‘પુષ્ટિ પ્રસાદ’ … (પરિચય) …

‘પુષ્ટિ પ્રસાદ’ … (પરિચય) …

 

 

૨૭ મી ઓગસ્ટ ૨૦૦૩માં અમેરિકાના Conecticat, State (CT)માં શ્રીમતી રેખાબેન યોગેશભાઈ શાહનાં નિવાસ સ્થાને પરમ પુજનીય ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજી બિરાજી રહ્યાં હતાં ત્યારે તેમનાં એક જ વિચારમાંથી એક વચનામૃત સરી ગયું કે મહાપ્રભુ શ્રી વલ્લભની વાણી અને વચનામૃતને નિર્મૂલ્યે સમસ્ત વૈષ્ણવો સુધી પહોંચાડવાં છે. તેમનાં આ વચનામૃતનાં સ્વરૂપે પુષ્ટિ પ્રસાદ નામનાં માસિકનું પ્રાગટ્ય થયું હતું. પરંતુ આ વચનામૃતની પુસ્તક રૂપે પ્રથમ કોપીનું પ્રકાશન ૨૦૦૪ અપ્રિલમાં થયું અને આ બાબતનો સંપૂર્ણ શ્રેય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા પરિવારને જાય છે. આ અદભૂત વિચારને સફળતા પણ મળી. આ વિચારની સફળતાનાં પ્રત્યક્ષ પ્રમાણ રૂપે આપ સૌ વૈષ્ણવો ૨૦૧૨ સુધીનાં ઓગસ્ટ મહિનાનાં અંક સુધી જોઈ શકો છો.

 

પુષ્ટિ પ્રસાદમાં આપણાં માર્ગ માટેની માહિતી, સમજ સભર સાહીત્ય તેમજ સુવિચારનો લાભ દર મહિને પુસ્તક કોપી રૂપે ૧૨૫૦ વૈષ્ણવોને મળે છે તદ્પરાંત ઈ-મીડિયા દ્વારા દેશ વિદેશમાં રહેલા ૧૨૦૦ જેટલા વૈષ્ણવોને તેનો લાભ મળે છે. આપણું આ પુષ્ટિ પ્રસાદ આજે પણ દર મહિને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ વગર પ્રગટ થઈ રહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે શ્રી વલ્લભકુલ બાલકોનાં આર્શીવાદની સાથે  આપ સૌ વૈષ્ણવોનો પણ સાથ રહેલો છે. આપ સૌ જાણો છો કે શ્રી વલ્લભ સ્વયં પોતાનાં હસ્તાક્ષર રૂપે પુષ્ટિ ગ્રંથોમાં રહેલા છે. વળી આપણાં માર્ગમાં તનુ-વિત્તજા સેવાનું અતિ મહત્વ પણ રહેલું છે પુષ્ટિપ્રસાદનું પ્રકાશન એ આપનું જ પ્રકાશન છે. માટે આપ સૌ આ પુસ્તકને આગળ વધારવા માટે અને સૌ વૈષ્ણવોને વલ્લભ વાણીથી લાભાન્વિત કરવા માટે પુષ્ટિપ્રસાદ વતી હું વલ્લભનાં વ્હાલા આપ સૌ વૈષ્ણવોને વિનંતી કરું છું કે મારી, આપની અને આપણી સહુની વિત્તજા સેવા જ્યાં સુધી પુષ્ટિ પ્રસાદનાં પ્રકાશનને મળતી રહેશે ત્યાં સુધી સૌ વૈષ્ણવો સુધી શ્રી વલ્લભવાણી નિઃસંદેહ પહુંચતી રહેશે.

 

વૈષ્ણવોનાં સાથથી, વૈષ્ણવોને માટે, આપના શ્રી વલ્લભની વાણીને પ્રગટ કરતું આ માસિકને વધુ આગળ વધારવા માટે વિત્તજા સેવા કરવાનું ભૂલશો નહીં. આ વૈષ્ણવ પત્રિકા આપની છે, આપના માટે છે અને આપના થકી છે. માટે આશા છે કે પુષ્ટિપ્રસાદને આપ વૈષ્ણવો સદાયે સહકાર આપશો. આપ સૌ વૈષ્ણવોનાં દર્શનનો અભિલાષી છું.

 

પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા પરિવારનાં જય શ્રી કૃષ્ણ.

સાભાર સૌજન્ય : વ્રજનીશ આર. શાહ

શ્રીમતી પૂર્વીબેન મોદી-મલકાણ (યુ એસ એ )

 

વ્રજનિશભાઈ નો સંપર્ક કરવા :

Contact :
Mr Vrajnish.R. Shah
21710 Gorman Drive
BOYDS MD 20841 USA
Phone: 1301 540 0006

email: [email protected]
email: [email protected]

Link of the ‘Pushti Prasad’ – (‘પુષ્ટિ પ્રસાદ’ ની લીંક) :

 (૧)  http://pushtiprasad.com/index.html  (Title Page)

 (૨)  http://pushtiprasad.com/html/Aboutus.htm  

પુષ્ટિપ્રસાદ વતી હું વલ્લભનાં વ્હાલા આપ સૌ વૈષ્ણવોને વિનંતી કરું છું કે આપ ઉપર દર્શાવેલ લીંક પર ક્લિક કરી ‘પુષ્ટિ પ્રસાદ’ સાઈટની જરૂર મુલાકાત લેશો., શ્રી વ્રજનીશભાઈ તેમજ તેમની સાથે જોડાયેલા વૈષ્ણવો નો પ્રયાસ જો આપને પસંદ આવ્યો હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર આવી મૂકશો. આપના પ્રતિભાવ સદા અમોને પ્રેરણાદાયી બની રહેશે. .. આભાર !  …‘દાદીમા ની પોટલી’ પર પણ આપ સમયાંતરે  ‘પુષ્ટિ પ્રસાદ’ કેટેગરી હેઠળ સામયિકમાં આવતાં લેખ માણી શકો તેવી અમો નમ્ર કોશિશ કરીશું.

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]