ધ્યાન …( ભાગ -૩ ) …

ધ્યાન … ( ભાગ -૩ ) …

 

માત્ર ગુણો કેળવવા, તેને આત્મસાત કરવા તે જ સાધના નથી, સાચી મજા તો ધ્યાનમાં – એનામાં લીન થઇ જવામાં છે. ધ્યાન, ત્રાટક આદિ ક્રિયાઓ વિશે આજકાલ લોકોમાં કેટલીએ ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે તેથી તે અંગે સાચી સમજણ જરુરી છે.

 

ડૉ. ઝરણાજી દ્વારા આ અગાઉ ધ્યાન – યોગ .. (મેડિટેશન) … વિષયે (તારીખ :૨ બીજી તેમજ ૨૧ મી ઓગસ્ટ,૨૦૧૨) ની પોસ્ટ દ્વારા ‘ધ્યાન દ્વારા રોગ ને દૂર કેમ રાખવા …’ તેમજ ‘ધ્યાન વિષે વધુ ઊંડી સમજણ …(ભાગ-૨)’ દ્વારા પ્રાથમિક જાણકારી મેળવી …

અમોને ખુશી છે કે આપના તરફથી સારા પ્રતિભાવ મળ્યાં. આપના સાનુકુળ પ્રતિભાવ બદલ અમો આપના અંતરપૂર્વકથી આભારી છીએ. તો ચાલો આજે ‘ધ્યાન …’  વિષય પર થોડી વધુ પ્રાથમિક જાણકારી મેળવવા કોશિશ કરીશું અને ઉપરોક્ત શ્રેણી માં આગળ જાણીએ   …

‘દાદીમા ની પોટલી’ પર ડૉ. ઝરણાબેન દ્વારા …. ‘ધ્યાન’  અંગેની  ઉપરોક્ત પોસ્ટ મોકલવા બદલ અમો તેમના અંતરપૂર્વક્થી આભારી છીએ…”

 

ધ્યાન—પુર્વ પરિચય અને પ્રાયોગિક પક્ષ નું મહત્વ…

 

આપણા વૈદિક કાલથી એક પ્રચલિત લોકવાયકા એવી છે કે જો કોઈ માનવી ધ્યાન, તપ, તપસ્યા, સાધના મા આગળ વધવાની ભાવના ધરાવતું હોય તો તે માનવીએ પોતે રચેલ, પોતાની આજુબાજુ રચાયેલ સંસાર, મોહ, માયા, ભોગ, રાગ, રંગ, દરેક નો ત્યાગ કરવો પડે અને ઘર-બાર, બૈરી-છોકરા, માતા-પિતા, ભાઈ બંધુ, સગાસ્નેહી દરેકને છોડીને કાંટાળી કેડીએ, દુખોને સહન કરવા માટે જંગલમાં નીકળવું પડે, ભુખ પ્યાસ હવા પાણી ઊંઘ આ દરેકને ભૂલી જવા પડે, ચલાવી લેવું પડે, સહન કરવું પડે.

 

ધ્યાન જગત આ બધાથી કંઇક ભિન્ન છે, અનોખું છે, અનંત પ્રકારની સુખમય પરિસ્થિતિ લાવનારું છે. પરંતુ આ સુખમય પરિસ્થિતિ નું સર્જન કેમ કરીને કરવું. અહી સાધનોની આવશ્યકતા એટલી બધી નથી જેટલી સાધનાની આવશ્યકતા છે. સુવિધાઓથી ભરપુર એક એવી જગ્યા જ્યાં આપણને વિચારવાનો કે પલક જપકાવાનો પણ સમય નથી કે આપણે સમયની હવે પછીની આવતી ક્ષણ માટે અંદર જાગૃતિ આણીએ. સમય ને કેવો આપણે સરકતો જોઈ રહ્યા છે. રાત ને નિદ્રાના ૭ કલાક અને દિવસની જાગૃતિ ના સમયના ૭ કલાક બંને આપણને ટુંકા અને લાંબા લાગે છે. એનું કારણ છે કે આપણા શરીરમાં દિવસના સમયે ઘણી બધી એવી જગ્યા છે કે જાગી જઈએ છીએ અને રાતે એવી ઘણી બધી જગ્યા છે કે જ્યાં આપણે સંપૂર્ણ પણે, અર્ધ પણે, અપૂર્ણ પણે સુતેલા હોઈએ છીએ.

 

ધ્યાન ની ભાષા ને સમજવી છે તો આપણે ધ્યાન માટેની જરૂરી એવી શક્તિને જમા કરીએ.

આ શક્તિ ના સ્વરૂપ ને આકાર ને વ્યાખ્યા આપીએ.

આપણે એક વ્યક્તિને ધ્યાન કરવા બેસાડીએ.

 

વ્યક્તિ જમીન ઉપર ચટાઈ, ચાદર, શેતરંજી, આસન પાથરીને બેઠી છે. (ધ્યાન કયા કયા ન કરવું અથવા કયા કયા ધ્યાન કરવાની કોશિશ ન કરવી.

જે ધ્યાન આપણે કહીએ છીએ જેમ કે ટટ્ટાર બેસીને, હાલ્યા ચાલ્યા વગર, આંખ બંધ કરી કલાકો ના કલાકો બેસી રેહવું.  ધ્યાન માટે બેઠેલી વ્યક્તિ ને બીજી શું શું આવશ્યકતા હોય. વાતાવરણમાં નીરવ શાંતિ હોય, આપણી અંદર સતત ચાલી રહેલા ઉત્પાતો, વ્યાકુળતા, જન્જાવત, ગડમથલ, ચિંતાઓ, ફરી યાદોનો ઉભરો, જાતજાતના મનસુખા, હજારો લાખો અંદર ધરબાયેલી ઈચ્છાઓ, આગળની પળોમાં કરવાના કામો વિશેના આપણા ધડમાથા વગરના વિચારો, આ બધામાં એક વ્યક્તિ કયા નીરાંતનો શ્વાસ પણ લઇ શકે છે કે શાંત ચિતે હાલ્યા ચાલ્યા વગર ધ્યાનમાં બેસે.

 

ધ્યાન માટે બેસનાર વ્યક્તિની હજુ એક જરૂરિયાત – સમય ની સુવિધા, મનોમન ધ્યાનમાં બેસવાની રસ્પુર્વકની ભાવના – આ બધું પણ ખાસ જરૂરી છે જેનાથી ધ્યાન ની ક્રિયા પૂરી થયી શકે.

 

પરંતુ હજુ પણ કંઇક ખૂટે છે એ છે આપણા શરીર, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, દરેકની એક મેક સાથેની ભીતરની તાદાત્મ્યતા.

ધ્યાનમાં આ એકસુર ની શક્યતા ક્યારે હોઈ શકે?

 

જયારે ધ્યાન મા બેસેલી વ્યક્તિ તથા ધ્યાન કરાવનાર વ્યક્તિની એવી તીવ્ર, અતિ ઉગ્ર એવી ધ્યાન કરનાર ની ઈચ્છા થકી આગળ માર્ગ મોકળો થાય.

 

ધ્યાન ની મહત્તા જીવનમાં ક્યારે ઉભી થાય?

 

આપણે બે ત્રણ લેખ થી એક જ ખાસ વાત કરીએ છે કે  જેની ઉપર વધારે આગ્રહ રાખીએ છીએ કે જે ધ્યાનમા આગળ વધવા માંગે છે તેની માટે ધ્યાન મગ્નતામા સ્વયમ ને ખોઈ દેવું, કુદરત સાથે એકતા અનુભવવી, ઈશ્વરના સંદેશવાહક બની જવું,અજવાશ પામીને બીજાના જીવનમાં પણ અજવાળું પાથરવું.

આવા અનુભવો ત્યારેજ શક્ય છે જયારે જીવનમાં અમુક પ્રકાર ની આપણે હાથે કરીને કશી વાંધા જનક પ્રવૃત્તિ મા પોતાની જાત ને રોકીને, ઇન્વોલ્વ કરીને ન રાખી હોય જેમકે …

૧.  અનિયમિત પણે જીવાતું જીવન.. સુવાના સમયે ઉજાગરા અને જાગવાના સમયે આળસ કરીને પડ્યા રહેવું.

૨.  અનિયમિત અને અયોગ્ય આહાર થકી પોતાના આરોગ્ય અને માનસિકતાને હાનિ પહોચાડી દીધી હોય છે.

૩.  અયોગ્ય વ્યક્તિના સંગ ને કારણે વણજોઈતી આદતોના શિકાર થવું જેમ કે દારૂ,જુગાર,ચોરી,ધોકાબાજી.

૪.  જીવન ના કપરા સમયે દુખી હ્રદય થકી વણજોઇતો કરેલો સંતાપ.

૫.  સમાજની પ્રતિષ્ઠા મેળવવા માટે પોલીટીક્સ મા આડંબર ભર્યું જીવન જીવવું.

૬.  આપણા હાથે દુર્બુદ્ધિ થકી અયોગ્ય ગુનાહિત કાર્યો ની વણજાર સતત ચાલુ રાખવી.

૭.  આપણા મનમાં કપટ ,ચાલાકી,દેખાડો,કાવાદાવા ને ભરીને રાખવા અને સમય આવે ત્યારે પોતાનું પોત પ્રકાશવું.

 

આપણી પ્રતિભા ને આપણે ઓળખી લેવી જરૂરી છે.

 

 

આપણે હમણાં કયા પ્રકારનું જીવન આપનાવ્યું છે, તે સૌ કોઈ પોતાના અંતરાત્માને પૂછે.

 

પોતાનું સ્વરૂપ ઓળખીને મનના દ્વારેથી અંતર્જગત ની યાત્રા નો આરંભ બહુ સરળ અને સહજ થઇ જાય છે.

ધ્યાન ને પોતાના જીવનમાં વણવા માટે આપણા જીવનમા સૌ પ્રથમ આપણે પ્રાથમિક પગલા લેવા જરૂરી છે.

આવો મનુષ્ય ના સ્વભાવની એવી રીતે છણાવટ કરીએ અને પોતાની જગ્યા,પોતાની અનુરૂપતા ક્યાં છે તેના દર્શન કરીએ.

 

૧.  શું મને કુદરત સાથે મિત્રતા છે?

૨.  શું હું અન્યને સહાયરૂપ થઇ રહેલ છુ?

૩.  શું મારી પાસે જ્ઞાન આપવાવાળા અને મને દીક્ષિત કરવા હેતુ કોઈ ગુરુ ની પ્રાપ્તિ થઇ છે?

૪.  શું મારા જીવનમાં હું ગુણોના વિકાસને અને દુર્ગુણોને ત્યાગવા બાબતે મહત્વ આપું છુ?

૫.  મારી અંદર કુદરતી ખજાના પ્રત્યે સભાનતા અને પશુ પક્ષીઓ ,દરેક જીવ માત્ર પ્રત્યે કરુણા છે?

 

આવો મિત્રો આપણે આપણા જવાબો ને પોતે જ ચકાસીએ.

આ એક એવું ધ્યાન છે જેમાં કુદરત તરફથી આશીર્વાદો ના અમીછાંટણા આપણી ઉપર વરસી શકે તેમ છે.

આ બાબતની નોંધ લેવાનું શરુ કરો, જીવનમાં ધ્યાન ની પળોમાં આપોઆપ ઉતરતા જશો એ વાત ચોક્કસ છે.

આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે પોતાની અંદર ધ્યાન માટેની ક્ષમતા ને જાગૃત કરવાની જેની મહત્વકાંક્ષા છે તે સૌએ હકીકતમાં પ્રાયોગિક શિબિર મા હાજરી આપવી જરૂરી છે.

જીવનમાં જીવન જીવવાની કળાનો વિકાસ કરવા અર્થે ધ્યાન શિબિર ની પ્રાથમિક જાણકારી અર્થે આપ સૌને વધુ માહિતી અહી મળશે.

ડો ઝરણાં ૯૮૬૭૭૧૬૦૧૫ – મુંબઈ.

– ડૉ. ઝરણા દોશી

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

આપને આજની પોસ્ટ પસંદ આવે તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી ડૉ.ઝરણાબેન ના પ્રયાસને યોગ્ય પ્રતિસાદ આપશો. જે અમોનેપ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે અને લેખિકાની કલમને બળ પૂરશે. ….

 

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા ‘ – યોગ – મેડિટેશન- ધ્યાન’  અંગેના કે જીવન ની સમસ્યા અંગેના કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ઝરણા દોશી … આપને તેનો જવાબ બ્લોગ પર આપવા જરૂર પ્રયત્ન કરશે. અથવા આપને ઉદભવતા કે મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે  Privacy / અંગતતા – જાળવવા ઇચ્છતા હોય તો આપની સમસ્યા ની વિગત ડાયરેક્ટ [email protected] ઉપર અથવા ડૉ.ઝરણા દોશી ને [email protected]  ઈ મેઈલ દ્વારા લખી ને મોકલી શકો છો, અમો તમારા email ID પર તે અંગેનું યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”