કેવી રીતે હૃદયને સ્વસ્થ રાખશો ? ….

કેવી રીતે હૃદયને સ્વસ્થ રાખશો ? ….
વિધીબેન  એન. દવે… (ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ)

 

 

 

આજે આપણે ફરી … “દાદીમાનું ડાયેટ કોર્નર” પર આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA, M.Sc. (DFSM) Conti.) ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા ‘તમારું સ્વાસ્થય અને રોજનો ખોરાક’ …અંગે જરૂરી પ્રાથમિક માહિતી મેળવીશું.

 

વિધીબેન દ્વારા હંમેશા એક અલગ જ માહિતી ભરેલ પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ના વાંચક વર્ગ માટે મોકલવામાં આવે છે., જેનો સંબંધ કોઈને કોઈએ રીતે ડાયેટ સાથે સંકળાયેલ હોય છે. ‘દાદીમા ની પોટલી’ પર ..‘ડાયેટ ફોર ફેમીલી … ‘ શીર્ષક હેઠળ ‘કેવી રીતે હૃદયને સ્વસ્થ રાખશો ? ….’ તે અંગેની જાણકારી -તેમજ માર્ગદર્શન .. વિધિબેન દવે દ્વારા આપણે સમયાંતરે નિમિત મેળવતા રહીએ છીએ. આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિધીબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

સ્વસ્થ હૃદય સારા જીન્સ ની નિશાની છે. રોજ બરોજ ની કસરત, પોષણકીય રસોઈ તેમજ તણાવ ને કેમ કેમ દૂર રાખવો (કરવો) તે સ્વસ્થ હરદય પર ટકેલું છે.

તો અહીં થોડી હૃદય સ્વસ્થ રાખવાની ખોરાકીય ઈલાજ છે.

 

શરીરના વજનને જાળવવું:
પોતાનો ડાયેટ પ્લાન ડાયેટિશ્યન પાસેથી બનાવડાવો, જે આપના ખોરાક લેવાની આદત તેમજ તમારી લાઈફસ્ટાઈલ ને ધ્યાનમાં રાખીને તમારી માટે પોષણકીય ખોરાકનું પ્લાન કરી આપે.
 
ગળ્યા ખોરાક ને પ્રમાણસર ગ્રહણ કરો :
 
Desserts , ગળ્યા (મીઠાં) ખોરાક તેમજ પીણાં (ફળોના જ્યુસ વિગેરે …) તેમજ ગળ્યા નાસ્તા વધુ કેલેરી પ્રોવાઈડ કરે છે. જે ફેટ તેમજ ખાંડમાંથી ઉત્પન થાય છે. ફેટ Arteries ને બ્લોક (કોટ) કરે છે. તેમજ વજન વધારે છે. આ ઉપરાંત, નમકનો (સોલ્ટ) ઉપયોગ પણ અસર કરે છે.
 
ટોટલ કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટને કંટ્રોલમાં રાખવું :
 
ડેરી અને એનિમલ પ્રોડક્ટ, જેવી કે – બટર, ચીઝ, ફેટવાળું દૂધ, રેડ મીટ, ઓરેન્જ મીટ કે જેમાંથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, માછલી ને બાદ કરતા. કારણ કે માછલીમાં રહેલ કોડલીવર ઓઈલ (તેલ) હૃદય માટે ખુબ સારૂ છે. વેજીટેબલ ઘી તેમજ સફેદ મીટ હૃદય માટે સારૂ છે.
 
 એક્ટિવ બનવું :
સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવું (HDL), ફીઝીકલ એક્ટીવીટી વધારવી (કસરત કરવી, ચાલવું, યોગા વિગેરે), સ્મોકિંગ તેમજ આલ્કોહલ બંધ કરવા તેમજ વધારે વજન હોય તો ઘટાડવું.
 ખાસ કરી OMEGA 3 FATTY ACIDS હૃદય માટે સારૂ છે.જે લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડ્સ(ચરબીનો એક પ્રકાર)ને ઓછું કરે છે. હૃદયમાં સોજો અને લોહી જામ થવું વગેરેને ઓછું કરવામાં આ મદદ કરે છે. અને માછલી જેવી કે, Mackerel, Salman, Tuna and Sardine માં છે.(સેલ્મોન, ઝીંગા, ટ્યુના, ટ્રાઉટ, હેરિંગ વગેરે પ્રકારની દરિયાઇ માછલીઓ તમારા હૃદય માટે સારી સાબિત થઇ શકે છે). અલબત, તળેલી માછલીનું સેવન ન કરવું. તે ઉપરાંત સોયાબીન, અળસીના બી (Flax Seed) અને કનોલા તેલ માં પણ મળે છે.
 
લીલા શાકભાજી : શાકભાજીમાં ફોલેટનું પ્રમાણ વધુ જોવા મળી છે જે હોમોસીસ્ટેનના જોખમને ઓછું કરે છે. શાકભાજી જેવા કે પાલક, સલાડ, ફ્લાવર વગેરેને તમારા રોજના ભોજનમાં સામેલ કરો. ટામેટામાં લાઇકોપીન રહેલું છે જે હૃદયરોગનો હુમલો થવાની સંભાવનાને પણ ઓછી કરી દે છે. માટે તેનું સેવન પણ તમને સ્વસ્થ રહેવામાં મદદરૂપ બનશે.
 
ઉચ્ચ ફાઇબર :આખા અનાજમાં ફાઇબરનું પ્રમાણ મોટી માત્રામાં હોય છે જે ખાવાથી ચરબીમાં ઘટાડો થાય છે. તેમાં ખનીજ, વિટામિન જેવા પદાર્થો જોવા મળે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. ભોજનમાં રોટલી, મસૂર, વટાણા, બ્રાઉન રાઇસ, જવ વગેરેનો સમાવેશ કરો.
 
બદામ :બદામમાં મોનો, પોલીઅનસેચ્યુરેટેડ, પોલીન્યુટ્રેન્ટ્સ જેવા ફેટ હોય છે જે હૃદય માટે સ્વસ્થ ખાદ્ય પદાર્થ સાબિત થઇ શકે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને વિટામિન અને ફાઇબર પૂરું પાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.
 
જરૂરી ટીપ્સ :
 
• દિવસ દરમ્યાન ૩ ફક્ત ચમચી જ તેલ તેમજ ૨ ચમચી ઘી વાપરવું.
• દર બે (૨) કલાકે પ્રવાહી ખોરાક, સૂપ, સલાડ, જ્યુસ વિગેરે લેવાનો આગ્રહ રાખવો.
• લસણ અખરોટ વધુ લેવા.
• ડ્રાયફ્રૂટ, ફરસાણ ના ખાવા.
• દર મહીને તેલ બદલતા રહેવું.

 

– વિધી એન. દવે

સિનિયર ડાયેટીશ્યન

ઝાઈડ્સ હોસ્પિટલ

આણંદ (ગુજરાત)

Zydus Hospital & Health Care Research Pvt. Ltd. (Anand-Gujarat) 

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

 

‘દાદીમાનું ડાયેટ કોર્નર’ પર મૂકેલ આજની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શક બની રહે છે અને લેખિકા ની કલમને પ્રેરકબળ પૂરું પાળે છે.

‘ડાયેટ કે ડાયેટિંગ’ ના સંદર્ભમાં આપના જીવનમાં ઉદ્ભવતા કોઈપણ પ્રશ્નો માટે …. (આટલું જરૂર કરશો)

સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા આપને હોય તો આપની સમસ્યા જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ દ્વારા [email protected] અથવા વિધીબેનને દવે ના ઈમેઈલ આઈડી [email protected] પર લખીને જણાવશો.. વિધીબેન દ્વારા તમોને જવાબ આપવા ની કોશિશ કરવામાં આવશે અથવા તેમની પાસેથી જવાબ મેળવી અમો તમારા ઈ મેઈલ આઈડી પર મોકલી આપવા કોશિશ કરીશું. … આભાર ! ‘દાદીમા ની પોટલી’.

 

અન્ય પૂરક માહિતી ...(જરા અજમાવી જુઓ) …

દાદીમા નાં સરળ ઘરગથ્થુ ઉપાયો :

 

મદસ્વી (જાડાપણું) :
• એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી મદ્સ્વી પણું ઘટે છે.
• પાકા લીંબુનો રસ (૨-૧/૨) અઢી તોલા તથા મધ લઇ, વીસ તોલા સહેજ ગરમ પાણીમાં મેળવી જમ્યા બાદ તરત પીવાથી એક થી બે માસ માં મદ્સ્વી પણું ઘટવા લાગે છે.
• તુલસીના પાનને દહીં કે છાશમાં ખાવાથી વજન ઘટે છે. શરીરમાંથી ચરબી ઓછી થાય છે, અને શરીર સપ્રમાણ બને છે.
• સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણે (ભૂખ્યા પેટે) પીવાથી ચરબી ઉતરે છે. પ્રમાણમાં વધુ જાડી વ્યક્તિ પણ આ પ્રયોગથી ઓગળી જાય છે.
• લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીના દબાણ, બ્લડપ્રેશરમાં ખુબ ફાયદો થાય છે. લસણ બ્લડ પ્રેશરની રામબાણ દવા છે.
• બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી હૃદય-રોગમાં ફાયદો થાય છે.
• એલચી દાણા અને પીપરી મૂળ સરખે ભાગે લઇ ઘી સાથે રોજ ખાવાથી હૃદય રોગમાં ફાયદો થાય છે.
• આદૂનો રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી પણ હૃદય રોગમાં ફાયદો થાય છે.
• હૃદય રોગીએ ગાજરનો રસ નિયમિત પીવો જોઈએ, તેનાથી હૃદય મજબૂત બને છે અને હૃદયની કાર્યશક્તિ વધે છે.
• હૃદયનો દુખાવો ઉપડે ત્યારે તાત્કાલિક ઉપાય તરીકે તુલસીના આઠ-દસ પાન અને બે-ત્રણ કાળા મરી ચાવી જવાથી, દુઃખાવો મટે છે અને જેની તત્કાલ અસર જણાય છે.
• છાતી, હૃદય કે પડખામાં દુઃખાવો થતો હોય તો ૧૦-૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો, પાનને વાટીને લેપ કરવાથી દુઃખાવો માટે છે.
 
નમ્ર વિનંતી :
વિલાયતી દવાઓના પ્રયોગ કરતા પહેલા, ઉપર દર્શાવેલ ઉપાય અજમાવવાથી દવાની આડઅસર ની શક્યતા ઘટી જાય છે. શરીરને શ્વાસની જરૂરત છે તેવી જ રીતે યોગ્ય શ્રમની પણ જરૂરત જણાય છે. પ્રવૃત્તિ એ પૂજા છે.
લગભગ બધી બીમારી પાચન અવ્યવસ્થાને કારણે થાય છે. તેને યોગ્ય કરવા સળંગ ૬-૮ કલાક નિંદ્રા, પરેજી-ઉપવાસ, એકટાણું, ત્યાજ્ય વિગેરે લાભદાયક પુરવાર થાય છે. દવા અને પરેજી પચાસ પચાસ ટકા ભાગ ભજવે છે.
 
સૌજન્ય : તંદુરસ્તી તમારા હાથમાં ….
 
ચેતવણી : કોઈપણ ઘરગથ્થુ ઉપાય અજમાવતા પહેલા પોતાની તાસીર તેમજ જે તે સમયે પોતાની શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ અને યોગ્ય અને નિષ્ણાંત ની (રાહબરી) દેખરેખ  હેઠળ તેમની સલાહને ધ્યાનમાં લઇ વધુ પ્રયોગ કરવા જરૂરી છે.

હસ્તાક્ષર એ સંમતિની મહોર છે …(ભાગ-૧) …

હસ્તાક્ષર એ સંમતિની મહોર છે … (ભાગ-૧) …
હસ્તાક્ષર સંદેશ – પંડિતરત્ન વ્રજકિશોર ધ્યાની…

 

 

હસ્તાક્ષર દ્વારા વ્યક્તિ કોઈ પણ દસ્તાવેજમાં પોતાની સંમતિની મહોર મારે છે અથવા તો પોતાના અધિકારમાં આવતી જવાબદારી સ્વીકારવાની તૈયારી બતાવે છે. કોઈ પણ કાર્ય હાથમાં લો અને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા (માખી) આવે તો એ કાર્ય વિલંબિત થાય અથવા મુશ્કેલીઓમાં મુકાય છે. જેનો રસ્તો શોધવા મતિ અને મત્તા (સંપત્તિ) ખર્ચાય, પરંતુ જો મતુ (સહી) બરોબર કર્યું હોય તો આવું બને જ નહીં. હસ્તાક્ષર આલેખન એક કસબ છે. જેમાં પારંગત થઈએ તો જગતનો નાથ પણ સાથ આપે છે. હસ્તાક્ષર કરવાની શરૂઆત કરીએ, એ જ બતાવે છે કે જવાબદારી લેવાની તૈયારી છે. સમજદારી છે અને વસ્તુસ્થિતિનો ખ્યાલ છે.

 

ચેક ઉપર સહી કરીએ એટલે કોઈકનું પેમેન્ટ કરીએ છીએ એમ સમજાય. છેકછાકવાળી સહી ચેકમાં કરી હોય તો તે ચેક જલદી સ્વીકાર્ય બનતો નથી. છેકછાક થયેલી સહી દેવાદાર બનાવી શકે છે. શરતચૂકથી પણ સહીને બગાડવાથી આપણું અહિત જ થાય છે. જે ડાળ ઉપર બેઠા હોઈએ એને કપાય?

 

હસ્તાક્ષર આશીર્વાદ મેળવવા કરવા જોઈએ, અભિશાપ માટે નહીં. સંસારી જીવનમાં ડગલે ને પગલે તકલીફો ડોકાય છે. મુશ્કેલી વિનાનું જીવન જીવનારી વ્યક્તિઓ કેટલા ટકા? માંડ ૨ ટકા બાકીના ૯૮ ટકા માટે જીવન ક્યારેક દોજખ બની જાય છે ત્યારે હકારાત્મક સિગ્નેચર મદદગાર બને છે અને દોજખમાંથી બહાર લાવે છે. સિગ્નેચર સંકટ સમયની સાંકળ છે. એ સાંકળ એક વ્યક્તિને ઘણી બધી વ્યક્તિઓ સાથે સાંકળી શકે છે. હસ્તાક્ષરનો વ્યાપ-વિસ્તાર જેટલો વધુ એટલો ફાયદો મેળવી શકાય.

 

સંકુચિત હસ્તાક્ષર સંકુચિત માનસધારા દર્શાવે છે. પેન ન ઉઠાવવાને કારણે ઘણી વ્યક્તિ હસ્તાક્ષરના અક્ષરોને કાપી નાંખે છે. જેમાં વધુ પડતો નીચલો ભાગ કપાતો હોય છે જેથી શરીરમાં શારીરિક તકલીફો પેટની નીચેના ભાગથી શરૂ થઈ પગની એડી સુધીની તકલીફો આપે છે. શરીરનું કોઈ પણ અંગ બગડે તો વ્યક્તિની ઊંઘ હરામ થઈ જાય છે. સાથે પૈસાનું પાણી કરી નાંખે છે. હસ્તાક્ષરની શુદ્ધતા પ્રસંગોની શુદ્ધતા બનાવે છે.

 

જગત મિથ્યા છે એવું ઘણાં કહે છે, પરંતુ હસ્તાક્ષર જગત મિથ્યા નથી, વાસ્તવિક્તા છે. હસ્તાક્ષર જગતમાં તરી શકે એ બધું મેળવી શકે. ડૂબનારનું અહીં કામ નથી. તેથી ગળાડૂબ બની હસ્તાક્ષરનો લાભ લેવો જોઈએ.

 

હસ્તાક્ષર એ ભ્રમણા નથી, પરંતુ સાચી દિશામાં ભ્રમણ છે. ફરે તે ચરે, બાંધ્યો ભૂખ્યો મરે, એમ ભ્રમણ કરે એ બ્રહ્મત્વ સુધી લટાર મારી શકે. હસ્તાક્ષર સાથે મૈત્રી કરાય, દુશ્મનાવટ ન કરાય. દુશ્મનાવટ કરનારનો આગળ જતાં પત્તો પણ મળતો નથી. હસ્તાક્ષરને પણ નજરદોષ લાગી શકે છે. જેમ દુનિયાની તમામ સુંદર ચીજોને નજરદોષ લાગતો હોય છે. હસ્તાક્ષરનું પદાર્પણ કરનાર વ્યક્તિ જ આગળના એરિયામાં પ્રવેશપાત્ર બની સફળતા પ્રાપ્ત કરે છે. હસ્તાક્ષર સમગ્ર દુઃખોની દવા છે.

 

કામધેનુ, કલ્પવૃક્ષ અને મનસાદેવી પ્રસન્ન થાય તો ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ હસ્તાક્ષર જ કલ્પવૃક્ષ કામધેનુ અને મનસાદેવી રૂપ છે. એને હસ્તગત કરો તો બીજી કોઈ લાગવગ કે સ્પોન્સર લેટરની જરૂર નથી. આપણને ડાયરેક્ટ ક્રેડિટ મળી શકશે. પોતાના જ પ્રયત્નોનું ફળ વધુ મીઠું લાગે છે.

 

ગુલાબમાં સુગંધ ન હોય, સાકરમાં મીઠાશ ન હોય અને માતામાં મમતા ન હોય તો?  એ જ રીતે વ્યક્તિના હસ્તાક્ષરમાં ‘પ્રાણ’ન હોય તો આગળ જતાં હાડપિંજરનો શો ઉપયોગ? હસ્તાક્ષર સર્વ વિધિઓનો પ્રસાદ છે. સૌ પ્રાર્થનાનું તત્ત્વ છે અને સૌ પુરુષાર્થનું સત્ત્વ છે. હસ્તાક્ષર સુંદર કરવા મળે તો સ્વર્ગનું સુખ પણ ઊતરતું સમજવું. માટે જ દેવોને પણ મનુષ્ય રૂપ ધારણ કરવાનું ગમતું.

 

હસ્તાક્ષર વિવિધ પ્રકારના અને વિવિધ માત્રા કે પ્રમાણમાં થઈ શકે છે. હસ્તાક્ષર તરફ સમાનતા જેટલી વધારે એટલી જીવનની ગતિ સફળ. નિષ્ફળતા માટે પ્રયત્નની જરૂર જ નથી. સફળતા પ્રયત્ન વિના ભાગ્યે જ મળે છે. હસ્તાક્ષર તો ભાગ્યથી કરવા મળે છે અને ભાગ્યવૃદ્ધિ કરવામાં હસ્તાક્ષરનો સિંહફાળો છે. હસ્તાક્ષરમાં સમાઈ જવું, અંતર્ધ્યાન થઈ જવું. સત્કર્મ કરવાનું સાચું પ્રવેશદ્વાર હસ્તાક્ષર છે.

 

હસ્તાક્ષર માટે શુભત્વ મેળવવા મુહૂર્ત જોવાની જરૂર નથી. શુકન જોવાની જરૂર નથી. શ્રેષ્ઠ રીતે હસ્તાક્ષર કરવાનું વિચારવું જોઈએ. રૂપવાન અને ગુણવાન એને ગણી શકાય જે સુંદર હસ્તાક્ષરનો માલિક હોય. હસ્તાક્ષર રૂપ, ગુણ, સંસ્કાર, સમજણ, સ્નેહ, પ્રભા, તેજ, સૌંદર્ય, સૌષ્ઠવ અને સુખ આપે છે. હસ્તાક્ષર સંબંધ, સંપત્તિ અને જીવનવીમાથી વિશેષ છે.

 

 

હસ્તાક્ષર દ્વારા પ્રખર સિદ્ધિ મેળવો …

 

 

* જેમ સંત, યોગી, કે સંસારીને પ્રાર્થના કરવાથી પ્રભુનો સાક્ષાત્કાર થાય તેમ હસ્તાક્ષર કરનારાને સિદ્ધિનો સાક્ષાત્કાર થાય. જો પ્રાર્થના જેવી જ સરળતા હસ્તાક્ષરમાં હોય તો જ.

 

* છેકછાકવાળી સહી ગૂંચવાડા સિવાય બીજું કંઈ આપતી નથી. દેવાદાર થવું હોય તોસહીમાં છેકછાક કરો.

 

* મતિ અને મત્તાથી પણ મત્તુ (સિગ્નેચર) ચઢિયાતું છે. જીવન બદલવા માટે એ પ્રાણવાન છે તેથી સિગ્નેચર કોઈ પણ દોષ વગર કરો.

 

* ‘સંકટ સમયની સાંકળ’ ખેંચવા જેમ હાથની જરૂર પડે છે એમ ભાગ્યસંકટો દૂર કરવા હાથ દ્વારા જ સિગ્નેચરને વ્યવસ્થિત રીતે ખેંચી કાઢવી જોઈએ.

 

* ઊંઘ ઉડાવી દે એના કરતાં ગાઢ નિદ્રા અપાવે એવી યોગ્ય સિગ્નેચર કરવી જોઈએ.

 

 

સૌજન્ય: સંદેશ દૈનિક
[email protected]
સાભાર : પૂર્વી મોદી મલકાણ – (યુ એસ એ)

 

 

હસ્તાક્ષર વશે થોડી વધુ પૂરક માહિતી :

 

જગતમાં દરેક વ્યક્તિના લખાણ લખવાની પદ્ધતિ અને શૈલી પરસ્પરથી અલગ હોય છે.જે વ્યક્તિના લખાણ અથવા હસ્તાક્ષર આપણે એક વખત જોઈ લીધેલ હોય તો તેને આપણે અવશ્ય ઓળખી શકીએ છીએ .જેમ જગતમાં કોઈ બે વ્યક્તિઓના હાથની રેખાઓ એક સરખી હોઈ શકતી નથી તેવી જ રીતે બે વ્યક્તિઓના લખાણ અને હસ્તાક્ષર પણ લગભગ એક સમાન હોતા નથી. આમાં તફાવત કે અંતર હોવાની સાહજીકતા રહેલી જ હોય છે.
લખાણ કે હસ્તાક્ષર પરથી વ્યક્તિના સ્વભાવ અંગેની જાણકારી મેળવી શકાય છે. લખાણ કે હસ્તાક્ષર એ વ્યક્તિની પોતાની એક મૌલીકતા છે. કોઈ બે વ્યક્તિના હસ્તાક્ષરમાં કોઈને કોઈ ભિન્નતા અવશ્ય આવે છે.જેમ કે.. હસ્તાક્ષરની લઢણ, કાગળ-કલમની ભિન્નતા, હસ્તાક્ષર કરતી વખતે અલગ-અલગ કલમીય દબાણ વગેરે.. દ્રષ્ટીગોચર થાય છે.
હસ્તાક્ષરમા રહેલી વિભિન્નતાના કેટલાંક કારણો આ મુજબ હોઈ શકે.

 

 

( ૧ ) કલમ પર પડતું દબાણ..
( ૨ ) હસ્તાક્ષરનો ઝોંક..
( ૩ ) હસ્તાક્ષરની દ્રઢતા…
( ૪ ) હસ્તાક્ષર ઉપરથી નીચે અને નીચેથી ઉપર તરફ..
( ૫ ) વાંકાચૂકાં હસ્તાક્ષર..
( ૬ ) હસ્તાક્ષરની કોમળતામાં વિસંવાદિતા..
( ૭ ) હસ્તાક્ષર સુડોળ કે બેડોળ..
( ૮ ) હસ્તાક્ષરની અસ્પષ્ટતા..
( ૯ ) હસ્તાક્ષર નાના- મોટા અને તૂટક-તૂટક..
( ૧૦ ) ઢંગધઢા વિનાના અક્ષર.. વગેરે..વગેરે…

 

 

હસ્તાક્ષરની મહત્તા:
હસ્તાક્ષર એ માનવમનનું એક દર્પણ છે.માનવબુદ્ધિ અને તેના હ્રદયને પામવાનું માધ્યમ એ હસ્તાક્ષર છે.હસ્તાક્ષર કરતી વખતે હસ્તાક્ષરકર્તાની માનસિક સ્થિતિ અને ઘટનાઓનું વિહંગાવલોકન પણ જરૂરી બને છે.જો તે ગુસ્સામાં હોય અથવા અસ્થિર માનસિક અવસ્થામાં હોય તો જાતકના હસ્તાક્ષર તૂટેલા-કપાયેલા હશે અથવા તો કેટલીક વખત હસ્તાક્ષર કાપીને ફરીથી લખેલા હશે.જો જાતક ઊતાવળમાં હોય તો વ્યક્તિના હસ્તાક્ષર ભાર દઈને લખેલા હશે.જો સ્વછંદ વિચારધારાવાળી વ્યક્તિ હસ્તાક્ષર કરતી હોય તો હસ્તાક્ષર વચ્ચેના અંતરમાં વિસંવાદિતા અને ન્યૂનતા જોવા મળશે.સાચા અને ઉચ્ચ વિચારવાળી વ્યક્તિના હસ્તાક્ષર સીધા અને સ્પષ્ટ હોય છે.જેના અક્ષર અસ્પષ્ટ , વાંકાચૂકાં અને ઢંગધઢા વિનાના હોય તેવી વ્યક્તિ બીજાને છેતરનારી અને ઠગનારી સંભવે છે.

 

હવે, આપણે અલગ-અલગ પ્રકારના હસ્તાક્ષરવાળી વ્યક્તિના સ્વભાવ અંગે ચર્ચા કરીશું.

 

 

( ૧ ) સરળ હસ્તાક્ષર : સરળ અને સૂક્ષ્મ હસ્તાક્ષરવાળા વ્યક્તિની જિંદગી સરળ અને સાહજિક હોય છે.તેઓને ધૂર્તતા, આડંબર અને જૂઠ પસંદ નથી.

 

 

( ૨ ) સ્પષ્ટ હસ્તાક્ષર : સ્પષ્ટ હસ્તાક્ષરવાળી વ્યક્તિ સહનશીલ અને ગંભીર હોય છે તથા તેમની જિંદગી અવ્યવસ્થિત હોય છે.

 

 

( ૩ ) વ્યાકરણીય હસ્તાક્ષર : હસ્તાક્ષરમાં બે શબ્દો વચ્ચેનું અંતર , અનુસ્વારનો ઉપયોગ એ એક સ્પષ્ટ કલમે કરેલા હસ્તાક્ષર છે.આવી વ્યક્તિ સ્વચ્છંદ રહે છે.તે કોઇના દ્વારા છેતરાય તેમ તે ઈચ્છતી નથી.

 

 

( ૪ ) સુસજ્જિત હસ્તાક્ષર : આવા હસ્તાક્ષર પ્રથમ નજરે જોનારના મનને હરી લે છે.તે વ્યક્તિની ઈચ્છા ,સુંદરતા અને સૌમ્યતા દર્શાવે છે.આવી વ્યક્તિ સૂક્ષ્મ વિચાર અને વ્યવહારમાં કોમળતા દર્શાવે છે.

 

 

( ૫ ) મોટા અક્ષરે લખેલા હસ્તાક્ષર : મોટા અક્ષરે હસ્તાક્ષર કરવાવાળા જાતકો સ્વચ્છંદ પ્રવ્રુત્તિવાળા હોય છે.તેઓનું મગજ યોજનાબદ્ધ કામ કરે છે.

 

 

( ૬ ) રચનાત્મક હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળા જાતકો આદર્શ મનાય છે. ફરવાની પ્રવ્રુત્તિ, સહિષ્ણૂતા, સાહસ, આત્મનિયંત્રણ, સ્પષ્ટતા, સહજત્વ વગેરે તેઓના સ્પષ્ટ ગુણ છે.

 

 

( ૭ ) ભારે દબાણપૂર્વક લખાયેલા હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળી વ્યક્તિ દ્રઢ નિશ્ચયી હોય છે.તેઓની જીવનશક્તિ મજબૂત હોય છે.તેઓ પોતાની વાત પર અડગ રહેતા હોય છે.તેઓ સ્પષ્ટવક્તા , વિકાસશીલ અને ઉદ્યમી હોય છે.

 

 

( ૮ ) હલકા દબાણપૂર્વક લખાયેલા હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળા જાતકો કોમળ મનપ્રધાનવાળી, સહનશીલ, શાલિન અને સંસ્કારી હોય છે.તેઓ મહત્વાકાંક્ષી અને ઉત્સુક માલૂમ પડે છે. તેઓ ક્યારેય ખોટું સહન કરતા નથી.

 

 

( ૯ ) ઉપર તરફ જતાં અક્ષર : આવા જાતકો પોતાની ઈચ્છા અને મહત્વકાંક્ષાને દર્શાવે છે.તેઓમાં અદભૂત અને અવિસ્મરણીય કામ કરવાની ચીવટ હોય છે.આવા જાતકોમાં હિંમત અને એકાગ્રતા હોય છે.

 

 

( ૧૦ ) નીચે તરફ જતાં હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળા જાતકો સાવધાન અને સાહસિક હોય છે. વિષમ અને પ્રતિકુળ સંજોગોમાં પણ વિચલિત થતા નથી.પોતાની આશાવાદિતાથી અને હકારાત્મક વલણથી મંઝિલે પહોંચે છે.

 

 

( ૧૧ ) સૂક્ષ્મ હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળી વ્યક્તિ અંતર્મુખી હોય છે.તેઓ કામની સાતત્યતાને જાળવી રાખે છે. પોતાના રહસ્યને છુપાવવું તે તેઓની કમજોરી રહે છે.

 

 

( ૧૨ ) પાછળ ઝૂકતાં હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળા જાતકો રહસ્યમય, શંકાશીલ અને અસ્વભાવિક સંભવે છે. તે ગોપનીય પર વિશ્વાસ ધરાવે છે.તેઓમાં અસત્ય બોલવાની પ્રવ્રુત્તિ દેખાય છે.

 

 

( ૧૩ ) ધારદાર હસ્તાક્ષર : આવી વ્યક્તિ એક તરફ ચીવટવાળી હોય છે તો બીજી તરફ તેઓ નિર્મમ આલોચક હોય છે.તેઓ પોતાના પ્રતિસ્પર્ધી અને દુશ્મનથી ક્યારેય ડરતી નથી.આત્મવિશ્વાસ, સ્વાવલંબન,તથા કૂટનીતિ.. તેઓના સાફલ્યની ચાવીઓ છે.

 

 

( ૧૪ ) ગોટમગોળ હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળા જાતકો રહસ્યમય ઉપરાંત દ્વિઅર્થી હોય છે.મ્રુદુભાષી હોય છે.તેઓ પોતાની કૌશલ્યતા અને ભાવના છુપાવી રાખે છે.હાસ્ય , વિનોદ , સહિષ્ણુતા અને સહજતા એ તેઓના સવિશેષ ગુણો છે.

 

 

સૌજન્ય -સાભાર : વિજયનું ચિંતન જગત
http://vijayshah.wordpress.com
બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ મોકલવા બદલ અમો પૂર્વીબેન મલકાણ (યુ એસ એ) ના આભારી છીએ. સાથે સાથે ઉપરોક્ત પોસ્ટ લેવા બદલ અમો સંદેશ દૈનિક તેમજ વિજય શાહ નાં આભારી છીએ.

સુવિચારોનું વૃંદાવન …

સુવિચારોનું વૃંદાવન …

 

 

• તુ જેમ કહે છે તેમ સંસાર એક પ્રલોભનનું સ્થાન – એ વાત સાચી; પરંતુ શું તું એ વાત જાણે છે કે પ્રબળ ઝંઝાવતના આઘાતથી નબળાં વૃક્ષનાં મૂળ અત્યંત દ્રઢ થાય છે. તારા મનમાં જે નીતિબોધ હજી સુધી બરાબર પાકા થયા નથી, એ પ્રલોભનની સાથે અવિરામ સંગ્રામ કરવાથી તારા મનમાં દ્રઢરૂપે જ ગંથાઈ જશે. નિયમિત અભ્યાસ અને શ્રમ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય સુધરે. આપણું માનસિક સ્વાસ્થ્ય પણ આ નિયમથી પર નથી.. તારે હંમેશાં સામે નજર રાખીને, હિંમત સાથે, દ્રઢતા પૂર્વક આગળ વધવું પડશે. પડી જા તો ફરીથી ઊભો થઈ જજે, પરંતુ ક્યારેય હતાશ ન થતો …. મક્કમતાથી આગળ ધપ. કોઈપણ માણસ વિના વિઘ્ને સંસારનો લપસણો રસ્તો પાર કરવાની આશા રાખી શકે નહીં અને લપસણો રસ્તો પાર કરતા પડી જવાની બીકે કાદવમાં જ બેસી જવું, એ તો નરી મૂર્ખતા જ છે. ‘પ્રયત્ન કર.. પ્રયત્ન કર. ..’ આ મહામૂલ્ય ઉપદેશવાણીને ભૂલતો નહીં. સ્કોટલેન્ડના બૃસને યાદ કર, કે જેણે છ-છ વખત પરાજીત થઈને પણ પ્રયત્ન છોડ્યો ના હતો અને છેલ્લે સાતમી વાર વિજય મેળવ્યો હતો.

• – (‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા’માંથી પૃ.૪૫૮)
(રા.જ. ૧૦-૧૨ (૩૨)/૨૧૬)

 

• જે ધર્મ દુર્બળતા ઉપર પ્રતિષ્ઠિત હોય એ તદન ખોટો અને હાનિકારક. ‘નાયમાત્મા બલહીનેન લભ્ય:’ શ્રુતિ કહે છે કે દુર્બળ ક્યારેય ઈશ્વરપ્રાપ્તિ કરી શકે નહીં. હું જો ઈશ્વરનું સંતાન હોઉં તો હું એમની જ પ્રતિકૃતિ સમો છું અને જો તેઓ પૂર્ણ શુદ્ધ હોય તો હું પણ અવશ્ય સંપૂર્ણપણે શુદ્ધ હોવાનો જ. માટે તમે જો ખરેખર ભગવાનને પ્રેમ કરો તો તમારે ભગવાન જ થવું પડે. ‘દેવો ભૂત્વા દેવં યજેત – ભગવાનની પૂજા કરવા માટે ભગવાન થવું પડે.’

• – (‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા’માંથી પૃ.૪૬૮)
• (રા.જ. ૧૦-૧૨ (૩૫)/૨૧૯)

તેઓ શું કરતાં હશે ? …

પોષ મહિનાની કડકડતી ટાઢમાં ઘાસની ઝૂંપડીમાં રહેતી એક માતા રાતની કડકડતી ઠંડીમાં પોતાના બાળકને જૂનાં છાપાં અને ઘાસના પૂળાથી ઢબૂરીને સુવડાવી દેતી.

એક રાતે બાળકે પૂછ્યું, ‘હે મા, જેની પાસે છાપાં અને ઘાસના પૂળા ન હોય એવાં ગરીબ લોકો આવી ટાઢમાં શું કરતાં હશે ?’

 

(અડધી સદીની વાચનયાત્રા –ભાગ-૧ માંથી)
રા.જ. ૯-૧૨/(૩૮)/ ૨૬૮

 

પાંચેક વરસની એક બાળકી પોતાના ત્રણ વરસના ભાઈને કેડે તેડીને રસ્તે ચાલી જાય છે. એક સજ્જને આ દ્રશ્ય જોયું. એમણે બાળકીને પૂછ્યું, ‘અરે દીકરી, ચાલી શકતાં આ ત્રણ વરસના બાળકને થોડું રસ્તે ચાલતાં શીખવ. તને એનો ભાર નથી લાગતો ?’ બાળકીએ કહ્યું. ‘સાહેબ, ભાઈલાનો તો કંઈ ભાર લાગે ?’

-સનતકુમાર (અડધી સદીની વાચનયાત્રા –ભાગ-૧ માંથી)

 

બ્લોગ લીંક : htpp://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો…

(૧) ‘પાઠ પાકો નથી થયો’ … અને (૨) પ્રમાણિક વિધાર્થી … (બોધકથા) …

(૧) ‘પાઠ પાકો નથી થયો’ … (લઘુકથા) …

 

 

શાળાનો પહેલો દિવસ હતો. આચાર્ય નવા હતા, વિધાર્થીઓ પણ નવા હતા.

આચાર્યે લખાવ્યું : ‘સત્યં વદામિ’ અને કહ્યું, બોલો : ‘હું સત્ય બોલું છું.’ બધાં વાંચવા માંડ્યા : ‘હું સત્ય બોલું છું : સત્યં વદામિ.’

આચાર્યે કહ્યું, ‘કાલે પાઠ પાકો કરી લાવજો.’

આચાર્ય હતા દ્રોણ : વિધાર્થીઓ હતા કૌરવ-પાંડવો. બીજે દિવસે દ્રોણાચાર્યે પૂછ્યું, ‘પાઠકરી લાવ્યા છો ?’ બધાં કહે, ‘હા.’

આચાર્યે લખ્યું : ‘સત્યં વદામિ’ અને કહ્યું, ‘વાંચો જોઈએ’ બધાં એક પછી એક વાંચવા લાગ્યા : ‘સત્યં વદામિ … હું સત્ય બોલું છું.’ અર્જુને વાંચ્યું, દુ:શાસને વાંચ્યું, વર્ગમાં ધ્યાન ન આપનાર ભીમ પણ કડકડાટ વાંચી ગયો ! યુધિષ્ઠિરનો વારો આવ્યો. યુધિષ્ઠરે હાથ જોડીને ગુરુને પ્રણામ કરીને કહ્યું :

‘ગુરુજી, મને પાઠ નથી આવડ્યો.’

દ્રોણાચાર્યે કહ્યું, ‘ભલે, કાલે પાકો કરી લાવજો.’

બીજ દિવસે પૂછ્યું. ‘કેમ, પાઠ પાકો કર્યો છે ને ?’

વળી યુધિષ્ઠિરે કહ્યું, ‘હજુ પાકો થયો નથી.’

આચાર્યે વળી એક દિવસ વધારે આપ્યો. પણ યુધિષ્ઠિર તે દિવસે પણ પાકો ન કરી શક્યા. ચાર-પાંચ દિવસ ગયાં, એટલે દ્રોણાચાર્યે એક દિવસ કહ્યું. ‘આમાં તે શું પાકું કરવાનું હતું કે હજુ પાઠ નથી આવડ્યો ?’ આ જડબુદ્ધિ દુ:શાસન પણ હમણાં જ વાંચી ગયો કે ‘સત્યં વદામિ’ ને તને હજુ ન આવડ્યું ? કાલે પાકો કરીજ લાવજે !

વર્ગમાં બધાંને થયું કે યુધિષ્ઠિરને આટલુંય ન આવડે તો તે ઠપકા ને લાયક જ હતા.

બીજે દિવસે દ્રોણાચાર્યે ફરી પૂછ્યું ત્યારે પણ યુધિષ્ઠિરનો જવાબ તો એ જ હતો : ‘હજુ પાઠ પાકો નથી થયો.’

‘સાવ પોઠિયો જેવો લાગે છે ! આમાં તે શું આવડવાનું હતું !’ દ્રોણાચાર્યે સહેજ ખિજાઈને કહ્યું ; વર્ગ હસી પડ્યો.

યુધિષ્ઠિર અચકાતાં અચકાતાં બોલ્યા :

‘ગુરુજી, આપ પાઠ પાકો કરી લાવવાનું કહો છો, ને હુંય ઘણી કોશિશ કરું છું. પણ હજુયે મારાથી કોઈ વાર ખોટું બોલાઈ જાય છે, ત્યાં સુધી કેમ કરીને કહું કે – હું સત્ય બોલું છું, એ પાઠ પાકો થઇ ગયો છે ?’

– મનુભાઈ પંચોળી …

(અરધી સદીની વાચનયાત્રા ભાગ ૧માંથી )
(રા.જ. ૩-૧૨/(૧૪) ૫૪૮)

 

(૨) પ્રમાણિક વિધાર્થી …

 

 

પ્રાચીન કાળમાં કાશીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરે.

 

એ સમયે બોધિસત્વે એક ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો હતો.

 

મોટો થઈને આ બ્રાહ્મણકુમાર કાશીના એક મોટાં પંડિતને ત્યાં ભણવા ગયો.  એ પંડિતની પાઠશાળામાં બીજા પાંચસો વિધાર્થીઓ ભણતા હતા.

 

પંડિતજીને એક ઉંમરલાયક દીકરી હતી.  એમણે વિચાર્યું, ‘દીકરી પરણાવવા લાયક થઇ છે.  એને બીજા કોઈને દઉં એ કરતાં મારા શિષ્યોમાંથી કોઈ પાત્રને આપું એ શું ખોટું ?

 

શિષ્યોને બોલાવીને એમણે કહ્યું :

 

‘મારા વહાલા વિધાર્થીઓ, મારી દીકરી પરણાવવા લાયક થઇ છે એ તો તમે સૌ જાણો છો.  મારો વિચાર તમારામાંથી જ કોઈ પાત્ર વિધાર્થી સાથે એને પરણાવવાનો છે.  પણ હા, જુઓ એક વાત છે.  જે પોતાનાં કુટુંબીજનોથી છાની રીતે આ કન્યા માટે વસ્ત્રો અને ઘરેણાં લાવશે તેની સાથે મારી દીકરી પરણશે.  વળી કન્યા માટે જે વસ્ત્ર-ઘરેણાં તમે લાવો તે કોઈની પણ નજરે ના પડેલાં હોવા જોઈએ.’

 

‘બધા વિધાર્થીઓએ આચાર્યની આ શરતનો એકી અવાજે સ્વીકાર કર્યો.  તેઓ વારાફરથી પોતાનાં કુટુંબીઓથી છાનાં, ચોરી છૂપીથી વસ્ત્ર-ઘરેણાં લાવવા માંડ્યા.  બધા વિધાર્થીઓની આવી રીતે લાવેલી ચિજ્વાસ્તુઓ આચાર્ય અલગઅલગ મૂકવા લાગ્યા.  લગભગ બધા વિધાર્થીઓ આવી રીતે ચોરીછૂપીથી કન્યા માટે વસ્ત્રાલંકાર લાવ્યા;  માત્ર બાકી રહ્યો પેલો ખાનદાન કુળનો બ્રાહ્મણકુમાર.’

 

આચાર્યે એને બોલાવીને પૂછ્યું :

‘કેમ ભલા, તું કશું લાવ્યો નથી ?’

 

બ્રાહ્મણકુમારે શાંત સ્વરે જવાબ આપ્યો: ‘ગુરુજી, બધાની માફક વસ્ત્રાલંકાર હું પણ લાવત.  મારાં ઘરમાં એ પુરતા પ્રમાણમાં છે પણ ખરાં !  પરંતુ આપણી પેલી શરત મને નદી.  તે એ કે જે લાવો તે કોઈની નજરે પડેલું ના હોવું જોઈએ.  ગુરુજી, એવી કોઈ છાની જગ્યા મને ન જડી, જ્યાં હું ચોરી કે પાપ કરી શકું.  કોઈ નાં હોય એવી જગાએ મારી પોતાની હાજરી હોય જ ને ગુરુજી.’

 

પંડિતજી પોતાના આ પ્રમાણિક વિધાર્થી પર ખૂબ જ પ્રસન્ન થયા.  તેઓ એની પીઠ થાબડતા બોલ્યા : ‘બેટા, પ્રભુકૃપાએ મારા ઘરમાં પણ વસ્ત્ર અને અલંકારની કમી નથી.  આ તો વિધાર્થીઓના સદાચારની પરીક્ષા લેવાની મારી ઈચ્છા હતી.  એ પરીક્ષામાં માત્ર તું જ પાસ થયો છે. મારી દીકરી માટે યોગ્ય વર તું જ છે.’

 

આચાર્યે સારો એવો કરિયાવર આપી એ સાચા બ્રાહ્મણ કુમારને પોતાની કન્યાનું દાન દીધું.  બીજા વિધાર્થીઓને સૌ સૌનાં વસ્ત્રાલંકાર પાછા આપી દીધાં.

(ભગવાન બુદ્ધની વાતો – પુસ્તકમાંથી)

 

(રા.જ. ૫-૧૨(૨૬)/૭૨)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટની બંને લઘુકથા – બોધકથા આપને  પસંદ આવી હોય તો, આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર આવકાર્ય છે.

હવેલી સંગીત …

હવેલી સંગીત …

 

 

મનુષ્ય જીવન એ ઉર્જાનો મહાસાગર છે, જ્યારે મનુષ્યની અંતશ્યચેતનાની જાગૃતિ થાય છે ત્યારે મનુષ્ય જીવનમાં રહેલી ઉર્જા એ વિવિધ પ્રકારની કલારૂપે સામે આવે છે; જે જીવનને સત્યમ શિવમ્ સુંદરમની ભાવનાથી સમન્વિત કરે છે. શ્રી રવિન્દ્રનાથ ટાગોર કહે છે : પ્રત્યેક મનુષ્ય વિભિન્ન કલાઑ દ્વારા પોતાના વિવિધ ભાવોની અભિવ્યક્તિ કરે છે, જેમાં તેમના આત્માનું સ્વરૂપ ઝળકે છે. આવી જ વિભિન્ન કલાઓમાં એક સંગીત કલા પણ રહેલી છે; જે યુગો યુગોથી સંસારની સમસ્ત પ્રકૃતિને પોતાનાં સૂરો દ્વારા મોહમગ્ન કરી રહ્યું છે. સંગીતનો સૂર તો યુગોથી ચાલ્યો આવે છે; પરંતુ ૧૬ મી સદી સંગીત માટેનો પર્યાય બની ગઈ, કારણ કે ૧૬ મી સદીમાં હવેલી સંગીતનો પ્રકાશ આચાર્યચરણ શ્રી વલ્લભાચાર્ય દ્વારા પથરાઇ રહ્યો. આ સદીમાં ઘણા કવિ અને સંગીતકાર થયા જેમાં શ્રી વલ્લભાચાર્યનાં શિષ્યો એવા અષ્ટસખાકવિઓનું એક અલગ જ સ્થાન દિપ્તીમાન થયું. શ્રી વલ્લભાચાર્યજી અને ગુંસાઈજીના આ અષ્ટસખા દ્વારા રચાયેલા પુષ્ટિ કિર્તનોએ હવેલીસંગીતની ધજાને ગૌરવાન્વિત કરી દીધી.

 

આ કૃષ્ણભક્ત અષ્ટ કવિઓનાં તત્વ ચિંતન, ભક્તિભાવથી યુક્ત રસમય કલ્પના અને ભક્તોની સાકાર વાણીની સાથે સાથે સંગીતની ગંગા પણ સ્વર્ગમાંથી ભૂમિ પર આવી. આ ગંગાનું પ્રતિબિંબ પુષ્ટિમાર્ગીય મંદિરોમાં કીર્તન પ્રણાલીકા તરીકે દેખાયું જેને સંગીતોજ્ઞોએ હવેલી સંગીતનાં ઉપનામની સંજ્ઞા આપી. બીજા મત અનુસાર કિર્તનોની અને પદોની આ પ્રણાલિકાને પુષ્ટિમાર્ગીય હવેલીમાં સ્થાન મળ્યું જેને હવેલીસંગીત તરીકે ઓળખવાંમાં આવ્યું. સંગીતોજ્ઞો કહે છે કે પુષ્ટિમાર્ગીય સંગીત એ વૈદિક રીતે ધ્રુપદ શૈલીની રીતે ગવાતું શાસ્ત્રીય સંગીત છે, જે યુગો યુગોથી પોતાના પરમાત્માથી છૂટા પડેલા જીવોનો પોતાના પરમાત્માને માટે ઊઠતો આર્તનાદ છે. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકુરજી માટે લીલા ભાવના અનુસાર અને ઋતુઓ, દિવસો, સમય, અને ઉત્સવ પ્રમાણે આ ભગવત્ભક્તિપૂર્ણ પદોને તથા કીર્તનોને ગાવામાં આવે છે. આ કિર્તનોની સાથે સાથે રાગિણીઑનો પણ ઉપયોગ કરાય છે.

 

પુષ્ટિમાર્ગમાં પ્રભુ કિર્તનગાન પછી જ બધી સેવા સ્વીકારે છે, તેથી હવેલી સંગીતનું પુષ્ટિમાર્ગમાં ઘણુ મહત્વ છે, જેના દ્વારા વૈષ્ણવો પ્રભુચરણમાં પોતાનું મન, હ્રદય અને આત્મા સમર્પિત કરે છે. પુષ્ટિમાર્ગીય સંગીતમાં શાસ્ત્રીય રાગથી વિભિન્નતા ધરાવતાં લોકગીતો એ દોહા, ધોળ, ગરબા, પદ ધમાર, રસિયા વગેરે નામથી પણ પુષ્ટિ સાહિત્યમાં શામિલ છે. ઓળખવામાં આવે છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિમાર્ગમાં રસિયા શ્રી ઠાકુરજીની નાયિકા એ પરકીયા ગોપીજન છે અને ગોપીઑ એ અનન્ય પૂર્વા ગોપીજન તરીકે હોવાથી આ તમામ લોકગીતો રૂપી ધમાર રસિયા ધોળ વગેરે શ્રી કૃષ્ણ અને ગોપીઓના ભાવથી ગવાય છે જેને કારણે કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો તમામ ભાવ અલૌકિક બની જાય છે. પુષ્ટિમાર્ગના આ સમસ્ત આ હવેલી સંગીતને ૩૬ રાગ અને ૩૬ રાગિણીમાં વિભાજિત કરવામાં આવ્યાં જેમાં રાગ એટ્લે કે આલાપ અને રાગિણી એટ્લે કે પરંપરાગત વાદ્યો રહેલા છે.
૩૬ રાગ …
૧. પૂર્વી
૨. લલિત
૩. ભૈરવ
૪. પંચમ
૫. આશાવરી
૬.  હમિર
૭. તોડી
૮. માલવ
૯. કલ્યાણ
૧૦. ગુર્જરી
૧૧. ગોડી
૧૨. બિલાવલ
૧૩. ધનાશ્રી
૧૪. રંગીલી
૧૫. ખમાજ
૧૬. દેશાખ
૧૭. કાનરો
૧૮. કોડ મલ્હાર
૧૯. મલ્હાર
૨૦. કેદારો
૨૧. શત મંજરી
૨૨. દેસ
૨૩. બિપાસ
૨૪. સોરઠ
૨૫. કામોદ
૨૬. કકૂપ
૨૭. વરહાડી
૨૮. રામકલી
૨૯. ગંધાર
૩૦. સારંગ
૩૧. જે જે વંતી
૩૨. ઇમન
૩૩. કુનકલી
૩૪. હાસ
૩૫. માધવી
૩૬. નટ
આ રાગોને સાથ આપવા માટે ૩૬ રાગિણીઓનો ઉપયોગ થાય છે જેમનાં નામ આ પ્રકારે છે.
૩૬ રાગિણીઑ …
૧. મોરલી
૨. જલ તરંગ
૩. દુંદુભિ
૪. નગારા
૫. ડફ
૬. મૃદંગ
૭. ઝાલર
૮. શંખ
૯. મંજીરા
૧૦. ખંજરી
૧૧. સારંગી
૧૨. શ્રી મંડળ
૧૩. ડંકા
૧૪. ઢોલ
૧૫. દોસા
૧૬. સરતાલ
૧૭. કરતાલ
૧૮. મોચન
૧૯. મદનભીંડી
૨૦. રબાબ
૨૧. તુરઈ
૨૨. કીદરી
૨૩. જંત્ર
૨૪. પખવાજ
૨૫. અમૃત કુંડલી
૨૬. બિનાચીન
૨૭. બંસરી
૨૮. સરોદ
૨૯. પિનાક
૩૦. મયુરવીણા
૩૧. ભેરી
૩૨. શીંગા
૩૩. તાંદલ
૩૪. થાળી
૩૫. વિચિત્રવીણા
૩૬. તંબૂર

 

શ્રી વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત આ પુષ્ટિમાર્ગમાં સેવ્ય પરબ્રહ્મ પરમાનંદ અને કલાનિધિ સ્વરૂપ પ્રભુ શ્રી કૃષ્ણ છે. જેમને માટે વૈષ્ણવો પોતાની સમસ્ત કલા ન્યોછાવર કરે છે. ભારતીય સંસ્કૃતિમાં રહેલા તમામ સંતો, વિદ્વાનો તથા ભક્તજનો પણ એક સૂરે કહે છે કે સમાજને હવેલી સંગીત પ્રદાન કરનાર આ એ અષ્ટ પરમ ભક્ત હતાં જેમના પર શ્રી વલ્લભકુલના આર્શિવાદ મહોર રૂપે અને મૌખિક રૂપે લાગેલા હતાં જેમના ગાયેલા કીર્તન એ અષ્ટછાપના નામથી પ્રચલિત અને પ્રસિધ્ધ થયા છે જેઓનાં શ્રી કંઠથી ગાયેલી એ વાણી સ્વયં ભગવદ્ સ્વરૂપ સમાન છે, જેમણે હવેલી સંગીતને દૈદીપ્યમાન કરી તેનું મૂલ્ય વધારી દીધું. અષ્ટસખાઓના આ હવેલી સંગીતને પુષ્ટિમાર્ગના મૂળ સ્તંભ માનવામાં આવ્યાં છે.
સાભાર : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
પૂરક માહિતી:

 

 

રાગ (હવેલી સંગીત)  …
સોળમી સદી ભારતનાં ઈતિહાસમાં સંગીત અને કાવ્ય માટે બહુ મહત્વની સાબીત થઈ.આ સદીમાં ઘણા કવિ અને સંગીતકાર થયા જેમા અષ્ટસખાઓ એ પણ ઘણુ મહત્વનું સ્થાન મેળવ્યું.
અષ્ટસખા:
– શ્રી કુંભનદાસજી.
– શ્રી સૂરદાસજી.
– શ્રી પરમાનંદદાસજી.
– શ્રી કૃષ્ણદાસજી.
– શ્રી ગોવિંદસ્વામીજી.
– શ્રી છિતસ્વામીજી.
– શ્રી ચતુર્ભુજદાસજી.
– શ્રી નંદદાસજી.
શ્રી વલ્લભાચાર્ય અને ગુંસાઈજી એ અષ્ટસખા દ્વારા રચેલા કિર્તન(હવેલી સંગીતનાં પદ) ને પુષ્ટિમાર્ગમાં સમર્પિત કર્યુ.કિર્તન એ હવેલી સંગીત તરીકે પ્રસિધ્ધ છે જે પુષ્ટિભક્તિનુ સંગીત છે.એ મનોરંજનનુ સાધન નથી.શ્રી ઠાકોરજીની સાધનામાં તલ્લીન થવા કિર્તન ગવાય છે.  કિર્તનને પુષ્ટિમાર્ગનો પાંચમો વેદ ગણાવાયો છે.
કિર્તન ઋતુ અનુસાર અને દિવસમાં પણ વિભાગ અનુસાર અલગ અલગ રાગમાં ગવાય છે.જેમકે,
પ્રાત:કાળ-કાલભૈરવ,વિભાસ,પંચમ,આશાવરી વગેરે.
મધ્યાન કાળ-સારંગ,નૂર સારંગ,સામંત સારંગ,શુધ્ધ સારંગ વગેરે.
સંધ્યા કાળ-રાગનટ,પૂર્વિ,સોરઠ,ગૌરી,હમીર,નાયકી વગેરે.
પુષ્ટિમાર્ગીય સંગીતનાં અનેક બીજા પ્રકાર છે.જેમા દોહા,ધોળ,ગરબા,વસંત,રસિયા,લોકગીત,રસના પદ,ચોખરા,આવ્યાન વગેરે સામેલ છે.  આ બધાજ પ્રકાર પરંપરાથી ચાલે છે અને એના રાગ પણ શાસ્ત્રીય સંગીતથી થોડા-ઘણા અલગ છે.
સૌજન્ય : પુષ્ટિમાર્ગ (દિગીશા શેઠ પારેખ )
નોંધનિય વિગત :
નાથદ્વારાના હવેલી સંગીત પર બની ડોક્યુમેન્ટરી …
ગુરુ-શિષ્ય પરંપરા લુપ્ત થઇ રહી હોવાના કારણો દર્શાવવાનો સંગીતમય પ્રયાસ
ફોર્ડ ફાઉન્ડેશને ડોક્યુમેન્ટ્રીને સ્પોન્સર કરી
પેઢી દર પેઢીથી માત્ર મૌખિક રીતે શીખવાડાતું અને પારંપરિક સેવા બની ગયેલું હવેલી સંગીત આવનારી પેઢી માટે કદાચ ઇતિહાસ બની જાય તો નવાઇ નહીં. વૈષ્ણવોના મહત્વના ધર્મસ્થાન શ્રીનાથજીમાં દરેક વિધિ સાથે જોડાયેલા હવેલી સંગીતને આગળ વધારે તેવા ઉત્સાહી શિષ્યો રહ્યા નથી. આ હકીકતને નેશનલ ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ ડિઝાઇનના યુજી પ્રોગ્રામ ઇન ફિલ્મ એન્ડ વીડિયોના વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘પ્રાત: સ્મરણ’માં દર્શાવી છે. આ વિષયની ગંભીરતા અને તેના ધ્યાનમાં રાખીને વિશ્વવિખ્યાત ફોર્ડ ફાઉન્ડેશને આ ડોક્યુમેન્ટરી ફિલ્મને સ્પોન્સર કરી છે.
છેલ્લા વર્ષે ડિપ્લોમા પ્રોજેક્ટ તરીકે મૂળ ઉદયપુરના રિધમ જાન્વેએ રાજસ્થાનના નાથદ્વારામાં ચાલતી હવેલી સંગીતની પરંપરાની વર્તમાન સ્થિતિ દર્શાવવાનો નિર્ણય લીધો. ફિલ્મમાં હવેલી સંગીત શીખવતા ગુરુ પાસે સંગીત શીખવા આવતા શિષ્યોના જીવનને સૂચક રીતે દર્શાવાયું છે.
‘પ્રાત: સ્મરણડોક્યુમેન્ટરી ફિલ્મનાં કવર પર જ ગુરુ-શિષ્ય પરંપરાને હાઈલાઈટ કરવામાં આવી છે.
ગુરુ, શિષ્યો બંને ઘટયા, લુપ્તિને આરે:
રિધમ જણાવે છે કે ‘ નાથદ્વારાની હવેલીમાં હવે ઉંમરના કારણે ગુરુઓની સંખ્યા ઘટતી જાય છે. બીજી તરફ શિષ્યો પાસે બે વિકલ્પો રહેલા છે. એક એ કે હવેલી સંગીત શિક્ષણ મેળવી અને આ સમૃદ્ધ પરંપરા આગળ ધપાવવી અથવા શહેરમાં જઇને સારું શિક્ષણ મેળવવું અને સારી નોકરી મેળવવી. જેમાંથી શિષ્યો બીજો વિકલ્પ વધારે પસંદ કરી રહ્યા છે.
પ્રથમ વિકલ્પ પસંદ કરતા શિષ્યો બીજો વિકલ્પ ન હોવાને કારણે દબાણમાં આવીને તે માર્ગ અપનાવે છે. દેશમાં નાથદ્વારા, મથુરા અને ગુજરાતમાં હવેલી સંગીતની પરંપરા સૈકાઓથી ચાલી આવી છે. હવે તે પરંપરા નબળી પડી છે અને આવનારા સમયમાં લુપ્ત થવાનો ડર સેવાય છે.’ આ ફિલ્મનું સ્ક્રીનિંગ નાથદ્વારામાં થયું છે અને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે.
સૌજન્ય : દિવ્ય ભાસ્કર …
બ્લોગ લીંક : http://das.desais.net
emai: [email protected]
હવેલીસંગીતનો મહિમા બતાવતી આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વિબેન મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.  

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., આપના દરેક પ્રતિભાવ અમોને માર્ગદર્શક તેમજ પ્રેરણાદાયી બની રહે છે તેમજ લેખિકાની કલમને બળ પૂરે છે.  આભાર … ! ‘દાદીમા ની પોટલી’.

૧૦ મું શિક્ષાપત્ર … અને (૧૦) મૈયા મોહિં દાઉ બહુત ખિજાયૌ…

૧૦ મું શિક્ષાપત્ર …

 

 

આજના  શિક્ષાપત્ર તરફ આગળ વધીએ તે પૂર્વે આપણે નવમા શિક્ષાપત્રનો સાર જોઈ લઈએ. નવમા શિક્ષાપત્રનાં પ્રથમ અઢાર શ્લોકમાં કિશોર સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યારબાદનાં શ્લોકમાં કહે છે કે શ્રી વલ્લભ ચરણમાં દ્રઢ વિશ્વાસ વડે ભગવદીયો સાથે સંગ રાખવો કારણ કે ભગવદીયો સાથેનાં સંગથી જ હૃદયમાં પ્રભુ પ્રત્યે વિરહ તાપ વધે છે જેને કારણે પ્રભુને પ્રાપ્ત કરવાની આર્તિ વધતી જાય અને છેલ્લે આસક્તિ એ વ્યસનનાં રૂપમાં ફેરવાઇ જાય. શ્રી હરિરાયજી ચરણે આજનાં સમયમાં આપણાં મનને મૂંઝવતી અન્ય બાબતોનો સુંદર, સરળ સચોટ ઉપાય દર્શાવ્યો છે. જીવોને દુનિયામાં પડતાં અને અનુભવતાં દુઃખોનું સ્વરૂપ, દુઃખોનું કારણ તથા એનું પરિણામ ફળ વગેરેનું વર્ણન છે.

 

લૌકિક બાબતોનાં કાર્યના કારણે હૃદયમાં પ્રસન્નતા અને સ્નેહભાવ ન પ્રકટતાં જે દુઃખ –પીડા –આર્તિ થાય છે તેને હરિરાયજી ચરણ “કલેશ “ તરીકે ઓળખાવે છે. સામાન્ય માનવને માટે જે લાગણી છે તે એક લૌકિક વૃતિ છે તે વૃતિનો સંબંધ શરીર સાથે છે આવી લાગણીનાં વર્તનને એકદમ અટકાવી શકાતો નથી. જે માનવ એ વૃતિને કૃત્રિમ રૂપે અટકાવે છે તે માનવ વિકૃત બની જાય છે જેને કારણે તેને દુઃખ અનુભવવું પડે છે. આ દુઃખને કારણે તે માનવ લાગણી શૂન્ય બની જાય છે અને બીજાની પરેશાનીને ન સમજતાં બીજાનાં દુઃખમાંથી આનંદ શોધવાનો પ્રયત્ન કરે છે. મારા જેવી દશા તારી પણ થઈ તેમ વિચારી વિકૃત વૃતિનો આનંદ લે છે.

 

દશમું શિક્ષાપત્ર આઠ શ્લોકોથી અલંકૃત છે. ભગવત્ સ્વરૂપની ફળ પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની આર્તિ દર્શનીય છે. પરંતુ શ્રી પ્રભુ પોતાના નિજાનંદનું દાન કરવા પોતાના ભક્તોને લૌકિક દુઃખ આપીને લૌકિકમાંથી મન, મોહ, સુખ દુઃખ, લોભ વગેરેની ભાવનાને દૂર કરાવે છે. શ્રી હરિરાયજી ચરણ કહે છે કે જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રનાં જળની અધીરતાપૂર્વક રાહ જુએ છે અને સ્વાતિ નક્ષત્રનું જ જળ પીવે છે તેમ પ્રભુનું પણ છે તેઓ પણ પોતાના ભક્તોનું, પોતાના નિજજનોનું ક્યારેય અહિત થવા દેતા જ નથી. દશમા શિક્ષાપત્રનાં પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાયજી કહે છે કે :

 

કો વેદ કીદશઃ કૃષ્ણાભિપ્રાયઃ સ્વજને મતઃ ।
સ્વાનન્દસિધ્ધયે ગતિ નિજાર્તિદર્શનાદિષુ ।।

 

પોતાનો સ્વજન કેવો હોય તે વિષે શ્રી કૃષ્ણનો શો અભિપ્રાય છે તે કોણ જાણે? પરંતુ જો શ્રીકૃષ્ણ પોતાના સેવકને આનંદનું દાન કરવાનો વિચાર કરે તો તે પ્રથમ તેના હૃદયમાં દર્શન માટે તાપ ઉતપન્ન કરે છે. બીજા, ત્રીજા, ચોથા શ્લોકથી તદીપ સ્વજન જેને શ્રી પ્રભુ પોતાના સ્વરૂપનું દાન કરવાનો વિચાર કરે છે. તેને પ્રથમ સંસારના લૌકિક મોહ માયાના બંધનમાંથી મુક્ત કરવા, જો ધનનો મોહ હોય તો ધનનો નાશ કરી તેનો મોહ દૂર કરે છે? દેહમાં અશક્તિ રહે તો તેને નીરોગી કરી દેહની પીડાથી મુક્તિ અપાવે છે. જો ભગવદીયોનો સંગ ન હોય પરસ્પર કલેશ કરાવી તેમને નિમાર્ગ કરાવે છે. દીનતાનિ સિધ્ધી કરાવવી હોય તો દેશ છોડાવે છે અને પરદેશગમન કરાવીને આર્તિ આપે છે. જો ભગવાન ફળ પ્રાપ્તિમાં વિલંબ કરે તો તે પ્રારબ્ધ ભોગવવા માટે “એવમાર્તિ પ્રદોનેડપિ” અર્થાત લૌકિક આપે છે. પરંતુ વૈષ્ણવોએ પોતાનાં પ્રભુ પરનો દ્રઢ વિશ્વાસ ન છોડવો. કારણ કે શ્રી આચાર્ય સ્વરૂપ ગુરૂ અને શ્રી ઠાકુરજી સદૈવ વૈષ્ણવો અને નિજજનનું શુભ જ કરે છે, માટે પરમાજાનંદ સ્વરૂપ શ્રી ભગવાનનો આશ્રય છોડવો નહીં. “સમાશ્વયો ન મોહતવ્યો દ્રઢ સ્વાચાર્યરંધ્રયૈઃ”

 

“ છઠ્ઠા શ્લોકમાં શ્રી હરિરાયજી ચરણ આજ્ઞા કરતાં કહે છે કે

સ્વતઃ કૃષ્ણઃ સદાનંન્દો નિજાનન્દંપ્રદાસ્યતિ ।
તદાશયૈવ સ્થાતવ્યં સ્વૈશ્વાનકપશિવત્ ।।૬।।

 

શ્રીકૃષ્ણ સદા સ્વયં જ આનંદરૂપ છે. તે પોતાના ભક્તને નિજાનન્દનું જરૂર દાન દરરોજ એ સર્વે વૈષ્ણવોએ આશા રાખીને રહેવું તથા લૌકિક દુઃખની અવગણના કરવી અને “પરમાનન્દ ચિંતનાર”  અર્થાત પરમાનન્દનું ચિંતન કરવું.
છેલ્લે  “અહર્તિ નિજભકતાનાં વિદધાતિ પરિને હિઃ હરિ” પોતાના ભક્તોનું અહિત કરેજ નહીં જે પ્રભુ આખા જગતનાં સખા છે તે પોતાના ભક્તનાં સખા જરૂર થાય જ એવા સંશયને સ્થાન જ નથી. આમ દશમાં શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીઆચાર્ય ચરણે આર્તિ અને નવસાધન આર્તિ માધ્યમથી આપણને સમજાવ્યું કે જીવનમાં જે કાંઇ થાય છે તે સર્વસ્વ પ્રભુની જ કૃપાનો એક ભાગ છે તેથી અવારનવાર બદલાતી પરિસ્થિતીથી ચલિત ન થતાં પ્રભુ અને ગુરૂ પર પોતાનો દ્રઢ વિશ્વાસ બનાવી રાખવો.

આમ આ દશમું શિક્ષાપત્ર અતિ સુંદર ભાવયુક્ત હોઈ સતત ચિંતન અને મનન કરવું જોઈએ. વધુ માહિતી અને વિચાર માટે ગ્રંથ સંદર્ભ સ્વીકારવો.

લેખક સંકલન-વ્રજનિશ શાહ BOYDS-MD-U S A
[email protected]
[email protected]

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ..

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

….

૧૦ ] મૈયા મોહિં દાઉ બહુત ખિજાયૌ…
કવિ: સૂરદાસજી

 

 

મૈયા મોહિં દાઉ બહુત ખિજાયૌ.

મોસોં કહત મોલ કૌ લીન્હૌ, તૂ જસુમતી કબ જાયૌ.

કહા કરૌં ઇહિ રિસ કે મારૈં ખેલન હૌં નહિં જાત.

પુનિ પુનિ કહત કૌન હૈ માતા, કો હૈ તેરો તાત.

ગોરે નંદ જસોદા ગોરી તૂ કત સ્યામલ ગાત.

ચુટકી દૈ- દૈ ગ્વાલ નચાવત, હંસત સબૈ મુસકાત.

તૂ મોહીં કૌં મારન સીખી, દાઉહિં કબહૂં ન ખીઝૈ.

મોહ્ન મુખ રિસ કી યે બાતૈં, જસુમતી સુનિ-સુનિ રીઝૈ.

સુનહું કાન્હ બલભદ્ર ચબાઇ, જનમત હી કો ધૂત.

“સુર સ્યામ” મોહિ ગોધન કી સૌં,હૌં માતા તૂ પૂત.

 

મા, મને મોટાભાઇ બલરામે બહુ ચિડાવ્યો. મને કહે છે કે તને તો વેચાતો લીધો છે, તું વળી જશોદાનો પુત્ર ક્યાં છે. વારે વારે દાઉ મને પૂછે છે કે તારાં ખરાં માતા-પિતા કોણ છે? નંદ ગોરા રંગના છે અને જશોદા પણ ગોરી છે, તો તું વાને કાળો કેમ છે? આ ઉપરાંત ચપટી વગાડી વગાડીને ગોવાળિયાઓ મને નચાવે છે અને પછી બધા મારા પર હસે છે. હવે તું જ કહે મા હું શું કરું? એ રીસને લીધે તો હું રમવા પણ જતો નથી. વળી તું તો મને એકલાને જ મારતાં શીખી છે. દાઉ પર તો ચિડાતીય નથી. મોહનને મોઢે આવી રીસભરી વાતો સાંભળીને જશોદા મનોમન રાજી થાય છે. પરંતુ પોતાનાં હાસ્યને ઓષ્ઠ પર ન લાવી ગંભીર મુખેથી કાન્હાને કહે છે કે…..સાંભળ કાન્હા, બલરામ તો છે જ ચાડિયો અને જનમથી જ ઠગારો છે. હું ગોધનના સોગંદ લઇ કહું છું કે હું જ તારી મા છું અને તું જ મારો દીકરો છે, તારાથી વિશેષ પ્રિય મને સંસારમાં કોઈ જ નથી કારણ કે તું મારો અને ફક્ત મારો જ પુત્ર છે.

દાઉહિં- દાઉને

ઓષ્ઠ-હોંઠ

મોલ-વેચાતો

જાયૌ-પુત્ર

.
પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે…
પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

દેવદિવાળી …

દેદિવાળી …

 

 

દેવદિવાળીનાં દિવસ સાથે અનેક વિધ કથાઓ જોડાયેલી હોય આ દિવસનું અત્યાધિક મહત્વ રહેલું છે. શાસ્ત્ર અનુસાર દેવપોઢી એકાદશીથી ભગવાન પોઢેલા હોવાથી તેમને પ્રબોધ કરી જગાડવામાં આવ્યાં તે દિવસ પ્રબોધિની એકાદશી તરીકે પ્રખ્યાત થયો, પરંતુ ભગવાન લાંબા સમય બાદ શયનમાંથી બહાર આવતા હોઈ ભક્તજનોએ આનંદિત થઈ એકાદશીના ચાર દિવસ બાદ એટલે કે કારતક સુદ-પૂર્ણિમાને દિવસે પ્રભુ જાગૃત થયાનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો. આ ઉત્સવ પ્રભુ માટે ઉજવવામાં આવતો હોવાથી સ્વર્ગના દેવો પણ પૃથ્વીવાસીઓના આ આનંદમય તહેવારમાં જોડાઈ ગયાં. આમ સર્વે દેવતાઓએ સાથે મળીને આ ઉત્સવ ઉજવ્યો હોવાથી તે દેવદિવાળીના નામે પ્રખ્યાત થયો. જ્યારે બીજી કથા અનુસાર આ દિવસે ત્રિપુરાસુરના વધથી પ્રસન્ન થયેલા દેવતાઓએ આ દિવસની ઉજવણી દીપ પ્રગટાવી કરી હોવાથી આ દિવસ દેવદિવાળી તરીકે પ્રખ્યાત થયો. ત્રીજી કથા અનુસાર ગૌરીપુત્ર કાર્તિકેયજીએ સ્વર્ગનાં સેનાપતિ બનીને તારકાસૂરનો વધ કર્યો. તારકાસૂરના વધથી પ્રસન્ન થયેલા દેવોએ કૈલાશમાં દિવાઓ પ્રગટાવી જે દિવસે ઉત્સવ મનાવ્યો. જે દેવદિવાળી તરીકે પ્રખ્યાત થયો. આ દિવસનાં વિજયની ખુશાલીમાં કાર્તિકેયજીને કાર્તિક મહિનાના સ્વામી બનાવવામાં આવ્યાં હતાં. આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે તેથી “તુલસીવિવાહ દિવસ” તરીકે ઓળખાય છે, તેમજ આ દિવસે શીખોના ગુરૂ નાનક સાહેબે શીખ સંપ્રદાયની સ્થાપના કરી હોઈ આ દિવસને “ગુરૂ નાનક જયંતિ” તરીકે પણ ઉજવવામાં આવે છે.

વાર્તા પરિચય-ગુજરાત …

 

પૌરાણિક કથા મુજબ છે કહેવાય છે કે ઈંદ્રના અભિમાનવાળા ગેરવર્તનથી કોપાયમાન થયેલા શિવજીએ ત્રીજુ નેત્ર ખોલ્યું પરંતુ ઈંદ્રે બૃહસ્પતિની સ્તુતિ કરી અને બચી ગયો. પરંતુ શિવજીનાં ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયેલાં ક્ષારથી જલંધર નામનો બાળક ઉત્તપન્ન થયો જેનો જન્મ ક્ષીર સાગરમાં થયો હતો. મોટો થતાં વૃંદા નામની કન્યા સાથે તેના વિવાહ થયાં. વૃંદા અત્યંત પતિવ્રતા હતી અને તેનાં પતિવ્રતધર્મને કારણે જલંધર વિજયતા પ્રાપ્ત કરતો ગયો અને ચોમેર ત્રાસ ફેલાવતો ગયો. સમુદ્ર પુત્ર જલંધર વિષ્ણુપત્ની લક્ષ્મીજીનો ભાઈ હોવાને કારણે ભગવાન વિષ્ણુએ જલંધરનો નાશ કરવા શિવજીનો સહારો લીધો, પરંતુ પતિવ્રતા વૃંદાના પ્રભાવને કારણે જલંધરનો વાળ તો વાંકો થતો ન હતો. જલંધર માયાવી શક્તિથી શિવજીનું રૂપ ધારણ કરી પાર્વતીજીને વારંવાર હેરાન કરતો હતો, આથી ગુસ્સે થયેલા ભગવાન શંકરે જલંધર સાથે યુધ્ધ કરવા માટે રણનાં મેદાને ઉતર્યા પરંતુ એમ તો જલંધરને જીતવો સહેલો ન હતો તેથી ભગવાન શંકરે ભગવાન વિષ્ણુની મદદ માંગી અને ભોલેનાથ શિવજીનાં સલાહ સૂચનથી જ્યારે જલંધર રણમેદાનમાં ભગવાન શિવ સાથે યુધ્ધ કરવામાં વ્યસ્ત હતો ત્યારે વિષ્ણુ ભગવાને જલંધરનું સ્વરૂપ લીધુ અને વૃંદા સાથે રહેવા લાગ્યાં. આમ કપટથી વૃંદાનું પતિવ્રત ખંડિત થયું, અને વૃંદાનાં સતીત્વનું ખંડન થતાં જ જલંધરનું રણ મેદાનમાં મૃત્યુ થયુ, પરંતુ જ્યારે વૃંદાને ખબર પડી કે પોતાનું વ્રત તોડાવવામાં ભગવાન વિષ્ણુનો હાથ છે ત્યારે તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપતાં કહ્યું કે આપ આ બ્રહ્માંડના સંચાલક હોવા છતાયે આપ લાગણી વગરનાં પથ્થર જેવા છો અને આપના આ કાળાકર્મને કારણે આપ કાળા પથ્થરમાં ફેરવાઇ જાઓ વળી આપે અવિચારી મર્કટો (વાનરો) જેવું કાર્ય કર્યુ છે તેથી હું આપને શ્રાપ આપું છુ કે આપની પત્નિને પીડામાંથી બચાવવા માટે આપે આજ અવિચારી મર્કટોની મદદ લેવી પડશે. (આ પ્રસંગ આપણે રામાયણમાં જોઇએ છીએ જે પ્રમાણે કર્મ હોય તે પ્રમાણે ફળ ભોગવવું જ પડે છે) આટલું કહી વૃંદા પોતાના પતિ પાછળ સતી થયા.

 

વેદોમાં કથા છે કે વૃંદાના શ્રાપની સામે ભગવાન વિષ્ણુએ કહ્યું કે પતિવ્રત ધર્મમાં પતિને કુકર્મોથી વાળવો એ પણ આવી જાય છે પરંતુ વૃંદાએ કયારેય પોતાના પતિને કુકર્મો તરફથી વાળેલો નથી અને તેના કારણે ત્રણેય લોકને (સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ) ઘણો જ ત્રાસ થયો છે માટે સતી વૃંદા આપ પણ શ્રાપને પાત્ર છો અને ભગવાન વિષ્ણુએ વૃંદાને સજીવ છતાંયે નિર્જીવ એવી વનસ્પતિ થવાનો શ્રાપ આપ્યો.

 

વૃંદાનું પ્રાગટ્ય વનસ્પતિમાં તુલસી રૂપે થયું અને ભગવાન વિષ્ણુએ આ શ્રાપને કારણે “શાલિગ્રામજી”નું રૂપ ધારણ કર્યુ. કૃષ્ણાવતારમાં વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યાં. તેથી ગોપીઓ તુલસીજીને પોતાની સૌતન માને છે. આ ઉત્સવ દરમ્યાંન શ્રી શાલિગ્રામજીને પંચામૃતથી સ્નાન કરાવવાંમાં આવે છે. પ્રભુ સમક્ષ સુંદર રંગોળી રચાય છે. શેરડીનાં ૧૬ સાંઠાથી આંગણીયે મંડપ બંધાય છે.  વિવાહ ખેલના ગીતો ગવાય છે.  નવવધૂના સોળ શૃંગારથી શ્રીતુલસીજીને શૃંગારીત કરાય છે.  શ્રી તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવાંમાં આવે છેં. મહુર્ત પ્રમાણે સાંજના સમયે શ્રી હરિના તુલસીજી સાથે વિવાહ થાય છે અને પૌવાનો પ્રસાદ વહેંચવામાં આવે છે. વાંસની છાબડીમાં જામફળ, શેરડી, સીતાફળ આદી ફળો ધરવામાં આવે છેં. તુલસીપત્ર વગર શ્રીજીની સામગ્રી અધૂરી ગણાય છે. હવેલીઓમાં શ્રી ઠાકોરજીને લાલરંગના જરીવસ્ત્ર સાથે કુલ્હે કેસરી ચંદ્રિકાનો શૃંગાર થાય છેં. શિતકાલમાં શ્રી પ્રભુને તથા અન્ય સ્વરૂપોને ગદ્દલ તપાવીને ધરાય છે અને અંગીઠી સન્મુખ કરાવાય છે. આજથી શિતકાલીન સેવાનો પ્રારંભ કરાય છે.

 

તુલસી વિવાહ કરવાની વિધિ …

 

 

*તુલસીના છોડને નિયમિત પાણી સિંચવું

* શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરવું.

* ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા ગણપતિ પૂજન કરવું.

* ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢુ રાખીને બેસાડવાં.

* ગોધુલી(સાંજના) સમયમાં વર ભગવાનનું પૂજન કરવું.

* ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા તુલસીનું દાન કરવું.

* ત્યારબાદ મંગળ ફેરા ફેરાવવા.

* ત્યારપછી શક્તિ મુજબ બ્રહ્મ-ભોજ કરાવવું.

* છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરવું.

 

આ દિવસે ભગવાન શંકરે સ્વર્ગનાં દેવતાઓને ત્રિપુરાસુરનાં ત્રાસમાંથી મુક્ત કર્યા હોઈ સમસ્ત દેવતાઑ હર્ષિત થઈ પૃથ્વી પર ભગવાન શંકર જ્યાં સદૈવ બિરાજમાન છે તે કાશી વારાણસીમાં ઉતર્યા અને પૃથ્વીવાસીઓ સાથે અનેકવિધ દીપ પ્રકાશિત કરી આ પ્રસંગને હર્ષોચ્ચાર સહિત મનાવ્યો. આથી એક માન્યતા છે કે આજે પણ કાશીના ગંગાઘાટ પર બધાં જ દેવતાઓ પોતાના સ્વર્ગને આ દિવસની રાત્રીએ કાશીમાં ગંગાજીના ઘાટ અને નીરમાં પધરાવે છે. રાત્રીના સમયે જ્યારે ઘાટ અને ગંગાજીના નીર અનેક દીપોથી પ્રજ્વલિત થઈ ઊઠે છે ત્યારે તે દિવડાઓનાં પ્રકાશમાં ભક્તજનો પૃથ્વી પર ઉતરી આવેલા સ્વર્ગનાં દર્શન કરે છે. જેમ ઉત્તર ભારતનાં કાશીમાં આ દિવસ દિવડાઓથી ઝગમગી ઊઠે છે તેમ ઉત્તર ભારત સ્થિત વ્રજભૂમિનાં મંદિરોમાં પણ આ દિવસે અન્નકૂટ ધરાવીને યમુનાજીમાં અનેકવિધ દિવડાઓ તરતા મૂકવામાં આવે છે. ગોવા કોંકણમાં આ તુલસીવિવાહની ઉત્સવ ઉજવણી દિવસભર ચાલે છે જે “તુલસી ચે લાગીન” ના નામે ઓળખાય છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ આ ઉત્સવનું ઘણું જ મહત્વ છે. હિમાચલ પ્રદેશમાં આ ઉત્સવ પૂરા પાંચ દિવસ ચાલે છે. તુલસી વિવાહ બાદ જ ભારતમાં લગ્નમૌસમ શરૂ થાય છે.

 

તુલસીજીનાં નામ …

 

તુલસીજીને અનેક નામોથી નવાજવામાં આવે છે. તેમનાં અનેક નામોમાં આઠ નામ મુખ્ય છે. વૃંદાવની, વૃંદા, વિશ્વપૂજિતા, વિશ્વપાવની, પુષ્પસારા, નંદિની, કૃષ્ણજીવની અને તુલસી.

 

તુલસી નામાષ્ટક …

 

તુલસીને દેવીના રૂપમાં દરેક ઘરમાં પૂજવામાં આવે છે. તેની નિયમિત પૂજા કરવાથી મનુષ્યને પાપોમાંથી મુક્તિ મળે છે. પુણ્યફળમાં વૃદ્ધિ થાય છે. તુલસી પાવન છોડ માનવામાં આવે છે, તેથી જ દરેક પૂજામાં તુલસીપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીપૂજાનું પણ એક ધાર્મિક મહત્ત્વ છે. તુલસીપૂજા માટે શાસ્ત્રમાં અનેક વિધાન આપવામાં આવ્યાં છે. તેમાંનું એક વિધાન છે તુલસી નામાષ્ટક. જે વ્યક્તિ તુલસી નામાષ્ટકમ્નો પાઠ નિયમિત કરે છે તેેને અશ્વમેધ યજ્ઞા કર્યા જેટલું ફળ મળે છે. આ નામાષ્ટકમ્નો પાઠ સંપૂર્ણ વિધિવિધાન સાથે કરવાથી તેનું શુભ ફળ મળ્યા વગર નથી રહેતું. ખાસ કરીને કારતક મહિનામાં આ પાઠ કરવાનું અનેરું માહાત્મ્ય છે.  

 

નામાષ્ટકમ્ પાઠ …

 

વૃંદા વૃંદાવની વિશ્વપૂજિતા વિશ્વપાવની
પુષ્પસારા નંદિની ચ તુલસી કૃષ્ણજીવની.
ઇત ભામાષ્ટક ચૈવ સ્તોત્રં નામાર્થ સંયુક્તમ.
યઃ પઠેત તાં ચ સમ્પુજ સૌડશ્વમેધ ફલંલભેત.

સાભાર : પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

સૌજન્ય : સંદેશ દૈનિક …

 

બ્લોગ લીંક : http://das.desais.net
emai: [email protected]

 

દેદિવાળીનો મહિમા બતાવતી આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વિબેન મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.  

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., આપના દરેક પ્રતિભાવ અમોને માર્ગદર્શક તેમજ પ્રેરણાદાયી બની રહે છે તેમજ લેખિકાની કલમને બળ પૂરે છે.  આભાર … ! ‘દાદીમા ની પોટલી’.

‘સમ્રાટ અને સાધુ’ … (બોધકથા) …

‘સમ્રાટ અને સાધુ’ …  (બોધકથા) …
– રામેશ્વર તાંતિયા …

 *Happy Thanksgiving Day*

૨૩૦૦ વર્ષ પહેલાંની વાત છે. ગ્રીસના વિજેતા સિકંદર તુર્કસ્તાન વગેરે દેશોને પોતાના આક્રમણથી ખૂંદતા પંજાબ અને સિંધ પ્રાંતમાં પહોંચી ગયા. એમની પાસે ૬૦ હજારનું લશ્કર હતું. એ સૈન્યમાં તાલીમી ઘોડેસ્વાર, તીરંદાજ અને પાયદળ સૈનિકો હતા. એમની પાસે ઉત્તમ કક્ષાનાં તીરધનુષ, ભાલા, અને નવા હથીયાર હતાં. વર્ષો પહેલાં ગ્રીસમાંથી નીકળ્યા બાદ એણે ક્યાંય પરાજયનો સ્વાદચાખ્યો ન હતો. એટલે મનોબળ ઘણું ઉચ્ચ હતું.

 

પંજાબમાં એ સમયે પૂરુ નામે પરાક્રમી અને વીર રાજા હતા. પુરુને બીજા રાજાઓની જેમ સરળતાથી હરાવી ન શકયા. અનેક પ્રકારનાં છળકપટ અને દેશદ્રોહી સૈનિકના અધિકારીઓને ફોડીને સિકંદરે તેના રાજ્યને જીતી લીધું. ત્યાં વ્યવસ્થા કર્યા પછી, તે પાટલીપુત્ર –મગધ અને વૈશાલી તરફ આગળ વધવા ઈચ્છતો હતો. એ યુગમાં આ સૌથી સમૃદ્ધ રાજ્યો હતાં. એ દરમિયાન એના કાને વાત આવી કે રાવી નદીના કિનારે એક ત્રિકાળદર્શી મહાત્મા રહે છે. સિકંદરના મનમાં એમને મળવાની ઈચ્છા થઇ. બીજે દિવસે પોતાના કેટલાક અધિકારીઓને એમને બોલાવી લાવવા એક સુસજ્જ રથ સાથે મોકલ્યા. સાધુના આશ્રમે પહોંચીને એમણે સિકંદરનો સંદેશો કહ્યો. એ સાંભળીને મહાત્માજીએ કહ્યું: ‘ભાઈ, હું અહીં વનમાં રહીને જેટલું બને તેટલું પરમાત્માનું ચિંતન કરતો રહું છું. રાજા મહારાજાઓને મારા જેવી વ્યક્તિ સાથે વળી શું કામ હોય ? એ સાંભળીને પેલા સેના અધિકારી મૂંઝવણમાં પડી ગયા. સમ્રાટ સિકંદરના નિમંત્રણનો અસ્વીકાર કરવાનું આજ સુધી કોઈએ સાહસ કર્યું ન હતું. હવે સમ્રાટને શું જવાબ આપવાનો એની ચિંતા થઇ. સિકંદરે ચાલતી વખતે એમપણ કહ્યું હતું કે સંન્યાસી સાથે કોઈ જોરજુલમ ન કરવાં. એમણે સંન્યાસીને ઘણી વિનંતી કરી પણ તેઓ પોતાના નિર્ણયમાં એટલ રહ્યા.

 

ભય સાથે સૈનિક અધિકારીઓ સિકંદરની છાવણીમાં આવ્યા. સમ્રાટે જ્યારે સાંભળ્યું કે એના આદેશની અવગણના થઇ છે ત્યારે એના નાકનાં ટેરવાં ચડી ગયાં. સંન્યાસીને હાજર કરવા કડક આદેશ આપવા જતો હતો ત્યાં જ તેને પોતાના ગુરુ એરિસ્ટૉટલની વાત યાદ આવી. વિશ્વવિજયનું અભિયાન શરૂ કરતાં પહેલાં એમણે કહ્યું હતું કે ભારત એક અનોખો વિચિત્ર દેશ છે. ધનધાન્ય અને શૌર્યથી ભરપૂર દેશ છે. આમ છતાં પણ ત્યાં ત્યાગને જ વૈભવ માનવામાં આવે છે, ભોગને નહીં. તને ત્યાં જોવા મળશે કે ત્યાંના લોકો આધ્યાત્મચિંતનમાં અનુપમ છે.

 

સિકંદરે વિચાર્યું કે પોતાના ગુરુની આ વાતની પરીક્ષા કરવાનો સારો મોકો મળ્યો છે. સમ્રાટના આદેશની રાહ જોતા અધિકારીઓને ગંભીરતાપૂર્વક એણે એટલું જ કહ્યું કે તે પોતે જ ત્યાં જશે. બીજે દિવસે સેંકડો ઘોડા-હાથી અને સૈન્ય સાથે સિકંદર તો પહોંચી ગયો પેલા સંન્યાસીની પર્ણકૂટિએ.

 

શિયાળાનો સમય હતો, ઠંડી તેજ હવા વહેતી હતી, આમ તો પંજાબમાં ઠંડી ઘણી કડક હોય છે. એણે જોયું તો સંન્યાસી માત્ર એક લંગોટી પહેરીની ધ્યાનમાં લીન છે. તે આગળ વધ્યો અન પોતાના સેનાપતિઓ સાથે એ સંન્યાસીની સાવ નજીક આવીને ઊભો રહ્યો. આમ છતાં પણ સંન્યાસીનું ધ્યાન ન તૂટ્યું. એમના મુખમંડળ પર એવી આભા દેખાઈ કે વિશ્વવિજેતા સિકંદર પોતાની જાતને ભૂલી જઈને એમને જોતો જ રહ્યો. થોડીવાર પછી સંન્યાસી સમાધિ અવસ્થામાંથી બહાર આવ્યા. એમની સામે ફળફૂલ, શાલ, રત્નને સોનાના થાળમાં સજાવીને મૂક્યા.

 

એ જોઇને સંન્યાસીએ કહ્યું : ‘ભાઈ, ઈશ્વરનાં દીધેલ ફળફૂલ તો વૃક્ષોમાંથી દરરોજ મળી રહે છે. માતા સમી રાવી નદી દૂધ જેવું સ્વચ્છ જળ પીવા માટે આપે છે. દિવસે ભગવાન સૂર્યની ગરમી આપી દે છે ને રાતે કુટિરમાં જઈને વલ્કલ ઓઢીને પડ્યો રહું છું. તો પછી ભાઈ, મારે આ બધી ચીજવસ્તુની શી જરૂર છે ?’

 

એ સાંભળીને સિકંદરે કહ્યું : ‘શિયાળાની આટલી કડકડતી ઠંડી અને આપના શરીર પર એક વસ્ત્ર પણ નહીં ! અમે પાંચ પાંચ ગરમ વસ્ત્ર પહેરીએ છીએ છતાંય ઠંડી લાગી જાય છે !’

 

સંન્યાસીએ કહ્યું : ‘ હે રાજન ! આ બધી તો અભ્યાસની વાત છે. જેવી રીતે તમારાં નાક અને મોંને ઠંડી સહન કરવાની ટેવ પડી ગઈ છે, એ જ વાત મારા દેહને પણ લાગુ પડે છે.’

 

સિકંદર ઘૂંટણિએ પડીને એમની પાસે બેસી ગયો. તેણે કહ્યું : ‘મહારાજ, મેં એટલા બધા દેશ જીત્યા, મારી પાસે અપાર ધનરાશિ છે, અસંખ્ય દાસદાસીઓ છે, આમ છતાં પણ કોણ જાણે કેમ મારા મનમાં અશાંતિ જ રહે છે અને વધુ ને વધુ મેળવવાની લાલસા મટતી નથી.’

 

સંન્યાસીએ તેના લલાટ તરફ નજર નાખીને કહ્યું : ‘ હે યુવાન સમ્રાટ ! જેની તૃષ્ણા ગઈ નથી, તે ભલે ગમે તેટલો ધનવાન હોય પણ મનથી તો ભિખારી જ રહે છે, આ વાત તારા માટે પણ સાચી જ છે. તારી પોતાની મહત્વકાંક્ષાના આવેશમાં તેં તારી નાની ઉંમરમાં કેટલીય નારીઓને વિધવા બનાવી, કેટલાંય બાળકોને અનાથ બનાવ્યાં, કેટકેટલાંય ગામ-ખેતરો ઉજ્જડ બનાવી દીધાં ! આમ છતાંય તું તો અતૃપ્ત જ રહ્યો ! હજીયે તારા મનમાં આવી ભૂલ કરવાની પ્રબળ ઈચ્છા છે. પણ આ બધું શા માટે ? આ બધી ધનદોલત, આટલું મોટું સૈન્ય, તારે કામ આવવાનાં નથી. તારા જીવનની ઘડીમાં એક પળનો પણ ઉમેરો ન થી શકે !’

 

સિકંદરના સાથી મિત્રો આશ્ચર્ય સાથે વિચારી રહ્યા હતા કે જેની સામે મોટામાં મોટા પરાક્રમી યોદ્ધા, રાજા અને સમ્રાટો પણ પોતાનાં શિર ઝુકાવે છે; અને આજે એક મામુલી ફકીર જેવા સંત સામે હાથ જોડીને કહી રહ્યો છે : ‘મહારાજ, મારું ભવિષ્ય કેવું છે ? એ બતાવવા હું તમને વિનંતી કરું છું.’ થોડીવાર પેલા સંન્યાસી મૌન રહ્યા પછી એમણે કહ્યું : ‘ભાઈ, મને તો એવું લાગે છે કે જીવનની ઉપલબ્ધિઓની સીમાએ તું આવી પહોંચ્યો છે. આ સમયે તું ૩૩ વર્ષનો છો. આજથી ૧૨૦ દિવસ પછી તારું એહિક જીવન સમાપ્ત થઇ જશે. દુર્બાહ્ગ્યે તું તારા પોતાના પરિવારજનોને પણ નહીં મળી શકે. એનું કારણ એ છે કે તારું મૃત્યુ રસ્તામાં જ એક ગામડામાં થશે. જીવનના આ થોડા દિવસોને જો તું ભગવાનનાં ભજન અને સારાં કામ કરવામાં ગાળીશ તો તને શાંતિ મળશે. આજ સુધી તેં જોરજુલમથી ઘણાં પાસેથી લૂંટી લીધું. હવે જરૂરીયાતવાળાને, દીનદુ:ખિયાંને આપી દેવાની વ્યવસ્થા કર, એમાં જ તારું કલ્યાણ છે. તે શાશ્વત સત્ય છે કે ધન અને ધરતી કોની સાથે જતાં નથી. જેવી રીતે મનુષ્ય ખાલી હાથે આવ્યો છે, એવી જ રીતે ખાલી હાથે સંસારમાંથી ચાલ્યો જાય છે.’

 

સંન્યાસીના  સદુપદેશનો એટલો પ્રભાવ પડ્યો કે સિકંદરે પોતાના મહાન વિજયના અભિયાનમાં પૂર્વ તરફ આગળ ના વધતાં ત્યાંથી જ પાછો ફર્યો. સંન્યાસીએ કહેલા દિવસે એનું મૃત્યુ થશે એનો ભય  એના મન પર છવાઈ ગયો. એમ કહેવાય છે કે અંતિમ દિવસોમાં એના મનોભાવોમાં પરિવર્તન આવી ગયું. જેની ભ્રકુટિથી જ મોટા મોટા સેનાપતિઓ અને રાજાઓ થરથરી ઊઠતા એવું હવે એનામાં રહ્યું ના હતું.

 

ઇતિહાસમાં આ વાત પ્રસિદ્ધ છે કે બેબિલોનના એક ગામમાં મૃત્યુના દિવસે સમ્રાટે બધા મુખ્ય દરબારીઓ અને સેનાપતિઓને બોલાવ્યા અને એમને આદેશ આપ્યો કે મારાં બધાં જરઝવેરાત, આભૂષણ, હાથી, ઘોડા, રથ અને મારી પોતાની અંગત તલવારને મારા મૃત્યુ પછી મારા મૃતદેહ પાસે રાખજો. એટલું ધ્યાનમાં રાખજો કે મારા બંને હાથ કફનની બહાર ખુલ્લા રહે. એટલે લોકો પોતાની નજરે જોશે કે વિશ્વવિજેતા સમ્રાટ સિકંદર પોતાનો સમસ્ત વૈભવ પૃથ્વી પર છોડીને ખાલી હાથે પાછો જઈ રહ્યો છે !

 

(રા.જ. ૬-૧૨(૪૦)/૧૩૧-૧૩૨)

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

પૂરક માહિતી : (બ્લોગ પોસ્ટ ચિત્રને આધારિત) …

 

જગત વિજેતા થવા નીકળેલા સિકંદરે (ઈ.સ.પૂ. ૩૫૬ થી ૩૨૮) નાની વયથી જ વિશ્વ વિજેતા થવાનાં સ્વપ્ન જોવાની ટેવ પાડી હતી. એના પિતા મેસિડોનિયાના રાજા ફિલિપ બીજાની યુધ્ધપ્રતિભા, મુત્સદ્દીગીરી અને વ્યવહારબુધ્ધિ સિકંદરને વારસામાં મળ્યા હતા. તો એ સાથે માતાના ગર્વિષ્ટ અને આવેશમય સ્વભાવનું મિશ્રણ થયું હતું. આવા સિકંદરે વિરાટ સૈન્ય સાથે એક નગર પર વિજય મેળવવા માટે ચઢાઇ કરી ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. આ નગરમાંથી કોઇ રાજા, સેનાપતિ કે સૈનિકો તેની સામે લડવા આવ્યા નહીં. તેના ગુપ્તચરોએ તપાસ કરતાં જણાયું કે આ નગરમાં એકપણ પુરુષ નજરે ચડતો નથી. માત્ર સ્ત્રીઓ જ જોવા મળે છે.
સમ્રાટ સિકંદરને સવાલ જાગ્યો કે, આવી નિઃશસ્ત્ર સ્ત્રીઓ સાથે યુધ્ધ કઇ રીતે થઇ શકે? હવે શું કરવું? એ ઊંડા વિચારમાં ડૂબી ગયો. થોડા સમય પછી સિકંદરને ભૂખ લાગી ત્યારે તેણે મહિલા સમુદાયની અગ્રણી મહિલાને કહ્યું, ”મને સૂઝતું નથી. મારે શું કરવું? તમારી સાથે લડવું કઇ રીતે? તમારી પાસે કોઇ શસ્ત્ર પણ નથી. પરંતુ હાલ તો મને ભૂખ લાગી છે. કંઇક ભોજન આપો.”
થોડા સમયમાં કેટલીક સ્ત્રીઓ થાળી લઇને આવી. અને એના પર કપડું ઢાંક્યું હતું. ભૂખ્યો સિકંદર ભોજન માટે આતુર હતો એટલે તેણે તરત જ એ થાળી પરનું કપડું હટાવી દીધું. તો તે આશ્ચર્યચકિત થઇ ગયો. એ થાળીઓમાં માત્ર સોનાના અલંકારો જ હતા. ભૂખથી વ્યાકુળ સિકંદરે કહ્યું, ”અરે, આ સુવર્ણના અલંકારોને હું શું કરું? એનાથી મારી ભૂખ મટશે ખરી? અત્યારે તો રોટી જોઇએ!”
આ સાંભળી અગ્રણી મહિલાએ ઉત્તર આપ્યો, ”તમે સોનું નથી ખાતા? જો તમે માત્ર રોટી જ ખાતા હો, તો તમે બીજાની રોટી છીનવા માટે નીકળ્યા ન હોત.”
આ સાંભળી સિકંદર એકાએક ઊભો થઇ ગયો. તેણે સૈન્યને કૂચ કરવાનો આદેશ આપ્યો. અને નગરના દ્વાર પર સિકંદરે, તત્વજ્ઞાની  એરિસ્ટોટલના શિષ્યએ એક શિલાલેખ લખાવડાવ્યો, આ નગરની મહાન સ્ત્રીઓએ અજ્ઞાની સિકંદરને ખૂબ સારો બોધપાઠ આપ્યો છે.

 

સાભાર : માર્ગી સોજીત્રા (સૌજન્ય : ગુજરાત સમાચાર )

 

આજની પોસ્ટની  બંને વાર્તા આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

લ્યુકોરિઆ …( શ્વેતપ્રદર) અને હોમીઓપેથી …

લ્યુકોરિઆ …( શ્વેતપ્રદર અને હોમીઓપેથી …

 

 

મિત્રો  …સ્વાસ્થય  નો મીઠો સ્વાદ અને હોમીઓપેથી’   શ્રેણીને વધુ આગળ વધારવા આપણને ડો.પાર્થ માંકડ બાદ    ડૉ.ગ્રીવા માંકડ નો સાથ અને સહકાર  મળી રહ્યો અને તેમના દ્વારા લખેલ  લેખ  આપણે  – ‘દાદીમા ની પોટલી’ પર થોડા સમયથી નિયમિત માણતા આવીએ છીએ. આપના દ્વારા ખૂબજ સુંદર પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર અમોને મળ્યાં., જે બદલ અમો આપના આભારી છીએ.

 

ડૉ.ગ્રીવા માંકડ સફળ હોમીઓપેથીક પ્રેક્ટીસ કરી રહ્યા છે, તેઓ દર્દી ને સમજવા માં ખુબ નિપુણ અને દવાઓ ના પ્રિસ્ક્રીપ્શન માટે પણ ખુબ નિપુણ છે. અન્ય કલીનીકો જોવા ની સાથે સાથે તેઓ સ્વાસ્થ્ય હોમીઓપેથીક કલીનીક માં ખાસ સ્ત્રી રોગ અને બાળ રોગો નો વિભાગ સંભાળે છે, ને જેમાં તેમનો બહોળો અનુભવ પણ છે. હોમીઓપેથી સાથે તેઓ રેકીમાં પણ નિષ્ણાત છે, અને દર્દી ને રેકી આપીને પણ ફાયદો આપી શકે છે. તેમણે રેકી વિષય સાથે એમ . ડી. પણ કરેલું છે. આ ઉપરાંત તેઓ ફૂડ અને ન્યુટ્રીશન વિષે પણ સલાહ આપતા રહે છે. 

આજે તેમનો આ પાંચમો લેખ…  લ્યુકોરિઆ જે સામાન્ય હોવા છતાં મૂંજવી નાખતી સમસ્યા છે, લ્યુકોરિઆ – જેને આપણે શ્વેતપ્રદર તરીકે ઓળખીએ છીએ. ખૂબ દેશી ભાષામાં કહું તો શરીર ધોવાવું તે…. સ્ત્રી રોગ વિશેનો છે.   ‘દાદીમા ની પોટલી’  પર આજનો લેખ મોકલવા બદલ અમો  ડૉ.ગ્રીવા માંકડ ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

વાચક મિત્રો, મારા દરેક આર્ટીકલસ્  ને ખુબ સારો પ્રતિસાદ આપવા બદલ આપ સહુની હું આભારી છું.  હજુ  વધુ ને વધુ માહિતી, હોમિયોપેથી અને સ્ત્રી રોગો વિશેની આપ સમક્ષ પહોચાડવા અત્રે હું પ્રયત્નશીલ રહીશ. આપ આપના મૂંઝવતા કોઈ પણ પ્રશ્નને મને નિઃસંકોચ પૂછશો તો વધુ ગમશે.  આપના પ્રતિભાવ/કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ પર અહીં આવકાર્ય છે….આપના સૂચનો – અભિપ્રાય સદા અમોને માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહે છે.

  

વાચક મિત્રો, હવે પછીનો આર્ટીકલ આપની સમક્ષ મુકવા જઈ રહી છું, લ્યુકોરિઆ વિશે. રોગ ની સમજુતી અંગેના  કે પછી વિષયવસ્તુ અંગેના આપની કોઈ અગત્યની સલાહ કે આપના સૂચનો હોય તો જરૂરથી પ્રતિભાવ દ્વારા અહીં મુકશો એવી હું આપને વિનંતી કરું છું.  આપને મારા દ્વારા વધુ ને વધુ જાણકારી મળતી રહે એ દિશામાં હું હંમેશ પ્રયત્નશીલ રહીશ.

 

આપણે અગાઉના આર્ટીકલ્સ માં ઋતુસ્ત્રાવ સંબંધિત વિવિધ અનિયમિતતાઓ ને સમજી, હવે આપણે લ્યુકોરિઆ જે સામાન્ય હોવા છતાં મૂંજવી નાખતી સમસ્યા છે , એ સમજીશું.

લ્યુકોરિઆ – જેને આપણે શ્વેતપ્રદર તરીકે ઓળખીએ છીએ. ખૂબ દેશી ભાષામાં કહું તો શરીર ધોવાવું તે….

આમ તો, સ્ત્રીના યોનિમાર્ગ તેમજ બીજા જનનાંગો ની અન્તઃસ્ત્રવી ગ્રંથીઓ સાથેની સમતુલાના પરિણામે થોડો ઘણો સ્ત્રાવ તો થતો જ રહેતો હોય છે,જે ગંધહીન તેમજ ચોખ્ખા પ્રવાહી સ્વરૂપે હોય છે. આ રીતે થતો સ્ત્રાવ એ યોનીમાર્ગની સ્વસ્થતા જાળવી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે ,કારણકે તે બેક્ટેરિયા કે બીજા સુક્ષ્મ જંતુઓ ને યોનિમાર્ગમાંથી બહાર કાઢવાનું કામ કરે છે;

લ્યુકોરિઆ એ યોનિમાર્ગ (વજૈના)માં થી થતો જાડો સફેદ કે પીળાશ પડતો ડીસ્ચાર્જ . યોનિમાર્ગ દ્વારા થતો સ્ત્રાવ ત્યારે લ્યુકોરિઆ કહેવાય છે જયારે,એ વધુ પડતો,તીવ્ર કે ગંદી વાસ ધરાવતો કે પછી લોહીના ડાઘા સાથે હોય.
લ્યુકોરિઆ થવા પાછળ ઘણા પરિબળો જવાબદાર હોય છે. સ્ત્રીમાં પ્રજનન માર્ગ એમાં ભીનાશનું પરિબળ હોવાને લીધે વારંવાર સહેલાઈથી ચેપગ્રસ્ત થઈ શકે છે જે ક્યાંક ને ક્યાંક લ્યુકોરિઆ થવા માટે જવાબદાર છે. જે શરૂઆત થી જ યોગ્ય સારવાર ન કરવામાં આવે તો લાંબા ગાળાની તકલીફમાં પરિણમે છે ।

 

લ્યુકોરિઆ એ આમ તો લગભગ બધી સ્ત્રીઓ દ્વારા કોઈ ન કોઈ સમયે અનુભવતી સર્વસામાન્ય તકલીફ છે જે થોડા અઠવાડિયા કે પછી અમુક મહિના સુધી ચાલી શકે તેમજ વખતોવખત હાજરી કે ગેરહાજરી નોંધાવતો રહે છે.

 

કિશોરાવસ્થામાં લ્યુકોરિઆ :

 

કીશોરીમાં જયારે માસિક શરુ થાય એના થોડા સમય પહેલા અને પછીના ગાળામાં આ તકલીફ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. જે તેના પુખ્તતા સંબંધિત અન્તઃસ્ત્રવી ગ્રંથીઓની કામગીરીને પરિણામે હોય છે તેમજ થોડા સમય માટે રહે છે ।

 

લ્યુકોરીઆના કારણો:

 

ટ્રાઈકોમોનાલ વજૈનાઈટીસ

મોનીલીઅલ વજૈનાઈટીસ

સર્વિસાઈટીસ

અન્તઃસ્ત્રાવી અવ્યવસ્થા

અયોગ્ય જીવનશૈલી

સ્વાસ્થ્યપ્રદ ના હોય એવું આજુબાજુનું વાતાવરણ

અયોગ્ય ફૂડ હેબીટ્સ

મૂત્રમાર્ગમાં ચેપ

ગોનોરિઆ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડિસીઝ

પ્રજનન્માર્ગના કોઈ પણ કેન્સર

ખંજવાળને લીધે થયેલી ઈજા

 

વિવિધ ચેપ : બેક્ટેરીઆ, ફૂગ કે પેરાસાઇટ્સ દ્વારા

 

સાઈકોજનિક કારણોમાં: ચિંતિત સ્વભાવ, ડર, કામનો માનસિક ભાર, કે પછી લાંબા સમયથી સેક્સની ઈચ્છા અતૃપ્ત રહી જવી અનિમિઆ.

 

 

લ્યુકોરીઆના લક્ષણો:

 

યોનિમાર્ગમાં બળતરા (જે રાત્રે વધુ જોવા મળે)

થાક લાગવો

કેડની આજુબાજુ દુખાવો થવો

કબજિયાત

વારંવાર થતો માથાનો દુખાવો

 

લ્યુકોરીઆના ઉપાયો:

 

વારંવાર પજવતી આ તકલીફ સ્ત્રીને માનસિક રીતે થકવી નાખતી હોય છે. ઘણી વખત એવા કેસીસ પણ જોયા છે જેમાં એ સ્ત્રીની માસિક વ્યવસ્થા સિવાયનો આખો મહિનો શ્વેત પ્રદર થવામાં જ જતો રહે! માટે જ, યોગ્ય કારણ જાણી તેનો જો જડ્મૂળ થી ઉપાય કરવામાં આવે એ વધુ જરૂરી છે.

 

સૌ પ્રથમ આપણે અમલમાં તુરંત મૂકી શકાય એવા ઉપાયો જોઈ લઈએ.

 

• યોનીમાંર્ગની નિયમિત સફાઈ (આ માટે પાણી સાથે તાજા લીંબુનો રસ વાપરી શકાય)

• દરરોજ વહેલી સવારે કટિસ્નાન કરી શકાય

• પુરતો અને યોગ્ય આહાર

• પુરતી ઊંઘ

• યોગ્ય કસરત તેમજ આસનો (ખાસ કરીને વજ્રાસન, સર્વાંગાસન )

• પ્રાણાયામ

• કબજિયાત દુર કરવા માટે દરરોજ રાતે સુતા પહેલા તેમજ સવારે ઉઠીને એક ગ્લાસ્સ ગરમ પાણી લઇ શકાય અથવા બીજો કોઈ અનુકૂળ ઉપાય અજમાવી શકાય

 

આ ઉપરાંત, હોમિયોપેથીમાં ખુબ બધી દવાઓ ઘણી ઉપયોગી નીવડતી હોય છે. સ્ત્રીની મુળભૂત પ્રકૃતિ,જીવનમાં અલગ અલગ ઘટનાઓ પ્રત્યેનો માનસિક અભિગમ,તાણ, ચિંતા વગેરે તો ખરું જ ઉપરાંત, એને થતા શ્વેતપ્રદરનું પ્રમાણ, સમયગાળો, એનો રંગ, ગન્ધ,ઉગ્રતા – આ બધું જ સમજીને એકદમ વ્યક્તિગત રીતે નક્કી કરાયેલ દવા જ સચોટ અસર કરે છે. અલગ અલગ ઉપયોગી દવાઓ નીચે મુજબ છે.

Alumina

Borax

Graphites

Ferrum met

flouric acid

calcarea carb

calcarea phos

sulphur

phosphorus

pulsatilla

lilium tigrinum

sepia

kali bich

nitric acid

hydrastis

kreosote

ઉપરાંત બીજી ઘણી બધી…

 

પ્લેસીબો:

એક ઘરગથ્થુ (છતાં કડવા) ઉપાય તરીકે બાફેલી ભીંડી(લેડિઝ ફીન્ગર) નો રસ લ્યુકોરીઆને ઠીક કરવા ઉત્તમ કામ આપે છે ।

 

બ્લોગ લીંક: http://das.desais.net –  ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

આપને આજનો લેખ પસંદ આવ્યો હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, જે ડૉ.ગ્રીવા -લેખિકાની કલમને  સદા બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ આ પ્રકારના લેખ મૂકવા માટે પ્રેરણાદાયી બની રહેશે. આભાર ..! ‘દાદીમા ની પોટલી’.

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ગ્રીવા માંકડ… આપને શક્ય એટલો ઝડપી જવાબ બ્લોગ પર આપવા પ્રયત્ન કરશે. જો કોઈ પણ ને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતાજાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેકટ [email protected] ઉપર અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા પૂરી વિગત – જેવી કે, વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત -રીપોર્ટ ની જાણકારી મોકલવી. તમોને તમારા email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપીશું. ” 

 

ખાસ વિશેષ જાણકારી :

આપને જણાવતા અમોને આનંદ થાય છે કે ડૉ.પાર્થ માંકડ દ્વારા હોમીઓપેથી ના મૂળ સિદ્ધાંતો તેમજ સ્વાસ્થ્ય અને હોમીઓપેથી ની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘ સ્વાસ્થય નો મીઠો સ્વાદ – હોમીઓપેથી ‘ બહાર પાડવામાં આવેલ છે અને જેનું વિમોચન જાણીતા લેખક શ્રી જય વસાવડા તેમ જ કવિ શ્રી તુષાર શુક્લા ના વરદહસ્તે હમણાં જ કરવામાં આવેલ હતું. પુસ્તક મેળવવા અથવા તે વિશે વિશેષ જાણકારી મેળવવા માટે ડૉ. પાર્થ માંકડ અથવા ડૉ. ગ્રીવા માંકડ નો મેઈલ દ્વારા સંપર્ક કરવા વિનંતી.

આભાર ! ‘દાદીમા ની પોટલી’

વિરલ સાધના …

વિરલ સાધના …
– પ્રવાજિકા વેદાન્તપ્રાણા …

 

 

તે દિવસે સાંજ પાડવા આવી. પશ્ચિમની ક્ષિતિજમાં સૂર્ય આથમી રહ્યો છે. ચારે બાજુ લીલાંછમ ખેતરો, શિયાળાની સારી એવી ઠંડી છે.

 

દૂર એક નાનકડી માટીની કુટિર છે. નાની એવી પરસાળ છે. ત્યાં એક નિષ્કંપ મૂર્તિ –તેણે સફેદ ધોતી, શરીરે એક ચાદર લપેટી છે. કાળા અને સફેદ વાળની દાઢી. બંને આંખો મીંચેલી. અચાનક નિસ્તબ્ધતાનો ભંગ કરતો એક શબ્દ સંભળાયો – ‘ઓ ! સાધુબાબા, તમારા તરફ એક સાપ જાય છે.’

 

પરંતુ સાધુબાબા તરફથી કોઈ પ્રતિક્રિયા થઇ નહિ. જોવા મળ્યું કે એક વિશાળ કાળો ડિબાંગ સાપ કુટિર તરફ જાય છે. પાસે આવીને ફેણ ચઢાવીને થોડો ડોલવા લાગ્યો. ત્યારબાદ માથું નીચું કરી સાપ વળી ખેતર તરફ ચાલ્યો ગયો. દૂર ઊભેલો ખેડૂત હવે ધીરે ધીરે આગળ આવ્યો. તેના હાથમાં એક નાનકડી થાળી, પાંદડાથી બે રોટલી ઢાંકી છે અને લોટામાં દૂધ. ભોજન રાખીને તે પેલા ધ્યાનમગ્ન મૂર્તિને પ્રણામ કરીને ચાલ્યો ગયો.

 

ચારે તરફ ત્યારે સંધ્યા ઊતરી આવી. આકાશના ખૂણામાં સંધ્યા ખીલી છે. પંખીઓ પોતાના માળા તરફ ઉડતાં ઉડતાં શબ્દોના તરંગ આકાશમાં ગુંજાવે છે. બે-એક કૌંચ પક્ષી આ બાજુ, પેલી બાજુ ખોરાકની શોધમાં ફરે છે. પણ કુટિરનું તો એ જ ચિત્ર. એક વ્યક્તિ મૂર્તિની જેમ બેસી રહી છે.

 

રાત ક્રમશ: ગાઢ બની છે. પહેલા પહોરમાં શિયાળવાંના સાદ સંભળાય છે. તેઓ રાત્રીના પહેરદાર છે. ગળામાં જાણે ઘંટ વગાડે – હજુ એક પ્રહર વિત્યો. રાતે બાર વાગે તે માણસનું ધ્યાન ભાંગ્યું. અંધારમાં જાણે કોઈ પ્રશ્ન કરે – કોનું આટલું બધું ધ્યાન કરો છો ? તેનો ઉત્તર સૂરિલા ગુરુગંભીર સ્વરમાં મળ્યો – ‘આકાશનું.’

 

– એ કેવું ? કોઈ દેવતાનું ધ્યાન નહિ ને આકાશનું ?

– ‘આકાશ તો દેવતા – ધુલોક.

‘आकाशो वै नामरूपयोर्निर्वहिता
ते यदन्तरा तद ब्रह्म तदमृतं स आत्मा |’

આકાશ જ તો નામ-રૂપનું પ્રકાશક, એ નામ-રૂપ જેમાં રહેલું છે તે જ બ્રહ્મ છે, તે જ અમૃત છે, તે જ આત્મા છે.’

– ‘ઓ ! આકાશ વળી દેવતા છે ?’

– ‘જુઓ, જેનું દેવતા કહીને ચિંતન કરીએ તે જ દેવતારૂપે આત્માપ્રકાશ કરે.’

હવે ભોલો આગળ આવ્યો અને બોલ્યો : ‘ હવે થોડું ખાઈ લો. દૂધ અને રોટલી ખેડૂભાઇ ડમરુ આપી ગયો છે. ધ્યાનથી ઊઠીને સાધુ હસતો હસતો આવે છે. મનમાં પ્રભુને નિવેદન કરીને ધીમે ધીમે ખાઈ લીધું.

ભોલાએ કહ્યું : હવે હું ઓસરીમાં સૂઈ જાઉં છું. તમે ઓરડામાં સૂઓ.

સાધુ બોલ્યા : ના, ના તમે અંદર સૂઓ – રાતે અતિથી આવી શકે. તમને જોઇને નારાજ થઈને કંઈક કરી નાખે. તમે અંદર જાઓ, હું બહાર રહીશ.

રાતના ત્રણ વાગ્યા. ભોલાને કંઈક અવાજ સંભાળ્યો અને બહાર આવ્યો. ચાંદનીના પ્રકાશમાં સાધુની ધ્યાનમૂર્તિ અને તેમની સામે કાળા સાપનું માથું ઝૂલે છે. ભોલો તો અચરજ પામ્યો. બોલાવે તો સાપ ડંશ મારશે. રહેવા દે, કશું નથી કરવું. જોવા દે અંતે શું થાય છે ? ભોલો ચૂપચાપ બેસી રહ્યો. એક વાર તેને એમ લાગ્યું કે જાણે સાપમાંથી એક પ્રકાશ પથરાય છે. તેનાથી સાધકનાં અંગ જ્યોતિર્મય ઉજ્જવળ લાગે છે. છેવટે સાપ ક્યાં જતો રહ્યો ! સાધુનું અંગ દિવ્ય જ્યોતિથી ઘેરાઈ ગયું. બીજું કંઈ યાદ રહ્યું નહિ. ભોલો સૂઈ ગયો.

 

 

સવારે સાધુના સાદથી ભોલાની ઊંઘ ઊડી. જોયું તો સાધુ સ્નાન કરીને આસાન પર બેસવાની તૈયારી કરે છે. મુખ બહુ પ્રસન્ન અને ઉજ્જવળ છે. ભોલાએ પૂછ્યું : ‘સાપનું શું થયું ? કાલે તો તમારી સામે સાપ ઝૂલતો હતો. વળી એમ લાગ્યું કે હમણાં ડંશ દેશે. પછી હું ઊંઘી ગયો.’

 

સાધુ હવે સ્મિત કરતા બોલ્યા : ‘જો અહિંસામાં પ્રતિષ્ઠિત થાય તો કોઈ પ્રાણી હિંસા કરે નહિ અને એ તો શિવનો સાપ; જોયું નહિ, કેવો ઉજ્જવળ પ્રકાશ ફેલાવતો હતો ?’

 

– અરે, બાબા ! શિવનો આટલો મોટો સાપ ! તો તમારી પાસે શા માટે આવ્યો હતો ?

 

– આવ્યો હતો, જેથી મારું ધ્યાન-બયાન વધારે સારું થાય. જુઓ ને કેવો સામે ઊભો રહે. એવી ભંગિમાં બેસીએ તો આપણામાં જે સાપ સૂતો છે તે પણ ફેણ ચડાવીને સીધો થઇ ડોલવા લાગે; તે ડોલે તો બધું જ્યોતિર્મય.

 

– ઓહો, યાદ આવે છે, તમારી ચારે બાજુ પણ પ્રકાશ જોયો.

– એમ ? હા, હોઈ શકે.

ભોલા હવે સાધુ તરફ જુએ છે. તમારી આવી નાની ઉંમરમાં તમે શા માટે બધું છોડીને ચાલી નીકળ્યા છો ? શું મળું ?

– મળે વળી શું ? મળશે એમ માનીને તો આવ્યો છું. તે આશામાં ને આશામાં દિવસ વીતાવું છું.

– તો તો પછી તમને કોઈ શક્તિ પ્રાપ્ત થઇ છે ? રોગ નિવારવો, સમસ્યાનું નિરાકરણ કરવું, અથવા પરીક્ષામાં પાસ કરાવી શકો ? જો આ બધું કરી શકો તો ઘણો લોકોને અહીં બોલાવી લાવું. આ ખેતરમાં મોટો આશ્રમ થઇ જશે.

હવે સાધુ હસે છે.

હું આ બધું કંઈ જ કરી શકું નહિ, કશુય જાણું પણ નહિ. કેવળ આકાશની જેમ વિરાટ થવા ઈચ્છું છું, તેનું જ ધ્યાન કરું છું. જોતો નથી – કેટલા લાખ લાખ તારા, ચંદ્ર, સૂર્ય, આકાશમાં ઊગે છે, અસ્ત પામે છે, ફરી ઊગે છે ! કેવું ચલાયમાન છે. આ જુઓ, સૂર્યોદયથી દિવસનું ચાલવાનું શરૂ થાય, તે પછી અટકે નહિ. સૂર્ય અસ્ત પામે, તો પણ ચાલતો રહે. અંધારું થાય. આ અંધકારમાં કાલ પણ કાળો થઈને ભળી જાય. આ દિવસ રાતનો પ્રકાશ અને કાલની રમત ! કાલ કેવળ ગતિ કરે – કોઈની પણ અટકીને પ્રતીક્ષા ના કરે. આપણે જ સમયની પ્રતીક્ષામાં રહીએ છીએ. જઈએ, સમય થયો.

ભોલો આ સાંભળીને બોલ્યો : હા, તેથી તમે સમય બગાડ્યા વગર આખો વખત તે કાળની પાછળ દોડ્યે જાઓ છો.

સાધુને દિવસરાતનો કોઈ ભેદ નથી. કેવળ ભિક્ષાન્ન એક વાર ગ્રહણ કરે અને અંતરના ગહનતમમાં મન લગાડીને બેસી રહે.

સાધુની કુટીર પાસે એક સીતાફળનું ઝાડ છે; કાળાં કાળાં પાંદડાં, માધ્યમ ઊંચાઈ. ત્યાં કેવળ સવાર સાંજ પક્ષીઓ કલરવ કરે.

ભોલો કામકાજ માટે જાય, તેનું ઘર બહુ દૂર છે. વચ્ચે વચ્ચે અહીં આવે. સાધુ પાસે રાત વીતાવે. મનમાં ઈચ્છા કે સાધુસંગ કરું. પરંતુ સાધુ બીજું કંઈ વિશેષ બોલે નહિ. આ રીતે ભોલા આવ-જા કરે, છતાય સાધુના મનનો તાગ પામતો નથી.

એક દિવસ સાંજે ભોલો ખેતરમાં કામ કરીને તેની પગદંડીએથી થાક્યો-પાક્યો પાછો ફરે છે. સંસારની ઘાણીનો જાણે બળદ. સાધુ તો હંમેશની માફક ધ્યાનમગ્ન. થોડીવાર પછી સાધુએ આંખો ખોલી. તેમણે ભોલાને જોયો અને બોલ્યા : ભોલા, આજ મને કંઈક ખવડાવી શકીશ ? ભોલો તો અવાક !

– કેમ, ખેડૂભાઇ ભોજન લાવ્યો નથી ?

– ના, લાવવાની નાં કહી હતી, ઈચ્છા થઇ કે સ્મશાન ચિત્તાની આગ પર રાંધેલ થોડો ભાત ખાંઉ.

– અરે રે બાબા, સ્મશાન તો ક્યાય છેટું છે ? આટલી મોડી રાતે ત્યાં કોણ જશે ?

– જાઓ ને, હાંડીમાં થોડા ચોખા છે. બાફીને લાવો.

– ઠીક તો જાઉં છું. રામ, રામ, રામ. વળી ભૂતનો ભય પણ છે.

– ભય કંઈનથી. તમે થોડા ચોખા પકાવી લાવો.

ભોલો વાસણ લઈને અંધારમાં સ્મશાન તરફ રવાના થયો. આવીને જોયું. ચિતા ધક ધક સળગે છે. શબને સળગાવીને ડાઘુઓ ચાલ્યા ગયા છે. પરંતુ ચિતા હજુ સારી રીતે ઓલવાણી નથી. હવે તેને ફૂંક મારી અને બે ઇંટો મૂકી તેના પર ચોખા મૂક્યા. મનમાં ભોલો વિચાર કરે છે કે સાધુબાબાની તે વળી આ કેવી ઈચ્છા ! ભાત લગભગ થઇ ગયા છે, તે વખતે એક હુંકાર સંભળાયો. ભોલાએ ડરથી જોયું, એક દીર્ધ જટાજૂટધારી પુરુષ.

ભોલાને ઇશારાથી બોલાવે છે અને કહ્યું : ‘પુરન્દર, આ ભાત ખાવા ઈચ્છે છે ? આ લે ઘી પણ લે. આ વખતે તેને સિદ્ધી મળશે – સમય થઇ ગયો છે. હવે રહેશે નહિ. પ્રાણ છૂટે ત્યારે અહીં લાવજે. તે એકવીસ દિવસ આસન પર બેસશે પછી દેહત્યાગ કરશે, સમજ્યોને ! હવે તે આકાશની જેમ ચાવાઈ જશે. જા જલ્દી જા, મોડું કરીશ નહિ.

હતભ્રમ ભોલો હાંડી લઈને રવાના થયો. પાછો આવીને કંઈ બોલ્યો નહિ. સાધુને ભોજન કરાવ્યું. સાધુ જમતાં જમતાં ચમકી ગયો અને પૂછ્યું : ભાતમાં ઘી કોણ આપ્યું ? બરાબર, બતાવ. તે કોણે જોયા હતા ? ભોલાની આંખમાં આંસુ; પછી બોલ્યો : એક મહાપુરુષ ! કેવી અદભુત મૂર્તિ ! તેણે તમારે માટે ઘી આપ્યું અને …

સાધુ : બીજું શું કહ્યું, કહે ?

ભોલા : એકવીસ દિવસમાં તમને સિદ્ધ લાભ થશે.

સાધુ : ગુરુદેવ, ગુરુદેવ આવ્યા હતા. ભોલા –તે ક્યાં છે ?

ભોલા : અંધારામાં ચાલ્યા ગયા.

ભોજન થઇ ગયું. થોડો વિશ્રામ કર્યો. ત્યારબાદ પ્રગાઢ રાત્રે જ્યારે શિયાળનો અવાજ સંભળાયો ત્યારે ચૂપચાપ પગલે સાધુ ઘરની બહાર નીકળ્યા.

ભોલો જાગે છે. તેણે જોયું કે સાધુ ગોઠણિયે પાડીને ધરતી માને પ્રણામ કરીને કહે છે : માં, મને ક્ષમા કરો. તમારા દાનથી આ શરીર પુષ્ટ થયું છે. આજે એ દેહમાં પરમાત્મા સાથે મિલન થશે પછી તે દેહને પાછો આપીશ. પંચભૂતમાં આ સ્થૂળ શરીર ભલી જશે.

વળી ઊઠીને, આસન પાથરીને, કોઈકને ઉદેશીને સાષ્ટાંગ પ્રણામ કરે છે, પછી હસીને ભોલાને કહ્યું : એકવીસ દિવસ પછી તારી છુટ્ટી ; ભલે હવે હું જાઉં.

ધીમા પગલે આસન પર બેઠા. ઔમકાર ધ્વનિ ગંભીર થઈને ગંભીરતર થયો.

સાધુ અંતરના ગહનમાં ચિરકાલની માફક ડૂબી ગયો. ભોલો અપેક્ષા કરે છે.

(રા.જ. ૨-૧૨(૧૯)૫૦૬-૫૦૯)

 

બ્લોગ લીંક : http://das.desais.net
e mail : [email protected]

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.