|| શિક્ષાપત્ર ૧૪મું || … અને (૧૪) યહ માંગો ગોપીજન વલ્લભ .. (પદ) …

||શિક્ષાપત્ર ૧૩મું || (ગતાંકથી ચાલુ) ….   અને    || શિક્ષાપત્ર ૧૪ મું || ….

 

 

pushti 13a

 

 

|| શિક્ષાપત્ર ૧૩મું || (ઉત્તરાધ)…

 

 

આજના શિક્ષાપત્ર તરફ આગળ વધીએ તે પૂર્વે આપણે આ પહેલા  ગતાંક … ૧૩માં શિક્ષાપત્ર  તરફ થોડુ ધ્યાન  કરી જોઈએ તો ….

 

 

આ અગાઉ આપણે  તેરમાં શિક્ષાપત્રમાં જોઈ ગયા કે ચિત્તનો વિરોધ પ્રભુનાં જ ચરિત્રો વડે કરવો – તે દર્શાવેલ છે – બતાવાયું છે – વર્ણવાયું છે. આ શિક્ષાપત્ર અગિયાર શ્લોકથી અલંકૃત છે. આજે ફરી તે જ (તેરમાં ) ૧૩મું શિક્ષાપત્રમાં …. આગળ જાણીએ  …

 

 

(ગતાંકથી ચાલુ …) …

 

 

સત્સંગ દુર્લભ છે.  દુ:સંગ વિના વિચારે આચારે, સરળતાથી શ્રમ વિના સારી રીતે સિદ્ધ થાય છે.  પ્રાપ્ત થાય છે.  દશે દિશાથી દુ:સંગ વગર ચિંતને આવી મળે છે.  આવા સમયે પાંચમાં શ્લોકમાં શ્રી ગોપીજન વલ્લભને જીવ દયા કરવા, કૃપા કરવા, અમી દ્રષ્ટિ કરવા પ્રાર્થના કરાય છે.

 

 

હે ગોકુલનાં અધિષ, ગોપિશ, વ્રજાધિશ, વ્રજપ્રિયે, વ્રજાનંદ, નિજાનંદ, ગોકુલાનંદ, ગોપ્રીય જીવ પર દયા કરો. 

 

 

આજ પ્રમાણે સાતમાં તથા આઠમાં શ્લોકમાં શ્રી પ્રભુને, શ્રી વલ્લભને, શ્રીકૃષ્ણને જીવ પર દયા કરવા જણાવાય છે.

 

 

આમ શ્રી પ્રભુને પ્રાપ્ત કરવા, શ્રી વલ્લભ કૃપા પામવા ચિત્તને સર્વમાંથી – લૌકિકમાંથી નિવૃત કરીને શ્રી પ્રભુના ચરિત્રમાં વિશ્વાસ રાખવા, ભાવ રાખવા, શ્રદ્ધા રાખવા, શ્રી પ્રભુને હૃદયમાં સંસ્થાપિત કરી પુષ્ટિ ભક્તોને સાથે રહેવા જણાવાય છે.

 

 

તથા દસમાં અને અગિયારમાં શ્લોકમાં શ્રી કૃષ્ણ એજ મારું શરણ છે.  એવું જણાવાય છે.  પરંતુ કેવા કૃષ્ણ, તે પણ હે વૈષ્ણવ વૃંદ, આવા જ કૃષ્ણ.  જે અત્રે જણાવાય છે ?  એજ કૃષ્ણનું સાધન-શરણ-સાંનિધ્ય રાખશો તો જ એ કૃષ્ણનું શરણ યથાવત છે.  યથાયોગ્ય છે.

 

 

અદૃષ્ટદુ: ખિતમુખોઙનનું ભૂત સુખેતર: |

સ્વદુઃખિતાતિકરુણ: સકૃષ્ણ: શરણં મમ || ૧૦||

 

 

શ્રીકૃષ્ણ ભક્તના મ્લાન મુખને –ઉદાશિન મુખને જોઈ શકતા નથી.  દુઃખ શું છે તે તેનો તેમને – કૃષ્ણને અનુભવ નથી.  પોતે-શ્રીકૃષ્ણ ભક્તો ઉપર અતિશય કૃપા કરનાર છે.  એવા જ શ્રીકૃષ્ણ એજ મારું શરણ છે.  તથા,

 

 

અમનન્દપરમાનન્દો નિજાનન્દાશ્રયસ્થિત: |

સ્વરૂપાનન્દદાતા યસ કૃષ્ણ: શરણં મમ ||૧૧||

 

 

અધિકાધિક આનંદ આપનારું તે (કૃષ્ણ) પરમાનંદ સ્વરૂપ છે.  જેઓ તેના (કૃષ્ણના) આનંદ સ્વરૂપનો આશ્રય કરીને રહેલા છે.  તેના તે (શ્રીકૃષ્ણ) આશ્રયરૂપ છે.  આવાજ શ્રીકૃષ્ણ એજ મારું શરણ છે….

 

 

શ્રીકૃષ્ણનું શરણ માટે, બારમાં શિક્ષાપત્રમાં દર્શાવ્યા પ્રમાણે શ્રીસ્વામિનિજીના ભાવથી વિરહાતિની ભવના ભાવના કરવી.  જેથી શ્રી ઠાકોરજી –શ્રીપ્રભુ –યશોદોત્સંગલાલિત: પ્રસન્ન થઇ દર્શન આપે.  ભાવ જતાવે.  સેવા સિદ્ધ કરે.

 

 

વધુ જાણકારી માટે, ભાવનાત્મક જાળવવા માટે શિક્ષાપત્ર ગ્રંથનો સંદર્ભ જ્રોર રાખવો.  જેથી સંપૂર્ણ માર્ગદર્શન મળે, વિશ્વાસ વધે ને સત્યતાની જાણકારી થાય.  પ્રા. શ્રી રમેશભાઈ પરીખના ‘શિક્ષાપત્રનું આચમન’  ગ્રંથ ઘણા જ સુંદર છે.

 

(ક્રમશ:)

“કવિતા આત્માની માતૃભાષા છે.”

 

 

|| શિક્ષાપત્ર ૧૪ મું ||  …

 

 

  ૧૪મું શિક્ષાપત્ર નાનકડું છે. ફક્ત સાત જ શ્લોકથી અલંકૃત છે. સંસારજીવનની કેડી પર પગથાર પામતા સપ્તપદી જેટલું જ સુંદર છે.  

 

 

ચૌદમાં શિક્ષાપત્રમાં શ્રી પ્રભુનાં ચરણારવિંદમાં ચિત્તને સ્થાપન કરવાનું, અન્યાશ્રયનો ત્યાગ કરવાનું,  દુ:સંગથી દૂર રહેવાનું,  નિવેદનમંત્રનું ધ્યાનથી- એક ચિત્તથી અહર્નિશ અનુસંધાન કરવાનું, આચાર્યચરણ શ્રીમદ શ્રી વલ્લભાચાર્યજીનાં ચરણારવિંદનો- ચરણ કમળનો દ્રઢ આશ્રય રાખવો, એજ વૈષ્ણવનું કર્તવ્ય છે. એજ તદીય વૈષ્ણવના લક્ષણ છે.

 

 

આચાર્ય ચરણ શ્રીહરિરાયજી અન્યાશ્રયને એક ભાવ કીર્તનથી અતિસુંદર રીતે વર્ણવે છે.

 

 

“મોહી શ્રી વલ્લભકો ભરોસાં,
અન્ય દેવકો જાનો નમાનો,
ઇનકો આસરો ખરોસોં,
સમઝ વિચાર દેખ મન મેરે,
બાર બાર કહો તો સોં,
‘રસિક’ સુધ-સાગ્રકો છાંડિકે,
ક્યોં પીવત જલ ઓસોં.”

 

 

તથા આજ ને આવો જ ભાવ એક બીજા કિર્તન થી જાણો.

 

 

“ભરોસોં શ્રી વલ્લભહીકો ભારી,
દાહેકોં રે મન ભટકટ ડોલન,
જો ચાહત ફૂલહારી.
શ્રી વિઠ્ઠલ ગિરધર સબ બાલિક
જગત કિયો ઉદ્ધારી,
‘પુરુષોત્તમ પ્રભુ નામ મંત્રદે,
ચરન કમલ સિરધારી.”

 

 

શ્રી પ્રભુના ચરણારવિંદમાં ચિત્તને સ્થાપન કરવું વૈષ્ણવનું પ્રથમ લક્ષણ, શિક્ષાપત્રના પ્રથમ શ્લોકથી વર્ણવાય છે. નિરૂપિત થાય છે.

 

 

શ્રીમદપ્રભુપદયુગલે સ્થાપ્યમ ચેત શ્વમત્કારી |
તદનુગ્રહણાદેવ હી ભવતિ તદીસ્ય સર્વત: સકલમ ||૧||

 

 

શ્રી ઠાકોરજી અને શ્રી ગુંસાઈજી નાં ચરણારવિંદમાં ચિત્તને સ્થાપન કરવું. પ્રભુચરણનાં પ્રતાપબળથી અનુગ્રહથી જ સર્વ સિદ્ધ થશે, તે બેઉ ચરણકમળ ચિત્રને પરમચમત્કારિ ભક્તિ રસનો અનુભવ કરાવે છે.

 

 

ડાબા ચરણના આશ્રયથી પુષ્ટિરસનો અનુભવ થાય છે. જમણા ચરણના આશ્રયથી મર્યાદા ભક્તિનો અનુભવ થાય છે. આ બન્ને ચરણમાં (ડાબા-જમણા) બન્ને પ્રકારની ભક્તિમાં ચિત્તને સ્થિર કરવું. મર્યાદા ભક્તિને પુષ્ટિ ભક્તિની આશ્રિત કરી દેવી. મનને – ચિત્તને પુષ્ટિભક્તિમાં એવું તો સ્થિર કરી દેવું. એવું તો લીન કરી દેવું, જેથી મન ઐહિક પાર લૌકિક સર્વ પદાર્થોમાં વિરક્ત થી શ્રીકૃષ્ણ ને શરણે જાય. ભગવાન સર્વના રક્ષક છે.

 

 

બીજા શ્લોકમાં અન્યાશ્રની વાતનું નિરૂપણ કરાય છે. અનન્યભક્તો પણ અન્યાશ્રયથી મુક્ત નથી રહ્યા. ખુદ નંદરાયજી પણ શ્રીકૃષ્ણની લીલા, પુતનાની – ઇન્દ્ર્મન, શ્રીકૃષ્ણ જ પરમ કૃપાળુ કૃષ્ણ ભગવાન જ છે. છતા પણ શ્રીમદભાગવતજીનાં દસમ સ્કંધનાં ૩૧માં અધ્યાયનાં, પ્રથમ શ્લોકથી વર્ણન થાય છે. જે ભક્તોને અન્યાશ્રય છોડાવી ભગવાને ઉદ્ધાર કર્યો છે. જો તે બીજાની બીજી દેવની ઉપાસના કરી, અનન્યતાનો ધર્મનો ત્યાગ કરી તે દુઃખી થાય છે. છતાં પણ શ્રી દુઃખ હરતા ભગવાન તેનું દુઃખ મટાડે છે. મુક્ત કરે છે. સુખ પ્રાપ્ત કરાવે છે. ગોપીઓ – બીજા દેવો રક્ષા કરશે એમ માની તે દેવને પ્રસન્ન કરવા વ્રજની બહાર જાય તો તેનો અનિષ્ટ જ લોક ન્યાયથી થવું જોઈએ. આ પ્રસંગ કહેવાય છે.

 

 

વનમાં અડધી રાત્રી – સમયે નંદબાબાને અજગર અડધો ગળી જતા. “ હે કૃષ્ણ હે કૃષ્ણ ! આ મોટો સર્પ મને ગળે છે. હે તાત ! હું આપને શરણે આવેલો છું. તો આપ મને સર્પગ્રાસથી મુક્ત કરો. એમ નંદરાયજી રાડો પાડવા લાગ્યા.” શ્રીમદભાગવત (૧૦-૩૧-૬) યાદ રહે. શરણભાવનાથી સર્વ સિદ્ધ થાય છે. પરંતુ શ્રીકૃષ્ણની શરણભાવમાં અન્યાશ્રય મહાબાધક છે. અન્યાશ્રય એવો તો બાધક છે કે મહા મહા ભગવદીયનો પણ વિરોધ કરે છે. મહા ભગવતીયો પણ અન્યાશ્રય કરે છે. કોઈ જ મુક્ત નથી. અન્યાશ્રય એટલે સ્વપ્રભુનો સાથ છોડી બીજા દેવને પામવા પામર પ્રયત્ન કરવો તે.

 

 

શ્રીકૃષ્ણનો અનન્ય આશ્રય ત્યજી અન્યાશ્રય કરનાર તો નિશ્ચય અધોગતિ ને પ્રાપ્ત જ થાય છે.

 

 

ભગવાનના ચરણકમલની રજ સેવનાર ભક્તને મરણ કરતાં પણ અધિક આપત્તિનાં શ્રીકૃષ્ણ વિના અન્યનો આશ્રય સર્વથા અનુચિત છે. પરમ કષ્ઠાપન્ન કોટિ કન્દર્પલાવણ્ય યુક્ત શ્રીકૃષ્ણનો આશ્રય કરનાર કદાપી અધિક આપત્તિમાં પણ શ્રીકૃષ્ણ વિના અન્ય દેવોનો આશ્રય કરતો નથી.

 

 

– ક્રમશ :

 

 લેખક સંકલન-વ્રજનિશ શાહ BOYDS-MD-U S A

 

[email protected]
[email protected]

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ..

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

૧૪) યહ માંગો ગોપીજન વલ્લભ ..  (પદ)
રચના: પરમાનંદદાસજી
રાગ: બિલાવલ

 

 

યહ માંગો ગોપીજન વલ્લભ ।
માનુસ-જ્ન્મ ઔર હરિ સેવા, વ્રજ બસિવો દીજે મોહી સુલ્લભ ।।૧।।

 

 

શ્રી વલ્લભ કુલકો હોઉં ચેરો, વૈષ્ણવજન કો દાસ કહાઉં।
શ્રી યમુનાજલ નિત્યપ્રતિ નહાઉં, મન વચ કર્મ કૃષ્ણ ગુન ગાઉં ।।૨।।

 

 

શ્રી ભાગવત શ્રવન સુનોં નિત, નિરખોં કબહું ન અઘાઉં ।।૩।।

 

 

એક દિવસ શ્રી મહાપ્રભુજીએ પરમાનંદદાસજીને કંઈક ગાવાની આજ્ઞા કરી ત્યારે શ્રી વલ્લભના ચરણઅનુરાગી એવા પરમાનંદદાસજી શ્રી વલ્લભ અને શ્રી ઠાકુરજીમાં કોઈ અંતર નથી જોતાં તેથી અહીં તેઓ શ્રી વલ્લભને સંબોધન કરે છે પરંતુ તેમની પ્રાર્થનાની સાથે શ્રી ઠાકુરજી પણ સંમિલિત છે. એનું મુખ્ય કારણ એ છે કે શ્રી ઠાકુરજી જ તે શ્રી વલ્લભ સ્વરૂપે રહેલા છે અને શ્રી વલ્લભ તે જ શ્રી ઠાકુરજી રૂપે રહેલા જે રીતે શ્રી ઠાકુરજીનું અને શ્રી વલ્લભનું એક જ સ્વરૂપ છે તેજ રીતે શ્રી વલ્લભમાં પણ શ્રી સ્વામીનિજી સ્વરૂપ પણ સમાયેલ છે. આમ શ્રી વલ્લભ શ્રી ઠાકુરજી અને શ્રી વલ્લભ એમ બંને સ્વરૂપે સર્વે ગોપીજનોને અત્યંત પ્રિય છે. તેથી શ્રી પરમાનંદદાસજી કહે છે કે હે ગોપીજનવલ્લભ આપને મારે એટલી જ વિનંતી કરવી છે કે આપને મને જન્મ આપવો હોય તો મને એવી જગ્યાએ જન્મ આપજો જ્યાં હું વૈષ્ણવ બની આપને શરણે અને આપને ચરણે રહી શકું અને નિરંતર આપના ચરણાર્વિન્દમા મારુ મન મગ્ન રહે, મારા હસ્તે આપની ને આપની કાનિથી શ્રી ઠાકુરજી મારી સેવા સ્વીકારતાં રહે અને સાથે સાથે મારો સાચા મન, હૃદય અને આત્માથી સદાયે મારો વ્રજવાસ થતો રહે, સદાયે આપનું નામ અને સ્મરણ મારા મનમાં, હૃદયમાં અને મુખમાં રહે, સદાયે મન, વચન અને કર્મથી હું સદાયે આપનું જ ગુણગાન કર્યા કરું, હે ગોપીજન વલ્લભ હું નિત્ય આપના વચનામૃત સાંભળ્યાં કરું આપના સિવાય આપના ચરણાર્વિન્દ સિવાય મારું મન ક્યાંય ન જાય, સદાયે મને આપની જ અભિલાષા રહે. આ પદ દ્વારા “શ્રી પરમાનંદદાસજી” આપણને શીખવે છે કે ભક્તોએ પ્રભુ પાસે શું માંગવુ જોઈએ.

 

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે…
પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …