સ્ત્રીઓ ને લગતી તકલીફો અને હોમિયોપેથી …(માસિક અને તેને લગતી તકલીફો -૧ ) …

સ્ત્રીઓ ને લગતી તકલીફો અને હોમિયોપેથી …

માસિક અને તેને લગતી તકલીફો -૧

 

‘એમિનોરિઆ’- માસિકનો અભાવ …

– ડૉ. ગ્રીવા માંકડ

 

 

મિત્રો આપણે … ‘સ્વાસ્થય  નો મીઠો સ્વાદ અને હોમીઓપેથી’ નાં શીર્ષક હેઠળ આજ સુધી ડૉ.પાર્થ માંકડ દ્વારા અનેક આરોગ્યને લગતી જાણકારી અને માર્ગદર્શન મેળવેલ, ઉપરોક્ત શ્રેણીને વધુ આગળ વધારવા માટે ડૉ. ગ્રીવા માંકડ નો સાથ અને સહકાર આપણને મળી રહ્યો અને તેમના દ્વારા લખેલ પ્રથમ લેખ ઓગષ્ટ માસમાં આપણે અહીં ‘દાદીમા ની પોટલી’ પર માણ્યો અને આપના દ્વારા ખૂબજ સુંદર પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર અમોને મળ્યાં., જે બદલ અમો આપના આભારી છીએ.

 

ડૉ.ગ્રીવા માંકડ સફળ હોમીઓપેથીક પ્રેક્ટીસ કરી રહ્યા છે, તેઓ દર્દી ને સમજવા માં ખુબ નિપુણ અને દવાઓ ના પ્રિસ્ક્રીપ્શન માટે પણ ખુબ નિપુણ છે. અન્ય કલીનીકો જોવા ની સાથે સાથે તેઓ સ્વાસ્થ્ય હોમીઓપેથીક કલીનીક માં ખાસ સ્ત્રી રોગ અને બાળ રોગો નો વિભાગ સંભાળે છે, ને જેમાં તેમનો બહોળો અનુભવ પણ છે. હોમીઓપેથી સાથે તેઓ રેકી માં પણ નિષ્ણાત છે, અને દર્દી ને રેકી આપીને પણ ફાયદો આપી શકે છે. તેમણે રેકી વિષય સાથે એમ . ડી. પણ કરેલું છે. આ ઉપરાંત તેઓ ફૂડ અને ન્યુટ્રીશન વિષે પણ સલાહ આપતા રહે છે. ડૉ.ગ્રીવા માંકડ હવેથી  આપણને ‘દાદીમા ની પોટલી’ પર સ્ત્રી તેમ જ બાળ રોગ વિષયક પ્રાથમિક જાણકારી અને તેના ઉપાય વિશેના માર્ગદર્શન નાં  લેખ નિયમિત રીતે આપવા માટે સહમત થયા છે.

આજે તેમનો આ બીજો લેખ… ‘એમિનોરિઆ’- માસિકનો અભાવ… સ્ત્રી રોગ વિશેનો છે. જે  ‘દાદીમા ની પોટલી’  પર મોકલવા બદલ અમો  ડૉ.ગ્રીવા માંકડ ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 વાચક મિત્રો, મારા પ્રથમ આર્ટીકલ ને ખુબ સારો પ્રતિસાદ આપવા બદલ આપ સહુની હું આભારી છું. આગળ વધુ ને વધુ માહિતી, હોમિયોપેથી અને સ્ત્રી રોગો વિશેની આપ સમક્ષ પહોચાડવા પ્રયત્નશીલ રહીશ. આપ આપના કોઈ પણ પ્રશ્નને નિઃસંકોચ પૂછશો તો વધુ ગમશે . આપના સૂચનો અને અભિપ્રાય પણ ખાસ આવકાર્ય છે., .

  

આજના આ  આર્ટીકલ માં આપણે સમજીશું, માસિક ને લગતી વધુ એક સમસ્યા… ‘એમિનોરિઆ’.

  

એમિનોરિઆની જો મારે સ્પષ્ટ સમજુતી આપવી હોય તો, ’પ્રજનનક્ષમ ઉમર ધરાવતી સ્ત્રીમાં ઋતુ ચક્રનો અભાવ’ … .. એવું કહી શકાય કે એમિનોરિઆ એ ઘણા સંભવિત રોગ નું લક્ષણ છે.

એમીનોરીઆના પ્રકારો :

 1. ફીઝીઓલોજીકલ એમીનોરિયા …

 ફીઝીઓલોજીકલ એમીનોરિયા એટલે એવો પ્રકાર કે જેમાં કુદરતી રીતેજ શારીરિક પ્રક્રિયાના ભાગ રૂપે અંતઃસ્ત્રાવોની અસરના કારણે અમુક સંજોગોમાં માસિકનો અભાવ હોવો. (જે નોર્મલ ઘટના છે, એટલે કોઈ રોગનું ચિહ્ન નથી.)

 જેમકે,

 પ્રજનન ક્ષમ ઉમર પહેલા એટલે કે નાની બાળકી ઓ માં.

  

પ્રેગનેન્સી દરમિયાન.

  

ધાવણ ચાલુ હોય ત્યારે.

  

મેનોપોઝ પછી …

 

2. પેથોલોજીકલ એમિનોરિઆ.

 

પેથોલોજીકલ એમિનોરિઆ ને બે વિભાગમાં વહેચી શકાય.

 

A પ્રાયમરી એમિનોરિઆ …

 

સામાન્ય સંજોગોમાં ૯ થી ૧૩ વર્ષ વચે માસિક ધર્મ શરુ થતો હોય છે. પરંતુ પ્રાયમરી એમિનોરિઆ એટલે કે ૧૬ વર્ષની વય વટાવી ચૂકવા છતાં માસિક ચક્રની શરૂઆત ના થયેલી હોવી. આ તકલીફ માટે મુખ્યત્વે જન્મ સમયે પ્રજનન અંગોનો અપૂરતો વિકાસ કારણભૂત છે.

 જેમકે,

 

ગર્ભાશય નો અભાવ

  

ઈમ્પર્ફોરેટેડ હાયમેન (યોનીપટલ માં તકલીફ )

  

ટ્રાન્સવર્સ સેપ્ટમ

  

વજૈના (યોની)નો અભાવ હોવો

 

B સેકન્ડરી એમીનોરિયા:

  

સેકન્ડરી એમિનોરિઆ, એટલે કે એવી તકલીફ કે જેમાં સામાન્ય રીતે નિયમિત ઋતુચક્ર ધરાવતી સ્ત્રીમાં એકસાથે ૩ ઋતુચક્ર કે પછી સરેરાશ ૬ મહિના સુધી માસિક ના આવવું. હાયપોથેલામસ અને પીચ્યુટરી જેવી અંતઃસ્ત્રાવી ગ્રંથી માં થયેલો ફેરફાર એમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અહી વધુ, ઊંડાણમાં ન જતા થોડું ટૂંકાણમાં કહું તો, આ ગ્રંથીઓ ની કામગીરી માં જો ખલેલ પહોચી તો એની સીધી જ અસર ગર્ભાશય, અંડપીંડ અને વજૈના(યોની) પર પડે છે. જેથી જ માસિકની નિયમિતતા ખોરવાય છે.

 

સેકન્ડરી એમીનોરીઆના કારણો :

 

પીચ્યુટરી ટ્યુમર

 

કેમોથેરાપી દવાઓ (કેન્સરમાં વપરાતી )

 

ઓવર એક્ટીવ થાયરોઈડ ગ્રંથી

 

પોલીસીસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ

 

અંડપીંડ ની કાર્યક્ષમતામાં વિક્ષેપ હોવો

 

યુટેરાઇન ડીસઓર્ડર

 

સેકન્ડરી એમિનોરિઆના લક્ષણો:

 

મુખ્યત્વે માસિકનો અભાવ,

 

સ્તનની સાઈઝ માં ફેરફાર અનુભવવો.

 વજનમાં વધારો કે ઘટાડો થવો

 સ્તનમાં થી ડીસ્ચાર્જ થવો( ગેલેક્ટોરિઆ)

હર્સ્યુંટીઝમ ( પુરુષની જેમ સ્ત્રીઓમાં પણ શરીરમાં હેયર ગ્રોથ થવો )

 વજૈનલ ડ્રાયનેસ્

 અવાજમાં ફેરફાર થવો

 વિઝન લોસ્સ,

 માથાનો દુ:ખાવો (પીચ્યુંટરી ટ્યુમર ધરાવતા લોકોમાં)

  

એમીનોરિયા ના ઉપાયો….

આપણે જો પેથોલોજીકલ પ્રકારના પ્રાયમરી એમીનોરીઆની વાત કરીએ તો એ તદન જીનેટિક એટલે કે જન્મ થી જ મળેલી ખોડખાપણ હોવાથી તેનો સર્જીકલ ઉપાય જ થઇ શકે.

 

સેકન્ડરી એમીનોરિયા માં તેના કારણને અનુરૂપ, એમાય, શરીરમાં હાર્મોનલ બેલેન્સ, કે જે સેકન્ડરી એમીનોરીઅને ઠીક કરવાનું અગત્યનું પગલું છે, એમાંતો હોમિયોપેથીક સારવાર ખુબ અગત્યનો ભાગ ભજવે છે. ઘણી દવાઓ જેમકે, …

 

PULSATILLA, CALCAREA CARB, જે છોકરીમાં શરૂઆત થીજ માસિકનો અભાવ હોય તેમાં ખુબ અસરકારક રીતે કામ કરે છે.

 

LACHESIS,

ZINCUM MET,

GRAPHITES,

KALICARB,

SEPIA,

SILICEA,

CONIUM,

SULPHUR,

TUBERCULINUM … જેવી,

 

– તથા બીજી ઘણી દવાઓ એ સ્ત્રીની પ્રકૃતિના યોગ્ય અને ઊંડા અભ્યાસ પરથી આપવામાં આવે છે.

 

પ્લેસીબો:

In man, the shedding of blood is always associated with injury, disease, or death. Only the female half of humanity was seen to have the magical ability to bleed profusely and still rise phoenix-like each month from the gore.

– Estelle R. Ramey

 

બ્લોગ લીંક : http://das.desais.net

email: [email protected]

 

આપને આજનો લેખ પસંદ આવ્યો હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, જે ડૉ.ગ્રીવા -લેખિકાની કલમને  સદા બળ પૂરશે., તેમજ અમોને આ પ્રકારના લેખ મૂકવા માટે પ્રેરણાદાયી બની રહેશે. આભાર ..! ‘દાદીમા ની પોટલી’.

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.ગ્રીવા માંકડ… આપને શક્ય એટલો ઝડપી જવાબ બ્લોગ પર આપવા પ્રયત્ન કરશે. જો કોઈ પણ ને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતા – જાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેકટ [email protected] ઉપર અથવા તો [email protected] અથવા [email protected] ના ઈમેઈલ દ્વારા પૂરી વિગત – જેવી કે, વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત -રીપોર્ટ ની જાણકારી મોકલવી. તમોને તમારા email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપીશું. ”