છોરું કછોરું થાય … (જીવન લક્ષ્ય) …

છોરું કછોરું થાય …. (જીવન લક્ષ્ય) …

 

છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ના થાય … 

 

“કુપુત્રો જાયેતી કવચિતપીદપી કુમાતા ન ભવતી” (કુપુત્ર જન્મી શકે છે પણ કુમાતા ક્યારેય જન્મતી નથી)   આ કહેવત આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી દ્વારા રચિત દેવ્યાપરાધક્ષમાપના સ્ત્રોત ના સ્લોકાંશ ઉપરથી અવતરિત છે.

આ કહેવતમાં માં-બાપનો સંતાન માટેનો પ્રેમ અને ત્યાગ વર્ણવવામાં આવ્યો છે. છોરું કછોરું થાય એટલે કે સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય. આમ આ કહેવત માવતરની મોટાઈ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત ખાસ કરીને ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે સંતાન પોતાના માવતરને ખુબ દુખ આપે પણ એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે.

આજના આધુનિકતાના જમાનામાં નવી અને જૂની પેઢીમાં   તાણ અને મતભેદ પહેલાં કરતા વધ્યા છે.  આજે યુવાપેઢી ની ઉંમર નાની છે તેઓ એમનાથી મોટી ઉંમરના દરેક વડીલો કરતા પોતાની જાતને વધુ હોંશિયાર અને ચાલાક સમજે છે.  માતા પિતા અને મોટા ભાઈ બહેન કે પછી અન્ય વડીલો પ્રત્યે હમણાના યુવા બાળકોને એવી કોઈ લાગણી ઉદભવતી નથી કે તેઓ વડીલોનું કહ્યું માને, વડીલો માટે પણ બાળકો એક ચિંતા નું કારણ અને મોજ મજામાં ખલેલ પડવા માટેના નિમિત સમજી રહ્યા છે.  વણનોતર્યા કે અવતરેલા બાળકો નો આજે ચારે તરફ સમૂહ નિર્માણ થયો છે.

 

આવો આપણે જોઈએ કે કયા કયા વિષય છે જેમાં અત્યારે નવા જુના જમાનાનો ભેદ વકર્યો છે. યુવાનો ક્યાં ભૂલો કરે છે?  વડીલો ક્યાં ભૂલો કરે છે ?  યુવાનો કયા કયા ગુણો ધરાવે છે?  વડીલો કયા કયા ગુણો ધરાવે છે ?  …  આ બધું જાણવાથી અને સમજવાથી આપણે એક બીજાની ભૂલો ને અવગણીને એકબીજાના ગુણોને અપનાવીએ તો એમ થઇ શકે કે બંને વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ શકે.  અહીં  આપેલા તમામ મુદ્દાઓમાં એવો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આપણામાં આ ગુણો ની છબી ના દર્શન થાય.

 

યુવાનોની ભૂલો …

 

1. યુવાઓને રાત્રે જાગવું હોય અને દિવસે સુવું હોય.
2. યુવાઓને દૂધ ની જગ્યાએ દારૂ અને શરબત ની જગ્યાએ પેપ્સી અને થમ્સ અપ પીવા હોય.
3. યુવાઓને બહાર ફરવા જવું હોય.
4. યુવાઓને પાર્ટી કરતા રહેવું હોય.
5. યુવાઓને ભણતરમાં રસ ના હોય.
6. યુવાઓ ને જવાબદારીમાં ( થી ) બંધાવું ના હોય.
7. યુવાઓને ફાસ્ટ ફૂડમાં  જ રસ હોય.
8. યુવાઓને મહેનત વગર બધી જ સુવિધા અને જીત મેળવવી હોય.
9. યુવાઓને હમેશા નવા નવા સાધનોને વાપરતા રહેવું હોય.
10. યુવાઓને નશીલા પદાર્થો અથવા નશાકારક વાતાવરણમાં  રહેવું હોય.

 

વડીલોની ભૂલો …

 

1. વડીલોને પોતાની વાતને વિસ્તારથી કહેવી હોય.
2. વડીલોને એમના બાળકો મોટા થઇ જાય તે કબુલ નથી હોતું.
3. વડીલોને એમના બાળકોના આત્મવિશ્વાસની બદલે ફક્ત ઉછાંછળાપણું જ સામે દેખાતું હોય છે.
4. વડીલોને ગંભીરતાપૂર્વક કાર્યો કરવાની આદત હોય.
5. વડીલો આખા દિવસમાં ધીમે ધીમે કાર્યો કરે.
6. વડીલો જૂની પધ્ધતિ પ્રમાણે રૂબરૂ મળીને જ કાર્ય કરવામાં માનતા હોય.
7. વડીલો આખા કાર્યનો ભાર પોતાના ઉપર લઈને ચિંતા અને તાણ સાથે જીવન પસાર કરે.
8. વડીલો ને પોતાના બાળકો અને પરિવાર પ્રત્યે ખુબ જ લાગણી હોય.
9. વડીલો માટે દુનિયા બહુ જ સીમિત હોય છે.
10. વડીલોને જેમની સાથે અણબનાવ હોય તેમની સાથે મનમેળ કરતા વાર લાગે.

