કિડની સ્ટોન …

કિડની સ્ટોન …
ડૉ. અંકિત પટેB.H.M.S

 

kidney stone.1

 

કિડની એ આપણા શરીર માટે ખુબ જરુરી અવયવ છે. શરીર મા કયા તત્વોનો નિકાલ થતો અટકાવવો અને કયા તત્વો નો ત્વરીત નિકાલ કરવો એ કિડની નુ કાર્યક્ષેત્ર છે. કિડની ની અંદર ચાલતી અમુક રાસાયણીક પ્રક્રીયાને અંતે જ્યારે અમુક તત્વો નો નિકાલ જરુરી પ્રમાણમા ન થાય ત્યારે એ તત્વો કિડની અથવા તેના ભાગો જેમ કે મુત્રવાહિની ( યુરેટર ) અને પેશાબ ની કોથળી ( યુરીનરી બ્લેડર ) મા જમા થાય છે અને અંતે પથરી ( સ્ટોન ) નુ સ્વરુપ લે છે.

 

હવે આપણે જોઇએ કે સ્ટોન ના પ્રકાર …

 

 

૧ ) કેલ્શીયમ ઓક્સેલેટ સ્ટોન જે લગભગ ૬૫ થી ૭૦ % દર્દીઓમા જોવા મળે છે.

 
૨ ) કેલ્શીયમ ફોસ્ફેટ સ્ટોન

 
૩ ) યુરીક એસીડ સ્ટોન

 

 kidney stone

 

 

 

મોટાભાગ ના સ્ટોન ના કેસીસમાં  આ પ્રકાર ના સ્ટોન જોવા મળે છે.

 

કારણો …

 

૧ ) સૌથી મોટુ કારણ છે અપુરતુ પાણી પીવું.  ઘણી વખત એવુ બને છે જ્યારે વ્યક્તિએ દિવસ નુ ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી કે જે  પીવુ જરૂરી છે., એ પણ નથી પીવાતુ, એના કારણૅ કિડ્ની ની અંદર યુરીક એસિડ નું  પ્રમાણ વધારે છે.   કારણ કે યોગ્ય પ્રમાણમાં શરીરમાં  પાણી ન જાય તો યુરીક એસીડ જોઇએ એટલો ડાઇલ્યુંટ ( ઓગળવુ ) થતો નથી અને એનું પ્રમાણ વધતુ જાય છે જેનાથી પેશાબ વધારે એસીડીક બનતો જાય છે. એસીડીક વાતાવરણ પથરી બનવા માટેનુ મોકળુ મેદાન છે એટલે પથરી બનવાની ક્રિયાને વેગ મળે છે.

 

૨ ) કેલ્શિયમ અને વિટામીન ડી ની દવાઓ નુ વધુ પડતુ સેવન પથરી ને નિમંત્રણ આપી શકે છે કારણ કે આ દવાઓના કારણે બ્લડ અને પેશાબમા કેલ્શિયમ નુ પ્રમાણ વધી જાય છે.

 

૩ ) ઘણી વખત કોઇ ગઠીયા વા ( ગાઉટ ) થી પીડાતા હો તો પણ પથરી થવાની શક્યતા ઓ વધી જાય છે. કારણ કે એમા યુરીક એસીડ ની માત્રા બ્લડની અંદર વધી જાય છે.

 

૪ ) ખાવા-પીવા ની બાબત પણ ખુબ જરુરી છે જેમ કે વધુ પડતુ મીઠુ, ખાંડ, પ્રાણી નુ માંસ (મીટ ), જે ખોરાક ની અંદર ઓકઝેલેટ નામ ના ક્ષાર નુ પ્રમાણ વધારે હોય,  જેમ કે તાંદરજો એ ખોરાકનો વધુ પડતો ઉપયોગ પથરી થવાની શક્યતાઓ વધારી દે છે.

 

 

લક્ષણો …

 

 

૧ ) કમર ના નીચેના ભાગમાં  કે સાઇડના ભાગમાં કે પેટ માં દુખાવો થવો,

 
૨ ) ઉલટી કે પછી ઉબકા થવા

 
૩ ) પેશાબ મા બળતરા થવી કે પેશાબ અટકી ને આવવો કે પેશાબ મા લોહી પડવું,

 
૪) ઠંડી લાગી ને તાવ આવવો.

 

 
ડાયાગ્નોસીસ …

 

 

૧ ) ઉપર દર્શાવેલા લક્ષણો પર થી લગભગ અંદાજ આવી જાય છે કે પથરી ની તકલીફ છે.

 

૨ ) એના સિવાય અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા સચોટ નિદાન કરી શકાય છે. એના દ્વારા આપણને પથરી ના સ્થાન, એની સાઇઝ અને એના કારણે કિડનીમા થયેલા ફેરફાર ની ચોક્ક્સ અને નક્કર માહિતી પ્રાપ્ત થાય છે.

 

 
પ્રોગનોસિસ …

 

જો પથરી ની યોગ્ય અને સમયસર સારવાર ન કરવીએ તો કિડની અંદર પાણી ભરાવાની શક્યતાઓને નકારી શકાય નહી.

 

સારવાર …

 

સૌથી પહેલા તો પથરી થતી અટકાવવી જરુરી છે તેના માટે નીચે મુજબ ના પગલા લઇ શકાય.

 

૧ ) પાણી પ્રમાણ જેટલુ વધારે એટ્લુ પથરી નુ જોખમ ઓછુ.

 
૨ ) એવા ખાદ્ય પદાર્થ કે જેમા ક્ષાર નુ પ્રમાણ વધારે હોય એ બીલકુલ ઓછા કે ન લેવા જેમ કે તાંદરજો, બીટ, મોટા ભાગના કઠોળ…

 
૩ ) ૪ એમ.એમ સુધી ની પથરી ૮૦% કેસ મા સહેલાઇ થી નિકળી જાય છે. ૫ એમ. એમ ની પથરી નીકળવા ની શક્યતાઓ ૨૦% છે પણ ૯ એમ. એમ થી ઉપર ની સાઇઝ ની પથરી સહેલાઇ થી નીકળી નથી સકતી.

 

હોમિયોપથી મા પથરી માટે ખુબ જ અક્સીર દવાઓ છે જે વારંવાર થતી પથરી ને રોકી શકે છે. કેમ કે હોમિયોપેથીક દવા શરીર મા વધારે પ્રમાણમા જમા થતા ક્ષાર ના સંતુલન ને નિયમિત કરે છે જેથી વધારાનો ક્ષાર સહેલાઇ થી નિકાલ પામે છે અને પથરીના સ્વરુપ મા જમા થતો નથી. પથરી થવાની મૂળ ઘટના છે ક્ષાર નુ એક જગ્યા પર એકઠા થવુ અને જો આપણે એ ઘટના જ ન થવા દઇએ તો પથરી થશે જ નહી.

 

ઉપયોગી દવાઓ –

 

 

બરબેરીસ વલ્ગેરીસ
 
લાઇકોપોડીયમ
 
ફોસ્ફરસ
 
કેલ્કેરીયા કાર્બોનીકા
 
સારસાપરીલા
 
લીથીયમ કાર્બોનીકા
 
પરેરા બ્રાવા
 

 

આ બધી દવાઓપથરી ના નિકાલ તથા એ બનતી અટકાવવામા ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

પેટ અને આંતરડા નાં રોગ વિશેની જાણકારી અને તેના ઉપચાર અંગની પ્રાથમિક માહિતી ડૉ.અંકિત પટેલ (અમદાવાદ) દ્વારા  હવે પછી નિયમિત રીતે બ્લોગ પર આપ સર્વે માણી શકો તેવી અમારી નમ્ર કોશિશ રહેશે.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે અમોને તેમજ પોસ્ટના લેખક ડૉ. અંકિત પટેલ ને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે.