|| શિક્ષાપત્ર ૧૪ મું || (ગતાંકથી ચાલુ ) … અને (૧૫) પ્રાતસમેં શ્રી વલ્લભ સુતકો … (પદ) …

|| શિક્ષાપત્ર ૧૪ મું ||  … (ઉત્તરાધ) …

ગતાંકથી ચાલુ (શિક્ષાપત્ર ૧૪ મું …)

 

pushti prasad 15

 

આજના શિક્ષાપત્ર તરફ આગળ વધીએ તે પૂર્વે ગતાંકમાં જોઈ ગયેલ … ૧૪ માં શિક્ષાપત્ર  તરફ થોડુ ધ્યાન દોરીએ ….

 

  આપણે ગતાંક …  ૧૪માં ..શિક્ષાપત્રમાં જોયું … કે, આ  શિક્ષાપત્ર નાનકડું છે.  ફક્ત સાત જ શ્લોકથી અલંકૃત છે.  સંસારજીવનની કેડી પર પગથાર પામતા સપ્તપદી જેટલું જ સુંદર છે.

 

  ચૌદમાં શિક્ષાપત્રમાં શ્રી પ્રભુનાં ચરણારવિંદમાં ચિત્તને સ્થાપન કરવાનું, અન્યાશ્રયનો ત્યાગ કરવાનું,  દુ:સંગથી દૂર રહેવાનું,  નિવેદનમંત્રનું ધ્યાનથી – એક ચિત્તથી અહર્નિશ અનુસંધાન કરવાનું, આચાર્યચરણ શ્રીમદ શ્રી વલ્લભાચાર્યજીનાં ચરણારવિંદનો – ચરણ કમળનો દ્રઢ આશ્રય રાખવો, એજ વૈષ્ણવનું કર્તવ્ય છે. એજ તદીય વૈષ્ણવના લક્ષણ છે…..

 

 

 

૧૪ માં શિક્ષાપત્રમાં આજે વધુ આગળ જોઈએ  …

 

 

હારિત સ્મૃતિમાં વચન છે કે, અન્યદેવને  નમસ્કાર ન કરવા, અન્ય દેવનાં દર્શન ન કરવાં. અન્ય દેવનો પ્રસાદ પણ ન લેવો. અન્ય દેવનાં મંદિરમાં પણ ન જવું,

 

 

“નાન્યં દેવં નમસ્કૂર્યાન્નાયં દેવં નિરીક્ષયેત |
નાન્યં પ્રસાદમધાસ્ય નાન્યદાયતનં વ્રજેત || (૧૧-૧૨-૧૧)

 

 

અનન્ય સાધનવાન શ્રીકૃષ્ણ સેવા સ્મરણાદિક કરનાર છે.  શ્રી કૃષ્ણ વિના અન્ય દેવતાઓના ભોગ ભોગવનાર એવા અનન્ય ભક્તો શ્રીપ્રભુ સદા અનુગ્રહ કરે છે. એવા અનન્ય ભક્તો જ સેર્વ અધિકારી છે. અન્યાશ્રય કરનાર જીવ પ્રતિ શ્રી પ્રભુ ઉદાસીન થી જાય છે. હે, વાચક વૈષ્ણવ વૃંદ – અન્યાશ્રય કદી ના કરશો. આપણો શ્રી કૃષ્ણ, આપણા શ્રી ઠાકોરજી ઘરમાં બિરાજતા સાક્ષાત આપણને સર્વ આપવા સામર્થ્ય છે. પ.ભ.દામોદરદાસ સંભરવાળાનો વાર્તા પ્રસંગ. ફક્ત રંચક અન્યાશ્રય કર્યો તો, તેથી તેનો પુત્ર મ્લેચ્છ થયો. વૈષ્ણવ ભવદીયોએ સર્વથા અન્યાશ્રયનો શીધ્ર ત્યાગ કરવો. ત્રીજા શ્લોકમાં અસતસંગતનો ત્યાગ કરવો તેમ કહે છે.

 

 

અસતસંગ થાય – દુ:સંગ થાય તો ભગવદ ભાવનો નિશ્ચય નાશ થાય છે. એના પ્રમાણ આપતા નિરૂપણ થાય છે. જડભરતને અસત્સંગ થયો. પ્રાકૃત યોનિમાં જન્મેલા હરણનો દુ:સંગ પ્રાપ્ત થયો. તેથી તેની પરગતિ થતા ત્રણ જન્મનો અંતરાય પડ્યો. અસત્સંગ – દુ:સંગ કહેવાય છે. જ્યારે જીવ ‘આ’ અને ‘એમ’ સમજે કે, “આ દેહ – આ શરીર તદીય છે. ભગવદ સંબંધી છે. ભગવાનનો જ છે. ભગવાન માટેના જ છે. ભગવદ સેવાર્થે જ એનો વિનિયોગ થવો જોઈએ.

 

 

ભકતોથી જ ભગવાન શોભે છે. ભક્તો જ ભગવાનના શૃંગાર અને સામગ્રી છે.

 

 

પાંચમાં અને છઠ્ઠા શ્લોકમાં, “અકર્તવ્યના યોગથી સર્વથા ભય રાખીને સત્સંગથી અને સ્વર્ગમાં –પુષ્ટિમાર્ગમાં એકનિષ્ઠાપણાથી એકત્રિત થયેલા ભગવદીયો સહિત નિવેદન મનત – || શ્રી કૃષ્ણ:શરણં મમ || નું અનુસંધાન જ આપણા શ્રી આચાર્યનું મહાપ્રભુજી –શ્રીવલ્લભના પુષ્ટિમાર્ગમાં ઉત્તમ સાધન છે.”

 

 

માટે અસત્સંગથી મહા ભય રાખવો.

 

 

જીવનનું તો એકને એક જ શ્રી કૃષ્ણનો અનન્ય આશ્રય કર્તવ્ય છે. એમ સમજી યથા શક્તિ ભગવદ ધર્મ આચરવો. અસત્સંગ ન કરવો.

 

 

જે જે ભગવદીઓની પુષ્ટિમાર્ગમાં નિષ્ઠા હોય તેવો સંગ કરવા. કારણ કે, અનંત્માર્ગીય ભગવદીયના સંગથી પુષ્ટિમાર્ગની સર્વ રીતિઓ, પ્રિતીઓ, સેવા પ્રકારો જણાય છે. જેથી માર્ગમાં પૂર્ણ નિષ્ઠા ઉદભવે છે. વિશ્વાસ વધે છે. ભગવદભાવ વૃદ્ધિ પામે છે. ભગવદીયોનાં સંગમાં અહર્નિશ નિવેદન મંત્ર – ‘શ્રીકૃષ્ણ શરણં મમ’નું સ્મરણ કરવું અને અંતમાં આપણા આચાર્યચરણ શ્રી મહાપ્રભુજીનાં બન્ને ચરણકમળનો દ્રઢ આશ્રય આદર યુક્ત કરવો. ભાવયુક્ત કરવો. જેથી આપણું સકલ કાર્ય આ પુષ્ટિમાર્ગમાં સિદ્ધ થશે. આપણું સકલ કાર્ય આ પુષ્ટિમાર્ગમાં સિદ્ધ થશે. સૌનાં કાર્ય સિદ્ધ થશે. દ્રઢ વિશ્વાથી શ્રીજીના ચરણકમળનો આશ્રય એજ સૌનું કલ્યાણ.

 

 

વધુ જાણકારી માટે શિક્ષાપત્ર ગ્રંથનો સંદર્ભ જરૂર કરવો જેથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી સેવામાં શ્રદ્ધા વધારવી.

 

 

– ક્રમશ :

 

 લેખક સંકલન-વ્રજનિશ શાહ BOYDS-MD-U S A

 

[email protected]
[email protected]

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ..

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૧૫) પ્રાતસમેં શ્રી વલ્લભ સુતકો … (પદ) …

કવિ-નંદદાસજી   – રાગ  – બિભાસ

 

 

પ્રાતસમેં શ્રી વલ્લભ સુતકો, ઉઠત હિ રસના લીજે નામ ।
આનંદકારી પ્રભુ મંગલકારી, અશુભ હરન જન પૂરન કામ ।।૧।।

 

ઇહલોક પરલોક કે બંધુ, કોકહિ સકૈ તિહારો ગુણગ્રામ ।
“નંદદાસ” પ્રભુ રસિક સિરોમનિ, રાજ કરૌં શ્રી ગોકુલ-ધામ ।।૨।।

 

 

વૈષ્ણવો સવારમાં ઊઠીને મુખથી શ્રી વલ્લભના લાલ શ્રી ગુંસાઈજીનું સ્મરણ કરવું, કારણ કે આપનું નામ સ્મરણ મંગલકારી, અશુભ-દોષોનો નાશ કરનાર અને ભક્તેચ્છાપૂરક છે. આલોક અને પરલોકના, આપ જે અમારા સાથી છો એવા આપના અનંત ગુણોનું વર્ણન કોણ કરી શકે? કોઈ જ ન કરી શકે કારણ કે આપનામાં અનંતગુણો છે. “શ્રી નંદદાસજી” કહે છે કે શ્રી ગુંસાઈજી તો “રસો વૈ સઃ” છે, એટ્લે રસિકોમાં શિરોમણી છે. હે કૃપાનાથ ! શ્રી ગોકુલમાં આપ યુગ યુગ રાજ કરો.

 

 

આ પદમાં રહેલ અમુક વ્રજભાષાનાં શબ્દોનો અર્થ જાણી લઈએ.

 

રસના – જીભથી (મુખથી)

 

ઇહલોક – આ લોક

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે…
પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …