|| ૨૧ મુ શિક્ષાપત્ર || અને (૨૨) દેખો દેખો હરિ જુ …(પદ) …

|| ૨૧ મુ શિક્ષાપત્ર || …

 

 pushti prasad 22

આજે ૨૧મું શિક્ષાપત્રમાં આગળ વધીએ તે પહેલા, આપણે ગતાંકમાં જોઈ ગયેલ … ૨૦મું શિક્ષાપત્ર  તરફ થોડુ ધ્યાન કરી લઈએ …

 

 

વીસ(૨૦)માં શિક્ષાપત્રના શ્લોકોમાં, આપણે જોયું કે શરણાગત જીવના કર્તવ્યો, લોકનિંદાનો ભય ન રાખવાનો. લૌકિક કાર્યોમાં આશક્તિ ન રાખવાની, ભગવદભાવ વધારવા સત્સંગ નિત્ય અને નિયમિતતાથી રાખવો, અષ્ટાક્ષર મંત્રનું “શ્રીકૃષ્ણ: શરણંમમ || સતત રટણ કરવું. શ્રી પ્રભુમાં, શ્રી ઠાકોરજીમાં અવિશ્વાસ કરાર ક્યારેય ન કરવો, શ્રી પ્રભુમાં પૂર્ણપણે વિશ્વાસ રાખવો; પ્રભુ પોતાના ભક્તોનું કદાપી અને ક્યારેય અહિત કરતા નથી….  

 

શ્રી હરિરાયજી પ્રભુચરણકૃત આ ૨૧માં શિક્ષાપત્રમાં દશ શ્લોકો અલંકૃત થયેલા છે. પ્રથમ શ્લોક.

 

ભક્તિમાર્ગસ્તિરોભૂતઃ તથા સંગ સતામપિ ।
તતો ભાવસ્ય શૈથિલ્યં તદભાવેડખિલો વૃથા ।।૧।।

 

ભક્તિમાર્ગ તિરોભૂત થઈ ગયો છે. સંતપુરુષોનો સંગ પણ તિરોભૂત થઈ ગયો છે, એથી સેવાભાવનામાં શિથિલતા આવી જાય છે. જો સેવાભાવનો અભાવ થાય તો પછી બધું જ વૃથા છે.

 

બીજા શ્લોકમાં કહે છે કે …

 

ભક્તિમાર્ગીયતાભાવે ક્રિયામાયં હિ કર્મવત્ ।
તત્રાપિ ન મનઃ સ્થૈર્યવિક્ષેપાદ્ વ્યવહારતઃ ।।૨।।

 

જો ભક્તિમાર્ગીયપણાનો અભાવ હોય તો ભાવ વગરની ભક્તિ અને સેવા અધૂરી ગણાય છે જેને કારણે સેવાની ક્રિયા માત્ર કર્મકાંડ જેવી બની જાય છે., અને કર્મકાંડ વગરની સેવા વિપેક્ષિત બની જવાથી મનની સ્થિરતા જળવાતી નથી.

 

આથી શ્રી આચાર્યચરણ શ્રી હરિરાયજી ત્રીજા શ્લોકમાં સ્પષ્ટ જણાવતાં કહે છે કે …

 

વ્યવહારોડપ્પસિધ્ધમે દ્વિશેષક્ષોભહો મતઃ।

 

આમ વ્યવહાર પણ સિધ્ધ થતો નથી તેથી ઘણો જ ક્ષોભ થાય છે જો વ્યવહારનો અભાવ હોય કોઈપણ સામાજિક, લૌકિક કાર્ય વ્યવહાર ન કરી શકાય તો …

 

તદભાવે તું ગાર્હસ્થપ્રકારૈ, સવેનંકૃતઃ ।।

 

ગૃહસ્થાશ્રમનાં પ્રકારથી સેવા અને સેવા પ્રકાર શી રીતે કરવા તે સમજાવતાં શ્રી હરિરાયજીચરણ ચોથા શ્લોકમાં સમજાવતાં કહે છે કે જીવોએ વેપાર, ધંધો, નોકરી, આર્થિકતા વગેરે વડે જ્યારે નાણાં કમાતી વખતે વ્યાવૃતિ કરે છે ત્યારે બુધ્ધિમા દ્રઢતા રહેતી નથી તેથી વ્યાવૃતિ દરમ્યાન જીવ જો સતત પ્રભુનું નામ નિવેદન અને સ્મરણ મનન કરતો રહે ત્યારે જ જીવોમાં બુધ્ધિની દ્રઢતા થાય છે આથી શ્રી હરિરાયજીચરણ કહે છે કે …

 

સતતં નિવેદનવિંદીતંનેઃ ।

 

તેમાં પણ સારા સારા ભગવદીયોનો સહભાવનું નિરૂપણ કરેલ છે. સત્પુરુષોના સહભાવનું નિરૂપણ કરેલું છે, પણ કાળનો પ્રવાહ, પ્રભાવને કારણે આવા સદ્પુરુષો, ભગવદીયો સત્સંગ માટે અતિ અપ્રાપ્ય અને દુર્લભ છે. શ્રી હરિરાયજીચરણ ગ્રંથમાં આજ્ઞા કરતાં કહે છે કે આપણી સેવા મન વિનાની ક્રિયાત્મક બની ગઈ છે, કારણ કે કલિયુગમાં ભક્તિ અને ભક્તિમાર્ગ દુઃસાધ્ય બની બની ગયો છે તેથી સેવા પણ સ્વાર્થી બની ગઇ છે.જીવનમાં અને જીવનનાં દરેક ક્ષેત્રમાં આપ-લે ની વૃતિ વધુ થઈ ગઈ છે કંઈક લઈ કંઈક દેવાની, દરેક કાર્યમાં કાંઇક મળે છે તેથી જ તે કાર્ય કરાય છે, પ્રસાદ મળે છે માટે ભેંટ ધરાય છે તેવી વૃતિઑ અને પ્રવૃતિઓ કરાય છે. આ કથન એકદમ સત્ય છે. સેવા થતી હોય પરતું મન જુદા જુદા તરંગોમાં લહેરાતું હોય છે, કોઈકનું કશુંક લઈ લેવાનું, પડાવી લેવાનું, દગો કરવાનું, લીધેલું પરત નહીં કરવાનું, લુચ્ચાઈ અને કપટભર્યું વર્તન રાખવાનું આમ આવા જ પાપાત્મક વિચારમાં મન વ્યસ્ત રહેતું હોય છે.

 

આથી જ આચાર્યચરણ કહે છે કે પાપાત્મક વર્તન અને વિચારથી બચવા માટે અને જ્યારે જીવોથી સેવા અનુકૂળ ન બને ત્યારે જીવોએ સતત અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ જેથી મન લૌકિક તરફ ન દોડે કારણ કે અષ્ટાક્ષરમંત્ર જ એક માત્ર ઔષધ છે જે જીવોને લૌકિક વિષયાશક્તિઑ અને દુષ્કર્મ તરફથી વાળી શકે છે. ઘણીવાર એવું પણ થાય કે મન સેવામાં ન લાગતું હોય અને લૌકિક કાર્યો કરવા માટે મન ઝંખતું હોય છે ત્યારે ક્યારે શું કરું ને કેમ કરું તેવા વિચારોમાં રહેવાથી લૌકિક કાર્યો પણ સારી રીતે સિધ્ધ થતાં નથી થતી. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કોઈપણ સંજોગોમાં વૈષ્ણવોએ સેવા ન છોડવી કારણ કે જો આપણે લૌકિક ઈચ્છાઓ રાખીને પણ પ્રભુની સેવા કરીશું તો પણ પ્રભુ આપણાંમાં રહેલી એ લૌકિક આસક્તિઑનો નાશ કરશે કારણ કે શ્રી પ્રભુ સ્વયં અલૌકિક છે. માટે બુધ્ધિને દ્રઢ રાખીને સેવામાં ચિત્ત પરોવવું જોઈએ અને જેટલો સમય એકાગ્ર ચિત્તથી સેવા થઈ શકે તેટલો સમય સેવા આનંદપૂર્વક કરવી જોઈએ.

 

આપણે શ્રી ઠાકુરજીની સેવામાં શૃંગાર ધરીએ છીએ ત્યારે શ્રીજી ચરણ પાસે વેણુ અને વેત્રકજી(લાકડી)ધરીએ છીએ. વેણુ નાદ સાંભળવાનું ભાગ્ય તો આપણાં જેવા લૌકિક જીવો પાસે નથી કે વેત્રકજી વડે ખેલતા દેવદમન પ્યારેલાલને જોવાનું સૌભાગ્ય નથી પરંતુ આપણે દેવદમન પ્યારેલાલજીને વિનંતી તો કરી જ શકીએ છીએ કે હે પ્રભુ આપે છેડેલા વેણુનાદમાંથી એક સ્વર પણ આપ અમને સંભાળવશો તો પણ અમારું જીવવું સાર્થક છે અને આપની વેત્રક વડે મારેલો એક ઘા પણ અમારા વૈષ્ણવ ધર્મ માટે સાર્થક છે. કારણ કે આપનો આ પામર જીવ આપે ધારણ કરેલ શ્રી વલ્લભસ્વરૂપનાં માધ્યમથી આપને જ સમર્પિત થયેલો છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતાં કહે છે કે પંચાક્ષર મંત્ર અને અષ્ટાક્ષાર મંત્રનું પાલન કરવું એજ વૈષ્ણવોનો દાસ ધર્મ હોવાથી વૈષ્ણવોએ વારંવાર દિનતાપૂર્વક “દાસો અહમ, દાસો અહમનું ચિંતન શ્રીજી ચરણમાં મનથી કરવું.

 

પ.પૂ ૧૦૮ ગો. શ્રી શ્યામમનોહરજી મહારાજશ્રી (કિશનગઢ-પાર્લા) પોતાના વચનામૃતમાં આજ્ઞા કરતાં કહે છે કે સેવાનો સાચો અર્થ એ છે કે પ્રત્યેક વૈષ્ણવ તન, મન અને ધનથી પોતાના પરિવારજનો સાથે પોતાને ઘેર બિરાજતાં શ્રી ઠાકુરજીની સેવા કરે, અને જો વૈષ્ણવ પોતાના ઘરે બિરાજતા ઠાકુરની સેવા છોડીને અન્યત્ર ભટક્યા કરે છે તો તેવી સેવાને શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભ માનતા નથી કે તેવા વૈષ્ણવોની સેવા સ્વીકારતા નથી. શ્રી ગુંસાઈજી પ્રભુચરણ તો ત્યાં સુધી કહે છે કે કોઈકનું ધન, મન અને મનોરથ દ્વારા કરાતી સેવાનું જો વિભાગીકરણ કરવામાં આવે અર્થાત્ ભાગીદારીમાં સેવા કરવામાં આવે તો તે સેવાનો કોઈ અર્થ સરતો નથી આવી સેવા ન કર્યા બરાબર છે. શ્રી મહાપ્રભુજીનાં અનુયાયી તરીકે આપણને સ્વાભિમાન હોવું જોઈએ કે શ્રી મહાપ્રભુજીએ મને શ્રી કૃષ્ણ ભક્તિનો મહારથ આપ્યો છે.

 

તેનું જતનથી રક્ષા કરીશ.” અને કરો

 

હવે વિચાર કરીએ છીએ કે,

 
સંસારવૈરી કૃષ્ણોડપિ મૂઢાનેતાનુપૈજ્ઞતે |
કાલ:સતમપિ હરત્યસૌ સંપ્રતિ સન્મતિમ્ ||૯||

 

સંસાર વૈરી શ્રીકૃષ્ણ આ હૃદયમાં પધારે, ત્યાં સંસાર નાશ કરે અને તેનાથી લૌકિક દેહ સંબંધ ન બને. પણ આ જીવ અજ્ઞાની છે એટલે શ્રીકૃષ્ણની ઈચ્છા કરે છે, અને સંસારની પણ ઈચ્છા કરે છે, પણ જ્યાં સુધી સંસાર છે, ત્યાં સુધી શ્રીકૃષ્ણ નથી. જ્યારે શ્રીકૃષ્ણ કૃપા કરશે ત્યારે સંસારનો મોહ નાશ પામશે. આ કાળ દોષથી પ્રભુનું આ જ્ઞાન થતું નથી. એવો આ કઠિન કાળ, સત્પ્રાણીની મતિ – બુદ્ધિ હરી લે છે. તેથી જીવ વારંવાર સંસારની આશા ને અપેક્ષા રાખે છે. સંસાર તુચ્છ છે. ભગવાનના ગુણ જ સંસારનો નાશ કરનારા છે. આ સત્ય છે તો પણ કાળના પ્રભાવથી સત્યપુરુષની બુદ્ધિહીન થઈ ગઈ છે.

 

તેથી જ શ્રીહરિરાયચરણ આ શ્લોકથી આજ્ઞા કરે છે.

 

કાલદોષનિરાકતાં ન સંગોડસ્તિસતામપિ |
અત:સ્વેયં સાવધાનૈ: સમસ્તૈમાર્ગજીર્તિભિ: ||૧૦||

 

હે વૈષ્ણવો, તમે સર્વ ક્ષણે ક્ષણે સાવધાન રહેજો.

 

આ પુષ્ટિમાર્ગ સર્વોપરિ છે. પુષ્ટિમાર્ગમાં સર્વોપરિ છે. પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવો (તમે) રહેલા છો. માટે દુ:સંગથી સાવચેત રહેજો. ભગવદીયોનો સંગ કરો. સત્સંગ કરો. અને શ્રી આચારચિરણ શ્રીમહાપ્રભુજીના ચરણકાળમાં ચિત રાખો. શ્રી ઠાકોરજીમાં દૃઢ ભાન રાખી સેવા સુંદર, સરળ અને સ્વચ્છ મન રાખી દિલથી કરો. ભાવથી કરો, ધર્મ એ કોઈને બતાવવાની વાત નથી. ધર્મ એ હૃદયમાં અનુભવવાની બાબત છે. તમારો, આપણો, વૈષ્ણવોના હૃદયનો ભક્તિભાવે જાળવવા શ્રી પ્રભુ તમારા સંસારનો અવિધ્યાનો, મોહનો નાશ કરવા તત્પર છે. સંસારને થયો અને એ જ શ્રીપ્રભુએ કર્યું એવું વિચારાય ત્યારે ‘ભક્તિ’ નું ભાવ થયું. આ મારું માનવું સંસાર છે. આ પ્રભુનું છે એમ માનવું ભક્તિ છે. જેને તમો તમારુ બહુ જ માનશો. અને શ્રી પ્રભુ પરામુ પરામુ કરી દેવામાં ક્ષણનો પણ વિલંબ નહી કરે.

 

અંતમાં આ શિક્ષાપત્રનો સાર અને સારાંશ જોતા લૌકિકમાં લાગેલું મન પ્રભુમાં એકાગ્રથઈ શકતું નથી. કલિયુગમાં ભક્તિમાર્ગ નિરોધન થયો હોય, સાચા માર્ગે શ્રી પ્રભુની સેવા-ભક્તિ કરી શકાતી નથી. મનની એકાગ્રતા માટે દ્રઢ બુદ્ધિની જરૂરત છે.

 

બુદ્ધિની દ્રઢતા –એકાગ્રતા માટે નામ નિવેદન મંત્રનું સતત સ્મરણ, ચિંતન અતિ જરૂરી છે.

 

‘દાસો અહમ કૃષ્ણ ત્વાષ્મ’ .. હે કૃષ્ણ હું દાસ છું … આમ અત્રે ૨૧મું શિક્ષાપત્ર સંપૂર્ણ કરાય છે. સાચી જાણકારીને માટે જરૂરતી શિક્ષાપત્ર ગ્રંથનો અનુસંધાન સ્વીકારો એ જ અતિ આવશ્યક છે.

 

 

લેખક સંકલન-વ્રજનિશ શાહBOYDS-MD-U S A
[email protected]
[email protected]

 
નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 
(૨૨) દેખો દેખો હરિ જુ … (પદ) …
રચના: સૂરદાસજી

Surdasji.1

 

દેખો દેખો હરિ જુ કો એક સુભાઈ ।
અતિ ગંભીર ઉદાર ઉદધિ જાનિ સિરોમની રાઈ ।।૧।।

 
તિનકા સો અપને જન કૌ ગુન માનત મેરૂ સમાન।
સમઝ દાસ અપરાધ સિંધુ સમ બુંદ ન એકો માન ।।૨।।

 
બદન પ્રસન્ન કમલ જ્યોં સન્મુખ દેખત હો હોં ઐસે ।
વિમુખ ભયે કૃપા યા મુખ કી જબ દેખો તબ તૈસે ।।૩।।

 
ભક્ત વિરહ કાતર કરુનામયડોલત પાછે લાગે ।
“સૂરદાસ” ઐસે સ્વામી કોં કિત દિજે પીઠ અભાગે ।।૪।।

 

 

આ પદમાં શ્રી સૂરદાસજી કહે છે કે શ્રી હરિ તો સાગર જેવા અતિ વિશાળ હૃદયનાં અને ઉદાર છે તેથી તેઓ સર્વે ભક્તોનાં શિરોમણિ કહેવાય છે. જે પોતાના ભક્તોની રાઈ સમાન સેવાને પણ મેરૂ સમાન માની લે છે. તેઓ પોતાના ભક્તોનાં સમુદ્ર સમાન મોટા અપરાધને રંચકબુંદ સમાન ગણે છે. જ્યારે કોઈ દોષ યુક્ત ભક્ત પ્રભુની સમક્ષ આવે છે ત્યારે પ્રભુ તે ભક્તોના દોષને નથી જોતાં બલ્કે તે ભક્તની તરફ પણ પ્રસન્નતાપૂર્વક જોઈ પોતાની અસીમિલિત કૃપાનો અનુભવ પોતાના ભક્તોને કરાવે છે. ભક્ત ક્યારેક લૌકિકમાં તણાઈને પ્રભુની વિમુખ થઈ જાય તોફાન પ્રભુ પોતાના ભક્તોથી વિમુખ નથી થતાં, બલ્કે પોતાના ભક્તોના વિરહથી દુઃખી થઈ પોતાના ભક્તોની પાછળ પાછળ ફરે છે. પોતાના પ્રભુના ગુણગાન ગાતાં શ્રી સૂરદાસજી આપણને પૂછી રહ્યા છે કે હે હતભાગી જીવ આટલા ઉદાર મનવાળા પ્રભુ તને મળ્યાં છે તોયે તું એ પ્રભુના સેવાસ્મરણ અને ગુણગાન છોડીને, તેમની કૃપાથી વિમુખ થઈને અન્યત્રે શા માટે ભટકી રહ્યો છે?

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

પુષ્ટિદર્શન રસ સાગરને આધારિત….

 

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …