સમાજને સમરસ કરવા …

સમાજને સમરસ કરવા …

–જગદીશ શાહ

 

marraige
બ્લોગ લીંક :  http://layastaro.com/?p=3041

 

 

આજથી ૫૦–૬૦ વરસ અગાઉ અને કદાચ હજીયે ક્યાંક ઉંડાણનાં ગામડાંઓમાં રુઢીચુસ્ત અને પોતાને ધાર્મીક માનનારા લોકો પોતાની જ્ઞાતી સીવાય રોટી–વ્યવહાર રાખતા નથી. પણ તેવી અલ્પ સંખ્યાને બાદ કરીએ તો, આજે ગામડાં અને તેની સાથે જોડાયેલી એવી રુઢીગત માન્યતાઓ તુટી રહી છે. આજે શહેરો ફાલી રહ્યાં છે. શહેરોમાં મીશ્ર વસતી હોય છે. અમુક જ્ઞાતીની જ પોળો, શેરીઓ અને સોસાયટીઓ હવે ઘટતી જાય છે. એક જ વીસ્તારમાં વીવીધ જ્ઞાતીઓના લોકો હળી–મળીને રહે છે. બ્રાહ્મણ–રજપુત–વાણીયા–પટેલ–દલીત વર્ગ બધા સાથે મળીને રહે છે. જમવામાં હૉટેલો–લારીઓ–ખુમચાવાળાઓ ને મોટી રેસ્ટોરાંમાં કોણે રાંધ્યું તેવી જાતની પુછપરછ હવે કોઈ કરતું નથી. આડોશ–પાડોશમાંયે વાટકી–વ્યવહાર ચાલે છે. તેમાંયે નાતજાતનો છોછ નીકળી ગયો છે.

 

જેમ રોટી–વ્યવહારમાં લોકો ઉદાર થયા છે તેમ બેટી–વ્યવહારમાં ઉદારતા અપનાવવાની જરુર છે. હજી લગ્ન માટે લોકો પોતાની જ્ઞાતી શોધે છે. એક જમાનામાં વ્યવસાયોની એકતાથી જ્ઞાતીઓ બંધાઈ હતી. જ્ઞાતીના લોકોની આવક, રહેણીકરણીની બાબતમાં સરખાપણું હોય તો લગ્નજીવન સુચારુ ચાલે. પણ હવે બ્રાહ્મણ જ ભણે–ભણાવે, તેવું રહ્યું નથી આજે તો બધી જ્ઞાતીના લોકો શીક્ષક તરીકે બ્રાહ્મણકાર્ય કરે છે. પોલીસ અને સેનામાં માત્ર ક્ષત્રીયો જ હોય તેવું બનતું નથી. વેપાર પણ વાણીયા જ કરે તેવું હોતું નથી અને નોકરી (શુદ્રકાર્ય !) અમુક જ જ્ઞાતી કરે તેવું નથી રહ્યું. તમામ જ્ઞાતીના લોકો તમામ નોકરીઓમાં જોવા મળે છે.

 

આ પરીસ્થીતીમાં નોકરી પ્રમાણે આવક અને રહેણીકરણીની સમાનતા દેખાય છે. આ સંજોગોમાં વર–વધુની પસંદગી માટે જુની જ્ઞાતીપ્રથાને વળગી રહેવામાં ડહાપણ નથી. બે–ત્રણ પેઢીથી શીક્ષણકાર્ય કરનાર બ્રાહ્મણ હોય કે દલીત, તેમની વચ્ચે લગ્નવ્યવહારનો બાધ ન હોવો જોઈએ. લુહાર (પંચાલ–મીસ્ત્રી), સુથાર વગેરે વ્યવસાયી ગણાતી જાતીઓના લોકો આજે શીક્ષણમાં, વ્યાપારમાં, નોકરીઓમાં રોકાયેલા હોય છે. આવે વખતે અટક–જાતી ન જોતાં વ્યવસાય, આવક અને રહેણીકરણીની સમાનતા જોઈને લગ્નસમ્બન્ધો થવા જોઈએ. આજે વાણીયા–બ્રાહ્મણની પેટા જ્ઞાતીઓનાં બંધનો તુટી ગયાં છે. સમસ્ત બ્રાહ્મણ સમાજ કે સમસ્ત વણીક સમાજ (જૈન સુધ્ધાં) વચ્ચે લગ્નમેળાઓ યોજાય છે. સમાજ થોડો આગળ વધ્યો છે; પણ હજી વધારે આગળ વધવાની જરુર છે. સમસ્ત હીન્દુ જાતીના લગ્ન–મેળાવડા થવા જોઈએ.

 

અત્યારે એક જ જ્ઞાતીમાં લગ્ન કર્યા પછી પતી–પત્ની વચ્ચે વીચાર અને સમજનો ફેર હોય તો કુંડળી જોયા પછી, ચોઘડીયાં અને મુહુર્તો જોઈને જન્માક્ષર મેળવ્યા પછીયે કાયમ એકમેક માટે અસંતોષ, ખટરાગ જણાય છે. તેમાંથી એકની વીચારસરણી પ્રગતીશીલ હોય. આદર્શવાદી હોય અને બીજા પાત્રને પદ–પૈસામાં જ રસ હોય, સંસાર–વ્યવહારમાં જ રસ હોય તો જીન્દગી ઝેર જેવી બની જતી જણાય છે. વીચારમાં ભેદ તો હોય; પણ સાથે સામાના વીચારને સાંભળવા–સમજવાની તૈયારી હોય તોયે ગનીમત છે. પણ (કોઈ એક પાત્ર)વગર સમજ્યે વીરોધ જ કર્યા કરતું હોય તો પસ્તાવાનો પાર રહેતો નથી. સામાજીક દબાણને કારણે છુટાછેડા લેતાં ડરે છે; પણ જીવતાં દોઝખમાં સબડે છે. તેના કરતાં છુટાં થઈ જતાં હોય તો સુખી થાય. પણ બે–ચાર બાળકો થઈ ગયાં હોય તો પછી જીન્દગી વેંઢાર્યે જ છુટકો થાય છે ને જન્મારો એળે જાય છે.

 

વીવીધ ધર્મો વચ્ચેય આજે લગ્નસમ્બન્ધો વધી રહ્યા છે. હીંદુ અને જૈન વચ્ચે તો કોઈ ભેદ નથી રહ્યો. દલીતોમાં હીંદુ–બૌદ્ધ–ખ્રીસ્તીના ભેદો ભુંસાતા જાય છે. તેમની વચ્ચે લગ્નસંબંધો થઈ રહ્યા છે. આ આવકારદાયક પરીવર્તન છે.

 

આગળ જતાં હીંદુ, મુસ્લીમ, યહુદી વચ્ચેય સંબંધો વધશે એવી અપેક્ષા રાખી ચીત્તને વીશાળ કરવું જોઈએ. એક વ્યવસાયમાં હોય તેવાં કુટુમ્બો નાત–જાત–ધર્મને કોરાણે મુકી સમાન સંસ્કાર, સમાન રહેણીકરણી, સમાન ખાણી–પીણી જોઈને લગ્નસંબંધોથી જોડાય તેમાં દેશની અને માનવજાતીની એકતાનું દર્શન કરવા જેટલા ઉદાર રહેવું જોઈએ.

 

આ પરીવર્તનમાં પહેલ કરનારને પ્રારંભમાં થોડો સામાજીક વીરોધ સહન કરવો પડે તેમ બને; પણ જે ગતીથી સમાજ વીકાસ કરી રહ્યો છે તે જોતાં આ ફેરફાર થઈને જ રહેવાનો છે. આજે અપવાદ સ્વરુપ થોડાક કીસ્સા બને છે; તેથી રુઢીચુસ્ત સમાજમાં ખળભળાટ થાય છે. પણ આગળ જતાં આ ફેરફાર સર્વમાન્ય થઈને જ રહેશે.

 

●♦●

 

જન્મ અને મૃત્યુનું સ્થાન અને સમયપત્રક માણસના હાથમાં નથી. માણસના હાથમાં સોળ સંસ્કારો છે, તે પૈકી યજ્ઞોપવીત–વીવાહ–લગ્ન–વાસ્તુ વગેરેમાં લોકો મુહુર્ત અને ચોઘડીયાં જુએ છે. જન્મ કાળી ચૌદસે અને અમાસે તથા મરણ તહેવારને દીવસે લાભ–શુભ–અમૃત ચોઘડીયામાં પણ થાય છે ! આ અંગે ઉંડો વીચાર કરતા લાગે છે કે, આ મુહુર્ત, ચોઘડીયાં, વ્યતીપાત, કુંડળી વગેરે જોવા–મેળવવાની પ્રથા તજવા જેવી છે. લગ્ન અને બેસણાં જેવા પ્રસંગોમાં આવનારાની અનુકુળતા જોઈ સ્થળ, દીવસ, સમય નક્કી કરવાં જોઈએ. અલબત્ત, બેસણાની ચીલાચાલુ રીત પણ વીચારણા માગી લે છે. ખરખરો કરનારે સફેદ કપડામાં આવીને, મળીને, થોડી વાર બેસીને જવાનો રીવાજ બદલવા જેવો છે. સૌ મૃત વ્યક્તી વીશે પોતાની ભાવના પ્રગટ કરી શકે તે માટે શ્રદ્ધાંજલીસભામાં પ્રવચનો તેમ જ લેખન દ્વારા પોતાની ભાવના વ્યક્ત કરવાનો ફેરફાર કરવા જેવો છે. વળી મરનારના શોખ મુજબ પહોંચતા લોકો, ખાણી–પીણી, સંગીત વગેરેનું પણ આયોજન કરે તો પ્રસંગને અને મૃત વ્યક્તીને અનુરુપ સાચી શ્રદ્ધાંજલી બને.

 

(લેખકે એ‘નમુનેદાર બેસણા’નો અદ્ભુત પ્રસંગ આલેખ્યો છે. તે વાંચી એમ થાય કે બેસણાં આવાં થતાં હોય તો કેવું સારું ! તે વાંચવા નીચેની લીંક પર ક્લીક કરી ૯૪મી ‘સ.મ.’ની પીડીએફ ડાઉનલોડ કરવા વીનંતી..ઉ.મ..)

 

http://gujaratilexicon.com/magazine/sundayemahefil/

94 Namunedar Besnu Jagdish Shah 25-03-2007

 

લગ્નોમાં ફટાકડા, બેંડ–વાજાં, લાઉડસ્પીકર, ડી.જે. વગેરેને કારણે અન્ય લોકોને ખલેલ પડે, પર્યાવરણ દુષીત થાય તેવી પ્રવૃત્તીઓ ટાળે તે જ સુધારક અને સમાજ–હીતેચ્છુ છે તેવું ગણાવું જોઈએ. લેવડ–દેવડ, પૈઠણ, દહેજ વગેરે રીવાજો પછાતપણામાં ગણાવા જોઈએ.

–જગદીશ શાહ

 

 

બ્લોગ લીંક : http://das.desais.net

email : [email protected]

 

(તાજેતરમાં પ્રગટ થયેલી લેખકની આત્મકથા ‘શ્રેયાર્થીની સંઘર્ષકથા’ (પ્રકાશક : વડોદરા જીલ્લા સર્વોદય મંડળ, વીનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા–390 021 : પ્રથમ આવૃત્તી : જુન 2012, મુલ્ય : 50 રુપીયા, પાન સંખ્યા : 152, આર્ટ પેપર સંખ્યા : 16)માંથી લેખકના સૌજન્યથી સાભાર..ઉત્તમ ગજ્જર..)

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

લેખકસમ્પર્ક:

જગદીશ શાહ, વીનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા–390 021 ફોન : 0265-237 0489 મોબાઈલ : 98243 26037 ઈ–¬મેઈલ : [email protected]

 

પોતાના જીવનભરનાં સમ્પર્કો, સંઘર્ષો, અનુભવ, સમાજચીંતનના અર્ક રુપે લખાયેલાં અને પુસ્તકને અંતે આપેલાં આ બે પાનાં એમનાં જીવનચીંતનનો પરીચય કરાવે છે.. આખા પુસ્તકની પીડીએફ મારી પાસે છે. મંગાવશો તો અચુક મોકલીશ..ઉ.મ..

 

●♦●

 

‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ આઠમું – અંકઃ 257 – November 18, 2012

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – [email protected]

 

@@@@@@@@@

એસીડીટી …

એસીડીટી …

 

‘દાદીમા ની પોટલી’ પર આરોગ્ય સબંધિત – રોગ લક્ષી પ્રાથમિક માહિતી –  તેના કારણો – ઉપચાર તેમજ રોગ સબંધિત યોગ્ય માર્ગદર્શન આપ સર્વે ઘણા લાંબા સમયથી ડૉ.પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ (અમદાવાદ) દ્વારા મેળવી રહ્યા છો.. ડૉ.દંપતિ દ્વારા અનેક પાઠક મિત્રોની અંગત સમસ્યા અંગે આજ સુધી સતત માર્ગદર્શન મળી રહેલ છે. ઉપરોક્ત સુવિધામાં આજથી  વધારો કરવા અમે નમ્ર કોશિશ કરેલ છે જે આપને જરૂર પસંદ આવશે.

 

મિત્રો આજથી ડૉ. અંકિત પટેલ, દેહગામ (ગાંધીનગર – અમદવાદ) દ્વારા સમયાંતરે પેટ – આંતરડા તેમજ કીડની રોગ સબંધિત  પ્રાથમિક જાણકારી સાથે ઉપચાર નાં લેખ અહીં આપ નિયમિત રીતે માણી શકશો. આપની શારીરિક – સ્વાસ્થ્ય – રોગ – સબંધિત  સમસ્યા અંગે ડૉ.અંકિત પટેલ ને બ્લોગ પોસ્ટ પર અથવા પોસ્ટની આખરમાં દર્શાવેલ મેઈલ આઈ ડી પર નિ:સંકોચ જાણ કરશો, આપને ડૉ.અંકિત પટેલ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપના મેઈલ આઈ ડી પર અથવા બ્લોગ પોસ્ટ પર મળી રહેશે.

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ નું સ્વાગત છે.  

 

 

acidity.1

 

 

રોજ બરોજ ની જીંદગી માં હેરાન કરતી તકલીફ એટલે ACIDITY……

 

આજે એસીડીટી ની તકલીફ થી ઘણા લોકો પીડાઇ રહ્યા છે. ચાલો આજે એસિડીટી વિશે થોડુ સમજીએ. ……

 

સામાન્ય રીતે એસીડીટી એટલે પેટમાં એસિડ નો વધારે પડ્તો  સ્ત્રાવ જે આપણને પેટ માં બળતરા નો એહસાસ કરાવતો હોય છે.

 

normal mechanism … (સામન્ય કાર્યપદ્ધતિ-પ્રક્રિયા)

 

પેટ ની અંદર ચયાપચય ની (સજીવોમાં થતી ઘટન અને વિઘટનની રાસાયણિક પ્રક્રિયાઓ, ‘મેટાબૉલિઝમ’) ઘણી જટિલ પ્રક્રિયાઓ ચાલતી હોય છે. જયારે ખોરાક પેટ માં પહોચે ત્યારે પેટ ની અંદર આવેલી નાની નાની ગ્રંથિઓ માથી વિવિધ પ્રકારના ઉત્સેચક – રાસાયનિક દ્રવ્ય અને એસિડ નો સ્ત્રાવ થતો હોય છે. આ એસિડ અને ઉત્સેચકો (ઉત્સેચક -પાચન કરનાર) થી પેટની દિવાલ ને બચાવવા માટે એક વિશેષ કુદરતી આવરણ હોય છે. ખોરાક ના જટિલ સ્વરુપ માંથી એને સરળ સ્વરુપ માં બદલવા માટે ઉત્સેચકો (ઉત્સેચક -પાચન કરનાર રાસાયનિક દ્રવ્ય ) અને એસિડ ખુબ મદદ રુપ બનતા હોય છે. આ બંન્ને યોગ્ય માત્રા અને યોગ્ય રીતે ખોરાક સાથે મિશ્રણ પામી ને ચયાપચય ની પ્રક્રિયા માં ઘણો મહત્વ નો ભાગ ભજવે છે.

 

હવે જ્યારે આ એસિડ ની માત્રા જરુર કરતા વધી જાય છે ત્યારે પેટ્ની અંદર આપણને બળતરા નો એહસાસ થાય છે અને બળતરા ની આ સંવેદના ને એસીડીટી કહેવામા આવે છે.

 

કારણો …

 

૧) વધુ પડતો તીખો (spicy ), મસાલેદાર ખોરાક

 

૨) ખોરાક જમવાના સમયમાં અનિયમીતતા

 

૩) આલ્કોહોલ નું નિયમિત સેવન

 

૪) માનસીક તણાવ

 

૫) દર્દશામક દવા (NSAID ) ઓ નું નિયમિત સેવન

 

એસીડીટી એ  pshychosomatic  (માનસિક તાણને લીધે થયેલું અથવા વધેલું) રોગ છે એટ્લે કે મન થી શરુ થઇ ને શરીર પર એના લક્ષણો દેખાય છે.માનસીક તણાવ વખતે આપણું મન અને મગજ ઘણુ ઉત્તેજીત હોય છે અને ઇ સમયે મગજ માંથી શરુ થતી ચેતાતંતુ માની ૯ માં નંબર ની ચેતાતંતુ કે જેને વેગસ નર્વ તરીકે ઓળખવા મા આવે છે તે ઉત્તેજીત થઇ જાય છે તે પેટ્ની અંદર એસીડ અને ઉત્સેચકો ના સ્ત્રાવ ને ઉત્તેજીત કરે છે. અને આ રીતે એસીડીટી ની શરુઆત થાય છે.

 

એસીડીટીના ૮૦% થી ૯૦% કેસીસ માં માનસીક તનાવ ની અસર જોવા મળે છે.

 

acidity

 

લક્ષણો …

 

૧) પેટ માં બળતરા નો એહસાસ ખાસ કરીને જમ્યા પછી

૨) છાતી માં બળતરા

૩) પેટ ભારે ભારે રહે અથવા તો તીખા અને ખાટા ઓડકાર આવતા હોય

 

prognosis (રોગનિદાન કે ચિકિત્સા)એટલે રોગ આગળ જઇને કેટ્લું કેવું સ્વરુપ લઇ શકે…

 

૧) ઘણી વખત પેટ્ની દિવાલ મા ચાંદા પડી શકે છે.

 

૨) GORD એટ્લે કે ઘણી વખત પેટ મા નો એસિડ પેટ અને અન્નનળી ની વચ્ચે આવેલા વાલ્વ પર અસર કરે છે જેના કારણે એસિડ અન્નનળી ના અંતભાગમાં પ્રવેશે છે અને છાતીમાં જલન પેદા કરે છે.

 

investigation … (કાળજી પૂર્વક ની તપાસ, નિરીક્ષણ, જાંચ)

 

વ્યક્તીની રોજબરોજ ની આદત અને રોજનીશી ના અભ્યાસ પર થી નક્કી કરી શકાય છે કે એને એસીડીટી ની તકલીફ છે.

 

સારવાર …

 

‘પેહલુ સુખ તે જાતે નર્યા’ એ કહેવત મુજબ વધારે પડ્તા તીખા અને મસાલેદાર ખોરાક તેમજ આલ્કોહોલ નું સેવન ન કરવું જોઇએ.

 

ખોરાક લેવાનો સમય નિયમિત રાખવો જોઇએ.

 

માનસીક રીતે શાંત રેહવું જોઇએ.

 

હોમિયોપથી એ એકમાત્ર એવી ચિકીત્સા પદ્ધતિ છે જેમાં મન અને શરીર ને સાકળી ને, બન્ને ને સમજીને દવા આપવામાં આવે છે જેથી રોગ જડમુળ થી નીવારી શકાય છે.

 

હોમિયોપથીમાં નીચે મુજબ ની દવાઓ એસીડીટી માં આપી શકાય છે.

 

૧) નક્સ વોમિકા

૨) લાઇકોપોદિયમ

૩) ચાઇના ઓફિસીનાલીસ

૪) સલ્ફર

૫) આરસેનીક આલ્બમ

૬) ફોસ્ફરસ

૭) પલ્સેટીલા

૮) ફેરમ ફોસ વિગેરે …

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ
(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી આજથી શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા  જો ઈચ્છતા હો તો આપ ડૉ.અંકિત પટેલ ને તેમના ઈ મેઈલ દ્વારા [email protected] અથવા [email protected] દ્વારા આપની સ્વાસ્થ્ય અંગેની વિગત મોકલાવી અને માર્ગદર્શન મેળવી શકો છો.

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે અમોને ને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.

આટલી જાતના હોય છે માણસો ….

આટલી જાતના હોય છે માણસો  … !!!!  (આનંદબ્રહ્મ) …

 

people

 

આટલી જાતના હોય છે માણસો, વાંચતા વાંચતા હસી પડશો….!!!!

 

 

અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાળ, કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી, કપટી,કપાતર, કકળાટીયા, કામી, કાળમુખા,કાવતરાખોર, કાણગારા, કાંડાબળિયા, કમજાત, કાબા, કબાડા, અધકચરા, અજડ, આળસું, અટકચાળિયા, ખટપટિયા, ખુંધા, ખાવધરા, ખટહવાદિયા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર, ગરજુડા, ગપસપિયા, ગપ્પીદાસ, ગણતરીબાજ, ગળેપડું, ગંદા, ગંજેરી, ગાંડા, ગોલા, ગોબરા, ગમાર, ગુણગ્રહી, ગભરુ, ગુલાટમાર, ગાલાવેલિયા, જ્ઞાની, ઘરરખા, ઘરમુલા, ઘમંડી, ઘરઘૂસલા, ઘરફાળુ, ઘેલહાગરા, ઘોંઘાટિયા, ઘૂસણખોર, ચતુર, ચહકેલ, ચબરાક, ચોવટિયા, ચાપલા, ચાગલા, ચીકણા, છકેલ છોકરમતીયા, છેલબટાવ, છીંછરા, જબરા, જોરાવર, જબરવસીલા, જોશીલા, જીણા, ઠરેલ, ઠાવકા, ઠંડા, ડંફાસિયા, ડાકુ, ડરપોક, ડંખીલા, ડફોળ, તમોગુણી, તરંગી, તુકાબાજ, દયાળુ, દરિયાદિલ, દાતાર, દાણચોર, દુ:ખીયા, દિલદગડા, દોરંગા, દોઢડાયા, ધંધાદારી, ધમાલીયા, ધોકાપંથી, ધાળપાડું, ધુતારા, ધર્મનિષ્ઠ, ધૂળધોયા, ધિરજવાન, નવરા, નગુણા, નખોદીયા, નમાલા, નિડર, નિશ્વાર્થી, નિજાનંદી, નિષ્ઠુર, નિર્ણય, નિર્મોહી, પરોપકારી, પરિશ્રમી, પરાધીન, પહોંચેલા, પંચાતિયા, પાણિયારા, પાંગળા, પુરષાર્થી, પોચા, પોપલા, પ્રેમાળ, પાગલ, ફરતિયાળ, ફોસી, ફતનદિવાળીયા, ફાકાળ, ફાલતુ, ફુલણસિંહ, ફાટેલ, બહાદુર, બગભગત,બટકબોલો, બચરવાળ, બહુરંગા, બેદરકાર, બિચારા, બોતડા, બાયલા, બિકણા, બોલકણા, બળવાખોર, બુદ્ધિશાળી, ભડવીર, ભૂલકણા, ભલા, ભદ્રિક, ભારાળી, ભાંગફોડિયા, ભૂંડા, ભોળા, ભમરાળા, મરણિયા, મસ્તીખોર, મફતીયા, મનમોજી, મતલબી, મિંઢા, મિઠાબોલા, મિંજરા, મારફાડિયા, માયાળુ, માખણીયા, મારકણા, મુરખા, મરદ, રમુજી, રમતીયાળ, રસિક, રાજકારણી, રજવાડી, રિસાડવા, રોનકી, રોતી, રૂડા, રેઢલ, રેઢીયાળ, સુધરેલા, સમજદાર, શંકાશિલ, શાણા, સુરવીર, સરમાળ, સંતોષી, સગવડીયા, સાહસિક, સુમ, સુખીયા, સ્વચ્છ,સંસ્કારી, સાધક, સાચાબોલા, સરળ, સ્વાર્થી, હરામખોર, હડકાયા, હલકટ, હરખધેલા, હેતાવળા, હરખપદુડા, હાજરજવાબી, હોશિયાર, હસમુખા, લૂચા, લફંગા, લોભીયા, લાલચૂ, લાગવગીયા, લબાડ,લાખેશ્રી, લંપટ, લૂણહરામી, વેવલા, વિવેકી, વહેમીલા, વાયડા, વંઠેલ, વાતડાયા, વેરાગી, વાતુડિયા, વેપારી, વિકરાળ અને વેધૂ…….:)

 

સંકલિત :

સૌજન્ય : વિજય ધારીઆ (શિકાગો)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

મૃત્યુ … (શ્રીમદ્દ ભગવદ્દ ગીતા) …

મૃત્યુ … (શ્રીમદ્દ ભગવદ્દ ગીતા) …
– સ્વામી રંગનાથાનંદ …

 

 

amarnath

 

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्यति नरोऽपराणि |

तथा शरीराणि विहाय जीर्णानि
अन्यानि संयाति नवानि देही ||२२||

‘દેહધારી જેમ જૂનાં થઇ ગયેલાં વસ્ત્રોને તજી દઈ નવાં ધારણ કરે છે તેમ, દેહી જીર્ણ દેહને તજી દઈ નવો દેહ ધારણ કરે છે. પહેરવાનું વસ્ત્ર જૂનું થતાં એને શાંતિથી તજી દે છે’   जीर्णानि यथा विहाय
नवानि  गृह्यति नर: अपराणि, ‘એ નવું વસ્ત્ર પહેરે છે.’ સામાન્ય માનવી પોતાનાં કપડાંનો વ્યવહાર એ રીતે કરે છે. तथा, ‘તે રીતે’, બરાબર તેમજ, દેહી, ‘દેહ ધારણ કરનાર’,शरीराणि विहाय जीर्णानि, ‘જીર્ણ’, જીવનહેતુ માટે નકામા થઈ  ગયેલા શરીરને મનુષ્ય ‘શાંતિથી તજી દે છે’ અને, अन्यानि संयाति, ‘નવો દેહ ધારણ કરે છે’, અર્થાત, પોતાના ભાગ્યની સિદ્ધિ માટે એ નવા શરીરમાં પ્રવેશે છે.

 

વેદાંતમાં મૃત્યુ અને પુનર્જન્મનો આ અદ્દભુત વિચાર છે. હું મારો દેહ તજી દઉં છું, આપણામાં હજીયે એ ખ્યાલ રહે છે કે, હું દેહ હતો, હવે મારો દેહ નાશ પામ્યો છે. આ વલણ સામાન્ય છે. આમ આપણે સૌ દેહના દ્રષ્ટિબિંદુને સમજીએ છીએ. પરંતુ જે લોકો આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધેલા છે તેઓ સમજે છે કે આ દેહ જીર્ણ વસ્ત્ર જેવો છે જેને ફેંકી દઈ આપણે નવું ધારણ કરીએ છીએ. ૧૯૦૨ની ૪થી જુલાઈના રોજ, રાતે ૯ પછી થોડી વારે સ્વામી વિવેકાનંદનો દેહ પડ્યો તે રાતે, દૂર મદ્રાસમાં પૂર્વકાળના શશી એવા સ્વામી રામકૃષ્ણાનંદને સ્વપ્ન આવ્યું. એમણે વિવેકાનંદ ને કહેતા સાંભળ્યા : ‘શશી, શશી, મારું શરીર મેં થૂંકી નાખ્યું છે.’ અને બીજે જ દિવસે વિવેકાનંદના દેહાવસાનનો તાર કોલકાતાથી આવ્યો. એમના જેવાં સ્ત્રીપુરુષો કહી શકે કે, ‘મેં મારું શરીર થૂંકી નાખ્યું છે.’ અનેક લોકોને આધ્યાત્મિક જ્ઞાન કે અનુભવ નથી. એ લોકો માને છે કે પોતે સનાતન આત્મા છે એ વિચાર હજી તેમને ઊગ્યો નથી. પણ થોડી જાગૃતિ થી છે. ને એ થોડી જાગૃતિ સમસ્ત હિન્દુ, બૌદ્ધ અને જૈન સમાજમાં વ્યાપ્ત છે. આપણે મૃત્યુ વિશે શું કહીએ છીએ ? ‘શરીર છોડી દીધું.’ આમ જનતાની ભાષા પણ ભારતમાં ‘શરીર છોડ દિયા’ જ છે. પશ્ચિમમાં આથી જુદું છે. શરીર જ સર્વસ્વ છે તેમ એમને શીખવવામાં આવતું હોઈ, એમના મૃત્યુ સમયે અંગ્રેજીમાં બોલે છે, ‘એણે આત્મા ગુમાવ્યો.’ એટલે એ લોકો દેહને રાખે છે. ભારતમાં આપણે દેહને રાખતા નથી, એને બાળી નાખીએ છીએ; જેટલું જલદી તેટલું વધારે સારું. બીજા સૌ દેહને રાખે છે અને એ દેહની સાથે સારી સારી ચીજવસ્તુઓ પણ મૂકે છે. પ્રાચીન મિસરના ધર્મ અનુસાર, મૃત્યુ પામનારને ખાસ કરીને રાજાઓને આવશ્યક ગણાતી બધી જણસો કબરમાં મૂકાતી. પણ આપણે દેહને બાળી નાખીએ છીએ. भस्मान्तं शरीरम्, એમ ઈશ ઉપનિષદમાં ઋષિએ કહ્યું છે; મારા જીવનહેતુ માટે સારી રસાયણ પ્રયોગશાળા તરીકે ઉપયોગી થનાર શરીર, જીર્ણ અને નકામું થઇ જતાં, ‘અને બાળીને ભસ્મ થવા દો.’ એનાં વિવિધ ઘટકો પોતાનાં મૂળ તત્વો સાથે ભલે ભળી જાય, એમ ઈશ ઉપનિષદ કહે છે. ૧૫મા અધ્યાયના ૧૦મા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહેવાના છે;

 

उत्क्रामन्तं स्थितं वापि भुंजानं वा गुणान्वितम् | विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ||

 

સૂક્ષ્મ દર્શનવાળા લોકો જ જાણી શકે છે. उत्क्रामन्त એટલે, ‘દેહની બહાર નીકળવું તે; स्थितं वापि એટલે, દેહમાં એ કાર્યરત હોય ત્યારે.’ भुंजानं वा गुणान्वितम्, ‘સત્વ, રજસ્ અને તમસ્ દ્વારા અનુભવાતું હોય ત્યારે.’ નિત્ય ઉપસ્થિત એવા આ આત્માને विमूढा नानुपश्यन्ति, ‘મૂર્ખ લોકો કદી જોઈ સમજી શકતા નથી,’ पश्यन्ति ज्ञानचक्षुषा, ‘જેમની પાસે જ્ઞાનચક્ષુ છે તે આ સત્યને જોઈ શકે છે. આપણા અદ્દભુત દેશમાં જ આ કેન્દ્રસ્થ બોધ છે. જીના, બૌદ્ધ અને હિન્દુ ધર્મો દ્વારા જુદા જુદા દેશોમાં આ બોધ ફેલાયો. અને અન્ય ધર્મી અનેક રહસ્યવાદીઓ અગાઉના સમયમાં આ બોધથી આકર્ષાયા હતા. અને આજે આ વિચાર જંગલના દવની જેમ સમગ્ર પાશ્ચાત્ય જગતમાં ને, ખાસ કરીને યુએસએમાં, ફેલાઈ રહ્યો છે તે માત્ર એક જ કારણે કે, આના વિકલ્પમાં સેતાનનો અશાસ્ત્રીય ખ્યાલ છે. જગતનાં બધાં અનિષ્ટનું ઉદ્દભવ સ્થાન સેતાન છે. અને અર્વાચીન વિચારશીલ લોકોને સેતાનનો એ ખ્યાલ ગમતો નથી. સેતાનની હકાલપટ્ટી કર્યા પછી એનું સ્થાન લેનાર કોઈ જોઈએ. એનું સ્થાન લેનાર કર્મ અને પુનર્જન્મ છે; પાશ્ચાત્ય ધાર્મિક વિચારણાના તદ્દન અશાસ્ત્રીય સેતાનનું સ્થાન આ બંને સિદ્ધાંતો સાથે લે છે. સેતાનનો ખ્યાલ જાય છે અને, વધારે તર્કયુક્ત લાગતો આ વિચાર જગતમાં ચોમેર પ્રસરતો જાય છે, ભલે એનું નિર્દશન અશક્ય છે. ભારતના ઋષિમુનિઓને માટે એ પરમ સંતોષપ્રદ છે. આ બાબત શ્રી રામકૃષ્ણ પરમહંસજી નો દાખલો ઘણો સુંદર છે.’ નાળિયેરના બે પ્રકાર છે; લીલું અને સૂકું. લીલા નાળિયેરમાં ગર્ભ છાલને ચોંટેલો હોય છે. તમે થોડોક ગર્ભ ખોતરો તો કાચલું – છાલ – પણ થોડુંક સાથે આવે. આપણા ચિત્તની સામાન્ય દશા આવી છે. આપણે શરીર સાથે જોડાયેલા છીએ. શરીરને કંઈ પણ થાય તો આત્મા પર તેની અસર પડવાની જ અને, એથી ઉલટું પણ થવાનું જ. પણ પાકું નાળિયેર લો. એને હલાવતાં અંદરના કોપરાનો ખડખડ અવાજ સંભળાશે. ગર્ભ કાચલાથી  છૂટો પડી ગયો છે. આધ્યાત્મિક સાક્ષાત્કારનું એ દ્રષ્ટાંત છે.

 

 

(રા.જ.૭-૧૨(૧૦-૧૧)/૧૪૮-૪૯)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

પ્રમાદને કેમ ઓળખાવો ? … અને અન્ય …. (પ્રેરક પ્રસંગ) …. (૨)

(૧) પ્રમાદને કેમ ઓળખાવો ? (પ્રેરક પ્રસંગ ) …. (ભાગ-૨)
શરત્ ચંદ્ર પેંઢારકર …

 

 

buddha.1

 

 

ભગવાન બુદ્ધ કોંડિયાનગરમાં ભ્રમણ કરતા હતા. અનેક ભિક્ષુઓ અને લોકોને પોતાના જ્ઞાન નો લાભ આપતા હતા.  એક દિવસ ભિક્ષુ સંગામજીએ પ્રશ્ન પૂછ્યો :  ‘હે ભગવંત, સંસારના પ્રમાદમાં ફસાયેલા અને એમાં જ પડી રહીને જીવતા લોકોને કેવી રીતે ઓળખી શકાય ?’ એ સમયે તો ભગવાન બુદ્ધે એ  ભિક્ષુના પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. એને બદલે તેઓ તો બીજા વિષય ઉપર જ ચર્ચા કરતા રહ્યા.

 

આ ચર્ચાસભાના બીજા દિવસે એમને કોલીય પુત્રી સુપ્પવાસના ઘરે ભોજનનું નિમંત્રણ મળ્યું. સુપ્પવાસા સાત વર્ષ સુધી ગર્ભધારણ કરવાનું દુઃખકષ્ટ ભોગવી ચૂકી હતી.   ભગવાન બુદ્ધની કૃપાથી એને આ કષ્ટમાંથી છૂટકારો મળ્યો હતો.   ભગવાન બુદ્ધની કૃપાથી પોતાનું કષ્ટ દૂર થયું એટલે એમણે શ્રદ્ધાભાવથી ભિક્ષુસંઘને ભોજન માટે આમંત્રણ આપ્યું.   ભોજન કરતી વખતે ભગવાન તથાગતે જોયું કે સુપ્પવાસાને પતિ નવજાત શિશુને લઈને નજીક જ ઊભો છે.   બાળક સાત વર્ષ સુધી ગર્ભમાં રહ્યું હતું એટલે એ ખૂબ વિકસિત અને સુંદર પણ હતું. એમની ક્રિડા કરવાની એ રીતભાત અત્યંત મનમોહક  હતી.   તે પોતાની માતા પાસે જવા માટે વારંવાર તલસતું હતું.  એમની ક્રીડા કરવાની રીતભાત અત્યંત મનમોહક  હતી.  ભગવાન બુદ્ધે હસતાં હસતાં સુપ્પવાસાને  પ્રશ્ન પૂછ્યો :  ‘બેટી, જો તને આવા પુત્ર મળે તો તું કેટલા પુત્રોની કામના કરી શકે છે ?’  સુપ્પવાસાએ ભગવાન બુદ્ધના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું : ‘હે ભગવાન, મારી કુખે આવા સાત પુત્રો જન્મે તો પણ હું દુઃખી ન થાઉં.’

 

ભિક્ષુ સંગામજી નજીકમાં જ બેઠા હતા. આ સ્ત્રીના ઉત્તરથી એમને એ આશ્ચર્ય થયું કે ગઈ કાલ સુધી તો પ્રસવની પીડાથી ઘણી આકુળવ્યાકુળ હતી અને આજે એક નહિ પણ આવા સાત-સાત પુત્રોની કામના કરી રહી છે !  ભગવાન બુદ્ધે સંગામજીના મનને વાંચી લીધું અને પછી એ કહ્યું : ‘ભાઈ, તમારા ગઈકાલના પ્રશ્નનો આ જ ઉત્તર છે.’

 

 

(૨) આત્મશ્રદ્ધા જ સાચું બળ …

 

કપિલવસ્તુના રાજકુમાર સિદ્ધાર્થ કઠિન તપશ્ચર્યા કરીને ગૌતમ બુદ્ધ બન્યા. એમણે બૌદ્ધધર્મની સ્થાપના કરી. જન્મ-જરા-વ્યાધી-મૃત્યુના દુઃખથી પીડાતી આ દુનિયાને સુખશાંતિ અપાવે એવું અમૃત શોધવા ગૃહત્યાગ કરીને નીકળી પડ્યા વનની વાટે.  કેટકેટલીય તપશ્ચર્યા પછી પણ એમને સત્યનાં દર્શન ન થયાં. અહીંતહીં ભમતા-ફરતા રહ્યા પણ ક્યાંય આ દુનિયાના દુઃખની દવા ન મળી.   અંતે એમના મનને હતાશાએ ઘેરી લીધું.   વારંવાર એમના મનમાં આવા વિચારો આવવા લાગ્યા : ‘ચાલો, રાજમહેલમાં જ પાછા  ચાલ્યા જઈએ. અહીં કંઈ વળવાનું નથી.’

 

એક દિવસ તો તેઓ કપિલવસ્તુ તરફ પાછા  ફરી રહ્યા હતા. ચાલતાં ચાલતાં રસ્તામાં એમને તરસ લાગી. સામે જ એક સુંદરમજાનું સરોવર હતું. તેઓ એ સરોવરના કિનારે આવીને ઊભા રહ્યા. પાણી પીવા જતા હતા ત્યાં જ તેમની નજર એક ખિસકોલી પર પડી.  એમને માટે ખિસકોલી કોઈ દુર્લભ પ્રાણી ન હતું પણ ખિસકોલી જે રીતે પ્રયાસ કરતી હતી એના તરફ કુમાર સિદ્ધાર્થનું ધ્યાન આકર્ષાયું.  વાત આવી હતી – એ ખિસકોલી વારંવાર પાણી પાસે જતી, પોતાની પૂંછડી એમાં ડૂબાડતી અને કિનારાની રેતી પર આવીને પોતાની પૂંછડીમાંથી પાણી ખંખેરતી.   સિદ્ધાર્થની ચૂપ ન રહેવાયું.   એમણે પૂછી નાખ્યું : ‘અરે ! નાની એવી ખિસકોલી, તું આ શું કરે છે ?’   ખિસકોલીએ મક્કમતાથી જવાબ આપ્યો : ‘હું તો આ સરોવરને સૂકવી રહી છું.’

 

ખિસકોલીનો ઉત્તર સાંભળીને સિદ્ધાર્થના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે કહ્યું : ‘તું આ કામ ક્યારેય પૂરું નહિ કરી શકે.   તું ભલે હજાર વર્ષ જીવ કે પછી કરોડો અને અબજો વર્ષ જીવ અને આ જ રીતે પૂંછડીને પાણીમાં ડૂબાડીને રેતીમાં ખંખેરતી રહે પણ આ સરોવર સૂકાઈ જાય એ વાતમાં માલ નથી.’

 

એ સાંભળીને ખિસકોલીએ કહ્યું : ‘તમે ભેલે એમ માનો, પણ હું એમાં માનતી નથી.  હું તો એટલું જ જાણું છું કે મનમાં જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો એના પર અટલ રહેવાથી જ એ કાર્ય થઇ જાય.  ભાઈ, હું તો મારું કામ કરતી રહીશ.’  અને ખિસકોલી તો વળી પાછી પોતાની પૂંછડી સરોવરમાં પલાળવા ચાલી નીકળી.

 

નાની મજાની આ ખિસકોલીની વાતે સિદ્ધાર્થના હૃદય પર જબરી અસર કરી. એમને પોતાના મનની નિર્બળતાનો ખ્યાલ આવ્યો. તેઓ વળી પાછ  જંગલમાં ગયા અને પોતાના તપમાં લીન થઇ ગયા.

 

એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘જગતનો ઈતિહાસ એટલે એવા અલ્પસંખ્યક માનવીઓનો ઈતિહાસ કે જેમને પોતાનામાં શ્રદ્ધા હતી.’

 

 

(રા.જ. ૫-૧૦(૩૫)૭૯)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

|| શિક્ષાપત્ર ૨૨મું || … અને (૨૩) અંખિયન તબ તૈં વૈર ધર્યૌ…(સૂરદાસજી નું પદ) …

|| ૨૨મું શિક્ષાપત્ર || …

 

 

pushti prasad 24

આજે ૨૨મું શિક્ષાપત્રમાં આગળ વધીએ તે પહેલા, આપણે ગતાંકમાં જોઈ ગયેલ … ૨૧મું શિક્ષાપત્ર  તરફ થોડુ ધ્યાન કરી લઈએ …

 
એકવીસમા શિક્ષાપત્રમાં જોયું કે, મનમાંથી પ્રયત્નપૂર્વક લૌકિક વિચારોને દૂર કરી સેવા સ્મરણમાં જોડવાનો ભારપૂર્વક પ્રયત્ન કરવો. મનની એકાગ્રતા માટે બુદ્ધિની દ્રઢતા અતિ આવશ્યક છે અને બુદ્ધિની દ્રઢતા માટે સતત નામ નિવેદન મંત્રનું સતત સ્મરણ –ચિંતન કરવું એટલું આવશ્યક છે. આટલું જાણતા હવે શિક્ષાપત્ર બાવીશનો વિચાર કરીએ.

 

૪૧ શિક્ષાપત્ર પૈકી બાવીસમું શિક્ષાપત્ર નાનામાં નાનું ફક્ત પાંચ જ શ્લોકથી અલંકૃત છે. પાંચ શ્લોકમાં શ્રીહરિરાય આચાર્ય  ચરણ પુષ્ટિમાર્ગનું અલૌકિક ભાવ સ્વરૂપ સૌને અતિ સુંદર રીતે પ્રમાણિત કરે છે. સમાવે છે.

 

પ્રથમ શ્લોક,

 

ભાવોડત્ર સાધનં માર્ગે પ્રેમૈયં ભગવાન્ હિસ: |
પ્રમાણંકૃષ્ણ સૈવાદૌ (સેવાદિ:) સ એવ ચ ફૂલ પુન: ||૧||

 

અને

 

તસ્માત્ સ એવ સંરક્ષ્યો નિધિરૂપ સ્તુ સર્વથા |
યત્તદૂવિરહં તત્સર્વ જ્ઞાત્વા નિવર્ત યેત્ ||૨||

 

પુષ્ટિમાર્ગમાં ભાવ એ સાધન છે. પ્રમેય શ્રી ભગવાન છે. શ્રીકૃષ્ણની સેવા પ્રમાણરૂપ છે. અને તેજ ફળરૂપ છે.

 

પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળનું રૂપ અને સ્વરૂપ અને શ્રી હરિરાયચરણ પુષ્ટિમાર્ગીય પ્રમાણે સમજાવે છે. મર્યાદા માર્ગીય પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ કરતાં પુષ્ટિમાર્ગીય પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ જુદાં છે.

 

આ પુષ્ટિયમાર્ગમાં ભાવ છે તેજ સર્વોપરી સાધન છે. પ્રમેયં ભગવાન હિસ:- ભગવાનનું પ્રમેય બાદ ફળ છે અને પ્રમાણં કૃષ્ણ સેવાદિ:

 

પ્રમાણ ને વિચારતા જે રીતે ને પ્રમાણે સૌ સેવામાં ભગવદ્દ સન્મુખ રહેવાનો વ્યવહાર કરીએ છીએ તે છે. પુષ્ટિમાર્ગમાં પ્રમાણ એક જ છે અને તે ભગવદ્દ સેવા અને ભગવદ્દ સ્મરણ. શ્રી ઠાકોરજીની સેવા કરવી એ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ સૌને આપ્યો.

 

વારંવાર શ્રીમહાપ્રભુજી સ્વગ્રંથમાં આજ્ઞા કરતાં રહ્યાં છે. કૃષ્ણ સેવા સદા કર્યા, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજધિય: |, કૃષ્ણ એવ ગતિર્મમા, શરણં ભાવયેદ્વરિમ | સર્વથા શરણ હરિ: | કૃષ્ણાત્પરં ના સ્તિ દેવં |

 

આમ શ્રી મહાપ્રભુજીનો એક પણ ગ્રંથ એવો નથી કે જેમાં ‘સેવા’ ની આજ્ઞા કરવામાં ન આવી હોય.

 

પુષ્ટિમાર્ગની કેન્દ્રવર્તી વિચાર સેવા કરવી. એ આપણા સૌ માટે પ્રમાણ છે.

 

પ્રમેયનો પરિચય પામતા, મર્યાદામાર્ગમાં પ્રમેયનું સ્વરૂપ પ્રત્યક્ષ રીતે અનુભવી શકાતું નથી. પ્રમેય એટલે સાક્ષાત શ્રી ઠાકોરજી. શ્રી ઠાકોરજીની સાક્ષાત કૃપા. પ્રભુ અને સૂર્ય અને પ્રભુકૃપા ભિન્ન નથી બન્ને એક જ સ્વરૂપ છે, જેમ કે સૂર્યના કિરણો ભિન્ન નથી. શ્રીપ્રભુ ઈચ્છે કે, મન કરે કે, વિચાર કરે કે, મારે આ જીવને પ્રાપ્ત થયું છે. તો પ્રભુ એ જીવ ગમે તેવો હોય કે હશે, તો પણ શ્રી પ્રભુ એ જીવની આગળ પોતે સ્વકૃપાબળે પધારી તે જીવને અંગીકૃત કરી શકે છે. શ્રી પ્રભુનું આ પ્રમેય સ્વરૂપ છે.

 

મર્યાદા માર્ગમાં ‘તમે સાધન કરશો તો તેનું ફળ મળશે.’ અને પુષ્ટિમાર્ગમાં પ્રભુ કહે છે કે, ‘તમે સાધન નહીં કર્યું હોય તો છતાં મારી ઈચ્છા હશે તો હું સાક્ષાત તમને પ્રાપ્ત થઈશ.’ આ શ્રીપ્રભુનું ફળાત્મક સ્વરૂપ એ પ્રમેય.

 

અત્રે શ્રીહરિચરણ આજ્ઞા કરે છે કે, “પુષ્ટિમાર્ગમાં હૃદયનો ભાવ જ સેવાનું મુખ્ય સાધન છે.અને એજ સેવા પ્રમાણરૂપ છે. સાક્ષાત શ્રી પ્રભુ પ્રકટ થઈને દર્શન આપે ત્યારે તે પ્રમેયરૂપ બની જાય. આમ સેવાનું ફળ સેવા જ છે.’’

 

‘ભાવોડમં સાધનાં માર્ગે’ પુષ્ટિમાર્ગમાં મુખ્ય સાધન ભાવ છે. લાગણી છે. ભાવ એટલે ગમતી વસ્તુ મળી જતા એને આનંદથી માનવામાં આવે એ ભાવ છે. પણ આ તો લૌકિક ભાવ કહેવાય. ખાવાનું મન થયું ને મળ્યું ને ખાધું ને ગમ્યું, આ લૌકિક ભાવ. પરંતુ પ્રભુના ગુણગાન, કીર્તન, સ્મરણ દ્વારા શ્રી પ્રભુનું સ્વરૂપ હૃદય સિંહાસન પર પધારતાં શ્રી પ્રભુ આપણને ગમવા લાગે, ને પ્રિય લાગવા માંડે છે. જે પ્રભુમાં આપણુ મન લાગ્યું આ ભાવ આપણો પ્રભુ પ્રત્યેનો થયો. પ્રભુ આપણા પ્રિય થયા. આપણને ભાવતા થયા. પ્રભુ આપણા મન ભાવન બન્યા. આ પ્રભુ પ્રત્યેની પ્રીતિ, પ્રભુ પ્રત્યેનો નિષ્કામ સ્નેહ અને તે અલૌકિક ભાવનું સ્વરૂપ. શ્રી ઠાકોરજી માટે, શ્રી પ્રભુ માટે અલૌકિક પ્રેમ જ ભાગ્વ્દ્દ સ્વરૂપ છે. અને આજે ભાવ આપણા માટે અલૌકિક નિધિ છે.

 

શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે, “આ નિ:સાધન ભાવનું બીજ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા આપણા સૌના હૃદયમાં સ્થાપિત કર્યું છે. તેને સમૃદ્ધ રાખો. લૌકિક વિષયનો ત્યાગ કરો. ભગવદીયો સાથે મળી ભગવદ્દ ગુણગાનનું શ્રવણ કરો. જેનું શ્રાવણ કર્યું તેનું કીર્તન કરો. ભગવદ્દ ભાવનું સેવા દ્વારા પોષણ કરો. સંરક્ષણ કરો. જેથી આશક્તિ રૂપ પુષ્પ અને વ્યસન રૂપી ફળ પ્રાપ્ત કરવા સફળ રહો.’’

 

ભગવદ્દભાવથી વૃદ્ધિ, સંરક્ષણ કરવામાં આવતા પ્રતિબંધોને જાણી જાણીને દ્રઢતાથી છોડતા જાવ દુ:સંગથી દૂર રહો. જે કંઈ પુષ્ટિમાર્ગને અનુકૂળ હોય તેનો સંગ્રહ કરવો અને પ્રતિકૂળ હોય તેનો ત્યાગ કરવો એમ શ્રી આચાર્ય ચરણની આજ્ઞા છે.

 

છેલ્લા શ્લોકમાં, શ્રી હરિરાયચરણ પોતાના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજીને પણ ભગવદ્દીયોનો સત્સંગ કરવા આજ્ઞા કરે છે. આપણે તો પામર જીવો છીએ. આપણે એ જો સત્સંગ નહીં કરીએ તો આપણો મનુષ્ય દેહ અને તેમાંય પ્રાપ્ત કરેલ વૈષ્ણવ ધર્મ ગુમાવી દઈશું.

 

જેથી આમ તાદંશી વૈષ્ણવો સત્સંગ કરવો. મૌન રહીને આપણે જે કાંઈ ભગવદ્દવાર્તા સાંભળ્યા પછી એનું ચિંતન કરવું, ભજન કરવું અને વિદિધ્યાસન કરું. તેને જીવનમાં ઉતારવા માટે તત્પર રહેવું.

 

“સર્વથા શરણં હરિ:” શ્રી હરિમાં સંપૂર્ણ શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ એજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનું શુદ્ધ અને સાત્વિક કર્તવ્ય. બુદ્ધિની એકાગ્રતા માટે નામ નિવેદન મંત્રનું સતત સ્મરણ, ચિંતન અતિ આવશ્યક.

 

આમ અત્રે ૨૨મું શિક્ષાપત્ર સંપૂર્ણ કરાય છે. સાચી જાણકારી માટે જરૂરથી શિક્ષાપત્ર ગ્રંથનો અનુસંધાન સ્વીકારો એજ જરૂરી છે.

 

 

લેખક સંકલન-વ્રજનિશ શાહBOYDS-MD-U S A
[email protected]
[email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

 (૨૩) અંખિયન તબ તૈં વૈર ધર્યૌ… (પદ)

કવિ- સૂરદાસજી

 

Surdasji

 

 

અંખિયન તબ તૈં વૈર ધર્યૌ.
જબ હમ હટકી હરિ—દરસન કૌં, સો રિસ નહિં બિસર્યૌ.

 
ત્બહીં તૈં ઉનિ હમહિં ભુલાયૌ, ગંઇ ઉતહિં કૌં ધાઇ,
અબ તૌ તરકિ તરકિ એંઠતિ હૈં; લેની લેતિં બનાઇ.

 
ભૈ જાઇ વૈ સ્યામ–સુહાગિનિ, બડભાગિનિ, કહવાવૈ.
“સુરદાસ” વૈસી પ્રભુતા તજિ, હમ પૈ, કબ વૈ આવૈ.

 

 

જ્યારથી અમે અમારી આંખોને કૃષ્ણનાં દર્શનથી રોકી ત્યારથી અમારી આંખોએ અમારી સાથે શત્રુતા કરી લીધી છે. એ તો બસ અમને ભૂલીને એમની તરફ જ દોડતી ચાલી ગઇ. આખો દિવસ વિત્યા છતાંયે અમારી આંખોની અમારી પરની રીસ ઊતરી નથી. જ્યારે ને ત્યારે તેમને અમારી સાથે વાંકું પડતાં તેઓ અમારી પાસેથી પોતાનો બદલો લઈ લે છે. તે અમારી આંખો તો પોતાને શ્યામસુહાગિની બનીને ભાગ્યશાળી કહેવડાવે છે. “સુરદાસજી” કહે છે કે શ્યામસુંદર પર પોતાની પ્રભુતા દર્શાવતી અમારી એ આંખો શ્યામસુંદર પર પોતાની પ્રભુતા અર્થાત સત્તા છોડીને અમારી પાસે શા માટે આવે ?

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

પુષ્ટિદર્શન રસ સાગરને આધારિત….

 

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

અટૅક

અટૅક …
– દીનેશ પાંચાલ

 

ગુણવંતભાઈએ સતત ત્રીસ વરસ સુધી સરકારી નોકરી કરેલી. નોકરીમાંથી એ બે વાર સસ્પેન્ડ પણ થયેલા. દીકરો એમને કહેતો, ‘પીતાજી, તમે છાસવારે અનીતી સામે યુદ્ધે ચઢો છો. પણ કેટલીક વાતો ચલાવી લેવી પડે. તમે કળીયુગમાં હરીશ્ચન્દ્ર બનવાની કોશીશ કરો છો તેથી અમે મુશ્કેલીમાં મુકાઈએ છીએ !’ ગુણવંતભાઈને ગુસ્સો આવ્યો, ‘મારે કારણે તમારે માથે શી મુશ્કેલી આવી ?’ દીકરો જવાબ આપવા જતો હતો ત્યાં ગંગાબાઈએ ઉંચા સાદે કહ્યું, ‘તું તારી રુમમાં જા. આપણે કોઈ ચર્ચા નથી કરવી !’ પણ દીકરો જતાં જતાં સંભળાવતો ગયો – ‘પીતાજી, ઘણી વાર તમે નાના છોકરા જેવો બફાટ કરી બેસો છો. કોઈ મોં પર કહેતું નથી; પણ મહોલ્લામાં બધા તમને ‘ગુણવંત ગાંડો’ કહે છે. સાંભળીએ ત્યારે દુ:ખ થાય છે. ગુણવંતભાઈએ કહ્યું, ‘દુ:ખ લગાડવાની શી જરુર છે, હું છું જ ગાંડો!’
●♦●

 

ગુણવંતભાઈ ગંગાબાને ઘણી વાર કહેતાં – ‘ગંગા, બહુ જીવાઈ ગયું. મને નેવ્યાંશી થયાં. તું પંચ્યાશીની થઈ. હવે તેડું આવે તો સંસાર સમેટી લઈએ. હવે જેટલું વધારે જીવીશું તેટલાં દુ:ખી થઈશું ! મારો સ્વભાવ હું બદલી શકતો નથી. મારાથી ખોટું સહન થતું નથી અને સત્ય છુપાવાતું નથી !’

 

‘પણ ચુપ તો રહી શકાયને ?’ ગંગાબા વચ્ચે જ ઉકળી ઉઠતાં. વર્ષોથી ભેગો થયેલો રોષ એમના અવાજમાં ધસી આવતો. જો કે મોટા ઝઘડા ખાસ થતા નહીં. ગંગાબાએ ગુણંવતભાઈને તેમની તમામ કમજોરીઓ સહીત સ્વીકારી લીધા હતા. ગરીબ ગુણવંતનું ઘર માંડવામાં ગંગાબાને બહુ તકલીફ પડી હતી. ગુણંવતભાઈમાં વ્યવહારુતા, સમજદારી, દુનીયાદારી – જે કહો તે, પહેલેથી જ ઓછાં. દીલમાં જે ઉગે તે મોઢામોઢ કહી દે. એક ઘા ને બે કટકા કરી નાખે. જીવનની મુળ ગરીબીમાં એ બધાંનો ઉમેરો થતો એટલે સરવાળો મોટો થતો. એક દીવસ ગુવતંભાઈનો કોઈ જુનો મીત્ર ઘર પુછતો આવી ચઢ્યો. આવતાં જ એણે કહ્યું, ‘અલ્યા, તું આટલા વર્ષથી ગામમાં રહે છે. તને કોઈ ઓળખતું નથી ? મેં કેટલાય જણને પુછ્યું – ‘ગુણવંતલાલનું ઘર કયું ? પણ કોઈને ઝટ ખ્યાલ ન આવ્યો !’

 

‘તેં ખોટું પુછ્યું. ‘ગુણવંત ગાંડાનું ઘર કયું’ એમ પુછ્યું હોત તો તરત બતાવી દીધું હોત. અહીં બધા મને ગુણવંત ગાંડાના નામથી ઓળખે છે !’ શબ્દો સાંભળી એ માણસ ચમકીને જોઈ રહ્યો. એને સમજાયું નહી કે ગુણવંતભાઈ ગંભીરપણે કહે છે કે મજાક કરે છે ? દીકરો એ સંવાદ સાંભળી ગયો. પેલા મીત્રના ગયા પછી ગુણવંતભાઈને તેણે ઝાટક્યા – ‘પીતાજી, એવું બોલાય ? તમારી નહીં તો અમારી ઈજ્જતનો તો ખ્યાલ કરો !’

 

એક દીવસ દીકરાનો કૉલેજકાળનો જુનો મીત્ર પધાર્યો. રાત્રે એ બન્ને ઉપલી અગાસીના હીંચકે બેસીને વાતો કરતા હતા. દીકરાએ મીત્ર આગળ હૈયાવરાળ ઠાલવી – ‘યાર, બધું સુખ છે, પણ પીતાજી બહુ પ્રોબ્લેમ ઉભા કરે છે !’ મીત્રે કહ્યું – ‘નહીં યાર, તારા ફાધર ખરેખર ઈમાનદાર માણસ છે. આજે સમાજમાં હળહળતાં જુઠાણાં અને તરેહ તરેહની બેઈમાની ચાલે છે ત્યારે આવા પ્રામાણીક માણસોને તો સમાજે એવૉર્ડ આપવો જોઈએ!’

 

‘તું શો બકવાસ કરે છે યાર ? બેવકુફીઓ માટે તો વળી ઍવૉડૅ અપાતો હશે ? તને એક તાજો કીસ્સો કહું. સાંભળ. બે દીવસની વાત છે. એ બજારમાં જવા નીકળ્યા. બસ ચુકી ગયા એટલે કોક છોકરાના સ્કુટર પર બેસીને બજારમાં આવ્યા. સ્કુટર પરથી ઉતરીને એમણે છોકરાને પુછ્યું – ‘તારી ઉંમર બહુ નાની લાગે છે. તારું લાઈસન્સ ખરું કે ?’ પેલાએ ભોળાભાવે કહ્યું – ‘ઉંમર ઓછી છે એથી હજી લાઈસન્સ કઢાવ્યું નથી.’ બસ થઈ રહ્યું ! પીતાજીએ તેને પંદર મીનીટ ભાષણ આપ્યું. પછી ઘસડીને નજીક ઉભેલા ટ્રાફીક પોલીસ પાસે લઈ ગયા અને છોકરા વતી પોતે દંડની રકમ પોલીસને આપતાં કહ્યું – ‘આ છોકરા પાસે લાઈસન્સ નથી. એનો કાયદેસર જે દંડ થતો હોત તે લઈ લો !’ આવતાં આવતાં ટ્રાફીક પોલીસને પણ કહેતા આવ્યા – ‘તમે ડ્યુટી પર છો; છતાં બેલ્ટ, યુનીફોર્મ, બીલ્લો વગેરે કંઈ જ પહેર્યું નથી એ ખોટું કહેવાય!’ ટ્રાફીક પોલીસ મને ઓળખતો હતો એથી પપ્પાને જવા દીધા. નહીંતર ચોકીમાં બેસાડી દીધા હોત !

 

‘હજી આગળ સાંભળ. એક દીવસ રેશનકાર્ડ માટે સરકારી ઑફીસમાં ગયા. ત્યાં બધાં જોડે લડી આવ્યા, ‘તમે રીસેસમાં જાઓ છો ત્યારે બધી લાઈટો ચાલુ રાખીને જાઓ છો. તમારા ઘરની લાઈટ આમ ચાલુ રાખો છો ? તમારી નીષ્કાળજીને કારણે સરકારે લાઈટનો ખોટો ખર્ચ વેઠવો પડે છે !’ એ ઑફીસમાં મહોલ્લાનો એક માણસ સર્વીસ કરે છે. તેણે બાજી સંભાળી લીધી. આવું સતત થયા કરે છે. પીતાજી બહાર નીકળે અને ઘરમાં સૌના જીવ ઉંચા થઈ જાય છે. ગઈકાલે નગરપાલીકાના પ્રમુખને રુબરુ મળીને ખખડાવી આવ્યા. કહે – ‘ઘણી વાર તમારા માણસો સ્ટ્રીટલાઈટ બંધ કરવાનું ભુલી જાય છે. દસ–અગીયાર વાગ્યા સુધી લાઈટો બળતી રહે છે. તમારી લાપરવાહીને કારણે શહેરના લોકેને માથે ખોટો ખર્ચ ચઢે છે.’

 

‘અરે ! એક વાર તો પોલીસચોકીમાં જઈને ઈન્સ્પેક્ટરને મોઢામોઢ કહી આવેલા – ‘ફલાણા પીઠામાં જઈને તમારા પોલીસો દારુ પીએ છે અને હપતા પણ ઉઘરાવે છે. તેની સામે તમે કેમ કોઈ પગલાં ભરતાં નથી ?’ લે સાંભળ, હવે કંઈ કહેવું છે તારે ? તું ઍવૉડૅ આપવાની વાત કરે છે; પણ ઍવૉડૅ તો અમને આપવો જોઈએ – સહનશક્તીનો ઍવૉડૅ ! દર ત્રીજે દીવસે એ કોઈ તોફાન ઉભું કરે છે. એમની ઈમાનદારીનો દંડ અમારે ભોગવવો પડે છે !’
મીત્ર શું બોલે…? એ પણ સાંભળીને ચુપ થઈ ગયો.
●♦●

 

મૈયતમાં જે કોઈ આવતું તેના મુખેથી એક જ પ્રશ્ન નીકળતો હતો – ‘ગુણવતંભાઈને શું થયું હતું? બીલકુલ સાજાનરવા હતા. ગઈકાલે તો એમની જોડે કલાક વાત કરી. એકાએક શું થઈ ગયું…?’ દીકરો કહેતો હતો – ‘પીતાજીને રોગ તો કોઈ જ ન હતો, પણ ઉંમરને કારણે થોડા ઢીલા થઈ ગયા હતા. બે દીવસ પર અમે નવા બંગલામાં જવાની તૈયારી કરતા હતા ત્યારે એમણે કહેલું – ‘અમને તમે અહીં જ રહેવા દો…’ પણ મેં એમની ૯૦મી વર્ષગાંઠ નીમીત્તે એ ચાળીસ લાખનો બંગલો એમને ભેટ આપ્યો હતો. પીતાજીએ બહુ ગરીબી વેઠી હતી. અમે ગામડાના ઘરમાં મોટા થયા હતા. પીતાજી આ સુખનો અટૅક ન જીરવી શક્યા !’ ગંગાબા સ્ત્રીઓના ટોળા વચ્ચે કહેતાં હતાં – ‘બહેન, કોણ અમરપટો લખાવીને આવ્યું છે? તબીયત તો છેલ્લે સુધી સારી હતી, પણ વર્ષો પહેલાં એક જ્યોતીષીએ કહેલું તે સાચું પડ્યું. નેવું પુરાં થઈને એકાણુમું બેસશે એટલે તમે…’ ગંગાબાની આંખમાંથી આંસુઓ ટપકતાં હતાં, પણ કોણ જાણે કેમ, એમનાં શબ્દોનો આંસુ સાથે મેળ ખાતો નહોતો. એ બોલતાં કંઈક જુદું હતાં અને રડતાં કંઈક જુદું હતાં.

 

એકાદ મહીનાથી ઘરમાં ઝઘડો ચાલતો હતો. દીકરાએ કડકાઈપુર્વક કહી દીધું હતું – ‘આખી જીંદગી તમારી બેવકુફી સહન કરીને દુ:ખી થતા રહ્યા. હવે આ મામલામાં હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી. બા, તું સમજાવ બાપુજીને.’

 

થયેલું એવું કે જગમોહન અમેરીકા ગયો અને બીજા અઠવાડીયે જ ત્યાં એક એક્સીડન્ટમાં માર્યો ગયો. ગુણંવતભાઈ ભાંગી પડ્યા, પણ ખરી મુશ્કેલી તો જગમોહનના મર્યા પછી ઉભી થઈ. એ અમેરીકા ગયો તેન થોડાક દીવસો પહેલાં ગુણવંતભાઈ અને જગમોહન બન્ને મીત્રો ખરીદી કરવા નીકળ્યા હતા. જગમોહનની નજર લોટરીના સ્ટોલ પર પડી. એણે એક ટીકીટ ખરીદીને ગુણવંતને આપતાં કહ્યું, ‘ગુણવંત, મારી આ ટીકીટ તું સાચવજે અને ઈનામ લાગે તો મને જાણ કરજે. હું લેવા આવીશ. એ બહાને આપણે મળીશું. તું પણ એકાદ ટીકીટ લઈ લે… મને તો આમેય અમેરીકાની લોટરી લાગી છે. કદાચ તારું પણ કીસ્મત ચમકી જાય…!’

 

ગુણવંતભાઈએ પણ એક ટીકીટ ખરીદી. ગુણવંતભાઈના સ્વભાવમાં પહેલેથી જ ચીવટાઈ હતી. એમણે ટીકીટને તીજોરીમાં મુકતાં પહેલાં જગમોહનની ટીકીટ પર તેનું નામ લખી દીધું હતું, જેથી ઈનામ લાગે તો કોને ઈનામ મળ્યું છે તેનો ખ્યાલ આવી શકે. લોટરીનો ડ્રો થયો. જગમોહનની ટીકીટ પર ૫૦ લાખનું ઈનામ લાગ્યું. ગુણવંતભાઈનું કહેવું હતું કે કાયદેસર એ પૈસા જગમોહનના જ કહેવાય. આપણો એના પર કોઈ હક નથી…!’ દીકરો કહેતો હતો – ‘જગમોહનકાકાને ભગવાને બેસુમાર દોલત આપી છે. આ પચાસ લાખ ભગવાને આપણને આપ્યા છે. વળી હવે તો જગમોજનકાકા હયાત પણ નથી. તેમના દીકરાઓ અમેરીકામાં અબજોપતી બનીને બેઠા છે. પીતાજી, લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે ત્યારે તમે ઈમાનદારીની આડમાં કોઈ મુર્ખામી ના કરશો…!’

 

દીકરા આગળ ગુણવંતભાઈનું ન ચાલ્યું. ગંગાબા પણ દીકરાની તરફેણમાં રહ્યાં. ગુણવંતભાઈએ દીકરા જોડે બોલવાનું છોડી દીધું હતું, પણ એમનો આત્મા કકળતો હતો. જાણે એ દીકરાને કરગરીને કહેતા હતાં – ‘મરેલા બાપનું દેવુ દીકરાએ ચુકવવું પડે એવી કાયદામાં જોગવાઈ છે. એ ન્યાયે મરેલા બાપને ઈનામ મળ્યું હોત તેનો હક પણ દીકરાનો જ ગણાય. એ પચાસ લાખની એકેએક પાઈ જગમોહનના દીકરાની જ ગણાય… આપણી નહીં…!’

 

દીકરાએ નવા બંગલામાં પુજા કરાવી ત્યારે ગુણવંતભાઈ માંદા પડી ગયા હતા એથી જઈ ના શક્યા, પણ છેલ્લે-છેલ્લે એમણે ગંગાબાને ભીની આંખે વીનંતી કરી હતી – ‘ગંગા, આપણે એ બંગલામાં નથી જવું. આપણે આ ઘરમાં જીંદગી વીતાવી છે. અહીં જ મારી આંખ મીંચાય એમ હું ઈચ્છું છું!’ ગંગાબાએ એમને સમજાવ્યું – ‘તમે જીંદગીભર તમારા મનનું કરતાં રહ્યાં. દીકરાએ સુંદર બંગલો બનાવ્યો છે તો એનું મન રાખવા થોડા દીવસ ત્યાં રહીએ. પછી પાછાં આવતાં રહીશું. હું દીકરાને સમજાવીશ…!’

 

દીકરાએ ગુણવંતભાઈ માટે મોંઘી કફની ખરીદી હતી. દીકરાવહુએ સ્વહસ્તે એ કફની તેમણે પહેરાવી. વહુએ મજાક કરી – ‘બાપુજી તમે આ કફનીમાં વરરાજા જેવા લાગો છો…!’ દીકરો હરખથી બોલ્યો – ‘પીતાજી મારા તરફથી આ બંગલો તમને ભેટમાં આપું છું…!’
ગુણવંતભાઈ કારમાંથી ઉતર્યા અને બંગલામાં પહેલે પગથીયે પગ મુક્યો ન મુક્યો ને ઢળી પડ્યા.
●♦●

 

સ્મશાને એક જ વાત ચર્ચાતી હતી. ગુણવંતભાઈ ભગવાનના માણસ હતા. એમની જીવનભરની પ્રામાણીકતા રંગ લાવી. દીકરાને ભગવાને એવી બરકત આપી કે તેણે બાપને ચાળીસ લાખનો બંગલો ભેટમાં આપ્યો. જો કે સૌને એક વાતનું આશ્ચર્ય થયું હતું. એમને નખમાંય રોગ નહોતો. અચાનક આ અટૅક કેમ આવ્યો ? ગંગાબાના દીલમાં જ્યોતીષીના શબ્દો ઘુમરાઈ રહ્યા હતા : ‘અંતે તમે કોઈ અસાધ્ય રોગમાં અટૅકથી મરશો !’ ઈમાનદારી ગુણવંતભાઈનો અસાધ્ય રોગ હતો. ગંગાબા સીવાય મહોલ્લાના કોઈ માણસને જાણ થઈ ન શકી કે ગુણવંતભાઈને ‘હૃદયરોગ’નો નહીં; ‘ઈમાનદારીનો અટૅક’ આવ્યો હતો…!

 

 

–દીનેશ પાંચાલ

 

બ્લોગ લીંક : http://das.desias.net
email : [email protected]

 

 

”દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ નો લેખ પ્રસિદ્ધ કરવા મોકલવા બદલ અમો શ્રી ઉત્તમભાઈ ગજ્જર નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

આપના બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

(કેવળ વાર્તાઓ(લેખો, કવીતા, ગઝલો કશું નહીં)ને જ સ્થાન આપનારા, ગયે વરસે જ શરુ થયેલા, ‘આવતીકાલના વાર્તાકારનું આજનું માસીક’, ‘મમતા’(સમ્પાદક : મધુ રાય(અમેરીકા)[email protected].com , તંત્રી, મુદ્રક, પ્રકાશક : એ.વી. ઠાકરભારતમાં વાર્ષીક લવાજમ : રુપીયા–200, અમેરીકામાં વાર્ષીક લવાજમ : $ –30, સરનામું: ‘મમતા’ કાર્યાલય, 977/2 –સેક્ટર 7–સી, ગાંધીનગર–382 007, ફોન – 079-2323 3601 મોબાઈલ– 97127 50565 ઈ–મેલ : [email protected] )ના એપ્રીલ 2012ના છઠ્ઠા અંકમાંથી લેખકશ્રીની અને સમ્પાદકશ્રીની પરવાનગીથી સાભાર…)

લેખક–સમ્પર્ક :
શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

@@@

સન્ડે ઈ–મહેફીલ’વર્ષઃ આઠમુંઅંકઃ 254October 07, 2012
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર [email protected]

 

@@@

તમે શીખ્યા કે ?

બ્લોગમાં, ફેસબુકમાં, સ્કાઈપમાં, ચેટીંગમાં, મેઈલમાં કે વર્ડમાં આમ જ, કર્સર અહીં જ મુકી, ફટાફટ ગુજરાતીમાં લખતાં તમને ફાવ્યું કે ? જો હજી ક્યાંક બીજે લખી, તેની કૉપી કરી, અહીં પેસ્ટ કરવાની ઝંઝટથી થાક્યા હો તો http://lakhe-gujarat.weebly.com/ ની મુલાકાત લો.
તે માટેની સઘળી સામગ્રી ત્યાં મુકેલી જ છે. સુચવ્યા મુજબ કરો ને સ્ક્રીન પર ગુજરાતીમાં લખવા સક્ષમ બનો.. કશી પણ ગુંચ આવે તો અમને મેઈલ લખો.. તમે લખતા ન શીખી જાઓ ત્યાં સુધી અમે તમારી સાથે રહીશું.. [email protected] ..Surat..

 

@@@

More than 1,64,50,000 Gujarati Language lovers have visited
http://www.gujaratilexicon.com/
More than 14,61,000 have visited Digital Bhagwadgomandal
http://www.bhagwadgomandal.com/
More than 3,45,000 have visited Lokkosh
http://lokkosh.gujaratilexicon.com/

 

@@@@@@@@@

ક્યા દેવતાનું વાહન શું છે અને શા માટે ?

ક્યા દેવતાનું વાહન શું છે અને શા માટે ?

 

હિન્દુ ધર્મમાં વિભિન્ન દેવતાઓના સ્વરૂપ અલગ-અલગ જણાવવામાં આવ્યા છે દરેક દેવતાના સ્વરૂપ તેના આચરણ તથા વ્યવહાર અનુરૂપ જ આપણા ધર્મગ્રંથોમાં વર્ણન આવે છે. દેવતાઓનાં સ્વરૂપની જેમ જ દેવતાઓના વાહનોમાં પણ વિભિન્નતા જોવા મળે છે. ધર્મગ્રંથો અનુસાર મોટાભાગના દેવતાઓના વાહન પશુ જ હોય છે.

 

god godeses .1

 

દેવતાઓના વાહનના રૂપમાં આ પશુ કોઈને કોઈ સમજ આપે છે. આજે આપણે જાણીએ કે કયા દેવતાનું વાહન શું છે અને શા માટે છે….

 

mushak

ભગવાન શ્રી ગણેશનું વાહન મૂષક

 

ભગવાન શ્રીગણેશનું વાહન છે મૂષક અર્થાત ઊંદર. ઊંદરની વિશેષતા એ છે કે તે દરેક વસ્તુને કાપી નાખે છે. તે એ નથી જોતો કે આ વસ્તુ કેટલી જરૂરી છે, કિમતી છે. આ રીતે કુતર્કી પણ એવા વિચાર નથી કરતા કે આ કાર્ય શુભ છે કે અશુભ, સારો છે કે ખરાબ. તે દરેક કામમાં કુતર્ક દ્વારા વિઘ્નો નાખે છે. ગણેશજી બુદ્ધિ તથા જ્ઞાન છે અને મૂષક કુતર્ક છે. જેને ગણેશજીએ પોતાની નીચે દબાવીને પોતાની સવારી બનાવીને રાખે છે. કારણ કે કુતર્ક અર્થાત અવિચારી વિચાર શક્તિ, અવિચાર કાર્ય શક્તિને દબાવીને ન રાખીએ તોતે આપણું જ મસ્તક ખરાબ કરી નાખે છે જેને કારણે મનુષ્ય ન કરવાનું કાર્ય કરી નાખે છે. તેને કારણે જ કદાચ કહેવત પડી હશે કે બુધ્ધિના ગણેશ થઈને ફરીએ પણ ઉંદર થઈને ન ફરીએ. મૂષક મહાશય આપણને સમજ આપે છે કે કુતર્કને નહીં પણ જ્ઞાનને અને સમજને અપનાવો. ઉંદરનું એક અન્ય ગુણ પણ છે કે તે જ્યારે કાતરે છે ત્યારે તે ફૂંક મારતું જાય છે અને કોતરતું જાય છે અર્થાત બહુ જ શાંતિથી કાર્ય કરે છે. તે જ રીતે મનુષ્યએ પણ શાંતિથી કાર્ય કરવું જોઈએ પરંતુ ઉંદરની જેમ અવિચારી કાર્ય ન કરવું જોઈએ.

 

 

garud

ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ

 

ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ છે. તેને પક્ષીઓના રાજા પણ કહે છે. ભગવાન વિષ્ણુ બધાનું પાલન કરનાર ભલે હોય પરંતુ નાના મોટા પ્રત્યેક જીવ ઉપર ધ્યાન રાખવાનું કાર્ય તેમણે ગરુડને સોંપ્યું છે. ગરૂડની એ વિશેષતા છે કે આકાશની ઊંચાઈએ પણ તે પૃથ્વીના નાના-નાના જીવો પર પણ નજર રાખી શકે છે. કારણ કે તેની તેની તીક્ષ્ણ નજરમાં અપાર શક્તિ હોય છે. આ ઉપરાંત ગરુડની એક અન્ય ખાસિયત છે કે તે પૃથ્વીને સ્વચ્છ કરે છે. તેજ રીતે મનુષ્યે પણ પ્રકૃતિ રૂપી નિસર્ગને સ્વચ્છ રાખવી જોઈએ. ગરૂડ પાસે એ પણ સમજવાનું છે કે કોઈપણ નાની મોટી વાત પર પૂર્ણ ધ્યાન અને નજર રાખો જેથી નાનીમોટી વાતથી પણ તમારો સ્વવિકાસ થતો રહે.

 

 

 

balad

ભગવાન શંકરનું વાહન બળદ

 

ધર્મગ્રંથોમાં ભગવાન શંકરનું વાહન નંદી બળદ જણાવાયું છે. બળદ મહેનતું, શાંત અને શક્તિશાળી જીવ છે. ભગવાન શિવ પણ પોતાનાં સ્વતપના બળ પર શક્તિશાળી, શાંત છે ભગવાન શિવ નાની અમથી પૂજાથી પણ તરત જ પ્રસન્ન થઈ વરદાન આપી દે છે તેથી તેમનું નામ જ ભોળેનાથ છે. ભગવાન શંકરે કામને ભસ્મ કર્યો, તેના પર વિજય પ્રાપ્ત કર્યો હતો, તે રીતે તેનું વાહન પણ કામી નથી હોતું. તેનું કામ પર પૂરું નિયંત્રણ હોય છે. અહીં કામનાં બે અર્થ શાસ્ત્રોમાં બતાવ્યાં છે. પ્રથમ કામ એ સંસારચક્રને આગળ વધારે છે અને અને બીજો કામ તે કાર્ય તરફ સૂચિત કરે છે. વિદ્વાનો કહે છે કે શારીરિક, માનસિક કામને જો જીવનમાં જીતી લો તો તમે શિવ બની શકો છો. અને શિવ બનતાં જ જેમ દેવોમાં શિવ મહાદેવ છે તેમ તમે પણ તમારા ક્ષેત્રના વડા બની શકો છો. પરંતુ આમાં બીજી વાત એ પણ છે કે વડા બનવા માટે ભગવાન શિવની જેમ સરળ સ્વભાવ રાખવો જોઈએ અને તેનાં સાથી બળદ અર્થાત નંદીની જેમ મહેનતી સ્વભાવ રાખવો જોઈએ. જ્યારે આ બંને ગુણ તમારી પાસે આવી જાય છે ત્યારે તમે લોકપાલ થઈ જાઓ છો કારણ કે જે લોકપાલ હોય તે નાના મોટા સર્વેની સાથે સરળતાથી મિક્સ થઈ સર્વેનાં લોકપ્રિય થઈ જાય છે. ભગવાન શિવનું એક નામ લોકપાલ પણ છે.

 

 

lion

દેવીનું વાહન સિંહ

 

શાસ્ત્રોમાં દેવીનું વાહન સિંહ જણાવાયું છે. સિંહ એક સંયુક્ત પરિવારમાં રહેનાર પ્રાણી છે. તે પોતાના પરિવારની રક્ષા કરવાની સાથે જ સામાજિક રૂપે તે વનમાં રહે છે. તે વનનું સૌથી શક્તિશાળી પ્રાણી હોય છે, પરંતુ પોતાની શક્તિને વ્યર્થ ખર્ચ નથી કરતો, જરૂરીયાત પ્રમાણે તેનો ઉપયોગ કરે છે. સિંહ જે પરિવારમાં રહે છે તે પરિવારના પેટની ચિંતા સિંહણને કરવાની હોય છે અર્થાત સિંહણ શિકાર કરે છે અને સિંહ તેને મદદ કરે છે ત્યાર બાદ સિંહ તે શિકાર આરોગે છે દેવીના આ વાહનમાંથી એવો સંદેશ મળે છે કે ઘરની મુખ્ય સ્ત્રીને પરિવારની જવાબદારી સોંપાવી જોઈએ અને આ કાર્યમાં તેનાં પર પૂર્ણ વિશ્વાસ કરવો જોઈએ. પરંતુ પરિવારનો મુખ્ય પુરુષ તે સિંહ છે જેથી પરિવાર પર અન્ય દુશ્મનો સરળતાથી હાવી થતાં નથી તે જ રીતે પુરૂષોએ પરિવારની જવાબદારી ઉપાડવી જોઈએ.

 

 

hansh-swan

સરસ્વતીનું વાહન હંસ

 

માતા સરસ્વતીનું વાહન હંસ છે. માતા સરસ્વતી એ શિક્ષાનું અને હંસ એ જ્ઞાનનું પ્રતિક છે. શાસ્ત્રોમાં એક માન્યતા છે કે હંસમાં એવો ગુણ હોય છે કે તેની સામે દૂધ તથા પાણી મેળવીને રાખી દો તો તે કેવળ દૂધ પી લે છે તથા પાણી છોડી દે છે. આ માન્યતાનો અર્થ એ લઈ શકાય કે સમાજમાં આપણી સામે જ્યારે બે માર્ગ આવે જેમાં એક સારો હોય પરંતુ લાંબો હોય અને બીજો નાનો હોય પણ આપણાં ધ્યેયથી ભટકાવી દે તેવો હોય તો લાંબો પણ સત્યનો માર્ગ પસંદ કરવો, અને રસ્તે ચાલતાં માત્ર સારા ગુણ ગ્રહણ કરવા અને અવગુણ કે દુર્ગણ કે દુર્જનનો સાથ છોડી દેવો. ગુણ તથા અવગુણને ઓળખવા ત્યારે શક્ય છે જ્યારે હૃદય, મન અને મગજમાં જ્ઞાનનો ઉદય થાય. પરંતુ જ્ઞાનનો ઉદય થવા માટે સુશિક્ષિત થવું જરૂરી છે અને આપણી સાથે આસપાસનાં સમાજને પણ સુશિક્ષિત કરવો જરૂરી છે.

 

 

 

elephant - ghuvad

લક્ષ્મીજીનું વાહન હાથી તથા ઘૂવડ

 

માતા લક્ષ્મીનું વાહન સફેદ રંગનો હાથી હોય છે. સફેદ રંગ એ પવિત્રતાનું પ્રતિક છે. શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે પોતાની મહેનતથી જે ધન મનુષ્ય અર્જિત કરે છે તે ધન પવિત્ર હોય છે. હાથીનો બીજો ગુણ એ છે કે તે પોતાનાં પરિવારની સાથે હળીમળીને રહે છે તેથી હાથીને સામાજિક તથા બુદ્ધિમાન પ્રાણી ગણવામાં આવ્યું છે. હસ્તિ પરિવારમાં માદાઓની પ્રાથમિકતા જોવા મળે છે તથા તેનું સન્માન કરવામાં આવે છે. તે રીતે મનુષ્યે પણ પોતાના પરિવાર સાથે હળીમળીને રહેવું જોઈએ અને પોતાના પરિવારની બધી જ સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. તેથી જ સમાજમાં કહેવામા આવ્યું છે કે પ્રત્યેક વ્યક્તિની પ્રથમ સ્કૂલ અને શિક્ષા તે તેમનો પરિવાર છે. જે વ્યક્તિ પોતાનાં ઘરની સ્ત્રીઓને માન આપે છે તે સ્ત્રીઓ બીજી સ્ત્રીઓને પણ માન ચોક્કસ આપશે. સંતો કહે છે કે પોતાના પરિવારને એક રાખનાર અને ઘરની સ્ત્રીઓને આદર આપનાર માણસના ઘરે લક્ષ્મી નિવાસ કરે છે. અહીં લક્ષ્મીનો અર્થ આપણે ગૃહલક્ષ્મી, માતૃ લક્ષ્મી, પુત્રી અર્થાત કન્યાલક્ષ્મી અને પુત્રવધૂલક્ષ્મી તરીકે કરી શકીએ છીએ. લક્ષ્મીનું વાહન ઘૂવડ પણ છે, ઘૂવડ હંમેશા ક્રિયાશીલ હોય છે. તે પોતાનું પેટ ભરવા માટે સતત કર્મશીલ હોય છે. પોતાના કાર્યોને પૂરી તન્મયતાથી પૂરું કરે છે. તેનો અર્થ છે કે જે વ્યક્તિ રાત-દિવસ જોયા વગર મહેનત કરે છે તેના પર લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે. પરંતુ ઘુવડ એ નિશાચર પક્ષી છે જે દર્શાવે છે કે ગમે તેટલું આસપાસ અંધારું હોય, તમારા કાર્યને કોઈ જોનાર પણ ન હોય, કોઈ ઉત્સાહ આપનાર પણ ન હોય તો પણ તમારા કાર્યમાં મગ્ન રહો. જ્યારે અંધકાર દૂર થશે ત્યારે તમારા કાર્યની આપોઆપ પ્રસંશા થશે પણ ત્યાં સુધી નિરાશ બનીને કાર્ય પ્રત્યે ઉદાસીનતા ન રાખવી.

 

 

 

hanumanji.1

 

હનુમાનજીનું આસન ભૂત અને પિશાચ

 

હનુમાનજી પ્રેત કે પિશાચને પોતાનું આસન બનાવીને બેસે છે. તેને તે પોતાના વાહનના રૂપમાં ઉપયોગ કરે છે. પિશાચ કે પ્રેત ખરાબ અને ભય આપનારા હોય છે. સામાન્ય રીતે ભૂત પિશાચને નકારાત્મક રૂપમાં પ્રગટ કરવામાં આવ્યાં છે. આપણે ત્યાં કહેવાય છે કે જે મૃત વ્યક્તિની ઈચ્છા અને વાસના અધૂરી રહી જાય છે તે વ્યક્તિઓ ભૂત કે પિશાચનાં રૂપમાં જીવિત રહે છે. પરંતુ હનુમાનજી કહે છે કે ભૂત-પિશાચ રૂપી તમારી વાસના અને ઈચ્છાઓનું દમન કરી તેની પર તમે બેસી જાઓ. તે વાસનાને તમારી ઉપર ન બેસવા દો. તેનો અર્થ છે કે આપણે ક્યારે આપણાં પર ખરાબ અર્થાત નકારાત્મક વિચારો અને ભયને હાવી ન થવા દઈએ તો આપણે વિકાસની ઊંચાઈએ ઊડી શકીએ છીએ.

 

 

surya narayan

સૂર્યનું વાહન રથ

ભગવાન સૂર્યનું વાહન રથ છે. આ રથમાં સાત ઘોડા હોય છે. જે સાતવારનું પ્રતિક છે. રથનું એક પૈડું એક વર્ષનું પ્રતિક છે, જેમાં બાર આરા હોય છે અને બીજું પૈડું તે ઋતુઓનાં પ્રતિક રૂપે હોય છે. ભગવાન સૂર્યનું વાહન રથ આ વાતનું પ્રતિક છે કે આપણે હંમેશા ક્રિયાશીલ રહેવું જોઈએ. જ્યારે સતત ક્રિયાશીલ રહીએ ત્યારે જીવનમાં પ્રકાશ આવે જ છે, અને એ પ્રકાશ જ આપણાં જીવન રૂપી રથને ગતિ આપતું જાય છે. ભગવાન સૂર્યનાં રથનો સારથિનું નામ અરુણ છે. જે ભગવાન સૂર્યનાં સાતે ઘોડાઓની ધૂરા પોતાનાં હાથમાં રાખે છે તેજ રીતે આપણાં જીવનની ધૂરા પણ આપણાં હાથમાં હોવી જોઈએ. અહીં શાસ્ત્રોએ ઘોડાનો અર્થ ઇન્દ્રિયો તરીકે કર્યો છે. તેથી એમ કહી શકાય કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓની ધૂરા આપણાં હાથમાં હોય ત્યારે આપણે અરુણ બનીને આપણાં જીવનનાં રથને સારી રીતે ચલાવી શકીએ છીએ, અને જ્યારે આપણો જીવનરથ સારી રીતે ચાલતો હોય ત્યારે જ આપણે સારા કર્મો કરી શકીએ છીએ જેને કારણે આપણને આપણાં જીવનને સૂર્ય બનવાની તક મળે છે.

 

yum-pado

યમરાજનું વાહન પાડો

 

મૃત્યુ દેવ યમરાજ ભયાનક દેખાતા પાડાને પોતાના વાહનના રૂપમાં ઉપયોગ કરે છે. જીવો માટે મૃત્યુ પણ એક ભય છે. યમરાજા દર્શાવે છે કે ભય પર જો તમે સવાર થઈ જાઓ તો તમને કોઈપણ પ્રકારનો ભય કે ડર તમારા પર હાવી થતો નથી અને તમે મુક્ત રીતે જીવન જીવી શકો. બીજો અર્થ એ પણ કહી શકાય કે જો મૃત્યુનો ડર હશે તો જીવનને પૂર્ણ સંયમ રીતે જીવવી જોઈએ જેથી જ્યારે મૃત્યુ આવી જાય ત્યારે જીવનમાં કશું સારું કર્યું નથી તેવો ભય ન રહે. પાડાઑ હંમેશા જુથમાં રહીને ફરનાર સામાજિક પ્રાણી છે. કહેવાય છે કે જ્યારે પણ કોઈ દુશ્મન આવે છે ત્યારે તે બધા મળીને એકતા દ્વારા એકબીજાની અને પોતાનાં પરિવારની રક્ષા કરે છે. પાડાનો બીજો ગુણ એ છે કે જ્યારે તે પોતાની તરફ મુશ્કેલી જુએ છે ત્યારે પોતાનાં શિંગડા ઉપાડી તેને મારવા દોડે છે. તે જ રીતે મનુષ્યે પણ પોતાનાં પર આવતી તમામ તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે પોતાનાં પૂરા જુસ્સાથી દોડવું જોઈએ. મુશ્કેલીઓથી ભાગી ન જવું તે ગુણ આપણને પાડો શીખવે છે.

 

 

peacock

ભગવાન કાર્તિકેયનું વાહન મોર

 

સંયમ, કામ, અને ચતુરાઇપૂર્વકની ચતુરાઇથી કેવી રીતે કામ કરવું તે આપણને કાર્તિકેયજી અને તેમનું વાહન મોર શીખવે છે. ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દેવતાઓના સેનાપતિ કહેવામાં આવે છે. તેનું વાહન મોર છે. ધર્મગ્રંથો અનુસાર કાર્તિકેયે અસુરો સાથે યુદ્ધ કરી દેવતાઓને વિજય અપાવ્યો હતો. અર્થાત તેનું યુદ્ધ કૌશલ્ય સૌથી શ્રેષ્ઠ છે. હવે જો તેનું વાહન મોરને જુઓ તો ખ્યાલ આવશે કે તેનું ભોજન સાપ છે. સાપ પણ ખતરનાક પ્રાણી છે છતાં તેનો શિકાર મોર ચપળતાથી કરે છે. આથી કોઈ પણ કામ ચપળતાથી કરવામાં આવે તો તમે જ વિજયી છો. આ ઉપરાંત મોર એ મુક્તિનું પ્રતિક પણ છે અને કામનું પણ પ્રતિક છે જે દર્શાવે છે કે સંસારમાં કામ હંમેશા રહેવાનો પણ કાર્તિકેય રૂપી આપણે અર્થાત આપણે સંયમપૂર્વક કામની પૂર્તિ કરીએ તો આપણને મુક્તિ મળે છે.

 

 

magar

ગંગાનું વાહન મગર

 

ધર્મગ્રંથોમાં માતા ગંગા અને માતા ખોડિયારનું વાહન મગરમચ્છ જણાવાયું છે. તે દર્શાવે છે કે ગંગા અને ખોડિયાર જગત જનની હોવા છતાં કુરૂપ દેખાતાં પોતાના સંતાનોનો ત્યાગ નથી કરતી પણ પોતાનાં વ્હાલ ભર્યા પાલવ નીચે રાખે છે તે રીતે આપણે પણ દરેક પ્રાણીની રક્ષા કરવી જોઈએ. પોતાના નિજી સ્વાર્થ માટે તો તેમને હણવા યોગ્ય નથી. કારણ કે દરેક પ્રાણીની ઉપસ્થિતિએ સૃષ્ટિની સાંકળ છે જેનાથી આ સંસાર ચાલી રહ્યો છે માટે સંસારની કોઈપણ કડીનો છેદ કરવો યોગ્ય નથી સાથે મગર પાસેથી બીજી એક વાત પણ શીખવા જેવી છે. મગર પાસે જેવો શિકાર નજીક આવે છે તરત જ તે ઝપટ મારીને પોતાનાં શિકારને પકડી લે છે અને શિકારને પૂર્ણ રીતે ખાઈ જ કાઢે છે તે જ રીતે આપણી પાસે કોઈપણ ધ્યેય આવે ત્યારે તેને ઝડપી લઇ તે ધ્યેયનું કાર્ય પૂર્ણ રીતે કર્યા પછી જ સંતોષ લેવો.

 

 

sani dev -kagdo
શનિદેવનું વાહન કાગડો

 

કાગડાની આદત હોય છે જુદી જુદી જગ્યાઓમાં ફૂડને છુપાવવું. કારણ કે ઘણા બધાં પક્ષીઓ કે પ્રાણીઓ એવા હોય છે કે જેઓ ખાવાનું શોધતાં હોય છે ત્યારે તેઓનાં હાથમાં છુપાવેલ ખાદ્ય આવી જાય તો તેઓ સફાચટ કરી નાખે છે. કાગડો આપણને સૂચવે છે કે આપને કામનાં એવા પદાર્થને ક્યારેય એક જ જગ્યાએ ન સંતાડવું પરંતુ અલગ અલગ જગ્યાએ સંતાડવું જેથી કરીને મુશ્કેલીનાં સમયે ઉપયોગી થઈ શકે. આ ઉપરાંત ક્યારેય એ જોયું છે કે એક કાગડાનું મૃત્યુ થાય ત્યારે બીજા કાગડાઑ કાગારોળ કરી નાખે છે, કોઈ એક કાગડાને ખાવાનું આપશો તો પણ એ કા….કા….કા કરીને બીજા કાગડાને પણ ભેગા કરશે ક્યારેય તે એકલો નહીં ખાય આમ કોઈપણ વસ્તુ એક સાથે રહીને કરવાથી અંતે ફાયદો જ થાય છે તે વાત કાગમંડળી માણસજાતને શીખવે છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે કાગડાની ફક્ત એક આંખ ખૂબ શાર્પ હોય છે તેથી તે એકાક્ષી કહેવાય છે. આ જ વાતને બીજા અર્થમાં જોઈએ તો જે કાર્ય હાથમાં લીધું છે તે કાર્ય માટે એક જ ધ્યેય રાખો. એક કથા અનુસાર દેવરાજ ઇન્દ્રનાં પુત્ર જયંતને શ્રાપ મળેલો કે તે કાગડો થાય કારણ કે તેણે સ્ત્રીઑ તરફ પોતાની દૃષ્ટિ બગાડી હતી. ત્યારથી કહેવાય છે કે પોતાની પત્ની, સિવાય બીજી કોઈપણ સ્ત્રી માટે મન, હૃદય, મગજ અને આંખ બગાડનાર વ્યક્તિ બીજા જન્મે કાગડો થાય છે.

 

 

bahuchraji
બહુચરમાંનું વાહન કૂકડો

કૂકડાં કૂકડાં કૂક રે કૂક
નકામી વાતોને તું મૂક

 

આ ગીત અમે નાના હતાં ત્યારે બહુ ગાતા. એનું કારણ એ કહેવાય છે કે કૂકડાંમાં એક અવગુણ છે કે તે પારકી પંચાતમાં ઉતરી આવીને પોતાનો સૂર મેળવવા લાગે છે. મારા દાદી હંમેશા કહેતા કે આપણે બીજાની વાતોમાં કૂકડાં થઈને નો ફરીએ. આપણે બસ આપણી જ વાતોનુ અને વસ્તુઓનું ધ્યાન રાખવું નહીંતો ક્યારેક પારકી પંચાત કરવા જતાં આપણેય ફસાઈ જઈએ. કૂકડાંનો એક ગુણ પણ છે કે તે રોજ સવારે વહેલો ઊઠીને કાર્ય કરવામાં મગ્ન બની જાય છે. તેમ માણસે પણ વહેલા ઉઠી જવું જોઈએ અને પોતાના કાર્યમાં મગ્ન બની જવું જોઈએ. તેથી જ કદાચ કહેવત પડી હશે કે વહેલા સૂઈને જે વહેલા ઊઠે વીર, બળ બુધ્ધિ ને વિદ્યા વધે તે જ છે સાચો બલવીર.

 

 

 

 

dutt bhagwan
ભગવાન દત્તાત્રેયનો સાથી કૂતરો

 

કૂતરો…માણસ જાતનો સૌથી નજીકનો મિત્ર હોય તો તે કૂતરો છે. કૂતરાનો પ્રથમ ગુણ તે મિત્રતા. જેની સાથે મિત્ર બની જાય છે તેમની સાથેની મિત્રતા જીવનનાં અંત સુધી નિભાવે છે. કૂતરાનો બીજો ગુણ જે મળે તે ખાઈ લેવું તે રીતે માણસે પણ પોતાને મળતા તમામ આહારને માન આપવું, કૂતરાનો ત્રીજો ગુણ વફાદારી. વફાદારી પોતાના માલિક સાથે હોય કે મિત્ર સાથે તે હંમેશા વફાદાર રહે છે તેણે કોઈ લોભ કે લાલચ નથી. કૂતરાનો ચોથો ગુણ તે ઓછી નીંદર. કૂતરાની નીંદર હંમેશા ઓછી હોય છે તેથી બાજુમાંથી થતાં પગરવોને કારણે તે ઉઠી જાય છે તેમ માણસે પણ નીંદર ઓછી કરવી અહીં શાસ્ત્રોએ નીંદરનો અર્થ આરામ તરીકે કર્યો છે અર્થાત માણસે હંમેશા કાર્યશીલ રહેવું. કૂતરાનો ચોથો ગુણ તે સચેત રહેવું. માણસે પણ પોતાની પર આવનારી પ્રત્યેક પળથી જાણીતા રહેવું જેથી મુશ્કેલીનો સામનો કરી શકાય. તેથી જ કહેવત પડી છે કે ચેતતા નર સદા સુખી.

 
પૂર્વી મોદી મલકાણ -(યુ એસ એ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ..

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું  બ્લોગ પર સ્વાગત છે.

વગર વિચાર્યું જે કરે તે પાછળથી પસ્તાય…

વગર વિચાર્યું જે કરે તે  પાછળથી પસ્તાય…

 

 

tear

 

 

ક્યારેક સત્ય ૫ણ અસત્યના રૂ૫માં ફેરવાઇ જાય છે અને અસત્ય સત્યના રૂ૫માં ફેરવાઇ જાય છે, તેથી મનુષ્યનએ ખુબ જ વિચારપૂર્વક નિર્ણયો લેવા જોઇએ.   સંસારમાં ઘણીવાર આંખે જોયેલી ઘટના ૫ણ ખોટી ૫ડે છે તેથી કાને સાંભળેલી વાતો ઉપર વિશ્વાસ કરનારને બુધ્ધિમાન કહેવામાં આવતો નથી.

 

એક રાજાએ પોતાના સુવાના મહેલની સાફ સફાઇ કરવા માટે એક દાસી રાખી હતી.  એક દિવસ દાસી રાજાનો ૫લંગ સાફ કરતી હતી, તે વખતે દાસીના મનમાં વિચાર આવ્યો કેઃ આ ૫લંગમાં સુવાની કેવી મઝા આવતી હશે ?   તેની અનુભૂતિ કરવા દાસી રાજાના ૫લંગમાં સુઇ ગઇ અને સુગંધીદાર, ખુશનુમા વાતાવરણમાં તેને ઊંઘ આવી ગઇ.  જ્યારે રાજા પોતાના દરબારના કામોમાંથી નિવૃત્ત થઇને પોતાના મહેલમાં સુવા માટે આવે છે ત્યારે ૫ડખું ફેરવીને સુતેલી દાસીને પોતાની રાણી સમજીને પોતે ૫ણ એક બાજું સૂઇ જાય છે.   સમય થતાં રાણી શયનભવનમાં સુવા માટે આવે છે ત્યારે રાજાની સાથે ૫લંગમાં દાસીને સૂતેલી જોઇને રાણીના મનમાં ગુસ્સો આવે છે.  ગુસ્સામાં રાણી પોતાની પાસેની કટાર કાઢીને રાજાને મારવા માટે જાય છે.   જ્યારે રાણી ખુલ્લી કટારથી રાજાને મારવા માટે જાય છે ત્યારે પાછળથી રાજાનો અંગત મંત્રી રાજાને કોઇ બાબતે પુછવાનું રહી ગયું હોવાથી રાજાના મહેલમાં દાખલ થાય છે તે સમયે જ રાણીનો ખુલ્લી કટારે હાથ ઉગામેલો જોઇને અંગત મંત્રી દોડીને રાણીને બાથમાં લઇને જે હાથમાં કટારી હતી તે હાથ ૫કડી લે છે.   આ જપાજપીમાં રાણીના હાથમાંથી કટારી નીચે પડી જતાં અવાજ થવાથી રાજા જાગી જાય છે અને રાણીને મંત્રીની બાંહોમાં જોઇને રાજા તલવાર કાઢી પોતાના મંત્રીને મારવા દોડે છે,  ત્યારે આ કોલાહલથી દાસી ૫ણ જાગી જાય છે.  દાસી ૫લંગ ઉ૫રથી ઉભી થઇ બંન્ને હાથ જોડી રાજાને વિનંતી કરે છે કેઃ મહારાજ..!   આપના ૫લંગમાં સુવાનો આનંદ કેવો હશે ?  તે જોવા માટે હું આપના ૫લંગમાં સહેજ આડી ૫ડી તો ઊંઘ આવી ગઇ.

 

 

રાજા પોતાના અંગત મંત્રીને પૂછે છે કેઃ તમે મારી રાણીને બાથ કેમ ભરી હતી..?   ત્યારે મંત્રી જવાબ આપે છે કેઃ રાજ દરબારના કામમાંથી નિવૃત્ત થઇ આપ મહેલમાં આવ્યા ત્યારબાદ એક ખુબ જ અગત્યની બાબતના વિશે આપનું મંતવ્ય લેવા માટે મારે આપના શયનખંડમાં આવવું ૫ડ્યું.  હું આપના શયનખંડમાં દાખલ થયો તે સમયે રાણીજી ખુલ્લી કટારી ઉગામી આપને મારી નાખવા ઇચ્છતાં હતાં તેવું લાગતાં મેં તેમને ૫કડી રાખ્યાં હતાં.  રાણી કહે છે કેઃ મને દાસી તમારી સાથે ૫લંગમાં સૂતેલી જોઇને ક્રોધ આવ્યો હતો.

 

આમ, આ દ્રષ્ટાંત માં ચારે ચાર નિર્દોષ હોવા છતાં દોષિત દેખાતાં હતાં અને જે સત્ય હતું તે અસત્યના રૂ૫માં જણાતું હતું.  આ રીતે જગતમાં ઘણી વખતે અરસપરસ અન્યોન્યના સમજવામાં સાધારણ બાબતોમાં ૫ણ મહાન વિ૫રીત ૫રીણામ આવે છે માટે દરેક કાર્યને સંપૂર્ણ૫ણે સમજીને તે અંગે નિર્ણય કરવો જોઇએ કે જેથી ભવિષ્યઆમાં આપણને આવું દુઃખ ઉંભુ ન થાય.

 

 

સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ “અવતારવાણી” માં ગુરૂદેવ નિરંકારી બાબા લખે છે કેઃ

 

કાનથી સાંભળો, આંખથી જુવો ૫છી એનો વિશ્વાસ કરો,

કથન પ્રમાણે કર્મ કરીને, જીવનને એકસાર કરો.

દ્રઢ નિશ્ચયી સાથે બેસો, કાચા સંગે ના કરો પ્યાર,

સમજી વિચારી વાતને માનો, માનો તો વિશ્વાસ કરો,

કહે “અવતાર- સત્યને પામી, ફુલો ફલો વિકાસ કરો… (અવતારવાણીઃ૩૩૦)

 

ઉ૫રોક્ત દ્રષ્ટ્રાંત ને માધ્યમમાં રાખી આધ્યાત્મિકતા તરફ વિચાર કરીએ.

 

 

પ્રભુ ભક્તિ તરફ આગળ વધતા જિજ્ઞાસું સાધકોએ સદગુરૂએ આપેલ દિક્ષા, જ્ઞાનનેત્રથી બ્રહ્મનાં દર્શન (અપરોક્ષ અનુભૂતિ) કરવાં, ત્યારબાદ સદગુરુ તથા ૫રમાત્મા ઉ૫ર વિશ્વાસ કરવો.  સદગુરૂ એ આપેલ બ્રહ્મજ્ઞાનને જીવનમાં ઉતારી પોતાના મન, વચન, કર્મમાં એકતા સ્થાપિત કરી પોતાના જીવનને સમદ્રષ્ટ્રિ સંપન્ન બનાવવું,  તમામમાં એક બ્રહ્મનાં જ દર્શન કરવાં, કુસંગનો ત્યાગ કરી સત્સંગ કરવો..  લોકો ભલે ગમે તેટલી ભ્રાંતિઓ પેદા કરે તેમ છતાં આપણે આ બ્રહ્મથી પોતાનું મન હટાવવાનું નથી.  સદગુરૂની વાત ખૂબ જ સમજી વિચારીને માનવી જોઇએ અને એકવાર માની લીધા ૫છી તેમાંથી વિચલિત ના થવું જોઇએ.  સત્ય સ્વરૂ૫ પ્રભુ પરમાત્માને પ્રાપ્તી કર્યા પછી પુનઃ આ ગંદકી(માયા) માં મન ના લગાવવું..

 

 

વિવેકાનંદજીએ કહ્યું છે કેઃ

” જે વ્યક્તિ ૫રમાત્માને જાણતો નથી, ફક્ત માને છે;
તેના કરતાં તો તે ઉત્તમ છે કે જે જાણતો ૫ણ નથી અને માનતો ૫ણ નથી.. “

 

કબીરદાસજી કહે છે કેઃ

“જબ લગ ન દેખું અપની નૈની,
તબ લગ ન માનું ગુરૂકી કહની.. “

 

રામચરીત માનસમાં કહ્યું છે કેઃ

 

જાને બિન ન હોઇ પરતીતી,બિન પરતીતી હોઇ નહિ પ્રિતિ,
પ્રિતી બિના ન ભગતિ દ્રઢાઇ,જિમિ ખગપતિ જલકૈ ચિકનાઇ..
(રામચરીત માનસઃ૭/૮૮-ખ/૪)

 

જાણ્યા વિના વિશ્વાસ પ્રાપ્તછ થતો નથી,વિશ્વાસ વિના પ્રિતિ થતી નથી અને પ્રિતિ પ્રાપ્તા થયા વિના ભક્તિમાં દ્રઢતા આવતી નથી અને જ્યાં સુધી પ્રિતિ પ્રાપ્તન ન થાય તો જેમ જળના સૂકાઇ જવાના સ્વભાવના કારણે લાંબા કાળ સુધી ચિકાશ તેની સાથે દ્રઢ થતી નથી તેમ ભક્તિમાં દ્રઢતા આવતી નથી.

 

સંતવાણી કહે છે કેઃ

 

ઇસ દ્રષ્ટ્રિ કા યહી વિવેક,યહ ભી દેખ વહ ભી દેખ,
દેખ દેખમેં ઐસા દેખ,સબકુછ મિટ જાય રહ જાય એક..!!

 

 

સંકલનઃ

(વિનોદભાઇ મંગળભાઇ માછી “નિરંકારી”)

નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ……….
પિનકોડ:૩૮૯૦૦૧.
ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
email : mail:[email protected]

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું  બ્લોગ પર સ્વાગત છે.

સત્ય – અસત્ય માટે વિવેક – અને અન્ય … (પ્રેરક –પ્રસંગ )…(ભાગ -૧)

(૧)  સત્ય – અસત્ય માટે વિવેક  – (પ્રેરક –પ્રસંગ) …
– શરત્ ચંદ્ર પેંઢારકર

 

Buddha

 

એકવાર ભગવાન બુદ્ધ કૌશલ જનપદમાં આવેલ કેસપુત્ત નિગમમાં આવ્યા. એક રાત્રીએ એમનું પ્રવચન યોજાયું. પ્રવચન પૂરું થયા પછી એક શિષ્યે ભગવાન બુદ્ધને પ્રાશ પૂછ્યો : ‘મહાશય, આ કેસપુત્તમાં જ્યારે કોઈ શ્રમણ આવે છે ત્યારે એ પોતાના મતનો પ્રચાર કરે છે અને બીજાનાં મતનું ખંડન કરે છે. એ વખતે અમે કોનું કથન સાચું અને કોનું ખોટું’ એવા ભ્રમમાં પડી જઈએ છીએ.’

 

ભગવાન તથાગતે કહ્યું : ‘મિત્રો, આવી રીતે તમારું ચિત્ત વિચલિત બની જાય એ સ્વભાવિક છે. વાસ્તવિક રીતે સંશય કે ભ્રમમાંથી જ જ્ઞાન ઉદ્દભવે છે. એટલે તમારી સામે ઉચ્ચારાયેલા વચન તમારી શ્રુતિ છે એમ માનીને સત્ય ન માની લો. પણ તમે પોતે જેને સદૈવ સત્ય જ માણો છો કે માણતા રહ્યા છો, એને જ તમારે સાચું માનવું. આવું તો છે જ, એવું કહીને પણ કોઈ વાતને સાચી ન માનવી. ‘પિટક’ (ધર્મશાસ્ત્ર) માં અમુક બાબતોનું અનુમોદન કરવામાં આવ્યું છે અથવા એ તર્કસંગત કે ન્યાયપૂર્ણ છે, એટલે પણ સાચું ન માનવું. મત વ્યક્ત કરનાર વ્યક્તિનું રૂપ તેમજ તેના આકર્ષક વ્યક્તિત્વથી આકર્ષાઈને કે તે શ્રદ્ધાવાન છે કે આચાર્ય છે એટલે એનું કથન સત્ય હશે એવી ભ્રાંતિમાં પડવું શ્રેયષ્કર નથી. પરંતુ તમારો વિવેક કહે કે આ સત્ય છે અને તે અસત્ય છે ત્યારે જ તમે સત્ય કે અસત્ય માનજો.’

 

 

(૨)  જ્યાં સુમતિ ત્યાં વિવિધ સંપત્તિ …

 

ભગવાન બુદ્ધ પાટલીપુત્રમાં આવ્યા છે. પાટલીપુત્રની દરેક વ્યક્તિ પોતપોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે એમને ભેટસોગાદ આપવા યોજના કરવા લાગ્યા. રાજા બિબિંસાર એમની પાસે ગયા. તેઓ પોતાના રાજકોશમાંથી કીંમતી હીરા-મોતી, રત્ન લાવ્યા અને ભગવાન બુદ્ધનાં ચરણે ધર્યા. ભગવાન બુદ્ધે બધાંને એક હાથે સહર્ષ સ્વીકાર પણ કર્યો. ત્યાર પછી રાજાના મંત્રીએ આવ્યા. નગરના શેઠ શાહુકારો આવ્યા અને ધનિક લોકો પણ આવ્યા. એમણે પોતપોતાની રીતે ઉપહાર અપર્ણ કર્યા અને ભગવાન બુદ્ધે એક હાથે એ બધાને સ્વીકાર કર્યો.

 

આ સમય દરમ્યાન ૭૦-૮૦ વર્ષની એક વૃદ્ધ સ્ત્રી લાકડીને ટેકે ટેકે ત્યાં આવી. એનાથી બરાબર ચાલી શકાતું ન હતું. ભગવાન બુદ્ધને પ્રણામ કરીને એમણે કહ્યું : ‘પ્રભુ, આપના આગમનના સમાચાર મને હમણાં હમણાં જ મળ્યા. એ વખતે હું દાડમ ખાતી હતી. મારી પાસે કોઈ બીજી ચીજવસ્તુ તો હતી નહિ એટલે મેં અડધું ખાધેલું દાડમ આપણે માટે લાવવાનું નક્કી કર્યું. એ ફળ લાવી છું. હે પ્રભુ, જો મારી આ તુચ્છ ભેટનો સ્વીકાર કરશો તો હું મારી જાતને સદ્દભાગી માનીશ.’ ભગવાન બુદ્ધે પોતાના બંને હાથ લંબાવીને એ વૃદ્ધ સ્ત્રીનું અડધું ખાધેલું દાડમ પ્રેમથી સ્વીકારી લીધું. આ જોઇને રાજા બિબિંસારને ઘણું આશ્ચર્ય થયું. એમણે ભગવાન બુદ્ધને કહ્યું : ‘ભગવાન, માફ કરજો. પણ મારે એક પ્રશ્ન પૂછવો છે. મારા મનની શંકાનું સમાધાન કરશો એવી અપેક્ષા છે. જુઓ, અમે બધાએ આપણે અત્યંત મૂલ્યવાન અને મોટી મોટી ભેટસોગાત આપી. એ બધી આપે એક હાથે જ સ્વીકારી. પણ આ વૃદ્ધ નારીએ આપેલું એઠું દાડમ આપે બંને હાથે સ્વીકાર્યું, એવું કેમ ? આ સાંભળીને ભગવાન બુદ્ધ હસ્યા અને કહું : ‘રાજન્, આપ બધાએ ખરેખર બહુમૂલ્ય ભેટ આપી છે. પણ એ બધી ભેટો આપની સંપત્તિના દસમાં ભાગ જેટલી પણ નથી. વળી તમે બધાએ મૂલ્યવાન વસ્તુઓનું દાન કરીને પોતાની મોટાઈ બતાવવાનો પ્રયત્ન કર્યો. આપે આ દાન દીનહીનનાં કલ્યાણ માટે નથી કર્યું. એટલે આપનું દાન સાત્વિક દાન ન કહેવાય. એનાથી ઊલટું આ વૃદ્ધ નારીએ પોતાની પાસે દેવાનું કંઈ ન હતું છતાં પણ મોઢાનો એક કોળિયો મને આપી દીધો. પછી ભલે એમણે સાવ ક્ષુદ્ર ભેટ કેમ ન આપી હોય ! એમણે જે કંઈ આપ્યું છે એ સાચા અંત:કરણથી આપ્યું છે. આ વૃદ્ધ નારી નિર્ધન છે, પણ એને સંપત્તિની લાલસા નથી. એટલે જ આ સાવ તુચ્છ વસ્તુને જ એ પોતાની સંપત્તિ ગણે છે અને એનાથી એને સંતોષ પણ છે. એટલે જ મેં એમના દાનને ખુલ્લા હૃદયે, બંને હાથે સ્વીકાર્યું છે.

 

 

(રા.જ.૫-૧૦(૩૪)૭૮)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે.