કબજિયાત એટલે બધા રોગનુ મૂળ…

કબજિયાત એટલે બધા રોગનુ મૂળ…
ડૉ. અંકિત પટેB.H.M.S

 

consipation.1

 

આપણે આજે કબજિયાત વિશે સમજીશું …

 

કબજીયાત એટલે કુદરતી હાજતે જવામા અનિયમિતતા કે પછી નિયમિત હોવા છતાં કુદરતી હાજતે જતી વખતે ખુબ ખુબ જોર લગાવવુ પડે અથવા એ વખતે કાંઇ પણ પ્રકાર ની તકલીફ થવી અથવા કુદરતી હાજતે જઇ આવ્યા પછી પણ એવો એહસાસ રેહવો કે પુરેપુરા ફ્રેશ થવાયુ નથી. આ ૪ પ્રકાર ની વિશેષતા માથી કોઇ પણ એક થી જો તમે હેરાન થતા હો તો તમે કબજીયાતથી હેરાન થઇ રહ્યા છો એવુ કહી શકાય.

 

કારણો :-

 

consipation

 

કારણો ને બે ભાગ મા વહેંચી શકાય છે.

 

૧) પાચનતંત્રને લગતા કારણો –

 

– ખોરાક માં અપુરતો ફાઇબર વાળો ખોરાક

– પાચન તંત્ર ના માર્ગ માં કોઇ પણ પ્રકાર નો અવરોધ જેમ કે કોઇ પણ પ્રકાર ની ગાંઠ, સોજો કે જન્મજાત ખોડ-ખાંપણ, આંતરડામાં આંટી પડી જવી

– આંતરડા ની શિથીલતા એટલે કે આંતરડા ના હલન ચલન ના જ કારણે જ એની અંદર ના પદાર્થ આગળ ધપતા હોય છે એટલે જો આંતરડા ની હલન ચલનની પ્રક્રિયા જો મંદ પડી જાય તો કબજીયાત ની તકલીફ થતી હોય છે.

– અમુક પ્રકાર ની દવાઓના કારણે કબજીયાત થઇ શકે છે જેમ કે હિમોગ્લોબીન ( લોહતત્વ ) વધારવા માટે વપરાતી આઇરન ( iron ) ની ગોળીઓ, એન્ટીડીપ્રેશન્ટ દવા જે માનસિક રોગીને આપવામા આવે છે આ પ્રકાર ની દવાઓના કારણે કબજીયાત થઇ શકે છે.

 

 

૨) પાચનતંત્ર સિવાયના કારણો –

 

– ડાયાબિટીસ , હાઇપોથાઇરોઇડિસમ ( જેમા થાઇરોઇસ નામનો અંત;સ્ત્રાવ ની માત્રા ઓછી થઇ જાય છે. ) જેવા જટીલ રોગ ના કારણે

– ગર્ભાવસ્થા ( પ્રેગ્નેન્સી )

– કરોડ રજ્જુ ને લગતા રોગો કે તેમા થયેલી કોઇ ઇન્જુરી,

– ડિપ્રેશન

 

 

લક્ષણો-
આમ જોઇએ તો કબજીયાત એ બહુ મોટો રોગ નથી પણ એ એટલો નાનો પણ નથી કે જેને આપણૅ અવગણવો જોઇએ કેમ કે શરીર ના નકામા તત્વો નો યોગ્ય સમયે નિકાલ ન થાય તો એ બીજા રોગોને માટે મોકળુ મેદાન સર્જી આપે છે. આમ એના કોઇ પણ સ્પેશિફીક લક્ષણ નથી પણ નીચે પ્રમાણે એને ક્લાસિફાય કરી શકાય.

 

• કુદરતી હાજતે જવામા અનિયમિતતા

 

• કુદરતી હાજતે જતી વખતે ખુબ ખુબ જોર લગાવવુ પડે

 

• કુદરતી હાજતે જઇ આવ્યા પછી પણ એવો એહસાસ રેહવો કે પુરેપુરા ફ્રેશ થવાયુ નથી.

 

 

ડાયાગ્નોસિસ –

 

આમ તો ઉપર પ્રકાર ના લક્ષણોની હાજરી થી એ સ્પષ્ટ થઇ જાય છે કે વ્યક્તિ કબજીયાત થી પીડાય છે પરંતુ અહી ઇ સમજવુ ખુબ જ જરુરી છે કે કોઇ બીજી તકલીફ્ના કારણે તો કબજીયાત નથી થઇ ને? એટલે નીચે પ્રમાણે ના ટેસ્ટ કરાવવા જરુરી છે.

 

બેરિયમ એનિમા ટેસ્ટ કે જેના દ્વારા આપણને ઇ ખબર પડી શકે કે આંતરડાના નીચેના ભાગ તથા મળમાર્ગ મા કોઇપણ પ્રકારનો અવરોધ કે જે ગાંઠ ના સ્વરુપ હોય છે.

 

સારવાર –

 

• હંમેશા પાણી પેહલા પાળ બાંધવી એવી ગુજરાતી મા કહેવત છે એના ન્યાયે જો ખોરાક માં કાંઇ ફેર-બદલ કરવામા આવે તો કબજીયાત ને રોકી શકાય છે.
• ખોરાક મા ભરપુર પ્રમાણ મા ફાઇબર હોય એવો ખોરાક ખુબ જ લાભદાયી નીવડે છે.
• ઇસબગુલ એ કુદરત તરફ થી મળેલુ વરદાન છે કબજીયાત માટે. દરરોજ રાત્રે સુતી વખતે પોતાની તાસીર મુજબ જો ઇસબગુલ ને પાણી અથવા દહી મા મિક્સ કરીને લેવામા આવે તો કબજીયાત મા ઘણો ફાયદો થાય છે.
• જમીને તરત જ જો ડાબા પડખે સુવાથી ખોરાક નુ પાચન સારુ થાય છે અને કબજીયાત મા આરામ મલૅ છે.
• પુરા દિવસ દરમિયાન જો પાણી ખુબ સારી માત્રામાં પીવા મા આવે તો કુદરતી હાજતે વખતે પડતી તકલીફો મા ઘટાડો થઇ શકે છે.
આ ઉપરાંત હોમિઓપથી દ્વારા તમે કબજીયાત અથવા તેનાથી થતી બીજી તકલિફો નુ નીવારણ કરી શકાય છે.

 

 

ઉપયોગી દવાઓ –

 

નક્સ વોમિકા

ચાઇના ઓફિસીનાલિસ

પ્લમ્બમ મેટાલીકમ

કારબો વેજિટાબીલીસ

 

વગેરે દવાઓ હોમિયોપથી મા કબજીયાત માતે ઉપયોગી છે…

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

પેટ અને આંતરડા નાં રોગ વિશેની જાણકારી અને તેના ઉપચાર અંગની પ્રાથમિક માહિતી ડૉ.અંકિત પટેલ (અમદાવાદ) દ્વારા  હવે પછી નિયમિત રીતે બ્લોગ પર આપ સર્વે માણી શકો તેવી અમારી નમ્ર કોશિશ રહેશે.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે અમોને તેમજ ડૉ. અંકિત પટેલ ને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે.