“ઓવેરિયન સિસ્ટ -અબોલ છતાં થકવી નાખતી તકલીફ “- અને હોમિયોપેથી

“ઓવેરિયન સિસ્ટ -અબોલ છતાં થકવી નાખતી તકલીફ “- અને હોમિયોપેથી …

ડૉ. ગ્રીવા માંકડ … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

મિત્રો … ‘સ્વાસ્થય નો મીઠો સ્વાદ અને હોમીઓપેથી’ શ્રેણીને વધુ આગળ વધારવા માટે આપણને ડૉ.ગ્રીવા માંકડ નો સાથ અને સહકાર મળી રહ્યો; તેમના દ્વારા સ્ત્રી રોગો વિશે જાણકારી આપતા લેખ – ‘દાદીમા ની પોટલી’ પર નિયમિત આપણે માણતા આવીએ છીએ. આપના દ્વારા તેમની મૂકેલી પોસ્ટ પર ખૂબજ સુંદર પ્રતિભાવ અમોને સતત મળ્યાં છે., જે બદલ અમો આપના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

સ્ત્રી રોગ વિશેની શ્રેણી ને આજે વધુ આગળ વધારીએ, સ્ત્રી રોગ વિશેનો આ બારમો લેખ છે; “ઓવેરિયન સિસ્ટ …  જે સ્ત્રીના …- અબોલ છતાં થકવી નાખતી તકલીફ” તે વિશેનો છે. –

 

  ‘દાદીમા ની પોટલી’ પર આજનો લેખ મોકલવા બદલ અમો ડૉ.ગ્રીવા માંકડ ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

વાચકમિત્રો અગાઉના લેખમાં આપણે ‘યુટેરાઇન પ્રોલેપ્સ’ …..ગર્ભાશયનું ખસવું એ તકલીફ વિષે સમજયા આ વખતે આપણે “ઓવેરિયન સિસ્ટ -અબોલ છતાં થકવી નાખતી તકલીફ’’ વિશે સમજીશું….

 

સ્ત્રીમાં ગર્ભાશયની આજુબાજુ અંડપીંડ નામની પ્રજનનક્ષમ ગ્રંથીની જોડ ગોઠવાયેલી હોય છે.  જે બદામ જેવો આકાર અને કદ ધરાવે છે.   બંને અંડપિંડો અન્તઃસ્ત્રવોની અસરથી સ્ત્રીબીજનું નિર્માણ કરે છે તેમજ તે સ્ત્રીમાં અન્તઃસ્ત્રવોનો મુખ્ય સ્ત્રોત છે.

 
સામાન્ય રીતે સ્ત્રીમાં અન્ડ પીંડ માં સેંકડો કોશિકાઓ(follicles) આવેલી હોય છે.  જેમાંથી કોઈ એક જરૂરી અંતઃસ્ત્રાવની મદદથી પૂર્ણ પરિપકવ થાય છે.   જે સ્ત્રીબીજ તરીકે નિર્માણ પામે છે હવે આ માં કોશિકા પરિપકવ થઈને તૂટવાની પ્રક્રિયામાં જો કોઈ કારણોસર ખલેલ પહોંચે તો એ સીસ્ટનું નિર્માણ થાય છે.

 
સ્ત્રીના પ્રજનન કાળ દરમિયાન કોઈ સમયે કોઈ એક કે બંને અંડપિંડમાં થતા પ્રવાહીસ્ત્રાવને પરિણામે પાતળી દીવાલથી ઘેરાયેલી રચનાને ઓવેરિયન સિસ્ટ કહે છે.

 

આ પ્રકારની સિસ્ટ ને ફન્કશનલ કે સિમ્પલ સિસ્ટ પણ કહેવાય છે.  સામાન્ય રીતે કોઈ પણ એક જ અંડપીંડ માં બનતી હોય છે.  પરંતુ કેટલાક કેસીસમાં બંન્ને મા પણ થઇ શકે.

 

સ્ત્રીની પ્રજનનક્ષમ ઉમર દરમિયાન કોઈ પણ ગાળામાં આ પ્રકારની સીસ્ટ જોવા મળે છે. લગભગ તમામ પ્રકારની સીસ્ટ બીનાઇન એટલે કે નોન કેન્સરસ હોય છે.

અંડ પિંડ માં સામાન્ય સ્થિતિમાં અડધા ઈંચથી પણ નાના કદની સીસ્ટ જોવા મળી શકે.

 

નીચે મુજબના લક્ષણો ધરાવતી સ્ત્રીઓમાં ઓવેરિયન સીસ્ટ થવાનું કે હોવાનું જોખમ રહેલું છે.

 

જેઓને ભૂતકાળમાં થયેલ હોવું
 

 માસિકની અનિયમિતતા હોવી
 

 શરીરના ઉપરના અંગોમાં વધુ મેદસ્વીતા હોવી
  

  ૧૧  વર્ષ કે તેથી નાની ઉમરમાં જ સૌ પ્રથમ વખત માસિક શરુ થયેલ હોવું

 

 વંધ્યત્વ હોવું
 

 વંધ્યત્વની સારવાર ગોનેડોટ્રોપીન પ્રકારની દવાઓથી થતી હોવી
 

 હીપોથાયરોઈડીઝમ (થાયરોઈડ )હોવું
 

ટેમોક્સીફેન પ્રકારની દવાઓ (જે સ્તન કેન્સરની સારવાર માટે વપરાય છે )લીધેલી હોવી 

 

 

• ઓવેરિયન સિસ્ટના લક્ષણો :

 

 

• ઘણા કિસ્સામાં કોઈ પ્રકારના લક્ષણો દેખીતી રીતે જોવા નથી મળતા.
 
• પેટના ભાગમાં દબાણ અથવાતો દુખાવો થવો
 
• પેડુમાં દુખાવો થવો
 
• કમરની નીચે તેમજ સાથળમાં જીણો જીણો દુખાવો થવો
 
• સંભોગ સમયે દુખાવો થવો
 
• વજન વધવું
 
• માસિક સમયે દુખાવો થવો
 
• માસિકમાં અનિયમિતતા
 
• યોનિમાર્ગમાં હળવો દુખાવો તેમજ તેમાંથી અનિયમિત રીતે ડાઘા પાડવા
 
• ઉબકા ઉલટી થવા
 
• વંધ્યત્વ

 

 

ઓવેરિયન સિસ્ટ ના પ્રકાર :

 

 

૧]  ફોલીક્યુલાર સીસ્ટ

 

અંડાશય માં થી સ્ત્રીબીજ એટલે કે સ્ત્રીબીજ બનવાની પ્રક્રિયા જયારે ન થાય ત્યારે બનતી સી સ્ટ ને ફોલ્લીક્યુલાર સીસ્ટ તરીકે સમજવામાં આવે છે .એ લગભગ 2 ઇંચ જેટલી વિકસિત થઇ શકે છે.  આ પ્રકારની સીસ્ટ જયારે તૂટે છે ત્યારે સામાન્ય રીતે પેટમાં ખુબ દુખાવાની ફરિયાદ રહે છે.

 

૨]ડર્મોઈડ સીસ્ટ

 

જરા આશ્ચર્ય ઉપજાવે એ રીતે બને છે .તેની અંદર વાળ, ત્વચા કે દાંત જેવી પેશી જાળ જોવા મળે છે.

 

૩]  ચોકલેટ સીસ્ટ કે એન્ડોમટ્રીઓમા

 

એટલે એવી સ્થિતિ જેમાં જે કોશો સામાન્ય રીતે ગર્ભાશય માં વિકાસ પામતા હોય તે ઓવરીમાં વિકસિત થવાનું શરુ થઇ જાય.  જેને એન્ડો મેટ્રીઓસીસ કહેવાય છે.  આ  સ્થિતિ માં જેમ ગર્ભાશય દ્વારા માસિકસ્ત્રાવ થાય છે એમ માસિકના સમયે અંડ પીંડમાં પણ ક્યારેક એજ રીતે ભૂરા કલરનો સ્ત્રાવ થાય છે.  જેને ચોકલેટ સીસ્ટ કહે છે.

 

૪]  પોલીસીસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ

 
એટલે એવી સ્થિતિ જેમાં બંને અંડ પિંડમાં એકસાથે વધુ સંખ્યામાં સીસ્ટ હોવી.
આ પ્રકારની તકલીફનો વ્યાપ ખુબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે સ્ત્રીમાં ખુબ જ ઓછી માત્રામાં એવા અંતઃસ્ત્રાવો પણ હોય છે જે પુરુષ માં મુખ્ય અંતઃસ્ત્રાવો તરીકે રોલ નિભાવે છે.  અમુક વાર કોઈ સ્ત્રીમાં જો એ પુરુષ અન્તઃસ્ત્રાવનું પ્રમાણ સામાન્ય માત્ર કરતા વધી જાય તો તેને આ પ્રકારની તકલીફ થવાની શક્યતાઓ વધી જાય છે.

 

૫]  સીસ્ટેડેનોમા સીસ્ટ

 
આ પ્રકારની સીસ્ટ અંડપિંડ ની બહારની સપાટીના કોષોમાં થી બને છે.

 

૬]  હેમોરેજીક સીસ્ટ
અંડ પિંડમાં રહેલી સીસ્ટમાં જયારે રક્તસ્ત્રાવ થાય છે ત્યારે આ પ્રકારની હેમોરેજીક સીસ્ટ જોવા મળે છે.

ultra sound immage.1

An ovary containing small cysts on endovaginal ultrasound (looks similar to a chocolate chip cookie).

 

 

ultrsound imaage.2

 

An ultrasound image of a functional ovarian cyst. The round, dark, bubble like structure is a cyst present on the ovary.

 

ઓવેરિયન સિસ્ટના ઉપાયો:

 

હોમિયોપેથીમાં એવી ઘણી દવાઓ છે જે અન્તઃસ્ત્રાવી નિયમનને બેલેન્સ કરી આપે છે, એમાંય  ખાસ કરીને સ્ત્રીની પ્રકૃતિને સમજીને અપાયેલી દવા ખુબ સચોટ રીતે અસર કરે છે.

 

અમુક કિસ્સામાં જેમાં ઓવેરિયન સિસ્ટને પરિણામે માસીક્સ્ત્રાવની અનિયમિતતા કે સદંતર અભાવ જે એક સ્રી માટે અભિશ્રાપ સમાન છે, જેને પરિણામે વ્યંધત્વ ની મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે તેમાં હોમિયોપેથી શ્રેષ્ઠ ઉપાય છે.  વધુમાં, ક્યારેક થતા અતિશય દુખાવામાં અમુક દવાઓ અક્સીર કામ આપે છે.  મુખ્યત્વે નીચે મુજબની દવાઓ ઓવેરિયન સિસ્ટના લક્ષણો પર કાબુ મેળવવામાં,  કોમ્પ્લીકેશન્સ નાબુદ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.

 

 

Apis mellifica

Lachesis

Belladonna

Lycopodium

Conium mac

Sepia

Platina

Phytolacca

Natrum mur

Thuja

Mercurius

Graphites

Colocynth

podophyllum

Ars alb

Lilium tigrinum

 

 

પ્લેસીબો :

 

ઘણી વખત દવા તરીકે બહારથી અપાતી હોર્મોનલ પીલ્લ્સ લઈને કામચલાઉ ધોરણે ફાયદો મેળવવાથી હાશકારો અનુભવવા કરતા જે તેને કાયમ માટે જ નાબુદ કરી આપે એવી દવા કરાવવી વધુ હિતાવહ છે.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

ડૉ.ગ્રીવા માંકડ સફળ હોમીઓપેથીક પ્રેક્ટીસ કરી રહ્યા છે, તેઓ દર્દી ને સમજવા માં ખુબ નિપુણ અને દવાઓના પ્રિસ્ક્રીપ્શન માટે પણ ખુબ નિપુણ છે. અન્ય કલીનીકો જોવા ની સાથે સાથે તેઓ સ્વાસ્થ્ય હોમીઓપેથીક કલીનીક માં ખાસ સ્ત્રી રોગ અને બાળ રોગો નો વિભાગ સંભાળે છે, ને જેમાં તેમનો બહોળો અનુભવ પણ છે. હોમીઓપેથી સાથે તેઓ રેકીમાં પણ નિષ્ણાંત છે, અને દર્દી ને રેકી આપીને પણ ફાયદો આપી શકે છે. તેમણે રેકી વિષય સાથે એમ.ડી. પણ કરેલું છે. ઉપરાંત તેઓ ફૂડ અને ન્યુટ્રીશન વિષે પણ સલાહ આપતા રહે છે.

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે, તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

નોંધ :

આપ સર્વે ને જણાવતાં  ડૉ. પાર્થ માંકડ દ્વારા સ્વાસ્થય તેમજ  રોગોની પ્રાથમિક  જાણકારી આપ સમક્ષ વિડ્યો સ્વરૂપે દ્રશ્યમાન તેમજ શ્રવણ કરી શકો તે વ્યવસ્થા અહીં બ્લોગ પર ડૉ. પાર્થભાઈનાં સાથ અને સહકારથી આપણે શરૂ કરી આપેલ છે, ડૉ. ગ્રીવા  માંકડ છાયા નાં લેખ તો નિયમિત આપને માણવા મળશે જ પરંતુ આ પ્રકારની  અલગ વધારાની સુવિધા જે શરૂ કરેલ છે, તેનો લાભ જરૂરથી લેશો. ઉપરોક્ત સુવિધા શરૂ કરવા બદલ અમો ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા માંકડ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

કદાચ આપને  ઉપરોક્ત પોસ્ટની લીંક માણવાનું રહી ગયું હોય તો ચિંતા કરશો નહિ… આ સાથે નીચે જણાવલે લીંક પર ક્લિક કરવાથી વિડીયો કલીપ સાથેની લીંક માણી શકાશે.

ડૉ.પાર્થ માંકડ દ્વારા  વિડ્યો (કલીપ) – પોસ્ટ લીંક જોવા અને માણવા માટે અહીં  નીચે દર્શાવેલ લીંક પર  ક્લિક કરશો : 

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …

 

 

આજના સમયમાં  રોગ અને તેની ઉપલબ્ધ સારવાર અંગે દરેકને સ્વાસ્થ્ય અંગેની પ્રાથમિક જાણકરી મળી રહે તેવી અમારી સતત કોશિશ છે, તે પાછળ અમારો કે અહીં બ્લોગ પર સેવા આપતા કોઇપણ તજજ્ઞ ડૉ. પરિવારનો કોઈ જ પ્રકારનો કોમર્શિયલ હેતુ નથી જેની નોંધ લેવા વિનંતી.

 

આપના પ્રતિભાવ એ જ અમારું મૂલ્ય અને પ્રેરણા છે, આભાર !

‘દાદીમા ની પોટલી’