અધધ…! સંગીત સાંભળવાના આટલા બધા છે ફાયદા …

અધધ…! સંગીત સાંભળવાના આટલા બધા છે ફાયદા …

 

 

saaz

 

 

જો તમે મનગમતું સંગીત સાંભળશો, તો સંગીત સાંભળવાથી મન શાંત થશે. સંગીતની સાથોસાથ તમે કોઇ વાજિંત્ર વગાડવાનો શોખ પણ કેળવી શકો છો. જેમ કે, જો તમે ગિટાર વગાડવાનો શોખ ધરાવતાં હો, તો સ્ટ્રેસ અનુભવો ત્યારે ગિટાર વગાડવાથી તમને સારું લાગશે.

 

સંગીત આપણા મૂડને બદલીને અત્યંત થોડા જ સમયમાં તાણના સ્તર (સ્ટ્રેસ લેવલ)ને ઘટાડે છે. ડોક્ટર્સના મતે, સંગીત દ્વારા આપણા સ્નાયુઓને આરામ મળે છે અને એ આરામને લીધે આપણે તાજગી અનુભવીએ છીએ.

 

જો તમે ઇચ્છવા છતાં તમારા રોજિંદા જીવનમાં સંગીતને સામેલ ન કરી શકતાં હો, તો એક નિષ્ણાત મ્યુઝિક થેરપિસ્ટની મદદ લઇ શકો છો. ધીમે ધીમે તમને તેમાં રસ વધતો જશે. થેરપિસ્ટ તમારી સમસ્યા પ્રમાણે વિવિધ પાસાં જેમ કે, શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક, સૌંદર્ય અને અધ્યાત્મ વગેરે પર કાર્ય કરે છે.

 

સંગીત દરેક વ્યક્તિને જુદા જુદા સ્તરે રાહત પ્રદાન કરે છે. તે આપણને શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક પાસાંમાં મદદ કરે છે. વિજ્ઞાનના મતે, સંગીત આપણા મૂડને તાજગીભર્યો રાખે છે. સંગીત થેરપી કઇ રીતે કામ કરે છે અને તેનાથી શા લાભ થાય છે, તે વિશે જાણીએ…

 

સંગીત અપનાવો …

 

તમે જ્યારે પરેશાન હો અને કંઇ ગમતું ન હોય, ત્યારે ઉદાસ થઇ જાવ છો અને ઉદાસીને લીધે મનમાં નકારાત્મક વિચારો આવે છે. નકારાત્મકતાની સ્થિતિ સુધી પહોંચતાં પહેલાં જ તમે એવું કોઇ પગલું ભરો જેના લીધે તમે સારું અનુભવી શકો. તમે સંગીત દ્વારા મનને ખુશ કરી શકો છો. એક વાત મનમાં નક્કી કરી લો કે તમારા જીવનને ખુશાલીભર્યું બનાવવા માટે તમે સક્ષમ છો.

 

જો તમે મનગમતું સંગીત સાંભળશો, તો સંગીત સાંભળવાથી મન શાંત થશે. સંગીતની સાથોસાથ તમે કોઇ વાજિંત્ર વગાડવાનો શોખ પણ કેળવી શકો છો. જેમ કે, જો તમે ગિટાર વગાડવાનો શોખ ધરાવતાં હો, તો સ્ટ્રેસ અનુભવો ત્યારે ગિટાર વગાડવાથી તમને સારું લાગશે.

 

અત્યંત ઉપયોગી થેરપી

 

સંગીત આપણા મૂડને બદલીને અત્યંત થોડા જ સમયમાં તાણના સ્તર (સ્ટ્રેસ લેવલ)ને ઘટાડે છે. ડોક્ટર્સના મતે, સંગીત દ્વારા આપણા સ્નાયુઓને આરામ મળે છે અને એ આરામને લીધે આપણે તાજગી અનુભવીએ છીએ. કેટલીક પરિસ્થિતિમાં તો સંગીત દવાનું કામ પણ કરે છે. જેમ કે,

 

-તાણ, ચિંતા અને બેચેની ઘટાડવામાં મદદરૂપ થાય છે.

 

-આ થેરપી દરેક વયની વ્યક્તિ માટે ઉપયોગી છે.

 

-મનગમતું સંગીત સાંભળવાથી હૃદય સંબંધિત તકલીફમાં ફરક પડે છે.

 

-વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર, સંગીત સાંભળવાથી ડિપ્રેશન દૂર થાય છે અને બેચેનીમાં ઘટાડો થાય છે.

 

-સંગીત દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે, જે અન્ય કાર્યો કરવામાં ઉપયોગી છે.

 

-મ્યુઝિક થેરપીનો ઉપયોગ માથાનો દુખાવો, શરદી વગેરે જેવી રોજિંદી શારીરિક તકલીફોને દૂર કરવા માટે પણ થઇ શકે છે.

 

-માનસિક રોગીઓ માટે પણ સંગીત ચમત્કારી ઇલાજરૂપ પુરવાર થાય છે.

 

-સંગીત ચયાપચયની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, સ્નાયુઓની શક્તિ વધારે છે, શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર પણ હકારાત્મક અસર કરે છે.

 

-સંગીત દ્વારા નાના બાળકોને કોઇ પણ બાબત સહેલાઇથી યાદ કરાવી શકાય છે. આજકાલ તો સ્કૂલોમાં પણ સંગીત દ્વારા બાળકોને પાઠ યાદ કરાવવામાં આવે છે.

 

જ્યારે તમે કહો હા, મન કહે ના…

 

જો તમે ઇચ્છવા છતાં તમારા રોજિંદા જીવનમાં સંગીતને સામેલ ન કરી શકતાં હો, તો એક નિષ્ણાત મ્યુઝિક થેરપિસ્ટની મદદ લઇ શકો છો. ધીમે ધીમે તમને તેમાં રસ વધતો જશે. થેરપિસ્ટ તમારી સમસ્યા પ્રમાણે વિવિધ પાસાં જેમ કે, શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક, સૌંદર્ય અને અધ્યાત્મ વગેરે પર કાર્ય કરે છે. તે તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવામાં અને વધારે સારું કરવામાં તમારી મદદ કરશે. આ પ્રક્રિયા સંગીત થેરપીની બારીકાઇ સમજવામાં પણ મદદરૂપ થશે.

 

વિવિધ પ્રકારનું સંગીત …

 

જુદા જુદા પ્રકારનું સંગીત આપણા પર વિવિધ રીતે અસર કરે છે. જ્યારે પણ આપણે સંગીત અથવા તો કંઇ અવાજ સાંભળીએ છીએ, ત્યારે આપણું મગજ કામ કરવા લાગે છે. સંગીતની કેટલીક મહત્વપૂર્ણ અવસ્થા વિશે જાણવાથી તમે આપોઆપ તે સમજવા લાગશો…

 

પ્રથમ, ચાલવા જતી વખતે સંગીત સાંભળીએ, તો આપણી ચાલ પહેલાની સરખામણીએ ઝડપી બની જાય છે. આને મનોરંજક સંગીતની શ્રેણીમાં ગણવામાં આવે છે.

 

બીજું, આ જ પ્રમાણે જ્યારે આપણે ઉદાસ કે ખુશ હોઇએ, ત્યારે આપણા મૂડ પ્રમાણે સંગીત સાંભળીએ છીએ. ખુશી અને દુ:ખ બંને સ્થિતિ વ્યક્ત કરવામાં સંગીત આપણી મદદ કરે છે.

 

ત્રીજું, સંગીત ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ આપણને મદદ કરે છે. આ બાબતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. બે બાળકીઓ તેમની દાદી સાથે રમતી હતી. એમના કાને જેવો કોઇ પુરુષના ગણગણવાનો સ્વર સંભળાયો કે તેઓ એની તરફ જોવા લાગી. પહેલાંનાં જમાનામાં પણ ધ્વનિ યંત્રો દ્વારા સંદેશા મોકલવામાં આવતા.

 

ચોથું, સુગંધ પછી સંગીત જ એવું તત્વ છે, જે આપણી સ્મૃતિને તાજી કરવામાં અને પાછી લાવવા માટે સક્ષમ છે.

 

સૌજન્ય : દિવ્યભાસ્કર 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
બ્લોગ પોસ્ટ પર ના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.