 

યુવાઓના ગુણો …

 

1. યુવાઓ હસતા રમતા આધુનિકતા ની ઝડપ સાથે તાલ મેળવીને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે.
2. યુવાઓને નવી આધુનિક ટેકનોલોજી થકી ઝડપથી કાર્યો કરવા હોય.
3. યુવાઓને માટે એક સાથે ઘણા કાર્યો કરવાની ફાવટ હોય છે.
4. યુવાઓને અજાણ્યા લોકો સાથે બહુ જલ્દી દોસ્તી કરવાની ફાવટ હોય.
5. યુવાઓના મનમાં કોઈ કપટ ના હોય.
6. યુવાઓને સગાવ્હાલા કરતા પણ મિત્રો નો સાથ ઘણો હોય છે.
7. યુવાઓ આપસમા ગેરસમજન ને ત્વરિત સ્પષ્ટ કરતા હોય છે.
8. યુવાઓ ને ઘણા બધા વિષયોમાં એક સાથે રસ હોય છે અને જ્ઞાન પણ હોય છે.
9. યુવાઓની દુનિયા વિશાળ હોય છે,આધુનિક્તાના ઉપયોગને કારણે દેશ વિદેશ મા તેઓ સમ્પર્કમા રહેતા હોય છે.
10. યુવાઓમા હિંમત ખુબ હોય છે.વ્યાપારમાં પણ ઘણી જવાબદારી ઉપાડીને વિસ્ત્રુતીક્ર્ણ કરતા હોય છે.

 

વડીલોના ગુણો …

 

1. ઘરની વાત ઘરમાં જ રાખવા ના ગુણો તો વડીલોમાં જ હોય.
2. વડીલો હમેશા પહેલા પોતાના પરિવાર માટે વિચારે પછી એ મોજશોખ હોય કે સારો પ્રસંગ હોય.
3. વડીલો પોતાના બાળકો પ્રત્યે હમેશા માયાળુ અને લાગણીશીલ હોય છે.
4. વડીલો પોતાના સ્વાર્થની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવતા હોય છે.
5. વડીલો પોતાની બધી જ મૂડી વાપરીને પણ બાળકોનો અભ્યાસ કરાવતા હોય છે.
6. વડીલો મૂંગે મોઢે બધા કાર્ય નો ભાર ઉપાડે છે.
7. વડીલો જીવનના અંતિમ શ્વાસ સુધી બધા સાથે સંબંધો સાચવવામાં માનતા હોય છે.
8. વડીલો માટે મુખ્ય હેતુ પરિવારને ખુશ રાખવાનો હોય છે.
9. વડીલો ધાર્મિકતા માટે વધુ સમય ફાળવવા માંગતા હોય છે.
10. વડીલો પોતાની જરૂરિયાતોને સીમિત કરીને પણ પોતાના બાળકોના બધા જ શોખ અને સુવિધા પૂરી પાડતા હોય છે.

 

આ પ્રકારના બારીક નિરીક્ષણ ની સમાજને અને સમસ્ત વિશ્વને જરુરિયાત છે.

 

વાચકમિત્રો આપ સૌને પણ આમંત્રણ છે કે આવાજ પ્રકારના તમારા અનુભવોને પણ તમે અમારી સમક્ષ બ્લોગ પોસ્ટના કોમેન્ટ્સ બોક્ષમાં અથવા ઈ મેઈલ  દ્વારા રજુ કરી શકો છો.

સાભાર : – ડૉ.ઝરણા દોશી … (મુંબઈ)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

‘દાદીમા ની પોટલી’ પર ‘જીવન લક્ષ્ય’ શ્રેણી હેઠળ આજની પોસ્ટ મોકલવા બદલ અમો ડૉ.ઝરણાબેન ના આભારી છીએ. આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના અનુભવ અને આપની સમજણને કોમેન્ટ્સ બોક્ષમાં પ્રતિભાવ દ્વારા શેર કરશો … આભાર ! ‘દાદીમા ની પોટલી’