ભગવાન વિષ્ણુના દશાવતાર … (૧૦ અવતાર )…

ભગવાન વિષ્ણુના દશાવતાર  … (૧૦ અવતાર)  …

 

 

avtar.1

 

૧) ભગવાન વિષ્ણુએ પ્રત્યેક યુગે વિવિધ અવતાર ધારણ કરીને પોતાના ભક્તોની રક્ષા કરી છે. સર્જનકર્તા બ્રહ્માજી પાસેથી તેઓએ જાણ્યું કે પૃથ્વી પર મહાપ્રલય આવશે અને આ મહાપ્રલયમાં પૃથ્વી ડૂબી જશે, ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનો પ્રથમ અવતાર મત્સ્ય રૂપે લીધો છે.

 

koorm

 

૨) દેવો અનેદાનવોનાં સમુદ્રમંથન મંદરાચળ પર્વત વલોણાંની જેમ ફરી શકે તે માટે ભગવાન વિષ્ણુએ પોતાનોબીજો અવતાર કૂર્મ રૂપે ધારણ કર્યો હતો.

 

 

varaah

 

૩) પ્રલયકાળે પાણીમાં ડૂબી ગયેલી પૃથ્વીને ભગવાન વિષ્ણુએ પોતાના ત્રીજા અવતાર વરાહ રૂપે બહાર કાઢેલી અને પોતાના દંત પર ધારણ કરેલી. આ અવતારમાં તેમણે હિરણ્યાક્ષ અસુરનો વધ કરેલો

 

 

Nursinh

 

૪)  નૃસિંહવતાર એ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે જે તેમણે પોતાના ભક્ત પ્રહ્લાદની રક્ષા કાજે ધારણ કર્યો આ અવતારમાં ભગવાન નૃસિંહ રૂપે અસૂરરાજ હિરણ્યાકશિપુનો વધ કર્યો હતો.

 

 

vaaman

 

૫) પાંચમા અવતારમાં પ્રભુ વામન બનીને આવ્યાં છે તેમણે બલિરાજા પાસેથી ત્રણ પગલાં ભૂમિ દ્વારા –ત્રણેય લોકખંડ અર્થાત સ્વર્ગ, પૃથ્વી અને પાતાળને બલીરાજા પાસેથી મુક્ત કરાવેલાં.

 

Parshuram-jamdgyae

 

૬) પરશુરામ અવતાર રૂપે પ્રભુએ ભારતવર્ષમાં રહેલા અભિમાની અને દુરાચારી રાજાઓનાં અહંનો નાશ કરેલો અને ૨૧ વાર પૃથ્વીને નક્ષત્રી કરેલી. ભગવાન પરશુરામ જમદાગ્નિ ઋષિનાં પુત્ર હોવાને કારણે તેઓ જામદગ્નૈયને નામે પણ ઓળખાય છે.

 

Ramavtar

 

૭) રામાવતારમાં ભગવાન વિષ્ણુએ મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ અવતાર રૂપે અવતાર ધારણ કર્યો હતો.

 

Krishnaavtar

 

૮) ભગવાન વિષ્ણુએ અષ્ટમ અવતાર પોતાની સોળે કળાઓ અને પ્રેમતત્વને સાથે લઈ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે લીધો છે અને સમાજની પ્રગતિ માટે કાર્ય કર્યું છે.

 

Buddha Avtar

 

૯) નવમો અવતાર ભગવાન વિષ્ણુએ ભગવાન બુધ્ધ તરીકે લીધો હતો.

Kalki

 

૧૦) આ ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર છે જે કલિયુગના અંતમાં થનાર છે અવતારમાં પ્રભુ અશ્વ પર બિરાજમાન થઈ સૃષ્ટિનો સંહાર કરશે તેવી ભવિષ્યવાણી શાસ્ત્રોએ કરી છે.

 

પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ.)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
eamil : [email protected]

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ) ના અંતરપૂર્વકથી આભારી છીએ ….

 

બ્લોગ પોસ્ટ પરના આપના દરેક પ્રેતિભાવ નું સ્વાગત છે, જે લેખિકાની કલામને બળ પૂરે છે તેમજ અમોને પ્રેરણાદાયી બની રહે છે.