“નવી ભોજન પ્રથા” … (ભાગ-૧) …

“નવી ભોજન પ્રથા” … (ભાગ-૧) …
પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ … (અમરેલી-ગુજરાત)
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
 

 

 New Bhojan Pratha.1

 

 
 

 

“નવી ભોજન પ્રથા” ની વિશેષ જાણકારી મેળવવા માટે અમોએ તારીખ: ૪/૫/૨૦૧૩ નાં રોજ શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબની – તેમના વતન અમરેલી પાસેના અંતરિયાળ ગામ – ‘ગાવડકા’ (ગામડે) જઈ રૂબરૂ મુલાકાત કરેલ, અને તેઓ દ્વારા તેમજ તેઓ દ્વારા આયોજિત પ્રસંગ પર પધારેલ અનેક સાધક – કે જેઓએ ‘નવી ભોજન પ્રથા’ ખૂબજ ઉમળકા સાથે અપનાવેલ છે., તેમની સાથે અમોએ રૂબરૂ ચર્ચા કરેલ હતી. અમોને જાણી આશ્ચર્ય સાથે ખુશી થઇ ત્યારે કે આ‘નવી ભોજન પ્રથા’ ફક્ત પિડિત લોકોએ જ અપનાવેલ છે તેવું નોહ્તું, પરંતુ નાના – નાના ભૂલકાઓ (બાળકોએ) પણ અપનાવેલ છે. અને તેઓ તે બાબત ખુશી અનુભવતા હતા. અનેક બાળકો સાથે અમોએ રૂબરૂ વાતચીત પણ કરેલ. જેઓ ખુશ હતા. તેમના કૌટુંબિક પ્રસંગ પર અમોને આમંત્રિત  કરી જે તક આપેલ તે બદલ અમો શ્રી બાલુભાઈ તેમજ તેમના પરિવારના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

‘દાદીમા ની પોટલી’ નાં વાંચક મિત્રો માટે પોતાની વ્યસ્તતા માંથી  અલગથી વિશેષ સમય ફાળવી અને ‘નવી ભોજન પ્રથા’ ની સમજતી આપવા માટે પોતાના અનુભવો અને લેખ મોકલવા માટે સહમતિ આપવા બદલ અમો શ્રી બાલુભાઈ ચૌહાણ (સાહેબ) (અમરેલી-ગુજરાત) તેમજ તેમના પત્ની શ્રીમતી સરોજબેન ચૌહાણ  ના અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
આપણે સૌ જાણીએ છીએ તે મુજબ આખી દુનિયામાં રોગોનું પ્રમાણ કુદકે ને ભૂસકે વધી રહ્યું છે. રોગોની સંખ્યાઓ પણ વધી રહી છે. જૂના જતા નથી, નવા ઉમેરાયે જાય છે. આવા રોગોને નેસ્ત બાબૂદ કરવા માનવીએ રોગોના જન્મ વખતથી જ કમર કસી છે. પણ અફ્સોએ | જેમ પ્રયાસો વધુ, તેમ રોગોની પ્રબળતા વધુ. આજે માણસ મીન્ઝાય છે. લાચારી અનુભવે છે. આશાનું એક પણ કિરણ દેખાતું નથી. ભાવિ ભેંકાર ભાસે છે. વૈજ્ઞાનિક અને ધાર્મિક તમામ સહારા નાકામિયાબ સાબિત થી ચૂક્યા છે. આથી જ તો નિત નવા નુસ્ખા અજમાવ્ય જાય છે પણ વ્યર્થ !!

 

 

માત્ર રોગો જ નહીં, કૌટુંબિક, સામાજિક, માનસિક, બીધ્ધિક તમામ સ્તરે એટલું અધ:પતન થઇ ચૂક્યું છે અને હજુ ઝડપભેર તેની પ્રક્રિયા ચાલી રહી છે કે હવે પાછા વળી શકાય તેવા કોઈ જ ચિન્હો જણાતા નથી. આંતરિક ઝઘડાઓ, આંતકવાદ, અનુયુદ્ધ, ગ્લોબલ વોર્મિંગ, કૂદરતી આફતો, દૈનિક જીવનનો ભાગ બની ગયા છે. આથી માણસ ભયભીત છે. ડર, ભય, ચિંતા, રોગ, …. થી મરતા મરતા જીવવું અને રીબાઈ રીબાઈ ને મરવું આ માનવીની નરી વાસ્તવિકતા છે. નર્ક આનાથી વધુ ખરાબ હશે ખરું ! સ્વર્ગનું સુખ શું આપણે માટે નથી ? પણ મિત્રો, જરાયે ચિંતા ન કરો. રાત્રિ પછી દિવસ ઉગે જ છે. આ કુદરતી ક્રમ છે. દરેક કોયડો ન ઉકેલાય ત્યાં સુધી જ વિકરાળ ભાસે છે. ઉકેલાય જાય, ત્યારે સાવ સરળ લાગે છે. એટલે જ કહ્યું છે ને કે : …

 

 

“ ઉકલ્યો કોયડો કોડી નું મૂલ ”

 

 

તો મિત્રો,

 

ચાલો હું બતાવું આ કોયડો ઉકેલવો કેટલો સહેલો છે !

 

પણ હા, માનવ સહજ સ્વભાવ ને હું હવે સારી રીતે જાણતો થયો છું. જેથી કેટલીક સ્પસ્ટતા જરૂરી સમજુ છું તે કર્યા બાદ જ આગળ વધવું ઉચિત રહેશે.

 

(૧) જ્યાં સુધી રોગોને લાગે વળગે છે, હું કોઈ ડૉકટર, વૈધ, નેચરોપથી કે અન્ય કોઈ ક ચિકત્સા જગતનો નિષ્ણાંત નથી.

 

મારો અભ્યાસ : બી.ઈ.-ઇલેક્ટ્રિકલ -૧૯૭૧, વ્યવસાય : ગુજરાત વિદ્યુત બોર્ડમાં સુપરીન્ટેન્ડીંગ એન્જીનિયર નાં હોદાથી વયમર્યાદાથી ૨૦૦૪માં નિવૃત્ત. નાનકડા ગામમાં ખેડૂત કુટુંબમાં ઉછેર થયેલ છે.

 

(૨) હું અનેક રોગોથી બચપણમાં જ ઘેરાયેલો હોવાથી દવાઓ, કસરતો, યોગાસન, પ્રાણાયામ, રેઈકી, પાણીપથી, નેચરોપથી, સ્વમૂત્ર (શીવામ્બૂ)/ ગૌમૂત્ર થેરાપી જેવી કંઈક પથી- થેરાપી અજમાવી ચૂક્યો. એટલું જ નહિ દોરા – ધાગા, કર્મકાંડ વગેરેનો સહારો પણ છેવટે જેમ ‘ડૂબતો માણસ તરણું પકડે’ તેમ લીધો. પરિણામ શૂન્ય.

 

(૩) ઈશ્વરકૃપાથી ફેબ્રુઆરી ૧૯૯૩ માં સત્ય સમજાયું અને સોનાનો સૂરજ ઉગ્યો.

 

(૪) આ સત્ય જ હું આજે આપણે સમજાવવા જઈ રહ્યો છું. જે મને જ અસત્ય લાગતું હતું. આત્મ સંતોષ અર્થે નવ નવ વર્ષ સુધી સત્ય ચકાસવા જાત અનુભવો કર્યા. તમામ શંકા – કુશંકાઓનાં સમાધાન મળ્યા બાદ આ પ્રયોગ મારા પત્ની, કુટુંબીઓ, સગા-સ્નેહીઓ, મિત્રો વગેરે પરનો વ્યાપ વિસ્તારતો ગયો, જે પારસમણિ સાબિત થયો જેથી સંપર્કમાં આવનાર સૌને સમજાવવા લાગ્યો. પુસ્તકો, શિબિરો, ફોન, રૂબરૂ મુઉલાકાતો, ડીવીડી-સીડી , વેબસાઈટ, માસિક મેગેઝીન વિગેરે જેવા અનેક માધ્યમોથી ભારતમાં જ નહો પરંતુ પૂરા વિશ્વમાં વિશાળ ફલક પર લઇ જવાની કોશિશ અવિરત પણે ચાલુ છે.

 

આ માત્ર ને માત્ર સત્ય ની સમજ છે. જેથી એક પણ પૈસાનો ખર્ચ નથી. સમય કે શક્તિનો પણ વ્યય નથી. ઊલટાની બચત, બચત અને બચત જ છે જે સ્વાનુભવથી સમજાશે.

 

(૫) માનવ સર્જિત વિજ્ઞાન થી વિરૂદ્ધ જણાતો આ ભગવાનનો રસ્તો છે. જેથી ડગલે ને પગલે હાલની માન્યતાઓથી વિરૂદ્ધની વાતો જાણવા મળે, ત્યારે ચોંકશો નહીં. વિરોધ કરી નહીં સ્વીકારો, તો સત્ય શી રીતે સમજાશે ??? પ્રયોગ તો કરવો જ રહ્યો. પરિણામ મળ્યા બાદ નિર્ણય લેવો યોગ્ય ગણાશે. આમ છતાં – સૌ કોઈ પોત પોતાની રીતે સ્વતંત્ર છે. પોત પોતાની મરજીના માલીક છે. પ્રયોગ કરવો કે નહીં, તે પણ દરેક પોતે જ નક્કી કરવાનું છે.

 

તો ચાલો હવે આપણે એક કદમ આગળ વધીએ.

 

સૌથી પહેલાં પૂર્વગ્રહ રહિત થઈએ…

 

ખાલી થઇ જઈએ, તો જ બીજું બધું નવું ભરી શાકાશે ને ? નહીં તો છલકાઈ ને ઢોળાઈ જશે.

 

પાટી કોરી કરી નાખીએ ..

 

જેમ કોમ્પ્યુટર વાયરસથી ભરેલ હોય ત્યારે ફોર્મેટિંગ જરૂરી છે, ત્યારબાદ, નવા પ્રોગ્રામ્સ ! ફાઈલો રી-ઇન્સ્ટોલ કરીએ.

 

ફરી એક વખત સ્પસ્ટતા કરી લઉં, કે હું કહું તે માની લેવાની જરાયે જરૂર નથી. હું હિપ્નોટિઝમ દ્વારા હિપ્નોટાઈઝ કરતો નથી કે કરવામાં માનતો પણ નથી. પણ જ્યારે સત્ય સમજવું છે, ત્યારે ખુલ્લું મન-દિલ –દિમાગ જરૂરી છે. નિષ્પક્ષતા જરૂરી છે. નહીં તો જૂની માન્યતાઓ પોતાને અનુરૂપ / અનૂકુળતા ને સ્વીકારશે અને તેનાથી વિરોધીને સ્વીકારશે નહીં.

 

સત્ય કડવું હોય છે એમ કહેવાય છે. હકીકતે સત્ય સત્ય જ છે જે નથી કડવું કે નથી મીઠું. એ તો આપણી માનસિકતા પર આધાર છેતેને કઈ રીતે મૂલવવું !

 

રોગ નાબૂદીના પ્રયાસો રોગ થયો ત્યારથી ચાલુ થયા. સૌથી જુનું આયુર્વેદ માનવામાં આવે છે. પણ આયુર્વેદનો આવિર્ભાવ પણ રોગનો વ્યાપ પૂરા સમાજમાં ફેલાયા બાદ થયો હોય. પહેલાં તો વ્યક્તિગત પ્રયાસો થયા હોય, તે સ્વભાવિક સમજી શકાય તેવી વાત છે.

 

બરબાર આ વખતે જ માણસ રોગને સમજવામાં ગોથું ખાઈ ગયો ને ઉલટી દિશા પકડી લીધી જેથી તે તેના લક્ષથી વધુ ને વધુ દૂર જઈ રહયો છે.

 

તેણે તે વખતે જો એટલું વીચાર્ય હોત, કે બીજા રોગી નથી મને જ રોગ કેમ ? તો સાચો ઉકેલ મળી શકત. પરંતુ તેના બદલે તેણે તેને થયેલા રોગ દૂર કેમ કરવા તેનું વિચારીને ઊંધી મથામણ માં લાગ્યો તે આજસુધી ઉકેલ મળ્યો નથી. આપણને મળી ગયો છે.
અહીં પેલું સુપ્રસિદ્ધ ગીતની પંક્તિ યાદ અપાવું ….

 

દેખ તેરે સંસારકી હાલત ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન !!
સૂરજ ન બદલા, ચાંદ ન બદલા, ન બદલા આસમાન, કિતના બદલ ગયા ઇન્સાન..

 

ઇન્સાન માં કંઈક એવો બદલાવ આવ્યો કે જેનાથી તે દુઃખી દુખે થઇ ગયો. સૃષ્ટિનું સર્જન થયું, ત્યારથી સૌ જીવો સુખી છે. ,આત્ર માણસ દુઃખી છે. કારણ કે હાથી, ઘોડા, ઝાડ-પાન બધા જેમના તેમ છે જ્યારે માણસ બદલાઈ ગયો, પરિણામે દુઃખી થયો. એવો કયો બદલાવ જવાબદાર છે જેનાથી તે રોગિષ્ટ થયો. એવો કયો બદલાવ જવાબદાર છે જેનાથી તે રોગિષ્ટ થયો ?

 

રોગ શરીરનો ગુણ ધર્મ છે.

 

શરીર પાંચતત્વોથી બનેલ છે જે તેને ભોજન માંથી મળે છે. જેથી ભોજનમાં ભૂલ એ રોગનું કારણ છે તે હવે સમજવું સહેલું રહેશે. ભગવદ્દ ગીતાજીમાં પણ આ બાબત સ્પષ્ટ કરવામાં આવેલ છે….

 

आयु: सत्वबलारोग्यसुखप्रीतिविवर्धना: |
रसया:स्निग्धा: स्थिरा ह्र्धा आहारा: सात्विकप्रिया: ||८|| (ગીતા.અધ્યા.૧૭)

 

(આયુષ્ય, સાત્વિકતા, શક્તિ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, સ્નિગ્ધ, પૌષ્ટિક અને મનને ગમે તેવા આહાર સાત્વિક જનોને પ્રિય હોય છે.)

 

कट्वमल्लणात्युष्णतीक्षणरुक्षविदाहिन्: |
आहारा राजसस्येष्टा दुःखशोकमयप्रदा : ||९||

 

(કડવા, ખાટા, ખૂબ ઊના, તીખા, લૂખા, દાહ કરનારા આહારો રાજસી મનુષ્યોને પ્રિય હોય છે; અને એવા (આહારો) દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરનારા હોય છે.

 

यातयामं गतरसं पूति पर्युषितं च यत् |
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ||१०||

 

(એક પહોર સુધી પડી રહેવું, ઊતરી ગયેલું, વાસ મારતું વાસી, એઠું અને જે અપવિત્ર ભોજન હોય, તે તામસી મનુષ્યોને પ્રિય હોય છે.

 

સૃષ્ટિનાં સમગ્ર નિરોગી જીવોની સાથે તુલના કરવાથી સમજી શકાશે કે :

 

“તેઓ સૌ તેમના માટે તેમના સર્જનહારે નિર્માણ કરેલ ભોજન જે ના તે સ્વરૂપે ખાય છે.”

 

જ્યારે માણસ !!!!

 

(૧) શાકાહાર પણ કરે અને માંસાહાર પણ કરે.

 

(૨) જે ના તે સ્વરૂપે ન ખાતા આગ પર ચઢાવીને ખાય. શેકી, તળી કે બાફી ને ખાય !

 

(૩) તરસ વગર પાણી પીએ અને ભૂખ વગર ભોજન જમે.

 

મુખ્યત્વે આટલી ભૂલ., પરિણામે તેને લગતી નાની – મોટી અનેક ભૂલોની જાળમાં એવો ફસાયો કે હવે નીકળવાનો રસ્તો મળતો નથી.

 

રોગનું આજ કારણ છે. અહીં જ ફસાયા છે.

 

તો પછી, બહાર નીકળવાનો સરળ રસ્તો કયો ?

 

(૧) કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય તો ફોર્મેટિંગ કરવું જરૂરી છે.

 

(૨) ખાવાથી રોગ થયા છે તો, ખાવું બંધ કરવું જરૂરી છે.

 

(૩) ગટર ભરાઈ ગઈ છે તો સાફ કરવી જરૂરી છે.

 

(૪) ટ્રાફિક જામ થયો છે તો અડચણ દૂર કરવી જરૂરી છે.

 

(૫) વાહનમાં ઇંધણમાં રહેલ કચરાને કારણે વાહન ચાલવામાં તકલીફ થાય છે, ત્યારે તેનું કારબોરેટર સાફ કરવું જરૂરી છે.

 

તેમ શરીરમાં મળ (દોષો) જમા થયેલ છે, તો તે દૂર કેમ કરવા ?

 

આયુર્વેદ મુજબ : રોગની દવા લાંઘણજ (ઉપવાસ) છે :

 

“લંઘનમ્ પરમ્ ઔષધમ્”

 

શા માટે ? તે સમજાવતા કહેલ છે કે :

 

આહારમ્ પચતિ શિખિ, દોષાન્ આહાર વર્જિત:

 

આહાર ન લેવામાં આવે, ત્યારે શિખિ (જઠરાગ્નિ – VITAL POWER) દોષોને દૂર કરી, શરીરને નિર્દોષ કરી, નિર્મળ બનાવી, નિરોગી બનાવે છે.

 

કેટલું સરળ !

 

કોયડો સરળતાથી ઉકેલી ગયો ને !!!

 

આથી હવે સૂત્રાત્મક સમજ કેળવીએ : –

 

“ઉપવાસ ઉત્તમ છે; ખાવું ખરાબ છે.”

 

આટલું સમજાય, તો બાકીનું સમજવું સાવ સરળ બની જશે.

 

(ક્રમશ:)

 

 

મિત્રો, આજે આટલું બસ, હવે પછી આગળ … “નવી ભોજન પ્રથા” અપનાવતા પહેલાં આપણા મનમાં ઉદભવતા સવાલોની શ્રુંખલા …. આવતા અંકમાં સોમવારે અહીં જ ફરી તપાસીશું અને તેના ઉત્તર જાણીશું … આપે જો આ ‘નવી ભોજન પ્રથા’ હાલ અપનાવેલ હોય અને આપ તે બાબત કોઈ વિશેષ જાણકારી મેળવવા ઇચ્છતા હો કે તે બાબત આપને કોઈ સમસ્યા ઉદભવતી હોય તો અહીં કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ આપશો, જેનો યોગ્ય પ્રત્યુત્તર શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ દ્વારા અહીં જ આપને મળે તે અંગે નમ્ર કોશિશ કરવામાં આવશે., એટલું જ નહિ આપે ‘નવી ભોજન પ્રથા’ અપનાવ્યા બાદ, આપને જે કંઈ અનુભવ થયા હોય તે અહીં શેર કરશો, …. આપના અનુભવો અન્યોને પણ પ્રેરણાદાયી બની રહેશે…. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 

નોંધ : હવે પછીથી “નવી ભોજન પ્રથા” લેખના અંતમાં આપની જાણકારી માટે ભોજનની એક રેસિપી મૂકવા નમ્ર કોશિશ કરીશું.
 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

 

‘નવી ભોજન પ્રથા’ … સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ શ્રી બાલુભાઈ ચૌહાણ નાં આ કાર્યમાં બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. બ્લોગ પોરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે…..આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

ચેતવણી : ઉપરોક્ત ‘પ્રાકૃતિક -નવી ભોજન પ્રથા’ લેખક શ્રી નાં સ્વાનુભવ આધારિત લેખક શ્રી દ્વારા અહીં જાણકારી આપવામાં આવેલ છે, કોઇપણ  પ્રથા ને અપનાવતી સમયે આપ આપની રીતે યોગ્ય જાણકારી મેળવી – પોતાનો સ્વ-વિવેક પૂર્ણ તયા વાપરી, જરૂર લાગે તો કોઈ હેલ્થ પ્રોફેશનલને કન્સલ્ટ કરી પછી જ ( અનુભવી કે તજજ્ઞ નાં માર્ગદર્શન  સાથે જરૂરી ચકાસણી કર્યા બાદ) આપની જ અંગત જવાબદારી ને ધ્યાનમાં રાખી અપનાવશો..  આ કોઈ અંધશ્રદ્ધા નો વિષય  નથી.  …. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

આપ નવી ભોજન પ્રથા અને તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  શ્રી બાલુભાઈ ચૌહાણ (સાહેબ) અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. –    [email protected]  [email protected]  પર  મેઈલ મોકલી જવાબ આપના મેઈલ પર મેળવી શકો છો.