(૧) એ આનંદ તો તમારી ભીતર જ છે …(૨) મારે તો માનવોનું જ સાચું ગીત ગાવું છે … અને (૩) સ્ફીંકસની પ્રતિમા … (લઘુકથાઓ) …

લઘુકથાઓ …

 

 

(૧) એ આનંદ તો તમારી ભીતર જ છે …

 

 

 

 

મહાન સંત રાબિયા પોતાની ઝૂંપડીમાં બેસીને પ્રેમભક્તિથી અલ્લાહની, પ્રભુની આરાધનામાં મશગુલ છે. એને દુનિયાના માનવોને આ પ્રેમભક્તિનો અને એમાંથી નીપજતા આનંદનો ચસ્કો લગાવવાની એક અદભુત લગની લાગી છે.

 

એક વખત એ ગામની બહાર એક આનંદ દાયરો હતો. જાતજાતના ગાયકો ત્યાં આવવાના હતા. આ આનંદ ડાયરા નો આનંદ લૂંટવા લોકો ટોળાબંધ ઊમટી પડ્યા હતા. કેટલાંય યુવાનો ટોળાબંધ એ આનંદ માણવા જઈ રહ્યા હતા. રાબિયા પોતાની ઝૂંપડીમાં બેસીને આ બધું નિહાળી રહી હતી. એવામાં એના મનમાં એક વિચારનો ઝબકારો થયો. ઝૂંપડીમાંથી બહાર નીકળીને એ કંઈક શોધવા માંડી. રસ્તેથી પસાર થતા યુવાનોને રાબિયાની મૂંઝવણ થોડીઘણી સમજાણી. એમણે પૂછ્યું, ‘આપણું શું ખોવાણું છે ?’ રાબિયાએ કહ્યું, ‘ભાઈઓ, મારી સોનાની ગીની અહીં ક્યાંક પડી ગઈ છે, મળતી નથી.’ યુવાનો મંડ્યા શોધવા પણ કંઈ હાથ ન લાગ્યું. અંધારું થવા આવ્યું એટલે આ યુવાનો સાથે રાબિયા ઝૂંપડીમાં દીવો લેવા ગઈ. દીવો નીચે લેતાં એની નજરે પેલી ગીની પડી. અને બોલી ઊઠ્યા, ‘ઘરમાં ગીની પડી છે અને બહાર શોધતાં હતાં ?’ એ સાંભળીને રાબિયાએ યુવાનો સામે જોયું અને હળવેથી કહ્યું, ‘ભાઈઓ, તમે આનંદ ગોતવા પેલા ડાયરામાં જાઓ છે, પણ એ આનંદ તો ખરેખર ભીતર જ છે. એને ક્યા બીજે ખોળવાની જરૂર છે? જરા અંતરમાં નીરખીને જુઓ એ આનંદ તમને આપમેળે મળી જશે.

 

 

(રા.જ. ૧૦-૧૨/(૩૯)/૩૧૫)

 

 

(૨) મારે તો માનવોનું જ સાચું ગીત ગાવું છે …

 

 

 

 

ગ્રીકની ધરતી પર ઝેનોફેનિસ નામનો એક અઝબનો ગીતનો શ્રમણ –સફરી થઈ  ગયો. ધરતી પરના માનવોની જિંદગીનો ગુંજારવ એમના કાવ્યમાં સંભળાતો. એ અખંડ પર્યટન કર્યા કરતો. જ્યાં જતો ત્યાં લોકોનાં ટોળાં જામતાં. ગ્રીસનાં ગામડાં, નગરચોકમાં એના ગીતનો રણકાર ગાજી ઊઠતો. રાતભર રહે અને બીજે દિવસે વળી ગીતયાત્રા શરૂ. ૬૭ વર્ષની ઉંમર સુધી એ ફરતો રહ્યો. એમનાં ગીતોમાં માન્વ્ભાવ, માનવ્વ્ય્થા અને માનવજીવતરનો ઇન્સાફી અનુરાગ જોવા મળે છે. એણે લડવૈયા અને રાજાઓના ગુણ ગાવાનો ઇનકાર કરી દીધો હતો. એણે તો માનવોનું મૂલ્ય ગયા કર્યું. પચ્ચીસ વર્ષની ઉંમરથી માનવોનાં ગીત ગાતાં એની જીવનયાત્રા બાણું વર્ષે પહોંચી. ધોળાવાળવાળો, શ્વેતે દાઢીવાળો આ મહાવૃદ્ધ જીવનમાં વિરામ પામી જવાની વેળાએ ગાતો હતો, ‘હું દેવતાઓનાં કે રાજાઓનાં ગીત કદી ગાવાનો નથી. હું તો માનવોને જ પ્રેમ કરું છું અને મારે તો માનવોનું જ સાચું ગીત ગાવું છે.’

 

 

(શ્રીચંદ્રભાઈ ભટ્ટના ગ્રંથ ‘જીવનપથ દીપિકા’માંથી સાભાર)

 

 

(રા.જ.૧૦-૧૨(૩૫)/૩૧૧)

 

 

(૩) સ્ફીંકસની પ્રતિમા …

 

 

 

 

 

ખેફ્રેન નામના શહેનશાહના પિરામિડના પાયામાં કેરોથી ગીઝે તરફના ઉચ્ચ પ્રદેશ પર નરસિંહના આકારવાળી એક વિરાટ પ્રતિમા બેઠી છે. એનું નામ (૪) સ્ફીંકસની પ્રતિમા …

 

 

ખેફ્રેન નામના શહેનશાહના પિરામિડના પાયામાં કેરોથી ગીઝે તરફના ઉચ્ચ પ્રદેશ પર નરસિંહના આકારવાળી એક વિરાટ પ્રતિમા બેઠી છે. એનું નામ સ્ફીંકસ છે. અર્ધા સિંહ અને અર્ધા ચિંતક (માનવ)નો નુર્સિંહ દેહ ઘડનાર શ્રમમાનવે ચિત્રકલાનું રૂપ પથ્થરમાં ઘડ્યું છે. રેતીના મહાસાગરમાં પંજો રોપીને સિંહના શરીરમાં અને માનવીના માથામાં અનંતાને આરેથી વેરાનને પણ ડારે એવી નજર ઈસુના જન્મ પહેલાં ૧૯૯૦માં આ કૃતિ રચાઈ છે.

 

 

અતિદૂર જોતી રહેતી, કર્પિણ કરુણતાનું જીવંત સ્મિત ઝરતી પ્રતિમા કહ્યા કરે છે ‘ઇતિહાસના ઉંબરા પર લાખ, દસલાખ ગુલામ માનવોના શ્રમના શ્વાસ –ઉચ્છવાસનાં ટાંકણાંએ આ પિરામિડોનું અને મારું નિર્માણ કર્યું છે.’ શીલામાનવનું આ વિરાટ કલેવર બસોને ચાલીસ ફૂટ લાંબુ અને સાઠ ફૂટ ઊંચાઈવાળું છે. ઇઝિપ્તમાં વહેતી નાઇલ નામની સરિતામૈયાના અગોચર એવા તટ પ્રદેશ પર નજર માંડી રહ્યું છે.

 

 

આ વિરાટ પ્રતિમાની આંખો પલકારો માર્યા વિના જાણે કે આપણને જોવા છતાં જોયા વિના દૂર દૂર કાંઈ શોધી રહી છે. સમયના પ્રવાહ જેવી એની નજરના ઘોડાપૂરમાં પાણીનાં અસંખ્ય બુંદોનો બનેલો પેલો ઘુઘવતો સાગર દેખાય છે. વિરાટની આ નજર ઇઝિપ્તના માનવ સમુદાયના સંઘમાનવના ધબકારા વડે જાણે કે એકધારી બનીને ધબકી ઊઠે છે.

 

 

(શ્રીચંદ્રભાઈ ભટ્ટના ગ્રંથ ‘જીવનપથ દીપિકા’માંથી સાભાર)

 

(રા.જ.૧૦-૧૨(૩૧)/૩૦૭)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

આજની પોસ્ટની લઘુકથાઓ જો આપને પસંદ આવી હોય તો આપ આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો.