આપણી ગાય કામધેનુ છે …

આપણી ગાય કામધેનુ છે …

 

” ગૌ સેવાનું ફળ ઘણું, જેમાં દેવીનો વાસ;
ગૌનું જે પાલન કરે, તે ઘર સદા ઉલ્લાસ. “

જૂન, ૨૦૦૩માં અમેરિકાની પેટર્ન કચેરીએ ‘ગૌમૂત્ર’ને પેટન્ટ આપ્યો છે. આ ગૌમૂત્ર ક્ષય અને કેન્સર જેવા રોગોને મટાડે છે. ગૌમૂત્રનો આ પેટન્ટ નાગપુરની બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થા ‘ગો વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર’ દ્વારા મેળવાયો છે.

આ સમાચારે મેડીકલ જગતમાં એક જિજ્ઞાસાનું વાતાવરણ ઊભું કર્યું છે અને એના વિશે સમગ્ર વિશ્વમાં ઘણાં દાક્તરીય અનુસંધાન વિશ્વવિદ્યાલયોમાં એના વિશે ચર્ચા, પરિચર્ચા અને સંશોધનો હાથ ધરાયા છે. આજે એક નવું વિજ્ઞાન ‘Cow pathy’ ઊભરી રહ્યું છે.

પ્રાચીન ભારતવાસીઓને ‘પંચગવ્ય ચિકત્સા’ નું ઘણું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન હતું. જેમાં ગૌમૂત્રના વિવિધ ઉપયોગોની વિવિધ ઉપયોગની વાત આવે છે. પરંતુ સદીઓથી ચાલતા આવતા આધુનિક દવાશાસ્ત્રે ગૌમૂત્રની વાત એક જંગલી પ્રયોગ તેમજ અંધશ્રદ્ધા છે એમ માની લીધું હતું. આરોગ્ય અને દવા શાસ્ત્રના વિજ્ઞાને વાસ્તવિકતાની કેટલીક ક્ષિતિજો ખોલી છે અને તેઓ ગાય દ્વારા મળતા વિવિધ પદાર્થોની એક ઔષધ તરીકેની ક્ષમતાને ઓળખી લીધી છે.

ભારતીય લોકો ગાયને માતા તરીકે પૂજે છે. ભારતમાં ગાયને બધી દૈવી શક્તિઓ કે તત્વોનું મૂર્તિમંતરૂપ ગણવામાં આવે છે. ગાયનું દાન બીજાં બધાં દાન કરતા શ્રેષ્ઠ ગણાય છે. યજ્ઞયાગ વખતે ગાય અને ગાય દ્વારા મળતા વિવિધ પદાર્થોને ઘણા મહત્વના ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિએ ગાયને ‘કામધેનુ’ જેવું અત્યંત મહત્વનું અને પવિત્ર નામ આપ્યું છે. કામધેનુ એટલે આપણી બધી ઈચ્છાઓ પૂરી કરતી દિવ્ય ગાય. વેદો, પુરાણો અને ઇતિહાસમાં ગાયના વિવિધ ઉપયોગો અને એની પવિત્રતા વિશે ઘણું કહેવામાં આવ્યું છે. પવિત્ર ગાય અને ભારતીય જીવન એરક પવિત્ર બંધનની જેમ જોડાયેલ છે. ઋગ્વેદ કહે છે કે ગાયને મારી નાખવી એ સૌથી મોટું પાપ કે મોટો અપરાધ છે.

મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ ગૌમાતી યજ્ઞની મહત્તા અને પવિત્ર ગાયના મહત્વની વાત કહે છે. તે કહે છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષયનું વાચન ગાયની પાસે બેસીને કરે તે જે તે વિષયનું મૂળભૂત તત્વ થોડા સમયમાં જ ગ્રહણ કરી શકે. એનું કારણ એ છે કે ગાય હમેશાં ભાવતરંગો છોડતી રહે છે અને એને લીધે આપણું મન સ્થિર, સંયમમાં રહે છે.

૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાયના માંસની ચરબીની કથા આવે છે. ભારતમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધા વિવિધ રીતે ગાયની પૂજા કરે છે અને એના લાભ પણ મેળવે છે. ગાય દૂધ આપે છે અને ખેતી માટે બળદ પણ આપે છે. યજ્ઞમાં ગાયના ઘણા પદાર્થોનો ઉપયોગ થાય છે અને કેટલાય રોગોનું નિવારણ પણ કરે છે. ગાયના દૂધથી આપણને પોષક તત્વો મળે છે અને આપણા આરોગ્યનું રક્ષણ થાય છે. ભગવાન કૃષ્ણને ગોપાલરૂપે કરોડો લોકો ભજે પૂજે છે.

પંચગવ્ય ચિકત્સા …

આયુર્વેદિક ઔષધો બનાવવા માટે પંચગવ્ય (ગાયના પાંચ ઉત્પાદનો) નો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. આ પંચગવ્ય એટલે ગાયમાંથી મળતું … ૧. દૂધ ૨. દહીં  ૩. ઘી  ૪. ગૌમૂત્ર  ૫. છાણ.

ચરક, સુશ્રુત ના આયુર્વેદના ગ્રંથોમાં તેમજ વાગ્ભટ્ટ સંહિતામાં પંચગવ્યનો ઉપયોગ ચામડીના રોગો, પેશાબની સમસ્યાઓ, ઘૂંટણ જેવા સાંધાઓનો દુઃખાવો અને આંતરડામાં ચાંદાને મટાડવામાં થાય છે.

ભારતમાં કૃષિક્ષેત્રમાં ગાયના પ્રદાનને ક્યારેય ઓછું આંકી ન શકાય. ગાયનું છાણ એ કુદરતી સેન્દ્રીય ખાતર છે. આપણી ખેતીમાં પ્રાચીન કાળથી ગાયના છાણનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. ગૌમૂત્ર અને લીમડાંના પાનને ભેળવીને તેનો ઉપયોગ જંતુનાશક દવા તરીકે થાય છે. આ જંતુનાશક દવા કોઇપણ જાતની આડઅસર વિનાની છે. અત્યારે વપરાતી જંતુનાશક દવાઓ ભયંકર આડઅસર વાળી છે. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ ગૌમૂત્ર અને ગાયના છાણનાં વિવિધ અનુસંધાનના કાર્યો કરી રહી છે. ગૌમૂત્ર, છાણ, વૃક્ષનાં ખરી જતાં પાન અને એની સાથે થોડી માટી ભેળવીને ગામડામાં ઘને સ્થળે છાણીયું ખાતર થાય છે. આ ખાતરનો સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ કરતા ખેડૂતોમાં જબરી માંગ છે. કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં સૈનેન્દ્રીય ખાતરના ઉપયોગથી ઉપજતાં શાકભાજીની કિંમત મોંમાગી મળે છે. એનો સ્વાદ પણ જુદો જ હોય છે. કચ્છમાં થતી સેન્દ્રીય ખાતરના ઉપયોગવાળી કેસર કેરી હવે સમગ્ર વિશ્વમાં જાણીતી બની ગઈ છે. ગુજરાતનું સદભાગ્ય એ છે કે ગુજરાત સરકારે ગૌ – સંવર્ધન વિભાગ સ્થાપ્યો છે અને ગીરની ઉત્તમ ઓલાદની ગાયોના પાલન પોષણ માટે કેટલીય સ્વૈચ્છિક સંસ્થાઓ સમગ્ર ગુજરાતમાં અને એમાંય વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં આ કાર્ય કરી રહી છે.

આરોગ્ય સુધારણા માટેના પંચગવ્યના ઉપયોગ અને તેની સારવારને વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યતા આપ્યા પછી તેનું મહત્વ ખૂબ વધી ગયું છે. અમેરિકા અને આફ્રિકામાં ભયંકર એઇડ્સ નામના રોગના નિવારણ માટે પંચગવ્યનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે થયો છે અને એનાં પ્રોત્સાહક પરિણામો પણ જોવા મળ્યાં છે.

આધુનિક દવાશાસ્ત્ર ગાયના આ પદાર્થોને એન્ટીબાયોટિક અને બાયો-એન્હાન્સર ( જૈવવૃદ્ધિ ) તરીકે સ્વીકારે છે.

સામાન્ય રીતે પર્યાવરણવિદો લાકડાને બાળવાના પ્રદુષણની વાત કરે છે. રસપ્રદ વાત તો એ છે કે ગાયના છાણને બાળવાથી પ્રદુષણ ઊભું કરવાને બદલે તે વાતાવરણને શુદ્ધ કરે છે. આ અદભૂત શુદ્ધિકરણની વાતને લીધે સમગ્ર વિશ્વમાં અગ્નિહોત્રની પવિત્ર ક્રિયા લોકપ્રિય બની રહી છે. ભોપાલ ગેસ કરુણાંતિકા વખતે એક ગૃહસ્થે આ અગ્નિહોત્ર ચાલુ રાખ્યા અને એના પર કોઈ માંથી અસર થઇ ન હતી. બાકીના બીજા ઝેરી અસરનો ભોગ બન્યા હતા. અગ્નિહોત્રમાં ગાયના છાણાનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. આ અગ્નિ આજુબાજુના વાતાવરણને શુદ્ધ રાખે છે. ગાયનું રક્ષણ કરવું એ આપણી ફરજ બની જાય છે. ખરેખર ગાય આપણી માતા છે, કામધેનુ છે.

 

(જે.ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈર્ટનલી ટેલેન્ટેડ ઇન્ડિયા’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ)

 

(રા.જ. ૯-૧૨(૩૪)/૨૬૪-૨૬૫)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

‘આપણી ગાય કામધેનુ છે’  … આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો… !

 

 

વિશેષ નોંધ :

 

ગૌમૂત્ર …

 

ગૌમૂત્રમાં રહેલું આયર્ન હિમોગ્લોબિનનું નિર્માણ કરે છે, તેમાં રહેલું યુરિયા મૂત્રનિર્માણ માટે મદદરૂપ બને છે. આ ઉપરાંત, ગૌમૂત્રમાં અન્ય ઘટકો જેવા કે ફોસ્ફેટ જે પથરીને બહાર ફેંકે છે. સોડિયમ લોહીને શુદ્ધ કરે છે. પોટેશિયમ એ રૂમેટઝિમને દૂર કરે છે. મેંગેનીઝ બેકટેરિયાના વિકાસને અવરોધે છે તથા ગ્રેંગ્રીનમાં આગળ થતો સડો અટકાવે છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત કરે છે. વિટામિન A, B, C, D, E જે રોગપ્રતિકારક શક્તિ માટે આવશ્યક છે જે ગૌમૂત્રમાં છે. તે ઉપરાંત ગૌમૂત્રમાં રહેલા લેક્ટોગ જે અશક્તિ અને તરસને મટાડે છે. એન્ઝાઇમ્સ-પાચકરસોને ઝરવામાં મદદ કરે છે. એક પ્રકારનું એન્ટિબાયોટિક છે. શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક રીતે ગૌમૂત્ર આટલું ગુણકારી હોવા છતાં પિત્તપ્રકૃતિની વ્યક્તિઓને ગૌમૂત્ર ગરમ પડી શકે છે. ગૌમૂત્ર ગરમ ન પડે તે માટે ક્યા પ્રકારના ખોરાક અને જીવનશૈલી રાખવા એ નજીકના વૈધ્યરાજનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી ગૌમૂત્રનો ઉપયોગ કરવો.

 

ગાયનું ઘી છે, શ્રેષ્ઠ દવા :

 

સુપર ફૂડની ગણનામાં ગાયના ઘીને પ્રથમ નંબર આપવામાં આવે છે. સંખ્યબંધ આયુર્વેદિક સંસ્થાઓ તેમની દવાઓમાં ગાયના ઘીને ઉમેરે છે. તેમના કહેવા પ્રમાણે ગાયનું ઘી ઘણાબધા રોગ મટાડવામાં મહત્વનો રોલ અદા કરે છે. ગાયના દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાથી ગાયના ઘીમાં પણ ફેટનું પ્રમાણ ઓછું હોય છે. બીજા ઘણા ફાયદાઓની સાથે ગાયનું ઘી ચામડીની રક્ષા કરવામાં અને તેને કોમળ/મુલાયમ  અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે.

 

કેન્‍સરથી ડરશો નહીં …

કેન્‍સર ચેપી રોગ નથી. વહેલા નિદાન અને સમયસરની યોગ્‍ય સારવારથી કેન્‍સરને નિયંત્રિત કરી શકાય છે. શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌, અમૃતારોગ્‍યમ્‌ દ્વારા કેન્‍સરનું વિનામૂલ્‍યે નિદાન તથા રાહતદરે ગૌમૂત્ર આધારિત વિશેષ સારવારનો અણમૂલો લાભ લઇ કેન્‍સરનું નિવારણ કરો. સ્‍થળ :- શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, મેમનગર, અમદાવાદ તથા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌, (SGVP) છારોડી, અમદાવાદ.

વિશેષ માહિતિ માટે સંપર્ક કરો :- મો. ૯૪૨૫૭૮૩૭૩૧, ૯૭૨૫૨૦૨૮૫૧, ૯૫૩૭૨૦૯૫૫૫

ગુજરાત સરકાર માન્ય અમૃતારોગ્યમ્ ફાર્મસીની ગૌમૂત્ર આધારિત ઔષધિઓ અને સૌંદર્ય પ્રસાધનો મેળવવા તેમજ જરૂરી માહિતી મેળવવા માટે નીચે જણાવેલ સાઈટની તેમજ સ્થળની મુલાકાત લેવા વિનંતી.

http://amrut.sgvp.org/content/medicines

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, મેમનગર, અમદાવાદ તથા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌, (SGVP) છારોડી, અમદાવાદ.

સાભાર :