં તેમને એક ગુફામાં સિંહણી ની ગર્જના સંભાળાઈ.  તેઓ ત્યાં ગયા, તો તેમને સિંહણ બે બચ્ચાઓ ની સાથે જોવા મળી.  તેઓ પાસે (નજીક) ગયા અને હાથ જોડીને વિનમ્રતાપૂર્વક બોલ્યા,  “માઁ ! હું તમને મારવા કે આ બચ્ચાઓ ને લેવા માટે નથી આવ્યો.  ગુરુદેવ બિમાર છે અને તેમને તમારા દૂધની જરૂરિયાત છે.  તેમની તબિયત સુધરી ગયા બાદ જો તું  ઈચ્છે તો, મને ખાઈ શકે છે.”

 

 

સિંહણ તેના પગ ચાટવા લાગી.  તક ઝડપી ને શિવાજીએ તેણીની છાતી પર હાથ મૂકી અને દૂધ દોહી તુંબડી ભરી લીધી અને સિંહણ ને પ્રણામ કરી અને ગુરુજી ની પાસે પહોંચી ગયા.  દૂધ લઈને આવતો જોઈ સમર્થ ગુરુ બોલ્યા, “ધન્ય છે શિવા !  આખરે દૂધ લઈને આવ્યો.  અરે, હું તમારા બધાની પરીક્ષા કરતો હતો.  પેટનો દુઃખાવો તો એક બહાનું હતું.  તૂ તેમાં સફળ થયો.  શિવા, તારા જેવો એકનિષ્ઠ શિષ્ય હોઈ, તો શું તેના ગુરુને કોઈ દિવસ કોઈ પીડા થઇ શકે ?”

 

 

(પ્રે.પ્ર.૨૩૫ (૧૩૦-૩૧)

 

 

 

(૩)  દયા ધર્મનું મૂળ છે …

 

 

મહારાષ્ટ્રના સંત એકનાથજી ને ત્યાં શ્રાધ હતું.  ખીર – હલવો વિગેરે મિષ્ઠાન બન્યા હતા.  તેની મીઠી સુગંધ ને કારણે એક ક્ષુદ્ર (અસ્પૃશ્ય-હરિજન)  દંપતી ત્યાં આવી પહોચ્યું.  તેઓની સાથે એક નાનું બાળક પણ હતું.  તે તેની માં ને કહે છે. “માઁ ! અહીં તો ઉત્તમ મીઠાઈ બનેલી છે અને મને ખૂબ જોરથી ભૂખ લાગી છે.”   માઁ એ કહ્યું. “ પણ બેટા, આપણા ભાગ્યમાં આ મિષ્ઠાન – પકવાન ક્યાંથી હોઈ  ?  આ તો બ્રાહ્મણો માટે હશે.  આપણને તો વધેલું –ઘટેલું જો હશે તો મળશે.”

 

 

આ સાંભળીને એકનાથજીની હૃદય દ્રવિત થઇ ઊઠયું.  તેમણે વિચાર્યું, “હરિજન તો હરિનો ભક્ત હોઈ છે અને બધાનું શરીર ભાગવાનું મંદિર છે.  જો તેમને જ ભોગ ધરવામાં આવે, તો શું તે ભગવાનને ભોગ ધર્યો ન ગણાય ?”  અને તેમણે પત્ની ને તે દંપતીને ભોજન પીરસવાનું કહ્યું.  પત્ની ગીરજાબાઈ પણ તેના પતિની જેમ ધર્મપરાયણ હતા.  તેમણે તે હરિજન દંપતી ને ભરપેટ ભોજન પીરસ્યું અને પાન-સોપારી આપી અને વિદાઈ કર્યા.

 

 

એકનાથજીએ તેની પત્નીને તે જગ્યાએ પાણી છાંટવાનું અને નવી રસોઈ તૈયાર કરવાનું કહ્યું, પરંતુ કોઈપણ કારણ સર હરિજનને જમાડ્યા હતા તે વાત બ્રાહ્મણોને ખબર પડી ગઈ, અને તેઓએ ભોજન સ્વીકારવાની ના પાડી દીધી.  એકનાથજીએ તેઓને કહ્યું કે હરિજન દંપતિ ભૂખ્યું હતું એટલે જ તેમણે તેમને ભોજન કરાવ્યું હતું.  તે રસોઈ એઠી થઇ જવાથી મેં તમારા માટે બીજી નવી રસોઈ હમણાં જ બનાવી છે, પરંતુ કેટલીય વનમણી – વિનંતી કરવા છતાં બ્રાહ્મણ માન્યા નહિ અને તેઓએ ભોજન કરવાનો બહિષ્કાર કર્યો.  

 

 

એકનાથજી ખૂબજ દુઃખી થયા કે બ્રાહ્મણ ભોજન લીધા વિના ચાલ્યા ગયા.  ત્યારે તેમના એક સંબંધીએ તેમને કહ્યું, “તમે તો આ રસોઈ/ ભોજન પિતૃઓ માટે બનાવ્યું હતું, નહી કે બ્રાહ્મણો માટે,  તો તમે શા માટે દુઃખી થાવ છો ? તમે તમારા પિતૃઓ ને જ કેમ સીધું આમંત્રણ નથી આપતા ?”   વાત  એકનાથજી ને ગમી/ પસંદ આવી ગઈ અને પત્નીને પાતળ / થાળી મૂકવા કહ્યું.  ભોજન પીરસાઈ ગયા બાદ તેઓએ પિતૃઓ ને ‘આગતમ્’  આવવા કહું અને લોકો ને એ જોઈ આશ્ચર્ય થયું, તેના પિતૃ સૂર્યનારાયણ, ચક્રપાણિ અને ભાનુદાસ ત્યાં આવી ગયા અને તેઓએ પોત પોતાના આસન પર બેસી અને ભોજન કર્યું અને તૃપ્ત થઇ આર્શિર્વાદ આપી તેઓ અંતર્ધ્યાન થઇ ગયા.  આ વાત જ્યારે પેલા બ્રાહ્મણો ને ખબર પડી, ત્યારે તેઓને તેમણે કરેલ પર પસ્તાવો થયો અને તેઓએ એકનાથજી ની માફી માંગી.

 

 

(પ્રે.પ્ર.૩૧૭(૧૮૫-૮૬)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

‘ગર્ભાવસ્થા અને હોમિયોપેથી’ …

ગર્ભાવસ્થા અને હોમિયોપેથી’ … 

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

 

 uti

 

 

ગર્ભાવસ્થા સમયે પેશાબમાં ચેપ લાગવો (UTI)(Urinary tract Infection)

 

વાચક મિત્રો,  અગાઉના તમામ લેખમાં આપણે  સ્ત્રીને લગતી ખુબ જાણીતી અને અનુભવાતી  માસિકધર્મ સંબંધીત તેમજ અન્ય વિવિધ તકલીફો વિષે સમજ્યા. આ પહેલાના લેખમાં આપણે ‘ગર્ભાવસ્થાનું પ્રથમ ચિહન’અને હોમીઓપથી …  વિશે થોડું સમજ્યા…. આજે આપણે સહુ અહી ગર્ભાવસ્થા સમયે અનુભવાતી અલગ અલગ સામાન્ય શારીરિક તકલીફો વિષે સમજીશું ….

 

આ કોલમમાં અપાતી માહિતી થોડી વધુ રસપ્રદ બની રહે એ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.  આપ સહુ તરફથી વધુ ને વધુ પ્રતિભાવો તેમજ જરૂરી સૂચન બ્લોગ પોસ્ટ પર અમોને મળી રહેશે તેવી અપેક્ષા સહ …

 

 

આપણે સહુ જાણીએ છીએ એમ ગર્ભાવસ્થા એ એક એવી અવસ્થા છે જે દરમિયાન સ્ત્રીના શરીરમાં વધતા  અંતઃસ્ત્રાવો ને  પરિણામે તેના વિવિધ તંત્રો માં ઓછા વત્તા અંશે અનુકુળ કે ક્યારેક પ્રતિકુળ ફેરફારો થતા રહે છે.

 

અગાઉના  લેખમાં આપણે ગર્ભાવસ્થા દરમિયાન મુંજવતી ઉલટીની ફરિયાદ વિષે  સમજ્યા.

 

અહીં આપણે પેશાબને લગતા એટલે કે યુરીનરી ટ્રેકટ ના ચેપ વિષે માહિતી મેળવશું.

 

યુરીનરી ટ્રેકટ માં ચેપ લગાવો એટલે કે મુત્રપિંડ, મુત્રવાહીની, મૂત્રાશય તેમજ મૂત્રમાર્ગ માં ચેપ લગાવો.  સામાન્ય રીતે ચેપ એ મૂત્રમાર્ગ અને મૂત્રાશય પુરતો જ લાગતો હોય છે.  પરંતુ જયારે  આગળ વધે તો મૂત્રવાહીની કે મૂત્રાશય સુધી પણ અસર થાય છે.   ત્યારે એવી સ્થિતિનો તાત્કાલિક ધોરણે કાબૂ મેળવવો ખૂબ જરૂરી બની જાય છે.

 

kidney.1

 

UTI ના કારણો:

 

સામાન્ય સંજોગોમાં વ્યક્તિના પેશાબમાં કોઈ સુક્ષ્મ જીવાણું હોતા નથી.  પરંતુ ત્વચા, આંતરડાના નીચેના ભાગમાં કે મળમાં રહેલા જીવાણુઓ જો કોઈ રીતે યુરીનરી તંત્ર સુધી પહોચી જાય તો ચેપ લાગવાની શક્યતાઓ ખુબ વધી જાય છે.

 

ઉપરાંત, ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયની વધતી જતી સાઈઝ ને લીધે મૂત્રાશય પર  દબાણ આવે છે. પરિણામે પેશાબનું બહાર તરફ વહન અવરોધાય છે જે સુક્ષમ જીવોનો વ્યાપ વધવાનું કારણ બની  રહે છે.

 

ગર્ભાવસ્થા દરમિયાન પેશાબમાં શર્કરાનું વધુ પ્રમાણ પણ યુરીનરી તંત્ર માં  વારંવાર ચેપ લગાડે છે.  જે ઘણી વાર જોખમી સાબિત થાય છે.

 

UTI ના લક્ષણો:

 

પેશાબ કરતે સમયે બળતરા થવી.

વારંવાર પેશાબ લાગવો.

પેશાબ કરતે સમયે  તકલીફ થવી.

પેશાબ સમયે  કમરની નીચેના ભાગમાં દુખાવો થવો.

પેશાબમાં ડહોળાશ હોવી અથવા વાસ હોવી.

 

ઘણી વખત ગર્ભાવસ્થા દરમિયાન પ્રાથમિક તબક્કે ઉપરના લક્ષણોનો ખ્યાલ રહેતો નથી.  પરંતુ ચેપ થોડો આગળ વધે પછી જ લક્ષણો અનુભવતા હોય છે.

 

UTI ના ઉપાય:

 

સૌ પ્રથમ તો યુરીનરી ટ્રેકટમાં લગતા ચેપથી બચવા માટે દરેક સગર્ભા એ નીચે મુજબની તકેદારી રાખવી અનિવાર્ય રહે છે.

 

 

ઓછામાં ઓછા ૮ થી  ૧૦ ગ્લાસ પાણી પીવું

ભરપુર વિટામીન  યુક્ત  ખોરાક લેવો

ખોરાકમાં વધુ માત્રામાં શર્કરા ટાળવી

જનનાંગો ની યોગ્ય રીતે સફાઈ કરવી

લીંબુ, ઓરેન્જ, પાઈનેપલ જેવા વિટામીન યુક્ત ફળોનો ઉપયોગ વધારવો

૧- ટી સ્પૂન બેકિંગ સોડા એક ગ્લાસ પાણી સાથે લઇ શકાય

 

 

આમતો  ચેપના લક્ષણો જો ઓછી માત્રામાં હોય તો   આપોઆપ થોડી સંભાળ લેવાથી કાબુમાં આવી જતા હોય  છે.  પરંતુ ચેપને લીધે જો તકલીફ વધારે જણાય તો કેટલીક અસરકારક હોમિયોપેથીક દવા માત્ર એકાદ બે ડોઝ માં જ રાહત આપીને રોગમુક્ત બનાવે છે.

 

ઘણી વખત મૂત્રપીંડમાં અસામાન્ય રીતે લાગેલા  ચેપ ને પરિણામે આગળ ઉપર બાળકનો જન્મ  એ અંદાજીત સમય કરતા વધુ વહેલો થઇ જવાની શક્યતાઓ પણ ઉભી રહે છે, જે ક્યારેક માતા તથા બાળક બંને માટે જોખમી સાબિત થઈ શકે.

 

 

ગર્ભાવસ્થા જેવી કાળજી માંગી લેતી અવસ્થામાં હોમિયોપેથીક દવા એ માતા તથા બાળક બંને  માટે જરા પણ નુકશાન વિનાની બની રહે છે.

 

ખાસ કરીને અતિશય બળતરા તેમજ પેશાબ  કરતી વખતે થતા  દુખાવા માટે  હોમિયોપેથીક  દવા ગણતરીના કલાકોમાં જ રાહત આપે છે, વળી જેમને વારંવાર ઇન્ફેકશન લાગતું હોય તો એમના માટે અક્ષીર સાબિત થાય  છે.

 

 

નીચે  મુજબની સૂચવેલ દવાઓ જો દરદીની પ્રકૃતિને ચકાસીને અપાય તો તુરંત રાહત આપે છે.

 

Cantharis

Equisetum

Apis mell

Aconite

Arsenic

Sarasaparilla

Merc sol

Merc cor

Sabina

Staphysagria

Thuja

Sulphur

 

 

પ્લેસીબો:

 

જયારે સવાલ  એકસાથે બબ્બે જીવોના સ્વાસ્થ્યનો હોય ત્યારે   કુદરતી તત્વોમાંથી બનેલી તેમજ આડઅસર રહિત ઉપચાર પધ્ધતિ અપનાવવી એ જ સમજણપૂર્વકનું સલામતીભર્યું  પગલું બની રહે છે.
 

 
 dr.greeva

 

 

 

ડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે, તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. આપને  મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતાજાળવવી હોય તો આપની  સમસ્યા ડાયરેકટ [email protected] ઉપર અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા પૂરી વિગત – જેવી કે, વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત -રીપોર્ટ ની જાણકારી મોકલવી. તમોને તમારા email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપીશું. ”  ….આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 
જરા અજમાવી જુઓ … 

 
 
પેશાબમાં થતી બળતરા નાં થોડા ઘરેલું ઉપાય …
 

 
ગર્ભાશય દરમ્યાન થતા પેશાબના રોગ પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે.

ગર્ભાશય દરમ્યાન થતા પેશાબના રોગ અર્ધા તોલા લીંબુના બીજનું ચુર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે.

પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે.

ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સુરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે કોઈપણ કારણસર પેશાબ અટકતો હોય તો તે મટે છે.

પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો, વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે.

કેળનું ચાર-પાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાંખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છુટી જાય છે.

રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાંખીને હલાવો અને હલવો બનાવી ખાવાથી પેશાબ છુટથી થાય છે.

આમળાના ચુર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટે છે.

પેશાબ અટકી અટકીને આવતો હોય તો એલચીનું ચુર્ણ મધમાં ચાટવાથી પેશાબ સાફ અને છુટથી આવશે.

૧૦૦ ગ્રામ દૂધમાં ખાવાનો સોડા ૧ ગ્રામ નાંખી દિવસમાં બે વાર પીવાથી પેશાબની છુટ થશે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.

પાતળી છાશમાં બે આનીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.

વરીયાળી શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે.

વરીયાળી અને ગોખરૂંનો ઉકાળો બનાવી પીવાથી પેશાબની બળતરા મટે છે.

એલચીના ચુર્ણને આમળાના ચુર્ણ સાથે કે આમળાના રસમાં લેવાથી પેશાબની બળતરા દૂર થાય છે.

ચાર તોલા કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી થોડા જીરાની ભુકી નાંખી પીવાથી પેશાબની ગરમી મટે છે. અને પેશાબ સાફ આવે છે.

આમળાના રસમાં મધ અને હળદર નાંખીને પીવાથી પેશાબ માર્ગે અને પેશાબની બળતરા દૂર થાય છે.

જવને ખાંડી તેનાં ઉપરનાં ફોતરા કાઢી નાંખી જવદાણા કાઢી તેને પાણીમાં ઉકાળી (એક લીટર પાણીમાં એક થી બે ચમચી જવદાણા નાખવા) જવ બફાઈ જાય એટલે ઉતારી લઈ પાણી ગાળી લેવું. જવનું આ પાણી આખો દિવસ પાણીની તરસ લાગે ત્યારે સાદા પાણીની જગ્યાએ પીવાથી પેશાબ અટકી અટકીને આવવો પેશાબમાં બળતરા થવી, કીડનીનું શૂળ, મુત્રાશયનું શૂળ, પથરી વગેરેમાં ફાયદો થાય છે.

એલચી અને સુંઠ સરખે ભાગે લઈ દહીંના નીતર્યા પાણીમાં સિંઘવ મેળવીને પીવાથી પેશાબ તરત છુટે છે.

જવ ઉકાળીને પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે.

શેરડીનો રસ પીવાથી પેશાબ છુટથી થાય છે બળતરા મટે છે.

ક્યારેક ડાયાબીટીસ ન હોવા છતાં વારંવાર ખુબ પેશાબ કરવા જવું પડે છે તે માટે અડદની પલાળેલી દાળને વાટીને ઘીમાં, ખાંડ નાંખીને તેનો શીરો બનાવીને સાત દિવસ ખાવાથી આરામ થાય છે. આ શીરા સાથે દહિંમાં ખાંડ નાંખી રોટલી સાથે ખાવાથી વધુ લાભદાયક બને છે.

અર્ધી ચમચી અજમો અને અર્ધી ચમચી ગોળ મસળી મીક્ષ કરી સવાર-સાંજ લેવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો તે મટે છે.

ક્યારેક ડાયાબીટીસ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો પેટ પર ડુટીની નીચે બાજરીને તાવડી પર ગરમકરી કપડામાં બાંધી પેટ, પેઢું તથા કમર પર ૧૦-૧૫ મિનિટ રોજ શેક કરવાથી આરામ મળે છે.

સુંઠના ઉકાળામાં હળદર અને ગોળ નાંખીને પીવાથી ધાતુસ્ત્રાવ મટે છે તથા પેશાબ સાથે જતું ધાતુ બંધ થાય છે.

એલચી અને શેકેલી હીંગનું ચુર્ણ, ત્રણ રતી જેટલું ચુર્ણ ઘી અને દૂધની સાથે લેવાથી પેશાબમાં ધાતુ જતી હોય તો બંધ થાય છે.

અર્ધા તોલા જેટલું સુંઠનું ચુર્ણ ગાયના અર્ધા શેર દૂધમાં પીવાથી વેદના સાથે પેશાબમાંથી લોહી પડતું હોય તો તે બંધ થાય છે અને વેદના મટે છે.

વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો અજમો અને તલ ભેગા કરીને ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી આરામ મળે છે.

કાળા તલ ૨૫૦ ગ્રામ, ખસ ખસ ૧૦૦ ગ્રામ તથા અજમો ૧૦૦ ગ્રામ અધડચરા શેકી ખાંડીને ચુર્ણ બાવી શીશીમાં ભરી રાખવું તેમાંથી દરરોજ ૨ થી ૫ ગ્રામ ચુર્ણ થોડી સાકર અને ચપડી હળદર મેળવી સવાર-સાંજ બે વાર લેવાથી બહુમુત્ર રોગ (વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તે) મટે છે.

મેથી ત્રણ ભાગ, સુંઠ એક ભાગ તથા અજમો એક ભાગનું ચુર્ણ બનાવી મધ કે પાણીમાં દિવસમાં સવાર-સાંજ બે વાર લેવાથી બહુમુત્ર રોગ મટે છે.

મેથીની ભાજીનો રસ દસ તોલા તેમ O| (પા તોલા) કાથો, O|| (અડધી) ચમચી સાકર મેળવીને પીવાથી બહુમુત્ર રોગ મટે છે.
 

સાભાર : http://www.jainuniversity.org

પઢો રે પોપટ રાજા રામના … (નરસિંહ મહેતા) …

પઢો રે પોપટ રાજા રામના… (નરસિંહ મહેતા)  …
સ્વર: નારાયણ સ્વામી …

 

 

 

parrot in cage.1

 

 પઢો રે પોપટ રાજા રામના …

પઢો રે પોપટ રાજા .. રામના
એ .. સતી સીતાજી પઢાવે  … જી 
અને વ્હાલા, પઢો રે પોપટ રાજા .. રામના
એ …  સતી સીતાજી પઢાવે …

વાંસે બંધાવી, એ જી પાંજરૂ
મુખથી રામ જપાવે … જી
એ જી પઢો રે પોપટ, રાજા એ રામના
રાજા એ … રામના …

એ જી .. પોપટ તારે, કારણે
એ .. લીલા વાંસ વઢાવું
એ જી .. પોપટ તારે, કારણે
અને લીલા વાંસ વઢાવું

તેનું ઘડાવું પોપટ, એ પાંજરૂ
હીરલા રતને જડાવું રે … જી

તેનું રે ઘડાવું પોપટ, એ પાંજરૂ
હીરલા રત્ને જડાવું
પઢો રે પોપટ, રાજા એ .. રામના
સતી સીતાજી પઢાવે …

વાંસે બાંધી, હે જી પાંજરૂ
મુખથી રામ જપાવે
પઢો રે પોપટ, રાજા એ .. રામના

એ જી પઢો રે પોપટ, રાજા ..રામના

પોપટ તારે .. કારણે
કેવી કેવી રસોઈ બનાવું
હે જી પોપટ તારે .. કારણે
કેવી કેવી રસોયુ બનાવું

સાકરના કરીને, હે જી ચૂરમાં ઉપર ઘી પીરસાવું

સાકરના કરીને, હે જી ચૂરમાં .. ઉપર ઘી પીરસાવું .. રે ..જી

હે જી પઢો રે પોપટ રાજા .. રામના
સતી સીતાજી પઢાવે

વાંસે બાંધી  હે પાંજરૂ, મુખે રામ જપાવે
પઢો રે પોપટ, રાજા એ રામના

અને વ્હાલા પઢો રે પોપટ, રાજા … રામના

પાંખ રે પીળી ને પગ ..પાતળા
કોટે કાંઠલો કાળો

હે જી પાંખ રે પીળી ને પગ તેના પાતળા
કોટે કાંઠલો કાળો

નરસૈયાનો સ્વામી રે
હે તમે ભજો રાગ તાણીને રૂપાળો હો જી

નરસૈયાના સ્વામી, જી જી જી

નરસૈયાના સ્વામી
હે ને ભજો રાગ તાણીને રૂપાળો હો જી

અને વ્હાલા  પઢો રે પોપટ રાજા રે રામના
સતી સીતાજી પઢાવે
વાંસે બંધાવી એનું .. જી જી જી

એનું પાંજરૂ, મુખેથી રામ જપાવે.. હે જી
એ પઢો રે પોપટ, રાજા રામના
એ સીતાજી તમને પઢાવે .. જી

વાંસ રે બંધાવી એનું … જી જી જી
એનું પાંજરૂ, મુખેથી રામ જપાવે … હે .. જી

પઢો રે પોપટ રાજા રે .. રામના
એ … સતી સીતાજી પઢાવે
અને વ્હાલા પઢો રે પોપટ રાજા રે રામના …

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પરના આપના મૂકેલ પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

આત્મવિશ્લેષણ … (વ્યક્તિત્વ વિકાસ) …(ભાગ-૨) …

આત્મવિશ્લેષણ …(વ્યક્તિત્વ વિકાસ) … (ભાગ-૨) …

 

swan

 

 

અનુભવી લોકો વ્યક્તિત્વ વિકાસ માટે આત્મવિશ્લેષણ અને ભૂતકાળનું સિંહાવલોકન કરવા પર ભાર દે છે.  સ્વયં આપણને જ આપણા પોતાના ભવિષ્યના નિર્માતા ગણે છે.  જે આપણે આ અગાઉ જાણ્યું … હવે આગળ થોડું  વિશેષ  …. 

નિષ્કપટ ભાવે થોડું આત્મવિશ્લેષણ કરવાથી જ મનની કરણી પકડમાં આવી જાય છે, આપણે સમજી શકીએ છીએ કે આપણે ક્યાં ક્યાં સાચા છીએ અને કયાં ખોટા છીએ.  એક કાલીનો ઉપાસક મા કાલીનાં દર્શન કરવા માટે ખૂબ વ્યાકૂળ હતો.  જેને જુએ તેને પૂછતો :  ‘શું તમે મને મા કાલીનાં દર્શન કરાવી શકો છો ?’  આ સાંભળી એક વ્યક્તિએ કહ્યું : ‘હા, કરાવી શકું છું.’   જેવી રીતે લોકોને સમજાવાય છે એવી રીતે એને સમજાવતાં તેણે કહ્યું : ‘અમાસની રાત્રિએ સ્મશાનમાં જઈને મા કાલીની પૂજા કરવી પડશે અને અમૂક તમુક સામાનની જરૂર પડશે. તમે એ બધું ખરીદીને – ભેગું કરીને લઇ આવો.  મા કાલીનાં દર્શન થશે.’  એ કહેવાની જરૂર નથી કે આ પૂજામાં એક મસમોટી દક્ષિણા પણ જરૂર આપવાની હતી. બધી વ્યવસ્થા થઈ ગયા પછી તેણે ભક્તને કહ્યું :  ‘આંખો મીંચીને મા ની મૂર્તિનું ધ્યાન કરો.’   ભક્તે એમ કર્યું ત્યાર પછી પેલાએ કહ્યું : ‘હવે જુઓ, મા આવી ગઈ છે.’  આંખો ખોલીને ભક્તે જોયું તો ખરેખર મા ઊભી હતી.  તે થોડીવાર સુધી જોતો રહ્યો અને કહેવા લાગ્યો :  ‘મા, તમે જે સામે આવ્યા છો તેનાથી મારા મનમાં આનંદનો સ્તોત્ર કેમ વહતો નથી. જગન્માતાનાં દર્શનથી તો મન આનંદથી ભરાઈ જવું જોઈતું હતું.  પરંતુ મને તો એવું કંઈ થતું નથી.’  આમ કહેતા કહેતા ભક્ત માના ચરણો પકડવા લાગ્યો.  ત્યારે એ મા ચીસ પાડીને બોલી ઊઠી :  ‘અરે બેટા ! હું કંઈ જાણતી નથી.  મને આ બ્રાહ્મણ થોડા પૈસાનો લોભ બતાવીને અહીં પકડી લાવ્યો છે, તું મને છોડી દે.’  આ દ્રષ્ટાંત બસ એટલું જ બતાવવા માટે આપ્યું છે કે આપણે આપણી જાત સાથે ક્યારેય છલના ન કરી શકીએ.  જો થોડા સ્થિર-ધીર થઈને વિચાર કરીએ તો આપણું મન આપણને સ્પષ્ટપણે બતાવી દેશે કે આપણે ભગવાન તરફ ખરેખર આગળ વધી રહ્યા  છીએ કે નહિ.

 

શ્રી રામકૃષ્ણ પરમહંસ કહે છે : ડાંગર ખાંડતી વખતે વચ્ચે વચ્ચે હાથમાં લઈને ખાંડવાનું કામ કેવું થાય છે એ જોવું પડે છે.  બરાબર  એજ રીતે સાધના પથ પર મારી ઉન્નતિ થાય છે કે નહિ એ પોતે જાતે જ પરીક્ષા કરીને જોઈ લેવું પડે છે.  રામકૃષ્ણદેવ બતાવે છે : એક માણસ ખેતરમાં રાતભર પાણી પાતો રહ્યો, પણ સવારે જોયું તો ખેતરમાં એક ટીપુંય પાણી ન હતું.  ખેતરમાં કેટલાંય દર હતાં.  એ દરમાંથી થઈને બધુંય પાણી વહી ગયું હતું.  આવાં બધાં દરોને શોધીને બંધ કરવાં પડશે.  અર્થાત એના પર નજર રાખવી પડશે કે આપણી સાધનાસંપત્તિ ચોરી ચોરીથી ક્યાંય ચાલી તો નથી જતી ને !  આ વાત બરાબર પેલા મતવાલાની અવસ્થા જેવી છે કે જે આખી રાત પતવારાથી  હલેસાં મારતા રહ્યા અને સવારે જોયું તો હોડી તો જ્યાં હતી ત્યાં જ છે !  કારણ એ હતું કે એમણે હોડીને છોડી જ ન હતી !

 

બરાબર એવી જ રીતે આપણે પણ સામાન્ય રીતે જોઈએ છીએ કે વર્ષનાં વર્ષ સુધી જપધ્યાન કરીને પણ આપણે જાણે કંઈ જ કરી રહ્યા નથી.  આ ‘હું–મારા’ ની બુદ્ધિએ આપણને ચારે બાજુએથી બાંધી રાખ્યાં છે.  શત શત આશા-આકાંક્ષા-કામનાની દોરડીથી આપણે સંસારમાં એવી રીતે બંધાયેલાં છીએ કે હજાર હજાર જપતપ કરવા છતાં પણ આપણે આગળ વધી શકતા નથી.  એટલા માટે આપણે જ્યારે પણ આવો ભટકવાનો અનુભવ કરીએ અને એવું વિચારએ કે આપણે જે આટલી બધી સાધનાઓ કરીએ છીએ એનાથી ઠીકઠીક આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણા માટે એ ઉચિત છે કે બધાં લક્ષણોને મેળવીને આપણી ખરેખર પ્રગતિ થઇ રહી છે કે નહિ તે જોઈ લેવું જોઈએ.

 

ગીતામાં કહ્યું છે તેમ અડચણ આવરણ ક્યાં છે એ પહેલા જાણી લેવું પડશે. પછી એને પાર કરવાનું સહજસરળ થઈ જશે.  એટલે જ આત્મવિશ્લેષણની આવશ્યકતા છે.  કારણ એ છે કે હું પોતે મારી જાતને જેટલી સારી રીતે સમજી જાણી શકું છું એટલી સારી રીતે બીજું કોઈ જાણી ન શકે. 

એટલે જ ગીતામાં, ભક્તિશાસ્ત્રોમાં નિષ્કપટ બનવાની વાત વારંવાર કહેવામાં આવી છે અને આ જ કારણે શ્રીરામકૃષ્ણદેવ (ઠાકુર) પણ વારંવાર કહે છે : ‘સરળ ન બનવાથી એને પામી ન શકાય.’

 

 

(રા.જ.૧૦-૨૦૦૨/૨૭૮-૨૭૯)

 
 
આત્મવિશ્લેષણ ભાગ-૧  ની લીંક આપ સર્વેની સરળતા અને અનુકુળતા માટે નીચે આપેલ છે, નીચે દર્શાવેલ પોસ્ટ લીંકનાં નામ  પર ક્લિક કરી ભાગ-૧ માણી શકશો.:
 
બ્લોગ પોસ્ટ લીંક :  

આત્મવિશ્લેષણ – પ્રયાસ – સ્વેચ્છા … (વ્યક્તિત્વ વિકાસ) … (ભાગ-૧) …

 

 


બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા …

અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા …

– સુરેશભાઈ જાની …

 

mind

 

તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે.  ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે.

પણ સઘળું નકર્યા અંધકારમાં.

માત્ર બે જ ગોખલામાંથી પ્રકાશનાં નાનકડાં કિરણ પ્રવેશે છે ; પણ એનાથી નાનકડી ઉત્તેજનાઓના સંકેતો જ અંદરની કાજળકાળી કોટડીમાં પ્રવેશી શકે છે.

એ પ્રદેશની અંદરની વ્યવસ્થામાં સહેજ પણ ફેરફાર થાય ; અવ્યવસ્થા સર્જાય તો એનું સમગ્ર હોવાપણું ખળભળી ઊઠે છે. નાનકડી અવ્યવસ્થા પણ તેને ડગમગાવી દે  એટલું સંવેદનશીલ એનું માળખું છે. અને જેવી આવી કોઈ  નાનકડી આપત્તિ આવી પડે કે તરત જ, એની અંદર સતત જાગૃત રહેતી સેના એ અડચણ પર તુટી પડે છે; એને તહસનહસ કરી નાંખવા કેસરિયાં કરી, જંગમાં ઝૂકાવી દે છે.

પણ આશ્ચર્યની વાત એ છે કે, એનો  નિયંત્રક સમ્પૂર્ણ અંધકારથી  ભરેલી કાજળકોટડીમાં નિવાસ કરતો હોવા છતાં, મેધાવી છે; પ્રજ્ઞાચક્ષુ છે. એ સાત સમંદર પાર પહોંચી શકે છે; એને કોઈ અવયવ ન હોવા છતાં, એના હાથ બહુ લાંબા છે !

કયો છે એ અવનવો પ્રદેશ? શું નામ છે એનું? એ ક્યાં આવેલો છે? કયા અક્ષાંશ અને રેખાંશ પર ?

આપણે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. તમે, હું, તેઓ – આખી દુનિયાનું દરેક જણ તેને બહુ જ સારી રીતે જાણે છે! આપણા દરેકનો એ પ્રદેશ પોતીકો છે. બહુ જ વહાલો છે. આપણી બહુ નજીક છે. સહેજ પણ દૂર નથી. એના માટે જ આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છતાં એની અંદર  સહેજ ડોકીયું પણ કરી શકતા નથી.

આ તે શું આશ્ચર્ય? આ તે કેવી વિડંબના ?

લો! ત્યારે એનું નામ ઠેકાણું આપી જ દઉં.

એ છે – આપણું શરીર !

લે! કર વાત! બહુ મોંયણ નાંખી દીધું ને વાતમાં?

પણ તમે કબૂલ કરશો કે, આપણે આપણા દેહ વિશે કશું જ જાણતા નથી. જે કાંઈ આપણને ખબર છે; એ તો કોઈકે શિખવાડેલું છે. એની અંદરની બધી પ્રવૃત્તિઓ વિશે આપણે પૂર્ણ રીતે અણજાણ હોઈએ છીએ. જે કાંઈ ખબર આપણને પોતાને પડે છે; તે તો સંવેદનાઓથી જ ખબર પડે છે. અને જેને  એ ખબર પડે છે; તે મન તો સૌથી વધારે જડબેસલાક, અંધારપેટીમાં કેદ છે. એ ડગલું પણ ચસકી શકતું નથી. ( અને છતાં ચસકી જાય ખરું! મોટે ભાગે ચસકેલું જ હોય છે ! )

અને એ મન જ આપણી બધી આપત્તિઓનું મૂળ છે. એ પોતાને બહુ જ જ્ઞાની માને છે. આખા જગતના કેન્દ્રમાં હોય તેમ, અભિમાનમાં રાચે છે. આખી દુનિયાને ગોળ ફરતી રાખવાના ગુમાનમાં ચકચૂર છે.

અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા!  એનો દેશ અંધાર્યો; એની પ્રવૃત્તિઓ અંધારી; એની હિલચાલ અંધારી; એના મતલબો અંધાર્યા. એનાં કરતૂત અંધાર્યા.

જ્ઞાન ને પ્રકાશની બડાઈઓ હાંકવામાં માહેર; પણ સતત અંધકારમાં ભટકતો, મદમાં ચકચૂર, આંધળો અને સૌથી વધારે જોખમકારક, ખોફનાક ખવીસ.

 

 

 

sureshbhai jani

 

 

 

 

સુરેશભાઈ જાની …
Mansfield,Texas,USA

બ્લોગ લીંક :  http://gadyasoor.wordpress.com
ઇમેલ – [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર  ટેક્સાસથી સુરેશ જાની (યુએસએ),  દ્વારા મોકલવામાં આવેલ છે, જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

|| શિક્ષાપત્ર ૩૭મું || … અને (૩૮) જબહિં બન મુરલી સ્રવન પરી … – (પદ) …

|| શિક્ષાપત્ર ૩૭મું || …

 

 

pushtin37a

 

 

શિક્ષાપત્ર છત્રીસમાં વિચાર્યું કે ભક્તિમાર્ગીય જીવે ચિંતા કદાપિ નહી કરવી. ચિંતાતુર હૃદયમાં શ્રીજી પ્રવેશતા નથી. અવૈષ્ણવના સંગમાં રહેવાથી ચિંતા કરવાની ટેવ પડે છે, માટે અવૈષ્ણવથી દૂર રહેવું જોઈએ કારણ કે ધર્મમાર્ગમાં “કલૌ કત્તૈવ કેવલમ્” કળિયુગમાં સંસર્ગ દોષ માનેલ નથી. કારણ “જે કરશે તે જ પામશે”  લૌકિક મુશ્કેલીઓનું નિવારણ લૌકિક રીતે જ કરવું. લૌકિક મોહથી છૂટવા મનને શ્રી પ્રભુમાં જોડવું. શરીરનાં દુઃખને સહન કરીદુઃખ મટાડવા યથાશક્તિ પ્રયત્નશીલ રહેવું.  સ્ત્રીપતિ, સંતાનો વગેરે સગા સંબંધીઑ જો  સેવાર્થે અનૂકુળ ન હોય તો તેમનો ત્યાગ કરવો, જો અશક્તિમાન હોઈએ તો શ્રી પ્રભુ ભરોસે રહેવું અને ચિંતા કરવી જ હોય તો વૈષ્ણવોએ સેવા, સત્સંગ, સ્મરણ તથા બ્રહ્મસંબંધની પ્રતિજ્ઞાનાં પાલન માટેની ચિંતા  કરવી.

 

આ સાથે શિક્ષાપત્ર સાડત્રીસનો વિચાર કરીએ. આ સાડત્રીસમું શિક્ષાપત્ર આઠ શ્લોકથી અલંકૃત છે. આ શિક્ષાપત્રમાં જણાવાયું છે કે જીવે પોતાના દોષોનો વિચાર કરીપોતે નિ:સાધન છે એવી ભાવના કરવી. કારણ કે જ્યારે જીવ નિ:સાધનતા  અનુભવે ત્યારે જ શ્રી પ્રભુ કૃપા કરે છે. આજ વિષયનું નિરૂપણ કરતાં શ્રી હરિરાયચરણ પ્રથમ શ્લોકમાં કહે છે કે

 

ન શુદ્ધભાવો નૈવસ્તિ સર્વભાવો ન દીનતા |
નાજ્ઞાપરત્વં ન વિશ્વાસો ન વાસ્તિ પરમાદર: ||||

 

અર્થાતહૃદયમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવા માટે શુદ્ધ ભાવ,  સર્વાંત્મભાવ, દીનતા, તત્પરતા, વિશ્વાસ,પ્રભુ અને ગુરુજનો માટે આદર નથી તેવા વૈષ્ણવોનું મન, હસ્ત, હૃદય વગેરે સેવામાં હોવા છતાં અને સેવા કરતાં હોવા છતાં તેઓ સેવાકાર્ય, સ્મરણ, ચિંતન અને મનન સારી રીતે કરી શકતાં નથી. 

 

આ શ્લોક પરત્વેનું વિવેચન કરતાકહેવાયું કેજે ભક્તજનોને શ્રી કૃષ્ણમાં શુદ્ધ અને સર્વાત્મ ભાવ જ નથી, મન,વચનઅને કર્મથી સર્વદા સર્વભાવથી શ્રીજીની સેવા સ્મરણમાં મન, હૃદય અને ઇન્દ્રિયો લાગતા નથી તેમણે નિરાશ થવાની જરૂર નથી કારણ કે પુષ્ટિમાર્ગમાં તમામ ભાવોથી ઉપર દૈન્યભાવ રહેલો છે. ભક્તજનોમાં રહેલ ફક્ત દૈન્યભાવથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. શ્રી હરિરાયજી આચાર્યચરણ કહે છે કે ભલે કોઈ વિધિવિધાન કે શાસ્ત્રોક્ત સાધનભાવથી પ્રભુની સેવા ન થાય પણ પરંતુ શ્રી મહાપ્રભુજીની કૃપાને કારણે આપણે બધા જ પુષ્ટિજીવો ભાગ્યશાળી છીએ કે ગુરુ અને પ્રભુની કૃપાને કારણે આપણને પોતાના બનાવ્યાં છે, તેથી પ્રભુની તે કૃપાને આપણે દૈન્યતાથી યાદ કરીએ અને તેમનું સંસ્મરણ કરીએ તો પણ પ્રભુ પ્રસન્ન થાય જ છે. આ તમામ ભાવથી સેવા સ્મરણ થવા જરૂરી તે થતા નથી. પરંતુ દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય છે. તેથી પુષ્ટિજીવોએ દૈન્ય અને દીનતાને અપનાવવી જરૂરી છે.  શ્રીઆચાર્યચરણે શાસ્ત્ર પ્રમાણે કરેલી આજ્ઞાનું પાલન પણ થઇ શકતું નથી. ન આજ્ઞા પરત્વમ્ વિશ્વાસો.  ચાતક પક્ષી જેવો વિશ્વાસ પણ હું (શ્રી હરિરાયચરણ)  પ્રભુમાં રાખી શકતો નથી.  પ્રભુમાં આદરશ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીએ આપણા પર (જીવ પર)  એટલી બધી કૃપા કરીને આપણને (જીવને) કે,આપણામાંથી એમના પ્રત્યેનો આદર ઘટી ગયો છે.  જે ખોટું છે.  પ્રભુ માટે અને શ્રી મહાપ્રભુજી માટે આપણા હૃદયમાં પૂર્ણ આદર હોવો જરૂરી જ છે.  પરમ પ્રીતિ જરૂરી જ છે. 

 

પ્રભુ વિના અન્ય સ્થળે મારું (શ્રીહરિરાય ચરણનું) મન આશક્ત થાય છે. એવો હું જીવ કેટલો નિ:સહાય અનેનિ:સાધન છુ. તેથી બીજા શ્લોકથી શ્રી હરિરાયચરણ કહે છે કે,

  

ન સત્સંગો નૈવ સેવા ન નિવેદનસંસ્મૃતિ: |
નાશ્રયો ન વિવેકો હિ ધૈર્યં ન શરણસ્થિતિ: ||||

 

અર્થાતસત્સંગ નથીસેવા નથીનિવેદનની સ્મૃતિ નથીઆશ્રય નથીવિવેક નથીધૈર્ય નથીશરણ સ્થિતિ નથી.

 

અત્રે આચાર્યચરણ હરિરાયજી નિ:સાધનતાના સ્વરૂપનો વિચાર કરતાં જીવના દોષોનું નિરૂપણ કરે છે.  જે પોતે અનુભવ્યું છે. જેસલમેર જેવા વેરાન,  ઉજ્જડ પ્રદેશમાં જે વ્યથા પોતે અનુભવી તેનું વર્ણન પ્રથમ જીવે મેળવ્યું તેનુંવિવેચન કરીને જણાવાય છે કેજેમઅન્ય સાધન ન હોય તો પણ સત્સંગ હોય તો પણ પુષ્ટિમાર્ગના ફળનો અનુભવ થાય. પણ મને (શ્રી હરિરાયચરણને) તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો સત્સંગ જ નથી. સત્સંગથી સેવામાં મન લાગે અને ફળ સ્વરૂપ માનસી સેવા સિદ્ધ થાય. જેમ કેબ્રાહ્મણ ગાયત્રીનો પાઠ ન કરે તો બ્રહ્મત્વનો નાશ થાય તેમજો વૈષ્ણવ થઇ સેવા ન કરે તો વૈષ્ણવત્વ જતું રહે, માટે સર્વથા તાદૃશીય જનોની સાથે નિવેદનનું સ્મરણ કરવું જોઈએ, અને મનમાં એક પ્રભુનો આશ્રય રાખવો અતિ આવશ્યક છે. જેમ કે, “અશક્યે હરિરે વસ્તિ સર્વમાશ્રયતો ભવેત.” અશક્યમાં પણ હરિ છે જ તેથી સર્વ આશ્રયથી સિદ્ધ થાય. પણ આવો આશ્રય પણ શ્રી હરિરાયચરણ કહે છે કે મારામાં નથી. વિવેકનો વિચાર કરતાં કહેવાયું કે, હરિ પોતાની ઈચ્છાથી જ સર્વ સારું કરશે એમ માનવુંઅને સમજવું તે વિવેક છે.  જ્યારે

 

વિવેક ધૈર્યને સમજાવતા કહેવાય છે કેમૃત્યુ સમાન સંકટ આવી જાય ત્યાં પર્યન્ત જીવે આધ્યાત્મિક ત્રિવિધ દુઃખ સહન કરવાં તે ધૈર્ય છે. જેમ કેછાશ મંથનને સહન કરતાં સાર સ્વરૂપ માખણ તત્વ નીકળતાં પછી છાશનું મહત્વ એટલું રેહતું નથી. તેજ પ્રમાણે દેહ વિદ્યમાન હોય ત્યાં પર્યન્ત દેહથી થતા સર્વ કાર્ય જેવાસેવા સ્મરણ સત્સંગ વિવેકની સમજથી ફળ પ્રાપ્ત કરવું, અને દેહમાં મમત્વ ન રાખવું. કારણ કે દેહમાં અહંતા મમતા કરવાથી બંધન થાય છે. અહંતા મમતા છૂટવાથી ધૈર્યથી દુઃખ સહન કરાતાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. વ્રજભકતોએ પણ જ્યારેલૌકિક વૈદિક તજ્યાં અને તેમ કરતાં આવી પડેલા દુઃખોને સહન કર્યા પછી જ તેઓ શ્રી પ્રભુને પ્રામ્યા. 

 

આધ્યાત્મિક ત્રિવિધ દુઃખ સહન કરનાર વૈષ્ણવ પર પ્રભુ પ્રસન્ન થાય છે તેથી શ્રી પ્રભુમાં શરણભાવ રાખવો. પરંતુ આચાર્યચરણ હરિરાયજી એમ પણ કહે છે કે, હું તો શરણમાં પણ સ્થિત થયો નથી.

 

હવે શ્રી હરિરાયચરણ એમ કહે છે કે,

 

ન મહાત્મ્યપરિસ્ફૂર્તિ: સ્નેહસ્તુ ન હિ કુત્રચિત |
આસક્તિવ્યસનાદીનાં કથાડપિ ખલુ દુર્લભા ||||

 

ભક્તિમાર્ગ પ્રવેશો ન ધર્મમાર્ગે ન ચ સ્થિતિ: |
દેશાદિશુદ્ધભાવો ન કાલદોષાન્ન વૈદિકમ્ ||||

 

એટલે કેશ્રીકૃષ્ણના માહત્મ્યની સ્ફૂર્તિ નથી. કોઈ ઠેકાણે સ્નેહ નથી. આસક્તિ અને વ્યાસનાદિની વાત તો દુર્લભ છે, તેથી ભક્તિમાર્ગમાં પ્રવેશ નથી. વળી ધર્મમાર્ગમાં સ્થિતિ નથી. દેશાદિ પણ શુદ્ધ ભાવવાળા નથી.  કાળદોષથી વૈદિક ધર્મ પણ નથી.

 

અત્રે વિવેચનનો વિચાર કરતાંશ્રી કૃષ્ણના મહાત્મયની હૃદયમાં સ્ફૂર્તિ થવી જોઈએ. કોઈપણ સ્થળમાં સ્નેહ થવો જોઈએ, આશક્તિ તથા વ્યસન ભાવના વગેરે પણ દુર્લભ છે. જેમ કેપ્રમેય બળથી ગાય ગોપી જેવા નિ:સાધન જીવોને પ્રભુ કૃપાથી ફળ પ્રાપ્તિ થઇ. અજામિલ ને પુત્રના નામ (નારાયણ) ભાવથી નિમિત્ત બનાવીને તાર્યો.  પુષ્ટિમાર્ગમાં સ્ત્રી શુદ્રોનો શ્રી મહાપ્રભુજીએ ઉદ્ધાર કર્યો. સ્વલ્પ કૃપાથી ભક્તિના સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આવા પ્રકારના મહાત્મયની સ્ફૂર્તિ મને થતી નથી. પ્રભુમાં પ્રથમ સ્નેહ થાય. તો પછી આસક્તિ અને પછીએ વ્યસન થાય ત્યારે અનુભવ થાય. પણ મને તો શ્રી કૃષ્ણ ચરણ કમળમાં સ્નેહ જ નથી. તો આક્તિ અને વ્યસનની વાત જ ઉદ્દભવતી નથી.

 

ત્રિવિધાનામાવલિમાં” કહેવાયું છે કે,

 

બાળલીલાનામપાઠાત્ શ્રી કૃષ્ણે પ્રેમ જાયતે |
આસક્તિ: પ્રૌઢલીલાયાં નામપાઠાભ્દ્રબિવ્યતિ ||

 

વ્યસનં કૃષ્ણાચરણે રાજલીલાડભિધાનત: |
તસ્માન્નામત્રયં જપ્યં ભક્તિપ્રાપ્તીચ્છુભિ: સદા ||

 

અર્થાતબાલલીલાનાં નામના પાઠથી શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે. પ્રૌઢલીલાનાં નામની પાઠથી આસક્તિ થાય  છે. રાજલીલાનાં પાઠથી શ્રીકૃષ્ણના ચરણારવિન્દમાં આસક્તિ વ્યસન થાય છે. તેથી ભક્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓએ સદા આ ત્રણ નામનો જપ કરવો જોઈએ.ભક્તિવર્ધિની ગ્રન્થમાં કહ્યું છે કે, જેમાંથી પ્રેમઆસક્તિ તથા વ્યસન ઉદ્દભવે તેને શાસ્ત્રમાં બીજ કહયું છે. પણ આવા સ્નેહઅશક્તિ તથા વ્યસન મને (શ્રી હરિરાયચરણને) તો મહાદુર્લભ છે.”

 

તથા ચોથા શ્લોકના વિવેચનમાં આમ કહેવાયું છેભક્તિમાર્ગમાં પ્રવેશ નથી. ધર્મ માર્ગમાં સ્થિતિ નથી. દેહાદિશુદ્ધભાવ નથી અને કાળ દોષને કારણે વિવેક નથી. સર્વથી સર્વોપરિ ઉત્તમ પુષ્ટિમાર્ગ છે. ભક્તિમાર્ગ છે. જેમાં બ્રહ્માદિ તથા શિવાદિનો પણ પ્રવેશ નથી અને આવા આ શુદ્ધ પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કરવાનું એક પણ સાધન મારામાં નથી. લોકધર્મમાં પણ મારી સ્થિતિ નથી. શાસ્ત્રમાં કર્મ માર્ગથી સ્વગૌદિક ફળની પ્રાપ્તિ બતાવી છે. પરંતુ મારાથી આવું વૈદિક કર્મ પણ થતું નથી. કળિકાળને કારણે મર્યાદામાર્ગનાં સર્વ સાધન નષ્ટ થયા છે. તેથી વૈદિક માર્ગમાં પણ હું સ્થિત નથી. આમ અત્રે શ્રી આચાર્યચરણ હરિરાયજી નિ:સાધન વિવશ પરિસ્થિતીનો વિચાર કરી રહ્યા છે.

 

ન ચ વ્યાવૃત્તિરાહિત્યં વ્યાવૃતૌ ન હરૌ મન: |
ન ત્યાગશ્ચાર્પિ સેવાર્થે સ્વતન્વ્રસ્ય તુ કા  કથા ||||

 

એટલે કેશબ્દાર્થ જોતા વ્યાવૃત્તિ રહિતપણું નથી. વ્યાવૃત્તિમાં પણ હરિમાં મન નથી લાગતું,ત્યાગ પણ સેવાર્થે નથી. ભગવત્ સેવા માટે દેહઇન્દ્રિયો તથા મનથી લૌકિક વૈદીકનો ત્યાગ પણ થતો નથી.  અને ત્યાગ વિના સેવા થતી નથી. ઉદ્વેગપ્રતિબંધ અને ભોગનો ત્યાગ કરવો જોઈએ.” દેહ તથા ઇન્દ્રિયોને હું વશ છું.  આમ અન્ય પ્રકારે, અન્ય સ્થળે સ્વ્ત્નાત્ર થઇ મન પ્રભુને શરણ થતું નથી.

 

ન કૃષ્ણવિરહસ્ફૂત્તિ: સંયમો ન ચ વાગ્દ્દશો: |
નૌદાસીન્યભક્તેષુ નાનાસક્તિગૃર્હાંદિષુ ||||

 

અર્થાતશ્રીકૃષ્ણના વિરહની સ્ફૂર્તિ નથી. વાણી અને મનનો સંયમ નથી. અભક્ત પ્રતિ ઉદાસીનતા નથી અને ગૃહાદિ પ્રતિ અનાસક્તિ નથી.

 

જેમ કેમંગળાથી રાજભોગની સેવા પછીઅનોસર થતાંહવે પછીની સેવા ક્યારે થવાની ?સમયે સમયે શ્રી પ્રભુને યાદ કરીહા નાથ આપ ક્યા છો ?  ક્યા બિરાજતા હશો ?  જ્યાં સુધી પ્રભુનો વિરહ ન પ્રગટે ત્યાં સુધી પ્રભુમાં પ્રેમ દ્રઢ વિરહ જાગતો નથીત્યાં સુધી પ્રભુ સ્નેહમાં અને સેવામાં આપણી  કેવળ ક્રિયાઑ જ રહેલી છે. શ્રીકૃષ્ણના વિરહની સ્ફૂતિ સર્વ વૈદિક અને લૌકિક કાર્યને ભુલાવી દે છે. એ મુખ્ય ભક્તોનો વિલાપ અને તેનાથી ઉદ્દભવતું દૈન્ય પણ મને નથી થતો. જેમ કેનેત્રો શ્રી ભગવાનના ચિહ્નનોનાં દર્શન કરતાંનથી. જળાશય જોતા શ્રી યમુનાજીનું સ્મરણ થવું જોઈએ. પર્વત જોતા શ્રીગિરીરાજજીનું સ્મરણ થવું જોઈએ. જે નેત્રો ભગવાનના ચિહ્નનોનાં દર્શન કરતાં નથી તે નેત્રો મોરપિચ્છનાં ચાંલ્લા સમાન છે.  જે જિહવા ભગવાનની કથાનું ગાન કરતી નથી તે દેડકાની જિહવા સમાન નિરર્થક છે. પુષ્ટિમાર્ગમાં જો વાણીનો સંયમ ન થાય તો મુખરતા દોષ ઉદ્દભવે છે, અને જો નેત્રોનો સંયમ ન થાય તો મન દ્વારા હૃદયમાં દોષ ઉદ્દભવે છે. 

 

ભગવદ્દીયોજનો સાથે સંગ અને સ્નેહ રાખવાથી પુષ્ટિમાર્ગમાં ફળની સિદ્ધિ થાય છે તેથી ભગવદીયો પ્રત્યે સ્નેહ રાખવો. મારાથી (શ્રીહરિરાયચરણથી) આવો સ્નેહ પણ નથી રાખી શકાતો.

 

નાડહંકારાદિત્યં ન સ્વધર્મપરિગ્રહ :|
નડન્યધર્મનિવૃત્તિ શ્વ કિં કરિષ્યતિ મત્પ્રભુ: ||||

 

મયિ દોષનિધાને તું સર્વસદ્દગુણવર્જિતે |
નિ:સાધનત્વમેવં હિ સ્વસ્ય નિત્યં વિભાવયેત્ ||||

 

અર્થાતઅહંકારઅભિમાન જતું નથી. લોભક્રોધ જતો નથી. સ્વધર્મનો પરિગ્રહ નથી. શ્રીમહાપ્રભુજીએ બતાવેલો સ્વધર્મભગવદ્દ સેવા પ્રત્યે લગાવ નથી.  તથા અન્ય તરફની નિવૃત્તિ નથી. આમ હું હરિરાયચરણ સર્વે દોષોનો ભંડારરૂપ અને  સર્વ ગુણોથી રહિત છું. તો શ્રી પ્રભુ મારી શી ગતિ કરશે ? આમ નિત્ય આપણા નિ:સાધનપણાની ભાવના કરવી.

 

આચાર્ય શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં આ પ્રમાણે કહે છે કે, સ્વામીને આધીન પણાની ભાવનાથી અભિમાનનો સારી રીતે ત્યાગ કરવો. અહંકાર અને અભિમાન ભક્તિમાર્ગમાં બાધક છે. જે સ્વતંત્ર હોય તે અભિમાન કરે પરંતુ વૈષ્ણવે તો દાસ ધર્મ સ્વીકારી અહંકાર કરવાનો જ નથી. કારણ કે અહંકાર અને અભિમાન દાસ્ય ધર્મનો નાશ કરે છે.  “ મારે તો કૃષ્ણ પ્રભુનાંસેવક થઇ અહંકાર રહિત થવું જોઈએ  એવી ભાવના રાખવી. અત્રે દ્રષ્ટાંત રૂપે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છીતસ્વામીના જેવો ધર્મ પ્રત્યે દ્રઢપરિગ્રહ કેળવવો જોઈએ.

 

જ્યારે બીરબલેછીતસ્વામીને પૂછ્યું કેતમે તો શ્રી ગુંસાઈજીને શ્રી ઠાકોરજી સમાન રૂપે ગાઓ છોતો દેશાધિપતિ (અકબર) પ્રશ્ન કરશે તો શો ઉત્તર આપશો ?”  ત્યારે છીત સ્વામીએ ઉત્તરમાં કહ્યું કે, “મારે મન તો તમે આવી રીતે ભાષણ કરો છો તો મલેચ્છ સમાન તમે લાગો છો.  આજ પછી હું તમારું મુખ જોઇશ નહિ, એટલું જ નહિ પણ બીરબલના બીરબલના વર્ષાસનનો પણ ત્યાગ કર્યો.

 

આમ આ પ્રકારે વૈષ્ણવે સ્વધર્મની રક્ષા કરવી. કામક્રોધમદ તથા મત્સરથી ધર્મને રક્ષવો. અત્રે શ્રી હરિરાયચરણ કહે છે કે, મને આવો દ્રઢ ધર્મનો પરિગ્રહ પણ નથી. અન્ય બાધક ધર્મોથી હું નિવૃત નથી.  આમ આ પ્રકારે જીવ હું દોષમુક્ત છું. હે શ્રીકૃષ્ણ તમે મારા સ્વામી છો,મારો ત્યાગ કરશો કે અંગીકાર કરશો એ કાંઈ જ સમજાતું નથી.  કારણ કે અગણિત દોષોનો ભંડાર એવો હું……..જેમાં  એક પણ ગુણ નથી, માટે  હે નાથ ! હે રમણ શ્રેષ્ઠ ! હે પ્રેષ્ઠ ! આપ મારી શી ગતિ કરશો ?” આમ આ પ્રકારની ભાવના કરવાથી નિ:સાધન પણાની ભાવના કરવાથી શ્રી પ્રભુ હૃદયમાં બિરાજી અનુભવ કરાવે છે.

 

આમ શિક્ષાપત્ર સાડત્રીસનું સમાપન કરીવધુ માહિતિ પરત્વે શિક્ષાપત્ર ગ્રંથનું વાંચન અતિ આવશ્યક છે.
 

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 


(૩૭) જબહિં બન મુરલી સ્રવન પરી … -(પદ) …

રચના-સુરદાસજી

 

 murlidhar

 

 

જબહિં બન મુરલી સ્રવન પરી
ચકિત ભૈ ગોપકન્યા સબ, કામ-ધામ બિસરીં.
કુલ મર્જાદ વેદી કી આશા નૈં કુહૂં નહીં ડરીં.
 
સ્યામ—સિંધુ. સરિતા—લલના–ગન, જલકી ઢરનિ ઢરીં
અંગ મરદન કરિબે કૌં લાગીં, ઉબટન તેલ ધરીં.
 
જો જિહિં ભાંતિ ચલી સો, તૈસૌંહિં નિસિ વન કૌં જુખરી.
સુત પતિ-નેહ, ભવન—જન—સંકા, લજ્જા નાહિં કરી.
સુરદાસ—પ્રભુ મન હરી લીન્હૌ, નાગર નવલ હરિ
 

 

જેવો વનની મોરલીનો સૂર કાનમાં પડ્યો, કે ગોપીઓ ચકિત બની ગઇ અને બધાં જ કામકાજ વીસરી ગઇ. વેદની આજ્ઞારૂપ કુળની મર્યાદાથી પણ જરાય ન ડરી, અને કૃષ્ણ રૂપી સાગર તરફ વૃન્દાવનની લલના અર્થાત વ્રજાંગનાઓ નદીના પાણી જેમ વ્હેવા લાગી. યમુનાજલમાં સ્નાન કરી રહેલી, ઉબટન અને તેલ ચોળતી વ્રજનારીઓ બધું ત્યાં જ રહેવા દઇ, જે સ્થિતિમાં હતી તે જ સ્થિતિમાં જ વન તરફ નીકળી પડી. પુત્ર-પતિનો સ્નેહ, ઘરના વડીલોની શરમ કે લોકોની શંકાથી જરા પણ સંકોચ કે ભય ન રાખતાં તેઓ બસ મુરલીનાં સૂરો તરફ વનમાં જવા નીકળી પડી. “સુરદાસજી” કહે છે કે નાગર નવલ હરિએ ગોપીઓનાં એવા મનને હરી લીધાં છે. (આ ટૂંકમાં સૂરદાસજી અહીં કહે છે કે જે નાગર નવલ શ્રી હરિએ જે રીતે અનેકાનેક વ્રજનારીઓનાં મન મોહી લીધા છે તે જ રીતે નાગર નવલ શ્રી હરિ મને પણ પોતાના રૂપમાં એ રીતે મંત્રમુગ્ધ કરી દે કે મારા મન સહિત હું પણ વ્રજનારીઓની જેમ સ્નેહ રૂપી નદીનું નીર બનીને સાગર સ્વરૂપ શ્રી કૃષ્ણનાં ચરણાર્વિન્દમાં  સમાઈ જાઉં.
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

શ્રધ્ધા અને અંધશ્રધ્ધા- … (અકબર બિરબલની વાર્તા) …

શ્રધ્ધા અને અંધશ્રધ્ધા-  … (અકબર બિરબલની વાર્તા)  …

 

 

akbar-birbal

 

 

એકવાર બાદશાહ અકબરે બિરબલજીને પૂછ્યું બિરબલ શ્રધ્ધાને વધારવાનું કામ કોણ કરે? ને શ્રધ્ધા ને અંધશ્રધ્ધામાં શું ફર્ક / તફાવત છે? ત્યારે બિરબલ કહે જહાંપનાહ શ્રધ્ધા વધારવાનું કામ મોટા માણસો કરે છે, અને બીજી વાત શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે ખાસ ફર્ક નથી જે અન્ય લોકો કરતાં હોય તેમનાં કાર્યમાં આપોઆપ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા એવી રીતે જોડાઈ જાય છે કે બંને વચ્ચે રહેલા ભેદની આછી – પાતળી રેખા /પંક્તિ છે જે સરળતાથી દેખાતી નથી.  અકબર બાદશાહ કહે બિરબલ તું મારી પાસે જે બોલ્યો તેને સિધ્ધ કરી બતાવ તો હું માનું. તો બિરબલ કહે જહાંપનાહ એમ તાત્કાલિક સિધ્ધ કરવું મુશ્કેલ છે, પણ સમય આવે ચોક્કસ એ સિધ્ધ કરી બતાવીશ. આથી અકબર બાદશાહ કહે સારું બિરબલ જ્યારે એ સમય તારે માટે આવી જાય ત્યારે તું મને કહેજે. આમ એ વાત ત્યાં જ મુકાઇ ગઈ.

 

 

થોડા મહિનાઓ આ વાતની વીતી ગયા હતાં. બાદશાહ અકબર પણ એ વાતને ભૂલી ગયાં હતાં. તેવામાં એક દિવસ બિરબલ બાદશાહ અકબરને કહે જહાંપનાહ મારે મારા એક કાર્ય માટે આપની જરૂર છે પણ એ કાર્ય શું છે તે વિષે આપને પૂછવું નહીં ફક્ત હું કહું તેટલું જ આપને કરવાનું છે? શું આપ કરશો? અકબર બાદશાહ કહે હા હા ચોક્કસ કરીશ. તો બિરબલ કહે જહાંપનાહ હવેથી ભર્યા દરબારમાં મારી સારી અને નરસી દરેક વાત પર આપે મને શિરપાવ આપવો અને કહેવું કે બિરબલ તારી કોઈપણ વાત કે વિચાર પણ હોય છે તો પણ તારા બધાં જ વિચાર વાતને મનમાં રાખવાથી મને ઘણો જ ફાયદો થયો છે તેથી મારા તરફથી તને આ ઈનામ એમ કહી નાનો-મોટો જેવું આપને રૂચે તેવું ઈનામ આપે મને આપવું. પણ કોઈ દરબારી પૂછે તો કહેવું કે બિરબલ માટે કોઈએ ઈર્ષા કરવી નહીં અને બિરબલને શું આપવું શું ન આપવું તેમાં મારી મરજી રહેલી છે તેથી મારી મરજીમાં કોઈએ સવાલજવાબ કરવા નહીં.  બિરબલજીમાં વિશ્વાસ ધરાવતાં અકબર બાદશાહે બિરબલનાં કહ્યા મુજબ લગભગ રોજે રોજ બિરબલને શિરપાવ આપવાનું ચાલું કર્યું. વારંવાર બિરબલની નાની નાની વાત પર પ્રસન્ન થઈ જતાં અકબર બાદશાહને જોઈને દરબારીઓને બહુ આશ્ચર્ય થતું પણ બાદશાહને સવાલ પૂછવાની હિંમત કોણ કરે? અને ભૂલેચૂકેય કોઈ દરબારી સવાલ કરી લે તો બાદશાહ તેને ચૂપ કરાવી દેતાં. તેથી દરબારીઓ વારંવાર વિચારતા રહેતા કે બિરબલજીએ એવો તે કેવો જાદુ બાદશાહેજહાં પર કર્યો છે કે બાદશાહજહાં બિરબલ પર સદાયે પ્રસન્ન જ રહે છે…..? આમ વિચારતા દરબારીઓએ બિરબલ શું કરે છે, શું વિચારે છે તે જોવાની શરૂઆત કરી જેથી કરીને બિરબલજીની ચતુરાઇનો રાઝ જાણી શકાય. આ રાઝ જાણવાની ઈચ્છાને કારણે દરબારીઓને એક દિવસ ખબર પડી કે બિરબલજી રોજ વહેલી સવારે નગરની બહાર જઈ એક ટિંબા ઉપર ઊભા રહી પૂજા કરી રહ્યાં છે. આથી તેમણે એક દિવસ બિરબલને પૂછ્યું કે આમ વહેલી સવારે અહીં આપ કોની પૂજા કરી રહ્યાં છો? તો બિરબલજી કહે થોડા દિવસ પહેલા મને આ જગ્યાએ એક ફકીર મળેલા તેમણે મને કહ્યું કે રોજ આ જગ્યા પર આવીને ઈબાદત કરશો તો તમારું બધુ જ સારું થશે. કારણ કે આ જગ્યાની નીચે એક પવિત્ર વસ્તુ રહેલી છે. અલ્લાહનાં ઓલિયા એવા ફકીરની કેવી રીતે ટાળી શકું? પણ હું હિન્દુ છું તેથી રોજે આ જગ્યાએ પૂજા કરવા આવું છું જેનાથી મારા મનમાં બહુ સારું લાગે છે અને સાથે સાથે મન પ્રસન્ન રહેતાં દરબારનાં કામ પણ સારી રીતે થાય છે. વળી દરબારનાં કામ સારી રીતે થતાં જહાંપનાહ મારી ઉપર પ્રસન્ન પણ રહે છે. બિરબલની વાત જાણીને દરબારીઓ વિચારવા લાગ્યાં કે જરૂર બિરબલજીની સફળતાનો અને ચતુરાઇનો આજ રાઝ છે તેથી જ અકબર બાદશાહ પણ બિરબલને રોજબરોજ અનેકાનેક શિરપાવ આપે છે. આમ વિચારીને દરબારીઓ પણ બિરબલજીની સાથે રોજે સવારે પૂજામાં જોડાવા લાગ્યાં. બિરબલ સાથે દરબારીઓને ત્યાં જતાં જોઈ ધીરે ધીરે એ જગ્યાનો મહિમા વધવા લાગ્યો, તેથી વહેલી સવારથી એ જગ્યાએ લોકોની ભીડ જામવા લાગી. જેમ જેમ એ જગ્યાનો મહિમા વધવા લાગ્યો તેમ અનેકાનેક બાધાઓ નગરજનો રાખવા લાગ્યાં જેમાં હિન્દુઓ પૂજા કરતાં અને મુસ્લિમો ઈબાદત કરતાં હતાં. એક દિવસ અકબર બાદશાહને પણ આ જગ્યા વિષે ખબર પડી તેથી તેઓ પણ અન્ય નગરજનોની સાથે જોડાયા. બાદશાહ અકબરને પણ જોડાયેલા જોઈને દિલ્હી નગરમાં એક હવા ફેલાઈ ગઈ કે આ જગ્યાનો મહિમા અત્યંત પવિત્ર છે અરે બાદશાહ જેવા બાદશાહ પણ જે જગ્યાએ ઈબાદત કરવા આવે છે તે જગ્યા જરૂરથી પાક અને પવિત્ર જ હોવાનીને……. એમ કહી પરસ્પર વાતો કરતાં. અકબર બાદશાહનાં ત્યાં ઈબાદત કર્યા બાદ દિલ્હીની આસપાસ રહેલા નાના નાના નગરનાં નગરજનો ત્યાં આવતાં. ત્યાર પછી તો એવો સમય પણ આવ્યો કે જે યાત્રાળુઑ દિલ્હી જાય તેઑ તે સ્થળની મુલાકાત ચોક્કસ લેતાં.

 

 

આ રીતે દિવસો વીતવા લાગ્યાં ત્યારે એક દિવસ બિરબલ કહે જહાંપનાહ આજે મારે એક જૂની વાત યાદ કરાવવી છે આપે થોડા મહિનાઓ પૂર્વે મને પૂછેલું કે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે શું ભેદ હોય યાદ છે આપને? બાદશાહ અકબર કહે હા…..બિરબલજી આપે મને એ વાત ખરી યાદ દેવડાવી, શું થયું એ વાતનું? ત્યારે બિરબલ કહે જહાંપનાહ આપ રોજે સવારે નગર બહાર ઈબાદત કરવા જાઓ છો ખરું ને? બાદશાહ અકબર હા મે સાંભળ્યું છે કે તે જગ્યાએ ઈબાદત કરવાથી મનની બધી જ મુરાદ પૂરી થાય છે અને બિરબલ તમે જ એ જગ્યાએ જવાનું શરૂ કર્યું હતું ખરૂ ને ત્યારે બિરબલે કહ્યું જહાંપનાહ હા આપની એ વાત સાચી છે પરંતુ ત્યાં જવાથી મે આપના બધાં જ સવાલોનાં જવાબ આપી દીધા છે બાદશાહ અકબર કહે એ કેવી રીતે બિરબલ ? ત્યારે બિરબલ કહે જહાંપનાહ મે તો માત્ર એક અફવા ફેલાવી હતી અને એ અફવાને વેગ દેવા માટે હું પોતે ત્યાં જઈને પૂજા કરતો પણ નગરજનોની દૃષ્ટિએ હું મોટો છું  તેથી મારૂ અનુકરણ કરીને અન્ય નગરજનો પણ ત્યાં જવા લાગ્યાં. જ્યારે આપના તરફથી મને વારંવાર શિરપાવ મળતો હતો તે જોઈને નગરજનો અને દરબારીઓને લાગવા લાગ્યું કે મારી પૂજા સફળ થઈ છે તેથી આપ મારા પર પ્રસન્ન રહો છો તેથી હું જે કરતો તે દરબારીઓ કરવા લાગ્યાં, અને જે દરબારીઓ કરતાં હતાં તે નગરજનો કરવા લાગ્યાં અને જે નગરજનો કરતાં હતાં તે જોઈને આપ પણ તે જ કરવા લાગ્યાં. જહાંપનાહ આપ હવે કહી શકો છો કે શ્રધ્ધા વધારવાનું કાર્ય મોટા માણસો કરે છે, વળી જહાંપનાહ આપે એ પણ જોયું હશે કે આપે ત્યાં કરેલી ઈબાદત પછી તો લોકોના ટોળેટોળાં ત્યાં ઉમેટવા લાગ્યાં હતાં, એ હતો આપના પ્રથમ સવાલનો જવાબ. હવે બીજા સવાલનો જવાબ આપું. જહાંપનાહ……… આપે પૂછ્યું હતું કે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે કેટલો ભેદ છે? અને મે આપને કહ્યું હતું કે એ બંને વચ્ચેની આછી પાતળી રેખા /પંક્તિ છે જે સરળતાથી દેખાતી નથી. જહાંપનાહ આપ જ કહો………જ્યારે આપે ત્યાં ઈબાદત કરવા જવાનું નક્કી કર્યું ત્યારે આપને એ સ્થળ પાક લાગતું હતું? ત્યારે અકબર બાદશાહ કહે નાં હું તો લોકો જતાં હતાં તેથી હું પણ ત્યાં જતો હતો. આથી બિરબલ કહે કે જહાંપનાહ જે લોકો શ્રધ્ધાથી જતાં હતાં તેમણે જોઈ જોઈને જે લોકો ત્યાં જતાં અર્થાત્ દેખાદેખીથી જે લોકો જોડાયા અને વધુ ને વધુ તે જગ્યાને જાણ્યા વગર જ, પોતે શા માટે કરી રહ્યાં છે તે સમજ્યા વગર જ લોકોને પોતાની સાથે જોડાવાનો આગ્રહ કરતાં રહ્યાં તે તમામ લોકોની અંધશ્રધ્ધા પણ એ શ્રધ્ધાળુંઓમાં ભળી ગઈ હતી. અકબર બાદશાહ હવે બિરબલ શું કહે છે તે સમજી ચૂક્યા હતાં તેથી કાન પકડીને કહે બિરબલ તમારી વાત સાચી છે મે પણ એ સ્થળને જાણ્યા, સમજ્યા વગર જ ત્યાં જઈને ઈબાદત કરવાનું ચાલું કરી દીધું તે મારી અંધશ્રધ્ધા હતી પરંતુ મને ત્યાં જતો જોઈ મારી પાછળ જે લોકોનાં ટોળાઓ ત્યાં એકઠા થવા લાગ્યાં તેઓતો ફક્ત મારુ અનુકરણ કરતાં હતાં ઉપરાંત મને ત્યાં જોઈને તેમની શ્રધ્ધા પણ વધી ગઈ હતી. આટલી વાત કર્યા પછી અકબર બાદશાહ બિરબલને પૂછવા લાગ્યાં કે પણ એ તો કહો કે બિરબલ એ સ્થળ શું ખરેખર પાક છે? ત્યાં શું ખરેખર આપને ઓલિયા ફકીર મળેલા…..? ત્યારે બિરબલ કહે હુજૂર હજુ પણ ન સમજ્યા….? એ જગ્યા પર મને કોઈ જ મળેલું ન હતું મે તો બસ આપના સવાલનો જવાબ આપવા માટે અફવા ઉડાવી હતી.

 

બિરબલે રાજા ને કહું  કે, જ્યાં  બુદ્ધિ નાં સીમાડા  અટકી જાય, અને જેના પૂરાવા ના મળે તેને આપણે શ્રદ્ધા પર છોડી દઈએ છીએ. જે આપણી એક નબળાઈ કહો કે આપણી, મર્યાદા કહો, કે, આપણી લીમીટ ની બહારની વાત, આ  કે જે ,નો કોઈ ચોક્કસ પૂરાવો નથી,  પણ આપણી શ્રદ્ધા વિષે નો પૂરાવો એવું હું સમજુ છું. એવી  વાતને લોકોએ પોતાના સ્વાર્થ, પોતાના હિત,પોતાના જીવનનું  ધ્યેય બનાવી અને અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય સ્થાપ્યું.   તમે તેને તમારી તરફ કેવી રીતે આકર્ષી શકો છો તે તમારી ખુદની શક્તિ ને બુદ્ધિ પર નિર્ભર કરે છે, અને ખાસ કરીને આ અંધશ્રદ્ધા નો ઉપયોગ કરી ને જ.

 

 

સાભાર : પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ.
[email protected]

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મોઢામાં પડતાં ચાંદા અને હોમીઓપેથી …

મોઢામાં પડતાં ચાંદા અને હોમીઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

 

 mouth ulcer

 

વાંચક મિત્રો,  આ અગાઉના મારા પેપ્ટીક અલ્સર વિશેના … બ્લોગ પોસ્ટ પર નાં લેખ પર આપેલ આપના પ્રતિભાવો બદલ આભાર !. આજે આપણે… મોઢામા પડતા ચાંદા … વિશે સમજીશુ…

 

આજની ફાસ્ટફૂડ પ્રભાવિત લાઇફસ્ટાઇલના કારણે મોંમાં ચાંદા પડવા અને પેટને લગતી સમસ્યા વધી છે.

અનેક પ્રકારની દવા લેવા છતાં લોકો મોંમાં ચાંદા પડવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકતા નથી.  આજે આપણે મોઢામા પડતા ચાંદા વિશે વાત કરીશું.

 

 

મોઢામા ચાંદા એટલે મોં ની અંદર આવેલુ ચામડી નુ પાતળુ આવરણ જેની અંદર આવતો સોજો જે ગાલ, પેઢા, હોઠ અને જીભ ને પણ અસર પહોચાડે છે જેના કારણે અસરગ્રસ્ત ભાગ લાલ રહે છે અને ત્યા બળતરા નો પણ અહેસાસ થાય છે.

 

 

કારણો –

 

૧) ખોરાક મા વિટામીન બી ૧૨ , ફોલીક એસીડ , પ્રોટીન તથા લોહતત્વ ( આઇરન ) ની ઉણપ,

૨) મો ની કાળજીપુર્વક ની સફાઇ ના કરવી,

૩) દાંત મા લગાવેલા ડેન્ચર ( ચોકઠુ, સ્પ્રીંગ ) જે યોગ્ય રીતે ન લગાવ્યા હોય,

૪) વધારે પડતા ગરમ ખોરાક કે પીણા ના કારણે,

૫)કોઇ પણ પ્રકાર ની એલર્જી જે ખોરાક કે પછી દવાઓના કારણે થઇ હોય,

૬) રેડીયોથેરાપી ના કારણે.

 

 

લક્ષણૉ –

 

મોટેભાગે મો ની અંદર થતો દુખાવો કે બળતરા મો મા પડેલા ચાંદા તરફ ઇશારો કરી દે છે. મોટેભાગે આ ચાંદા ૫ થે ૧૦ દિવસ ની અંદર મટી જાય છે.

 

સારવાર –

 

૧ ) વધારે પડ્તા તીખા અને મસાલા વાળા ખોરાક તેમજ ખાટા રસાળ ફળથી દુર રહેવુ જોઇએ.

૨ ) જો વધારે બળતરા લાગે તો બરફ ના ગાંગળા લગાવી શકાય.

૩ ) બને એટલુ વધારે પાણી પીવાથી પણ ફાયદો થાય છે.

૪ ) મોની તથા દાંત ની સાર-સંભાળ સારી રીતેકરવાથી આ સમસ્યા ને રોકી શકાય છે.

૫) તાંદરજો, ભાજી વગેરે લીલા શાકભાજી ખાવાથી વિટામીન બી ૧૨ મલૅ છે જે આવા ચાંદા ની સામે રક્ષણ આપે છે.

 

દવાઓ –

 

૧ ) બોરેક્સ

૨) સલ્ફર

૩) નેટરમ મ્યુરીએટીકમ –

૪) નક્સ વોમિકા

૫) મરક્યુરીઅસ

૬) કાલી બાઇક્રોમિયમ

૭) આરસેનીકમ આલ્બમ

  

આ બધી દવાઓ મોઢામા પડતા ચાંદા – માં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

 

 

ઘરેલુ ઉપાય …

– એક કેળું ગાયના દૂધમાં ખાવાથી આરામ મળે છે.

-મોઢું હંમેશા આવતું હોય તો ટામેટાં ભરપૂર ખાવા જોઈએ. ટામેટાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવીને તેના કોગળા કરવાથી પણ રાહત મળે છે.

-પાનમાં ચણાની દાળ જેટલો કપૂરનો કટકો નાખીને પાન ધીરે ધીરે ચાવવું. થૂંક ગળવું નહીં તેને થૂકતાં રહેવું, છેલ્લા કોગળા કરી લો તરતજ લાભ થશે. 

-સૂકુ કોપરું ખૂબ ચાવી ચાવીને ખાવું અને તેનું પેસ્ટ બનાવી મોઢાંમાં થોડીવાર રાખવું પછી ઉતારી જવું આવું દિવસમાં બે-ત્રણ વાર કરવાથી બે દિવસમાં ચાંદા મટી જશે.

 

સાભાર : વેબ દુનિયા …

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે અમોને તેમજ પોસ્ટના લેખક ડૉ. અંકિત પટેલ ને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે.