પેલ્વિક ઇન્ફ્લામેટરી ડીસીઝ (P.I.D) – (સ્ત્રીના પ્રજનન તંત્રનો રોગ) અને હોમિઓપેથી ….

પેલ્વિક ઇન્ફ્લામેટરી ડીસીઝ (P.I.D) અને હોમિઓપેથી …

ડૉ. ગ્રીવા માંકડ ..M.D. (A.M.)BHMS; DNHE.

 

 

મિત્રો  …સ્વાસ્થય  નો મીઠો સ્વાદ અને હોમીઓપેથી’   શ્રેણીને વધુ આગળ વધારવા માટે  આપણને ડૉ.ગ્રીવા માંકડ નો સાથ અને સહકાર  મળી રહ્યો; તેમના દ્વારા સ્ત્રી રોગો વિશે જાણકારી આપતા લેખ   – ‘દાદીમા ની પોટલી’ પર થોડા સમયથી નિયમિત આપણે માણતા આવીએ છીએ. આપના દ્વારા તેમની મૂકેલી પોસ્ટ પર ખૂબજ સુંદર પ્રતિભાવ અમોને સતત મળ્યાં છે., જે બદલ અમો આપના આભારી છીએ.
 
ડૉ.ગ્રીવા માંકડ સફળ હોમીઓપેથીક પ્રેક્ટીસ કરી રહ્યા છે, તેઓ દર્દી ને સમજવા માં ખુબ નિપુણ અને દવાઓ ના પ્રિસ્ક્રીપ્શન માટે પણ ખુબ નિપુણ છે. અન્ય કલીનીકો જોવા ની સાથે સાથે તેઓ સ્વાસ્થ્ય હોમીઓપેથીક કલીનીક માં ખાસ સ્ત્રી રોગ અને બાળ રોગો નો વિભાગ સંભાળે છે, ને જેમાં તેમનો બહોળો અનુભવ પણ છે. હોમીઓપેથી સાથે તેઓ રેકીમાં પણ નિષ્ણાત છે, અને દર્દી ને રેકી આપીને પણ ફાયદો આપી શકે છે. તેમણે રેકી વિષય સાથે એમ . ડી. પણ કરેલું છે. આ ઉપરાંત તેઓ ફૂડ અને ન્યુટ્રીશન વિષે પણ સલાહ આપતા રહે છે. 
સ્ત્રી રોગ વિશેની શ્રેણી ને આગળ વધારીએ, જેમાં આ તેમનો સાતમો લેખ છે …  પેલ્વિક ઇન્ફ્લામેટરી ડીસીઝ (P.I.D) …  કે જે સ્ત્રીના પ્રજનન તંત્રમાં લગતા ચેપ ને ઓળખવા માટે નું નામ છે. –  જે  સ્ત્રી રોગ વિશેનો છે.  આજે તે…. પેલ્વિક ઇન્ફ્લામેટરી ડીસીઝ (P.I.D) વિશે સમજીશું … ‘દાદીમા ની પોટલી’  પર આજનો લેખ મોકલવા બદલ અમો  ડૉ.ગ્રીવા માંકડ ના અંતરપૂર્વકથી આભારી છીએ.
 
વાચક મિત્રો, મારા દરેક આર્ટીકલસ્  ને ખુબ સારો પ્રતિસાદ આપવા બદલ આપ સહુની હું આભારી છું.  હજુ  વધુ ને વધુ માહિતી, હોમિયોપેથી અને સ્ત્રી રોગો વિશેની આપ સમક્ષ પહોચાડવા અત્રે હું પ્રયત્નશીલ રહીશ. આપ આપના મૂંઝવતા કોઈ પણ પ્રશ્નને મને નિઃસંકોચ પૂછશો તો વધુ ગમશે.  આપના પ્રતિભાવ/કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ પર અહીં આવકાર્ય છે….આપના સૂચનો – અભિપ્રાય સદા અમોને માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહે છે.
  
વાચક મિત્રો, હવે પછીનો આર્ટીકલ આપની સમક્ષ મુકવા જઈ રહી છું, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડીસીઝ (P.I.D) … વિશે નો છે.   રોગ ની સમજુતી અંગેના  કે પછી તે વિષયવસ્તુ અંગેની  આપની કોઈ અગત્યની સલાહ કે આપના સૂચનો હોય તો જરૂરથી પ્રતિભાવ દ્વારા અહીં અમને જણાવશો, જે માટે હું આપને વિનંતી કરું છું.  આપને મારા દ્વારા વધુ ને વધુ જાણકારી મળતી રહે એ દિશામાં હું હંમેશ પ્રયત્નશીલ રહીશ.

 

 P.I.D. ..1

વાચકમિત્રો, આપણે અગાઉના લેખમાં સર્વીસાઈટીસ વિષે જોયું.આ લેખમાં સર્વીસાઈટીસ જો વધુ ફેલાઈને આગળ વધે ત્યારે ઉદ્ભવતી તકલીફ વિશે  સમજીશું. …

 

સ્ત્રીના પ્રજનન તંત્રમાં લગતા ચેપ ને સામાન્ય રીતે P.I.D તરીકે ઓળખવામાં આવે છે, જે થોડી જોખમી પ્રકારની તકલીફ છે . સર્વિક્સ કે યોનિમાર્ગમાં લાગેલો ચેપ જો વધુ ફેલાય્તો એ ગર્ભાશય,અંડ વાહિની, અંડપિંડને તેમજ આજુબાજુના અવયવોને અસર પહોચાડી શકે છે. જેને આ પ્રમાણે નામ આપવામાં આવે છે….

 

Salpingitis ()

 

Endometritis()

 

Peritonitis ()

 

 

 

આ બધી સ્થિતિઓ એ પોતે એક ચોક્કસ પ્રકારનો રોગ છે, પરંતુ, સામુહિક રીતે તેઓ P.i.D તરીકે ઓળખાય છે.

 

 

P.i.D એ સેક્સુઅલી ટ્રાન્સમીટેડ ડીસીઝીસ દ્વારા થતા કોમ્પ્લીકેશન્સ પૈકી સૌથી વધુ જોખમી તેમજ નુકશાનકારક છે. ઉપરાંત એક વખત થયા પછી તે ફરી વાર થવાનું જોખમ વધી જતું હોય છે.   P.i.D ના નિદાન કે ઉપચાર માં જો વિલંબ થાય તો ભવિષ્યમાં બીજી જોખમી તકલીફો માટેનું કારણ બને છે.

 

 

 

fallopan

 

 

 

 

 

મોટેભાગે એવી સ્રીઓને P.i.D થવાનું જોખમ રહેલું છે, જે ખાસ કરીને ઘણા સેક્સ પાર્ટનર ધરાવતી હોય, ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ ન કરતી હોય, તેમજ જે એવા વિસ્તારમાં રહેતી હોય જ્યાં આવા સેક્સુઅલી ટ્રાન્સમીટેડ ડીસીઝીસ નો વ્યાપ ખુબ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય.

 

P.i.D ને “સાઇલન્ટ એપીડેમિક” તરીકે ઓળખવામાં આવે છે કારણકે હમેશ તેના કોઈ દેખીતા લક્ષણો જોવા નથી મળતા.

 

 

P.i.D ના કારણો:

 

 

આમતો સ્ત્રીના પ્રજનન તંત્રમાં ચેપ એ ઘણા ઓર્ગેનીઝમ ને લીધે લાગી શકે. પરંતુ, મુખ્યત્વે આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે તે સેક્સુઅલી ટ્રાન્સમીટેડ ડીસીઝ છે. માટે જવાબદાર બેક્ટેરિઆ તરીકે મુખ્યત્વે …

 

• ગોનોરિઆ

 

 

• ક્લાયમેડીઆ

 

 

 

ભાગ ભજવતા હોય છે…

 

 

આ ઉપરાંત,

 

 

 

• વધુ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ ધરાવતી સ્ત્રીને આ પ્રકારના ચેપ લાગવાનો સંભવ બીજી સ્ત્રીઓની સરખામણીમાં વધુ હોય છે.

 

 

• જેઓએ ગર્ભનિરોધક સાધન મુકેલું હોય, તેઓને પણ ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે.

 

 

 

• ગર્ભપાત થવાથી કોઈ કારણસર ચેપ લાગી શકે.

 

 

• બાળકના જન્મ સમયે કોઈ કારણસર ચેપ લાગી શકે.

 

 

 

P.i.D ના લક્ષણો:

 

 

P.i.D એ બહોળા પ્રકારે રજુ થઇ શકે છે, માટે તેનું ચોક્કસ નિદાન થોડું અઘરું જણાય છે ….

 

 

• પેટના નીચેના ભાગમાં હળવો દુખાવો થવો.

 

• કોઈ પ્રકારની વાસ ધરાવતો પીળાશ પડતો કે લીલા કલરનો ડીસ્ચાર્જ.

 

• પેશાબ કરતે સમયે દુખાવો થવો.

 

• સંભોગ સમયે દુખાવો થવો.

 

• તાવ આવવો.

 

• ઉબકા – ઉલટી થવા.

 

 

P.i.D ના કોમ્પ્લીકેશન્સ:

 

 

P.i.D માટે જવાબદાર બેક્ટેરીઆને જો કાબુમાં ન રખાયા તો તે જોખમી કહી શકાય એવી સ્થિતિ સર્જી શકે છે.

 

 

જેમકે,

 

 

• વ્યંધત્વ (ચેપને લીધે અંડ વાહિની નળી બ્લોક થઇ જવાથી સ્ત્રીબીજનું વહન અવરોધાવાને પરિણામે)

 

 

• એક્ટોપિક પ્રેગ્નન્સી (ગર્ભાશય સિવાય અન્ય જગ્યાઓ એ ગર્ભ પ્રસ્થાપિત થવો)

 

 

• ઇન્ટરનલ બ્લીડીંગ,

 

 

• લાંબો સમય ચાલતો પેડુ નો દુખાવો…

 

 

 

P.i.D ના ઉપાયો :

 

 

એ સ્ત્રીના પ્રજનનતંત્રમાં બધા અવયવોને સામુહિક રીતે લાગેલો ચેપ છે, જેનો ચોક્કસપણે તાત્કાલિક અટકાવ કરવો એ ખુબ જ જરૂરી બને છે. એ માટે હોમિયોપેથીક દવાઓ ખાસ કરીને લાગેલા ચેપને વધુ ફેલાતો અટકાવવા જરૂરી રોગ પ્રતીકારકતા આપે છે ઉપરાંત, ચેપને કારણે ઉદભવેલા અલગ અલગ તમામ લક્ષણોને ચોકસાઈપૂર્વક કાબુમાં રાખી શકે છે.આ માટે વ્યક્તિની પ્રકૃતિને અનુરૂપ નક્કી કરાયેલી વ્યક્તિગત દવા ખુબ કારગત નીવડતી હોય છે. વધુમાં,મુખ્યત્વે ઉભા થયેલા કોમ્પ્લીકેશન્સ જેવાકે વ્યંધત્વ તેમજ પેડુનો દુખાવો વગેરેમાં પણ હોમોયોપેથીક દવાઓ અસરકારક સાબિત થાય છે.

 

 

જેમકે,

 

 

Aconite

 

Apis mellifica

 

Arsenic album

 

Belladonna

 

Lachesis

 

Palladium

 

Platina

 

Conium

 

Sepia

 

Pulsatilla

 

Mercurius sol

 

Phosphorus

 

Cantharis

 

Lycopodium

 

 

 

પ્લેસીબો :

 

 

An ounce of prevention is worth a pound of cure.

 

                  – Audrey Rosenstein

 

 

 

ડૉ.ગ્રીવા માંકડ … M.D. (A.M.)BHMS; DNHE

 

 

બ્લોગ લીંક: http://das.desais.net –  ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

આપને આજનો લેખ આપને પસંદ આવ્યો હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ  ડૉ.ગ્રીવા – લેખિકાની કલમને  સદા બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ  દ્વારા  આ પ્રકારના લેખ મૂકવા માટે પ્રેરણા  મળી  રહેશે. આભાર ..! ‘દાદીમા ની પોટલી’.

 

 

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ગ્રીવા માંકડ… આપને શક્ય એટલો ઝડપી જવાબ બ્લોગ પર આપવા પ્રયત્ન કરશે. જો કોઈ પણ ને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતાજાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેકટ [email protected] ઉપર અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા પૂરી વિગત – જેવી કે, વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત -રીપોર્ટ ની જાણકારી મોકલવી. તમોને તમારા email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપીશું. ”  ….આભાર ! ‘દાદીમા ની પોટલી’