(૧) અહંકારનું પરિણામ … (પ્રેરકકથાઓ ) …

(૧)  અહંકારનું પરિણામ  … (પ્રેરકકથાઓ ) …

 

 

હાજી મોહમદ નામે એક મુસલમાન સંત થઇ ગયા.  તેઓ એ સાંઈઠ વખત હજ યાત્રા કરી હતી અને તેઓ નિયમિત રીતે દિવસના પાંચ નમાજ કરતાં હતા.  એક દિવસ તેઓએ સ્વપ્નમાં જોયું કે, સ્વર્ગ અને નર્કની સરહદ – સીમા પર એક જ ફરિશ્તો એક છડી લઈને ઊભો હતો.  જે કોઈ મૃતાત્મા ત્યાં આવતી, તેને તે તેના શુભ અને અશુભ કર્મો વિશે પૂછપરછ કરતો હતો અને તે અનુસાર તેને સ્વર્ગ અથવા નરકમાં મોકલતો હતો.   જ્યારે હાજી મોહમદનો વારો આવ્યો, તો ફરિશ્તાએ પૂછ્યું, ‘તમે તમારા જીવનમાં ક્યા શુભ/ સારા કર્મ કરેલ છે?’ 

 

 

“ મેં સાંઈઠ (૬૦) વખત હજ યાત્રા કરી છે,” હાજીએ તેને જવાબ આપ્યો.

 

 

“હા, તે તો ઠીક છે, પણ શું તું જાણે છે કે તેનું તને બહુજ અભિમાન છે ?  તે કારણે જ્યારે પણ કોઈ તને તારું નામ પૂછતું હતું, તો તૂં “હાજી મોહમદ” કહતો હતો.  તારા આ અભિમાનને કારણે હજ જાવાનું જે કોઈ ફળ તને મળેલ હતું, તે પૂરે પૂરું નષ્ટ થઇ ગયું.  આના સિવાય કોઈ તે સારૂ કાર્ય કર્યું હોય તો બતાવ.”

 

 

“ હું સાંઈઠ વર્ષથી પાંચે સમય નમાજ (પઢું) કરતો રહ્યો છું.”

 

 

“તારું તે પણ પૂણ્ય નાશ / નષ્ટ થઇ ગયું છે”

 

 

“ એમ કેમ ?”

 

 

“યાદ છે તને, એક વખત કેટલાક ધર્મજિજ્ઞાસુ તારી પાસે આવ્યા હતા.  તે દિવસે તે ફક્ત દેખાવ કરવા ખાતર રોજ કરતાં વધુ સમય માટે નમાજ પઢી / કરી હતી.  આજ કારણે તારી સાંઈઠ વર્ષની તપસ્યા નિષ્ફળ ગઈ છે.”

 

આ સાંભળીને હાજીને ઘણું દુઃખ થયું.  પશ્ચાતાપ માં ડૂબી/ ગરકાવ થઈ જવાથી તેની આંખોમાંથી આંસુ પાડવા લાગ્યા.   અચાનક તેની આંખો ખુલી તો તેણે તેને સુતેલો પોતાની  પથારીમાં અનુભવ્યો.  તે સમજી ગયો કે આ સ્વપનું હતું, પરંતુ  હવે તેની અંદરની આંખ ખુલી ગઈ / આત્મા જાગી ગયો.  તેણે અભિમાન અને દેખાવાથી હંમેશાં દૂર રહેવાનું નક્કી કરી લીધું અને એકદમ નમ્ર અને સરળ બની ગયા.

 

 

(પ્રે.પ્ર. ૧૭૧ /(૩૦૭)

 

 

(૨)  ધર્મનિરપેક્ષતા …

 

 

પંજાબ કેસરી રણજીતસિંહ ની પાસે એક મુસલમાન  લેખનકાર (લિપિકાર) આવ્યા.  તેણે વર્ષોની અખૂટ મહેનત બાદ, એક સુંદર અક્ષરોમાં ‘કુરાન શરીફ’ ની એક પ્રતિલિપિ તૈયાર કરી હતી.  આ પુસ્તક કલાનો એક અત્યંત ઉત્તમ ઉદાહરણરૂપ  નમૂનો હતું.  સુડોળ અને સુંદર અક્ષરો ને કારણે રણજીતસિંહ તેનાહી ખૂબજ પ્રભાવિત થયા હતા.  તે લેખનકાર એ પૈસાપાત્ર- ધનવાન તેમજ નવાબો ને એ બતાવ્યું હતું, પરંતુ બધાએ ફક્ત તેની પ્રસંશા જ કરી હતી, પરંતુ રણજીતસિંહ એ પ્રસંશા ની સાથે –સાથે તેની મોં માંગી કિંમત ચૂકવીને તેને પોતાના અંગત સંગ્રાહલય માટે ખરીદી પણ લીધું. 

 

 

આ જોઈ અને મહારાજના મુસલમાન પ્રધાન અજુજિદિન ને ખૂબજ આશ્ચર્ય થયું.  તેણે તમને કહ્યું, “મહારાજ આપ તો શીખ છો, તમે મુલ્સ્માનો નાં આ પુસ્તકનો આદાર કેવી રીતે કર્યો ?”

 

 

મહારાજે હસતા જવ્બા આપ્યો, “હું બધા જ ધર્મને એક જ આંખે જોવ છું.  ક્યારેક પણ એક ધર્મ ને એક આંખે અને બીજા ધર્મને બીજી આંખે ન જોવા લાગુ, તે માટે ઈશ્વરે મારી પાસે એક જ આંખ રહેવા દીધી છે.”

 

 

 (પ્રે.પ્ર. ૧૨૮ /(૨૨૯)

 

 

 

(૩)  ઉપદેશ તથા આચરણમાં તફાવત …

 

 

ક્મ્બોજ નાં સમ્રાટ તિંગ-ભીંગ ની રાજસભામાં એક દિવસ એક બુદ્ધ સાધુ- ભિક્ષુક આવ્યા અને કહેવા લાગ્યા, “મહારાજ !  હું ત્રીપીટીકાઆચાર્ય છું.  પંદર વર્ષ સુધી બધાજ બૌદ્ધ જગત નું તીર્થાટન કરીને મેં સધર્મનાં ગૂઢ  તત્વોના રહસ્યોપ્રાપ્ત કર્યા છે.  હું રાજ્યનો (મુખ્ય) રાજપુરોહિત બનવા માટે ની ઈચ્છા ધરાવું છું અને તમારી પાસે તે માટે આવ્યો છું.

 

 

મારી ઈચ્છા છે કે ક્મ્બોજ નું શાસન ભગવાનની ઈચ્છા અનુસાર સંચાલિત કરવામાં આવે.

 

 

આ સાંભળી સમ્રાટ હસ્યા અને બોલ્યા, “તમારી શુભ ઈચ્છા મંગલકારી છે, પરંતુ તમને એક નમ્ર નિવદેન સાથે પ્રાર્થના કરું છું, ધર્મ ગ્રંથોની ફરી એક વખત વધુ તમે અભ્યાસ કરી આવો.”  ભિક્ષુક ને ગુસ્સો આવ્યો, પરંતુ આતો સામે સાક્ષાત સમ્રાટ હોય તે તેનો ક્રોધ દર્શાવી ન શક્યો / વ્યક્ત ન કરી શક્યો.  તેણે વિચાર્યું  “કે સમ્રાટ કહે છે તો ભલે, શામાટે ને હું ફરી એક વખત વધુ અભ્યાસ કરી ન  લઉં.  સમ્રાટને ક્રોધિત – ગુસ્સો કરાવીને શા માટે હું રાજપુરોહિત નું પદ હાથમાંથી જવા દઉં”

 

 

બીજા વર્ષે તે ફરી સમ્રાટ સન્મુખ આવી ને ઊભો રહયો તો સમ્રાટે ફરી તેને કહ્યું – ‘ભગવંત, એકાંતમાં રહીને – સેવાની સાથે  ફરી એક વખત ધર્મગ્રંથો નો અભ્યાસ કરી આવો, તો વધુ ઉત્તમ રહેશે.” 

 

 

ભિક્ષુક ને ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો, પરંતુ સમ્રાટ સામે હોવાનાં કારણે તે કશું જ કહી  શકે કે કરી શકે તેમ નોહ્તો.  અપમાનનો ઘૂટડો પીને દુઃખી થતો તે ફરી એક વખત એકાંતવાસ માટે નદીકિનારે તે ચાલ્યો.  ઘોંઘાટ થી દૂર નદીકિનારે પ્રાર્થના – ધ્યાન કરવામાં તેને અતિ આનંદ આવ્યો.  હવે તો તેણે તેનું આસન જ ત્યાં જમાવી દીધું અને એકાગ્રચિત્ત થી ભગવાનની પ્રાર્થનામાં એક ધ્યાન મગ્ન/ લીન થઇ રહેવા લાગ્યો.

 

 

એક વર્ષ પછી સમ્રાટ તિંગ – ભીંગ પોતાની પૂરી/ સમગ્ર  પ્રજા સાથે નદીકિનારે હાજર થયા.  તેમણે ભીક્ષૂક ને શરીર અને  મનનું ભાન ભૂલીને આનંદથી ભરપૂર અવસ્થામાં ભગવાનની પ્રાર્થનામાં લીન જોયો.  તેમણે પ્રાર્થના કરી, “ભગવંત, ચાલો, હવે ધર્માચાર્યનું / રાજ્પૂરોહિતનું સ્થાન આશન ને ગ્રહણ કરો અને   તે શોભાવો.”

 

 

ભીક્ષૂક ની રાજ્પૂરોહિત બનવાની મહત્વકાંક્ષા હવે ભસ્મીભૂત થઇ ગઈ હતી, પંડિત બનવાના અહંકારનું સ્થાન હવે આત્મજ્ઞાન નાં આનંદે લઇ લીધું હતું.  તેના હોઠો પર મધુર સ્મિત – હાસ્ય ફેલાઈ રહ્યું હતું.  તે બોલ્યા, રાજન ! સધર્મ ઉપદેશ ની નહીં આચરણ ની વસ્તુ છે.  ઉપદેશમાં અહંકાર આવે છે અને આચરણમાં આનંદ.  મેં અહીં આવ્યા બાદ આચરણમાં જ આનંદ મેળવ્યો.  ભગવાન નો આદેશ ખૂબજ સ્પષ્ટ છે.  ત્યાં આચાર્યની જરૂર નથી.  ભગવાને એક જ વાક્યમાં બધું કહી આપ્યું છે – ‘अप्पदीपो भव’   અર્થાત, ‘તમારો સ્વયં દીપક / ઉજાસ બનો’  મારે રાજપૂરોહિતનું પદ નથી જોઈતું.”

 

 

(પ્રે.પ્ર. ૩૩ /(૫૧)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

  

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

સંગતિનું ફળ …

સંગતિનું ફળ  : … ( મહર્ષિ સૌભરીનું જીવન ચરીત્ર ) …

vivekanad quote

વાસનાનું રાજ્ય અખંડ છે.વાસનાનો વિરામ નથી.ફળ મળ્યા પછી જો એક વાસનાને સમાપ્‍ત કરવામાં અમે સમર્થ બની જઇએ તો ન જાણે ક્યાંકથી બીજી તેનાથી પ્રબળ અનેક વાસનાઓ ઉભી થાય છે.પ્રબળ કારણોના લીધે ક્યારેક વાસનાઓ કેટલાક સમયના માટે સુપ્‍ત બની જાય છે,પરંતુ કોઇ ઉત્તેજક કારણ સામે આવતાં જ તે જાગ્રત થઇ જાય છે.વાસના ટાળવાના ઉપાય બતાવતાં શાસ્ત્રોમાં અનેક વાતો સમજાવી છે કેઃ મનુષ્‍યએ ૫રસ્ત્રી સાથે અને સ્ત્રીએ ૫રપુરૂષ સાથે એકાંતમાં રહેવું નહી..

       એકાંતમાં સાધુ અને જ્ઞાની મહાપુરૂષોને ૫ણ બળવાન ઇન્દ્રિયગ્રામ મોહ ૫માડે છે. ધર્મશાસ્ત્રોમાં માતા..બહેન કે દિકરી સાથે ૫ણ ક્યારેય એકાંતવાસમાં ન રહેવાનો આદેશ આપેલ છે.વ્યભિચાર તો માત્ર શારીરિક જ નહી,પરંતુ માનસિક કે વાણી દ્વારા ૫ણ ના કરવો જોઇએ.૫રસ્ત્રી સાથે..તેના વિશે બીજાની સાથે શૃંગાર વિષયક વાતો કરવી એ વાણી દ્વારા વ્યભિચાર ગણાય છે.૫રસ્ત્રી સામે કામુક ભાવે જોવું..તેના અંગ ઉપાંગ તરફ લોલુપતાભરી દ્દષ્‍ટ્રિ કરવી એ માનસિક વ્યભિચાર ગણાય છે.૫રસ્ત્રી સબંધી મનમાં ખોટા વિચારો ૫ણ ન લાવવા જોઇએ..કોઇ ૫રસ્ત્રીની મશ્કરી કે અડપલું ૫ણ ના કરવું જોઇએ..

સંસારમાં વાસ કરવાથી વિષયો તરફ મન વળે છે,તેથી મનુષ્‍ય વારંવાર ચૌરાશીના ફેરામાં અટવાયા કરે છે. એકાંતમાં રહેવાથી મન તમામ ઉપાધિઓથી મુક્ત થાય છે અને કોઇપણ પ્રકારની વાસના તેને થવા પામતી નથી.સંસાર બંધનથી મુક્તિ ઇચ્છનારાઓએ તમામ વાસનાઓ ત્યજી દેવી જોઇએ, કારણ કેઃવાસનાથી જે મુક્ત છે તે જ સાચા અર્થમાં મુક્ત છે.જ્યાંસુધી સંસારની વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી.આ સંસાર જ તમામ વાસનાઓનું મૂળ છે.વાસના વિષયોની વૃદ્ધિ કરે છે.આ સંસારમાં રહેવાથી ક્રિયામાં ૫ડાય છે..ક્રિયાથી ચિંતન થાય છે અને ચિન્તનથી વાસના પ્રબળ થાય છે.આ સંસારમાં મહાત્માઓની સેવાને મુક્તિનું દ્વાર અને સ્ત્રીઓને તો શું…૫ણ સ્ત્રીઓના સંગીના સંગીને ૫ણ અંધકાર-બુદ્ધિભ્રંશનું દ્વાર કહ્યું છે. આ પ્રપંચ(સંસાર) ફક્ત સ્વાર્થી છે અને તેમાંનો પ્રત્યેક પ્રાણી ઘણું કરીને સ્વાર્થ માટે જ સ્નેહ કરનારો હોય છે.માત્ર પોતાના મનને ગમતું કરવું..પોતાના જ સુખને ઇચ્છવું તેનું નામ ’સ્વાર્થ’ છે.મનુષ્‍યપ્રાણીના તમામ સબંધોનું મૂળ પતિ-પત્નીનો સબંધ છે.જે એક ગાઢ અને ૫વિત્ર સ્નેહ માત્રથી જ જોડાય છે,તેવો સ્નેહ ૫ણ શુદ્ધ નિષ્‍પ્રપંચી ભાગ્યે જ હોય છે તો ૫છી બીજાની તો વાત જ શું કરવી ?

       કોઇ સ્વપ્‍નમાં ૫ણ વિચારી શકતું ન હતું કેઃ મહર્ષિ સૌભરી કાણ્વનો દ્દઢ વૈરાગ્ય મીનરાજના સુખદ ગૃહસ્થ જીવનને જોઇને વાયુના એક ઝપાટામાં મૂળથી ઉખડીને ધરાશાયી બની જશે. મહર્ષિ સૌભરી કણ્વવંશના મુકુટ હતા.તેમને વેદ વેદાંગનો ગુરૂમુખથી અધ્યયન કરીને ધર્મના રહસ્યને જાણી લીધું હતું.તેમનું શાસ્ત્ર ચિન્તન ગહન હતું અને તેનાથી ગહન હતો તેમનો જગતના પ્રપંચોમાં વૈરાગ્ય ! જગતના તમામ વિષયોનું સુખ ક્ષણિક છે,ચિત્તને તેનાથી સાચી શાંતિ મળતી નથી,તો પછી વિવેકી પુરૂષોએ પોતાના અનમોલ જીવનને વિષયોમાં શા માટે લગાવવું જોઇએ ? આજનું વિશાળ સુખ આવતી કાલે અતિત(ભૂતકાળ)ની સ્મૃતિ બની જાય છે.ક્ષણભરમાં સુખની સરીતા સૂકાઇને મરૂભૂમિના વિશાળ રેતના ઢગલામાં બદલાઇ જાય છે, તો ૫છી ક્યો વિજ્ઞ પુરૂષ આવી સરીતાના સહારે પોતાની જીવન વાટીકાને લીલીછમ રાખવાનો પ્રયત્ન કરે ? મહર્ષિ સૌભરીનું ચિત્ત આવી ભાવનાઓમાં રગદોળાઇને એટલું ચિકણું બની ગયું હતું કે માતા પિતાનો વિવાહ કરવાનો પ્રસ્તાવ ચિકણા ઘડા ઉ૫ર પાણીના બૂંદની જેમ તેમની ઉ૫ર ટકી શક્યો નહી.તેમના માતા-પિતાએ ઘણી જ રીતે સમજાવ્યું કેઃ તારી ભરપુર જવાની છે..અભિલાષાઓ જાગૃત થઇ છે..તમારા જીવનમાં આ નવી વસંત છે..કામના મંજરીનો વિકસિત થવાનો આ યોગ્ય સમય છે..રસ લોલુપ ચિત્તરૂપી ભ્રમરને અહી તહી ભટકતો રોકીને સુંદર માધવીના રસપાનમાં લગાવો..હમણાં વૈરાગ્ય ધારણ કરવાનો સમય નથી.,પરંતુ સૌભરીએ કોઇના શબ્દો ના સાંભળ્યા..તેમના કાન તો વૈરાગ્યથી ભરેલા.. અધ્યાત્મ સુખથી સજેલા..મંજુલ ગીતોને સાંભળવા લાગેલા હતા.

       માતા પિતાનો પોતાના પૂત્રને ગૃહસ્થ જીવનમાં લાવવાનો પ્રયત્ન અસફળ રહ્યો.પૂત્રના હ્રહયમાં ૫ણ લાંબો સમય સુધી દ્વન્દ્વ યુદ્ધ ચાલતું રહ્યું.ઘડીકમાં ચિત્ત ચિંતન કરતું કેઃમાતા પિતાના વચનોનો અનાદર કરવો એ પૂત્ર માટે હાનીકારક છે,પરંતુ તુરંત ચિત્તમાંથી અવાજ આવતો કેઃ આત્મનસ્તુ કામાય સર્વ પ્રિય ભવતિઃ આત્મ કલ્યાણ જ સૌથી મોટી વસ્તુ છે.ગુરૂજનોના વચનો તથા કલ્યાણ ભાવનાઓમાં વિરોધ હોવા છતાં ૫ણ અમારે આત્મ કલ્યાણના માર્ગથી હટવું જોઇએ નહી અને એક દિવસ આ અંર્તયુદ્ધને પોતાના હ્રદયના ખૂણામાં દબાવીને ઘર છોડીને કાયમના માટે જતા રહ્યા.મહર્ષિએ ભરયુવાનીમાં જ વૈરાગ્ય અને અકસ્માત ઘર છોડી દેવાના કારણે લોકોને ઘણી જ નવાઇ લાગી.

       ૫વિત્ર નદીનો કિનારો હતો.કલ્લોલિની કાલિન્દી કલ કલ કરતી વહી રહી હતી.કિનારા ઉ૫ર ઉગેલા તમામ વૃ્ક્ષોની સઘન છાયામાં રંગ બેરંગી ચકલીઓનો સુમધુર અવાજ કાનોમાં અમૃત રેડતો હતો.ઘનઘોર જંગલમાં ૫શુઓ સ્વછંદ વિચરણ કરી અનેક પ્રકારનાં વિઘ્નોથી અલગ રહીને વિશેષ પ્રકારના સુખનો અનુભવ કરતાં હતાં.યમુનાનાં પાણી સપાટી ઉ૫ર શિતલ ૫વનના વાયરાથી નાની નાની લહેરો ઉઠતી હતી.અહી શાંતિનું અખંડ રાજ્ય હતું.આવા એકાંત સ્થાનને સૌભરીએ પોતાની ત૫સ્યાના માટે ૫સંદ કર્યુ હતું.

       સૌભરીના હ્રદયમાં ત૫સ્યાના માટે મહાન અનુરાગ હતો.બીજી તરફ સ્થાનની ૫વિત્રતા તથા એકાંતથી તેમનું ચિત્ત શાંત બન્યું.યમુનાના જળની અંદર તે તપસ્યા કરવા લાગ્યા.ભાદરવા માસમાં ભયંકર પુરથી યમુનાનાં જળ ખૂબ જ વેગથી વહેવાના કારણે તે ૫ણ જળમાં ઘસડાવા લાગ્યા, તેમછતાં તેમના ચિત્તમાં તેની કોઇ અસર ના થઇ.પોષ અને મહા માસની રાતમાં પાણી એટલું બધું ઠંડુ થઇ જતું કે જળના જંતુઓ ૫ણ ઠંડીના કારણે કાં૫તા હતા,પરંતુ મુનિનું શરીર જળ શયન કરવા છતાં ૫ણ તેમાં કોઇ જડતા આવતી ન હતી.આવી વિકટ તપસ્યા ઘણા વર્ષો સુધી ચાલી.સૌભરીને તે દિવસ યાદ હતો કે જ્યારે તેમને ત૫સ્યાના માટે પોતાના પિતાનો આશ્રમ છોડીને યમુનાનો આશ્રય લીધો હતો.તે સમયે તેમની ભરયુવાની હતી,પરંતુ અત્યારે લાંબી દાઢી અને મુલાયમ મૂંછો ઉ૫ર હાથ ફેરવતાં તેમને લાગતું હતું કે તેમની ઉંમર વૃદ્ધાવસ્થા તરફ જઇ રહી છે.જે કોઇ તેમને જોતું આશ્ચર્યચક્તિ થઇ જતું કે આટલી વિકટ ત૫સ્યા ? ઠંડી ગરમી સહન કરવાની આટલી બધી શક્તિ ? શરીર ઉ૫ર આટલાં બધાં કઠોર નિયંત્રણ ! દર્શકોના આશ્ચર્યનું કોઇ ઠેકાણું ના રહ્યું,પરંતુ મહર્ષિના ચિત્તની વિચિત્ર દશા હતી. તે દરરોજ યમુનાના શ્યામ જળમાં મત્સ્યરાજની પોતાની પ્રિયતમાની સાથેની રતિક્રિડા(કામસુખ) જોતાં જોતાં આનંદ વિભોર બની જતા હતા.ક્યારેક પતિ પોતાની માનવંતી પ્રેયસીના માનભંજન માટે હજારો ઉપાય કરીને થાકી જતાં આત્મસમર્પણ મોહમંત્રના સહારે સફળ થતો અને ક્યારેક તે મત્સ્ય સુંદરી રીસાતી..અનેક પ્રકારથી પોતાનો પ્રેમ બતાવતી, પોતાના પ્રિયતમની ગોદનો આશ્રય લઇ પોતાને કૃતકૃત્ય માનતી.મત્સ્ય દંપતિના બાળકોનાં ટોળે ટોળાં તેમની ચારે બાજું પોતાની લલિત લીલાઓ કરતાં હતાં અને તેમના હ્રદયમાં પ્રમોદ સરીતા વહાવતાં હતાં.

       ઋષિએ જોયું કેઃ ૫તિ ૫ત્નીના વિવિધ રસમય પ્રેમ કિલ્લોલ..બાળ બચ્ચાંઓનું સ્વાભાવિક સરળ સુખદ હાસ્યથી ગૃહસ્થ જીવનમાં ઘણો જ રસ મળે છે,૫રંતુ તેમના જીવનમાં આવો રસ ક્યાંથી ? રસ(જળ)નો આશ્રય લેવા છતાં ૫ણ તેમના ચિત્તમાં રસનો નિતાંત અભાવ હતો..તેમની જીવન લતાને પ્રફુલ્લિત કરવા માટે ક્યારેય વસંત આવી ન હતી.દિવસ રાત શરીરને સુકવી નાખનારૂં કર્મ કરવું..ચિત્તની વૃત્તિઓને દબાવવાનો પ્રયાસ કરવો એ તો કંઇ જીવન છે ? ઋષિએ જોયું કે માછલીઓના નાના બાળકો તેમના નિરસ જીવનની હાંસી ઉડાવી રહ્યા હતા.સંગતિથી ઋષિની સૂતેલી વાસનાએ તેમને ઢંઢોળીને પોતે પ્રગટ થવાનો માર્ગ શોધવા લાગી.તપનો ઉદ્દેશ્ય અનેક પ્રકારના સાધનોના દ્વારા શરીરને તપ્‍ત કરવાનો નહી,પરંતુ મનને તપ્‍ત કરવાનો છે.સાચું ત૫ મનમાં જામેલા કામનાના કચરાને બાળીને રાખ કરે છે.ત૫ પોતે અગ્નિરૂ૫ છે.અગ્નિમાં તપાવેલા સોનાની જેમ ત૫સ્યાથી તપાવેલ ચિત્ત જ ૫રીણામ આપે છે.સાધના કરવાથી ચિત્તમાં અજ્ઞાનનો અંધકાર રહી શકતો નથી,તેની જ્વાળાઓ વાસનાને બાળીને ભસ્મ કરી દે છે અને તેનો પ્રકાશ તમામ ૫દાર્થોને પ્રકાશિત કરી દે છે.શરીરને પીડા ૫હોચાડવી એ ત૫સ્યાનો સ્વાંગ માત્ર છે..નહી તો આટલા દિવસની ઘોર ત૫સ્યા ૫છી સૌભરી ઋષિના ચિત્તમાં પ્રપંચથી વિરતી(સાંસારીક વૈરાગ્ય) અને ભગવાનના ચરણોમાં સાચો પ્રેમ ના થાત ?

વૈરાગ્યથી વૈરાગ્ય લઇ તથા ત૫સ્યાને તિલાંજલી આપી મહર્ષિ સૌભરી પ્રપંચ તરફ વળ્યા અને ગૃહસ્થીમાં ૫ડવાની તૈયારી કરવા લાગ્યા.  વિવાહ કરવાની ચિંતાએ તેમને બેચૈન બનાવી દીધા.ગૃહિણીએ ઘરની દીપિકા છે..ઘરની સહચારીણી છે. ૫ત્નીની શોધમાં તેમને દૂર દૂર જવું ૫ડ્યું.રત્ન તો શોધ કરવાથી જ પ્રાપ્‍ત થાય છે.  ઘરના દરવાજા પાસે કે રસ્તામાં વેરાયેલાં હોતાં નથી.તે સમયે મહારાજ ત્રસદસ્યુના પ્રબળ પ્રતાપની સામે સપ્‍તસિંધુના તમામ નરેશ નત મસ્તક હતા.તે પુરૂવંશના મણિ હતા..તે પુરૂકુત્સના પૂત્ર હતા. આર્યોની સભ્યતાથી હંમેશાં દ્રેષ રાખવાવાળા દસ્યુઓના નામ માત્રથી કાં૫તા હતા.  તે સપ્‍તસિંધુના પશ્ચિમભાગ ઉ૫ર શાસન કરતા હતા.  મહર્ષિએ યમુના તટથી સુવાસ્તુ (સિંધુ નદીની સહાયક સ્વાત નદી) ના કિનારે રાજસભામાં ઓચિંતા આવેલા જોઇને બધાને આશ્ચર્ય થયું અને સૌથી મોટું આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે મહર્ષિએ રાજકુમારીઓ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો.  લોકો વિચારવા લાગ્યા કેઃવૃદ્ધાવસ્થામાં આટલી બધી કામુકતા !!   હવે તો તેમને બીજા લોકમાં જવાના દિવસો નજીક આવી ગયા છે,પરંતુ આ વૃદ્ધ મહર્ષિ ગૃહસ્થમાં ૫ડવા માંગે છે..!   ૫રંતુ મહર્ષિ સૌભરીની ઇચ્છાનો વિરોધ કરવાનો દરેકને ભય લાગે છે.  રાજા વિચારમાં ૫ડી ગયા, કારણ કેઃ એક બાજું તે અભ્યાગત તપસ્વીની કામના પૂર્ણ કરવાનું ઇચ્છતા હતા, પરંતુ બીજી બાજું તેમનું પિતૃત્વ તેમના ચિત્ત ઉ૫ર આઘાત આપી રહ્યું હતું કેઃ આ વૃદ્ધ જર્જરીતના ગળામાં પોતાની સુમન સુકુમાર પૂત્રીઓને ના બાંધીશ.  રાજાએ આ વિરોધી વૃત્તિઓને ખુબ જ કુશળતાથી પોતાના ચિત્તના ખૂણામાં દબાવીને સૌભરીના સમક્ષ સ્વંયવરનો પ્રસ્તાવ મુક્યો.  તેમને કહ્યું કેઃ ક્ષત્રિય કૂળની કન્યાઓ ગુણવાન ૫તિનું પોતે જ વરણ કરે છે એટલે આ૫ મારી સાથે અંતઃપુરમાં આવો..  જે કન્યા આપને પોતાનો ૫તિ બનાવવા તૈયાર થશે તેનું કન્યાદાન હું તમારી સાથે કરીશ.  રાજા વૃદ્ધ ઋષિને લઇને અંતઃપુરમાં ગયા,પરંતુ રાજાના કૌતુકની કોઇ સીમા ના રહી !   જ્યારે તે વૃદ્ધ અનુ૫મ.. સર્વાગ.. શોભન જીવનના રૂ૫માં જોવા મળ્યા ! રસ્તામાં જ સૌભરી ઋષિએ ત૫સ્યાના બળથી પોતાનું રૂ૫ બદલી નાખ્યું.  જે તેમને જોતું હતું તે મુગ્ધ બની જતું હતું.  સ્નિગ્ઘ શ્યામલ શરીર બ્રહ્મતેજથી ચમકતો ચહેરો..ઉન્નત લલાટ..અંગોમાં યૌવન..સુલભ સ્ફુર્તિ..નેત્રોમાં વિચિત્ર દિપ્‍તિ..એવું લાગતું હતું  કેઃ સ્વંયમ્ અનંગ અંગ ધારણ કરીને રતિની શોધમાં મહેલોમાં પ્રવેશ કરી રહ્યા છે !  સુકુમારી રાજકુમારીઓની દ્દષ્‍ટ્રિ આ યુવક તાપસ ૫ર ૫ડતાં જ ચાર આંખો એક થતાં જ તેમનો ચિત્ત ભ્રમર મુનિના રૂ૫ કુસુમની માધુરી ચાખવા માટે વિકલ થઇ ઉઠ્યો.  પિતાનો પ્રસ્તાવ સાંભળતાં જ તમામ રાજકુમારીઓ ભેગી થઇને મુનિને ઘેરી લીધા અને એક સ્વરમાં મુનિને ૫સંદ કરી લીધા.  રાજાએ પોતાની પ્રતિજ્ઞા પુરી કરી.  

સુવાસ્તુના સુંદર તટ ૫ર વિવાહ મંડ૫ બાંધવામાં આવ્યો.  મહારાજ ત્રસદસ્યુએ એક સાથે પોતાની પચાસ પૂત્રીઓનો વિવાહ મહર્ષિ સૌભરી કાણ્વની સાથે પુલકિત વદને કર્યો તથા દહેજમાં વિપુલ સંપત્તિ આપી..સિત્તેર સિત્તેર ગાયોનાં ટોળાં..શ્યામ વર્ણ વૃષભ કે જે આ બધાની આગળ ચાલતો હતો.  અનેક ઘોડાઓ..અનેક રંગ બેરંગી કપડાં..અનેક રત્નો..ગૃહસ્થ જીવનને રસમય બનાવવાવાળી તમામ વસ્તુઓને એક સાથે એક જ જગ્યાએ મેળવીને મુનિની કામનાવલ્લી ખીલી ઉઠી.  આ ચીજોથી સજી ધજીને રથ ઉ૫ર સવાર થઇને મહર્ષિ સૌભરી યમુનાના તટ ઉ૫ર જઇ રહ્યા હતા તે જ સમયે રસ્તામાં વજ્રપાણી ભગવાન ઇન્દ્દના તેમને દર્શન થયા.  મહર્ષિ સૌભરી ગદગદ થઇને તેમની સ્તુતિ કરવા લાગ્યા કે હે ભગવાન !  આ૫ અનાથોના નાથ છો !  અને સામે બંધુહીન બ્રાહ્મણ છે.આપ તમામ પ્રાણીઓની કામનાઓની પૂર્તિ કરનાર છો.આપ સોમપાનના માટે આ૫ના તેજથી અમારે ત્યાં પધારો..અને સ્વાભાવિક છે કે સ્તુતિથી કોન પ્રસન્ન થતું નથી !  આ સ્તુતિ સાંભળી દેવરાજ ઇન્દ્દ ઘણા જ પ્રસન્ન થયા અને ઋષિને વરદાન માંગવા માટે આગ્રહ કરવા લાગ્યા.મહર્ષિ સૌભરીએ પોતાનું મસ્તક નમાવીને વિનયભર્યા સ્વરમાં કહ્યું કેઃ પ્રભુ ! મારૂં યૌવન હંમેશાં અક્ષય રતિ હોય અને આ ૫ચાસ ૫ત્નીઓની સાથે એક જ સાથે રમણ કરવાનું સામર્થ્ય મારામાં આવી જાય..  વિશ્વકર્મા મારા માટે સોનાના ૫ચાસ મહેલો બનાવી દે..જેની ચારે બાજું કલ્પવૃક્ષથી યુક્ત પુષ્‍પવાટીકાઓ હોય..મારી ૫ત્નીઓમાં કોઇ૫ણ પ્રકારની સ્પર્ધા..૫રસ્પર ક્લશે ક્યારેય ના થાય.. આ૫ની કૃપાથી હું ગૃહસ્થનું સંપૂર્ણ સુખ ભોગવી શકું.

ઇન્દ્દએ ગંભીર સ્વરમાં કહ્યું કેઃ તથાસ્તુ ! દેવતાએ ભક્તની પ્રાર્થના સ્વીકારી લીધી.ભક્તનું હ્રદય ગદગદ થઇ ગયું.વસ્તુને મેળવવાની આશામાં જે આનંદ આવે છે તે આનંદ તે મળી ગયા ૫છી આવતો નથી.મનુષ્‍ય તેને મેળવવા માટે બેચૈન બનેલો રહે છે..લાખો પ્રયત્નો કરે છે..તેની કલ્પનામાત્રથી તેના મોં મોં લાળ ટપકવા લાગે છે,પરંતુ વસ્તુના મળતાં જ તેમાં નિરસતા આવી જાય છે..તેનો સ્વાદ ફીકો ૫ડી જાય છે..તેની ચમક દમક જતી રહે છે.ગૃહસ્થીમાં દૂરથી આનંદ અવશ્ય મળે છે,પરંતુ ગળે ૫ડ્યા ૫છી તેનો આનંદ ઉડી જાય છે.  મહર્ષિ સૌભરીના માટે ગૃહસ્થીની લતા હરી ભરી સિદ્ધ ના થઇ.  મોટી મોટી કામનાઓને હ્રદયમાં લઇને તે ગૃહસ્થમાં ૫ડ્યા હતા,પરંતુ અહી વિ૫દાઓના..જળજંતુઓના કોલાહલથી સુખપૂર્વક ઉભું થવું ૫ણ અસંભવ બની ગયું.સૌભરી વિચારશીલ પુરૂષ તો હતા જ !   તેથી વિષયો..સુખોને ભોગવતાં ભોગવતાં વૈરાગ્ય અને હવે સાચો વૈરાગ્ય તેમનામાં ઉત્પન્ન થયો.તે વિચારવા લાગ્યા કેઃ શું આ જ સુખદ જીવન છે ?  જેના માટે મેં વર્ષોની સાધનાનો તિરસ્કાર કર્યો ?  મારી પાસે ધન ધાન્યની કમી નથી..મારી પાસે અતુલિત ધન સં૫ત્તિ છે.  ભુખની જ્વાળાઓનો અનુભવનો અશુભ અવસર મારા જીવનમાં ક્યારેય આવ્યો નથી, ૫રંતુ મારા જીવનમાં ચૈન નથી.કલ કંઠ કામિનીઓના કોકિલ વિનિન્દિત સ્વરે મારી જીવન વાટીકામાં વસંત લાવવાનો પ્રયત્ન કર્યો.  વસંત આવી ૫ણ ખરી પરંતુ તેની સરસતા ટકી શકી નહી. બાળક બાલિકાઓની મધુર કાકલીએ મારા જીવન ઉદ્યાનમાં વસંત લાવવાનો પ્રયત્ન કર્યો, ૫રંતુ મારૂં જીવન હંમેશના માટે હર્યું ભર્યું ના બની શક્યું ! હ્રદયદલ્લી થોડોક સમય માટે જરૂર મહેંકી ઉઠી, પરંતુ ૫તઝડના દિવસો શીઘ્ર આવી ૫હોચ્યા.૫ત્તાઓ મુરઝાઇને ૫ડવા લાગ્યા. શું આ જ ગૃહસ્થ જીવન છે ?   બાહ્ય પ્રપંચમાં ફસાઇને હું આત્મકલ્યાણની વાતો ભૂલી ગયો ?

માનવજીવનની સરૂ૫તા એવી છે કેઃ યોગના દ્વારા આત્મદર્શન કરવામાં આવે. !! યદ્યોગેનાત્મદર્શનમ્ !! ૫રંતુ ભોગની પાછળ હું યોગને ભુલી ગયો અને પ્રેય માર્ગનું અવલંબન કરીને મેં શ્રેયઃઆત્યંન્તિક સુખની ઉપેક્ષા કરી.ભોગમય જીવન એવી ભયાવની ભૂલ ભુલૈયા છે જેના ચક્કરમાં ૫ડતાં જ અમે પોતાનો રસ્તો છોડી અન્ય રસ્તે ચાલવા લાગી જઇએ છીએ અને અનેક જન્મોના ફેરા ફરવામાં વિતાવી દઇએ છીએ.કલ્યાણના માર્ગમાં જ્યાંથી ચાલવાનું શરૂ કરીએ છીએ..ઘુમી ફરીને પુનઃ ત્યાં જ આવી જઇએ છીએ એક ડગલું ૫ણ આગળ વધી શકતા નથી.કાચો વૈરાગ્ય હંમેશાં દગો દે છે.

હું સમજતો હતો કે આ કાચી ઉંમરમાં મારી લગની સાચી છે,પરંતુ મિથુનચારી મત્સ્યરાજની સંગતિ મને આ માર્ગમાં ખેંચી લાવી.સાચો વૈરાગ્ય આવ્યા વિના ભગવાનની તરફ વધવું લગભગ અસંભવ છે.આ વિરતિને લાવવા માટે સાધુ સંગતિ જ સર્વશ્રેષ્‍ઠ સાધન છે.આત્મદર્શન વિના આ જીવન ભારરૂ૫ છે.   હવે હું વધુ દિવસ સુધી આ બોજને ઉઠાવી શકું તેમ નથી.બીજા દિવસે લોકોએ સાંભળ્યું કેઃ મહર્ષિ સાચા નિર્વેદથી આ પ્રપંચ છોડીને જંગલમાં ચાલ્યા ગયા અને સાચી તપસ્યા કરતાં કરતાં ભગવાનમાં લીન થઇ ગયા.જેવી રીતે અગ્નિના શાંત થતાં જ તેની જ્વાળાઓ ત્યાં જ શાંત થઇ જાય છે તેવી જ રીતે ૫તિની આધ્યાત્મિક ગતિને જોઇને ૫ત્નીઓએ ૫ણ તેમની સંગતિથી સદગતિ પ્રાપ્‍ત કરી.

સંગતિનું ફળ મળ્યા વિના રહેતું નથી.મનુષ્‍યએ હંમેશાં સજ્જનોની સંગતિનો લાભ ઉઠાવીને પોતાના જીવનને ધન્ય બનાવવું જોઇએ.દુષ્‍ટ્રોનો સંગ હંમેશાં હાનીકારક હોય છે.વિષયી પુરૂષના સંગમાં વિષય ઉત્પન્ન ના થાય તો શું વેરાગ્ય ઉત્પન્ન થાય ? મનુષ્‍યએ આત્મકલ્યાણના માટે હંમેશાં જાગરૂક રહેવું જોઇએ.જીવનનું આ જ  એક માત્ર લક્ષ્‍ય છે.૫શુ ૫ક્ષીઓની માફક જીવન જીવવું..પોતાના સ્વાર્થની પાછળ લાગેલા રહેવું એ માનવતા નથી..!

શાસ્ત્રમાં આઠ પ્રકારના મૈથુન બતાવવામાં આવ્યા છે તેનાથી દૂર રહેવું..જેવા કેઃ

સ્ત્રીનું સ્મરણ..સ્ત્રી સબંધી વાતચિત.. સ્ત્રીઓની સાથે રમવું.. સ્ત્રીઓને જોવી.. સ્ત્રીની સાથે ગુપ્‍ત વાતચીત કરવી.. સ્ત્રીને મળવાનો નિશ્ચય કરવો અને સંકલ્પ કરવો અને સાક્ષાત સ્ત્રીનો સંગ કરવો…. આ વાતોથી દૂર રહેવું એ જ વાસના ટાળવાનો સાચો ઉપાય છે……!!!

 

સાભર :  સંકલનઃ   સુમિત્રાબેન ડી.નિરંકારી

મું.છક્કડીયા(ચોકડી),તા.ગોધરા,જી.પંચમહાલ  ફોનઃ૯૦૯૯૯૫૦૩૪૫(મો)

e-mail: [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

કૃષ્ણપ્રિય કદંબ …

કૃષ્ણપ્રિય કદંબ …

 

 

kdamb

 

 

‘કદંબ’ નામ પોતે જ નાનુશું પણ ઘટાદાર. ‘શિરીષ’ નામમાં જેમ તેના રોમશ સુંવાળાં ફૂલોને સ્પર્શ પામી શકાય તેમ કદંબમાં તેની ઘેઘૂર ઘટાનો અને નાનાશા પુષ્પદડાનો સ્પર્શબોધ પામી શકાય. કદંબના ઝાડને જોયું તે પહેલાંય તેનો પરિચય થયો કૃષ્ણ થકી. કૃષ્ણ સાથે અભિન્ન રીતે જોડાઈ ગયું છે આ વૃક્ષ. જેમ શિવ સાથે બીલી, વિષ્ણુ સાથે વૃંદા તેમ કૃષ્ણ સાથે કદંબ.

 

કૃષ્ણની શૈશવલીલાભૂમિ વૃંદાવન-ગોકુળ, જમુનાનો કાંઠો, રાધા, ગોપ-ગ્વાલ સાથે જ કદંબ તરત યાદ આવે. નાનપણમાં રહીમના દોહામાં તેનો પહેલો પરિચય થયો. રહીમને થાય છે કે ‘કાશ જો હું ગોકુલનો ગ્વાલ હોત, કૃષ્ણની ધેનુ હોત, જમુનાના કાંઠે ઝૂકેલ કદંબ હોત…’ એ કવિતાની સાથે જ યમુના પુલિન, યમુનાના નિગૂઢ શ્યામ જળ અને યમુનાના કાંઠે ઝૂકેલા કદંબનું ચિત્ર મનમાં અંકાઈ ગયું. એ પછી તો અનેક ગુજરાતી કૃષ્ણકવિતાઓમાં એ કદંબ જોયું, પણ એ કદંબનાં ફૂલોનો ઉલ્લેખ નહીં. ઉલ્લેખ માત્ર વૃક્ષનો કે કદંબની શાખનો.

 

કદંબ પહેલવહેલું ક્યારે જોયું ? રાજકોટમાં તો કદંબ જોયાનું યાદ નથી (જોકે એક વાર પરિચય થયા પછી આ આંખે કદંબનાં બે-ચાર બાલતરુ શોધી કાઢ્યાં). પહેલવહેલું જોયું હોય તો ૧૯૭૫માં સ્ટડીટુર વખતે કલકત્તાના બોટનિકલ ગાર્ડનમાં. પણ તેનીય સ્મૃતિ રહી નથી. મહોરેલું નહીં પણ ફાટફાટ ફૂટેલું કદંબ પહેલવહેલું જોયું અમદાવાદમાં અમારી જ સોસાયટીમાં સંસ્કૃતના વિદ્વાન ગૌતમ પટેલના આંગણામાં. લીમડો, પીપળો, વડપીપળ, ગરમાળો, ગુલમહોર તો માનવકોટિનાં વૃક્ષો જ્યારે કૃષ્ણપ્રિય કદંબ લગભગ દેવકોટિનું. સંસ્કૃત કવિઓને પ્રિય અને કૃષ્ણકેલિ સાથે સંકળાયેલું આ વૃક્ષ આ જમાનામાં અમદાવાદમાં અને અમારી જ સોસાયટીમાં ! હું તો આશ્ચર્યચકિત!

 

અષાઢના મેઘમેદૂર ભીના દિવસોમાં નાનકડું કદંબ આખું મ્હોરી ઊઠેલું – પીળા બાદલા ભરેલા લીલા સેલામાં શોભતી કોઈ કોડભરી ષોડશી જેવું. પહેલી વાર કદંબનાં ફૂલો જોયાં. ફૂલો વિષેની આપણી સામાન્ય ધારણા એટલે પાતળી પાંખડીઓ, સ્ત્રીકેસર, પુંકેસર અને લીલું વજ્રદલ. જ્યારે કદંબનું ફૂલ તો સાવ જૂદું જ નીકળ્યું. કદંબનું ફૂલ એ ફૂલ નહીં પણ ટેબલટેનિસની દડી જેવડો મઘમઘતો ફૂલદડુલો. વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે એ પોતે એક ફૂલ નહીં પણ નાનાં નાનાં પુષ્પો જડિત પુષ્પસમૂહ – inflorescence. મદિલગંધ દૂરથીય ખેંચી લાવે તેવી. નાક પાસે લાવી સૂંઘો તો નાકે ગલીગલી થાય તેવું રોમશ સુંવાળું. સૂંઘતાંની સાથે જ નાક પર, હોઠ પર, ગાલ પર આછી પીળી સુગંધિત પરાગરજ ચોંટી જાય. એ ઘટાદાર વૃક્ષ, એ રોમેશ ફૂલદડુલો-પુષ્પકંદૂક, એ માદક ઘેરી ગંધ – કૃષ્ણ અને રસિકોને આ વૃક્ષ કેમ પ્રિય હશે તે સમજાઈ ગયું.

 

આ કદંબને આપણે કહીએ ‘કદંબ’, પણ એ નામથી તો આપણે જ તેને ઓળખીયે. ન્યુઝીલેન્ડ, બ્રાઝિલ કે જર્મનીના ખૂણામાં બેઠેલાને ક્યાંથી સમજાય કે આપણે કયા વૃક્ષની વાત કરીએ છીએ. એટલે વૈજ્ઞાનિકોએ તો તેનું શાસ્ત્રીય નામ પાડવું જ રહ્યું. કદંબનું કુળ Rubiaceae – રુબિયેસી : વૈજ્ઞાનિક નામ – Anthrocephalus Cadamba કે Anthrocephalus indica – એન્થ્રોસીફેલશ ઈંડિકા. નામરૂપની આ સૃષ્ટિમાં રૂપને નામ આપ્યા વગર કોઈનેય ક્યાં ચાલ્યું છે !

 

મેં અષાઢની મેઘમેદૂર સવારે ફુલ્લ કુસુમિત કદંબ જોયેલું તે મોટું નહીં પણ ત્રણેક વરસનું નાનુંશું ઝાડ સીધું જ વધેલું ને બીજા માળની અગાશીને આંબી ગયેલું – ગૌતમ પટેલે પ્રેમથી ઉછેરેલું. કેમ ન ઉછેરે ? ગૌતમભાઈ વ્યાકરણના કોરા પાઠ કરનારા વિદ્વાન જ થોડા છે ? તે તો છે સંસ્કૃત સાહિત્ય પીને બેઠેલા રસિકજન. લીલાં ઘેરાં મોટાં પાનની ગાઢ ઘટા વચ્ચે અનેક આછા પીળા ફૂલગોટાઓ. જાણે એ ઘટામાં પડતાં છિદ્રોને પૂરવા જ આ ગોટાઓ ન ખીલ્યા હોય ! ગંધ એવી પ્રગાઢ કે કદંબ નીચે છાયાની ઘટા છે કે ગંધઘટા તે જ કહેવું મુશ્કેલ. ઉપર મધમાખીઓનો ગુંજારવ – જાણે ઝાડ આખું ગુંજતું. શોભા એવી કે કદંબે જાણે કળા કરી હોય તેવું લાગે. કદંબની આ પુષ્પકલા ઝાઝા દિવસો ન ચાલે. માટે જ કદંબ જ્યારે પુરબહારમાં ખીલ્યું હોય ત્યારે તેને માણી લેવું જોઈએ. કદંબદર્શનનું રસિક આમંત્રણ સ્વીકારી ભાયાણીસાહેબ અને વિજય પંડ્યાએ એક વાર ગૌતમભાઈને ઘેર આવી કદંબનું આનેત્ર, આનાસિક પાન કરેલું.

 

આ કદંબ આપણને જો આટલું પ્રિય છે તો પ્રાચીન કવિઓને તો કેટલું પ્રિય હશે ? રામાયણમાં તો સીતાનું એક વિશેષણ જ ‘કદંબપ્રિયા’ છે. વિરહી રામ કદંબને જ પૂછે છે કે કદંબપ્રિયા મારી પ્રિયાને તેં જોઈ છે ?  કદંબના સંસ્કૃત સાહિત્યમાં કેટકેટલા ઉલ્લેખો ! કદંબ વૃક્ષોમાંથી ઝરતા મધને પી મદોન્મત બનેલા ભમરા, કદંબ પર નાચતા મત્ત મયૂરો, પ્રિયતમ રામચંદ્રનો સ્પર્શ થતાં કદંબપુષ્પ જેમ રોમાંચિત થતાં સીતાનાં ગાત્રો, કદંબનાં પુષ્પોથી સુવાસિત થયેલ સમીરણ; કદંબરજને અંગરાગ તરીકે ચહેરા પર લગાડતી લલનાઓ, નવકુસુમિત કદંબપુષ્પોનું કર્ણાભરણ પહેરેલી રૂપસી, કદંબ ફૂલ જેવાં ખરતાં આંસુઓ, વિયોગી પ્રેમીને વિહવળ કરતી કદંબની માદકગંધ, મેઘગર્જનાથી કામપીડિત ચારુદત્તનાં કદંબપુષ્પત્વ પામતાં રોમાંચિત ગાત્રો, નવકદંબ પુષ્પોની રજથી રાતું ધૂસર થઈ ગયેલું આકાશ… કદંબને પામવાની કેટકેટલી રીતો ! કદંબ પર ફિદા થવું કે કદંબપ્રિય રસિકો પર તે નક્કી ન કરી શકાય. ગુજરાતી કવિતામાંય કૃષ્ણ સાથે કદંબ આવ્યું. હરીન્દ્ર દવે કહે :

 

કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબડાળી યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી

 

તો માધવ રામાનુજ આંસુના જમુનાકાંઠે કદંબ વાવવાની વાત કરે,

 

રોઈ રોઈ આંસુનાં ઊમટે જો પૂર
તો એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો.

 

જમુનાજળમાં નાહતી ગોપીઓનાં કાંઠે પડેલાં વસ્ત્રો ચોરી કદંબ પર ચડી ગયેલા કૃષ્ણનું ચિત્ર વરસોથી મનમાં દોરાયેલું છે. થાય છે કે આ રૂપક છે ? સર્ સર્ સરતા આ સંસારમાં આપણી લાજ તો આકાશરૂપી કદંબ પર જે બેઠેલો છે તેના જ હાથમાં. આ જ કલ્પનાને આગળ દોરી જતાં થાય છે કે આકાશરૂપી મહાકદંબનાં ફૂલો એ નવલખ તારા જને ! રાત્રે હવે તારાઓમાંથી કદંબફૂલોની ઘેઘૂર ગંધ વહી આવશે તો નવાઈ નહીં લાગે.

 

 

(અજ્ઞાત)

 

 

કદંબ મહિમા …

– પ. ભ. એક વૈષ્ણવ

 

 

પૂર્ણાનંદ પુરુષોત્તમ શ્રીકૃષ્ણચન્દ્ર રસ રાસવિલાસીકી નિત્ય વિહારસ્થલી બ્રજભુમિમેં કદંબ હી કદંબ દષ્ટિગોચર હોતે હે. કદંબકા મહત્વ શ્રીઠાકોરજી હી જાનતે હે. કદંબકા નામ “કદંબાસ્તુ હરિપ્રિયાઃ” ઈસ પ્રકાર કોષમેં લિખા હે. ગોચારણલીલામેં કદંબકી છૈયામેં આપ વિશ્રામ કરતે હો. ગો આહ્યાન ભી કરતે હે. (કદમ ચઢ કાન્હ બુલાવત ગૈયા-ઈસી તરહ કરતે હે.) ભોજનકી છાક લીલાભી કદંબકી છાહમેં કરતે હે. દધિપાનભી કદંબકે દોનાસે કરતે હે. વસ્ત્રહરણલીલા ભી કદંબ પર હી હે. હિંદોલાઝુલન લીલા ભી કદંબકે નીચે હે.

 

 

રાસલીલામેં ભી કદંબકા વર્ણન હે. (કદંબપાદપચ્છાયે સ્થિતંવૃન્દાવને ક્વચિત્) શ્રીયમુના તટ પર ભી કદંબકે યૂથ હે. શ્રીગોવર્દ્ધનધારણકે સમયભી કદંબકો મરોડા હે. આજ ભી પેઠોનામક ગ્રામમેં એંઠા કદંબકે મરોડયુક્ત પ્રત્યક્ષ દર્શન હોતે હે નંદગ્રામકે સમીપ ઉદ્ધવ ક્યારી હે, જહાંપર ઉદ્ધવજીને શ્રી વ્રજગોપિકાઓંકો કૃષ્ણસંદેશ સુનાયા થા ઓર ભ્રમરગીતકા પ્રાદુર્ભાવ હુઆ થા વહાં પરભી કદંબકે યૂથોંકે મંડલ હે. શ્રીયશોદાજીકો શ્રીકૃષ્ણને રાસનૃત્યલીલાકે દર્શન કરાયે વહ સ્થાનભી ‘કોટબનકી કદંબનકી કદંબખડીકે નામ’સે પ્રસિદ્ધ હે (યત્ર ગોપીકદંબકમ્, ઓર કદમબન બીયન કરત બિહાર)કદંબ, કુમારિકા એવં કિશોરિકા શ્રાગોપીજનોકા સ્વરૂપ હે. શ્રીવ્રજમંડલમેં કદંબકે અનેક મંડલ હે. શ્રીકૃષ્ણકી કમનીય કોટિ કલાઓંકા કોમલ ક્રીડાસ્થલ કેવલ કદંબહી વિશેષ રૂપમેં હે. વેણુનાદ ભી પ્રાયઃ કદંબકે ઉપર ઓર કદંબકે તલે કરતે હે બ્રજભૂમિમેં કદંબકા સ્વરાજ્ય ઓર સાર્વભામ (સામ્રાજ્ય) સર્વદા સ્થાયી હે. કદંબકી આભુ ભી અનંત સહસ્ત્રાવધિ હે. કદંબયષ્ટિકા (છડી) ભી સુદ્રઢ હોતી હે. પત્રભી મુકુટાકૃતિ મહામનોહર હોતે હે. પુષ્પમાલાભી મોહનમણિમાલાસી હોતી હે. સુગંધ ભી રસર હોતી હે. જહાં કદંબ હે વહાં કૃષ્ણ નિશ્ચય હે. વ્રજકે અતિરિક્ત અન્ય દેશોમેં ભી કદંબકે દર્શન હોતે હે. જેસેં કૃષ્ણગઢમેં શ્રીનાથજીકી બેઠક કદંબકે નીચે હે. કોટામેં ભી કદબખંડી હે કહાં તક લિખા જાય-કૃષ્ણકી કૃપાકટાક્ષસેં હી કદંબકી કમનીય કીર્તિ કા કાવ્યાલાપ કિંચિત્ સંભવ હો સકતા હે કિસીને કહા હે-“કલિત કલાકર કુસુમકર, કોવિદ કૃષ્ણ કદંબ”

 

 

એલચી –  મુખવાસ:

 

રાઘા-કૃષ્ણનું પ્રિય ‘કદંબ’ વૃક્ષ …

 

 

આજે પણ ઘણાં લોકો એવી માન્યતા ધરાવે છે કે કદંબવૃક્ષ એ કેવળ પુરાણ કથાઓનું વૃક્ષ છે અને પૃથ્વી પર અત્યારે અસ્તિત્વ ધરાવતું નથી. કદંબ પ્રાચીન વૃક્ષ હોવા છતાં વૈદિક સાહિત્યમાં એનો ઉલ્લેખ થયો નથી. રામાયણ, મહાભારત અને પુરાણોમાં વિપુલ પ્રમાણમાં કદંબનો ઉલ્લેખ મળી આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં કદંબને શ્રીકૃષ્ણ-રાધાનું પ્રિય વૃક્ષ આલેખવામાં આવ્યું છે. ‘ ગોપી વસ્ત્રાહરણ’ પ્રકરણમાં કૃષ્ણ યમુના નદીમાં સ્નાન કરી રહેલી ગોપીઓનાં વસ્ત્રો લઇને કદંબવૃક્ષ ઉપર ચઢીને બેસી ગયા હતા.

 

 

શિવજીને બીલીપર્ણ પ્રિય છે તો પાર્વતીને કદંબપર્ણ પ્રિય હોવાથી દશેરાના દિવસે કદંબના પાંદડાં ચઢાવવામાં આવે છે. મઘુરા-મદુરાઇના મીનાક્ષી-સુંદરેશ્વર મંદિરમાં કદંબવૃક્ષની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એ દર્શાવે છે કે કદંબવૃક્ષ શૈવ અને દેવી સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે.

 

 

કદંબ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. પાલી ભાષામાં કદંબના કલમ્બ અને નીપ એવાં બે નામો છે તો પ્રાકૃત ભાષામાં કયમ્બ,કડમ્બ અને નીવ એવાં ત્રણ નામો છે. હિન્દી ભાષામાં કરંમ, કદમ, બંગાલીમાં કદમ, ગુજરાતીમાં કદંબ અને તમિલમાં કદંબમ્ કહેવામાં આવે છે. કદંબનું શાસ્ત્રીય નામ લેટિન ભાષામાં ‘એડિના કોર્ડિફોલિયા’ છે. કદંબ એ વર્ષાઋતુનું વૃક્ષ છે. પણ કદંબના પાંદડાં બારેમાસ લીલાંછમ રહે છે. કદંબને ફૂલો વર્ષાઋતુમાં બેસે છે અને એક-બે એવી સંખ્યામાં નહિ, સર્વ ફૂલો એક સાથે જ ખીલે છે. કદંબ ફૂલો સંપૂર્ણ ગોળાકાર હોય છે અને કેસરી તથા પીળો રંગ ધરાવે છે. ફૂલોમાં ભરપૂર અને નાજુક પરાગતંતુ હોય છે. આ કારણે સંસ્કૃત ભાષાનાં કવિઓએ પ્રિયતમાની રોમાવલીને કદંબના પરાગની ઉપમા આપી છે. કદંબના ફૂલો સુરેખ તો હોય જ છે, પરંતુ તેની સુગંધ આક્રમક અને માદક હોય છે. વિશેષતા એ છે કે એની કળીપણ ગોળાકાર ફૂટે છે.

 

 

પુરાણોમાં કદંબનું ઘણે ઠેકાણે વર્ણન આવેલું છે. કૃષ્ણ ભગવાને વ્રજલીલામાં ગોપીઓનાં કપડાં કદમ્બ વૃક્ષો પર સંતાડ્યાં હતાં. બીજી એક પુરાણ કથા પ્રમાણે ગરુડ એના બન્ને પગનાં પંજાઓમાં મહાકાય કાચબો અને એવો જ મહાકાય હાથી લઈને કદંબની ડાળ પર બેઠું હતું. વૃક્ષને બચાવવા હજારો વહેંતિયા બ્રાહ્મણો એક ડાળી પર બેસી પ્રાર્થના કરી રહ્યા હતા. આ બ્રાહ્મણોને ઇજા ન થાય તે માટે ગરુડ ઊડી ગયું પરંતુ સાથે એક મોટી ડાળી, કાચબો અને હાથીને પણ સપાટામાં ઉંચક્યાં હતાં.

 
આંખો લાલ થવી અથવા આંખો આવવી વિગેરેમાં કદંબની છાલનો રસ, લીંબુનો રસ, અફીણ અને ફટકડીનાં મિશ્રણનો લેપ આંખની આજુબાજુ કરવામાં આવે છે. મ્હોં આવે છે ત્યારે પાંદડાને ઉકાળી તે પાણીનાં કોગળા કરવામાં આવે છે. નાનાં બાળકોને તાળવે ખાડો પડે તો છાલમાં થોડું પાણી નાંખી રસ કાઢી તેમાં જીરૂં અને ખડીસાકર નાંખી તે મિશ્રણ પાવું અને તાળવે ચોપડવું અને દિવસનાં પાંચ-છ વખત ચોળવું. ત્રણ દિવસ પછી તાળવે કારેલીનું તેલ ચોપડવું અને કદંબની છાલને પાણીમાં ઘસી તેમાં સ્નાન કરાવવું. આનાથી ફાયદો થાય છે.

 

આ વૃક્ષનું લાકડું ચાનાં ખોખાં, નાનાં કોરેલાં હાંડકાં, રમકડાં વગેરે બનાવવામાં વપરાય છે.

 

‘રામાયણ’ના ‘કિષ્કિંધાકાંડ’માં જણાવવામાં આવ્યું છે કે રામ યુદ્ધની તૈયારી કરવા શરદઋતુની પ્રતીક્ષા કરી રહ્યા છે. વર્ષાઋતુના રમણીય દ્રશ્યનું વર્ણન કરતાં રામ લક્ષ્મણને કહે છે કે આકાશમાં શ્યામવાદળો ઘેરાયાં છે અને મોસમનો પહેલો વરસાદ માલ્યવાન પર્વત પર વરસી રહ્યો છે અને નૂતન જળપ્રવાહમાં સર્જ અને કદંબપુષ્પો એકઠાં થઇને વહી રહ્યાં છે તો પર્વતમાં રહેલા ધાતુઓના કારણે એ જળપ્રવાહનો રંગ રાતો થઇ ગયો છે. આ રાતા જળપ્રવાહને મયૂરોનો કેકારવ સાથ આપી રહ્યો છે. 

 

 

બીજા એક શ્લોકમાં આકર્ષક વર્ણન છે  :  પહેલા વરસાદની ઝડીના કારણે કમળફૂલમાંથી કેસર ખરી જતાં ભ્રમરા કમળપુષ્પનો ત્યાગ કરીને કેસરથી ભરપૂર કદંબફૂલોનું પાન કરી રહ્યા છે. 

 

‘ભાગવત પુરાણ’માં દસમા સ્કંધના સોળમા અઘ્યાયમાં કાલિયામર્દનના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમાં જણાવ્યું છે કે કૃષ્ણ યમુના નદીના કિનારે આવેલા કદંબના વૃક્ષ પર ચડી ગયા અને કદંબની ઉંચી ડાળી પરથી યમુના નદીના ઝેરી પાણીમાં ડૂબકી મારી.

 

કવિ કાલિદાસ પોતાના સાહિત્ય સર્જનમાં ત્રણ પ્રકારનાં કંદબવૃક્ષો જણાવે છે. નીપ, કદંબ અને રક્તકદંબ.

 

ભવભૂતી ‘માલતી માધવમ્’માં કદંબનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે, 

 

‘‘ પ્રિયતમનું પ્રથમ વચન સાંભળતાં જ મારા અંગનાં રોમેરોમ ઊભાં થઇ ગયાં છે. પહેલા વરસાદનાં વાદળોમાંથી જળધારા વરસતાંની સાથે કદંબવૃક્ષ પુષ્પવલીત થઇ જાય છે તેવી જ મારી અવસ્થા થઇ ગઇ છે.’’

 
આચાર્ય હેમચંદ્રે ‘દ્રવ્યાશ્રય મહાકાવ્યમ’માં દસમા સર્ગમાં ગુજરાતના રાજા ભીમદેવ સોલંકીના પરાક્રમનું વર્ણન કરતાં કહ્યું છે, ‘વર્ષાઋતુમાં કદંબવૃક્ષો પર પૂર્ણપણે પુષ્પો ખીલી ઊઠ્યાં છે અને કદંબ ફૂલ સમૂહ પર ભ્રમરોનાં ટોળાં ફરી વળ્યાં હોવાથી એ પુષ્પો ઢંકાઇ જેવાં ગયાં છે.’

 

 

જૈન સાહિત્યમાં ‘શત્રુંજય માહાત્મયમ્’ તીર્થક્ષેત્ર એવા એકવીસ પર્વતોનો ઉલ્લેખ છે અને એ પર્વત પર કદંબવૃક્ષોનું વન આવ્યું છે.

 

મદુરા-મદુરાઇના મીનાક્ષી સુંદરેશ્વર મંદિરની કથા પણ કદંબવૃક્ષ સાથે સંકળાયેલી છે. ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ના ૧૧મા વોલ્યૂમ (૧૮૮૬ ઇ.સ.)ના ૨૯મા પાના ઉપર એ કથા છેઃ

 

 

ધનજંય નામનો વેપારી કદંબવનમાં થઇને ઘરે પાછો ફરી રહ્યો હતો. એ વનમાં ધનજંયને એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું. ઈંદ્ર ત્યાં સ્વયંભૂ શિવલિંગની પૂજા કરી રહ્યાં હતાં. વેપારી ધનંજયે એ વાત પાંડ્ય વંશના રાજા કુલશેખરને જણાવી. રાજા પરમ શિવભક્ત હતો. એ જ રાતેકુલશેખર રાજાને શિવે સ્વયં સુંદરેશ્વરના સ્વરૂપમાં સ્વપ્નમાં દર્શન આપ્યાં. સુંદરેશ્વરની જટામાંથી અમૃતનાં બૂંદ સરી રહ્યાં હતાં. અમૃત મઘુરમાં મઘુર હોય છે. સ્વપ્નમાં રાજાને સુંદરેશ્વરે સ્વયંભૂ શિવલિંગની જગ્યા પણ બતાવી. કુલશેખરે ત્યાં મીનાક્ષી-સુંદરેશ્વર મંદિરની સ્થાપના કરી અને મઘુર અમૃત ઉપરથી તે સ્થળનું નામ મદુરાઇ રાખવામાં આવ્યું છે. મંદિર આગળ પ્રાચીન કદંબવૃક્ષનું થડ જાળવી રાખવામાં આવ્યું છે. તેની સામે નાગની મૂર્તિ છે અને સ્ત્રીઓ તેની પૂજા કરે છે.

 

ગુજરાતમાં રેવાકાંઠાના ભીલો કદંબવૃક્ષમાં મોટી આસ્થા ધરાવે છે. ઇન્દ્રોત્સવ-યાત્રા-મેળામાં કદંબની ડાળી રોપી તેની પૂજા કરે છે. બાધા-માનતા માની હોય તો તે છોડતી વખતે એક ખાડામાં કદંબની ડાળી રોપી તે ખાડાને ચોખાથી ભરીને તેના પર માટી પાથરવામાં આવે છે. ત્યાર પછી મરઘા કે બકરાનું બલિદાન ચઢાવવામાં આવે છે અને દારૂ અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે. કદંબવૃક્ષનાં પાંદડાં ઊલટી દિશામાં વળેલાં હોય છે એ તેની વિશેષતા છે. એ વિશે એક દંતકથા પ્રચલિત છે.

 

વૃંદાવનથી ગોપીઓ દહીં લઇને મથુરાની બજારમાં વેચવા કદંબવૃક્ષોવાળીપગદંડી પરથી જઇ રહી હતી. ત્યારે કૃષ્ણે અને ગોપકુમારોએ ગોપીઓને રોકી દાણામાં દહીની માંગણી કરી. ગોપીઓએ કહ્યું કે દહીં અમે મથુરાની બજારમાં વેચવા લઇ જઇએ છીએ. મફતમાં દહીં નહીં મળે.કૃષ્ણે દહીંના ઘડા છીનવી લીધા અને કદંબવૃક્ષના પાંદડાના દડિયા-પડિયા બનાવીને તેમાં દહીં ખાઘું હતું. આ કારણે પાંદડાં ઊલટી દિશામાં વળી જઇને દડિયાના આકારની કલ્પના આપે છે.

 

 

સૌજન્ય : સાભાર : ગુજરાત સમાચાર 

 

 

સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
[email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર છે.

સમજણ જીવનમાંથી જાય …

સમજણ જીવનમાંથી જાય …

સ્વર: શ્રી નારાયણ સ્વામી …

 

 

આજે,  વિવિધ પ્રકૃતિના માણસો વચ્ચે સૌનો સ્વીકાર કરીને આગળ વધતા રહેવું એ ઘણી મોટી વાત (સમજણ) છે. આ માટે પાયાનું શિક્ષણ સંયુક્ત કુટુંબમાંથી મળતું હોય છે. અનેક વિચારભેદ અને મતભેદો વચ્ચે પણ સૌને જોડી રાખતું તત્વ એ ‘પ્રેમ’ છે. સંયુક્ત કુટુંબ એ પ્રેમના પાઠ શીખવતી આદર્શ પાઠશાળા છે.  પરંતુ જો આવી સમજણ જ જીવનમાંથી ચાલી જાય તો……..!   

 

 તો ચાલો માણીએ … શ્રી નારાયણ સ્વામીના સ્વરે આજે એક  સુંદર રચના ….

 

vruddhashram

 

 

સમજણ જીવનમાંથી જાય, જી …
સમજણ જીવનમાંથી જાય,
જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …

 

જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાં થી જાય, જી …

 

પિતાજીના વચન ખાતર,
રામજી વનમાં જાય, જી …(૨)

 

આજનો રામલો વૃધ્ધાશ્રમમાં … (૨)
એના બાપને મેલવા જાય ..
સમજણ જીવનમાંથી જાય, જી …

 

જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી ..

 

ચેલો હતો ઓલો આરુણી,
એની યાદે ઉર ઉભરાય, જી .. (૨)

 

આજનો ચેલ્કો, માસ્તર સાહેબને,
શિવાજી બીડીયું પાય ..

સમજણ જીવનમાંથી જાય, જી …

 

આજનો ચેલ્કો માસ્તર સાહેબને,
શિવાજી બીડીયું પાય ..
સમજણ જીવનમાંથી જાય, જી

 

જીવનમાં થી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …

 

ચૌદ વરસનું એને રાજ મળ્યું,
ભરત ના એ ભૂલાય જી

ચૌદ વરસનું રાજ મળ્યું,
તોયે  ભરત ના એ ભૂલાય, જી

 

પાંચ વરસનો પ્રધાન આજે .. ભાઈ,
પાંચ વરસનો પ્રધાન, આજે
કોઈ થી જાલ્યો એ ના જીલાય..

એ સમજણ જીવનમાંથી જાય, જી …

 

પાંચ વરસનો પ્રધાન આજે ..
ભાઈ, જાલ્યો ના કોઈ થી જીલાય
સમજણ જીવનમાંથી જાય, જી …

 

જીવનમાં થી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …

 

મંદિરીયામાં બેઠા બેઠા,
પ્રભુજી એ મુંજાય જી .. (૨)

 

ભાવ વિના ના ભક્તો આવે ભાઈ,
ભાવ વિનાના ભક્તો આવીને
દશીયું ફેંકતા જાય ..

 

સમજણ જીવનમાંથી જાય. જી …

 

 

ભાવ વિનાના ભક્તો આવે
ભાવ વિનાના … ભક્તો આવી ને
દશીયું ફેંકતા જાય ..

સમજણ જીવનમાંથી જાય જી …

 

 

જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …

 

ધર્મની જુઓ કિંમત કેવળ,
નાણા થી અંકાય, જી

ધર્મની કિંમત કેવળ,
નાણાં થી અંકાય, જી

મોટી મોટી, ખા એક ખાયું .. (૨)
એમાં ફાળો ભરતો જાય ..
સમજણ જીવનમાંથી જાય, જી …

 

આ જીવનમાંથી જાય,
જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …

 

જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …(૨)

 

જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જો જાય, જી …(૨)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

“ નવી ભોજન પ્રથા ” … (ભાગ -૪) …

“ નવી ભોજન પ્રથા ” … (ભાગ -૪) …
પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ … (અમરેલી-ગુજરાત)
Suprintending Engineer(Retired)G.E.B.

  

 
ઉત્તરાધ …

 
આ અગાઉ આપણે “નવી ભોજન પ્રથા” …. ની શરૂઆત કરવાથી /  અપનાવવાથી …. દૈનિક જીવનમાં છ કલાકના ઉપવાસથી આંશિક ફાયદાની શરૂઆત થઇ જાય છે, અને થોડા લાંબા ઉપવાસથી વિશેષ લાભ થય છે.  તે વિશે તેમજ એનિમા વિશે વિગતે જાણ્યું.  આજે આપણે જાણીશું – આહાર / ખોરાકનો ક્રમ તેમજ ‘નવી ભોજન પ્રથામાં’  ઉપયોગી  રેસીપી…
 

 

 New Bhojan Pratha.3

 

 

જ્યાં સુધી વિજ્ઞાનનો સહારો રહેશે, ત્યાં સુધી વિટામીન, કેલ્શિયમ, કેલોરી, ઓસ્ટીઓ પોરાસીસ, બુદ્ધિમત્તા જેવા અનેક ભ્રાન્ત ખ્યાલો ડરાવશે.  આથી જ તો તે અંચળો ઉતારીને સાથે સાથે ભગવાનનો સહારો લેવો જરૂરી છે જે વિજ્ઞાનથી ઊલટો લાગશે.

 

 

પાણી બાબતે પણ અનેક ભ્રાન્ત ખ્યાલો સમાજમાં પ્રવર્તે છે.  જેમ કે  ઉઠીને ઉશપાન નો પ્રયોગ કરવો.  નરણા કોઠે (ભૂખ્યા પેટે)  સવારે ઊઠીને વાસી મો એ ૧ થી ૬ લીટર અથવા બે લોટા પાણી પીવું, દિવસ દરમ્યાન ૧૦-૧૨ લીટર પાણી પીવું, આખો દિવસ વધુ ને વધુ પાણી પીવું   વિગેરે …   સમાજમાં પ્રવર્તતા ખ્યાલો ને ધ્યાનમાં રાખી બધા જ પ્રયોગો હું કર્યે રાખતો હતો.  મજબૂરી હતી !  શું કરું બીમારી ઘર કરી ગઈ હતી, અને સાચો રસ્તો જડતો નોહ્તો, જેથી જે હાથમાં આવ્યું તે … ‘ ભાગતા ભૂતની ચોટલી પકડવાની કોશિષ ચાલુ જ રહેતી.   પરંતુ આખરે જ્યારે સાચું સમજાઈ ગયું કે …

 

 

“અહમ્ વૈશ્વાનરો ભૂત્વા, પ્રાણીનામ દેહમ્  આશ્રિત:

પ્રાણાયાન સ્માયુક્ત: પચામ્યન્ન ચતુર્વિધમ્ ”

 

 

ભગવાન જ્યારે પચાવે છે, તો તે જ ભૂખ તરસ પણ લગાડે, ત્યારે જ ખવાય, પીવાય, !  તે સિવાયનું બધું વધારાનું કહેવાય.

 

 

“અતિ સર્વત્ર વર્જ્યતે”

 

ANYTHING IN EXCESS ISNPOISION

 

આ સૂત્રો અહીં પણ સરખાં જ લાગુ પડે.

 

 

આથી તરસ વગર પીવાતું પાણી ઝેર છે – નુકસાનકારી છે તેમ સમજાઈ જવાથી વધારાનું પાણી કોઇપણ ખ્યાલથી પીવાનું પાણી બંધ કરવાથી જ સારા પરિણામો મળવા લાગ્યા.  અહીં ફરી ખાસ સ્પષ્ટતા જરૂરી છે.  પાણી પીવું ખરાબ નથી, પાણી જરૂરી જ છે.  પણ પર્યાપ્ત માત્રામાં.  તરસ લાગે ત્યારે જ અને તરસના પ્રમાણમાં … વધુ પડતું કશું ય પણ નુકશાનકારક છે.

 

 તમામ રોગો માટે જવાબદાર રાંધેલ ભોજન તેમજ પ્રાણીજ પદાર્થો નુકશાનકારી છે તેમ સમજી ને એક ઝાટકે જ કે પછી ધીરે ધીરે પોતાની ક્ષમતા મુજબ છોડવા જ રહ્યા.  તે જ રીતે નિર્જળા ઉપવાસને અપનાવવો જ રહયો.

 

 ઉપવાસની મર્યાદા આવી જાય, ત્યારે જ કાચું ખાવું.  આમ તો કુદરતે આપેલ ઋતુની કોઇપણ ખાદ્ય ચીજ ખાય શકાય.  પરંતુ શરીર એક યંત્ર જ છે જેથી તેને જેટલું ઓછું ભારણ આપીએ, તેટલું સારૂ.  આથી અહીં નીચે જણાવેલ ક્રમમાં જો ભોજન લઇ શકાય, તો શરીર પર બોજો ઓછામાં ઓછો પડે …

 

 

 

ક્રમ

આહાર નો પ્રકાર

૦૧ પર્ણ / પાનનો રસ. જે પચવામાં હળવો તેમજ તમામ સત્વ – તત્વથી ભરપૂર છે.  જીવન પર્યંત આ રસ પર રહી શકાય.
૦૨ સ્વાદ ખાતર વધારાનાં ઋતુ મુજબના સલાડ, શાક –ભાજી, ફળોના રસ.  વિવિધ પ્રકારનાં વધુ રસો નાં બદલે જેટલા ઓછા પ્રકારનાં રસ લેવાય તે વધુ સારૂ.
૦૩ રસાહાર થી કામ ચાલી જાય, તો જિંદગીભર, રસનો આહાર જ ઉત્તમ છે.  કૂચા થી કોઈ જ ફાયદો નથી. છતાં મનનાં સંતોષ ખાતર જરૂરી. જણાય, તો રસવાળા સલાફ, શાક કે ફળ ખાવા.
૦૪ આટલે જ થી સંતોષ ન થાય, તો   SEMI SOLID   એવા પપૈયુ, કેરી, કેળા, ચીકુ, સફરજન, દૂધી, વગેરે ખાવા.
૦૫ આટલેથી પણ સંતોષ ન થાય, તો SOLID  એવા અમેરીક્ન મકાઈ (શેક્યા / બાફ્યા વગરની કાચી જ )  ફણગાવેલા અનાજ-કઠોળ ખાવા.
૦૬ હજુ પણ સંતોષ ન થયો હોય, તો ક્યારેક સૂકા મેવા, શેક્યાં / તળ્યા વગરનાં જ ખાવા.
૦૭ રોગીએ આનાથી વધુ છૂટ ન લેવી.  નિરોગી વ્યક્તિએ ભોગ ભોગવવાની ઈચ્છા સંતોષવી હોય, તો જ કાચા ઉપરાંત રાત્રે એક સમય રાંધેલ ભોજન જમવું.  તે, પણ સમજીને કે તે નુકશાન ક્રર્તા જ છે. શરાબીથી શરાબ ન છૂટે તેમ રાંધેલ ભોજન ન છૂટી શકતું હોય, તો જ નુકશાન વેઠીને પણ ખાવું.

 

 

આ થયો જમવાનો ક્રમ.  હળવાથી ભારે ભોજનનો.   જેટલું હલકું ભોજન લેવાય, તેટલો શરીર પર નો બોજો ઓછો.  પ્રાણ શક્તિ નો તેટલો બચાવ થાય.  તેનાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને ઉંમર વધે.  હલકા ભોજનની સાથોસાથ જો ભોજનની માત્રા ઘટે, તો બોજો ઓર ઓછો થયા.  પરિણામે આધ્યાત્મિકતામાં ઊંડાણ વધે અને ઉંમર પણ વધુ લંબાતી જાય.  ભોજન શૂન્ય થઈ જાય, તો ભોજન અનંત થઇ જાય અને અનંતમાં ભળી જવાય.  આત્મા અને પરમાત્મા એક થઇ જાય.  આ મિલન એટલે જ “યોગ.”

 

 

યોગ એટલે અંગ કસરતો કરી કરીને મહામૂલા માનવ દેહ ને ગમે તેમ વેડફી નાખવો એ નથી.  વધુમાં વધુ શક્તિ બચાવીને ભજનમાં એકાગ્રતા કેળવવી એ યોગ છે.  ભોજન શૂન્ય કરવું તેમ શારીરિક કસરતો પણ શૂન્ય કરવી.  ત્યાં સુધી કે શ્વાસોશ્વાસમાં વપરાતી શક્તિ ને પણ બચાવી લઈને સમગ્ર શક્તિ ભજનમાં કેન્દ્રિત કરવી – તે છે “યોગ” અને તે જ છે માનવ જીવનનું લક્ષ –પ્રભુ પ્રાપ્તિ.

 

 

હવે તો સંપૂર્ણ પણે સમજાઈ ગયું હોવું જોઈએ.

 

 

અહીં ક્રિયા પર નહીં, પણ ભાવ પર ભાર મૂક્વાનો છે.  આથી સાચા ભાવથી પ્રયોગ (ક્રિયા) કરવામાં આવશે, તો પરિણામ અચૂક મળશે જ; તેમાં શંકા ને કોઈ સ્થાન જ નથી.

 

 

સમજાય જશે તો દ્રઢતા આપોપાપ આવી જશે.  દ્રઢતા આવશે, તો કરવું સાવ સરળ બની જશે.

 

 

સાર :

 

  • માત્ર થોડા દૈનિક ઉપવાસ, ઉપવાસ છોડો ત્યારે જરૂરીયાત નાં પ્રમાણમાં પાણીની જગ્યાએ વેજીટેબલ જ્યૂસ કે સીજન અનુસાર ફળોના જ્યૂસ લઇ શકાય.

 

  • બાદમાં ભૂખ – તરસનાં પ્રમાણમાં સર્જનહારે આપેલ ભોજન જેના તે સ્વરૂપે ખાવાનું.

 

  • શરૂઆતમાં થોડો સમય સાદા પાણીનો બંને ટાઈમ (શક્ય હોય તુઆ સુધી) એનિમા લેવો.

 

 

  • આમાં સમજી ન શકાય એવું કંઈ નથી.  છતાં જરૂર જણાયે આપના ખ્યાલમાં હોય, તેવા કોઇપણ જાણકાર – અનુભવી પ્રયોગકર્તા નો સંપર્ક કરી પૂછી શકાય છે.

 

 

આ ઉપરાંત આ સાથે નીચે જણાવેલ લીંક પર ક્લિક કરવાથી ગુજરાતી, અંગ્રેજી માં દરેક માહિતી ઉપલબદ્ધ કરવામાં આવેલ છે.

 

 

www.swadarshan.webs.com

 www.newdiet4health.org

 

વગેરે પર થી પણ ઉપલબદ્ધ છે.

 

www.newdiet 4 health..org   પર  e books   પણ ઉપલબદ્ધ કરવામાં આવી રહી છે.  

 

“નવી ભોજન પ્રથા” એ પ્રાથમિક સ્થિતિ છે.  “ત્યાગ” ની –   ભોજન ઘટાડતા જઈ શૂન્ય તરફ જવાની.  વજન – શારીરિક / માનસિક બધા જ શૂન્ય કરવાની “EGO”   શૂન્ય કરવાની.

 

 

આમ, “શૂન્ય થી અનંત”  ની આ સાધના છે.  આ કોઈ ચિકત્સા પદ્ધતિ નથી.  રોગ નાબુદી ની સારવાર નથી.  રોગ નાબુદી એ તો ખાંડના કારખાનામાં નીકળતો કૂચો કે મોલાસીસ ની જેમ “બાય પ્રોડક્ટ” છે. 

 

સામાન્ય ફેરફારથી અસામાન્ય લાભ મળતા હોય, તો ઢીલ શા માટે ?  તો ચાલો કરો કંકૂનાં !  હવે ધરમના કામમાં ઢીલ શાની ?

 

 

શુભમ ભવતુ |

 

 

આજની રેસીપી :

 

 

(૧)  સ્વાદિષ્ટ ભેળ …

 

 સામગ્રી અને રીત :

 

સૌ પ્રથમ ગાજર, મૂળા, બટેટા, બીટ,  ઝીણાં ખમણી નાખો.  તેમાં ફણગાવેલા માગ, લીલા વટાણા તેમજ લીલા પાનની સ્વાદિષ્ટ ચટ્ટણી નાખી સ્વાદ પ્રમાણે સીંધાલૂણ નાખી મિક્સ કરી નાખો.  તેથી સ્વાદિષ્ટ ભેળ તૈયાર.  જો લસણ / કાંદા ડૂંગળી ખાતા હોય તો ડૂંગળી ઝીણી સમારી ઉપરથી નાખી શકાય.  તેમજ લસણ + લાલ મરચાને પીસી  તેની ગ્રેવી કરી એક ચમચી નાખવાથી ઉત્તમ ભેળ તૈયાર થઇ જશે.  ઉપર કોથમીરના પાનથી સજાવટ કરો.  જો લસણ, ડૂંગળી ન નાંખવા હોય તો સ્વાદ માટે એક-બે ચમચી દહીં પણ નાખી શકાય.

 

 

(૨)  અપકવ ઇટાલિયન ટચ –રેસિપી

 

 

સામગ્રી :

 

 

૨- નંગ અમેરિકન મકાઈ એકદમ ફ્રેશ

૪-૫ બેબી કોર્ન

૧- ૧ – નંગ  ત્રણેય કલર નાં કેપ્સિકમ (સિમલા મિર્ચ)(લાલ-પીળું-લીલું)

૧ નંગ સ્પ્રીંગ ઓનિયન  (લીલી ડૂંગળી)

૩-૪ કળી લસણ  (ઝીણી સમારી લેવી)

થોડોક મરી પાવડર

સ્વાદ પ્રમાણે મીઠું

એક નંગ લીલું મરચું (એકદમ ઝીણું સમારેલું)

થોડી પેપરીકા (સૂકા કાશ્મીરી લાલ મરચા –અધકચરા ક્રશ કરેલા)

ઇટાલિયન હુબ્સ ૧/૨ ચમચી.

 

 

 રીત :

 

 

એક અમેરિકન મકાઈના ડોડાનાં કાચા દાણા કાઢી, એક બાઉલમાં લો.  ત્યારબાદ, એક લીલી ડૂંગળીના પાંદડા એકદમ ઝીણા સમારેલા તે બાઉલમાં નાંખો.  પછી કેપ્સિકમ અલગ લગ કલરના લઇ અને ઝીણા સમારી લો અને બાઉલમાં મિક્સ કરો.  ત્યારબા એક નાની સૂકી ડૂંગળી એકદમ ઝીણી સમારી ધોઈને ઉંમેરો.  સ્વાદ પ્રમાણે થોડું મીઠું  અને ૧/૨ લીંબુ નો રસ ઉંમેરો.   ત્યારબાદ, એક સ્વીટકોર્નના દાણા મિક્સરમાં થોડું પાણી નાખી ઘટ દૂધ બનાવો.  જેને આપણે વાઈટ સોસ કહીશું.  આ વાઈટ સોસને તે બાઉલમાં ઉમેરો.  અને ચમચીથી થોડુક મારી પાઉડર, તથા પેપરીકા નાખી ચમચીથી બાઉલમાં ભેળવવું.  ખાસ ધ્યાનમાં રાખવું કે સ્વીટ કોર્નનું દૂધ ઘટ્ટ રાખવું, પાણી વધુ નાખી પાતળું ન બનાવવું.  આ ઘટ્ટ દૂધમાંથી ચીઝ અને માખણ જેવો સ્વાદ આવે છે.

 

 

આ રેસીપી એકવાર બનાવી જુઓ;  ખરેખર બનાવી માણવા જેવી છે. રાંધ્યા વગર પણ ઇટાલિયન ટચ આવે છે.  આમાં ઇટાલિયન સિજનીંગ પણ કરી શકાય છે.  રાંધ્યા વગર રાંધેલાનો સ્વાદ માણી શકાય છે.

 

 

ઉપરોક્ત ઇટાલિયન ટચમાં જરાક ફેરફાર કરી વિવિધતા લાવી શકાય.

 

 

(૧) બ્રોક્લી  – ૧૦૦ ગ્રામ  બ્રોક્લી ઉમેરી,  અથવા  ૨-૩ મશરૂમ ઉંમેરી, અથવા સફેદ – કળા – લીલા ઓલિવ  ઉમેરી, અથવા  ૮-૧૦ નંગ મેકરોની પાણીમાં પલાળી ઉંમેરી અથવા સ્પીનેચ ટચ  – (પાલક એકદમ ઝીણી સમારી) અથવા ૨-નંગ ગાજર છીણી નાખી કેરેટ ઇટાલિયન ટચ બનાવી અનેરો સ્વાદ માણી શકાય.   (આમ કુલ સાત આઈટેમ માંથી કોઇપણ આઈટેમ ઉંમેરી/ નાખી ઇટાલિયન ટચ રેસીપી સ્વાદિષ્ટ તેમજ અદભુત બનાવી શકાય છે.)

 

 
(૩) ઇટાલિયન સલાડ :

 

સામગ્રી :

૧ કપ કાકડી નાં ઝીણા ટુકડા
૧ કપ ટમેટા ના ઝીણા ટુકડા
૧ કપ કેપ્સિકમ (અલગ અલગ કલરના) ઝીણા ટુકડા
૧ કપ કોથમીર સમારેલી
૧ કપ કાંદા નાં ઝીણા ટુકડા 
૧ ટે.સ્પૂન લસણની પેસ્ટ
૧ ચમચી લીંબુનો રસ
૧ ચમચી ઓલીવ ઓઈલ

મીઠું – મરી સ્વાદ અનુસાર

 

રીત :

એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરીને મિક્સ કરવું. આ સલાડ ક્યારેક અલગ વેરાયટી માટે બનાવી શકાય છે. આ સલાડમાં વિટામીન સી, પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

સાભાર : સરોજબેન બી. ચૌહાણ 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

‘નવી ભોજન પ્રથા’ … સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ શ્રી બાલુભાઈ ચૌહાણ નાં આ કાર્યમાં બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે…..આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

સાવધાન  :   ‘પ્રાકૃતિક -નવી ભોજન પ્રથા’  …  વિશે  લેખક  શ્રી નાં સ્વાનુભવ આધારિત લેખક શ્રી દ્વારા અહીં જાણકારી આપવામાં આવેલ છે, કોઇપણ  પ્રથા ને અપનાવતી સમયે આપ આપની રીતે, યોગ્ય જાણકારી મેળવી – પોતાનો સ્વ-વિવેક પૂર્ણ તયા વાપરી, જરૂર લાગે તો કોઈ હેલ્થ પ્રોફેશનલને કન્સલ્ટ કરી પછી જ ( અનુભવી કે તજજ્ઞ નાં માર્ગદર્શન  સાથે જરૂરી ચકાસણી કર્યા બાદ) આપની જ અંગત જવાબદારી ને ધ્યાનમાં રાખી અપનાવશો..  આ કોઈ અંધશ્રદ્ધા નો વિષય  કે વાત નથી.  …. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 

આપનવી ભોજન પ્રથા’ અને તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  શ્રી બાલુભાઈ ચૌહાણ (સાહેબ) અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected]  / [email protected]  પર  મેઈલ મોકલી, જવાબ /માર્ગદર્શન આપના મેઈલ પર મેળવી શકો છો.

 

 

મિત્રો, આજે આટલું બસ, હવે પછી આગળ … “નવી ભોજન પ્રથા” માં અલગ અલગ વિષયો અને અલગ અલગ રેસીપી વિશે જાણકારી ક્રમશ: મેળવીશું.  

 

આપે જો આ ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય કે અપનાવવા માંગતા હોય અને આપ તે બાબત કોઈ વિશેષ જાણકારી મેળવવા ઇચ્છતા હો કે તે બાબત આપને કોઈ સમસ્યા ઉદભવતી હોય તો અહીં કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ આપશો, જેનો યોગ્ય પ્રત્યુત્તર / માર્ગદર્શન  શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ  દ્વારા અહીં જ આપને ઉપલબદ્ધ થઇ શકે  તે અંગે નમ્ર કોશિશ કરવામાં આવશે.,

 

 ‘નવી ભોજન પ્રથા’ અપનાવ્યા બાદ, આપને જે કંઈ અનુભવ થયા હોય તે અહીં શેર કરશો, …. આપના અનુભવો અન્યોને પણ પ્રેરણાદાયી બની રહેશે…. આભાર ! ‘દાદીમા ની પોટલી’

|| શિક્ષાપત્ર ૩૪મું || … અને (૩૫) ગોવર્ધન ગિરિ કંદરા … (સન્મુખનું પદ) …

|| શિક્ષાપત્ર ૩૪મું || …

 

 

 pushti prasad 40

 

 

તેત્રીસમાં શિક્ષાપત્રથી વિચાર્યું કે, પુષ્ટિમાર્ગમાં ફળ આપવાની શ્રી પ્રભુની ઈચ્છા જ માત્ર નિયામક છે, અને તેને માટે વૈષ્ણવે અહંકાર, અભિમાન, દીનતાના પરમ વિરોધી હોય તેનો ત્યાગ કરીને દીનતા રાખવી જોઈએ. કારણ કે જીવો માટે ભક્તિમાર્ગમાં આ તત્વો અવરોધરૂપ બને છે. વળી જીવની દીનતાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે, અને જો જીવ અભિમાન કે અહંકાર છોડી ન શકતો હોય તો તેણે આચાર્યચરણ શ્રીનું શરણ સ્વીકારવું જોઈએ, કારણ કે શરણાગત થવાથી અગ્નિસ્વરૂપ શ્રીમહાપ્રભુજી જીવનાં સઘળા દોષ દૂર કરે છે, જેથી જીવોને દીનતા અને નિ:સાધનતા સિદ્ધ થાય છે.

 

 

ચોત્રીસમાં શિક્ષાપત્રનાં તેત્રીસ શ્લોકથી ભક્તિના પ્રકાર, ભક્તિમાં નડતા પ્રતિબંધો અને આ પ્રતિબંધોને દૂર કરવાનાં ઉપાયોનું નિરૂપણ કરાય છે. ભક્તિમાર્ગમાં શ્રી કૃષ્ણ જ સદા સેવ્ય છે, અને એજ ફળ છે. જેનો પ્રારંભ પ્રથમ શ્લોકથી નિરૂપાય છે.

 

 

શ્રીકૃષ્ણ: સર્વદા સેવ્ય: ફલં પ્રાપ્યં સ્વતસ્તુ સ: |
મુખારવિંદભક્ત્યૈવ સાક્ષાત્સેવૈકરૂપયા ||૧||

 

 

અર્થાત, પ્રભુનાં મુખારવિંદની સેવા સાક્ષાત સેવારૂપ હોવાથી શ્રી આચાર્યચરણ કહે છે કે શ્રીકૃષ્ણ સદા સેવ્ય છે, અને આ જ સેવ્ય પ્રભુ જીવોને આપોઆપ ફળની પ્રાપ્તિ કરાવે છે. આજ વાત શ્રીમહાપ્રભુજી “ચતુ:શ્લોકી” ગ્રંથમાં પણ કહે છે,

 

“ચતુ:શ્લોકી” ગ્રંથનો શ્લોક

 

“સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ: |
સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય: ક્વાપિ કદાચન ||”

 

સદા સર્વદા સર્વભાવથી વ્રજના અધિપતિ એવા પ્રભુ શ્રીકૃષ્ણની જ સેવા કરવી એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો અને પુષ્ટિજીવોનો ધર્મ છે.

 

૩૪ માં શિક્ષાપત્રના બીજા શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે, અત્રે ભક્તિરૂપ સેવાનાં બે પ્રકાર નિરૂપિત કરાયા છે. પ્રથમ પ્રકારમાં ચરણાંર્વિન્દની સેવા અને બીજા પ્રકારમાં મુખારવિન્દની સેવા રહેલી છે.

 

ચરણાડત્મકભક્ત્યા તુ ધર્મસેવાત્મરૂપયા |
ધર્મદ્વારાતદ્વિશિષ્ટ: પ્રભુ: પ્રાપ્યો ન સંશયઃ ||૨||

 

 

એટલે કે, પ્રભુનાં ચરણોની ચરણાત્મક સેવા એ ભક્તિનું એક અલગ સ્વરૂપ છે. તેથી આ સેવાધર્મ દ્વારા પુષ્ટિજીવોમાં દીનતા આવતા પ્રભુની પ્રાપ્તિ થાય છે. મુખારવિંદની સેવા અને ચરણારવિંદની સેવાના જુદા જુદા ભાવ અને સેવાફ્ળ પ્રાપ્ત થતા ભેદ દર્શાવતા આ પ્રમાણે કહેવાય છે કે,

 

 

તત્ર સાયુજ્યસંબંધો ન લોભાડમતસેવનમ્ |
મુખારવિંદોભક્તૌ તુ સાક્ષાત્ તત્સેવનં મતમ્ ||૩||

 

 

અર્થાત, ચરણારવિંદની સેવામાં સાયુજ્ય સંબંધ છે. જેમાં લોભાત્મક ભગવત્ પ્રસાદનું સેવન નથી. મુખારવિંદની ભક્તિમાં ભગવત્ પ્રસાદનું સાક્ષાત સેવન છે.

 

આમ અત્રે મુખારવિંદની ભક્તિ જેમાં સાક્ષાત પ્રભુનાં સ્વરૂપાનન્દનો અનુભવ થાય છે. જેથી તે ઉત્તમ છે, અને ચરણારવિંદની પુષ્ટિભક્તિમાં સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. શ્રી હરિરાયજી ચરણ કહે છે કે જ્યાં સ્વરૂપાનંન્દનો અનુભવ થતો નથી ત્યાં ધર્મરૂપ ચરણારવિંદ ભક્તિથી ઉતરતી બની જાય છે. આમ આ પ્રકારે મુખારવિંદ ભક્તિ અને ચરણારવિંદ ભક્તિ રૂપમાં બહુ તારતમ્ય અર્થાત ભેદ રહેલ છે.

 

આજ વાતને ચોથા શ્લોકથી વધુ સ્પષ્ટ કરતાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે ….

 

એતાર્દક્ ફ્લિકા ભક્તિર્ભવેત્કેવલ પુષ્ટિતઃ |
તત્રાડપિ મુખરૂપાડસ્મદાચાર્યનુગ્રહાત્ પુન: ||૪||

 

અર્થાત, લોભાત્મક ભગવત પ્રસાદ (અધરામૃત) સેવનરૂપી ફળ આપનારી ભક્તિ કેવળ પુષ્ટિ દ્વારા જ સિદ્ધ થાય છે. તેમાં પણ શ્રી મહાપ્રભુજી શ્રીકૃષ્ણના મુખારવિંદ રૂપ છે. તેથી મુખારવિંદની ભક્તિ શ્રી આચાર્ય મહાપ્રભુજીની કૃપાથી જ સિદ્ધ થાય છે, કારણ કે મુખારવિંદની ભક્તિ શ્રી સ્વામિનીજીની છે. જે સ્વામિનીજીની વિપ્ર ભાવાત્મક પુષ્ટિભક્તિ શ્રી મહાપ્રભુજીએ જ પ્રકટ કરી છે. પરંતુ જીવોને આ મુખારવિંદની ભક્તિનું ફળદાન શ્રી મહાપ્રભુજી કૃપા-અનુગ્રહ કરે ત્યારે જ સિદ્ધ થાય છે, માટે મુખારવિંદની ભક્તિ કરતા પુષ્ટિજીવોએ પ્રથમ શ્રીમદાચાર્યજીનો આશ્રય સંપૂર્ણપણે કરવો જોઈએ, આથી પાંચમાં શ્લોકમાં કહેવાય છે કે …..

 

 

અતએતદ્ ભક્તિમદ્ ભિ: શ્રીમદાચાર્યસંશ્રય : |
પ્રથમં સર્વથા કાર્યસ્તત એવાડખિલં ભવેત્ ||૫||

 

 

એટલે કે……. જેઓ મુખારવિંદની ભક્તિની ઇચ્છાવાળા હોય, તેમણે શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવો જ રહયો. કારણ કે આ આશ્રય થયેથી સઘળું જ સિદ્ધ થશે.

 

 

અત: પરં તુ તદ્ભક્તેરવસ્થા સાધનાદિક્મ્ |
નિરૂપ્યતે સ્વતોષાય તત્કૃપાતો હ્રદિ સ્થિતમ્ ||૬||

 

 

આમ અત્રે ચરણારવિંદ ભક્તિ અને મુખારવિંદની ભક્તિનું નિરૂપણ કર્યા પછી એ ભક્તિની તથા સાધનાદિક જે શ્રી આચાર્યચરણની કૃપાથી હૃદયમાં સ્થિત છે તેવો હું શ્રી હરિરાયજી મારા સ્વસંતોષને અર્થે તથા સ્વકીય ભગવદીયનાં સંતોષને અર્થે નિરૂપણ કરું છું.

 

 

યથા મર્યાદયા ભક્તૌ બ્રહ્મભાવસ્તુ સાધનમ્ |
તથા સર્વાંડત્મ સાધનત્વેન બુધ્ધયતામ ||૭||

 

 

એટલે કે, જેમ મર્યાદા ભક્તિમાં બ્રહ્મભાવ સાધન છે તેમ પુષ્ટિ ભક્તિમાં સર્વાત્મભાવ એજ મુખ્ય સાધન છે. બ્રહ્મભાવ એટલે કે, બ્રહ્માંડ બ્રહ્મમય છે અને પોતાને પણ બ્રહ્મ માને છે. તે બ્રહ્મ સર્વ સ્થાને છે. આ બ્રહ્મભાવ (અક્ષર બ્રહ્મનું જ્ઞાન) મર્યાદા ભક્તિનું સાધન છે. પુષ્ટિમાર્ગમાં સર્વાત્મ ભાવ છે. તેજ સાધન છે. જે હવે પછી કહેવાય છે.

 

 

વસ્તુ તસ્તુ ફલં ચૈવ ફલં સ્યાત્ત ત્પ્રવેશત : |
તત્સ્વરૂપં તુ સર્વેષાં દેહાંત: કરણાત્મનાત્ ||૮||

 

 

યેન ભાવેન ભગવત્યાત્મભાવો હિ જાયતે |
યસ્માદ્ભવાત્સ્વદેહાદિ સકલં સ્યાત્તદર્થકમ્ ||૯||

 

 

અર્થાત, વસ્તુત: તો આ સર્વાત્મભાવ ફળ રૂપ જ છે. સર્વાત્મભાવને વધુ વિસ્તૃત રૂપે વિચારતા પુષ્ટિમાર્ગીય ભગવદીયોને પ્રભુ લીલામાં પ્રવેશ છે. જ્યાં નેત્રથી દર્શન, અતં: કરણથી શ્રી પ્રભુની લીલાનો અનુભવ, સર્વ ઇન્દ્રિયો, મન, તન, ધનથી શ્રી પ્રભુ સેવામાં તત્પરતા, બ્રહ્મસંબંધ ગંદ્યાર્થ મંત્રમાં જણાવ્યા પ્રમાણે “દાસોહમ કૃષ્ણ તવાસ્મિ” ની ભાવના, મુખ્ય ફળનો અનુભવ પુષ્ટિમાર્ગીય ભક્તને સ્વરૂપાત્મક રસનો અનુભવ થાય છે. આ અનુભવ થવાથી પુષ્ટિજીવોની ભાવનામાં આત્મભાવ આવે છે અને આ ભાવ આવવાથી આપણા દેહાદિ સર્વ પ્રભુ માટે જ ઉપયોગી બની જાય છે. જ્યારે મર્યાદા માર્ગમાં તત્વ તરીકે અક્ષર બ્રહ્મ જ ફળરૂપ છે. અતઃ એમ કહી શકાય કે આ અક્ષરબ્રહ્મ જ્ઞાન જ મર્યાદા ભક્તિનું સાધન છે.

 

 

ન દેહાદ્યર્થસિદ્ધયથઁ ભગવાનપ્યપેક્ષતે |
યતો દેહાદિરક્ષાડપિ પ્રભુલીલૌપયોગત: ||૧૦||

 

 

ન સ્વાર્થબુદ્ધયા સ્વર્થોડપિ ભગવાનેવ યત્ર હિ |
યેનભાવેનાડનિમિત્તા પ્રીતિર્ભવતિ વૈ હરૌ ||૧૧||

 

 

અર્થાત, ભગવાન દેહાદિક અર્થની સિદ્ધિની અપેક્ષા રાખતા નથી. કારણ કે દેહાદિકની રક્ષા પણ તેમની(પ્રભુ) લીલામાં ઉપયોગી થવા માટે જ છે.

 

 

તથા, આમા સ્વાર્થ બુદ્ધિને સ્થાન નથી. અહીં તો ભગવાન જ પોતાના સ્વર્થ રૂપ છે. જ્યાં સ્વાર્થ પણ ભગવાન હોય ત્યાં તેવા ભાવને લીધે ભગવાનમાં સાચે જ નિષ્કારણ પ્રિતિ થાય છે. કોઈ પણ લૌકિક વૈદિક ફળ સિદ્ધ થશે, આવી સ્વાર્થ ભાવથી શ્રી પ્રભુ સેવા કરવી જ નહીં. ભગવાન વગર વિચાર્યે પણ નિજેચ્છા પ્રમાણે સર્વના સર્વ કાર્યો સિદ્ધ કરશે. પ્રભુ સર્વના ઈશ્વર છે, સર્વના આત્મા છે તેથી પ્રભુ ભક્તોના સર્વ કાર્ય ભાવયુક્ત થઇ, પ્રેમપૂર્વક સિદ્ધ કરે છે.

 

 

ન ફલાકાંક્ષણં યત્ર લૌકિકતાં યથા ધને |
તદભાવે યથા લોકા દુઃખેનાડસૂંસ્ત્યજંતિ હિ ||૧૨||

 

 

અર્થાત, અહીં ફળની ઈચ્છાને સ્થાન નથી. લૌકિક વસ્તુઓમાં ધન મુખ્ય હોય છે, અને જો ધન ન મળે તો, લોકો સુખ દુઃખ સહન કરે છે અને સમય આવે પ્રાણ પણ ત્યજી દે છે તેવી જ પ્રિતિ શ્રી પ્રભુ પ્રત્યે રાખવી.

 

 

સર્વત્યાગસ્તુ સહજો યત્ર લૌકિકવેદયો: |
નૈરપેક્ષ્યં સ ભાવસ્તુ સર્વભાવો નિગદ્યતે ||૧૩||

 

 

અર્થાત, જ્યાં લૌકિક વૈદિકનો ત્યાગ સહજ હોય, અને જ્યાં અપેક્ષા ન હોય તેવા ભાવને સર્વભાવ કહેવામાં આવે છે. એટલે કે, જો ભગવાનમાં પ્રિતિ હોય તો જ આવો નિરપેક્ષ ભાવ જાગે છે. જો સર્વાત્મભાવ થી શ્રી ગોકુલાધીશજીને હૃદયમાં ધારણ કર્યા પછી તેનાથી અધિક બીજી લૌકિક વૈદિક શું હોય શકે? માટે સર્વાત્મભાવથી મન એક પ્રભુમાં જ રાખવું.

 

 

તથાડત્ર દૈન્યમેવૈકં માર્ગે ન શ્રવણાદિકમ્ |
દૈન્યેનૈવ ચ સંતુષ્ટ: પ્રાદુર્ભૂત: ફલં દદૌ ||૧૪||

 

 

આજ પ્રમાણે પુષ્ટિમાર્ગમાં શ્રવણ, કિર્તન વગેરે નહિ પરંતુ દીનતા જ મુખ્ય સાધન છે, માટે વ્રજભક્તોમાં પણ જ્યારે દીનતા આવી ત્યારે જ પ્રભુ પ્રસન્ન થઇ ગોપીજનોની સામે પ્રકટ થયા અને તેમને ફળદાન કર્યું હતું.

 

તદેવાડત્ર હિ સંસેવ્યં યેન દૈન્યં પ્રસિધ્ધયતિ |
યદ્દૈન્યનાશકં તદ્વિ વિરોધી સકલં મતમ્ ||૧૫||

 

 

એટલે કે, દીનતા સિદ્ધ થાય પછી તેનું નિયમિત સેવન કરવું જોઈએ. આ દિનતાનો નાશ થાય તેવું જે કંઈ પણ હોય તે સર્વ વિરોધી હોય તેનો ત્યાગ કરવો જોઈએ. પુષ્ટિમાર્ગ સિવાય અન્યમાર્ગની જે રીતે, જે ક્રિયાઓ જે સાધનરૂપ છે તે સર્વે પુષ્ટિમાર્ગના ફળને અવૃધ્ધ કરે છે, માટે દીનતા વિરોધી કોઈપણ કાર્ય કે ક્રિયાઓ કરવા નહીં તેનો ભાવ કે વિચારને મનમાં લાવવો નહીં.

 

 

એતન્માર્ગાગીકૃતૌ હિ હરિર્દૈન્યં વિવાર્દ્વયેત |
મહાદિજનકં દુષ્ટં નાશયત્યપિ લૌકિકમ્ ||૧૬||

 

 

એમ જોતા આ પુષ્ટિમાર્ગમાં જેમનો અંગીકાર કરવામાં આવ્યો છે, તેમનામાં જે કંઈ લોભ, મદ, અહંકાર વગેરે ઉત્પન્ન કરે એવા દુષ્ટ લૌકિક દોષોનો નાશ કરી શ્રી હરિ દીનતા પ્રગટ કરે જ છે,

 

 

સ્વાંગીકૃતેર્હિ નિવાહ: પ્રભુણૈવ વિધીયતે |
જીવા: સ્વભાવદુષ્ટા હિ પ્રચલેયુ: કથં તથા ||૧૭||

 

 

અતો દંડ પ્રદાનેન પિતવાડચરિત પ્રભુ : |
દંડોડપ્યનુગ્રહત્વેન મંતવ્યસ્તુ તદાશ્રિતૈઃ ||૧૮||

 

 

અર્થાત, પ્રભુએ જેમનો અંગિકાર કર્યો છે, તેનો નિર્વાહ પણ શ્રી પ્રભુ પોતે જ કરે છે. જીવ તો જન્મ અને સ્વભાવથી જ દુષ્ટ છે. શ્રી ઠાકોરજી નિજ અંગીકૃત જીવોનો નિર્વાહ પ્રથમથી જ કરતાં આવ્યા છે, કરે છે અને કરશે જ. જેથી જીવને ક્ષણનો પણ દુ:સંગ પ્રાપ્ત ન થાય. ક્યારેક એવું પણ બને કે શ્રી પ્રભુ પિતાની સમાન જીવને દંડ આપીને જીવનું જે સારું હોય તેજ કરે છે, માટે ભગવદ્આશ્રયવાળાને દંડ (શિક્ષા) થાય તો પણ તેમણે પોતાની ઉપર પ્રભુની અનુગ્રહ-કૃપા થયેલી જાણવી.

 

 

આ વિષયે શ્રી ગુંસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે,

 

 

વિજ્ઞપ્તિનો શ્લોક

 

“દંડ: સ્વકીયતાં મતવાત્યેવં ચોદિષ્ટ મેવ ન : |
અસ્માસુ સ્વીયતાં યત્ર કુત્ર યદા ક્દા ||”

 

 

એટલે કે, “આપ મને પોતાનો માનીને દંડ દેતા હો તો મને એ દંડ પણ પ્રિય જ છે, માટે હે પ્રભુ આપ મને આપનો જાણીને આપને યોગ્ય લાગે તે રીતે દંડિત કરશો.”

 

શ્રી પ્રભુ પોતાના ભક્તોને દંડ આપે તો દુઃખ થાય તો પણ તેને કૃપા-અનુગ્રહ જાણી શ્રી મહાપ્રભુજીનો આશ્રય ન છોડવો.

 

દંડદાનં સ્વકીયેષુ પરક્યેહયુપેક્ષણમ્ |
આર્તિરેવાડત્ર સતતં ભાવ્યા કૃષ્ણપરોક્ષત: ||૧૯||

 

 

અર્થાત, જે પોતાના હોય તેમને જ દંડ દેવાય છે. જ્યારે પારકાની ઉપેક્ષા કરાય છે. આમ અત્રે શ્રી કૃષ્ણ પરોક્ષ રીતે કહે છે કે જીવે હંમેશાં આર્તિ સહિતની વિરહ ભાવના કરવી.

 

 

અત્ર ભકતાર્તિર્દષ્ટ્ યૈવ મુદિતો હિ હરિર્ભવેત્ |
સંગો ભાવવતામેવ ભાવવૃદ્ધિર્યતો ભવેત ||૨૦||

 

 

અર્થાત, પ્રભુ ભક્તની વિરહભાવના જોઇને પ્રસન્ન થાય છે, માટે વૈષ્ણવોએ સદા સર્વદા હંમેશાં ભાવવાળા ભગવદીયોનો જ સંગ કરવો જેથી વૈષ્ણવો અને પુષ્ટિજીવોમાં ભાવની વૃદ્ધિ થાય. શ્રી મહાપ્રભુજી “નિરોધલક્ષણ” ગ્રંથમાં કહે છે કે, “જ્યારે પ્રભુ નિજ ભક્તોને તાપકલેશથી પીડાતા જૂએ છે, ત્યારે પ્રભુ પોતે કૃપાયુક્ત થાય છે અને તેમના હૃદયમાં સ્થિર થયેલો સર્વ નિજ આનંદ બહાર નીકળે છે.”

 

 

વ્યાધ્રસ્યાડગ્રે યથા દેહી તથા દુ:સગતો બિભેત |
દુ:સંગ એવ ભાવ્સ્ય નાશક: સર્વથા મત: ||૨૧||

 

 

અર્થાત, જેમ નાના પ્રાણીઑ વાઘ, સિંહ જેવા મોટા પ્રાણીઓનાં પ્રહારથી બીવે છે તેમ પુષ્ટિજીવોએ પણ દુ:સંગથી બીતા રહેવું જોઈએ. કારણ કે દુ:સંગ જ ભગવદ્ ભાવનો સર્વથા નાશ કરનાર મનાયો છે.

 

જેમ કે,

 

દુ:સંગશ્વયુતતા: સર્વે શ્રુતા હિ ભરતાદયહ |
દુ:સંગાન્નજદોષાભ્યમભૂદ્ભીષ્મો બહિર્મુખ: ||૨૨||

 

અર્થાત, હરણ જેવા સામાન્ય પ્રાણીનાં મોહમાં મહારાજ ભરત પણ ભાગવદ્ધર્મથી બહિર્મુખ થયા એવું આપણે સાંભળ્યું છે તો જે જીવ દુ:સંગનાં સંગમાં આવી જાય તો તેઓનું શું થાય? અને અહીં ફક્ત દુ:સંગની જ વાત નથી પણ દુ:સંગની જેમ અધર્મીનાં અન્નથી ઉત્પન્ન થયેલા દોષને કારણે પિતામહ ભીષ્મ પણ બહિર્મુખ થયા હતા.

 

લૌકિકાડભિનિવેશાન્તુ મનોનિષ્કાસનં સદા |
અલૌકિકસ્તુ તદ્દભાવસ્તેનાડપિ ચ વિનશ્યતિ ||૨૩||

 

માટે, હંમેશાં મનને લૌકિક આવેશથી દૂર રાખવું. અલૌકિક ભાવ તો એવો છે કે, જે લૌકિક આવેશનો નાશ કરે છે. જ્યાં જ્યાં લૌકિકમાં મન આશક્ત થાય તે સર્વેને દુ:સંગ જાણવો. તેનો ત્યાગ કરી પોતાના ભગવદ્ભાવની રક્ષા કરવી.

 

 

વૈરાગ્યપરિતાષૌ ચ હરદિ ભાવ્યો નિરંતમ |
તદભ્યાસાત્તુ મનસ: કદાચિન્નિર્ગતિસ્તત: ||૨૪||

 

 

એટલે કે, ચિત્તમાં હંમેશાં સંતોષ અને વૈરાગ્ય રાખવો આજ સંતોષ અને વૈરાગ્યનાં સતત અભ્યાસથી મન લૌકિકમાં પ્રવેશતું અટકશે અને કામ, ક્રોધ, વિષયનો નાશ થશે. દુ:સંગના દોષનો નાશ કરવા વૈરાગ્ય અને સર્વ પ્રકારનો સંતોષ હૃદયમાં ધારણ કરવો જેના કારણે મનમાં રહેલા લોભનો નાશ થાય છે.

 

 

કામાડભાવાય વૈરાગ્યં ચિત્યં ચેતસિ સર્વથા |
પરિતોષસ્ત્વલોભાય ભક્તૌ તાવેવ બાધકો ||૨૫||

 

 

અર્થાત, કામનાનો અભાવ થાય તે માટે સતત ચિત્તમાં વૈરાગ્યનું ખાસ ચિંતન કરવું. લોભ નિવૃત્તિ માટે સંતોષ સેવવો. કામ અને લોભ આ ઉભય ભક્તિમાં બાધક છે.

 

કામેને નિ્દ્વયવૈમુખ્યં લોભે પાખંડ સંભવ: |
ક્રોધસ્તુ મધ્યપાતિત્વાત્ મહાબાધક ઇષ્યતે ||૨૬||

 

એટલે કે, કામથી ઇન્દ્રિયો વિમુખ થાય છે અને લોભથી પાખંડનો સંભવ થાય છે. જ્યારે ક્રોધ, કામ અને લોભની વચ્ચે રહેલો છે. આ ત્રણે પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થવામાં બાધક છે.

 

 

આ વાત શ્રી મહાપ્રભુજી ‘સંન્યાસનિર્ણય’ ગ્રંથમાં આ પ્રમાણે કહે છે.

 

 

સન્યાસનિર્ણયનો શ્લોક

 

 

“સ્વયં ચ વિષયા ક્રાન્ત: પાષણ્ડી સ્વાત્તુ કાલત:”

 

 

એટલે કે, “પોતે વિષયથી આક્રાન્ત થઇ કાળે કરી પાખંડી થાય છે.” કામ ન પ્રાપ્ત થવાથી ક્રોધ થાય છે, તેમ લોભ સિદ્ધ ન થવાથી પણ ક્રોધ ઉદ્દભવે છે. ક્રોધ પછી મોહ થાય છે. આ વૃત્તિ અષ્ટ પ્રહર લૌકિકમાં આવેશ કરવાથી દૈન્યનો નાશ થાય છે.

 

યતો માર્ગીય સર્વસ્વદૈન્યભાવવિનાશક : |
દૈન્યં સર્વેષુ કૃષ્ણ સેવાકથા દિષુ ||૨૭||

 

બીજં યથા મંત્રશાસ્ત્ર તદ્યુક્ત્મખિલં ભવે ત્ |
તદભાવે ન સેવાદિ સકલં પુષ્ટિસાધકમ્ ||૨૮||

 

 

અર્થાત, દીનતા તો શ્રીકૃષ્ણની સેવા, કથા, સ્મરણ, શ્રવણ વગેરે કાર્યોમાં બીજરૂપ છે. જ્યારે ક્રોધ પુષ્ટિમાર્ગના સર્વસ્વ એવી દીનતાનો નાશ કરનાર છે.

 

જેમ મંત્ર શાસ્ત્રોમાં મંત્ર બીજરૂપ છે અને ફળ પ્રદાનકર્તા છે, તેમ બીજરૂપ દીનતાના અભાવે સેવા, સ્મરણ સર્વે પુષ્ટિમાં સિદ્ધ કરનારા થતા નથી. કારણ કે દૈન્યભાવ પુષ્ટિમાર્ગનું સર્વસ્વ છે અને સેવામાં દૈન્યભાવ વિના કંઈ જ ફળ સિદ્ધ થતું નથી. તેથી દૈન્યતાની ભાવપૂર્વક સેવા કરવી.

 

 

તસ્માદ્દ્ક્ષે ત્પ્રયત્નેન દૈન્યં ભક્તિયુતો નર: |
દૈન્યેન ગોપીકા: સિદ્ધ: કૌડિન્યોડપિ પરોક્ષત: ||૨૯||

 

 

માટે જ, ભક્તિમાન જીવે દિનતાનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ. ગોપીજનો કેવળ દીનતાથી જ સિદ્ધિને પામ્યાં. કૌંડિન્ય ઋષિ પણ પરોક્ષ રીતે સિદ્ધ પામ્યા.

 

 

ફલમત્ર હરેર્ભાવો વિરહાત્મા સદા મત: |
રસાત્મકત્વાત્ત્દ્રૂપે સર્વલીલાસમન્વિત: ||૩૦||

 

સ્વરૂપે તસ્ય સતતં સાક્ષાત્કરો વિશેષત: |
યુગપત્ સર્વલીલાનામનુંભૂતિઃ: પ્રજાયતે ||૩૧||

 

 

અર્થાત, અત્રે હરિ માટે વિરહાત્મક ભાવ ફલરૂપ માનવામાં આવેલ છે. વિરહાત્મક સ્વરૂપમાં રસાત્મક પણું હોવાથી સર્વ લીલા સાથે તે સમન્વિત થયેલો છે. આવી વિરહાત્મક ભાવનાથી સ્વરૂપમાં વિશેષ કરીને નિરંતર સાક્ષાત્કાર થાય છે. તેનાથી એકી સાથે સર્વ લીલાની અનુભૂતિ થાય છે. તેથી હૃદયમાં વિપ્રયોગભાવ રાખવો એજ પુષ્ટિમાર્ગમાં સિદ્ધ છે. સંયોગમાં તો જ્યાં સુધી દર્શન થાય ત્યાં સુધી જ સુખ છે. વિપ્રયોગમાં લીલાના ભાવમાં મગ્ન થવાથી સર્વત્ર સાક્ષાત લીલા સહિત સ્વરૂપનું નિરંતર દર્શન થયા કરે છે, તેથી તેનું સુખ સંયોગ સુખ કરતાં અધિક છે.

 

 

એવંવિજ્ઞાય મનસા પુષ્ટિમાર્ઞં વિભાવયેત |
પ્રાપ્તિ: શ્રીવલ્લભાચાર્ય ચરણાબ્જપ્રસાદત : ||૩૨||

 

અત: સ એવ સતતં સર્વભાવેન સર્વથા |
સુધિભિ: કૃષ્ણરસિકૈ: શરણીક્રિયતાં સદા ||૩૩||

 

 

આવું સમજી મનથી પુષ્ટિ માર્ગની ભાવના કરવી. શ્રીવલ્લ્ભાચાર્યજીનાં ચરણકમળની કૃપાથી ફળની પ્રાપ્તિ થાય છે. તેથી નિરંતર સર્વભાવથી નિશ્ચય શ્રીકૃષ્ણના રસને જાણનારા બુદ્ધિમંત પુરુષોએ શ્રી વલ્લભાચાર્યજીનું શરણ આશ્રય સ્વીકારવું જોઈએ.

 

 

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ પોતાના મનની ભાવના કોઈને કહેવી નહિ. અશેષ ભક્તિથી સારી રીતે જેના ચરણકમળની રજ રૂપ ધન સેવવા યોગ્ય છે. એવા શ્રી વલ્લભાચાર્યજીના ચરણનો આશ્રય પુષ્ટિમાર્ગીય ભગવદ્દીયને શ્રી કૃષ્ણધારામૃત ફળની સિદ્ધ છે. તેથી આચાર્યચરણ શ્રી વલ્લભાચાર્યજીનાં આશ્રયપૂર્વક વિપ્રયોગની ભાવના સર્વથા કરવી. મનમાંથી છળ કપટનો ત્યાગ કરી હૃદયમાં શ્રી કૃષ્ણચંન્દ્રનું શરણ સ્વીકારનારને તથા દૈન્ય નિ:સાધન થનારને પુષ્ટિમાર્ગીય ફળની નિશ્ચય પ્રાપ્તિ થાય છે.

 

 

આ ભાવ સાથે શિક્ષાપત્ર ચોત્રીસમું સંકલિત કરાય છે. વિશેષ જાણકારી માટે શિક્ષાપત્ર ગ્રંથનું અવલંબન અતિ જરૂરી છે.

 

 

શેષ … શ્રીજી કૃપા …

 

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૩૫)  ગોવર્ધન ગિરિ કંદરા …
સમય-મંગળા-સન્મુખનું પદ
રાગ- બિભાસ
રચના-ચતુર્ભુજદાસજી

 

 

 

govardhan 

 

ગોવર્ધન ગિરિ સઘન કંદરા,
રૈન નિવાસ કિયો પિયપ્યારી,

ઊઠી ચલૈ ભોર સુરતિ રંગભીને
નંદનંદન બૃષભાન દુલારી (૧)

 

ઇત બિગલિત કચ, માલ મરગજી,
અટપટે-ભૂષન, રગમગી સારી
ઇત હી અધર મસિ, ફાગ રહી ધસ,
દુહું દિસ છબિ લાગત અતિ ભારી (૨)

 

 

ઘુમતિ આવતિ રતિરન જીતિ
કરિની સંગ ગજવર ગિરિધારી
“ચતુર્ભુજ દાસ” નિરખી દંપતિ સુખ
તન, મન, ધન કીનો બલિહારી (૩)

 

 

સૌ પ્રથમ આ કીર્તનમાં રહેલાં વ્રજભાષાનાં કઠીન શબ્દો વિષે જાણી લઈએ.

 

સઘન-ઊંડી

કંદરા-ગુફા

રૈન-રાત

પિયપ્યારી– શ્રી યુગલ સ્વરૂપ (શ્રી ઠાકુરજી અને રાધાજી)

ભોર-સવાર, પ્રભાત

ઇતિ-આ તરફ

બિગલિત કચ– વિખરાયેલા વાળ સાથે

સુરતિ-દાંપત્યક્રીડા

મરગજી-ચંદનવાળી થયેલી

રગમગી-ચોળાયેલી

ઇત હી-તે તરફ

મસિ-મેશ, કાજલ

દુહું-બંને

છબિ-શોભા

હરિની-હાથિણી

ગજવર-મહા હાથિ

રતિરથ-પ્રેમયુધ્ધ

સારી-સાડી, ચુનરી

 

 

કથા

 

એક દિવસ ચતુર્ભુજદાસજીએ શ્રી ગુંસાઈજીચરણને પૂછ્યું જયરાજ શું શ્રી ઠાકુરજી શ્રી ગિરિરાજજીમાં લીલા કરે છે? ત્યારે શ્રી ગુંસાઈજીચરણ કહે કે હા ચતુર્ભુજદાસ ….શ્રી ઠાકુરજી તો સદૈવ પોતાની વિવિધ લીલામાં શ્રી ગિરિરાજજીને સહભાગી બનાવે છે. ત્યારે શ્રી ચતુર્ભુજદાસજીએ પૂછ્યું જયરાજ શું આપણને તેનાં દર્શન થાય? ત્યારે શ્રીગુંસાઈજી ચરણે હા કહી. બીજે દિવસે પ્રભાતે શ્રી ગુંસાઈજીએ શ્રી ચતુર્ભુજદાસજીને ભોરનાં સમયે શ્રીગિરિરાજજીની તળેટી પાસે આવેલ ફૂલવાડીમાંથી ફૂલ ચૂંટીને લઈ આવવાનું કહ્યું. શ્રી ગુરુચરણની આજ્ઞાને શિરોધાર્ય કરીને ચતુર્ભુજદાસજી શ્રી ગિરિરાજજીની તળેટીમાં ફૂલ ચૂંટવાને ગયાં ત્યારે તેમને એવા દર્શન થયા કે શ્રી ઠાકુરજી સ્વામીનિ શ્રી રાધિકા સાથે શ્રી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધારી રહ્યાં છે. ત્યારે આ યુગલસ્વરૂપ (પતિ-પત્ની)નાં દર્શન કરી શ્રી ચતુર્ભુજદાસજી…….. ગોવર્ધન ગિરિ સઘન કંદરા…….એ પદ ગાય છે.

 

ભાવાર્થ

 

શ્રી ગોવર્ધન પર્વતની ઊંડી કંદરામાં શ્રી યુગલ સ્વરૂપે રાત્રીનિવાસ કર્યો હતો. દાંપત્યક્રીડાનાં રંગથી રંગાયેલ શ્રી નંદનંદન અને શ્રી રાધેરાણી પ્રભાતનાં સમયે જાગીને કંદરામાંથી બહાર પધાર્યા ત્યારે શ્રી રાધેરાણીનાં વાળ વિખરાયેલા છે અને તેમની સારી ચોળાયેલી છે, જ્યારે શ્રી ઠાકુરજીનાં હૃદય પર ચંદનથી લેપાયેલી છે, તેમનાં અધર પર શ્રી સ્વામિનીજીનાં નેત્રોની કાજલ-મેશ લાગેલી છે. તેમનાં મસ્તકે બાંધેલી કઠણ ફાગ ઢીલી થઈ ભાલપ્રદેશ (કપાળ) પરથી સરકી ગઈ છે, બંને સ્વરૂપોની શોભા અવર્ણનીય રીતે સુંદર છે. જેમ પ્રેમરૂપી યુધ્ધ જીતી, હાથિણી સાથે મહાહાથીપાછો ફરે તેમ રાધિકાજી સાથે શ્રી ગિરિધરલાલ પધારી રહ્યા છે. ચતુર્ભુજદાસજી આ અલૌકિક યુગલ-દંપતિનાં અલૌકિક સુખને નિરખી, તેમનાં પર પોતાનું તન, મન, ધન વારી રહ્યા છે.

 

કીર્તન સાહિત્યનાં આધારે.  
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(ભાગ-૨) …

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(ભાગ-૨) …
– ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

 

 

Homeopethy video episode

 

 

‘દાદીમા ની પોટલી’  પર -૩૧-માર્ચ,૨૦૧૩ નાં  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ – રૂબરૂ ‘  વિડીયો શ્રુંખલા દ્વારા – વિડ્યો શ્રેણીની શરૂઆત કરી.,આજ સુધીમાં આપણે બે એપિસોડ પણ માણ્યા અને રોગ અને હોમિઓપેથી વિશે પ્રાથમિક બાબત જાણી.   ડૉ.પાર્થ માંકડ દ્વારા ભાગ-૧ – છેલ્લા એપિસોડમાં- આપ સર્વેને, આપણા શરીરમાં રહેલ રોગ જાણવા બાબત વાત કરેલ અને કહેલ કે, તમે સર્વે  તમારા શરીરમાં રહેલ રોગ વિશે જાણશો અને અમોને તે બાબત જણાવશો ... હા એ અલગ વાત છે કે આપના તરફથી આ બાબત કોઈ યોગ્ય પ્રતિભાવ મેઈલ દ્વારા કે કોમેન્ટ્સ બોક્ષ દ્વારા હજુ અમોને મળ્યા નથી…. આશા છે કે ધીરે ધીરે તમો પોતાના સ્વાસ્થ્ય બાબત વધુ ને વધુ રસ લેશો, અને તમારા પ્રતિભાવ દ્વારા વધુ ને વધુ સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવવા આગળ આવશો …

 

 

ઉપરોક્ત શ્રેણી ‘દાદીમા ની પોટલી’  પર શરૂ કરવા બદલ  ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ નાં અમો અંતરપૂર્વક થી આભારી છીએ.

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપેથી  – રૂબરૂ’ … (ભાગ-૨) … વિડીઓ આર્ટીકલ ( વિડીઓ દ્વારા) દ્વારા …. આજે આપણને  ‘સ્વાસ્થ્ય’  વિશે સમજણ આપશે .. , ડૉ. પાર્થ  કહે છે કે … ‘સ્વાસ્થ્ય એટલે અંદરનું અજવાળું’ …  …. તો ચાલો,  ડૉ. પાર્થ માંકડ …દ્વારા આજે આપણે ‘સ્વાસ્થ્ય’ વિશે … થોડું વિશેષ …વિડ્યો દ્વારા જાણીશું અને ‘સ્વાસ્થ્યનો મીઠો સ્વાદ અને હોમિઓપેથી’ -રૂબરૂ ‘શ્રેણીના આ વિડિયોને માણીશું …..

 

શુભમ ભવતુ !!

 
Have a Healthy time further

Regards,

Dr. Parth Mankad
097377 36999
www.homeoeclinic.com

 

 

તો ચાલો,આજે ફરી એક વખત ડૉ. પાર્થ ને  વિડ્યો શ્રેણી દ્વારા, મળીએ અને શ્રેણી માણીએ ….  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ ‘ (ભાગ-૨) …

 

 વિડ્યો કલીપ લીંક :  (અહીં નીચે દર્શાવેલ લીંક પર, આજની વિડ્યો પોસ્ટ માણવા માટે ક્લિક કરશો ….)

 
Video Url :

 

http://www.youtube.com/watch?v=WwbE0oCLwLs

 

અથવા… ચાલો અહીં જ વિડ્યો માણીએ …

 

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ -રૂબરૂ શ્રેણી’   (ભાગ-૨)આપને પસંદ આવેલ હોય તો  બ્લોગ પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ દ્વારા આપના મંતવ્યો જરૂર જણાવશો. આપના  પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

 

 

તો મિત્રો,  દર ૧૫ દિવસે, માત્ર ૧૫ મિનીટ જેટલો સમય ફાળવી … સ્વાસ્થ્ય ની જાણકારી અંગેનો વિડીઓ સાંભળશો – માણશો અને આપના પ્રતિભાવ દ્વારા આપના સુચન અને સ્વાસ્થ્ય અંગેના આપના ઉદભવતા પ્રશ્નો પણ મોકલતા રહેશો તેવી નમ્ર વિનંતી સાથે અમે આશા રાખીએ છીએ….  

 
ડૉ.પાર્થ માંકડ ના સંપર્ક ની વિગત :

 

ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM
‘હોમીઓક્લીનીક’
6, નંદનવન ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ.

મોબાઈલ : +9197377 36999; +9194288 99282

E mail : [email protected]
Web add : www.homeoeclinic.com

શરીરની તંદુરસ્તી … (દાદીમા નું વૈદુ) …

શરીરની  તંદુરસ્તી … (દેશી ઔષધિય-ઓસડિયા) …

 

 

શરીર ની સાંકેતિક ભાષા થકી રોગોની ઓળખ અને ઉપાય …  દાદીમાં ના ઘરેલું નુસખા :પહેલાં શરીરને તંદુરસ્ત રાખનારા ખોરાકની વાત કરીશું.

 

 

૧. ]  અળસી :

 

 adsi

 

 

૧૦૦ ગ્રામ શેકેલી અળસીમાં ત્રણ અખરોટનો ભુકો અને કાળાતલ ૧૦૦
ગ્રામ નાખી તૈયાર કરેલ મુખવાસ દિવસમાં બે વખત જમ્યા પછી લેવાનું રાખો.
આના ફાયદા જુઓ ફક્ત બે માસમાંતમારા લોહીનું કુલ કોલેસ્ટ્રોલ ઘટશે.
એલ.ડી.એલ. (ખરાબ કોલેસ્ટ્રોલ)નું પ્રમાણ ઘટશે.  લોહીમાં ટ્રાઈગ્લીસરાઈઝનું
પ્રમાણ ઘટશે.   તમારું બી.પી. ઘટશે.  તમારા લોહીના પ્લેટલેટ્‌સ (જેને કારણે
લોહીની નળીઓમાં ક્લોટ થાય છે) ને ચીકણા થતા અટકાવશે અને તેથી હાર્ટ એટેક
નહીં આવે.   સ્ત્રીઓ માં થતા સ્તનના કેન્સર ને પણ થતા અટકાવશે.

 

 

૨.] લીલી ચા :

 green tea.1

 

દોઢ કપ જેટલું પાણી ઉકાળી તેમાં એક ચમચી ‘ગ્રીનટી’ નાખી ૧૦ –
મિનિટમા તે  ઠંડુ થવા મુકી રાખો.   પછી ગાળ્યા વગરની તારીને કપમાં ભરો.  ધીરે
ધીરે પીઓ.   આગ્રીન ટી માં રહેલા તત્વોથી હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચાવ
થશે.   આ ઉપરાંત સ્ત્રીઓમાં સ્તન ના  કેન્સર થવાની શક્યતા એકદમ ઓછી થઈ  જશે.

 

 

૩.] અખરોટ :

 akharot

 

એફ.ડી.એ. જેને પ્રયોગોથી માન્યતા આપી છે  તે અખરોટના પાંચ નંગનો
ઉપયોગ રોજ કરવાથી તેમાં રહેલા ઓમેગા – ૩  અને  ઓમેગા-૬  ફેટી એસીડને કારણે
હૃદય રોગ સામે રક્ષણ મળશે.

 

 

૪.] બ્રોકોલી :

 brokli

 

પરદેશમાં મળતી અને લીલા કલરની ફલાવરના ગોટા જેવી લાગતી
‘બ્રોકોલી’  હવે ભારતમાં પણ મળે છે. પોષક તત્વોથી ભરપૂર એવી
બ્રોકોલીમાં  વિટામિન-બી-૬, ફોલીકએસીડ, વિટામિનકે, પોટાશ્યમ,  કેલ્શિયમ
ભરપુર પ્રમાણમાં છે.   તેમાંરહેલા ફાયટો કેમીકલ્સ ઇન્ડોલ-૩ કાર્બોનોલ અને
સલ્ફોટાફેન નામના તત્વોથી તે  નિયમિત લેવાથી કેન્સરના રોગ સામે રક્ષણ મળે
છે.

 

 

૫.] બ્લ્યુબેરી :

 

 blue berry

 

 

બ્લ્યુબેરી (ફાલસા જેવા ભુરા રંગના ફળ) ફળોમાં આ શ્રેષ્ઠ ફળ ગણાય છે.
કારણ કે, તેમાં ખુબ પ્રમાણમાં એન્ટી ઓક્સીડન્ટ છે.   (વિટામીન-એ, વિટામીન-સી,
સેલેનીયમ  વગેરે) આને કારણે ચેપી રોગો થતા નથી એટલું જ નહીં તેના ઉપયોગથી
કુલ કોલેસ્ટ્રોલ ઓછું  થાય  છે.  ડાયાબીટીસ  કાબુમાં આવે છે.  ઉંમર વધવાના
પ્રોસેસ (કાર્ય) ને કાબુમાં રાખે છે.  પેશાબના દર્દોમાં  રાહત  આપે  છે.
આંખોનું રક્ષણ કરે  છે.

 

 

૬.]  હળદર :

 

termerric 

 

મસાલામાં હળદર તે  કેન્સરના દર્દો તેમજ ચામડીના  દર્દો સામે રક્ષણ
આપે છે.   યાદ શક્તિ  સુધારે છે. તજથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. લોહીમાં
સાકરને કાબુમાંરાખે  છે. આદુના ઉપયોગથી સોજાનું પ્રમાણ ઓછું થાય છે.
કેન્સર સામે રક્ષણ મળે છે.

 

 

૭.] દાડમ :

 dadam.1

 

દાડમ  હૃદયરોગ  સામે  રક્ષણ આપે છે.   કોલેસ્ટ્રોલ  ઓછું  કરે છે.   બી.પી.ને
કાબુમાં રાખે છે.   કેન્સર સામે રક્ષણ આપે છે.

 

 

૮.]  ડાર્કચોકલેટ :

 dark choclate

 

ડાર્કચોકલેટ હાર્ટ એટેક અને કેન્સર સામે  રક્ષણ આપે  છે.  કારણ તેમાં
ફ્‌લેવેમોઈડ્‌ઝ છે.   જેને  શ્રેષ્ઠ એન્ટીઓક્સીડન્ટ કહેવાય છે.   કોકો પાવડર
અને ચોકલેટને શ્રેષ્ઠ ખોરાક  ગણવામાં  આવે છે.

 

 

૯.] મધ :

 madha

 

 

મધ પાચન તંત્રના રોગો સામે મધનો ઉપયોગ શ્રેષ્ઠ ગણાય   છે. તે જંતુધ્ન છે.
(એન્ટીબેક્ટેરીયલ -એન્ટીવાઈરલ) મધથી શક્તિ મળે છે.   કસરત કર્યા પછી લીંબુ
અને  મધનું શરબત શરીરનો થાક ઉતારી દે છે.   રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઉંઘ
નિરાંતે આવે છે.

 

 

૧૦.] કડવું કરિયાતું: (કડુ કરિયાતું) …

 

 kariyatu

 

 

દેશી કડવું કરિયાતું એ તૃષા, કફ, પિત્ત, તાવ, કોઢ, ખંજવાળ, સોજા, કૃમિ, દાહ, શૂળ, પ્રમેહ, ઉદર રોગ વગેરે માં ઉપકારક છે.

 

 

 

સાભાર : લેખ પ્રાપ્તિ.: અશ્વિન શાહ – (માંજલપુર – વડોદરા-) ન્યૂજર્સી. 
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 

 

 

સ્વસ્થતા માટે જરૂરી એવા ગુણકારી ઔષધિયોનો ખજાનો.-(ભાગ -૧)…

 

 

પરવળ …

 

parval

 

આયુર્વેદિય ઔષધ ‘પટોલ’ એ જ આપણા પરવળ. આ પરવળ શાકોમાં શ્રેષ્ઠ ગણાય છે. દક્ષિણ ભારતમાં સર્વત્ર થાય છે.પરવળનો વેલો ટીંડોરા જેવો, પરંતુ પાંદડાં લાંબા હોય છે. પરવળ મીઠા અને કડવા એમ બે જાતના થાય છે. પરવળનું શાક ઘીમાં બનાવેલું પૌષ્ટિક અને સર્વ રોગોમાં ઉત્તમ પથ્યકર છે. પરવળ પાચક, પથ્ય, સ્વાદિષ્ટ, લઘુ, હૃદયરોગોમાં હિતકર, પિત્તને શાંત કરનાર, વાજીકર છે તથા ઉધરસ, રક્ત દોષ, જ્વર, ત્રિદોષ અને કૃમિઓનો નાશ કરે છે.  તેનાં પાંદડાં પિત્ત નાશક, વેલો કફ નાશક અને મૂળ રેચક છે.

 

 

નાળિયેર

 

coconut

આપણા ગુજરાતમાં શોઢલ નામના વૈદ્ય થઈ ગયા. તેમના ગદનિગ્રહ નામના ગ્રંથમાં લખાયું છે કે, ક્ષયરોગમાં માથું દુઃખે તો નાળિયેરનું દૂધ અથવા નાળિયેરનું પાણી સાકર નાખી પીવું જોઈએ. ભાવમિશ્રે સૂર્યાવર્ત, આધાશીશી- માયગ્રેનમાં પણ આ ઉપચાર જ સૂચવ્યો છે. પેશાબ અટકીને આવતો હોય ટીપે ટીપે ઊતરતો હોય, દાહ- બળતરા થતી હોય, એને માટે તથા રક્તપિત્તમાટે યોગરત્નાકર ગ્રંથમાં એક પ્રયોગ આપવામાં આવ્યો છે. નાળિયેરના પાણીમાં ગોળ અને ધાણાનું ચૂર્ણ નાખી સવાર-સાંજ પીવા આપવું.

 

 

કોકમ

 

kokam


એના ઝાડ કોંકણ અને કર્ણાટકમાં પુષ્કળ થાય છે. તેનાં ફળોને કોકમકહે છે. તેનો રંગ રાતો અને આકાર નારંગી જેવો હોય છે. તેના બીયાંમાંથી તેલ નીકળે છે તેને કોકમનું તેલકહે છે.  તે ખાવામાં અને ઔષધમાં વપરાય છે. તેના ફળની છાલ સૂકવી કોકમ બનાવાય છે. જે આમલી કરતાં પથ્ય કારક છે. કોકમ મધુર, રુચિકારક, ગ્રાહક, તીખા, લઘુ, ઉષ્ણ, ખાટા, તૂરા, રુક્ષ અને ભૂખ લગાડે છે. કફ, વાયુ, તરસ, આમાતિસાર, સંગ્રહણી, આમવાત, પિત્ત, મસા, શૂળ, વ્રણ, કૃમિ, હૃદયરોગ અને વાતોદર નો નાશ કરે છે.

 

 

ફુદીનો

 

fudino


આયુવેર્દીય ઔષધ પૂતની કે પુદીનને ગુજરાતીમાં આપણે ફુદીનો કહીએ છીએ. પુદીન અથવા ફુદીનો એ તુલસીની જ એક જાત છે અનેતેના છોડ ઉગાડવાથી સર્વત્ર થાય છે. તેના પાન ગોળ અને નાના હોય છે. ફુદીનો અજીર્ણનાશક, પાચક અને મોઢામાં અમી-પાણી લાવે છે. તેની સુગંધ જ રુચિઉત્પન્ન કરી ભૂખ લગાડે છે. ફુદીનો સ્વાદિષ્ટ રુચિકર, ગુરુ, હૃદયને માટે હિતકર-સુખાવહ છે. મળ-મૂત્રનું સ્થંભન કરે છે. તે કફ, ઉધરસ, મદ, અગ્નિમાંદ્ય, અતિસાર અને કૃમિનાશક છે.

 

 

કેળ

ked

 

અનેક દેશોમાં કેળ થાય છે. આખા ભારતમાં કેળ થાય છે, પણ દક્ષિણ ભારતમાં સૌથી સારી અને પુષ્કળ થાય છે. કેળની ૨૦ જાત છે. ગોમાંતક, કર્ણાટકી, વસઈના પ્રાંતોમાં કેળાં પુષ્કળ થાય છે. કેળ શીતળ, ગુરુ, વૃષ્ય, સ્નિગ્ધતથા મધુર છે અને પિત્ત, રક્તવિકાર, યોનિદોષ, પથરી અને રક્તપિત્તનો નાશ કરે છે.  પાકેલાં કેળાં બળકર, મધુર, ભારે, શીતળ, વૃષ્ય, શુક્રવર્ધક તથા માંસ, કાંતિ, રુચિક, પચવામાં ભારે, કફકારક, તૃષા ગ્લાનિ, પિત્ત, રક્તવિકાર, મેહ, ક્ષુધા અને નેત્રરોગ નો નાશ કરે છે.

 

તાંદળજાનો ઉપયોગ

 

tandadjo

 

આપણે ત્યાં તાંદળજાની ભાજી બારે માસ મળે છે, ખવાય છે. આ ભાજી વિષ હરનારી, દવાની આડઅસર દૂર કરનારી છે. ઉગ્ર દવાથી એસિડિટી કે અલ્સર થાય તો આ ભાજીનો એકદમ તાજો રસ સવારે, બપોરે અને રાત્રે પીવો જોઈએ. સ્ત્રીઓને થતા પ્રદર અને લોહીવામાં તાંદળજાનો રસ ચોખાના ઓસામણમાં મિશ્ર કરી પીવો. ન ભાવે તો સાકર મિશ્ર કરાય. તાંદળજાનો રસ ખરજવા પર લગાડવાથી મટે છે. ધાવણ વધારનાર હોવાથીતાંદળજાનો રસ પ્રસૂતાએ પીવો.

 

લસણ

lasan-garlic

 

આયુર્વેદના શ્રેષ્ઠ ઔષધોમાં લસણની ગણતરી થાય છે. રસોન, લશુન, મ્લેચ્છકંદ વગેરે લસણના સંસ્કૃત નામો છે. ‘લશુન અશ્નાતિહૃદરોગાદિન અશનુતેવારસાયનાદિ ગુણાન યશ ભોજને.’ હૃદયના રોગોને જે ખાઈ જાય છે, રસાયનાદિ ગુણોને જે હજમ કરે છે, તેથી લશુન. લસણ બે જાતનું થાય છે (૧) એક કળીનું (૨) સાદું લસણ વાયુ પ્રકોપના અને હૃદયના રોગોમાં સારું પરિણામ આપે છે. લસણ મેધાવર્ધક, વર્ણ સુધારનાર, આંખો અને હૃદયને હિતકર, ગેસ, અજીર્ણ, મંદાગ્નિ, કબજિયાત, કફ, શ્વાસ, શરદીમાં હિતકર છે.

 

શેરડી

 

sherdi

 

હિમોગ્લોબિન વધારે, કિડની તેજ કરે મેડિકલ સાયન્સમાં પણ શેરડીનુ મહત્વ જણાવ્યું છે. જોન્ડિસ (કમળા) થાય ત્યારે માણસના શરીરમાં ડી હાઇડ્રેશન (પાણી ઘટીજવું) ન થાય તે માટે શેરડીને ચાવીને ખાવાની હોય છે તેનાથી જરૂરી ગ્લુકોઝ મળી જતાંપાણીની ઉણપ નથી આવતી. તેમજ હિમોગ્લોબિનનો વધારો કરે છે., કિડની ફંકશન તેજ કરે છે તેમજ શુક્ર કોષમાં વધારો થાય છે તેમ ડો. ધીરજભાઇ તાડાએ જણાવ્યું હતું.

 

કારેલા

 

karela

 

આયુર્વેદિય ઔષધ કારેલીના વેલા થાય છે. તેનાંફળો એ જ કારેલા. એનું શાક થાય છે અને ઔષધમાં વપરાય છે. કારેલા ઘણા કડવા હોય છે. ભારતમાં સફેદ અને લીલા બે જાતનાકારેલા થાય છે. કારેલા કડવા, સહેજ તીખટ, અગ્નિદીપક, વીર્ય ઘટાડનાર, મળને તોડનાર, રુચિકારક, પચવામાં લઘુ, વાતલ અને પિત્તનાશક છે.  તે રક્તદોષ, અરુચિ, કફ, શ્વાસ, વ્રણ, ત્વચા રોગ, કફ, કૃમિ, કોઢ, કુષ્ઠ, જ્વર, પ્રમેહ, આફરો અને કમળાનો નાશ કરે છે. ડાયાબિટીસમાં ખૂબ હિતાવહ છે.

  

 

આમલી

 

aamli

 

 

આમલી જ્યારે પાકે ત્યારે મધુર, મળ સરકાવનાર, હૃદયનેમાટે સારી, ખાટી, મળને તોડનાર, રુચિકારક, ભૂખ લગાડનાર, ઉષ્ણ, રુક્ષઅને બસ્તિશોધક છે તથા વ્રણ-ચાંદા, કફ, વાયુ અને કૃમિનો નાશ કરેછે. નવી આમલી વાયુ અને કફ કરનાર છે. એક વર્ષ જૂની આમલી વાયુ અને પિત્તશામક હોય છે.આમલીનાં ફૂલ તુરા, ખાટા, સ્વાદિષ્ટ, વિશદ, જઠરાગ્નિ પ્રદીપક તથા વાયુ, કફ અને પ્રમેહનાશક છે. કાચી તો વાયુ અને પિત્તકારક છે.

 

કાકડી-કર્કટી

kakadi

 

આયુર્વેદિય ઔષધ કર્કટીએ જ આપણી કાકડી.આ કાકડીની ઘણી જાતો છે. કાકડીનુંશાક, રાયતું અને વડી થાય છે. કાકડી ઠંડી છે અને ઘણી ખાવાથી બાધક છે. કાકડી મધુર, સ્વાદિષ્ટ, રુચિકર, શીતળ, પચવામાં હલકી, મૂત્રલ એટલે કે મૂત્ર પ્રવૃત્તિ વધારનાર, એ સહેજ તુરી, કડવી, તીખી, પાચક, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, અવૃષ્ય અને ગ્રાહિણી છે. કેટલાકને ઠંડી હોવા છતાં પિત્ત કરે છે. તે મૂત્રાવરોધ, વમન, દાહ અને શ્રમનો નાશ કરે છે. પાકી કાકડી રક્ત દોષકર, ઉષ્ણ અને બળકર છે.

 

 

દ્રાક્ષ

 

draksh

 

આયુર્વેદીય ઔષધોમાં દ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે.દ્રાક્ષના વેલા હોય છે તેને માંડવા પર ચડાવવામાં આવે છે. એના વેલા વાવ્યા પછી ત્રણવર્ષે ફળે છે. લીલી, કાળી અને ધોળી એમ ત્રણ જાતની દ્રાક્ષ થાય છે. સફેદ દ્રાક્ષ મધુર અને મોંઘી હોય છે. આપણે ત્યાં જે દ્રાક્ષ થાય છે, તે લીલી જ ખપી જાય છે. દ્રાક્ષ સૂકવીને પણ વેચે છે. બે દાણા, મુનક્કા અને કિસમિસ એવાસૂકી દ્રાક્ષના નામ છે. બે દાણા સફેદ હોય છે, એ લાંબી અને બી વગરની હોય છે.કિસમિસ બે દાણા જેવી પણ નાની હોય છે. મુનક્કા કાળી અને નાની હોય

 

 

 

કપાસ

 

kapas

 

આયુર્વેદ ઔષધ કાર્ર્પાસએ જ આપણો કપાસ.એ વર્ષાયુ છોડ બે-ત્રણ હાથ ઊંચા થાય છે. તેની ૧૧ જાત અને સેંકડો ઉપજાતિ છે. કપાસના જીંડવા પાકે ત્યારે તે સ્વયં ફાટે છે અને તેમાંથી રૂ નીકળે છે. આ રૂ વચ્ચે કપાસના બીજ હોય છે. તેને કપાસિયા કહે છે. તેમાંથી તેલ નીકળે છે. જે ખાવામાં અને ઔષધમાં વપરાય છે. કપાસના જીંડવા મીઠા, પૌષ્ટિક, મૂત્રવર્ધક, રક્તવર્ધક અને કર્ણનાદ મટાડે છે.  કપાસિયા બીજ ધાવણ વધારનાર, વજન વધારનાર, સ્નિગ્ધ અને મધુરછે.

 

જવ

jav

 

આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછીતીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. ડાયાબિટીસમાં એક ટાઈમ જવની ભાખરી જ ખાવી અથવાઘઉં-જવની સરખા ભાગે રોટલી ખાવી. એક ચમચો જવનો ભૂકો કરી તેનો ઉકાળો સવાર-સાંજ પીવાથી મૂત્ર માર્ગની પથરી, સોજા, અપચો મટે છે.

 

તજ

tuj

 

આપણા મલબારમાં તથા ચીન, જાવા, સુમાત્રા અને શ્રીલંકામાં તજના મધ્યમ કદનાં વૃક્ષો થાય છે.  શ્રીલંકામાં તો તજનાં વૃક્ષોના જંગલો જ છે. તજનાં વૃક્ષો ત્રણ વર્ષના થાય એટલે એની  છાલ કાઢી તડકે સૂકવવામાં આવે છે. આ સૂકાયેલી છાલ એ જ તજ. તેની ઝૂડીઓ વેચાય છે. તજ તીખી, પિત્તલ, મીઠી, કંઠશુદ્ધિ કરનાર, લઘુ, રુક્ષ, સહેજ જ કડવી, સ્વાદિષ્ટ, બળકર, બસ્તિ શુદ્ધકર તથા ઉષ્ણ છે. કફ, શરદી, શ્વાસ, હૃદયરોગ, સળેખમ તથા કૃમિનાશક છે. તે શુક્ર અને ધાતુવર્ધક છે.

 

ગુલાબ

gulab

 

આપણા દેશમાં ગુલાબ સર્વત્ર થાય છે. એના છોડને કાંટા આવે છે. ઉત્તમ ગુલાબ અરબસ્તાન, ઇરાન અને તુર્કસ્થાનમાં થાય છે. ગુલાબની ગુલાબી, પીળી, સફેદ, રાતી વગેરે જાતિ છે. ગુલાબનાં ફૂલોનું ગુલાબજળ અને અત્તર થાય છે. ગુલાબની કળીઓ ખાવાથી મળ સરળતાથી ઊતરે છે. એનાં ફૂલોની પાંખડીઓનો ગુલદંક થાય છે. ગુલાબનું શરબત પણ થાય છે. ગુલાબજળમાં સાકર નાખી શરબતી પાક કરવાથી સુવાસિત શરબત થાય છે. આ શરબતના સેવનથી આંતરિક ગરમી અને બળતરા શાંત થાય છે.

 

ચંદન

chandan

 

આયુર્વેદમાં સુખડને ‘ચંદન’ કહે છે. આ ચંદન કડવું, તીખું, તૂરૂ, શીતળ- ઠંડું, વાજીકરણ, કાંતિવર્ધક, કામવર્ધક, સુગંધિત, રુક્ષ, આનંદકર, લઘુ તથા હૃદયને હિતકારી છે. તે પિત્ત, ભ્રમ, ઊલટી, તાવ, કૃમિ, તૃષા, સંતાપ, મુખ રોગ, બળતરા, શ્રમ, શોષ, વિષ, કફતથા રક્તદોષનો નાશ કરે છે. જે ચંદન ગાંઠવાળું, જડ, સફેદ, ઘસવાથી પીળું, સુગંધિત, કાપવાથી લાલ, સ્વાદે કડવું, શીતળ હોય તે ઉત્તમ જાણવું. ઔષધમાંતેનો ઉપયોગ કરવો.

 

ચંદનાસવ

 

આયુર્વેદનું એક પ્રસિદ્ધ દ્રવ ઔષધ છે ચંદનાસવ‘. ઉત્તમ દ્રવ ઔષધોમાં તેની ગણત્રી થાય છે. ચંદન મુખ્ય ઔષધ હોવાથી તેનું નામ ચંદનાસવ અપાયું છે. આ ચંદનાસવચારથી છ ચમચીની માત્રામાં એમાં એટલું જ પાણી મેળવી સવાર-સાંજ પીવાથી હૃદય માટે હિતકારક, જઠરાગ્નિ સંદિપક, બલ્ય એટલે કે બળ આપનાર, શરીરને પુષ્ટ કરનાર, શુક્રમેહનો નાશ કરનાર. શરીરની આંતરિક ગરમીને દૂર કરનાર તથા મૂત્રમાર્ગ માટે હિતકર છે. મગજને શાંત રાખે છે.

 

ગંઠોડા

ganthoda

 

આયુર્વેદિય ઔષધ પીપ્પલીમૂલએ જ આપણા ગંઠોડા‘. આ ગંઠોડા એ અનિંદ્રાનું ઉત્તમ ઔષધ છે. આયુર્વેદિય મતે વાયુનો પ્રકોપ થવાથી ઊંઘ ઊડી જાય છે. અને કફનો પ્રકોપ થવાથી ઊંઘ વધારે આવે છે. વાયુની શાંતિ માટે અને કફના શમન માટે ગંઠોડા ઉત્તમ છે. ગંઠોડાનું બારીક ચૂર્ણ પા થી અડધી ચમચી જેટલું એનાથી બમણા ગોળ સાથે ખૂબ ચાવીને રાત્રે જમ્યા પછી ખાવું અને ઉપર ભેંસનું દૂધ પીવું. આ ઔષધ ઉપચારથી ઊંઘ સારી આવે છે. કફના રોગોમાં ખૂબ રાહત થાય છે.

 

કાળીજીરી

kadijiree

 

આયુર્વેદિય ઔષધ અરણ્યજીરકજેને ગુજરાતમાં કાળીજીરી કહે છે. તેના છોડબે-ત્રણ હાથ જેવડા સીધા જ વધે છે. તેના છોડના દાંડાને જીંડવા આવે છે. તેના રુંછામાંએ કાળીજીરી હોય છે. તેનો ઉત્તમ ગુણ કૃમિનાશક છે. મોટાએ અડધી ચમચી રાત્રે લેવાય.  બાળકને પાંચથી સાત ચોથાભાર રાત્રે અપાય. કાળીજીરી ઉષ્ણ, તુરી, તીખી અને સ્થંભક છે તથા વાયુ, વ્રણ અને કફને મટાડે છે. કાળીજીરીની રાખ તેલમાં નાખીચોપડવાથી ખરજવું મટે છે.

 

ઈસબગુલ

 

isabgul

 

ઈસબગુલ એ જ આપણું ઓથમીજીરું. મૂળ મિસર દેશનું વતની હવે ઉત્તર ગુજરાતમાં ખૂબ થાય છે. ઊંઝામાં તેનું મોટું માર્કેટ છે. * જ્વરાતિસાર, રક્તાતિસાર, જીર્ણાતિસાર, મસા, કબજિયાત, રક્તાર્શ વગેરેમાં એકથી બે ચમચી ઈસબગુલ રાત્રે અથવા સવારે લેવાથી ફાયદો થાય છે. મળ તકલીફ વગર સરળતાથી ઊતરે છે. * ઈસબગુલ અને ખડી સાકર એક એક ચમચી ચાવીને ખાવાથી બાળકનો રક્તાતિસાર અને આમાંશ-મરડામાં ફાયદો થાય છે.

 

સર્પગંધા

 

surpgandha

 

ઔષધનું નામ છે. ‘સર્પગંધા’. આખા ભારતમાં આ દવા થાય છે.  સર્પગંધાના છોડને લાલ ફૂલો આવે છે અને ઔષધમાં તેના મૂળ વપરાય છે. જે કડવા હોય છે. આમૂળ લોહીના ઊંચા દબાણમાં, ગાંડપણમાં, અનિંદ્રામાં ખૂબ જ ઉપયોગી છે.હાઈ બ્લડપ્રેશરમાં ઉપયોગી હોવાથી ઘણી ફાર્મસીઓ સર્પગંધા ટેબ્લેટ બનાવે છે. સર્પગંધા ઉત્તેજના શામક હોવાથી ઊંઘ સારી આવે છે. લો બ્લડપ્રેસરના દર્દીએ આ દવા અનિદ્રા હોય તો પણ લેવી નહીં. ગર્ભાવસ્થામાં તેનો ઉપયોગ કરવો નહીં.

 

દાડમ

 

dadam.1

 

એક કપ દાડમનો રસ પીવાથી હૃદયને હિતકર બને છે. દાડમના ફળની છાલનું ચૂર્ણ ખાવાથી ઝાડા મટે છે. દાડમ ફળની સૂકી છાલનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ઉધરસ મટે છે. દાડમાદિ ચૂર્ણ એક ચમચી જેટલું સવાર-સાંજ લેવાથી ભૂખ સારી લાગે છે.આહાર પચી જાય છે. દાડમનો અને ધ્રોનો રસ નાકમાં પાડવાથી તરત નસકોરી બંધ થાય છે. દાડમના રસમાં સાકર નાખીને પીવાથી પિત્તના રોગો શાંત થાય છે. છાતીમાં દુઃખતું હોય તો દાડમ ખાવું.

 

 

ચોખા

 

chokha-rice

 

બધી જાતના રોગોમાં સાઢી ચોખાની ખીચડી ખાઈ શકાય. જોડાયાબિટીસ હોય તો ચોખાનો વધારે ઉપયોગ કરાય નહીં. જો ધોળા ચોખાના ધોવરામણમાં સાકર અને સુરોખાર નાખી અપાય તો મૂત્ર વિરેચન થાય છે. સૂર્યોદય પહેલાં ચોખાની ધાણી જોમધ સાથે ખવાય તો આધાશીશી મટે છે. આંતરિક બળતરા શાંત કરવા ચોખાનું ધોવરામણ સાકરનાખી પીવું. સૂર્યોદય પહેલાં ઘી અને સાકર સાથે બનાવેલ દૂધપૌંઆ ખાવાથી ઉગ્ર અમ્લપિત્ત શાંત થાય છે.

 

મહુડો

 

mahudo

 

 

આયુર્વેદિય મતે મહુડાનાં ફૂલ સ્વાદમાં મધુર, પચવામાં ભારે, ઠંડા, પુષ્ટિકર્તા, બળ તથા વીર્યવર્ધક, વાયુ અને પિત્તનો નાશ કરનારાછે. આ મહુડાના ફૂલમાંથી ગુલકંદ બનાવાય છે. મહુડાનાં ફૂલ અને સાકર સરખા વજને લઈ ખૂબમસળી કાચની બરણીમાં ભરી તેને એક મહિનો તડકામાં મૂકવાથી મહુડાનાં ફૂલનો ગુલકંદ તૈયાર થાય છે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી શરીરની આંતરિક ગરમી, મૂત્રદાહ, પૂયમેહ, મંદ જ્વર, અગ્નિમાંદ્ય, રક્તબગાડ, મૂત્રાવરોધ મટે છે.

 

ધરો-દુર્વા

 

dharo-durva

 

આયુર્વેદિય ઔષધ દૂર્વાએ જ આપણી ધરો.ધરો એકજાતિનું તૃણ-ઘાસ છે. ધરોનો ઉપયોગ દેવપૂજામાં થાય છે. ગણપતિ પૂજનમાં અને ચોપડાપૂજનમાં તો ધરો અવશ્ય જોઈએ જ. ધરોનો ઔષધમાં પણ બહોળો ઉપયોગ થાય છે. ગુણકર્મનીદૃષ્ટિએ ધરો તૂરી, મધુર, શીતળ તથા તૃપ્તિકારક છે તથા પિત્ત, તૃષા, દાહ, ઊલટી, ઊબકા, રક્તદોષ, ત્વચા વિકારો, શ્રમ, મૂર્છા, કફ, અરુચિ, રક્તપિત્ત, અતિસાર, તાવ, અજીર્ણ અને પાચન રોગોમાં હિતકર છે.

 

હરડે

harde

 

આયુર્વેદમાં સાત પ્રકારની હરડેનું વર્ણન કરાયું છે. જે હરડે નવી, સ્નિગ્ધ, વજનદાર અને પાણીમાં નાખતાં ડૂબીજાય અને વજનમાં બેથી અઢી તોલાની હોય એવી હરડેને ઔષધ માટે શ્રેષ્ઠ ગણાવાય છે.   હરડે ખાવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે એટલે કે ભૂખ લગાડે છે. પીસીનેખાવાથી મળનું શોધન કરે છે. બાફીને-પકવીને ખાવાથી મળને રોકે છે, કબજિયાત કરે છે.  શેકેલી હરડે ત્રણે દોષોનો નાશ કરે છે.  હરડેનો આહાર સાથે ઉપયોગ કરવાથી બુદ્ધિ અને બળ વધારે છે તથા ઇન્દ્રિયોને પ્રસન્ન કરે છે તથા વાયુ, પિત્ત અને કફનો નાશ કરે છે. ભોજન પછી હરડેનો ઉપયોગ કરવામાં આવે તો આહારના દોષો અને વાયુ, પિત્ત અને કફથી થતાં અનેક દોષોનો નાશ કરે છે. હરડે મીઠા-લવણ સાથે ખાવાથી કફના, સાકર સાથે ખાવાથી પિત્તના અને ઘી સાથે ખાવાથી વાયુના તથા ગોળ સાથે ખાવાથી ત્રણે દોષોના રોગો મટાડે  છે.

 

કરિયાતું

kariyatu.1

 

આયુર્વેદમાં કરિયાતુંઉત્તમ ઔષધ છે. તેની બે જાત છે, એક દેશીકરિયાતું, બીજું નેપાળી કરિયાતું. નેપાળી વધુ ગુણદાયી હોવાથી ઔષધમાં એ જ વાપરવું. કરિયાતાના છોડ નાના હાથ દોઢ હાથ ઊંચા થાય છે. તેનાં પાન નાના સરખા લાંબા હોય છે. તેનો છોડ સુકાયા પછી ડાંખળા ઔષધમાં વપરાય છે. કરિયાતું કડવું, વાતલ, વ્રણ રોપણ, સારક, શીતળ, પથ્યકર, લઘુ અને રુક્ષછે. એ તૃષા, કફ, પિત્ત, તાવ, કોઢ, ખંજવાળ, સોજા, કૃમિ, દાહ, શૂળ, પ્રમેહ, ઉદરરોગ વગેરેમાં વિભિન્ન રીતે પ્રયોજાય  છે.

 

 

– વૈદ્ય મનુભાઈ ગૌદાની

સાભાર : સંદેશનાં સૌજન્યથી….

સંકલન-સંલેખ પ્રાપ્તિ  : પૂર્વી
 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના મૂકેલ પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પાંડિત્ય અને ધર્મજીવન …

પાંડિત્ય અને ધર્મજીવન …

 

 krishna - gopi

 

 

ગોપીઓએ ભગવાનને એકવાર આવો જ પ્રશ્ન કર્યો. ગોપીઓ આતુર બનીને ભગવાનને વનવન શોધતી કરે છે. ખૂબ શોધ્યા પછી અને ઘણા દુઃખ – કષ્ટ પછી ભગવાન પ્રગટ થયા. ગોપીઓને ઘણું અભિમાન થયું. ભગવાન આવ્યા તો ખરા પણ આટલાં દુઃખ-કષ્ટ આપીને આવ્યા. એટલે એમણે કહ્યું, ‘મનુષ્યોમાં અનેક પ્રકારના પરસ્પરના સંબંધ હોય છે. કેટલાક પ્રેમ મેળવીને બદલામાં પ્રેમ આપે છે; કેટલાક એવા છે કે જે પ્રેમ મેળવીને પણ પ્રેમ કરતા નથી; અને વળી કેટલાક એવા પણ છે જે પ્રેમ પામીને પ્રેમ આપે છે અને ન મેળવે તોય આપે છે.’ ભગવાન ગોપીઓની આ વાત ને સમજી ગયા. તેમણે કહ્યું, ‘પણ હું આમાંથી કોઈ એકેય શ્રેણીમાં આવતો નથી.’

 

 

એમણે પ્રેમની વ્યાખ્યા આપતાં કહ્યું, ‘જ્યાં પ્રેમ મેળવીને, પ્રેમ કરે છે ત્યાં પ્રેમ નામની કોઈ વસ્તુ જ નથી; એ તો કેવળ દુકાનદારી જેવું છે. વળી જે પ્રેમ પામીને બદલામાં પ્રેમ આપતો નથી તે કૃતઘ્ન છે. જે પ્રેમ પામીને પ્રેમ કરે છે અને ન પામે તો ય પ્રેમ કરે છે તે ધન્ય છે કે આત્મારામ છે. હું દુકાનદાર નથી, કૃતઘ્ન પણ નથી અને યોગી પણ નથી.’

 

 

ગોપીઓએ પૂછ્યું, ‘તો પછી અમને આટલાં બધાં દુઃખકષ્ટ શા માટે આપ્યાં ?’

 

ભગવાને કહ્યું, ‘તમારી વ્યાકુળતા વધારવા હું અંતર્ધાન થઇ ગયો હતો.’

 

 

જ્ઞાનપથ

 

 

વિચારનો પથ, જ્ઞાનયોગનો પથ – એવા કોઈ પથનો શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ (શ્રીઠાકુર) અસ્વીકાર ન કરતા. તેઓ કહે છે, ‘આ પથ ઘણો કઠિન છે, કાંટાથી હાથમાં છિદ્રો પડી જાય છે અને લોહી વહેવા માંડે છે. આમ છતાં પણ હું કહેતો રહું છું કે મારા હાથમાં કાંટો વાગ્યો નથી. હું સારો સાજો છું.’ જ્યાં સુધી જ્ઞાનાગ્નિમાં કાંતો બળી ન જાય ત્યાં સુધી આ વાત કરવી શોભતી નથી. આ માર્ગ એટલા માટે કઠિન છે કે મનુષ્ય જે વાતને મનબુદ્ધિ દ્વારા સમજી લે છે તેને હૃદયથી ગ્રહણ કરી શકાતી નથી. અને હૃદયની ભાવપ્રબળતા સામે બુદ્ધિગમ્ય વિષય તુચ્છ બની જાય છે. આ આપણે હંમેશાં જાણીએ, સમજીએ છીએ. શાસ્ત્રો કહે છે, ‘જ્ઞાનયોગી થતાં પહેલાં કામનાઓ છોડવી પડે.’

 

 

‘સામાન્ય જન માટે ભક્તિપથ દ્વારા ભગવાન  મેળવવા સંભવ છે.’ વિષયો પર તીવ્ર વૈરાગ્ય ન આવે તો વિચારપથ કે જ્ઞાનપથ કામમાં નથી આવતો. એટલે વિવેક વૈરાગ્ય વિનાના પંડિતો શ્રી રામકૃષ્ણદેવને ડાળીડાંખળાં જેવા તુચ્છ લાગે છે. જે પાંડિત્યમાં કેવળ વાણીનો આડંબર, શબ્દજાળનો વિસ્તાર કે અનેક બાબતોની જાણકારી જ હોય, તે મનને પ્રભાવિત કરી ન શકે. એવી વાતો જીવનમાં ઓતપ્રોત થતી નથી, જીવનને પ્રભાવિત કરી શક્તિ નથી. બે દિવસ પછી વિદ્યાનો વિલય થી જાય છે અને બુદ્ધિભ્રષ્ટ થઈને મન પાછું વિષયોમાં આસક્ત બની જશે. પરિણામે વળી પાછી જૂની અવસ્થા આવી જશે. પાંડિત્ય આવી રીતે નિષ્ફળ જાય છે. એનાથી જીવનમાં કોઈભ્લીવાર થતી નથી.

 

 

પાંડિત્ય અને ધર્મજીવન

 

 

‘ધર્મની પ્રાપ્તિ માટે કેટલાંય ગ્રંથો વાંચવા પડે છે.’ શ્રી રામકૃષ્ણદેવે ઉપરોક્ત બાબત કહ્યું હતું કે, ‘વાંચીને જ્ઞાન મળી જતું હોય તો વસ્તુલાભ સહજ બની જાય. પણ વાસ્તવમાં એવું નથી. વાંચવા કરતાં નજરે જોવું એનાથી વધારે સારું છે.’  ગ્રંથ તો માત્ર ગ્રંથી છે. એનું કોઈ વ્યક્તિત્વ નથી. જેના વ્યક્તિત્વનો પ્રભાવ પડે છે એવા કોઈ વ્યક્તિને સાંભળવાથી તે સાંભળવું વાંચવા કરતાં પણ વધુ ઉપયોગી બને છે. પણ વાંચીને અથવા સાંભળીને મેળવેલું જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. એટલે જ કહે છે કે સાંભળ્યા કરતાં નજરે જોયેલું વધારે સારું. એટલે કે સત્યનો સાક્ષાત્કાર કરવો પડે.

 

 

આત્મા વા અરે દ્રષ્ટવ્ય: શ્રોતવ્યો મંતવ્યો નિદિધ્યાસિતવ્ય: (બૃહદ્દ. ઉપ.૨.૪.૫)

 

 

આત્માનું દર્શન કરવું પડે; એને માટે તેનું શ્રવણ, મનન અને ધ્યાન કરવું પડે. આત્માનો સાક્ષાત અનુભવ કરવા માટેના આ જ ત્રણ ઉપાય છે. માત્ર વાંચવું કે સાંભળવું જ નહીં પણ પ્રત્યક્ષ અનુભવ કરવો. આ પ્રત્યક્ષ અનૂભુતિના પ્રભાવથી જન્મજન્માંતરના ઊલટાસીધા સંસ્કાર સમૂળ નાશ પામે છે. શાસ્ત્ર દ્વારા મળેલ જ્ઞાનથી સંશય દૂર થતા નથી. એ પ્રત્ય્ક્ષનો વિરોધી હોય એવું બની જાય છે. ‘તમે બ્રહ્મ છો’ અથવા ‘જગત મિથ્યા છે’ આ વાક્યને વારંવાર સાંભળ્યા પછી પણ આપણે એની ધારણા કરી શકતા નથી. આ માત્ર શબ્દજ્ઞાન છે. એ પ્રત્યક્ષ અજ્ઞાનને દૂર કરી શકતું નથી. એટલા માટે ઉપાય રૂપે તેઓ કહે છે કે પહેલાં સાંભળવું પડશે પછી વિચાર કરવો પડે અને ત્યારે જ સિદ્ધાંતને દ્રઢ કરવા ધ્યાન દ્વારા મનને સ્થિર કરવું પડે. આવી રીતે અભ્યાસ કરતાં કરતાં જ્ઞાનયોગ દ્વારા વસ્તુનો સાક્ષાત્કાર કરવો પડે. એટલે જ શાસ્ત્રની વાતો સાંભળવી, અને સાક્ષાત અનુભવ કરવો એ બંને વચ્ચે ઘણો મોટો ભેદ છે.

 

 

શાસ્ત્ર અથવા મહાપુરુષની વાતો સાંભળીને પણ જીવનમાં પરિવર્તન ન આવે તો એ પણ અર્થહીન બની જાય છે. આ વિશે શ્રીરામકૃષ્ણદેવની (ઠાકુરની) એક પંડિતની અને હોડીવાળાની કથા યાદ રાખવી જોઈએ.

 

 

હોડીમાં સવાર થઈને પંડિત નાવિકને પૂછે છે કે એણે ક્યા ક્યા વેદ-વેદાંત વગેરે શાસ્ત્ર ગ્રંથ વાંચ્યા છે; નાવિક કહે છે કે હું એ વિશે કંઈ જાણતો નથી. એણે કંઈ વાંચ્યું પણ નથી. પંડિતે કહ્યું, ‘તો તો તારું જીવન બાર આના વ્યર્થ ગયું.’

 

 

એ પછી ઓચિંતા આંધી આવી. નાવિકે કહ્યું, ‘પંડિતજી તમને તરતાં આવડે છે ?’ આ વખતે પંડિત પાસે ‘ના’ સિવાય બીજો કોઈ જવાબ ન હતો. નાવિકે કહ્યું, ‘તો હવે તમારું જીવન સોળ આના વ્યર્થ છે.’

 

 

આપણે સાહસ્ત્ર વગેરે વિશે થોડું ઘણું જાણીએ છીએ. પરંતુ સાચી વાત્જાન્તા નથી. એટલે આપણું સોળે સોળ આના વ્યર્થ જીવન જાય છે. ‘શાસ્ત્ર વાક્ય કેવળ બોલવાથી શું થાય ?’ એની સાર્વાસ્તુને જાણવી પડે, સાથે ન સાથે એને જીવનમાં જીવી બતાવું પડે. તેઓ કહેતા સા ચાત્યુરી ચાતુરી – એ ચતુરાઈ છે કે જેના દ્વારા ભવસાગર તરી શકાય. એવું આપણે ન જાણીએ કે ન કરીએ તો પછી આપણે જાણ્યું શું ?’

 

 

 

(રા.જ.૮-૧૨(૧૨-૧૩)/(૧૯૬-૯૭)
– સ્વામી ભૂતેશાનંદ

 

 

ચીન દેશની કહેવત …

 

આકાશને ટકોરા મારો અને તેનો અવાજ સાંભળો ! – ઝેન કહેવત
ગુરુ દરવાજો ખોલી આપે છે પણ પ્રવેશ તો તમારે તમારી જાતે જ કરવો પડે છે. – ચીન દેશની કહેવત
એક હજાર કિલોમીટર ની યાત્રા એક પગલાથી શરૂ થાય છે. – ચીન દેશની કહેવત
એક મૂર્ખ માણસ પોતાના મિત્રો પાસેથી જેટલું શીખે છે એથી વધુ એક ડાહ્યો માણસ પોતાના દુશ્મનો પાસેથી શીખે છે. – ચીન દેશની કહેવત
જો તમે કોઈ નદીની ઊંડાઈ માપવા માગતા હો તો બંને પગ ના ડૂબાડતા. – ચીન દેશની કહેવત
સાંભળો અને તમે ભૂલી જાશો; જુઓ અને તમને યાદ રહેશે; કરો અને તમે સમજશો. – કન્ફયુશિયસ
જેટલી વાર નિષ્ફળ થઈએ એટલી વાર ફરીથી ઊભા થવું એ આપણી સર્વશ્રેષ્ઠ સિદ્ધ છે. – કન્ફયુશિયસ

 

 

રા.જ.૮-૧૨(૩૨)/(૨૧૬)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 
નોંધ : મિત્રો, ‘દાદીમા ની પોટલી’ની બ્લોગ પોસ્ટની નિયમિત જાણકારી આપના ઈ મેઈલ દ્વારા મેળવવા ઈચ્છતા હો તો, આપનું ઈ મેઈલ આઈડી [email protected] પર લખી મોકલશો. આભાર ! ‘દાદીમા ની પોટલી’

ઈચ્છાપૂરણ સંતસમાગમ … (પ્રેરકકથાઓ) …

ઈચ્છાપૂરણ સંતસમાગમ …  (પ્રેરકકથાઓ) …

 

 

 

nizamudin

 

 

એક ગરીબ ગામડિયો ધનવાન બનવા ઇચ્છતો હતો.  એમણે દિલ્હીના સુખ્યાત સૂફીસંત હઝરત નિઝામુદ્દીન વિશે સાંભળ્યું હતું.  તેણે વિચાર્યું કે એ સંતને ઘણા ધનવાન અમુયાયીઓ છે એટલે એમની મદદ માગવા માટે તે એમને મળવા માગતો હતો.  ચાલીને એ દિલ્હી જવા ઉપાડ્યો.  રસ્તામાં વિચારતો હતો કે વળતાં તે સુંદર ઘોડા પર સવાર થઈને પાછો ફરશે.  થાક્યો, ભૂખ્યો તે સૂફીસંત નિઝામુદ્દીનના ઘર આવી પહોંચ્યો.  સંતજીએ એને પ્રેમથી આવકાર્યો.  સંતના સેવકોએ એની ભોજન અને આરામની વ્યવસ્થા કરી.  આરામ કર્યા પછી આ ગામડિયા ભાઈએ આવવાનો હેતુ કહ્યો.  સૂફીસંત નિઝામુદ્દીને કહ્યું : ‘ભાઈ, તને ધન મેળવવાની મહેચ્છા શા માટે જાગી છે ?’  ગામડિયા ભાઈએ પોતાની વાત કરતા કહ્યું કે પોતે ગામડામાં રહે છે, માંડ માંડ ગુજરાન ચાલે છે.  ક્યારેક તો ખાવાનુંયે મળતું નથી એટલે મારે મારું જીવન બનાવવાનું છે.

 

 

આ સાંભળીને સૂફીસંત નિઝામુદ્દીને કહ્યું : ‘ભાઈ, તને જેટલા દિવસ ગમે એટલા દિવસ મારી સાથે રહેજે;  તારે ભૂખનું દુઃખ નહીં વેઠવું પડે.’   સાંભળીને ગામડિયાએ કહ્યું : ‘સાહેબ, મને તો ગામડામાં રહેવું ગમે અને વેપાર ધંધો માંડવા માટે મારે પૈસાની જરૂર છે.’   સૂફીસંત નિઝામુદ્દીને કહ્યું : ‘ભાઈ, મારે ધન સાથે કંઈ લેવા દેવા નથી.  તું મારી પાસે શા માટે આવ્યો ?’  દિલ્હીમાં ઘણાય પૈસાદાર લોકો છે અને સૌથી સંપત્તિવાન છે બાદશાહ.  એમની પાસે શા માટે નથી જતો ?’

 

 

 

ગામડિયાએ કહ્યું :’પણ અરે, નિઝામુદ્દીનજી !  મને ખાબે છે કે ધનવાન માણસો પોતાના ધનમાંથી એક કોડીયે ગરીબને ન આપે અને બાદશાહ તો મને મળવાની જ ના પાડે.  મેં એવું સાંભળ્યું છે કે, તમે કોઈને ખાલી હાથે જવા દેતા નથી.  એટલે જ હું આપની પાસે આવ્યો છું.’

 

 

નિઝામુદ્દીને કહ્યું : ‘વાત એમ છે !’  એમ કહી એમણે ફાટેલાં જોડાં પગમાંથી કાઢી ગામડિયાને આપતા કહ્યું : ‘ભાઈ, તારે ઘણો લાંબો ધૂલીયોમ માર્ગ કાપવાનો છે.  આ જોડાં તને ઉપયોગી થશે.  મેં જે કંઈ પહેર્યું છે એ જ મારું છે.  એટલે હું હૃદયના આશીર્વાદ સાથે આ આ જોડાં આપું છું.’

 

 

ગામડિયો હતાશ થયો.  તે મોટા સંતનું અપમાનેય કરવા માગતો ન હતો.  એ તો જોડાં લઈને દુઃખી હૃદયે ચાલતો થયો.  તે મનમાં વિચારતો હતો : ‘આ નિઝામુદ્દીન પણ બિચારા મારા જેવા ગરીબ છે !”  એણે તો પાઘડીમાં જોડાં બાંધ્યાં અને પોટલું હાતમાં લીધું.  ‘અરે ! આ જોડાં હું વેચીએ ન શકું એવાં જૂનાં અને નકામાં છે.  અરે ! આને જોઇને તો મારા ગામના ભાઈઓ મારા પર હસશે.  એના કરતાં તો આને રસ્તમાં ફેંકી દેવાં સારા !’

 

 

પેલો ગામડિયો તો મનમાં વિચાર કરતો કરતો દિલ્હીની બહાર નીકળ્યો.  પોતાની આંખ અને પાંપણ પર આવેલા પરસેવાને લૂછવા તેણે હાથ ઊંચો કર્યો.  ત્યાં તો ધૂળનો વંટોળિયો એની સામે ઘસ્યો.  તેણે જોયું તો એક એક ભવ્ય શ્વેત અશ્વ દેખાણો.  આ અશ્વ શહેરમાંથી બહાર આવી રહ્યો   હતો.  એના આશ્ચર્ય સાથે પેલો ઘોડો અને ઘોડેસવાર એની સામે આવીને ઊભા રહ્યા.  સુંદર ઘોડેસવાર ઘોડેથી ઉતરીને ગામડિયાના હાથમાં પોટલું જોઈ આશ્ચર્યથી કહ્યું : ભાઈ, તમે તો સંત નિઝામુદ્દીન પાસેથી આવો છો ને !  આમ પોટલી બાંધીને શું લઇ જાઓ છો ?  સંતજીએ કંઈક ભેટ આપી લાગે છે !’

 

 

આ સાંભળીને પેલો ગામડિયો તો અવાક્ બની ગયો.  તેણે પૂછ્યું : ‘ભાઈ, તમને આ અમૂલ્ય ભેટની કેવી રીતે ખબર પડી ?’  આ સાંભળીને ઘોડેસવારે કહ્યું :  ‘તમારી આ પોટલીમાંથી આવતી મારા માલિક સૂફીસંત હઝરત નિઝામુદ્દીનની સુવાસથી હું એને ઓળખી ગયો !  ભાઈ, મને મુર્ખ  ન બનાવી શકે !  હું છું અમીર ખૂશરો !’

 

 

હવે પેલા ગામડિયાને પોતાની પોટલી ખોલ્યા વગર અને એમાં ફાટેલાં જોડાં બતાવ્યા વિના છૂટકો ન હતો.  એના આશ્ચર્ય સાથે જાણે કે સુંદર પ્રસાદીના પુષ્પ હોય એમ અમીર ખૂશરોએ એને હાથમાં લીધાં અને છાતીએ અડાડયાં.  પછી એણે ગામડિયાને કહ્યું : ‘ભાઈ, છ મહિનાથી મેં મારા માલિકને જોયા નથી.  એમનાં દર્શને હું જતો હતો. ભાઈ, તું મારા પર દયા કર અને આ જોડાં  મને વેંચી દે.  મને ખબર છે કે આ જોડાં અમૂલ્ય છે.  એને બદલે આ સોનાની થેલી, આ ગ્જોડો, મારો કિંમતી લિબાસ લઇ લે !’

 

 

સૂફીસંત હઝરત નિઝામુદ્દીનના કવિ શિષ્ય અને સલાહકાર અમીર ખૂશરો વિશેની વાત ગામડિયાએ સાંભળી હતી.  આ કવિરાજ પોતાની ફૂરસદની પળો સંત નિઝામુદ્દીન સાથે જ ગાળતા.  આજે તેને ખ્યાલ આવ્યો કે આ કવિરાજ છે ગાંડીયા !   એણે તો પેલાં જોડાં કવિરાજને વેંચી દીધાં.  બંનેને જાણે કે કોઈ મોટો ખજાનો મળ્યો હોય એમ આનંદ અનુભવતા છૂટા પડ્યાં.

 

 

 

(રા.જ. ૧૧-૦૬(૪૬)/(૩૬૬)

 

 

 

(૨)   સત્યમેવ જયતે …

 

 

એક વખત એક રાજા રાજ્યની જેલમાં રહેલ કેદીઓમાંથી એક એકની ચકાસણી કરતાં હતા.  એમાંથી એક કેદીને એમણે પૂછ્યું, ‘ભાઈ, તેં કયો અપરાધ કર્યો છે?’  કેદીએ જવાબ આપ્યો, મહારાજ, મેં તો કોઈ ગુનો કર્યો નથી.  પણ મને બધાએ ફસાવીને આવી ખોટી સજા કરી છે.  એમાં ક્યાંય મારો વાંક નથી !’

 

 

વળી બીજા કેદીને પૂછ્યું, ‘ભાઈ, તેં કયો અપરાધ કર્યો છે?’  એટલે એણે હળવેકથી કહ્યું, ‘મહારાજ, હું તો સાવ નિર્દોષ છું, મેં કોઈ ગુન્હો કર્યો જ નથી, પણ મારી વિરુદ્ધ ખોટા સાક્ષીઓ ઊભા કરીને આવી સજા મને કરાવી છે.

 

 

ત્રીજા કેદીને પણ રાજાએ આવો જ પ્રશ્ન પૂછ્યો.  કેદીએ વિનમ્રતાથી અને વિવેકથી એનો પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘મહારાજ, આવો અપરાધ શહેરમાં થયો ત્યારે હું શહેરમાં જ ન હતો !’  આમ દરેકે પોતે નિર્દોષ હોવાની વાત કરી.  અંતે એમાંથી એક આવ્યો અને ’કહ્યું, ‘મહારાજ, ચોરી તો મેં કરી છે.  મને ખૂબ ભૂખ લાગી હતી અને ભોજન ખરીદવા મારે પૈસાની જરૂર હતી.  હું પકડાયો અને મને લાગે છે કે એ લોકોએ મને સાચી સજા કરી છે !’

 

 

રાજાને એ જાણીને આનંદ થયો કે આટલા કેદીઓમાંથી એકાદ એવો માણસ નીકળ્યો કે જેણે પોતાની સાચી વાત કરી.  એની પ્રમાણિકતા અને સત્યનિષ્ઠા જોઇને રાજાને એના પ્રત્યે સહાનુભૂતિ થઇ.  થોડી વાર વિચાર કરીને રાજાએ મોટાં અવાજે આ શબ્દો ઉચ્ચાર્યા, ‘મને લાગે છે કે આ બધા નિર્દોષ લોકોની સંગાથે રહીને તું વધારે બગડ્યો છે.  એટલે તને કોઈ બીજી અલગ જગ્યાએ મૂકવો જોઈએ !’

 

 

આમ કહીને રાજાએ એ સાચું બોલનાર પ્રમાણિક કેદીને માફી આપી અને જેલમાંથી છોડી મૂક્યો.

 

 

સ્વામી વિવેકાનંદનાં માતાએ એક વખત નાના નરેન્દ્રને શિખામણ આપતાં કહ્યું હતું, ‘બેટા ગમે તે પરિસ્થિતિમાં હંમેશાં સત્યને વળગી રહેજે.  સત્યથી અળગો ન થતો.’

 

 

(સ્વામી રાઘવેશાનંદકૃત ‘વેલ્યુ ઓરિએન્ટેડ મોરલ લેસન્સ -૪’ માંથી)

 

 

(રા.જ. ૧૧-૧૨(૩૮)/૩૬૦)  

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.