(૧) કૃતજ્ઞતા … એક મોટો માનવધર્મ … (પ્રેરકકથાઓ) …

(૧)   કૃતજ્ઞતા … એક મોટો માનવધર્મ …  (પ્રેરકકથાઓ) …

 

 

 herbert hoover

 હર્બર્ટ હુવર 

ઘણા વર્ષો પહેલાં બે છોકરાઓ સ્ટેન્ડફોર્ડ વિશ્વ વિદ્યાલયમાં કામ કરીને અભ્યાસ કરતાં હતા.  અભ્યાસ અને ખાવા-રહેવા માટેનું ભંડોળ તેમની પાસે ઘણું  ઓછું હતું.  એટલે એણે એમના મનમાં ઇગ્નસી પેદરેવ્સકીને પિયાનો વાદનનો કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો.  એમાંથી મળનાર ભંડોળનો ઉપયોગ એમની શિક્ષણ ફી અને રહેઠાણ ફી પાછળ વાપરવા ઇચ્છતા હતા.  આ મહાન પિયાનોવાદ્ક્ના મેનેજરે ૨૦૦૦ ડોલર ગેરંટી મણી તરીકે ભરવાનું કહ્યું.

 

 

એ જમનામાં આવી ખાતરીની રકમ ઘણી મોટી કહેવાય.  એ બંને છોકરાઓ એ માટે સહમત થયા અને પિયાનો વાદકનો કાર્યક્રમ રાખવા માટે સખત કામ કરવા લાગ્યા.  બંનેએ ઘણી મહેનત કરી અંતે તેમને ૧૬૦૦ ડોલર મળ્યા.  આ બંને છોકરાઓએ આ વાત એમની સમક્ષ કરી.  એમણે ૧૬૦૦ ડોલર આપ્યા અને ૪૦૦ ડોલરની હૂંડી લખી આપી.  સાથે એમ પણ જણાવ્યું કે તેઓ જેમ્મ્બને તેમ વહેલી તકે એ હૂંડીની રકમ કમાઈ લેશે અને એમને પૈસા મોકલી દેશે.

 

 

આમ કામધંધો કરીને પૈસા રળવા જતા એ બંનેને તો પોતાની કોલેજની કારર્કિદીનો અંત આવતો હોય તેમ લાગ્યું.  ઇગ્નસી પેદરેવસ્કીએ યુવાન છોકરાઓનો ભાવ સમજીને કહ્યું: ‘ના ભાઈ, આમ ન હોય’  એમ કહીને એમણે એ હૂંડીનો કાગળ ફાડી નાખ્યો અને એમની રકમ પણ પાછી આપી.  એ બંનેએ કહ્યું :  ‘જુઓ ભાઈ, આ ૧૬૦૦ ડોલર તમારા ખર્ચ માટે રાખો અને કામ માટે તમે બંને ૧૦ ટકા રકમ તમારી પાસે જમા રાખો, કામ કરીને કમાવ અને ભણો.’  આટલું કહીને બંનેના પરસેવાની કમાણી પાછી વાળતાં કહ્યું : ‘ભાઈ, હવે હું થોડો આરામ કરી લઉં.’

 

 

આ વાતને વર્ષોનાં વાહણાં પસાર થયાં.  પ્રથમ વિશ્વ યુદ્ધ આવ્યું અને પૂરું થયું.  ઇગ્નસી પેદરેવસ્કી ત્યારે પોલેન્ડના વડાપ્રધાન હતા અને પોતાના વતનમાં હજારો ભૂખ્યે મરતાં લોકોનાં પેટનો ખાડો પૂરવા માટે મથતા હતા.  અમેરિકાના અન્ન અને રાહત વિભાગના અધિકારી હર્બર્ટ હુવર એક એવી વ્યક્તિ હતી કે જે એમને મદદ કરી શકતી હતી.  હુવરને વિનંતી કરતાં એણે તરત જ પોલેન્ડમાં હજારો ટન અનાજ મોકલી દીધું.  આવી રીતે ભૂખ્યાં લોકોને અન્ન પૂરું પાડીને ઇગ્નસી પેદરેવસ્કી હર્બર્ટ હુવર પાસે એમણે કરેલી સહાય માટે એમનો આભાર માણવા પેરીસ ગયા.

 

 

એમણે આભાર માન્યો એટલે હર્બર્ટ હુવરે જવાબમાં કહ્યું : ‘શ્રીમાન ઇગ્નસી પેદરેવસ્કી, તમારી વાત સાચી છે.  પણ તમને એક વાત યાદ હોય એવું લાગતું નથી.  જ્યારે હું કોલેજમાં અભ્યાસ કરતો હતો અને મારે આર્થિક સંકડામણ હતી ત્યારે તમે મને એક વખત મદદ કરેલી’

 

આ વાર્તમાં કૃતજ્ઞતાનો મહિમા બહુ સરસ રીતે ઉપસી આવે છે.  વ્યક્તિએ પોતાના પર કોઈએ કરેલા ઉપકારનું સ્મરણ હંમેશાં રાખવું જ જોઈએ અને યોગ્ય સમયે એનું વળતર વાળવું જોઈએ.

 

 

 

 

(૨)   ગ્રામીણ લોકોની કોઠાસૂઝ …

 

 

 

ભારે વરસાદને કારણે એક ગામમાં પાણીનો પ્રલય પ્રસરી ગયો.  બધા ગ્રામવાસીઓ સલામત સ્થળની શોધમાં ગામને છોડી જતા હતા.  સલામત જગ્યાએ પહોંચવા માટે એક નદી ઓળંગવાની હતી.  નદીના કિનારે એક જ હોડી હતી.  બધા એ હોડીમાં બેસી ગયા.  બે બાકી રહી ગયા.  એમાં એક હતો ગામનો ધનવાન લોભી વેપારી અને બીજો હતો ભીખારી.

 

 

વેપારી પોતાનું ઘર છોડતાં પહેલાં પૈસેપૈસો ભેગો કરીને સાથે લેવામાં મોડો પડ્યો.  બંને જણાએ હોડીમાં બેસવાનો પ્રયત્ન કર્યો, હોડીનાં ચાલકે માત્ર એકને જ બેસવાની હા પાડી.  કોણે બેસવું એ નક્કી કરવાનો પ્રશ્ન આવ્યો.

 

 

ગ્રામજનોએ કહ્યું : ‘આપણા ગામને જરાય ઉપયોગી ન થનારને અહીં ચૂડી દઈએ.  એટલે આ ભીખારી ભલે આપણી સાથે આવે.’   પેલા લોભિયા વેપારીને તો આશ્ચર્ય થયું.  તેણે કહ્યું : ‘હું ગામનો સૌથી ધનવાન માણસ છું.  આ ભીખારી કરતાં હું સમાજને કેવી રીતે ઓછો ઉપયોગી હોઈ શકું ?’

 

 

ગ્રામજનોએ કહ્યું : ‘હા ભાઈ, આ ભીખારી

ને કંઈક આપીને કે સહાય કરીને અમે પુણ્ય કમાશું.  અને તમારી પાસેથી કોણ ક્યારે રડ્યું છે ?’   આમ કહીને ભીખારીને સાથે લઈને હોડી વહેતી થઇ.

 

 

 

(રા.જ.૧૧-૦૬(૬૭)/૩૮૭)

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email  :  [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના અપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.