ધ્યાન માર્ગ પર પા પા પગલી … (ભાગ …૪) …

ધ્યાન માર્ગ પર પા પા પગલી …  (ભાગ …૪) …

 

આ અગાઉ આપણે સપ્ટેમ્બર માસમાં ધ્યાન ભાગ  .. 3  માં જોઈ ગયા કે …માત્ર ગુણો કેળવવા, તેને આત્મસાત કરવા તે જ સાધના નથી, સાચી મજા તો ધ્યાનમાં – એનામાં લીન થઇ જવામાં છે. ધ્યાન, ત્રાટક આદિ ક્રિયાઓ વિશે આજકાલ લોકોમાં કેટલીએ ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે તેથી તે અંગે સાચી સમજણ જરુરી છે.

 

આજે આપણે ધ્યાન માર્ગ પર પા પા પગલી માંડવાની શરૂઆત કરીશું અને થોડી વિશેષ જાણકારી ડૉ.ઝરણા દોશી પાસેથી મેળવીશું. ‘ધ્યાન માર્ગ પર પા પા પગલી (ભાગ …૪)…’ ‘દાદીમા ની પોટલી’ પર ઉપરોક્ત પોસ્ટ મોકલવા બદલ અમો ડૉ. ઝરણા નાં અંતરપૂર્વક્થી આભારી છીએ.

આવો હવે આપણે ધ્યાન માર્ગ ના અમુક સીધા અને સરળ સુત્રોને સમજીએ.

 

જે વ્યક્તિનો પોતાની  વર્તમાન તેમ જ ભવિષ્યની જરૂરિયાતો,પોતાની આકાંક્ષાઓ, સપનાઓ અને પોતાની વિશ્વ પ્રત્યે અને વિશ્વના રચયિતા સર્જનહાર પ્રત્યેની લાગણી ફરજ સાથે એકાત્મકતાની સભાનતાનો દુરંદેશ મનોરથ છે તે ધ્યાન માટે સંપૂર્ણપણે યોગ્યતા ધરાવે છે.

 

 

તે વ્યક્તિને ધ્યાન સરળતાથી અને સહજતાથી જીવનમાં ઉતરે છે. પોતાને ધ્યાનની દીક્ષા પ્રાપ્તિ પણ મળી રહે છે. ગુરુજનો થકી પ્રેરણા અને માર્ગદર્શનના અમીસીંચન  દ્વારા વ્યક્તિ ધ્યાની બને છે. ધ્યાનમાર્ગે સ્વયમને વધુ ઊંડી રીતે સમજતા સમજતા આત્મવિકાસ અને આત્મસાક્ષાત્કાર તરફ પ્રયાણ કરે છે.

 

 

ધ્યાન કરવું, ધ્યાન રાખવું, ધ્યાન થવું, ધ્યાન શીખવું, ધ્યાનમાં આવવું, ધ્યાનમાં ઉતરવું, ધ્યાની તરીકે જ જીવવું આ બધા જુદા જુદા અનુભવો છે. આવો આપણે આ દરેકને વિગતવાર સમજીએ.

 

 

૧.      ધ્યાન કરવું: આપણને આખો દિવસ જીવન જીવતા જીવતા ઘણી વાર ધ્યાન કરવાની જરૂર પડી જાય છે જેમકે…બાળકના ઉત્તમ ભવિષ્યનું પ્લાનીંગ કરવું, વડીલોની તબિયતની કાળજી માટે ધ્યાન કરવું. ઘરમાં આવેલા સારા નરસા પ્રસંગો બાબતે ધ્યાન કરવું.

 

 

૨.      ધ્યાન રાખવું: આ બાબતે તો દરેક વ્યક્તિ સમજુ છે, સમાજમાં, પરિવારમાં એકબીજા ના સંબંધોમાં લાગણી અને પ્રેમ ની જ સ્થાપના જળવાયેલી રહે તે માટે આપણે ઘણા બધા નિયમો બાબતે ધ્યાન રાખતા હોઈએ છીએ.

 

 

૩.      ધ્યાન શીખવું: આજે ધ્યાન શીખવા બાબતે જાગૃત થવા વાળાઓની સંખ્યા ઘણી વધી છે.

 

 

૪.      ધ્યાન મા આવવું: આજે આવેલા અવસરનો હું આજે જ ફાયદો લઉં તે ધ્યાનમા આવવું.

 

 

૫.      ધ્યાનમાં ઉતરવું: એક બાહ્ય જગત છે અને એક આંતરિક જગત છે. ધ્યાનમાં ઉતરવા માટે આપણે આંતરિક જગતમાં ડોકિયું કરવાનું રહે છે.

 

 

૬.      ધ્યાની તરીકે જ જીવવું: જીવનનું પાયાનું સુત્ર ધ્યાન બનાવી દેનારા અને જીવતા જગતના થઇ જનારાઓના નામ આપણે સદીઓથી સાંભળતા આવી રહ્યા છીએ. આ બધા આત્માઓએ  ધ્યાનસ્થ જીવન જીવીને આપણી માટે ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પડ્યું છે.

 

 

આ બધી વ્યાખ્યાઓને સમજી તો લીધી, પરંતુ આપણે હવે એક મહત્વની વાતને સમજવાની છે; કે ધ્યાન માર્ગમાં આગળ વધવા માટે વ્યક્તિએ જોવામાં આવતી અને વપરાશમાં આવતી ઈન્દ્રિયોની  પેલે પાર જવાનું છે. આપણું આ દેખાતું શરીર છે અને દેખાઈ રહેલી ઇન્દ્રિયો છે તેને  ઉપયોગમાં લઈને આપણે બહારની સૃષ્ટી, અને સર્જનહારની અદભુત અજાયબીઓને માણીએ છીએ. હવે સર્જનહાર દ્વારા અનેક અન્ય સર્જન પણ થયા છે જેને અંતરચક્ષુ થકી નજીકથી અનુભવવાની પ્રક્રિયાને ધ્યાનનું નામ આપશું.

 

 

આપણી રોજબરોજની જીવનચર્યાને આપણે એટલી બધી યંત્રવત બનાવી દીધી છે અને સુખ સુવિધાઓ થકી આપણે પાંગળા બની ગયા છીએ. એટલે જ ધ્યાન થકી આપણે ગુલામીમાંથી મુક્તિનો એહસાસ જગાવવાનો છે.

 

 

જયારે નવા નવા ધ્યાનમાં ઉતરીએ ત્યારે હજુ ઉપરછલ્લા અનુભવો આવે જેવાકે બહારના જગતને અંદર જોવાનું શરુ કરી દઈએ. દાખલા તરીકે વ્યક્તિ ટીવી જુએ છે અને પૂર્વ તૈયારી કર્યા વગર ફટાફટ પોતાની જાતે જ ઘરના ઘોંઘાટભર્યા વાતાવરણમાં પલાંઠીવાળીને જબરદસ્તી  આંખો બંધ કરીને બેસી જાય તો એને બહાર જે જે જીવંત દ્રશ્યોની હારમાળા સર્જાય તેના જ મનસચિત્રોના  નિરંકુશ દ્રશ્યો આવ્યા જ કરે આ રીતે તો ધ્યાનમાં ઉતરવું મુશ્કેલ બની જાય.

 

 

એટલે જ ધ્યાન ગુરુ સમીપે અને સંઘમા જે પ્રકારે શક્ય બને તેનો અનુભવ જ કઈ જુદો છે.

 

 

કુદરતે અમુક નિયમો બનાવ્યા છે જે જાણીને તેમ જ અમલમાં મુકીને આપણે અત્યારે સગવડતામાં આધુનિકતા લઇ આવ્યા છીએ. તે જ પ્રમાણે આપણા આંતરિક જગતના નિયમો ને પણ આપણે જાણવા પડે એ પણ કોઈ બીજાના નહિ આપણા પોતાના નિયમો જાણવા પડે, જે ધ્યાન થકી શક્ય બંને છે. જીવન સરળ થઇ જાય છે. જીવન જીવવામાં નવો ઉત્સાહ અને ઉમંગ જોડાય છે. યંત્રવત જીવન થી રચનાત્મક જીવન તરફ ગતી થાય છે,પ્રગતિ થાય છે. જીવના મા સંતોષ, સંયમ, શાંતિ, સજગતા, સમર્પણ ના ગુણો નો વિકાસ થાય છે અને સ્વાવલંબીપણું આવે છે.

 

 

ધ્યાનમાર્ગ ની માહિતી એ એક જુદો વિષય છે અને ધ્યાનમાર્ગ પર યાત્રા કરવી એ જુદો વિષય છે.

 

 

થીયરી અને પ્રેક્ટીકલ બંને જુદા છે ઉપરથી શીખેલું અને પ્રયોગ કરેલું જ્ઞાન જીવનમા આચરણમાં મુકવાની કળાને સાચું જીવન જીવ્યું કહેવાય.

 

 

ધ્યાનમાર્ગ તરફ યાત્રા કરવાની ઈચ્છા ધરાવનાર દરેક ભાઈ બહેનને અમારી નમ્ર વિનંતી છે કે અમારા દ્વારા યોજવામાં આવતા ધ્યાનના કેમ્પમા જરૂરથી જાતે હાજરી આપી લાભ લેશો.

 

 

આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે પોતાની અંદર ધ્યાન માટેની ક્ષમતા ને જાગૃત કરવાની જેની મહત્વકાંક્ષા છે તે સૌએ હકીકતમાં પ્રાયોગિક શિબિરમાં  હાજરી આપવી જરૂરી છે.

જીવનમાં જીવન જીવવાની કળાનો વિકાસ કરવા અર્થે ધ્યાન શિબિર ની પ્રાથમિક જાણકારી અર્થે આપ સૌને વધુ માહિતી અહી મળશે.

ડો ઝરણાં ૯૮૬૭૭૧૬૦૧૫ – મુંબઈ.

– ડૉ. ઝરણા દોશી

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

આપને આજની પોસ્ટ પસંદ આવે તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી ડૉ.ઝરણાબેન ના પ્રયાસને યોગ્ય પ્રતિસાદ આપશો. જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે અને લેખિકાની કલમને બળ પૂરશે. ….

 

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા ‘ – યોગ – મેડિટેશન- ધ્યાન’  અંગેના કે જીવન ની સમસ્યા અંગેના કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ઝરણા દોશી … આપને તેનો જવાબ બ્લોગ પર આપવા જરૂર પ્રયત્ન કરશે. અથવા આપને ઉદભવતા કે મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે  Privacy / અંગતતા – જાળવવા ઇચ્છતા હોય તો આપની સમસ્યા ની વિગત ડાયરેક્ટ [email protected] ઉપર અથવા ડૉ.ઝરણા દોશી ને [email protected]  ઈ મેઈલ દ્વારા લખી ને મોકલી શકો છો, અમો તમારા email ID પર તે અંગેનું યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”