“ નવી ભોજન પ્રથા ” … (ભાગ -૩) …

“ નવી ભોજન પ્રથા ” … (ભાગ -૩) …
પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ … (અમરેલી-ગુજરાત)
Suprintending Engineer(Retired)G.E.B.

 

 

 

 New Bhojan Pratha.3

 

 

 

ઉત્તરાધ …

 

આ અગાઉ આપણે “નવી ભોજન પ્રથા”  વિશે જોઈ ગયા કે તે શું  છે ?  અને તેની શરૂઆત કરવા માટે આપણે શું કરવું જરૂરી છે ?…. દૈનિક જીવનમાં છ કલાકના ઉપવાસથી આંશિક ફાયદાની શરૂઆત થઇ જાય છે, અને થોડા લાંબા ઉપવાસથી વિશેષ લાભ થય છે.  કેહવાનું તાત્પાર્ય – સૌ કોઈ ઉપવાસ કરી શકે છે.

 

“A WILL, WILL FIND A WAY”

 

મન હોય તો માળવે જવાય,
ઈચ્છા હોય તો અઘરું નથી.

 

ગઈ પોસ્ટમાં આપણે જાણ્યું કે જેમ ઉપવાસ બાબતે અસંખ્ય સવોલો થાય કે …શું ખાવું ? ક્યારે ખાવું ? શા માટે ખાવું ?  … આવા સવાલોના જવાબો પણ એટલા જ અટપટા છે.

 

કોઇ પણ બાબત ની જેમ અહીં પણ મત-મતાંતરો ભૂતકાળમાં હતા જ, આજે પણ છે જ અને ભવિષ્યમાં પણ રહેવાનાં એકમતિ ક્યારેય સાધી નથી શકાતી કે નથી ક્યારેય સાધી શકવાના !

 

સમાજનો એક વર્ગ માંસાહાર થી દૂર રહી માત્ર શુદ્ધ શાકાહાર નો આગ્રહી છે.  જ્યારે એ જ સમાજમાં બીજો એક વર્ગ માંસાહારને  જ  યોગ્ય ઠરાવી રહેલ છે.

 

અહીં વિવેક બુદ્ધિની જ જરૂર પડે છે.  જ્યારે એક થી વધુ માંથી પસંદગી કરવાની હોય, ત્યારે લાભ-લાભ નો વિવેકપૂર્વક વિચાર જરૂરી બને છે.

 

ભોજનને જ મહત્વ શા માટે ?  એ પ્રશ્ન ઉદ્દભવે તે પણ સ્વભાવિક છે.  માનવ જીવનમાં એ માટે બીજી ઘણી બાબતો છે …

 

અન્ન તેવું તન, વળી
અન્ન તેવું મન,
મનમાંથી વિચારો જન્મે
વિચારો થી વાણી અને વર્તન પર અસર જોવા મળે છે…

 

આજે આપણે જોઈએ છે કે સૌ કોઈના તન (શરીર)  ખખડી ગયા છે.  તેને રીપેર કરવા માટે લાખ લાખ નુસ્ખાઓ કરવામાં આવે છે.  છતાં, પરિણામ નિરાશા જનક છે.પહેલું શુખ તે જાતે નરવા/ નર્યા.   બધાને નિરોગી રહેવું છે, પણ સાચો રસ્તો મળતો નથી.  અનેક પેથીઓ બિલાડીના ટોપની જેમ ફૂટ્યા જ કરે છે અને વધુને વધુ ઊંડી ખાઈમાં ગરકાવ થતા જવાય છે.  જુના રોગો જતાં નથી, અને નવા ની વણથંભી વણઝાર ચાલુ જ રહે છે.  માણસ થાક્યો છે અને મૂંઝાયો છે; હાર્યો છે, થાક્યો છે, લાચારી અનુભવે છે.

 

બરાબર આવા સમયે જ ઈશ્વરે આપણને સાચો માર્ગ /રાહ બતાવી દીધો છે.  આ રાહ એવો છે જ્યાં રોગો તો ભાગી જાય છે અને નવા રોગો નો જન્મ થતો અટકી જાય છે.  માન્યમાં ન આવે તેવી વાત છે પણ છતાં ઠોસ / નક્કર અનુભુતિત હકીકત છે.  માટે જ જાત અનુભવની જરૂર પડે છે.

 

આગળ જોયું તેમ, ઉપવાસથી રોગોનું નિકંદન નીકળી જાય છે.  એક પણ રોગ ઊભો રહેતો નથી.  પણ ઉપવાસની પણ મર્યાદા હોય ને ?  ક્યા સુધી ઉપવાસ ? ઉપવાસ ઉત્તમ છે તેથી તેનો મહત્તમ લાભ લઇ શકાઈ, પરંતુ ખાધા વગર તો ચાલવાનું જ નથી.  ત્યારે મહત્વનો સવાલ એ થાય છે કે હવે ખાવું શું ?  ઉપવાસની મર્યાદા આવી જાય, ત્યારે જ કાચું ખાવું.

 

જે માટે આપણે આ પહેલા જોઈ ગયા ગીતાજી નાં ૧૭મા અધ્યાયના ૮ – ૧૦  શ્લોક, જેમાં ગીતાજી આપણને આ બાબત યોગ્ય માર્ગદર્શન આપે છે.   જે મુજબના પ્રયોગો અમે જાતે કર્યા અને આજે ૨૦ વર્ષ જેવા સમયથી કરીએ છીએ  અને અનેક લોકોએ આ પ્રયોગ શરૂ કર્યા છે અને કરે છે. એટલું જ નહિ દરેકને  પોતાની શારીરિક – માનસિક ફરિયાદ પણ દૂર થતી જોવા મળેલ છે અને જેમના અનુભવ  સ્વદર્શન મેગેજીનમાં અમોએ સમયાંતરે દર્શાવવા કોશિશ કરેલ છે.  (ઉપરોક્ત મેગેજીન  આપ ઓનલાઈન પણ વાંચી શકો છો.)

 

આમ તો કુદરતે આપેલ કોઇપણ ઋતુની કોઇપણ ખાદ્ય ચીજ કાચી ખાઈ શકાય.  પરંતુ શરીર પણ એક યંત્ર છે, જેથી તેને જેટલું ઓછું ભારણ આપીએ, તેટલું સારું.

 

 

“સર્જનહારે આપેલ ભોજન જેના તે સ્વરૂપે ખાવું જોઈએ.”  શરીરની રચના ને ધ્યાનમાં રાખીએ તો માનવ શરીર શાકાહાર માટે બનેલ છે.  જેથી જમીનમાં ઉપજ થતી / ઉગતી ખાવા યોગ્ય તમામ વનસ્પતિ એ માનવ જાતનું ભોજન છે.  વળી તે જેના તે સ્વરૂપે જ ખાવાનું છે.

 

જ્યારે આપણે ભોજનનું ઉષ્ણતામાન વધારીને શેકીને, ટળી, બાફીને ભોજનને મૃત બનાવીને ખાધું; જેથી તેમાંના જરૂરી ઘટકોનો –વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ, ચરબી, કાર્બોહાઈડ્રેટ, વગેરે … નાશ થવાથી માત્ર મળ રહે છે જે શરીરમાં જઈને સડે છે.  જેનાથી ગંધાય છે, ગેસ ઉત્પન્ન થાય છે, જેન આપણે વાત –પિત્ત – કફ પૈકી વાત તરીકે ઓળખીએ છીએ કે કહીએ છીએ.  જેનાથી વાત જન્ય રોગો થાય છે.  તેમાં જ એસિડ – તેજાબ, ખટાશ પેદા થાય છે જેનાથી પિત્ત જન્ય રોગ થાય છે.  જે આગળ જતાં વધુ ભયંકર સ્વરૂપ પકડી લે છે જેમ કે, ટી.બી,, કેન્સર, એઈડ્ઝ વિગેરે ….

 

શરૂઆતમાં નિર્જળા ઉપવાસ કરવા, એનિમા લેવો વિગેરે બાબત અપનાવતા માનસિક તેમજ શારીરિક તકલીફ પણ પડશે જેવી કે… ઝાડા, ઉલટી, તાવ, અશક્તિ, ગડ-ગુમડ, વાદ ખરવા, બેચેની જેવા અનુભવ થાય, પરંતુ તેનાથી ગભારાઈ ન જવું કે ડૉકટર પાસે દોડી ન જવું.  આ  બધા લક્ષણો એ દર્શાવે છે કે,  જે તમે કરો છો તેની અસર રોગો પર થવા લાગી છે અને તે હવે બહાર નીકળે છે.  ધીરે ધીરે આ બધી જ નડતર દૂર થઇ જશે અને સૌ સારાવાના થઇ જશે.  (આવા સમયે જો જરૂર લાગે તો અનુભવિનું માર્ગદર્શન લઇ શકાય છે.)  જરૂર લાગે તો આવી પરિસ્થિતિમાં ખાવા-પીવાનું છોડી દેવું.  આંમેય આવી પરિસ્થિતિમાં ખાવા=પીવાનું ભાવે પણ નહિ.  શક્ય હોય તો, વમન (ઉલટી) દ્વારા, અથવા એનિમા દ્વારા અંદરનો કચરો-ઊભરો બહાર નીકળતો હોય, તેમાં મદદરૂપ થવું.

 

જેણે એનિમા નથી લીધો તેને વળી બીજી ચિંતા ઉભી થશે.  ઘણાને ક્ષોભ, શરમ, અરૂચિ જેવી લાગણીઓ થશે.  સાચી સમજણ હશે તો જરૂર હોંશે હોંશે લેવાનું મન થશે.  એનિમા ફક્ત સાદા પાણીથી જ લેવાનો છે અને તે સાવ નિર્દોષ છે.  તેમ કરવાથી મોટાં આંતરડામાંથી મદ દૂર થાય છે.  જેનાથી આંતરડું ચોખ્ખું થતાં પાચન સારૂ થાય છે. ભૂખ સારી લાગે છે.  શક્તિ, સ્ફૂર્તિ, તાજગીનો અનેરો આનંદ અનુભવાય છે.  ઊંઘ સારી આવે છે.    એનિમા લઈએ ત્યારે કોઈ કોઈને ખૂબજ ખરાબો નીકળે છે અને કોઈ કોઈને કંઈ જ નીકળતું નથી.  આમ જે થાય તે, પણ નુકશાન તો એનિમાથી નથી જ.

 

તેવું જ એનિમા બાબતે પણ આપણા મનમાં અનેક સવાલો  આવી શકે… જેમ કે …

 

 •  એનિમા લેવો જ પડે ? / શું તે જરૂરી છે ?
 • એનિમા ક્યારે લેવો ?  (સમય)
 • એનિમા કઈ રીતે લેવો ? (રીત/ પદ્ધતિ)
 • એનિમા કોણ લઇ શકે ? (બાળક, યુવાન, વૃદ્ધ)
 • એનિમાની આડ અસર કોઈ ખરી ?
 • એનિમા ની ટેવ ન પડી જાય ?
 • એનિમાથી આંતરડા નબળા ન પડી જાય ?
 • નિયમિત થોડો સમય  એનિમા લેવાથી ઇન્ફેકશન ન લાગે ?
 • હરસ/મસા/અલ્સરેટીવ –  કોલાઈટીસ … વિગેરે આંતરડા નાં દર્દીઓ એનિમા લઇ શકે ?
 • ઉપવાસ દરમ્યાન એનિમા લેવાથી નબળાઈ વધુ ન આવે ?

 

 

ઉપરોક્ત બધા જ સવાલોનો જવાબ એક જે છે,

 

 

“ભોજન થી શક્તિ” એ માનવું, માણસની મોટામાં મોટી એ ભૂલ છે.

 

 

રામચરિત માનસ કહે છે : …

 

 

છિતિ, જલ, પાવક, ગગન, સમીરા,
પંચ રચિત  યહ અધમ સમીરા…

 

 

અહીં સ્પષ્ટ જણાવે છે કે સ્થૂળ દેહ પાંચ તત્વો થી રચિત યાને રચાયેલ – બનેલ છે.  પાંચતત્વોથી શરીર નિર્માણ થયેલ છે.

 

 

FOOD  IS  NOT  THE  SOURCE  OF  ENERGY,
FOOD  IS  ONLY  & ONLY  BUILDING  MATERIAL.

 

શક્તિનો સ્ત્રોત પહેલા લેવો પડે.  જમ કે ગાડીમાં પેટ્રોલ પણ પૂરા વપરાશ બાદ  – ઘસારાની  પૂર્તિ પછીથી નવું ભરાય છે..  આમ, પહેલાં ઘસારો પછી ભોજન, પહેલા શ્રમ પછી ભોજન.

 

વિટામીન, પ્રોટીન, વગેરે જુદા જુદા ભોજનથી મેળવાય છે તે પણ ભ્રાન્તિ છે.  અન્ય જીવો જે મળે તે ખાય છે.  શાકાહારી – હાથી, ઘોડા વિગેરે માત્ર ઘાસ ખાય છે, છતાં તેને જરૂરી તમામ સત્વો – તત્વો મળી રહે છે.  આપણું શરીર પણ અન્ય પ્રાણીઓ જેવું જ છે, જેથી તેમની જેમ આપણને પણ જે કાંઈ ખાઈએ તેમાંથી જ સત્વ મળી રહે.

 

બીજી રીતે વિચારીએ, તો શરીર સક્ષમ ન હોય, ત્યારે કોઈપણ ભોજન ભાર રૂપ થશે.  શરીર તેમાંથી મેળવવા જેટલું મજબૂત નહીં હોય, જેનાથી તે વધુ નબળું પડતું જશે.  આથી શરીરની ઉણપના પ્રમાણમાં ભોજન આપવાને બદલે શરીરને જ સક્ષમ બનાવવું રહ્યું જેથી તેને જે કંઈ આપવામાં આવે, એમાંથી તેને જે જોઈએ તે બનાવી લે.

 

 

ખુદી કો કર બુલંદ ઇતના કિ ખુદ ખુદા હી  પૂછે
કિ બોલ બંદા, તેરી રજા ક્યા હૈ ?

 

 

“આપ્યું અને તાપ્યું ક્યા સુધી ?”

 

 

આમ, ઉપવાસ એ શરીરને સક્ષમ બનાવવાનું સાધન છે.

 

રોગી જો ઉપવાસ કરે તો નિરોગી બની જાય,

નિરોગી ઉપવાસ કરે તો યોગી બની જાય.

 

 

“ઉપવાસ ઉત્તમ છે”  યુક્તિ યુક્ત ઉપવાસથી ફાયદા જ ફાયદા છે.

 

 

લાંબા ઉપવાસ છોડવામાં વધુ તકેદારી રાખવી જરૂરી છે.  જે કોઈ અનુભવીના માર્ગદર્શન હેઠળ કરવા વધુ સલાહભર્યું છે.

 

 

આવ જ અનેક તર્ક-વિતર્ક એનિમા બાબતે થાય, તે સ્વાભાવિક છે.

 

 

અસંખ્ય લોકોનાં અનુભવોનું તારણ એ છે કે એનિમા (સાદા પાણીથી) નિર્દોષ અને ખૂબજ ફાયદાકારક છે. જેથી સહેજ પણ શંકા-કુશંકા રાખ્યા વગર રોગી-નિરોગી, અબાલ-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, સંસારી –સંન્યાસી … સૌ કોઈ એ થોડા દિવસો સુધી લેવો હિતાવહ છે.  વિશેષ જાણકારી માટે …

 

ઈન્ટરનેટ નાં ઉપભોગતા એ ગુગલ સર્ચ એન્જિન પર ENEMA  સર્ચ કરવાથી પણ મળી રહેશે…

 

 

“પાણી”   ઉપવાસના સમય પૂરતો જ નિષેધ છે.  બાકીનાં સમયમાં શરીરની જરૂરીયાત મુજબ તરસ નાં પ્રમાણમાં પાણી પીવું હિતકારી છે.  “નહીં ઓછું નહીં વધુ”   પર્યાપ્ત માત્રામાં…

 

 

“દૂધ”    ઘણો જ પેચિદો વિષય છે.

 

 

અહીં માત્ર એટલું જ કહીશ કે :

 

સૃષ્ટિનાં સર્જનહારે દૂધ દરેક માતાને પોતાનાં અને માત્ર પોતાનાં જ સંતાન માટે આપેલ છે.   જેના પર બીજા કોઈનો અધિકાર નથી.   આમ છતાં કોઈ પણ ખ્યાલથી કોઇપણ પ્રાણીનું દૂધ છીનવી લેવું, તે પાપ છે, અપરાધ છે, હિંસા છે.  જેનું પરિણામ છે … “દુઃખ”.

 

“કરહીં  પાપ,  પાવહીં દુઃખ,   રુજ, શોક,  ભય,  વિયોગ” –   રામચરિત માનસ..

 

કેલ્શિયમ, વિટામીન, પ્રોટીન, સંપૂર્ણ આહાર, વગેરેને લગતા સવાલો અસ્થાને છે.

 

સૃષ્ટિમાં અન્ય કોઈ જીવ પારકી માં નું દૂધ પીતું નથી.  અને છતાં કોઈને કોઈ ઉણપ (દૂધ ન લેવાથી)  વર્તાતી નથી.

 

આમ છતાં,  પ્રયોગ કરી જુઓ.  હું ગામડાનો ખેડૂત છું.  અમે ગાય-ભેંસ પાડતા.  તેના ચોખ્ખા દૂધ પીધેલા છે.  દૂધની બનાવટો – દહીં, છાશ, માખણ, ઘી, માવા, મીઠાઈ, આઈસ્ક્રીમ વગેરે ખૂબજ ખાધા છે અને  ત્યાં સુધી બિમાર રહયા.   આજે એકવીશ વર્ષથી છોડી દેવાથી વધુ તંદુરસ્ત, વધુ શક્તિ-સ્ફૂર્તિ, તાજગી થી સભર છીએ.   હાડકા વધુ મજબૂત અને લચીલા (કૂણા – FLEXIBLE)  બની ગયા છે.  અમારે ત્યાં નાના બાળકોને પણ અમે પારકી માનું દૂધ આપતા નથી.  આવા અનેક બાળકો ઉપરનો પ્રયોગ આઠેક વર્ષથી વધુ સમયથી ચાલે છે.  આવા તમામ બાળકો વધુ તંદુરસ્ત, શક્તિ, સ્ફૂર્તિ, તાજગીથી ભરેલા, શારીરિક, માનસિક, બૌદ્ધિક સ્તરે વધુ સારી વૃદ્ધિવાળા ઉછરી રહ્યા છે.

 

આમ, આ બધા જાત પ્રયોગ સિદ્ધ હકીકત છે.  જેથી શંકા ને સ્થાન નથી.   હિંમત રાખી પ્રયોગ કરનારને પરિણામ મળશે.  શંકા કરનાર કદાચ લાભથી વંચિત રહેશે…

 

 

“માંહી પડ્યા તે મહાસુખ માણે …”

 

“રાંધેલ ભોજન”   એ માનવ જાતની ખૂબજ મોટી ભૂલ છે, જે તેને આજે ભારે પડી છે.  અને તેજ રોગનું કારણ બનીને માણસ જાતને ભરખી રહી છે.

 

ભોજન જે તે સ્વરૂપે ખાવા માટે સર્જનહારે માનવ જાત માટે શાકાહાર (વનસ્પતિ જગત)  આપેલ છે.  તેનું ઉષ્ણતામાન વધવાથી સત્વો –તત્વો નાશ પામે છે.  આવું મૃત ભોજન વાત્ત- પિત્ત – કફ … કારક બની જાય છે.  જે રોગોનું કારણ બની રહે છે.  સૃષ્ટિમાં માનવજાત સિવાય કોઈ રાંધીને ખાતું નથી, જેથી તેઓ બિમાર નથી.

 

 

ટૂંકામાં …

 

“કાચું ભોજન એજ સાચું ભોજન”  …

 

કાચું ભોજન એજ સાચું ભોજન છે,  જેમનું તેમજ ખાવા માટે કુદરતે વિવધ વનસ્પતિઓ તૈયાર કરીને આપેલ છે.    પરંતુ લાંબા સમયથી રાંધીને ખાધું હોવાથી આવું ભોજન ભાવે નહીં, તે સ્વભાવિક છે.  સ્વાદ લોલુપતા ને પોષવા આવા ભોજનમાં પણ મરી-મસાલા નાખીને સ્વાદિષ્ટ વ્યંજનો બનાવીને ખાઈ શકાય છે.   શિબિરોમાં આવા અને ક વ્યંજનો બનાવીને બનાવીને ખવડાવીએ છીએ તેમજ શીખવીએ છીએ.  વળી  તેની રેસીપી ની બુક પણ છે.

 

સૂત્રો :

 

૧]   ઉપવાસ ઉત્તમ છે, ખાવું ખરાબ છે.

૨]   એનિમા – માં ની ગરજ સારે છે.

૩]   દૂધ સફેદ ઝેર છે.

૪]   કાચું તે સાચું, રંધાયું તે ગંધાયું.

૫]   વધારાનું પાણી, રોગ લાવે તાણી.

૬]   કરો પ્રયોગ, એ જ છે યોગ.

૭]   ભોજન શક્તિ દાતા નહીં, નિર્માણનું તત્વ છે.

૮]   દવાથી રોગ દબાય છે – વધુ વકરે છે.

૯]   ભગવાન મંદિરમાં નહીં, આપણી અંદર જ છે.

૧૦] સુખ પદાર્થમાં નહીં, મનમાં છે.

 

 

તર્ક – વિતર્ક વિના પ્રયોગ કરવાથી સત્ય સમજાઈ જશે.

 

 

નોંધ :

 

અત્યાર સુધી કરેલ વાતો વાહિયાત લાગે તે સ્વભાવિક છે.  કારણ કે, અત્યાર સુધી જે માણતા આવ્યા છીએ, તેનાથી આ બધી ઉલટી જ વાતો લાગે છે.  પરંતુ હકીકત એ પણ છે કે અત્યાર સુધીની માન્યતાઓને આધારે જીવાતું જીવન રોગિષ્ટ છે.  હવે તેનાથી ઉલટું જીવાય, તો પરિણામ પણ પલટાઈ જાય અને સૌ નિરોગી થઇ જાય.  કદાચ માનવામાં ન પણ આવે, પરંતુ એ અનુભવ સિદ્ધ હકિકત છે.

 

જ્યાં ન પહોંચે રવી, ત્યાં પહોંચે કવિ,
જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી.

 

ખરીદી માટે નીકળીએ, ત્યારે બજારમાં અનેકવિધ વસ્તુઓ મળે.  ખરીદનારે પસંદ કરવાનું રહે છે.

 

અહીં પણ, ભોજન, પાણી, દૂધ, ઉપવાસ, વગેરે અનેક બાબતો પર પરસ્પર વિરોધી એવા મંતવ્યો હતા, છે અને રહેશે.  પસંદગી આપણે કરવાની છે.  અહીં જ વિવેક બુદ્ધિની જરૂર છે.  પ્રચલિત માન્યતાઓથી વિરૂદ્ધની વાતો મન જલ્દી ન સ્વીકારે એ સહજ છે.  આથી પ્રયોગની જરૂર પડે.  પ્રયોગથી પરિણામ મળે.

 

ACTION   &  REACTION  IS  EQUAL  & OPPOSITE  IN  DIRECTION.

 

આજ સુધી જેવું   ACT  (કાર્ય) કર્યું  તેનું પરિણામ નજર સમક્ષ જ છે :  “રોગ”  હવે ACT  (કાર્ય) બદલી જોઈએ, પરિણામ પણ બદલાઈ જશે – “નિરોગ” ..

 

અસ્તુ !

 

શુભમ્ ભવતુ  !

 

(ક્રમશ:)

 

( હવે પછી આપણે જોઈશું કે ભોજન લેવું જ પડે તો, કેવો અને કયો આહર લેવો  ? / આહારનો પ્રકાર ?  તેમજ  આહાર ક્યા ક્રમમાં લેવાથી શરીર પર બોજો ઓછામાં ઓછો પડે)

 

 

ચાલો જોઈએ આજની રેસીપી …

 

આ અગાઉ આપણે અલગ અલગ બે પ્રકારની ચટણી સ્વાદિષ્ટ કેમ બનાવી તે જોઈ ગયા.  આજે આપણે થોડું વિશેષ રસ JUICE  વિશે જાણીએ…

 

શરીરની મુખ્ય બે જરૂરીયાત છે …

 

(૧) સફાઈ

 

(૨)  બંધારણ તથા મરામત

 

‘રસ’ થી સફાઈ થતી હોવાથી શરીરની અંદર જમા થયેલો વર્ષો જૂનો મદ ધીરે ધીરે નીકળવા લાગે છે.  આ “મળ” એટલે આંતરડામાં જમા થયેલ સ્થૂળ, માત્ર નહીં, પરંતુ ચરબીનાં જામેલા થર લાગી ગયા હોય તો તેને તોડી તોડીને કાઢે છે.

 

રસનો બીજો ગુણ છે : શરીરનું બંધારણ તથા મરામત કરવાનો.  આપણે સૌ સારી પેઠે જાણીએ છીએ કે – જે કાંઈ ખાવામાં આવે છે તેમાંથી રસ છૂટો પાડવાની પ્રક્રિયા થાય છે.  જેમકે …

 

 • મોં માં દાંત, દાઢ, જીબ તથા લાળનવડે રસ છૂટો પડાય છે.

 

 • જઠર (હોજરી) માં  પણ અનેક પ્રકારના રસો જુદી જુદી ખાધેલ વાનગીઓને પચાવવા માટે કુદરત ઝરાવતી હોય છે.

 

( ઉપરોક્ત વિષય પર વિગતે અહીં ફરી કોઈ સમયે ચર્ચા કરીશું.  હાલ રેસીપી જોઈએ)

 

 

રસ / JUCIES

 

સામાન્ય રીતે નેનો રસ કાઢવો હોય, તેને શુદ્ધ પાણીથી બે –ત્રણ વખત ધોઈ નાખવું.

 

જ્યાં જરૂર હોય, ત્યાં જ છાલ ઉતારવી.  નહીં તો છાલ સાથે જ રસ કાઢવો.  ગાજરનું પીયતું (અંદરનો પીળો ભાગ)  પણ કાઢવાની જરૂર નથી.

 

જેનો રસ કાઢવાનો છે તેને શક્ય તેટલા નાના ટુકડા કરી યંત્રમાં નાખી, (જ્યુસર મશીનમાં) જરૂર પૂરતું પાણી તેમજ પિલાણ કરવા પડે તેવા મસાલા જેમકે આદુ, તુલસીના પાન, ફુદીનાના પાન, લીલી હળદર, વગેરે નાખીને મશીનથી ક્રશ કરો.  એક રસ બની જાય એટલે ગળણાથી ગાળી લો.  રસ હંમેશાં પાણી જેવોપાત્સો બનાવો.  (ઘટ્ટ ભાવતો હોય તો બનાવી શકાય.)  રસ માં કોઇપણ વસ્તુ ન ભેળવી મૂળ સ્વરૂપે જ પીવો અતિ ઉત્તમ છે.  તેમાં લીંબુનો રસ, મધ, સંચળ વગેરે જરૂરત મુજબ ઉમેરી ઉપયોગમાં લઇ શકાય છે.  જરૂર લાગે તો બરફ પણ થોડો ઉંમેરી શકાય છે.

 

 

(૧)   પાનનો રસ :

 

જે ઋતુમાં જે ભાજી / પાન ઉપલબ્ધ હોય, તેનો ઉપયોગ કરે શકાય.

 

જેમકે .. રજકો (ગદબ), બિલ્લી પત્ર, પીપરના પાન, ધ્રો (દુર્વા) વિગેરે પાન મફતમાં મળતા હોય છે.  અને લગભગ બારેમાસ મળતા હોય છે.  આવા અન્ય કોઈ પણ ખાદ્યપાનનો રસ કાઢી શકાય છે.  શહેરમાં પાલખ, મેથી, તાંદળજો, નાગરવેલના પાન, મીઠાં લીમડાના કૂણા પાન, બીટના પાન, પીપળાનાં પાન, તુલસીના પાન, મારવાના પાન, અળવીનાં પાન, બીટનાં પાન, તેમજ કોર, કોબીજના એકદમ લીલા ઉપરના (ઉપલા) પાન વગેરે મળતા હોય છે.  જે પાન મળતા હોય, તે મુખ્ય પાન લઇ તેમાં અન્ય પાન મસાલાની ગરજ સારે તેટલા પ્રમાણમાં નાખીને પાનનો રસ કાઢી શકાય. જેમકે …

 

સામગ્રી :

 

૨૦૦ ગ્રામ પાલખનાં પાન

૩   નાગરવેલનાં પાન

૧૦  તુલસીનાં પાન

૧૦૦ ગ્રામ ધાણા ભાજી (કોથમીર)

૧૦ – ૨૦ ફૂદીના પાન

૧૦૦ ગ્રામ કોબીનાં પાન

૫૦ ગ્રામ આદુનાં પાન

મસાલા જરૂરીયાત મુજબના

 

  

રીત :

 

બધાંને ધોઈ સાફ કરી, સમારી લઇ, મીક્ષરમાં પાણી સાથે ક્રશ કરવું.  ગળણાથી ગાડી લઇ, સ્વરૂચિઅનુસાર લીંબુ, મધ અથવા ગોડ અથવા શેરડીનો રસ, ચંચળ, વગેરે ઉમેરીને ઉપયોગમાં લેવાય.

 

સ્વાદમાં વિવધતા લાવવા ક્યારેક શેકેલ જીરૂનો ભૂક્કો, તો ક્યારેક વરિયાળીનો તો ક્યારેક એલચીનો ભૂક્કો, વગેરે નાખી શકાય.  મરી, તજ, લવીંગ, વગેરે પણ વાપરી શકાય.  (તજ-પાવડર અતિ ઉત્તમ ગણાય)

 

 

(૨)    દૂધીનો રસ :

 

 

દૂધી લગભગ દરેક જગ્યાએ, દરેક ઋતુમાં, દરેકને પોષાય તેવી ઓછી કિંમતે મળી રહે છે.

 

 સામગ્રી :

 

૫૦૦ ગ્રામ (૧- નંગ) દૂધી

૧૦૦ ગ્રામ કોથમીર (૧-ઝૂડી / પણી))

૫૦ ગ્રામ ફૂદીનો

૨૫ ગ્રામ આદુ

મસાલા :  લીંબુ, સંચળ, મધ વગેરે જરૂરત મુજબનાં

 

 

રીત :

 

બધી સામગ્રી (શાકભાજી)  ધોઈ, સાફ કરી અને શૂક્વી નાંખવા

દૂધીનાં નાના કટકા કરો (ચાલ સહિત) દૂધી ચાખી લો., ક્યારેક કડવી પણ નીકળે છે.  કડવી દૂધી ન વાપરવી.

કોથમીર, ફૂદીનાનાં પાન છૂટા પાડો.  જાડી ડાળખી કાઢી નાખો.

આદુના નાનાં ટુકડા કરો.

ઉપરોક્ત બધી વસ્તુને મીક્ષરમાં નાખી, જરૂર પૂરતું પાણી નાખી ક્રશ કરો.

શેરડીના રસ જેટલો પાતળો થાય, તે મુજબ પાણી ઉમેરવું.

ગળનાથી ગાળી લો.

આ રસમાં હવે સ્વરૂચિ અનુસાર મસાલા ભેળવો.

 

જેમકે – લીંબુ, સંચળ, અથવા સિંધાલુણ, શેરડીનો રસ, ગોળ અથવા મધ, મરી, પાવડર, ધાણા-જીરૂ વગેરે.

 

જરૂર જણાય બરફ ઉમેરી ઠંડુ બનાવો.  શક્ય હોય, ત્યાં સુધી તાજે તાજો પીઓ.  નહીં તો ઠંડો રાખવાથી દશ-બાર કલાક સારો જ રહે છે.  (બરફ બજારનો ન લાવતાં ઘરના શુદ્ધ પાણીનો બનાવેલ નાખવો- તે પણ થોડોક જ.   ખરેખર તો બરફનો ઉપયોગ હિતાવહ નથી.)  રસ તાજો પીવો ગુણકારી છે.

 

નવી ભોજન પ્રથામાં કાચું ખાવાની શરૂઆત કરતાં પહેલા એકાદ રસ લેવો હિતાવહ છે.

 

 

ઉપરોક્ત રસમાં પાલખ પણી / જૂડી – ૧ (૨૦૦ ગ્રામ) નાખી શકાય.  જેનાથી સ્વાદમાં વિવિધતા આવે, તથા પેટ પણ સાફ લાવે.

 

તેજ રીતે કયારેક ટમેટા, તો ક્યારેક જામફળ તો ક્યારેક ટેટી નાખી શકાય.  શક્ય હોય તો ગળ્યા /મીઠાં ફળો અને ખાટા ફળો જુદા જુદા સમયે લેવા.

 

મસાલામાં પણ ફેરફાર કરી ધાણા – જીરૂની જગ્યાએ કાચી વરિયાળી, તીખા (મરી) ની જગ્યાએ તજ, લવિંગ વગેરે વાપરી શકાય.  આમ, એક જ વસ્તુમાંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય.

 

આજે આપણે બે જ્યુસની રેસીપી જોઈ. આજ રીતે ગાજરનો રસ, ફળોના જ્યુસ, તરબુચનું જયુસ, અનાનસનો જ્યુસ  વિગેરે અનેક ફળો નાં જ્યુસ બનાવી શકાય, જે હવે પછી આપણે અહીં તપાસીશું.  આ ઉપરાંત આપણે અપક્વ ઇટાલિયન ટચ રેસીપી આવતા સોમવારે જોઇએશુ અને શીખીશું.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

સાભાર : સરોજબેન બી. ચૌહાણ 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

‘નવી ભોજન પ્રથા’ … સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ શ્રી બાલુભાઈ ચૌહાણ નાં આ કાર્યમાં બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. બ્લોગ પોરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે…..આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

ચેતવણી : ઉપરોક્ત ‘પ્રાકૃતિક -નવી ભોજન પ્રથા’ લેખક શ્રી નાં સ્વાનુભવ આધારિત લેખક શ્રી દ્વારા અહીં જાણકારી આપવામાં આવેલ છે, કોઇપણ  પ્રથા ને અપનાવતી સમયે આપ આપની રીતે યોગ્ય જાણકારી મેળવી – પોતાનો સ્વ-વિવેક પૂર્ણ તયા વાપરી, જરૂર લાગે તો કોઈ હેલ્થ પ્રોફેશનલને કન્સલ્ટ કરી પછી જ ( અનુભવી કે તજજ્ઞ નાં માર્ગદર્શન  સાથે જરૂરી ચકાસણી કર્યા બાદ) આપની જ અંગત જવાબદારી ને ધ્યાનમાં રાખી અપનાવશો..  આ કોઈ અંધશ્રદ્ધા નો વિષય  કે વાત નથી.  …. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 

આપ નવી ભોજન પ્રથા અને તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  શ્રી બાલુભાઈ ચૌહાણ (સાહેબ) અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. –    [email protected]  / [email protected]  પર  મેઈલ મોકલી જવાબ આપના મેઈલ પર મેળવી શકો છો.

 

 

મિત્રો, આજે આટલું બસ, હવે પછી આગળ … “નવી ભોજન પ્રથા” અપનાવતા પહેલાં આપણા મનમાં ઉદભવતા સવાલોની શ્રુંખલા …. આવતા અંકમાં સોમવારે અહીં જ ફરી તપાસીશું અને તેના ઉત્તર જાણીશું … આપે જો આ ‘નવી ભોજન પ્રથા’ હાલ અપનાવેલ હોય અને આપ તે બાબત કોઈ વિશેષ જાણકારી મેળવવા ઇચ્છતા હો કે તે બાબત આપને કોઈ સમસ્યા ઉદભવતી હોય તો અહીં કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ આપશો, જેનો યોગ્ય પ્રત્યુત્તર શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ દ્વારા અહીં જ આપને મળે તે અંગે નમ્ર કોશિશ કરવામાં આવશે., એટલું જ નહિ આપે ‘નવી ભોજન પ્રથા’ અપનાવ્યા બાદ, આપને જે કંઈ અનુભવ થયા હોય તે અહીં શેર કરશો, …. આપના અનુભવો અન્યોને પણ પ્રેરણાદાયી બની રહેશે…. આભાર ! ‘દાદીમા ની પોટલી’